﻿WEBVTT

00:01:17.067 --> 00:01:29.680
શ્રી સમયસારજી પરમાગમ શાસ્ત્ર તેનો કર્તા-કર્મ
અધિકાર છેલ્લી ૧૪૪ મી ગાથા આવે છે એનું મથાળું

00:01:29.704 --> 00:01:33.080
<b>પક્ષાતિક્રાંત જ સમયસાર છે</b>,

00:01:33.100 --> 00:01:40.480
એટલે વિકલ્પ ટળીને નિર્વિકલ્પ
આત્માનો જે પ્રત્યક્ષ અનુભવ થાય

00:01:40.505 --> 00:01:44.620
તેને સમયસાર એટલે શુદ્ધાત્મા કહેવામાં આવે છે.

00:01:44.644 --> 00:01:52.200
<b>એમ નિયમથી ઠરે છે. પક્ષાતિક્રાંત જ સમયસાર છે,
એમ નિયમથી ઠરે છે.</b>

00:01:52.224 --> 00:02:00.240
વિકલ્પ કર્યા કરે શુદ્ધાત્માનો એમાં શુદ્ધાત્માનો
અનુભવ થતો નથી એમાં નિયમ નથી.

00:02:00.264 --> 00:02:06.160
આમાં નિયમ છે.
પક્ષાતિક્રાંત થાય એટલે અનુભવ થાય, થાય ને થાય જ.

00:02:06.184 --> 00:02:32.400
<b>सम्मद्दंसणणाणं एसो लहदि त्ति णवरि ववदेसं</b> ।
<b>सव्वणयपक्खरहिदो भणिदो जो सो समयसारो</b> ।।१४४।।

00:02:32.424 --> 00:02:55.880
<b>સમ્યકત્વ તેમ જ જ્ઞાનની જે એકને સંજ્ઞા મળે</b>,
<b>નયપક્ષ સકલ રહિત ભાખ્યો તે ‘સમયનો સાર’ છે</b>. ૧૪૪.

00:02:55.904 --> 00:03:05.320
જુઓ! આમાં અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવને
સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન પ્રગટ થાય છે.

00:03:05.344 --> 00:03:15.240
સમ્યકચારિત્ર પ્રગટ થતું હોવા છતાં
સ્વરૂપાચરણ ચારિત્રને ચારિત્ર ગણવામાં આવતું નથી.

00:03:15.264 --> 00:03:19.720
ગૌણપણે ગણવામાં આવે છે.
મુખ્યપણે તો છઠા, સાતમામાં ચારિત્ર હોય છે.

00:03:19.744 --> 00:03:24.840
એટલે અહીંયા બે ભાવ પ્રગટ થાય છે. સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન.

00:03:24.864 --> 00:03:31.120
સમ્યકચારિત્ર પ્રગટ થાય છે ખરું.
પણ એ અહીંયા ગૌણ ગણવામાં આવ્યું છે.

00:03:31.144 --> 00:03:37.000
મુખ્યપણે અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવને
સમ્યગ્દર્શન, જ્ઞાન પ્રગટ થાય છે

00:03:37.024 --> 00:03:44.960
પણ એટલી લીનતા નથી કે જેનું નામ
ચારિત્ર કહી શકાય. બહુ મુદ્દાની વાત છે.

00:03:44.984 --> 00:03:55.960
સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન પ્રગટ થાય એની સાથે એવી
લીનતા નથી થતી કે જેનું નામ ચારિત્ર કહી શકાય.

00:03:55.984 --> 00:04:00.480
અંશે ચારિત્ર છે.
ત્રણ અંશ પ્રગટ તો થાય છે.

00:04:00.504 --> 00:04:06.200
પણ અહીંયા અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવને
સમ્યગ્દર્શન, જ્ઞાન પ્રગટ કરતી વખતે,

00:04:06.224 --> 00:04:11.400
થતી વખતે એવી લીનતા નથી આવતી.
આંશિક લીનતા આવે છે.

00:04:11.424 --> 00:04:19.480
એટલે એને અહીંયા ચારિત્ર શબ્દ ન ઉમેરતા
આ ગાથામાં સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન પ્રગટ થાય છે.

00:04:19.504 --> 00:04:26.360
નામ જુદા હોવા છતાં સમ્યગ્દર્શન,
સમ્યગ્જ્ઞાન તે પોતે આત્મા છે. એમ કહેશે.

00:04:26.384 --> 00:04:36.880
<b>ગાથાર્થ :- જે સર્વ નયપક્ષોથી રહિત</b>,
કોઈ પણ નયનો વિકલ્પ રહેતો નથી,

00:04:36.904 --> 00:04:40.480
નિશ્ચયનો, વ્યવહારનો, પ્રમાણનો કોઈ વિકલ્પ.

00:04:40.500 --> 00:04:54.520
<b>જે સર્વ નયપક્ષોથી રહિત કહેવામાં આવ્યો છે.
‘भणितः’ કહેવામાં આવ્યો છે તે સમયસાર છે.</b> આહાહા!

00:04:54.544 --> 00:05:01.080
તેનું નામ શુદ્ધાત્માનો અનુભવ છે.
ખરેખર તે સમયસાર છે, એમ.

00:05:01.104 --> 00:05:07.160
નિર્વિકલ્પ ધ્યાનમાં જ્યારે આવે,
વિકલ્પ કોઈપણ પ્રકારના નયના ઉઠે નહીં,

00:05:07.184 --> 00:05:15.120
એવી એક દશા આવે છે.
તેને પરમાત્મા શુદ્ધાત્માનો અનુભવ કહે છે.

00:05:15.144 --> 00:05:24.120
તેનું નામ સમયસાર એટલે શુદ્ધાત્મા છે.
આને જ, આવા અનુભવરૂપ શુદ્ધાત્માની દશાને જ,

00:05:24.144 --> 00:05:34.440
<b>(-સમયસારને જ) કેવળ સમ્યગ્દર્શન અને
સમ્યગ્જ્ઞાન એવી સંજ્ઞા</b> એટલે <b>નામ મળે છે.</b>

00:05:34.464 --> 00:05:39.480
આવા શુદ્ધાત્માના અનુભવરૂપે આત્મા પરિણમે છે.

00:05:39.504 --> 00:05:48.120
તો એ વખતે એને સમ્યગ્દર્શન,
સમ્યગ્જ્ઞાન તે નામને પ્રાપ્ત થાય છે.

00:05:48.144 --> 00:05:53.400
'सम्यग्दर्शनज्ञानम्' ચારિત્ર શબ્દ વાપર્યો નથી.

00:05:53.424 --> 00:06:00.480
અને પહેલો સમ્યગ્દર્શન વાપર્યો. જ્ઞાન ન
વાપરતાં પહેલો સમ્યગ્દર્શન વાપર્યો છે

00:06:00.504 --> 00:06:07.200
'સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રાણી મોક્ષમાર્ગ'
એમાં બે જ પદ લીધા. સમ્યગ્દર્શન, જ્ઞાન.

00:06:07.224 --> 00:06:17.720
<b>નામ જુદા હોવા છતાં</b>,  એમકે
સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન એ નામ જુદા હોવા છતાં

00:06:17.744 --> 00:06:22.000
<b>વસ્તુ એક જ છે</b>.
વસ્તુ કોઈ જુદી જુદી નથી.

00:06:22.024 --> 00:06:31.100
(મુમુક્ષુ:) એટલે એક આત્માના જ બે નામ છે,
સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન.

00:06:31.124 --> 00:06:39.440
પૂ. લાલચંદભાઈ: એક આત્મા છે એના બે નામ સમ્યગ્દર્શન કહો
તો પણ આત્મા, સમ્યગ્જ્ઞાન કહો તો પણ આત્મા.

00:06:39.464 --> 00:06:46.520
કેમકે સમ્યગ્દર્શનથી આત્મા અનન્ય છે
અને સમ્યગ્જ્ઞાનથી પણ આત્મા અનન્ય છે.

00:06:46.544 --> 00:06:55.520
સમ્યગ્દર્શન આત્માથી ભિન્ન નથી. સંજ્ઞા ભેદે ભેદ છે,
નામ ભેદે ભેદ છે. પણ વસ્તુ તો અભેદ એક છે.

00:06:55.544 --> 00:07:00.560
અભેદનયે તેને આત્મા કહેવાય,
ભેદનયે સમ્યગ્દર્શન કહેવાય.

00:07:00.584 --> 00:07:09.160
સમ્યગ્જ્ઞાન પ્રગટ થયું તેને ભેદનયે જ્ઞાન કહેવાય
અને અભેદનયે તેને આત્મા કહેવાય. એમ

00:07:09.184 --> 00:07:14.840
ભેદનયે ભેદ છે પણ
અભેદનયથી જોતાં તે આત્મા જ છે.

00:07:14.864 --> 00:07:21.320
કેમકે અનુભવના કાળમાં
એ ભેદ હોવા છતાં ભેદ દેખાતો નથી.

00:07:21.344 --> 00:07:27.640
એ અનન્યપણે અનુભવ થાય છે,
આત્માનો અનુભવ અનન્યપણે અનુભવ થાય છે.

00:07:27.664 --> 00:07:36.440
અન્યનું શ્રદ્ધાન અનન્યનું જ્ઞાન
સમય એક છે. આહા!

00:07:36.464 --> 00:07:40.600
જુઓ! અહીંયા એ વાત કરી કે સમયસાર

00:07:40.624 --> 00:07:48.600
એટલે શુદ્ધાત્મા છે તો બધાની પાસે
પણ અમે એને સમયસાર નથી કહેતા.

00:07:48.624 --> 00:07:53.840
નયપક્ષથી અતિક્રાંત થઈને
જે શુદ્ધાત્માનો અનુભવ થયો

00:07:53.864 --> 00:07:58.200
એનું નામ સમયસાર,
એનું નામ આત્મા છે, એમ.

00:07:58.224 --> 00:08:04.320
ઓલો આત્મા તો અભવિ પાસે છે પણ
તેમાં પ્રયોજનની કાંઈ સિદ્ધિ ન થઈ.

00:08:04.344 --> 00:08:17.040
તો અનુભવમાં આવે એટલે અનુભવરૂપ પરિણમે
એટલે એ ધ્યેયનું ધ્યાન કરીને ધ્યાતા થાય. એમ.

00:08:17.064 --> 00:08:23.480
તેનું નામ અમે સમયસાર કહીએ છીએ.
મૂળમાં દોઢ લીટીમાં એ વાત કરી.

00:08:23.504 --> 00:08:31.400
પક્ષાતિક્રાંત થયો, સર્વ નયપક્ષથી રહિત થયો
એને ભગવાન સમયસાર કહે છે.

00:08:31.424 --> 00:08:35.320
અનુભવ થયો એનું નામ સમયસાર છે, એમ.

00:08:35.344 --> 00:08:42.720
હવે જે અનુભવ થયો અને સમયસર થયો, શુદ્ધાત્માની પ્રાપ્તિ થઈ

00:08:42.744 --> 00:08:54.160
એમાં એ <b>સમયસારને જ</b>, <b>આને જ</b>
એટલે આત્માને જ, એ આત્માના બે નામ છે.

00:08:54.184 --> 00:09:04.160
આત્મા એક છે એના નામ બે છે. જુઓ! <b>આને જ, 'एषः’</b> એમ.

00:09:04.184 --> 00:09:10.400
આવો જે સમયસાર અનુભવમાં આવ્યો પ્રત્યક્ષ,
આને જ, આને જ નો અર્થ કર્યો.

00:09:10.424 --> 00:09:18.120
સમયસારને જ. એટલે પરિણામી આત્માને, શુદ્ધ પર્યાય પરિણત આત્મદ્રવ્યને જ, એમ.

00:09:18.144 --> 00:09:26.720
<b>કેવળ</b>, આહાહા! <b>સમ્યગ્દર્શન અને
સમ્યગ્જ્ઞાન એવી સંજ્ઞા મળે છે</b>.

00:09:26.744 --> 00:09:32.800
આ આવો જે પરિણમે તેને જ કેવળ
સમ્યગ્દર્શન,  સમ્યગ્જ્ઞાન કહેવામાં આવે છે.

00:09:32.824 --> 00:09:35.560
જે શુદ્ધાત્માને અનુભવતો નથી

00:09:35.584 --> 00:09:42.120
અને સાત તત્ત્વોનું શ્રદ્ધાન કરે છે
અને છ દ્રવ્યનું જ્ઞાન કરે છે

00:09:42.144 --> 00:09:48.920
એનું નામ અમે સમ્યગ્દર્શન સમ્યગ્જ્ઞાન
કહેતા નથી. એમ આમાં નિષેધ કર્યો.

