Pravachan by Pujya Shree Lalchandbhai Amarchand Modi, Rajkot

YouTube

AtmaDharma.com

AtmaDharma.org

Telegram

WhatsApp

પૂજ્ય લાલચંદભાઈના પ્રવચનો

સમયસાર કળશ ૨૭૧

પ્રવચન રત્નાકર ભાગ ૧૧, પાનું ૨૪૮-૨૪૯

રાજકોટ, સપ્ટેમ્બર-ઓક્ટોબર ૧૯૯૦,

પ્રવચન LA૩૯૪

આ શ્રી સમયસાર કળશ નંબર ૨૭૧ ઉપર અધ્યાત્મ સતપુરુષ પૂજ્ય શ્રી કાનજીસ્વામીના માર્મિક પ્રવચન. પ્રવચન રત્નાકર ભાગ-૧૧. આ અગિયાર ભાગ આપણાં બહાર પડી ગયા છે ને? એમાંથી જ આ લીધું છે, જુદું. એમાં ઝીણાં અક્ષરો છે અગિયાર ભાગમાં. અને આ મોટા અક્ષરો વાંચી શકાય. એટલે અમે જુદું કરાવ્યું એમાંથી. રત્નાકર ભાગ-૧૧, પૃષ્ઠ ૨૪૮-૨૫૨ સુધી. આ હમણાં હિમતનગરમાં પાવી છે બુકલેટ.

સમયસાર કળશ-૨૭૧. જ્ઞાનમાત્ર ભાવ પોતે જ જ્ઞાન છે. જ્ઞાનમાત્ર એટલે શું? કે આત્મા. આત્માનો જે સ્વભાવ છે, આત્માનો જે ભાવ છે તે પોતે જ જ્ઞાન છે. આત્મા પોતે જ જ્ઞાન છે. જ્ઞાનમાત્ર ભાવ એટલે આત્મા પોતે જ જ્ઞાન છે. આત્માનું બીજું નામ જ્ઞાન છે. આત્માનું એક નામ આત્મા તો છે પણ આત્માનું બીજું નામ જ્ઞાન છે. આત્મા પોતે જ જ્ઞાન છે, એમ આવ્યુંને? પોતે જ જ્ઞાન છે, એક. હવે બીજું, (આત્મા) પોતે જ પોતાનું જ્ઞેય છે. (પર-પદાર્થો) જ્ઞેય નથી.

મુમુક્ષુ:- ના. જ્ઞાનની પર્યાયમાં પોતે જ જણાય છે.

ઉત્તર:- પોતે જ જણાય છે. માટે પોતે, આત્મા - એનું બીજું નામ જ્ઞેય છે. એક નામ જ્ઞાન છે. બીજું નામ (જ્ઞેય) છે. એ હવે વ્યાખ્યા આશે. શા માટે જ્ઞાન છે? શા માટે જ્ઞેય છે? પણ આત્માનું એક નામ જ્ઞાન છે, બીજું નામ પોતે જ જ્ઞેય છે.

હવે ત્રીજું, અને પોતે પોતાનો જ જ્ઞાતા છે. આનો (પર-પદાર્થનો) જ્ઞાતા નથી. પોતે પોતાનો જ્ઞાતા એટલે જાણનાર. પોતે પોતાનો જાણનાર છે. એવા અર્થનું કાવ્ય હવે કહે છે. આ સંસ્કૃત છે, અમૃતચંદ્રઆચાર્યનું સમયસારમાંથી. બોલો બેન સંસ્કૃત:

योऽयं भावो ज्ञानमात्रोऽहमस्मि

ज्ञेयो ज्ञेयज्ञानमात्रः स नैव ।

ज्ञेयो ज्ञेयज्ञानकल्लोलवल्गन्

ज्ञानज्ञेयज्ञातृमद्वस्तुमात्रः ।।२७१।।

એનો શ્લોકાર્થ:- જે સમયસારમાં છેને, એ કોપી-ટુ-કોપી આમાં લીધું છે. શ્લોકાર્થ:- જે જ્ઞાનમાત્ર ભાવ હું છું. જે આ જ્ઞાનમાત્ર ભાવ એટલે આત્મા, જ્ઞાનમય આત્મા એવો જે હું, તે હું છું. તે, તે એટલે આ આત્મા, જ્ઞેયોના જ્ઞાનમાત્ર ન જાણવો. આને (પર-પદાર્થને) જાણનારો છે એવો હું નથી. મૂળ વાત છે મૂળ.

મુમુક્ષુ:- એટલે જ્યારે જ્ઞેય જણાય છે ત્યારે હું નથી.

ઉત્તર:- એનો (પરનો) જાણનારો હું નથી. એનો (પરનો) જાણનારો હું નથી. હું કેવો છું? કે જ્ઞાનમાત્ર ભાવ હું છું. પણ કેવો છું? કે (પર)જ્ઞેયોને જાણે એવો હું નથી. (પર)જ્ઞેયોને જાણે એવો હું નથી. આ જ્ઞેયને (આત્માને) જાણે એવો તો છું.

મુમુક્ષુ:- એવો જ છું.

મુમુક્ષુ:- સ્વજ્ઞેયને જાણું એવો હું છું.

ઉત્તર:- એવો હું છું. પર જ્ઞેયને જાણું એવો મારો સ્વભાવ નથી.

મુમુક્ષુ:- મારો સ્વભાવ નથી.

ઉત્તર:- મારો સ્વભાવ નથી.

મુમુક્ષુ:- પરનો નિષેધ કરી નાખ્યો.

ઉત્તર:- આ અંદરમાં જેને જાવું હોય ને? જેને આત્મદર્શન કરવા હોય એની વાત છે. બાકી તો વ્યવહારની વાતો તો શાસ્ત્રમાં લાખો કરોડો આવે, સમજી ગયા?

મુમુક્ષુ:- દૃષ્ટિ કેમ કરવી?

ઉત્તર:- દૃષ્ટિ કેમ કરવી આત્માની? આત્માનો અનુભવ કેમ કરવો? અનંતકાળથી એણે આ કામ નથી કર્યું. ધુ કર્યું એણે પણ આત્માને જાણ્યો નથી. જાણનારને જાણ્યો નથી. સમજી ગયા? એ કેમ જણાય? એની આમા વિધિ છે આખી. અનુભવની વિધિ બતાવી છે.

જ્ઞાનમાત્ર ભાવ હું છું તે એટલે મારો આત્મા. તે જ્ઞેયોના જ્ઞાનમાત્ર, એટલે જ્ઞેયોને જાણે એવો માત્ર એવો આત્માનો સ્વભાવ નથી. (પરંતુ) હવે કહે છે. (પરંતુ) જ્ઞેયોના આકારે થતા જ્ઞાનના કલ્લોલોરૂપે પરિણમતો તે, એટલે જે પોતાના જ્ઞાનમાં જ્ઞેયો જણાય ત્યારે જ્ઞેયને જાણનાર એમ નહિ. પણ જ્ઞેય જેમાં જણાય એવું જે જ્ઞાન, એ જ્ઞાન કે જેમાં આત્મા જણાય છે. પાછું એમા આત્મા જણાય છે એમ, ઓલું (પર-પદાર્થો) નહિ.

મુમુક્ષુ:- જ્ઞાન તો આત્માનું છે.

ઉત્તર:- આત્માનું છે ને? જ્ઞેયનું ક્યાં છે? જ્ઞેયોના આકારે થતા જ્ઞાનના કલ્લોલોરૂપે એટલે પર્યાયોરૂપે પરિણમતો તે, કલ્લોલો એટલે પર્યાય. પર્યાય, જ્ઞાનની પર્યાય, પરિણમન, એને એનું નામ કલ્લોલ કહેવાય. જેમ સમુદ્રમાં મોજું ઊઠે.

મુમુક્ષુ:- તરંગ ઊઠે.

ઉત્તર:- તરંગ ઊઠે, કલ્લોલ કહેવાય. એમ આ જ્ઞાન આત્માને જાણે છે, સમજી ગયા! એ પર્યાયને કલ્લોલો કહેવાય. તે, તે જ્ઞાન-જ્ઞેય-જ્ઞાતામય, આહાહા! ત્રણેને અભેદ કરી નાખ્યા. જ્ઞાન પણ હું, જ્ઞેય પણ હું, ને જ્ઞાતા પણ હું. -મય. ત્રણ ધર્મ છે આત્મામાં, -મય, વસ્તુમાત્ર જાણવો, આહાહા! જ્ઞાન પણ હું, જ્ઞેય પણ હું, અને આ જ્ઞાતા પણ હું. એ ત્રણેની વ્યાખ્યા આવશે. હજી ટૂંકાણમાં છે. પછી એના પરના ગુરુદેવના વ્યાખ્યાન બહુ સરસ આવશે. વસ્તુમાત્ર જાણવો (અર્થાત્ પોતે જ જ્ઞાન, જુઓ! ઓલું આવ્યું તુંને? જ્ઞાનમાત્ર?

મુમુક્ષુ:- જ્ઞાનમાત્ર છે.

ઉત્તર:- એ આવ્યું તુંને? . (પોતે જ જ્ઞાન, પોતે જ જ્ઞેય અને પોતે જ જ્ઞાતા - એમ જ્ઞાન-જ્ઞેય-જ્ઞાતારૂપ-મય ત્રણેનું એકરૂપ એકમય.

મુમુક્ષુ:- અભેદ!

ઉત્તર:- એકમય. આ તો ભેદથી સમજાવે છે બાકી ભેદ એમાં નથી, અભેદ. અભેદ બતાવ્યો એમ. જ્ઞાતારૂપ. જ્ઞાન-જ્ઞેય-જ્ઞાતારૂપ ત્રણે ભાવો સહિત વસ્તુમાત્ર જાણવો). આવી વસ્તુ મારી છે. હું જ જ્ઞાન, હું જ જ્ઞેય અને હું જ જ્ઞાતા. મારે કાંઇ બહાર જોવાનું રહ્યું નહિ.

મુમુક્ષુ:- બધા પરદ્રવ્યોનો નિષેધ થઈ ગયો.

ઉત્તર:- નિષેધ થઈ ગયો.

મુમુક્ષુ:- પોતામાં આવી ગયો.

ઉત્તર:- પરને જાણવાનો નિષેધ થઈ ગયો. પોતામાં આવી ગયો, આહાહા! હજી આપણે તો આ ટૂંકું લઇએ છીએ. પછી ગુરુદેવના વ્યાખ્યાનો આના ઉપર વિસ્તારથી આવશે. ટૂંકાણમાં લખાણ છે.

