Pravachan by Pujya Shree Lalchandbhai Amarchand Modi, Rajkot

YouTube

AtmaDharma.com

AtmaDharma.org

Telegram

WhatsApp

પૂજ્ય લાલચંદભાઈના પ્રવચનો

પ્રવચન નં. LA૩૯૬, સમયસાર કળશ-૨૭૧,

પ્રવચન રત્નાકર ભાગ ૧૧, પાનું ૨૫૦-૫૧

રાજકોટ, સપ્ટેમ્બર-ઓક્ટોબર ૧૯૯૦

..... એવું જણાય છે પણ આ છ દ્રવ્ય મને જણાતા નથી કેમકે મારું લક્ષ છૂટી ગયું છે ત્યાંથી. લક્ષ અંદરમાં આવી ગયું છે - અનુભવના કાળે, નિર્વિકલ્પ ધ્યાનના કાળે, અને જેટલો અનુભવ છે તેટલો જ ધર્મ છે.

મુમુક્ષુ:- એટલો જ ધર્મ છે.

ઉત્તર:- એટલો જ ધર્મ છે. જેટલો આત્મા અનુભવમાં આવે અને વીતરાગ પ્રગટ થાય પર્યાય એટલો ધર્મ છે. પરના લક્ષે તો રાગ થશે.

મુમુક્ષુ:- સ્વભાવમાં છે એટલો જ ધર્મ છે. બાકી...

ઉત્તર:- સ્વભાવથી બહાર જાય તો અધર્મ છે.

મુમુક્ષુ:- ઇન્દ્રિયજ્ઞાન છે એ અધર્મ?

ઉત્તર:- અજ્ઞાન છે. કેમકે અજ્ઞાન શું કામ? કે ઇન્દ્રિયજ્ઞાન આત્માને જાણતું જ નથી. માટે અજ્ઞાન, એમ! લોકો શું કહે છે? પરને જાણે છે માટે જ્ઞાન. જ્ઞાની શું કહે છે? કે ઇન્દ્રિયજ્ઞાન સ્વને જાણતું નથી ને? માટે અમે એને અજ્ઞાન કહીએ છીએ. અમારી વ્યાખ્યા તું સાંભળ જરાક. તું એમ લઈ રહ્યો છો કે પરને જાણું છું માટે જ્ઞાન થયું મને. અમે કહીએ છીએ કે ઇન્દ્રિયજ્ઞાન સ્વને જાણતું નથી, માટે અમે એ અપેક્ષાએ અજ્ઞાન કહીએ છીએ. અમારી અજ્ઞાનની વ્યાખ્યા તું સાંભળ. ઇન્દ્રિયજ્ઞાન સ્વને જાણતું નથી ને? તારી પાસે ઇન્દ્રિયજ્ઞાન તો અનાદિનું છે. આત્મા જાણવામાં આવ્યો? કે નહિ.

મુમુક્ષુ:- ભેદરૂપી જ્ઞાન થયું.

ઉત્તર:- તો પછી?

મુમુક્ષુ:- એ ભેદ પાડે છે.

ઉત્તર:- તો એ અજ્ઞાન જ છે. જે જ્ઞાનમાં આત્મા ન જણાય એને જ્ઞાન કોણ કહે?

મુમુક્ષુ:- એ અજ્ઞાન છે.

ઉત્તર:- અજ્ઞાન કહેવાય. આ હું હમણાં વાંચીને આવ્યો તો ને, એમાં () કુદરતી આવી ગયું.

મુમુક્ષુ:- ભાઇ! કોઈને ...

ઉત્તર:- કોક વિરલા (જ આ સમજે)! સમજી ગયા? સ્વપરપ્રકાશક પ્રમાણજ્ઞાનમાંથી નિશ્ચય કાઢવો, જ્ઞાનની પર્યાયના પ્રમાણમાં, સ્વ અને પર પ્રકાશક એ પ્રમાણ જ્ઞાનનું વાક્ય છે. એમાંથી નિશ્ચય કાઢવો કે જ્ઞાન સ્વને જાણે છે અને પરને નથી જાણતું ત્યારે જ્ઞાન અંતરમાં વળીને અનુભવ થાય. નિશ્ચય-વ્યવહાર છે જ્ઞાનની પર્યાય, સ્વને પણ જાણે અને પરને પણ જાણે, સ્વપરપ્રકાશક. એમાંથી, પ્રમાણમાંથી એકાઢવું કે મારું જ્ઞાન મારા આત્માને જાણે છે અને પરને નહિ. એવું અસ્તિ-નાસ્તિ અનેકાંત કરે ત્યારે ઉપયોગ અંદરમાં વળી જાય, અનુભવ થાય. એ અનુભવી કહે છે કે છ દ્રવ્યને જાણતો નથી - મારુ જ્ઞેય જ નથી.

મુમુક્ષુ:- કેમકે જે અનુભવાય છે એ જ્ઞેય છે.

ઉત્તર:- (આત્મા) જ્ઞેય છે.

મુમુક્ષુ:- છ દ્રવ્ય અનુભવાતા નથી.

ઉત્તર:- નથી.

મુમુક્ષુ:- છ દ્રવ્ય સંબંધી જ્ઞાન અનુભવાતું નથી.

ઉત્તર:- નથી.

મુમુક્ષુ:- માટે (છ દ્રવ્ય) જ્ઞેય નથી.

ઉત્તર:- જ્ઞેય નથી. જે અનુભવાય એ તો જ્ઞાન છે, એટલું જ્ઞેય છે, આહાહા! આનંદ અનુભવાય છે તો એટલું જ્ઞેય છે. છ દ્રવ્ય અનુભવમાં આવતા નથી, ભિન્ન રહી જાય છે અનુભવના કાળે. ઉપયોગ અભિમુખ અંદરમાં આવી જાય છે.

મુમુક્ષુ:- કેટલું ચોખ્ખું છે. અમૃત છે અમૃત.

ઉત્તર:- આહાહા! આમ (આત્મા) અનુભવાય છે, અને છ દ્રવ્ય જ્ઞેય એમ અનુભવાતું નથી. આત્મા જ્ઞેય એમ તો અનુભવાય છે, પણ છ દ્રવ્ય જ્ઞેય એમ અનુભવાતું નથી. મારા ઉપકારી ગુરુ જ્ઞેય એમ અનુભવાતું નથી. મારા સાક્ષાત્ તીર્થંકર પરમાત્મા, દિવ્યધ્વનિ, વાણી, એમ અનુભવાતું નથી.

મુમુક્ષુ:- બધું અજ્ઞાન.

મુમુક્ષુ:- તીર્થંકર ભગવાન મારા જ્ઞેય નહિ. જુઓ તો ખરા!

ઉત્તર:- નહીં-નહીં હોં! તીર્થંકર ભગવાન મારા જ્ઞેય નહિ.

મુમુક્ષુ:- જેનો મને સ્વભાવ સાધનામાં ઉપકાર છે, એ પણ મારા જ્ઞેય નહિ.

ઉત્તર:- મારા જ્ઞેય નહિ. જો એને જ્ઞેય બનાવશો તો તમારો આત્મા નહીં જણાય. તો અલકા જ્ઞેય ક્યાં હ્યું? અલકા તો જ્ઞેય ક્યાંયનું ક્યાંય રહ્યું.

મુમુક્ષુ:- ક્યાંય દૂર રહી ગયું.

ઉત્તર:- દૂર રહી ગયું. સાક્ષાત્ જે ઉપકારી તીર્થંકર પરમાત્મા વંદનીય, હેં, પૂજનિક-પૂજનિક પૂરેપૂરા હેં? પણ એ જ્યાં સુધી તું એને જાણીશને, રોકાઇશને, ત્યાં સુધી તને આત્મા નહીં જણાય. એમ સર્વજ્ઞ ભગવાનની વાણીમાં આવ્યું કે તું ને જાણ. परदव्वादो दुग्गइ પરદ્રવ્ય પર લક્ષ રહેશેને, તારી દુર્ગતિ, માઠી ગતિ થશે. ગુરુદેવ તીર્થંકરની વારંવાર કહેતા તા વાત કે તીર્થંકર સામે લક્ષ કરીશને તો તારી દુર્ગતિ થશે. તીર્થંકરનું ઉત્કૃષ્ટ દૃષ્ટાંત આપે, પણ આપણા ઉપકારી છે તો ન જોવું એની સામે? કે જોવાનું બંધ કર.

