﻿WEBVTT

00:00:43.885 --> 00:01:03.220
શ્રી સમયસાર પરમાગમ શાસ્ત્ર, તેનો પ્રથમ
જીવ નામનો અધિકાર, ગાથા ૩ એનો ભાવાર્થ.

00:01:03.240 --> 00:01:15.576
નિશ્ચયથી સર્વ પદાર્થ પોતપોતાના સ્વભાવમાં
સ્થિત રહ્યે જ શોભા પામે છે.

00:01:15.600 --> 00:01:24.216
પરંતુ જીવ નામના પદાર્થની અનાદિ કાળથી
પુદ્દગલકર્મ સાથે નિમિત્તરૂપ બંધ-અવસ્થા છે;

00:01:24.240 --> 00:01:36.136
તે બંધાવસ્થાથી આ જીવમાં વિસંવાદ ખડો થાય છે..

00:01:36.160 --> 00:01:44.376
ઝઘડો દુઃખ:દાયક સ્થિતિ ખડી થાય છે.
તેથી તે શોભા પામતો નથી. જીવ.

00:01:44.400 --> 00:01:52.736
બીજાની સાથે સંબંધ થાય એમાં જીવનું
બિલકુલ હિત નથી. અહિત થાય છે, એમ.

00:01:52.760 --> 00:02:01.976
માટે વાસ્તવિક રીતે વિચારવામાં આવે તો
એકપણું જ સુંદર છે; તેનાથી આ જીવ શોભા પામે છે.

00:02:02.000 --> 00:02:11.127
અહીં છએ દ્રવ્યની વાત કરી હતી.
છએ દ્રવ્ય એકપણામાં રહે તો શોભા પામે છે.

00:02:11.151 --> 00:02:23.096
દ્રવ્ય-ગુણ-પર્યાય એ સાત પ્રકારથી વાત કરી છે.
ઉપરમાં જે કહ્યું નિશ્ચયથી સર્વ પદાર્થ,
નિશ્ચયથી એટલે જ્ઞેય પ્રધાન નિશ્ચય છે.

00:02:23.120 --> 00:02:38.856
હવે, તે એકત્વની અસુલભતા બતાવે છે:- ગાથા-૪.

00:02:38.880 --> 00:02:50.496
શ્રુત-પરિચિત-અનુભૂત સર્વને કામભોગબંધનની કથા;
પરથી જુદા એકત્વની ઉપલબ્ધિ કેવળ સુલભ ના.

00:02:50.520 --> 00:02:55.536
એટલે દુર્લભ છે.

00:02:55.560 --> 00:03:10.016
ટીકા:- આ સમસ્ત જીવલોકને, એટલે લોકમાં
રહેલા જીવોને કામભોગ સંબંધી કથા એટલે ભાવ,

00:03:10.040 --> 00:03:22.376
કરવું ને ભોગવવું અથવા કર્મચેતના અને
કર્મફળચેતના એ સંબધી જે ભાવ વ્યવસાય સ્વરૂપ

00:03:22.400 --> 00:03:31.256
એકપણાથી વિરૂદ્ધ હોવાથી અત્યન્ત
વિસંવાદી છે. સર્વથા દુઃખદાયક છે.

00:03:31.280 --> 00:03:42.576
<b>(આત્માનું અત્યંત બૂરૂં કરનારી છે)</b>
કામ અને  ભોગની કથા. ભાવાર્થમાં કામનો
અર્થ કર્યો છે. વિષયોની ઈચ્છા

00:03:42.600 --> 00:03:52.686
અને ભોગ એટલે તેમને, વિષયોને ભોગવવું.
કરવું અને ભોગવવું એટલે પદાર્થને મેળવવાની ઈચ્છા

00:03:52.710 --> 00:04:00.936
અને પદાર્થને ભોગવવાની ઈચ્છા.
પરપદાર્થને મેળવવું અને પરપદાર્થને
ભોગવવું એવી જે કામ અને ભોગ.

00:04:00.960 --> 00:04:08.256
કામનો અર્થ ખરેખર ઈચ્છા થાય છે.
ઈચ્છા એટલે વિષયોની ઈચ્છા એમ કહ્યું,

00:04:08.280 --> 00:04:12.656
અને ભોગ એટલે તેમને ભોગવવું,
એટલે વિષયોને ભોગવવું.

00:04:12.680 --> 00:04:23.536
એ કથા જીવનું અહિત કરનારી છે. તોપણ,
પૂર્વે અનંતવાર સાંભળવામાં આવી છે. શું કહ્યું?

00:04:23.560 --> 00:04:32.296
કે કામ અને ભોગની કથા, કર્તાપણું અને
ભોગવવું, કર્તાબુદ્ધિ ને ભોક્તાબુદ્ધિ

00:04:32.320 --> 00:04:37.616
એ વાત અનંતકાળથી પૂર્વે એણે સાંભળવામાં આવી છે.

00:04:37.640 --> 00:04:42.856
આત્મા જ્ઞાતા છે એ વાત એને સાંભળવામાં આવી નથી, એમ.

00:04:42.880 --> 00:04:49.376
કરવું અને ભોગવવું એ વાત જ એને,
એને શ્રવણમાં એ આવ્યા કરે છે.

00:04:49.400 --> 00:04:54.136
પહેલા શ્રવણ લીધું. અનંતવાર પરિચયમાં આવી છે.

00:04:54.160 --> 00:05:00.776
આત્માને અજ્ઞાનદશામાં કરવું ને ભોગવવું તે એને પરિચિત છે.

00:05:00.800 --> 00:05:07.936
આત્મા કર્તા નથી ને ભોક્તા નથી એ વાત
અપરિચિત છે, એને પરિચયમાં આવી
નથી ને સાંભળવામાં આવી નથી.

00:05:07.960 --> 00:05:17.136
<b>અને અનંતવાર અનુભવમાં પણ આવી
ચૂકી છે</b>. કર્તાબુદ્ધિ અને ભોક્તાબુદ્ધિ.
અનંત અનંત અનંતકાળ પૂર્વે,

00:05:17.160 --> 00:05:26.936
પૂર્વની વાત કરે છે. ભવિષ્યકાળમાં આ એને
સાંભળવામાં આવશે ને પરિચયમાં આવશે

00:05:26.960 --> 00:05:33.756
અને અનુભવમાં આવશે એમ લખ્યું નથી.
પૂર્વકાળમાં આ સંસ્કાર એને અનાદિના છે,

00:05:33.780 --> 00:05:39.256
કરવું ને ભોગવવું. આત્મા જ્ઞાતા છે
તે વાત સાંભળી તો નથી

00:05:39.280 --> 00:05:46.856
એનો પરિચય પણ કર્યો નથી અને
જ્ઞાનનો એકત્વ ને અનુભવ પણ કર્યો નથી.

00:05:46.880 --> 00:05:53.376
કેવો છે જીવ લોક?
રાગને કરવું અને રાગના ફળને ભોગવવું.

00:05:53.400 --> 00:06:00.976
કર્મચેતના અને કર્મફળચેતના અનાદિકાળની છે.
એ વાત નવી નથી એમ.

00:06:01.000 --> 00:06:20.776
રાગને કરવું એવો એને અભ્યાસ ને અધ્યાસ છે.
અને દુ:ખને ભોગવવું એ પણ એને અભ્યાસ છે.

00:06:20.800 --> 00:06:27.536
રાગ અને રાગના ફળથી ભિન્ન આત્મા છે
એ વાત સાંભળી નથી. કેવો છે જીવ લોક?

00:06:27.560 --> 00:06:35.536
એટલે લોકમાં રહેલા જીવો કેવા છે?
<b>જે સંસારરૂપી ચક્રના મધ્યમાં સ્થિત છે</b>.

00:06:35.560 --> 00:06:44.596
<b>સંસારરૂપી ચક્રની</b> વ્યાખ્યા કરે છે.
<b>નિરંતરપણે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવરૂપ</b>

00:06:44.620 --> 00:06:51.336
<b>અનંત પરાવર્તનોને  લીધે</b> દ્રવ્ય પરાવર્તન,
ક્ષેત્ર પરાવર્તન, કાળ પરાવર્તન, ભવ અને ભાવ.

00:06:51.360 --> 00:06:58.896
ઓહોહો..! એ પરાવર્તનની જ્યારે વાત
સાંભળીએ ત્યારે એમ થાય
કે કેટલોય કાળ વયો (ચાલ્યો) ગયો,

00:06:58.920 --> 00:07:15.216
આહાહા! જેમ કે ક્ષેત્ર પરાવર્તનની વાત
આપણે કરીયે તો લોકાકાશના એક એક
પ્રદેશે ક્રમે ક્રમે જન્મ્યો ને મર્યો.

00:07:15.240 --> 00:07:24.936
પછી, પહેલા પ્રદેશ પછી જો ત્રીજા પ્રદેશે
આવીને જન્મ્યો-મર્યો હોય ને રખડે
તો પાછો બીજા પ્રદેશે આવવું જોઈએ...

00:07:24.960 --> 00:07:31.136
ઓહોહોહો! કાળ અનંત..અનંત..અનંત..
અનંત..અનંતકાળ ગયો પરાવર્તનનો.

00:07:31.160 --> 00:07:41.736
એમ એક પરમાણુ, ક્ષેત્ર, અવસર્પિણી ને
ઉત્સર્પિણી એના એક એક સમયે જન્મવું
ને મરવું ક્ર્મસર.

00:07:41.760 --> 00:07:46.356
ક્ર્મ ભંગ કરે તો પાછો ફરી ફેરો, ફરી ફેરો..
મુમુક્ષુ:- એ ગણત્રીમાં જ ન આવે.

00:07:46.380 --> 00:07:50.496
ઉત્તર:- ગણત્રી ન થઇ શકે, એવો દરિયો વયો ગયો,
એમ કહે છે.

00:07:50.520 --> 00:07:58.856
<b>અનંત પરાવર્તનોને લીધે</b>, આહા!
એક પરાવર્તન નહીં એક અર્ધપુદ્ગલ
પરાવર્તનમાં કેટલો કાળ જાય?

00:07:58.880 --> 00:08:05.896
એક પુદ્ગલ પરાવર્તનમાં કેટલો કાળ જાય?
અને અનંત પુદ્ગલપરાવર્તન, એમ.

00:08:05.920 --> 00:08:12.416
<b>જેને ભ્રમણ પ્રાપ્ત થયું છે</b>. અનંતકાળથી ચાર ગતિમાં રખડે છે.

00:08:12.440 --> 00:08:22.936
<b>સમસ્ત વિશ્વને એકછત્ર રાજ્યથી વશ
કરનાર મોટું મોહરૂપી ભૂત જેની પાસે
બળદની જેમ ભાર વહેવડાવે છે</b>

00:08:22.960 --> 00:08:29.836
શાંતિથી બેસી શકે નહીં. કર્તા-ભોક્તા,
કર્તા-ભોક્તા, કરવું, આમ કરવું,
આમ કરવું આના પછી આમ કરવું,

00:08:29.860 --> 00:08:35.696
એમ નિરંતર જાળ, સંકલ્પ ને
વિકલ્પની ઊભી થયા કરે છે.

00:08:35.720 --> 00:08:43.356
સમસ્ત વિશ્વને એક મોહરાજાનું રાજ છે, એમ કહે છે.

00:08:43.380 --> 00:08:54.056
મોહરાજા જેના હૃદયમાં જ્ઞાનમાં અજ્ઞાનમાં
આવ્યો એ મોહ એને સુખે બેસવા દેતો નથી.

00:08:54.080 --> 00:09:02.016
એની પાસે બળદની, ગુરુદેવ તો બળદનો
દાખલો આપે છે. આમ..કરે, ટેવાયેલો હોય...