00:09:48.944 --> 00:09:54.800
જે શુદ્ધાત્માને અનુભવે છે
અને વિકલ્પાતીત થઈને

00:09:54.824 --> 00:10:03.360
એવો નિર્વિકલ્પ ધ્યાનમાં અનુભવ થયો એવા
આત્માનું નામ સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન છે.

00:10:03.384 --> 00:10:13.280
નવતત્ત્વના શ્રદ્ધાનરૂપે પરિણમે વિકલ્પરૂપે
અને છ દ્રવ્યના જ્ઞાનરૂપે પરિણમે

00:10:13.304 --> 00:10:16.680
તેને અમે સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન કહેતા નથી.

00:10:16.704 --> 00:10:22.800
શુદ્ધાત્માના અનુભવવાળા જીવને, આહાહા!
આને જ, એવા આત્માને જ,

00:10:22.824 --> 00:10:29.000
એ આત્માના બે નામ-સમ્યગ્દર્શન,
સમ્યગ્જ્ઞાન એવા નામ મળે છે એને.

00:10:29.024 --> 00:10:35.560
પછી કહે છે કૌંસમાં <b>નામ જુદા
હોવા છતાં વસ્તુ એક જ છે</b>

00:10:35.584 --> 00:10:38.120
એ અંદરમાંથી ટીકામાંથી કાઢ્યું છે.

00:10:38.144 --> 00:10:43.600
એ જે ભાવાર્થ અન્વયાર્થમાં છે ને?
એ બરાબર છે, એ આવશે અંદર

00:10:43.624 --> 00:11:01.520
હવે કહે છે, ટીકા:- <b>જે ખરેખર</b>, ખરેખર એટલે
નિશ્ચયથી પરમાર્થદ્રષ્ટિથી જોવામાં આવે તો

00:11:01.544 --> 00:11:05.280
<b>સમસ્ત</b> એટલે બધા <b>નયપક્ષો</b> એટલે રાગ,

00:11:05.304 --> 00:11:11.320
નયપક્ષો એટલે રાગ અને
ઇન્દ્રિયજ્ઞાન, ખંડજ્ઞાન બેય.

00:11:11.824 --> 00:11:16.040
સમસ્ત પ્રકારનું ઇન્દ્રિયજ્ઞાન
અને સમસ્ત પ્રકારનો રાગ

00:11:16.064 --> 00:11:23.840
<b>સમસ્ત નયપક્ષો વડે ખંડિત નહીં થતો હોવાથી</b>,
એ તો અખંડિત છે.

00:11:23.864 --> 00:11:37.080
ગમે તેટલા નયપક્ષો ઉઠાવે તો પણ આત્મા
ખંડરૂપ થતો નથી. અખંડિત રહે છે.

00:11:37.104 --> 00:11:42.320
મુમુક્ષુ: નયપક્ષથી રહિત છે ને એટલે ખંડિત થતો નથી.
ઉત્તર: હા, નયપક્ષથી રહિત છે.

00:11:42.344 --> 00:11:48.720
નયપક્ષથી સહિત હોય તો ખંડિત થાય.
વસ્તુ તો નયપક્ષથી રહિત છે. એટલે ખંડિત થતો નથી.

00:11:48.744 --> 00:11:53.080
નયપક્ષથી ગમે તેટલી વાત કરે આત્મામાં
જ્ઞાન છે, દર્શન છે ચારિત્ર છે.

00:11:53.104 --> 00:11:57.880
નયપક્ષથી વાત કરી પણ આત્મા
કાંઈ ખંડિત થઈ ગયો?

00:11:57.904 --> 00:12:04.960
નયથી બીજાને સમજાવવા માટે કહ્યું કે
જ્ઞાન, દર્શન ને ચારિત્ર આત્મા છે.

00:12:04.984 --> 00:12:09.880
તો એ આત્મા કાંઈ ત્રણરૂપે થતો નથી,
આત્મા તો અભેદ એકરૂપ છે.

00:12:09.904 --> 00:12:15.240
એ ખંડિત થતો નથી, ગમે તેટલા નયના
વિકલ્પો ઉત્પન કરે તો પણ ખંડિત થતો નથી.

00:12:15.264 --> 00:12:21.040
ન દ્રવ્યે ખંડયામી, ન ક્ષેત્રે ખંડયામી,
ન કાળે ખંડયામી, ન ભાવે ખંડયામી.

00:12:21.064 --> 00:12:28.040
ત્રિકાળી દ્રવ્ય પણ ખંડિત થતું નથી,
ધ્યેય અને જ્ઞેય પણ ખંડિત થતું નથી.

00:12:28.064 --> 00:12:36.800
અનુભવ થઈ ગયો પછી વિકલ્પ ઉઠે છે.

00:12:36.824 --> 00:12:41.360
(મુમુક્ષુ:) પછી ખંડિત થતો નથી.
પૂ. લાલચંદભાઈ: હં.. પછી ખંડિત થાય છે ઈ? એ તો જે છે એ છે.

00:12:41.384 --> 00:12:45.520
પરિણમે છે સમ્યગ્દર્શન, જ્ઞાન,
ચારિત્રરૂપે. એમ. ખંડિત થતો નથી.

00:12:45.544 --> 00:12:50.240
એટલે મિથ્યાત્વનો દોષ કાંઈ પછી
લાગતો નથી અનુભવ થયા પછી.

00:12:50.264 --> 00:12:52.720
એક વખત અનુભવ થઈ જાય એટલે બસ.

00:12:52.744 --> 00:12:57.680
<b>નહીં થતો હોવાથી જેનો</b>, છે ને?

00:12:57.704 --> 00:13:02.920
<b>નહીં થતો હોવાથી જેનો સમસ્ત વિકલ્પોનો
વ્યાપાર અટકી ગયો છે એવો છે</b>.

00:13:02.944 --> 00:13:12.360
જો <b>સમસ્ત</b>-બધા પ્રકારના <b>વિકલ્પોનો</b>,
બધા પ્રકારના વિકલ્પોનો અભાવ થયો એમ લખ્યું નથી.

00:13:12.384 --> 00:13:21.640
<b>સમસ્ત વિકલ્પોનો વ્યાપાર</b> 
થોડા ટાઇમ માટે અટક્યો છે.

00:13:21.664 --> 00:13:35.480
સમ્યગ્દર્શનના કાળમાં વિકલ્પોનો અભાવ નથી થતો.
બહુ મહત્વની વાત છે.

00:13:35.504 --> 00:13:43.360
સમ્યગ્દર્શન, જ્ઞાનનો જન્મ થાય છે તે કાળની વાત કરે છે.

00:13:43.384 --> 00:13:49.800
બધા પ્રકારના વિકલ્પો શાંત થાય છે. અને
આત્માનો, શુદ્ધાત્માનો પ્રત્યક્ષ અનુભવ થાય છે.

00:13:49.824 --> 00:14:00.760
એ વખતે બુદ્ધિપૂર્વક જે વિકલ્પો ઉત્પન્ન
થતાં હતા એનો વ્યાપાર અટકી ગયો છે.

00:14:00.784 --> 00:14:10.320
ઉપયોગરૂપ વ્યાપાર બંધ થઈ ગયો છે

00:14:10.344 --> 00:14:17.840
અને ઇન્દ્રિયજ્ઞાન હોવાથી અબુદ્ધિપૂર્વક ભલે
અંદરમાં રાગ ઉત્પન્ન થાય પણ એ આને નડતો નથી.

00:14:17.864 --> 00:14:22.600
વિકલ્પોનો વ્યાપાર અટકી ગયો છે.

00:14:22.624 --> 00:14:28.080
મુમુક્ષુ: વ્યાપાર એટલે ઉપયોગ.
ઉત્તર: ઉપયોગાત્મક જે વિકલ્પ હતો એ અટકી ગયો છે.

00:14:28.104 --> 00:14:36.200
કેવળજ્ઞાન નથી થયું. અતીન્દ્રિયજ્ઞાન પ્રગટ
થયું  છે. ઇન્દ્રિયજ્ઞાન હજી લબ્ધરૂપ છે.

00:14:36.224 --> 00:14:42.440
લબ્ધમાં ભલે ગમે તેટલું હોય અંદરમાં,
તેની સાથે કાંઈ સંબંધ નથી.

00:14:42.464 --> 00:14:47.680
પણ વિકલ્પોનો વ્યાપાર જે
ઉપયોગમાં વિકલ્પ ઉત્પન્ન થતો હતો

00:14:47.704 --> 00:14:52.720
અને બુદ્ધિગોચર હતો એવો
વિકલ્પનો વ્યાપાર અટકી ગયો છે.

00:14:52.744 --> 00:15:03.760
ક્ષણભર એક ક્ષણમાત્ર પણ અનુભવ જ્યારે થાય છે
ત્યારે કોઈપણ પ્રકારના વિકલ્પ ઉત્પન્ન થતાં નથી.

00:15:03.784 --> 00:15:11.240
બસ. તેને પક્ષાતિક્રાંત, વિકલ્પાતીત,
વચનાતીત, શબ્દાતીત, આહાહા!

00:15:11.264 --> 00:15:15.320
કોઈ એમ કહે કે જ્ઞાનાતીત તો પણ બરાબર છે.

00:15:15.344 --> 00:15:24.120
જ્ઞાનાતીત એટલે ઇન્દ્રિયજ્ઞાન એમ કોઈ
કદાચ સાધક કહે તો એમાં દોષ નથી. આહા!

00:15:24.144 --> 00:15:43.680
<b>સમસ્ત વિકલ્પોનો વ્યાપાર અટકી
ગયો છે એવો છે, તે સમયસાર છે.</b>

00:15:43.704 --> 00:15:49.560
આનું નામ અનુભૂતિ છે આત્માની, લ્યો!
જે ઉપરમાં કહ્યું હતું ને?

00:15:49.584 --> 00:15:53.920
જે સર્વ નયપક્ષોથી રહિત
કહેવામાં આવ્યો છે તે સમયસાર છે.

00:15:53.944 --> 00:15:58.800
એટલાની વ્યાખ્યા કરી. હેં!
એ પદની વ્યાખ્યા કરી.

00:15:58.824 --> 00:16:06.000
(મુમુક્ષુ:) અટકી ગયો છે એનો અર્થ એ છે કે પૂર્ણ જ્ઞાન
પ્રગટ ન થયું હોય, એટલે સવિકલ્પદશા પાછી આવવાની છે.

00:16:06.024 --> 00:16:10.160
પૂ. લાલચંદભાઈ: આવવાની છે. હા,
સવિકલ્પદશા થોડીક વાર પછી આવશે.

00:16:10.184 --> 00:16:15.760
એટલે વિકલ્પ અટકી ગયો છે અને પાછો વિકલ્પનો
વ્યાપાર ચાલુ થાશે. હમણાં અટકી ગયો છે.

00:16:15.790 --> 00:16:22.520
ધ્યાનના કાળમાં, નિર્વિકલ્પધ્યાનના કાળમાં
એ વિકલ્પનો વ્યાપાર બંધ થઈ ગયો છે

00:16:22.544 --> 00:16:29.240
અને નિર્વિકલ્પધ્યાનનો વ્યાપાર ચાલુ થયો છે.

00:16:29.264 --> 00:16:35.040
વિકલ્પનો વ્યાપાર બંધ થયો છે અને
નિર્વિકલ્પધ્યાનનો વ્યાપાર ચાલુ થયો છે નવો,

00:16:35.064 --> 00:16:38.080
અનંતકાળથી નહીં થયેલો એવો. એમ.

00:16:38.104 --> 00:16:42.800
વ્યાપાર તો છે પણ હવે નિર્વિકલ્પ
ધ્યાનનો વ્યાપાર ચાલુ થયો છે.

00:16:42.824 --> 00:16:49.280
ત્યારે વિકલ્પ વિલય પામે છે.
'મન પામે વિશ્રામ' કોઈ વિકલ્પ રહેતા નથી.

00:16:49.304 --> 00:16:59.200
અને પછી વિકલ્પ ઉત્પન્ન થાય, પછી વિકલ્પ
ઉત્પન્ન થાય એ ચારિત્રના દોષમાં જાય છે.