મુમુક્ષુ:- બંધ કરશું ત્યારે ઉપકારી થાશે.

ઉત્તર:- બસ! ત્યારે ઉપકારી કહેવાય. અંદરમાં જાય ત્યાં બંધ કરે. અહીંયા અનુભવ થાય પછી સવિકલ્પદશામાં આવ્યો, આહાહા! આપના વચનથી મને....

મુમુક્ષુ:- ત્યારે ગુરુ ને દેવ ઉપકારી કહેવાય.

ઉત્તર:- ઉપકારી કહેવાય.

મુમુક્ષુ:- ત્યારે એ ભાવ નમસ્કાર થયા?

ઉત્તર:- (ના.) એ ભાવ નમસ્કાર અંદર થયા, પછી દ્રવ્ય નમસ્કાર આવે. નિશ્ચય પહેલા. ભાવ નમસ્કાર, પોતાના જ્ઞાનમાં પોતાનો આત્મા જણાણો-અનુભવાણો એ ભાવ નમસ્કાર. પછી સવિકલ્પદશામાં આવતાં, અરે! આપના શબ્દોથી જ મને આત્માનો અનુભવ થયો. આપે મને આત્મા આપ્યો. એમ બોલે. ઉપકાર ઓળવે નહિ, સજ્જન. આપની વાણીથી જ મને આત્માની પ્રાપ્તિ થઇ. પ્રભુ! આપે જ મને આત્મા આપ્યો, એમ, એમ. એમ જ હોય ને? એ દ્રવ્ય નમસ્કાર, દ્રવ્ય નમસ્કાર બંધનું કારણ. ભાવ નમસ્કાર મોક્ષનું કારણ.

મુમુક્ષુ:- જે ભાવ ઊઠે છે પાછોપણ પાછું બંધનું કારણ.

ઉત્તર:- બંધનું કારણ. પાકું દ્રવ્ય નમસ્કાર.

મુમુક્ષુ:- સાવ ચોખ્ખી વાત છે નેે?

ઉત્તર:- ચોખ્ખી વાત છે, બેન.

મુમુક્ષુ:- જીવની લાયકાત.

ઉત્તર:- બસ! જીવની લાયકાત! (જે) જીવની લાયકાત હશે એને બેસશે અને બાકી નહીં બેસે. એ તો એનો કાળ પાકશે ત્યારે બેસશે, એમ આપણે ગણવું. આજે નથી બેસતું, કાલે બેસશે. બધાય પામશે. ભગવાન આત્મા છે. આજે કાળ નથી પાક્યો તો કાલ પાકશે, આહાહા! આત્મા જ્ઞેય થાય છે ત્યારે છ દ્રવ્ય મારું જ્ઞેય થતું નથી. અનુભવી પુરુષ લખે છે. કેમ? કેમ નથી જણાતા મને? પરમાર્થે પર સાથે જ્ઞેય-જ્ઞાયક સંબંધ છે જ નહિ, આહાહા! વ્યવહારે જ્ઞેય-જ્ઞાયક સંબંધમાં રોકાઇ જઈશ તો આત્માનો અનુભવ નહીં થાય, એમ!

કહે છે - 'જ્ઞાનમાત્ર ભાવ જાણનક્રિયારૂપ હોવાથી જ્ઞાનસ્વરૂપ છે’. હવે જ્ઞાનની વાત કરે છે. જ્ઞાન, જ્ઞેય ને જ્ઞાતા છે નેે? એમાં જ્ઞાનની વ્યાખ્યા કરે છે. કે જ્ઞાન કોને કહેવું? જ્ઞેય કોને કહેવું અને જ્ઞાતા કોને કહેવો? જુઓ, શું કીધું? કે જ્ઞેયો જગતના છે તેને જાણવારૂપ જાણનક્રિયા તે જ્ઞાન-સ્વરૂપ છે, જ્ઞેયસ્વરૂપ નથી. જે છ દ્રવ્યો જણાય તે પોતાનું જ્ઞાન છે, એ જ્ઞેય નથી. જ્ઞાનની પર્યાયમાં છ દ્રવ્ય જણાય છે તે ખરેખર છ દ્રવ્ય જણાતા નથી. જણાય છે અને જણાતા નથી. આ કોણ સમજે? કોણ? જણાય છે અને જણાતા નથી. ત્યારે ખરેખર શું જણાય છે? કે જ્ઞાન.

મુમુક્ષુ:- જ્ઞાન જણાય છે.

મુમુક્ષુ:- ભાઇ! આ કળા છે.

ઉત્તર:- તમે, બેન! આ તમે (જુઓ). શાંતિથી બધા વિચારે તો ખરા. કોઇ ધ્યાન દઇને ગુરુવાણીને સમજતા જ નથી. આ જુઓ, જ્ઞાનની પર્યાયમાં છ દ્રવ્ય જણાય છે, પ્રતિભાસે છે, ઝલકે છે, એમ રાખ્યું ને? તે ખરેખર છ દ્રવ્ય જણાતા નથી. જણાય છે ને જણાતા નથી! આ શું?

મુમુક્ષુ:- જણાય છે છતાં ખરેખર જણાતા નથી.

ઉત્તર:- શું? જણાય છે એમ કહો છો અને એ જણાતા નથી? તો બેમાંથી એક વાત કરોને? બે વાત શું કામ કરો છો? કાં એમ કહો કે જણાય છે અને કાં એમ કહો કે જણાતા નથી. ના - જણાય છે પણ જાણતો નથી. જણાય છે પણ જાણતો નથી, આહાહા! દેખે છતાં નહીં દેખતો, ચાલે છતાં નહીં ચાલતો, આહાહા! બોલે છતાં નહીં બોલતો, (તત્ત્વસ્થિત અડોલ).

મુમુક્ષુ:- તત્ત્વસ્થિત અડોલ.

ઉત્તર:- તત્ત્વસ્થિત અડોલ! આહાહા! ગજબની વાત છે. જણાય છે અને જાણતો નથી! આ શું પણ? જણાય છે અને જાણતો નથી?

મુમુક્ષુ:- લક્ષ નથીને એટલે જાણતો નથી.

ઉત્તર:- જણાય છે પણ જે જણાય છે એના ઉપર લક્ષ નથી. ત્યારે-ત્યારે-ત્યારે શું કહે છે? કે જણાય છે એ ખરેખર જ્ઞાનની પર્યાયમાં છ દ્રવ્ય જણાય છે તે ખરેખર છ દ્રવ્ય જણાતા નથી. આત્મા જણાય છે, કેમકે આત્મા ઉપર લક્ષ છે. પણ છ દ્રવ્ય સંબંધીનું પોતાનું જે જ્ઞાન તે જણાય છે. જ્ઞાન જણાય છે, છ દ્રવ્ય જણાતા નથી. અને તે ખરેખર આત્માનું જ્ઞેય છે. જ્ઞાનની પર્યાય જે થઈ, આત્માને જાણનારી, તે જ્ઞેય છે. પરજ્ઞેય જણાય છે એમ કહેવું એ તો વ્યવહાર છે. પરજ્ઞેયો જણાય છે રાગાદિ, દેહાદિ, એમ કહેવું તે વ્યવહાર છે, એટલે કે એમ નથી.

મુમુક્ષુ:- એટલે એ જણાતા નથી.