00:09:02.040 --> 00:09:09.076
અને માથે ધોંસરું નાખે ને માથે પડે ભાર.
એવી રીતે અજ્ઞાન અંધકારથી,

00:09:09.100 --> 00:09:18.896
મોહથી, મૂર્છાથી અસાવધાન દશાથી ભૂતની
માફક મોહને અને મોહથી <b>મોહરૂપી ભૂત</b>

00:09:18.920 --> 00:09:24.496
<b>જેની પાસે</b> એટલે જીવની પાસે
<b>બળદની જેમ ભાર વહેવડાવે છે,</b>

00:09:24.520 --> 00:09:27.736
<b>જોરથી ફાટી નીકળેલા</b>.હવે બીજો,

00:09:27.760 --> 00:09:34.136
<b>જોરથી ફાટી નીકળેલા તૃષ્ણારૂપી રોગના
દાહથી જેને અંતરંગમાં પીડા પ્રગટ થઇ છે</b>,

00:09:34.160 --> 00:09:41.696
શાંતિ નથી એટલે પાંચ ઇન્દ્રિયોના વિષય
તરફ ઝુકી ઝુકીને એ દુઃખ ને ટાળવા માંગે છે

00:09:41.720 --> 00:09:47.976
ને પ્રાયે:  દુઃખ ડબલ થાય છે.
એ દુઃખને ટાળવાની વિધિ જ ખોટી છે.

00:09:48.000 --> 00:09:56.936
કેમકે ભૂખની ઈચ્છા થઈ તો જમી લ્યે તો
એ વખતે ભૂખનું દુઃખ ટળે શાંતિ થાય.

00:09:56.960 --> 00:10:06.296
એમ જોવાની, સૂંઘવાની, સ્પર્શ કરવાની અનેક
પ્રકારની જે દુઃખ ભરી છે કલ્પના, એને, જો આગળ કહે છે.

00:10:06.320 --> 00:10:12.656
હવે જે એ રોગથી દાહ થયો છે અંદરમાં આગ લાગી છે.

00:10:12.680 --> 00:10:15.456
<b>જેને અંતરંગમાં પીડા પ્રગટ થઈ છે,</b>

00:10:15.480 --> 00:10:25.336
<b>આકળો બની બનીને મૃગજળ જેવા વિષયગ્રામને
(ઇન્દ્રિય વિષયોના સમૂહને) જે ઘેરો ઘાલે છે</b>

00:10:25.360 --> 00:10:34.076
એને શાંતિ માટે ઇન્દ્રિયના વિષય તરફ,
ઇંદ્રિયજ્ઞાન ઇન્દ્રિયના વિષય તરફ ઝુકે
છે ને પોતાની શાંતિ શોધે છે

00:10:34.100 --> 00:10:42.116
પણ ક્યાંય એને શાંતિ મળતી નથી.
ક્ષણિક શાંતિ દેખાય, એમાંય એને ભ્રાંતિ થાય છે.

00:10:42.140 --> 00:10:45.696
મુમુક્ષુ:- ભ્રાંતિ થાય છે.
ઉત્તર:- ઈ ભ્રાંતિનું કારણ છે  ઉલટું.

00:10:45.720 --> 00:10:56.676
<b>અને જે પરસ્પર આચાર્યપણું પણ કરે છે.</b>
લ્યો! આ જીવ આખા અજ્ઞાની છે
ઈ પરસ્પર આચાર્યપણું કરે છે,

00:10:56.700 --> 00:11:12.536
ઉપદેશ આપે છે. તદ્દન ઉલટો રસ્તો છે.

00:11:12.560 --> 00:11:28.256
‘સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે’આવ્યું તું ને!
‘સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે, લેશ એ લક્ષે લહો’,

00:11:28.280 --> 00:11:39.336
એક જરાક તો તું લક્ષમાં લે કે તું સુખને માટે
ઝાવાં નાખે છે ચારે બાજુ, કમાવું, ભોગવવું,
મોટર લેવી, બંગલા લેવા,

00:11:39.360 --> 00:11:48.216
કપડાં સારા વગેરે અનેક અનેક પ્રકારે તું
સુખને માટે પ્રાપ્તિ (પ્રયત્ન) કરે પણ સુખ ટળે છે.

00:11:48.240 --> 00:11:52.256
સુખ આવતું નથી ને અતીન્દ્રિય સુખ ટળી જાય છે.

00:11:52.280 --> 00:11:59.876
સુખ પ્રાપ્ત કરતાં, ઇન્દ્રિયસુખ પ્રાપ્ત કરતાં
સુખ ટળે છે. વાસ્તવિક આત્મિક સુખ તને મળતું નથી.

00:11:59.900 --> 00:12:05.216
“લેશ એ લક્ષે લહો.” જરાક તો લક્ષમાં લે
કે આમાં સુખ નથી એમ.

00:12:05.240 --> 00:12:10.256
પરસ્પર આચાર્યપણું કરે છે. આ સંસારનું ચિત્ર આપે છે.

00:12:10.280 --> 00:12:17.116
મુમુક્ષુ:- ચિત્ર આપે છે.
ઉત્તર: ચિતરામણ છે સંસારનું. ચેતાવે છે. જો તું, હવે ચેત એમ.

00:12:17.140 --> 00:12:22.456
તને સમયસાર તારા હાથમાં આવ્યું છે એમ.
તને ઉપદેશક મળ્યા છે.

00:12:22.480 --> 00:12:33.336
સંભળાવનાર મળ્યા અમારા જેવા આચાર્ય એમ.
તું અમારી વાતને લક્ષમાં લે  ને જરાક
ભેદજ્ઞાન કરીને આત્માની સન્મુખ થા.

00:12:33.360 --> 00:12:37.256
સુખી થાવું હોય તો બીજો કોઈ ઉપાય છે નહીં.

00:12:37.280 --> 00:12:48.296
<b>પરસ્પર આચાર્યપણું પણ કરે છે</b>,એમ.
અજ્ઞાની પાસે જે છે એ આપે, કહે કે જાત્રા કરો,
દાખલા તરીકે, સામાયિક બાંધીને બેસી જાઓ બે ઘડી,

00:12:48.320 --> 00:12:59.336
ચોખ્ખો આહાર ખાવ, સમજી ગયા,
ગળેલું પાણી પીવો કુવાનું, નળનું નહીં,
વિગેરે વિગેરે અનેક પ્રકારે ઈ આ ઉપદેશ આપે છે.

00:12:59.360 --> 00:13:09.016
આમ કરો તો ધર્મ થાય, આમ કરો તો,
પુણ્ય કરો તો ધર્મ થાય. ઉપવાસ કરો,
વર્ષીતપ કરો તો ધર્મ થાય. આહાહા!

00:13:09.040 --> 00:13:15.056
કામ ભોગની કથા છે બધી.
કરવાનો જ ઉપદેશ આપે અજ્ઞાની.

00:13:15.080 --> 00:13:24.896
આત્મા કર્તા નથી, માત્ર જ્ઞાતા છે -
એ ઉપદેશ આપી શકતો નથી કેમકે એ જાણતો નથી.

00:13:24.920 --> 00:13:33.576
અજ્ઞાનથી આંધળો થઈ ગયો છે.
બિલકુલ અંધ થઈ ગયો છે.

00:13:33.600 --> 00:13:43.896
જ્ઞાનીનાં અને અજ્ઞાનીનાં ઉપદેશમાં મોટો આંતરો છે.
એક કરવાનો ઉપદેશ આપે છે.

00:13:43.920 --> 00:13:51.216
બીજો કહે છે કે આત્મા જાણનાર છે કરનાર નથી.
આ ઉપદેશનો પણ આંતરો છે મોટો.

00:13:51.240 --> 00:14:01.136
એક રાગની ક્રિયા કરવાનો ઉપદેશ આપે છે,
બીજો કહે છે કે વીતરાગ ભાવથી ધર્મ થાય,
રાગથી ધર્મ ન થાય.

00:14:01.160 --> 00:14:09.316
<b>પરસ્પર આચાર્યપણું પણ કરે છે</b>. જુઓ!
<b>(અર્થાત બીજાને કહી તે પ્રમાણે અંગીકાર કરાવે છે)</b>.

00:14:09.340 --> 00:14:13.736
પોતે કરે છે ને બીજાની પાસે કરાવે છે.
જે કરતા હોય એને અનુમોદન પણ આપે.

00:14:13.760 --> 00:14:23.776
તેથી કામ-ભોગની કથા, કથા એટલે
સ્વરૂપ, અનુભવ <b>તો સૌને સુલભ છે</b>.

00:14:23.800 --> 00:14:45.776
આહાહા! વગર પ્રયત્ને આ મળે છે,
અને સાચું સુખ તો પ્રયત્નથી મળે પણ,
આ સુલભ છે એમ, દુર્લભ નથી.

00:14:45.800 --> 00:14:52.336
શુદ્ધ આત્માનો અનુભવ દુર્લભ છે. આ તો સુલભ છે.

00:14:52.360 --> 00:14:57.216
મુમુક્ષુ:- કેમકે એ પ્રકારનો જ અનુભવ છે,
પરિચિત છે એટલે સુલભ છે.

00:14:57.240 --> 00:15:02.816
ઉત્તર:- એને સુખે કરીને પ્રાપ્ત થયા કરે છે,
વગર મહેનતે. અને ઉપદેશક પણ એવા મળ્યા.

00:15:02.840 --> 00:15:10.356
જીવ કરે શું નવીન?
ઉપદેશક પણ એવા મળ્યા. જીવ શું નવીન કરે?

00:15:10.380 --> 00:15:16.816
એ જે કરતા હોય, સામાયિક કરો,
પ્રતિક્રમણ કરો, જાત્રા કરો, ચૌવિહાર કરો,
લીલોતરીનો ત્યાગ કરો આજે ચૌદસ છે,

00:15:16.840 --> 00:15:25.216
દાખલા તરીકે, એવા ઉપદેશ! કરવાનો જ ઉપદેશ.
ત્યાગના નામે પણ કર્તાબુદ્ધિ.

00:15:25.240 --> 00:15:35.096
આહાહા! બહુ થાય તો ક્રોધ છોડો, માન છોડો,
માયા છોડો આહાહા! છોડો..! સમજી ગયા!

00:15:35.120 --> 00:15:39.016
કેમ જાણે ગ્રહણ કર્યું હોય ને ઘૂસી ગયો હોય, આત્મામાં ક્રોધ,

00:15:39.040 --> 00:15:47.056
આહાહા! ક્રોધ આત્મામાં ઘૂસી ગયો છે
માટે દુઃખી થાય છે માટે ઈ ક્રોધને છોડો તો ધર્મ થાય.

00:15:47.080 --> 00:16:02.856
આત્મા ‘અપોહક’ છે.
ક્રોધના અભાવ સ્વભાવે આત્મા રહેલો છે.
આહા! ત્યાગ-ઉપાદાન શૂન્યત્વ શક્તિ છે.

00:16:02.880 --> 00:16:13.536
ગ્રહણ અને ત્યાગ આત્માના સ્વભાવમાં નથી.
<b>પણ<b>, હવે કહે છે કે આ </b>સુલભ છે</b>.

00:16:13.560 --> 00:16:21.896
હવે, દુર્લભની વાત કરે છે,
પણ <b>નિર્મળ ભેદજ્ઞાનરૂપ પ્રકાશથી</b>,
નિર્મળ કેમ શબ્દ વાપર્યો?

00:16:21.920 --> 00:16:26.576
શુદ્ધાત્માનો જે અનુભવ થાય એનું નામ ભેદજ્ઞાન છે.

