Pravachan by Pujya Shree Lalchandbhai Amarchand Modi, Rajkot

YouTube

AtmaDharma.com

AtmaDharma.org

Telegram

WhatsApp

પૂજ્ય લાલચંદભાઈના પ્રવચનો

પ્રવચન નં. LA૩૯૭, સમયસાર કળશ ૨૭૧

પ્રવચન રત્નાકર ભાગ ૧૧, પાનું ૨૫૧-૨૫૨

રાજકોટ, સપ્ટેમ્બર-ઓક્ટોબર ૧૯૯૦

શ્રી સમયસાર પરમાગમ શાસ્ત્ર, એનો છેલ્લો પરિશિષ્ઠ નામનો અધિકાર, કળશ નંબર ૨૭૧. એના ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન. એ પ્રવચન ઉપરનું સ્પષ્ટીકરણ ચાલે છે. પ્રવચન પુસ્તિકા નંબર-, આઠમાં પાનેથી છેલ્લે છે, પાનું આઠમું છેલ્લી લીટી અડધી.

માટે જાણવાની ક્રિયા જ જ્ઞાન વડે, આત્મા વડે જણાય છે. આત્મા જાણે છે અને આત્મા વડે શું જણાય છે? છ દ્રવ્ય જણાય છે? કે પાંચ મહાવ્રતના પરિણામ જણાય છે? કે વ્યવહાર રત્નત્રયના પરિણામ જણાય છે? કે રાગ જણાય છે? જણાય છે શું? માટે જાણવાની ક્રિયા જ એમ. જાણવાની ક્રિયા જે થાય છે કે જે ક્રિયામાં આત્મા જણાય છે, હોં! એનું નામ જ્ઞાનક્રિયા છે. એટલે જ્ઞાનમાં, જે ક્રિયામાં આત્મા જણાય રહ્યો છે, એવી જે જાણવાની ક્રિયા જ જ્ઞાન વડે, એટલે કે આત્મા વડે જણાય છે. પોતાની જ્ઞાન ક્રિયા જ જ્ઞાન વડે એટલે કે આત્મા વડે જણાય છે. આત્માનું જ્ઞેય શું છે? પરપદાર્થ જ્ઞેય નથી. રાગ જ્ઞેય નથી. દયા, દાનના પરિણામ ખરેખર જ્ઞેય નથી. તો એનું જ્ઞેય શું? કેમકે જ્ઞાન છે તો જ્ઞેય હોય. જો જ્ઞાન છે તો એનું કોઇ જ્ઞેય તો હોય. જ્ઞેય વિના જ્ઞાન ન હોય. તો જ્ઞાન તો પ્રગટ થાય છે, થયું. તો કહે એમાં જ્ઞેય શું? કે જે જાણવાની ક્રિયા થઇને એ જણાય છે. જ્ઞાન વડે એટલે આત્મા વડે, આત્મા વડે આત્માને જાણનારી જે જ્ઞાનની ક્રિયા એ જ્ઞેયપણે જણાય છે. બીજું કાંઇ જ્ઞેયપણે જણાતું નથી, આહાહા!

કર્મપણે તો કાંઇ જણાતું નથી બીજું, પણ બીજું જ્ઞેયપણે પણ જણાતું નથી. રાગ મારું કર્મ અને હું કર્તા એવું તો છે જ નહિ પણ રાગ જ્ઞેયપણે જણાતું નથી. જાણવાની ક્રિયા જ્ઞાન વડે એટલે કે આત્મા વડે જણાય છે, આહાહા! આત્મા જ્ઞાતા થયો અને આત્માની જાણવાની જ્ઞાન ક્રિયા એ જ્ઞેય થઇ ગઈ. આત્મા જ્ઞાતા અને જાણવાની ક્રિયા જ્ઞેય. શું જણાય છે તમને આત્મામાં? કે મારા આત્માને જે પ્રસિદ્ધ કરે છે એવી જે જ્ઞાન ક્રિયા એ મને જણાય છે.

આ પ્રવિણભાઇ છે, બેંગલોર રહે છે અને સોનગઢમાં બંગલો બનાવ્યો છે, રહે છે, અવારનવાર આવે છે ત્યાં.

આઠમાં પાનાનું છેલ્લે, આઠમાં પાનાનું છેડે અડધી લીટી. માટે જાણવાની ક્રિયા જ એમ! જે જ્ઞાનની ક્રિયામાં આત્મા જણાય છે એવી જે જ્ઞાનની ક્રિયા થઇ રહી છે મારામાં-મને, તો કહે છે જાણવાની ક્રિયા જ જ્ઞાન વડે, જ્ઞાન વડે એટલે કે આત્મા વડે, આત્મા વડે જણાય છે. હું જાણનાર છું. તો જાણનાર છું, મારી પાસે જ્ઞાન છે તો કાંઇ જણાવા યોગ્ય જણાય તો ખરુંને? કે શું જણાય છે? છ દ્રવ્ય? કે નહિ. સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર? કે નહિ. જિનેન્દ્ર ભગવાનની દિવ્યધ્વનિ જણાય છે? કે નહિ. તીર્થંકર ભગવાનનું સમોશરણ જણાય છે? કે નહિ. તીર્થંકર ભગવાન જણાય છે? કે નહિ. એની દિવ્યધ્વનિ જણાય છે? કે નહિ, આહાહા! તો એના પ્રત્યેનો જે અહોભાવ શુભભાવ-રાગ આવ્યો એ જણાય છે? કે નહિ. એ મારા જ્ઞાનનું જ્ઞેય નથી, આહાહા! ત્યારે શું જણાય છે? કે આત્મા વડે આત્માનું જ્ઞાન જણાય છે. આત્મા વડે આત્માનું જ્ઞાન જણાય છે. આત્મા જ્ઞાતા છે અને જે જણાય છે જ્ઞાનની પર્યાય-ક્રિયા એ જ્ઞેય છે. આ જ્ઞાતા અને જ્ઞેયનો આટલો ભેદ કરું તો છે. પણ હું જો ડૂબી જાઉં તો એટલો ભેદ પણ નથી.

મુમુક્ષુ:- અભેદ.

ઉત્ત:- આહાહા! અમૃત છે આ તો વચન. જરા એને ધીરજથી ખોલીને, પક્ષપાત હિત થઇને શું ગુરુ કહે છે? ગુરુને સમજવાની તું કોશિશ કર. ગુરુ સમજાશે તો આત્મા સમજાશે. ગુરુની વાણીનો મર્મ નહિ સમજાય (તો આત્મા નહિ સમજાય).

મુમુક્ષુ:- ત્યાં સુધી આત્મા નહિ સમજાય.

ત્તર:- (તો) આત્મા નહિ સમજાય. અનુભવીને સમજવાનો પ્રયત્ન કરવો જોઇએ તો અનુભવી થઇ જાય. અનુભવી હોય જીવ એને સમજવાનો જે જીવ પ્રયત્ન કરશે એ અનુભવી બની જશે. આ અનુભવી લખે છે. હેં? ટેપ છે આ રહી જો!