00:16:59.224 --> 00:17:06.040
એ વિકલ્પ સમ્યગ્દર્શન, જ્ઞાનનો ઘાતક નથી.
અને ચારિત્રનો ઘાતક જરૂર છે આગળ-આગળ.

00:17:06.064 --> 00:17:12.560
જેટલું ચારિત્ર પ્રગટ થયું એટલો તો છે,
આગળના ચારિત્રનો બાધક છે વિકલ્પ,

00:17:12.584 --> 00:17:17.080
પણ વર્તમાન સમ્યગ્દર્શન, જ્ઞાનનો ઘાતક નથી.

00:17:17.104 --> 00:17:22.960
પ્રગટ થઈ ગયું સમ્યગ્દર્શન, જ્ઞાન
એ વિકલ્પ એનો ઘાતક નથી.

00:17:22.984 --> 00:17:27.680
(મુમુક્ષુ:) અખંડિત છે ને? ખંડિત થતો નથી.
પૂ. લાલચંદભાઈ: ખંડિત થતો નથી. ખલાસ!

00:17:27.704 --> 00:17:33.680
અનુભવ થઈ ગયો પછી
સમ્યગ્દર્શન, જ્ઞાન તો રહે છે.

00:17:33.704 --> 00:17:41.400
એની સાથે સમવ્યાપ્તિ નથી. કે નિર્વિકલ્પધ્યાન
હોય ત્યારે જ સમ્યગ્દર્શન હોય એમ નથી.

00:17:41.424 --> 00:17:42.840
એની સાથે વિષમવ્યાપ્તિ છે.

00:17:42.864 --> 00:17:50.200
સમ્યગ્દર્શનના કાળમાં તો નિર્વિકલ્પધ્યાન હોય
છે, અને એમાં સમ્યગ્દર્શન પ્રગટ થાય છે.

00:17:50.224 --> 00:17:55.760
પણ પછી સવિકલ્પદશા થાય તો
સમ્યગ્દર્શન તો રહે છે, ટકે છે,

00:17:55.784 --> 00:18:00.080
એની સાથે વિષમવ્યાપ્તિ છે,
સમવ્યાપ્તિ નથી. એમ.

00:18:00.104 --> 00:18:03.560
આ પ્રશ્ન પૂછ્યો હતો અમે વર્ણીજીને,

00:18:03.584 --> 00:18:11.600
કે નિર્વિકલ્પધ્યાનમાં, સવિકલ્પમાં પણ અનુભવ
થાય કે નિર્વિકલ્પમાં? તો ભૈયા! મિશ્રમાં. એ આ

00:18:11.624 --> 00:18:19.440
કોઈપણ વિકલ્પ નથી. નિર્વિકલ્પધ્યાનમાં જ થાય.
આમાં પાઠ છે ચોકખો.

00:18:19.464 --> 00:18:26.000
ચોકખો <b>સમસ્ત વિકલ્પનો વ્યાપાર અટકી ગયો</b>,
એમાં મિશ્ર ક્યાં રહ્યું? છે કે નહીં?

00:18:26.024 --> 00:18:36.480
આમાં લખેલું છે, કાં? આ તો અત્યારે વાત વળી
આ વિષય ચાલે છે એટલે યાદ કર્યું. આહા!

00:18:36.504 --> 00:18:47.040
આ એવું છે કે કાં પોતાની યોગ્યતા
અને કાં ગુરુગમ.

00:18:47.064 --> 00:18:54.040
એમાં એનો પણ વાંક નથી. પૂર્વના સંસ્કાર નહીં
અને વર્તમાન ગુરુગમ નહીં.

00:18:54.064 --> 00:19:01.720
નહિંતર તો ગુરુ વગર પણ પૂર્વના સંસ્કારથી પ્રાપ્ત થાય છે,
અત્યારે, આ કાળમાં. એને નિસર્ગજ સમ્યગ્દર્શન કહેવાય.

00:19:01.744 --> 00:19:09.800
અને ગુરુની હાજરીમાં પામે, પામે છે તો પોતાથી
પણ ગુરુ નિમિત્ત હોય તો એને અધિગમ કહેવાય.

00:19:09.824 --> 00:19:23.240
આપણા ગુરુદેવને તો પૂર્વના સંસ્કાર હતા,
દેશનાલબ્ધિ, નિસર્ગજ સમ્યગ્દર્શન.

00:19:23.264 --> 00:19:31.080
(મુમુક્ષુ:) સોગાનીજી કો..
પૂ. લાલચંદભાઈ: અધિગમ. સોગાનીજીને અધિગમ સમ્યગ્દર્શન.

00:19:31.104 --> 00:19:40.160
(મુમુક્ષુ:) સમ્યગ્દર્શન તો નૈસર્ગિક જ છે,
તોપણ નિમિત્તનું જ્ઞાન કરવા માટે.

00:19:40.180 --> 00:19:43.600
પૂ. લાલચંદભાઈ: નિમિત્ત. છે તો નૈસર્ગિક પોતાના સ્વભાવથી.

00:19:43.624 --> 00:19:47.960
કોઇથી કાંઈ થાય એ તો વાત
જ જૈનદર્શનમાં છે નહીં,

00:19:47.984 --> 00:19:54.080
પણ જ્યારે ઉપાદાન પોતાનું કામ કરે છે
ત્યારે કેવા નિમિત્તના યોગમાં કામ કર્યું?

00:19:54.104 --> 00:19:58.920
કે નિમિત્તના અભાવમાં કામ કર્યું કે નિમિત્તના
સદ્ભાવમાં? કામ તો ઉપાદાન કરે છે.

00:19:58.944 --> 00:20:06.480
નિમિત્ત તો અકિંચિતકર છે. નિમિત્ત ક્યાં એમાં
મદદ કરે છે સમ્યગ્દર્શનમાં? આહા!

00:20:06.504 --> 00:20:21.240
(મુમુક્ષુ:) પ્રથમ સમ્યગ્દર્શન થાય છે તો તે
નિર્વિકલ્પના કાળમાં જ થાય છે. પણ ટકાવવા
માટે નિર્વિકલ્પની જરૂરત નથી.

00:20:21.264 --> 00:20:24.920
પૂ. લાલચંદભાઈ: જરૂરત નથી, બસ. સવિકલ્પમાં ટકે છે, એટલું.

00:20:24.944 --> 00:20:34.360
પ્રતીતિ આવે છે ને અનુભવપૂર્વક,
હું તો જાણનાર છું, કરનાર નથી. બસ.

00:20:34.384 --> 00:20:39.960
અને જ્ઞેયને જાણે છે ત્યારે જ્ઞાયક જણાયા
કરે છે એટલે જ સમ્યગ્જ્ઞાન છે.

00:20:39.984 --> 00:20:46.960
સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન કેમ ટકે છે?

00:20:46.984 --> 00:20:55.200
કે જ્ઞેયને જાણતી વખતે જ્ઞાયક જણાય છે માટે
સમ્યગ્જ્ઞાન છે અને જણાય છે તેની પ્રતીતિ રહ્યા કરે છે.

00:20:55.224 --> 00:21:00.760
જાણવું છૂટી જાય તો પ્રતીતિ છૂટી જાય.
ધ્યાન રાખજો આ પોઈન્ટ.

00:21:00.784 --> 00:21:11.320
અનુભવ થયો. અનુભવ થઈને બહાર આવ્યો, સવિકલ્પમાં.

00:21:11.344 --> 00:21:17.800
એ તો આવે જ. પછી જ્ઞેયો જણાય છે
ત્યારે જ્ઞાયક જણાય રહ્યો છે

00:21:17.824 --> 00:21:22.640
અને જ્ઞાયક જણાય રહ્યો છે એટલે
જાણેલાની પ્રતીતિ રહ્યા કરે છે.

00:21:22.664 --> 00:21:28.840
સમય સમયનો હિસાબ છે. આ હિસાબ છે
તે ધ્યાન રાખજો, સમય સમયનો છે.

00:21:28.864 --> 00:21:34.720
મોટલે નથી. કે સમ્યગ્દર્શન થઈ ગયું
એટલે થઈ ગયું. ના..

00:21:34.744 --> 00:21:38.320
સમયે સમયે સમ્યગ્દર્શન નવું નવું પ્રગટ થાય છે.

00:21:38.344 --> 00:21:41.280
સમ્યગ્જ્ઞાન નવું પ્રગટ થાય છે, પણ ધારાવાહી છે.

00:21:41.304 --> 00:21:52.080
સમ્યગ્દર્શન પર્યાય છે. પર્યાયનો હંમેશા ઉત્પાદ-વ્યય,
ઉત્પાદ-વ્યય, ઉત્પાદ-વ્યય થયા જ કરે છે.

00:21:52.104 --> 00:21:54.640
હવે જુઓ એમાં ન્યાય આપ્યો હમણાં

00:21:54.664 --> 00:22:01.280
કે જ્ઞેયને જાણવા કાળે જ્ઞાયક જણાય છે
જ્ઞાનમાં, તેથી સમ્યગ્જ્ઞાન છે

00:22:01.304 --> 00:22:05.240
બે અંશ પ્રગટ થયા છે ને?
સમ્યગ્જ્ઞાન ને સમ્યગ્દર્શન.

00:22:05.264 --> 00:22:08.800
તો જ્ઞેયને જાણવાકાળે જાણનાર જણાય રહ્યો છે,

00:22:08.824 --> 00:22:13.400
ભલે પરિણતિરૂપે, પણ જણાય રહ્યો છે
માટે સમ્યગ્જ્ઞાન છે.

00:22:13.424 --> 00:22:19.440
અને એ જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે એવી પ્રતીતિ
પ્રગટ થયા જ કરે છે માટે સમ્યગ્દર્શન છે.

00:22:19.464 --> 00:22:25.800
આ બે પોઈન્ટ ખાસ માર્કેબલ છે આ બે પોઈન્ટ.

00:22:25.824 --> 00:22:32.920
સવિકલ્પદશામાં સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન
નવું નવું પ્રગટ થયા કરે છે, લે!

00:22:32.944 --> 00:22:36.920
પણ પ્રગટ થઈ ગયું પછી પ્રગટ થયા કરે છે?
ભાઈ! પર્યાય છે આ.

00:22:36.944 --> 00:22:39.960
કેવળજ્ઞાન પણ નવું પ્રગટ થાય છે, લે!

00:22:39.984 --> 00:22:44.640
આ તો સમ્યગ્દર્શન, જ્ઞાન છે
પણ સિદ્ધભગવાનને શું છે?

00:22:44.664 --> 00:22:48.680
કે કેવળજ્ઞાન નવું નવું પ્રગટ થાય છે કે નહીં?

00:22:48.704 --> 00:22:54.300
પૂર્વનો વ્યય અને ઉત્તરનો (ઉત્પાદ)
એવી ને એવી પર્યાય પ્રગટ થાય છે.

00:22:54.324 --> 00:22:59.240
એમ સમ્યગ્દર્શન પ્રગટ થયું પછી
એ સમ્યગ્દર્શનની પર્યાયનો વ્યય

00:22:59.264 --> 00:23:01.760
અને બીજી પર્યાય એવી સમ્યગ્દર્શનની ઉત્પાદ

00:23:01.784 --> 00:23:05.840
ઉત્પાદ-વ્યય, ઉત્પાદ-વ્યય, ઉત્પાદ-વ્યય એમ
સમ્યગ્જ્ઞાન ઉત્પાદ-વ્યય, ઉત્પાદ-વ્યય થયા કરે છે.

00:23:05.864 --> 00:23:12.200
હવે સવિકલ્પદશામાં જાણેલાની
પ્રતીતિ થયા કરે છે, કેવી રીતે?

00:23:12.224 --> 00:23:19.880
કે જ્ઞેયાકર અવસ્થામાં જ્ઞાયકપણે જણાય છે.
જાણનારપણે હું છું.

00:23:19.904 --> 00:23:22.840
એમ પરિણતિમાં જ્ઞાયક જણાય રહ્યો છે.

00:23:22.864 --> 00:23:28.360
પરિણતિમાં જ્ઞાયક જણાય છે
તો જાણેલાની પ્રતીતિ પ્રગટ થયા કરે છે.

00:23:28.384 --> 00:23:38.240
ખ્યાલ આવ્યો? તમને તો ખ્યાલ આવે જ ને?

00:23:38.264 --> 00:23:41.000
(મુમુક્ષુ:) જાણેલાનું શ્રદ્ધાન કરાવે છે.
એમ નહીં પણ સમયે સમયે નવું નવું પ્રગટ થાય છે.

