﻿WEBVTT

00:01:10.410 --> 00:01:19.010
આ શ્રી સમયસારજી પરમાગમ શાસ્ત્ર છે. એમાં પ્રથમ જીવ નામનો અધિકાર.

00:01:19.030 --> 00:01:34.770
૬ નંબરની ગાથા ચાલે છે. એમાં બે પારા છે.
પહેલા પારામાં બે વાત કરે છે.

00:01:34.800 --> 00:01:44.160
એક તો ત્રિકાળી સામાન્ય શુદ્ધાત્મા કેવો છે કે જેનો અનુભવ કરતાં સમ્યગ્દર્શન થાય?

00:01:44.180 --> 00:01:49.560
વિષય, વિષય, ધ્યેય, ધ્યાનનું ધ્યેય શું છે?

00:01:49.590 --> 00:02:04.130
તો એ પહેલા પારામાં એમ કહયું કે આ ભગવાન આત્મા અનાદિ-અનંત…

00:02:04.150 --> 00:02:17.530
… પછી સ્પીડ પકડે. પછી તો દોડવું પડે. સ્પીડમાં આવ્યા હોય એને. દોડે તો પહોંચે.

00:02:17.560 --> 00:02:22.750
શું કહે છે? અલૌકિક ગાથા છે.

00:02:22.780 --> 00:02:38.100
આ આત્મા શુધ્ધાત્મા છે એ ધ્યેયરૂપ છે. એનું જે ધ્યાન, એ ધ્ચેય શું અને ધ્યાન શું?

00:02:38.120 --> 00:02:43.900
ધ્યાનની પ્રગટતા કેમ થાય? ધર્મધ્યાન-અનુભૂતિ કેમ થાય?

00:02:43.930 --> 00:02:47.840
બે પ્રશ્ન પૂછ્યા છે એનો જવાબ  બે રૂપે આપે છે.

00:02:47.860 --> 00:02:59.100
કે આ આત્મા છે એ અનાદિ કાળથી જીવને પર્યાયમાં અજ્ઞાન હતું. અજ્ઞાનના નિમિત્તે કર્મનો બંધ પણ હતો.

00:02:59.130 --> 00:03:09.940
આઠ પ્રકારના…કર્મનો બંધ પણ હતો, સંયોગરૂપે હતો. કર્મ અને ચેતન આત્મા એકમેક નહોતા થયા.

00:03:09.960 --> 00:03:20.970
જેમ શરીરનો સંયોગ એમ આઠ કર્મનો સંયોગ (છે). સત્તામાં કર્મ છે અને એનો કાળ પાકે ત્યારે તે ઉદયમાં પણ આવે છે.

00:03:21.000 --> 00:03:28.010
ખરવા માટે ઉદયમાં આવે છે, રહેવા માટે ઉદયમાં આવતા નથી. કેમકે રહી શકતા જ નથી.

00:03:28.030 --> 00:03:36.050
એને રહેવું હોય કર્મને તોપણ રહી શકે નહિ. એનો સ્વભાવ જ છે કે ઉદયમાં આવીને ખરી જાય.

00:03:36.070 --> 00:03:46.890
જ્યારે કર્મ ઉદયમાં આવે છે ત્યારે જે કોઈ આત્મા પોતાના સ્વભાવની સન્મુખ નથી અને વિમુખ પરિણતિ થાય છે

00:03:46.920 --> 00:03:56.630
એ જીવ કર્મના ઉદયમાં જોડાય છે, લક્ષ કરે છે. ત્યારે એની દશામાં શુભાશુભ ભાવ થાય છે.

00:03:56.650 --> 00:04:05.530
અનાદિની કાંઈ શુદ્ધ પર્યાય છે એમ નહિ, એની પર્યાયમાં શુભાશુભ ભાવ થાય છે, આસ્ત્રવ થાય છે.

00:04:05.560 --> 00:04:17.370
એ કર્મના ઉદયમાં જોડાતાં રાગાદિ થાય છે અને એ રાગાદિ થતાં નવા કર્મનો બંધ પણ થાય છે.

00:04:17.400 --> 00:04:29.530
આવો નિમિત્ત અને નૈમિત્તિકના ચકરાવાની વચ્ચે જૂના કર્મનો ઉદય નિમિત્ત,

00:04:29.530 --> 00:04:36.720
પર્યાય નૈમિત્તિક - રાગ, રાગ નિમિત્ત અને નવા કર્મ નૈમિત્તિક.

00:04:36.740 --> 00:04:47.960
આમ આખા ચકરાવામાં પણ ભગવાન જે આત્મા અંદર બિરાજમાન છે એ એવો ને એવો શુદ્ધ રહ્યો છે.

00:04:47.990 --> 00:04:57.530
એ કર્મબંધનું કાર્ય પણ નથી, જૂના કર્મ ઉદયમાં આવે એનું કાર્ય નથી જીવતત્ત્વ,

00:04:57.560 --> 00:05:05.050
એનું કાર્ય તો રાગ છે અને નવા કર્મ બંધાય એમાં ભગવાન આત્મા નિમિત્ત નથી.

00:05:05.070 --> 00:05:09.380
જૂનાનું કાર્ય નહિ અને નવાનું કારણ નહિ.

00:05:09.400 --> 00:05:13.670
એ તો અકારણ ને અકાર્ય શક્તિ છે. આહાહા!

00:05:13.695 --> 00:05:21.310
આવો ભગવાન આત્મા ચકરાવામાં રહેલો હોવા છતાં પોતાના સ્વભાવમાં રહેલો છે.

00:05:21.330 --> 00:05:26.580
એ રાગમાં, કર્મમાં કે દેહમાં જતો નથી.

00:05:26.600 --> 00:05:33.530
એવો જે આત્મા એ પ્રમત્ત અને અપ્રમત્ત દશાથી રહિત છે.

00:05:33.550 --> 00:05:43.190
અત્યારે કેટલાક વિદ્વાનોને બેસતું નથી કે ઉત્પાદ-વ્યયથી આત્મા રહિત છે તે બેસતું નથી.

00:05:43.210 --> 00:05:49.500
ઉત્પાદ-વ્યયથી સહિત હોવા છતાં જે રહિત છે તે ઉપાદેય છે.

00:05:49.530 --> 00:05:56.870
ઉત્પાદ-વ્યયથી સહિત વ્યવહારનયે જોવામાં આવે તો છે પણ સ્વભાવની દૃષ્ટિથી જોવામાં આવે

00:05:56.890 --> 00:06:01.630
તો એ પ્રમત્ત-અપ્રમત્તથી રહિત ચિદાનંદ આત્મા અનંત ગુણથી સહિત છે.

00:06:01.650 --> 00:06:04.820
અનંત ગુણથી સહિત અને અનંત પર્યાયથી રહિત.

00:06:04.840 --> 00:06:09.440
પ્રમત્ત-અપ્રમત્ત બે શબ્દમાં બધું લઈ લીધું. પર્યાયમાત્રથી ભિન્ન.

00:06:09.470 --> 00:06:12.600
ત્યાં સુધી આપણે આવ્યા.

00:06:12.620 --> 00:06:18.660
તેથી પ્રમત્ત પણ નથી અને અપ્રમત્ત પણ નથી; તેથી એટલે શું કામ? કારણ શું આપ્યું?

00:06:18.680 --> 00:06:25.940
એને કારણ ઉપર આપ્યું કે શુભાશુભ ભાવ થાય છે પણ એના સ્વભાવે પોતે થતો નથી.

00:06:25.970 --> 00:06:34.460
પોતે રાગરૂપે થતો નથી. રાગ થવા છતાં પણ જીવતત્ત્વ રાગરૂપે થતો નથી.

00:06:34.480 --> 00:06:40.080
નથી થતું માટે પ્રમત્ત અને અપ્રમત્ત નથી. ન્યાય આપ્યો કારણ આપ્યું.

00:06:40.110 --> 00:06:47.070
જો રાગરૂપે થાય તો વીતરાગરૂપે થાય. પણ રાગરૂપે થતો નથી.

00:06:47.090 --> 00:06:52.660
માટે આત્મા તો અનાદિઅનંત પ્રમત્ત અને અપ્રમત્તથી રહિત એવો જે ધ્યેય તત્ત્વ,

00:06:52.690 --> 00:07:01.440
ધ્યાનનો વિષય, ઉપાદેય તત્ત્વ, દૃષ્ટિનો વિષય એ પ્રમત્ત પણ નથી અને અપ્રમત્ત પણ નથી.

00:07:01.460 --> 00:07:10.773
તે જ, બીજો નહિ. આવો જે આત્મા, બધાની પાસે છે અત્યારે.

00:07:10.797 --> 00:07:19.908
અત્યારે આવો આત્મા વર્તમાન વિદ્યમાન બધાની પાસે છે. નિગોદમાં પણ આવો આત્મા છે.

00:07:19.932 --> 00:07:26.500
ભવિની પાસે પણ આવો આત્મા છે, અભવિ હોય તોપણ એનો આત્મા તો આવો જ છે.

00:07:26.524 --> 00:07:34.114
‘सव्वे शुध्धाओ शुध्धनया’

00:07:34.138 --> 00:07:41.418
શુદ્ધનયથી જોવામાં આવે તો બધા આત્મા શુદ્ધ છે. આમ નેમિચંદ્ર સિદ્ધાંતચક્રવર્તી ગોમ્મટસારમાં,

00:07:41.442 --> 00:07:47.453
ગોમ્મટસારમાં પણ ફરમાવે છે. દ્રવ્યસંગ્રહમાં ફરમાવે છે. નેમિચંદ્ર સિદ્ધાંતચક્રવર્તી.

00:07:47.477 --> 00:08:00.047
એવો આત્મા ત્રણે કાળ શુદ્ધ છે. અશુ્ધ્ધ થયો અને હવે અશુ્ધ્ધતા ટળે અને પછી શુદ્ધ થાય એ બધું પર્યાયધર્મમાં છે.

00:08:00.071 --> 00:08:07.193
દ્રવ્યસ્વભાવ તો અનાદિઅનંત શુદ્ધ છે. સામાન્ય તત્ત્વમાં ફેર પડતો નથી.

00:08:07.218 --> 00:08:12.010
વિશેષમાં ફેરફાર ભલે થાય. પ્રમત્ત-અપ્રમત્ત નથી.

00:08:12.034 --> 00:08:21.024
તે જ પર્યાયથી રહિત ધ્રુવ પરમાત્મા. તે જ, બીજો નહિ. અસ્તિ-નાસ્તિ અનેકાંત કર્યું.

00:08:21.048 --> 00:08:29.082
પર્યાયથી રહિત જ, એ જ આત્મા ધ્યાનનું ધ્યેય છે. પર્યાયથી સહિત ધ્યાનનું ધ્યેય નથી.

00:08:29.106 --> 00:08:36.788
કેમકે પર્યાયથી સહિત નથી. પર્યાયથી સહિત નથી,  પ્રથમથી જ અનાદિથી જ નથી.

00:08:36.812 --> 00:08:45.154
અને અનંત ગુણથી સહિત અને પર્યાયથી રહિત એવું એનું સ્વરૂપ રહી ગયું છે અનાદિનું.

00:08:45.178 --> 00:08:55.729
હવે શુદ્ધ આત્માની વાત તો કરી, હવે એનો અનુભવ કેમ થાય?

00:08:55.753 --> 00:09:01.482
બે પ્રશ્ન પૂછ્યા હતા ને? કે શુદ્ધાત્માનું સ્વરૂપ શું?

00:09:01.482 --> 00:09:06.149
અને કેવી રીતે જાણી શકાય? જાણવો તો જોઈએને, અનુભવ તો કરવો જોઈએને?

00:09:06.173 --> 00:09:08.729
તો અનુભવની વિધિ શું?

00:09:08.753 --> 00:09:17.569
પ્રમત્ત-અપ્રમત્તથી રહિત કહેતા એ આત્મા પરિણામનો કર્તા નથી, પરિણામનો અકર્તા છે.

00:09:17.593 --> 00:09:28.246
પરિણામથી રહિત છે. અસ્તિ-નાસ્તિ અનેકાંત.  આત્મા સામાન્યપણે છે અને વિશેષપણે નથી.

00:09:28.270 --> 00:09:34.124
તેથી વિશેષનો એ કર્તા-ભોક્તા થતો નથી. એટલે અકર્તા સિદ્ધ કર્યું.

00:09:34.148 --> 00:09:41.912
દ્રવ્યસ્વભાવ અને અકર્તા સિદ્ધ કર્યું. પ્રમત્ત-અપ્રમત્ત નથી માટે તે પરિણામનો કર્તા નથી.

00:09:41.936 --> 00:09:48.093
પરિણામનો કર્તા પરિણામ છે. આ પણ વિદ્વાનોને બેસતું નથી. અર..ર..ર..!

00:09:48.117 --> 00:09:53.614
આહાહા…! પર્યાયનો કર્તા પર્યાય છે, ત્રણ કાળમાં ફરે એમ નથી એ વાત.

00:09:53.638 --> 00:09:57.546
આ રીતે જ અનુભવ થાય છે અનુભવીઓને.

00:09:57.570 --> 00:10:06.733
પર્યાયનો કર્તા હું નથી. જો પર્યાયનો કર્તા હોઉં તો કેવળજ્ઞાન કરી દે ને અત્યારે, સમ્યગ્દર્શન કરી દેને. આહાહા!

00:10:06.757 --> 00:10:16.501
અશક્ય છે. કર્તાપણું નથી, આત્મામાં જ્ઞાતાપણું છે. થાય એને જાણે, છે એને જાણે અને થાય એને પણ જાણે.

00:10:16.525 --> 00:10:19.649
જાણે, જાણે, જાણે, જાણે, જાણે, અનાદિઅનંત જાણે.