ઉત્તર:- જણાતા નથી. જણાય છે એ જાણતો નથી. એ શું? જણાય છે અને જણાતા નથી. જણાય છે અને જાણતો નથી એમ નહિ, જણાય છે અને જણાતા નથી.

મુમુક્ષુ:- કમાલ વાત છે. જણાય છેને જણાતા નથી.

ઉત્તર:- ગજબની વાતને? આ કોણ કહી શકે જ્ઞાની સિવાય? આહાહા!

મુમુક્ષુ:- કહેવાય છે કે જણાય છે પણ ખરેખર એ જણાતા નથી.

ઉત્તર:- જણાતા નથી. જ્ઞાન જણાય છે, એમ!

મુમુક્ષુ:- ભાઇ! ખરેખર જ્ઞાન જ જણાય છે.

ઉત્તર:- એમ જ છે નેે? જ્ઞાનની સાથે તાદાત્મ્ય છે નેે આત્મા. આ ક્યાં જણાય છે?

મુમુક્ષુ:- જ્ઞેય જ્ઞાનને જ પ્રસિદ્ધ કરે છે.

ઉત્તર:- હા. જ્ઞેય જ્ઞાનને જ પ્રસિદ્ધ કરે છે, આહાહા! જ્ઞાન તો આત્માને પ્રસિદ્ધ કરે પણ જ્ઞેયો પણ આત્માને પ્રસિદ્ધ કરે. પણ છ દ્રવ્ય સંબંધી પોતાનું જે જ્ઞાન તે જણાય છે અને તે ખરેખર આત્માનું જ્ઞેય છે. પરજ્ઞેય જણાય છે એમ કહેવું એ તો વ્યવહાર છે. જ્ઞેય સંબંધી પોતાની જ્ઞાનની પર્યાય જાણવારૂપ થઇ તે એનું જ્ઞેય છે. જ્ઞાન જ્ઞેય છે. ઓલું (પરજ્ઞેય) નહિ. જ્ઞાન પોતાનું છે એ જ્ઞેય છે. જ્ઞાન વડે જ્ઞાન જણાય છે. એમ! ઓલું (પરજ્ઞેય) નહિ, કેમકે પોતામાં પોતાની જ્ઞાનપર્યાયનું અસ્તિત્વ છે (પરનું નહીં). આહાહા! છ દ્રવ્યને જાણવાની જ્ઞાનની પર્યાય પોતાની છે, તેને છ દ્રવ્યનું જ્ઞાન કહેવું તે વ્યવહાર છે. છ દ્રવ્યનું જ્ઞાન થયું એમ કહેવું તે વ્યવહાર છે અને આત્માનું જ્ઞાન થયું એમ કહેવું તે નિશ્ચય છે.

મુમુક્ષુ:- તે સાચું છે.

ઉત્તર:- આત્માનું જ જ્ઞાન થાય. છ દ્રવ્યનું જ્ઞાન જ ન થાય. જ્ઞેય-જ્ઞાન જ્ઞેયનું નથી, જ્ઞેય-જ્ઞાન જ્ઞેયનું નથી, પણ જ્ઞાનનું જ્ઞાન છે. જ્ઞેયો જે જ્ઞાનમાં જણાય છે તે એનું નથી પણ જ્ઞાનનું જ્ઞાન છે, આહાહા! જાણનક્રિયારૂપભાવ જ્ઞાનસ્વરૂપ છે. પંડિત જયચંદજી એ જ સ્પષ્ટ કરે છે - વળી તે પોતે જ નીચે પ્રમાણે જ્ઞેયરૂપ છે. પોતે જલુ જ્ઞાનની વ્યાખ્યા થઇ ગઇ. હવે જ્ઞેયની વ્યાખ્યા. આત્મા જ જ્ઞેય છે. બાહ્ય જ્ઞેયો જ્ઞાનથી જુદા છે, જ્ઞાનમાં પેસતા નથી; જ્ઞેયોના આકારની એટલે સ્વરૂપની ઝલક જ્ઞાનમાં આવતાં જ્ઞાન જ્ઞેયાકારરૂપ દેખાય છે. જ્ઞેયો(ની), જ્ઞાનમાં ઝલક આવતાં, જાણે જ્ઞાન જ્ઞેયાકારરૂપ થઇ ગયું છે, એમ દેખાય છે. પરંતુ એ જ્ઞાનના જ કલ્લોલો (તરંગો) છે. જ્ઞેયના કલ્લોલો નથી, જ્ઞાનની પર્યાય છે. જ્ઞાનની પર્યાય છે. ભલે નિમિત્તપણે ઓલું હો. પણ જ્ઞાનની જ પર્યાય છે, એમ. તે જ્ઞાનકલ્લોલો જ જ્ઞાન વડે જણાય છે. એટલે જ્ઞાન જ જ્ઞાન વડે જણાય છે, જ્ઞેય નહિ. આહાહા!

ઓલી ઉપરની ચાર લીટીમાં બધું આવી ગયું. એનો વિસ્તાર છે. જુઓ, આહાહા! જુઓ બાહ્ય જ્ઞેયો - રાગાદિથી માંડી છ એ દ્રવ્યો, રાગ પણ પરજ્ઞેય, શરીર પ પરજ્ઞેય, અને છ દ્રવ્યો પણ પરજ્ઞેય, પોતાના આત્માથી એટલે (પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયથી ત્રણેથી) જુદા છે. જો તે જુદા ન હોય તો એક હોય. છ દ્રવ્ય એકમેક હોય, આત્માની સાથે. પણ એમ તો કદી બનતું નથી, છે નહિ. એકમેક થાય નહીં છ દ્રવ્ય અને આત્મા. છ દ્રવ્ય ભિન્ન અને આત્મા ભિન્ન છે. રાગ ભિન્ન ને આત્મા ભિન્ન. રાગને લઇ લીધુંને? રાગને પરજ્ઞેયમાં લઇ લીધુંને? રાગ અને આત્મા એકમેક નથી. રાગ જુદો છે આત્માથી. જ્ઞાનમાં આવતો નથી રાગ અને દુ:ખને વેદતું નથી જ્ઞાન. દુ:ખને જાણતું પણ નથી. દુ:ખને વેદતું પણ નથી ને દુ:ખને જાણતું પણ નથી.

આ પ્રેમચંદભાઇના ધર્મપત્ની જ્યારે સ્વર્ગવાસ થયોને ત્યારે રાજેશનો ફોન આવ્યો તો કે અમારા માતાજીની છેલ્લી સ્થિતિ લાગે છે, તમે બે શબ્દ કહો. એણે શું કર્યું કે હું અહીંથી બોલતો ગયો અને એણે ટેપ ઉતાર્યું. અને એ જ ટેપ લઇને કલાક પછી ગયો હોસ્પિટલે કલાકમાં. પછી એને સંભળાવી. છેલ્લી (વાણી). આખી કેસેટ અને પછી ત્રણ-ચાર કલાકે તો સ્વર્ગવાસ થઇ ગયો. ત્યાં સુધી એને જાગૃતિ હતી, બરાબર સાંભળી, હકાર આવતો તો. એ ટેપમાં કહ્યું છે કે બેન! દુ:ખ વેદાતું તો નથી હોં! પણ દુ:ખ જણાતું પણ નથી. તમે દુ:ખ ઉપરથી લક્ષ ઠાવી લો. મારા જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે એ લઈ લો. દુ:ખ જણાતું જ નથી.

મુમુક્ષુ:- વેદના કેટલી ઓછી થઇ ગઇ.

ઉત્તર:- ઓછી થઇ ગઇ, બસ!

મુમુક્ષુ:- લક્ષ પોતા બાજુ, પછી વેદન હો તો ભલે હો.

ઉત્તર:- ભલે હો. આહાહા! મારું લક્ષ એનાથી હું વાળી લઉં છું ને મારા જ્ઞાનને આત્મા તરફ લઇ જાઉં છું. મને જાણનાર જણાય છે. દુ:ખ જણાતું નથી. વેદાતું તો નથી પણ જણાતું પણ નથી, આહાહા! એવી વાત કરી તી. સમજી ગયા? એણે ટેપો પણ ઘણાંને આપી છે.

