﻿WEBVTT 498

00:01:49.360 --> 00:02:04.791
શ્રી સમયસાર કળશ ટીકા,
એનો અજીવ નામનો બીજો અધિકાર,
કળશ નંબર ૪૪ છે. ૫-૬ લીટી ચાલી છે.

00:02:04.816 --> 00:02:30.385
ફરીથી <b>ખંડાન્વય સહિત અર્થ-</b>
પાનું ૪૬.

00:02:30.410 --> 00:02:39.451
સમયસારનો શું અર્થ છે?
સમયસાર એટલે શુદ્ધાત્મા.

00:02:39.476 --> 00:02:47.839
એ શુદ્ધાત્મા ક્યાં રહેતો હશે?
એનું રહેવાનું રહેઠાણ ક્યાં છે?

00:02:47.864 --> 00:02:58.905
એ શુદ્ધાત્મા,
આ દેહમાં હોવા છતાં દેહથી ભિન્ન રહેલો છે,
કહેવાય દેહમાં પણ દેહમાં નથી.

00:02:58.930 --> 00:03:08.336
એ પોતાના અસ્તિત્વમાં, સ્વરૂપમાં બિરાજમાન છે.
જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્રમાં આત્મા રહેલો છે.

00:03:08.360 --> 00:03:20.016
એ શુદ્ધાત્મા,
અનાદિકાળથી જીવે પોતાના શુદ્ધાત્માના
સ્વરૂપને જાણ્યું નથી, અનુભવ્યું નથી.

00:03:20.040 --> 00:03:26.901
એ શુદ્ધાત્માનું સ્વરૂપ એવું છે કે
જે રાગ-દ્વેષ-મોહથી ત્રણેકાળ રહિત છે.

00:03:26.926 --> 00:03:40.222
સુખ-દુખના પરિણામથી પણ ભિન્ન છે
અને જ્ઞાનાવરણ આદિ આઠ પ્રકારના કર્મ સંયોગરૂપે છે,
એ સંયોગ સ્વભાવથી ભિન્ન છે.

00:03:40.247 --> 00:03:47.216
એમ જ્ઞાનમયી આત્મા જે સ્વભાવ છે
એનાથી આ દેહ-મન-વાણી ભિન્ન છે.

00:03:47.240 --> 00:03:51.976
અને ભાવકર્મ-દ્રવ્યકર્મ-નોકર્મથી
ત્રણેકાળ રહિત છે,

00:03:52.000 --> 00:03:57.936
એવો જે શુદ્ધાત્મા,
એ જ્ઞાન-દર્શનનો પુંજ છે, પરમાત્મા છે.

00:03:57.960 --> 00:04:03.376
અંદર પરમાત્મા બિરાજમાન છે,
એનું નામ સમયસાર છે.

00:04:03.400 --> 00:04:14.582
સાર એટલે રાગથી રહિત અને
સાર એટલે આ ઉપાદેયભૂત તત્ત્વ શુદ્ધાત્મા,
એને સમયસાર કહેવામાં આવે છે.

00:04:14.607 --> 00:04:23.856
એમાં, જીવ અધિકારનું વર્ણન કર્યા પછી
આચાર્ય ભગવાનને વિચાર આવ્યો
કે અજીવ અધિકાર લખું.

00:04:23.880 --> 00:04:35.941
અજીવ અધિકાર લખવાનું હેતુ, કારણ એ છે
કે અનાદિકાળથી જીવ પોતાના
સ્વભાવને ભૂલીને ભૂલો પડી ગયો છે.

00:04:35.966 --> 00:04:48.991
જ્યારે પોતાના સ્વરૂપનું ભાન નથી
એટલે જીવથી એ બીજા પદાર્થો, અજીવતત્ત્વ છે,
એ અજીવમાં જીવપણાની ભ્રાંતિ કરી બેઠો છે.

00:04:49.016 --> 00:04:57.087
દેહને જીવ માને, કર્મને જીવ માને,
રાગને જીવ માને,
એક સમયની પર્યાયના ભેદને જીવ માને.

00:04:57.112 --> 00:05:04.951
છે બધું અજીવતત્ત્વ.
એ અજીવમાં જીવની ભ્રાંતિ થઈ ગઈ છે,

00:05:04.976 --> 00:05:10.118
માટે 'આ અજીવ છે, આ અજીવ છે,
આ અજીવ છે' જોજો ભૂલતો નહિ હોં!

00:05:10.143 --> 00:05:14.256
આ અજીવ છે, જીવ નથી.
આ અજીવ છે પણ જીવ નથી.

00:05:14.280 --> 00:05:22.599
એમ વારંવાર એક-એક બોલ જુદો-જુદો કહીને
સમજાવે છે કે ધ્યાન રાખજે ભાઈ.

00:05:22.624 --> 00:05:27.776
પ્રભુ! ભગવાન તું છો. આહાહા!
તું તારા સ્વરૂપને ભૂલી ગયો છો.

00:05:27.800 --> 00:05:36.166
જેમ દારૂડિયો દારૂ પી અને ભાન ભૂલી જાય છે
એમ તું અજ્ઞાનથી મોહિત થયેલો આત્મા,

00:05:36.191 --> 00:05:42.656
તારું સ્વરૂપ તો જેવું છે એવું છે વિદ્યમાન,
પણ તને એ દૃષ્ટિગોચર થતું નથી. કેમ?

00:05:42.680 --> 00:05:46.372
કારણ કે તું અજીવને જીવ માની બેઠો છો.

00:05:46.397 --> 00:05:53.928
જે જીવ નથી
એને તું આત્મા માની બેઠો છો
એટલે આત્મા તને દૃષ્ટિગોચર થતો નથી.

00:05:53.953 --> 00:06:14.639
માટે અજીવ અધિકાર લખવામાં આવ્યો.
અજીવ, એટલે જીવ નહિ, એનું આ વર્ણન ચાલે છે.
એમાં ૪૪ મો કળશ છે. ૪૬ પાનું છે.

00:06:14.664 --> 00:06:26.282
<b>ખંડાન્વય સહિત અર્થ-
અનંતકાળથી વિદ્યમાન છે એવો જે
જીવ-અજીવની એકત્વબુદ્ધિરૂપ મિથ્યા સંસ્કાર</b>

00:06:26.307 --> 00:06:34.026
<b>તે-રૂપ છે ધારાસંતાનરૂપ
વારંવાર વિભાવપરિણામ,</b>

00:06:34.051 --> 00:06:43.416
<b>તેમાં પુદ્‌ગલ અર્થાત્ અચેતન મૂર્તિમાન દ્રવ્ય
નિશ્ચયથી અનાદિ કાળથી નાચે છે</b>.

00:06:43.440 --> 00:06:50.474
શું કહે છે? કે અનાદિકાળથી આત્મા,
આત્મા અને અનાત્મા, જીવ અને અજીવ,

00:06:50.499 --> 00:06:57.696
બે પદાર્થ સ્વરૂપથી પોતપોતાના
સ્વભાવથી ભિન્ન-ભિન્ન હોવા છતાં પણ,

00:06:57.720 --> 00:07:02.988
જેમ આત્મા અને દેહ ભિન્ન હોવા છતાં,
આત્મા અને દેહ એ એક જ માને છે,

00:07:03.012 --> 00:07:08.060
દેહને જ આત્મા માને છે,
એમ રાગને જ આત્મા માની બેઠો છે.

00:07:08.085 --> 00:07:12.360
<b>એમ જીવ અજીવની
એકત્વબુદ્ધિરૂપ મિથ્યા સંસ્કાર</b>

00:07:12.385 --> 00:07:15.760
એટલે મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન
અને મિથ્યાચારિત્ર.

00:07:15.785 --> 00:07:21.076
મિથ્યાદર્શન એટલે ખોટી
વિપરીત માન્યતા, શ્રદ્ધા.

00:07:21.101 --> 00:07:27.736
મિથ્યાજ્ઞાન એટલે આત્માથી જુદા પદાર્થ
તેને પોતાનું જાણવું, મિથ્યાજ્ઞાન.

00:07:27.760 --> 00:07:32.845
મિથ્યાચારિત્ર (એટલે) રાગમાં એકાકાર થઈ જવું,
લીન થઈ જવું,

00:07:32.870 --> 00:07:39.049
જ્ઞાનમાં લીન થવાને બદલે રાગમાં લીન થઈ
ગયો છે, એને મિથ્યાચારિત્ર કહેવામાં આવે છે.

00:07:39.074 --> 00:07:49.874
એ ત્રણ પ્રકારના, ત્રિદોષ થયા છે
એને એકત્વબુદ્ધિ કહેવામાં આવે છે.
એવા સંસ્કાર અનાદિકાળથી ચાલ્યા આવે છે.

00:07:49.899 --> 00:07:57.197
<b>વારંવાર વિભાવપરિણામ</b>, અજ્ઞાનરૂપે પરિણમે છે
એટલે પરને પોતાનું માને છે.

00:07:57.222 --> 00:08:04.753
સ્વને ભૂલી અને પરભાવને અને પરદ્રવ્યને
પોતાના માનવા એ સંસારનું કારણ છે.

00:08:04.778 --> 00:08:14.176
તેમાં એ અનાદિકાળથી અજ્ઞાનમાં,
રાગ-દ્વેષ-મોહમાં, એ આત્મા પરિણમતો નથી,

00:08:14.200 --> 00:08:19.096
આત્માના એ પરિણામ નથી પણ
એ પુદ્‌ગલના જ પરિણામ છે.

00:08:19.120 --> 00:08:26.776
કેમ કે પુદ્‌ગલના લક્ષે, પુદ્‌ગલના સંગે થાય છે
માટે તેને પુદ્‌ગલના પરિણામ કહેવામાં આવે છે.

00:08:26.800 --> 00:08:34.585
એ અનાદિકાળથી પુદ્‌ગલ,
અજીવ એરૂપે પરિણમી રહ્યું છે.

00:08:34.610 --> 00:08:38.874
ચેતન વસ્તુ પરિણમતી નથી,
એ તો અપરિણામી,

00:08:38.899 --> 00:08:47.543
<b>શુદ્ધ બુદ્ધ ચૈતન્યધન, સ્વયંજ્યોતિ સુખધામ,
બીજું કહીએ કેટલું? કર વિચાર તો પામ.</b>
(આત્મા સિદ્ધિ શાસ્ત્ર, ગાથા ૧૧૭).

00:08:47.568 --> 00:08:54.096
તારે માત્ર વિચાર કરવાની જરૂર છે.
તું દોટ મૂકી રહ્યો છો, તું વિચાર કરતો નથી.

00:08:54.120 --> 00:09:01.016
સ્થિર થઈને વિચાર કર કે
આ આકુળતા ચોવીસે કલાક જે થાય છે,
એનું કારણ શું છે?

00:09:01.040 --> 00:09:04.947
પોતાના સ્વભાવને ભૂલી ગયો છે.

00:09:04.972 --> 00:09:09.045
તે પરિણમે છે કોણ, રાગ-દ્વેષ-મોહરૂપે?
કે પુદ્‌ગલ પરિણમે છે.

00:09:09.070 --> 00:09:16.457
જીવ જ્ઞાનરૂપે પરિણમે છે
અને પુદ્‌ગલ એટલે દ્રવ્યકર્મ,
રાગ-દ્વેષ-મોહરૂપે પરિણમે છે.

00:09:16.482 --> 00:09:21.216
બે પદાર્થનું પરિણમન અલગ-અલગ છે,
ભિન્ન-ભિન્ન છે.

00:09:21.240 --> 00:09:24.716
પદાર્થ બે જુદા-જુદા છે.

00:09:24.741 --> 00:09:32.332
એક જીવ જ્ઞાનરૂપે પરિણમે છે
અનાદિકાળથી જાણવારૂપે
અને પુદ્‌ગલ રાગ-દ્વેષરૂપે પરિણમે છે.

00:09:32.357 --> 00:09:39.564
હવે એની જ્ઞાનની સ્વચ્છતામાં પુદ્‌ગલના પરિણામ
પ્રતિભાસતા, દેહ પ્રતિભાસે છે તો દેહ મારો,

00:09:39.589 --> 00:09:44.216
દુ:ખ પ્રતિભાસે તો હું દુ:ખી,
મનુષ્યની પર્યાય જણાય તો હું મનુષ્ય.

00:09:44.240 --> 00:09:50.856
એમ અનાદિકાળથી અજીવમાં જીવપણાની કલ્પના,
ભ્રાંતિ કરીને બેઠો છે.

00:09:50.880 --> 00:09:56.366
એમાં પણ પુદ્‌ગલ જ પરિણમે છે,
જીવ પરિણમતો નથી.

00:09:56.391 --> 00:10:06.945
હવે આગળ.
<b>ભાવાર્થ આમ છે કે-
ચેતનદ્રવ્ય અને અચેતનદ્રવ્ય અનાદિ છે</b>.

00:10:06.970 --> 00:10:12.178
કોઈ કહે એક જ આત્મા છે આખા જગતમાં,
એમ નથી.

00:10:12.203 --> 00:10:19.278
આત્મા અને અનાત્મા બે તત્ત્વ અલગ-અલગ છે,
જીવ અને પુદ્‌ગલ બે અલગ-અલગ છે.

00:10:19.303 --> 00:10:24.037
જીવ ચેતના સ્વભાવી છે
અને પુદ્‌ગલ જડસ્વભાવી છે.

00:10:24.062 --> 00:10:31.649
પુદ્‌ગલમાં સ્પર્શ-રસ-ગંધ-વર્ણ હોય છે.
<b>ચેતનદ્રવ્ય અને અચેતનદ્રવ્ય અનાદિ છે</b>.

00:10:31.674 --> 00:10:37.656
કોઈ સંયોગથી આત્માની ઉત્પત્તિ થતી નથી,
એ સ્વભાવથી અનાદિ-અનંત આત્મા બિરાજમાન છે.

00:10:37.680 --> 00:10:42.060
એમ પુદ્‌ગલ પણ અનાદિ-અનંત છે,
કોઈ સંયોગથી જેની ઉત્પત્તિ ન થાય.

00:10:42.085 --> 00:10:50.005
સંયોગથી ઉત્પત્તિ થાય તો વિયોગથી નાશ થાય,
એમ તો છે નહિ.

00:10:50.030 --> 00:10:58.043
<b>ચેતનદ્રવ્ય અને અચેતનદ્રવ્ય અનાદિ છે,</b>
એક (બોલ).

