﻿WEBVTT

00:01:43.960 --> 00:01:50.456
મુમુક્ષુ: સવારે સ્વ-પરપ્રકાશક ઉપર..
પૂ. લાલચંદભાઈ: હા, એ સારું કહ્યું. ઠીક યાદ કર્યું.

00:01:50.480 --> 00:02:07.056
સ્વ-પરપ્રકાશક વિષે, સ્વ-પરપ્રકાશકના
નામે ખરેખર મોટી એક ભ્રાંતિ ચાલે છે.

00:02:07.080 --> 00:02:20.376
સ્વ-પરપ્રકાશક તો અજ્ઞાની જીવની પર્યાયમાં
પણ એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ત્રણઈન્દ્રિય,

00:02:20.400 --> 00:02:26.336
ચારઇન્દ્રિય, પંચેન્દ્રિય, સંજ્ઞી,
અસંજ્ઞી ચારે ગતિના અજ્ઞાની પ્રાણીઓને પણ

00:02:26.360 --> 00:02:30.616
જે જ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે
જેને જ્ઞપ્તિ કહેવાય.

00:02:30.640 --> 00:02:38.950
જ્ઞપ્તિ એટલે જાણવાની ક્રિયા જેમાં થાય.
રાગમાં જાણવાની ક્રિયા નથી,
તેથી રાગ તો આંધળો છે.

00:02:38.974 --> 00:02:48.736
સ્વ-પરપ્રકાશક એમાં છે નહીં. પણ અજ્ઞાનીને
જે જ્ઞાન પ્રગટ થાય એ જ્ઞાનની પર્યાયમાં

00:02:48.760 --> 00:02:59.016
જ્ઞપ્તિક્રિયામાં સ્વ-પરનો
પ્રતિભાસથાય છે. એવી સ્વ-પરપ્રકાશક
ક્રિયા અજ્ઞાનીને પણ પ્રગટ થાય છે.

00:02:59.040 --> 00:03:07.736
એ સ્વ-પરપ્રકાશકને કોઈ સત્યાર્થ
માને (તો) કોઈને અનુભવ થતો નથી.

00:03:07.760 --> 00:03:19.936
સ્વ-પરપ્રકાશક પ્રમાણ જ્ઞાનનો વિષય છે.
એ પ્રમાણજ્ઞાનમાંથી એણે નિશ્ચયનય કાઢવી જોઈએ.

00:03:19.960 --> 00:03:31.336
કે ખરેખર સ્વ-પરનો પ્રતિભાસ થવા છતાં પણ મને
પર જણાતું નથી મારો શુદ્ધાત્મા જ જણાય છે.

00:03:31.360 --> 00:03:41.896
કેમકે જ્ઞાનમાં આત્મા તન્મય થઈને જણાય છે,
અને દેહાદિ અને પરપદાર્થનો પ્રતિભાસ થાય છે

00:03:41.920 --> 00:03:47.496
પણ જ્ઞાન ત્યાં જાતું પણ નથી,
જ્ઞેયો જ્ઞાનમાં આવતા પણ નથી,

00:03:47.520 --> 00:03:53.496
અને જ્ઞેય જ્ઞાનમાં જણાય છતાં પણ તે
જ્ઞેયની સાથે તે જ્ઞાન તન્મય થતું નથી.

00:03:53.520 --> 00:03:58.736
જેમ આ (લાકડી) પદાર્થ જણાય પણ, જણાય
ખરું પણ જ્ઞાન આમાં તન્મય ન થાય.

00:03:58.760 --> 00:04:06.256
માટે ખરેખર જ્ઞાન એણે જાણતું નથી પણ
જ્ઞાન તો આત્માનું હોવાથી આત્માને જાણે છે.

00:04:06.280 --> 00:04:12.136
જે જેનું હોય તે તે જ હોય.
આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે.

00:04:12.160 --> 00:04:24.496
એમ જો એ લ્યે તો અનંતકાળથી નહીં પ્રગટ થયેલું
એવી સ્વપ્રકાશક જ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે.

00:04:24.520 --> 00:04:30.496
એ સ્વપ્રકાશક લક્ષણથી આત્મા
લક્ષિત થાય છે, અનુભવમાં આવે છે.

00:04:30.520 --> 00:04:38.616
એમ આ શુદ્ધાત્માનો અનુભવ થતાં
એ નિર્વિકલ્પ ધ્યાનના કાળમાં જ

00:04:38.640 --> 00:04:44.256
હજી ઉપયોગ બહાર ન આવ્યો હોય.
અંદર ને અંદરમાં સમ્યગ્દર્શનના કાળમાં,

00:04:44.280 --> 00:04:49.616
સ્વપ્રકાશકમાં સમ્યગ્દર્શન,
જ્ઞાન, ચારિત્રના પરિણામ પ્રગટ થયા

00:04:49.640 --> 00:04:54.176
એનું ફળ આનંદ આવે છે
એ જ સમયે. સમય એક જ છે.

00:04:54.200 --> 00:05:00.256
હવે, એ જ્ઞાન જ્ઞાનને પણ જાણે છે અને
પ્રગટ થયેલા આનંદને પણ જાણે છે.

00:05:00.280 --> 00:05:08.896
એટલે સ્વપ્રકાશક પૂર્વક સ્વ-પરપ્રકાશક
નિશ્ચયથી પ્રગટ થાય છે. આ નિશ્ચય છે.

00:05:08.920 --> 00:05:14.536
હવે એને અંદરમાં ને અંદરમાં
સ્વ-પરપ્રકાશક કેમ કહ્યું?

00:05:14.560 --> 00:05:20.927
આખું જગત એમ માને છે કે આત્મા તે સ્વ
ને લોકાલોક તે પર એ સ્વ-પરપ્રકાશક.

00:05:20.960 --> 00:05:25.896
સમજી ગયા? એ અનુભવીનો બહારનો
(અનુભવ) પછીનો વ્યવહાર છે.

00:05:25.920 --> 00:05:31.736
અને એ અજ્ઞાનીને સ્વ-પરપ્રકાશકની જ્ઞપ્તિ છે
એ તો અજ્ઞાનમય જ છે,

00:05:31.760 --> 00:05:39.536
એમાં સમ્યગ્જ્ઞાન છે જ નહીં. એમાંથી એને એ
જ્ઞાનમાંથી જ્ઞાયકને પકડતા અનુભવ થાય.

00:05:39.560 --> 00:05:45.136
એ જ્ઞાનની પર્યાયને સ્વપ્રકાશક
ઉપયોગ કહેવામાં આવે છે.

00:05:45.160 --> 00:05:48.018
આખોય ઉપયોગ અંદરમાં આવે, નીરઅવશેષપણે,

00:05:48.042 --> 00:05:52.336
કાંઈ પણ બાકી રાખ્યા સિવાય આખોય
ઉપયોગ અંદરમાં ઢળી જાય

00:05:52.360 --> 00:05:57.456
ત્યારે શુદ્ધોપયોગ દશા પ્રગટ થાય,
એનું નામ સ્વપ્રકાશક છે.

00:05:57.480 --> 00:06:04.736
એ વખતે આત્માની અનુભૂતિ થાય, આનંદ આવે.
તો એ જ વખતે જ્ઞાન આત્માને જાણે છે

00:06:04.760 --> 00:06:10.776
અથવા જ્ઞાન જ્ઞાનને જાણે અને પ્રગટ
થયેલો જે આનંદ એ પણ એના જ્ઞાનમાં જણાય.

00:06:10.800 --> 00:06:17.456
એ પ્રગટ થયેલા આનંદની સન્મુખ નથી જ્ઞાન.
જ્ઞાન તો આનંદમૂર્તિની સન્મુખ છે.

00:06:17.480 --> 00:06:22.976
પણ એનામાં એક સ્વ-પરપ્રકાશક
એવી શક્તિ અંદર પ્રગટ થાય છે

00:06:23.000 --> 00:06:30.096
કે જેમાં આનંદ પણ જણાય જાય છે. આનંદને
જાણતું નથી જ્ઞાન, પણ આનંદ જણાય જાય છે.

00:06:30.120 --> 00:06:36.056
એનું અંદરનું સ્વ-પરપ્રકાશક પ્રગટ થાય
એને નિશ્ચય કહેવામાં આવે છે.

00:06:36.080 --> 00:06:41.616
એમાં પરની અપેક્ષા નથી,
માત્ર પોતાનું જ છે માટે તેને નિશ્ચય.

00:06:41.640 --> 00:06:48.553
એક દ્રવ્યઆશ્રિત છે એ પરિણામ. જ્ઞાન જ્ઞાનને પણ 
જાણે અને ઉત્પન્ન થયેલા આનંદને પણ જાણે,

00:06:48.577 --> 00:06:52.296
પ્રતીતિને (પણ) જાણે, સ્થિરતાને (પણ) જાણે
બધાને જ્ઞાન જાણે.

00:06:52.320 --> 00:07:00.376
તો જ્ઞાન છે તે સ્વ છે અને બાકીના અનંત
ગુણો એટલે પર્યાયો એ બધું પર છે.