મુમુક્ષુ:- સાંભળી છે.

ઉત્તર:- સાંભળી છે?

મુમુક્ષુ:- બહુ મજાની વાત છે.

ઉત્તર:- હા, બહુ મજાની. અહીંયા તો પછી તો એનો પહેલું થયું આખો ઉતારો કર્યો. અને ઘણી છપાવીને ઘણાંને કાગળો એણે આપ્યા. ખૂબ ખુશી થયા બધા. સમાધિ મરણ નથી, સાવધાન મરણ છે. સાવધાન મરણ છે. સમાધિ મરણ સમ્યગ્દૃષ્ટિને હોય.

મુમુક્ષુ:- હા મરણની પણ કેટલી સાવધાની. ક્યાંક ઉપયોગ બીજે નહિ.

ઉત્તર:- બીજે નહિ. આવી જાય અંદરમાં.

મુમુક્ષુ:- મરણમાં પણ પોતાનો આત્મભા.

ઉત્તર:- આત્મા યાદ આવ્યો. આત્મા યાદ આવવો જોઇએ, મરણ વખતે. હા!

મુમુક્ષુ:-વિકલ્પ દ્વારા પણ પોતાનું ઘૂંટણ કરે છે.

ઉત્તર:- ઘૂંટણ કરે છે.

મુમુક્ષુ:- હું આત્મા છું-હું આત્મા છું.

ઉત્તર:- હું જાણનાર છું.

મુમુક્ષુ:- હું જાણનાર છું

ઉત્તર:- આ દુ:મારાથી ભિન્ન છે, હું દુ:ખને વેદનારો નહિ. આહાહા! દુ:ખને જાણતો નથી ત્યાં લક્ષ છૂટી જાય અને જાણનાર જણાય (છે) એમ વિચારમાં આવી જાય, વિચારમાં. ત્યાં દુ:ખ ઘટી જાય છે. આ દુ:ખ છે નેે, એ દુ:નું અસ્તિત્વથી દુ:ખી થતો નથી પણ દુ:ખમાં જોડાઇ જાય છે, એકત્વ કરે છે, એનું દુ:ખ છે.

મુમુક્ષુ:- મને થાય છે એનું દુ:, નું દુ:થાય છે.

ઉત્તર:- નું દુ:થાય છે. હાં! મારુ તો જ્ઞાન થાય છે, મારામાં તો. આહાહા! તો દુ:ખ ભાગી જાય, વેદાય જ નહિ. ભેદજ્ઞાન છે નેે? ભેદજ્ઞાન. મૂળ ભેદજ્ઞાનથી જેટલા સિદ્ધ પરમાત્મા થયા, એટલા બધા ભેદજ્ઞાનથી જ થયા છે. મારો આત્મા મને જણાય છે ચાર લીટીમાં, પર જણાતું નથી, ભેદજ્ઞાન છે. એ જ્ઞાનની પર્યાયમાં ભેદજ્ઞાન કરી લીધું એણે. જ્ઞાનની પર્યાયમાં પર જણાય છે અને સ્વ જણાય છે. એમાં (ભેદજ્ઞાન કર્યું કે) ના, સ્વ જણાય છે, પર જણાતું નથી ત્યાં ઉપયોગ અંદરમાં આવી ગયો. અનુભવ કરી લીધો.

મુમુક્ષુ:- એનું નામ ભેદજ્ઞાન છે.

ઉત્તર:- ભેદજ્ઞાન થઈ ગયું.

મુમુક્ષુ:- પરથી છૂટું પડ્યું જ્ઞાન.

ઉત્તર:- છૂટું પડી જાય જ્ઞાન. પરનું લક્ષ છૂટી જાયને? પરનું લક્ષ છૂટે ત્યારે અંદરમાં આવેને?

મુમુક્ષુ:- પરનો ને પોતાનો ભેદ પાડયો.

ઉત્તર:- ભેદ પાડયો.

વળી તે પોતે જ નીચે પ્રમાણે જ્ઞેયરૂપ છે. બાહ્ય જ્ઞેયો જ્ઞાનથી જુદા છે, જ્ઞાનમાં પેસતાં નથી; જ્ઞેયોના આકારની ઝલક જ્ઞાનમાં આવતાં જ્ઞાન જ્ઞેયાકારરૂપ દેખાય છે પરંતુ એ જ્ઞાનના જ કલ્લોલો (તરંગો) છે. તે જ્ઞાનકલ્લોલો જ જ્ઞાન વડે જણાય છે. બરાબર?

આહાહા! જુઓ! બાહ્ય જ્ઞેયો-રાગાદિથી માંડીને છએ દ્રવ્યો પોતાના આત્માથી જુદા છે. જો તે જુદા ન હોય તો એક હોય, પણ એમ કદી બનતું નથી. રાગ અને આત્મા કદી એક થતા નથી. રાગનું જ્ઞાન થાય તેમાં કાંઇ રાગ જ્ઞાનની પર્યાયમાં આવતો નથી. દુ:ખ જ્ઞાનની પર્યાયમાં આવતું નથી. કેવળીને લોકાલોકનું જ્ઞાન થયું તો લોકાલોક કાંઇ જ્ઞાનમાં પેસી ગયા નથી. ક્યાં આવે છે? એ તો લોકાલોક એનામાં છે.

છઠ્ઠું પાનું, ઘટનો જાણનાર ઘટ-રૂપે થતો નથી. વળી ઘટનો જાણનાર વાસ્તવમાં ઘટને જાણે છે એમ નથી. ઘડો જ્ઞાનમાં તો આવતો નથી પણ જ્ઞાન ઘડાને જાણતું પણ નથી. હવે આ તો એના વચન છે. આ કાંઇ લાલુભાઇની વાણી થોડી છે? આ તો ગુરુવાણી છે. ભાઇ!

મુમુક્ષુ:- ગુરુવાણી છે ને આ તો જ્ઞાનીના વચન છે.

ઉત્તર:- જ્ઞાનીના વચન છે. સ્વીકાર કરી લે, તારું કામ થઇ જશે. હું પરને જાણું છું પક્ષ છોડી દે. જાણનાર જણાય છે. સ્વભાવના પક્ષમાં તો આવ. જાણનાર જણાય છે, પક્ષમાં આવ તો પક્ષાતિકક્રાંત થશે. વળી ઘટનો જાણનાર વાસ્તવમાં ઘટને જાણે છે એમ નથી. સ્વપરને જાણવાના જ્ઞાનરૂપે સ્વયં આત્મા જ થાય છે. સ્વપરનો પ્રતિભા થાય છે ને એટલે. ઘટને જાણવાના જ્ઞાનરૂપે આત્મા થાય છે; તેથી ઘટનું જ્ઞાન નહિ, પણ આત્માનું જ જ્ઞાન છે. ઘડાનું કોઇ દિ જ્ઞાન થાય? તો-તો જ્ઞાન ઘટ-રૂપે થઇ જાય.

પોતાનામાં તો પોતાના જ્ઞાનપરિણામનું અસ્તિત્વ છે, જ્ઞેયનું નહિ. આત્માનો 'જ્ઞ' સ્વભાવ છે અને 'જ્ઞ' સ્વભાવી આત્મામાં જાણનક્રિયા થાય તે પોતાથી થતી પોતાની ક્રિયા છે, એમાં પરજ્ઞેયનું કાંઇ નથી. આમ જ્ઞેય સંબંધી પોતાના જ્ઞાનનું જે પરિણમન થયું તે જ્ઞેય પોતે, જ્ઞાન પોતે જ, અને પોતે જ જ્ઞાતા છે. સમજાણું કાંઇ?