ભાવાર્થ:- જ્ઞાનમાત્ર ભાવ, હવે જ્ઞાનની વ્યાખ્યા કરે છે. જ્ઞાન, જ્ઞેય ને જ્ઞાતા, ત્રણ શબ્દો હતા ને? તો જ્ઞાનની વ્યાખ્યા, પહેલા શબ્દની કરે છે. કે જ્ઞાનમાત્ર ભાવ જાણનક્રિયારૂપ હોવાથી જ્ઞાનસ્વરૂપ છે. આત્મામાં જાણવાની ક્રિયા થાય છે. જાણવાની ક્રિયા થાય છે માટે આત્માનું નામ જ્ઞાન છે. જેમાં જાણવાની ક્રિયા થાય, એનું નામ જ્ઞાન છે. એટલે હું જ્ઞાનસ્વરૂપ છું. જ્ઞાનમાત્ર ભાવ જાણનક્રિયારૂપ હોવાથી, આહાહા! કરવાની ક્રિયા નથી થતી. જાણવાની ક્રિયા થાય છે. રાગને કરે અને પરને કરે એવી ક્રિયા નહિ.

મુમુક્ષુ:- એનો સ્વભાવ જ છે જાણવું-જાણવું.

ઉત્તર:- હા! જાણવું-જાણવું-જાણવું, એનો સ્વભાવ છે. જાણનક્રિયારૂપ હોવાથી, એમ! થવાથી નહિ, હોવાથી. ત્રણેકાળ, હોવાથી. થાય, થવું ને થશે એમ નહિ, હોવાથી.

મુમુક્ષુ:- કાયમ છે.

ઉત્તર:- બસ!

મુમુક્ષુ:- કરવાથી કે વાથી.

ઉત્તર:- થવાથી, કરવાથી કે કોઇ કરે તો થાય, એમ નહિ. પોતે કરે તો થાય, એમ નહિ. સ્વભાવ જ છે. સ્વભાવ જ છે, બસ!

મુમુક્ષુ:- હોવાપણે જાહેર કરી દીધો.

ઉત્તર:- હોવાપણે જાહેર કરી દીધો. બસ! છે અનાદિ અનંત.

મુમુક્ષુ:- જેવો છે એવો જાહેર કરી દીધો.

ઉત્તર:- જેવો છે એવો જાહેર કર્યો!. કે આત્મા કેવો છે? કે જાણવાના સ્વભાવથી ભરેલો છે. એ કાંઇ રાગને કરે અને કર્મને બાંધે, એવો આત્માનો સ્વભાવ નથી અને પરને જાણે એવો પણ (આત્માનો) સ્વભાવ નથી.

મુમુક્ષુ:- અસ્તિ સ્થાપી કે આવો જ છું.

ઉત્તર:- બસ! અહીંથી માં મૂળમાં એમ કહેવું છે, સમજી ગયા? જાણનક્રિયારૂપ હોવાથી જ્ઞાનસ્વરૂપ છે, આહાહા! હું તો જ્ઞાનસ્વરૂપ છું. કેમ જ્ઞાનસ્વરૂપ છું? કે મારામાં જાણવાની ક્રિયા થાય છે. માટે હું જ્ઞાનસ્વરૂપ છું. અને જેનામાં જાણવાની ક્રિયા નથી થતી તો જડ પદાર્થો છે, એ હું નથી. આ દેહ મારો નથી, કેમકે માં જાણવાની ક્રિયા થતી નથી. માટે આ ચીજ મારી નથી, એમ! અને રાગ પણ મારી ચીજ નથી. કેમકે એમાં જાણવાની ક્રિયા નથી થતી. જેમાં જાણવાની ક્રિયા થાય, તેનું નામ જ્ઞાન અને તે આત્માનું સ્વરૂપ છે, એમ!

જ્ઞાનમાત્રભાવ જાણનક્રિયારૂપ હોવાથી જ્ઞાનસ્વરૂપ છે. વળી, હવે જ્ઞેયનો બોલ લ્યે છે. પહેલા જ્ઞાનનો બોલ લીધો. હવે જ્ઞેય. વળી, તે પોતે જ નીચે પ્રમાણે જ્ઞેયરૂપ છે. આત્મા પોતે જ જ્ઞેયરૂપ છે, એ આવશે. બાહ્ય જ્ઞેયો જ્ઞાનથી જુદા છે. (પર) જ્ઞેયો જે છે આત્માથી જુદા છે. અને આત્મા પોતે જ જ્ઞેય છે. એટલે તારે બહાર જાવાનું ક્યાં જોવાનું રહ્યું? તું જ જાણનાર છો ને તું જ જણાઇ રહ્યો છે, એમ! બાહ્ય જ્ઞેયો જ્ઞાનથી જુદા છે, જ્ઞાનમાં પેસતા નથી. રાગ-દ્વેષ, શરીર, મકાન, દુકાન કાંઇ આ જ્ઞાનમાં આવતા નથી. એ તો ભિન્ન છે-ભિન્ન છે. જ્ઞાનમાં પેસતા નથી.

જ્ઞેયોના આકારની ઝલક એટલે કે પ્રતિભા. જેવું જ્ઞેય હોય, જેમ દર્પણમાં અગ્નિ સામે હોય તો અગ્નિનો પ્રતિભા થાય છે સ્વચ્છતામાં, ઝાડ હોય તો ઝાડનો પ્રતિભા થાય, મોર હોય તો મોરનો પ્રતિભા થાય. એમ આ જ્ઞાન છે દર્પણની જગ્યાએ, તો એમાં જ્ઞેયો ઝળકે છે, પ્રતિભાસે છે. એમાં પ્રતિભાસે છે, એમાં આવતા નથી. એની સ્વચ્છતામાં ભાસે છે. જ્ઞેયોના આકારની ઝલક જ્ઞાનમાં આવતા જ્ઞાન જ્ઞેયાકારરૂપ દેખાય છે. શું કહે છે? આ મુદ્દાની વાત છે. કે જ્ઞેયો જ્ઞાનમાં જણાતાં, જીવને એમ ભાસે છે કે જ્ઞાન જ્ઞેયાકારરૂપ થઈ ગયું. રાગ-દ્વેષ જણાય, સુખ-દુ:ખ જણાય, શરીર જણાય, તો જ્ઞાનમાં જ્યારે જણાય છે ત્યારે જ્ઞાન જ્ઞેયાકાર થયું એમ દેખાય છે, થયું નથી.

મુમુક્ષુ:- એમ લાગે કે એકમેક થઈ ગયું.

ઉત્તર:- એકમેક થઈ ગયું, પણ એકમેક થતું નથી. કેમકે જ્ઞેયો ભિન્ન છે અને જ્ઞાન ભિન્ન છે. એ ભલે ઝળકે પણ એ-રૂપે થતું નથી. જેમકે સ્ફટિકમણિમાં લાલ ફૂલ પ્રતિભાસે પણ સ્ફટિકમણિ લાલ થતો નથી. મ કહે છે કે જ્ઞાનમાં, જ્ઞેયોના આકારની અનુરૂપે જ પરિણમતું તે જ્ઞાન જ્ઞેયાકારરૂપ દેખાય છે. દેખાય છેને જે? એ ઉપલક દૃષ્ટિ તારી ખોટી છે. એ તો જ્ઞાનાકાર છે, એ જ્ઞેયાકાર થતો નથી. એ જ્ઞેયને જાણવારૂપે પરિણમતો જ નથી. એ જણાય છે એ સાચી વાત છે પણ એને જાણવારૂપે પરિણમતો નથી.

મુમુક્ષુ:- જ્ઞેયને જાણવારૂપ પરિણમતો નથી પણ પોતાનું જ્ઞાન જ જણાય છે.

ઉત્તર:- પોતાનું જ્ઞાન જણાય છે. પોતાનો આત્મા જણાય છે. ભલે (જ્ઞેયો) એમાં પ્રતિભાસે, એ જણાય, પણ એને જાણે નહિ. એ જણાય, ભલે પ્રતિભાસે, પણ હું એને જાણતો નથી. હું તો મને જાણું છું.

મુમુક્ષુ:- મને તો મારી જ્ઞાનની પર્યાય જણાય છે.

ઉત્તર:- પર્યાય જણાય છે અથવા આગળ વધીને કહો તો જ્ઞાયક જણાય છે. આત્મા જણાય છે. ભેદથી જ્ઞાનની પર્યાય અને અભેદથી જ્ઞાયક જણાય છે. ભેદથી જ્ઞાનીઓ સમજાવે કે તને જ્ઞેય જણાતું નથી, તારી જ્ઞાનની પર્યાય જણાય છે. એમ કહે, સમજી ગયા? પણ જ્ઞાનની પર્યાય જણાય છે એમ જ્યાં આવે ... જ્ઞાનની પર્યાય ક્યારે કહેવાય? જ્ઞાનની પર્યાય જણાય છે એ ક્યારે કહેવાય? કે જ્ઞાનમાં આત્મા જણાય તો.

મુમુક્ષુ:- તો બરાબર છે.

ઉત્તર:- મુદ્દાની વાત છે, સમજાણું? સમજાણું? જ્ઞાનની પર્યાય જણાય છે એ કોઇ કહે. જ્ઞાનની પર્યાય જણાય છેને? તો એ જ્ઞાનમાં આત્મા જણાતો હોય તો એનું નામ જ્ઞાન અને આત્મા ન જણાતો હોય તો એનું નામ અજ્ઞાન છે.

મુમુક્ષુ:- તો અજ્ઞાન થઈ ગયું પાછું.

ઉત્તર:- ભલે જ્ઞાનની પર્યાય જણાય છે, ચાલો ભાઇ! કાંઇ વાંધો નહિ. તો જ્ઞાન કોનું નામ કહેવાય? કે જેમા આત્મા જણાય તો એનું નામ જ્ઞાન અને એ જ્ઞાનમાં આત્મા ન જણાય તો-તો અજ્ઞાન થઈ ગયું. જ્ઞાનની પર્યાય જણાય છે એમ આવશેને? તો એ જ્ઞાયકમાં આવી જશે કેમ કે જ્ઞાન તો આત્માનું છે.

મુમુક્ષુ:- ઓલો પરમાંથી નિષેધ થઈને પોતામાં આવી જશે.

ઉત્તર:- પોતામાં આવી જશે.

મુમુક્ષુ:- હું અને મારું જ્ઞાન.