00:07:00.400 --> 00:07:05.616
જ્ઞાનની અપેક્ષાએ જ્ઞાન તે સ્વ
અને આનંદ તે પર

00:07:05.640 --> 00:07:13.296
એવું અંદરમાં સ્વ-પરપ્રકાશક અનુભવના
કાળમાં નિશ્ચય સ્વ-પરપ્રકાશક પ્રગટ થાય.

00:07:13.320 --> 00:07:19.176
એ નંબર બે કહ્યું. સ્વપ્રકાશક પૂર્વક
સ્વ-પરપ્રકાશક નિશ્ચય

00:07:19.200 --> 00:07:23.056
એમાં પરની અપેક્ષા બિલકુલ નથી,
લોકાલોક જણાતા જ નથી,

00:07:23.080 --> 00:07:31.096
એને નિશ્ચય સ્વ-પરપ્રકાશક કહેવામાં આવે છે.
પછી સવિકલ્પદશામાં સાધક આવે

00:07:31.120 --> 00:07:37.416
તો વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. જે કંઈ
દેહાદિ, દેવ, ગુરુ, શાસ્ત્ર, રાગાદિ બધું જણાય

00:07:37.440 --> 00:07:43.136
એના જ્ઞાનમાં, તો એ સ્વ-પરપ્રકાશક
વ્યવહાર છે. પણ એ વ્યવહાર ક્યારે કહેવાય

00:07:43.160 --> 00:07:49.176
કે સ્વ-પરપ્રકાશક નિશ્ચય પ્રગટ થયો હોય તો.
અને સ્વ-પરપ્રકાશક નિશ્ચય ક્યારે પ્રગટ થાય

00:07:49.200 --> 00:07:57.816
કે સ્વપ્રકાશક હોય તો. આવી અંદરની રમત છે આ.
ત્રણ રમત જ્ઞાનીને આ ત્રણ ભાવ લાગુ પડે.

00:07:57.840 --> 00:08:05.416
જ્ઞાનીને આવી ત્રણ પ્રક્રિયા હોય છે.
આહાહા! અને અજ્ઞાનીને સ્વ-પરપ્રકાશક,

00:08:05.440 --> 00:08:11.536
સ્વ-પરનો પ્રતિભાસ થાય, એ તો અજ્ઞાનમય
છે, એમાં કાંઈ આત્માનો અનુભવ નથી.

00:08:11.560 --> 00:08:16.856
એ તો એની એવી સ્વચ્છતા છે થોડી રહી
ગઈ છે, કે સ્વ-પરનો પ્રતિભાસ થાય.

00:08:16.880 --> 00:08:22.496
ભગવાન પણ જણાય અને પરપદાર્થો
પણ એમાં પ્રતિભાસે છે, જણાય છે.

00:08:22.520 --> 00:08:26.776
તો એવું સ્વ-પરપ્રકાશકની કોડીની
કિંમત નથી, એ તો અભવિને પણ છે.

00:08:26.800 --> 00:08:32.536
બેન! ખ્યાલ આવ્યો તમને કાંઈક?
બેનનો પ્રશ્ન હતો સ્વ-પરપ્રકાશકનો.

00:08:32.560 --> 00:08:38.856
એમ ચાર પ્રકાર છે આમાં.
આ બધું શાસ્ત્રમાં છે.

00:08:38.880 --> 00:08:52.416
એક નિયમસારમાં જ્યારે કેવળજ્ઞાનનો અધિકાર
૧૫૯-૧૬૦ ગાથા શરૂ કરી, શુદ્ધોપયોગ અધિકાર.

00:08:52.440 --> 00:08:57.976
તમારે ચાલે છે ને અહીં? શુદ્ધોપયોગ
અધિકાર. નિયમસાર છે? લાવો.

00:08:58.000 --> 00:09:23.496
નિયમસારનો શુદ્ધોપયોગ અધિકાર એની પહેલી ગાથા
૧૫૯ છે. એટલે કે મોક્ષમાર્ગનું ફળ મોક્ષ.

00:09:23.520 --> 00:09:29.576
મોક્ષમાર્ગ જ્યારે પ્રગટ થાય એનું ફળ મોક્ષ
એટલે કેવળજ્ઞાન પ્રગટ થાય છે.

00:09:29.600 --> 00:09:38.256
કેવળજ્ઞાનનું હવે સ્વરૂપ શું છે?

00:09:38.280 --> 00:09:43.976
કે કેવળી સ્વ-પરપ્રકાશક છે એ સ્વ અને પરને
જાણે છે. એ ચાલતી વાત છે બધી બહુ.

00:09:44.000 --> 00:09:51.536
પણ એનું ઊંડાણનું રહસ્ય કોઈ જાણતું નથી.
કોઈક વિરલા જાણે, અનુભવી વિરલા જાણે છે.

00:09:51.560 --> 00:10:17.136
આ ૧૫૯ ગાથામાં આચાર્ય ભગવાન એમ
ફરમાવે છે, મૂળ ગાથા એવી છે,

00:10:17.160 --> 00:10:28.776
<b>જાણે અને દેખે બધું પ્રભુ કેવળી વ્યવહારથી;</b>
<b>જાણે અને દેખે સ્વને પ્રભુ કેવળી નિશ્ચય થકી.  ૧૫૯.</b>

00:10:28.800 --> 00:10:32.216
વ્યવહારનય ને નિશ્ચયનય
બેય અપેક્ષાએ વાત કરે છે.

00:10:32.240 --> 00:10:39.896
એમાં ટીકા, એની શરૂઆત કરતાં ટીકાની પહેલી
લીટી, most important (બધાથી મહત્વ).

00:10:39.920 --> 00:10:55.474
<b>અહીં, જ્ઞાનીને</b> એટલે કેવળીને <b>સ્વ-પર
સ્વરૂપનું પ્રકાશકપણું</b> સ્વ-પરનું પ્રકાશકપણું

00:10:55.498 --> 00:10:59.816
એટલે સ્વ-પરપ્રકાશક <b>કથંચિત કહ્યું છે</b>.
સર્વથા નથી.

00:10:59.840 --> 00:11:08.056
લોકોએ સર્વથા માની લીધું છે. કે આત્માને
જાણે કેવળી અને લોકાલોકને જાણે.

00:11:08.080 --> 00:11:21.536
એ જે વ્યવહાર, એ જે વ્યવહાર એને સર્વથા
માની લીધો એટલે ઉપયોગ અંદરમાં જાતો નથી.

00:11:21.560 --> 00:11:26.336
એ વ્યવહાર છે. કેવળી
સ્વ-પરને જાણે એ વ્યવહાર છે.

00:11:26.360 --> 00:11:33.936
આ ટીકામાં છે બધું, હોં! હું મારા ઘરની
વાત નથી કરતો. એ વ્યવહાર કેમ કહ્યો?

00:11:33.960 --> 00:11:40.856
કે આત્માને જાણે તે સ્વ અને આત્માની સાથે
પરને ભેળવ્યું તો પ્રમાણજ્ઞાન થઈ ગયું.

00:11:40.880 --> 00:11:44.616
તો એને સ્વ-પરપ્રકાશક વ્યવહાર કહ્યો,
આ ટીકામાં.

00:11:44.640 --> 00:11:50.860
અંદરના સ્વ-પરપ્રકાશકમાં પરને
ભેળવ્યું જ નહીં. એટલે નિશ્ચય થઈ ગયું.

00:11:50.884 --> 00:11:56.536
જ્ઞાન તે સ્વ અને આનંદ તે પર,
એ આનંદ તે આત્મા જ છે.

00:11:56.560 --> 00:12:01.376
(આનંદ) કાંઈ પર નથી.
પર તો એને અપેક્ષાએ કહ્યું છે.

00:12:01.400 --> 00:12:07.176
જ્ઞાનને જ્યારે સ્વ કહીએ તો જ્ઞાનની અપેક્ષાએ
આનંદ આદિ શ્રદ્ધાને પર કહેવામાં આવે છે.

00:12:07.200 --> 00:12:12.376
પણ સ્વઆશ્રિત છે. એક દ્રવ્યાશ્રિત
છે સ્વ-પરપ્રકાશક.

00:12:12.400 --> 00:12:18.016
ઓલું સ્વ-પરપ્રકાશક બે
દ્રવ્યાશ્રિત થઈ ગયું. આહાહા!

00:12:18.040 --> 00:12:24.936
તો એને સ્વ-પરપ્રકાશક નિશ્ચય કહેવાય.
જેમાં પરની અપેક્ષા ન આવે.

00:12:24.960 --> 00:12:32.136
જ્ઞાન જ્ઞાનને પણ જાણે છે અને આનંદને પણ જાણે છે.
જો અનુભવના કાળમાં અતીન્દ્રિય આનંદ આવે

00:12:32.160 --> 00:12:36.696
એ જો સાધક જાણે નહીં તો
સમ્યગ્દર્શન થયું ખબર જ ન પડે.

00:12:36.720 --> 00:12:43.016
મુંબઇમાં કહ્યું એક ભાઈએ, રોનકવાળા છે
મોટા ૭૦ લાખનો બંગલો છે, જાણતા હશો તમે.