00:23:41.024 --> 00:23:46.240
પૂ. લાલચંદભાઈ: હાં, એ મારે કહેવું છે. સમયે સમયે
સમ્યગ્દર્શન, જ્ઞાન નવું પ્રગટ થાય છે.

00:23:46.264 --> 00:23:51.000
એક એક સમયનો હિસાબ અને
એક એક સમયની અંતર્મુખદશા.

00:23:51.024 --> 00:23:58.420
એક સમય જો અંતર્મુખદશા છૂટીને
બહિર્મુખ થઈ તો રહેતું નથી.

00:23:58.444 --> 00:24:01.760
એમ કાંઈ એક વાર થઈ ગયું
એટલે નિરાંત, ના ના,

00:24:01.784 --> 00:24:08.120
નહીં. નહીં. સાવધાન છે સમ્યગ્દ્રષ્ટિ.
નિરંતર સાવધાન છે. આહાહા!

00:24:08.144 --> 00:24:15.320
થાય છે સહજ પણ એ
જ્ઞાનમાં જ્ઞાયક જણાયા જ કરે છે.

00:24:15.344 --> 00:24:21.560
જણાયા કરે છે અને
જાણેલાની પ્રતીતિ થયા કરે છે.

00:24:21.580 --> 00:24:25.000
જણાયા કરે છે એટલે પ્રતીતિ થયા કરે છે.

00:24:25.024 --> 00:24:30.040
ઉત્પાદ-વ્યય, ઉત્પાદ-વ્યય, ઉત્પન્ન થયા જ કરે છે. આહાહા!

00:24:30.064 --> 00:24:33.720
(મુમુક્ષુ:) જાણનારો જણાય છે એવું એને પ્રતીતિમાં રહ્યા કરે છે.

00:24:33.744 --> 00:24:40.280
પૂ. લાલચંદભાઈ: હા, જાણનારો જણાયા કરે છે અને
જાણવાના કાળે પ્રતીતિ થયા કરે છે.

00:24:40.304 --> 00:24:48.120
સમયે સમયે જ્ઞાન જાણે છે જ્ઞાયકને, હોં!
જાણેલાની પ્રતીતિ, જાણે તો પ્રતીતિ થાય ને?

00:24:48.144 --> 00:24:51.200
હવે જ્ઞાન જાણવાનું છોડી દયે તો પ્રતીતિ રહે?
(મુમુક્ષુ:) ના રહે.

00:24:51.224 --> 00:24:54.720
પૂ. લાલચંદભાઈ: હાં, તો જાણવાનું ચાલુ છે
માટે પ્રતીતિ પણ ચાલુ છે.

00:24:54.744 --> 00:25:00.160
આ જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાયો
એનો ખુલાસો. એનો ખુલાસો આવે છે.

00:25:00.184 --> 00:25:06.560
સાધક થઈ ગયો. જ્ઞેય જણાય છે
ત્યારે જ્ઞેય જણાય છે? કે ના.

00:25:06.575 --> 00:25:13.431
જ્ઞેયના કાળે પણ, જ્ઞેય ભલે નિમિત્તરૂપ હો
પણ જ્ઞાયક જણાય છે. આહા!

00:25:13.455 --> 00:25:18.280
(મુમુક્ષુ:) એટલે સમ્યગ્જ્ઞાન ચાલુ છે
એટલે સમ્યગ્દર્શન ચાલુ છે.

00:25:18.300 --> 00:25:23.040
પૂ. લાલચંદભાઈ: બસ. મારે કહેવાનો આશય એ છે અત્યારે.

00:25:23.064 --> 00:25:33.360
ભલે પરિણતિરૂપે (છે). ઉપયોગ બહાર છે ઇન્દ્રિયજ્ઞાનનો,
એનો કાંઈ વાંધો નહીં. એ તો હોય એમાં શું?

00:25:33.384 --> 00:25:37.480
લડાઈમાં છે તો એને એના જ્ઞાનમાં
આત્મા જણાતો નથી?

00:25:37.504 --> 00:25:41.040
સ્વપર પ્રકાશક જ્ઞાન થઈ ગયું તો
સ્વપ્રકાશક તો ઉદય થાય છે.

00:25:41.064 --> 00:25:44.280
સ્વપર પ્રકાશક છે કે નહીં?
બીજી રીતે હવે.

00:25:44.304 --> 00:25:51.120
કે એકલું પરને જાણે છે સાધક?
ના, સ્વપર પ્રકાશક પ્રમાણજ્ઞાન પ્રગટ થઈ ગયું છે.

00:25:51.144 --> 00:25:58.960
આહા! ભલે આગમ પ્રમાણ. આત્મા તો પણ સમ્યગ્જ્ઞાન છે ને?

00:25:58.984 --> 00:26:08.120
મુમુક્ષુ: એટલે સમ્યગ્દર્શન હોય જ સમ્યગ્જ્ઞાનની સાથે.
ઉત્તર- હોય જ. પ્રગટ થયા જ કરે. આહા!

00:26:08.144 --> 00:26:19.040
શું આ સર્વજ્ઞ ભગવાન સિવાય કોણ કહી શકે?
સમય સમયનો હિસાબ.

00:26:19.064 --> 00:26:23.800
સમયનું જ્ઞાન તો એને છે, હેં! આહાહા!

00:26:23.824 --> 00:26:29.400
કેમકે उत्पादव्ययध्रौव्ययुक्त्तं सत् (તત્ત્વાર્થસૂત્ર, અધ્યાય ૫, સૂત્ર ૩૦) 
તો એક સમયનો હિસાબ છે ને?

00:26:29.424 --> 00:26:34.960
उत्पादव्ययध्रौव्ययुक्त्तं સમયે સમયે
સમયે સમયે ઉત્પાદ-વ્યય થયા જ કરે છે.

00:26:34.984 --> 00:26:39.080
શ્રદ્ધાની પર્યાયનો અને જ્ઞાનની પર્યાયનો
ઉત્પાદ-વ્યય, ઉત્પાદ-વ્યય

00:26:39.104 --> 00:26:42.640
ઉત્પાદ-વ્યય, ઉત્પાદ-વ્યય
થયા જ કરે છે - આત્મા આશ્રિત.

00:26:42.664 --> 00:26:47.120
<b>(સમસ્ત વિકલ્પોનો વ્યાપાર) વ્યાપાર
અટકી ગયો છે એવો છે, તે સમયસાર છે</b>.

00:26:47.144 --> 00:26:52.840
(મુમુક્ષુ:) વિકલ્પ વિના?
પૂ. લાલચંદભાઈ: વિકલ્પ વિના એમાંય વિકલ્પની
કાંઈ જરૂર નથી. વિકલ્પ વિકલ્પમાં છે.

00:26:52.864 --> 00:27:00.960
મુમુક્ષુ: એ દશા પણ સમય સમયની સમ્યગ્દર્શન,
સમ્યગ્જ્ઞાનની દશા છે સવિકલ્પમાં, એ પણ નિર્વિકલ્પપણે છે.

00:27:00.984 --> 00:27:10.760
ઉત્તર: એનું નામ નિર્વિકલ્પદશા છે. નિર્વિકલ્પ
ઉપયોગ નહીં પણ નિર્વિકલ્પદશા છે.
જે મોક્ષમાર્ગ પ્રકાશકમાં કહ્યું તે.

00:27:10.784 --> 00:27:15.840
(મુમુક્ષુ:) નિર્વિકલ્પદશા અલગ ચીજ છે,
નિર્વિકલ્પ ઉપયોગ અલગ ચીજ છે.
પૂ. લાલચંદભાઈ: અલગ ચીજ છે, બસ.

00:27:15.864 --> 00:27:20.520
મુમુક્ષુ: નિર્વિકલ્પદશા તો સવિકલ્પ
ઉપયોગમાં પણ રહે છે.
ઉત્તર: હા, સવિકલ્પ ઉપયોગમાં પણ રહે છે.

00:27:20.544 --> 00:27:27.560
અને નિર્વિકલ્પ ઉપયોગ તો કોઈ વખતે થાય.
પાંચ દિવસે, પંદર દિવસે, મહિને.

00:27:27.584 --> 00:27:30.840
જેમ તેને યોગ્યતા પ્રમાણે થયા કરે.

00:27:30.864 --> 00:27:42.200
મુમુક્ષુ: નિર્વિકલ્પદશા અને નિર્વિકલ્પ ઉપયોગ.
ઉત્તર: બેયમાં ફેર છે.

00:27:42.400 --> 00:27:51.680
મુમુક્ષુ: તેમાં તો નિર્વિકલ્પ ઉપયોગમાં તો પ્રત્યક્ષ...
ઉત્તર: પ્રત્યક્ષ આવે છે. ઓલું તો પરોક્ષ છે.

00:27:51.780 --> 00:28:09.080
આ ગુરુદેવે જે સ્વાધ્યાયની
પદ્ધતિ કરી છે. ઉત્તમમાં ઉત્તમ છે.

00:28:09.104 --> 00:28:18.480
સમ્યગ્દ્રષ્ટિને દ્રઢતાનું કારણ અને મિથ્યાદ્રષ્ટિને
સમ્યગ્દર્શનનું કારણ થાય, નિમિત્ત કારણ.

00:28:18.504 --> 00:28:32.680
(મુમુક્ષુ:) સવિકલ્પ ઉપયોગ રહેતા નિર્વિકલ્પદશા રહે છે
તેમાં પણ તેને વિકલ્પ તો હોય છે ને?
પૂ. લાલચંદભાઈ: છે.

00:28:32.704 --> 00:28:37.560
(મુમુક્ષુ:) તે વિકલ્પ ચારિત્રમાં બાધક....
પૂ. લાલચંદભાઈ: હા..

00:28:37.584 --> 00:28:43.280
(મુમુક્ષુ:) તે વિકલ્પ તૂટે છે તો ચારિત્રની વૃદ્ધિ થાય છે.
પૂ. લાલચંદભાઈ: હા.. બસ. એમ જ છે.

00:28:43.304 --> 00:28:49.680
તે વિકલ્પ તૂટયો અને નિર્વિકલ્પ થયો તો
સમ્યગ્દર્શન, જ્ઞાનમાં વૃદ્ધિ નથી થતી.

00:28:49.700 --> 00:28:54.440
ચારિત્રમાં વૃદ્ધિ થાય છે. ભરતી આવે છે.

00:28:54.464 --> 00:28:59.520
તો એટલો બુદ્ધિપૂર્વકનો વિકલ્પ રાગ છૂટી ગયો ને?

00:28:59.544 --> 00:29:06.440
અંદરમાં ગયો એટલા આનંદની ભરતી આવે છે,
તે ટાઇમે અનુભવના કાળમાં.

00:29:06.464 --> 00:29:09.760
અને સવિકલ્પમાં ઓટ આવે છે આનંદનો.

00:29:09.784 --> 00:29:14.680
આનંદ જેટલો થયો તે તો છે, એ તો પ્રશ્ન નથી.

00:29:14.704 --> 00:29:19.060
એક કષાયના અભાવપૂર્વક વીતરાગતા છે,
એટલો આનંદ તો છે.

00:29:19.084 --> 00:29:30.480
(મુમુક્ષુ:) નિર્વિકલ્પનો આનંદ અલગ હોય છે.
તે સાક્ષાત આનંદ છે.
પૂ. લાલચંદભાઈ: સાક્ષાત.

00:29:30.504 --> 00:29:33.840
(મુમુક્ષુ:) આનંદ જ આનંદ છે.
પૂ. લાલચંદભાઈ: આનંદ જ આનંદ છે એકલો. બસ.

00:29:33.864 --> 00:29:38.560
(મુમુક્ષુ:) તેમાં તો બન્ને ચીજ છે.
પૂ. લાલચંદભાઈ: બરાબર.

00:29:38.584 --> 00:29:51.520
(મુમુક્ષુ:) સમયે સમયે નિર્જરા થાય છે,
શુદ્ધિની વૃદ્ધિ થાય છે તમે કહો છો
સ્વીકલ્પમાં તે ચાલે છે.

00:29:51.544 --> 00:30:04.320
ઉત્તર-: કારણ કે પરિણતિમાં જ્ઞાન, દર્શન તો
પ્રગટ થાય છે, ચાલુ છે અને
સ્થિરતાનો અંશ પણ વધે છે.

00:30:04.344 --> 00:30:13.920
શું કહ્યું?
શુદ્ધિની વૃદ્ધિ સમયે સમયે વૃદ્ધિ થાય છે.