ઉત્તર:- હું ને મારું જ્ઞાન. બસ! એમાં આવી જશે. નજીક આવી ગયો બહુ. જ્ઞેયાકારરૂપ દેખાઈ છે પરંતુ એ જ્ઞાનના જ કલ્લોલો (તરંગો) છે. એ તો જ્ઞાન જ જણાય છે, જ્ઞેય નથી જણાતું. ભલે (જ્ઞેય) એમાં પ્રતિભાસે, પણ મારું લક્ષ એના ઉપર નથી. મારું લક્ષ તો આત્મા ઉપર છે. જેના ઉપર લક્ષ છે એ જણાય છે, જ્ઞેય ઉપર લક્ષ નથી મારું એટલે મને એ જણાતું નથી, એમ! તે જ્ઞાનકલ્લોલો જ જ્ઞાન વડે જણાય છે. જ્ઞાનની પર્યાયો જ જ્ઞાન વડે જણાય છે. પણ જ્ઞાનની પર્યાય જણાય છેને? તો જ્ઞાનની પર્યાય ક્યારે કહેવાય? નામ એનું ક્યારે પડે? કે જ્ઞાન આત્માને જાણતું હોય તો એ જ્ઞાનની પર્યાય. શરીરને જાણતું હોય ને પરને જાણતું હોય તો એ જ્ઞાનની પર્યાય નહિ, એ તો અજ્ઞાન થઈ ગયું. કે તમને તમારા જ્ઞાનની પર્યાયમાં શું જણાય છે? કે દીકરી જણાય છે, લંડન જણાય છે, તો અજ્ઞાન છે.

મુમુક્ષુ:- પરજ્ઞેયથી જ્ઞાન છે, બધું અજ્ઞાન.

ઉત્તર:- અજ્ઞાન છે. આહાહા! તમારી જ્ઞાનની પર્યાયમાં, જ્ઞાન કોનું નામ? કે જે આત્માને જાણે નું નામ જ્ઞાન કહેવાય. આત્માને જાણવાનું છોડી દે એ તો અજ્ઞાન થઈ ગયું. એ તો છે અનંતકાળથી, તો દુ:ખી થાય છે. એને પલટાવીને અંદરમાં હવે જાવાનું છે. આ રીતે પોતે જ પોતાથી જણાવાયોગ્ય હોવાથી જ્ઞાનમાત્ર ભાવ જ જ્ઞેયરૂપ છે. આ જ્ઞેયની વ્યાખ્યા. પોતે પોતાથી જણાવા યોગ્ય. જાણનાર પણ પોતે અને જણાય પણ પોતે, માટે પોતે જ્ઞેય છે. જાણનાર માટે જ્ઞાતા-જ્ઞાન અને જણાય પોતે આત્મા, આખો આત્મા, તો પોતે જ્ઞેય થઈ ગયો, એમ! વળી, હવે જ્ઞાતાની વ્યાખ્યા કરે છે. જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા. ત્રણ શબ્દ હતાને? બેની વ્યાખ્યા થઈ. હવે ત્રીજાની વ્યાખ્યા:

વળી પોતે જ પોતાનો જાણનારો હોવાથી, પોતે જ પોતાનો જાણનાર થવાથી નહિ.

મુમુક્ષુ:- હોવાથી.

ઉત્તર:- એવો સ્વભાવ જ છે. દરેક આત્મા, પોતે પોતાને જ જાણે છે. માનતો નથી. બાકી જાણે છે તો પોતાને. પરને જાણતો જ નથી.

મુમુક્ષુ:- આબાળગોપાળ સહુને.

ઉત્તર:- આબાળગોપાળ સહુને બસ! પોતાનો આત્મા જ જણાય છે. માનતો નથી એ તો દુ:ખી થાય છે.

મુમુક્ષુ:- એટલે આ બધું દુ:ખ છેને.

ઉત્તર:- એટલે દુ:ખ છે, બાકી જાણે તો સમ્યગ્દર્શન થઈ જાય. એનું નામ જ આત્મદર્શન.

મુમુક્ષુ:- એનું નામ જ આત્મદર્શન.

ઉત્તર:- બસ! , જે છેને? ૨૭૧ કળશ, અપૂર્વ છે, અપૂર્વ છે. ટલામાં સમજી જાવ. આમાં અનુભવની વિધિ બતાવી છે. ગુરુદેવ કહેશે, આ અનુભવની આમા વિધિ છે. આહાહા!

પોતે જ પોતાનો જાણનાર હોવાથી, હોં! જ્ઞાનમાત્ર ભાવ જ પોતે જ્ઞાતા છે. આત્મા જ્ઞાતા છે, આત્મા જ્ઞાતા દૃષ્ટા છે. પણ જ્ઞાતાની વ્યાખ્યા શું? કે પોતે પોતાને જાણે છે એટલે એનું નામ જ્ઞાતા છે. આને (પરને) જાણે છે માટે આત્માનું નામ જ્ઞાતા છે એમ નહિ. જ્ઞાતાની વ્યાખ્યા કરી, પોતે પોતાને જાણે છે માટે પોતે જ્ઞાતા છે. આહાહા!

આ પ્રમાણે જ્ઞાનમાત્ર ભાવ જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા-એ ત્રણે ભાવોયુક્ત, યુક્ત એટલે સહિત, સામાન્યવિશેષસ્વરૂપ. સામાન્ય તો દ્રવ્ય અને વિશેષ એની પર્યાય, જ્ઞાનની પર્યાય - એવો આખો આત્મા. જ્ઞાન સામાન્યવિશેષસ્વરૂપ વસ્તુ છે. સામાન્યમાં પણ જ્ઞાન અને વિશેષમાં પણ જ્ઞાન. સામાન્યમાં જ્ઞાન અને વિશેષમાં રાગ, એવું સ્વરૂપ નથી આત્માનું. એ આત્માનું સ્વરૂપ નથી, એ કાલ થોડી વાત આપણે કરી તીને? . સામાન્યવિશેષસ્વરૂપ વસ્તુ છે. 'આવો જ્ઞાનમાત્ર ભાવ હું છું'. જે ઉપરનો જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા-એ ત્રણ ભાવોયુક્ત હું છું એમ અનુભવ કરનાર પુરુષ અનુભવે છે.

જેને આત્માનો અનુભવ થાય છે એ આવી રીતે આત્માને અનુભવે છે. અનુભવી પુરુષ એમ કહે છે કે અમે આત્માને આ રીતે અનુભવીએ છીએ અને તમે પણ આ રીતે અનુભવો. એમ કહે છે કે, અમે તો અનુભવી રહ્યા છીએ કે હું જ જ્ઞા, હું જ જ્ઞેય અને હું જ જ્ઞાતા છું. અમે તો આવા આત્માને અનુભવી રહ્યા છીએ. તમે આત્માને અનુભવો , એમ કહે છે. મે કર્તા નથી પરના અને પરના જ્ઞાતા પણ નથી. આહાહા! જ્ઞાતાની વ્યાખ્યા શું કહી? પોતે પોતાને જાણે માટે એને જ્ઞાતા કહેવામાં આવે છે. પરને જાણે માટે જ્ઞાતા એમ છે? એ તો અજ્ઞાન છે.

એટલો ભાવાર્થ પૂરો થયો. સમયસારનો જે એનો શ્લોકાર્થ અને ભાવાર્થ એ પૂરો થયો. હવે એના ઉપરનું વ્યાખ્યાન, ગુરુદેવનું હવે આવે છે. કળશ ૨૭૧ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. એટલે પહેલો જે શ્લોક છેને, એના ઉપરનું પ્રવચન. પછી ભાવાર્થ ઉપરનું પ્રવચન જુદું એમાં ને એમાં આવશે. પહેલા જે શ્લોક છેને? એના ઉપરનું છે વ્યાખ્યાન.

જે આ જ્ઞાનમાત્ર ભાવ હું છું તે જ્ઞેયોના જ્ઞાનમાત્ર જ ન જાણવો. જ્ઞેયોને જાણે છે એવો આત્મા, મારો સ્વભાવ નથી, આહાહા! જુઓ, શું કહે છે? જે આ જ્ઞાનમાત્ર ભાવ હું છું, આ ગુરુદેવના અક્ષરે અક્ષર વ્યાખ્યાન ટેપ ઉપરથી ઉતારેલા. જે આ જ્ઞાનમાત્ર ભાવ હું છું તે છ દ્રવ્યોના જાણવા માત્ર જ ન જાણવો. કે છ દ્રવ્યને જાણનાર છે એવો આત્મા છું એવું નથી, એમ! તો છ દ્રવ્ય છેને, કોણ ના પાડે છે? છે. પણ એનો હું જાણનાર છું કે આનો જાણનાર છું?

મુમુક્ષુ:- હો તો ભલે હો.

ઉત્તર:- ભલે હો! એની ના ક્યાં છે? છ દ્રવ્ય ભગવાને કહ્યા. છે. પણ મારા જ્ઞાનનો એ વિષય છે કે મારા જ્ઞાનનો આત્મા વિષય છે? ના ઉપર આધાર છે. વિષય ફેરે ફેર છે. જો જ્ઞાનમાં પરપદાર્થ વિષય તમે લ્યો, તો સંસાર છે. અને એ જ્ઞાનમાં આત્માને વિષય બનાવો તો મોક્ષમાર્ગ છે, બસ!

મુમુક્ષુ:- બહુ ટૂંકી વ્યાખ્યા.

ઉત્તર:- ટૂંકી વ્યાખ્યા.

મુમુક્ષુ:- પર સામું જુઓ તો સંસાર.

ઉત્તર:- સંસાર.

મુમુક્ષુ:- ને આ સામું જુઓ તો મોક્ષ.

ઉત્તર:- મોક્ષ! બસ! એ ટૂંકી વ્યાખ્યા આટલી જ છે. અજ્ઞાનીઓએ લાંબું-લાંબું કર્યું છે. અજ્ઞાનીઓએ લાંબું લાંબું કર્યું છે.

મુમુક્ષુ:- એ આટલી ભૂલે અનાદિથી રખડે છે.

ઉત્તર:- હા! આટલી ભૂલે હોં! આટલી જ ભૂલે અનાદિથી રખડે છે બસ! સાવ સાચી વાત છે. આટલી જ ભૂલ છે, આહાહા! કરવાની વાત તો આમાં ક્યાંય આવતી જ નથી. પણ જાણવાની વાત પણ નથી આમાં, , આહાહા!

જુવો, શું કહે છે? જે આ જ્ઞાનમાત્ર ભાવ હું છું તે છ દ્રવ્યોના જાણવામાત્ર જ ન જાણવો. શું કીધું? લોકમાં જેટલા દ્રવ્યો છે-અનંતા સિદ્ધો ને અનંતા નિગોદના જીવો સહિત જીવો, અનંતાનંત પુદગલો-દેહ, મન, વાણી, કર્મ ઇત્યાદિ, અને ધર્મ, અધર્મ, આકાશ, કાળ- છ દ્રવ્યો - તેના દ્રવ્ય, તેના ગુણ, તેની પર્યાયો તે મારા જ્ઞેય અને હું એનો જ્ઞાયક, એમ, કહે છે, ન જાણવું.