00:12:43.040 --> 00:12:48.296
ગુરુદેવ ત્યાં ઉતર્યા હતા. રોનકવાળા
રમણીકભાઈએ પૂછ્યું, સમજી ગયા?

00:12:48.320 --> 00:12:52.136
ચાલુ વાંચનમાં, કે સમ્યગ્દર્શન
થાય એનું પ્રૂફ શું?

00:12:52.160 --> 00:13:00.576
કે આનંદ આવે અતીન્દ્રિય, એ એનું પ્રૂફ છે.
એનું લક્ષણ છે. આનંદ આવે છે.

00:13:00.600 --> 00:13:04.896
કેમકે એક કષાય ટળી ગયો.
ચાર કષાય બીજા ગયા ચારિત્રના.

00:13:04.920 --> 00:13:10.376
તો કષાયના અભાવથી વીતરાગતા પ્રગટ થઈ.
તો વીતરાગતાનું ફળ તો આનંદ જ આવે ને?

00:13:10.400 --> 00:13:14.496
દુઃખ હોય કાંઈ? રાગનું ફળ દુઃખ
અને વીતરાગભાવનું ફળ સુખ.

00:13:14.520 --> 00:13:21.776
તો એ આનંદ આવે છે એને ખબર પડે છે. બહાર
નીકળે છે ને ત્યારે પ્રતીતમાં આવી ગયું,

00:13:21.800 --> 00:13:26.216
ભવનો અંત આવી ગયો.
એ નિશ્ચયથી સ્વ-પરપ્રકાશક.

00:13:26.240 --> 00:13:31.456
આ વાત સમાજમાં ચાલતી નથી બહુ.
ગુરુદેવ કહી ગયા છે પણ ચાલતી નથી.

00:13:31.480 --> 00:13:34.776
ઓલું સ્વ-પરપ્રકાશક ચાલે છે.
આહાહા! એ પકડાઈ ગયું.

00:13:34.800 --> 00:13:46.016
વોરાભાઇનું નાળું, કહેવત છે આપણે, સમજી ગયા?
પણ સ્વ-પરપ્રકાશક કથંચિત છે, સર્વથા નથી.

00:13:46.040 --> 00:13:52.296
કથંચિત એક શબ્દ most important છે.
કથંચિત એટલે કોઈ એક અપેક્ષાએ.

00:13:52.320 --> 00:14:00.056
નિશ્ચયનયે સ્વ-પરપ્રકાશક અને વ્યવહારનયે
પણ સ્વ-પર પ્રકાશક. આવું આમાં છે.

00:14:00.080 --> 00:14:05.856
ત્રણ પ્રકાર જ્ઞાનીને હોય, એક પ્રકાર
અજ્ઞાનીને. બધાને સ્વ-પર એમાં જણાય છે

00:14:05.880 --> 00:14:10.456
સ્વચ્છતામાં જ્ઞાનની પર્યાયમાં જણાય છે.
ભલે અજ્ઞાનભાવ હોય, કાંઈ નહીં.

00:14:10.480 --> 00:14:17.216
પણ એમાંથી ભેદજ્ઞાન કરવું જોઈએ.
કે જાણનાર જણાય છે, ખરેખર પર જણાતું નથી.

00:14:17.240 --> 00:14:20.536
ત્યારે પર તરફથી ઉપયોગ હટી ને અંદરમાં આવે.

00:14:20.560 --> 00:14:24.376
તો એ ઉપયોગ સ્વપ્રકાશક છે.
ઉપાદેયપણે જ્ઞાયકને જાણે.

00:14:24.400 --> 00:14:31.896
ઉપાદેયપણે જ્ઞાયકને જાણે
તે નિશ્ચય સ્વપ્રકાશક થયું.

00:14:31.920 --> 00:14:37.576
અને એનું જે સામર્થ્ય પ્રગટ થયું
સ્વપરનું તો આનંદને પણ જાણે છે.

00:14:37.600 --> 00:14:41.976
એ અંદરનું સામર્થ્ય છે.
ઓલું બહારનું સામર્થ્ય છે. આહાહા!

00:14:42.000 --> 00:14:47.256
આવી સ્વ-પરપ્રકાશકની કથા બહુ સારી એમાં છે.

00:14:47.280 --> 00:14:54.296
કથંચિત, આટલા શાસ્ત્રોમાં, દિગંબર શાસ્ત્રોમાં
ક્યાંય કથંચિત સ્વ-પરપ્રકાશક નથી લખ્યું.

00:14:54.320 --> 00:15:00.336
સ્વ-પરપ્રકાશકની વાત ઠેક ઠેકાણે આવે.
પણ આગળ કથંચિત વિશેષણ મૂક્યું,

00:15:00.360 --> 00:15:15.576
આ એક આચાર્યએ મૂક્યું. ભાવિ
તીર્થંકર છે આ, પોતે લખી ગયા છે.

00:15:15.600 --> 00:15:21.536
સ્વપ્રકાશક પૂર્વક નિશ્ચયથી,
સ્વ-પરપ્રકાશક નિશ્ચય

00:15:21.560 --> 00:15:27.976
અને પછી વ્યવહાર સ્વ-પરપ્રકાશક.
એમ ત્રણ પ્રકાર જ્ઞાનીઓને હોય છે.

00:15:28.000 --> 00:15:31.376
કેવળીને હોય અને પછી શ્રુતકેવળીને
પણ એ જ જાત હોય છે.

00:15:31.400 --> 00:15:37.656
મુમુક્ષુ: ત્રણ પ્રકાર એક જ સમયમાં?
પૂ. લાલચંદભાઈ: હા, એક જ સમયમાં બે.
એક જ સમયમાં બે હોય છે.

00:15:37.680 --> 00:15:44.656
પણ જે લોકાલોક એમાં પ્રતિભાસે છે
એ નિશ્ચયમાં ન લીધું. એ પછી લીધું.

00:15:44.680 --> 00:15:51.776
વિવક્ષા બદલાવી કે આત્મા આત્માને જાણે,
લોકાલોક પણ એમાં જણાય. એને વ્યવહાર કહ્યો. એમ.

00:15:51.800 --> 00:15:58.016
સાધકને થોડો ક્રમ પડે છે. કેવળીને કાંઈ
ક્રમ નથી, એક સમયમાં છે.

00:15:58.040 --> 00:16:00.896
નિશ્ચય સ્વ-પરપ્રકાશક અને
વ્યવહાર સ્વ-પરપ્રકાશક

00:16:00.920 --> 00:16:04.456
એને એક સમયમાં અક્રમે હોય.
સાધકને ક્રમ પડે છે.

00:16:04.480 --> 00:16:09.256
નિશ્ચય સ્વપ્રકાશક અને નિશ્ચય
સ્વ-પરપ્રકાશક એક સમયમાં બે હોય.

00:16:09.280 --> 00:16:14.936
એ બે એક સમયમાં. અને પછી
જ્યારે સવિકલ્પદશામાં આવે

00:16:14.960 --> 00:16:20.136
ત્યારે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન -
૧૨ મી ગાથા છે ને? એ સવિકલ્પદશાની છે.

00:16:20.160 --> 00:16:24.296
એ વ્યવહાર પછી ઊભો થાય છે.
પણ નિશ્ચયપૂર્વક વ્યવહાર હોય.

00:16:24.320 --> 00:16:32.336
સ્વ-પર પ્રકાશકમાં હોં. સ્વ-પરપ્રકાશકમાં
પણ નિશ્ચય સ્વ-પરપ્રકાશક પ્રગટ થાય,

00:16:32.360 --> 00:16:36.376
આનંદ આવે ત્યારે તેને સ્વ-પરપ્રકાશક
વ્યવહાર કહેવાય.

00:16:36.400 --> 00:16:40.136
હવે આનંદ જ નથી આવતો તો
સ્વ-પરપ્રકાશક અજ્ઞાનમાં જાય.

00:16:40.160 --> 00:16:45.496
એ તો નિગોદમાં પણ છે અત્યારે સ્વ-પરપ્રકાશક.
પંચાસ્તિકાય છે? પંચાસ્તિકાય લાવો.

00:16:45.520 --> 00:16:50.716
મુમુક્ષુ: એ આનંદ દસ મિનિટથી વધારે નથી
રહેતો એનું શું કારણ?

00:16:50.740 --> 00:17:05.216
પૂ. લાલચંદભાઈ: દસ મિનિટ નથી રહેતો. દસ મિનિટ(થી)
બહુ ઓછો, આંખનો પલકારો મારીને ઉઠે
ત્યાં સુધીમાં તો બહાર નીકળી જાય.

00:17:05.240 --> 00:17:10.636
એટલો ટાઇમ શરૂઆતમાં આનંદ,
આનંદ એટલો જ ટાઇમ લગી હોય છે.

00:17:10.660 --> 00:17:17.576
માત્રા પણ ઓછી ને ટાઇમ પણ ઓછો.
પછી માત્રા વધારે અને ટાઇમ પણ (વધારે).