00:10:19.673 --> 00:10:29.265
એક સમય વચ્ચે આત્મા અકર્તાપણું છોડે અને પર્યાયનો કર્તા બની જાય એ અસંભવ છે.

00:10:29.289 --> 00:10:38.814
પર્યાયનો કર્તા નથી બનતો તો કર્મ ને શરીર ને હાથ હું હલાવું ને દુકાન મારાથી ચાલે. આહાહા! ઇ ક્યાં રહ્યું?

00:10:38.838 --> 00:10:50.754
એ તો મોટી  ભ્રમણા છે. ડૉક્ટર દાંત તું પાડી શકતો નથી, હોં! ભલે તને શિખડાવે આમ પાડતા.

00:10:50.778 --> 00:11:02.933
ડૉક્ટર થયો નથી, નૈગમનયે ડૉક્ટર કહેવાય. થવાનો છે ને, એને વર્તમાનમાં આરોપ આપીને ડૉક્ટર કહેવાય.

00:11:02.957 --> 00:11:15.373
પ્રમત્ત-અપ્રમત્તની તારામાં  નાસ્તિ છે માટે તું એનો કર્તા નથી. જે જેનામાં ન હોય એનું કરવું ત્રણ કાળમાં ન હોય.

00:11:15.397 --> 00:11:24.701
પહેલા કર્તાબુદ્ધિ છોડ કે હું અકર્તા છું. એવો દ્રવ્યસ્વભાવ આવ્યો. દ્રવ્યનો નિશ્ચય આવ્યો.

00:11:24.725 --> 00:11:36.153
માત્ર દ્રવ્યના નિશ્ચયથી અનુભવ થતો નથી. ત્યારે અનુભવ કેમ થાય છે?

00:11:36.177 --> 00:11:41.890
કે જે જ્ઞાન પરને જાણતું હતું એ બંધ કરે છે અને સ્વમાં જાય છે.

00:11:41.890 --> 00:11:46.677
જુઓ! આમાં લખેલું છે એનો જ અર્થ કરું છું હોઁ! ઉપરથી પહેલા કહ્યું, હવે અહીંથી.

00:11:46.701 --> 00:12:00.599
<b>તે જ સમસ્ત અન્યદ્રવ્યોના ભાવોથી ભિન્નપણે</b> આહાહા! પરદ્રવ્યના ભાવોથી જુદો પરદ્રવ્યનું લક્ષ કરતો હતો ત્યાં સુધી અનુભવ નહોતો થતો.

00:12:00.623 --> 00:12:09.438
વસ્તુ તો જે હતી તે છે પણ એને દૃષ્ટિગોચર નહોતી થતી. આમ આમ જોતો હતોને, આમ આમ જોતો હતો. આહાહા!

00:12:09.462 --> 00:12:17.345
<b>તે જ સમસ્ત</b> બધા ‘<b>અન્યદ્રવ્યના ભાવો</b>…’

00:12:17.345 --> 00:12:27.351
અન્યદ્રવ્યમાં જે ભાવો છે, જડ અને ચેતન, મુખ્યપણે દ્રવ્યકર્મ, દ્રવ્યકર્મ અન્યદ્રવ્ય છે.

00:12:27.375 --> 00:12:35.211
એ અન્યદ્રવ્યમાં તેના ભાવો છે. રાગ, દ્વેષ, સુખ-દુઃખ એ જડકર્મના ભાવો છે.

00:12:35.235 --> 00:12:47.974
રાગ થાય ત્યાં સુધી બે જગ્યાએ થાય. એક જીવ સંબંધે રાગ અને એક અજીવ સંબંધે રાગ.

00:12:47.998 --> 00:12:53.195
આ સમયસારમાં લખ્યું છે. આ પણ ગોમ્મટસારમાં છે.

00:12:53.219 --> 00:13:04.549
થોડા વખત પહેલા જયપુર ગયો ત્યારે પાટનીજીને આ શ્લોક વંચાવ્યો. આહાહા! આ તો ગજબની વાત!

00:13:04.573 --> 00:13:08.257
રાગ થાય ત્યાં સુધી બે જગ્યાએ થાય.

00:13:08.281 --> 00:13:12.708
ન થાય ત્યારે એકેયમાં ન થાય. અહીંયા પણ ન થાય અને ત્યાં પણ ન થાય.

00:13:12.708 --> 00:13:18.665
તે અકર્મરૂપે પરિણમી જાય. જડકર્મ છે એ અકર્મરૂપે પરિણમી જાય.

00:13:18.689 --> 00:13:21.915
દર્શનમોહ નામનો કર્મનો ઉદય આવતો હતો,

00:13:21.915 --> 00:13:27.382
એ જ્યાં શુદ્ધાત્માની સન્મુખ થયો અને સમ્યગ્દર્શન થયું ત્યાં એ મિથ્યાત્વનો રાગ ટળી ગયો.

00:13:27.406 --> 00:13:32.834
નૈમિત્તિક ભાવ ગયો તો નિમિત્ત નામ ન રહ્યું, એ તો જ્ઞેય થઈ ગયું, અકર્મરૂપે થઈ ગયું.

00:13:32.858 --> 00:13:41.484
થાય ત્યાં સુધી બેય જગ્યાએ થાય. જીવસંબંધી રાગ અને અજીવસંબંધીનો રાગ.

00:13:41.508 --> 00:13:51.101
એ કહે છે કે અજીવમાં જ્યાં રાગ-દ્વેષ થતો હતો, એના રાગ-દ્વેષને જોતો હતો. એટલે અહીંયા રાગ-દ્વેષ થતો હતો.

00:13:51.125 --> 00:13:55.249
આમાં લખેલું છે એનો અર્થ ચાલે છે, હોં!

00:13:55.273 --> 00:14:04.101
આ જ્યાં જોયું અને અહીંયા રાગ થયો અને પછી રાગથી વ્યાવૃત્ત થઈ ગયો, અભાવ થયો એમ નહિ.

00:14:04.125 --> 00:14:10.871
અહીંયા રાગની ઉત્પત્તિ ન થાય એવી એક કળા અને વિધિ આમાં બતાવે છે.

00:14:10.895 --> 00:14:26.542
હવે મંગાભાઈ સમજાય છે બરાબર? ભાઈએ કીધું, ગાડી શરૂઆતમાં સ્ટાર્ટ થાય છે કે નહી. શું કહીયું પ્રભુ? આહાહા!

00:14:26.566 --> 00:14:38.278
આ આપણા પિતા-ધર્મપિતાએ  પત્રો લખ્યા છે આપણા ઉપર. ઇ પત્ર વાંચવાનો પણ તેને વખત નથી. આહાહા!

00:14:38.302 --> 00:14:44.857
<b>સમસ્ત અન્યદ્રવ્યોના ભાવોથી ભિન્ન</b>

00:14:44.857 --> 00:14:53.515
એ કેવી રીતે એનાથી ભિન્ન કરવો? કે જે ત્યાં રાગ-દ્વેષ થાય છે એની સામે જોવાનું બંધ કરી દે.

00:14:53.539 --> 00:15:05.397
રાગની સામે જોઈશ તો એ રાગ મારો છે, રાગ છે એનો અને ભાસે છે પોતાનો. કેમ? ભાસવાનું પણ કારણ છે.

00:15:05.421 --> 00:15:16.221
ભાસવાનું પણ સબળ કારણ છે. કેમકે ત્યાં જે રાગ થાય છે એ જ્ઞાનની સ્વચ્છતામાં જણાય છે, એનો પ્રતિભાસ થાય છે.

00:15:16.245 --> 00:15:27.302
ઇ પ્રતિભાસને દેખીને, થાય છે બીજે, માને છે મારામાં (થાય છે). ત્યાંથી અજ્ઞાન શરૂ થાય છે.

00:15:27.326 --> 00:15:35.148
અને જો ચેતી જાય કે ઓહો! આ રાગાદિ તો પુદ્‌ગલના ભાવો છે, પુદ્‌ગલની સત્તામાં થાય છે.

00:15:35.148 --> 00:15:37.338
મારી સત્તામાં જ્ઞાન થાય છે.

00:15:37.362 --> 00:15:43.062
મારી સત્તામાં જ્ઞાન એવું થાય છે કે જેમાં આત્મા જણાય છે એવું જ્ઞાન થાય છે.

00:15:43.087 --> 00:15:46.914
મારી સત્તામાં જ્ઞાન એવું નથી થતું કે એને જાણે છે.

00:15:46.938 --> 00:15:53.271
એને જાણે છે ત્યાં સુધી રાગને જાણે છે, ત્યાં સુધી ‘હું રાગી’ એમ ભ્રાંતિ થાય છે.

00:15:53.295 --> 00:16:01.995
હવે, એનો અનુભવનો કાળ જ્યારે આવે છે. કર્તાબુદ્ધિ છૂટી, હવે જ્ઞાતાબુદ્ધિ છૂટે છે.

00:16:02.019 --> 00:16:15.036
નિમિત્તોનું જે લક્ષ કરે છે, તેને જ નૈમિત્તિક થાય. નિમિત્તનું લક્ષ છોડે છે એને નૈમિત્તિક ન થાય.

00:16:15.060 --> 00:16:17.436
એને માટે દષ્ટાંત એક આપું તો ખ્યાલ આવે.

00:16:17.436 --> 00:16:23.822
કેમકે અજીવસંબંધી રાગ અને જીવસંબંધી રાગ એ શબ્દો પણ કેટલાકને નવા લાગે.

00:16:23.846 --> 00:16:33.609
એક સ્ફટિકમણિ પત્થર આવે છે, એકદમ સ્વચ્છ. જેની સામે લાલ ફૂલ હોય છે. કાળા ફૂલ, લાલ ફૂલ.

00:16:33.633 --> 00:16:38.419
તો લાલ ફૂલની ઝાંય એમાં દેખાય. એમાં પ્રતિભાસ થાય છે.

00:16:38.443 --> 00:16:46.106
તો એ પ્રતિભાસને દેખીને કાચ સફેદ હોવા છતાં એને લાલ લાગે છે, રાતો.

00:16:46.130 --> 00:16:55.341
તો રાતો લાગે છે. તો એને લાગે છે તે રાતો થયો છે? કે રાતુ તો ફૂલ છે?

00:16:55.365 --> 00:16:59.769
ત્યાંની રતાશ ઉડીને અહીં આવે છે?

00:16:59.769 --> 00:17:06.107
જો ત્યાંથી રતાશ ઉડીને અહીં આવી જાય તો ફૂલ ધોળું થઈ જાય, ફિકુ થઈ જાય.

00:17:06.131 --> 00:17:11.057
પણ ત્યાંથી તો લાલ રંગ ઊડતો નથી અને અહીંયા આવતો નથી.

00:17:11.057 --> 00:17:17.514
પણ અપરિક્ષક છે, ઝવેરી નથી એટલે સફેદ સ્ફટિક હોવા છતાં

00:17:17.539 --> 00:17:24.703
એમાં ફૂલનો પ્રતિભાસ દેખીને, ઝળક દેખીને, ઝાંય દેખીને આહાહા!

00:17:24.727 --> 00:17:28.823
એને એમ  ભાસે છે કે આ લાલ છે પત્થર (સ્ફટિકમણિ લાલ થઈ ગયો એમ ભાસે છે).

00:17:28.847 --> 00:17:36.699
સ્ફટિકમણિ સફેદ જ છે. દ્રવ્યે સફેદ, ગુણે સફેદ અને પર્યાયે સફેદ.

00:17:36.723 --> 00:17:44.430
એમ કે પર્યાય લાલ થાય છે - એમ નથી. સામાન્યથી વિશેષ વિરૂદ્ધ ન હોય. શું કહ્યું?

00:17:44.454 --> 00:17:50.884
સામાન્ય જે સ્ફટિક છે એનું દળ, દળ, દળ એ તો સફેદ છે

00:17:50.909 --> 00:17:58.985
અને પર્યાય એની ફૂલના નિમિત્તે લાલ થઈ. ખોટી વાત છે. ભ્રમણા છે ઈ.

00:17:59.009 --> 00:18:11.797
એ અપરિક્ષક છે, ઝવેરી નથી, કુંભાર છે. ઝવેરી તો એને લાલ ઝાંય દેખાય છે ત્યારે એને સફેદ દેખાય છે.

00:18:11.821 --> 00:18:21.751
દાખલો તો આપુ છું, અહીંયા આપ્યો છે એની ખબર નથી. સ્ફટિકમણિનો દાખલો. આપી દઈએ, ટાઈમ તો છે હજી.

00:18:21.775 --> 00:18:29.919
ખ્યાલ આવે કે શું પરિસ્થિતિ છે, ક્યાં ભૂલે છે. ભૂલનો ખ્યાલ આવે તો ભૂલ પ્રગટ નહિ થાય.

00:18:29.943 --> 00:18:36.006
ભૂલનો ખ્યાલ, ભૂલનું જ્ઞાનેય બસ છે. આત્માનું જ્ઞાન તો પછી.

00:18:36.031 --> 00:18:42.905
આ મારી ભૂલ થઈ તો ભૂલ ભાંગી જશે. ભૂલનું જ્ઞાન ભૂલને નહિ રહેવા દે.

00:18:42.929 --> 00:18:50.612
ભૂલનું જ્ઞાન ભૂલને નહિ રહેવા દે. દૂધપાક ખાધો ને ઝાડા થઈ ગયા.

00:18:50.612 --> 00:18:59.001
હા! દૂધપાક ખાવાથી ઝાડા થયા એવી ભૂલ એને ખ્યાલ આવી. પછી કોઈ દિ’ દૂધપાકને અડશે નહિ.

00:18:59.025 --> 00:19:09.327
આ તો દાખલો, આ તો દૃષ્ટાંત કહું છું. પોતાની  ભૂલ ખ્યાલમાં આવે તો ભૂલ ભાંગ્યા વિના રહેતી  નથી.