00:10:58.068 --> 00:11:00.496
<b>પોતપોતાના સ્વરૂપે છે</b>.

00:11:00.520 --> 00:11:07.185
<b>જડ ભાવે જડ પરિણમે, ચેતન-ચેતન ભાવ;
કોઈ-કોઈ પલટે નહિ, છોડી આપ સ્વભાવ</b>
(રાજપદ, ભક્તિ ૨૮, શ્રીમદ રાજચંદ્ર).

00:11:07.210 --> 00:11:14.305
પોતપોતાના સ્વરૂપે છે,
પોતપોતાના સ્વભાવે છે.

00:11:14.330 --> 00:11:25.051
<b>પરસ્પર ભિન્ન છે</b>,
ચેતન અને અચેતન પરસ્પર ભિન્ન એટલે જુદેજુદા છે.

00:11:25.076 --> 00:11:28.785
<b>આવો અનુભવ પ્રગટપણે સુગમ છે</b>.

00:11:28.810 --> 00:11:33.576
જ્ઞાની કહે છે કે અમને તો
બે પદાર્થ જુદા-જુદા ભાસે છે.

00:11:33.600 --> 00:11:39.389
જડ-ચેતન અમને જુદા-જુદા જણાય છે,
અમને અનુભવાય છે.

00:11:39.414 --> 00:11:45.255
'તમે એકપણે કેમ અનુભવો છો?', એમ કહેશે.

00:11:45.280 --> 00:11:51.487
<b>આવો અનુભવ પ્રગટપણે સુગમ છે</b>,
સહેલો છે, સુગમ એટલે સહેલો છે.

00:11:51.512 --> 00:11:59.896
હવે અજ્ઞાનીને કહે છે કે
<b>જેને એકત્વસંસ્કારરૂપ અનુભવ છે તે અચંબો છે</b>,
અમને તો આશ્ચર્ય થાય છે.

00:11:59.920 --> 00:12:06.456
દેહ અને આત્મા ભિન્ન હોવા છતાં
તને દેહ અને આત્મા એક કેમ લાગે છે?

00:12:06.480 --> 00:12:10.616
એક જેવા તને લાગે છે
પણ એક થઈ શકતા નથી.

00:12:10.640 --> 00:12:15.991
સોનું અને ચાંદી એક જેવા લાગે
પણ એક થાય નહિ.

00:12:16.016 --> 00:12:21.932
એમ પાણી અને માટી,
એનો સંયોગ થયો (તો) પાણી મેલું કહેવાય.

00:12:21.957 --> 00:12:27.296
એક જેવા લાગે છે પણ પાણી ભિન્ન છે,
માટી ભિન્ન છે.

00:12:27.320 --> 00:12:33.616
માટે અમને તો આશ્ચર્ય અને અચંબો થાય છે
કે દેહ અને આત્મા તમને એક કેમ લાગે છે?

00:12:33.640 --> 00:12:36.496
તમે એમ કેમ માનો છો કે દેહ મારો છે?

00:12:36.520 --> 00:12:44.593
તમને એમ કેમ લાગતું નથી કે જ્ઞાન મારું છે
અને દેહ - જડનો, એનો પુદ્‌ગલ સ્વામી છે?
તમને એમ કેમ લાગતું નથી?

00:12:44.618 --> 00:12:50.128
આ મકાન મારું છે એમ કેમ કલ્પના કરો છો?
કેમ કે એનો સ્વામી તો પુદ્ગુલ છે.

00:12:50.153 --> 00:12:56.745
એનો સ્વામી કાઈં ચેતન તો હોઈ શકે નહિ.
તો તને કેમ મમતા થાય છે પરમાં?

00:12:56.770 --> 00:12:59.380
અમને અચંબો, આશ્ચર્ય થાય છે, એમ.

00:12:59.400 --> 00:13:14.299
અમને તો ભિન્ન-ભિન્ન અનુભવ થઈ ગયો. આહાહા!
અને તમે પણ અનુભવ કરો તો થઈ શકે
ભેદજ્ઞાનથી, સુગમ છે.

00:13:14.324 --> 00:13:23.428
<b>આવો અનુભવ પ્રગટપણે સુગમ છે;
જેને એકત્વસંસ્કારરૂપ અનુભવ છે તે અચંબો છે</b>,
આશ્ચર્ય થાય છે અમને.

00:13:23.453 --> 00:13:29.782
<b>એવું કેમ અનુભવે છે?</b>
પ્રશ્ન કરે છે.

00:13:29.807 --> 00:13:40.528
<b>કેમ કે એક ચેતનદ્રવ્ય, એક અચેતનદ્રવ્ય
- એ રીતે અંતર તો ઘણું</b>,
એ બે વચ્ચે જુદાઇ તો ઘણી છે.

00:13:40.553 --> 00:13:49.176
એકમાં બીજાનો સર્વથા અભાવ છે,
એકમાં બીજાનો સર્વથા અભાવ છે.

00:13:49.201 --> 00:13:57.536
<b>અથવા અચંબો પણ નથી</b>,
અથવા હવે એમ કહીએ છીએ કે આશ્ચર્ય પણ નથી. કેમ?

00:13:57.560 --> 00:14:04.878
<b>કેમ કે અશુદ્ધપણાના કારણે,</b>
અજ્ઞાનના કારણે, પોતાના અજ્ઞાનના કારણે,

00:14:04.903 --> 00:14:11.322
કર્મના ઉદયના કારણે નહિ,
પ્રતિકૂળ સંયોગને કારણે નહિ

00:14:11.347 --> 00:14:18.526
પણ <b>અશુદ્ધપણાને કારણે</b>
એટલે ભેદજ્ઞાનનો અભાવ વર્તે છે તમને
એવું અજ્ઞાન,

00:14:18.551 --> 00:14:25.943
સ્વ અને પર એનો વિભાગ કરનારું
જે જ્ઞાન પ્રગટ થવું જોઈએ,
એ જ્ઞાન પ્રગટ થતું નથી

00:14:25.968 --> 00:14:30.407
અને સ્વ અને પર એક ભાસે છે
એવું જે અશુદ્ધપણું,

00:14:30.432 --> 00:14:35.635
એના <b>કારણે બુદ્ધિને ભ્રમ થાય છે.</b>
આહાહા! બુદ્ધિ બગડી ગઈ છે.

00:14:35.660 --> 00:14:38.896
જડ અને ચેતન એક તો થવાના નથી.

00:14:38.920 --> 00:14:49.536
મકાન કદી પણ કિશોરભાઇનું ન થાય,
દેહ પણ ન થાય એનો,
રાગ પણ કિશોરભાઇનો ન થાય.

00:14:49.560 --> 00:14:55.176
કોઈ જીવનો (રાગ) ન થાય,
આ તો કિશોરભાઇનું તો નામ છે,
બધાને લાગુ પડે. આહાહા!

00:14:55.200 --> 00:15:00.056
પણ ભ્રમણા થઈ ગઈ છે
- આ મારું, મારું, મારું કરીને મરે છે.

00:15:00.080 --> 00:15:11.762
જે ત્રણેકાળ સાથે આવે છે જ્ઞાન, એને ભૂલી ગયો
અને જે સંયોગ સાથે નથી આવતા, એને મારું માને છે,
હેમંતભાઈ. આહાહા!

00:15:11.787 --> 00:15:14.907
મુમુક્ષુ:- બરાબર, ધન્ય ઘડી છે!
ઉત્તર:- ધન્ય ઘડ઼ી છે.

00:15:14.932 --> 00:15:23.103
મુમુક્ષુ:- આવું મળે ક્યાંથી?
ઉત્તર:- ન મળે હો.
મુમુક્ષુ:- અમારા મહાન ભાગ્ય છે.

00:15:23.128 --> 00:15:33.114
ઉત્તર:- જે આત્માની સાથે ત્રણેકાળ આવે છે,
કદી પણ કોઈ પણ જીવ અહીંયાં જ્ઞાન મૂકીને
બહાર નહિ જાય.

00:15:33.139 --> 00:15:38.347
(જીવ) રાગને છોડી, દેહને છોડી, મકાનને છોડી,
સંયોગને છોડી એ તો ચાલ્યો જાય છે.

00:15:38.372 --> 00:15:43.274
પણ જે જ્ઞાન લક્ષણ ઉપયોગ છે,
એ ત્રણેકાળ,

00:15:43.299 --> 00:15:49.976
એનું જે લક્ષણ છે એ તો એની સાથે ને સાથે,
પરલોકમાં પણ સાથે જ જાય છે.

00:15:50.001 --> 00:15:55.876
ઉપયોગ અહીંયાં રહી જાય
અને આત્મા જુદો પડી જાય,
એમ ન બને.

00:15:55.901 --> 00:16:01.776
સાકરનું ગળપણ લક્ષણ અહીંયાં રહી જાય
અને સાકરનો ટુકડો ચાલ્યો જાય બહાર,
એમ કોઈ દિવસ (ન બને).

00:16:01.800 --> 00:16:07.256
કેમ કે લક્ષણ અને લક્ષ્ય (વચ્ચે)
તાદાત્મ્યસંબંધ છે એનો, ટાળ્યો ટળે નહિ.

00:16:07.280 --> 00:16:14.143
એમ જ્ઞાન અને આત્મા એક પદાર્થ છે,
જ્ઞાન જીવની સાથે જ જાય છે.

00:16:14.168 --> 00:16:19.016
રાગ અહીંયાં રહી જાય, દ્વેષ રહી જાય,
દુઃખ-સુખ રહી જાય, સંયોગ રહી જાય, કર્મ રહી જાય

00:16:19.040 --> 00:16:23.212
પણ જીવ તો સાથે ને સાથે,
જ્ઞાનની સાથે જાય છે.

00:16:23.237 --> 00:16:35.256
તો કહે છે કે <b>એક ચેતનદ્રવ્ય, એક અચેતનદ્રવ્ય
-એ રીતે અંતર તો ઘણું</b>, જુદાઇ તો છે.

00:16:35.280 --> 00:16:42.935
<b>અથવા અચંબો પણ નથી, કેમ કે
અશુદ્ધપણાના કારણે બુદ્ધિને ભ્રમ થાય છે</b>,
ભ્રાંતિ થઈ છે.

00:16:42.960 --> 00:16:45.216
હવે દૃષ્ટાંત આપે છે.

00:16:45.240 --> 00:16:56.191
<b>જેવી રીતે ધતૂરો પીતાં દૃષ્ટિ વિચલિત થાય છે,</b>
કોઈ ધતૂરો પી લે, દારૂ પી લે, ધતૂરો પી લે, વગેરે

00:16:56.216 --> 00:17:02.749
(તો) <b>દૃષ્ટિ વિચલિત થાય છે,
શ્વેત શંખને પીળો દેખે છે</b>.

00:17:02.774 --> 00:17:11.487
જેમ કમળો થયો હોય અને કપડું સફેદ હોવા છતાં
કમળાના રોગીને પીળું કપડું છે, એમ ભાસે છે,

00:17:11.512 --> 00:17:16.620
પણ એને ભાસે છે એવું કપડું નથી,
એનો ભ્રમ છે એ.

00:17:16.645 --> 00:17:28.776
એમ <b>ધતૂરો પીતાં દૃષ્ટિ વિચલિત થાય છે,
શ્વેત શંખને પીળો દેખે છે,
પણ વસ્તુ વિચારતાં આવી દૃષ્ટિ સહજની તો નથી</b>,

00:17:28.800 --> 00:17:34.116
સ્વભાવિક નથી,
તે વૈભાવિક છે.

00:17:34.141 --> 00:17:40.987
શંખ પીળો લાગે છે એ દૃષ્ટિ સાચી નથી,
શંખ તો સફેદ છે.

00:17:41.012 --> 00:17:47.696
આ જે દૃષ્ટિ છે એ સહજની તો નથી,
એટલે સ્વભાવિક નથી,
એ વૈભાવિક છે દૃષ્ટિ એની,

00:17:47.720 --> 00:17:52.353
ધતૂરો પીએ છે એને ભ્રમ થઈ જાય છે.

00:17:52.378 --> 00:18:03.130
<b>દૃષ્ટિદોષ છે</b>, આહાહા!
વસ્તુ તો જેવી છે તેવી છે, દૃષ્ટિનો દોષ છે.

00:18:03.155 --> 00:18:08.056
<b>દૃષ્ટિદોષને ધતૂરો ઉપાધિ પણ છે</b>,
નિમિત્ત પણ છે.

00:18:08.080 --> 00:18:15.443
અજ્ઞાન છે - નૈમિત્તિકભાવ,
એમાં એક નિમિત્ત પણ બીજું છે.

00:18:15.468 --> 00:18:19.810
<b>તેવી રીતે</b>,
દૃષ્ટાંત પૂરો થયો.

00:18:19.835 --> 00:18:32.691
<b>તેવી રીતે જીવદ્રવ્ય અનાદિ</b>કાળ<b>થી
કર્મસંયોગરૂપે મળેલું જ ચાલ્યું આવે છે</b>.

00:18:32.716 --> 00:18:40.257
સ્વભાવની સાથે એક બીજો સંયોગસંબંધ થયો છે.

00:18:40.282 --> 00:18:51.505
સ્વભાવ અને સંયોગ, એ બે ચીજ જુદી-જુદી છે,
એ બે ચીજ એક નથી.

00:18:51.530 --> 00:18:59.901
કપડું સફેદ છે, એને લાલ રંગનો સંયોગ થાય છે,
પાછો એ સંયોગ નીકળી પણ જાય છે.

00:18:59.926 --> 00:19:05.656
એમ સ્વભાવ અને સંયોગ...

00:19:05.680 --> 00:19:28.096
આ બાજુ આવો બધા નજીક આવો બધા.
આનીકોર, માારી બાજુ આવો, માારી બાજુ આવો.
ત્રંબકભાઈ, આવો મારી પાસે.

00:19:28.120 --> 00:19:44.266
શારીરિક તબિયતને કારણે હું મંદિરે નથી
આવી શકતો, એટલે બપોરે અહીંયાં રાખ્યું છે.
બહેન સવારે ત્યાં જાય છે.

00:19:44.291 --> 00:19:48.816
દૃષ્ટાંત પૂરો થાય છે,
હવે સિદ્ધાંતમાં ઉતારે છે.

00:19:48.840 --> 00:19:56.126
<b>તેવી રીતે જીવદ્રવ્ય
અનાદિથી કર્મસંયોગરૂપે</b> પરિણમેલું <b>છે.</b>

00:19:56.151 --> 00:20:09.749
કર્મના સ્વભાવરૂપે પરિણમેલું
એમ નથી લખ્યું, છે લખેલું? (નહિ).