માટે જાણવાની ક્રિયા જ જ્ઞાન વડે, એટલે કે આત્મા વડે જણાય છે, આહાહા! આત્મા જાણનાર છે અને જે જ્ઞાનક્રિયા થઇ જેમાં આત્મા જણાય છે, એવો જે ભેદ, એ જ્ઞાનની પર્યાયનો ભેદ કરો તો જ્ઞેય છે, અભેદપણે તો આત્મા જ જ્ઞાતા અને આત્મા જ જ્ઞેય છે. આ તો ભેદથી સમજાવે છે. જ્ઞાનની પર્યાય જણાય છે, એ પણ ભેદ કર્યો માટે વ્યવહાર થઇ ગયો, સદ્ભૂત વ્યવહાર અને અભેદ થઇને જો આત્મા જણાય તો નિશ્ચય થઇ ગયો. આત્મા જ જ્ઞાતા અને આત્મા જ જ્ઞેય. આત્મા જ્ઞાતા અને આ જ્ઞાનક્રિયા જ્ઞેય એમ નથી, હવે એમ નથી. પહેલા એમ છે. રાગ જ્ઞેય નથી માટે જ્ઞાનની ક્રિયાને જ્ઞેય બનાવ્યું. હવે કહે છે કે એ જ્ઞાનની ક્રિયા પણ મારું જ્ઞેય નથી.

મુમુક્ષુ:- એને પણ કાઢી નાખ્યો.

ઉત્તર:- એને પણ કાઢી નાખ્યો. મારો આત્મા જ જ્ઞાતા અને આત્મા જ જ્ઞેય, અભેદ.

મુમુક્ષુ:- અભેદ-એકરૂપ.

ઉત્તર:- એકરૂપ-એકરૂપ. હું જ જ્ઞાતા ને હું જ જ્ઞેય. આ પાઠ છેને? જ્ઞાતા, જ્ઞાન ને જ્ઞેય આત્મા જ છે. એ જ આ પાઠ છે.

હવે આગળ, બરાબર? કાલે એટલો ખુલાસો આનો નહોતો આવ્યો, અત્યારે આવ્યો.

દયાના પરિણામ થાય. જુઓ દયાના પરિણામ કરે એમ લખ્યું નથી. સાધકને દયાના પરિણામ આવે, આવે, થાય, થવાયોગ્ય થાય.

મુમુક્ષુ:- કરે નહિ.

ઉત્તર:- તેને, તેને દયાના પરિણામ થાય તેને જાણનારી જે ક્રિયા, જ્ઞાનક્રિયા, સમજી ગયા? તેને જાણનારી જ્ઞાનક્રિયા કે જે જ્ઞાનક્રિયા આત્માની છે ને આત્માને જ જાણે છે. પણ વહાંથી શરૂઆત કરી કે દયાના પરિણામ થાય તેને જાણવાની ક્રિયા, એમ! વ્યવહાર દ્વારા પરમાર્થમાં લઇ જાવો છે એને. ક્રિયા આત્માની છે. દયાના પરિણામની ક્રિયા આત્માથી ન થાય, એ નથી. પણ દયા જેમાં જણાય એવી જે જ્ઞાનની પર્યાય, એ જ્ઞાનની પર્યાયમાં આત્મા જણાય તો એનું નામ જ્ઞાન કહેવાય. જો એ જ્ઞાનમાં આત્મા ન જણાય તો-તો અજ્ઞાન થઇ ગયું. જ્ઞાનની પર્યાય કોને કહેવાય?

મુમુક્ષુ:- જેમાં આત્મા જણાય.

ઉત્તર:- જેમાં આત્મા જણાય એનું નામ જ્ઞાનની પર્યાય કહેવાય. જે જ્ઞાનમાં આત્મા ન જણાય એ જ્ઞાન નથી પણ અજ્ઞાન છે, આહાહા! આ જ્ઞાનનો સ્વતંત્ર દોષ શું?

મુમુક્ષુ:- હાં...જ્ઞાન જેનું છે.

ઉત્તર:- જ્ઞાન જેનું છે, એને ન જાણે એ સ્વતંત્ર દોષ થઇ ગયો જ્ઞાનનો. વરસો પહેલા એક બાબુભાઇ હતા ઝવેરી, એણે પ્રશ્ન કર્યો ઘેરે આવીને. પહેલી મુલાકાત સા. કે સ્વતંત્રપણે, ભાઇ! જ્ઞાનનો દોષ શું એ મને કહો? મિથ્યાત્વ છે માટે જ્ઞાન અજ્ઞાન થયું એમ હું પૂછતો નથી, આહાહા! સ્વતંત્રપણે, નિરપેક્ષપણે જ્ઞાન, જ્ઞાનની ભૂલ, શું છે? કે એ જ્ઞાનમાં આત્મા મને નથી જણાતો એમ ભાસે છે એ ભૂલ છે એની. દયાના પરિણામ થાય તેને જાણનારી ક્રિયા.

મુમુક્ષુ:- બહુ સારી વાત કહી આપે. જ્ઞાનની સ્વતંત્ર ભૂલ શું છે?

ઉત્તર:- સ્વતંત્ર ભૂલ શું છે? એ પ્રશ્ન આવ્યો તો. આહાહા! પહેલી મુલાકાત, બાબુભાઇ ઝવેરીની હોં મને, અહીં કહીં લગ્નમાં જાનમાં આવ્યા હશે. તો આમ નામ તો પ્રખ્યાત ખરુંને? પ્રસિદ્ધ નામ તો, ગુરુદેવ બહુ બોલે એટલે પ્રસિદ્ધ, બધા હારે કહે. તો આવ્યા, મળ્યા દિવાનપરામાં, બાપુજી બેઠા તા. ભાઇ! એક મારો પ્રશ્ન છે. બોલો શું પ્રશ્ન છે? કે જ્ઞાનની સ્વતંત્ર ભૂલ શું એ બતાવો મને? કે જે જ્ઞાન આત્માને જાણતું નથી, જાણવાનું છોડી દિયે છે, એ એની સ્વતંત્ર ભૂલ, જ્ઞાનની છે. જ્ઞાન અજ્ઞાન થઇ ગયું.

મુમુક્ષુ:- જેનું જ્ઞાન છે એને જાણતો નથી અને બીજાને (જાણવા) જાય છે એ અજ્ઞાન છે.

ઉત્તર:- જેનું જ્ઞાન છે એને જાણતો નથી એનું નામ અજ્ઞાન. અને જેનું જ્ઞાન નથી એને જાણવા રોકાણો, તો અજ્ઞાન થઇ ગયું. વર્ષો પહેલાની, વીસ-પચીસ વર્ષ પહેલાની વાત છે.

મુમુક્ષુ:- કેવી ભયંકર ભૂલ છે.

ઉત્તર:- ભયંકર ભૂલ છે. કાલ આવ્યા તા (બાબુભાઇ). કાલ બપોરે આવ્યા તા ને, એ એની સાથે માધુરીબેન આવ્યા તા, ડોક્ટર, અને પછી ગયા એ. મને તો એ વખતે કોઇ સ્મરણ નહોતું, પણ માધુરીબેને એક વાત કરી કે તમે બાબુભાઇને વર્ષો પહેલા, આ વાત પૂછીને, તમે આ જવાબ દીધો. એ બાબુભાઇએ મને (માધુરીબેનને) આવીને વાત કરી. મને (માધુરીબેનને) ચોંટ લાગી ગઇ કે ઓહો! આવો જવાબ! જ્ઞાનની સ્વતંત્રપણે ભૂલ, કે જે જ્ઞાન આત્માને ન જાણે એ એની ભુલ! છે આત્માનું જ્ઞાન. પ્રકાશ છે સૂર્યનો અને સૂર્ય નથી જણાતો! પ્રકાશ તો મકાનનો તો નથી, એ તો સૂર્યનો છે, તન્મય છે. આહાહા!

મુમુક્ષુ:- અને સ્વતંત્ર ભૂલ ખ્યાલમાં આવેને તો સ્વતંત્રપણે નીકળી જાય.