00:19:09.351 --> 00:19:13.687
એમ એક વખત બનાવ બન્યો.

00:19:13.712 --> 00:19:26.696
એક વખત ઝવેરી બજારમાં આગળ ભૂલેશ્વર છે ત્યાં
બહુ ભીડ હોય છે. ભૂલેશ્વર ચોકમાં. મુંબઈ.

00:19:26.720 --> 00:19:32.882
એક ખેડુને સ્ફટિકમણિ મળ્યો ખેતરમાંથી.

00:19:32.882 --> 00:19:38.787
ઇ કહે આપણે શહેર-ગામમાં જઈએ એમાં આપણને ૧૦૦-૨૦૦ રૂપીયા આના આવી જશે.

00:19:38.811 --> 00:19:42.301
આ કાચ બહું ધોળો સારો છે. એને ખબર નહિ સ્ફટિકમણિની.

00:19:42.325 --> 00:19:49.336
તો એણે એક ટેબલ ઉપર મુક્યો  હરરાજીમાં, કે ભઇ, આ ચીજ મારે હરરાજી કરવી છે.

00:19:49.360 --> 00:19:54.707
હવે આજુબાજુ બધા કાપડિયા. કાપડિયા બધા લાલ પડદા રાખે. સમજી ગયા?

00:19:54.731 --> 00:20:05.968
તો લાલ પડદાની ઝાંય આવે,  ત્યાં બધા એને રાતો જોવે. કાચ હતો સફેદ અને જોવે રાતો.

00:20:05.992 --> 00:20:08.870
રમણભાઈ! આવો, જગ્યા છે, અહીં આવો.

00:20:08.894 --> 00:20:17.338
બધાને રાતો કેમ લાગે છે?

00:20:17.338 --> 00:20:24.982
કે ઓલા કાપડ આજુ-બાજુમાં, એની ઝાંય તો આવે ને. સ્વચ્છતા છે એમાં તો લાલ દેખાય છે.

00:20:25.006 --> 00:20:31.587
એક રૂપિયો, સવા રૂપિયો, બે રૂપિયા, અઢી રૂપિયા, ત્રણ, ચાર, પાંચ સુધી અટકી ગયું હરરાજીમાં.

00:20:31.611 --> 00:20:37.780
આ પેપરવેઈટ છે, પાંચ રૂપિયાથી વધારે શું આની કિંમત હોય? સમજી ગયા?

00:20:37.804 --> 00:20:46.731
એમાં શાંતિભાઈ ઝવેરી આવ્યા. એને કાંઈક મહેમાન
હતા ને શાક પોતે જાતે લેવા આવ્યા હતા. સમજી ગયા?

00:20:46.731 --> 00:20:49.096
સારુ સારુ શાક આજે લઈ જાઉ મહેમાનો માટે.

00:20:49.120 --> 00:20:53.697
એણે ભીડ જોઈ કે આ શું ભીડ છે જોઉં તો ખરો. છેટેથી જોયું.

00:20:53.721 --> 00:21:00.756
હં… આ હરરાજી થાય છે સ્ફટિકમણિની, લોકોને લાગે છે કાચ. મનમાં હોં!

00:21:00.780 --> 00:21:09.207
ભીડમાં અંદર ગરીને, પ્રવેશ કરીને (કહે છે), ભાઈ! મારે ત્યાં મહેમાન છે, મારે ઉતાવળ છે. મારે તો ઘેર જલ્દી જાવું છે.

00:21:09.231 --> 00:21:16.261
તારે આ કાચ, કાચ કેટલામાં વેચવો છે? સ્ફટિકમણિ બોલે? (નહી.) આ કાચ કેટલામાં વેંચવો છે?

00:21:16.285 --> 00:21:19.599
શેઠ! નહિ લેવાય તમારાથી.

00:21:19.599 --> 00:21:24.229
હવે હરરાજીમાં પાંચ રૂપિયા સુધી આવ્યું એમાં તમે કાંઈ થોડા વધારે પૈસા આપવાના છો?

00:21:24.253 --> 00:21:32.482
બીજુ કાંઈ નહિ, મારે ઉતાવળ છે, તારે જે કિંમત લેવી હોય એ કહે. મને પોસાશે તો લઈશ અને નહિતર હું ના પાડીશ.

00:21:32.506 --> 00:21:34.922
શેઠ! એકસો રૂપિયા પડશે.

00:21:34.947 --> 00:21:42.171
ફટ ખીસામાંથી એક ૧૦૦ રૂપિયાની નોટ આપી અને ફટ લઈ અને પાછું વાળીને ન જોયું.

00:21:42.195 --> 00:21:46.694
મોટરવાળાને ડ્રાઈવરને કહે, જલ્દી ચાલ, ઘર ભેગા થઇ જાવ. ઘરે ગયા.

00:21:46.718 --> 00:21:53.377
બીજે દિવસે દસ લાખ રૂપિયામાં એ વેચ્યો. કેટલું? દસ લાખમાં વેચ્યું.

00:21:53.401 --> 00:21:57.040
પછી ત્રીજે દિ’ ત્યાં ગયા પાછા.

00:21:57.040 --> 00:22:03.433
બધાને કહયું, કાલે જે હરરાજીમાં મારા ભાઈઓ હતા. હરરાજીવાળા ભાઈઓ જ કહેવાયને, ધંધાદારી.

00:22:03.457 --> 00:22:09.644
જેટલા હરરાજીમાં હતા (એને કહ્યું), આ રવિવારે મારે ત્યાં સવારે ચા-પાણી પીવા આવજો.

00:22:09.669 --> 00:22:12.274
બધા ખુશ થયા કે આ શેઠ શું (કહે છે).

00:22:12.298 --> 00:22:17.882
એને ખબર પડી કે આ શેઠ લઈ ગયા હતા કાચ, એમ તો ખબર પડી બધાને, તો એ ખુશાલીમાં હશે કાંઇક.

00:22:17.906 --> 00:22:29.124
અને ઘરે ગયા બંગલામાં, આહાહા! બદામની પુરી, કાજુની પુરી, કાજુ, પિસ્તા થાળ ઠાઠ, આખી આમ ડિસો ભરેલી, હોં!

00:22:29.148 --> 00:22:34.914
ઓલા જઇને કહે આ આટલું બધુ અમને આ અમે વેવાઈવેલા નથી, ભાઈ નથી, સગા નથી. આ શું છે?

00:22:34.914 --> 00:22:39.283
સમજી ગયા? બધાને ખુબ ચા-પાણી પાયા.

00:22:39.283 --> 00:22:46.870
પછી એક જણ ઊભો થઈને કહે, અમને તમે આ ચા-પાણી પાયા, આટલો ખર્ચ કર્યો, એનું કાંઈક કારણ તો સમજાવો.

00:22:46.894 --> 00:22:53.165
તો કહે, પરમ દિ’ આપણે હરરાજીમાં હતાને, તો એ કાચ મેં લઈ બીજે દિ’ દસ લાખમાં વેંચ્યો.

00:22:53.189 --> 00:22:59.555
હેં..! દસ લાખમાં વેંચ્યો! ભાઈ! આપણે છેતરાઈ ગયા. આપણે તો પાંચ રૂપિયા ઉપર (અટકી ગયા).

00:22:59.579 --> 00:23:05.722
શેઠ! બીજું કાંઈ નહિ, ભલે તમે કમાણા દસ લાખ રૂપિયા, પણ બીજી વખતે આવો કાચ આવે

00:23:05.747 --> 00:23:13.258
ત્યારે અમને હરરાજીમાં ચડાવો કરવાનું મન થાય
લેવાનું તો અમને આ વિદ્યા શીખડાવો, વિદ્યા શીખડાવો.

00:23:13.282 --> 00:23:16.400
ભલે ખુશીથી. ફ્રી ઓફ ચાર્જ વિદ્યા.

00:23:16.425 --> 00:23:24.469
એક મોટું રાઉન્ડ ટેબલ હતું એમાં સ્ફટિક મૂક્યો.
આજુબાજુ બધા લાલ ફૂલ, ઢગલા કર્યા લાલ ફૂલના.

00:23:24.493 --> 00:23:32.565
પછી એક એકને બોલાવે. બોલો! આ કાચ કેવો લાગે છે? લાલ. સીટ ડાઉન. બીજો કહે, લાલ. સીટ ડાઉન.

00:23:32.589 --> 00:23:37.318
એમ કરતાં કરતાં આખુ રાઉન્ડ, બધાય લાલ લાલ (કહે), જેવું દેખાય એવું એણે કહ્યું.

00:23:37.318 --> 00:23:45.508
ઉપલક દૃષ્ટિથી દેખાય એવું કહ્યું. ઉપલક દૃષ્ટિથી. એની અંતર દૃષ્ટિથી જોયું નહિ.

00:23:45.532 --> 00:23:49.102
પછી બીજા રાઉન્ડમાં ફૂલ કાઢી નાખ્યા.

00:23:49.127 --> 00:23:57.035
બોલો! હવે કેવું (લાગે છે)? હવે તો સફેદ, સફેદ ને સફેદ. બધાયનો એક મત. બીજો રાઉન્ડ.

00:23:57.059 --> 00:24:00.530
ત્રીજો રાઉન્ડ પાછો કર્યો ફૂલ મૂકીને. હતું પહેલાં રાઉન્ડ જેવું.

00:24:00.531 --> 00:24:04.334
બોલો હવે? હવે સફેદ, સફેદ ને સફેદ. અમે ઝવેરી થઈ ગયા.

00:24:05.640 --> 00:24:11.947
આ તો એની ઝાંય છે, રતાશ તો ફૂલથી અનન્ય છે, અને સ્વચ્છતા તો સ્ફટિકથી અનન્ય છે

00:24:11.947 --> 00:24:18.230
અને તેથી લાલ ભિન્ન છે અને સફેદ એનાથી અભિન્ન છે. બધાય ઝવેરી થઈ ગયા.

00:24:18.254 --> 00:24:25.471
આ, એમ આ પરદ્રવ્ય. આ જુઓ! કર્તાબુદ્ધિ ગઈ, જ્ઞાતામાં આવ્યો.

00:24:25.496 --> 00:24:34.182
પણ જ્ઞાતામાં આવીને જો તું એને જાણવા જઈશ રાગને તો રાગ અહીંયા તને જણાશે.

00:24:34.206 --> 00:24:39.692
રાગ ત્યાં નહિ જણાય, રાગનો પ્રતિભાસ જ્ઞાનમાં થાય છે

00:24:39.692 --> 00:24:46.664
પણ તું એની-રાગની પર્યાયને જોઇશ, પ્રતિભાસને, (એની બદલે) એનો તિરોભાવ કરીને જ્ઞાનને જો.

00:24:46.688 --> 00:24:50.482
એનું લક્ષ છોડી દે, એનું લક્ષ સર્વથા છોડી દે.

00:24:50.507 --> 00:24:55.626
એની સામે જોવાનું બંધ કરી દે અને જાણનારને જાણ, એક વખત અનુભવ કર

00:24:55.650 --> 00:25:01.338
તો કહે <b>સમસ્ત અન્યદ્રવ્યોના ભાવોથી
ભિન્નપણે</b> જુદાંપણે <b>ઉપાસવામાં આવતો</b>,

00:25:01.363 --> 00:25:06.927
અનુભવ કરવામાં આવતો, આરાધના કરવામાં આવતો શુદ્ધાત્માને જ્યારે સેવે છે આત્મા

00:25:06.951 --> 00:25:13.827
ત્યારે તેને શુદ્ધ કહેવામાં આવે છે. દ્રવ્યે શુદ્ધ અને પર્યાયે પણ શુદ્ધ.

00:25:13.851 --> 00:25:20.838
બે દોષ નીકળી ગયા. કર્તાબુદ્ધિનો દોષ નીકળ્યો. કેમકે પર્યાય મારાથી ભિન્ન છે માટે એનો કર્તા નથી

00:25:20.863 --> 00:25:25.226
અને પરદ્રવ્યનો હું જ્ઞાતા નથી, હું તો જ્ઞાયકનો જ્ઞાતા છું,

00:25:25.250 --> 00:25:34.209
પરદ્રવ્યનું લક્ષ છૂટ્યું, અંતરમાં ઉપયોગ વળ્યો, અનુભવ થયો ત્યારે તેને શુદ્ધ કહેવામાં આવે છે.

00:25:34.233 --> 00:25:42.298
હવે અનુભવ થયા પછી, એ આત્મા સવિકલ્પ દશામાં આવે છે.

00:25:42.322 --> 00:25:46.294
નિર્વિકલ્પ ધ્યાનમાં સાક્ષાત્‌ અનુભવ થયો,

00:25:46.319 --> 00:25:55.799
સવિકલ્પ દશામાં આવે છે ત્યારે એની શું સ્થિતિ હોય છે એનું આબેહુબ વર્ણન (કરે છે).

00:25:55.823 --> 00:25:59.243
દૃષ્ટિપ્રધાન વાત કરી, હવે જ્ઞાનપ્રધાનથી વાત કરે છે.

00:25:59.267 --> 00:26:09.034
<b>વળી દાહ્યના (-બળવાયોગ્ય પદાર્થના) આકારે થવાથી</b> લાકડા, છાણાં, વગેરે વગેરે બળવાલાયક પદાર્થ.

00:26:09.058 --> 00:26:14.292
અહીંયા અગ્નિ છે નિમિત્ત, અને ત્યાં છે લાકડા નૈમિત્તિક.

00:26:14.316 --> 00:26:22.740
ઇ લાકડા છે એને <b>વળી દાહ્યના (-બળવાયોગ્ય
પદાર્થના) આકારે થવાથી અગ્નિને દહન</b>

00:26:22.765 --> 00:26:29.158
બાળનાર <b>કહેવાય છે</b>. કહેવાય છે, બાળતી નથી અગ્નિ. શું કહ્યું?