00:20:09.774 --> 00:20:15.856
કર્મની સાથે જીવનો સંયોગસંબંધ છે,
તાદાત્મ્યસંબંધ નથી.

00:20:15.880 --> 00:20:23.376
જેમ ખાંડની સાથે મેલનો સંયોગસંબંધ છે,
મેલ તો નીકળી જાય છે.

00:20:23.400 --> 00:20:27.976
જ્યારે પતાસા કરે છે, ત્યારે ગરમ કરે છે,
તો મેલ તો (નીકળી જાય છે).

00:20:28.001 --> 00:20:32.043
મેલ નીકળી જાય
(તો) સાથે ગળપણ નીકળતું હશે કે નહિ?
મુમુક્ષુ:- નહિ, બિલ્કુલ નહિ.

00:20:32.068 --> 00:20:38.143
ઉત્તર:- બિલ્કુલ ન નીકળે?
થોડું ઘણું દસ ટકા પાંચ ટકા (નીકળતું હશેને)?
મુમુક્ષુ:- બિલ્કુલ નહિ.

00:20:38.168 --> 00:20:41.766
ઉત્તર:- કેમ નીકળતું નથી?
કારણ શું છે?

00:20:41.791 --> 00:20:50.332
કેમ કે સ્વભાવ અને સ્વભાવવાન જુદા ન પડે,
સ્વભાવ અને સંયોગ તો જુદા પડી જાય.

00:20:50.357 --> 00:20:56.057
આ તો બુદ્ધિગમ્ય છે વિષય,
કોઈ આમ અંધશ્રદ્ધાનો વિષય નથી.

00:20:56.082 --> 00:21:04.212
Logic (લોજિક)થી, ન્યાયથી વિચાર કરે
તો બેસી જાય એવું છે,
ન બેસે એવું કાંઈ નથી.

00:21:04.237 --> 00:21:16.060
આમાં લખ્યું છે કે
<b>જીવદ્રવ્ય અનાદિથી કર્મસંયોગરૂપે
મળેલું જ ચાલ્યું આવે છે,</b>

00:21:16.085 --> 00:21:23.496
કર્મરૂપે પરિણમ્યું છે એમ નથી લખ્યું,
કર્મના સંયોગની સાથે મળેલું છે.

00:21:23.520 --> 00:21:37.128
જેમ ખાણમાંથી સોનું નીકળે છે
તો સોનાની સાથે માટી ભેળસેળ હોય છે,
એને સુવર્ણ પાષાણ કહેવામાં આવે છે.

00:21:37.153 --> 00:21:42.785
ખાણમાંથી ચોખ્ખું સોનું ન નીકળે,
માટીની સાથે મળેલું હોય છે.

00:21:42.810 --> 00:21:51.195
પણ સોનું એ તો સ્વભાવ છે,
અને માટી એ તો સંયોગ છે.

00:21:51.220 --> 00:21:58.949
માટીનું મળવું, સોનાની સાથે સંયોગરૂપે છે,
સ્વભાવની સાથે એકત્વ પામતું નથી,

00:21:58.974 --> 00:22:04.336
માટે process (પ્રક્રિયા) કરતાં
માટી નીકળી જાય છે
અને સુવર્ણ શુદ્ધ પ્રાપ્ત થઈ જાય છે.

00:22:04.360 --> 00:22:13.976
એમ <b>જીવદ્રવ્ય અનાદિથી
કર્મસંયોગરૂપે મળેલું જ ચાલ્યું આવે છે</b>,

00:22:14.000 --> 00:22:24.791
રાગનો સંયોગ, સુખ-દુ:ખનો સંયોગ,
કર્મનો સંયોગ, શરીરનો સંયોગ. આહાહા!

00:22:24.816 --> 00:22:33.407
આ મકાન તો જુદું જ છે,
એટલે એની વાત તો જવા દો,
એ તો દૂર છે. એ તો જુદું દેખાય છે.

00:22:33.432 --> 00:22:39.170
પણ આ કારખાને જાય તો શરીર સાથે આવે છે,
આઠ કર્મ સાથે આવે છે,

00:22:39.195 --> 00:22:43.936
'આ ફેક્ટરી મારી'
એવો રાગ પણ સાથે સંયોગરૂપે આવે છે.

00:22:43.960 --> 00:22:55.496
એ જીવની સાથે એકમેક, ચેતન અને જડ,
એકમેક થતા નથી. આહાહા!

00:22:55.520 --> 00:23:06.140
જીવના સ્વભાવની સાથે,
જ્ઞાનમય-આનંદમય પરમાત્માની સાથે,
આવો એક સંયોગ અનાદિકાળથી ચાલ્યો આવે છે,

00:23:06.160 --> 00:23:13.816
જેમ સોનાની સાથે માટીનો સંયોગ છે ખાણમાં,
એમ.

00:23:13.840 --> 00:23:20.056
<b>ચાલ્યું આવે છે, મળેલું હોવાથી
વિભાવરૂપ અશુદ્ધપણે પરિણમી રહ્યું છે</b>

00:23:20.080 --> 00:23:24.426
કે જાણે આ દેહ મારો,
આ શરીર મારું, રાગ મારો,

00:23:24.451 --> 00:23:30.303
એમ અનાદિકાળથી મિથ્યાભ્રાંતિથી
અજ્ઞાનરૂપે આત્મા પરિણમે છે.

00:23:30.328 --> 00:23:42.405
<b>અશુદ્ધપણાના કારણે જ્ઞાનદૃષ્ટિ અશુદ્ધ છે</b>.
આમ જ્ઞાનમાં ભ્રાંતિ થઈ ગઈ છે કે દેહ મારો,
એ જ્ઞાનનું અજ્ઞાન કરી નાખ્યું.

00:23:42.430 --> 00:23:49.614
<b>જ્ઞાનદૃષ્ટિ અશુદ્ધ છે</b>,
ભેદજ્ઞાન કરે તો જ્ઞાનદૃષ્ટિ શુદ્ધ થઈ જાય,

00:23:49.639 --> 00:23:56.347
ભિન્ન-ભિન્ન છે એમ જાણે
તો દેહમાં મમતા છૂટી જાય,
રાગમાં મમતા છૂટી જાય.

00:23:56.372 --> 00:24:02.922
<b>જ્ઞાનદૃષ્ટિ અશુદ્ધ છે,</b>
એટલે અજ્ઞાન છે, જ્ઞાનનું અજ્ઞાન કરી નાખ્યું.

00:24:02.947 --> 00:24:09.016
<b>તે અશુદ્ધ દૃષ્ટિ વડે,</b>
એવા પોતાના અજ્ઞાન વડે,

00:24:09.040 --> 00:24:20.285
<b>ચેતનદ્રવ્યને પુદ્‌ગલકર્મની સાથે</b>,
છે બન્ને ભિન્ન-ભિન્ન છતાં

00:24:20.310 --> 00:24:25.839
<b>એકત્વસંસ્કારરૂપ અનુભવે છે</b>.
જાણે - પુદ્‌ગલ અને જીવ બન્ને એક હોય,

00:24:25.864 --> 00:24:31.239
શરીર અને આત્મા એક હોય,
રાગ અને આત્મા એક હોય,
દુ:ખ અને આત્મા એક હોય.

00:24:31.264 --> 00:24:37.257
દુ:ખ અને આત્મા એક નથી!

00:24:37.282 --> 00:24:44.624
દુ:ખનો જાણનાર છે
પણ દુ:ખનો ભોગવનાર નથી. આહાહા!

00:24:44.649 --> 00:24:50.616
બે ચીજ ભિન્ન-ભિન્ન છે,
એક ચેતન અને એક જડ-અચેતન.

00:24:50.640 --> 00:24:59.162
<b>એકત્વસંસ્કારરૂપ અનુભવે છે</b>,
અનુભવે છે એટલે એને અનુસરીને
શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રરૂપે પરિણમે છે.

00:24:59.187 --> 00:25:04.816
અનુભવે છે એટલે એને અનુસરીને
એકપણાની માન્યતાએ પરિણમતો આત્મા.

00:25:04.840 --> 00:25:07.378
<b>આવો સંસ્કાર તો વિદ્યમાન છે</b>,

00:25:07.403 --> 00:25:13.296
આ મિથ્યા સંસ્કાર અનાદિકાળથી વિદ્યમાન છે,
નથી એમ નહિ.

00:25:13.320 --> 00:25:22.176
પર્યાયમાં ભૂલ છે,
જીવ ભૂલતો નથી, પરિણામ ભૂલે છે.

00:25:22.200 --> 00:25:29.256
ભૂલ પરિણામમાં થાય છે,
જીવમાં ભૂલ થતી નથી.

00:25:29.280 --> 00:25:38.496
જેમાં ભૂલ ન હોય એ આત્મા છે
અને ભૂલ કરે છે એ અનાત્મા છે.

00:25:38.520 --> 00:25:41.216
ભૂલ કોણે કરી છે?
અનાત્મા કરે છે,

00:25:41.240 --> 00:25:47.220
ભગવાન આત્મા ભૂલ નથી કરતો,
એ તો જુદો છે.

00:25:47.245 --> 00:25:56.107
એને જાણે એક થઈ ગયો હોય,
ભૂલ અને ભૂલ વગરની વસ્તુ એક થઈ ગઈ હોય,
એમ એને ભાસે છે.

00:25:56.132 --> 00:25:58.856
પાણી અને માટીની પર્યાય મલિન જે છે,

00:25:58.880 --> 00:26:05.736
એ માટી અને સ્વચ્છ પાણી જાણે એક થઈ ગયા હોય,
એમ એને લાગે છે, પણ એક થતા નથી.

00:26:05.760 --> 00:26:16.456
ફટકડી નાખતાં મેલ જુદો પડી જાય છે
અને સ્વચ્છ પાણી પ્રાપ્ત થાય છે.

00:26:16.480 --> 00:26:19.776
<b>આવો સંસ્કાર તો વિદ્યમાન છે, પણ</b>
જુઓ

00:26:19.800 --> 00:26:23.785
<b>વસ્તુસ્વરૂપ વિચારતાં</b>, 
આવ્યું?

00:26:23.810 --> 00:26:31.336
બે વસ્તુને બેપણે જોતાં,
ભિન્ન-ભિન્ન જોતાં ભિન્ન જ તમને દેખાશે,
એકપણે નહિ દેખાય.

00:26:31.360 --> 00:26:38.627
<b>વિચારતાં આવી અશુદ્ધ દૃષ્ટિ સહજની તો નથી,
અશુદ્ધ છે, દૃષ્ટિદોષ છે</b>. આહાહા!

00:26:38.652 --> 00:26:44.376
ભ્રમણા થઈ ગઈ છે, મમતા થઈ ગઈ છે
- મારું, મારું, મારું, મારું. આહાહા!

00:26:44.400 --> 00:26:48.177
એક રજકણ પણ આત્માનું થતું નથી.

00:26:48.202 --> 00:26:57.456
પરલોકમાં જાય છે
તો કોઈ રજકણ અહીંથી લઈ જાય છે કોઈ? હેં?

00:26:57.480 --> 00:27:02.770
જયસુખભાઈ ગુરુદેવ પાસે આવતા હતા, હેં?
ભાઈના ભાઈ,

00:27:02.795 --> 00:27:07.336
પણ ગયા, કાંઈ આંહીથી લઈ ગયા?
સમજણ લઈ ગયા.

00:27:07.360 --> 00:27:12.029
ગુરુદેવના પરિચયથી સાથે સમજણ લઈ ગયા છે.

00:27:12.054 --> 00:27:18.450
અણસમજણ છોડી અને સમજણ લઈને ગયા,
બાકી રજકણ સાથે લઈ જતા નથી કોઈ.

00:27:18.475 --> 00:27:20.640
મુમુક્ષુ:- છેલ્લે સુધી હું જાઉં છું.
ઉત્તર:- બસ હું જાણું છું.

00:27:20.640 --> 00:27:25.056
મુમુક્ષુ:- જાઉં છું, જાઉં છું.
ઉત્તર:- જાઉં છું, જાઉં છું. આહાહા!

00:27:25.080 --> 00:27:37.652
એમને છેલ્લે-છેલ્લે ગુરુદેવના પરિચયથી...
પણ આયુષ્ય ઓછું
નહિતર એ જીવ એવો હતો (કે) કામ કાઢે.

00:27:37.677 --> 00:27:45.072
<b>પણ વસ્તુસ્વરૂપ વિચારતાં
આવી અશુદ્ધ દૃષ્ટિ સહજની તો નથી,</b>
સ્વભાવિક નથી, વૈભાવિક છે.

00:27:45.097 --> 00:27:52.304
શરીરમાં તાવ આવે એ સ્વભાવ છે?
શરીરનો વિભાવ છે.

00:27:52.329 --> 00:28:00.256
(તાવ) આત્માનો તો વિભાવ પણ નથી
અને સ્વભાવ પણ નથી,
પણ એ પુદ્‌ગલનો, શરીરનો વિભાવ છે.

00:28:00.280 --> 00:28:06.529
તો વિભાવ ક્યાં સુધી (રહે)?
એ થોડો ટાઈમ રહે.
ડોક્ટર કહે ત્રણ દિવસ દવા લે (તો) મટી જશે.

00:28:06.554 --> 00:28:14.725
કોઈને એમ થાય છે કે આ તાવ કાયમ રહેશે?
કોઈને નથી થતું. હેં?
વિભાવ છે એ નીકળી જશે.

00:28:14.750 --> 00:28:26.666
એમ, એમ થવું જોઈએ કે આ અજ્ઞાન છે એ વિભાવ છે,
સ્વભાવ દૃષ્ટિ કરતાં
આ અજ્ઞાનનો અભાવ થઈ જશે. આહાહા!

00:28:26.691 --> 00:28:30.004
<b>વસ્તુસ્વરૂપ વિચારતાં
આવી અશુદ્ધ દૃષ્ટિ સહજની તો નથી</b>.

00:28:30.029 --> 00:28:37.166
<b>અને દૃષ્ટિદોષને પુદ્‌ગલપિંડરૂપ મિથ્યાત્વકર્મનો
ઉદય ઉપાધિ પણ છે</b>, નિમિત્ત પણ છે.