00:17:17.600 --> 00:17:27.896
એ આનંદ આવ્યો એ ભ્રમણા છે, દસ મિનિટનો આનંદ.
કલ્પના છે, કલ્પના કલ્પના છે.

00:17:27.920 --> 00:17:32.836
એ આત્માનું સ્વરૂપ પહેલા સમજો કે આત્મા શું?
આહાહા!

00:17:32.860 --> 00:17:35.936
મૂળ વાત જીવતત્ત્વને સમજવા જેવુ છે.

00:17:35.960 --> 00:17:44.356
એમ તો ઘણાય ધ્યાનવાળા આવે,
મને પૂછે ખાનગીમાં કે પ્રકાશ દેખાણો.

00:17:44.380 --> 00:17:50.956
ભાઈ! પ્રકાશ ન હોય, એ તો પુદગલની અવસ્થા છે.
એ જ્ઞાનપ્રકાશ અરૂપી છે.

00:17:50.980 --> 00:18:00.536
આ જે મેં કહ્યું ને સ્વ-પરપ્રકાશક
જીવમાત્રમાં હોય, જ્ઞપ્તિ.

00:18:00.560 --> 00:18:07.536
એ પંચાસ્તિકાયમાં ૧૨૧ ગાથામાં આચાર્ય
ભગવાને લીધું છે. કુંદકુંદનું શાસ્ત્ર છે આ.

00:18:07.560 --> 00:18:27.896
<b>(અન્વયાર્થ:-) (વ્યવહારથી કહેવામાં આવતા
એકેન્દ્રિયાદિ તથા પૃથ્વીકાયિકાદિ જીવોમાં)</b>

00:18:27.920 --> 00:18:33.056
<b>ઇન્દ્રિયો જીવ નથી અને છ પ્રકારની
શાસ્ત્રોક્ત કાયો પણ જીવ નથી;</b>

00:18:33.080 --> 00:18:39.416
<b>તેમનામાં જે જ્ઞાન છે તે જીવ છે
એમ (જ્ઞાનીઓ) પ્રરૂપે છે.</b>

00:18:39.440 --> 00:18:44.736
<b>ટીકા:- આ, વ્યવહારજીવત્વના એકાંતની
પ્રતિપત્તિનું ખંડન છે.</b>

00:18:44.760 --> 00:18:51.576
<b>(અર્થાત જેને માત્ર વ્યવહારનયથી
જીવ કહેવામાં આવે છે તેનો ખરેખર
જીવ તરીકે સ્વીકાર કરવો ઉચિત નથી)</b>

00:18:51.600 --> 00:18:55.336
દેહ અને જીવ, એકેન્દ્રિયજીવ, બે ઇન્દ્રિયજીવ
એ ઉચિત નથી

00:18:55.360 --> 00:19:00.776
પણ એનામાં જે જ્ઞાન છે તે જીવ છે, એમ. દેહથી
જુદો પાડીને જ્ઞાનને જીવનું લક્ષણ કહ્યું છે.

00:19:00.800 --> 00:19:12.176
<b>(એમ અહીં સમજાવ્યું છે).</b> 
<b>જે આ એકેન્દ્રિય વગેરે તથા 
પૃથ્વીકાયિક વગેરે 'જીવો'</b> ઇન ટુ કોમા.

00:19:12.200 --> 00:19:21.756
<b>'જીવો' કહેવામાં આવે છે તે, અનાદિ
જીવ-પુદગલનો પરસ્પર અવગાહ દેખીને,</b>
પીંડ દેખીને,

00:19:21.780 --> 00:19:31.416
ક્ષેત્રાવગાહ દેખીને <b>વ્યવહારનયથી જીવનાં
પ્રાધાન્ય દ્વારા (-જીવને મુખ્યતા અર્પીને)
'જીવો' એમ કહેવામાં આવે છે.</b>

00:19:31.440 --> 00:19:40.576
<b>નિશ્ચયનયથી તેમનામાં સ્પર્શનાદિ
ઇન્દ્રિયો તથા પૃથ્વી-આદિ કાયો,</b>

00:19:40.600 --> 00:19:46.896
<b>જીવના લક્ષણભૂત ચૈતન્યસ્વભાવના
અભાવને લીધે, જીવ નથી;</b>

00:19:46.920 --> 00:19:50.816
એકેન્દ્રિય, બેઇન્દ્રિય તે જીવ નથી.
શરીરની સંજ્ઞા છે એ તો.

00:19:50.840 --> 00:19:53.496
આહાહા! એમાં જાણવાની ક્રિયા ક્યાં છે?

00:19:53.520 --> 00:20:02.856
<b>તેમનામાં જ</b> એકેન્દ્રિયાદિમાં નિગોદમાં પણ
<b>જે સ્વપરની જ્ઞપ્તિરૂપે પ્રકાશતું જ્ઞાન છે’,</b>

00:20:02.880 --> 00:20:09.976
સ્વપરની જ્ઞપ્તિરૂપે પ્રકાશતું જ્ઞાન છે.
સ્વપરનો પ્રતિભાસ થાય છે સ્વચ્છતામાં જ્ઞાનમાં.

00:20:10.000 --> 00:20:17.996
એકેન્દ્રિયને પણ. <b>તેમનામાં જ જે સ્વપરની
જ્ઞપ્તિરૂપે પ્રકાશતું જ્ઞાન છે તે જ,</b>

00:20:18.020 --> 00:20:24.776
<b>ગુણ-ગુણીના કથંચિત અભેદને લીધે,</b>
પર્યાયને, દ્રવ્યને અભેદ ગણીને

00:20:24.800 --> 00:20:31.216
જીવપણે પ્રરૂપવામાં આવે છે.
આ સ્વ-પરપ્રકાશકનું લાકડું ચાલ્યું.

00:20:31.240 --> 00:20:36.616
પકડાય ગયું લાકડું. સ્વપ્રકાશક પણ ગયું,
નિશ્ચય સ્વ-પરપ્રકાશક પણ ગયું,

00:20:36.640 --> 00:20:40.316
જ્ઞાનીના નિશ્ચયનયના પૂર્વક વ્યવહાર
સ્વ-પરપ્રકાશક પણ ગયું.

00:20:40.340 --> 00:20:46.776
ત્રણેય ઉડાડયા અને એક લાકડું રહી ગયું.
સ્વ-પરપ્રકાશક, સ્વ-પરપ્રકાશક, સ્વ-પરપ્રકાશક.

00:20:46.800 --> 00:20:59.896
સ્વ-પરપ્રકાશકમાંથી પરપ્રકાશકનો નિષેધ
કરીને સ્વપ્રકાશકમાં આવું જોઈએ.

00:20:59.920 --> 00:21:07.436
તો ઇન્દ્રિયજ્ઞાન રોકાય જાય ને
નવું જ્ઞાન પ્રગટ થાય ને આત્માનો અનુભવ થાય,

00:21:07.460 --> 00:21:11.216
એમાં સ્વપ્રકાશકમાં અનુભવ થાય
એ જ સમયે આનંદ આવે

00:21:11.240 --> 00:21:18.716
એને પણ જ્ઞાન જાણે.
એ નિશ્ચયથી સ્વ-પરપ્રકાશક થયું.
જ્ઞાન+આનંદ કર્યું કે નહીં?

00:21:18.740 --> 00:21:26.576
તો સ્વ-પરપ્રકાશક, અંદર ને અંદરમાં, હજી
ધ્યાનમાં મગ્ન છે એ વખતે, પછી બહાર આવે

00:21:26.600 --> 00:21:29.636
ત્યારે સ્વ-પરપ્રકાશકનો વ્યવહાર એને હોય છે.

00:21:29.660 --> 00:21:33.856
કેમકે સ્વ-પરપ્રકાશક નિશ્ચય હોય એને
સ્વ-પરપ્રકાશકનો વ્યવહાર હોય ને?

00:21:33.880 --> 00:21:37.276
નિગોદને તો સ્વ-પરપ્રકાશક નિશ્ચય
પ્રગટતો નથી, અનુભવ નથી

00:21:37.300 --> 00:21:41.816
તો એને સ્વ-પરપ્રકાશક
એ વ્યવહારનું અજ્ઞાનમાં જાય છે.

00:21:41.840 --> 00:21:50.616
બહુ સ્વ-પરપ્રકાશક વિષે બહુ (ભ્રાંતિ) ચાલે છે.
ખબર છે આપણને.

00:21:50.640 --> 00:22:02.496
અમને પૂછે તો અમે ખુલાસો કરીએ ને,
કોઈ પૂછે તો ખુલાસો કરીએ.

00:22:02.520 --> 00:22:11.796
મુમુક્ષુ: ગુરુદેવે તો ઘણા ખુલાસા કર્યા છે.
પૂ. લાલચંદભાઈ: ઘણો ખુલાસો.

00:22:11.820 --> 00:22:20.456
અરે! ગુરુદેવે તો ત્યાં સુધી કહ્યું છે કે
જ્ઞાન જ જણાય છે પર જણાતું જ નથી.

00:22:20.480 --> 00:22:30.036
એક ૮૦ની સાલનું આત્મધર્મ છે માર્ચ મહીનાનું.

