﻿WEBVTT LA067

00:00:40.200 --> 00:00:52.641
ચૌદમું પાનું.
મુમુક્ષુ:- <b>નિશ્ચયનયે શુદ્ધ કહેતા,
કોઈ નયે અશુદ્ધ છે એમ આવી જશે.</b>

00:00:52.666 --> 00:00:57.641
<b>નિશ્ચયનયે નિત્ય કહેતા,
કોઈ નયે અનિત્ય છે એમ આવી જશે.</b>

00:00:57.666 --> 00:01:19.308
<b>કેમકે નય સાપેક્ષ હોય છે.
અને સ્વભાવ તો નિરપેક્ષ છે.</b>
ઉત્તર:- સ્વભાવ તો નિરપેક્ષ હોય છે.

00:01:19.333 --> 00:01:29.108
મુમુક્ષુ:- <b>નય સ્વભાવથી જ સાપેક્ષ હોય છે અને
સ્વભાવ સ્વભાવથી જ અત્યંત નિરપેક્ષ હોય છે.</b>

00:01:29.133 --> 00:01:37.508
<b>વ્યવહારનય નિશ્ચયનયના દ્વારા નિષેધ્ય છે અને
નિશ્ચયનય સ્વભાવના દ્વારા નિષેધ્ય છે.</b> વાહ!

00:01:37.533 --> 00:01:50.508
ઉત્તર:- સંકલન સારું થઈ ગયું. કેમ કે
<b>નિશ્ચયનય સ્વભાવના દ્વારા</b> જ <b>નિષેધ્ય થાય</b>,
નહિતર વિકલ્પ ઊભો જ થાય.

00:01:50.533 --> 00:01:55.041
સ્વભાવમાં જો જાય એટલે
નિશ્ચયનયો વિકલ્પ ચાલ્યો જાય.

00:01:55.066 --> 00:02:07.975
સ્વભાવ દ્વારા નિશ્ચયનયનો અભાવ થઈ જાય,
અને વ્યવહારનયનો નિષેધ નિશ્ચયનય દ્વારા થાય.

00:02:08.000 --> 00:02:25.597
જૈનદર્શન પરિપૂર્ણ છે. હેં?
ચૌદમું પાનું છે મોદી સાહેબ,
ત્રીજો પારો, ચૌદમે પાને, હવે.

00:02:25.680 --> 00:02:29.911
મુમુક્ષુ:- <b>'નય' છે એ નિર્ણય કરવા માટે છે.</b>

00:02:29.936 --> 00:02:36.111
<b>અપૂર્વ નિર્ણય આવે છે-
પરોક્ષ અનુભૂતિ થાય છે પણ એમાં આનંદ નથી.</b>

00:02:36.136 --> 00:02:44.445
<b>જ્ઞાન છે એ અનુભવ માટે છે.
પ્રત્યક્ષ અનુભૂતિ થાય છે-એમાં આનંદ આવે છે.</b>

00:02:44.470 --> 00:02:55.845
ઉત્તર:- ટૂંકા શબ્દોમાં બધું આવી ગયું.
આ અભ્યાસી માટે જ છે.

00:02:55.870 --> 00:03:01.978
ટૂંકા વાક્ય છે
એ અભ્યાસી સિવાય કોઈ સમજી ન શકે.

00:03:02.003 --> 00:03:12.136
મુમુક્ષુ:- આમાં અપૂર્વ નિર્ણય આવ્યો.
કાલે આપે ફરમાવ્યું હતું, એ નિર્ણય.
ઉત્તર:- એ નિર્ણય (છે), અનુભવ નથી એમાં.

00:03:12.270 --> 00:03:19.978
મુમુક્ષુ:- <b>વ્યવહારદૃષ્ટિ તે મિથ્યાદૃષ્ટિ
અને નિશ્ચયદૃષ્ટિ તે સમ્યગ્દૃષ્ટિ એમ આવે છે.</b>

00:03:20.003 --> 00:03:35.269
<b>(પણ) 'નિરપેક્ષ દૃષ્ટિ તે સમ્યગ્દૃષ્ટિ’ બસ
નિરપેક્ષતામાં બે નયપક્ષ ઉભા જ ન થાય.
અહીં નયાતીત થવાની વાત છે.</b>

00:03:35.294 --> 00:03:50.311
ઉત્તર:- આ તો જાણે સૂત્ર હોય ને, સૂત્ર.
એવું આવી ગયું છે, આવી ગયું છે.
કોઈ પળ હતી, પળ હતી.

00:03:50.336 --> 00:03:58.378
મુમુક્ષુ:- <b>વ્યવહારદૃષ્ટિ તે મિથ્યદૃષ્ટિ
અને નિશ્ચયદૃષ્ટિ તે સમ્યગ્દૃષ્ટિ એમ આવે છે.</b>

00:03:58.403 --> 00:04:18.044
<b>(પણ) 'નિરપેક્ષ દૃષ્ટિ તે સમ્યગ્દૃષ્ટિ’ બસ
નિરપેક્ષતામાં બે નયપક્ષ ઊભા જ ન થાય.
અહીં નયાતીત થવાની વાત છે.</b>

00:04:18.069 --> 00:04:23.437
ઉત્તર:- મંત્રો છે.
મુમુક્ષુ:- પહેલી વાત પ્રચલિત છે. આ નિરપેક્ષ
દૃષ્ટિ તે સમ્યગ્દૃષ્ટિ એ (પ્રચલિત નથી).

00:04:23.520 --> 00:04:31.911
મુમુક્ષુ:- મહનીય ગુરુ જ કહી શકે!
મુમુક્ષુ:- સાચી વાત છે.

00:04:31.936 --> 00:04:42.844
ઉત્તર:- પાછું કારણ આપ્યું કે
<b>બસ નિરપેક્ષતામાં બે નયપક્ષ ઊભા જ ન થાય.
અહીં નયાતીત થવાની વાત છે.</b>

00:04:42.869 --> 00:04:45.797
કોઈ વિકલ્પ જ ઊભો ન થાય.
આ નયે આવો અને આ નયે આવો,

00:04:45.880 --> 00:04:53.778
વિધિ-નિષેધ નહિ, પ્રમાણ નહિ,
વિધિ-નિષેધ નહિ, કાંઈ નહિ, સ્વભાવ.

00:04:53.803 --> 00:05:08.044
મુમુક્ષુ:- <b>નિશ્ચયનયથી એક જ ધર્મ ખ્યાલમાં
આવે છે અને સ્વભાવની સમીપ જઈને જુએ છે
તો આખો સ્વભાવ ખ્યાલમાં આવે છે.</b> બરાબર.

00:05:08.069 --> 00:05:20.111
<b>પરિપૂર્ણ સ્વભાવની પ્રાપ્તિ
સ્વભાવદૃષ્ટિમાં થાય છે.</b>
એક એક (મંત્ર છે).

00:05:20.136 --> 00:05:32.978
<b>નિશ્ચયનયથી એક જ ધર્મ ખ્યાલમાં આવે છે
અને સ્વભાવની સમીપ જઈને જુએ છે
તો આખો સ્વભાવ ખ્યાલમાં આવે છે.</b>

00:05:33.003 --> 00:05:41.111
<b>પરિપૂર્ણ સ્વભાવની પ્રાપ્તિ
સ્વભાવદૃષ્ટિમાં થાય છે.</b>

00:05:41.136 --> 00:06:09.445
ઉત્તર:- નિશ્ચયનય છે ને, નય?
એ એક ધર્મને સ્વીકારે છે.
સ્વભાવ દૃષ્ટિમાં આખો ધર્મી આવી જાય છે.

00:06:09.470 --> 00:06:10.717
ફરીથી <b>નિશ્ચયનયથી</b>...

00:06:10.800 --> 00:06:23.045
મુમુક્ષુ:- <b>નિશ્ચયનયથી એક જ ધર્મ ખ્યાલમાં
આવે છે અને સ્વભાવની સમીપ જઈને
જુએ છે તો આખો સ્વભાવ ખ્યાલમાં આવે છે.</b>

00:06:23.070 --> 00:06:30.378
<b>પરિપૂર્ણ સ્વભાવની પ્રાપ્તિ
સ્વભાવદૃષ્ટિમાં થાય છે.</b>

00:06:30.403 --> 00:06:37.645
ઉત્તર:- લ્યો! ૧૪ માં પાના ઉપર છેલ્લો પારો છે.

00:06:37.670 --> 00:06:43.711
મુમુક્ષુ:- <b>નય દૃષ્ટિથી માત્ર
એક જ ધર્મની સિદ્ધિ થાય છે, </b>

00:06:43.736 --> 00:06:48.357
<b>તેથી બીજા ધર્મોને જાણવાની
આકુળતા ઉત્પન્ન થાય છે.</b>
ઉત્તર:- છેલ્લા પારામાં ચોથી લીટી.

00:06:48.440 --> 00:06:56.202
<b>નય દૃષ્ટિથી માત્ર એક જ ધર્મની સિદ્ધિ
થાય છે, તેથી બીજા ધર્મોને</b>..

00:06:56.227 --> 00:06:59.936
મુમુક્ષુ:- <b>જાણવાની આકુળતા ઉત્પન્ન થાય છે.</b>

00:06:59.961 --> 00:07:09.336
<b>નયમાં વિકલ્પની ઉત્પત્તિ થાય છે
એનું કારણ જ એ છે કે
નયનો ધર્મ એક એક ધર્મને જાણવાનો છે.</b>

00:07:09.361 --> 00:07:15.136
<b>જ્યારે સ્વભાવની સમીપ જઈને
જુએ છે તો આખો સ્વભાવ જણાય છે.</b>

00:07:15.161 --> 00:07:26.069
<b>અને કંઈપણ જાણવું બાકી નહિ રહેતું હોવાથી
નયપક્ષના વિકલ્પ ઉત્પન્ન જ થતા નથી</b>. વાહ!