00:16:26.600 --> 00:16:36.616
રાગથી ભિન્ન પ્રત્યક્ષ શુદ્ધાત્માનો અનુભવ
થવો તેનું નામ નિર્મળ ભેદજ્ઞાન છે.
નિશ્ચય ભેદજ્ઞાનની વાત કરી.

00:16:36.640 --> 00:16:40.496
<b>નિર્મળ ભેદજ્ઞાનરૂપ પ્રકાશથી
સ્પષ્ટ ભિન્ન દેખવામાં આવે છે.</b>

00:16:40.520 --> 00:16:53.296
ગૃહસ્થ અવસ્થામાં રાગથી ભિન્ન સ્પષ્ટ
પ્રત્યક્ષ, રાગથી મારો આત્મા ભિન્ન છે -
એવો પ્રત્યક્ષ અનુભવ થાય છે.

00:16:53.320 --> 00:17:06.856
દુઃખથી મારો આત્મા ભિન્ન છે.
દુઃખ વખતે દુઃખથી ભિન્નતાનું ભાન થઈ જાય છે.
દુઃખ ટળે તો દુઃખથી ભિન્ન છે  - એમ નથી.

00:17:06.880 --> 00:17:17.496
દુઃખથી રહિત જ છે આત્મા.
એટલે દુઃખથી રહિત છે એટલે દુઃખથી
ભિન્ન આત્માની ઉપલબ્ધી થઈ શકે છે, એમ.

00:17:17.520 --> 00:17:23.696
રાગ, દ્વેષ, સુખ-દુઃખના પરિણામ અભૂતાર્થ
હોવાથી અનુભૂતિ થઈ શકે છે. ભલે રહ્યા.

00:17:23.720 --> 00:17:30.816
મુમુક્ષુ:- મારામાં નથી ને!
ઉત્તર:- મારામાં નથી, બસ.

00:17:30.840 --> 00:17:54.896
સ્વભાવ અને વિભાવનું ભેદજ્ઞાન મૂળ છે.
ઝળકે છે પણ એ રાગ આત્મામાં આવતો નથી.

00:17:54.920 --> 00:18:10.776
દુઃખ ઝળકે છે પણ દુઃખ
આત્મામાં પ્રવેશ કરતું નથી, આહાહા!

00:18:10.800 --> 00:18:22.896
સ્પષ્ટ ભિન્ન, એમ. પ્રત્યક્ષ ભિન્ન.
પરોક્ષ ભિન્ન નહીં. અનુભવના કાળમાં
પ્રત્યક્ષ ભિન્નતા થાય છે. એમ.

00:18:22.920 --> 00:18:31.896
<b>નિર્મળ ભેદજ્ઞાન રૂપી પ્રકાશથી સ્પષ્ટ
ભિન્ન દેખવામાં આવે છે. એવું</b>...એવું,

00:18:31.920 --> 00:18:45.216
<b>આ ભિન્ન આત્માનું એકપણું જ -
જે સદા પ્રગટપણે અંતરંગમાં પ્રકાશમાન છે</b> આહાહા!

00:18:45.240 --> 00:18:53.376
એક શુદ્ધાત્મા ચિદાનંદ આત્મા એક જ્ઞાયકભાવ,
સદા ભિન્નપણે રહેલો છે, એમ.

00:18:53.400 --> 00:19:05.136
સદા અત્યન્ત ભિન્નપણે રહેલો,
સર્વથા ભિન્નપણે રહેલો છે. રાગ-દ્વેષ, સુખ-દુઃખની
સાથે કથંચિત્ત ભિન્ન-અભિન્ન એવો પ્રકાર નથી.

00:19:05.160 --> 00:19:12.096
મુમુક્ષુ:- નથી. બરાબર.
ઉત્તર:- ભેદજ્ઞાન પહેલાંય ભિન્નતા રહેલી છે.

00:19:12.120 --> 00:19:22.856
અને ભિન્નતાનું ભાન થવું તેનું નામ ભેદજ્ઞાન
સાચું, નિર્મળ અનુભુતિ છે.
ભિન્ન છે એટલે ભિન્નના દર્શન થાય છે.

00:19:22.880 --> 00:19:34.496
આબાળગોપાળ સૌને અનુભવમાં આવે છે.

00:19:34.520 --> 00:20:03.076
<b>અંતરંગમાં પ્રકાશમાન છે તોપણ કષાયચક્ર
સાથે એકરૂપ જેવું કરવામાં આવતું હોવાથી</b>

00:20:03.100 --> 00:20:11.856
એટલે માનવામાં આવતું હોવાથી. છે તો કષાય અને
ભગવાનઆત્મા ભિન્,ન પણ ભેદજ્ઞાનનો અભાવ છે

00:20:11.880 --> 00:20:22.256
તેથી જાણે હું કષાયી-રાગી થઈ ગયો, એમ
એની સાથે એકત્વપણું માને છે.
એકરૂપ જેવું કરવામાં આવે છે. એકરૂપ થતું નથી.

00:20:22.280 --> 00:20:36.376
જ્ઞાન અને રાગ છે તો ભિન્ન જ,
પણ જાણે એ એક અભિન્ન જ હોય.
અભિન્નનું કારણ પણ ક્રોધનો પ્રતિભાસ છે.

00:20:36.400 --> 00:20:52.016
ક્રોધનો પ્રતિભાસ દેખીને ક્રોધ જાણે મારામાં થયો....
ક્રોધનો માત્ર પ્રતિભાસ છે. અને
એ પ્રતિભાસ થાય છે ઈ ભિન્નનો પ્રતિભાસ થાય છે.

00:20:52.040 --> 00:21:06.416
ક્રોધ ભિન્ન છે. ક્રોધ જ્ઞાનમાં જણાય છે
એ વખતે આહાહા! જેમાં જણાય છે ઈ જ્ઞેયાકાર
જ્ઞાનની અવસ્થા તો મારી છે

00:21:06.440 --> 00:21:12.816
ને ક્રોધ તો જ્ઞેય છે, ભિન્ન છે,
નિમિત્તભૂત જ્ઞેય છે. આહાહા! તો તો ભેદજ્ઞાન થઈ જાય.

00:21:12.840 --> 00:21:17.216
પણ ક્રોધનો પ્રતિભાસ દેખીને ક્રોધ મારામાં આવી ગયો.
મુમુક્ષુ:- ઈ ભ્રાંતિ થઈ ગઈ.

00:21:17.240 --> 00:21:27.416
ઉત્તર:- ભ્રાંતિ થઈ ગઈ બસ.
સ્ફટિકમણીમાં લાલ ફૂલની ઝાંઈનો પ્રતિભાસ
દેખીને સ્ફટિકમણી લાલ થઈ ગયું.

00:21:27.440 --> 00:21:41.096
સ્ફટિકમણી લાલ થયું હોય ને લાલ માને
તો તો સાચી વાત છે. પણ લાલ થયું નથી,
લાલપણું તો ફૂલમાં છે અને સ્વચ્છતા તો સ્ફટિકમણીની છે.

00:21:41.120 --> 00:21:48.856
એમ જ્ઞાનની સ્વચ્છતા છે અને ક્રોધની તો
એ જ્ઞેયભૂત છે, બહારનો પદાર્થ છે, મલિનભાવ.

00:21:48.880 --> 00:22:03.016
સ્વચ્છ અને મલિન - બે તત્ત્વ ભિન્ન-ભિન્ન છે.
<b>એક જેવું કરવામાં આવતું હોવાથી</b>,એટલે  માનવામાં
આવતું હોવાથી ,એકપણાની માન્યતા થઈ ગઈ છે.

00:22:03.040 --> 00:22:13.376
અત્યન્ત તિરોભાવ પામ્યું છે, શું કહે છે?
<b>જે સદા પ્રગટપણે અંતરંગમાં પ્રકાશમાન છે તોપણ</b>,

00:22:13.400 --> 00:22:21.696
જે ભગવાન આત્મા હાજરાહજૂર છે તો પણ,
એના ઉપર લક્ષ નથી અને કષાય ઉપર લક્ષ છે,

00:22:21.720 --> 00:22:27.616
એટલે કષાયના લક્ષે જાણે હું કષાયી થઈ ગયો,
દુઃખી થઈ ગયો, રાગી થઈ ગયો, મનુષ્ય થઈ ગયો.

00:22:27.640 --> 00:22:34.376
એમ અનંતકાળથી સ્વ અને પર(ના)
ભેદજ્ઞાનના અભાવથી એકતા કરે છે.

00:22:34.400 --> 00:22:41.296
એકતા કરતો હોવાથી <b>અત્યંત
તિરોભાવ પામ્યું છે</b> અભાવ થયો નથી.
મુમુક્ષુ:- તિરોભાવ.

00:22:41.320 --> 00:22:51.996
ઉત્તર:- છે તો ભગવાન આત્મા વર્તમાન મોજૂદ,
એનું લક્ષ ક્રોધ ઉપર છે ત્યારે પણ.
પણ એ પ્રગટ તિરોભાવ પામ્યુ છે.

00:22:52.020 --> 00:22:58.616
આચ્છદિત થઈ ગયો છે. દ્રષ્ટિમાં આવતો નથી,
ઓઝલ. છે છતાં દેખાતું નથી.

00:22:58.640 --> 00:23:09.216
સમુદ્રને કિનારે એક તરણું માત્ર આંખમાં આડું આવ્યું
(તો) આખો સમુદ્ર તિરોભૂત થઈ ગયો. દેખાતો નથી.

00:23:09.240 --> 00:23:21.296
દેખાતો નથી એટલે સમુદ્ર નથી એમ નહીં, છે.
તિરોભૂત એટલે એની નજરમાં એ વસ્તુ હોવા
છતાં આવતી નથી એનું નામ તિરોભૂત થઈ ગયું.

00:23:21.320 --> 00:23:30.856
અનુભવ થાય તો આવિર્ભાવ થાય.
તિરોભાવ અને આવિર્ભાવ, એ જ્ઞાનની પર્યાયનું વિશેષણ છે.

00:23:30.880 --> 00:23:36.296
ભગવાન આત્મા તિરોભાવ થાય
અને આવિર્ભાવ થયો એમ નથી.

00:23:36.320 --> 00:23:43.216
નહોતો જણાતો એનું નામ તિરોભાવ અને
જણાવામાં આવ્યો તો આવિર્ભાવ. બસ એટલું જ છે.

00:23:43.240 --> 00:23:46.696
<b>અત્યંત તિરોભાવ પામ્યું છે (-ઢંકાઈ રહ્યું છે)</b>.

00:23:46.720 --> 00:23:52.616
આત્માનું સ્વરૂપ દેખાતું નથી, હોવા છતાં દેખાતું નથી.

00:23:52.640 --> 00:24:08.536
<b>તે</b>, હવે બે કારણ આપે છે. ઈ સદા અંતરંગમાં
પ્રગટ છે ભગવાન આત્મા (તોપણ) દેખાતો નથી
તિરોભૂત થઈ ગયો છે.

00:24:08.560 --> 00:24:19.456
એના બે કારણ આપે છે. એક નિશ્ચયકારણ
અને બીજું વ્યવહારકારણ. નિશ્ચયકારણ શું છે?

00:24:19.480 --> 00:24:26.976
<b>તે - પોતામાં અનાત્મજ્ઞપણું હોવાથી</b>,એટલે
અનાત્માને આત્મા માનવાની ભૂલ પોતે કરે છે.

00:24:27.000 --> 00:24:40.496
ઈ ક્ષણિક ઉપાદાનની ભૂલ પોતાની છે.
એ નિશ્ચયકારણ છે. અને આત્મજ્ઞાની
ગુરૂની સંગતિ નથી કરી - એ વ્યવહારકારણ છે.