00:26:29.182 --> 00:26:40.246
બાળે છે એમ નથી લખ્યું. શું આમાં લખ્યું છે વાંચો તો ખરા જરાક. કહેવાય છે, બોલાય છે.

00:26:40.270 --> 00:26:48.894
કહેવાય છે એટલે એમ કથન કરવામાં આવે છે, પણ અગ્નિ લાકડાને અડતી નથી તો બાળે ક્યાંથી?

00:26:48.918 --> 00:26:56.986
આ ગૌતમભાઈ નવા હવે આવ્યા, ઇ ના પાડે છે, હોં! તત્ત્વને પકડે છે. આહાહા! આત્મા છે ને.

00:26:57.011 --> 00:27:05.722
અરે! જૂના રહી જાય અને નવા (પામી જાય). મારે એની તરવાર છે, ભાઈ! આ તો. આહાહા!

00:27:05.746 --> 00:27:12.711
અગ્નિ લાકડાને અડતી નથી-સ્પર્શતી નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યને સ્પર્શી જાય

00:27:12.736 --> 00:27:18.937
તો અગ્નિ અને લાકડું બે સત્તાનો નાશ થઈ જાય. બે સત્તા ભિન્ન ભિન્ન છે.

00:27:18.961 --> 00:27:23.718
લાકડું એના સ્વચતુષ્ટયમાં છે, અગ્નિ એના સ્વભાવમાં છે.

00:27:23.743 --> 00:27:29.821
કોઈ કોઈનો સ્વભાવ છોડી અને એકમાં બીજો આવી જાય એમ ત્રણ કાળે બનતું નથી.

00:27:29.845 --> 00:27:37.057
અસ્તિ-નાસ્તિ અનેકાંત. અગ્નિ અગ્નિરૂપે છે અને લાકડારૂપે નથી એનું નામ અનેકાંત છે.

00:27:37.081 --> 00:27:43.098
અનેકાંત બે દ્રવ્યને જુદા પાડે છે અને અનેકાંત દ્રવ્ય ને પર્યાયને જુદા પાડીને અનુભવ કરાવે છે.

00:27:43.122 --> 00:27:46.503
અનેકાંત અમૃત છે, સ્યાદ્વાદ. આહાહા!

00:27:46.528 --> 00:27:52.878
જૈનદર્શન સ્યાદ્વાદી છે. સ્યાદ્વાદથી તો, અનેકાંતથી તો અનુભવ થાય છે.

00:27:52.902 --> 00:28:01.273
એ વાત કરે છે કે, એના <b>આકારે થવાથી અગ્નિને દહન</b>-બાળનાર,

00:28:01.298 --> 00:28:09.274
લાકડાને બાળે છે એમ કહેવાય છે, કથન કરવામાં આવે છે. આહાહા!

00:28:09.298 --> 00:28:14.278
એક દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણામને કરે? (નહિ). આહાહા!

00:28:14.302 --> 00:28:20.118
અગ્નિ અહીંથી ઊડી? અગ્નિ એનો જે સ્વભાવ છે ઉષ્ણતા,

00:28:20.143 --> 00:28:25.591
ઇ ઉષ્ણતા ઊડી અને લાકડામાં જાય તો અગ્નિનો નાશ થઈ જાય.

00:28:25.615 --> 00:28:33.545
લક્ષણ ઊડે નહિ, લક્ષથી લક્ષ્ય અભેદ જ હોય છે.

00:28:33.545 --> 00:28:42.022
સમજવાનો પ્રયત્ન કરે તો સમજાય એવું છે. ન સમજાય એવું નથી. એણે આત્માર્થી થવું પડશે.

00:28:42.046 --> 00:28:50.751
રાજકારણમાં રસ ન લેવો જોઈએ મોક્ષાર્થીએ તો. આહાહા! આ કાળ છે અત્યારે.

00:28:50.775 --> 00:29:04.191
<b>આકારે થવાથી અગ્નિને દહન</b> બાળનાર છે એમ <b>કહેવાય છે તોપણ દાહ્યકૃત અશુ્ધ્ધતા તેને નથી</b>

00:29:04.216 --> 00:29:11.043
એટલે લાકડું છે તો અહીંયાં અગ્નિનું અસ્તિત્વ છે એમ છે નહિ.

00:29:11.067 --> 00:29:14.079
અગ્નિ અગ્નિથી અને લાકડું લાકડાથી (છે).

00:29:14.104 --> 00:29:19.869
બેનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ દેખીને કર્તાકર્મની ભ્રાંતિ થઈ ગઈ છે. આહાહા!

00:29:19.893 --> 00:29:26.435
અહીંયા અગ્નિ પોતાના સ્વભાવરૂપે પરિણમે છે, ત્યાં લાકડું એના સ્વભાવરૂપે પરિણમે છે.

00:29:26.459 --> 00:29:29.559
હવે લાકડાનો એવો કાળ આવ્યો,

00:29:29.584 --> 00:29:37.143
અગ્નિ પહેલા લાકડું હતી, અગ્નિ પહેલા (લાકડું હતી), એ પરિણમન કરતાં કરતાં અગ્નિરૂપે થઈ ગઈ,

00:29:37.167 --> 00:29:39.948
હવે અહીં લાકડાનું પરિણમન ફર્યું

00:29:39.973 --> 00:29:49.281
અને લાકડાનું પરિણમન ફરતા ફરતા લાકડાની પર્યાય
અગ્નિરૂપે પરિણમી એમાં આ નિમિત્તમાત્ર છે, કર્તા નથી.

00:29:49.305 --> 00:29:53.733
શું કહ્યું આ? દાખલો પણ અઘરો પડે એવો છે.

00:29:53.757 --> 00:29:57.993
બે પદાર્થ જુદા છે ને? બે પરિણામી છે ને? પરિણમે છે ને?

00:29:58.017 --> 00:30:07.246
અગ્નિ અગ્નિરૂપે પરિણમે છે ઉષ્ણરૂપે, લાકડું ઠંડારૂપે પરિણમતું હતું પહેલા પણ ટકીને પલટે કે નહિ એની પર્યાય?

00:30:07.270 --> 00:30:14.348
પલટી. પલટતા, પલટતા, પલટતા, એ પર્યાયમાં ઉષ્ણ થઈ ગઈ. આહાહા!

00:30:14.372 --> 00:30:23.295
ત્યારે અગ્નિએ લાકડાને બાળી એમ કથનમાત્ર ઉપચાર કરવામાં આવે છે. ઉપચાર એટલે ખોટું.

00:30:23.319 --> 00:30:32.630
<b>તોપણ દાહ્યકૃત અશુ્ધ્ધતા તેને નથી</b> લાકડાને બાળે છે માટે અગ્નિનું અસ્તિત્વ છે,

00:30:32.655 --> 00:30:40.036
ઓનો સહકાર હોય તો અગ્નિ કહેવાય, બાળે તો અગ્નિ એમ છે નહિ.

00:30:40.060 --> 00:30:46.611
એના માટેનું દૃષ્ટાંત છે સરસ. એના માટે દૃષ્ટાંત આપું સીધું. બે મિનિટમાં પૂરું કરીશ.

00:30:46.635 --> 00:30:55.607
એક ગુરુ પાસે શિષ્યો આવ્યા શીખવા. શિષ્યને શીખડાવ્યું કે જુઓ,

00:30:55.631 --> 00:31:03.492
પહેલે દિવસે એમ કહ્યું, લાકડા, છાણાને બાળેને તેને અગ્નિ કહેવામાં આવે છે. પહેલો પાઠ.

00:31:03.516 --> 00:31:14.870
બીજે દિવસે પાછા આવ્યા. બીજો પાઠ કે ઉષ્ણ તે અગ્નિ, ઉષ્ણ તે અગ્નિ. પાઠ પૂરો થઈ ગયો.

00:31:14.894 --> 00:31:21.694
પાછા ત્રીજા દિવસે આવ્યા વિદ્યાર્થીઓ. હવે સાહેબ! પાઠ છે બાકી? હા, એક પાઠ બાકી છે.

00:31:21.719 --> 00:31:26.968
અગ્નિ તો અગ્નિ છે. બસ! આ ત્રણ પ્રકારના લેસન આપ્યા.

00:31:26.992 --> 00:31:36.264
પછી પરીક્ષાનો ટાઇમ, પરીક્ષા લીધી. બોલાવ્યા, મેં તમને શીખડાવ્યું એની આજે પરીક્ષા છે.

00:31:36.288 --> 00:31:47.657
બાજુના રૂમમાં સગડીમાં અગ્નિના અંગારા છે અંગારા. જાઓ રૂમમાં. ત્યાં અગ્નિ છે કે નહિ?

00:31:47.681 --> 00:31:57.225
વિદ્યાર્થી ગયો, પાછો આવ્યો. ના, સાહેબ! ત્યાં અગ્નિ નથી. કેમ નથી? લાકડાને બાળતી નથી માટે અગ્નિ નથી. સીટ ડાઉન.

00:31:57.249 --> 00:32:05.103
બીજા વિદ્યાર્થીને કહ્યું, તું જોઈ આવ તો, ત્યાં અગ્નિ છે કે નહિ? કે સાહેબ! ઉષ્ણ તે અગ્નિ, ઉષ્ણ તે અગ્નિ, ઉષ્ણ તે અગ્નિ.

00:32:05.127 --> 00:32:12.093
આ શાસ્ત્રીય ભાષાએ અસદ્‌ભુત વ્યવહાર અને સદ્‌ભુત વ્યવહારનો પક્ષ કહેવાય.

00:32:12.118 --> 00:32:19.506
આપણે શાસ્ત્રીય ભાષા વાપરતા નથી. ગુણભેદમાં અટક્યો, ઉષ્ણ તે અગ્નિ. ઠીક બેસી જાવ.

00:32:19.530 --> 00:32:31.199
ત્રીજાને કહ્યું, તું જા. ત્યાં અગ્નિ છે કે નહિ? એને ફટ આંગળી અડાડી. આ..! આવ્યો, હા, સાહેબ! એ અગ્નિ છે.

00:32:31.223 --> 00:32:40.798
શેના આધારે તું કહે છે? અમે અનુભવ કરી લીધો. લાકડાને બાળે તે અગ્નિ નહિ, ઉષ્ણ તે અગ્નિ નહિ

00:32:40.798 --> 00:32:45.314
પણ જે વેદનમાં આવે તેને અગ્નિ કહેવામાં આવે છે. અગ્નિ તો અગ્નિ જ છે.

00:32:45.338 --> 00:32:56.380
માટે લાકડાને બાળે છે માટે અગ્નિ નથી, અગ્નિ તો પોતાના સ્વભાવથી જ અગ્નિ છે.

00:32:56.404 --> 00:33:05.128
અગ્નિના અસ્તિત્વ માટે લાકડાની અપેક્ષાની જરૂર નથી. તો તો અગ્નિ પરાધીન થાય.

00:33:05.152 --> 00:33:10.776
આ વિજ્ઞાન છે, હોં! આ સર્વજ્ઞ ભગવાનનું વિજ્ઞાન છે.

00:33:10.801 --> 00:33:19.034
આ અમે કહીએ છીએ માટે હા પાડો એમ નહિ.
આચાર્ય ભગવાન કહે છે કે 
તમારા અનુભવથી પ્રમાણ કરજો.

00:33:19.058 --> 00:33:24.278
અનુભવ કેમ? આંગળી અડાડી. આવ્યો, ગુરુને કહે છે, અગ્નિ છે.

00:33:24.303 --> 00:33:31.788
કેમ ખબર પડી? અનુભવથી ખબર પડી. કેવી રીતે અનુભવ કર્યો તેં? મેં આંગળી અડાડી. આહાહા!

00:33:31.812 --> 00:33:38.867
અગ્નિ તો અગ્નિ, ઉષ્ણ પણ નથી અને અગ્નિ લાકડાને બાળતી નથી. લાકડુ તો એ હતુ જ નહિ,

00:33:38.892 --> 00:33:43.486
લાકડું તો ત્યાં હતુ જ નહિ. લાકડાને બાળે ક્યાંથી? આહાહા!

00:33:43.510 --> 00:33:48.251
અગ્નિ તો અગ્નિથી અને લાકડું તો લાકડાથી છે. એવું ભેદજ્ઞાન છે.

00:33:48.275 --> 00:33:55.145
<b>તેવી રીતે જ્ઞેયાકાર થવાથી</b> આહાહા! જ્ઞેયાકાર થવાથી. જુઓ!

00:33:55.170 --> 00:34:02.014
<b>તેવી રીતે જ્ઞેયાકાર થવાથી</b> અહીં અગ્નિ અને લાકડું હતુંને?

00:34:02.038 --> 00:34:09.169
અગ્નિ અને લાકડું. તો અહીંયા લાકડાની જગ્યાએ એને જ્ઞેય જાણવું, આને જ્ઞેય જાણવું, અને અહીંયા થાય જ્ઞાન.

00:34:09.193 --> 00:34:15.939
અગ્નિની જગ્યાએ જ્ઞાન અને ત્યાં લાકડાની જગ્યાએ આનું નામ જ્ઞેય. લાકડું નહિ હવે.

00:34:15.963 --> 00:34:24.245
જ્ઞેય એટલે જ્ઞાનમાં જણાવાલાયક પદાર્થ તેને જ્ઞેય કહેવામાં આવે છે.

00:34:24.270 --> 00:34:30.411
અને જ્ઞેય જેમાં ઝળકે એને જ્ઞાન કહેવામાં આવે છે.

00:34:30.435 --> 00:34:34.164
હવે એ બેની સત્તા જુદી છે કે એક છે?