00:30:13.944 --> 00:30:26.280
શુદ્ધિની વૃદ્ધિ થાય છે તે ચારિત્રનો ભેદ છે.
જ્ઞાનની વૃદ્ધિની સાથે નિર્જરાનો સંબંધ નથી.

00:30:26.304 --> 00:30:30.840
(મુમુક્ષુ:) શુદ્ધિની વૃદ્ધિ, ચારિત્રની વૃદ્ધિ.
પૂ. લાલચંદભાઈ: હં..

00:30:30.864 --> 00:30:35.760
તે સમ્યગ્દર્શન તો સો ટકા શુદ્ધ થઈ ગયું.
તેમાં તો નિર્જરાનો પ્રશ્ન પણ નથી.

00:30:35.784 --> 00:30:42.640
હવે નિર્જરા થાય છે (તો) ચારિત્રની અપેક્ષાએ થાય છે.

00:30:43.000 --> 00:30:49.480
(મુમુક્ષુ:) જ્ઞાનની વૃદ્ધિની સાથે નિર્જરાનો
સંબંધ નથી, લીનતાની સાથે નિર્જરાનો સંબંધ છે.
પૂ. લાલચંદભાઈ: હં.. સંબંધ છે.

00:30:49.504 --> 00:30:54.760
અને સમ્યગ્દર્શન તો પૂર્ણ થઈ ગયું.
તેમાં નિર્જરાનો પ્રશ્ન નથી.

00:30:54.784 --> 00:31:02.560
નિર્જરા શેમાં થાય છે કે જે મિશ્ર અવસ્થા હોય
છે. થોડો વીતરાગભાવ અને થોડો રાગભાવ.

00:31:02.584 --> 00:31:09.200
તો રાગ ઘટે છે અને વીતરાગતા
વધે છે તેનું નામ નિર્જરા છે.

00:31:09.224 --> 00:31:17.480
મુમુક્ષુ: ચારિત્રમાં જ લાગુ પડે છે.
ઉત્તર: ચારિત્રમાં લાગુ પડે છે સાધકને મુખ્યપણે.

00:31:17.504 --> 00:31:23.600
પછી સુખ અને દુખમાં ઘટાવો જુદી વાત. મૂળ તો આ.
એ તો સાઇડમાં સાઇડમાં, મૂળ આ છે.

00:31:23.624 --> 00:31:34.920
શુદ્ધિની વૃદ્ધિ ચારિત્રગુણની પર્યાયમાં જે
સમ્યગ્દર્શનના કાળે જેટલી લીનતા થઈ,

00:31:34.944 --> 00:31:40.000
સમજો. દસ ટકા લીનતા થઈ, હેં!

00:31:40.024 --> 00:31:54.160
તો હવે સવિકલ્પદશામાં આવ્યો તો સમયે સમયે
દસનાં અગીયાર ટકા, બાર ટકા લીનતા વધતી જાય છે
સવિકલ્પમાં પણ. તો શુદ્ધિની વૃદ્ધિ લાગુ પડે.

00:31:54.184 --> 00:32:01.680
નિર્વિકલ્પધ્યાનમાં જ શુદ્ધિની વૃદ્ધિ થાય અને
સવિકલ્પમાં શુદ્ધિની વૃદ્ધિ અટકી જાય એમ નથી.

00:32:01.704 --> 00:32:08.920
(મુમુક્ષુ:) આપે એક વાર કહ્યું હતું નિર્વિકલ્પમાં
તો આમ દસ ટકા એક સાથે થઈ જાય.
પૂ. લાલચંદભાઈ: હા, એકદમ વધી જાય.

00:32:08.944 --> 00:32:12.240
(મુમુક્ષુ:) આમાં બહુ સ્લોલી વધે છે.
પૂ. લાલચંદભાઈ: આમાં ધીમે વધે છે. એકદમ ધીમે.

00:32:12.264 --> 00:32:20.520
એને ખબર ન પડે. એને ખબર ન પડે. કેવળીગમ્ય છે.
પણ શુદ્ધિની વૃદ્ધિ સમયે સમયે થાય છે સંવરપૂર્વક,

00:32:20.544 --> 00:32:26.920
જો સંવરપૂર્વક શુદ્ધિની વૃદ્ધિ સમયે સમયે થાય
છે તો તમારે ચારિત્રની લીનતા લેવી જ પડે.

00:32:26.944 --> 00:32:30.400
સમ્યગ્દર્શન તો પૂરું થઈ ગયું.
એમાં નિર્જરા શું?

00:32:30.424 --> 00:32:36.640
સમ્યગ્જ્ઞાન બંધ-મોક્ષનું કારણ નથી
એમાં નિર્જરા શું?

00:32:36.740 --> 00:32:45.680
(મુમુક્ષુ:) સમ્યગ્જ્ઞાન બંધ-મોક્ષનું કારણ નથી?
પૂ. લાલચંદભાઈ: કાંઈ બંધ-મોક્ષનું કારણ નથી. જાણે
જાણે છે, બસ. એ તો જાણનાર છે.

00:32:45.704 --> 00:32:53.960
(મુમુક્ષુ:) આ શું કહી દીધું?
પૂ. લાલચંદભાઈ: છતાં સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રાણી
મોક્ષમાર્ગ છે સાથે.

00:32:53.984 --> 00:33:01.240
પણ સમ્યગ્જ્ઞાન છે ને બેન!
એ તો જાણવાનું કામ કરે છે. આહાહા!

00:33:01.264 --> 00:33:09.320
ખરેખર તો એને કષાય પહેલા પણ લાગુ નથી પડયો
અનેહવે કષાય લાગુ પડતો પણ નથી
એ તો ઉપયોગ લક્ષણ છે.

00:33:09.344 --> 00:33:17.040
પણ આત્માને જાણ્યો માટે સમ્યગ્જ્ઞાન,
આત્માને નહોતો જાણતો માટે અજ્ઞાન. એમ.

00:33:17.064 --> 00:33:29.240
(મુમુક્ષુ:) એમાં એટલું જ છે. બિલકુલ સાચું.
મોક્ષમાર્ગ પ્રકાશકમાં આ વાત કહી છે.
ગુણસ્થાનની વૃદ્ધિ ક્ષયોપશમ જ્ઞાનથી નથી થતી.

00:33:29.264 --> 00:33:34.880
પૂ. લાલચંદભાઈ: નથી થતી.
(મુમુક્ષુ:) ઉપર ઉપરના ગુણસ્થાનમાં લીનતાની વિશેષતા છે.
પૂ. લાલચંદભાઈ: વિશેષતા છે.

00:33:34.904 --> 00:33:36.800
(મુમુક્ષુ:) બીજું કાંઈ નથી.
પૂ. લાલચંદભાઈ: બસ.

00:33:36.824 --> 00:33:43.500
(મુમુક્ષુ:) ઔદયિક ભાવોથી ગુણસ્થાનની
ઓળખાણ નથી થતી અને ક્ષયોપશમ
જ્ઞાનથી ગુણસ્થાનની ઓળખાણ નથી થતી.

00:33:43.524 --> 00:33:44.740
પૂ. લાલચંદભાઈ: નથી થતી. બરાબર છે.

00:33:44.764 --> 00:33:54.080
(મુમુક્ષુ:) તેમાં લીનતા વિશેષ થાય છે.
ઉપર ઉપરના ગુણસ્થાનમાં.
પૂ. લાલચંદભાઈ: લીનતા.

00:33:54.120 --> 00:34:12.760
સમજો માતુષ અને મારુષ.
જ્ઞાન તો કાંઈ વધ્યું નહીં.

00:34:12.784 --> 00:34:17.720
છતાં કેવળજ્ઞાન થઈ ગયું શું કામ?
લીનતા એનું કારણ. જ્ઞાનને કારણે નહીં

00:34:17.744 --> 00:34:22.520
શુદ્ધિની વૃદ્ધિ જ્ઞાનને કારણે ક્યાં થઈ તો તો
એને શુદ્ધિની વૃદ્ધિ થાવી જ ન જોઈએ
(મુમુક્ષુ:) થાવી જ ન જોઈએ.

00:34:22.544 --> 00:34:25.040
(મુમુક્ષુ:) જ્ઞાન ક્યાં હતું?
પૂ. લાલચંદભાઈ: ક્યાં જ્ઞાન હતું.

00:34:25.064 --> 00:34:27.600
(મુમુક્ષુ:) બહુ જ ઓછું.
પૂ. લાલચંદભાઈ: બહુ જ ઓછું. અલ્પ.

00:34:27.624 --> 00:34:40.920
(મુમુક્ષુ:) પણ જેટલું હતું એ બધું
જ્ઞાયકમાં ડૂબાડી દીધું.
પૂ. લાલચંદભાઈ: ડૂબાડી દીધું. સ્થિરતા મોક્ષમાર્ગ છે.

00:34:40.944 --> 00:34:48.960
મોક્ષમાર્ગ છે તે સ્થિરતારૂપ છે.
લીનતારૂપ તે ચારિત્રની અવસ્થા છે.

00:34:48.984 --> 00:35:00.380
(મુમુક્ષુ:) જીવ જેમ જેમ વિજ્ઞાનઘન થતો જાય છે
તેમ તેમ આસ્ત્રવોથી નિવર્તતો જાય છે.
પૂ. લાલચંદભાઈ: તે ચારિત્ર. તે ચારિત્ર અપેક્ષાએ છે

00:35:00.404 --> 00:35:05.200
તેમ તેમ આસ્ત્રવોથી નિવર્તે છે.
કયા પ્રકારના આસ્ત્રવ છે એને?

00:35:05.224 --> 00:35:18.000
મિથ્યાત્વ તો છે નહીં, જ્ઞાનમાં તો આસ્ત્રવ
લાગુ પડતો નથી. મિથ્યાત્વ પછી અવ્રત, કષાય
અને યોગ. ત્રણ પ્રકારના આસ્ત્રવ છે. હેં!

00:35:18.024 --> 00:35:23.100
તો આસ્ત્રવોથી નિવર્તે છે ને?
અવ્રતના અંશથી કષાયના અંશથી નિવૃતે છે.

00:35:23.124 --> 00:35:29.560
તો એ તો સ્થિરતા થાય ત્યારે થાય ને?
મુમુક્ષુ: બરાબર અવ્રત કષાય તો ચારિત્રની વાત છે.
ઉત્તર- ચારિત્રનો દોષ છે, હં..

00:35:29.584 --> 00:35:45.920
પછી ગુણસ્થાનની વૃદ્ધિ ચારિત્રથી જ છે. ચોથું
ગુણસ્થાન સમ્યગ્દર્શનનું છે, પછી પાંચમું, છઠું,

00:35:45.944 --> 00:35:54.480
સાતમું, આઠમું, દસમું, બારમું એ ચારિત્રની
વૃદ્ધિ છે. પાંચમે સમ્યગ્દર્શન વધતું નથી.

00:35:54.504 --> 00:35:58.600
(મુમુક્ષુ:) સમ્યગ્દર્શન તો ચોથે પૂરું થઈ ગયું.
પૂ. લાલચંદભાઈ: સમ્યગ્દર્શન તો પૂરું થઈ ગયું.

00:35:58.624 --> 00:36:03.480
(મુમુક્ષુ:)વિપરીતતા ચાલી ગઈ.
પૂ. લાલચંદભાઈ: બસ બસ એટલું જ. બીજું કાંઈ
છે નહીં, તેમાં બે ભેદ છે નહીં.

00:36:03.504 --> 00:36:10.320
મુમુક્ષુ: એ તો લીનતાનો પ્રયાસ ચાલુ રહે છે. સમ્યગ્દર્શન..
ઉત્તર: એટલે ગુણસ્થાન જે ચોથેથી પાંચમું આવ્યું
એ ચારિત્રને કારણે,

00:36:10.344 --> 00:36:16.600
છઠું આવ્યું એ ચારિત્રને કારણે,
સાતમું આવ્યું એ ચારિત્રને કારણે.
સમ્યગ્દર્શન, જ્ઞાન એ તો છે એ છે.

00:36:16.624 --> 00:36:31.600
લીનતા વધતી ગઈ.
એકાગ્રતા ધ્યાનમાં વધી ગઈ.
પછી પ્રયોગ એકાગ્રતાનો છે.

00:36:31.624 --> 00:36:38.920
સમ્યગ્દર્શન પછી શું પ્રયોગ છે, એમ સાધકને.
વારંવાર ઉપયોગને અંદરમાં ઢાળે છે

00:36:38.944 --> 00:36:43.400
એ તો સહજ છે, પણ
આ તો ઉપદેશમાં બીજું શું કહેવાય.