ઉત્તર:- નીકળી જાય. ખલાસ-ખલાસ!

મુમુક્ષુ:- અને ખ્યાલ આવી જાયને જેનું છે એને જાણતો નથી.

ઉત્તર:- જાણતો નથી, એ મારી ભૂલ છે. આને જાણવા રોકાય છે, ખોટું છે, જ્ઞાન નું નથી. આહાહા!

દયાના પરિણામ થાય, થાય લખ્યું છે, હોં! કરે એમ નથી લખ્યું. થાય, થવાયોગ્ય પરિણામ તો સાધકને પણ દયા, દાન, કરુણા, કોમળતાના પરિણામ થવા યોગ્ય, આવવા યોગ્ય, આવે ને જાય. હવે એને એ જ્ઞાન જાણે પણ ખરું સાધક, જાણેલો પ્રયોજનવાન કહ્યું છેને? તો પોતાને જાણતાં-જાણતાં એ જણાય છે. એ જણાય છે, ખરેખર એને જાણતો નથી. એ વાત આવી ગઇ છે આપણે, સમજી ગયા? છતાં પણ ત્યાંથી શરૂઆત કરી.

દયાના પરિણામ થાય તેને જાણનારી ક્રિયા એટલે જ્ઞાનની ક્રિયા આત્માની છે. દયાના પરિણામ આત્માના નથી. પણ દયા જે જ્ઞાનમાં જણાય તે જ્ઞાનની ક્રિયા આત્માની છે. કેમકે એની સાથે અભેદ છે. જ્ઞાનની ક્રિયા આત્માની સાથે અભેદ છે અને દયાના પરિણામ પુદગલની સાથે અભિન્ન છે. દયાના પરિણામ આત્માનું કર્મ પણ નથી અને જ્ઞાનનું જ્ઞેય પણ નથી.

દયાના પરિણામ થાય તેને જાણનારી ક્રિયા આત્માની છે ને તે એનું જ્ઞેય છે. આત્માનું જ્ઞેય શું? દયાના પરિણામ જ્ઞેય નહિ પણ દયા જેમાં જણાય, જ્ઞાનની પર્યાયમાં, જ્ઞાન શબ્દ વાપર્યો છે. જ્ઞાન શબ્દ વાપર્યો એમાં તમારે લઇ લેવું જોઈએ, જ્યારે જ્ઞાન વાપર્યુ હોય ત્યારે એમાં આત્મા જણાય તો એનું નામ જ્ઞાન કહેવાય. જો આત્મા એમાં ન જણાય તો જ્ઞાન ન કહેવાય, અજ્ઞાન કહેવાય. જ્ઞાન કહેતાં જ સમજી લેવું કે તન્મય થઇને આત્મા એમાં જણાય રહ્યો છે. જ્ઞાનની વ્યાખ્યા જ આ છે. આત્માની છે ને તે નું જ્ઞેય છે, આત્મા જ્ઞાતા અને આત્માના પરિણામ એ જ્ઞાનનું જ્ઞેય. પણ જે ઓલું નિમિત્ત છે દયા, એ જ્ઞેય નથી.

મુમુક્ષુ:- કેમકે એ આત્માના પરિણામ નથી.

ઉત્તર:- આત્માના પરિણામ નથી. માટે એનું જ્ઞેય થતું નથી. જ્ઞાન અને જ્ઞેય અભેદ હોય. જ્ઞાન અને જ્ઞેયની જાત એક હોય. આત્મા જ્ઞાન અને દયાના પરિણામ જ્ઞે, જાત જુદી માટે નથી, એમ! એકવાર આપણે વાત થઇ તી. આવી ગઇ હતી ને? હા!

મુમુક્ષુ:- જ્ઞાન જ્ઞેયની જાતિ ભેદ ન હોય.

ઉત્તર:- જ્ઞાન અને જ્ઞેયની જાતિ ભેદ ન હોય. અને બીજું તન્મય થઇને જાણે, ભિન્ન રહીને ન જાણે. આહાહા! અભિન્ન રહીને જાણે, અભિન્ન થઇને જાણે, અભિન્ન રહીને જાણે. આહાહા! જ્ઞાન અને આત્મા તો એક વસ્તુ છે, એ કાંઇ જુદી વસ્તુ નથી. સમજી ગયા? અને દયાના પરિણામ તો જુદા છે, આશ્રવતત્ત્વ છે. એ કાંઇ જીવતત્ત્વ નથી, જીવના પરિણામ પણ નથી. (જાણનારી ક્રિયા) આત્માની છે અને તે એનું જ્ઞેય છે, આત્માનું જ્ઞેય, દયાના પરિણામ જ્ઞેય નહિ.

મુમુક્ષુ:- પણ જે જ્ઞાનની પર્યાય.

ઉત્તર:- થઇ, જાણવાની ક્રિયા થઇ કે જેમાં દયા જણાય છે અને દયાળુ ભગવાન આત્મા પણ જણાય છે, એમ! વી જે જ્ઞાનની પર્યાય, એ જ્ઞાનનું જ્ઞેય છે, એમ! એવો જ્ઞાતા-જ્ઞેયનો ભેદ કરો તો છે. આત્મા જ્ઞાતા અને આત્માની જ્ઞાનની પર્યાય જ્ઞેય, એવો જો ભેદ કરો તો છે. અભેદ કરો તો એ પણ નથી. તો-તો આત્મા જ જ્ઞાતા ને આત્મા જ જ્ઞેય. જ્ઞાનની પર્યાય જ્ઞેય નીકળી ગયું. એનું નામ નિર્વિકલ્પ અનુભવ છે. નિર્વિકલ્પ અનુભવમાં આ સ્થિતિ થાય છે.

પણ, હવે આગળ, પણ દયાના પરિણામ પરમાર્થે આત્માના નથી. જ્ઞાન તો આત્માનું છે. પણ દયાના પરિણામ પરમાર્થે એટલે ખરેખર એ આત્માના નથી, એ આત્માના પરિણામ જ નથી. ને પરમાર્થે તે આત્માનું જ્ઞેય પણ નથી. યાના પરિણામ જ્ઞેય નથી. દયા જેમાં જણાય એવી જ્ઞાનની પર્યાય જ્ઞાનનું જ્ઞેય છે, ભેદ અપેક્ષાએ. અભેદ અપેક્ષાએ તો આત્મા જ જ્ઞાતા અને આત્મા જ જ્ઞેય. આહાહા! દયાના પરિણામ પરમાર્થે આત્માના નથી. એ આત્માની ચીજ ક્યાં છે? અણમળતો ભાવ છે. સામાન્યનું વિશેષ ક્યાં છે એ? દયાના પરિણામ કાંઇ સામાન્યનું વિશેષ નથી. આહાહા!

અને પરમાર્થે તે આત્માનું જ્ઞેય નથી. વ્યવહારનયે ભલે તેને જ્ઞેય કહેવાય, પણ નિશ્ચયનયથી જોવામાં આવે તો એ જ્ઞાનનું જ્ઞેય નથી. કર્તાનું કર્મ તો નથી, કર્તાનું કર્મ તો દૂર રહો, પણ જ્ઞાનનું જ્ઞેય પણ નથી. તો જ્ઞાનનું જ્ઞેય શું છે? કે જ્ઞાનની પર્યાય જ્ઞાનનું જ્ઞેય છે અને આત્મા એનો જ્ઞાતા છે. એટલો ભેદ નીકળી જાય તો આત્મા જ જ્ઞાતા અને આત્મા જ જ્ઞેય, બસ! આ પારો બહુ ઊંચો છે એટલે જરા વધારે સ્પષ્ટીકરણ કરીએ એક ને એક વાત તો બેસે, નહીંતર બેસે નહિ ઘડીકમાં.