00:24:40.520 --> 00:24:47.696
બીજું કારણ, <b>(પોતે આત્માને નહિં જાણતો
હોવાથી) પોતામાં અનાત્મજ્ઞપણું હોવાથી</b>

00:24:47.720 --> 00:24:55.216
એટલે આત્મા હોવા છતાં એના પ્રત્યે લક્ષ નહિ
કરતો હોવાથી, એટલે એને નીગ્લેક્ટ કરતો હોવાથી.

00:24:55.240 --> 00:25:07.656
<b>(પોતે આત્માને નહિં જાણતો હોવાથી)</b> એટલો અર્થ કર્યો.
<b>અનાત્મજ્ઞપણું</b> એમ. અન-આત્મજ્ઞપણું.

00:25:07.680 --> 00:25:24.856
<b>(પોતે આત્માને નહિં જાણતો હોવાથી)</b>,
પોતે પોતાને નહિં જાણતો હોવાથી - એ
નિશ્ચય કારણ. એક સમયની પર્યાયની ભૂલ.

00:25:24.880 --> 00:25:40.856
એની યોગ્યતા. અજ્ઞાનની ઉત્પત્તિ કોઈ
કર્મના ઉદયથી થઈ નથી. પોતે પોતાને ભૂલે છે.

00:25:40.880 --> 00:25:48.576
મુમુક્ષુ:- અપને કો ભૂલ કર હેરાન હો ગયા..
ઉત્તર:- ઈ તમે ઓલૂ કવ્વાલીમાં (ગાવ છો)
શરૂઆતમાં આવે છે બહુ સારું આવે છે.

00:25:48.600 --> 00:25:51.656
મુમુક્ષુ:- ભૂલા હૈ સ્વયં આત્માકો..

00:25:51.680 --> 00:25:52.960
ઉત્તર:હેં.. સ્વયં આત્મા કો ઈ આ.
ભૂલા હૈ સ્વયં આત્મા કો.

00:25:52.960 --> 00:26:04.776
સ્વયં આત્મા કો ઈ..આ..પોતે પોતાને
ભૂલી ગયો બસ. એની ભૂલ કોઈ બીજે
કરાવી નથી કોઈએ. ઈ મૂળ કારણ છે આ.

00:26:04.800 --> 00:26:16.576
અને હવે, હવે નિમિત્તની પ્રધાનતાથી વાત કરે છે.
<b>અને બીજા આત્માને જાણનારાઓની
સંગતિ-સેવા નહીં કરી હોવાથી,</b>

00:26:16.600 --> 00:26:25.856
હવે જે આત્માનુભવી પુરુષ છે એની પાસે
જો યોગ થાયને તો તો એને સ્વરૂપનો કાંઈક ખ્યાલ આપે.

00:26:25.880 --> 00:26:36.856
પોતે પોતાથી અજ્ઞાન છે અને જે જ્ઞાની છે
એની પાસે જાતો નથી, એની વાત સાંભળતો
નથી, દેશનાલબ્ધિ સાંભળતો નથી.

00:26:36.880 --> 00:26:48.496
બે કારણ છે. એક મૂળ કારણ અને બીજું
ઉત્તર કારણ. મૂળ કારણ એટલે પર્યાયની યોગ્યતા.

00:26:48.520 --> 00:27:04.976
<b>અને બીજા આત્માને જાણનારાઓની</b>
આત્માને જાણનારાઓની <b>સંગતિ</b>
સમાગમ, <b>સેવા નહીં કરી હોવાથી</b>,

00:27:05.000 --> 00:27:13.296
સેવાનો અર્થ સમાગમ નથી, એનું નામ સેવા
નથી કરી. સેવા નથી કરી એટલે
પગ દાબતો નથી, એમ નહીં.

00:27:13.320 --> 00:27:23.816
એના સંગમાં જ આવતો નથી.
એનાથી દૂર જ વર્તે છે. સમવશરણ હોય ને,
સમવશરણ ભગવાનનું એમાંય કેટલાક ન જાય

00:27:23.840 --> 00:27:29.576
એના ઘરના કુટુંબના પાંચ જાય ને
પાંચ કહે અમારે આવવું નથી. બોલો!

00:27:29.600 --> 00:27:41.096
પોતે પોતાથી આત્મજ્ઞાન ન કર્યું ને
તીર્થંકરનું સમોશરણ આવ્યું એમાં પણ
ન ગયો, એમ. આડોળાઈ કરીને અનંતકાળથી.

00:27:41.120 --> 00:27:51.576
<b>સંગતિ-સેવા નહીં કરી હોવાથી, નથી પૂર્વે,
આહાહા! કદી સાંભળવામાં આવ્યું</b>,
પણ તીર્થંકરની સભામાં ગયો હતો ને!

00:27:51.600 --> 00:27:56.536
રુચિપૂર્વક સાંભળ્યું નથી. આ કાનેથી
સાંભળ્યું અને આ કાનેથી કાઢ્યું.

00:27:56.560 --> 00:28:01.696
વિષય સેવવા ગયો હતો ઈ,
વિષયનું સેવન કરવા ગયો હતો.

00:28:01.720 --> 00:28:19.816
શ્રોત્ર ઈન્દ્રિયનો જે વિષય છે, શબ્દની
પર્યાય, જેમકે કોઈ ભજન, કિર્તન
કોઈ.. દાખલા તરીકે સિનેમાનું આવે.

00:28:19.840 --> 00:28:26.696
શું કહેવાય એને? ગાયન, ઈ સાંભળે છેને
- ઈ વિષયને સેવ્યો એણે.

00:28:26.720 --> 00:28:38.556
એમ આ તીર્થંકરની સભામાં આને
(કર્ણેન્દ્રિયને) પોષી. ઇન્દ્રિયજ્ઞાનને પોષવા
ગયો હતો ઈ. ગમે, રૂડું લાગે,

00:28:38.580 --> 00:28:46.136
એનો અતિશય ઈ પ્રકારનો, શાંતિ લાગે,
સમજી ગયા? ઇન્દ્રિયના વિષયને પોષ્યો એણે.

00:28:46.160 --> 00:28:53.256
આ ઇન્દ્રયજ્ઞાનથી સાંભળવું મારો
સ્વભાવ નથી - એ ખ્યાલમાં ન આવ્યું.

00:28:53.280 --> 00:28:57.016
મને કાન નથી ને ભાવ ઈન્દ્રિયનો
પણ મારામાં અભાવ છે.

00:28:57.040 --> 00:29:07.976
એટલે ભાવ ઇન્દ્રિય વડે હું દ્રવ્યશ્રુતને
સાંભળું એ મારો સ્વભાવ નથી.
આહાહા! કાન નથી માટે સાંભળતો નથી,

00:29:08.000 --> 00:29:15.736
આંખ નથી માટે દેખતો નથી,
નાક નથી માટે સૂંઘતો નથી,
જીભ નથી માટે સ્વાદને ચાખતો નથી

00:29:15.760 --> 00:29:30.416
અને ચામડી નથી મને એટલે સ્પર્શ કરી
શકતો નથી કોઈ પદાર્થને, આહાહા!
ઈ વિષયને સેવવા ગયો હતો.

00:29:30.440 --> 00:29:43.136
<b>નથી પૂર્વે કદી સાંભળવામાં આવ્યું</b> હોં!
પૂર્વકાળની વાત કરે છે. અનંત-અનંતકાળ
ગયો કદી સાંભળવામાં આવ્યું નથી.

00:29:43.160 --> 00:29:54.456
રાગથી આત્મા ભિન્ન છે એ વાત જીવોએ
સાંભળી નથી. દુઃખના કાળે દુઃખનો
ભોક્તા નથી આત્મા એ વાત સાંભળી નથી.

00:29:54.480 --> 00:30:02.336
નવું આયુષ્ય બંધાય ત્યારે નવું આયુષ્યના
કર્મને બાંધનારો આત્મા નથી.

00:30:02.360 --> 00:30:11.296
અને બંધાય એમાં નિમિત્તપણું પણ
આત્માનું નથી. એવી વાત એણે સાંભળી નથી. આહાહા!

00:30:11.320 --> 00:30:19.456
નથી પૂર્વે કદી પરિચયમાં આવ્યું.
આ આત્મતત્વ પરિચયમાં અનુભવમાં આવ્યું નથી.

00:30:19.480 --> 00:30:23.936
<b>અને નથી કદી પૂર્વે અનુભવમાં આવ્યું</b>.
આત્માનું સ્વરૂપ અનુભવમાં આવ્યું નથી.

00:30:23.960 --> 00:30:27.936
કરવું ને ભોગવવું, કરવું ને ભોગવવું.
કરવું, કાંઈક કરવું તો જોઈએ ને?

00:30:27.960 --> 00:30:37.056
પુરુષાર્થ તો કરવો જોઈએ ને? આહાહા!
પણ આત્માને જાણવો, અનુભવવો,
એ જ સમ્યક પુરુષાર્થ છે.

00:30:37.080 --> 00:30:46.056
એ જયપુરના વિદ્વાને પૂછ્યું હતું,
વિદ્યાર્થી હતો બિચારો,
પુરુષાર્થની વ્યાખ્યા શું? અહીંયા.

00:30:46.080 --> 00:30:53.816
મેં કહ્યું શુદ્ધાત્માને લક્ષમાં લઈ ને
એને અનુભવવો એનું નામ પુરુષાર્થ કહેવાય

00:30:53.840 --> 00:31:04.736
<b>તેથી ભિન્ન આત્માનું એકપણું
સુલભ નથી. આવ્યું</b> હતું ને મૂળ.

00:31:04.760 --> 00:31:12.176
"<b>ण सुलहो विहत्तस्स</b>" ગુરુદેવ
આ વાક્ય બોલે છે. સુલભ નથી.

00:31:12.200 --> 00:31:21.136
પુણ્ય-પાપથી ભિન્ન આત્મા છે
એ વાત પ્રગટ થવી પ્રાપ્ત થવી
અસાધારણ છે, સુલભ નથી.

00:31:21.160 --> 00:31:26.776
અશક્ય નથી. '<b>સુલભ નથી</b>' શબ્દ
વાપર્યો એટલે દુર્લભ છે, દુર્લભ છે.

00:31:26.800 --> 00:31:30.576
મુમુક્ષુ:- અલભ્ય નથી.
ઉત્તર:- અલભ્ય નથી, લભ્ય છે.

00:31:30.600 --> 00:31:42.256
<b>ભાવાર્થ:- આ લોકમાં સર્વ જીવો
સંસારરૂપી ચક્રપર ચડી પાંચ
પરાવર્તનરૂપ ભ્રમણ કરે છે.</b>

00:31:42.280 --> 00:31:51.016
ત<b>્યાં તેમને મોહકર્મના ઉદયરૂપ પિશાચ
ધોંસરે જોડે છે</b>, ભૂત આવ્યું હતું ને ભૂતડું..આ ઈ.

00:31:51.040 --> 00:32:01.616
'પિશાચ' એની ઉપમા આપીએ છીએ.
<b>તેથી તેઓ વિષયોની તૃષ્ણારૂપ દાહથી પીડિત થાય છે</b>.

00:32:01.640 --> 00:32:05.336
વિષયોને જાણવાની ઈચ્છા થયા જ કરે છે.

00:32:05.360 --> 00:32:15.136
આ વિષય અને કષાયની વ્યાખ્યા કરી છે
મોક્ષમાર્ગ પ્રકાશકમાં; વિષય એટલે પરને જાણવાની ઈચ્છા.