મુમુક્ષુ:- બધું કાઢી નાખ્યું.

ઉત્તર:- કાઢી નાખ્યું. એક રાખ્યો.

મુમુક્ષુ:- તીર્થંકર ભગવાનને કાઢી નાખ્યા.

ઉત્તર:- કાઢી નાખ્યા. તીર્થંકર, સિદ્ધોને કાઢી નાખ્યા. એને જાણવા રોકાઇશને તો આત્માને કે દિવસ જાણીશ?

મુમુક્ષુ:- આત્મા નહિ દેખાય.

ઉત્તર:- નહિ દેખાય આત્મા. ઉપકારી ભગવાન, તીર્થંકર સાક્ષાત્ બિરાજમાન હોયને, એ તારું જ્ઞેય નથી. તું એને જાણવા રોકાઇશ તો તને શુભભાવ થશે. સંસારમાં રખડવાનું મળશે.

મુમુક્ષુ:- દુ:ખનું કારણ બનશે.

ઉત્તર:- દુ:ખનું કારણ બનશે.

એમ ન જાણવું. હવે એનું કર્તાપણું તો ક્યાંય ગયું. પરપદાર્થનો કર્તા, એ તો અહીંયા વા એજન્ડા પર છે જ નહિ, એ તો વાત નીકળી ગઇ. અને એ જ શલ્ય જેને છૂટી ગયું અને જ્ઞાતા-જ્ઞેયના વ્યવહારમાં અટકયો છે, એને હવે અંદરમાં લઇ જાય છે. જેની કર્તાબુદ્ધિ છે એને તો આ બેસવાનું નથી. એને તો બેસવાનું નથી કેમકે આત્મા જ્ઞાતા છે અને માને છે કર્તા એટલે કર્તાબુદ્ધિવાળાને તો આ નહિ બેસે. હવે, જ્ઞાતામાં આવ્યો પણ જ્ઞાતા પરનો છે, એમાં હતો, એ કાઢીને અંદરમાં (પોતામાં) હાં. આ બીજો પાઠ છે. બે જ પાઠ છે. કર્તાબુદ્ધિ છોડાવે છે અને જ્ઞાતાબુદ્ધિ. બસ! પાઠ બે જ છે. ત્રીજી વાત છે જ નહિ. આ બેનો જ વિસ્તાર છે.

મુમુક્ષુ:- પરનો (કર્તા) ને પરનો જાણનાર પણ નહિ.

ઉત્તર:- નહિ.

મુમુક્ષુ:- આટલો નિર્ણય કરી લે જીવ. આટલો જ નિર્ણય કરવાનો રહ્યો હવે.

ઉત્તર:- આટલો જ નિર્ણય કરવાનો છે. આ જો યથાર્થ નિર્ણય થાય તો એને જ્ઞાન આત્મસન્મુખ થઈ અનુભવ થઈ જાય. આટલી જ વાત છે. બે જ વાત છે.

જગતના પદાર્થ સ્વયં પરિણમે છે. પોતાના પરિણામ પણ થવાયોગ્ય થાય છે. પોતાના પરિણામનો પણ કર્તા નથી, તો બહારની વાત કરવાની ક્યાં વાત રહી. હેં? પોતાના પરિણામને જાણવાનું બંધ કરવાનું કહે છે, એ જ્ઞેય નથી. આત્મા જ્ઞેય છે એમ કહે છે. રાગ જ્ઞેય નથી. રાગ થાય છેને એ જાણવા લાયક નથી.

મુમુક્ષુ:- બધું કાઢી જ નાખે છે. કટકા!

ઉત્તર:- એનું કર્તાપણું તો ક્યાંય ગયું. અહીં તો કહે છે - એના (છ દ્રવ્યના) જાણવા માત્ર હું છું એમ ન જાણવું. એનો જાણનાર છું એમ ન શલ્ય રાખ હવે. કાઢી નાખ તું! ગજબ વાત છે. ભાઇ! ગજબ વાત છે, સાધારણ વાત નથી. એમ કહે છે કે આ વી સૂક્ષ્મ વાત છે કે જેનો કાળ પાકી ગયો છે, જેને ઝાઝા ભવ નથી, નિકટભવી જીવ છે, એને જ આ વાત બેસે. બાકી બેસવાની નથી. કેમકે કર્તાબુદ્ધિ ને જ્ઞાતાબુદ્ધિનું શલ્ય છે, પડયું છે, અને તર્ક કરે કે કેવળી લોકાલોકને જાણે છે અને હું પરને જાણું છું. જાણવામાં ક્યાં દોષ? છે દોષ, માને છે ગુણ. માને છે ગુણ એ ક્યાંથી પાછો ફરે?

મુમુક્ષુ:- ન ફરે. જાણવું-જાણવું પણ પરને જાણે એ ક્યાંથી (આવ્યું)?

ઉત્તર:- પરને જાણતાં અનંતકાળ ગયો. આવ્યું સુખ? આવ્યું ક્યાંય?

મુમુક્ષુ:- કારણ કે અહિયાં કહ્યું ને કે જાણવું તારો સ્વભાવ છે બસ. એ પકડી લીધું.

ઉત્તર:- પકડી લીધું. પકડી લીધું. જાણવું સ્વભાવ છે, પકડી લીધું. અને વ્યવહારના વાક્યો ઘણાં આવે છે શાસ્ત્રમાં, કે શાસ્ત્રને જો આગળ કરે, સમજી ગયા? અને નિશ્ચયના વાક્યને પાછળ રાખે. તો થઈ રહ્યું. ટોડરમલસાહેબે વાક્ય લખ્યા છે બે કે વ્યવહારનય વડે જે નિરૂપણ કર્યું હોય તેને અસત્યાર્થ માની તેનું શ્રદ્ધાન છોડવું (મોક્ષમાર્ગ પ્રકાશક , સાતમો અધિકાર, પૃ ૨૬૨). આત્મા પરને જાણે છે એ વ્યવહારનયનું કથન છે. એ શ્રદ્ધાનમાંથી કાઢી નાખજે. શ્રદ્ધાનમાં રાખીશ તો ઉપયોગ તારો બહાર જ રખડયા કરશે. રખડયા કરશે. આમ-આમ. આમ-આમ. અહીંયા કેદી જાણીશ તું. એ સ્ટીકર તમને આવી ગયા છે? નહિ આવ્યા હોય?

મુમુક્ષુ:- આવી ગયા છે.

ઉત્તર:- આવી ગયા છે, ટોડરમલજીના?

મુમુક્ષુ:- હા.

ઉત્તર:-તો સારું.

નિશ્ચયનય વડે જે નિરૂપણ કર્યું હોય તેને તો સત્યાર્થ માની તેનું શ્રદ્ધાન અંગીકાર કરવું તથા વ્યવહારનય વડે જે નિરૂપણ કર્યું હોય તેને અસત્યાર્થ માની તેનું શ્રદ્ધાન છોડવું (મોક્ષમાર્ગ પ્રકાશક , સાતમો અધિકાર, પૃ ૨૬૨). બે સૂત્ર છે એમાં.

મુમુક્ષુ:- દેખાય વ્યવહારનયનો વિષય ઠામ ઠામ ભરેલો છે.

ઉત્તર:- હા, અને એ સાચો લાગે છે. ઘડિયાળ સામે જુઓને તો આ ઘડિયાળ દેખાય છેને? બોલો! હવે શું કરવું? એનું કરવું શું? અજ્ઞાન પોષે છે બધા ભેગા બેઠા થઈને.

મુમુક્ષુ:- આટલું તો અમારે કરવું જોઇયેને?

ઉત્તર:- આટલું...જાણવામાં શું દોષ છે? જાણવું તો સ્વભાવ છે.

મુમુક્ષુ:- એટલું તો અમે કરીએ ને? બીજું કાઈં નહિ કરીએ.

ઉત્તર:-ના કરીએ. ઘડિયાળ મારી એમ નહિ, પણ ઘડિયાળમાં કેટલા વાગ્યા એ તો મારી શક્તિ છે ને જાણવાની?

મુમુક્ષુ:- એ ભૂલ થઈ ગઇ.

ઉત્તર:- મોટી ભૂલ. સાધારણ ભૂલ નથી આ, સમજી ગયા? ભણેલાની ભૂલ છે હોં વિદ્વાનોની. આ જે વિરોધ કર્યો, એ વિદ્વાનોએ કર્યો. સામાન્ય માણસને તો આમાં ખબર પણ ન પડે.

મુમુક્ષુ:- એના સમજમાં ન આવે.

ઉત્તર:- સમજમાં ન આવે કે શેનો આ વિરોધ ચાલે છે? વિરોધની ખબર ન પડે. ગજબ વાત છે ભાઇ! પરદ્રવ્ય સાથે જ્ઞેય-જ્ઞાયકપણાનો સંબંધ પણ નિશ્ચયથી નથી. શબ્દો વાંચો તો ખરા! ગુરુવાણી છે ને આ તો. હેં! હું જ્ઞાતા ને આ જ્ઞેય, નિશ્ચયથી તારે જ્ઞાતા-જ્ઞેયનો સંબંધ પરની સાથે નથી, આહાહા! વ્યવહારમાત્ર એવો સંબંધ છે. કથનમાત્ર. વ્યવહાર એટલે કથન, જૂઠું.

મુમુક્ષુ:- વ્યવહારમાત્ર આવ્યું એટલે બસ વ્યવહારે તો અમારે સંબંધ છેને.

ઉત્તર:- સંબંધ છેને, બસ એ પકડી લીધું. પણ નિશ્ચયે નથી એમ જે કહ્યું એ ભૂલી ગયો.

મુમુક્ષુ:- ચુકાઈ ગયું. અને આ વ્યવહાર- વ્યવહાર તો હોય ને?