00:07:26.094 --> 00:07:33.936
<b>વિષયનો પ્રતિબંધ છૂટી જાય છે
અને અનુભવ થઈ જાય છે.</b>

00:07:33.961 --> 00:07:41.802
ઉત્તર:- <b>કંઈપણ જાણવું બાકી રહેતું નથી.</b>
આત્માને જાણ્યો એણે બધું જાણ્યું.

00:07:41.827 --> 00:07:51.627
મુમુક્ષુ:- <b>ત્યારે ધ્યેયપૂર્વક આખો
સામાન્ય-વિશેષાત્મક આત્મા
જ્ઞાનનું જ્ઞેય થાય છે.</b>

00:07:51.694 --> 00:08:00.002
ઉત્તર:- નયથી એક ધર્મ જણાતો હતો.
સ્વભાવદૃષ્ટિથી આખો ધર્મી જણાઈ જાય છે. આહાહા!

00:08:00.027 --> 00:08:09.069
આશ્રય એકનો અને જ્ઞાન અનંતનું થઈ જાય.
આશ્રય સામાન્યનો અને
જ્ઞાન સામાન્ય-વિશેષ આખા આત્માનું.

00:08:09.094 --> 00:08:17.869
બધા ધર્મો યુગપદ, અક્રમે, એક સમયમાં
નિર્વિકલ્પધ્યાનમાં જણાઈ જાય છે,
અતીન્દ્રિયજ્ઞાનમાં.

00:08:17.894 --> 00:08:27.802
નયજ્ઞાન છે, એ ઈન્દ્રિયજ્ઞાન છે,
માટે એમાં આકુળતા થાય છે, એક ધર્મને
જાણે છે અને બાકી જાણવું રહી જાય છે બાકી.

00:08:27.827 --> 00:08:41.205
<b>માટે સ્વભાવની દૃષ્ટિ થતાં</b>....
મુમુક્ષુ:- <b>માટે સ્વભાવની દૃષ્ટિ થતા જ
પક્ષાતિક્રાંત થવાય છે.</b> જુઓ! એક-એક વાક્ય.

00:08:41.230 --> 00:08:53.338
<b>માટે સ્વભાવની દૃષ્ટિ થતા જ
પક્ષાતિક્રાંત થવાય છે.
પરંતુ નિશ્ચયનયથી પક્ષાતિક્રાંત થવાતું નથી.</b>

00:08:53.363 --> 00:08:59.205
ઉત્તર:- નિશ્ચયનય તો એક ધર્મને અંગીકાર કરે છે
અને બાકીના ધર્મો રહી જાય છે.

00:08:59.230 --> 00:09:04.805
મુમુક્ષુ:- કાલે ફરમાવ્યું હતું,
નિશ્ચયનયથી પ્રમાણમાંથી નીકળી નથી શકાય.

00:09:04.830 --> 00:09:12.605
ઉત્તર:- બે વિકલ્પ ઊભા થાય,
ઘડીકમાં આ વિકલ્પ અને ઘડીકમાં આ વિકલ્પ.
સાપેક્ષ નય છે ને?

00:09:12.630 --> 00:09:21.138
સ્વભાવ સુધી પહોંચતા,
બે નયોનો જ્ઞાતા થઈ જાય છે,
પણ બે નયોનો કોઈ વિકલ્પ ઉત્પન્ન ન થાય. આહાહા!

00:09:21.163 --> 00:09:28.717
(સમયસાર) ૧૪૩માં કહ્યું ને? સમયથી પ્રતિબદ્ધ
થાય ત્યારે બે નયોનો જ્ઞાતા થાય છે.
કોઈ પણ નય પક્ષ ગ્રહણ કરતો નથી.

00:09:28.800 --> 00:09:36.338
એટલે વિકલ્પ માત્ર વિલય પામે છે અને
અનંત ધર્મોનું જ્ઞાન થઈ જાય છે. આહાહા!

00:09:36.363 --> 00:09:42.338
નયથી એક-એક ધર્મનું જ્ઞાન થાય.
સ્વભાવથી અનંત ધર્મનું જ્ઞાન થાય.

00:09:42.363 --> 00:09:49.738
નય માનસિક જ્ઞાન છે,
ઓલું અતીન્દ્રિયજ્ઞાન છે.

00:09:49.763 --> 00:09:56.604
<b>નિશ્ચયનયથી પક્ષાતિક્રાંત થવાતું નથી.</b> આહાહા!

00:09:56.629 --> 00:10:03.557
<b>સ્વભાવદૃષ્ટિ થતા જ પક્ષાતિક્રાંત થવાય છે.
પરંતુ નિશ્ચયનયથી પક્ષાતિક્રાંત થવાતું નથી.</b>

00:10:03.640 --> 00:10:14.804
હું શુદ્ધ છું, અભેદ છું, જ્ઞાયક છું,
એમ નિશ્ચયનયથી વિચાર કર્યા કરે, વિચાર સાચો છે.

00:10:14.829 --> 00:10:25.204
વ્યવહારનયનો વિચાર પણ ખોટો છે, કર્મથી
બંધાયેલો છું અને મનુષ્ય છું અને રાગી છું
અને પરનો જ્ઞાતા છું, એ તો પક્ષ જ જાવા દયો.

00:10:25.229 --> 00:10:35.604
આ તો નિશ્ચયનય સુધી આવ્યો,
જેવો સ્વભાવ છે એવો લક્ષમાં લે છે,
વિકલ્પમાં, તો પણ પક્ષાતિક્રાંત થવાતું નથી.

00:10:35.629 --> 00:10:39.538
સ્વભાવ દૃષ્ટિ થતા નિશ્ચયનયનો
વિકલ્પ છૂટી જાય છે.

00:10:39.563 --> 00:10:43.871
નિશ્ચયનયનો વિકલ્પ છૂટતાં
નિશ્ચય-વ્યવહારનો જ્ઞાતા થાય છે.

00:10:43.896 --> 00:10:48.237
નિશ્ચયનયના પક્ષમાં
નિશ્ચય-વ્યવહારનો જ્ઞાતા થવાતું નથી.

00:10:48.320 --> 00:10:53.338
જ્ઞાતા થવું હોય ને તારે?
તો સ્વભાવ ઉપર જા ને!

00:10:53.363 --> 00:10:58.004
બે નયને તમે માનો છો?
બે નયને અમે માનીએ છીએ,
જ્ઞાની જ માને છે.

00:10:58.029 --> 00:11:04.237
બે નયને જાણે છે એ.
ક્રમે જાણવું એ જાણવું જ નથી.

00:11:04.320 --> 00:11:12.471
અક્રમે જણાઈ જાય છે,
દ્રવ્ય-પર્યાયસ્વરૂપ આખી વસ્તુ.
સામાન્ય-વિશેષ બે લીધું ને? આહાહા!

00:11:12.496 --> 00:11:17.738
કાલે હસમુખભાઈ આવ્યા હતા.
મેં કીધું કે આ કાચો પારો છે જુઓ આ.

00:11:17.763 --> 00:11:23.671
મોદી સાહેબ કહે કે કાચો પારો છે
પણ જો પચી જાય તો ચક્રવર્તી થઈ જાય,
ચક્રવર્તી થઈ જાય.

00:11:23.696 --> 00:11:35.738
અખંડનો સ્વામી, ચક્રવર્તી એટલે?
છ ખંડનો નહિ, અખંડનો સ્વામી.
આહાહા! આગળ.

00:11:35.763 --> 00:11:49.163
મુમુક્ષુ:- <b>જે આત્મા સ્વભાવથી જ શુદ્ધ છે
એને કોઈ નય દ્વારા શુદ્ધ કહેવો એ બરાબર નથી.</b>
મુમુક્ષુ:- જરા ખોલો ને, સાહેબ.

00:11:49.188 --> 00:12:03.338
ઉત્તર:- એમ કહે છે કે જે
આત્મા અનાદિ-અનંત પોતે પોતાના
સ્વભાવથી જ શુદ્ધ છે, એ શુદ્ધ થતો નથી.

00:12:03.363 --> 00:12:12.538
ભગવાન જે આત્મા સામાન્ય જ્ઞાયકભાવ છે,
એ અનાદિ-અનંત પોતાના સ્વભાવથી જ શુદ્ધ છે.

00:12:12.563 --> 00:12:16.871
અશુદ્ધતા ટળે તો શુદ્ધ છે, એમ પણ નહિ,

00:12:16.896 --> 00:12:21.938
અને ‘હું શુદ્ધ છું’
એવો વિકલ્પ કરે તો શુદ્ધ છે,
એમ પણ નહિ.

00:12:21.963 --> 00:12:28.671
એ તો અનાદિ-અનંત સ્વભાવથી શુદ્ધ છે.
વિકલ્પ દ્વારા સમજાવે છે.

00:12:28.696 --> 00:12:31.998
અશુદ્ધતાનો પક્ષ હતો એને કહે છે

00:12:32.081 --> 00:12:38.829
કે વ્યવહારનયથી અશુદ્ધ કહે છે,
વ્યવહારનય આત્માને, પણ ખરેખર
નિશ્ચયનય કહે છે એ સત્યાર્થ કથન છે.