00:22:30.060 --> 00:22:37.576
એમાં તો ત્યાં સુધી એમણે કહ્યું કે
આત્મા પરને જાણતો જ નથી

00:22:37.600 --> 00:22:41.336
તો પર તરફ ઉપયોગ મૂકવાની વાત જ ક્યાં રહી?

00:22:41.360 --> 00:22:48.696
આત્મા આત્માને જાણે છે એ પણ સ્વ-સ્વામીનો
વ્યવહાર છે, એમાં પણ સાધ્યની સિદ્ધિ નથી.

00:22:48.720 --> 00:22:54.536
જ્ઞાયક તો જ્ઞાયક છે એમાં અનુભવ થાય છે.
ઘણું કહી ગયા છે ઠેક-ઠેકાણે.

00:22:54.560 --> 00:23:00.736
આજ સવારે ભાઈ આવ્યા હતા એમાંથી
એ બતાવ્યું. ૧૮૩૬ પોઈન્ટ.

00:23:00.760 --> 00:23:03.176
પુસ્તક છપાય છે ને બીજું હમણાં જ.

00:23:03.200 --> 00:23:14.396
એનું એક કારણ છે કે એને અનાદિકાળથી
ઇન્દ્રિયજ્ઞાન પ્રગટ થાય છે

00:23:14.420 --> 00:23:21.536
અને ઇન્દ્રિયજ્ઞાન પરની જ પ્રસિદ્ધિ કરે છે.
એવો એને અભ્યાસ, અધ્યાસ અનાદિકાળથી છે.

00:23:21.560 --> 00:23:28.656
અનાદિકાળથી, આજ નવો નથી. સમજી ગયા?
હવે એને આખું ચક્કર ફેરવવું, એનો નિષેધ કરવો.

00:23:28.680 --> 00:23:35.396
આમ આમ આ (લાકડું) જણાય છે આ પ્રત્યક્ષ.
આ ઘડિયાળ જણાય છે, ચારમાં આઠ મિનિટ છે,

00:23:35.420 --> 00:23:41.216
પ્રત્યક્ષ જણાય છે. કે નથી જણાતું, તારું
જ્ઞાન જણાય છે, લે. જો અનુભવ કરવો હોય તો.

00:23:41.240 --> 00:23:45.776
અને બાકી કરો લહેર. એમાં કોણ,
કોઈ બળાત્કાર તો છે નહીં કોઈ.

00:23:45.800 --> 00:23:52.296
તમારો અભિપ્રાય તમારી પાસે છે, રાખો. પર
જણાય છે, પર જણાય છે, પર જણાય છે, જાણો જાવ.

00:23:52.320 --> 00:23:55.136
અનંતકાળ ગયો પરને જાણતા.

00:23:55.160 --> 00:23:58.096
એમાં જ્યારે અમારા ઉપર હલ્લો આવ્યો,

00:23:58.120 --> 00:24:02.336
કે આત્મા પરને જાણતો નથી,
ખરેખર જાણનાર જણાય છે.

00:24:02.360 --> 00:24:08.056
ત્યારે મુંબઇમાં મારો મોટો દીકરો મને પૂછ્યું,

00:24:08.080 --> 00:24:13.296
મને ભાઈ કહે છે. કોઈ પપ્પા કહે, કોઈ ભાઈ કહે,
વ્યવહાર જુદા જુદા હોય ને.

00:24:13.320 --> 00:24:21.056
કે આ આત્મા પરને જાણતો નથી એ તમે જે વાત
કરો છો એની સામે આટલો દ્રોહ છે

00:24:21.080 --> 00:24:30.076
તો તમારી પાસે શું દલીલ છે એની? ન્યાય આપોને
કાંઈક. મે કીધું એમ? સારો પ્રશ્ન છે તારો.

00:24:30.100 --> 00:24:36.256
જો આટલા વર્ષની ઉંમર તારી થઈ તો પરને તું
જાણી રહ્યો છે ને?
તો કહે હા, હું પરને જાણું છું.

00:24:36.280 --> 00:24:41.576
આનંદ આવ્યો? તો કહે ના, આનંદ નથી આવ્યો.
નથી આનંદ આવ્યો તો વિભાવ છે.

00:24:41.600 --> 00:24:46.276
આ શાસ્ત્રની કાંઈ તારે જરૂર નથી. લે.

00:24:46.300 --> 00:24:50.316
ક્યા શાસ્ત્રમાં શું લખ્યું છે સ્વપ્રકાશક,
એ કાંઈ તારે જરૂર નહીં.

00:24:50.340 --> 00:24:57.776
હું તને પૂછું છું કે જો પરને જાણતા આત્માને
આનંદ આવતો હોય તો પરપ્રકાશક વ્યાજબી છે.

00:24:57.800 --> 00:25:03.136
કાંઈ વાંધો નથી મને. પણ તને આનંદ આવ્યો?
કે ના મને આનંદ નથી આવ્યો.

00:25:03.160 --> 00:25:08.496
તો એ ખોટું છે. ત્યાંથી વ્યાવૃત થા,
પાછો ફર. એનો નિષેધ કર વ્યવહારનો.

00:25:08.520 --> 00:25:12.836
અને અંદરમાં જા કે જાણનાર જણાય છે.
તો આનંદ આવશે તને.

00:25:12.860 --> 00:25:15.496
તો અમારી વાત સાચી છે એમ માનજે.

00:25:15.520 --> 00:25:33.376
મોટું શલ્ય છે આ. એના માટે આચાર્ય ભગવાને
બંધ અધિકારમાં બહુ સરસ વાત કરી છે.

00:25:33.400 --> 00:25:41.096
કે 'હું પરને મારી શકું છું' 'જીવાડી શકું છું'
'સુખી-દુઃખી કરી શકું છું'
એવો જે તારો અભિપ્રાય છે

00:25:41.120 --> 00:25:47.256
તે ભાવકર્મ છે, અધ્યવસાન છે, મિથ્યાત્વ છે,
સ્વ-પરની એકતાબુદ્ધિ તારી થઈ છે.

00:25:47.280 --> 00:25:52.976
એ તો ઠીક. ભાવબંધ, ભાવબંધ એટલે મિથ્યાત્વ.

00:25:53.000 --> 00:26:00.256
પછી આગળ વધીને કહે છે કે હું ધર્માસ્તિકાયને
જાણું છું એ અધ્યવસાન, મિથ્યાત્વ છે.

00:26:00.280 --> 00:26:10.476
આ ભાવબંધની પરાકાષ્ટા. બીજાને મારવાનો
ભાવ એ તો ભાવબંધ, મિથ્યાત્વ, અજ્ઞાન છે જ.

00:26:10.500 --> 00:26:15.936
પણ હું પરને જાણું છું એ સમકક્ષી ભાવબંધ છે,
મિથ્યાત્વ છે તને.

00:26:15.960 --> 00:26:22.376
કેમકે જણાય છે જ્ઞાન અથવા
જણાય છે અભેદથી જ્ઞાયક,

00:26:22.400 --> 00:26:27.456
ભેદથી જ્ઞાન જણાય,
અભેદથી જ્ઞાયક જણાય. બધાને, હોં!

00:26:27.480 --> 00:26:36.456
ભેદથી જુઓ તો જ્ઞાનની પર્યાય જણાય
અને અભેદથી જુઓ તો જ્ઞાયક જણાય. સમજાણું?

00:26:36.480 --> 00:26:43.776
આવી સ્થિતિ હોવા છતાં તું સ્વને ચુકીને
(એમ કહે છે) આ મને ધર્માસ્તિકાય જણાય છે,
જા તારું અજ્ઞાન છે.

00:26:43.800 --> 00:26:48.216
આહાહા! સમકક્ષી બંધ થાય છે.

00:26:48.240 --> 00:26:56.016
પછી ૨૭૧ કળશ છે.
એમાં રાજમલજી સાહેબ લખે છે,

00:26:56.040 --> 00:27:01.016
હું જ્ઞાયક અને આ છ દ્રવ્ય
(જે) સર્વજ્ઞ ભગવાને કહ્યા (તે મારા જ્ઞેય).

00:27:01.040 --> 00:27:06.616
જૈન મતમાં આવી ગયો છતાં મિથ્યાદ્રષ્ટિ
રહી ગયો. એને ચેતાવે છે હવે.

00:27:06.640 --> 00:27:14.616
કે છ દ્રવ્યને તો અમે જાણીએ છીએ બરાબર.
કે છ દ્રવ્ય તારું જ્ઞેય અને તું જ્ઞાતા
એ તો ભ્રાંતિ છે તારી.

00:27:14.640 --> 00:27:23.976
તારી ભ્રાંતિ છે, તને છ દ્રવ્ય જણાતા નથી.
છ દ્રવ્યથી ભિન્ન જ્ઞાન જણાય છે તને. આહાહા!

00:27:24.000 --> 00:27:28.376
મોટી ભ્રાંતિ એમ લખ્યું. ઘણી ભ્રાંતિ ચાલે છે.