ઉત્તર:- વ્યવહાર તો હોય ને? વ્યવહારી એ જીવ છે અને જુઓ આ દરવાજો છે. આ દરવાજો છે, એ જાણીએ છીએ તો એમાંથી નીકળાય, આમાં ભીંતમાંથી નથી નીકળાતું એટલે જો માથું ભટકાય. એટલે તું જાણે છે દરવાજાને. તર્ક કરે તર્ક, તર્ક, સમજી ગયા? આ બધી તર્ક છે. ઇન્દ્રિયજ્ઞાનના પક્ષપાતવાળા જીવો તર્ક કરે છે. એમાં રહી જશે, આહાહા! એમ ને એમ રહી જાય, આહાહા! વ્યવહારમાત્ર એવો સંબંધ છે, સમજાય છે કાંઇ? જૈન તત્ત્વજ્ઞાન બહુ ઝીણું છે ભાઇ! જૈન તત્ત્વજ્ઞાન ઝીણું છે, આહાહા! એ તો પાત્ર જીવને પલ્લે પડે. દુર્ભવીને ખબર ન પડે, આહાહા!

ભાઇ! આ વ્યવહાર રત્નત્રયનો રાગ હોય છેને ધર્માત્માને? અહીં કહે છે - ભગવાન આત્મા જ્ઞાયક, અને વ્યવહાર રત્નત્રયનો રાગ એનું જ્ઞેય એમ વાસ્તવમાં છે નહિ. વ્યવહાર રત્નત્રયના જે પરિણામ થાયને, દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિનો રાગ, એ જ્ઞેય નથી તારું! તારા કર્તાનું કર્મ તો નથી પણ જ્ઞાનનું જ્ઞેય પણ નથી. તારા જ્ઞાનનું એ જ્ઞેય નથી, આહાહા!

મુમુક્ષુ:- એ વાત ઘણી આગળ લઇ જાય છે.

ઉત્તર:- આગળ લઇ જાય છે.

મુમુક્ષુ:- દૃષ્ટિ કરાવવી છેને?

ઉત્તર:- દૃષ્ટિ કરાવવી છે.

મુમુક્ષુ:- અનાદિથી આમાં તો પડયો છે.

ઉત્તર:- પડયો છે. પરને જાણવાનો પક્ષ તને છે. છે, એ તો અજ્ઞાન છે. એ તો અનાદિનું અજ્ઞાન છે. એ કાંઇ નવું નથી. પરને જાણતાં તને આનંદ આવ્યો?

મુમુક્ષુ: ના.

ઉત્તર: આવતો જ નથી, તો પાછો ફરને? થોડીવાર પાછો ફર કે પરને જાણતો નથી, જાણનાર જણાય છે. કરને, ટ્રાય (try) તો કર. કોશિશ તો કર તને આનંદ આવશે. દર્શન થશે ભગવાનના. રાગ એનું જ્ઞેય એમ વાસ્તવમાં છે નહિ. લ્યો. વ્યવહાર રત્નત્રયના પરિણામ કર્તાનું કર્મ તો નથી, બેન! પણ જ્ઞાનનું જ્ઞેય પણ નથી, આહાહા! તો જ્ઞાનનું જ્ઞેય કોણ છે?

મુમુક્ષુ:- આત્મા, પોતે.

ઉત્તર:- બારમી ગાથામાં વ્યવહાર 'જાણેલો' પ્રયોજનવાન કહ્યો, સમયસારનો આપે છે પોતે આધાર, એ તો વ્યવહારથી વાત છે. નિશ્ચયથી એમ નથી. વ્યવહાર રત્નત્રયના પરિણામને, નિશ્ચયથી આત્મા એને જાણતો જ નથી. જાણે તો એ મય થઈ જાય, રાગમય થઈ જાય, આત્મા. ખરેખર જાણે તો, નિશ્ચયથી જાણે તો, એ મય થઈ જાય. સમજી ગયા? એટલે એ ખોટું છે.

નિશ્ચયથી તો સ્વપરને પ્રકાશનારી પોતાની જ્ઞાનની દશા જ પોતાનું જ્ઞેય છે. જુઓ! જ્ઞાનની પર્યાય પોતાનું જ્ઞેય છે. જ્ઞાન તો જ્ઞાન છે, પણ જ્ઞાનમાં જ્ઞાન જણાય છે, જ્ઞાનની પર્યાય, એ પર્યાય જ્ઞેય છે. એ પર્યાય કેવી? કે સ્વપરનો અંદર પ્રતિભા થાય એવી. સ્વપરને જાણે એમ નહિ. સ્વ અને પર બેય જેમાં પ્રતિભાસે એવી જે જ્ઞાનની પર્યાય, એ જ્ઞાનની પર્યાય, જ્ઞાનની પર્યાય પણ છે અને એ જ્ઞાનની પર્યાય જ્ઞાનનું જ્ઞેય પણ છે. જ્ઞેય પણ એ અને જ્ઞાન પણ એ. એક પર્યાયના બે નામ. જ્ઞાનની પર્યાય જ્ઞાન પણ છે અને જ્ઞાનની પર્યાય જ્ઞેય પણ છે, એટલે આ (પર) જ્ઞેય નથી, એમ.

મુમુક્ષુ:- એટલે પર્યાયમાં જ પોતાને જાણે છે એટલે એ જ્ઞેય.

ઉત્તર:- એ જ્ઞેય છે. પર્યાય જ જણાય છે. પર્યાયમાં જે (પર) જણાય છે એ (પર) નથી જણાતું. પર્યાયમાં જે (પર) જણાય છે એ (પર) નથી જણાતું. જ્ઞાનની પર્યાય જણાય છે, એ વાત સાચી છે.

મુમુક્ષુ:- બધું કાઢી નાખે છે, ક્યાંયનું?

ઉત્તર:- એક રાખ્યો આત્મા.

મુમુક્ષુ:- પોતે ને પોતાની પર્યાય.

ઉત્તર:- બસ! બસ! એટલામાં રમત છે. રમત એટલામાં છે. બીજે ક્યાં છે? જ્ઞાનમય આત્મા અને એની પર્યાયમાં ઉપયોગ થાય છે. એ ઉપયોગમાં આત્મા જણાય છે અનન્ય થઈને. જણાઇ રહ્યો છે બાળગોપાળ સહુને, બસ! તો કામ થઈ જાય. રાગાદિ પરવસ્તુ-પરદ્રવ્યોને એના જ્ઞેય કહેવા તે વ્યવહારથી છે. વ્યવહાર એટલે ખોટું, જુઠું. નિશ્ચયથી પર સાથે એને જ્ઞે-જ્ઞાયક સંબંધ પણ નથી. કાઢી નાખ્યો.

મુમુક્ષુ:- જ્ઞેય-જ્ઞાયકનો સંબંધ પણ કાઢી નાખ્યો.

ઉત્તર:- આહાહા! એની સાથે આ (પર) જ્ઞેય અને આ જ્ઞાન - એવો વ્યવહાર, એમ નથી. નિશ્ચયથી તો પોતે જ જ્ઞાન અને પોતે જ જ્ઞેય છે, એમ. હવે પર સાથે એને મારાપણાનો -સ્વામીત્વનો અને કર્તાપણાનો સંબંધ હોવાની વાત તો ક્યાંય ઊડી ગઇ, આહાહા! એ તો ક્યાંય ગઇ. રાગ મારું સ્વ અને હું એનો કર્તા અને એ મારું કર્મ, એ વાત તો ક્યાંય ગઇ? આહાહા! આ દુકાન મારી ને દીકરી મારી અને લંડનનું ઘર મારું, એ તો ક્યાંયનું ક્યાંય ગયું. આ દેહ તારો નથી. પરિણામ તારા નથી, આહાહા! મમતા છોડી દે. પરિણામ રહી જાય, દેહ રહી જાય. બધું રહી જાય ભલે પણ મમતા છૂટી જાય.

મુમુક્ષુ:- મારાપણું છૂટી જાય.

ઉત્તર:- મારાપણું છૂટે છે. આ જૈનદર્શનનો મર્મ છે. સમજી ગયા? મારાપણું છૂટી જાય છે. કરોડો રૂપિયા રહી જાય, ચક્રવર્તીને રાજપાટ રહી જાય. મારાપણું છૂટયું. બસ! મારાપણું અહીં આવ્યુંને?

મુમુક્ષુ:- જેમ છે એમ છે.

ઉત્તર:- છે એમને એમ!

મુમુક્ષુ:- મારાપણું હતું...

ઉત્તર:- એ ખેંચી લીધું. મારાપણું એમ તે ખેંચ્યું અને મારાપણું ક્યાં સ્થાપ્યું?

મુમુક્ષુ:- પોતામાં! ત્યાંથી ખેંચીને અહીંયા લઇ ગયો.

ઉત્તર:- બસ!

મુમુક્ષુ:- ત્યાંથી ખેંચીને અહીંયા લઇ ગયો.

ઉત્તર:- એટલું જ છે. મારાપણું છૂટે છે. સંયોગોમાં ફેરફાર કરવાની શક્તિ આત્મામાં નથી. રાગ રહી જાય, રાગના નિમિત્તો રહી જાય, કુટુંબ કબીલા રહી જાય, દેહ રહી જાય, આઠ કર્મનો સંયોગ રહી જાય, સમજી ગયા? રાજપાટ પણ રહી જાય, હોય તો. ન હોય તો કરોડો રૂપિયા પણ રહી જાય. ભલે રહે એનામાં. મમતા છૂટી ગઇ. મારા નથી, આહાહા! શુભાશુભ ભાવ મારા નથી. શુભાશુભ ભાવ રહી જાય.

મુમુક્ષુ:- ભાવ હોય.

ઉત્તર:- ભાવ હોય પણ મારાપણું?

મુમુક્ષુ:- મારાપણું છૂટી ગયું.

ઉત્તર:- ભાવ તો હોય. કેમકે વીતરાગ તો થયો નથી. યથાખ્યાત ચારિત્ર થયું નથી. અરિહંત થયો નથી. મુનિ થયો નથી. એટલે ગૃહસ્થને યોગ્ય પાપ ને પુણ્યના પરિણામ આવે. પણ એ પરિણામ મારા, એ ગયું. એ ગયું અને પછી એ મારું જ્ઞેય એ પણ ગયું.

મુમુક્ષુ:- એ પણ ગયું!

ઉત્તર: (હા). કર્તાનું કર્મ તો નહિ પણ જ્ઞાનનું જ્ઞેય પણ નથી, આહાહા! આવી ઊંચી વાત આમાં છે.

મુમુક્ષુ:- બહુ ઊંચી વાત છે.

મુમુક્ષુ:- ટોચની છેલ્લે.

ઉત્તર:- ટોચની. આ પહેલામાં પહેલો એકડો છે, સમ્યગ્દર્શન થવાનો. આ સમ્યગ્દર્શન કેમ થાય અનાદિ મિથ્યાદૃષ્ટિ જીવને? જ્ઞાન બહારમાં ભમે છેને? એ ભમતું જ્ઞાન અંદરમાં વળી જાય. ઉપકાર કર્યો છે, ગુરુદેવે. ઘણો ઉપકાર કર્યો છે. આવા વ્યાખ્યાન!