00:12:38.896 --> 00:12:41.938
નિશ્ચયનય આત્માને શુદ્ધ કહે છે, ત્રિકાળ,

00:12:41.963 --> 00:12:50.671
એટલે ઓલું અશુદ્ધનયનું પડખું છૂટી ગયું
અને શુદ્ધમાં આવ્યો પણ
વિકલ્પમાં ઊભીને શુદ્ધમાં આવ્યો.

00:12:50.696 --> 00:13:03.629
હવે કહે છે કે નિશ્ચયનયે હું શુદ્ધ છું, એમ
જાણીશ તો વ્યવહારનયે અશુદ્ધ છું- (આ) પ્રતિપક્ષ
આવી જશે એટલે પ્રમાણમાં આવી જશે.

00:13:03.762 --> 00:13:08.277
વ્યવહારનયથી વિચારે તો પણ પ્રમાણમાં અને
નિશ્ચયનયથી વિચારે તો પણ પ્રમાણમાં આવી જાય છે.

00:13:08.360 --> 00:13:14.562
સાપેક્ષ છે ને, એટલે.
હવે કહે છે કે વિકલ્પ છોડી દે.

00:13:14.696 --> 00:13:23.604
સ્વભાવથી શુદ્ધ અનાદિ-અનંત શુદ્ધ છું,
નિત્ય નિરાવરણ એમ,
અખંડ-એક-પ્રત્યક્ષ-પ્રતિભાસમય આત્મા છે.

00:13:23.629 --> 00:13:27.157
અનાદિ-અનંત સ્વભાવથી જ શુદ્ધ છે,
એને નયની જરૂર નથી.

00:13:27.240 --> 00:13:36.337
નયો દ્વારા સમજાવવામાં આવે છે
પણ નયોથી વસ્તુ તને અનુભવમાં નહિ આવે,
અનુમાનમાં આવશે પણ અનુભવમાં નહિ આવે.

00:13:36.362 --> 00:13:49.271
માટે (નિશ્ચયનય)થી જ શુદ્ધ છે એમ
તું લઈશ તો નિશ્ચયનયથી હું શુદ્ધ છું એવો
જે વિકલ્પ ઊઠે, એ વિકલ્પ એનું કર્મ થઈ જાય.

00:13:49.296 --> 00:13:54.337
ઈન્દ્રિયજ્ઞાન અને રાગ એનું કર્મ થઈ જાય,
અનુભવ ન થાય એમાં.

00:13:54.362 --> 00:14:01.337
સ્વભાવથી જ શુદ્ધ છું અનાદિ-અનંત,
કોઈ નયની મારે અપેક્ષા નથી. આહાહા!

00:14:01.362 --> 00:14:06.197
અગ્નિ ઉષ્ણ સ્વભાવથી જ છે.
પાણી શીતળ સ્વભાવથી જ છે. આહાહા!

00:14:06.280 --> 00:14:12.204
સૂર્ય પ્રકાશનો પુંજ સ્વભાવથી જ છે.
નયની શું જરૂર છે?

00:14:12.229 --> 00:14:18.557
સ્વભાવ સમજતો નથી,
એને નય દ્વારા સમજાવે છે.
પણ નયને વળગવા જેવું નથી.

00:14:18.640 --> 00:14:27.762
નયને છોડી દેવા જેવો છે.

00:14:27.896 --> 00:14:33.471
બાળક ચાલતો હોય ત્યારે
ઓલી બાબાગાડી આપે,
પડી ન જાય એટલા માટે.

00:14:33.496 --> 00:14:43.737
પછી થયો મોટો,
પછી બાબાગાડી રાખતો હશે?
છોડી દયે છે.

00:14:43.762 --> 00:14:55.670
એવી રીતે સ્વરૂપ વિપરીતતા હતી, એ
અવિપરીત સમજણ થાય એટલા માટે વ્યવહારનો
નિષેધ કરીને નિશ્ચયનયનું પ્રતિપાદન કર્યું.

00:14:55.695 --> 00:15:07.337
સવિકલ્પ નિશ્ચયનયમાં મોટો ફાયદો એ થયો એને
કે વિપરીતતા નીકળી ગઈ.

00:15:07.362 --> 00:15:14.337
ખ્યાલમાં આવ્યું, ઓહો!
હું તો અશુદ્ધ થયો જ નથી ને!

00:15:14.362 --> 00:15:20.471
અશુદ્ધતાની તો પરિણામની સ્થિતિ હતી,
પરિણામ તો પરદ્રવ્ય છે.

00:15:20.496 --> 00:15:26.670
પરિણામ તો જીવને હોય જ નહિ.
હું તો પરિણામથી ભિન્ન પરમાત્મા છું.

00:15:26.695 --> 00:15:35.471
હું તો ત્રિકાળ પ્રથમથી જ શુદ્ધ છું,
શુદ્ધ મારે થવું પણ નથી.
પરિપૂર્ણ છું, મારે પરિપૂર્ણ થવું નથી.

00:15:35.496 --> 00:15:44.604
એમ પહેલા પર્યાય ઉપર દૃષ્ટિ હતી
એને દ્રવ્ય સ્વભાવનું, જેવું સ્વરૂપ છે,
અવિપરીત, એવું જ્ઞાન કરાવ્યું.

00:15:44.629 --> 00:15:49.404
હવે કહે છે કે વિકલ્પ છોડી દે.

00:15:49.429 --> 00:15:53.604
એ એને પ્રતીતમાં આવે ને જ્યારે,
પૂરું પ્રતીતમાં આવે,

00:15:53.629 --> 00:16:02.404
જેટલી માત્રામાં શ્રદ્ધા જોઈએ એટલી
માત્રામાં શ્રદ્ધા આવે, વચનાતીત છે,
ઈશારાથી સમજાવું છું તમને.

00:16:02.429 --> 00:16:10.004
જેટલી માત્રામાં શ્રદ્ધા આવે, પરિપક્વ થાય,
એટલી માત્રામાં જો પરિપક્વ થઈ જાય શ્રદ્ધા,

00:16:10.029 --> 00:16:21.190
તો હું શુદ્ધ છું એવો જે છેલ્લો વિકલ્પ,
એ વિલય પામીને સાક્ષાત્ શુદ્ધનો અનુભવ કરે
અને પર્યાયમાં શુદ્ધતા પ્રગટ થઈ જાય.

00:16:21.256 --> 00:16:24.831
શ્રદ્ધાના બળે જ ઉપયોગ અંદરમાં આવે છે.

00:16:24.856 --> 00:16:35.098
શ્રદ્ધા વિપરીત છે અનંતકાળથી.
શ્રદ્ધાનો દોષ પહેલો ટળે છે,
પછી ચારિત્રનો દોષ ટળે છે.

00:16:35.123 --> 00:16:40.965
લોકોને શ્રદ્ધાની કાંઈ કિંમત જ નથી. આહાહા!

00:16:40.990 --> 00:16:49.231
પર્યાયદૃષ્ટિ છે ને? એટલે જ્ઞાની કહે છે
તું શુદ્ધ છું, પરિપૂર્ણ છું.
કે ના સાહેબ, હું તો અશુદ્ધ છું.

00:16:49.256 --> 00:17:00.523
જ્ઞાનીના વચન ઉપર શ્રદ્ધા રાખેને
તો એ વ્યવહાર શ્રદ્ધામાં આવ્યો કહેવાય.

00:17:00.590 --> 00:17:09.231
ગુરુદેવને પ્રશ્ન આવતા હતા કે સંસારી જીવ છે,
તો મિથ્યાદર્શનરૂપે પરિણમે છે
ત્યારે દ્રવ્ય પણ અશુદ્ધ થઈ ગયું?

00:17:09.256 --> 00:17:13.197
એમ હિન્દુસ્તાનમાંથી પ્રશ્નો આવે છાપામાં.

00:17:13.280 --> 00:17:21.723
ત્યારે ગુરુદેવ કહે ભાઈ,
એ પ્રથમથી જ શુદ્ધ છે,
અશુદ્ધ થયો જ નથી. આહાહા!

00:17:21.790 --> 00:17:28.365
કપડું જ્યારે મેલું છે ત્યારે કપડું સ્વચ્છ છે,
મેલું થયું જ નથી ને.

00:17:28.390 --> 00:17:36.765
પાણી ઉષ્ણ થયું ત્યારે પાણી શીતળ જ છે ને.
ઉષ્ણ થયું નથી. આહાહા!

00:17:36.790 --> 00:17:45.498
એમ બે નય છે.
એક નય સંયોગને બતાવે છે,
બીજી નય સ્વભાવને બતાવે છે, નિશ્ચયનય.

00:17:45.523 --> 00:17:48.765
બન્નેને વિકલ્પાત્મક નય છે.

00:17:48.790 --> 00:17:58.845
હવે નિશ્ચયનય જે વિકલ્પાત્મકનય છે
એ વસ્તુના યથાર્થ સ્વરૂપનું પ્રતિપાદન કરે છે,
જેમ છે તેમ.

00:17:58.870 --> 00:18:10.111
પ્રતિપાદન કરનાર પણ નયથી
સમજાવે છે અને સમજનાર પણ નિશ્ચયનયથી
સમજે છે. બન્નેને વિકલ્પ ઊઠે છે.

00:18:10.136 --> 00:18:19.336
પછી ઓલો વિકલ્પ છૂટી જાય છે,
હું તો સ્વભાવથી પરિપૂર્ણ શુદ્ધ છું, સ્વભાવથી
જ અકર્તા છું, એ છેલ્લો વિકલ્પ હતો એ છૂટે છે.

00:18:19.403 --> 00:18:25.717
એ શ્રદ્ધાનું બળ આવે એટલું બધું જબરજસ્ત,
અપૂર્વ, નહિ આવેલું એવું શ્રદ્ધાનું બળ આવે.