હવે બીજો પારો સારો આવે છે. લીટા કરેલા છે એમાં. જ્ઞેયોના આકારની ઝલક, ઝલક સમજાણું ને? જે દર્પણમાં ઝલક આવેને અગ્નિની એમ! જ્ઞેયોના આકારની એટલે સ્વરૂપની ઝલક જ્ઞાનમાં આવતાં જ્ઞાન જ્ઞેયાકાર દેખાય છે, પરંતુ એ જ્ઞાનના જ કલ્લોલો છે. એ જ્ઞાનની જ પર્યાય છે. જ્ઞેય ક્યાં એમાં આવ્યું છે? જુઓ, જ્ઞાન જ્ઞેયાકાર છે એમ નહિ, એ તો જ્ઞેયને જાણવા પ્રતિ તેવા જ્ઞાનાકારે જ્ઞાન પોતે જ થયું છે. જ્ઞાનાકારે જ્ઞાન થયું છે. જ્ઞેયાકારે જ્ઞાન નથી થયું, આહાહા! એક-એક શબ્દની કિંમત છે. તેવા જ્ઞાનાકારે જ્ઞાન પોતે જ થયું છે. જ્ઞેયનું તેમાં કાંઇ જ નથી. જ્ઞેય જ્ઞાનમાં પેઠું છે એમ છે નહિ; અર્થાત્ જ્ઞાન જ્ઞેયરૂપે થાય છે એમ છે જ નહિ. જ્ઞાન જ્ઞાનાકાર જ છે. એ જ્ઞાનના જ કલ્લોલો છે, આહાહા! જ્ઞેયાકાર થતું નથી. જ્ઞાન જ્ઞાનાકાર રહે છે.

આહાહા! કેવું ભેદજ્ઞાન કરાવ્યું છે! વીતરાગ માર્ગ બહુ સૂક્ષ્મ છે ભાઇ! જરા ધીરો થઇને સાંભળ. કહે છે - આત્મા પરને કરે કે પરથી આત્મામાં કાંઇ થાય એ વાત તો જવા દે, વાત તો છે નહિ, પણ પર જ્ઞાનની પર્યાયમાં જણાય, જ્ઞાન પરને જાણે કે પરજ્ઞેય જ્ઞાનની પર્યાયમાં આવે-પેસે એમ પણ છે નહિ. ફરીથી, આ લીટી ઇમ્પોર્ટન્ટ છે.

મુમુક્ષુ:- બહુ ઇમ્પોર્ટન્ટ છે.

ઉત્તર:- બહુ ઇમ્પોર્ટન્ટ છે. લીટા કરેલા છે. પણ પર જ્ઞાનની પર્યાયમાં જણાય, જ્ઞાન પરને જાણે, કે પરજ્ઞેય જ્ઞાનની પર્યાયમાં આવે - પેસે એમ પણ છે નહિ, આહાહા!

મુમુક્ષુ:- બોલો! પર જ્ઞાનની પર્યાયમાં જણાય એમ નહિ.

ઉત્તર:- પર પોતાની જ્ઞાનની પર્યાયમાં જણાય, રાગ પોતાની જ્ઞાનની પર્યાયમાં જણાય, એમ નથી. એને જાણતો તો નથી પણ એ રાગ જણાતો નથી, જ્ઞાનમાં. કાચો પારો છે. જો સમજે તો કામ થઇ જાય. લક્ષ ફરી જાય આખું.

મુમુક્ષુ:- અને જો ભૂલે તો ભૂક્કો બોલી જાય, એવી વાત છે.

ઉત્તર:- ભૂલે તો ભૂક્કો બોલી જાય. મોટું નફા-નુકસાનનું વ્યાપાર છે. મોટો નફો ને મોટો નુકસાન.

મુમુક્ષુ:- જો સમજે તો નફો-નફો જ છે.

ઉત્તર:- નફો એટલે અલ્પકાળમાં મુક્તિ થઇ જાય.

મુમુક્ષુ:- અને જો ભૂલ કરે.

ઉત્તર:- ગોથું ખાઈ ગયું.

મુમુક્ષુ:- તો પતી ગયું.

ઉત્તર:- પતી ગયું. આ ભવમાં જો ભૂલ્યો તો આવો ભવ પાછો મળવો મુશ્કેલ છે. મનુષ્ય ભવ, સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર, મળવા દુર્લભ છે.

પર જ્ઞાનની પર્યાયમાં જણાય, એમ નથી. જ્ઞાન પરને જાણે, એમ પણ નથી. કે પરજ્ઞેય જ્ઞાનની પર્યાયમાં આવે, એમ પણ નથી, આહાહા! વસ્તુ-દ્રવ્ય એક જ્ઞાયકભાવપણે છે તે પોતે જ્ઞાનની પર્યાયપણે, જાણનક્રિયારૂપે થાય છે તે પોતાની સ્વપરપ્રકાશકની ક્રિયા છે. એમાં પર જણાય છે એમ કહેવું તે વ્યવહાર છે. સ્વપરપ્રકાશક સામર્થ્ય તો નિશ્ચય છે, પોતાનું. પણ એમાં પર જણાય છે એમ કહેવું તે વ્યવહારથી છે. સ્વપરપ્રકાશક અભેદ કહો તો નિશ્ચય. પણ પર જણાય એમ કહો તો વ્યવહાર થઇ ગયો, એમ! એમાં પ જણાય છે એમ કહેવું તે વ્યવહાર છે, બસ. પર જણાતું નથી, પોતાની જાણનક્રિયા જાણવારૂપે છે તે જણાય છે. પર જણાતું નથી, પોતાનું જ્ઞાન જણાય છે.

મુમુક્ષુ:- જાણનારો જણાય છે.

ઉત્તર:- જાણનારો જણાય છે. ઉપરની ચાર લીટીનો જ વિસ્તાર છે.

મુમુક્ષુ:- આ બધા આગમનો સાર કહી દીધો, આ જ છે.

ઉત્તર:- ચાર લીટીમાં બધું કહી દીધું હતું પહેલા. આ જુઓ અનુભવની કળા. અમે જ્યારે આત્માને સન્મુખ ઇએ છીએ ત્યારે આત્મા જ જ્ઞાતા, જ્ઞાન ને જ્ઞેયપણે જણાય છે. છ દ્રવ્યો, દેવ-ગુરુ-શાસ્ત્ર, ઉપકારી ગુરુ જણાતા નથી. સમયસાર શાસ્ત્ર જણાતું નથી. જિનવાણી જણાતી નથી, આહાહા! ગજબ છે આ તો વ્યાખ્યા. એમાં પર જણાય છે એમ કહેવું તે વ્યવહાર છે બસ. પર જણાતું નથી, પોતાની જાણનક્રિયા જાણવારૂપે છે તે જણાય છે. પોતાનું જ્ઞાન જણાય છે. જ્ઞાન જણાય છે એમ કહો, કે આત્મા જણાય છે બેય એક જ છે. જ્ઞાન ને આત્મા એક જ છે. પર જણાતું નથી, સ્વ જ જણાય છે. જ્ઞાન જણાય છે એટલે સ્વ જ જણાય છે, જ્ઞેય નથી જણાતું, આહાહા!

ઉપરની વાત કરી, એ નિર્વિકલ્પ ધ્યાનની. આ સવિકલ્પની વાત કરે છે. સવિકલ્પદશામાં પણ ઉર્ધ્વપણે આત્મા જણાય છે, મુખ્યપણે, પર જણાતું નથી. પર ગૌણ થઇ જાય છે. પરનું લક્ષ નથીને એટલા માટે, લક્ષ નથી. પ્રતિભાસે છે પણ જણાતું નથી, લક્ષ નથી માટે. ગૌણ થઇ જાય છે. જ્ઞાન ઉર્ધ્વ થઇ જાય છે. શ્રીમદ્જીએ કહ્યું ઉર્ધ્વપણે જ્ઞાન જણાય છે. ઉર્ધ્વપણે એટલે મુખ્યપણે જ્ઞાન જણાય છે જ્ઞાનીને. એટલે નિર્જરા થયા કરે છે. જો એક સમય પણ આત્માને ન જાણે તો નિર્જરા ન રહે. સમ્યગ્દર્શન ન રહે, ટકે નહિ.