00:36:43.424 --> 00:36:48.760
ધ્યાનમાં બેસે છે ત્યારે ઉપયોગમાં
એ જ્ઞાયકને જ લ્યે છે.

00:36:48.784 --> 00:36:56.960
અને કોઈ કોઈ વખતે એમાં નિર્વિકલ્પધ્યાન
આવી જાય છે, સહજ.

00:36:57.040 --> 00:37:23.200
<b>તે સમયસાર છે; ખરેખર આ એકને જ</b>,
લે. આત્માને જ. ઉપર કહ્યું ને?

00:37:23.224 --> 00:37:30.280
ઉપરમાં આને જ. સમયસારને જ.
એમ શબ્દ હતો. '<b>एषः</b>’ એનો અર્થ કરે છે.

00:37:30.304 --> 00:37:37.160
હવે આ બીજા પદનો અર્થ ચાલ્યો.
પહેલો પદ પૂરો થઈ ગયો.
આને જ, આવ્યું ને?

00:37:37.184 --> 00:37:44.680
ખરેખર આ એક ને જ.
એટલે સમયસારને જ,
એટલે શુદ્ધાત્માને જ,

00:37:44.704 --> 00:37:47.840
<b>કેવળ સમ્યગ્દર્શન અને
સમ્યગ્જ્ઞાનનું નામ મળે છે.</b>

00:37:47.864 --> 00:37:58.600
આવા જે શુદ્ધાત્માનો જે અનુભવ થયો
એવો જે આત્મા તેને સમ્યગ્દર્શન,
સમ્યગ્જ્ઞાનનું નામ મળે છે. આહા!

00:37:58.624 --> 00:38:05.960
સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન સમયસારથી
જુદા નથી, એક જ છે.

00:38:05.984 --> 00:38:11.200
ધ્યેયપૂર્વક જ્ઞેય થયું. આમાં પણ
ધ્યેયપૂર્વક જ્ઞેય આવ્યું, લ્યો!

00:38:11.224 --> 00:38:16.260
સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપે પરિણમે છે એને
આત્મા કહ્યો, અભેદનયે એ જ્ઞેય થઈ ગયું, એમ.

00:38:16.284 --> 00:38:20.200
(મુમુક્ષુ:) જ્ઞેયના બે નામ છે.
પૂ. લાલચંદભાઈ: જ્ઞેયના બે નામ છે.

00:38:20.224 --> 00:38:32.840
ધ્યેય તો એક જ છે, ધ્રુવ પરમાત્મા. બધે નીકળે
છે આ એક જ. ધ્યેયપૂર્વક જ્ઞેય થાય છે.

00:38:32.864 --> 00:38:43.920
કેમકે પર્યાય સહિત જો આત્મા થાય
તો દ્રષ્ટિનો વિષય નહીં રહે.
અરે! દ્રષ્ટિનો વિષય સાચો થશે.

00:38:43.944 --> 00:38:56.920
અનુભવના કાળે દ્રષ્ટિનો વિષય સાચો થાય છે.
અનુભવ પહેલા દ્રષ્ટિનો વિષય ખોટો છે તારી પાસે.
વિકલ્પ છે, પક્ષ છે તારો. આહાહા!

00:38:56.944 --> 00:39:23.840
કુદરતી આપણે સ્વાધ્યાયમાં ઘણું સ્પષ્ટ થઈ
જાય છે. ધાર્યું ન હોય એવું સ્પષ્ટ થયા કરે છે.

00:39:23.864 --> 00:39:35.880
વિષય જ્યારે સામે આવે ને એ પ્રકારનો ત્યારે
વધારે સ્પષ્ટ થાય છે. ખરેખર. આહા!

00:39:35.904 --> 00:39:47.320
"પરથી જુદા એકત્વની ઉપલબ્ધિ કેવળ સુલભ ના".
એ શબ્દ વાપર્યો છે તે બરાબર છે.

00:39:47.344 --> 00:39:54.840
બહુ શાંતિ અને ધીરજથી, હવે આ
સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન એને આત્મા કહેવો,

00:39:54.864 --> 00:40:03.280
પણ એ તો પરદ્રવ્ય છે ને? એ તો પર્યાય છે ને?
એ તો પુદગલના પરિણામ છે ને?

00:40:03.304 --> 00:40:12.280
ભાઈ! તને બાપુ ખબર નથી.
તું પક્ષમાં ચડી ગયો છો. આ પક્ષથી પતે નહીં.

00:40:12.304 --> 00:40:22.400
આપણે જ્ઞાનીની પાછળ જાવું. જ્ઞાનીની હારે હારે એ
આપણને દોરે ને, આહા! આપણે એની આંગળીએ છીએ.

00:40:22.424 --> 00:40:28.400
આપણે બાળક છીએ. પ્રભુ!
આપની આંગળીએ અમને રાખજો. આહાહા!

00:40:28.424 --> 00:40:33.400
અમારી આંગળી પકડી રાખજો અમે તમારી
હારે હારે ચાલશું. એમ હોવું જોઈએ.

00:40:33.424 --> 00:40:42.120
જ્યારે પર્યાયને આત્મા કહે છે ફટાક સ્વીકાર
કરી લેવો જોઈએ, ફટાક! હા!

00:40:42.144 --> 00:40:48.480
(મુમુક્ષુ:) નિયમસારમાં એને પરદ્રવ્ય
કહે છે ત્યારે પણ, ઓહોહો!
પૂ. લાલચંદભાઈ: પ્રભુ! પ્રમાણ વચન. પરદ્રવ્ય જ છે.

00:40:48.504 --> 00:40:55.680
એ કર્મકૃત છે? તો કહે હા, કર્મકૃત છે. કેમકે
ભેદ છે. અહીંયા અભેદથી આત્મા કહે છે.

00:40:55.704 --> 00:41:04.120
ભેદથી આહા! પરદ્રવ્ય કહ્યો એ જ ભેદને અભેદ
કરીને આત્મા કહે છે. આ એક અપૂર્વ ચીજ છે.

00:41:04.144 --> 00:41:08.240
(મુમુક્ષુ:) અતિ અપૂર્વ.
પૂ. લાલચંદભાઈ: અતિ અપૂર્વ. આ છે માલ.

00:41:08.264 --> 00:41:24.320
ભેદ દેખાતો નથી અભેદ થઈ ગયો આત્મા.
દ્રવ્ય-પર્યાયનો ભેદ અસ્ત થઈ ગયો. બેન! આહાહા!
આ દ્રવ્ય અને આ પર્યાય એ ક્યાં છે? આહા!

00:41:24.344 --> 00:41:31.220
(મુમુક્ષુ:) પરદ્રવ્ય (પર્યાયને) કહેતાં પણ
પ્રયોજનની સિદ્ધિ છે, અને એક અભેદ
આત્મા કહે ત્યાં પણ પ્રયોજનની સિદ્ધિ છે.

00:41:31.244 --> 00:41:37.360
પૂ. લાલચંદભાઈ: ત્યાં ધ્યેયની સિદ્ધિ કરવી હતી
અહીંયા જ્ઞેયની સિદ્ધિ કરવી છે.
હવે આ કોને કહેવું?

00:41:37.384 --> 00:41:44.280
ત્યાં ધ્યેયની સિદ્ધિ કરવી છે અને
અહીંયા ધ્યેયપૂર્વક જ્ઞેયની સિદ્ધિ કરવી છે.

00:41:44.304 --> 00:41:57.280
જ્ઞેય કહે ત્યારે પરદ્રવ્ય ન હોય આત્મા જ હોય.
આહાહા! શાંતિથી વિચારે તો બેસે એવું છે.

00:41:57.304 --> 00:42:05.600
પર્યાયથી સહિત, તરત જ સ્વીકાર કર્યો, પ્રમાણ
વચન. પ્રભુ! આપ કહો છો એ બરાબર છે.

00:42:05.624 --> 00:42:12.780
જુઓ! શિષ્યને કહે છે આ પર્યાય નથી, હોં!
બરાબર છે, પ્રભુ! આત્મા છે. પ્રમાણ વચન.

00:42:12.804 --> 00:42:20.840
હું પર્યાયને હવે જોતો નથી,
હું તો આત્મા તરીકે જોઉં છું.
આપે કહ્યું (તે) મને મંજૂર છે. આહાહા!

00:42:20.864 --> 00:42:27.040
એમ ન કહે કે કાલે તમે પર્યાયને પરદ્રવ્ય કહ્યું
હતું અને આજે પર્યાયને તમે આત્મા કહો છો.

00:42:27.064 --> 00:42:33.500
(મુમુક્ષુ:) એ તો પર્યાયના ભેદને પરદ્રવ્ય કહ્યું.
પૂ. લાલચંદભાઈ: પર્યાયના ભેદને પરદ્રવ્ય કહ્યું,
પર્યાય અભેદ થાય તો આત્મા છે. આહાહા!

00:42:33.524 --> 00:42:37.160
માલ છે આમાં, માલ છે.

00:42:37.184 --> 00:42:54.800
(મુમુક્ષુ:) અભેદના લક્ષથી અભેદ થાય જ.
પૂ. લાલચંદભાઈ: થાય જ. અભેદના લક્ષે અભેદ થાય છે.

00:42:54.824 --> 00:42:59.960
એક જૂનું અભેદ અને એક નવું અભેદ.
અભેદ છે અને અભેદ થાય છે.

00:42:59.984 --> 00:43:08.040
અભેદ છે અને અભેદના લક્ષે અભેદ થાય છે
અને થયા કરે છે વિશેષ. ઠેઠ (અંત) સુધી.

00:43:08.064 --> 00:43:17.080
(મુમુક્ષુ:) થાય છે અને થયા કરે છે.
પૂ. લાલચંદભાઈ: ઠેઠ (અંત) સુધી, પૂર્ણ થાય
નહી ત્યાં સુધી થયા કરે છે.

00:43:17.104 --> 00:43:24.320
આહાહા! સમયસાર તો સમયસાર છે.

00:43:24.344 --> 00:43:31.200
<b>ખરેખર આ એકને જ</b>.
આ શુદ્ધાત્માનો અનુભવ થયો એકને જ,

00:43:31.224 --> 00:43:39.280
<b>કેવળ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન</b>, એટલે આનું
નામ જ સમ્યગ્દર્શન, જ્ઞાન છે કેવળ.
બીજું સમ્યગ્દર્શન, જ્ઞાન નથી. એમ કહે છે.

00:43:39.304 --> 00:43:47.200
સાત તત્ત્વનું શ્રદ્ધાન સમ્યગ્દર્શન નથી.
આત્માનો અનુભવ અને અનુભવપૂર્વક
પ્રતીતિ એનું નામ સમ્યગ્દર્શન છે. એમ.

00:43:47.224 --> 00:43:55.040
<b>નામ મળે છે. (સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન
સમયસારથી જુદા નથી, એક જ છે</b>). આહાહા!

00:43:55.064 --> 00:44:03.860
આત્માથી આત્માઆશ્રિત પરિણામ જુદા નથી.
"જેનું જે હોય તે તે જ હોય".
"આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે".

00:44:03.884 --> 00:44:11.080
આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા છે.
જ્ઞાનની પર્યાયને આત્મા કહ્યો અહિયાં.

00:44:11.104 --> 00:44:14.080
(મુમુક્ષુ:) એનું નામ સમ્યગ્જ્ઞાન છે.
પૂ. લાલચંદભાઈ: એનું નામ સમ્યગ્જ્ઞાન છે.

00:44:14.104 --> 00:44:34.700
આત્મા નામ પડે ત્યારે સમ્યગ્જ્ઞાન. જ્ઞાનની
પર્યાયનું નામ પડે તો સમ્યગ્જ્ઞાન નથી હજી.

00:44:35.200 --> 00:44:42.680
મુમુક્ષુ: પર્યાય નામ પડે તો તો ભેદ થઈ ગયો.
ઉત્તર: હં.. ભેદ થઈ ગયો, એ તો પરદ્રવ્ય થઈ ગયું.

00:44:42.704 --> 00:44:49.080
(મુમુક્ષુ:) આત્મા નામ પડે ત્યારે એનું
નામ સમ્યગ્જ્ઞાન સમયસાર છે.
પૂ. લાલચંદભાઈ: સમ્યગ્જ્ઞાન છે, સમયસાર છે.