00:18:25.800 --> 00:18:36.111
ફટ વિકલ્પ તૂટીને નિર્વિકલ્પ અનુભવ થઈ જાય છે.

00:18:36.136 --> 00:18:42.470
લોકો જ્ઞાનના બળ ઉપર ચાલ્યા ગયા,
શ્રદ્ધાનું બળ જોઈએ.

00:18:42.536 --> 00:18:52.045
જ્ઞાન નિર્બળ છે, સવિકલ્પ છે એ જ્ઞાન.
શ્રદ્ધા નિર્વિકલ્પ છે.

00:18:52.070 --> 00:18:59.845
શ્રદ્ધા અભેદગ્રાહી છે,
જ્ઞાન ભેદાભેદગ્રાહી છે.

00:18:59.870 --> 00:19:07.111
શ્રદ્ધાનું બળ main (મેઇન, મુખ્ય) (છે),
ગુરુદેવનો ૪૫ વર્ષનો ઉપદેશ
શ્રદ્ધાના ઉપર વજન હતું.

00:19:07.136 --> 00:19:13.045
તું વર્તમાનમાં મુક્ત છો!
તું બંધાણો જ નથી ને!

00:19:13.070 --> 00:19:21.778
કે સાહેબ, વ્યવહારનયે તો બંધાણો છું ને?
ભાઈ હવે રહેવા દેને, અત્યારે રામ બોલો ભાઈ
રામ રહેવા દે, લગનના ગીત ગવાય છે.

00:19:21.803 --> 00:19:33.203
તું મુક્ત છો, અટાણે તું સિદ્ધ સમાન છો,
સિદ્ધ જ છો, સિદ્ધ થવું પણ નથી.

00:19:33.228 --> 00:19:41.669
એમ નય દ્વારા સ્વભાવનો ખ્યાલ આવે
ત્યારે નિશ્ચયનયના પક્ષવાળાને
સ્વભાવનું બળ આવે છે.

00:19:41.694 --> 00:19:47.536
ધ્યાન રાખજો.
નિશ્ચયનયના પક્ષવાળાને સ્વભાવનું બળ આવે છે.

00:19:47.561 --> 00:19:58.603
એવું સ્વભાવનું બળ એક વખત આવશે
કે નિશ્ચયનયનો વિકલ્પ છૂટીને
સાક્ષાત્ અનુભવ થઈ જશે.

00:19:58.628 --> 00:20:03.069
આ તો નિશ્ચયની વાત છે,
આ તો નિશ્ચયની વાત છે,
એમ કરીને કાઢી નાખે!

00:20:03.094 --> 00:20:08.736
નિશ્ચય એટલે સત્ય, વ્યવહાર એટલે જૂઠું.

00:20:08.761 --> 00:20:19.136
વ્યવહારનય અન્યથા કથન કરે છે.
નિશ્ચયનય જેવું સ્વરૂપ છે એવું કથન કરે છે,
પણ નિશ્ચયનયના વિકલ્પમાં અનુભવ ન થાય.

00:20:19.161 --> 00:20:23.136
એ સ્વભાવનું જોર આવે એમાં વિકલ્પ છૂટી જાય.

00:20:23.161 --> 00:20:26.269
એને ખબર પણ ન હોય અને
એકાએક સમ્યગ્દર્શન થઈ જાય એ વખતે.

00:20:26.294 --> 00:20:36.336
સ્વભાવનું એકદમ રટણ ચાલતું હોય એમાં.
સ્વભાવનું જોર આવે છે તે વખતે.

00:20:36.361 --> 00:20:40.403
આ પુસ્તક નયાતિક્રાંત થવાનું છે.

00:20:40.428 --> 00:20:47.936
નિશ્ચયનય સુધી આવી ગયો.
વ્યવહારના પક્ષમાં ઊભો છે એને
તો આ નિમિત્ત પણ નહિ થાય.

00:20:47.961 --> 00:21:02.669
પણ નિશ્ચયનયના પક્ષમાં આવ્યો છે
એને જ્ઞાનીની વાણી નિમિત્ત થશે.
પક્ષાતિક્રાંત થવાની વિધિ છે આ.

00:21:02.694 --> 00:21:06.961
નિશ્ચયનયથી શુદ્ધ છું એમ નહિ,
સ્વભાવથી જ શુદ્ધ છું.

00:21:07.028 --> 00:21:10.869
નિશ્ચયનયથી અકર્તા છું એમ નહિ,
સ્વભાવથી જ અકર્તા છું.

00:21:10.894 --> 00:21:19.002
નિશ્ચયનયથી જ્ઞાતા છું એમ નહિ,
સ્વભાવથી જ જ્ઞાતા છું, એમ.

00:21:19.027 --> 00:21:38.802
આવ્યું ને? નિશ્ચયનય વ્યવહારનો નિષેધ કરે છે
અને સ્વભાવ નિશ્ચયનયનો નિષેધ કરી
અને અનુભવ કરાવે છે, એમ આવ્યું.

00:21:38.827 --> 00:21:45.669
<b>વ્યવહારનય નિશ્ચયનયના દ્વારા નિષેધ્ય છે
અને નિશ્ચયનય સ્વભાવના દ્વારા નિષેધ્ય છે.</b>
બીજો પારો,

00:21:45.694 --> 00:21:52.802
મોટા અક્ષર ત્રણ લીટી,
મોટા અક્ષર bold type (બોલ્ડ ટાઈપ, બોલ્ડ પ્રકાર).

00:21:52.827 --> 00:22:00.802
આવે, વિકલ્પ આવે. નિશ્ચયનયના
વિકલ્પ દ્વારા વ્યવહારનયનો વિકલ્પનો
નિષેધ થાય, પણ તેથી શું?

00:22:00.827 --> 00:22:15.335
નિશ્ચયનયના વિકલ્પમાં પણ આનંદ નથી,
સમ્યગ્દર્શન ન થાય.
એ વિકલ્પ છૂટે ત્યારે અનુભવ થાય.

00:22:15.360 --> 00:22:19.557
આ કોને માટે છે?
કે વ્યવહારનો જેને નિષેધ વર્તે છે,

00:22:19.640 --> 00:22:30.735
નિશ્ચયના પક્ષમાં આવી ગયો છે
અને હજી અનુભવ થતો નથી,
એના માટે છે.

00:22:30.760 --> 00:22:37.002
ચક્રવર્તીના આંગણા સુધી આવ્યો છે
પણ અંદર દાખલ નથી થતો.

00:22:37.027 --> 00:22:49.535
વ્યવહારનયના પક્ષવાળો તો
હરિજનવાસમાં રખડે છે. આહાહા!

00:22:49.560 --> 00:23:01.298
આત્માના અનુભવ વિના ધર્મ ત્રણકાળમાં
શરૂ થાય નહિ. આજે અનુભવ કરો કે કાલ કરો,
બીજી કોઈ ક્રિયા જ નથી.

00:23:01.323 --> 00:23:03.800
सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्ग:
(મોક્ષશાસ્ત્ર/તત્ત્વાર્થસૂત્ર,
પ્રથમ અધ્યાય, સૂત્ર ૧),

00:23:03.800 --> 00:23:30.831
આત્માનું જ્ઞાન, આત્માનું શ્રદ્ધાન
અને આત્માની લીનતા, બસ!
આ મોક્ષનો, સુખનો માર્ગ, બાકી બધી વાતો.

00:23:30.856 --> 00:23:47.431
વ્યવહારના પક્ષવાળાને તો આ એકાંત લાગે આમાં.
નિશ્ચયના પક્ષવાળાને અમૃત લાગે.

00:23:47.456 --> 00:23:53.237
(સમયસાર ગાથા) ૧૪૩ મા કહ્યું છે કે
પક્ષાતિક્રાંત થાય ત્યારે જ
સમયસારની પ્રાપ્તિ થાય છે.

00:23:53.320 --> 00:23:56.431
પક્ષમાં, નિશ્ચયનયના પક્ષમાં (પ્રાપ્ત નથી થતું).
તેથી શું? (સમયસાર ગાથા ૧૪૨, મથાડું)

00:23:56.456 --> 00:23:58.637
વ્યવહારનો નિષેધ તો પ્રથમથી જ કરતા આવીએ છીએ.

00:23:58.720 --> 00:24:02.498
એવું તો આત્માનું સ્વરૂપ જ નથી,
વ્યવહારનય પ્રતિપાદન કરે છે એવું.

00:24:02.523 --> 00:24:09.565
નિશ્ચયનય પ્રતિપાદન કરે છે એવું સ્વરૂપ છે.
વ્યવહારનય તો અન્યથા કથન કરે છે.

00:24:09.590 --> 00:24:13.417
નિશ્ચયનય તો જેવું સ્વરૂપ છે એવું
પ્રતિપાદન કરે છે. પણ તેથી શું?

00:24:13.500 --> 00:24:21.498
એ વિકલ્પમાં કાંઈ શાંતિ નથી, આકુળતા છે.

00:24:21.523 --> 00:24:25.698
સ્વભાવનું જોર આવતા વિકલ્પ છૂટી જાય છે,
સહેજે છૂટે છે.

00:24:25.723 --> 00:24:35.098
છોડતો નથી,
વિકલ્પની ઉત્પત્તિ થતી નથી, એમ.
છૂટે છે બસ!

00:24:35.123 --> 00:24:41.364
વિકલ્પને છોડતો પણ નથી અને
નિર્વિકલ્પને કરતો પણ નથી,

00:24:41.389 --> 00:24:45.764
એ તો જ્ઞાયકને જાણે છે -
ત્યાં આ સ્થિતિ ભજી જાય છે.