ભગવાન! તું આવડો અને આવો જ છે; બીજી રીતે માન તો તારા સ્વભાવનો ઘાત થશે. સર્વજ્ઞ પરમેશ્વર કહે છે - લોકાલોક જણાય એવડી તારી પર્યાય નથી. તારા જ્ઞાનની પર્યાયમાં લોકાલોક જણાય એવું તારુ જ્ઞાન નથી, એવી તારી જ્ઞાનની પર્યાય નથી. તારો આત્મા જણાય એવી જ્ઞાનની પર્યાય છે.

મુમુક્ષુ:- ઓલું તો પરજ્ઞેય છે એનો સ્વભાવ જ નથી જાણવાનો. પોતાને જાણતા ....

મુમુક્ષુ:- બધો સંકેલો કરી નાખ્યો.

ઉત્તર:- બહુ સંકેલો. આખો ઉપયોગ અંદરમાં આવે અને આત્માનો અનુભવ થઇ જાય, ભવનો અંત આવે, સમ્યગ્દર્શન થાય, એવી આ ગાથા છે. સર્વજ્ઞ પરમેશ્વર કહે છે - લોકાલોક જણાય એવડી તારી પર્યાય નથી, તારી જ્ઞાન પર્યાયને તું જાણ એવું તારું સ્વરૂપ છે. લોકાલોક જણાય એવું તારું સ્વરૂપ (નથી), આહાહા! ચોખ્ખું કરીને ગયા છે. (ગુરુદેવ) બધું કહીને ગયા છે, પણ કોઇ ધ્યાન દઇને વાંચતું નથી, નહિતર પિતાજી લખી ગયા છે. પિતાજીનો કાગળ પુત્ર ઉપર આવ્યો, આહાહા!

મુમુક્ષુ:- વારસો લખી આપ્યો.

ઉત્તર:- આ સ્વરૂપ છે.

મુમુક્ષુ:- વારસો લખી આપ્યો કે આનો માલિક તું છો. આનો ધણી તું છો, તારા માટે મૂકતો જાઉં છું.

ઉત્તર:- તારા માટે મૂકતો જાઉં છું.

મુમુક્ષુ:- તારું જ છે બધું.

ઉત્તર:- તારું જ છે બધું. તારી જ્ઞાનની પર્યાયને તું જાણ એવું તારું સ્વરૂપ છે. લોકાલોકને જાણવું એમ કહેવું એ અસદ્ભૂત વ્યવહાર છે, જૂઠો વ્યવહાર છે. કેવળી લોકાલોકને જાણે છે એ જૂઠો વ્યવહાર છે, એમ! સાચો વ્યવહા પણ નથી, આહાહા! વ્યવહારના પક્ષવાળાને કઠિન પડે, ઠણ પડે. અમૃત છે, અમૃત. જે છે ને, પુસ્તક તમે લંડન લઇ જાજો અને વખતો વખત વાંચજો. ઓલા ઝીણા અક્ષર છે. આ મોટા અક્ષર વાંચવામાં તમને ઠીક પડશે. આ અગિયારમાં ભાગમાં છે ખરું, પણ ઝીણા અક્ષર છે.

મુમુક્ષુ:- ઓ તો આખું શાસ્ત્ર કાઢવું પડે, આ એક છૂટું જ્યારે મન થાય ત્યારે.

ઉત્તર:- હા, એક છૂટું, તમે ગમે ત્યારે સ્વાધ્યાય, મન થાય ત્યારે સ્વાધ્યાય કરી શકો.

મુમુક્ષુ:- બીજા ભાગો કરતા અગિયારમાં (અક્ષરો) વધારે ઝીણા છે.

ઉત્તર:- હા, અગિયારમાં ભાગમાં વધારે ઝીણા છે. ભૂલ થઇ ગઇ છે. દસમાં ભાગમાં સારા હતા. એટલે મને તો એ વાંચી જ ન શકું એટલે મે મારા માટે ઝેરોક્ષ કરાવી લીધી. અને પછી આ વ્યાખ્યાન આપતો હતો એટલે બૂક છપાવી લીધી. ચારસો પુસ્તક આવા એણે છપાવ્યા છે. ઓલા પર્યુષણમાં વાંચતા તા ને એટલે સામે બધાની પાસે હોય ને?

મુમુક્ષુ:- જી, વધારે મજા આવે.

ઉત્તર:- હા.

સાતમું પાનું- તે આ; પોતે જાણગ-જાણવાના ભાવવાળું તત્ત્વ હોવાથી તત્ત્વ એટલે સ્વરૂપ, આત્માનું સ્વરૂપ જ આવું છે, હોવાથી લોકાલોકના જેટલા જ્ઞેયો છે તેને અને પોતાને જાણવાની ક્રિયારૂપે પોતામાં, (પોતાના અસ્તિત્વમાં) પોતાના કારણે પરિણમે છે. ખરેખર તો આ જ્ઞાનનો પર્યાય તે જ્ઞેય છે. લોકાલોક જ્ઞેય નથી.

મુમુક્ષુ:- પોતાની જ્ઞાનની પર્યાય તે જ જ્ઞેય છે.

ઉત્તર:- જ્ઞાનની પર્યાયનું પર (પદાર્થ) જ્ઞેય છે એમ કહેવું તે વ્યવહાર છે. આવી વાત છે. જ્ઞાન, જ્ઞાનને જાણે છે તે સાચી વાત છે. જ્ઞાન પરને જાણે છે એમ કહેવું તે વ્યવહાર, ઉપચાર છે. ઉપચારના કથન છે, બધા, આહાહા! જ્ઞેયોના આકાર એટલે જ્ઞેયોના વિશેષો એટલે એના દ્રવ્ય, ગુણ, પર્યાય – ભેદો, એની જ્ઞાનમાં ઝલક આવે છે અર્થાત્ તે સંબંધીનું પોતાનું જ્ઞાન પોતામાં પોતાથી પરિણમે છે. તે જ્ઞાન જ્ઞેયાકાર દેખાય છે એમ કહ્યું પણ તે જ્ઞેયાકાર થયું નથી. એટલે જ્ઞેયને જાણતું જ નથી.

આ ઝવેરચંદભાઇ લંડન રહે છે, લંડનથી આવ્યા છે. થોડા દિવસ સોનગઢ રહ્યા તા. તમે મુંબઇ હતા. ત્યારે સોનગઢ થોડા દિવસ રહી આવ્યા.

૨૭૧ ઉપર ગુરુદેવના વ્યાખ્યાન, બુક છે નેે?

મુમુક્ષુ:- હા, આ તમે લ્યો-લ્યો.

મુમુક્ષુ:- ના-ના, આમની પાસે છે-છે, ચાલશે-ચાલશે.

ઉત્તર:- કાંઇ વાંધો નહિ. સાતમું પાનું છે, બીજો પારો, વચમાં છે.

તે જ્ઞાન જ્ઞેયાકાર દેખાય છે એમ કહ્યું પણ તે જ્ઞોયાકાર થયું નથી, એ તો જ્ઞાનાકાર- જ્ઞાનના જ તરંગો છે. આહાહા! જાણ-જાણ-જાણ પોતાનો સ્વભાવ છે, આહાહા! એમાં પરવસ્તુનો-પરજ્ઞેયનો પ્રવેશ નથી, છતાં એનું જાણવું અહીં (-પોતામાં) થાય છે તે ખરેખર એનું એટલે (પરજ્ઞેયનું) જાણવું નથી. કેટલા શબ્દ ચોખ્ખા છે હેં? આહાહા! ખુલાસો. કેટલો ખુલાસો! જાણવાની પોતાની દશા છે એનું જાણવું છે. દશાને જાણે છે. જ્ઞાન જ્ઞાનને જાણે છે, જ્ઞેયને નહિ. આહાહા! આ ન્યાયથી તો વાત છે; એને સમજવી તો પડે ને! આહાહા! કોઈ થોડું સમજાવી દે?