00:32:15.160 --> 00:32:25.896
કષાય એટલે કષાય અનુસાર કરવાની ઈચ્છા.
વિષય અને કષાય.

00:32:25.920 --> 00:32:36.256
જાણવાની ઈચ્છા અને કરવાની ઈચ્છા.
જાણવાની ઈચ્છા થાય છે એ વિષય સેવે છે

00:32:36.280 --> 00:32:49.856
અને કરવાની ઈચ્છા થાય છે ઈ કષાયને સેવે છે.
વિષય-કષાયની વ્યાખ્યા બહુ સુંદર કરી છે.

00:32:49.880 --> 00:32:59.816
જયસેનાચાર્ય ભગવાન વિષય-કષાય
શબ્દ બહુ વાપરે છે અવાર નવાર.

00:32:59.840 --> 00:33:15.456
<b>તેથી તેઓ વિષયોની તૃષ્ણારૂપ દાહથી
પીડિત થાય છે અને તે દાહનો ઇલાજ</b>

00:33:15.480 --> 00:33:28.256
<b>ઇન્દ્રિયોના રૂપાદિ વિષયોને જાણીને</b>
જુઓ! ચોખ્ખું કર્યું આ, <b>તેથી તેઓ તેથી
ઇલાજ ઇન્દ્રિયોના રૂપાદિ</b>

00:33:28.280 --> 00:33:35.136
સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ,
<b>રૂપાદિ વિષયોને જાણીને તે પર દોડે છે;</b>

00:33:35.160 --> 00:33:44.576
આહાહા! એમાં જોડાય જાય છે.
ઉપયોગ એમાં જોડાય છે, ઉપયોગ આત્મામાં
જોડાવો જોઈએ એના બદલે પરના લક્ષમાં વયું ગયું

00:33:44.600 --> 00:33:52.616
આહાહા ! માટે જાણનારો જણાય છે,
ખરેખર પર જણાતું નથી -
એમાં વિષયની જીતવાની વાત છે.

00:33:52.640 --> 00:34:03.756
મુમુક્ષુ:- જીતવાની વાત છે.
ઉત્તર: આત્મા ખરેખર પરને જાણતો નથી -
એમાં વિષયોને જીતવાનો બોધ સમાયેલો છે.

00:34:03.780 --> 00:34:20.256
મુમુક્ષુ:- હા જી! બરાબર છે.

00:34:20.280 --> 00:34:28.736
ઉત્તર:- અને ખરેખર આત્મા અકર્તા છે
માટે કર્તા નથી - એ કષાય જીતવાનો બોધ છે.

00:34:28.760 --> 00:34:34.256
વિષય અને કષાય જીત્યા વિના સમ્યક્દર્શન થાય જ નહીં.

00:34:34.280 --> 00:34:44.176
અને પછી અસ્થિરતાનો વિષય અને કષાય
ઈ કર્તાના કર્મમાં ન જાય પણ જ્ઞાતાના,
જ્ઞાનમાં જ્ઞેયમાં વયું (ચાલ્યું) જાય છે.

00:34:44.200 --> 00:34:57.216
પછી અસ્થિરતાથી શાસ્ત્ર સાંભળવાની
ઈચ્છા થાય, પ્રતિમાના દર્શન કરવાની ઈચ્છા થાય છે.

00:34:57.240 --> 00:35:08.916
પણ અજ્ઞાનમય ઈચ્છાનો અભાવ છે.
મંદિરે જઈને દર્શન કરવાની ઈચ્છા
થઈ એ વિષય છે. છૂટ નથી એની.

00:35:08.940 --> 00:35:17.016
મુમુક્ષુ:-નહીં નહીં.
ઉત્તર:- પણ, ટકાતું નથી સાધકને તો
એ પ્રકારની અસ્થિરતાની ઈચ્છા ઉત્પન્ન થાય છે.

00:35:17.040 --> 00:35:21.736
અબુદ્ધિ પૂર્વક ઈચ્છા ઉત્પન્ન થાય છે.
બુદ્ધિપૂર્વક નથી.

00:35:21.760 --> 00:35:27.376
એ એકત્વબુદ્ધિ નથી.
મુમુક્ષુ:- હા, એટલે અબુદ્ધિપૂર્વક.
ઉત્તર:- એટલે અબુદ્ધિપૂર્વક કહેવાય એમ.

00:35:27.400 --> 00:35:32.856
પોતે ઈચ્છાને જાણે છે પણ એ ઈચ્છાની ઈચ્છા નથી.

00:35:32.880 --> 00:35:39.056
એનાથી મને લાભ થશે, હું મંદિરે જાઉં
તો મને ધર્મ થાય એ બુદ્ધિ મિથ્યાત્વ ચાલી ગઈ.

00:35:39.080 --> 00:35:47.336
અંદર સ્વરૂપમાં ટકાતું નથી અને
હજી ઇન્દ્રિયજ્ઞાનને ..., ઇન્દ્રિયજ્ઞાનને જીતી લીધું છે

00:35:47.360 --> 00:35:56.416
એટલે ઇન્દ્રિયજ્ઞાનનું સ્વામીપણું છૂટી ગયું
પણ ઇન્દ્રિયજ્ઞાન છૂટ્યું નથી હજી.
એટલે એ ઇન્દ્રિયજ્ઞાન એના ચાળા કરે છે.

00:35:56.440 --> 00:36:03.376
અનાદિકાળની ભેદવાસિત બુદ્ધિ છે ને હજી.
ક્ષાયિક કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી આમ થયા કરે.

00:36:03.400 --> 00:36:16.736
આહાહા! પરને જાણવાની ઈચ્છા થાય છે
એ વિષય છે, એમાં છેતરાણો.

00:36:16.760 --> 00:36:28.376
પરને હું જાણતો નથી એમાં વિષયો જીતાય જશે
અને હું પરનો કર્તા નથી એમાં કષાય જીતાય જશે.

00:36:28.400 --> 00:36:31.996
આ વિષય અને કષાયને જીતવાની ચાવી ને કળા છે, બેન!

00:36:32.020 --> 00:36:35.716
મુમુક્ષુ:- આ મંત્ર છે વિષય ને કષાય ને જીતવાનો.
ઉત્તર :- જીતવાનો મંત્ર છે.

00:36:35.740 --> 00:36:47.416
આ મંત્ર જે છે ઈ સ્ટીકરમાં લખેલો છે.
મુમુક્ષુ:- હાં સુવર્ણ અક્ષરમાં લખેલું છે.

00:36:47.440 --> 00:36:56.856
ઉત્તર:- સુવર્ણ અક્ષરે લખેલું છે.
“હું જાણનાર છું ને કરનાર નથી”
એમાં કષાય જીતાય જાય છે.

00:36:56.880 --> 00:37:05.896
અને “ખરેખર જાણનાર જણાય છે
અને ખરેખર પર જણાતું નથી”,
એમાં વિષય જીતાય જાય છે.

00:37:05.920 --> 00:37:19.936
આહાહા! આ બે વાત જ છે. આ બે જ વાત છે.
અનાદિની આ બે વાત છે. શાસ્ત્રનો આધાર મળ્યોને!

00:37:19.960 --> 00:37:31.496
વિષય ને કષાયને જીતો.
પરને જાણતો નથી એમાં વિષય જીતાય જાય છે.

00:37:31.520 --> 00:37:37.856
પરનો હું કર્તા નથી, રાગનો કર્તા નથી
એમાં કષાય જીતાય જાય છે. આહાહા!

00:37:37.880 --> 00:37:43.296
મુમુક્ષુ:- બરાબર, બહુ સરસ. એકદમ સહી બાત હૈ.

00:37:43.320 --> 00:37:48.416
ઉત્તર:-અને વિષયને જીત્યા સિવાય
અનુભવ થાય નહીં.
મુમુક્ષુ:- થાય નહીં.

00:37:48.440 --> 00:37:55.416
ઉત્તર:- અને કષાયને જીત્યા વિના અનુભવ થાય નહીં.
એને જીતવાના બે પ્રકાર છે. આહાહા!

00:37:55.440 --> 00:37:58.836
મુમુક્ષુ:- પરને જાણવાનું બંધ નહીં કરે ત્યાં
સુધી અનુભવ નહીં થાય.

00:37:58.860 --> 00:38:07.776
ઉત્તર:-હાં.. ત્યાં સુધી એ વિષય નહીં અટકે.
અને કરવાનો અભિપ્રાય નહીં છૂટે
ત્યાં સુધી કષાય નહીં છૂટે.

00:38:07.800 --> 00:38:15.216
કરવાનો અભિપ્રાય છૂટતા કષાયનો અભાવ
થઈ જાય છે. પછી કષાય થાય છે,

00:38:15.240 --> 00:38:23.856
આહાહા! ઈ તો એનો જ્ઞાતા રહે છે,
એનો કર્તા બનતો નથી. રાગી તો પુદ્ગલ છે.

00:38:23.880 --> 00:38:35.736
આહાહા! આ વિષય-કષાયને જીતવાનું સ્ટીકરમાંથી
નીકળું લ્યો..હેં. એ સ્ટીકરમાં બે જ મંત્ર છે.

00:38:35.760 --> 00:38:39.876
મુમુક્ષુ:- બે જ મંત્ર છે.
ઉત્તર:- વિષયને જીતવો ને કષાયને જીતવો.

00:38:39.900 --> 00:38:42.396
મુમુક્ષુ :- વિષય-કષાયને  જીતવો એ જ ધર્મ છે.

00:38:42.420 --> 00:38:47.596
ઉત્તર:- હાં...જાણનાર જણાય છે ખરેખર
પર જણાતું નથી એમાં વિષય જીતાય જાય છે.

00:38:47.620 --> 00:38:55.296
મુમુક્ષુ:- બરાબર.
ઉત્તર:- અને, જાણનાર છું ને કરનાર નથી. આહાહા!

00:38:55.320 --> 00:39:05.576
એકમાં જીવનું ખરું સ્વરૂપ લક્ષમાં આવે છે
અને જે ખરું સ્વરૂપ લક્ષમાં આવ્યુંઈ અનુભવમાં આવે છે.

00:39:05.600 --> 00:39:10.816
એટલે સંવર થાય છે.
મુમુક્ષુ:- સંવર થાય છે.

00:39:10.840 --> 00:39:24.696
ઉત્તર:- જાણનાર છું ને કરનાર નથી એ દ્રવ્યનો નિશ્ચય છે.

00:39:24.720 --> 00:39:31.496
જાણનાર જણાય છે ખરેખર પર જણાતું નથી -
એ જ્ઞાનની પર્યાયનો નિશ્ચય છે.

00:39:31.520 --> 00:39:35.976
બે વાત આગમથી પ્રસિદ્ધ છે. આહાહા!

00:39:36.000 --> 00:40:04.056
<b>ઇન્દ્રિયોના રૂપાદિ વિષયોને જાણીને</b>
એમાંથી આ નીકળ્યું બધું. જાણવાની ઈચ્છા.

00:40:04.080 --> 00:40:10.016
<b>તે પર દોડે છે, તથા પરસ્પર પણ
વિષયોનો જ ઉપદેશ કરે છે.</b>

00:40:10.040 --> 00:40:17.576
આહાહા! આત્મા જાણનાર છે
પરને જાણવું તો જોઈએ ને? જાણવું તો સ્વભાવ છે!

00:40:17.600 --> 00:40:32.976
આહાહા! એ વિષયોથી વ્યાવૃત્ત થતો નથી.
આહાહા! વિષયોને જીતી શકાતું નથી એમાં.
બહુ ભર્યું છે હો!

00:40:33.000 --> 00:40:38.216
<b>પરસ્પર પણ વિષયોનો જ ઉપદેશ કરે છે</b>. એમ.