00:34:34.189 --> 00:34:39.019
જેમ અગ્નિ અને લાકડાની સત્તા જુદી છે,

00:34:39.044 --> 00:34:45.429
એમ જ્ઞેય આ છે અને અહીંયા જ્ઞાન થાય છે, બેયની સત્તા જુદી જુદી છે.

00:34:45.453 --> 00:34:54.817
જ્ઞેય જ્ઞાનમાં આવતું નથી અને જ્ઞાન જ્ઞેયમાં જતું નથી. પોતાની સત્તામાં પોતાના અસ્તિત્વમાં બે તત્ત્વ રહેલાં છે.

00:34:54.841 --> 00:35:05.604
એક જ્ઞેયતત્ત્વ અને જ્ઞાનતત્ત્વ બેય જુદા જુદા છે. સમજાય એવું છે. સમજાય શું? અનુભવ થાય એવી વાત છે.

00:35:05.628 --> 00:35:16.158
એકલું સમજાય એવું નથી. સમજીને સમાય અંદરમાં તો અનુભવ લઈને બહાર જાય એવી છઠ્ઠી ગાથા છે.

00:35:16.182 --> 00:35:24.216
આત્માના અનુભવ વિના ધર્મની શરૂઆત ત્રણ કાળમાં થતી નથી. ભલે અગિયાર અંગ ભણી જાય. આહાહા!

00:35:24.240 --> 00:35:29.247
ડિગ્રી ભલે લ્યે, પણ એમાં કાંઈ (નથી).

00:35:29.272 --> 00:35:34.737
એવો તો અનંત વાર એણે શાસ્ત્ર અભ્યાસ કર્યો પણ આત્માને જાણ્યો નહિ. આહાહા!

00:35:34.761 --> 00:35:44.734
<b>જ્ઞેયાકાર થવાથી</b> આ જ્ઞેય છે. અહીંયા જ્ઞાન છે. જ્ઞાનમાં સ્વચ્છતા છે, જ્ઞાનમાં જ્ઞાનત્વ છે.

00:35:44.758 --> 00:35:49.383
આ પદાર્થમાં જ્ઞેયત્વ છે, જ્ઞેય જ્ઞાનમાં ઝળકે છે.

00:35:49.408 --> 00:35:54.748
જ્ઞેયો જ્ઞાનમાં પ્રતિભાસે છે. જ્ઞેય ઊડીને જ્ઞાનમાં આવતું નથી પણ પ્રતિભાસે છે.

00:35:54.772 --> 00:36:01.868
દર્પણમાં મોર જણાય તો મોર કંઈ દર્પણમાં જાતો હશે? મોર મોરમાં છે, દર્પણ દર્પણમાં છે.

00:36:01.892 --> 00:36:07.597
એમ જ્ઞેયાકાર થવાથી એટલે જ્ઞેયોનો જ્ઞાનમાં પ્રતિભાસ થવાથી,

00:36:07.622 --> 00:36:12.257
પ્રતિભાસ થવાથી. એ જ્ઞેય આમાં આવી ગયું એમ નહિ.

00:36:12.281 --> 00:36:22.358
પ્રતિભાસ સમજાણું? મોર છે ત્યાં જુદો, એનો આ પ્રતિભાસ છે. મોર છે એ બિંબ છે, મોર છે તે બિંબ છે.

00:36:22.358 --> 00:36:26.269
અને અરીસાની સ્વચ્છ પર્યાય થઈ એને પ્રતિબિંબ કહેવાય.

00:36:26.293 --> 00:36:33.592
ઓલું બિંબ અને આ પ્રતિબિંબ. એમ જ્ઞેયો જ્ઞાનમાં પ્રતિભાસે છે. જ્ઞાન સ્વચ્છ છે.

00:36:33.616 --> 00:36:40.898
<b>જ્ઞેયાકાર થવાથી તે ‘ભાવ’ ને જ્ઞાયકપણું પ્રસિધ્ધ છે.</b>

00:36:40.923 --> 00:36:50.179
આખા જગતને પ્રસિદ્ધ છે કે જ્ઞાયક આત્મા કોને કહેવો? કે જે પરને જાણે તેને જાણનાર કહેવામાં (આવે છે).

00:36:50.203 --> 00:36:59.743
આવું એને અજ્ઞાનીને પ્રસિદ્ધ છે પણ એ પ્રસિદ્ધ છે ઇ એનું અજ્ઞાન છે, જ્ઞાન છે (નહિ). આહાહા!

00:36:59.767 --> 00:37:05.477
કેમકે જ્ઞેયોને જાણનાર છું એમ એને ભ્રાંતિ થઈ.

00:37:05.502 --> 00:37:12.216
એના જ્ઞાનમાં એ વખતે જ્ઞાયકનો પ્રતિભાસ થાય છે. સ્વપરપ્રકાશક શક્તિ છે. નિગોદમાં પણ છે.

00:37:12.240 --> 00:37:17.912
પંચાસ્તિકાયની ૧૨૧ ગાથા છે એમાં આચાર્ય ભગવાન ફરમાવે છે કે

00:37:17.937 --> 00:37:23.529
એકેન્દ્રિયથી માંડીને સંજ્ઞી પંચેન્દ્રિય બધામાં એક જ્ઞપ્તિ છે, જ્ઞાનની ક્રિયા થાય છે.

00:37:23.553 --> 00:37:29.760
એમાં સ્વપરનો પ્રતિભાસ થાય છે. એ સ્વપરપ્રકાશક અજ્ઞાન છે. આહાહા!

00:37:29.785 --> 00:37:34.166
હવે સ્વપરપ્રકાશકનો ઝંડો લઈને ફરીએ છીએ અને તમે કહો છો અજ્ઞાન.

00:37:34.190 --> 00:37:43.456
અમે નથી કહેતા, ભાઈ! કુંદકુંદાચાર્ય ભગવાન અને
અમૃતચંદ્રાચાર્ય જેને તું રોજ પગે લાગશ, એ ફરમાવે છે.

00:37:43.481 --> 00:37:47.439
પણ ઊંડાણથી વિચાર કોણ કરે છે? આહાહા!

00:37:47.463 --> 00:37:55.712
આ સ્વપરપ્રકાશક છે. ભાઈ! બાપુ! શાંતિ રાખ, ધીરજ રાખ. અત્યારે કાળ આવ્યો છે સમજવાનો. આહાહા!

00:37:55.736 --> 00:38:10.720
સ્વપરપ્રકાશક બધાની પાસે છે પણ એ અજ્ઞાનમય છે સ્વપરપ્રકાશક. પ્રભાકરભાઈ ઊંડાણની વાતું છે.

00:38:10.744 --> 00:38:16.410
જ્ઞાનની પર્યાય તો બધાયને થાય છે. ઉપયોગ લક્ષણ તો જીવમાત્રને ઉપયોગ તો પ્રગટ થાય છે.

00:38:16.434 --> 00:38:23.878
એમાં સ્વપરપ્રકાશકનું સામર્થ્ય છે એટલે સ્વ પણ પ્રતિભાસે અને પર પણ પ્રતિભાસે છે, હોં!

00:38:23.903 --> 00:38:30.821
જણાય છે ઇ શબ્દ નથી વાપરતો હમણાં હું. એમાં પ્રતિભાસે છે, ઝળકે છે જ્ઞાનની પર્યાયમાં.

00:38:30.845 --> 00:38:37.535
પણ અનાદિ કાળથી આ જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે એ ભૂલીને

00:38:37.560 --> 00:38:43.183
આ રાગ જણાય છે એમાં એકત્વ કરીને જ્ઞાનનું અજ્ઞાન કરી નાખે છે. આહાહા!

00:38:43.207 --> 00:38:51.961
એક પ્રતિભાસ ને ઉપયોગાત્મક કરે છે અને ઓલા પ્રતિભાસને તિરોભૂત કરે છે. શું કહ્યું?

00:38:51.985 --> 00:39:00.098
આ રાગાદિ અને દેહાદિ જે જણાય છે, પ્રતિભાસ થાય છે અંદરમાં, જ્ઞાન એને જાણતું નથી પણ જણાય છે.

00:39:00.122 --> 00:39:06.731
જ્ઞેયો જ્ઞાનમાં જણાય છે, જ્ઞાન એને જાણતું નથી. પણ એમાં જણાય છે એની સ્વચ્છતામાં.

00:39:06.755 --> 00:39:13.855
હવે એ બેયનો પ્રતિભાસ થાય છે એમાં અનાદિ કાળથી એને ઇન્દ્રિયજ્ઞાનનો સદભાવ હોવાથી

00:39:13.880 --> 00:39:16.403
અને ઇન્દ્રિયજ્ઞાન પરને પ્રસિદ્ધ કરતું હોવાથી

00:39:16.428 --> 00:39:20.773
એને અભ્યાસ કરતાં કરતાં અધ્યાસ એવો થઈ ગયો કે મને પર જણાય છે.

00:39:20.797 --> 00:39:29.921
એટલે પરની સન્મુખ જ એનો ઉપયોગ રહ્યા કરે છે. એટલે એમાં એને ઉપયોગત્મક કરી લ્યે છે.

00:39:29.945 --> 00:39:36.130
પ્રતિભાસને ઉપયોગાત્મક કરે છે અને જે જ્ઞાયકનો પ્રતિભાસ થાય છે એને તિરોભૂત કરે છે,

00:39:36.155 --> 00:39:41.104
ઢાંકી દ્યે છે કે મને આત્મા જણાતો નથી. એ તો જ્ઞાનીને જણાય, એ તો કેવળીને આત્મા જણાય.

00:39:41.128 --> 00:39:45.197
અરે! તને જણાય છે. સ્વીકાર કર તો તું જ્ઞાની થઈ જાઇશ.

00:39:45.222 --> 00:39:54.793
નકાર કરમાં હવે. આ બધું પંચાસ્તિકાયમાં છે. ૧૨૧ ગાથાનો આધાર એટલા માટે આપ્યો કે લોકોને શ્રદ્ધા બેસે.

00:39:54.817 --> 00:40:03.281
સ્વપરપ્રકાશક નિગોદમાં છે, અજ્ઞાન છે ઇ, પ્યોર
અજ્ઞાન. અભવિને પણ છે સ્વપરપ્રકાશક જ્ઞાનની જ્ઞપ્તિ.

00:40:03.306 --> 00:40:07.375
જ્ઞપ્તિ એટલે ક્રિયા, એ જ્ઞાનની ક્રિયામાં બે જણાય છે.

00:40:07.400 --> 00:40:15.438
એક ભગવાન આત્મા પણ જણાય છે આબાળગોપાળ સૌને જણાય છે, અને રાગાદિ અને દેહાદિ પણ એમાં જણાય છે.

00:40:15.462 --> 00:40:21.717
જ્ઞાન એને જાણતું નથી, જાણે છે તો જ્ઞાયકને ત્રણે કાળ, ત્રણે કાળ. આહાહા!

00:40:21.742 --> 00:40:27.881
કેમ? કે જ્ઞાન આનાથી ભિન્ન છે, તન્મય નથી અને જ્ઞાન જ્ઞાયકથી તો (તન્મય છે).

00:40:27.905 --> 00:40:33.801
જેનાથી તન્મય હોય એ જણાયા જ કરે, એક સમય પણ ન જણાય એમ બને નહિ.

00:40:33.825 --> 00:40:45.253
એક દાખલો કાલે આપ્યો હતો. કીર્તિભાઈ હતા, ૨-૩ જણા હતા. મેં કીધું, આ પ્રકાશ છે દીવાનો. તમે હતા.

00:40:45.277 --> 00:40:52.657
દીવાનો પ્રકાશ છે તો એ પ્રકાશ છે એ ઘટ પટને પ્રસિદ્ધ કરે છે કે દીપકને?

00:40:52.681 --> 00:41:02.307
કે ઘટપટને પણ પ્રકાશ-પ્રસિદ્ધ કરે અને દીપકને, બે રાખોને. નહિતર એકાંત થઈ જશે. જોઈ લ્યો, આહાહા!

00:41:02.331 --> 00:41:07.327
બે તત્ત્વો ઉપાદેય ન હોય. બે જણાય તો બે ઉપાદેય થઈ જશે.

00:41:07.352 --> 00:41:11.839
એક નહિ જણાય અને એક જણાશે આત્મા તો ઉપાદેય થઈ જશે અને અનુભવ થશે.

00:41:11.863 --> 00:41:17.213
કેમકે પ્રકાશ દીપકથી તન્મય છે અને ઘટથી તો ભિન્ન છે.

00:41:17.238 --> 00:41:24.518
ખરેખર પ્રકાશ તન્મય થઈને દીપકની સાથે દીપકને પ્રસિદ્ધ કરે છે.

00:41:24.542 --> 00:41:30.831
સૂર્યનો પ્રકાશ સૂર્યને પ્રસિદ્ધ કરે છે.
સૂર્યનો પ્રકાશ મકાનને પ્રસિદ્ધ કરતો નથી

00:41:30.840 --> 00:41:38.286
અને મકાનની પ્રસિદ્ધિ લાગે પ્રકાશ દ્વારા તો તેને સૂર્ય ઓઝલ થઈ જાય છે, સૂર્ય દેખાતો નથી.

00:41:38.290 --> 00:41:44.145
તિરોભૂત થઈ ગયો, ઢંકાઈ ગયો, આચ્છાદિત થઈ ગયો. દૃષ્ટિ વિપરીત છે. આહાહા!

00:41:44.165 --> 00:41:49.540
એમ <b>જ્ઞેયાકાર થવાથી તે ‘ભાવ’ ને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે</b> જગતને.

00:41:49.565 --> 00:41:54.003
જગતને પ્રસિદ્ધ છે અને એ પ્રતિભાસે છે એ વાત પણ સાચી.