હવે કોઇને થાય કે આ તે વળી કેવો ધર્મ? ભૂખ્યાને ભોજન આપવું, તરસ્યાને પાણી આપવું, નાગાને કપડા દેવા, ને માંદાની માવજત કરવી-એવી કોઇ વાત તો સમજાય. એવી જો ધર્મની વાત કરે તો-તો સમજાય. આ વળી શું માંડી છે? આ જ્ઞેય નહિ, આ કર્મ નહિ ને આ અભેદપણે જ્ઞેય ને આ ભેદપણે જ્ઞેય, આ શું માંડી છે? કાંઇક એવી વાત કરે તો સમજાય. માંદાને કાંઈક...

મુમુક્ષુ:- પહેલી વાતથી તો કાયેમ કર્યું, પણ કાંઇ એનો આવ્યો જ નહિ સાર. હવે આ જ વાત કરવાની છે.

ઉત્તર:- ઓમાં અંત આવ્યો નહિ સંસારનો. આ તો સંસારના અંતની વાત છે. અથવા બેન! એવું છે, જેને અંત આવી રહ્યો છે અંતરથી, એને આ વાત કાન ઉપર આવે. કાન ઉપર આવ્યા પછી જો અંરથી હકાર આવતો હોય તો સમજી લેવું કે અંત છે આ જીવના (સંસારનો). વર્તમાન ભાવિનું સૂચક છે. વર્તમાન ભાવિનું સૂચક છે કે હવે આ જીવ નીકળી જાશે. અંરથી એને હકાર આવે છેને, આહાહા! આ વાત અંતરની છે, અંતરની છે. સહજ એ પોતે જ જાણે, બીજો ન જાણી શકે. પોતે જાણી શકે કે મને શેમાં ઉલ્લાસ આવે છે, અંદરમાંથી.

હવે કોઈને થાય કે આ તે વળી કેવો ધર્મ? ભૂખ્યાને ભોજન આપવું, તરસ્યાને પાણી આપવું, નાગાને કપડા દેવા ને, માંદાની માવજત કરવી-વી કોઇ વાત તો સમજાય. અરે ભાઈ! એ તો બધી રાગની ક્રિયા બાપુ! અનંતવાર તેં કરી. અને અનંતવાર સ્વર્ગમાં પણ, સ્વર્ગનો દેવ થયો અનંતવાર, એક-બે વાર નહિ. આહાહા! નારકીના ભવ કરતાં (અસંખ્યાત) ગુણા (દેવના) ભવ કર્યા કેમ કે પાપ ઓછું કર્યું છે અને પુણ્ય વધારે કર્યું છે. એટલે પાપથી તો નરકમાં ગયો પણ પુણ્ય બહુ કર્યું, અનંતવાર પુણ્ય કર્યું, તો એના કરતાં અસંખ્યાત ગુણા સ્વર્ગના ભવ કર્યા. પણ ભવનો અંત ન આવ્યો.

મુમુક્ષુ:- ભવ છેદાણા નહિ.

ઉત્તર:- ભવ છેદાણા નહિ. આહાહા!

એ તો બધી રાગની ક્રિયા બાપુ! તે કાળે જડની ક્રિયા તો જડમાં થવા યોગ્ય થઇ, તે ક્રિયા તારી નહિ, ને રાગની ક્રિયા પણ તારી નથી. આત્માની નહિ? રાગ થાય, એ આત્માનો નહિ? આત્મા ને કરતો નથી? ના, આહાહા! આત્માનું જ્ઞાન કરે છે, એ પણ વ્યવહાર છે. તો આ રાગ કરે છે એ તો અજ્ઞાનમાં ગયું. એ વ્યવહાર પણ નથી, એ તો અજ્ઞાનમાં જાય છે. આહાહા! તે કાળે જડની ક્રિયા તો જડમાં થવાયોગ્ય થઈ, તે ક્રિયા તારી નહિ, ને રાગની ક્રિયા પણ તારી નથી. અરે, તે કાળે રાગનું જ્ઞાન થયું, રાગનું જ્ઞાન થયું તે જ્ઞાન રાગનું નથી. દયાના પરિણામનું જ્ઞાન થયું તે જ્ઞાન દયાનું નથી, રાગનું નથી, એ તો આત્માનું છે જ્ઞાન. રાગનું જ્ઞાન જો હોય તો-તો રાગરૂપ થઇ જાય જ્ઞાન.

મુમુક્ષુ:- રાગરૂપ થઇ જાવું જોઈએ, બરાબર છે.

ઉત્તર:- તો રાગનું જ્ઞાન કહેવાય.

મુમુક્ષુ:- તો માનીએ કે રાગનું છે.

ઉત્તર:- બરાબર છે. પણ રાગનું જ્ઞાન તો કોઇને થતું નથી. રાગનું જ્ઞાન કે શરીરનું જ્ઞાન કોઇને ન થાય.

મુમુક્ષુ:- તો તો જ્ઞાને એ રૂપે થઇ જવું જોઇએ.

ઉત્તર:- એ રૂપે થઇ જવું જોઇએ. તો-તો શરીરનું જ્ઞાન થાય.

મુમુક્ષુ:- તો-તો અમે કૂબલ કરીએ.

ઉત્તર:- કે છ દ્રવ્યનું જ્ઞાન થયું, દેવ-ગુરુ-શાસ્ત્રનું જ્ઞાન થયું. દેવ-ગુરુ-શાસ્ત્રનું જ્ઞાન કોઇ દિવસ ન થાય. આહાહા!

તે જ્ઞાન રાગનું નથી, રાગ તેમાં પેઠો નથી, જ્ઞાનમાં. આત્મજ્ઞાનમાં (રાગ) પેઠો નથી, આહાહા! જાણવાની ક્રિયા તારા અસ્તિત્વમાં થઇ છે તે તારી છે. તારી સત્તામાં થાય છે, દ્રવ્ય-ગુણ ને પર્યાય. તારી સત્તામાં પર્યાય થાય છે, જેમાં આત્મા જણાયા કરે છે એ તારું અસ્તિત્વ , હોવાપણું એમાં. અને તે ખરેખર તારું જ્ઞેય છે. જ્ઞાનની પર્યાય તારું જ્ઞેય છે, પણ ભેદ અપેક્ષાએ. સવિકલ્પમાં જ્ઞેય છે. જ્ઞાનની પર્યાય સવિકલ્પમાં જ્ઞાનનું જ્ઞેય અને નિર્વિકલ્પ ધ્યાનમાં આત્મા જ્ઞેય થાય છે. જ્ઞાનની પર્યાય જ્ઞેય ન હોય. પછી સ્વપરપ્રકાશકની વાત લેવી છે, બહેને આજ કહ્યું સવારે કે થોડું લઇ લેજો. આ પૂરું થઇ જાય એટલે લઇ લેશું પછી. આહાહા!

જાણવાની ક્રિયા તારા અસ્તિત્વમાં થઇ છે તે તારી છે, અને તે ખરેખર તારું જ્ઞેય છે, રાગાદિ પરમાર્થે તારા જ્ઞેય નથી. આહાહા! સમજાય છે કાંઇ? જો એને તું એમ માનિશ કે હું જ્ઞાતા ને એ મારું જ્ઞેય તો તું કર્તા ને એ તારું કર્મ થઇ જશે. જ્ઞાતા-જ્ઞેયના નામે પણ કર્તા-કર્મ ઊભું થશે. રાગને હું જાણું છું ને હું જાણનાર ને એ મારું જ્ઞેય એમ આવ્યું, તો જે જાણે છે તે કર્તા અને જણાય છે તે કર્તાનું કર્મ થઈ જશે.