00:27:28.400 --> 00:27:32.896
આત્મા જ્ઞાયક અને છ દ્રવ્ય મારું જ્ઞેય.
એના ઉપર વ્યાખ્યાન થઈ ગયા છે.

00:27:32.920 --> 00:27:40.056
એના ઉપર ૧૩ વ્યાખ્યાન છે ને?
અધ્યાત્મ પ્રવચન રત્નત્રય.
આહાહા! એ પુસ્તક બહુ ઊંચું છે.

00:27:40.080 --> 00:27:42.856
લાઇફ ટાઇમ વાંચવા જેવુ છે. લાઇફ ટાઇમ.

00:27:42.880 --> 00:27:47.776
ધ્યેય, ધ્યાન અને ધ્યાતા.
ત્રણ પ્રકાર એમાં આવી ગયા છે.

00:27:47.800 --> 00:27:53.656
ધ્યેય કોને કહેવાય? ધ્યાનનો વિષય.
અને ધ્યાન કેમ કરવું આત્માનું?

00:27:53.680 --> 00:28:00.716
અને પછી ધ્યાનનું ફળ શું આવે? એ બધી વાત
સંકલન છે એમાં. લાઇફ ટાઇમ વાંચવા જેવુ છે.

00:28:00.740 --> 00:28:04.896
એ પુસ્તક ખપી ગયા હતા.
હમણાં હજાર છપાવ્યા લંડનવાળાએ.

00:28:04.920 --> 00:28:08.656
તો હજારમાંથી ૫૦૦ તરત જ ખપી ગયા દેવલાલીમાં.

00:28:08.680 --> 00:28:15.756
હવે ૫૦૦ માંથી કોઈક ખયપાં હશે,
૪૦૦ હશે. બીજી આવૃતિ છપાવી.

00:28:15.780 --> 00:28:27.496
કેવળ માત્ર સાંભળીને નિર્ણય કરવા કરતાં
અંદરમાં મંથન કરીને નિર્ણય કરવો.

00:28:27.520 --> 00:28:36.176
ખરેખર તો આત્માને પૂછવું, મુંઝવણ થાય ને
ત્યારે છ મહિના સુધી તો કોઈને પૂછવું જ નહીં.

00:28:36.200 --> 00:28:43.256
જો તમે બીજાને પૂછવા જાશો તો આનું
અપમાન કર્યું, અંદર બેઠો છે ભગવાન.

00:28:43.280 --> 00:28:49.096
એ કહે જા રખડ જ્યાં ત્યાં પૂછ. છેવટ તો મારી
પાસે (આવીશ). સાચો જવાબ તો અંદરથી આવશે.

00:28:49.120 --> 00:28:59.536
પૂંજાભાઈ! (મુમુક્ષુ: હોય તે આવે.) 
હં (હા).. સર્વજ્ઞ સ્વભાવી બિરાજમાન છે પરમાત્મા અત્યારે. 
આહાહા! પરિપૂર્ણ પરમાત્મા છે.

00:28:59.560 --> 00:29:03.896
મુમુક્ષુ: શાશ્વત બિરાજમાન છે.
પૂ. લાલચંદભાઈ: શાશ્વત. આવ્યું હતુ ને અનંત નયો પ્રગટ.

00:29:03.920 --> 00:29:08.976
પ્રગટ આવ્યું હતું ને? પછી ૭૩મી
ગાથામાં પ્રત્યક્ષ કહે છે.

00:29:09.000 --> 00:29:13.536
આત્મા પ્રત્યક્ષ છે, પરોક્ષ નથી.
પરોક્ષ રહે એવો એનો સ્વભાવ જ નથી.

00:29:13.560 --> 00:29:21.136
મુમુક્ષુ: એનો મહિમા આવતો જ નથી.
પૂ. લાલચંદભાઈ: બહારનો મહિમા છે.
કોઈ ધનઅર્થી અને કોઈ માનાર્થી બસ.

00:29:21.160 --> 00:29:27.136
કોઈ ધનની લોલુપતાથી ને
કોઈ માનની લોલુપતા બસ.

00:29:27.160 --> 00:29:36.616
જાણવાના લોભમાં સઘળોય આ સંસાર છે.
જાણવાનો લોભ થઈ ગયો છે અનંતાનુબંધીનો.

00:29:36.640 --> 00:29:42.536
તમે ક્યાં ગયા હતા? ક્યાંથી આવ્યા?
ક્યારે જાવ છો? હવે તારે શું? મુકને પંચાત.

00:29:42.560 --> 00:29:54.016
આવું ને આવું. કાંઈ પ્રયોજન ન હોય
છતાં પારકી પંચાતમાં પડી ગયો છે.

00:29:54.040 --> 00:30:01.296
પ્રમાણની બહાર જાવું નહીં
ને પ્રમાણમાં અટકવું નહીં.

00:30:01.320 --> 00:30:08.096
પ્રમાણની બહાર આ બધા પદાર્થો છે
તારે શું કામ છે?  થવા યોગ્ય બધુ થયા કરે છે.
આહાહા!

00:30:08.120 --> 00:30:14.736
અંદરમાં દ્રવ્ય અને પર્યાય એ વચ્ચેનો
વિચાર કર, વર્તુળ ટુંકુ કરીને. આહાહા!

00:30:14.760 --> 00:30:22.056
બાકી ૧૧ ભાગ બહાર પડી ગયા એ બહુ સારું છે.
બધા ખુલાસા છે એમાં.

00:30:22.080 --> 00:30:30.136
સ્વ-પરપ્રકાશક માટે તમારે
હિંમતનગર આવવું ન પડ્યું.

00:30:30.160 --> 00:30:32.936
મેં કીધું હિંમતનગર આવજો નિરાંતે વાત કરશું.

00:30:32.960 --> 00:30:45.176
આવવાની છૂટ છે. થોડા દિવસ અહીં
રોકાવું છે, પછી દેવલાલી.

00:30:45.200 --> 00:31:04.896
મુમુક્ષુ: સ્વ-પરપ્રકાશકમાં દિગંબરોને પણ
ભ્રાંતિ છે, બીજામાં તો છે જ.

00:31:04.920 --> 00:31:12.056
પૂ. લાલચંદભાઈ: દિગંબરોમાં શું, મોટા પંડિતોમાં ભ્રાંતિ છે.

00:31:12.080 --> 00:31:20.736
એનું કારણ છે. એક તો ઊંડાણથી
એ પ્રકારનો આત્મલક્ષી સ્વાધ્યાય ઓછો.

00:31:20.760 --> 00:31:30.376
સ્વાધ્યાય ખરું પણ.. આત્મલક્ષી સ્વાધ્યાય ઓછો.
એટલે પાસ ઓન (pass on) થઈ જાય છે.

00:31:30.400 --> 00:31:36.936
નિયમસાર તો બધાએ વાંચ્યું છે.
પાસ ઓન થઈ જાય. આ શું લખ્યું?

00:31:36.960 --> 00:31:41.856
કેવળી માટે સ્વ-પરપ્રકાશક કથંચિત?
આહાહા! આ શું લખ્યું છે?

00:31:41.880 --> 00:31:50.456
સ્વ-પરપ્રકાશકમાં વળી કથંચિત શું?
કથંચિત છે. નિશ્ચય અને વ્યવહાર બેય.

00:31:50.480 --> 00:31:59.776
એના ઉપર ગુરુદેવના વ્યાખ્યાન થઈ ગયા છે,
ટેપો છે. બધું સાહિત્ય તો બહાર આવી ગયું છે.

00:31:59.800 --> 00:32:13.376
એક પરની કર્તાબુદ્ધિ અને એક પરની
જ્ઞાતાબુદ્ધિ અનંત દુઃખનું કારણ છે.

00:32:13.400 --> 00:32:21.676
એના માટે એક અમિતગતિ આચાર્ય થઈ ગયા છે.
એમણે યોગસાર લખ્યું છે.

00:32:21.700 --> 00:32:25.936
એમણે અનુભવનો બહુ સરળ ઉપાય બતાવ્યો છે.

00:32:25.960 --> 00:32:32.656
બિલકુલ શાસ્ત્ર વાંચતાં ન આવડતું હોય,
અંગૂઠા છાપ હોય, સંસ્કૃત ન આવડતું હોય,
કાંઈ ન આવડતું હોય

00:32:32.680 --> 00:32:36.976
તોપણ અનુભવ થઈ જાય.
એવી એક સાદી વાત એમણે કરી છે.

00:32:37.000 --> 00:32:48.536
એમણે એક દાખલો આપ્યો. કે દીવો છે તે પ્રકાશક
છે, અને એનો જે પ્રકાશ પર્યાય છે એ પ્રકાશ,

00:32:48.560 --> 00:32:57.016
પ્રકાશક અને પ્રકાશ. અને પ્રકાશ્ય -
ઘટ, પટ જે બહારના પદાર્થો છે એ એમાં જણાય છે.

00:32:57.040 --> 00:33:01.136
પ્રસિદ્ધ થાય છે. આમ ત્રણ સ્થિતિ છે.

00:33:01.160 --> 00:33:11.196
ત્યારે તેઓ એમ ફરમાવે છે કે જે પ્રકાશથી
અભિન્ન છે દીવો એ તને જણાતો નથી.