00:28:37.191 --> 00:28:43.216
નૈમિત્તિકભાવ થાય અજ્ઞાન,
ત્યારે કર્મના ઉદય આદિને
નિમિત્ત કહેવામાં આવે છે.

00:28:43.241 --> 00:28:47.754
કર્મના ઉદયથી રાગ નથી થતો,

00:28:47.779 --> 00:28:53.231
શુદ્ધાત્માના સ્વભાવને છોડે છે
અને પરમાં ઇષ્ટ-અનિષ્ટની કલ્પના કરે તો રાગ થાય.

00:28:53.256 --> 00:28:59.704
રાગ થાય
ત્યારે કર્મના ઉદયને નિમિત્ત કહેવામાં આવે છે.
બે વસ્તુ અલગ-અલગ છે,

00:28:59.729 --> 00:29:06.354
કર્મ અજીવ - જડ છે અને રાગ આસ્રવતત્ત્વ છે
અને એનાથી જુદો જીવતત્ત્વ છે.

00:29:06.379 --> 00:29:11.456
જીવ જુદો, આસ્રવ જુદો અને કર્મ પણ જુદા,
કોઈ-કોઈના કારણે નહિ.

00:29:11.480 --> 00:29:19.483
જીવના કારણે રાગ ન થાય,
કર્મને કારણે રાગ ન થાય,
રાગને કારણે કર્મ ન બંધાય.

00:29:19.508 --> 00:29:35.016
કર્મ બંધાય કર્મના કારણે, રાગ થાય રાગના કારણે,
એનાથી જુદો જાણનાર, જાણનાર, જાણનાર
જુદો અને જુદો છે. આહાહા!

00:29:35.040 --> 00:29:40.172
બીજો બીજાને કરે છે,
જીવ તો જાણનાર છે.

00:29:40.197 --> 00:29:49.376
બીજો બીજાને કરે છે તો કરો,
હું તો અકર્તા - જાણનાર છું, જ્ઞાતા છું. આહાહા!

00:29:49.400 --> 00:29:53.808
મુમુક્ષુ:- રોબોટ (robot) કરે છે.
ઉત્તર:- રોબોટ કામ કરે છે, હું તો જાણનાર છું.

00:29:53.833 --> 00:29:59.308
આ રોબોટ છે બધું. આહાહા!
હમણાં રોબોટનું બહુ ચાલે છે
foreign (પરદેશ)માં.

00:29:59.333 --> 00:30:05.475
આ (શરીર) પણ રોબોટ છે હોં!
આહાહા! શરીર રોબોટ છે.

00:30:05.500 --> 00:30:08.376
ચેતન જાણે છે,
ચેતન કાંઈ કામ ન કરે.

00:30:08.400 --> 00:30:11.816
રોબોટ કરે,
ચેતન જાણે કે આ રોબોટ કામ કરે છે.

00:30:11.840 --> 00:30:16.914
એ રોબોટ કામ કરે છે
એના બદલે 'હું કરું છું' એ અજ્ઞાન.

00:30:16.939 --> 00:30:23.735
કરે છે રોબોટ કામ,
અને માને કે 'હું કરું છું'
એ અજ્ઞાન થઈ ગયું. આહાહા!

00:30:23.760 --> 00:30:30.887
રોબોટ કરે છે, બીજો કરે છે,
હું તો જાણનાર છું તો જ્ઞાન પ્રગટ થાય. આહાહા!

00:30:30.912 --> 00:30:40.216
થોડોક પુરુષાર્થ માગે છે.
એમ ને એમ, તરતજમાં આ બેસે,
એવું પણ નથી.

00:30:40.240 --> 00:30:47.518
<b>હવે જેવી રીતે દૃષ્ટિદોષથી
શ્વેત શંખને પીળો અનુભવે છે</b>,
ભલે પીળો લાગે એને.

00:30:47.543 --> 00:30:55.085
<b>તો પછી દૃષ્ટિમાં દોષ છે,
શંખ તો શ્વેત જ છે,</b>
સફેદ, સફેદ છે, ભલે પીળો ભાસે.

00:30:55.110 --> 00:31:01.785
પીળો લાગે તો કાંઈ પીળો ન થાય.

00:31:01.810 --> 00:31:16.336
સંયોગમાં સુખની કલ્પના કરે,
પણ સંયોગ કાંઈ સુખ આપે? (ના).
કેમ કે સંયોગમાં સુખ નથી.

00:31:16.360 --> 00:31:23.299
સંયોગ છે, બહારના અનુકૂળ મોટર
અને બંગલા અને આ બધું, એ સંયોગ છે.

00:31:23.324 --> 00:31:31.056
સંયોગ કાંઈ સુખ આપે? (ના),
કેમ કે એ જડ પદાર્થ છે, એમાં સુખ નથી,

00:31:31.080 --> 00:31:35.879
અને એ દુ:ખ પણ ન આપે.

00:31:35.904 --> 00:31:43.606
દુ:ખ આપે અજ્ઞાન અને સુખ આપે જ્ઞાન.
અને સુખ-દુ:ખને આપનાર (ભગવાન આત્મા નથી).

00:31:43.631 --> 00:31:56.014
ભગવાન આત્મા તો જાણે છે,
કે પર્યાયમાં સુખ પણ થાય અને દુ:ખ થાય,
એનાથી હું જુદો છું. આહાહા!

00:31:56.039 --> 00:32:08.797
<b>જેવી રીતે.. પીળો દેખતાં શંખ તો પીળો થયો નથી;
તેવી રીતે મિથ્યા દૃષ્ટિથી</b>,
વિપરીત માન્યતાથી,

00:32:08.822 --> 00:32:17.536
<b>ચેતનવસ્તુ અને અચેતનવસ્તુને
એક કરીને અનુભવે છે</b>,
ભલે એકમેક એને ભાસે છે, ભ્રાંતિથી,

00:32:17.560 --> 00:32:28.645
<b>અનુભવે છે તો પછી દૃષ્ટિનો દોષ છે,
વસ્તુ જેવી ભિન્ન છે તેવી જ છે.</b>
આહાહા! આ જુઓ.

00:32:28.670 --> 00:32:32.958
પોતપોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં,
સ્વચતુષ્ટયમાં છે.

00:32:32.983 --> 00:32:38.296
આત્મા એના સ્વચતુષ્ટયમાં છે
અને પુદ્‌ગલ એના સ્વચતુષ્ટયમાં છે.

00:32:38.320 --> 00:32:44.908
દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ એના જુદા
અને આત્માના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ (જુદા),
બેય ભિન્ન-ભિન્ન વસ્તુ છે.

00:32:44.933 --> 00:32:53.856
છે સંયોગરૂપે સાથે
છતાં એકમેક થતી નથી.

00:32:53.880 --> 00:33:03.956
<b>વસ્તુ જેવી ભિન્ન છે તેવી જ છે,
એક કરીને અનુભવતાં</b>, <b>અનુભવતાં</b>
- એમ માનતાં, જાણતાં,

00:33:03.981 --> 00:33:08.296
<b>એક થતી નથી</b>.
દેહ અને આત્મા એક થતા નથી,

00:33:08.320 --> 00:33:16.776
એક માને છે પણ જ્યારે ગુજરી જાય ત્યારે?
(અજ્ઞાની કહે કે) ત્યારે જુદા.

00:33:16.800 --> 00:33:26.545
જ્યારે જીવ ચાલ્યો જાય
ત્યારે દેહ અને આત્મા જુદા?

00:33:26.570 --> 00:33:32.766
પણ તું જીવતો છો
ત્યારે દેહ અને આત્મા જુદા છે
એમ સ્વીકારી લે ને!

00:33:32.791 --> 00:33:41.536
મર્યા પછી તો આ ખોખાને બાળી નાખશે.
અને મોટા લાકડા નાખશે
અને જો આમ થાય તો લાકડા મારશે. હેં?

00:33:41.560 --> 00:33:47.564
તો તે (મરણ) ટાણે દેખાય છે
કે દેહ અને આત્મા જુદા છે.

00:33:47.589 --> 00:33:53.376
મર્યા પછી તો દેખાય છે,
તો જીવતા જુદા છે એમ જાણી લે ને,
તારું કામ થઈ જાય!

00:33:53.400 --> 00:33:56.502
મમતા છૂટી જાય, દેહ રહી જાય, હોં!

00:33:56.527 --> 00:34:05.593
હા, મમતા છૂટે તો દેહને બાળી નહિ નાખે,
તારે ગભરવાની જરૂર નથી.

00:34:05.980 --> 00:34:12.658
મમતા છૂટે છે, દેહ રહી જાય.
મમતા છૂટે એટલે સંસાર છૂટી જાય.

00:34:12.683 --> 00:34:21.896
મમતા છૂટી એટલે (સંસાર છૂટયો).
મમતાનો સંસાર છે, દેહ રહી જાય, સંયોગ રહી જાય,
મમતા છૂટી જાય છે. આહાહા!

00:34:21.920 --> 00:34:30.216
મમતા છોડી દે ને? આહાહા!
મર્યા પછી જુદું કરવું - પાડવું એનાં કરતાં
(જીવતા મમતા છોડી દે). આહાહા!

00:34:30.240 --> 00:34:37.566
મોત આવે ત્યારે રોવે ઘણાં, હાય-હાય!
આ બધો વૈભવ કમાણો,
હવે મારે ત્યાં આ મૂકીને જાવું પડશે,

00:34:37.591 --> 00:34:44.887
આ ભોગવટો, મને ભોગવવાનો આવ્યો નહિ કાળ.
આહાહા! રડે હોં! પોક મૂકીને.

00:34:44.912 --> 00:34:54.468
ડોક્ટર કહે 'બસ, મુદ્દત થોડી છે તમારી,
સગાવહાલાને બોલાવી લ્યો'. થઈ રહ્યું. આહાહા!

00:34:54.493 --> 00:35:01.472
ભાઈ! દેહ અને આત્મા ત્રણેકાળ જુદેજુદા છે,
એક નથી.
એક જડ અને એક ચેતન.

00:35:01.497 --> 00:35:04.976
તો મમતા છોડી દે ને? આહાહા!

00:35:05.000 --> 00:35:13.216
મમતા છૂટયો, સંસાર છૂટી ગયો,
મમતા કહો કે મોહ કહો.

00:35:13.240 --> 00:35:20.496
અહીંયાં કહે છે ભિન્ન-ભિન્ન છે,
એક કદી થતી નથી.
એક માને તો (પણ) એક ન થાય.

00:35:20.520 --> 00:35:25.789
<b>એક કરીને અનુભવતાં એક થતી નથી</b>.
બન્ને વસ્તુ ભિન્ન-ભિન્ન છે.

00:35:25.814 --> 00:35:28.856
પાણી અને માટી બન્ને ભિન્ન-ભિન્ન છે.

00:35:28.881 --> 00:35:39.104
પાણી ઊનું થાય ત્યારે શીતળ પાણીનો સ્વભાવ
અને ઉષ્ણતા અગ્નિીની છે
એ બન્ને ભિન્ન-ભિન્ન છે.

00:35:39.129 --> 00:35:47.629
પાણી ઉષ્ણ થયું નથી, પાણી ગરમ નથી થયું.
(પાણી ઉષ્ણ થયું-) એ ભ્રાંતિ છે.

00:35:47.654 --> 00:35:58.916
અગ્નિ ગરમ છે, પાણી તો શીતળ છે. કયા વખતે?
કે પાણી ગરમ છે
એમ વ્યવહારી લોકો કહે છે ત્યારે. આહાહા!

00:35:58.941 --> 00:36:08.896
પાણી ગરમ થાય જ નહિ.
અત્યાર સુધી કોઈ પાણી ગરમ થયું નથી.

00:36:08.920 --> 00:36:13.233
જે ગરમ થાય છે ને?
એ અગ્નિ ગરમ છે.

00:36:13.258 --> 00:36:21.554
લક્ષણ ભેદે ભેદ છે.
ઉષ્ણતા અગ્નિનું લક્ષણ છે,
શીતળતા પાણીનું લક્ષણ છે.

00:36:21.579 --> 00:36:25.318
લક્ષણ ભેદે ભેદ છે. આહાહા!

00:36:25.343 --> 00:36:37.376
એમ આત્મા જ્ઞાનમય છે,
અને રાગ છે એ જડભાવ છે,
એક ચેતન અને એક જડભાવ છે.

00:36:37.400 --> 00:36:41.376
કેમ કે એકપણે
<b>અનુભવતાં એક થતી નથી,
કેમ કે ઘણું અંતર છે</b>,

00:36:41.400 --> 00:36:48.736
જુદાઇ ઘણી છે,
અંતર એટલે બન્ને વચ્ચે જુદાઇ ઘણી છે.

00:36:48.760 --> 00:36:58.056
<b>કેવું છે અવિવેકનાટ્ય?</b>
અવિવેક એટલે કે અજ્ઞાન, એકપણાની માન્યતા.

00:36:58.080 --> 00:37:03.862
<b>કેવું છે અવિવેકનાટ્ય
(અર્થાત્ જીવ-અજીવની
એકત્વબુદ્ધિરૂપ વિભાવપરિણામ)?</b>

00:37:03.887 --> 00:37:09.056
<b>અનાદિથી એકત્વસંસ્કારબુદ્ધિ
ચાલી આવી છે-એવું છે.</b> આહાહા!

00:37:09.080 --> 00:37:17.185
એકપણાની માન્યતા માની,
મરીને ચાર ગતિમાં રખડે છે,
એનો છૂટકારો થતો નથી.

00:37:17.210 --> 00:37:26.008
મમતા સાથે લઈને ગયો.
દેહ તો મૂકીને ગયો પણ દેહની મમતા?

00:37:26.033 --> 00:37:30.008
દેહ ન હોય
તો પણ દેહની મમતા સાથે જાય.

00:37:30.033 --> 00:37:36.656
દેહ સાથે જાય
તો મમતા જાય સાથે એમ નથી.
શું કહ્યું?

00:37:36.680 --> 00:37:45.225
કે દેહ છે તો મમતા થાય છે
અને દેહ જાય તો મમતા છૂટી જાય છે,
એમ નથી.

00:37:45.250 --> 00:37:54.391
દેહાદિ - પર, મારા છે
એવી મિથ્યાબુદ્ધિ સાથે લઈને જાય છે,
મિથ્યા સંસ્કાર.

00:37:54.416 --> 00:37:59.262
<b>અનાદિથી એકત્વસંસ્કારબુદ્ધિ
ચાલી આવી છે</b>. લ્યો!