મુમુક્ષુ:- કર્મ થશે. એ કર્મ થઇ જશે. બરાબર.

ઉત્તર:- એ કર્મ થઇ જશે. માટે રાગને જાણવાનું બંધ કરી દે. અને આત્માને જાણને! આહાહા!

અજ્ઞાની જીવોને આટલું બધું (દયા, દાન આદિને) ઓળંગીને અહીં (જ્ઞાનભાવમાં) આવવું મોટો મેરૂપર્વત ઉપાડવા જેવું લાગે છે. કે બધી ક્રિયા, ધો વ્યવહારનો નિષેધ કરશો? આહાહા! બધી ક્રિયાનો નિષેધ કરશો તો આત્માનું શું થાશે? કે આત્મામાં જાશે, એનું હિત થઇ જશે. વિભાવ ક્રિયાનો નિષેધ તો કરવા જેવો છે, સંતોએ કરાવ્યો છે. આહાહા! પણ આમાં તારું હિત છે ભાઇ! આમાં તારું હિત છે, બાપુ! આહાહા! દયાના પરિણામ કર્તાનું કર્મ નથી અને જ્ઞાનનું જ્ઞેય પણ નથી. એ જાણવાલાયક વસ્તુ નથી.

મુમુક્ષુ:- જાણવાલાયક નથી.

ઉત્તર:- જાણવાલાયક નથી-જાણવાલાયક નથી, કરવાલાયક તો નથી.

મુમુક્ષુ:- ક્યાં વાત લઇ જાય છે?

મુમુક્ષુ:- ત્યાં ઊભો જ ન રહે.

ઉત્તર:- અંદરમાં આવી જાય. ત્યાં ઊભો ન રહે હવે. અંદરમાં આવી જાય.

મુમુક્ષુ:- કરવાલાયક તો દૂર રહો પણ જાણવાલાયક નથી.

ઉત્તર:- તો જાણવાલાયક શું છે?

મુમુક્ષુ:- પોતે.

ઉત્તર:- આવી ગયોને અંદર? બસ! આમ જ અંદર (જવાય). જેને અનુભવ થાય એને આ રીતે જ થાય.

મુમુક્ષુ:- આમ જ થાય, બરાબર! બિલ્કુલ સત્ય વાત છે.

મુમુક્ષુ:- જે ત્રણ દિવસ થયા વાત સાંભળી, એમ થાય આમ જ છે! એવું જ લાગે છે મને.

ઉત્તર:- અંદરથી આવે, અંદરથી આવે, આત્મા છેને?

મુમુક્ષુ:- બહુ વધારે વિશ્વાસ આવે છે.

ઉત્તર:- એમ? તમને ખબર હોય. ખાનગીમાં વાત કરે ને?

મુમુક્ષુ:- મને કહ્યું તું, મને કહ્યું તું, બરાબર યાદ છે.

ઉત્તર:- અજ્ઞાની જીવોને આટલું બધું, આહાહા! (દયા, દાન આદિને) ઓળંગીને અહીં આવવું મોટો મેરૂ પર્વત ઉપાડવા જેવું લાગે છે. પણ આમાં તારું હિત છે ભાઇ! અમે જે વાત કરી છે. તારા હિતની વાત કરીયે છે.

હવે કહે છે- ‘આ રીતે પોતે જ પોતાથી જણાવાયોગ્ય હોવાથી જ્ઞાનમાત્ર ભાવ જ જ્ઞેય છે.’. અભેદ કરી નાખે છે, હવે. પોતે જ એટલે આત્મા , પોતે અભેદ આત્મા જ જણાવાયોગ્ય છે માટે જ્ઞાનમાત્ર ભાવ જ જ્ઞેયરૂપ છે. પર્યાય જ્ઞેયરૂપ નથી હવે, કાઢી નાખી. પર્યાય જ્ઞેયરૂપ હતું, ભેદથી વાત કરી તી ને, હવે અભેદથી વાત કરે છે. કેમ કે પર્યાય છે એ આત્માની છે અને આત્માની સાથે અનન્ય છે. એટલે પરિણામી આત્મા જ જ્ઞેય છે. પરિણામ જ્ઞેય નથી, પરિણામ જ્ઞેય કહેવા એ વ્યવહાર છે, અને પરિણામીને જ્ઞેય કહેવું એ નિશ્ચય છે. જ્ઞાનની પર્યાય ને જ્ઞેય કહેવું તે વ્યવહાર છે. અને પર્યાય પરિણત આખો આત્મા, જે પર્યાયમાં અભેદપણે આત્મા જણાય, એવો પરિણામી આત્મા, તે જ્ઞાનનું જ્ઞેય છે, નિશ્ચય છે. જ્ઞાનની પર્યાયને જ્ઞેય કહેવું તે વ્યવહાર, આહાહા! અને પરિણામી આખા આત્માને જ્ઞાનનું જ્ઞેય કહેવું તે નિશ્ચય છે.

મુમુક્ષુ:- અધ્યાત્મનો વ્યવહાર.

ઉત્તર:- આહાહા!

જ્ઞાનમાત્ર ભાવ જ જ્ઞેયરૂપ છે. વળી પોતે જ પોતાનો જાણનાર હોવાથી પોતે જ પોતાનો, પરનો નહિ.

મુમુક્ષુ:- પોતાનો. પરની વાત જ નથી.

ઉત્તર:- વાત જ નથી, બસ! અનંતકાળ કાઢયો, હવે આમાં આવી જા. બસ! તો કામ થઇ જશે. બહેન! તમને કહ્યું હતું; કે જ્ઞાનીના વચન ઉપર અનન્ય શ્રદ્ધા રાખી અને એને સમજવાની જે કોશિશ કરશે અનુભવીને, ને અનુભવ થઇ જશે. એને સમજવાની કોશિશ કરવી જોઇએ. એ શું કહેવા માગે છે?

મુમુક્ષુ:- એનો ભાવ શું છે?

ઉત્તર:- એનો ભાવ શું? કહેવાનો આશય શું છે? આપણો પક્ષ અને આપણી માન્યતા એક બાજુ મૂકી દેવી, તો સમજાય.

પોતે જ પોતાનો જાણનાર હોવાથી જ્ઞાનમાત્ર ભાવ જ જ્ઞાતા છે. એ જ્ઞેયની વ્યાખ્યા કરી. હવે જ્ઞાતાની વ્યાખ્યા કરી. આ પ્રમાણે જ્ઞાનમાત્ર ભાવ જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા-એ ત્રણે ભાવોયુક્ત, યુક્ત એટલે સહિત, સામાન્યવિશેષરૂપ વસ્તુ છે. સામાન્યવિશેષસ્વરૂપ, દ્રવ્ય, ગુણ ને પર્યાયથી અભેદ આખો આત્મા એ જ્ઞાનનું જ્ઞેય છે. જ્ઞાતા પણ , જ્ઞેય પણ એ અને જ્ઞાન પણ એ. ભેદ નહિ કરવો હવે. ભેદથી સમજાવે છે પણ હવે ભેદને સંકેલીને તમે અભેદમાં આવી જાવ.