00:40:38.240 --> 00:40:45.336
કે જાણવું તો જોઈએ ને!
જાણેલો તો પ્રયોજનવાન છે ને! પર્યાય તો છે ને!
પર્યાય અવસ્તુ થોડી છે, જાણવી તો જોઈએ ને!

00:40:45.360 --> 00:40:51.896
સમજાણું?
આહાહા! એ વિષયને જીતી શકતો નથી.

00:40:51.920 --> 00:41:00.056
વિષયને આધીન થયેલો બાવળો છે,
વિષયને આધીન થયેલો, જાણવાના બહાના નીચે બાવળો,

00:41:00.080 --> 00:41:10.456
ને કરવાના બહાના નીચે પણ બાવળો થઈ ગયો છે,
ઘેલો મૂર્ખ, મૂઢ છે, મોહી છે, અજ્ઞાની છે.

00:41:10.480 --> 00:41:17.396
<b>आत्मा ज्ञानं स्वयं ज्ञानं ज्ञानादन्यत्करोति किम् ।
परभावस्य कर्तात्मा मोहोऽयं व्यवहारिणाम् ।।</b>

00:41:17.420 --> 00:41:26.776
એમાં એમ લખ્યું છે કે 'હું પરભાવને કરૂં છું (એમ માને)
એ જીવ મૂઢ છે, મોહી છે, અજ્ઞાની છે'.
ત્રણ શબ્દ વાપર્યા છે.

00:41:26.800 --> 00:41:32.616
કરું છું ને જાણું છું, બેય સમાન દોષ છે.
મુમુક્ષુ:- બરાબર, એકદમ બરાબર.

00:41:32.640 --> 00:41:39.096
ઉત્તર:- આહાહા ! કે નૈમિત્તિકભૂત
તારું જ્ઞાન જણાય છે. ક્રોધ તને જણાતો નથી.

00:41:39.120 --> 00:41:44.336
ક્રોધ તો ભિન્ન છે, તને ક્યાંથી જણાય?
એમાં તન્મય થતો નથી તું.

00:41:44.360 --> 00:41:54.896
આહાહા! નૈમિત્તિકભૂત જ્ઞાનમાં તન્મય થયો
એટલે આત્માને જાણતાં ક્રોધ ભિન્ન છે એમ જણાય.

00:41:54.920 --> 00:42:01.896
જ્ઞાન ને જાણતાં જ્ઞેય ભિન્ન છે એમ જણાશે.

00:42:01.920 --> 00:42:12.396
જ્ઞાન ઉપર નજર રાખતાં નૈમિત્તિક જ્ઞાનની પર્યાય
ને જાણતાં નિમિત્તભૂત જ્ઞેય ભિન્ન છે એમ તને જણાશે.

00:42:12.420 --> 00:42:16.736
મુમુક્ષુ:- બરાબર એકદમ બરાબર.

00:42:16.760 --> 00:42:27.176
મુમુક્ષુ:- જેમ જ્ઞાનને જાણતા, જ્ઞાની અભિન્નપણે
જણાય છે એમ જ્ઞાનને જાણતા બધા જ્ઞેયો -
ક્રોધાદિ ભિન્ન છે, એમ જણાય છે.

00:42:27.200 --> 00:42:32.456
ઉત્તર:- એમ જણાય છે. લોકાલોક ભિન્ન છે
એમ જણાઇ જાય છે તને. આહાહા!

00:42:32.480 --> 00:42:40.336
સ્વરૂપને છોડ્યા વિના
અને પરપદાર્થનું લક્ષ કર્યા વિના પરપદાર્થ જણાય.
એનું નામ ઈ જ્ઞાતા થયો કહેવાય.

00:42:40.360 --> 00:42:44.456
પરપદાર્થના લક્ષે જ્ઞાતા ન થવાય.
મુમુક્ષુ:- ન થવાય.

00:42:44.480 --> 00:42:52.016
ઉત્તર:- એ તો વિષય-કષાયની પ્રવૃત્તિ થઈ એમાં.
એમાં જ્ઞાતા ક્યાં થયો? આહા!

00:42:52.040 --> 00:43:00.776
સંતોના બે શબ્દો, વિષય અને કષાય,
એ મોરબી અમે ગયા હતા ત્યારે બહુ એની ચર્ચા કરી.

00:43:00.800 --> 00:43:07.056
અહીંયા મૂળ તો હું સ્વાધ્યાય કરતો હતો.
સ્વાધ્યાય કરતાં વિષય-કષાયનો બહુ વિચાર આવ્યો.

00:43:07.080 --> 00:43:13.776
ઓહોહો! આ સુંદર વાત કરી છે.
ઈ મોરબીમાં ખૂબ એનું સ્પષ્ટીકરણ કર્યું.
ઘણા વર્ષ પહેલાની વાત છે.

00:43:13.800 --> 00:43:27.736
વિષય અને કષાયનું સ્પષ્ટીકરણ.
ઈ આજે ફરીથી યાદ આવ્યું. સ્મરણ થયું પાછું.
મુમુક્ષુ:- સૂત્રમાં ઘટાવ્યું.

00:43:27.760 --> 00:43:34.276
મુમુક્ષુ:- હું જાણનાર છું કરનાર નથી. જાણનારો
જણાય છે, પર જણાતું નથી. એમાં ઘટાવ્યું વિષય- કષાય ને.

00:43:34.300 --> 00:43:39.896
ઉત્તર:- હાં, એમા જ.
મુમુક્ષુ:- એમાંથી નીકળ્યું આ.
ઉત્તર:- એમાંથી જ નીકળ્યું. ઈ મંત્રમાં જ છે બે વાત.

00:43:39.920 --> 00:43:48.016
કે હું પરને જાણતો નથી, એમાં વિષય જીતાય જશે
અને કરતો નથી એમાં કષાય જીતાય જશે.

00:43:48.040 --> 00:43:51.976
મોહ જીતાય જશે. એમાં મોહના નાશનો ઉપાય છે.

00:43:52.000 --> 00:44:11.016
<b>એ રીતે, એ રીતે કામ</b> એટલે <b>(વિષયોની ઈચ્છા)</b>
જાણવાની ઈચ્છા, વિષયોને જાણવાની
ઈચ્છા એનું નામ કામ છે.

00:44:11.040 --> 00:44:21.856
<b>તથા ભોગ</b> એટલે <b>તેમને</b>- વિષયોને
ભોગવવાની ઈચ્છા. બેયમાં ઈચ્છા લેવી.
જાણવાની ઈચ્છા અને ભોગવવાની ઈચ્છા એમ.

00:44:21.880 --> 00:44:31.896
<b>એ બેની કથા તો</b>, આહાહા! અનંતવાર બે નો  ભાવ.
અનંતવાર સાંભળી, પરિચયમાં લીધી
અને અનુભવી તેથી સુલભ છે.

00:44:31.920 --> 00:44:42.096
<b>પણ સર્વ પરદ્રવ્યોથી ભિન્ન</b>. આહાહા!
પર્યાય માત્ર પરદ્રવ્ય એનાથી ભિન્ન છે
પર્યાય માત્ર પરદ્રવ્ય એનાથી ભિન્ન છે આત્મા,

00:44:42.120 --> 00:44:51.296
ઈ પરદ્રવ્ય છે. એનાથી ભિન્ન
<b>એક ચેતન્યચમત્કાર સ્વરૂપ પોતાના
આત્માની કથાનું જ્ઞાન</b> એટલે ભાવનું જ્ઞાન.

00:44:51.320 --> 00:44:57.056
પોતાને તો પોતાથી <b>કદી થયું નહીં.</b>
પૂર્વની વાત કરે છે ને!

00:44:57.080 --> 00:45:06.536
<b>અને જેમને તે જ્ઞાન થયું હતું</b> પરથી ભિન્ન
આત્માનો અનુભવ <b>તેમની સેવા કદી કરી નહીં.</b>

00:45:06.560 --> 00:45:12.296
સેવા એટલે પરિચય કર્યો નહીં
અને એના ઉપર શ્રદ્ધા રાખીને સાંભળ્યું નહીં.

00:45:12.320 --> 00:45:22.656
ઈ એના ઉપર શ્રદ્ધા રાખે ને ત્યારે એને નિમિત્ત કહેવાય.
ત્યારે એની યોગ્યતાનો પલટો એ પ્રકારનો સહજ આવે છે.

00:45:22.680 --> 00:45:34.816
શ્રદ્ધાપૂર્વક સાંભળે છે ને? એમાં આના (આત્મા) ઉપર વિશ્વાસ
રાખી ને સાંભળે છે ને? એના ઉપર વિશ્વાસ ઈ
ઇન્ડાયરેક્ટ આત્મા ઉપર વિશ્વાસ કર્યો એણે.

00:45:34.840 --> 00:45:38.656
સર્વજ્ઞ ઉપર વિશ્વાસ ઈ
(પોતાના) આત્મા ઉપર વિશ્વાસ,

00:45:38.680 --> 00:45:42.456
જ્ઞાની ઉપર વિશ્વાસ
ઈ પોતાના આત્મા ઉપર વિશ્વાસ આવ્યો.

00:45:42.480 --> 00:45:57.536
એક વાર પરીક્ષા કરજે કે આ જ્ઞાની છે કે નહીં?
પરીક્ષા કરવાની છૂટ છે.

00:45:57.560 --> 00:46:08.336
એકવાર પરીક્ષા થઈ જાય (કે) આ જ્ઞાની છે, બસ.
પછી શંકા-આશંકા ન હોય.

00:46:08.360 --> 00:46:31.296
આહાહા! જ્ઞાની પ્રત્યેની નિશંકતા
એક મોટો અપેક્ષિત ગુણ છે. છે વ્યવહાર

00:46:31.320 --> 00:46:49.336
પણ નિશ્ચયને અનુકૂળ વ્યવહાર છે.
અત્યારે આ કાળમાં એવા શ્રદ્ધાળુ જીવો ઓછા છે. અણીશુદ્ધ.

00:46:49.360 --> 00:47:20.976
<b>પણ સર્વદ્રવ્યોથી ભિન્ન એક
ચૈતન્યચમત્કારસ્વરૂપ પોતાના આત્માની
કથાનું જ્ઞાન પોતાને તો પોતાથી કદી થયું નહિ,</b>

00:47:21.000 --> 00:47:30.296
<b>અને જેમને તે જ્ઞાન થયું હતું તેમની સેવા કદી કરી નહિ;</b>
એનો પરિચય ન કર્યો, એમ. સમાગમ ન કર્યો.

00:47:30.320 --> 00:47:35.616
શ્રીમદ્જીએ સત્ સમાગમ ઉપર બહુ ભાર આપ્યો છે.
સત્ સમાગમના બે પ્રકાર.

00:47:35.640 --> 00:47:44.256
સત્ ચિત્ આત્મા છે એનો સમાગમ કર્યો નથી, નિશ્ચય
અને જેને આત્મા જાણ્યો એનો પણ પરિચય કર્યો નહિ,

00:47:44.280 --> 00:47:52.296
એ વ્યવહાર. તેથી તેની કથા (વાત) ન કદી સાંભળી,
ન તેનો પરિચય કર્યો કે ન તેનો અનુભવ થયો.

00:47:52.320 --> 00:47:59.016
માટે તેની પ્રાપ્તિ સુલભ નથી, દુર્લભ છે. આહાહા!

00:47:59.040 --> 00:48:16.216
હવે કહે છે કે ઈ સુલભ નથી દુર્લભ છે
પણ હું એવા એકત્વ આત્માની વાત તમને કહીશ.