00:37:59.287 --> 00:38:06.852
<b>-એવું છે.
વળી કેવું છે અવિવેકનાટ્ય?</b> આહાહા!

00:38:06.877 --> 00:38:15.333
ભેદજ્ઞાનનો અભાવ
તેને અવિવેક દૃષ્ટિ કહેવામાં આવે છે.
મૂર્ખાઇ ભરેલી દૃષ્ટિ.

00:38:15.358 --> 00:38:21.576
<b>જેમાં થોડુંક વિપરીતપણું નથી,</b>
આહાહા!

00:38:21.600 --> 00:38:30.335
<b>ઘણું વિપરીતપણું છે.</b>
સર્વથા વિપરીતપણું છે!

00:38:30.360 --> 00:38:32.252
<b>કેવું છે પુદ્‌ગલ?</b>

00:38:32.277 --> 00:38:40.875
હવે પુદ્‌ગલ - અચેતન અને ચેતન,
એ બેના ભેદજ્ઞાનનો પ્રકાર બતાવે છે
એના લક્ષણથી.

00:38:40.900 --> 00:38:57.702
<b>કેવું છે પુદ્‌ગલ? 'वर्णादिमान्'</b>,
જેમાં <b>સ્પર્શ, રસ, ગંધ, વર્ણગુણથી સંયુક્ત</b>
એટલે સહિત <b>છે.</b>

00:38:57.727 --> 00:39:09.976
પુદ્‌ગલ તો એના ગુણોથી સહિત છે
અને આત્મા રાગથી રહિત છે,
એમ કેહવું છે.

00:39:10.000 --> 00:39:13.283
<b>અને આ જીવવસ્તુ આવી છે</b>.

00:39:13.308 --> 00:39:17.493
પુદ્‌ગલ કેવું છે?
કે સ્પર્શ, રસ, ગંધ, વર્ણથી સહિત છે.

00:39:17.518 --> 00:39:22.936
અને આ આત્મા કેવો છે?
આ કોના આત્માની વાત (છે)?
પોતાના આત્માની.

00:39:22.960 --> 00:39:27.327
ક્યારે? કે હમણાં.
ક્યારે? કે હમણાં.

00:39:27.352 --> 00:39:34.616
આ સાંભળવાનો જે રાગ થાય છે ને?
સાંભળવાનો જે વિકલ્પ એટલે રાગ,
શુભરાગ છે આ.

00:39:34.640 --> 00:39:42.776
શાસ્ત્ર સ્વાધ્યાયનો જે રાગ છે,
પોતાનો સ્વરૂપ સમજવાનો જે ભાવ જાગ્યો છે,
એ ભાવ રાગ છે.

00:39:42.800 --> 00:39:50.704
એ રાગથી આત્મા ભિન્ન છે,
અત્યારે, ત્રણેકાળ.

00:39:50.729 --> 00:39:54.829
હું સાંભળું છું, (એ) નહિ,
હું જાણનાર છું.

00:39:54.854 --> 00:40:01.336
સાંભળનારો જુદો અને જાણનાર જુદો.

00:40:01.360 --> 00:40:07.568
શુભાશુભભાવ કરનાર જુદો
અને જાણનાર જુદો. આહાહા!

00:40:07.593 --> 00:40:15.712
ક્યારે?
કે ત્રણેકાળ.

00:40:15.737 --> 00:40:24.856
જરા કિશોરભાઈ મહેનત કરવી પડશે.
મુમુક્ષુ:- તો સમજાય એવું છે.
ઉત્તર:- (હા), ચીમનભાઇને પ્રમોદ આવી ગયો.

00:40:24.880 --> 00:40:31.896
પ્રમોદ આવે એવી વાત છે,
પોતાના ઘરની વાત છે,
સુખી થવાની વાત છે.

00:40:31.920 --> 00:40:42.016
બનારસીદાસજી થઈ ગયા છે ચારસો વર્ષ પહેલા, (તે)
એમ કહે છે 'एक समय की कमाई तू अनंतकाल खायगो' (श्री
स्वामी समन्तभद्र आचार्य रचित रत्नकरण्ड श्रावकाचार परिशिष्ट-१).

00:40:42.040 --> 00:40:49.496
કમાણી એક સમયની,
એટલે એક વખત ભેદજ્ઞાન કરી,
અભેદ શુદ્ધાત્માનો જો અનુભવ કર્યો

00:40:49.520 --> 00:40:58.096
અને અતીન્દ્રિયજ્ઞાન દ્વારા
અતીન્દ્રિય આનંદનો સ્વાદ લીધો,
એક સમય પૂરતો સ્વાદ આવ્યો,

00:40:58.120 --> 00:41:08.595
એવું જે સમ્યગ્દર્શન પ્રગટ થયું
તો કહે છે કે એ અનંતકાળ એને દુ:ખ નહિ આવે,
સુખ-સુખના ઢગલા આવશે.

00:41:08.620 --> 00:41:16.862
થોડું સુખ શરૂ થયું એ સુખ પૂર્ણ થઈને
પરમાત્મા થઈ જશે. આહાહા! એક સમયની કમાઈ.

00:41:16.887 --> 00:41:22.256
આ તો આખી જીંદગી કમાઈ,
ઢસરડા કરે એંસી વર્ષ સુધી,
તો પણ ગાદી છોડે નહિ.

00:41:22.280 --> 00:41:32.668
એનો દીકરો પચાસ વર્ષનો થાય
કે બાપા હવે દુકાને ના આવે તો સારું. શું?
આહાહા! મમતા છૂટે નહિ.

00:41:32.693 --> 00:41:39.224
ગુરુદેવ કહેતા હતા કે વેપારીને તો
છુટ્ટી મળે નહિ, પણ સરકારી નોકરી હોય ને,

00:41:39.249 --> 00:41:49.216
એને તો ૫૮ વર્ષની મુદ્ત હોય,
ફરજિયાત retired (નિવૃત).
ગુરુદેવને તો બધી ખબર હોય ને. આહાહા!

00:41:49.240 --> 00:41:54.557
તીવ્ર લોભ કષાય હોય ને,
દુકાનનો થડો છોડે નહિ.

00:41:54.582 --> 00:42:08.359
અને કોઈ ભાવ પૂછવા આવે તો પણ બાપા જ ભાવ કહે,
ઓલાને ભાવ કહેવાની મનાઇ. આ બધું બને છે હોં!

00:42:08.384 --> 00:42:15.032
મુમુક્ષુ:- ૮૦ વર્ષની કમાઈ એક સમયમાં ગુમાવાઈ.
મૃત્યુ પાસે એક સમયમાં જતી રહેવાની.
ઉત્તર:- ખલાસ. આહાહા!

00:42:15.057 --> 00:42:18.899
મુમુક્ષુ:- અને ઓલી એક સમયની
કમાઈ અનંતકાલ રહેશે.
ઉત્તર:- આહાહા!

00:42:18.924 --> 00:42:27.541
આ (ભવ) તો ૮૦ વર્ષે પુરું થાય
એટલે રામ બોલો ભાઈ રામ! આહાહા!

00:42:27.566 --> 00:42:32.770
૭૦-૭૫ સુધી લોકો ઢસરડા કર્યા કરે છે,
પૈસા હોવા છતાં.

00:42:32.795 --> 00:42:36.376
ન હોય ને ઢસરતો કરે એ તો ક્ષમ્ય છે,
એ તો ક્ષમ્ય છે.

00:42:36.401 --> 00:42:43.139
સંસારી જીવ છે,
કાંઈ લાંબો હાથ ન કરવો પડે
એ હિસાબે બરાબર છે.

00:42:43.164 --> 00:42:49.857
શ્રીમદ્જીએ તો ત્યાં સુધી કહ્યું છે,
ધીરૂભાઈ,

00:42:49.882 --> 00:42:57.536
કે જો તને આજીવિકાનું સાધન મળી ગયું હોય
તો બસ કરજે
અને આત્માનું હિત કરી લેજે.

00:42:57.560 --> 00:43:06.724
ધીરૂભાઇનું તો નામ છે હો,
બાકી બધાને લાગુ પડે છે.

00:43:06.749 --> 00:43:12.736
જો તને આજીવિકાનું સાધન મળી ગયું હોય
તો બસ કરજે. આહાહા!

00:43:12.760 --> 00:43:20.049
આત્માનું હિત કરી લે, મોકો મળ્યો છે.
મનુષ્યભવ મળવો બહુ મુશ્કેલ છે. આહાહા!

00:43:20.074 --> 00:43:23.349
અનંત-અનંતકાળથી નિદગોમાં પડયો હતો.

00:43:23.374 --> 00:43:30.920
એમાં, દોલતરામજી તો કહે છે કે
એકેન્દ્રિયમાંથી બે ઈન્દ્રિયમાં જ્યાં આવ્યો

00:43:30.945 --> 00:43:34.520
ત્યાં (ચિન્તામણી)રતનની પ્રાપ્તિ થઈ ગઈ, બે ઈન્દ્રિયમાં
(છ ઢાળા, પહેલી ઢાળ, ગાથા ૫).

00:43:34.545 --> 00:43:41.987
કેમ કે માંડ-માંડ બે ઈન્દ્રિય એને મળી.
એકેન્દ્રિયમાં હતો નિગોદમાં,
બટાટા અને લસણ-ડુંગળીમાં આહાહા!

00:43:42.012 --> 00:43:49.103
એમાં(થી બહાર આવીને)
બે ઈન્દ્રિય, ત્રણ ઈન્દ્રિય, ચાર ઈન્દ્રિય,
પંચ ઈન્દ્રિય, સંજ્ઞી મનુષ્ય થયો. આહાહા!

00:43:49.128 --> 00:44:00.797
સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર મળ્યા,
સમજવાની જીજ્ઞાસા પણ થઈ,
હવે પ્રમાદ કરવા જેવું નથી. આહાહા!

00:44:00.822 --> 00:44:08.416
હજી બાજી હાથમાં છે,
આયુષ્ય પુરું ન થાય ત્યાં સુધી બાજી હાથમાં છે.

00:44:08.440 --> 00:44:21.593
પણ આયુષ્ય મારું લાંબું છે એ કલ્પના કરતા નહિ,
તો પ્રમાદ આવી જશે. આહાહા!

00:44:21.618 --> 00:44:29.026
ભલે ઘરના બૈરાઓને અને છોકરાઓને લાગે,
એમ જ કેહવું કે મારું આયુષ્ય ટૂંકું છે
એટલે મારે તો ધર્મધ્યાન કરી લેવું છે.

00:44:29.051 --> 00:44:34.964
મને એક જ્યોતિષે કહ્યું છે, જ્યોતિષે કહ્યું છે,
થોડી બનાવટ કરવી આત્મહિત માટે.

00:44:34.989 --> 00:44:40.216
જ્યોતિષે કહ્યું છે કે તમારું આયુષ્ય ટૂંકું છે,
તમારે જે કરવું હોય અવારે (તરત) (તે કરી લેવું).

00:44:40.240 --> 00:44:46.070
ઓલું નથી કહેતા Will (વિલ, વસિયતનામું)
કરવું હોય તો કરી લેવું.

00:44:46.095 --> 00:44:55.570
એમ ઘરમાં એમ વાત કરવી
કે આયુષ્ય ટૂંકું છે, મને જ્યોતિષે કીધું છે,
હવે મારે કાઈં દુકાને જાવું નથી. આહાહા!

00:44:55.595 --> 00:45:03.180
તો (કહે) પણ ખર્ચો ઘણો છે.
પણ વ્યાજ કેટલું આવે છે?
કે ખર્ચ કરતાં ત્રણ ઘણું. તો હવે મૂકને માથાકૂટ!

00:45:03.205 --> 00:45:12.385
આ તો દાખલો.
કમાણી આ તો કોઈને કાંઈ, કોઈને કાંઈ,
કારખાના (કે) બીજા, ત્રીજા. આહાહા!

00:45:12.410 --> 00:45:23.700
પરપદાર્થની પાછળ પડી ગયો છે જીવ,
પરપદાર્થ આત્માનો ત્રણકાળમાં થવાનો નથી,
એક રજકણ પણ સાથે આવતું નથી. આહાહા!

00:45:23.720 --> 00:45:30.091
લોભ કષાયની પણ કોઈ હદ હોય છે, મર્યાદા.

00:45:30.116 --> 00:45:42.385
અગાઉના કાળમાં તો પરિગ્રહનું પરિમાણ કરતા હતા,
કે આટલું થાય એટલે સંતોષ, બસ છે,
મારે કાઈં કરવું નથી.

00:45:42.410 --> 00:45:50.391
આ તો કોઈ માપ જ નહિ,
આશાનો ખાડો, તૃષ્ણાનો ખાડો પૂરાય નહિ.

00:45:50.416 --> 00:45:56.256
પહેલા એમ કહે કે 'ભાઈ, સાધારણ સ્થિતિ છે
અને આપણે લાખ રૂપિયા થશે
તો નિવૃત્તિ લઈને ધર્મધ્યાન કરશું'.

00:45:56.280 --> 00:46:06.116
લાખ થાય તો પાંચ લાખ (ઈચ્છે),
અને પાંચ લાખ થાય તો પચ્ચીસ લાખ (ઈચ્છે),
એની કોઈ મર્યાદા-limit (નથી).

00:46:06.141 --> 00:46:11.447
પાછો છોકરા માટે કમાય,
અને છોકરો ધક્કો મારે
અને પાંજરાપોળમાં જવું પડે બાપાને,

00:46:11.472 --> 00:46:19.222
એવો વખત આવી ગયો છે.
હા! છે દેખાય છે બધું અટાણે, બને છે.

00:46:19.247 --> 00:46:29.487
વૃદ્ધાશ્રમમાં, એક માજીને ત્રણ દીકરા છે,
એને વૃદ્ધાશ્રમની ગોઠવણ ચાલે છે.

00:46:29.512 --> 00:46:35.822
મનુભાઈ આવ્યા નથીને આજે,
મનુભાઈ સાથે વાત થઈ હતી
વૃદ્ધાશ્રમમાં ગોઠવવા છે માજીને.

00:46:35.847 --> 00:46:40.353
યાદ કરજોને ફોનથી જરાક,
તપાસ કરી લ્યે.

00:46:40.378 --> 00:46:49.799
સોનગઢમાં રહેતા હતા,
હવે જરા તકલીફ છે.

00:46:49.824 --> 00:46:56.653
ધૂતારાની ટોળી છે,
પપ્પા પપ્પા કહે. આહાહા!