જુઓ, આ બધાનો સરવાળો કર્યો. જણાવાયોગ્ય પર પદાર્થો પરમાં રહ્યા છે. જણાવા યોગ્ય પર પદાર્થો પરમાં રહી ગયા, અહીંયાં ન આવ્યા ક્યાંય. અને જાણનારો જાણનારમાં રહેલ છે. જાણનાર પોતે જ્ઞાનરૂપ થયો થકો પોતાને જાણે છે. આહાહા! જાણનાર પોતે જ્ઞાનરૂપ થયો થકો પોતાને જાણે છે, આહાહા! પરને નહિ. આમ આત્મા પોતે જ જણાવા યોગ્ય છે; જ્ઞાનમાત્ર ભાવ પોતાનું જ્ઞેય છે, અભેદ. જ્ઞાનમાત્ર એટલે આખો આત્મા, સામાન્યવિશેષ, દ્રવ્ય-ગુણ-પર્યાયવાળો. પર પદાર્થને જ્ઞેય કહેવો એ વ્યવહાર છે બસ. આહાહા!

વળી પોતે જ પોતાનો જાણનાર હોવાથી જ્ઞાનમાત્ર ભાવ જ જ્ઞાતા છે. જ્ઞાતાની વ્યાખ્યા. જ્ઞાતા કોને કહેવો? કે છ દ્રવ્યને જાણે, લોકાલોકને જાણે, એ જ્ઞાતા નહિ. પોતે પોતાને જાણે છે માટે આત્માનું નામ જ્ઞાતા છે. પોતે જ જણાય છે માટે પોતે જ્ઞેય છે. આહાહા! જ્ઞાતા પણ પોતે, જ્ઞેય પણ પોતે અને જ્ઞાન પણ પોતે જ છે. આહાહા! પરની સાથે પરમાર્થે આત્માને કોઇ સંબંધ નથી. જે જણાય તે પણ પોતાની દશા, જાણનારો પણ પોતે અને જ્ઞાન પણ પોતે જ, આહાહા! જ્ઞાન, જ્ઞાતા, જ્ઞેય ત્રણેય એકરૂપ. હોં! ભેદ નહિ. એકરૂપ આત્મા જ છે. અંતરમાં દૃષ્ટિ મૂકતાં વા ત્રણ ભેદ આત્માના છે એમ રહેતું નથી. સમજાવવા માટે ત્રણ ભેદથી સમજાવીએ છીએ. પણ અમને અનુભવમાં જાઇએ છીએ અંદરમાં ત્યારે આવા ત્રણ ભેદ અમને દેખાતા નથી. આ ભેદ કરીને સમજાવીએ છીએ એ દોષમાં અમે આવીએ છીએ. એ અમને દોષ, ચારિત્રનો રાગ ઉત્પન્ન થાય છે. વિકલ્પ ઉત્પન્ન થાય છે. થોડો ભેદના લક્ષે, અભેદમાં ભેદ કર્યો ને? તો એટલો રાગ ઉત્પન્ન થાય છે.

મુમુક્ષુ:- એ ઇન્દ્રિયજ્ઞાન થયું ને?

ઉત્તર:- ઇન્દ્રિયજ્ઞાન બસ! ઊભું થઈ ગયું ઇન્દ્રિયજ્ઞાન.

મુમુક્ષુ:- વિકલ્પવાળું જ્ઞાન થઇ ગયું.

ઉત્તર:- વિકલ્પવાળું જ્ઞાન થઇ ગયું. પછી કહે છે અભેદમાં જાઇએ છીએ ત્યારે ત્રણ ભેદ દેખાતા નથી.

આવા ત્રણ ભેદ આત્માના છે એમ રહેતું નથી. પર વસ્તુ જ્ઞેય અને પોતે જ્ઞાતા એ તો ક્યાંય વાત રહી ગયી. આહાહા! શું કહ્યું? પર વસ્તુ જ્ઞેય, દેવ-ગુરુ-શાસ્ત્ર જ્ઞેય, અને પોતે જ્ઞાતા એ તો ક્યાંય રહી ગયું. દૂર, આહાહા! હજારો માઇલ છેટું છે. પોતે જ જ્ઞેય, પોતે જ જ્ઞાન, ને પોતે જ જ્ઞાતા - એવા ત્રણ ભેદ પણ અંતરદૃષ્ટિમાં સમાતા નથી. આમાં પણ અનુભવમાં બાધક (છે), અનુભવ ન થાય, આહાહા! બધુ અભેદ એકરૂપ અનુભવાય છે. બધું અભેદ એકરૂપ અનુભવાય છે. જ્ઞાન, જ્ઞેય ને જ્ઞાતા ત્રણેનું એકરૂપ અનુભવાય છે, આહાહા! આ લોટ ને આ સાકર ને આ ઘી એમ ત્રણ ભેદ દેખાતા નથી. હલવો ખાયને, જ્યારે ખાવા બેસે, ત્યારે ભેદ દેખાય?

મુમુક્ષુ:- ના! એ તો મજા માણે. હલવો એકરૂપ દેખાય છે.

ઉત્તર:- એકરૂપ દેખાય છે. હલવો ખાઉં છું. એ એમ નથી કહેતો કે લોટને ખાઉં છું ને ગળપણને ચાખું છું ને ઘીનો સ્વાદ લઉં છું. એમ-એમ જુએ? એમાં ત્રણ ભેદ છે, ખરા! પણ ત્રણ ભેદને જોતો નથી.

મુમુક્ષુ:- એ તો હલવાને ખાય છે. મેસૂબને ખાય છે.

ઉત્તર:- હલવાને ખાય છે. મેસૂબને ખાય છે.

મુમુક્ષુ:- પાછો આનંદ આવે ત્યારે.

ઉત્તર:- આનંદ આવે. એમાં આનંદ આવે.

મુમુક્ષુ:- વિચાર કરે તો આનંદ ન આવે.

ઉત્તર:- ન આવે.

મુમુક્ષુ:- એકરૂપ સ્વાદ માણી રહ્યો છે.

ઉત્તર:- આહાહા! ચમત્કારિક વાત બહાર આવી છે. લાયક જીવનું કામ થશે. અસાધારણ પુરુષ થયો છે. અસાધારણ પુરુષ. જાણે આપણા માટે જ એણે જન્મ લીધો હોય, આહાહા! અને એણે જન્મ લીધા પછી આપણે, આહાહા! દૂર-દૂરથી જેમ લોહચુંબક સોયને ખેંચે તેમ આપણને ખેંચી લીધા. સંસારમાંથી આપણને ખેંચી લીધા. આહાહા! કોઇ લંડન હતા, નૈરોબી હતા, કોઇ શિકોહાબાદ, કોઇ વેરાવળ, આહાહા! કોઇ રાજકોટ હતા, સમજી ગયા! પ્રવિણભાઇ! બધાને ખેંચાયને, આહાહા! લોહચુંબક પાસે સોય વહી ગઇ. કાટ વગરની સોય ખેંચાય, કાટવાળી ન ખેંચાય.

મુમુક્ષુ:- કાટવાળી ન ખેંચાય. જેને કાટ લાગ્યો હોય તે ન ખેંચાય.

ઉત્તર:- એટલે નિકટભવી હોય, એ ખેંચાય એમ કહેવાનું મારો (આશય) છે.

મુમુક્ષુ:- પરમ સત્ય, પરમ સત્ય.