મુમુક્ષુ:- વાંચે તો ખ્યાલ આવે કે અહિયાં બહુ વજન આપ્યું છે આ વાતમાં.

ઉત્તર:- બહુ વજન, બહુ વજન આપ્યું છે. વાંચે એટલે ખ્યાલમાં આવી જાય.

જુઓ, દર્પણના દૃષ્ટાંતે આ વાત સમજીએ: જેમ દર્પણની સામે કોલસા, અગ્નિ વગેરે મૂકેલા હોય તે દર્પણમાં દેખાય છે. પણ એ દર્પણથી જુદી ચીજ છે નેે? દર્પણમાં તો તે પદાર્થોની ઝલક દેખાય છે, કોલસા વગેરે. પણ શું કોલસા ને અગ્નિ વગેરે દર્પણમાં છે? દર્પણમાં તો દર્પણની સ્વચ્છતાનું અસ્તિત્વ છે. જો અગ્નિ વગેરે તેમાં પેઠા હોય તો દર્પણ અગ્નિમય થઇ જાય, તેને હાથ અડકાડયે હાથ બળી જાય. પણ એમ છે નહિ. દર્પણ દર્પણની સ્વચ્છતાના પરિણામે પોતે જ પોતાથી પરિણમ્યું છે; કોલસા કે અગ્નિનું તેમાં કાંઇ જ નથી. સમજાણું કાંઇ? આહાહા!

એ નિમિત્ત છે ને આ નૈમિત્તિક છે એ કાઢી નાખ્યું, કેમકે એ વ્યવહાર કાઢી નાખવો છે નેે આ તો? કેમ કે જ્ઞાતા-જ્ઞેય તે અંદર અભેદ કરવું છે નેે? એ જ્ઞેયાકાર થતું જ નથી, એમ કહેવું છે નેે? એટલે એ નિમિત્ત છે ને આ નૈમિત્તિક છે, તો-તો વ્યવહાર થઇ જશે.

મુમુક્ષુ:- તો-તો વ્યવહાર સિદ્ધ થઈ જાય.

ઉત્તર:- એ વ્યવહારનો અહીંયા નિષેધ કરીને નિશ્ચયમાં પહોંચાડવું છે. ક્યાંય શબ્દ નિમિત્ત નથી આવતું, જોજો. ઝલકે છે એટલું આવે, બાકી નિમિત્ત છે ને આ નૈમિત્તિક એમ નહિ. નહિતર તો જ્ઞેાયાકાર સિદ્ધ થઇ જાય. અહીં જ્ઞાનાકાર સિદ્ધ કરવું છે.

મુમુક્ષુ:- .....થઈ જાય?

ઉત્તર:- આત્મા છે, એ જ આત્મા છે.

આ શું કીધું? લ્યો, ફરીથી. એક બાજુ દર્પણ છે, અને તેની સામે એક બાજુ અગ્નિ ને રફ છે. અગ્નિ અગ્નિમાં લબક-ઝબક થાય છે. અગ્નિ અગ્નિમાં લબક-ઝબક થાય છે, ઊંચી નીચી થાયને, અગ્નિની જ્વાળા. ને બરફ બરફમાં પીગળતો જાય છે, પાણી થતું જાય છે. તે સમયે દર્પણમાં પણ બસ એવું જ દેખાય છે. ત્યાં જેવું હોય એવું અહીંયા દેખાય છે, દેખાય છે, બરાબર! તો શું દર્પણમાં અગ્નિ ને બરફ છે? ના; દેખાય છે એટલે એમાં આવી ગયું? ના. અગ્નિ ને બરફનું હોવું તો બહાર પોતપોતામાં છે, દર્પણમાં તેનું હોવાપણું નથી, દર્પણમાં તેઓ પેઠા નથી. દર્પણમાં તો દર્પણની તે-રૂપ સ્વચ્છ દશા થઇ છે તે છે. અગ્નિ અને બરફ સંબંધી દર્પણની સ્વચ્છતાની દશા તે દર્પણનું પોતાનું પરિણમન છે. પોતાની સ્વતંત્ર શક્તિ છે, સ્વચ્છતારૂપે પરિણમે છે. ઓના કારણે કાંઇ છે નહીં, ઓલું ભિન્ન છે ને આ ભિન્ન છે. અગ્નિ ને બરફનું તેમાં કાંઇ જ નથી. નિમિત્ત છે એમ ન કહ્યું બિલ્કુલ.

મુમુક્ષુ:- એ માર્મિક વાત છે.

ઉત્તર:- હા! નિમિત્ત સ્થાપે તો વ્યવહાર થઇ ગયો, તો જ્ઞેયાકાર સિદ્ધ થઇ જાય. અહીં જ્ઞેયાકારને ઊડાડવો છે, જ્ઞાનાકાર સ્થાપવો છે.

મુમુક્ષુ:- નિમિત્ત કહે તો-તો જ્ઞેયાકાર સિદ્ધ થઇ જાય.

ઉત્તર:- એટલે અનાદિનો જ્ઞાતા-જ્ઞાનનો વ્યવહાર જે છે એ સાચું માને તો મિથ્યાત્વનો દોષ લાગે છે, એમ આવે છે. વ્યવહાર સાચો લાગ્યોને અનંતકાળથી? બીજું શું? વ્યવહાર સાચો લાગ્યો "હું જ્ઞાતા ને જ્ઞેય”. એમ નથી. હું જ્ઞાતા ને હું જ જ્ઞેય છું. એ તો આ મૂળ ગાથામાં કહેવું છે. એ જ કહેવું છે. બરફનું તેમાં કાંઇ નથી; અગ્નિ અને બરફે માં કાંઇ કર્યું નથી, એ તો જુદા પદાર્થો છે.

આગળ, તેમ ભગવાન આત્મા સ્વચ્છ ચૈતન્ય દર્પણ છે. ઓલો દર્પણનો દૃષ્ટાંત આપ્યો. એમાં આ ભગવાન આત્મા દર્પણની સમાન સ્વચ્છ છે. તેના જ્ઞાનમાં જ્ઞેયોના આકારની એટલે જેવું સ્વરૂપ હોય એવા સ્વરૂપની ઝલક આવતાં જ્ઞાન જ્ઞેયાકાર દેખાય છે. જ્ઞેયાકાર થતું થી, જ્ઞેયાકાર દેખાય છે. સામે જેવા જ્ઞેયો છે તે જ પ્રકારની વિશેષતારૂપે પોતાની જ્ઞાનની દશા થતાં જાણે કે જ્ઞાન જ્ઞેયાકારે થઇ ગયું હોય તેમ દેખાય છે, પરંતુ જ્ઞાન જ્ઞેયાકાર થયું જ નથી, કોઇ કાળે, કોઇ કાળે, હોં! આજ સુધી. આ તો અંરમાં જવાની પાઠ છે, આહાહા! કોઇ કાળે થયું જ નથી.

જ્ઞેયાકાર થાય જ નહિ. જ્ઞેયાકાર જો થાય તો જ્ઞાનનો નાશ થાય. જ્ઞાનાકારપણું છોડે નહીં ને જ્ઞેયાકારપણું આવે નહિ. કહેવાય, કહેવાય, કથનમાત્ર, પણ એમ છે નહિ. જ્ઞાન જ્ઞેયાકાર થઇ ગયું હોય તેમ દેખાય છે, પરંતુ જ્ઞાન જ્ઞેયાકાર થયું જ નથી, થાય છે ને પછી એનો અભાવ કરવો, એમ નથી. થયું જ નથી. મૂળમાં ભૂલ છે. જ્ઞાનાકાર છે; જુઓ! જ્ઞેયાકાર થયું જ નથી, જ્ઞાનાકાર છે; જ્ઞાનાકાર થાય છે, એમ નહિ.