00:44:49.104 --> 00:44:54.320
આ જો મધ્યસ્થ હોય ને તો
આ બીજું પડખું ખ્યાલમાં આવે.

00:44:54.344 --> 00:45:02.120
જો મધ્યસ્થ ન હોય, પક્ષપાતે ચડી ગયો
હોય તો આ ન સમજાય એને.

00:45:02.144 --> 00:45:06.080
(મુમુક્ષુ:) એનો ભાવ જ ન બેસે.
પૂ. લાલચંદભાઈ: ભાવ ન બેસે. પણ આ લખનાર કોણ છે?

00:45:06.104 --> 00:45:14.000
જે પર્યાયને પરદ્રવ્ય કહે છે
એ જ પુરુષ પર્યાયને સ્વદ્રવ્ય કહે છે,
આત્મા કહે છે. તું વિચાર તો કર!

00:45:14.024 --> 00:45:16.280
(મુમુક્ષુ:) શું છે આ બધુ?
પૂ. લાલચંદભાઈ: આ બધુ શું છે?

00:45:16.304 --> 00:45:24.080
ઘડિકમાં એને પરદ્રવ્ય કહે અને
ઘડિકમાં કહે આત્મા જ છે. એ શું છે?
એ સમજવાનો તું પ્રયત્ન કર.

00:45:24.104 --> 00:45:29.520
તને ન સમજાય તો સમજવાનો પ્રયત્ન કર તું. આહા!

00:45:29.544 --> 00:45:38.480
પણ એની આંગળીએ ચાલજે, પાછળ રહીશ નહીં.
આહાહા! તો પહોંચાશે.

00:45:38.504 --> 00:45:51.520
એનો કહેવાનો આશય, એની અપેક્ષા તું તારા
જ્ઞાનમાં ગ્રહણ કરી લે તો કાંઈ વિરોધ નહીં રહે,
ઊલટાનો વિરોધ ટળી જાશે, તને આનંદ આવશે.

00:45:51.560 --> 00:46:01.680
હવે આ તો કેવળમાત્ર જે ગાથામાં અન્વયાર્થ
હતો એની જ ટીકા કરી થોડા શબ્દોમાં.

00:46:01.704 --> 00:46:06.320
સાડા ત્રણ લીટીમાં, ત્રણ લીટીમાં કરી એની ટીકા.

00:46:06.344 --> 00:46:21.560
હવે આ અમૃતચંદ્ર આચાર્યની પદ્ધતિ એવી છે કે
પૂરું સ્વરૂપ બતાવી દયે છે અને કર્તા-કર્મ
અધિકાર છેલ્લી ગાથા, પૂરી થાવાની છે.

00:46:21.584 --> 00:46:30.680
એટલે અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવને, જીવે પ્રથમ
શું કરવું? પ્રથમ અને પશ્ચાત. એમાં બે શબ્દ છે.

00:46:30.704 --> 00:46:38.720
રહસ્યપૂર્ણ ચિટ્ઠીમાં પ્રથમ, પશ્ચાત અને
તતપશ્ચાત એવા ત્રણ પ્રકાર પાડ્યા છે.
અહીંયા બે પ્રકાર પાડ્યા છે.

00:46:38.744 --> 00:46:45.520
પ્રથમ અને પછી. બે શબ્દ.
પ્રથમ શબ્દ છે. જુઓ!

00:46:45.544 --> 00:46:53.520
આ લીટીની શરૂઆતમાં <b>પ્રથમ</b> અને
આ લીટીને છેડે <b>પછી</b>. એમ છે.
આ લીટી એક જ છે.

00:46:53.544 --> 00:47:02.840
તમારે નહીં હોય, ગુજરાતીમાં છે.
<b>પ્રથમ</b> અને લીટીને છેડે <b>પછી</b>, એમ.

00:47:02.864 --> 00:47:08.960
તો પ્રથમ શું કરવું? આત્માને સમ્યગ્દર્શન,
સમ્યગ્જ્ઞાન પ્રગટ કરવા માટે શું કરવું?

00:47:08.984 --> 00:47:15.000
કે કષાયની મંદતા કરો તો પાત્રતા થાય,
તો કહે નહીં ખોટી વાત છે.
લાઇન ખોટી છે તારી.

00:47:15.024 --> 00:47:24.160
પ્રથમ અહીંયા શું કરવું તે કહી દીધું છે.
કોઈ ગમે તેમ ગપ્પાં મારે તો નહીં ચાલે.

00:47:24.184 --> 00:47:30.320
કષાયની મંદતા કરો તો પાત્રતા,
સમ્યગ્દર્શનનો પાત્ર થઈ ગયો, ના. ખોટી વાત છે.

00:47:30.344 --> 00:47:36.200
આમાં ચોખ્ખું કર્યું છે. પાત્રતાની વાત કરી છે.

00:47:36.224 --> 00:47:49.640
<b>પ્રથમ, શ્રુતજ્ઞાનના અવલંબનથી</b>, આહાહા!
એટલે કે દ્રવ્યશ્રુતના અવલંબનથી
જે જ્ઞાન પ્રગટ થાય, એમ.

00:47:49.664 --> 00:47:57.360
<b>શ્રુતજ્ઞાનના અવલંબનથી</b> એટલે દ્રવ્યશ્રુતના,
જિનવાણીના નિમિત્તે, આહાહા!

00:47:57.384 --> 00:48:03.120
જે એને માનસીક જ્ઞાન પ્રગટ થાય, એમ.

00:48:03.144 --> 00:48:07.880
એના વડે, શ્રુતજ્ઞાનના અવલંબન વડે,

00:48:07.904 --> 00:48:15.680
જિનવાણીના અવલંબન વડે માનસીક જ્ઞાનથી
જ્ઞાનસ્વભાવ આત્માનો નિશ્ચય કરીને. આહાહા!

00:48:15.704 --> 00:48:25.520
કષાયની મંદતા કરીને એમ લખ્યું નથી.
હું જ્ઞાન સ્વભાવી આત્મા છું. આહાહા!

00:48:25.544 --> 00:48:29.680
નિર્ણય કરી લે,
નિશ્ચય કરી લે,
નિર્ધાર કરી લે,

00:48:29.704 --> 00:48:43.900
હું જ્ઞાનસ્વભાવી આત્મા છું.
હું જાણનાર દેખનાર છું.
હું કરનાર ભોગવનાર નથી. આહાહા!

00:48:43.940 --> 00:48:52.600
એક લીટીમાં બધુ કહી દીધું.
આ વ્યવહાર કહ્યો, આ વ્યવહાર.

00:48:52.624 --> 00:48:56.960
હું જ્ઞાનસ્વભાવી આત્મા જાણનાર
દેખનાર છું, કરનાર નથી.

00:48:56.984 --> 00:49:01.680
એવો જે નિર્ણય વિકલ્પાત્મક,
એનું નામ વ્યવહાર છે.

00:49:01.704 --> 00:49:08.240
કષાયની મંદતા કરવી, ઉપવાસ કરવા, જાત્રા કરવી, આહાહા!

00:49:08.264 --> 00:49:14.080
એ ચારિત્રની કષાયમાં મંદતા થાય એ પાત્રતા નથી.

00:49:14.104 --> 00:49:20.160
એ ચારિત્રની મંદતાનો કરનાર હું નથી,
હું તો જ્ઞાનસ્વભાવી આત્મા છું. એમ નિર્ણય કર.

00:49:20.184 --> 00:49:27.160
(મુમુક્ષુ:) નિર્ણય પણ કેવો અલૌકિક છે.
પૂ. લાલચંદભાઈ: અલૌકિક નિર્ણય કે એની પાછળ
અનુભવ આવે, આવે ને આવે જ.

00:49:27.184 --> 00:49:30.720
અફર નિર્ણય છે આ. આ વ્યવહાર છે.

00:49:30.744 --> 00:49:39.840
(મુમુક્ષુ:) વ્યવહાર પણ કેવો છે?
પૂ. લાલચંદભાઈ: કેવો વ્યવહાર! કે અનુકૂળ. અનુકૂળ,
નિશ્ચયને અનુકૂળ વ્યવહાર, એને વ્યવહાર કહેવાય.

00:49:39.864 --> 00:49:48.520
કષાયની મંદતા એ નિશ્ચયને પ્રતિકૂળ વ્યવહાર છે.
એ તો કર્તાબુદ્ધિ પોષાય છે એમાં.
મિથ્યાત્વ પોષાય છે.

00:49:48.544 --> 00:49:56.080
પાત્રતા ક્યાં આવી? આહા!
ગપ્પાં મારે બધા. કાંઈ ખબર નથી.

00:49:56.104 --> 00:50:02.400
ચોખ્ખો આ વ્યવહારની વાત છે.
નિર્ણય કરવો એ વ્યવહાર છે.

00:50:02.424 --> 00:50:10.200
૭૩ ગાથામાં પણ નિર્ણયની વાત કરી છે.
પછી અનુભવ લીધો છે. ૭૩ ગાથા. આહા!

00:50:10.224 --> 00:50:15.040
(મુમુક્ષુ:) જ્ઞાની વિચારે છે.
પૂ. લાલચંદભાઈ: જ્ઞાની વિચારે છે. એ વાત અહીં કરી.

00:50:15.064 --> 00:50:25.960
<b>પ્રથમ, શ્રુતજ્ઞાનના અવલંબનથી</b>, કેમકે પ્રથમ
સીધુ આત્માનું અવલંબન નથી આવતું.
આટલો વ્યવહાર આવીને વહ્યો જાય છે.

00:50:25.984 --> 00:50:42.480
આટલો વ્યવહાર આવીને વહ્યો જાય છે.
સીધું આત્માનું અવલંબન નથી આવતું. આહાહા!

00:50:42.504 --> 00:50:51.880
તમે વ્યવહારને માનો છો? વાંચને ૧૪૪ ગાથા.
તને ખબર પડે કોનું નામ વ્યવહાર.

00:50:51.904 --> 00:50:57.960
તું કહે છે કે કષાયની મંદતા થાય એ પાત્રતા ને
વ્યવહાર એ ખોટી વાત છે, એ તો
મિથ્યાત્વના પોષણની વાત છે.

00:50:57.984 --> 00:51:07.000
મિથ્યાત્વ પોષાય એનું નામ વ્યવહાર નહીં. આહાહા!
આવા નિર્ણયમાં મિથ્યાત્વ ગળતું જાય,
એકદમ ગળે છે.

00:51:07.024 --> 00:51:16.960
કષાય ગળે. અમે કષાયની વાત કરીએ છીએ
પણ તું ચારિત્રના કષાયની વાત કરે છે.
અમે મિથ્યાત્વના કષાયની વાત કરીએ છીએ. આહા!

00:51:16.984 --> 00:51:21.360
(મુમુક્ષુ:) ચારિત્રનો કષાય ગળવાનો
પણ આ જ ઉપાય છે ને?
પૂ. લાલચંદભાઈ: આ જ ઉપાય છે,

00:51:21.384 --> 00:51:29.760
પણ સમ્યગ્દર્શનને માટે મિથ્યાત્વ ગળે અને
મિથ્યાત્વ ગળે યથાર્થ નિર્ણય કરે તો.
પછી ટળી જાય.

00:51:29.784 --> 00:51:42.480
(મુમુક્ષુ:) અમૃતચંદ્રઆચાર્યને બધી ખબર છે.
પૂ. લાલચંદભાઈ: અરે! એને તો ખબર છે કે અજ્ઞાનીઓ
આવા ગપ્પાં મારશે બેઠા બેઠા.

00:51:42.504 --> 00:51:53.960
શ્રુતજ્ઞાન વડે, આહાહા! અવલંબન વડે પ્રથમ
હું જ્ઞાયક છું. જ્ઞાતા-દ્રષ્ટા છું.

00:51:53.984 --> 00:51:58.360
જાણનાર છું કરનાર નથી. એ નિર્ણય છે.

00:51:58.384 --> 00:52:07.480
મુમુક્ષુ: આહાહા! એમાં પણ આત્મા ઉપર આવી જાય છે.
ઉત્તર: ઉપર આવે છે. બસ. ઉપસી આવે છે.

00:52:07.504 --> 00:52:22.100
<b>પ્રથમ, શ્રુતજ્ઞાનના અવલંબનથી જ્ઞાનસ્વભાવ આત્માનો નિશ્ચય કરીને</b>,

00:52:22.124 --> 00:52:28.760
નિર્ણય કરીને, નિર્ધાર કરીને, નિશંક થઈને,
વ્યવહારે નિશંક ભલે, પણ નિશંક થઈને.