00:33:11.220 --> 00:33:15.416
અને પ્રકાશથી ભિન્ન ઘડો છે તે તને જણાય છે.

00:33:15.440 --> 00:33:22.936
અમને તો આશ્ચર્ય થાય છે તારી મૂર્ખાઈ ઉપર.
આશ્ચર્ય થાય છે, એમ લખ્યું છે.

00:33:22.960 --> 00:33:27.176
એ તો દ્રષ્ટાંત થયું. હવે સિદ્ધાંતમાં ઉતારે છે.

00:33:27.200 --> 00:33:36.656
આત્મા છે તે જ્ઞાયક છે અને તેની સમયે સમયે
જ્ઞાનની પર્યાય પણ થાય છે,

00:33:36.680 --> 00:33:43.996
અને એ જ્ઞાનની પર્યાયમાં તને પર જણાય છે.
બધા પદાર્થો, શાસ્ત્રો વિગેરે દેવ, ગુરુ,
શાસ્ત્ર જણાય,

00:33:44.020 --> 00:33:49.296
રાગ જણાય, ક્રોધ જણાય બધું બહારનું તને
તારી જ્ઞાનની પર્યાયમાં જણાય છે.

00:33:49.320 --> 00:33:56.416
તો કહે છે કે તારી જ્ઞાનની પર્યાયમાં
જે અભેદ આત્મા છે તે જણાતો નથી

00:33:56.440 --> 00:33:59.416
અને જ્ઞાનની પર્યાય(થી) ભિન્ન છે
એ તને જણાય છે?

00:33:59.440 --> 00:34:04.776
આશ્ચર્ય થાય છે.
ત્યારે હવે શું કરવું? તો કરવું શું?

00:34:04.800 --> 00:34:10.336
કે જ્ઞેયને જાણી અને ત્યાંથી વ્યાવૃત થા,
પાછો ફર, રિબાઉન્ડ.

00:34:10.360 --> 00:34:14.356
જેમ છોકરા દડો મારેને પછી તેને ખબર છે કે
દડો મારા હાથમાં આવશે,

00:34:14.380 --> 00:34:17.136
ત્યાં ચોંટી નહીં જાય. આમ ફટ ઝીલી લ્યે છે.

00:34:17.160 --> 00:34:22.596
એમ કહે છે કે જ્ઞેયને જાણીને
ત્યાંથી વ્યાવૃત થા, પાછો ફર

00:34:22.620 --> 00:34:27.976
કે જ્ઞેય જણાતું નથી, મારું જ્ઞાન જણાય છે,
જ્ઞાયક જણાય છે. એટલું કરીશ તો અનુભવ થઈ જશે.

00:34:28.000 --> 00:34:34.296
સાવ સીધો સાદો દાખલો.
અમિતગતિ આચાર્યએ કહ્યું છે.

00:34:34.320 --> 00:34:39.336
સંવર અધિકાર કે  નિર્જરા અધિકારમાં છે આ.
મુમુક્ષુ: નિર્જરા અધિકારમાં.

00:34:39.360 --> 00:34:47.336
પૂ. લાલચંદભાઈ: નિર્જરા અધિકારમાં છે. જ્ઞાનીઓએ તો કરુણા
કરીને, ઘણી સહેલી કરીને વાતો કરી છે.

00:34:47.360 --> 00:34:52.616
તેને 'પરને હું જાણું છું' શું નથી જાણતો?
આ ઘડિયાળ નથી જણાતી?

00:34:52.640 --> 00:34:58.156
ભાઈ! એ જ્ઞાનીની સામે બાંયો ચડાવવા જેવું નથી.

00:34:58.180 --> 00:35:02.856
જ્ઞાની તારા હિતની વાત કરે છે કે આ ઘડિયાળ
જણાતી નથી (તને) જ્ઞાન જણાય છે.

00:35:02.880 --> 00:35:18.056
પરથી ખસી જા. આ કેવળ અનુભવ કેમ થાય એની
પ્રધાનતા છે. જાણવાની પ્રધાનતા નથી અત્યારે.

00:35:18.080 --> 00:35:26.556
જીવોને જાણવાનો લોભ છે. આહાહા!
જાણવાના લોભમાં સઘળોય આ સંસાર છે.

00:35:26.580 --> 00:35:30.136
બોલો! અનંતાનુબંધીનો લોભ.

00:35:30.160 --> 00:35:41.256
બાકી વ્યવહારના કથન તો પાર વગરના
આવશે શાસ્ત્રમાં. ઢગલાબંધ.

00:35:41.280 --> 00:35:49.576
શુદ્ધનયનું કથન ક્યાંક, વિરલ. આહાહા!
થોડા, નિશ્ચયના કથન ઓછા, વ્યવહારના કથન વધારે.

00:35:49.600 --> 00:35:55.936
એક પંચાધ્યાયી શાસ્ત્ર છે,
એમાં બહુ સારી વાત લખી છે.

00:35:55.960 --> 00:36:03.416
કે જેટલો વ્યવહારનયનો ઉપદેશ છે
એટલો બધોય મિથ્યા છે.

00:36:03.440 --> 00:36:11.856
જેટલું વહારનયથી પ્રતિપાદન કરવામાં આવ્યું
એ બધુ મિથ્યા છે, જૂઠું.

00:36:11.880 --> 00:36:15.736
અને એના ઉપર દ્રષ્ટિ રાખનાર
જીવ પણ મિથ્યાદ્રષ્ટિ છે,

00:36:15.760 --> 00:36:25.656
અને જેટલું નિશ્ચયનયનું નિરૂપણ છે
તે સત્યાર્થ છે, એના ઉપર દ્રષ્ટિ રાખનાર
સમ્યગ્દ્રષ્ટિ થઈ જાય છે.

00:36:25.680 --> 00:36:31.576
વ્યવહારનયનું જેટલું કથન છે એટલું મિથ્યા છે.
મિથ્યા ઉપદેશ આપે છે વ્યવહાર.

00:36:31.600 --> 00:36:37.256
વ્યવહાર મિથ્યા ઉપદેશનો આપનાર છે
અને તેથી મિથ્યા છે.

00:36:37.280 --> 00:36:41.176
અને એના ઉપર દ્રષ્ટિ રાખે એટલે
શ્રદ્ધાનો વિષય બનાવી દયે,

00:36:41.200 --> 00:36:45.816
એને સત્યાર્થ માને, તો મિથ્યાત્વનો
દોષ તને લાગશે. આહાહા!

00:36:45.840 --> 00:36:55.136
વ્યવહારના કથન તો પાર વગરના આવે,
કાં કહે કુંભારથી ઘડો થાય, એ સ્થૂળ વ્યવહાર.

00:36:55.160 --> 00:36:59.256
પછી માટીથી ઘડો થાય, સૂક્ષ્મ વ્યવહાર,
વ્યવહાર છે એ.

00:36:59.280 --> 00:37:07.736
માટીથી ઘડો થાય નહીં. જયંતીભાઈ!
કુંભારથી તો (ઘડો) ન થાય પણ માટીથી પણ, આહાહા!

00:37:07.760 --> 00:37:13.796
શું વાત કરો છો? માટીથી જ થાય.
કુંભારથી ન થાય તો કાંઈ નહીં.

00:37:13.820 --> 00:37:19.056
અમે ઘણા વખતથી સાંભળ્યું છે તો કાંઈક
અમારું અજ્ઞાન ગળ્યું છે, ગયું તો નથી.

00:37:19.080 --> 00:37:27.816
માટીથી ન થાય ભાઈ! માટીથી થાય
તો ઘડા સરખા થવા જોઈએ.

00:37:27.840 --> 00:37:30.716
અને ઘડામાંથી તાવડી જ ન થાય, ઘડા જ થયા કરે.

00:37:30.740 --> 00:37:36.276
માટી કર્તા હોય અને ઘડો કર્મ હોય
તો ઘડા જ થયા કરે.

00:37:36.300 --> 00:37:40.456
પછી તાવડી તો થાય નહીં. આહાહા! એમ છે નહીં.

00:37:40.480 --> 00:37:47.356
એક પરમાણુનો દાખલો આપ્યો ગુરુદેવે.
એક પરમાણુ છૂટો, સ્કંધમાંથી જુદો પાડો.

00:37:47.380 --> 00:37:53.816
વિચારવા માટે. અને એના ગુણો સ્પર્શ,
રસ, ગંધ, વર્ણ. મુખ્ય ચાર ગુણ છે ને.

00:37:53.840 --> 00:38:00.176
તો હવે વર્ણગુણની એની પર્યાય થાય.
તો પહેલા સમયે ૪૦ ડિગ્રી સફેદ થઈ પર્યાય,

00:38:00.200 --> 00:38:06.176
બીજા સમયે થઈ ત્રીજી કાળી થઈ ગઈ.
ચોથા, પાંચમા સમયે થાય તો બ્લૂ થઈ જાય છે.

00:38:06.200 --> 00:38:10.576
તો હવે એનો ગુણ તો સદૃશ
એક નો એક છે વર્ણ નામનો.