નિશ્ચયથી પર સાથેને જ્ઞેય-જ્ઞાયક સંબંધ પણ નથી. હવે પર સાથે એને મારાપણાનો-સ્વામીત્વનો અને કર્તાપણાનો સંબંધ હોવાની વાત તો ક્યાંય ઊડી ગઇ. દૂર વઇ ગઇ, સમજાણું કાંઇ? આહાહા! હવે પારો બદલાવે છે.

આહાહા! કહે છે - જે આ જ્ઞાનમાત્ર ભાવ હું છું તે જ્ઞેયોના જ્ઞાનમાત્ર ન જાણવો. તો કેવી રીતે છે? જ્ઞેયનો જ્ઞાતા નથી આત્મા, પરજ્ઞેયનો જ્ઞાતા નથી, તો આત્માનું સ્વરૂપ શું છે? એ સમજાવે છે. જ્ઞેયોના આકારે થતા જ્ઞાનના કલ્લોલો એટલે પર્યાયોરૂપે પરિણમતો તે જ્ઞાન-જ્ઞેય-જ્ઞાતામય વસ્તુમાત્ર જાણવો. (અર્થાત્ પોતે જ જ્ઞાન, પોતે જ જ્ઞેય અને પોતે જ જ્ઞાતા એમ જ્ઞાન-જ્ઞેય-જ્ઞાતારૂપ ત્રણે ભાવો સહિત વસ્તુમાત્ર જાણવો). આ આટલા શાસ્ત્રના શબ્દો.

હવે, એના ઉપરનું વ્યાખ્યાન. એના ઉપરનું વ્યાખ્યાન આવે છે. ચોથું પાનું છે-ચોથું પાનું છેને? ઉપર ચોગડો છે. જ્ઞેયોના આકારે થતા જ્ઞાનના કલ્લોલરૂપે પરિણમતો’ આમાં એમ સમજાવ્યું છે કે જ્ઞેયોના આકારે એટલે પરપદાર્થો જ્ઞેયો છે, એના આકારે એટલે જેવું એનું સ્વરૂપ હોય, કાળું, ધોળું, ખાટું, મીઠું, એ જ્ઞેયોનું સ્વરૂપ કહેવાય. એ આકાર એટલે સ્વરૂપ. એ જે સ્વરૂપ આમાં ઝળકે છે, એના આકારે થતા જ્ઞાનના પર્યાયો, કલ્લોલો એટલે પર્યાયો, ના સંબંધવાળું જ્ઞાન, જ્ઞેયના સંબંધવાળું જે જ્ઞાન, પર્યાય. પરિણમતો આ વ્યવહારથી કહ્યું હોં! એની સાથે એને સંબંધ નથી. નિમિત્ત દેખીને એ જણાય છે, એમ વ્યવહારથી કહ્યું પણ એમ છે નહિ. જુઓ નિષેધ કરશે.

મુમુક્ષુ:- એ કાળું-ધોળું જણાય છે એ પોતે નથી.

ઉત્તર:- કાળું-ધોળું તો એ પોતે નથી પણ કાળું-ધોળું જેમાં જણાય છે એવું જ્ઞાન પણ પોતાનું નથી. એ સંબંધ કાઢવો છે. એને બહારનો સંબંધ એની સાથેનો, જ્ઞેયના સંબંધથી થાય છે જ્ઞાન, એ એને જાણે છે એમ કથનમાં કહેવામાં આવે, પણ એમ છે નહિ. જુઓ! આમાં છે. વ્યવહારથી કહ્યું હોં! ખરેખર તો જ્ઞેયોનું, છ દ્રવ્યનું જેવું સ્વરૂપ છે તેને જાણવાના વિશેષરૂપે પરિણમવું. પર્યાયરૂપે પરિણમવું. એ જેમાં જણાય એવા પર્યાયરૂપે પોતે પરિણમે તે જ્ઞાનની પોતાની દશા છે. અને તે જ્ઞાનના પોતાના સામર્થ્યથી છે. ઓલા છ દ્રવ્ય છે માટે એનું જ્ઞાન થાય છે એમ નહિ. છ દ્રવ્યનું જાણપણું પણ પોતાના સામર્થ્યથી, અંદરમાંથી આવે છે, એમ! સ્વને કે પર, એનું જે જાણવું આવે છે, એ જ્ઞાનની શક્તિમાંથી આવે છે. સામર્થ્ય, શક્તિ છે.

'જ્ઞેયોના આકારે થતું જ્ઞાન' જુઓ, ઉપર કહ્યું તું ને? જ્ઞેયોનું સ્વરૂપે, જેવું જ્ઞેય છે, કોલસો હોય તો કોલસો, સોનું, ચાંદી, ઘોડો, હાથી જે પ્રકારે પદાર્થો હોય એ સંબંધે થતું જ્ઞાન. 'જ્ઞેયોના આકારે થતું જ્ઞા એ તો કહેવામાત્ર છે. કથનમાત્ર છે. 'જ્ઞેયોના આકારે થતું જ્ઞાન' કથનમાત્ર છે.

મુમુક્ષુ:- એટલે જ્ઞેયાકારે થયું જ નથી એમ કહેવા....

ઉત્તર:- થયું જ નથી. એમ કહેવા માંગે છે.

મુમુક્ષુ:- જ્ઞેયાકારે જ્ઞાન થયું જ નથી.

ઉત્તર:- (જ્ઞેયાકારે જ્ઞાન) થયું જ નથી. એ તો જ્ઞાનનાકારે છે. એ તો જ્ઞાનાકાર છોડયું નથી એણે. અને જ્ઞેયાકાર થયું નથી. થવાનું પણ નથી. પણ જ્ઞેયને દેખીને જ્ઞેયાકાર થયું એમ કહેવામાં આવે છે.

મુમુક્ષુ:- આરોપ છે?

ઉત્તર:- આરોપ, બસ! એવું વ્યવહારથી કહેવામાં આવે છે. કથનમાત્ર, એટલે એમાં કાંઇ નથી. કથનમાત્ર એટલે?

મુમુક્ષુ:- કહેવા પૂરતું છે.

ઉત્તર:- (કથનમાત્ર એટલે) કેણો મામો. એ મોસાળું ન પૂરે. તમારા ગામનો, તમારી છોકરીના લગ્ન થશે, સમજી ગયા? તો એના ગામના હોયને? ના મામાના ગામના કોઈ આવે, તો મામા આવો-આવો એમ કહેવાય. ગામમાં, આપણાં ગામડામાં એ રિવાજ. એમ કે મામા આવો.

મુમુક્ષુ:- ગામના બધા મામા કહીએ.

ઉત્તર:- પણ એ કંઇ મોસાળું પૂરે? (નહીં). એટલે કહેવામાત્ર મામા, કથનમાત્ર. કેણો મામો આમ આપણામાં કહેવાય છે. કહેણો મામો, કહેવા પૂરતો, સાચો મામો નહિ. એમ કહે છે 'જ્ઞેયોના આકારે થતું જ્ઞાન' એ તો કહેવામાત્ર છે. નિલમ, 'જ્ઞેયોના આકારે થતું જ્ઞાન' એ તો કથનમાત્ર, કહેવામાત્ર છે. એમ છે નહિ, આહાહા! કેટલુ ચોખવટ કરે છે.

મુમુક્ષુ:- કેમ કે પર જણાતા નથી એટલે જ્ઞેયાકારરૂપ થતો જ નથી.

ઉત્તર:- થતો જ નથી.

મુમુક્ષુ:- જ્ઞાયક જ જણાય છે એટલે જ્ઞાનાકારરૂપ..

ઉત્તર:- જ્ઞાનાકારરૂપે જ રહ્યો છે, જ્ઞેયાકાર થતો નથી. પણ નિમિત્ત દેખીને ઉપચારથી, વ્યવહારથી એમ કહેવાય, કથનમાત્ર છે. બાકી વાસ્તવિક એમ નથી. એમ વાસ્તવિક એમ નથી. આ કબાટ જ્ઞાનમાં જ્યારે જણાય છે ત્યારે કબાટને જાણે છે - જ્ઞેયાકાર થયું, એમ કથનમાત્ર છે, પણ એમ નથી. કેમકે એ વખતે જ્ઞાન છેને, જ્ઞાન! તો જ્ઞાનની વ્યાખ્યા આપણે શું કરી? કે જ્ઞાયકને જાણે એનું નામ જ્ઞાન. તો જ્ઞાન તો જ્ઞાયકને જ જાણે છે. આને (પરને) જાણતું નથી. છતાં એને (પરને) નિમિત્ત દેખીને આને (પરને) જાણે છે, એમ ઉપચારથી કહેવામાં આવે છે. કથનમાત્ર છે. એમાં વાતમાં કાંઇ માલ નથી, સો ટકા ખોટું છે એ કથન.

મુમુક્ષુ:- જ્ઞાનનું જ્ઞેય બદલતું નથી.

ઉત્તર:- બદલે જ નહિ. જ્ઞાનનો વિષય બદલે જ નહિ. જ્ઞાન વિષય ફેરવે જ નહિ.

પ્રશ્ન:- જ્ઞાનમાં કોઇ વખતે આત્મા જણાય અને કોઇ વખતે કબાટ જણાય?

મુમુક્ષુ:- એમ નથી.

પ્રશ્ન:- જ્ઞાનમાં કોઇ વખતે આત્મા જણાય અને કોઇ વખતે સીમંધર ભગવાનની પ્રતિમા જણાય? જ્ઞાનમાં?

મુમુક્ષુ:- કોઇ દિવસ નહિ.

મુમુક્ષુ:- એમ બનતું નથી.

ઉત્તર:- એમ બનતું નથી.

મુમુક્ષુ:- એટલું બેસાડવું પડશે.

ઉત્તર:- (હા!) બેન! જોયું! એટલું બેસાડવું પડશે. એ કઠણ છે એમ () કહે છે, આ વાત જરા થોડી કઠણ છે એટલે બેસાડવું પડશે. જો બેસી ગઇ કે જ્ઞાનનો વિષય ફરતો જ નથી, (જ્ઞાનનો વિષય) એક આત્મા જ છે. પ્રત્યેક સમયે, કોઇ પણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ, ગમે ત્યાં જાવ, લંડનમાં જાવ, રાજકોટમાં જાવ, નૈરોબીમાં જાવ, જામનગર જાવ, ગામડે જાવ, જ્યાં જુવો, ત્યાં તમારા જ્ઞાનમાં જ્ઞાયક જ જણાય છે. આત્મા જણાય છે.