00:48:16.240 --> 00:48:25.536
હવે આચાર્ય ભગવાન કહે છે કે, તેથી જ તેને
પરિચય નથી, સાંભળ્યું નથી, અનુભવ નથી.

00:48:25.560 --> 00:48:34.064
<b>તેથી જ, જીવોને તે ભિન્ન આત્માનું એકત્વ</b>
એટલે એકપણું <b>અમે દર્શાવીએ છીએ:-</b>

00:48:34.088 --> 00:48:40.816
આમાં એકત્વને દર્શાવીએ છીએ એમ કહ્યું.
પછી એકત્વ-વિભક્ત શબ્દ ઉમેરશે.

00:48:40.840 --> 00:48:46.196
અત્યારે તો મેં એકત્વ દર્શાવ્યું.
મુમુક્ષુ:- એકત્વની ઉપલબ્ધી સુલભ નથી ને?

00:48:46.220 --> 00:48:53.976
ઉત્તર:- સુલભ નહીં. લખ્યું છે ને ઉપર. નીચે લખ્યું છે,
<b>દર્શાવું એક વિભક્ત એ</b>
જે અંદર છે એ જ એનું મથાળું બાંધ્યું:

00:48:54.000 --> 00:49:05.716
દર્શાવું એક વિભક્ત એ, આત્મા તણા નિજ વિભવથી;
દર્શાવું તો કરજો પ્રમાણ, ન દોષ ગ્રહ સ્ખલના યદિ.

00:49:05.740 --> 00:49:10.176
એકત્વ આત્માને બતાવવાનો મેં વ્યવસાય કર્યો છે.
આહાહા..!

00:49:10.200 --> 00:49:23.056
હવે ધીમે, ધીમે, ધીમે, ધીમે, ધીમે ચડતી દશાથી,
હવે આવે છે. સમયસાર શરૂ થવાનું છે.
એની પૂર્વ ભૂમિકા બાંધે છે.

00:49:23.080 --> 00:49:34.976
હું શું દર્શાવીશ? કે એકત્વ આત્માને દર્શાવીશ.
આમાં એક હું વિભક્ત એમ.

00:49:35.000 --> 00:49:47.696
વિભક્ત એટલે જુદો,
એવા આત્માની વાત હું દર્શાવીશ.

00:49:47.720 --> 00:49:55.096
પછી અસ્તિ-નાસ્તિથી બે વાત,
એકત્વ અને વિભક્તની વાત કરશે. એ છઠ્ઠી ગાથામાં આવશે.

00:49:55.120 --> 00:50:07.776
પાંચમી ગાથામાં આવ્યું, લ્યો! એકત્વ વિભક્ત જુઓ!
બેન! આમાં, ઓલામાં નથી. હરિગીતમાં નથી.
હરિગીતમાં નથી આ. ઓમાં છે.

00:50:07.800 --> 00:50:19.416
અન્વયાર્થમાં છે. જુઓ! પાંચમી ગાથામાં તે
<b>तं एयत्तविहत्तं</b> સંસ્કૃતમાં છે. સંસ્કૃતમાં છે જુઓ.

00:50:19.440 --> 00:50:26.536
મુમુક્ષુ:- છે ને!
ઉત્તર:- છે. <b>तं एयत्तविहत्तं</b> એકત્વ ને વિભક્ત
શબ્દ પડ્યો છે.

00:50:26.560 --> 00:50:35.356
મુમુક્ષુ:- એમાં હરિગીતમાં છે ને, હરિગીતમાં
પણ છે ભાઈ, એક વિભક્ત એટલે એકત્વ.

00:50:35.380 --> 00:50:45.516
ઉત્તર:- હાં ઠીક છે. એક એટલે એકત્વ બરાબર છે.
પણ આ શબ્દ બહુ સારો છે.
મુમુક્ષુ:- બહુ સારો છે.

00:50:45.540 --> 00:50:52.856
ઉત્તર:- આ શબ્દ બહુ સારો છે.
એકત્વ અને વિભક્ત, એ સ્પષ્ટ છે બેય.
મુમુક્ષુ:- સંસ્કૃતની ગાથામાં પણ છે.

00:50:52.880 --> 00:51:01.736
ઉત્તર:- આમાં જુઓ <b>तं एयत्तविहत्तं</b> સંસ્કૃતનો
હું ગાથાનો અર્થ કરું છું. અર્થ, ટીકા પહેલા.

00:51:01.760 --> 00:51:10.816
ટીકા પહેલા '<b>तम्</b>' એટલે તે. એકત્વ-વિભક્તમ.
એકત્વ-વિભક્ત આત્માને, એમ.

00:51:10.840 --> 00:51:17.496
ભેદજ્ઞાન શરૂ થયું અહીંયાથી.
હું એકત્વ-વિભક્ત આત્માને કહીશ.

00:51:17.520 --> 00:51:36.456
એકત્વની સિદ્ધિ વિભક્તથી થાય છે.
અસ્તિ-નાસ્તિ અનેકાંત, આ અનેકાંતનું સ્વરૂપ છે.

00:51:36.480 --> 00:51:47.496
આ નય સપ્તભંગી છે આ. ફૂલચંદજી
સિદ્ધાંત શાસ્ત્રીએ આનો ખુલાસો સારો કર્યો છે.

00:51:47.520 --> 00:51:51.976
એનું નયચક્ર છે નાનું.
મુમુક્ષુ:- જૈનતત્વ મીમાંસામાં છે.

00:51:52.000 --> 00:51:59.976
ઉત્તર:- જૈન તત્વ મીમાંસામાં! સમજી ગયા?
એક પ્રમાણ સપ્તભંગી જુદી ને નય સપ્તભંગી જુદી.

00:52:00.000 --> 00:52:06.576
અને આચાર્ય ભગવાને અહીંયા
નય સપ્તભંગીથી વાત શરૂ કરી છે.

00:52:06.600 --> 00:52:15.416
નય સપ્તભંગીમાં અનંત ગુણોથી એકપણું
અને અનંત પર્યાયથી વિભક્તપણું.

00:52:15.440 --> 00:52:24.576
કોઈ પર્યાય બાકી નહીં.
કેમકે શ્રદ્ધાનો વિષય આપવો છે.

00:52:24.600 --> 00:52:36.616
જ્ઞાનના વિષય સુધી આવ્યો અને પ્રમાણ
સપ્તભંગી સુધી આવ્યો કે સ્વ-દ્રવ્ય, ક્ષેત્ર, કાળ,
ભાવ એમાં પર-દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવની નાસ્તિ.

00:52:36.640 --> 00:52:43.676
એટલે અહીંયા દ્રવ્ય-ગુણ-પર્યાય આવ્યું
પણ એ શ્રદ્ધાનો વિષય નથી, જ્ઞાનનો વિષય છે.

00:52:43.700 --> 00:52:46.936
અને જ્ઞાનના વિષયમાંથી શ્રદ્ધાનો
વિષય કાઢવો જોઈએ.

00:52:46.960 --> 00:52:54.696
એટલે પ્રમાણમાંથી જે નિશ્ચયનય કાઢે છે
તે જિનવચનમાં (કુશળ છે) ઈ આ વાત આવી.

00:52:54.720 --> 00:53:05.896
હવે આપણે ગહેરાઈમાં આવી રહ્યા છીએ.
હવે આ સમયસારની જે ગહેરાઈ છે
એમાં આપણે આવી ગયા છીએ, સમજી ગયા?

00:53:05.920 --> 00:53:14.056
અત્યાર સુધી એ પ્રમાણનું દ્રવ્ય આપ્યું એણે,
સાત બોલથી પ્રમાણનું દ્રવ્ય આપ્યું.

00:53:14.080 --> 00:53:21.236
ઈ જ્ઞેયપ્રધાન કથન છે.
જ્ઞાનપ્રધાન કથન છે.
પ્રમાણજ્ઞાનનો વિષય આવ્યો.

00:53:21.260 --> 00:53:29.896
પ્રમાણજ્ઞાનના વિષયમાં દ્રવ્ય-પર્યાય બેય છે.
કર્મ ને નોકર્મ એ તો તદ્દન ભિન્ન છે, સમજી ગયા?

00:53:29.920 --> 00:53:40.416
હવે પ્રમાણ જ્ઞાનના વિષયમાં પણ
ર્વિકારી ને વિકારી બે પર્યાય લીધી.

00:53:40.440 --> 00:53:45.556
કેમ કે આગળ કહ્યું છે કે આવો
આત્માને અનાદિકાળથી અનુભવ નથી.

00:53:45.580 --> 00:53:53.376
બંધની કથા એણે જાણી છે. એટલે એ
પણ પ્રમત્ત અને અપ્રમત્ત બેય લઈ લેશે.
વિકાર-અવિકારથી રહિત, એમ.

00:53:53.400 --> 00:53:59.936
જુઓ! <b>એકત્વવિભક્ત આત્માને </b>,
સ્વથી એકત્વ અને પરથી વિભક્ત  (અર્થાત્) જુદો.

00:53:59.960 --> 00:54:04.936
બીજી રીતે કહીએ તો
સ્વદ્રવ્ય અને પરદ્રવ્યની ભિન્નતા.

00:54:04.960 --> 00:54:13.136
<b>હું આત્માના નિજ વૈભવ વડે દેખાડું છું;</b>
દાંડી પીટીને કહે છે કે મેં આત્માને જોયો છે,

00:54:13.160 --> 00:54:17.996
દર્શન કર્યા છે અને આત્મા ઉપર
લક્ષ રાખીને હું આત્માની વાત કરું છું.

00:54:18.020 --> 00:54:20.816
પોતે પોતાના અનુભવની સાક્ષી આપી.

00:54:20.840 --> 00:54:30.756
મેં સાંભળ્યું છે અને શાસ્ત્ર લખું છું, એમ
ન કહેતા... પછી પોતે ટીકાકાર કહેશે વ્યવહારની વાત.

00:54:30.780 --> 00:54:38.136
પોતે તો નિશ્ચયનો ધડાકો કર્યો.
મને આત્માનો અનુભવ થઈ ગયો છે. બેન,

00:54:38.160 --> 00:54:47.236
પોતે ધડાકો કર્યો. નિજ વૈભવથી હું કહું છું.
આત્માનું સ્વરૂપ મેં પ્રત્યક્ષ અનુભવ્યું છે,

00:54:47.260 --> 00:54:57.196
અનુભવી રહ્યો છું, અનુભવ  મને ચાલુ છે,  એમ કહે છે.
ચાલુ અનુભવે મારી કલમ ચાલે છે. એમ કહે છે.

00:54:57.220 --> 00:55:05.496
મુમુક્ષુ:- એકદમ સહી, બહુ સરસ!
ઉત્તર:- સીધી નિશ્ચયની જ વાત કરી.

00:55:05.520 --> 00:55:13.456
મેં સર્વજ્ઞની પરંપરામાં, મારા ગુરુએ કહ્યું ને
મેં સાંભળ્યું ને મને આત્માનું જ્ઞાન થયું છે, એમ નહીં.

00:55:13.480 --> 00:55:17.276
વ્યવહારની વાતને ગૌણ કરીને નિશ્ચયની વાત કરી.

00:55:17.300 --> 00:55:22.176
હવે નિશ્ચયની વાત એણે કરી તો
અમૃતચંદ્ર આચાર્યે વ્યવહાર જોડી દીધો.
મુમુક્ષુ:- હાં ઈ તો એમ જ.

00:55:22.200 --> 00:55:33.176
ઉત્તર:- સર્વજ્ઞની પરંપરા, ને મારા ગુરુ પર્યંત,
ને એની કૃપાથી, ને મને શુદ્ધ આત્માનો
ઉપદેશ મળ્યો અને મેં અનુભવ કર્યો.