00:41:54.027 --> 00:41:58.294
<b>તોપણ જ્ઞેયકૃત અશુ્ધ્ધતા તેને નથી.</b>

00:41:58.319 --> 00:42:04.130
જ્ઞેયો જણાય છે માટે અહીંયા જ્ઞાન ટકે છે કે ઉત્પન્ન થાય છે કે વધે છે (એમ નથી).

00:42:04.155 --> 00:42:07.829
જ્ઞેયને આધારે જ્ઞાન નથી. આહાહા!

00:42:07.853 --> 00:42:12.403
જ્ઞેયથી જ્ઞાન ન થાય અને જ્ઞેયનું પણ જ્ઞાન ન થાય.

00:42:12.428 --> 00:42:21.318
આ જ્ઞેય છે એનાથી આત્મજ્ઞાન ન થાય અને જ્ઞેયનું પણ જ્ઞાન ન થાય.

00:42:21.342 --> 00:42:30.862
જો જ્ઞેયનું જ્ઞાન થાય તો જ્ઞાન જડ થઈ જાય. જે જેનું હોય તે તે જ હોય.

00:42:30.886 --> 00:42:35.570
માટે આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા છે.

00:42:35.595 --> 00:42:44.583
જ્ઞાન આત્માથી અનન્ય છે અને રાગથી જ્ઞાન અન્ય છે, જુદું છે. આવી ભેદજ્ઞાનની કળા છે.

00:42:44.607 --> 00:42:49.223
છઠ્ઠી ગાથામાં છઠ્ઠીના લેખ છે. ફરે નહિ, અફર છે.

00:42:49.248 --> 00:42:52.075
ઋષભદેવ ભગવાનની વાણીમાં પણ આવ્યું.

00:42:52.100 --> 00:42:58.563
પ્રશ્ન પૂછ્યો હતો ભરત મહારાજાએ, શુદ્ધાત્માનું
સ્વરૂપ શું? અને અનુભવ કેમ થાય? બે પ્રશ્ન કર્યા હતા.

00:42:58.587 --> 00:43:02.179
ગૌતમ ગણધરે ભગવાન મહાવીરને, પ્રતિમા છે ને,

00:43:02.204 --> 00:43:08.781
મહાવીર ભગવાનને પૂછ્યું, પ્રભુ! આત્માનું
સ્વરૂપ શું? અને એનો અનુભવ કેમ થાય?

00:43:08.806 --> 00:43:12.653
એ પરંપરા ચાલતા ચાલતા છઠ્ઠી ગાથા આવી છે.

00:43:12.677 --> 00:43:19.643
અહીંયા પણ શિષ્યે પ્રશ્ન પૂછ્યો કે પ્રભુ! આત્માનું સ્વરૂપ શું? અને એનો અનુભવ કેમ થાય?

00:43:19.668 --> 00:43:23.977
પુણ્ય કેમ થાય અને પાપ કેમ થાય, કર્મ કેમ બંધાય, મને પૈસા કેમ મળે?

00:43:24.001 --> 00:43:29.479
હું શ્રીમંત કેમ થાઉં? અને દેવગતિ મને કેમ મળે? એવો પ્રશ્ન નથી.

00:43:29.504 --> 00:43:35.131
આત્માર્થીનો એવો પ્રશ્ન હોય જ નહિ, એ આત્માર્થી જ નથી.

00:43:35.155 --> 00:43:45.070
જેને ઝંખના થઈ હોય, દુઃખથી હવે મૂકાવાની ભાવના થઈ હોય.

00:43:45.095 --> 00:43:52.532
પરાધીન સ્વપ્ને સુખ નાહી ગોસાઇ. પરાધીનતામાં ક્યાંય સુખ છે જ નહિ, સ્વાધીનતામાં સુખ છે.

00:43:52.556 --> 00:43:55.661
એવા શિષ્યને પ્રશ્નનો ઉત્તર આપતાં કહે છે,

00:43:55.686 --> 00:44:02.625
જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણું (પ્રસિદ્ધ છે) <b>તોપણ જ્ઞેયકૃત અશુ્ધ્ધતા તેને નથી.</b>

00:44:02.649 --> 00:44:09.498
જેમ ઓલી અગ્નિ લાકડાથી નથી, એમ આ જ્ઞેયથી જ્ઞાન થતું નથી.

00:44:09.522 --> 00:44:16.406
જ્ઞેયકૃત અશુ્ધ્ધતા એટલે જ્ઞેય કર્તા અને અહીંયા જ્ઞાનની પર્યાય એ જ્ઞેયનું કર્મ,

00:44:16.431 --> 00:44:25.388
આ (જ્ઞેય) કર્તા, 
આ (જ્ઞેય) કર્તા અને આનું જે અહીંયા જ્ઞાન થયું 
એ આનું (જ્ઞેયનું) કર્મ અને આ (જ્ઞેય) કર્તા એમ છે નહિ.

00:44:25.412 --> 00:44:34.454
એ તો આત્મા જણાય છે માટે આત્મા કર્તા 
અને જ્ઞાન એનું (આત્માનું) કર્મ છે. જ્ઞેય કર્તા અને જ્ઞાન એનું કર્મ નથી.

00:44:34.478 --> 00:44:43.082
બે દ્રવ્ય વચ્ચે કર્તાકર્મ સંબંધ ન હોય, એક દ્રવ્યમાં જ કર્તાકર્મ સંબંધ હોય.

00:44:43.106 --> 00:44:48.213
<b>જ્ઞેયકૃત અશુ્ધ્ધતા તેને નથી</b>. જ્ઞેયથી જ્ઞાન ન થાય.

00:44:48.238 --> 00:44:55.471
શાસ્ત્રથી જ્ઞાન ન થાય. આહાહા! હાય! હાય! તો શું શાસ્ત્ર હવે ભણવા નહિ, વાંચવા નહિ?

00:44:55.495 --> 00:45:01.446
આત્માના લક્ષે વાંચ કે જ્ઞાન તો આત્માના આશ્રયે થાય.

00:45:01.471 --> 00:45:07.760
નિમિત્તના આશ્રયે જ્ઞાન ન થાય. નિમિત્તના આશ્રયે જ્ઞાન ન થાય, પ્રભુ!

00:45:07.784 --> 00:45:15.714
જ્ઞાનનો સ્વભાવ જે શુધ્ધ રહેલું છે. परलक्ष अभावात, પરના લક્ષે જ્ઞાન કદી પ્રગટ ન થાય.

00:45:15.738 --> 00:45:24.923
चंचलतारहितं अचलं ज्ञानं જ્ઞાનમાં ચંચળતા ન હોય. ઇન્દ્રિયજ્ઞાનમાં ચંચળતા હોય.

00:45:24.947 --> 00:45:32.584
ઇન્દ્રિયજ્ઞાન પરના લક્ષે થાય, આત્મજ્ઞાન સ્વના લક્ષે થાય અને અચળ હોય, ચંચળતા એમાં ન હોય.

00:45:32.584 --> 00:45:36.829
કેમકે એનો વિષય ધ્રુવ છે તો પર્યાય પણ ધ્રુવ થઈ ગઈ એક અપેક્ષાએ.

00:45:36.853 --> 00:45:40.466
ઇન્દ્રિયજ્ઞાન આમ વિષય બદલાવે છે, જ્ઞેયથી જ્ઞેયાંતર,

00:45:40.491 --> 00:45:44.635
જ્ઞેયથી જ્ઞેયાંતર (થાય છે). ઘડીકમાં આ, ઘડીકમાં આને જાણે. આહાહા!

00:45:44.659 --> 00:45:49.921
ઘુમરી ખાય છે ઇન્દ્રિયજ્ઞાન. એકને જાણે તો બીજાને જાણવાની ઇચ્છા થઈ,

00:45:49.946 --> 00:45:54.074
બીજાને જાણવાથી તૃપ્તિ ન થઈ તો ત્રીજું જાણવાની ઇચ્છા થઈ.

00:45:54.098 --> 00:46:01.119
એમ ઇચ્છા દુઃખનું મૂળ (છે). ઇન્દ્રિયજ્ઞાનની સાથે ઇચ્છાનો અવિનાભાવ સંબંધ છે.

00:46:01.143 --> 00:46:06.321
અને અતીન્દ્રિયજ્ઞાન સાથે તે વીતરાગ પરિણામ છે, રાગનો સંબંધ છુંટી જાય છે.

00:46:06.345 --> 00:46:12.068
<b>કારણ કે</b>, હવે કારણ કહે છે. જ્ઞેયથી જ્ઞાન કેમ નથી થતું?

00:46:12.093 --> 00:46:18.946
અથવા જ્ઞેયનું મને જ્ઞાન થયું એમ ભ્રાંતિ કેમ થતી નથી? સાધકને ભ્રાંતિ કેમ ન થઈ?

00:46:18.970 --> 00:46:24.564
<b>કારણ કે</b>, કારણ આપે છે, લોજીક.

00:46:24.589 --> 00:46:30.064
<b>જ્ઞેયાકાર અવસ્થામાં</b> જ્યારે જ્ઞેયો જ્ઞાનમાં જણાય છે, પ્રતિભાસે છે

00:46:30.089 --> 00:46:35.686
એવી અવસ્થાના કાળે. જો સવિકલ્પ દશા છે.

00:46:35.710 --> 00:46:39.183
નિર્વિકલ્પ ધ્યાનમાં તો આત્મા જણાય છે.

00:46:39.208 --> 00:46:46.704
નિર્વિકલ્પ ધ્યાનમાં તો આત્મા જ જણાય, જણાય ને જણાય.

00:46:46.728 --> 00:46:53.942
પણ મુનિરાજ આહાર લેતા હોય, ચોથા ગુણસ્થાનવાળા આહાર લેતા હોય. સમજી ગયા?

00:46:53.966 --> 00:47:04.358
તો કહે છે કે એ <b>કારણ કે જ્ઞેયાકાર અવસ્થામાં</b>
જ્ઞેયો જ્યારે જ્ઞાનમાં પ્રતિભાસે છે

00:47:04.383 --> 00:47:12.411
એવી અવસ્થાના કાળે <b>જ્ઞાયકપણે જે જણાયો</b> જાણનારપણે જણાયો,

00:47:12.435 --> 00:47:23.061
જાણનારને જાણવાપણે જણાયો (કે) હું જાણનાર છું એમ જણાયો. હું જાણનાર છું એવું જાણપણું થયું.

00:47:23.085 --> 00:47:30.096
હું આને (જ્ઞેયને) જાણું છું એમ છે નહિ. આહાહા! આને જાણું છું એ દૃષ્ટિ ફરી જાય છે.

00:47:30.120 --> 00:47:40.350
સવિકલ્પ દશામાં, એક ઇષ્ટોપદેશ શાસ્ત્ર છે, પૂજ્યપાદ આચાર્યનું, જ્ઞાની સાધકની વાત કરે છે.

00:47:40.374 --> 00:47:48.875
ચાલે છે તોપણ ચાલતા નથી, બોલે છે તોપણ બોલતા નથી.

00:47:48.900 --> 00:47:54.613
દેખાય છે પણ દેખતા નથી. દેખે છે પણ દેખતા નથી.

00:47:54.638 --> 00:47:59.271
પરપદાર્થો આમ દેખાય પણ એને દેખતા નથી.

00:47:59.295 --> 00:48:05.461
ઊર્ધ્વપણે તો જ્ઞાનને જાણે છે. ઊર્ધ્વતા જ્ઞાનની છૂટતી નથી

00:48:05.486 --> 00:48:13.610
અને જ્ઞેયની ઊર્ધ્વતા, મુખ્યતા કદી થતી નથી. આવી સાધકની અલૌકિક દશા હોય છે.

00:48:13.634 --> 00:48:17.555
આ ગૃહસ્થ અવસ્થામાં (આમ છે). શ્રીમદ્‌ રાજચંદ્રજી ગૃહસ્થ અવસ્થામાં હતા કે નહિ?

00:48:17.580 --> 00:48:19.868
ભરત મહારાજા ગૃહસ્થ અવસ્થામાં હતા કે નહિ?

00:48:19.892 --> 00:48:23.345
રામચંદ્રજી ગૃહસ્થ અવસ્થામાં હતા કે નહિ? આહાહા!

00:48:23.370 --> 00:48:26.689
ઝાડ-પાનને પૂછે, મારી સીતા, મારી સીતા. આહાહા!

00:48:26.714 --> 00:48:31.745
ક્ષાયિક સમ્યગ્દૃષ્ટિ, એ ભવે મોક્ષ (જવાના છે). આહાહા!

00:48:31.769 --> 00:48:44.753
પણ શ્રદ્ધાનો ગુણ અને ચારિત્રનો દોષ સાથે સાથે રહે છે પણ બેય એકમેક થતા નથી.

00:48:44.777 --> 00:48:49.065
હા પાડતા જાય છે, ગૌતમભાઈ હા પાડે છે. ચહેરા ઉપરથી ખ્યાલ આવે છે,

00:48:49.090 --> 00:48:53.091
ચહેરા ઉપરથી (ખ્યાલ આવે છે). મને તો જરાય પરિચય નથી એનો.

00:48:53.116 --> 00:48:59.370
પરિચય નથી પણ પહેલા જ દિવસે એની ચેષ્ટા ઉપરથી ખ્યાલ આવ્યો કે જિજ્ઞાસુ જીવ છે. બસ એટલું જ.

00:48:59.394 --> 00:49:03.660
જિજ્ઞાસા રાખવી જોઈએ આત્માને સમજવાની,

00:49:03.685 --> 00:49:12.853
ધગશ અને જિજ્ઞાસા રાખે તો ધીમે ધીમે આગળ વધીને પોતાનું કામ કરી શકે છે.