ઉત્તર:- આહાહા! આનું નામ ધર્મ છે. બધુ અભેદ એકરૂપ અનુભવાય છે. લ્યો, આનું નામ ધર્મ છે; જેમાં સામાન્યનેવિશેષનું અભેદપણું પ્રાપ્ત-સિદ્ધ થયું તે ધર્મ છે. આહાહા! જે પુરુષ કહે છે કે સામાન્યને વિશેષ અડતું નથી. જે પુરુષ એમ કહે છે કે જ્ઞાયકને નિર્મળ પર્યાય સ્પર્શ કરતી નથી, વિશેષ અડતું નથી. આ અવ્યક્તના બોલમાં કહ્યું કે પર્યાય અડતી નથી માટે અવ્યક્ત આત્મા રહી ગયો. નિર્મળ પર્યાય દ્રવ્યને અડે નહિ, સ્પર્શે નહિ, એ પુરુષ એમ કહે છે, આહાહા! જુઓ તો ખરા! ઉપર ચોટે વિરોધ લાગે, પણ અવિરોધ છે. આવું સ્વરૂપ છે આ જ્ઞેયનું સ્વરૂપ છે. ઓલું ધ્યેયનું સ્વરૂપ, આ જ્ઞેયનું સ્વરૂપ. ધ્યેયમાં પર્યાય અડતી નથી, સાચી વાત છે. અને જ્ઞેયમાં અડયા વિના રહેતી નથી. આ જ્ઞેયનું સ્વરૂપ બતાવ્યુંને, સામાન્ય-વિશેષ? બેય લીધુંને? દાંડી પીટીને પિસ્તાળીસ વર્ષ સુધી કહ્યું. નિર્મળ પર્યાય અડે નહિ, પ્રદેશ ભેદ છે જા. અરે! અને આ તમે શું કહો છો? આ બરાબર છે. આ જ્ઞેયનું સ્વરૂપ છે.

મુમુક્ષુ:- આ જ્ઞેય છે.

ઉત્તર:- આ જ્ઞેય છે. આવું જ્ઞેય છે.

મુમુક્ષુ:- ઓલું જ્ઞેય નથી. આ જ્ઞેય છે.

ઉત્તર:- આ જ્ઞેય છે.

મુમુક્ષુ:- જ્ઞેય પણ આ છે.

ઉત્તર:- (જ્ઞેય) છે, રાગ તારું જ્ઞેય નથી.

સામાન્યવિશેષનું અભેદપણું પ્રાપ્ત-સિદ્ધ થયું તે ધર્મ છે. 'सम्यग्दर्शनज्ञानचारित्रािणि मोक्षमार्ग:' (મોક્ષશાસ્ત્ર, પ્રથમ અધ્યાય, સૂત્ર ૧) અહીંથી શરૂ થાય છે, બસ!

આહાહા! 'આવો જ્ઞાનમાત્ર ભાવ હું છું' એમ અનુભવ કરનાર પુરુષ અનુભવે છે. જ્ઞાતા પણ હું, જ્ઞાન પણ હું ને જ્ઞેય પણ હું-એમ ત્રણયે એક હું-આવો જે જ્ઞાનમાત્ર ભાવ તે હું છું એમ અનુભવ કરનાર પુરુષ પોતાને અનુભવે છે. આવો અનુભવ થવો તે ધર્મ છે, આહાહા! ધર્મ બધાને કરવો છે પણ આત્મા શું એનો વિચાર નથી કરતા. વિપરીત વિચારે ચડી જાય.

'અનુભવ' - અનુ નામ અનુસરીને, ભવ નામ ભવન થવું; આત્માને જ્ઞાનમાત્ર વસ્તુને - અનુસરીને થવું તે અનુભવ છે ને તે ધર્મ છે. આ સિવાય રાગને અનુસરીને થવારૂપ જે અનેક ક્રિયાઓ છે એ બધો સંસાર છે, એ બધું રણમાં પોક મૂકવા જેવું છેે. કોઇ સાંભળશે નહિ તને.

આહાહા! અનુભવ કરનાર પુરુષ એમ અનુભવે છે કે, આહાહા! જો જો હવે હોં! ક્લોઝીંગમાં (closing) આવ્યું છે, સરસ! જાણનારેય હું, જ્ઞાનેય હું, ને જણવાયોગ્ય જ્ઞેય પણ હું જ છું. આ ત્રણેના અભેદની દૃષ્ટિ થતાં એને સ્વાનુભવ પ્રગટ થયો છે, ને તેમાં એને અતીન્દ્રિય આનંદના સ્વાદનું વેદન પ્રગટ થયું હોય છે. આનંદ આવ્યો છે આમાં. ને સમકિત અને ધર્મ કહે છે. આનું નામ સમ્યગ્દર્શન છે, અનુભવ દશાનું નામ.

જુઓ, અહીં સામાન્ય-વિશેષ બેય ભેગું લીધું છે, કેમકે પ્રમાણજ્ઞાન કરાવવું છે. પ્રમાણજ્ઞાનમાં વસ્તુ ત્રિકાળી સત્, એની શક્તિઓ ત્રિકાળી સત્ અને એની પર્યાય, વર્તમાન પર્યાય એ ત્રણે થઇને વસ્તુ આત્મા કહ્યો છે. એમાં શરીર, મન, વાણી, કર્મ, ને વિકાર ઇત્યાદિ ન આવે. એ તો બહારમાં જાય છે. એમાં ન આવે. અભેદ આત્મામાં પોતાનું જ્ઞાનમાં, જ્ઞાનમય છે, આહાહા! જ્ઞાન, જ્ઞેય ને જ્ઞાતા, ત્રણેમાં જ્ઞાન વ્યાપે છે, ચેતના વ્યાપે છે ત્રણેમાં. એ અભેદ એકરૂપ છે. અનુભવ એનું નામ સમ્યગ્દર્શન છે, આહાહા! લ્યો! પૂરું થઈ ગયું. કેટલા ચાર દિ' ચાલ્યા? ચાર દિ' કે પાંચ દિ’?

મુમુક્ષુ:- ચાર દિવસ.

ઉત્તર:- ચાર દિવસ, દસ પાના.

મુમુક્ષુ:- બધાને એમ થાય કે કેમ થાતું નથી? આપણે એમ કહીએ કેમ હું આટલું બધુ વાંચુ છું ને આમ કેમ થાતું નથી પણ હવે સાચા માર્ગે જ ન હોય તો ક્યાંથી થાય?

ઉત્તર:- ખોટો માર્ગ હોય, એમાં આવે ક્યાંથી અનુભવ? શ્રદ્ધા ખોટી છે, જ્ઞાન ખોટું છે..

મુમુક્ષુ:- શ્રદ્ધામાં ભૂલ છે.

ઉત્તર:- ભૂલ છે.

હવે એક બહેને સવારના એક પ્રશ્ન કર્યો. પ્રશ્ન એટલે આ ચર્ચવા જેવું છે એમ પોતાને લાગ્યું. મેં કીધું શું? તો કહે, સ્વપરપ્રકાશક વિશે થોડી વાત કરજો. ‘સ્વપરપ્રકાશક’ એના વિષે ભ્રાંતિ બહુ ચાલે છે. એના નામે, ‘સ્વપરપ્રકાશક’ એના નામે એક ભ્રાંતિ રહી જાય છે, કે જે સૂક્ષ્મ છે. ભણેલાની ભૂલ થાય છે, સ્વપરપ્રકાશકમાં. સ્વપરપ્રકાશક છે, એ વ્યવહાર છે. સ્વ પોતાનો આત્મા જણાય અને પર પણ જણાય. એમ પરને ભેળવેને તો પ્રમાણજ્ઞાન, જ્ઞાનની પર્યાયનું પ્રમાણ, જ્ઞાનની પર્યાયનું હોં!