એવો એક બનાવ બન્યો. જંગલ હતું. મુનિરાજ ધ્યાન કરતા તા ગુફામાં અને બીજા પાંચ-સાત મુનિઓ ત્યાંથી નીકળ્યા, સમવસરણમાં જવા માટે. સમવસરણ તીર્થંકર ભગવાનનું હતું ત્યાં જવા માટે વિહાર કરીને જતા હતા. એમાં મુનિઓને ખ્યાલ આવ્યો કે આપણા મુનિ છે, આપણા સંઘના. અને આપણે એમને પણ કહીએ કે, આપણે સાથે, અમે જાઇએ છીએ સમવસરણમાં, તમે પણ આવો. એટલે બે મુનિઓને મોકલ્યા અંદર ગુફામાં અને બીજા મુનિઓ ચાલતા થયા. એમને તમે તેડતા આવજો, અમે જઇએ છીએ. તો કહે ભલે. તો મુનિરાજને વિનંતી કરી, પગે લાગ્યા. ઓલા જબરદસ્ત મુનિ હતા આચાર્ય, મહાન સમર્થ જ્ઞાની. એમને પગે લાગ્યા અને કહે સાહેબ! અમારા ગુરુ સાથે હતા એ બાજુ આગળ ગયા છે અને અમને અહીંયાં આપને વિનંતી કરવા માટે મૂકી ગયા છે. કહે, શું છે બોલો? કે અમે સંઘ આખો જાઇએ છીએ સમવસરણમાં. એ આપણાં મૂળ સર્વજ્ઞદેવ ગુરૂ કહેવાય. દિવ્યધ્વનિ સાંભળવા જાઇએ છીએ અને આપ પણ અમારી સાથે પધારો. એટલે વિનંતી કરવા માટે આપને (પાસે) આવ્યો છું. તો કહે બેસો જરા! બેઠા . કે જુઓ, હું સમવસરણમાં આવું એમાં તો મારી ના હોય નહિ. પણ સમવસરણમાં તો હું આવું, ત્યારે પણ મારો આત્મા જણાશે, મને સમવસરણ તો જણાશે નહિ. મને તીર્થંકરપ્રભુ જણાશે નહિ, મને તો મારો જ્ઞાનમાં આત્મા જણાશે, ત્યાં બેઠો હોઈશ ત્યારે. અહીંયાં બેઠો છું તો જ્ઞાનમાં આત્મા જણાય છે. તો પછી મારે ત્યાં જવાનો શું અર્થ?

જો વિષય ફરે, મારા જ્ઞાનનો વિષય અત્યારે આત્મા, અને પછી મારા જ્ઞાનનો વિષસીમંધર ભગવાન થઈ જાય, મને જણાઇ જાય તો-તો તમારી સાથે આવું. ઓલા રી ગયા, ઓલા રી ગયા, ઓહોહો! માં તો આપણું કામ થઈ ગયું! એમની સમજણ ઊંડી ઉતરી ગઇ. અને એ અહીંયા જામી ગયા. એ પણ સમવસરણમાં ગયા નહિ બેય મુનિઓ. અને જ્યાં થોડીવાર થઈ, બે-ચાર કલાક ત્યાં ત્રણે ને કેવળજ્ઞાન થઈ ગયું. અને ત્યાં ખબર પડ્યા કે મુનિઓ ગયા હતાને, કે ઓલા બે મુનિઓને આપણે મૂકી આવ્યા તા એ અરિહંત થઈ ગયા અને જેને તેડવા ગયા એ અરિહંત થયા. આ થયું શું? આ શું ચમત્કાર થયો? સમજી ગયા? ત્યારે સીમંધર ભગવાનને પૂછયું કે આ શું થયું? તો કહે, આ રીતે ગયા હતા તેડવા અને એણે જવાબ આપ્યો કે હું તીર્થંકરભગવાનની ત્યાં જાઇશ તો પણ મારો આત્મા જણાશે. જ્ઞેય ફરશે નહિ. અને અહીંયાં છું, તો પણ મારો?

મુમુક્ષુ:- જ્ઞેય, જ્ઞેય, એનો એ રહેવાનો છે.

ઉત્તર:- લંડનમાં હો તો પણ આત્મા જ્ઞેય, રાજકોટમાં આવો તો?

મુમુક્ષુ:- તો પણ આત્મા જ્ઞેય.

ઉત્તર:- બસ! એટલે હું હવે આવતો નથી તમારી સાથે. ઓલા પણ બે બેસી ગયા. ધ્યાનમાં મગ્ન થઈ ગયા. કેવળજ્ઞાનનો ભડકો થઈ ગયો. ઓલાને પસ્તાવો થયો કે જુઓ આપણે એમને મૂક્યા પણ એમનું તો કામ થઈ ગયું. સમજી ગયા!

જ્ઞેય ફરે નહિ. જ્ઞેય ફરે તો જ્ઞાન ન કહેવાય. જ્ઞેય ફરતું હોય તો ઇન્દ્રિયજ્ઞાન કહેવાય પણ જ્ઞાન ન કહેવાય, અજ્ઞાન કહેવાય. ઇન્દ્રિયજ્ઞાન = અજ્ઞાન. ઇન્દ્રિયજ્ઞાન એટલે? ઇન્દ્રિયજ્ઞાન તો વિષય ફેરવેને? સ્પર્શ, રસ, ગંધ, વર્ણ પ્રત્યેકનો એનો વિષય જુદો-જુદો છેને? સ્પર્શેન્દ્રિયનો વિષય ટાઢી ઊની અવસ્થા. રસનો વિષય ખાટા-મીઠાને જાણે. (ઘ્રાણેન્દ્રિય) સુગંધ-દુર્ગંધને જાણે. આંખ રૂપને જાણે. કાન આ સાંભળે અવાજને. એટલે વિષય ફરે છે પાંચ ઇન્દ્રિયનો.

જ્ઞાનનો વિષય ફરતો નથી. જ્ઞાનનો વિષય અભેદપણે જ્ઞાયક જ (છે). જ્ઞેયાકાર અવસ્થામાં અભેદ જ્ઞાયક જ જણાય છે. જણાયા જ કરે છે. એને સવિકલ્પદશા કે નિર્વિકલ્પ કાંઇ નડતું નથી. આહાર કરતા હોય મુનિરાજ તો પણ જ્ઞાનમાં આત્મા જણાય છે, આહાહા! આવી, આનું નામ જ્ઞાન છે. વિષય ફરે, જ્ઞેય ફરે (તો જ્ઞાન નથી). કે તમે ભલા, આવ્યા ક્યાંથી આવ્યા? કે અમે જૂનાગઢથી આવ્યા. તો ગિરનાર તમે જોયું તું? કે હા ગિરનાર દર્શન કર્યા. પછી હવે અત્યારે? કે તમને જોઇએ છીએ. તો આપણે પૂછીએ. તો જ્ઞેય ફર્યું ને તમારા જ્ઞાનમાં? કહે હાં! ફરે જ ને જ્ઞેય તો? ત્યાં હતા તો ગિરનાર જણાતો તો, હવે અહીંયા આવ્યા તો તમે જણાવ છો. ખોટું છે! માર્મિક વાત છે આ.

આવી ઊંડી ને ઊંચી વાત, આહાહા! આ ગુરુદેવ કરી ગયા છે. ગુરુદેવે કહેલું જ કહીએ છીએ, અમારા ઘરની વાત કાંઇ કરતા નથી, આહાહા! છે તો ઘરની (આત્માની) વાત પણ ગુરુદેવનું નામ લઇને જ કહેવાયને? એનું નામ લઇને કહેવાયને? છે તો અમારી (આત્માની) વાત.

મુમુક્ષુ:- આ તો આત્માની વાત છે.

ઉત્તર:- આત્માની જ વાત છે.

મુમુક્ષુ:- ઘરની એટલે આત્માની જ વાત છે.

ઉત્તર:- આત્માની જ વાત છે. પણ છે તો આત્માની વાત. પણ ગુરુદેવનું નામ લઇએ એટલે શ્રદ્ધા બેસે બીજાને, એમ! આહાહા! ગજબનો પુરુષ થઈ ગયો છે, ગજબનો પુરુષ!. ન ભૂતો ન ભવિષ્યતિ કે આવો પુરુષ થશે કે નહિ.

મુમુક્ષુ:- કયાં પુણ્ય પાક્યા આપણાં કે આ પુરુષ આત્માની વાત જાહેર કરતાં ગયા?

ઉત્તર:- આપણે પૂર્વે આત્માને યાદ કર્યો તો. એટલે એમાં શુભભાવ થયો. એમાં પુણ્ય બંધાઇ ગયા. એમાં મહાપુરુષનો, જ્ઞાનીનો યોગ થાય, સમજી ગયા? અને એમાં જો રૂચિ જાગે, પુણ્યએ તો ફળ આપ્યું, સંયોગ આપ્યો. એ તો સંયોગ આપ્યો. ગુરુદેવ મળ્યા. હવે એમાં આત્માની રૂચિ કરીને તમારું કામ કરો તો કામનું. બાકી શું કામનું?

મુમુક્ષુ:- બાકી આ ... થઈ ગયા, નહીંતર તો...

મુમુક્ષુ:- ત્યારે ગુરુદેવને નિમિત્ત કહેવાય. નહીંતર તો...

ઉત્તર:- ત્યારે એને નિમિત્ત કહેવાય, ને જાણ્યા કહેવાય, આને (પોતાને) જાણું તો. ગુરુદેવને જાણો, તો એ જાણવું નથી. ગુરુદેવ ના પાડે છે એ. ઓલા મુનિએ ન કહ્યું કે હું તમારી સાથે આવું, મને વાંધો નથી. ત્યાં આવીશને તો પણ મારો તો જ્ઞાયક જ જણાશે, મારા ઉપયોગમાં. મારા ઉપયોગમાં તો તીર્થંકર છે નહિ. એ જણા છે, ક્યાંથી (આવ્યું)? એ નહિ જણાય મને. કહે એમ! તો કહે હાં! તમે કહેતા હો તો આવું, જો તીર્થંકર ભગવાન જણાઇ જાય મારા જ્ઞાનમાં તો ઓલા મુનિઓ હતા, એ ક્યાંથી કહે? ના! એ વાત તમારી સાચી છે, આત્મા જ જણાશે. ત્યાં જાશો તો પણ અને અહીંયા બેઠા તો પણ આત્મા. તો પછી અઠ્ઠે દ્વારકા કરોને અહીં. ધ્યાનમાં બેસી જાવને, આહાહા! એવી વાત છે. આ માર્મિક વાત છે.