00:49:12.877 --> 00:49:19.691
<b>જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો</b>,
આ જ્ઞેયો જણાય છે ત્યારે જાણનાર જણાય છે,

00:49:19.716 --> 00:49:26.080
આ જ્ઞેય જણાતું નથી, રાગ જણાતો નથી, રાગના પ્રતિભાસ વખતે જ્ઞાયક જણાય છે.

00:49:26.104 --> 00:49:32.378
રાગ નથી જણાતો, રાગ સંબંધીનું જ્ઞાન નથી જણાતું,

00:49:32.403 --> 00:49:40.839
જ્ઞાયક સંબંધીના જ્ઞાનનો ભેદ જણાતો નથી પણ જ્ઞાયક અભેદપણે જણાય છે.

00:49:40.863 --> 00:49:46.458
સવિકલ્પ દશા છે. પાંચ મહાવ્રત હોય, દેશવ્રત હોય પાંચમા ગુણસ્થાને,

00:49:46.483 --> 00:49:52.988
છઠ્ઠા ગુણસ્થાને દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિનો રાગ શુભરાગ આવે છે. કરતો નથી સાધક.

00:49:53.012 --> 00:49:56.497
સાધક પણ કરતો નથી અને અજ્ઞાની પણ કરતો નથી.

00:49:56.522 --> 00:50:01.144
માને છે માટે અજ્ઞાની થઈ જાય છે. અજ્ઞાની રાગને કરે છે એમ નથી.

00:50:01.168 --> 00:50:07.260
રાગ આવે છે ત્યારે રાગનો કર્તા તો પર્યાય છે અને માને છે કે હું કર્તા (છું).

00:50:07.285 --> 00:50:12.065
કર્તા માને એ અજ્ઞાની બને છે. અજ્ઞાની રાગને કરે છે એમ નહિ.

00:50:12.089 --> 00:50:19.332
રાગનું કર્તાપણું સ્વીકારે છે, એનું જ્ઞાતાપણું સ્વીકારતો નથી એ અજ્ઞાની બની જાય છે.

00:50:19.356 --> 00:50:24.438
જુઓ ફરીથી. ચાર પ્રકાર પાડ્યા હમણાં ફરીથી. સૂક્ષ્મ છે.

00:50:24.463 --> 00:50:30.422
કે રાગ ઉત્પન્ન થયો. સવિકલ્પ દશા છે. નિર્વિકલ્પ ધ્યાનમાં તો છે નહિ.

00:50:30.446 --> 00:50:37.000
આમ ભક્તિમાં ઊભો છે, દર્શન કરે છે એ વખતે રાગ-પ્રશસ્ત રાગ જ્ઞાનીને હોય છે.

00:50:37.025 --> 00:50:45.936
એ રાગ જ્યારે થાય છે ત્યારે કહે છે કે એ રાગની સન્મુખ તેનું લક્ષ નથી. લક્ષ તો આત્મા ઉપર છે.

00:50:45.937 --> 00:50:52.887
રાગ થાય છે ખરો પણ લક્ષ આત્મા ઉપર છે. રાગ જણાય છે પણ રાગને જાણતો નથી.

00:50:52.930 --> 00:51:01.718
રાગને તો જાણતો નથી પણ રાગ સંબંધીનું-સંબંધવાળુ જે ઇન્દ્રિયજ્ઞાન એને પણ જાણતો નથી.

00:51:01.742 --> 00:51:07.938
એ તો દૂર રહો પણ જે જ્ઞાનમાં ભગવાન આત્મા જણાઈ રહ્યો છે,

00:51:07.963 --> 00:51:10.488
પ્રતિમાની સામે ઊભો છે ત્યારે.

00:51:10.513 --> 00:51:15.893
ત્યારે 'એ' એટલો જે ભેદ પડ્યો જ્ઞાનનો-શ્રુતજ્ઞાનનો,

00:51:15.918 --> 00:51:22.252
એ શ્રુતજ્ઞાનના ભેદને જ્ઞાની જાણતો નથી, અભેદ જ્ઞાયકને અભેદ થઈને જાણી લ્યે છે.

00:51:22.276 --> 00:51:25.647
અભેદ થયા જ કરે છે સમયે સમયે. આહાહા!

00:51:25.672 --> 00:51:30.522
એને શુદ્ધિની વૃદ્ધિ કહેવામાં (આવે છે), એને નિર્જરા કહેવામાં (આવે છે).

00:51:30.547 --> 00:51:36.154
આહાહા! છઠ્ઠી ગાથા છઠ્ઠીના લેખ છે.

00:51:36.178 --> 00:51:41.061
<b>કારણ કે જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો</b>,

00:51:41.086 --> 00:51:47.364
આ સવિકલ્પ દશામાં જાણનાર જણાય છે, પર જણાતું નથી. આહાહા!

00:51:47.388 --> 00:51:51.727
પ્રતિભાસે છે પણ એનું લક્ષ ત્યાં નથીને.

00:51:51.752 --> 00:51:57.333
જેમાં જેનું લક્ષ ન હોય એ જણાતું જ નથી.

00:51:57.358 --> 00:52:03.145
અને જેમાં જેનું લક્ષ હોય એ જ જણાય, બીજું જણાય નહિ.

00:52:03.169 --> 00:52:06.784
કાલે એક દાખલો આપ્યો હતો, મીઠાભાઈને.

00:52:06.809 --> 00:52:14.140
કે પાંચ ઇન્દ્રિયો છે અને આ મહાભારત કે રામાયણ જોતો હોય. સમજી ગયા?

00:52:14.164 --> 00:52:19.370
રુચિ તો દરેકની જુદી જુદી હોય. કોઈ કહે, આ સિન સારો.

00:52:19.395 --> 00:52:24.863
બીજો કહે, આ સિન સારો. ત્રીજો કહે, આ સિન સારો.

00:52:24.887 --> 00:52:35.620
એમ જુદા જુદા જેની જે રુચિ છે એને એ જ દેખાય છે અને બીજું દેખાતું નથી. એ પાંચેય એને પ્રતિભાસે છે.

00:52:35.644 --> 00:52:43.847
આંખમાં પાંચ પ્રકારના પદાર્થો છે, કોઈ લાલ, કોઈ ધોળો, કોઈ કાળો, કોઈ પીળો, સમજી ગયા?

00:52:43.871 --> 00:52:48.433
કોઈ સ્ત્રી, કોઈ પુરુષ, કોઈ બાળક બધું જણાય છે આંખમાં.

00:52:48.458 --> 00:52:55.050
પણ જેની રુચિ છે, એ જ જણાય છે, એને બીજું જણાતું નથી.

00:52:55.050 --> 00:53:01.352
લક્ષ હોય જેના ઉપર ઇ જણાય અને જેના ઉપર લક્ષ નથી ઇ જણાતું નથી.

00:53:01.376 --> 00:53:05.482
એક જણાય છે અને ચાર જણાતા નથી. દૃષ્ટાંત.

00:53:05.507 --> 00:53:12.971
એમ આ એક જણાય છે, બીજું જણાતું (નથી).

00:53:12.971 --> 00:53:15.011
આવી સાધકની દશા છે.

00:53:15.035 --> 00:53:17.312
આ હરણીયાને અને દેડકાને એમ હોય, હોં!

00:53:17.337 --> 00:53:22.854
આ કાંઈ શાસ્ત્રની જરૂર નથી આમાં.

00:53:22.879 --> 00:53:29.970
હરણીયા પણ પામે. સંજ્ઞી પંચેન્દ્રિય જીવ પણ સમ્યગ્દર્શન પામે. આહાહા!

00:53:29.994 --> 00:53:39.819
આપણા ભગવાન મહાવીર સિંહના ભવમાં, તિર્યંચના ભવમાં સમ્યક્‌ પામ્યા કે નહિ? આત્મા છે કે નહિ?

00:53:39.843 --> 00:53:46.119
તિર્યંચ પણ નથી અને મનુષ્ય પણ નથી, આત્મા તો જ્ઞાનમય છે. આહાહા!

00:53:46.144 --> 00:53:53.774
જ્ઞાનમય આત્માને જે જાણે તે જ્ઞાનમય થઈ જાય છે. રાગને જાણે તો અજ્ઞાની થાય છે.

00:53:53.798 --> 00:53:58.961
ક્યાં પરને જાણવા રોકાણો? આહાહા! પરને જાણું તો ખરુંને?

00:53:58.986 --> 00:54:06.337
અરે એકનું એક છે, ભાઈ! પરને જાણતાં તને જ્ઞાન અને સુખ થયું? તારા આત્માને પૂછ.

00:54:06.361 --> 00:54:11.472
પરને જાણતા જો જ્ઞાન અને સુખ થાય તો અમે હા પાડીએ

00:54:11.497 --> 00:54:16.339
કે પરને જાણવું એ પણ સ્વભાવ છે. સ્વભાવ હમેશા સુખ આપે.

00:54:16.363 --> 00:54:22.697
પરને જાણતા અનંત કાળ ગયો પણ આત્મિક સુખનો છાંટો મળ્યો નહિ.

00:54:22.722 --> 00:54:28.223
માટે ફર, ફર પાછો ફર કે પરને જાણવું આત્માનો સ્વભાવ નથી.

00:54:28.247 --> 00:54:36.305
પરને જાણવું વિભાવ છે, જેમાં આકુળતા ઉત્પન્ન થાય એ સ્વભાવ ન હોય. આહાહા!

00:54:36.329 --> 00:54:43.221
મુમુક્ષુ :– ભ્રાંતિ ટાળવાનો યુગ ચાલે છે.</br>
ઉત્તર:– ભ્રાંતિ બસ. ભ્રાંતિ ટાળવાનો યુગ છે. વાત સાચી છે.

00:54:43.245 --> 00:54:51.977
પ્રભાકરભાઈ અત્યારે તો કાળ આવ્યો છે. પોતાનું કરીને ભાગી જવા જેવુ છે. ક્યાંય પડવા જેવું નથી. આહાહા!

00:54:52.001 --> 00:55:04.909
શું થાય? તડકો હોય તો પોતે તો બુટ પહેરિ લ્યે. બીજો કાંઈ છાંયો તો કરી શકાતો નથી.

00:55:04.934 --> 00:55:10.918
વરસાદ પડતો હોય તો પોતે .. બસ! તો પોતે ભીંજાતો બંધ થઇ જાય. બીજું શું?

00:55:10.942 --> 00:55:18.101
બીજું શું આપણે કરીએ? પરનું તો કાંઈ કરી શકાતું નથી. રંચ માત્ર ફેરફાર કરી શકતો નથી. આહાહા!

00:55:18.125 --> 00:55:23.505
કેમકે અહીંયાં જે જીવ જન્મે છે એ આત્માનો વિરાધિ વિરોધ કરીને જન્મ્યા છે.

00:55:23.530 --> 00:55:28.111
વિરાધક જીવ જન્મે છે પંચમ કાળમાં. આરાધક અહીંયા ન જન્મે.

00:55:28.135 --> 00:55:34.092
આરાધક જીવ જે હોય એ તો સ્વર્ગમાં હોય. વિરાધના કરીને તો આવ્યો છે.

00:55:34.116 --> 00:55:40.596
હવે તું આત્માની વિરાધના કરવાનું છોડી દે, મને જણાતો નથી આત્મા. આહાહા!

00:55:40.621 --> 00:55:47.852
એ તું પાપ કરી રહ્યો છો. બોલમાં, બોલમાં. મને જાણનાર જણાય છે એમ લેને. આહાહા!

00:55:47.876 --> 00:55:56.150
આ વિરાધના કરીને આવ્યો, હવે આરાધના કરે તો વિરાધના ટળી જાય

00:55:56.175 --> 00:55:58.391
અને અલ્પ કાળમાં એની મુક્તિ થઈ જાય.

00:55:58.415 --> 00:56:03.990
બે, ચાર, પાંચ ભવ વધારેમાં વધારે પંદર ભવથી વધુ હોઈ શકે નહિ. સોળમો ભવ ન થાય.

00:56:04.014 --> 00:56:09.231
અહીંયા અત્યારે એકાવતારીપણું થઈ શકે છે, અત્યારે આ કાળમાં.

00:56:09.256 --> 00:56:15.268
શ્રીમદ્‌ રાજચંદ્રજી થયા, સોગાનીજી થયા અને કેટલાક થયા અથવા થશે.

00:56:15.292 --> 00:56:20.150
આપણા જ્ઞાનમાં ન હોય, આપણા જ્ઞાનમાં ભલે ન હોય, પણ થઈ શકે છે.

00:56:20.175 --> 00:56:24.964
એક ભવ. અહીંથી સ્વર્ગમાં જાય, સ્વર્ગમાં જઈને જ્યાં ચોથો કાળ હોય

00:56:24.988 --> 00:56:29.420
ત્યાં જન્મીને સાધના પૂરી કરી નગ્ન દિગંબર મુનિ ભાવલિંગી થઈ

00:56:29.445 --> 00:56:35.585
ધ્યાનમાં મગ્ન થઈ આનંદનું ભોજન કરતાં કરતાં પૂર્ણાનંદની પ્રગટતા થાય. આહાહા!

00:56:35.610 --> 00:56:38.159
એવી સ્થિતિ થઈ શકે છે અત્યારે.

00:56:38.183 --> 00:56:44.454
<b>કારણ કે જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો</b>

00:56:44.479 --> 00:56:53.051
જ્ઞેયને જાણનારપણે જણાયો એમ નહિ, જ્ઞેયના જ્ઞાનને જાણનારપણે જણાયો એમ નહિ.

00:56:53.075 --> 00:56:56.817
ઓલી પર્યાયને જાણનારપણે જણાયો એમ નહિ,

00:56:56.842 --> 00:57:04.430
પણ પર્યાયમાં જે જ્ઞાયક છે એને જાણનારપણે જણાય છે. આહાહા! પર્યાયના ભેદને પણ ઓળંગી જાય છે.