00:24:45.789 --> 00:24:58.298
પૂર્વ પર્યાયનો વ્યય અને
ઉત્તર પર્યાયનો ઉત્પાદ અને ધ્રુવની દૃષ્ટિ.

00:24:58.323 --> 00:25:12.817
આ અનુભવ કેમ થાય એની આમાં વિધિ છે.
રહસ્યપૂર્ણ ચિઠ્ઠી છે આ. શું કહ્યું?

00:25:12.900 --> 00:25:30.964
મુમુક્ષુ:- રહસ્યપૂર્ણ ચિઠ્ઠી છે, સાહેબ.
પરમ સત્ય વાત છે. અફર ફરમાન!

00:25:30.989 --> 00:25:33.517
ઉત્તર:- અને title page (ટાઈટલ પેજ, મુખપૃષ્ઠ)
પણ સારું કર્યું છે.

00:25:33.600 --> 00:25:45.323
આ ૐ કાર ધ્વનિમાંથી આવેલું છે આ,
દ્રવ્ય સ્વભાવ અને પર્યાય સ્વભાવ.

00:25:45.389 --> 00:26:02.764
ગોહિલ (ચિત્રકર્તા)નું કામ સારું છે.
આ પુસ્તક તો છ મહિના પછી બહાર પડશે,
છ મહિના સુધી ગુપ્ત રાખવાનું છે.

00:26:02.789 --> 00:26:09.037
મુમુક્ષુ:- આમાં આવ્યું નય પક્ષથી
અતિક્રાંત ભાખ્યો તે સમયનો સાર છે.

00:26:09.120 --> 00:26:15.964
ઉત્તર:- પહેલા પાના ઉપર છે,
પહેલા પાના ઉપર, ગોળાકારમાં. હા, એ, હા, એ.

00:26:15.989 --> 00:26:39.031
એટલે આમાં એ વિષય છે, એમ.
વિષયની સૂચના છે આમાં.

00:26:39.056 --> 00:26:49.031
નયમાં વિકલ્પ ઉત્પન્ન થાય છે, કે હું શુદ્ધ છું
એવો વિકલ્પ, અને જ્યારે વિકલ્પ તૂટે છે
ત્યારે નિર્વિકલ્પ ધ્યાન આવી જાય છે.

00:26:49.056 --> 00:26:56.631
એટલે ઈન્દ્રિયજ્ઞાન રોકાઈ જાય છે,
નવું સ્વસંવેદન અતીન્દ્રિયજ્ઞાન
આત્મસન્મુખ પ્રગટ થાય છે.

00:26:56.656 --> 00:27:03.117
તે આત્માના આશ્રયે પ્રગટ થાય છે
તો અભેદ થઈને આનંદનો એમાં અનુભવ આવે છે.

00:27:03.142 --> 00:27:10.631
એનું નામ નિર્વિકલ્પ, વિકલ્પ રહિત,
રાગ રહિત, ઈન્દ્રિયજ્ઞાન રહિત, ખંડજ્ઞાન રહિત.

00:27:10.656 --> 00:27:14.357
વિકલ્પનો અર્થ ખંડજ્ઞાન છે,
વિકલ્પનો અર્થ રાગ પણ છે.

00:27:14.440 --> 00:27:28.231
એ વચનાતીત, વિકલ્પાતીત, નયાતીત
- અનુભવમાં નય ન હોય, નયાતીત છે.

00:27:28.256 --> 00:27:39.031
એટલે આ અભ્યાસ કર્યા પછી
જેને અનુભવ ન થયો હોય,
સમ્યગ્દર્શન, આ એને માટે છે.

00:27:39.056 --> 00:27:42.917
વ્યવહારના પક્ષવાળાને
તો કાંઈ આ લાગુ પડે એવું નથી.

00:27:43.000 --> 00:27:50.631
મુમુક્ષુ:- એ તો હરિજનવાસમાં છે.
ઉત્તર:- હરિજનવાસમાં છે,
એને તો દિલ્હી બહુ દૂર છે.

00:27:50.656 --> 00:28:01.098
આ તો સ્વભાવની સમીપે આવી ગયો છે. આહાહા!
વ્યવહારનો નિષેધ વર્ત્યા જ કરે છે,
નિષેધના વિકલ્પ વર્તે છે.

00:28:01.123 --> 00:28:15.111
નિષેધના વિકલ્પ વિના
વ્યવહારનો નિષેધ વર્તી જાય છે -
એ સ્વભાવ થઈ જાય છે, ઓલો, પક્ષ.

00:28:15.136 --> 00:28:20.245
પહેલા વ્યવહારનો નિષેધ
એને વિકલ્પ દ્વારા કરવો પડે.

00:28:20.270 --> 00:28:28.378
નિશ્ચયનયના પક્ષમાં આવીને
'આવો હું નથી', એમ,
એમ કરવું પડે, practice (પ્રેક્ટીસ, અભ્યાસ).

00:28:28.403 --> 00:28:43.778
પછી જ્યારે એવો નિશ્ચયનયનું જોર આવી જાય છે
ત્યારે એને નિષેધ માટે વિકલ્પ નથી કરવો પડતો,
વિકલ્પ વિના નિષેધ વર્ત્યા કરે છે.

00:28:43.803 --> 00:28:52.511
અને આત્માનો આશ્રય આવ્યો નથી અને
નિશ્ચયનયના વિકલ્પનો પક્ષ રહ્યા કરે છે.

00:28:52.536 --> 00:29:09.378
જ્યારે આત્માનો આશ્રય આવે, ત્યારે નિશ્ચયના
પક્ષનો વિકલ્પ છૂટી અને અનુભવ થઈ જાય.
પછી તો નિષધેની વાત છે જ નહિ.

00:29:09.403 --> 00:29:18.335
મુમુક્ષુ:- સ્વભાવના બળે નિષેધ વર્ત્યા જ કરે છે?
ઉત્તર:- નિશ્ચયનયના પક્ષમાં આવી જાય
એને વ્યવહારનયનો નિષેધ વર્ત્યા જ કરે છે.

00:29:18.360 --> 00:29:25.178
એ શાસ્ત્રમાં વાંચે ને, જ્ઞાનીની વાણી,
જ્ઞાનીની વાણી, પણ એને નિષેધ વર્ત્યા કરે છે.

00:29:25.203 --> 00:29:30.311
નિષેધ કરવાનો વિકલ્પ નથી રહેતો,
એ સ્વભાવ એનો થઈ ગયો.

00:29:30.336 --> 00:29:40.744
એવો એક સ્વભાવ થઈ જાય છે,
અનુભવ પહેલા. અનુભવ પહેલા...

00:29:40.769 --> 00:29:44.320
મુમુક્ષુ:- સ્વભાવ વર્ત્યા જ કરે છે.
ઉત્તર:- વર્ત્યા જ કરે છે, કે એ હું નથી,
એવો હું નથી,

00:29:44.320 --> 00:29:50.244
જે વ્યવહારનય કહે છે એવો હું નથી,
મારું સ્વરૂપ નથી, બસ!

00:29:50.269 --> 00:29:56.677
મારું સ્વરૂપ નથી એટલે નથી, એમ નહિ!
મારું સ્વરૂપ જ નથી.

00:29:56.702 --> 00:30:05.597
એ વ્યવહારનય તો અન્યથા કથન કરે છે.
કરવા દયો, એમાં અમને કાંઈ તકલીફ નથી,
અમને તકલીફ નથી.

00:30:05.680 --> 00:30:16.311
આત્મા રાગનો કર્તા છે, અને
કર્મને બાંધે છે અને દુ:ખને ભોગવે છે અને
પરને જાણે છે અને - ભલે વ્યવહારનય કથન કરે!

00:30:16.336 --> 00:30:20.477
હું એના માટેનો વિકલ્પ પણ નથી કરતો!

00:30:20.502 --> 00:30:29.345
એ વિકલ્પ મારા નિષેધ માટે નથી,
એ મારા વિકલ્પ સ્વભાવની અસ્તિમાં ચાલ્યો જાય છે.
એ વિકલ્પ રહે છે, એટલો વિકલ્પ રહે છે.

00:30:29.370 --> 00:30:40.103
એ વિકલ્પનો દુરુપયોગ નથી કરતો...
વિકલ્પનો જ સદુપયોગ.
હું તો સ્વભાવથી અકર્તા છું.

00:30:40.128 --> 00:30:45.495
મુમુક્ષુ:- અપૂર્વ છે.
ઉત્તર:- (હા). એટલું સ્વભાવનું જોર આવે...

00:30:45.520 --> 00:30:48.517
મુમુક્ષુ:- વ્યવહારનો નિષેધ
(એ) વિકલ્પનો દુરુપયોગ.
ઉત્તર:- દુરુપયોગ.

00:30:48.600 --> 00:30:51.769
મુમુક્ષુ:- વ્યવહારનો નિષેધ ઓહો! ધન્ય છે.

00:30:51.794 --> 00:31:00.161
ઉત્તર:- અને નિશ્ચયનયનો જે
પક્ષનો વિકલ્પ આવે છે એ વિકલ્પાત્મક
શુદ્ધોપયોગ છે, વિકલ્પનો સદુપયોગ છે.

00:31:00.227 --> 00:31:03.336
કેમ કે વિકલ્પમાં સ્વભાવ લીધો એણે,

00:31:03.361 --> 00:31:10.477
વિકલ્પમાં વિભાવ છોડી દીધો,
વિકલ્પમાં વિભાવ છોડી દીધો,
હું રાગી નથી, હું તો પરમાત્મા છું.