મુમુક્ષુ:- જ્ઞાનાકાર જ છે.

ઉત્તર:- જ્ઞાનાકાર જ છે, અનાદિ અનંત, આહાહા! ખરેખર આ પુરુષનો જન્મ કોઇ અલૌકિક! અને એની વાણી ચમત્કારિક! અને એને સમજે તો ભવનો અંત આવી જાય. બસ! એવું સ્પષ્ટ છે, કોઇને પૂછવું ન પડે. શાંતિથી ઘરે બેસીને વાંચે, ઉકેલ આવી જાય અંદરમાં. (ગુરુદેવ) સાચા છે એમ રાખવું મનમાં. ગુરતત્ત્વ સાચું છે, બસ! મારે આને સમજવાનો પ્રયત્ન કરવો.

મુમુક્ષુ:- જે ગુરુએ વચનો કહેલા છે એ વચનો સત્ય છે.

ઉત્તર:- સત્ય છે. મારે એને સમજવાનો પ્રયત્ન કરવો.

મુમુક્ષુ:- મારી જે સમજવાની ભૂલ છે એ મને કહેલા વચનો... .

ઉત્તર:- દ્વારા નીકળી જશે, બસ!

જાણે કે જ્ઞાન જ્ઞેયાકારેઈ ગયું હોય તેમ દેખાય છે, રંતુ જ્ઞાન જ્ઞેયાકાર થયું જ નથી, જ્ઞાનાકાર છે; અર્થાત્ તે જ્ઞેયના કલ્લોલો નથી, પણ જ્ઞાનના જ કલ્લોલો જ્ઞાનની જ પર્યાય છે, જ્ઞેયની પર્યાય ક્યાં અહીં આવે છે? જ્ઞાનની જ દશા છે; જ્ઞેયોનું એમાં કાંઇ જ નથી. આહાહા! જ્ઞેયો કારણ નથી અહીંયાં જ્ઞાન થાય છે એમાં. કાંઇ જ નથી. ઉપાદાન કારણ પણ નથી અને નિમિત્ત કારણ પણ એ નથી, આહાહા! ત્યાં જ્ઞેય છે માટે અહીંયાં જ્ઞાન થાય છે એમ ક્યાં છે? જ્ઞાન તો જ્ઞાનથી થાય છે.

મુમુક્ષુ:- જ્ઞેય કારણ પણ નથી ને જ્ઞેય કર્મ પણ નથી.

ઉત્તર:- નથી. બિલ્કુલ નથી.

મુમુક્ષુ:- એટલે જ્ઞેયથી થતું નથી જ્ઞાન અને જ્ઞેયનું પણ થતું નથી જ્ઞાન.

ઉત્તર:- જ્ઞેયનું થાય તો તો જ્ઞેય થઇ જાય જ્ઞાન, નાશ થઇ જાય જ્ઞાન. આહાહા! એમ તો બનતું નથી. આહાહા! સમજાણું કાંઇ? એમ કે કાંઇક સમજાણું, જો બધું સમજાય તો ન્યાલ થઇ જાય, એમ ગુરુદેવ કહે. આહાહા! બહુ સૂક્ષ્મ વાતો કરી ગયા છે, હોં! કરી ગયા છે. આહા! વો પોતાના અસ્તિત્વનો મહિમા જાણ્યા વિના ભાઇ! તું દયા, દાન, વ્રત, તપ કરીકરીને સૂકાઇ જાય તોય લેશ પણ ધર્મ થાય નહિ. પોતાના સ્વરૂપનું મહાતમ (-મહાત્મ્ય) વિના ધર્મની ક્રિયા કોઇ દિ' થઇ શકતી નથી.

નાની ઉંમરની વાત છે. પાલેજમાં પિતાજીની દુકાન હતી. તે બંધ કરી રાત્રે મહારાજ ઉપાશ્રયમાં આવ્યા હોય સ્થાનકવાસી, ત્યાંની પાસે જતા. નાની ઉંમરમાં. ત્યાં મહારાજ ગાતા-

"ભૂધરજી તમને ભૂલ્યો રે ભટકું છું ભવવનમાં,

કૂતરાના ભવમાં મેં વીણી ખાધા કટકા, ત્યાં ભૂખના વેઠયા ડકા રે"

હવે આમાં તત્ત્વની કાંઇ ખબર નહીં, પણ સાંભળીને તે વખતે રાજી રાજી થઇ જતા. લોકમાં પણ બધે આવું જ ચાલી રહ્યું છે ને! પોતે કોણ અને કેવડો છે એની ખબર ન મળે, પણ માંડે વ્રત, તપ, ભક્તિ, પૂજા આદિ કરવા; મ કે એનાથી ધરમ થશે પણ ધૂળમાંય ધરમ નહીં થાય. લેશમાત્ર ધરમ નહીં થાય, એમ! પોતે કોણ છે એની ખબર વિના શેમાં ધરમ થશે? બાપુ! હું જ્ઞાનસ્વભાવ છું એમ ભૂલીને રાગના કર્તાપણામાં મંડયો રહે એ તો પાગલપણું છે. આહાહા! પાગલપણું લખ્યું. દુનિયા આખી આવી પાગલ છે. સમજાણું કાંઇ?

આહાહા! અહીં કહે છે - 'આ જ્ઞાનકલ્લોલો જ જ્ઞાન વડે જણાય છે.’ પોતાના હોવાપણામાં દયા, દાન આદિના ભાવ, કે શરીર, મન, વાણી ઇત્યાદિ પરજ્ઞેયનો પ્રવેશ નથી, એ તો જુદા પર છે. દયાના ભાવો જુદા છે. ગુરુદેવની ભક્તિનો ભાવ પણ જુદો છે, રાગ, એમ! જુદા પર છે; માટે જાણવાની ક્રિયા જ જ્ઞાન વડે, આહાહા! આત્મા વડે જણાય છે. દયાના પરિણામ થાય તેને જાણનારી ક્રિયા આત્માની છે ને તે એનું જ્ઞેય છે, પણ દયાના પરિણામ પરમાર્થે આત્માના નથી, ને પરમાર્થે તે આત્માનું જ્ઞેય પણ નથી. જ્ઞેય ઊડાડી નાખ્યું, આહાહા! જ્ઞેય તો આત્મા છે. જ્ઞાન છે, જ્ઞેય છે. લ્યો, વખત થઇ ગયો. નવમું પાના સુધી આવ્યા. દસ પાના છે આ.

મુમુક્ષુ:- ફરીથી, દયાના પરિણામ ત્યાંથી.

ઉત્તર:- હાં, હાં, ઠીક, ફરીથી લેશું, ફરીથી લેશું. દયાના પરિણામ જે થાય એનું જ્ઞેય નથી, પણ દયાના પરિણામ જેમાં જણાય એવી જ્ઞાનની પર્યાય જ્ઞેય છે. એ જ્ઞાનની પર્યાય જ્ઞેય છે અને દયાના પરિણામ ખરેખર પરમાર્થે જ્ઞેય પણ નથી. દયા સંબંધીનું જે જ્ઞાન થયું એ જ્ઞાનની પર્યાય એનું જ્ઞેય કહેવાય પણ દયાના પરિણામ એ જ્ઞેય પણ નથી, એમ કહે છે. કાલ લેશું ફરીથી, કાલ લેશું.

મુમુક્ષુ:- આપણે લીધું હતુને એક ફેરે, જાણે તે કર્તા ને જણાય તે કર્મ.

ઉત્તર:- કર્મ થઈ જાય, હા.

મુમુક્ષુ:- દયાના પરિણામ જણાય તો કર્મ થઇ જાય.

ઉત્તર:- કર્મ થઈ જાય છે. જાણે તો એનો કર્તા બની જાય. કાલ લેશું.

Page 13

Report errors: AtmaDharma.com@gmail.com or Telegram

Version 1