00:57:04.454 --> 00:57:11.186
જ્ઞેયને ઓળંગે છે, જ્ઞેયાકાર જ્ઞાનને ઓળંગે છે, જ્ઞાનના ભેદને ઓળંગે છે

00:57:11.211 --> 00:57:18.048
અને એકલા જ્ઞાયકને જાણતા જ્ઞાન અને જ્ઞાયક અભેદ થઈને અનુભવ થાય છે.

00:57:18.072 --> 00:57:23.686
ભાઈએ કહ્યું, મને ગમ્યું. યુગ આવ્યો છે. અત્યારે યુગ આવ્યો છે.

00:57:23.711 --> 00:57:33.375
એટલો તો પ્રમોદ આવેને. સત્‌ની વાત આવે કાન ઉપર તો લાયક જીવને અંદરમાં હકાર આવે, આવે ને આવે જ.

00:57:33.399 --> 00:57:38.996
ભલે ભાષા ન બોલે તો કાંઈ નહિ પણ અંદરમાં હકાર આવેને ચહેરામાં આહાહા!

00:57:39.021 --> 00:57:46.998
એવો પ્રમોદ પ્રમોદ આવે કે આ મારા ઘરની વાત, મારી વાત. અનુભવનો વિષય અને અનુભવ કેમ થાય.

00:57:47.022 --> 00:57:53.960
અનુભવ રત્ન ચિંતામણિ, અનુભવ હૈ રસકૂપ અનુભવ માર્ગ મોક્ષનો, અનુભવ મોક્ષસ્વરૂપ.

00:57:53.984 --> 00:58:00.932
શરૂઆતમાં અનુભવ-આદિમાં અનુભવ, મધ્યમાં પણ આત્માનો અનુભવ અને અંતમાં પણ (અનુભવ),

00:58:00.957 --> 00:58:06.990
ત્યારે અરિહંત દશા પ્રગટ થાય. આયુષ્ય પૂરું થાય તો સિદ્ધ અવસ્થા પ્રગટ થઈ જાય.

00:58:07.014 --> 00:58:12.005
અત્યારે છે ને? સીમંધર ભગવાન આદિને હજી આયુષ્ય પૂરુ થયું નથી. આહાહા!

00:58:12.030 --> 00:58:16.360
આયુષ્ય પૂરું થતાં એ બધા પરમાણુ વિખરાઈ જાય.

00:58:16.384 --> 00:58:20.341
જેમ ઓલી ગોટી કપુરની હોયને? પડી પડી રજકણ વિખાઈ જાયને,

00:58:20.366 --> 00:58:26.377
એમ બધા વિખાઈ જાય ચૌદમે ગુણસ્થાન આવતાં, સિદ્ધ દશા પ્રગટ થઈ જાય, સમશ્રેણિએ ઉપર ચાલ્યા જાય.

00:58:26.401 --> 00:58:30.635
એક સમયમાં અહીંયાં, તે સમયે સિદ્ધાલયમાં. સમય એક.

00:58:30.660 --> 00:58:39.909
ઊર્ધ્વગમન એનો સ્વભાવ છે. અધોગમન સ્વભાવ નથી, નીચે જવાનો સ્વભાવ નથી.

00:58:39.933 --> 00:58:43.413
નીચે ઊતરવાનો આત્માનો સ્વભાવ નથી.

00:58:43.438 --> 00:58:52.164
ઊંચે, ઊંચે, ઊંચે ભાવથી. આની ઊંચાઈની વાત નથી, ભાવની ઊંચાઈ અંદરમાં.

00:58:52.188 --> 00:59:02.597
<b>જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો તે</b> તે હવે સવિકલ્પમાં જ્યારે જણાય છે જ્ઞાયક

00:59:02.622 --> 00:59:05.839
તો એ નિર્વિકલ્પમાં બીજું જણાતું હશે?

00:59:05.863 --> 00:59:14.321
અરે! સવિકલ્પમાં જ્યાં જાણનાર જણાય તો નિર્વિકલ્પમાં તો પૂછવું શું?

00:59:14.345 --> 00:59:21.665
<b>તે સ્વરૂપ-પ્રકાશનની (સ્વરૂપને જાણવાની) અવસ્થામાં પણ, દીવાની જેમ, કર્તા-કર્મનું અનન્યપણું હોવાથી જ્ઞાયક જ છે</b>

00:59:21.689 --> 00:59:28.564
પાંચ મિનિટ કદાચ વધી જાય તો હું છૂટ લવ છું, પાંચ મિનિટ. આ વિષય થોડો પૂરો કરીએ.

00:59:28.588 --> 00:59:42.182
શું કહે છે? <b>સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં પણ, દીવાની જેમ</b> દીવાનો દૃષ્ટાંત આપ્યો.

00:59:42.206 --> 00:59:49.194
દીવો પ્રકાશક અને એની અવસ્થાને પ્રકાશ કહેવાય. એ પ્રકાશ અને પ્રકાશક બેય અનન્ય છે.

00:59:49.218 --> 00:59:54.575
દીવાને કર્તા કહેવાય અને એની પ્રકાશની પર્યાય પ્રગટ થઈ એને એનું કર્મ કહેવાય.

00:59:54.599 --> 01:00:03.555
પણ ભેદ અપેક્ષાએ પ્રકાશની પર્યાયને કર્મ કહેવાય. અભેદની અપેક્ષાએ દીપક કર્તા અને દીપક જ પોતે કર્મ.

01:00:03.579 --> 01:00:09.200
<b>કર્તા-કર્મનું અનન્યપણું</b> છે. આહાહા! ઇ લેશું આત્મા ઉપર ઉતારશું ત્યારે.

01:00:09.224 --> 01:00:12.675
<b>કર્તા-કર્મનું અનન્યપણું હોવાથી જ્ઞાયક જ છે</b>

01:00:12.700 --> 01:00:21.064
આત્મા પોતે જાણનાર માટે પોતે કર્તા અને પોતાનો આત્મા જણાયો માટે આત્મા જ કર્મ.

01:00:21.088 --> 01:00:27.849
પરિણામી આત્મા કર્તા અને પરિણામી આત્મા કર્મ. અપરિણામી તો અકર્તા રહ્યો.

01:00:27.873 --> 01:00:42.842
ફરીને, પરિણમે તે કર્તા અને પરિણામ તે કર્મ. એવો શ્લોક છે, ૫૧ નંબરનો શ્લોક છે.

01:00:42.866 --> 01:00:52.699
કહે છે કે જ્યાં આત્મા સન્મુખ ઉપયોગ ગયો અને આત્મા જાણવામાં અનુભવમાં આવ્યો પ્રત્યક્ષ

01:00:52.724 --> 01:01:02.271
ત્યાર જે જાણનારો, જાણનારો પરિણમીને જાણેને? કૂટસ્થ ન જાણે, પરિણમીને જાણે.

01:01:02.295 --> 01:01:07.462
જાણનારો માટે પોતે કર્તા અને પોતે જ જણાયો.

01:01:07.487 --> 01:01:15.455
જાણનાર પણ પોતે અને જણાય પણ પોતે. માટે તે આત્મા જ કર્તા અને આત્મા જ કર્મ.

01:01:15.479 --> 01:01:22.860
હવે બીજી વિવિક્ષાએ, બીજાને સમજાવવું હોય ત્યારે આત્મા કર્તા અને જ્ઞાનની પર્યાય એનું કર્મ.

01:01:22.885 --> 01:01:25.985
એ ભેદ અપેક્ષાનું કથન છે.

01:01:26.009 --> 01:01:29.451
અનુભવના કાળમાં એ ભેદ રહેતો નથી.

01:01:29.476 --> 01:01:37.480
માટે પર્યાય એ કર્મ નથી. પરિણામી દ્રવ્ય કર્તા અને પરિણામી આત્મા આખો કર્મ.

01:01:37.504 --> 01:01:44.831
દ્રવ્ય-ગુણ-પર્યાય એક સમયમાં જણાઈ જાય. ઉત્પાદવ્યયધ્રુવ યુક્તં સત્‌ એક સમયમાં જણાય. આહાહા!

01:01:44.855 --> 01:01:47.814
તમે એકલા પર્યાયથી રહિત કહો છો, પર્યાયથી.

01:01:47.839 --> 01:01:53.767
અરે..! પર્યાયથી રહિતનું શ્રદ્ધાન થતા પર્યાયથી સહિતનું જ્ઞાન થાય, થાય ને થાય જ.

01:01:53.792 --> 01:01:58.477
તને કાંઈ ખબર પડતી નથી. આહાહા!

01:01:58.501 --> 01:02:03.945
ઉત્પાદ-વ્યયથી રહિત, રહિત, રહિત કહેતા હતા. હવે સહિત કહેવા માંડ્યાને,

01:02:03.970 --> 01:02:14.041
તો અમે કહેતા હતા ત્યાં આવ્યાને. કે તું કહેતા હતા ત્યાં નથી આવ્યા. સાંભળ તો ખરો!

01:02:14.065 --> 01:02:18.614
અનેક પ્રકારના તર્ક વિતર્કો. આહાહા!

01:02:18.639 --> 01:02:26.484
ગોથા ખાય, માર્ગ ન મળે તો ઘડીકમાં આમ, ઘડીકમાં આમ, ઘડીકમાં આમ. મગજ ફરી જ જાય એનું.

01:02:26.508 --> 01:02:32.562
ઘડીકમાં આમ, એની લાઈને ચડે જાય તો એ કરે. બીજી લાઈને ચડે તો (એ કરે). આહાહા!

01:02:32.587 --> 01:02:38.934
અહીંયા આત્માની લાઈને ચડી જાને. વખત આવ્યો છે.

01:02:38.958 --> 01:02:43.089
કર્તા-કર્મનું અનન્યપણું કર્તા પણ પોતે અને કર્મ પણ પોતે.

01:02:43.114 --> 01:02:50.593
કર્મ એટલે કાર્ય. રાગ નહિ. અહીં રાગની વાત (નથી). આહાહા! હજી રાગ તને યાદ આવે છે?

01:02:50.617 --> 01:02:55.955
રાગને યાદ કરીશને તો એ તૈયાર જ છે, આવી જશે ઘરમાં.

01:02:55.980 --> 01:03:01.292
રાગને યાદ કરવા જેવો નથી. આત્માને યાદ કરને. આહાહા!

01:03:01.316 --> 01:03:06.215
હું તો જાણનાર છું. મારામાં જ્ઞાન થાય છે. જ્ઞાન વડે આત્મા જણાય છે.

01:03:06.240 --> 01:03:14.753
પછી આત્મા વડે આત્મા જણાય છે. પછી તો આત્મા જ આત્મા જ છે, બીજું કાંઈ એમાં નથી. આહાહા!

01:03:14.777 --> 01:03:21.028
<b>કર્તા-કર્મનું અનન્યપણું હોવાથી જ્ઞાયક જ છે-પોતે જાણનારો</b> જુઓ! આમાં લખ્યું છે. રમણભાઈ છે ને?

01:03:21.052 --> 01:03:27.585
<b>પોતે જાણનારો માટે પોતે કર્તા અને પોતાને જાણ્યો.</b>

01:03:27.610 --> 01:03:36.408
દેવ-ગુરુ-શાસ્ત્રને જાણ્યા? નહિ. રાગને જાણ્યો? નહિ. સમયસાર શાસ્ત્રને દ્રવ્યશ્રુતને જાણ્યું? ના.

01:03:36.432 --> 01:03:43.815
ઇન્દ્રિયજ્ઞાને જાણ્યું? ના. જ્ઞાનની પર્યાયને જાણ્યું? ના. આહાહા!

01:03:43.840 --> 01:03:53.735
પોતાને જાણ્યો. પરિણામી દ્રવ્ય કર્તા અને પરિણામી દ્રવ્ય કર્મ. કર્મ એટલે કાર્ય.

01:03:53.759 --> 01:03:56.965
જણાય તેને કાર્ય કહેવાય અને જાણે તેને કર્તા કહેવાય.

01:03:56.990 --> 01:04:01.682
જાણે તે કર્તા અને જણાય તે કર્મ. બન્ને એક જ છે.

01:04:01.707 --> 01:04:10.146
પછી તો કર્તા પણ નથી અને કર્મ પણ નથી, જે છે તે છે.

01:04:10.170 --> 01:04:22.223
<b>પોતે કર્તા અને પોતાને જાણ્યો માટે પોતે જ કર્મ. (જેમ દીપક ઘટપટાદિને પ્રકાશિત કરવાની અવસ્થામાંય દીપક છે અને પોતાને -પોતાની</b>

01:04:22.248 --> 01:04:31.532
જુઓ! પોતાને પોતાની <b>જ્યોતિરૂપ શિખાને-પ્રકાશવાની અવસ્થામાં પણ દીપક જ છે</b>

01:04:31.556 --> 01:04:36.923
આહાહા! એ પ્રકાશક તે કર્તા અને ઘડો એનું કર્મ એમ છે નહિ.

01:04:36.948 --> 01:04:41.006
પ્રકાશક કર્તા અને પ્રકાશની પર્યાય કર્મ એમ પણ નથી.

01:04:41.030 --> 01:04:48.566
એ પર્યાય પરિણત આખો પદાર્થ કર્તા અને આખો પદાર્થ કર્મ.

01:04:48.591 --> 01:04:56.310
<b>પ્રકાશવાની અવસ્થામાં પણ દીપક જ છે, અન્ય કાંઈ નથી; તેમ જ્ઞાયકનું સમજવું)</b>.

01:04:56.335 --> 01:04:59.414
જ્ઞાયક તો જ્ઞાયક છે. આહાહા!

01:04:59.414 --> 01:05:06.813
અદ્‌ભુત ગાથા છઠ્ઠી પૂરી થઈ.