00:31:10.560 --> 00:31:16.003
મુમુક્ષુ:- સ્વભાવ ગ્રહણ કર્યો વિકલ્પમાં.
ઉત્તર:- હા, સ્વભાવ ગ્રહણ કર્યો વિકલ્પમાં,
તો વિકલ્પનો સદુપયોગ થયો.

00:31:16.028 --> 00:31:20.037
એ વિકલ્પનો જે સદુપયોગ રહે છે,
એ વિકલ્પ તૂટવાવાળો છે.

00:31:20.062 --> 00:31:28.628
જે વિકલ્પમાં દુરુપયોગ છે, તે વિકલ્પ તૂટે નહિ
અને સમ્યગ્દર્શન નહિ થાય,
ત્રણકાળમાં, વ્યવહારના પક્ષમાં.

00:31:28.653 --> 00:31:34.569
મુમુક્ષુ:- ધન્ય છે, પરાકાષ્ટાનું.
કમાલ કરી દીધા.

00:31:34.594 --> 00:31:40.357
મુમુક્ષુ:- વિકલ્પનો સદુપયોગ છે તે તૂટવાનો
છે અને વિકલ્પનો દુરુપયોગ છે તે તૂટશે નહિ.
ઉત્તર:- તે તૂટશે નહિ.

00:31:40.440 --> 00:31:44.903
એ તો દૃઢ થાય છે, મિથ્યાત્વ એને. આહાહા!

00:31:44.928 --> 00:31:51.775
મુમુક્ષુ:- પરાકાષ્ઠાની વ્યાખ્યા છે.
વિકલ્પનો દુરુપયોગની વ્યાખ્યા શું?
અને વિકલ્પના સદુપયોગની વ્યાખ્યા શું?

00:31:51.800 --> 00:31:55.655
આ સદુપયોગનો વ્યય થઈને
નિર્વિકલ્પ અનુભવ થશે.
ઉત્તર:- જરૂર થશે.

00:31:55.680 --> 00:32:05.275
મુમુક્ષુ:- ધન્ય છે સાહેબ. ઘણું બધું શીખ્યા.
ઉત્તર:- કેમ કે વિકલ્પમાં પણ સ્વભાવ
ઘૂંટાય છે એને, નિરંતર સ્વભાવ ઘૂંટાય છે.

00:32:05.300 --> 00:32:10.175
મુમુક્ષુ:- સ્વભાવમાં આવવાથી વિકલ્પ તૂટે છે.
આ અફર વાત છે! આ માટે છે.

00:32:10.200 --> 00:32:17.374
ઉત્તર:- આ માટે (<b>દ્રવ્ય સ્વભાવ
પર્યાય સ્વભાવ</b>) છે.
મુમુક્ષુ:- ધન્ય હૈ! પરમ પ્રતાપ છે આપનો.

00:32:17.399 --> 00:32:19.908
મુમુક્ષુ:- બહુ સરસ વાત કહી.

00:32:19.933 --> 00:32:25.637
અનુભવ પહેલા પણ વ્યવહારનો નિષેધ
કરવા માટે વિકલ્પની જરૂર નથી પડતી.
ઉત્તર:- બિલકુલ જરૂર નથી પડતી.

00:32:25.720 --> 00:32:30.917
એક વખત નિર્ણય કરી લીધો કે
વ્યવહારનય સઘળોય અભૂતાર્થ છે,
ખોટું કથન કરે છે.

00:32:31.000 --> 00:32:39.321
શ્રી ગુરુએ, મહનીય ગુરુ. કેવા?
મહનીય શ્રી ગુરુએ મને કહ્યું કે
વ્યવહાર સઘળોય અભૂતાર્થ છે.

00:32:39.346 --> 00:32:43.317
હવે વ્યવહાર અભૂતાર્થ છે
એવો વિકલ્પ પણ આવતો નથી.

00:32:43.400 --> 00:32:50.308
(વ્યવહારનય) સ્વભાવથી અભૂતાર્થ છે.
મારે એ વિકલ્પની શું જરૂર છે?

00:32:50.333 --> 00:32:52.398
મુમુક્ષુ:- બહુ ઊંચી દિવ્યવાણી આવી રહી છે.

00:32:52.481 --> 00:33:01.387
ઘણી ઊંચીથી ઊંચી પરાકાષ્ઠાની
દિવ્યવાણી આવી!
ઉત્તર:- છે પરાકાષ્ઠાની, એ વાત સાચી છે.

00:33:01.412 --> 00:33:09.208
હા એટલું છે, સ્વભાવમાં પહોંચ્યો નથી હજી
એટલે નિશ્ચયનયનો જે વિકલ્પ,
જે સ્વભાવ છે, એવા વિકલ્પ આવે એને.

00:33:09.233 --> 00:33:15.677
હું અકર્તા છું, જાણનાર જણાય છે,
મને જાણનાર જણાય છે,
બીજું કાંઈ જણાતું નથી ને!

00:33:15.740 --> 00:33:19.708
મને મારો પરમાત્મા,
મારા વિશેષમાં મારુ સામાન્ય જણાય છે.

00:33:19.733 --> 00:33:37.525
એવા વિકલ્પનો એ સદુપયોગ છે પણ
એ પણ પરમાર્થે જોઈએ તો દુરુપયોગ છે,
એટલે નીકળી જાય છે અને અનુભવ થઈ જાય છે.

00:33:37.550 --> 00:33:44.058
મુમુક્ષુ:- દુરુપયોગ છે માટે નીકળી જાય છે.
ઉત્તર:- (હા), એ રહેતો નથી પછી વિકલ્પ.

00:33:44.083 --> 00:33:48.858
મારા વિશેષમાં સામાન્ય જણાય છે,
મારા વિશેષમાં વિશેષ જણાતું નથી.

00:33:48.883 --> 00:33:58.891
પર તો જણાતું નથી પણ મારા વિશેષમાં સામાન્ય
જણાય છે એવો જે વિકલ્પ,
એક અપેક્ષાએ એ સદુપયોગ છે, ઓની અપેક્ષાએ.

00:33:58.916 --> 00:34:09.958
પણ એ વિકલ્પ પણ ખટકે છે, ખટકે છે!
એ વિકલ્પની પણ અધિકતા નથી આવતી.

00:34:09.983 --> 00:34:19.125
અધિકતા જો આવી જાય તો
નિશ્ચયનય રહેતી નથી.
એ વિકલ્પમાં અધિકતા ન હોય.

00:34:19.150 --> 00:34:26.677
મુમુક્ષુ:- વિકલ્પમાં સ્વભાવની અધિકતા હોય છે.
ઉત્તર:- સ્વભાવની અધિકતા હોય એટલે આ
વિકલ્પ તૂટીને નિર્વિકલ્પ અનુભવ અવશ્ય થાય એને.

00:34:26.760 --> 00:34:32.635
મુમુક્ષુ:- નિયમથી થાય.
ઉત્તર:- (હા), નિયમથી થાય.

00:34:32.660 --> 00:34:35.557
મુમુક્ષુ:- સોગાનીજીને સ્વભાવની
અધિકતા હતી એટલે

00:34:35.640 --> 00:34:43.917
<b>अरे विकल्प! यदि तुझे तेरी आयु प्रिय है तो अन्य सबको
गौण कर व गुरुदेव के संगमे ले चल, वरना उनका दिया
हुआ वीतरागी अस्त्र शीघ्र ही तेरा अन्त कर डालेगा।</b>

00:34:44.000 --> 00:34:52.901
ઉત્તર:- હા એ, બસ! એ વિકલ્પનો સદુપયોગ
મને લઈ જા ત્યાં, બાકી બીજા વિકલ્પને
અમે આવકાર નહિ આપીએ, એમ.

00:34:52.926 --> 00:35:06.635
બીજો વિકલ્પનો તો નિષેધ વર્તે જ છે,
સ્વભાવથી નિષેધ આવી જાય છે, સ્વભાવથી.

00:35:06.660 --> 00:35:13.301
ગુરુદેવે જે સ્વાધ્યાયની પ્રથા કરી છે,
બહુ સારી પ્રથા છે.

00:35:13.326 --> 00:35:22.951
સ્વભાવના લક્ષે જ સ્વાધ્યાય કરવો,
નિમિત્તના લક્ષે નહિ, ભેદના લક્ષે નહિ,
રાગના લક્ષે નહિ, આહાહા!

00:35:22.976 --> 00:35:28.118
ઉઘાડના લક્ષે નહિ.
સ્વભાવના લક્ષે સ્વાધ્યાય કરવો.

00:35:28.143 --> 00:35:32.818
એમાં ઉર્ધ્વ આત્મા, આત્મા આવવો જોઈએ,
બસ, તો જ સ્વાધ્યાય સાચું.

00:35:32.843 --> 00:35:38.685
મુમુક્ષુ:- બાકી બધું સંયોગ છે.
નિમિત્ત, ભેદ વગેરે સ્વભાવ નથી.
ઉત્તર:- સંયોગ છે, સ્વભાવ નથી.

00:35:38.710 --> 00:35:46.451
મુમુક્ષુ:- આત્માને છોડીને બધું સંયોગ છે.
ઉત્તર:- સંયોગ છે. ચૌદ ગુણસ્થાન,
માર્ગણાસ્થાન એને જાણવાથી કાંઈ તને લાભ નથી.

00:35:46.476 --> 00:35:53.785
પરદ્રવ્ય છે એ તો બધું. ચૌદ ગુણસ્થાન,
માર્ગણાસ્થાન પરદ્રવ્ય છે. આહાહા!