00:46:56.678 --> 00:47:07.478
પણ જો જરાક પોતાનું ધાર્યું ન થયું
(તો) આ કોણ પપ્પા અને કોણ પુત્ર,
થઈ રહ્યું.

00:47:07.503 --> 00:47:14.676
લંડનમાં હું ગ્યો હતો.
મા-બાપ, બાપ કે મા બિમાર પડે,
તો હોસ્પિટલમાં મોકલી દયે.

00:47:14.700 --> 00:47:18.716
અને અઠવાડિયે, પંદર દિવસે,
મહિને એ ખબર કાઢવા જાય, કેમ છો?

00:47:18.740 --> 00:47:27.066
બોલો! આહાહા! આવી સ્થિતિ છે.
સ્વાર્થના સગા છે બધાય.

00:47:27.091 --> 00:47:32.132
આચાર્ય ભગવાન કહે છે, હોં!
ધૂતારાની ટોળી છે, ધ્યાન રાખજે.

00:47:32.157 --> 00:47:36.316
સ્વાર્થ માટે બધી બાજી છે,
બાકી કાઈં વાતમાં માલ નથી.

00:47:36.340 --> 00:47:47.709
એક આત્મા શરણ છે
બાકી કાંઈ આ જગતમાં શરણ નથી,
જ્ઞાનીઓ પોકાર કરીને કહે છે.

00:47:47.734 --> 00:47:55.343
<b>અનાદિથી એકત્વસંસ્કારબુદ્ધિ ચાલી આવી છે
-એવું છે. વળી કેવું છે</b>... નીચે

00:47:55.368 --> 00:48:01.128
<b>પુદ્‌ગલ? સ્પર્શ, રસ, ગંધ, વર્ણગુણથી
સંયુક્ત,</b> સહિત <b>છે.
અને આ જીવવસ્તુ આવી છે</b>.

00:48:01.153 --> 00:48:06.264
કેવી છે?
<b>રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ</b>

00:48:06.289 --> 00:48:14.595
<b>એવા અસંખ્યાત લોકમાત્ર
અશુદ્ધરૂપ જીવના પરિણામ- તેમનાથી રહિત છે.</b>
નીચે વાંચો,

00:48:14.620 --> 00:48:23.780
તેમનાથી રહિત થશે નહિ,
અત્યારે છે.

00:48:23.805 --> 00:48:37.403
ખાંડનો મેલ, ખાંડથી અત્યારે ભિન્ન છે,
ભલે સંયોગરૂપે છે, એની પ્રોસેસ કરી ન હોય
તો પણ મેલ અને ખાંડ બન્ને જુદે જુદા છે.

00:48:37.428 --> 00:48:42.522
એમ ચેતન વસ્તુ આત્મા
અને રાગ-દ્વેષ-સુખ-દુ:ખના પરિણામ,

00:48:42.547 --> 00:48:50.641
એ રાગ-દ્વેષ-સુખ-દુ:ખના પરિણામથી
ભગવાન આત્મા ભિન્ન, જુદે જુદો છે.

00:48:50.666 --> 00:48:54.951
એ પરિણામ મારા છે એમ તને ભાસે છે,
એ પરિણામ તારા નથી

00:48:54.976 --> 00:49:04.796
કેમ કે એમાં ચેતનની નિશાની નથી,
એ જડની નિશાની છે એમાં.

00:49:04.820 --> 00:49:12.916
<b>અનાદિ બંધપર્યાયથી વિભાવપરિણામ
-તેમનાથી રહિત છે એવી, નિર્વિકાર</b>,
વિકાર રહિત શુદ્ધ

00:49:12.940 --> 00:49:18.556
<b>છે એવી શુદ્ધ ચિદ્રૂપ વસ્તુ તે-રૂપ છે
સર્વસ્વ જેનું એવી છે.</b>

00:49:18.580 --> 00:49:21.491
આ મારો આત્મા તો શુદ્ધ છે ત્રણેકાળ.

00:49:21.516 --> 00:49:28.530
શુદ્ધ કેમ છે? કે રાગથી રહિત છું,
અટાણે, એટલે શુદ્ધ રહી ગયો. આહાહા!

00:49:28.555 --> 00:49:35.356
એ શુદ્ધતા એ મારી,
અને અશુદ્ધતા - રાગાદિ એ પુદ્‌ગલનો ભાવ છે,
એ મારો ભાવ નથી.

00:49:35.380 --> 00:49:41.756
આ દયા, દાન, કરુણા, કોમળતાના પરિણામ,
ભગવાનની પૂજાના ભાવ પુદ્‌ગલના હશે કે જીવના?

00:49:41.780 --> 00:49:45.236
મુમુક્ષુ:- પુદ્‌ગલના.
ઉત્તર:- જીવ કરે છે કે પુદ્‌ગલ?

00:49:45.260 --> 00:49:52.191
આ સવારના પહોરમાં ભાઈ જાય છે,
સવારના ૫-૬ વાગે. આહાહા!

00:49:52.216 --> 00:50:02.307
વિકલ્પ ઊઠે છે ભગવાનની પૂજાનો,
અભિષેકનો રાગ ઊઠે છે, આવે છે
પણ એ રાગ છે તે કર્તવ્ય નથી.

00:50:02.332 --> 00:50:07.956
આવે પણ કરવા જેવું છે
અને એ ધર્મનું કારણ છે
એવું માનવા જેવું નથી.

00:50:07.980 --> 00:50:19.743
આવ્યા વિના રહે નહિ,
જ્ઞાન જાણ્યા વગર રહે નહિ,
અને એમ જાણે કે મારું નથી તો કામ થાય.

00:50:19.768 --> 00:50:25.941
એ કર્તવ્ય મારું નહિ,
એ ક્રિયા બીજો કરે છે. આહાહા!

00:50:25.966 --> 00:50:33.701
કરનાર બીજો અને જાણનાર બીજો છે.
કરનારથી જાણનાર જુદો રહે છે.

00:50:33.726 --> 00:50:52.362
કરનાર કરે છે
પણ જાણનાર એમાં, એ ક્રિયામાં ભળતો નથી,
આત્મા એ-મય થતો નથી. આહાહા!

00:50:52.387 --> 00:51:01.836
મુમુક્ષુ:- પોતામાં એવો પડ્યો છે કે ખસતો જ નથી.
ઉત્તર:- ખસતો નથી, અને રાગમાં જતો નથી,
અને રાગ જ્ઞાનમાં આવતું નથી,

00:51:01.860 --> 00:51:12.559
તો પણ આ ક્રિયા મેં કરી
એવી મિથ્યા માન્યતા છોડતો નથી. આહાહા!

00:51:12.584 --> 00:51:24.410
છોડતો નથી,
કોઈ છોડાવતું નથી, એમ નહિ!
પોતે છોડતો નથી.

00:51:24.435 --> 00:51:28.076
ભેદજ્ઞાનનો પ્રકાર અલૌકિક છે.

00:51:28.101 --> 00:51:33.143
એક વાર પ્રશ્ન આવ્યો (હતો) રાજકોટમાં.

00:51:33.168 --> 00:51:39.956
સમયસારના વાંચનમાં તો દૃષ્ટિપ્રધાન કથન
એટલે સ્વભાવની જ વાત હોય.

00:51:39.980 --> 00:51:45.716
એમાં કાંઈ શુભાશુભભાવ કરવા જેવા છે,
પાપના પરિણામ છોડવા જેવા
અને પુણ્ય કરવા જેવું,

00:51:45.740 --> 00:51:53.391
એવું તો કાંઈ આવે નહિ, કેમ કે
એ તો અજ્ઞાનનું કારણ છે.
એ તો અજ્ઞાનની દશા છે.

00:51:53.416 --> 00:51:56.624
હું વાંચન એ વખતે કરતો હતો,
ઘણાં વર્ષ પહેલાની વાત છે.

00:51:56.649 --> 00:52:03.396
એમાં એક ભાઈ કહે કે 'ભાઈ તમે આ
નિશ્ચયની વાત તો બરાબર કરો છો

00:52:03.420 --> 00:52:11.478
પણ સાથે-સાથે થોડીક વ્યવહારની વાત કરતા જાઓ,
તો ઠીક પડે સમાજને, બધાને, અમને.'

00:52:11.503 --> 00:52:15.439
મેં કહ્યું 'કાલથી વ્યવહારની વાત પણ
હું સાથે-સાથે કરીશ.'

00:52:15.464 --> 00:52:23.539
ખુશ, ખુશ થઈ ગયા,
એને એમ કે જાણે શુભભાવ કરવા
એમ ઉપદેશ આપશે. સમજી ગયા?

00:52:23.564 --> 00:52:29.372
મેં કાંઈ એમ કહ્યું નહિ.
મેં કહ્યું 'કાલથી હું વ્યવહારની વાત કરીશ.'
સમજી ગયા?

00:52:29.397 --> 00:52:34.743
પ્રસિદ્ધ વ્યક્તિ છે, નામ ન લેવાય.

00:52:34.768 --> 00:52:52.364
બીજે દિવસે કહ્યું કે
'પુણ્ય-પાપથી આત્મા ભિન્ન છે એમ
વારંવાર વિચાર કરવો, એનું નામ વ્યવહાર છે'.

00:52:52.389 --> 00:53:01.832
એને ફટકો પડયો, ઊંધું પડયું એને,
ધાર્યું હતું કાંઇ અને નીકળ્યું કાંઈ. આહાહા!

00:53:01.857 --> 00:53:09.916
શુભભાવને કરવો તે અજ્ઞાન છે.
અને શુભભાવ મારાથી ભિન્ન છે
એમ જાણવું તે વ્યવહાર છે.

00:53:09.940 --> 00:53:22.162
અને આત્માને જાણવું તે નિશ્ચય છે.
વીટી(ભાઈ) સમજાણું? ફરીથી.

00:53:22.187 --> 00:53:31.214
એક વખત ગુરુદેવને એક પ્રશ્ન (કર્યો).
છોટુભાઈ વીરાણીએ પ્રશ્ન કર્યો, મુંબઈવાળા છે,
કરોડપતિ માણસ છે (પણ) નરમ.

00:53:31.239 --> 00:53:35.680
રાતના ચર્ચામાં આવે રોજ,
બપોરે વ્યાખ્યાનમાં પણ આવે.

00:53:35.705 --> 00:53:40.801
રાત્રે એમણે પ્રશ્ન કર્યો, કે આપ કહો છો સાહેબ,

00:53:40.826 --> 00:53:47.264
કે આત્માનો અનુભવ
ત્યાંથી ધર્મની શરૂઆત થાય,
પુણ્યથી ધર્મ થતો (નથી).

00:53:47.289 --> 00:53:51.330
પુણ્યથી તો બંધ થાય
પણ મોક્ષ ન થાય.

00:53:51.355 --> 00:53:59.076
તો એક પ્રશ્ન મારો છે
કે પાપ તો અમારે કરવું નથી,
કેમ કે પાપ કરીએ તો-તો નીચી ગતિમાં (જઈએ).

00:53:59.101 --> 00:54:04.910
અને આર્ય જીવ છે,
જૈનકુળમાં જન્મ્યા છીએ
એટલે પાપના વિચાર તો અમને આવતા નથી.

00:54:04.935 --> 00:54:14.576
અને આત્માનો અનુભવ થતો નથી,
તો વચ્ચે રહ્યું પુણ્ય,
તો એ કરવું કે ન કરવું?

00:54:14.601 --> 00:54:21.157
પાપ અમારે કરવું નથી
અને આત્માનો અનુભવ થતો નથી,
ત્યાં સુધી પહોંચાતું નથી.

00:54:21.182 --> 00:54:26.862
આપ કહો છો (તે) વાત સાચી,
(પણ અનુભવ સુધી) પહોંચાતું નથી,
તો પુણ્ય કરવું કે ન કરવું?

00:54:26.887 --> 00:54:28.836
 ગુરુદેવે એમ જવાબ આપ્યો,

00:54:28.860 --> 00:54:36.996
કે 'જ્યારે પુણ્યના પરિણામ આવે
ત્યારે એનાથી મારો આત્મા જુદો છે,
એમ વારંવાર વિચાર કરવો'.

00:54:37.020 --> 00:54:42.532
પુણ્ય કરવું એમ પણ ન કહ્યું
અને ન કરવું એમ પણ (ન કહ્યું).

00:54:42.557 --> 00:54:45.866
કેમ કે કરવા ન કરવાનો પ્રશ્ન જ નથી.

00:54:45.891 --> 00:54:52.059
થાય છે
એનાથી આત્મા જુદો છે,
એમ જાણવાનો પ્રયત્ન કરવો,

00:54:52.084 --> 00:54:57.707
એનું નામ વ્યવહાર છે.
લ્યો! આ વ્યવહાર.

00:54:57.732 --> 00:55:04.645
અને આત્માને પ્રત્યક્ષ અનુભવવો
એનું નામ નિશ્ચય. આહાહા!

00:55:04.670 --> 00:55:10.203
મોઢું આટલું (નાનું) થઈ ગયું
એનું (પ્રસિદ્ધ વ્યક્તિનું)
કે અમારું તો કાંઈ આવ્યું નહિ.

00:55:10.228 --> 00:55:12.316
તમારું ક્યાંથી આવે આમાં!

00:55:12.340 --> 00:55:19.737
કુંદકુંદ ભગવાને જે શાસ્ત્રો લખ્યા,
એ આત્મા રાગનો કરનાર છે,

00:55:19.762 --> 00:55:28.156
અને શુભભાવ કરે તો ધર્મ થાય,
પુણ્ય કરતાં-કરતાં ધર્મ થાય,
એટલા માટે શાસ્ત્રની ઉત્પત્તિ નથી. આહાહા!

00:55:28.180 --> 00:55:44.966
પુણ્ય-પાપના પરિણામથી ભિન્ન આત્માને
લક્ષમાં લે, એની દૃષ્ટિ કર, એનો અનુભવ કર
તો સંસારનો અંત આવશે.

00:55:44.991 --> 00:55:54.270
પુણ્ય તો અહીંયાં ગળે વળગ્યું છે દરેકને.
આહાહા!

00:55:54.295 --> 00:55:57.303
મુમુક્ષુ:- શાતાનો ઉદય હોય તો સારું.
શાતાનો ઉદય હોય તો સારું ને?

00:55:57.328 --> 00:56:02.121
ઉત્તર:- શાતાનો ઉદય હોય તો સુખ થાય, એમ?
એમ માને છે. એ માન્યતા સાચી છે?