આત્માના દર્શન કેમ કરવા? એની વાત છે. અને દર્શનમાં રૂકાવટ આ છે 'હું પરને જાણું છું’, એ રૂકાવટ છે. મોટી રૂકાવટ છે. કર્તા, છે જાણનાર અને માને કર્તા, એ રૂકાવટ મોટી. એમાંથી ખસ્યો તો આમાં પરનો જાણનાર. થઈ ગયું, એનું એ છે, અજ્ઞાન. પણ આ છેને, આ વિષય એ ગ્રાસપિંગ (grasping) કરનારા, ગ્રહણ કરનારા, ઓછા. ઓછા હોય, ત્રણે કાળ ઓછા હોય. સૂક્ષ્મ વાત સમજનારા ઓછા હોય. હોય ખરા, સંખ્યા ઓછી હોય, બસ!

ચિંતવનનો વિષય છે. ચિંતવન કરીને બેસાડવાનો વિષય છે અંદરમાં. અંદરમાં બેસાડવાનો છે. પોતાનું હિત કેમ થાય? પરને જાણતાં અનંતકાળ ગયો, હિત થયું નહિ, આનંદ આવ્યો નહિ. સ્વને જાણતાં આનંદ આવશે. એ પ્રુફ (proof) છે. તો પ્રમાણ છે.

મુમુક્ષુ:- બહુ સરસ વાત છે! જ્ઞાનનો વિષય ફરતો નથી.

ઉત્તર:- અને વિષય ફરે તો જ્ઞાન નથી પણ અજ્ઞાન છે. ખાતા-પીતા-ચાલતા-બેસતા, જાણનાર જ જણાય છે.

સાધકને બે જ્ઞાન પ્રગટ થયા છે. એક તો હતું ઇન્દ્રિયજ્ઞાન અને બીજું આત્મજ્ઞાન, તિન્દ્રિયજ્ઞાન પ્રગટ થયું. અજ્ઞાની પાસે એક જ પ્રકારનું જ્ઞાન. કેવળી પાસે પણ એક જ પ્રકારનું જ્ઞાન. સાધક પાસે બે પ્રકારના જ્ઞાન. અજ્ઞાની પાસે એક પ્રકારનું - અજ્ઞાન, જ્ઞાન એટલે ઇન્દ્રિયજ્ઞાન. એની પાસે ઇન્દ્રિયજ્ઞાન અને કેવળી પાસે એકલું અતિન્દ્રિયજ્ઞાન. (કેવળી પાસે) એકલું અતીન્દ્રિયજ્ઞાન, ઓની (અજ્ઞાની) પાસે એકલું ઇન્દ્રિયજ્ઞાન. અને સાધક થયો સમ્યગ્દૃષ્ટિ, બે પ્રકારનું જ્ઞાન. એક ઇન્દ્રિયજ્ઞાન પણ છે અને અતીન્દ્રિયજ્ઞાન પણ છે. થોડો રાગ પણ છે, થોડો વીતરાગભાવ પણ છે. થોડી શુદ્ધતા પણ પ્રગટ થઈ છે, થોડી અશુદ્ધતા પણ છે. અપૂર્વ વાત છે. આમાં ટાઇમ લગાવવા જેવો છે. આમાં પુરુષાર્થ ખિલાવા જેવો છે, આહાહા! જ્ઞાન એનું નામ કે (જેનો) વિષય ફરે નહિ.

મુમુક્ષુ:- એટલે જ્ઞાન જ્ઞેયાકારરૂપ થતું નથી. જ્ઞાન, જ્ઞાનાકારરૂપે જ રહે છે. કેમ કે વિષય બદલતો નથીને એનો.

ઉત્તર:- એટલે જ્ઞાનાકાર રહે છે. જ્ઞેયાકાર થતુ નથી. એને જ્ઞેયાકાર થયું - કથનમાત્ર છે.

મુમુક્ષુ:- તે તો ભાઇ! નિમિત્તનું જ્ઞાન કરાવ્યું એને.

ઉત્તર:- નિમિત્ત દેખીને વ્યવહારથી, ઉપચારથી કહેવાય છે. કથનમાત્ર એટલે કાંઇ નહિ, આહાહા! જ્ઞાનમાં વિષય ફરતો નથી, એનું કારણ શું છે, ખબર છે? એનું કારણ શું છે? કે જ્ઞાન આત્માનું છે. શું કહ્યું? જ્ઞાનમાં વિષય ફરતો નથી, એનું કારણ શું? કે જ્ઞાન આત્માનું છે, એટલે વિષય ફરતો નથી. સાંભળજો! હવે, જો જ્ઞાન પરનું હોય તો તો વિષય ફરે. ખ્યાલ આવ્યો કાંઇ? જો જ્ઞાન પરનું હોય, પર જ્ઞેયનું, પર જ્ઞેયથી જ્ઞાન થતું હોય, પરનું હોય તો-તો વિષય ફર્યા કરે. પણ વિષય ફરે છે એ જ્ઞાન જ નથી. એકને જાણ્યું, તૃપ્તિ નથી, બીજાને જાણવાની ઇચ્છા થઈ, એમ ઘૂમરી માર્યા કરે. જ્ઞેયથી જ્ઞેયાંતર, જ્ઞેયથી જ્ઞેયાંતર, જ્ઞેયથી જ્ઞેયાંતર, એ જ્ઞાન જ નથી, આહાહા!

જે જ્ઞાનમાં વિષય ફરે એ જ્ઞાન નથી. જે જ્ઞાનમાં વિષય ફરે નહિ, આત્મા આવ્યો એ આવ્યો દૃષ્ટિમાં, અનુભવમાં આવ્યો આવ્યો જ્ઞાયક કે જ્ઞાયક છું. પછી સૂતાં-બેસતા-હાલતા-ચાલતા પણ જ્ઞાનનો વિષય ફરતો નથી. ત્યારે વિષય ફેરવે છે, કોણ ફેરવે છે? ઇન્દ્રિયજ્ઞાન. એ જ્ઞાન મારું નથી, ઇન્દ્રિયજ્ઞાન મારું નથી. ઇન્દ્રિયજ્ઞાન (વિષય) ફેરવ્યા કરશે. જ્યાં સુધી પરમાત્મા નહિ થાય ત્યાં સુધી એક અંશ વિષય ફેરવતો નથી. અને બીજા અંશ જે છે, ઇન્દ્રિયજ્ઞાનનો, (વિષય) ફેરવ્યા કરશે, પણ એ જ્ઞાન જ નથી મારું, એ તો જ્ઞેય છે.

મુમુક્ષુ:- કોઇના સંગ વિના, ઓલો મનનો સંગ હોય ત્યાં સુધી.

ઉત્તર:- એ જ્ઞેય છે. એ ઇન્દ્રિયજ્ઞાન છે, આહાહા! જ્ઞાન આત્માનું છે એટલે આત્માને નિરંતર જાણ્યા કરે છે. નિરંતર જાણ્યા કરે છે એટલે એનો વિષય ફરતો નથી, આહાહા! અને જે જ્ઞાન વિષય ફેરવે છે આને જાણું, આને જાણું, આને જાણું, આને જાણું, એ જ્ઞાન જ નથી, એ ઇન્દ્રિયજ્ઞાન છે. ઉઘાડ છે એ તો, આહાહા! કે હવે શું જણાય છે? પ્રવચનસાર. હવે શું જણાય છે? નિયમસાર. હવે શું જણાય છે? કે સમયસાર, એમ નથી. વિષય ફરતો નથી એનો.

મુમુક્ષુ:- જે જેનું હોય એ એને પ્રસિદ્ધ કરે.

ઉત્તર:- એને જ પ્રસિદ્ધ કરેને! જ્ઞાન તો આત્માનું છે.

મુમુક્ષુ:- આત્માનું છે, એટલે આત્માને જ પ્રસિદ્ધ કરે છે.

ઉત્તર:- એટલે સમયે-સમયે આત્માને પ્રસિદ્ધ કરે એટલે વિષય ફરતો નથી. જો જ્ઞાન પરનું હોય તો-તો વિષય ફરે, પણ પરનું કે પરથી તો થતું નથી. અને પરને વિષય ફેરવે છે તો એ જ્ઞાન નથી,જ્ઞાન છે, ઇન્દ્રિયજ્ઞાન છે. ઇન્દ્રિયજ્ઞાન જ્ઞાન જ નથી.

એક પુસ્તક બહાર પડવાનું છે હમણાં. ૨૬૦ પાનાનું છપાય છે, અમદાવાદમાં. અઠવાડિયામાં અહીં આવી જશે બનતા સુધી. એનું નામ છે ‘ઇન્દ્રિયજ્ઞાન... જ્ઞાન નથી’. ‘ઇન્દ્રિયજ્ઞાન....જ્ઞાન નથી’ બધા શાસ્ત્રોનો આધાર એમાં મૂકીને પુસ્તક તૈયાર થયું છે. બહેને ખાસ મહેનત કરી છે. પુસ્તક છપાઇ ગયું છે લગભગ. બે ચાર છ દિવસમાં છપાઈ જશે. અઠવાડિયામાં આવી જશે. ધારેમાં વધારે જો ઠગાણો હોય જીવ, તો પુણ્યથી ધર્મ માને. અને પંડિત જ્ઞાનથી આત્માનું જ્ઞાન માને છે, શાસ્ત્રથી જ્ઞાન માને છે. શાસ્ત્રજ્ઞાનને જ્ઞાન માને છે. શાસ્ત્રજ્ઞાન જ્ઞાન નથી, એ તો જ્ઞેયનું જ્ઞાન થયું. આત્માનું જ્ઞાન ક્યાં છે?

મુમુક્ષુ:- જ્ઞેયનું જ્ઞાન હોવાથી એ જ્ઞેય જ છે.

ઉત્તર:- એ જ્ઞેય જ છે. એ જ્ઞેય જ થઈ ગયું. જ્ઞેયની સન્મુખવાળું જે જ્ઞાન એ પોતે જ્ઞેય થઈ ગયું. અને આત્માની સન્મુખવાળું જ્ઞાન એ જ્ઞાન છે. જેમાં આત્મા પ્રસિદ્ધ થાય, આત્મા જણાય, એ જ્ઞાન છે. જેમાં આત્મા તિરોભૂત થઈ જાય, આત્મા જણાય નહિ અને પર જણાયા કરે, તો એ જ્ઞાન ક્યાં છે? એ તો અજ્ઞાન છે. એ તો સંસારનું કારણ. ચારગતિમાં (રખડવાનું કારણ છે).






Page 2

Report errors: AtmaDharma.com@gmail.com or Telegram

Version 2