00:35:53.810 --> 00:36:03.051
એકવાર પરદ્રવ્ય (છે) આવ્યું, ખલાસ!
પછી 'પરદ્રવ્ય છે' (એવા)
વિકલ્પની ક્યાં તારે જરૂર છે?

00:36:03.076 --> 00:36:05.428
મુમુક્ષુ:- એવી તો એની પરિણતિ બંધાઈ ગઈ છે.
ઉત્તર:- (હા) બંધાઈ ગઈ છે.

00:36:05.452 --> 00:36:15.051
મુમુક્ષુ:- અનુભવ પહેલા એવી પરિણતિ બંધાઈ
ગઈ છે, નિર્વિકલ્પપણે નિષેધ વર્તે છે. બહુ સરસ!

00:36:15.076 --> 00:36:20.651
ઉત્તર:- મારામાં જેની નાસ્તિ છે,
એકવાર 'મારામાં નાસ્તિ છે' એ આવી ગયો વિચાર,

00:36:20.676 --> 00:36:24.197
પછી મારામાં નથી, મારામાં નથી,
આ મારામાં નથી,
પહેલું ગુણસ્થાન મારામાં નથી,

00:36:24.280 --> 00:36:31.018
બીજું મારામાં નહિ, ત્રીજું મારામાં નહિ,
ચોથું મારામાં નહિ- દુરુપયોગ છે તારો.

00:36:31.043 --> 00:36:35.218
સમુચ્યરૂપે ભગવાન
જ્ઞાયક સામાન્ય તત્ત્વ તે હું છું,

00:36:35.243 --> 00:36:39.218
બાકી બધો વિશેષ મને પરદ્રવ્ય છે,
પરભાવ છે, હેય છે.

00:36:39.243 --> 00:36:46.757
શ્રીગુરુએ ફરમાવ્યું, બસ ખલાસ!
નિષેધ આવ્યો એ આવ્યો,
નિષેધનો વિકલ્પ પણ નહિ હવે.

00:36:46.840 --> 00:36:55.351
વિધિના વિકલ્પ આવે છે પ્રભુ!
હજી વિધિના વિકલ્પ આવે છે, પ્રભુ!
છૂટતું નથી પણ આપની કૃપા છે ને?

00:36:55.376 --> 00:37:01.785
આપની કૃપા છે ને? ગુરુ.
હે ગુરુ, તારી કૃપા છે ને? છૂટી જશે.

00:37:01.810 --> 00:37:04.317
ઓલા (પર)ગુરુની કૃપા અને
આ ગુરુની (મારા આત્માની) કૃપા.

00:37:04.400 --> 00:37:13.911
અહીંયાં (મારામાં) મેં લીધું, અહીંયાં.
હે ગુરુ! તારી કૃપા છે ને? અહીંથી મેં વાત કરી.

00:37:13.936 --> 00:37:23.345
મુમુક્ષુ:- છૂટવા માટે જ આવે છે.
ઉત્તર:- (હા). સ્વભાવના જોરવાળાને
વિકલ્પ તૂટવાનો અને અનુભવ થવાનો.

00:37:23.370 --> 00:37:29.945
વિભાવનું જોર છે જેને (તેનો વિકલ્પ તૂટશે નહિ).
આહાહા!

00:37:29.970 --> 00:37:33.757
વ્યવહારનય તો પહેલેથી છોડાવતા આવ્યા છે,
સમયસારમાં (કળશ ૭૦). આહાહા!

00:37:33.840 --> 00:37:41.477
અહીંયાં તો શુદ્ધનયના પક્ષમાં આવ્યો, તેથી શું?
એનાથી 'હવે આ વિકલ્પ તૂટે કેમ' તેની આ
વિધિ છે આમાં (<b>દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ</b>માં).

00:37:41.560 --> 00:37:49.345
મુમુક્ષુ:- નિષેધનો વિકલ્પ આવ્યો
તે દુરુપયોગ છે. ગજબ વાત છે.
ઉત્તર:- (હા).

00:37:49.370 --> 00:37:57.678
હું કર્મથી બંધાયેલો નથી,
હું કર્મથી બંધાયેલો નથી,
હું કર્મથી બંધાયેલો નથી, દુરુપયોગ છે તારો.

00:37:57.703 --> 00:38:02.077
તને એમાં જ રહેવું (બતાવે છે)
કે શંકા છે હજી, સશંક છો તું.

00:38:02.160 --> 00:38:12.311
કર્મથી બંધાયેલો છું એનો વારંવાર
નિષેધ કરશ એનો અર્થ
કર્મથી બંધાયેલો છું, એમ આવી ગયું.

00:38:12.336 --> 00:38:18.478
'હું નારકી નથી', 'હું તિર્યંચ નથી'
(એવો) કોઈ દિવસ વિકલ્પ ઊઠે છે?
મુમુક્ષુ:- નહિ સાહેબ!

00:38:18.503 --> 00:38:28.411
ઉત્તર:- ઊઠે છે કોઈને વિકલ્પ?
એક વાર ગુરુએ કહ્યું 'હું કર્મથી બંધાયેલો નથી',
(તો) હું અબદ્ધ છું (એમ નિર્ણય થઈ ગયો), ખલાસ!

00:38:28.436 --> 00:38:32.877
મુમુક્ષુ:- વ્યાખ્યાનમાં આવ્યું હતું, હું ચોર નથી,
આજે સવારે. હું ચોર નથી,

00:38:32.960 --> 00:38:43.901
હું ચોર નથી, હું ચોર નથી.
ઉત્તર:- શાહૂકાર માણસ આમ વાત કરે?
મુમુક્ષુ:- બિલકુલ ન કરે સાહેબ!

00:38:43.926 --> 00:38:50.835
ઉત્તર:- આટલું તો એને
સવિકલ્પ ભેદજ્ઞાન થઈ જાય.
આવું તો સવિકલ્પ ભેદજ્ઞાન આવે પહેલા.

00:38:50.860 --> 00:38:57.437
સ્વભાવના વિકલ્પ આવે એ ખટકે એને. આહાહા!
વિશેષમાં સામાન્ય જણાય છે એ પણ ખટકે.

00:38:57.520 --> 00:39:09.717
મુમુક્ષુ:- ખટકે ત્યારે નીકળે ને?
આત્માર્થીને ખટકે જ.
ઉત્તર:- ખટકે, આત્માર્થીને ખટકે. એય! સાંભળ્યું?

00:39:09.800 --> 00:39:21.735
મુમુક્ષુ:- પરમ સત્ય. ખટકે જ.
ઉત્તર:- મને મારા જ્ઞાનમાં આત્મા જણાય છે,
એવો વિકલ્પ ખટકે.

00:39:21.760 --> 00:39:36.684
છે વાત સાચી, પણ છે વિકલ્પ. આહાહા!
આ (<b>દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ</b>)
તો છેલ્લી હદની વાત છે આમાં.

00:39:36.709 --> 00:39:41.984
સૂક્ષ્મ વિકલ્પ રહેતા હોય,
(તે) તૂટીને (અનુભવ થાય).

00:39:42.009 --> 00:39:56.818
મુમુક્ષુ:- ખટકનો વ્યય,
ખટક-અતિક્રાંતનો ઉત્પાદ.
ઉત્તર:- ઉત્પાદ થઈ જાય છે, બસ. ચાલો આગળ.

00:39:56.843 --> 00:40:06.151
મુમુક્ષુ:- <b>જે આત્મા સ્વભાવથી જ શુદ્ધ છે
એને કોઈ નય દ્વારા શુદ્ધ કહેવું એ બરાબર નથી</b>.

00:40:06.176 --> 00:40:10.609
ઉત્તર:- ક્યાં આવ્યું?
મુમુક્ષુ:- પંદરમું પાનું બીજો પેરેગ્રાફ.
ઉત્તર:- પંદરમે પાને, ઠીક, બીજો પેરેગ્રાફ.

00:40:10.643 --> 00:40:20.478
<b>જે આત્મા સ્વભાવથી જ શુદ્ધ છે એને</b>.
મુમુક્ષુ:- <b>જે આત્મા સ્વભાવથી જ શુદ્ધ છે
એને કોઈ નય દ્વારા શુદ્ધ કહેવો એ બરાબર નથી.</b>

00:40:20.503 --> 00:40:25.878
ઉત્તર:- સ્વભાવથી જ શુદ્ધ છું, અનાદિ-અનંત.
નિશ્ચયનયથી શુદ્ધનું શું કામ છે? આહાહા!

00:40:25.903 --> 00:40:35.744
એ તો જે શુદ્ધઆત્માને અશુદ્ધ માનતો હતો
એને સમજાવવા માટે કહ્યું કે
આત્મા નિશ્ચયનયે શુદ્ધ છે એ ગ્રહણ કર તું, એમ.

00:40:35.769 --> 00:40:51.678
અશુદ્ધતાનું શલ્ય હતું ને કે
સંસારી જીવ અશુદ્ધ છે?
કે સંસારી જીવ શુદ્ધ છે, એમ.

00:40:51.703 --> 00:41:09.544
છેલ્લી કોટિની વાત છે આ,
રહસ્યપૂર્ણ ચિઠ્ઠી છે.

00:41:09.569 --> 00:41:19.011
મુમુક્ષુ:- <b>આત્મા નિશ્ચયનયથી શુદ્ધ છે,
એ કથન સાચું છે પણ એમાં અનુભવ નથી.</b>
ઉત્તર:- કથન સાચું છે.

00:41:19.036 --> 00:41:28.877
આત્મા અશુદ્ધ છે એ તો કથન પણ ખોટું છે.
આત્મા નિશ્ચયનયે શુદ્ધ છે, એ કથન તો સાચું છે.
<b>પણ એમાં</b>..