00:55:33.200 --> 00:55:45.576
<b>એકત્વવિભક્ત આત્મા ને હું આત્માના નિજ વૈભવ વડે</b>
આહાહા! મારો નિજ વૈભવ
તો આનંદનો અનુભવ, ઈ નિજ વૈભવ છે.

00:55:45.600 --> 00:55:53.256
<b>દેખાડું છું;</b> હું દેખાડું છું, એમ. તને હથેળીમાં
દેખાડું છું કે આ આત્માનું સ્વરૂપ છે.

00:55:53.280 --> 00:55:58.296
જો દેખાડું છું આંખ ઉઘાડી રાખજે રુચિની,
રુચિની આંખ ઉઘાડી રાખજે.

00:55:58.320 --> 00:56:04.816
બીજું તારે કરવાનું કાંઈ નથી.
જો હું દેખાડું તો એમ.

00:56:04.840 --> 00:56:13.496
હું દેખાડું તો તને દેખાશે. દેખાશે તો અનુભવથી
પ્રમાણ કરજે. સાંભળીને પ્રમાણ કરીશમાં.

00:56:13.520 --> 00:56:17.296
મુમુક્ષુ:- નહીં નહીં.
ઉત્તર:- સાંભળીને પ્રમાણ થઈ શકતું નથી.

00:56:17.320 --> 00:56:24.296
જુઓ, સાંભળીને પ્રમાણ ન થાય કેમકે
ઇન્દ્રિયજ્ઞાનમાં પ્રમાણતા નથી.

00:56:24.320 --> 00:56:32.496
કેમકે ઇન્દ્રિયજ્ઞાનમાં પ્રત્યક્ષ આત્માનો
અનુભવ નથી. એટલે અનુભવથી પ્રમાણ કરજે તું.

00:56:32.520 --> 00:56:39.416
આહાહા! અનુભવીની વાત અનુભવથી પ્રમાણ થાય.

00:56:39.440 --> 00:56:47.416
સાકર ગળી છે. જેણે સાકર ખાધી
એ કહે કે સાકર ગળી છે. જુઓ! આ સાકર?

00:56:47.440 --> 00:56:53.076
તો કહે હા ગળી છે. નહીં. નહીં.

00:56:53.100 --> 00:56:59.216
બીજો હમણાં આવશે ફટકડીનો ગાંગડો
લઈને આનાથી સરસ, તો તું એને સાકર માની લઈશ.

00:56:59.240 --> 00:57:05.536
પણ હું તને સાકર બતાવું છું ગળી છે.
તું જીભ ઉપર મુકી ને પ્રમાણ કરજે.

00:57:05.560 --> 00:57:12.096
પછી ઠગ આવશે ફટકડીના
ગાંગડા લઈને (તો) છેતરાઇશ નહીં તું.

00:57:12.120 --> 00:57:20.416
આહાહા! એવી સંધિ કરી છે,
ગુરુ-શિષ્યની સંધિ કરી છે.

00:57:20.440 --> 00:57:26.036
આમાં એમ રહસ્ય છે કે આ સમયસાર
જે ભાવથી ભણશે એને અનુભવ થશે.

00:57:26.060 --> 00:57:31.936
મુમુક્ષુ:- થશે જ.
ઉત્તર:- ઈ વાત છે. ઈ.. ઈ પોતાને..પોતાને
બીજા જીવોનું જ્ઞાન થઈ ગયું છે.

00:57:31.960 --> 00:57:40.496
ભવિષ્યના પાત્ર જીવોનું જ્ઞાન થઈ ગયું છે. ન થાય?
મુમુક્ષુ:- હાં થાય ને સાહેબ.

00:57:40.520 --> 00:57:54.376
ઉત્તર:- ભવાંતરનું પોતાનું ને બીજાનું
જ્ઞાન થાય છે, જ્ઞાનીને. આહાહા!

00:57:54.400 --> 00:58:03.976
<b>દેખાડું તો પ્રમાણ કરવું અને જો કોઈ ઠેકાણે
ચૂકી જાઉં</b> એટલે કોઈ વ્યાકરણમાં, કોઈ કાના-માત્રામાં,

00:58:04.000 --> 00:58:10.176
ઈ શબ્દની પરંપરામાં, ક્યાંય શાબ્દિક
દોષ હોય તો એ તું ગ્રહણ કરીશમાં.

00:58:10.200 --> 00:58:13.816
અનુભવ પ્રધાન શાસ્ત્ર છે.
અનુભવથી પ્રમાણ કરજે.

00:58:13.840 --> 00:58:23.336
તો છળ ન ગ્રહણ કરવું. એમ કહે.
આમાં તમે વ્યાકરણ ને માત્રા ને પદની
આ ને તે ને એવા ઘણા પ્રકાર હોય.

00:58:23.360 --> 00:58:33.576
એના ઉપર લક્ષ કરીશમાં. શબ્દ મ્લેચ્છ ન થાતો,
શબ્દ મ્લેચ્છ થઈશમાં, નહિતર રહી જઈશ.

00:58:33.600 --> 00:58:41.256
લ્યો, પાંચમી ગાથા શરૂ થશે. ટાઈમ થઈ ગયો.

00:58:41.280 --> 00:58:55.616
<b>હું મારા નિજ વૈભવથી લખું છું શાસ્ત્ર.</b> આહાહા!

00:58:55.640 --> 00:59:05.376
મુમુક્ષુ:- અનુભવ ચાલુ છે.
ઉત્તર:- ચાલુ છે આ.

00:59:05.400 --> 00:59:18.416
લખવાની ક્રિયા જડની છે.
વિકલ્પ ઉઠે છે ઈ જડની ક્રિયા છે.
આહાહા! એનાથી જુદો જાણનાર જણાય છે.

00:59:18.440 --> 00:59:26.376
કેમકે જે એક વાર અનુભવમાં આવ્યો
એ જ્ઞાત: જ્ઞાયકપણે જણાયો

00:59:26.400 --> 00:59:33.336
એ તો સર્વ અવસ્થામાં જ્ઞાયકપણે,
જાણનારપણે જણાઈ રહ્યો છે. આહાહા!

00:59:33.360 --> 00:59:41.216
એ જાણવું છૂટતું નથી અને જણાઈ રહ્યો છે
એટલે આનંદ આવી રહ્યો છે.

00:59:41.240 --> 00:59:48.016
કેમકે જ્ઞાન ને અતીન્દ્રિય આનંદને
અવિનાભાવી સંબંધ છે.

00:59:48.040 --> 01:00:08.496
વિષય-કષાયની વાત, આજે સારી નીકળી.
મુમુક્ષુ:- સારી નીકળી.

01:00:08.520 --> 01:00:19.456
ઉત્તર:-પરને હું જાણતો નથી. ભાઈ! એ વાત સત્ય છે.
વિષયને જીતવનો તને પ્રકાર બતાવીએ છીએ.

01:00:19.480 --> 01:00:26.816
તું વિષયને નહીં જીતી શક્યો. હું પરને જાણું છું -
એ તો વિષય આધીન થઈ ગયો, એ તો છે અનંતકાળથી.

01:00:26.840 --> 01:00:31.096
આહાહા! એ તો કામ-ભોગ-બંધનની કથા છે.

01:00:31.120 --> 01:00:38.056
મુમુક્ષુ:- દુઃખરૂપ છે.
ઉત્તર:- દુઃખરૂપ છે. હું પરને જાણું છું ને
પરને કરું છું, એ કામ-ભોગ-બંધનની કથા છે.

01:00:38.080 --> 01:00:46.336
મુમુક્ષુ:- એમાં જ અનંત પરાવર્તન થયા છે.
ઉત્તર:- આ સ્ટીકર છે ને!
મુમુક્ષુ:- જી ભાઈ, મુક્તિનું કારણ છે

01:00:46.360 --> 01:00:53.456
ઉત્તર:- આ બસ. મહામંત્ર છે!
આજે એ વાત એમાં ઉતારીને આપણે.

01:00:53.480 --> 01:00:56.276
ઉતરી ગઈ, બરાબર ઉતરી ગઈ,
અણીશુદ્ધ ઉતરી હો!

01:00:56.300 --> 01:01:02.656
મુમુક્ષુ:-  અણીશુદ્ધ પૂરી. સહજપણે જ ઉતરી આમાં.
ઉત્તર:- હા, સહજપણે ઉતરી.

01:01:02.680 --> 01:01:08.536
કોઈ પ્રકાર એનો લઈને નહીં.
આ આવ્યું આમાંથી આહાહા..!

01:01:08.560 --> 01:01:16.116
વિષયો તરફ ઝુકે છે. દાહ થાય છે એટલે
દાહ મટાડવા માટે વિષયો તરફ ઝુકે છે.

01:01:16.140 --> 01:01:22.336
આહાહા! જાણવાની ઈચ્છા બંધ કરી દે.

01:01:22.360 --> 01:01:26.736
ટોડરમલ સાહેબે બહુ સારી વાત કરી છે.
વિષય ને કષાયની વ્યાખ્યા કરી છે.

01:01:26.760 --> 01:01:34.016
પર ને જાણવાની ઈચ્છા તે વિષય અને કષાય
અનુસાર કરવાની ઈચ્છા, તે કષાય.

01:01:34.040 --> 01:01:45.176
વિષય અને કષાયની વ્યાખ્યા કરી. ઈચ્છા છે,
બેયમાં ઈચ્છા છે. કરવાની ઈચ્છા અને જાણવાની ઈચ્છા.

01:01:45.200 --> 01:02:05.656
યથાર્થપણે જે પરને જાણતો નથી, વિષય જીતાય છે.
મુમુક્ષુ:- વિષય જીતાય છે.

01:02:05.680 --> 01:02:10.756
ઉત્તર:- વિષય જીતાતા કષાય જીતાય જશે.
કેમ કે જાણતો નથી, તો કરવું?

01:02:10.780 --> 01:02:14.616
આને હું જાણતો નથી તો આને કરવાની ક્યાં વાત રહી.
રાગને જાણતો જ નથી તો આને કરવાની વાત ક્યાં રહી.

01:02:14.640 --> 01:02:20.416
રાગને જાણતો જ નથી તો રાગને કરવાની વાત ક્યાં રહી.

01:02:20.440 --> 01:02:28.816
આહાહા! જાણેલાનું શ્રદ્ધાન થાય છે.
જાણવાનું બંધ થાશે તો શ્રદ્ધા નહીં થાય, મિથ્યા.

01:02:28.840 --> 01:02:43.296
એ વાત એણે લીધી છે કે ઇન્દ્રિયજ્ઞાન
જેને જાણે છે તેને પોતાનું માને છે.

01:02:43.320 --> 01:02:54.096
અહીંયાથી સંસાર ઊભો થયો.
મુમુક્ષુ:- મોક્ષમાર્ગ પ્રકાશકમાં લખ્યું છે.

01:02:54.120 --> 01:02:58.016
ઉત્તર:- મોક્ષમાર્ગપ્રકાશકની જ વાત કરું છું.
વાત એને બહુ સારી લીધી છે.

01:02:58.040 --> 01:03:06.216
ઇન્દ્રિયજ્ઞાન અમૂર્તિક એવા આત્માને તો
જાણતું નથી અને જેને જાણે છે મૂર્તિક આદિ દેહાદિને,

01:03:06.240 --> 01:03:11.736
એને પોતાનું માન્યા વિના રહેતો નથી.
બહુ સારું વાક્ય છે. સોનેરી!

01:03:11.760 --> 01:03:14.760
બોલો પરમ કૃપાળુ પૂજ્ય સદગુરૂદેવ નો જય હો!