00:56:02.146 --> 00:56:07.356
મુમુક્ષુ:- એ માન્યતા સાચી હોય?
એનું ફળ તિર્યંચનું જ મળે છે.

00:56:07.380 --> 00:56:15.221
ઉત્તર:- આહાહા! તિર્યંચમાં જ જાય જીવ,
થોડો ટાઈમ રહે (બહાર ત્રસમા), હવા ખાવા નીકળે.

00:56:15.246 --> 00:56:20.002
આહાહા! કરવું તો આત્માના સ્વભાવમાં નથી,
જાણવું સ્વભાવમાં છે.

00:56:20.027 --> 00:56:26.159
આત્મા જાણનાર છે, કરનાર નથી.
અને જાણનારને જાણો તો ધર્મ થાય.

00:56:26.184 --> 00:56:35.363
કર્મને જાણો તો પણ કર્મ બંધાય,
રાગને જાણો તો પણ કર્મ બંધાય,
દેવ-ગુરુ-શાસ્ત્રને જાણો તો પણ કર્મ બંધાય.

00:56:35.388 --> 00:56:38.294
આત્માને જાણો તો કર્મની નિર્જરા થાય,

00:56:38.319 --> 00:56:49.061
નવો બંધ ન થાય અને જૂનાની નિર્જરા થઈ જાય.
આહાહા! આવી વાત છે.

00:56:49.086 --> 00:56:54.555
<b>શુદ્ધ ચિદ્રૂપ વસ્તુ તે-રૂપ છે
સર્વસ્વ જેનું એવી છે.</b>

00:56:54.580 --> 00:57:01.161
<b>નિર્વિકાર છે એવી શુદ્ધ ચિદ્રૂપ વસ્તુ
તે-રૂપ છે સર્વસ્વ જેનું એવી છે.</b>

00:57:01.186 --> 00:57:06.555
<b>ભાવાર્થ આ પ્રમાણે છે કે જેમ પાણી</b>,
હવે દૃષ્ટાંત આપે છે.

00:57:06.580 --> 00:57:16.965
<b>પાણી કાદવ મળતાં મેલું છે</b>.
માટીનો સંયોગ થયો તો પાણી મેલું છે.

00:57:16.990 --> 00:57:26.042
પાણી મેલું નથી,
પાણીની અવસ્થા મેલી છે, તે વ્યવહાર છે
અને નિશ્ચયથી તો માટી મેલી છે.

00:57:26.067 --> 00:57:30.242
માટી મેલી છે,
પાણી મેલું થતું નથી.

00:57:30.267 --> 00:57:35.738
<b>ત્યાં તે મેલાપણું રંગ છે,</b>
આગંતુક ભાવ, મહેમાન થયો એ તો.

00:57:35.763 --> 00:57:42.171
<b>તે રંગને અંગીકાર નહિ કરતાં
બાકી જે કાંઈ છે તે પાણી જ છે</b>. આહાહા!

00:57:42.196 --> 00:57:53.502
માટીના ભાવને ગૌણ કરો કે આ માટીના ભાવ છે,
આ લક્ષણ, સ્વચ્છતા લક્ષણ પાણીનું છે
અને મલિનતા લક્ષણ માટીનું છે.

00:57:53.527 --> 00:58:05.276
બન્નેના લક્ષણ જુદા-જુદા છે,
એમ જાણે અને ફટકડી નાખે તો મેલ જુદો પડી જાય
અને સ્વચ્છ પાણી પ્રગટ અનુભવમાં આવે.

00:58:05.300 --> 00:58:16.273
<b>તેમ જીવને કર્મબંધપર્યાયરૂપ
અવસ્થામાં રાગાદિ ભાવ રંગ છે,</b> આહાહા!
રંગની બાદબાકી કરવી જોઈએ.

00:58:16.298 --> 00:58:23.330
<b>તે રંગને અંગીકાર નહિ કરતાં</b>,
એટલે હું રાગી છું, એમ નહિ માનતા,

00:58:23.355 --> 00:58:28.002
અંગીકાર ન કરતાં એટલે 'રાગી જીવ છે'
એવી બુદ્ધિ છોડી દયો.

00:58:28.027 --> 00:58:32.584
રાગી જીવ નથી,
રાગી પુદ્‌ગલ છે.

00:58:32.609 --> 00:58:38.538
<b>નહિ કરતાં બાકી જે કાંઈ છે
તે ચેતનધાતુમાત્ર વસ્તુ છે.</b> આહાહા!

00:58:38.563 --> 00:58:41.656
જ્ઞાનમય આત્મા છે,
આત્મા રાગમય નથી.

00:58:41.680 --> 00:58:47.346
રાગી તો પુદ્‌ગલ છે,
જીવ તો જ્ઞાનમય છે.
સ્વરૂપ તો આવું છે.

00:58:47.371 --> 00:58:53.446
<b>આનું નામ શુદ્ધ સ્વરૂપ-અનુભવ જાણવું,</b>
આનું નામ શુદ્ધાત્માનો અનુભવ

00:58:53.471 --> 00:58:59.611
<b>કે જે સમ્યગ્દૃષ્ટિને હોય છે.</b>
અથવા આવો અનુભવ કરે તે સમ્યગ્દૃષ્ટિ થાય છે.

00:58:59.636 --> 00:59:15.156
લ્યો! થઈ ગયો વખત.
મુમુક્ષુ:- ભાઈ સંવાદ લેવાનો ભાવ છે.

00:59:15.181 --> 00:59:22.855
<b>પરમપારિણામિકભાવ,
સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનનો સંવાદ</b>

00:59:22.880 --> 00:59:31.556
મુમુક્ષુ:- <b>मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमो गणी ।</b>

00:59:31.580 --> 00:59:40.476
<b>मङ्गलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मङ्गलम् ॥</b>

00:59:40.500 --> 00:59:48.516
<b>सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारकं ।</b>

00:59:48.540 --> 01:00:00.379
<b>प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनम् ॥</b>

01:00:00.404 --> 01:00:11.271
અધ્યાત્મયુગ પ્રવર્તક
મહાન કહાન ગુરુદેવની પરંપરામાં થયેલા

01:00:11.296 --> 01:00:18.192
મહાન વિદ્વાન
પૂજ્ય શ્રી લાલચંદભાઇની સાક્ષીમાં,

01:00:18.217 --> 01:00:21.965
(પૂજ્ય લાલચંદભાઇને) પરમપરિણામીકભાવ
સ્વરૂપની જગ્યાએ રાખીને

01:00:21.990 --> 01:00:34.173
અમે બન્ને સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનનો
સ્વાંગ ધારણ કરીને
આ સંવાદ પ્રસ્તુત કરીએ છીએ.

01:00:34.198 --> 01:00:38.002
ઉત્તર:- એ (સંધ્યાબહેન)
સમ્યગ્દર્શનનો સ્વાંગ ધારણ કરે છે અત્યારે

01:00:38.027 --> 01:00:41.956
અને આ (નીલમબહેન) સમ્યગ્જ્ઞાન છે.
એ બન્નેનો વાદવિવાદ થશે.

01:00:41.980 --> 01:00:46.488
અને પરમપારિણામિકભાવ અહીં,
એ આત્મા છે.
મુમુક્ષુ:- પરમપારિણામિકભાવ એ તો સ્વભાવ જ છે.

01:00:46.513 --> 01:00:50.555
ઉત્તર:- આ તો સ્વાંગ છે, આ બધા.
મુમુક્ષુ:- પરમપારિણામિકભાવ તો સ્વભાવ જ છે.

01:00:50.580 --> 01:00:57.655
મુમુક્ષુ:- સમ્યગ્દર્શન-સમ્યગ્જ્ઞાનની જોડી,
કોઈ ન શકે તોડી.
ઉત્તર:- એક સાથે જ છે ને?

01:00:57.680 --> 01:01:05.588
સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન
એક સાથે જ પ્રગટ થાય છે,
એક સાથે રહે છે.

01:01:05.613 --> 01:01:07.316
હવે સમ્યગ્દર્શન બોલે છે.

01:01:07.340 --> 01:01:11.742
સમ્યગ્દર્શન:- હે પરમપારિણામિકભાવ સ્વરૂપ
જ્ઞાયક પરમાત્મન્!

01:01:11.767 --> 01:01:18.004
તમને સમ્યક્ શ્રદ્ધાનો પ્રણામ
સ્વીકાર હો, સ્વીકાર હો, સ્વીકાર હો!

01:01:18.029 --> 01:01:22.957
સમ્યગ્જ્ઞાન:- હે પરમપારિણામિકભાવ સ્વરૂપ
જ્ઞાયક પરમાત્મન્!

01:01:22.982 --> 01:01:31.544
તમને સમ્યગ્જ્ઞાનનો પ્રણામ
સ્વીકાર હો, સ્વીકાર હો, સ્વીકાર હો!

01:01:31.569 --> 01:01:35.477
સમ્યગ્દર્શન:- બન્ને મળીને
પુન: પુન: નમસ્કાર કરીને

01:01:35.502 --> 01:01:42.609
આપશ્રીની સાક્ષીમાં
અમે અમારા સ્વરૂપને ખુલ્લું કરીએ છીએ.

01:01:42.634 --> 01:01:50.375
સમ્યગ્જ્ઞાન:- હે શ્રદ્ધા!
હું આત્મવસ્તુને કથંચિત્ અભેદ
અને કથંચિત્ ભેદસ્વરૂપ જાણું છું.

01:01:50.400 --> 01:01:56.538
નિત્ય-અનિત્ય, એક-અનેક,
અપરિણામી-પરિણામી,
દ્રવ્ય-પર્યાય સ્વરૂપ,

01:01:56.563 --> 01:01:58.738
उत्पादव्ययध्रौव्ययुक्त्तं सत्
(મોક્ષશાસ્ત્ર/તત્ત્વાર્થસૂત્ર, અધ્યાય ૫, સૂત્ર ૩૦),

01:01:58.763 --> 01:02:03.436
એટલે કે વસ્તુ જેવી છે
એવી બે પડખાવાળી જાણું છું.

01:02:03.460 --> 01:02:08.142
તું પણ મારી જેમ જ વસ્તુને
એવી માન, એવી માન!

01:02:08.167 --> 01:02:14.916
સમ્યગ્દર્શન:- ના ભાઈ જ્ઞાન! એમ ના બને.
એવું તો બને જ નહિ.
એમાં તો હું મિથ્યા થઈ જઇશ!

01:02:14.940 --> 01:02:17.840
સમ્યગ્જ્ઞાન:- કેમ?
કેમ મિથ્યા થઈ જઇશ?

01:02:17.865 --> 01:02:24.648
હું તો દ્રવ્ય-પર્યાય સ્વરૂપને જાણું છું,
એમાં હું તો સમ્યક્ રહું છું.
તું મિથ્યા કેમ થઈ જાય?

01:02:24.673 --> 01:02:32.692
તું મિથ્યા થવાનો ભય ના કર.
તું પણ એમાં જ સમ્યક્ થઇશ.
કેમ બરાબર છે ને?

01:02:32.717 --> 01:02:39.661
સમ્યગ્દર્શન:- અરે ભાઈ જ્ઞાન!
જેમાં તું સમ્યક્ રહે છે
એમાં હું પણ સમ્યક્ રહું, એમ નથી.

01:02:39.686 --> 01:02:42.871
કેમ કે આપણા બન્નેનો
nature (સ્વભાવ) ફરક-ફરક છે.

01:02:42.896 --> 01:02:47.192
હું તો નિર્વિકલ્પ છું અને
મારો વિષય એક જ હોય.

01:02:47.217 --> 01:02:53.113
અને મારામાં સર્વથાપણું જ હોય છે,
મારામાં કથંચિત્પણું ન હોય.

01:02:53.138 --> 01:03:00.413
મને કથંચિત્ આવડતું જ નથી,
મને જે દેખાય છે એ સર્વથા જ દેખાય છે.

01:03:00.438 --> 01:03:05.457
હું શું કરૂં?
મારો સ્વભાવ જ સર્વથા તરીકે જ દેખવાનો છે.

01:03:05.482 --> 01:03:12.754
સમ્યગ્જ્ઞાન:- હા શ્રદ્ધા! એ તો બરાબર છે
કે તારો સ્વભાવ નિર્વિકલ્પ છે,
તારામાં સર્વથાપણું જ છે.

01:03:12.779 --> 01:03:18.692
સમ્યગ્દર્શન:- એટલે જ તો! હે ભાઈ જ્ઞાન!
અનંત-અનંતળકાથી હું પોતાના

01:03:18.717 --> 01:03:29.676
સર્વથા શુદ્ધ, પરિપૂર્ણ, અનંત-અનંત
ગુણમય અભેદ-જ્ઞાતા સ્વભાવને
સર્વથા અશુદ્ધ-અપૂર્ણ દોષી માનતી હતી.

01:03:29.700 --> 01:03:38.877
હવે આપશ્રીની અનંત-અનંત પરમકૃપાથી,
આપશ્રીના શુદ્ધનય સ્વરૂપ
કલ્યાણકારી માર્ગદર્શનથી,

01:03:38.902 --> 01:03:46.575
આપે મારા પૂર્ણ શુદ્ધ સ્વરૂપ,
પરિપૂર્ણ કૃતકૃત્ય પરમાત્મસ્વરૂપ,
સ્વયં સિદ્ધ સ્વરૂપ,

01:03:46.600 --> 01:03:51.827
આહાહા! ભગવાન આત્મસ્વરૂપ
દેખાડ્યો છે, દર્શાવ્યો છે.

01:03:51.852 --> 01:03:55.950
અને મેં પણ મારા સ્વરૂપને
એવું જ માની લીધું છે

01:03:55.975 --> 01:04:04.946
કે હું તો નિત્યનિરાવરણ-અખંડ-પ્રત્યક્ષપ્રતિભાસમય
પરિપૂર્ણ જ્ઞાયક પરમાત્મા છું.

01:04:04.971 --> 01:04:13.094
સર્વથા શુદ્ધ જ છું, પૂર્ણ જ છું,
નિષ્ક્રિય શુદ્ધ જ્ઞાયકભાવરૂપે જ છું,
અભેદ જ છું.

01:04:13.119 --> 01:04:18.436
મને એટલું જ દેખાય છે,
એ સિવાય બીજું કશું પણ મને દેખાતું નથી.

01:04:18.460 --> 01:04:21.232
એમાં જ મારું સમ્યક્પણું છે.