દ્રવ્યમાં પર્યાયને ભેળવે તો દ્રવ્યનું પ્રમાણ. પણ જ્ઞાનની પર્યાયમાં સ્વ પણ જણાય અને પર પણ જણાય એમાં ભેળવે તો જ્ઞાનની પર્યાયનું પ્રમાણ. એ પ્રમાણ છેને, એ વ્યવહાર છે. એ વ્યવહારથમાંથી નિશ્ચય કાઢવો જોઇએ. સ્વપરપ્રકાશક છે ખરું, સ્વનો પ્રતિભાસ થાય ને પરનો પ્રતિભાસ થાય. દર્પણમાં જેમ બેયનો પ્રતિભાસ થાય, એમ જ્ઞાનની પર્યાય સ્વચ્છ છે અને એમાં જ્ઞાયકનો પણ પ્રતિભાસ થાય અને દેહાદિ રાગાદિનો પણ પ્રતિભાસ તો થાય. સમજી ગયા? એવું સ્વપરપ્રકાશકપણું છે ખરું, જ્ઞાનની પર્યાયનું. આત્મામાં સ્વપરપ્રકાશક નથી, એ તો નિષ્ક્રિય છે.

પણ જ્ઞાનની પર્યાયમાં સ્વપરપ્રકાશકપણું છે, છે તો બંધ અને મોક્ષમાર્ગ સિદ્ધ થયો. સ્વ અને પર બેયનો પ્રતિભા થાય છે તો જ મિથ્યાત્વ અને તો જ સમ્યગ્દર્શન થાય સિદ્ધ. કેવી રીતે? કે જ્ઞાનની પર્યાયમાં રાગાદિ ને દેહાદિ જણાય. અને જાણીને એ મારા કહે તો બંધ માર્ગ. હવે જો જ્ઞાનની પર્યાયમાં દેહાદિ જણાય જ નહિ, તો મમતા થાય નહિ. માટે જણાય છે એ હકીકત છે. નથી જણાતું એમ નહિ. જણાય છે, પ્રતિભાસે છે. તો એને જાણતાં જ, જ્ઞાનમાં રાગને જાણતાં હું રાગી, જ્ઞાનમાં દુ:ખને જાણતા હું દુ:ખી, જ્ઞાનમાં દેહને જાણતાં હું દેહી, જ્ઞાનમાં મનુષ્યની પર્યાય જણાતા હું મનુષ્ય. એમ સ્વપરપ્રકાશકમાંથી એ પરના પ્રતિભાને ઉપયોગાત્મક કરે છે અને સ્વના પ્રતિભાસને તિરોભૂૃત કરી નાખે છે. જણાય છે તો બેય, બેય જણાય છે એક સમયમાં હોં! પણ એ સમયમાં બેનો ઉપયોગ ન હોય.

મુમુક્ષુ:- ઉપયોગ એકનો હોય.

ઉત્તર:- જણાય છે બે. હવે જો એ ઉપયોગમાં એમ આવે મને કે, આહાહા! આ દેહ જણાય છે મારો, રાગ જણાય છે તો મારો. જે જણાય પર, એમાં મારાપણું કરે તો મિથ્યાત્વ-અજ્ઞાન થઇ જાય છે. હવે, એ સ્વપરપ્રકાશકમાં, શાસ્ત્રકાર ને જ્ઞાની એમ કહે છે કે તારા જ્ઞાનમાં એકલો દેહ ક્યાં જણાય છે? તારા જ્ઞાનમાં તો જ્ઞાયક જણાય છે. ને લેને, એમાં હું પણ કરને. આ દેહમાં હુંપણું ને મારાપણું ક્યાં કરવા મંડયો? કે સાહેબ! કે હાં, સ્વપરપ્રકાશક છે માટે આત્મા જણાય છે. એકાંતે પરપ્રકાશ નથી.

તારા જ્ઞાનમાં તારો, બાળગોપાળ સૌને, ભગવાન આત્મા જણાય રહ્યો છે. એમ? મને જણાય છે? કે હા જણાય છે. જણાય છેને, એટલે જણાઇ જશે. જણાતો ન હોય તો ન જણા. ત્યારે પાછો ફરે છે એ, કે આ (પર) મારા જ્ઞાનનું જ્ઞેય નથી. મારા જ્ઞાનમાં તો મારો આત્મા જણાય છે. જો હવે, એ જ્યારે ઉપયોગ પર તરફથી હટયું, હટી ગયું, ઇન્દ્રિયજ્ઞાન ગયું, સમજી ગયા? અને એ જ્ઞાન ઉપયોગમાં જ્ઞાયક જણાય છે. પછી જ્ઞાન ઉપયોગમાં જ્ઞાયક જ જણાય છે તે જ હું છું, તો એમાં શુદ્ધ ઉપયોગ થઇ જાય. તો માં એ વખતે એને પરપ્રકાશક મટી ગયું. પરપ્રકાશકનું ક્યાં રહ્યું એ ટાણે? પર ક્યાં જણાય છે? ઉપયોગ અંદરમાં ગયોને? એકલો આત્મા જણાય છે. તો એ સ્વપ્રકાશક જ્ઞાનમાં અનુભવ થાય. અનુભવ થાય, નિર્વિકલ્પ ધ્યાનમાં.

હવે, એ સ્વપ્રકાશકથી અનુભવ થયો એ કારણ, અને અંદરમાં સ્વપરપ્રકાશકનું જ્ઞાન થયું. શું સ્વપરપ્રકાશક? જ્ઞાને જ્ઞાનને જાણ્યું અને જ્ઞાને આનંદને પણ જાણ્યો. એ અંદરનું સ્વપરપ્રકાશક પ્રગટ થયું એ કાર્ય. ઓલું કારણ ને આ કાર્ય. એવું નિર્વિકલ્પ ધ્યાનમાં સ્વપ્રકાશક પૂર્વક સ્વપરપ્રકાશક, એ બેય નિશ્ચય. સ્વપ્રકાશક પણ નિશ્ચય અને સ્વપરપ્રકાશક પણ નિશ્ચય. વ્યવહાર નથી, નિશ્ચય છે. કેમકે એક આત્મા આશ્રિત છે, એમાં બીજાને ભેળવયું નથી આપણે.

મુમુક્ષુ:- બીજાની અપેક્ષા નથી.

ઉત્તર:- (બીજાની) અપેક્ષા નથી. આત્મા જ છે એમ. સમજી ગયા? જ્ઞાનને જાણે છે તો પણ આત્મા અને આનંદ પણ આત્મા. તો અંદર સ્વપરપ્રકાશક એક નવું પ્રગટ થાય છે. અનંતકાળથી આ સ્વપરપ્રકાશક પ્રગટ નથી થયું. કાર્ય પ્રગટ નથી થયું કેમકે કારણમાં આવ્યોં નથી એટલે કાર્ય પ્રગટ થતું નથી. એને કારણ પકડવું જોઇએ કે મને જાણનાર જણાય છે, પર જણાતું નથી. મને આનંદ પણ જણાતો નથી, કેમ કે એ પર્યાય છે. પર્યાયને જાણવું મારો ધર્મ નથી, એટલો નિષેધ અંદરમાં આવે ત્યારે સામાન્ય તરફ ઉપયોગ વળી જાય છે. અનુભવ થાય છે, અને જ સમયે આનંદ જણાયા વગર રહેતો નથી.

મુમુક્ષુ:- એ જ સમયે?

ઉત્તર:- એક જ સમય છે.

મુમુક્ષુ:- સમય એક.

ઉત્તર:- સમય એક. સામાન્યને જ્યારે જાણે છે ત્યારે સામાન્ય વિશેષ બેય જણાઇ જાય છે.

Page 12

Report errors: AtmaDharma.com@gmail.com or Telegram

Version 1