00:41:28.960 --> 00:41:33.311
મુમુક્ષુ:- <b>પણ એમાં અનુભવ નથી.</b>
ઉત્તર:- <b>અનુભવ નથી.</b> આહાહા!

00:41:33.336 --> 00:41:38.011
મુમુક્ષુ:- <b>પરંતુ એ કથન દ્વારા
સ્વભાવનું માત્ર અનુમાન જ થઈ શકે છે.</b>
ઉત્તર:- <b>થઈ શકે છે.</b>

00:41:38.036 --> 00:41:43.511
કથન દ્વારા, વિકલ્પ દ્વારા, બીજો ઉપાય નથી.

00:41:43.536 --> 00:41:52.411
મુમુક્ષુ:- <b>આત્મા નિશ્ચયનયે શુદ્ધ છે
એમ નહિ, પણ સ્વભાવથી જ શુદ્ધ છે.</b>

00:41:52.436 --> 00:42:05.977
<b>સીધા સ્વભાવને જ જુઓ તો
જે નયના માધ્યમ દ્વારા વિકલ્પ આવતા હતા,
એ વિકલ્પ છૂટી જશે.</b>

00:42:06.002 --> 00:42:22.177
પરમ સત્ય. અક્ષરેઅક્ષર પરમ સત્ય છે.
ઉત્તર:- જે હમણાં તમે બોલ્યા ને?
એ જ વિચાર મને આવ્યો, એ જ વિચાર આવ્યો.

00:42:22.202 --> 00:42:36.156
એ જ તમારી વાણીમાં આવ્યું. કેમ કે મારું
કહેલું છે એટલું હું કઈં શું બોલું? એમ.
મુમુક્ષુ:- આહાહા! અક્ષરેઅક્ષર પરમ સત્ય છે.

00:42:36.189 --> 00:42:46.556
ઉત્તર:- ફરીથી, <b>આત્મા નિશ્ચયનયે</b>...
મુમુક્ષુ:- <b>આત્મા નિશ્ચયનયે શુદ્ધ છે
એમ નહિ, પણ સ્વભાવથી જ શુદ્ધ છે.</b>

00:42:46.623 --> 00:42:57.677
<b>સીધા સ્વભાવને જ જુઓ તો જે નયના માધ્યમ
દ્વારા વિકલ્પ આવતા હતા, એ વિકલ્પ છૂટી જશે.</b>
ઉત્તર:- <b>છૂટી જશે.</b>

00:42:57.760 --> 00:43:20.698
સ્વભાવથી જુઓ તો વિકલ્પ છૂટી જશે.
નયથી જોયા કરશો તો વિકલ્પ રહેશે.

00:43:20.723 --> 00:43:26.625
મુમુક્ષુ:- <b>સ્વભાવથી વિચારતા</b>...
ઉત્તર:- સ્વભાવથી વિચારતા અને
સ્વભાવથી અનુભવતાં, એ બન્નેમાં ફેર છે.

00:43:26.650 --> 00:43:29.358
સ્વભાવથી વિચારતા એ માનસિક છે.

00:43:29.383 --> 00:43:37.615
<b>સ્વભાવથી વિચારતા વચ્ચે
જે નય આવતી હતી એ નીકળી જશે</b>,
સ્વભાવના જોરે.

00:43:37.640 --> 00:43:43.437
મુમુક્ષુ:- વાહ વાહ! બહુ સરસ!
ઉત્તર:- અને શું રહી જશે?
મુમુક્ષુ:- <b>એકલું જ્ઞાન રહી જશે.</b>

00:43:43.520 --> 00:43:55.358
ઉત્તર:- વિકલ્પ વિનાનું જ્ઞાન.
મુમુક્ષુ:- જ્ઞાન તો વિકલ્પ વિનાનું જ હોય ને?
ઉત્તર:- હોય ને! <b>એકલું જ્ઞાન રહી જશે.</b>

00:43:55.383 --> 00:44:01.825
મુમુક્ષુ:- <b>એકલું જ્ઞાન રહી જશે
અને અનુભવ થઈ જશે.</b>

00:44:01.850 --> 00:44:05.925
ઉત્તર:- <b>એકલું જ્ઞાન રહી જશે
અને અનુભવ થઈ જશે.</b>

00:44:05.950 --> 00:44:11.991
એકલા જ્ઞાનમાં જ અનુભવ થાય ને?
રાગ મિશ્રિત, વિકલ્પ મિશ્રિત
જ્ઞાનમાં કઈં અનુભવ ન થાય.

00:44:12.016 --> 00:44:15.275
મુમુક્ષુ:- એકલા જ્ઞાનમાં, શુદ્ધ જ્ઞાનમાં.
ઉત્તર:- એકલા જ્ઞાનમાં, સમ્યગ્જ્ઞાનમાં.

00:44:15.300 --> 00:44:25.008
મુમુક્ષુ:- શુદ્ધ જ્ઞાનમાં.
ઉત્તર:- શુદ્ધ જ્ઞાનમાં, સ્વસંવેદન જ્ઞાનમાં,
અતીન્દ્રિયજ્ઞાનમાં.

00:44:25.033 --> 00:44:32.708
મુમુક્ષુ:- <b>સ્વભાવથી</b> જ <b>સ્વભાવ વિચારો (અને)
નયના માધ્યમને-વિકલ્પને રહેવા દો.</b>

00:44:32.733 --> 00:44:41.375
<b>સ્વભાવથી સ્વભાવ વિચારો (અને)
નયના માધ્યમને-વિકલ્પને રહેવા દો.</b>
ઉત્તર:- <b>રહેવા દયો.</b>

00:44:41.400 --> 00:44:47.408
<b>'હું સ્વભાવથી જ શુદ્ધ છું',</b>
પરિપૂર્ણ છું. બસ! નયનું શું કામ છે?

00:44:47.433 --> 00:45:03.041
આગળ. કોઈ પળ હતી,
બસ બીજું કઈં નથી, પળ હતી.

00:45:03.066 --> 00:45:11.077
મુમુક્ષુ:- આ તો જ્ઞાનીઓનો શુદ્ધ અનુભવ છે.
ઉત્તર:- અનુભવની વિધિ છે આમાં,
ખુલ્લમ ખુલ્લા.

00:45:11.160 --> 00:45:23.004
મુમુક્ષુ:- ખુલ્લમ ખુલ્લા, કાંઈ પણ છૂપાવ્યા વિના.
ઉત્તર:- ખાનગી નહિ, એક એકને વ્યક્તિને
કાનમાં મંત્ર આપવું, એમ નહિ. ખુલ્લમ ખુલ્લા.

00:45:23.029 --> 00:45:27.255
મુમુક્ષુ:- ખુલ્લી રહસ્યપૂર્ણ ચિઠ્ઠી છે,
ખુલ્લી રહસ્યપૂર્ણ ચિઠ્ઠી છે.
ઉત્તર:- ખુલ્લી, હા.

00:45:27.280 --> 00:45:38.763
મુમુક્ષુ:- ગુરુદેવ કહેતા (હતા કે)
'નાગા બાદશાહથી આઘા’, એવી વાત છે.

00:45:38.788 --> 00:45:44.037
મુમુક્ષુ:- <b>'હું સ્વભાવથી જ શુદ્ધ છું'
-એમાં વ્યવહારનયે અશુદ્ધ છું,</b>

00:45:44.120 --> 00:45:54.471
<b>એ દોષ છૂટી જાય છે અને
નિશ્ચયનયે શુદ્ધ છું એ વિકલ્પ છૂટી જાય છે.</b>
આ તો શું મંત્ર છે! બહુ સરસ.

00:45:54.496 --> 00:45:58.504
મુમુક્ષુ:- તે દોષ, આ વિકલ્પ.
ઉત્તર:- ફરીથી.

00:45:58.529 --> 00:46:02.877
મુમુક્ષુ:- <b>'હું સ્વભાવથી જ શુદ્ધ છું',
'હું</b> તો <b>સ્વભાવથી જ શુદ્ધ છું'.</b>

00:46:02.960 --> 00:46:07.197
ઉત્તર:- into comma (ઇનટુ કોમા છે, અવતરણમાં)
<b>'હું સ્વભાવથી જ શુદ્ધ છું' -એમાં</b>...

00:46:07.280 --> 00:46:12.957
મુમુક્ષુ:- <b>-એમાં વ્યવહારનયે અશુદ્ધ છું,
એ દોષ છૂટી જાય છે.</b>
ઉત્તર:- <b>છૂટી જાય છે અને...</b>

00:46:13.040 --> 00:46:16.557
મુમુક્ષુ:- <b>અને નિશ્ચયનયે શુદ્ધ છું
એ વિકલ્પ છૂટી જાય છે.</b>

00:46:16.640 --> 00:46:30.237
ઉત્તર:- નિશ્ચયનયે શુદ્ધ છું એ દોષ હતો,
વિકલ્પ એ દોષ હતો ને? ઓલો દોષ છૂટયો અને
આ વિકલ્પાત્મક દોષ પણ છૂટી જાય છે, અનુભવમાં.

00:46:30.262 --> 00:46:37.037
મુમુક્ષુ:- બહુ સરસ!
ઉત્તર:- બોલ્ડ ટાઈપથી છે ને?

00:46:37.062 --> 00:46:45.917
છ મહિના પછી આ બધાને મળશે.
પહેલા <b>ઇન્દ્રિયજ્ઞાન જ્ઞાન નથી</b>
એનો ખૂબ પ્રચાર થાય. પછી વાત.

00:46:46.000 --> 00:46:47.000 