01:04:21.265 --> 01:04:30.009
સમ્યગ્જ્ઞાન:- એમ! તું સર્વથા શુદ્ધ સ્વભાવ,
પરમાર્થ સ્વભાવથી અભેદ છો,
નિર્વિકલ્પ છો.

01:04:30.034 --> 01:04:36.209
વાહ! બહુ સારું.
હવે હું તને કથંચિત્નો આગ્રહ કદી ન કરું.

01:04:36.234 --> 01:04:41.996
સમ્યગ્દર્શન:- હા પ્રભુ જ્ઞાન!
જો મને કથંચિત્માં આવવાનું કહેશો
તો હું મિથ્યા થઈ જઇશ.

01:04:42.020 --> 01:04:50.309
અને મારા મિથ્યા થતાં તમે પણ મિથ્યા થઈ જશો.
મારા મરણ સાથે જ તમારું મરણ પણ જાણો!

01:04:50.334 --> 01:04:55.294
સમ્યગ્જ્ઞાન:- એમ! ઓહોહોહો!
તો મારે એવું નથી કરવું.

01:04:55.319 --> 01:05:00.594
અનંતકાળથી હું પણ
તારા સમ્યક્પણા વિના મિથ્યા રહ્યો છું,

01:05:00.619 --> 01:05:05.794
કથંચિત્ના પક્ષમાં રહ્યો છું,
નિત્ય-અનિત્યનો જ્ઞાતા નથી થયો.

01:05:05.819 --> 01:05:18.342
હવે હે શ્રદ્ધા!
તું તારા સર્વથા શુદ્ધ સ્વભાવમાં નિશ્ચલ રહે.
હું કોઈ દિવસ તને કથંચિત્માં નહિ લાવીશ.

01:05:18.367 --> 01:05:23.580
સમ્યગ્દર્શન:- હા ભૈયા જ્ઞાન!
આત્મા તો સર્વથા શુદ્ધ જ છે ને? આહાહા!

01:05:23.605 --> 01:05:27.446
હું તો પરિપૂર્ણ, નિર્વિકલ્પ,
અભેદ પરમાત્મા છું.

01:05:27.471 --> 01:05:31.246
હું તો સર્વથા નિત્ય જ્ઞાતા સ્વરૂપે જ છું.

01:05:31.271 --> 01:05:39.775
હે ભાઈ જ્ઞાન!
હવે તમે પણ જેટલો હું શ્રદ્ધું છું
એટલો ચૈતન્ય સામાન્ય આત્મા છે,

01:05:39.800 --> 01:05:45.325
કેવળ એને જ તમે પણ આત્મા જાણો,
સર્વથા દ્રવ્યને જ જાણો.

01:05:45.350 --> 01:05:49.559
તમે શું કામ પર્યાયને જાણો છો?
એ તો પરદ્રવ્ય છે ને?

01:05:49.584 --> 01:05:57.150
તમે મારી વાત માનો
કે એકલા દ્રવ્ય સ્વભાવને જ જાણો.
તમે પણ સર્વથામાં આવી જાઓ ને?

01:05:57.175 --> 01:06:06.782
સમ્યગ્જ્ઞાન:- અચ્છા! હે શ્રદ્ધા!
જેમ તારા સ્વભાવમાં સર્વથા એકાંત છે
એવું મારા સ્વભાવમાં સર્વથા એકાંત નથી.

01:06:06.807 --> 01:06:14.192
મારા સ્વભાવમાં તો અનેકાંતપણું છે,
કથંચિત્પણું છે, હું સ્યાદ્વાદરૂપ છું.

01:06:14.217 --> 01:06:19.698
હું જો સર્વથા એકાંતમાં જાઉં
તો હું મિથ્યા થઈ જાઇશ, મરી જાઇશ.

01:06:19.723 --> 01:06:26.325
સમ્યગ્દર્શન:- અરે!
હું તો સર્વથામાં જ સમ્યક્ રહું છું
અને તમે સર્વથામાં સમ્યક્ નહિ?

01:06:26.350 --> 01:06:29.284
તમે એમાં મિથ્યા થઈ જશો?
મરી જશો?

01:06:29.309 --> 01:06:33.584
સમ્યગ્જ્ઞાન:- હા!
હું સર્વથા એકાંતમાં સમ્યક્ નથી થતો.

01:06:33.609 --> 01:06:42.168
સર્વથામાં તું સમ્યક્ અને કથંચિત્માં હું સમ્યક્.
કથંચિત્માં તું મિથ્યા અને સર્વથામાં હું મિથ્યા.

01:06:42.193 --> 01:06:47.065
હવે તો આપણા બન્નેનો
સમ્યક્ થવાનો કાળ પાકી ગયો છે.

01:06:47.090 --> 01:06:56.240
કેમ કે આપણા ઉપર
પૂજ્ય શ્રી લાલચંદભાઈ જેવો
પારિણામિક સ્વભાવ મળી ગયો છે ને?

01:06:56.265 --> 01:07:00.716
એટલે હવે તો બન્નેનો સમ્યક્ થવાનો
કાળ પાકી ગયો છે.

01:07:00.740 --> 01:07:07.156
એટલે તું સર્વથા શુદ્ધ પરિપૂર્ણ મુક્ત
અભેદ જ્ઞાયકભાવમાં જ રહે

01:07:07.180 --> 01:07:15.756
અને હું પણ તારો જે આત્મા છે
એ જ મારો આત્મા છે,
તને જે ઉપાદેય છે એ જ મને ઉપાદેય છે.

01:07:15.780 --> 01:07:21.596
એમાં તો હું તારી સાથે છું, પણ...
પરમપારિણાકમિકભાવ:- પણ...
સમ્યગ્દર્શન:- પણ...

01:07:21.621 --> 01:07:27.096
સમ્યગ્જ્ઞાન:- પણ જાણવા માટે
મારે તારા કરતા (સિવાય) બીજું પણ પડખું છે.
પરમપારિણાકમિકભાવ:- છે!

01:07:27.121 --> 01:07:31.329
સમ્યગ્દર્શન:- હે જ્ઞાન!
તું શુદ્ધનયના સ્વરૂપમાં તો મારી સાથે છો.

01:07:31.354 --> 01:07:35.996
એટલે તું મારી સાથે તો છો ને!
એ બહુ સારું, બહુ સરસ, પણ...

01:07:36.021 --> 01:07:39.696
સમ્યગ્જ્ઞાન:- પણ શું?
મારી એક વિશેષતા છે.

01:07:39.721 --> 01:07:43.556
મારો સ્વભાવ જ સવિકલ્પ છે
એટલે બધું જાણવું.

01:07:43.580 --> 01:07:49.248
દ્રવ્ય-ગુણ-પર્યાય સ્વરૂપ,
उत्पादव्ययध्रौव्ययुक्त्तं सत्,
ભેદાભેદ સ્વરૂપ,

01:07:49.273 --> 01:07:58.613
કથંચિત્ રહિત અને કથંચિત્ સહિત,
આત્મા અને આત્માશ્રિત આનંદ આદિને જાણવું
એવો મારો સહજ સ્વભાવ છે.

01:07:58.638 --> 01:08:06.565
અને જ્યારે હું
આખી વસ્તુ દ્રવ્ય-પર્યાય સ્વરૂપને જાણું છું
ત્યારે જ તું પણ સમ્યક્ નામ પામે છે.

01:08:06.590 --> 01:08:09.065
એ પહેલા તો તું પણ મિથ્યા હતી.

01:08:09.090 --> 01:08:15.065
હે શ્રદ્ધા! તારા પક્ષથી મારો સ્વભાવ
એકલો નિશ્ચયથી સ્વપ્રકાશક જ છે.

01:08:15.090 --> 01:08:19.232
અને જ્ઞાનની અપેક્ષાએ,
એટલે જાણવાની અપેક્ષાએ

01:08:19.257 --> 01:08:24.682
મારો સ્વભાવ નિશ્ચય સ્વપરપ્રકાશક છે,
અને વ્યવહાર સ્વપરપ્રકાશક પણ છે.

01:08:24.707 --> 01:08:26.702
કેમ બરાબર છે ને?
સમ્યગ્દર્શન:- બરાબર છે.

01:08:26.727 --> 01:08:40.186
<b>હવે પરમપારિણામિકભાવ
સમ્યકશ્રદ્ધા અને સમ્યગ્જ્ઞાનને
આશીર્વાદ આપે છે.</b>

01:08:40.211 --> 01:08:45.019
પરમપારિણાકમિકભાવ:- (હે) નિર્દોષ સમ્યક્ શ્રદ્ધા!
હે નિર્દોષ સમ્યગ્જ્ઞાન!

01:08:45.044 --> 01:08:52.180
તમે બન્ને એક સાથે સંપીને રહો છો,
એટલે સમ્યક્ એકાંત પૂર્વક અનેકાંત થાય છે.

01:08:52.205 --> 01:08:57.413
એ બહુ સારું છે.
એવો જ તમારો બન્નેનો સ્વભાવ છે.

01:08:57.438 --> 01:09:03.513
સમ્યક્શ્રદ્ધા-સમ્યગ્જ્ઞાન સ્વરૂપ
જ્ઞાન-દર્શન જયવંત વર્તો.

01:09:03.538 --> 01:09:13.236
ધ્યેય પૂર્વક જ્ઞેયની સંધિ,
સ્વરૂપ વીતરાગ સર્વજ્ઞપણું
જયવંત વર્તો! જયવંત વર્તો!

01:09:13.260 --> 01:09:19.725
સમ્યક્શ્રદ્ધા-સમ્યગ્જ્ઞાન
બન્ને મળીને કહે છે:-
હે પારિણામિકભાવ!

01:09:19.750 --> 01:09:24.025
હે પરમપારિણામિકભાવ સ્વરૂપ પરમાત્મન્!
હે પ્રભો!

01:09:24.050 --> 01:09:29.959
અમે બન્ને આપના આશ્રયે
આપની અનંત-અનંત કૃપાથી પ્રગટ થયા છીએ.

01:09:29.984 --> 01:09:35.325
અમારું સર્વસ્વ તો આપ જ છો.
અમે આપમયી જ છીએ.

01:09:35.350 --> 01:09:43.038
પરમપરિણામિકભાવ:- ભલે તમે બન્ને કહો છો
કે મારા આશ્રયે સમ્યગ્દર્શન-સમ્યગ્જ્ઞાન
પ્રગટ થાય છે, પણ એમ છે નહિ.

01:09:43.063 --> 01:09:47.492
તમે પ્રગટ થાવ છો
ત્યારે તમારું લક્ષ મારા ઉપર છે,

01:09:47.517 --> 01:09:51.836
એટલે મારા આશ્રયે સમ્યગ્દર્શન-જ્ઞાન પ્રગટ થયું,
એવો ઉપચાર આવે છે.

01:09:51.860 --> 01:09:55.836
ખરેખર તો તમારા બન્નેની પર્યાય
સત્ - તમારાથી પ્રગટ થઈ છે.

01:09:55.861 --> 01:10:03.596
અમે એના કર્તા પણ નથી
અને અમે એના કારણ પણ નથી,
અમે તો જાણનાર છીએ.

01:10:03.620 --> 01:10:08.036
સમ્યક્શ્રદ્ધા-સમ્યગ્જ્ઞાન
બન્ને મળીને કહે છે:-
જાણનાર ભગવાન આત્માનો જય હો!

01:10:08.060 --> 01:10:24.496
જ્ઞાયક દેવનો જય હો!
પરમપારિણામિકભાવનો જય હો!
મુમુક્ષુ:- સ્વયંપ્રભુનો જય હો!

01:10:24.521 --> 01:10:26.036
ઉત્તર:- સમ્યક્ એકાંત પૂર્વક અનેકાંતનું...

01:10:26.060 --> 01:10:31.713
મુમુક્ષુ:- સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન
તત્કાલની યોગ્યતા, આપને કારણે નહિ?
ઉત્તર:- ના બિલ્કુલ નહિ.

01:10:31.738 --> 01:10:38.156
અમને કારણ-બારણ કોઈ કહેશો (નહિ).
એ સૌ સૌની યોગ્યતા પ્રમાણે પર્યાય પ્રગટ થાય છે.

01:10:38.180 --> 01:10:44.409
અમે તો અકર્તા અને અકારણ છીએ. આહાહા!
અમે કોઈનું કારણ-બારણ નથી.

01:10:44.434 --> 01:10:50.556
પર્યાયનું કારણ પર્યાયમાં,
પર્યાયનો કર્તા પર્યાય છે,
હું કર્તા-ભોક્તા નથી.

01:10:50.580 --> 01:10:58.756
મારી હાજરીમાં થાય છે એટલું બરાબર છે,
પણ મારા કારણે થાય છે, એમ છે નહિ.
એમ અમને કહેશો (નહિ). આહાહા!

01:10:58.780 --> 01:11:04.276
મુમુક્ષુ:- આપની વાત અમને શિરોમાન્ય છે
કેમ કે એમાં જ અમારું કલ્યાણ છે.
ઉત્તર:- તો ઠીક, કલ્યાણ છે!

01:11:04.300 --> 01:11:07.860
મુમુક્ષુ:- શિરોમાન્ય થયું ત્યારે તો
સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન થયું.
એમાં જ અમારું કલ્યાણ છે.

01:11:07.860 --> 01:11:08.740
ઉત્તર:- બરાબર છે. એમાં જ કલ્યાણ છે.

01:11:08.740 --> 01:11:13.494
મુમુક્ષુ:- ભાઈ!
આટલું બધું નિરપેક્ષ અને સ્વતંત્ર?
ઉત્તર:- હા! બે સત્ અલગ-અલગ છે ભાઈ!

01:11:13.519 --> 01:11:18.161
કોઈને કારણે કોઈ છે નહિ.
દ્રવ્યને કારણે પર્યાય નથી
અને પર્યાયને કારણે દ્રવ્ય નથી.

01:11:18.186 --> 01:11:24.467
બે સત્ જ્યારે પ્રત્યક્ષપણે સ્વીકારશો, નિરપેક્ષ,
ત્યાર પછી સાપેક્ષનો વ્યવહાર આવે,

01:11:24.492 --> 01:11:34.838
કે આત્માને આશ્રયે થાય,
આત્માની કૃપાથી થયું,
એ બધું વ્યવહાર કહેવાય.

01:11:34.863 --> 01:11:42.860
મુમુક્ષુ:- વાહ!
પરમપરિણામિકભાવની કરુણા ઘણી.