00:52:28.784 --> 00:52:32.500
(મુમુક્ષુ:) તોપણ જ્ઞાનસ્વભાવી છું એમાં તો
નિશંક તો હોવો જોઈએ ને?
પૂ. લાલચંદભાઈ: હોવો જોઈએ ને?

00:52:32.524 --> 00:52:36.560
કહે કથંચિત જ્ઞાનસ્વભાવી ને કથંચિત
રાગસ્વભાવી? એમ નહીં.

00:52:36.584 --> 00:52:43.560
કથંચિત જ્ઞાતા ને કથંચિત કર્તા નહીં,
સર્વથા જ્ઞાતા છું ને કર્તા નથી.
નિર્ણયમાં આવી જાય છે આ.

00:52:43.584 --> 00:52:48.120
(મુમુક્ષુ:) ઘણું ઘણું કરીને હું જ્ઞાનસ્વભાવી છું
એટલો નિર્ણય કરવો.
પૂ. લાલચંદભાઈ: એટલો નિર્ણય કરવાનો છે.

00:52:48.144 --> 00:52:51.400
(મુમુક્ષુ:) સોએ સો ટકા ભાસવું જોઈએ કે
હું જ્ઞાન સ્વભાવી જ છું.

00:52:51.424 --> 00:52:58.320
પૂ. લાલચંદભાઈ: ભાસવું જોઈએ, અંદરમાં
એને ભાસવું જોઈએ. આહા!

00:52:58.340 --> 00:53:10.400
મુમુક્ષુ: નિર્ણય પણ કેવો કે એનું મિથ્યાત્વ ગળે જ.
ઉત્તર: ગળે છે. સ્વભાવના પક્ષમાં આવી ગયો ને આ.

00:53:10.424 --> 00:53:16.320
વિભાવથી ખસી ગયો સ્વભાવના પક્ષમાં આવી ગયો.
પરદ્રવ્યથી ખસીને સ્વદ્રવ્યમાં આવ્યો આ તો.

00:53:16.344 --> 00:53:21.120
(મુમુક્ષુ:) વિભાવથી ખસીને સ્વભાવમાં આવ્યો.
પૂ. લાલચંદભાઈ: પરદ્રવ્યથી ખસીને સ્વદ્રવ્યમાં આવ્યો.

00:53:21.144 --> 00:53:24.480
(મુમુક્ષુ:) નિર્ણયમાં પણ એટલું થઈ ગયું.
પૂ. લાલચંદભાઈ: હં....

00:53:24.504 --> 00:53:33.520
મુમુક્ષુ: ખરેખર ભાઈ! નિર્ણયમાં જ પુરુષાર્થ છે.
પૂ. લાલચંદભાઈ: નિર્ણયમાં પુરુષાર્થ છે. ઓલું સહજ છે.
વાત સાચી છે તારી. ખરેખર, ઓલું એકાએક થાય છે.

00:53:33.544 --> 00:53:42.360
(મુમુક્ષુ:) આપે એકવાર દેવલાલીમાં કહ્યું હતું.
કોઈ નિર્ણય કરતું નથી.

00:53:42.384 --> 00:53:52.960
(મુમુક્ષુ:) બધાને સાંભળવું છે, સાંભળવાની
રુચિ છે પણ નિર્ણય કોઈ નથી કરતું.
નિર્ણયની કેટલી કિંમત છે.

00:53:52.984 --> 00:54:03.720
પૂ. લાલચંદભાઈ: નિર્ણયની પાછળ સંધ્યા!
એવો એક અપૂર્વ નિર્ણય આવે છે યથાર્થ,
એની પાછળ સમ્યગ્દર્શન આવે જ.

00:54:03.744 --> 00:54:08.920
સમ્યગ્દર્શન બંધાયેલું છે. એવો નિર્ણય આવે છે.

00:54:08.944 --> 00:54:15.800
નિર્ણયની પાછળ સમ્યગ્દર્શન આવશે એમ
નિર્ણાયવાળાને ખબર પડી જાય.

00:54:15.824 --> 00:54:18.840
એટલું તો જ્ઞાન એનું નિર્મળ થઈ ગયું છે.

00:54:18.864 --> 00:54:24.680
પોતાને ખબર પડી જાય કે હવે સમ્યગ્દર્શન
થોડા દિવસોમાં જ થશે. એમ.

00:54:24.704 --> 00:54:32.760
જાજો કાળ નહીં જાય. એને ખબર પડે છે.
એવું એનું જ્ઞાન મિથ્યાત્વ ગળી ગયું ને?

00:54:32.784 --> 00:54:37.720
સ્વભાવ છે એવો નિર્ણય કર્યો ને?
એટલે એ જ્ઞાનની સ્વચ્છતા થાય છે એટલી.

00:54:37.744 --> 00:54:43.480
એમાં ભાવિ પર્યાયનો ભાસ વર્તમાનમાં થાય છે.

00:54:43.504 --> 00:54:47.280
જેમ સાધકને કેવળજ્ઞાનનો ભાસ થાય છે

00:54:47.304 --> 00:54:59.440
એમ આ સમ્યકત્વની સન્મુખ થઈ ગયો જીવ
એને સમ્યગ્દર્શનની પર્યાય પ્રગટ થશે
એવો ભાસ થઈ જાય છે.

00:54:59.464 --> 00:55:10.280
પંચાધ્યાયીએ કહ્યું એમાં ચિરમ અચિરમ થોડા
કે વધારે કાળમાં આ જીવ સમ્યકત્વ પામશે જ. એમ.

00:55:10.304 --> 00:55:18.040
અને નૈગમનયે પામી ગયો. એમ નૈગમનય
લાગુ પડે અપ્રતિહત છે એ. એમ છે.

00:55:18.064 --> 00:55:24.480
એનું નામ આ વ્યવહાર છે,
કે જે વ્યવહારનો વ્યય થઈને નિશ્ચય પ્રગટ થાય.

00:55:24.504 --> 00:55:27.560
વ્યવહાર લંબાય નહીં પછી. વ્યય થશે.

00:55:27.585 --> 00:55:34.064
આ વિકલ્પનો અભાવ થઈને
નિર્વિકલ્પ આવવાનું છે. આહાહા!

00:55:34.088 --> 00:55:39.760
<b>પ્રથમ, શ્રુતજ્ઞાનના અવલંબનથી જ્ઞાનસ્વભાવ
આત્માનો નિશ્ચય કરીને, પછી</b>, પછી શું કરવું?

00:55:39.784 --> 00:55:45.480
<b>પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે</b>,
ઓમાં પરોક્ષ પ્રસિદ્ધિ હતી.

00:55:45.504 --> 00:55:53.320
"જીવવસ્તુ ચેતનાલક્ષણથી જીવને જાણે છે".
જ્ઞાનમાં બાળગોપાળ સૌને જ્ઞાયક જણાય છે.

00:55:53.344 --> 00:56:01.840
એ પરોક્ષ અનુભૂતિ હતી. હવે? આહા!
<b>પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે</b>,

00:56:01.864 --> 00:56:05.760
ઓલી અપ્રગટ પ્રસિદ્ધિ તો હતી. આહાહા!

00:56:05.784 --> 00:56:11.760
શું આ સમયસાર લખી ગયા છે, હેં!
અપ્રગટ પ્રસિદ્ધિ આત્માની થઈ ગઈ.

00:56:11.784 --> 00:56:13.840
(મુમુક્ષુ:) નિર્ણયમાં જ થઈ ગઈ.
પૂ. લાલચંદભાઈ: નિર્ણયમાં જ થઈ ગઈ.

00:56:13.864 --> 00:56:19.080
મુમુક્ષુ: પરોક્ષ પ્રતીતિ તો આવી ગઈ.
ઉત્તર: આવી ગઈ. હવે પ્રત્યક્ષ પ્રસિદ્ધિ આવે છે.

00:56:19.104 --> 00:56:31.720
શાંતિભાઈ પણ નસીબદાર! ત્યાં રખડવા ન ગયા
ને અહીં આવી ગયા. ભાગ્યશાળી, આહાહા!

00:56:31.744 --> 00:56:44.000
(મુમુક્ષુ:) વિષય પણ ઊંચામાં ઊંચો ચાલે છે.
પૂ. લાલચંદભાઈ: હા. <b>પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિને
માટે, પર પદાર્થની પ્રસિદ્ધિના કારણો</b>, આહાહા!

00:56:44.024 --> 00:56:47.840
જોયું? પરને જાણવાનો નિષેધ આવે છે હવે.

00:56:47.864 --> 00:56:56.280
આમાં જ છે બધું, આ આપણે
ઘરની ક્યાં કાંઈ વાત કરીએ છીએ.

00:56:56.304 --> 00:57:05.960
શાસ્ત્રમાં લખ્યું છે અને આત્મામાં આમ થાય છે.
પછી શું? પર પદાર્થની પ્રસિદ્ધિના કારણ.

00:57:05.984 --> 00:57:11.120
પરપ્રસિદ્ધિ પર પદાર્થને કોણ પ્રસિદ્ધ કરે છે? આહાહા!

00:57:11.144 --> 00:57:17.080
<b>જે ઇન્દ્રિયદ્વારા અને મન દ્વારા પ્રવર્તતી બુદ્ધિઓ,</b> આહાહા!

00:57:17.104 --> 00:57:21.760
પાંચ ઇન્દ્રિય અને છઠું મન બેય લય લીધું, હોં!

00:57:21.784 --> 00:57:35.280
પાંચ ઈંદ્રિયમાં રૂપી પદાર્થ લીધો અને મનમાં
રૂપી અરૂપી બેય લઈ લીધા, ધર્માસ્તિકાય આદિ

00:57:35.304 --> 00:57:45.800
<b>મન દ્વારા પ્રવર્તતી બુદ્ધિઓ તે બધીને</b>,
આહા! પાંચ ઇન્દ્રિયનો વ્યાપાર બંધ
અને મનનો વ્યાપાર પણ બંધ થાય છે.

00:57:45.824 --> 00:57:52.160
જુઓ! <b>બધીને મર્યાદામાં લાવીને</b>, એનો અર્થ
એ કે એ મર્યાદા બહાર ગયું હતું જ્ઞાન.

00:57:52.184 --> 00:58:06.320
ઇન્દ્રિયજ્ઞાન છે ને? એ આત્માને છોડી અને
પરમાં પ્રસિદ્ધ કરે છે એ મર્યાદાની બહાર ગયું.
આહા!

00:58:06.330 --> 00:58:18.040
<b>મર્યાદામાં લાવીને</b>, આહા! <b>જેણે</b>.

00:58:18.064 --> 00:58:22.240
(મુમુક્ષુ:) એ આપ લ્યો છો ને પ્રમાણની બહાર.
પૂ. લાલચંદભાઈ: હા, પ્રમાણની બહાર બંધ થઈ ગયું.

00:58:22.264 --> 00:58:28.320
પરનું જાણવું બિલકુલ બંધ થઈ ગયું.
ઇંદ્રિયજ્ઞાનનો વ્યાપાર બંધ થઈ ગયો. આહા!

00:58:28.344 --> 00:58:37.440
<b>બધીને મર્યાદામાં લાવીને જેણે મતિજ્ઞાન-તત્ત્વને
(‑મતિજ્ઞાનના સ્વરૂપને) આત્મસન્મુખ કર્યું છે એવો</b>,

00:58:37.464 --> 00:59:06.880
મતિજ્ઞાનનો ઉપયોગ જે બહાર જાતો હતો
એ મતિજ્ઞાનનો ઉપયોગ રોકાય જાય છે.

00:59:06.904 --> 00:59:20.240
પરને જાણવાનું અટકી જાય છે. પાંચ ઇન્દ્રિય
અને છઠા મન દ્વારા મતિજ્ઞાન કામ કરતું હતું.

00:59:20.264 --> 00:59:37.960
હું પરને જાણતો નથી.
એ મતિજ્ઞાનમાં પરની પ્રસિદ્ધિ અટકે છે.
પછી મતી પૂર્વક શ્રુતજ્ઞાન પ્રગટ થાય છે. આહાહા!

00:59:37.984 --> 00:59:50.656
<b>તથા નાના પ્રકારના નયપક્ષોના આલંબનથી થતાં
અનેક વિકલ્પો વડે આકુળતા ઉત્પન્ન કરનારી
શ્રુતજ્ઞાનની બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવીને (શ્રુતજ્ઞાન-તત્વને પણ આત્મસંમુખ કરતો)</b>.