00:38:10.600 --> 00:38:16.576
ગુણનો ફેરફાર ન થયો. ગુણ તો એ ને એ.
દરેક પર્યાયમાં ગુણ તો સદૃશ એ ને એ છે,
અન્વયરૂપે.

00:38:16.600 --> 00:38:23.716
પર્યાયમાં ફેરફાર થયો તો નક્કી થાય છે કે
પુદગલ દ્રવ્ય એ પર્યાયનો કર્તા નથી,

00:38:23.740 --> 00:38:26.216
પર્યાયનો કર્તા પર્યાય છે. સ્વતઃ થાય છે.

00:38:26.240 --> 00:38:34.376
ત્યારે ઉપચારથી પુદગલ કરે છે એમ કહેવામાં
આવે છે. આવી ઝીણી વાતો છે, પ્રતિક.

00:38:34.400 --> 00:38:43.256
કર્તાબુદ્ધિ બહુ મારી નાખે છે.
છે જ્ઞાતા માને છે કર્તા. બસ. એ ભૂલ થઈ ગઈ.

00:38:43.280 --> 00:39:01.616
બોલો કોઈને હજી પ્રશ્ન હોય તો, ટાઇમ ઘણો છે.
અથવા આપણે હવે ભક્તિ લ્યો.

00:39:01.640 --> 00:39:14.896
મુમુક્ષુ: સામાન્ય પ્રમાણમાં, આગમ પ્રમાણ
અને અધ્યાત્મ પ્રમાણમાં.. .. ..

00:39:14.920 --> 00:39:21.136
પૂ. લાલચંદભાઈ: આગમ પ્રમાણમાં એમ છે કે દ્રવ્ય શુદ્ધ,
ગુણ શુદ્ધ અને પર્યાય શુદ્ધ અને અશુદ્ધ.

00:39:21.160 --> 00:39:24.096
એ બધુ જ્યારે લઈ લ્યો ત્યારે
આગમ પ્રમાણ કહેવાય.

00:39:24.120 --> 00:39:28.736
શુદ્ધાશુદ્ધ પર્યાયનો પિંડ તેને દ્રવ્ય કહેવાય.
એ આગમ પ્રમાણ કહેવાય.

00:39:28.760 --> 00:39:38.096
અધ્યાત્મ પ્રમાણમાં રાગ નીકળી જાય.
દ્રવ્યશુદ્ધ, ગુણશુદ્ધ અને પર્યાયશુદ્ધ
એને અધ્યાત્મ પ્રમાણ કહેવામાં આવે છે.

00:39:38.120 --> 00:40:07.416
મુમુક્ષુ: વ્યવહારનય જો મિથ્યાઉપદેશનો
આપનાર છે.....

00:40:07.440 --> 00:40:13.176
પૂ. લાલચંદભાઈ: પ્રશ્ન બરાબર આવ્યો. કે વ્યવહારનય
જો મિથ્યા ઉપદેશનો આપનાર છે

00:40:13.200 --> 00:40:19.076
તો સર્વજ્ઞ ભગવાનની વાણીમાં નિશ્ચયનો
ઉપદેશ છે અને વ્યવહારનો પણ ઉપદેશ છે.

00:40:19.100 --> 00:40:22.296
બે નયાશ્રિત છે ને વાણી દ્વિનયાશ્રિત છે.

00:40:22.320 --> 00:40:26.656
પરસ્પર સાપેક્ષ નિશ્ચય ને વ્યવહાર,
પરસ્પર સાપેક્ષ જોડકું છે.

00:40:26.680 --> 00:40:32.296
તો એમ પ્રશ્ન આવ્યો કે વ્યવહારનય
જો ખોટો ઉપદેશ આપે છે

00:40:32.320 --> 00:40:36.616
તો જિનેન્દ્ર ભગવાનની દિવ્ય ધ્વનિમાં
વ્યવહારની વાત તો એમણે કરી છે.

00:40:36.640 --> 00:40:43.536
વ્યવહારની વાત એમણે કરી છે અને પછી
એનો નિષેધ કરવો એ પણ એમણે વાત કરી છે.

00:40:43.560 --> 00:40:52.496
શું કહ્યું? એકલી વ્યવહારની વાત કરીને
આ ફૂલ પોઈન્ટ નથી.

00:40:52.520 --> 00:40:59.216
પણ વ્યવહારનયનું જ્ઞાન કરી
તું એને નિષેધ કરજે નિશ્ચયનય વડે.

00:40:59.240 --> 00:41:04.016
નિર્દય થઈને. એ વાક્ય કોનું છે?
એ વાક્ય પણ એમનું છે.

00:41:04.040 --> 00:41:13.296
વ્યવહારનયને જાણીને નિશ્ચયનય વડે
તું એનો નિષેધ કરજે. એ વાક્ય કોનું છે?

00:41:13.320 --> 00:41:18.216
એ સર્વજ્ઞ ભગવાનનું.
તો વ્યવહારનય સંયોગનું જ્ઞાન કરાવે છે.

00:41:18.240 --> 00:41:26.456
નિશ્ચયનય સ્વભાવનું જ્ઞાન કરાવે છે.
વ્યવહારનય સંયોગનું જ્ઞાન કરાવે છે માત્ર.

00:41:26.480 --> 00:41:31.856
એની મર્યાદા એટલી છે. અને નિશ્ચયનય
જેવો સ્વભાવ છે એવું ભાન કરાવી દયે છે.

00:41:31.880 --> 00:41:36.016
એટલે નિશ્ચયનય ઉપાદેય છે. વ્યવહારનય હેય છે.

00:41:36.040 --> 00:41:44.256
સંયોગનું.., દેહ અને આત્મા જ્યારે એક ક્ષેત્રમાં હોય
તો દેહ તે જીવ છે એમ કહે,

00:41:44.280 --> 00:41:48.956
આત્મા કર્મથી બંધાયેલો છે એમ કહે, આત્મામાં
રાગ-દ્વેષ થાય છે એમ પણ વ્યવહારનય કહે.

00:41:48.980 --> 00:41:57.536
નિશ્ચયનય કહે છે કે દેહથી બંધાણો જ નથી.
દેહ છે જ નહીં આત્માને. દેહથી રહિત આત્મા છે.

00:41:57.560 --> 00:42:09.316
વિદેહી છે અત્યારે. અશરીરી છે આત્મા
અત્યારે. અત્યારે, હોં! આત્મા કર્મથી
બંધાયેલો નથી, અબદ્ધ છે.

00:42:09.340 --> 00:42:14.336
આત્મા રાગથી સંયુક્ત છે જ નહીં.
વ્યવહારનય કહે સંયુક્ત છે.

00:42:14.360 --> 00:42:16.776
નિશ્ચયનય કહે રાગથી રહિત આત્મા છે.

00:42:16.800 --> 00:42:24.476
આ બે નયનું કથન છે એના માટે મોક્ષમાર્ગ
પ્રકાશકમાં એક બહુ સરસ બે વાક્ય આવ્યા છે.

00:42:24.500 --> 00:42:33.736
મોક્ષમાર્ગ પ્રકાશક.
કે જેટલું વ્યવહારનયનું કથન નિરૂપણ હોય
તેને અસત્યાર્થ જાણી તેનું શ્રદ્ધાન છોડજે

00:42:33.760 --> 00:42:44.216
અને જેટલું નિશ્ચયનય વડે નિરૂપણ કરવામાં
આવ્યું હોય તે સત્યાર્થ છે એમ જાણી
તેનું શ્રદ્ધાન અંગીકાર કરજે.

00:42:44.240 --> 00:42:52.576
આહાહા! બે વાક્ય છે, મોક્ષમાર્ગ પ્રકાશકમાં.
એ સ્ટીકર હમણાં નીકળ્યા છે.
અહીંયા આવ્યા કે નહિ, છે? છેને?

00:42:52.600 --> 00:43:01.256
વ્યવહારનયને સત્યાર્થ માન્યું છે તે અજ્ઞાન છે.

00:43:01.280 --> 00:43:06.136
વ્યવહારનય સાચું લાગે છે ત્યાં સુધી
નિશ્ચયનય તિરોભૂત થઈ જાય છે.

00:43:06.160 --> 00:43:09.176
સ્વભાવ ઢંકાય જાય છે. દેખાતો નથી.

00:43:09.200 --> 00:43:13.516
મુમુક્ષુ: વ્યવહારનયનું શ્રદ્ધાન કંઈ 
ભૂમિકામાં છોડવું?

00:43:13.540 --> 00:43:23.496
પૂ. લાલચંદભાઈ: હા, સમ્યગ્દર્શન જેને પ્રગટ કરવું હોય
એણે (વ્યવહારનયનું) શ્રદ્ધાન છોડી દેવું.

00:43:23.520 --> 00:43:29.096
વ્યવહાર છોડવાની વાત નથી,
એનું શ્રદ્ધાન છોડજે.

00:43:29.120 --> 00:43:35.496
વ્યવહાર તો નહીં છૂટે. એ તો જ્ઞાની થયા
પછી શુભભાવ પણ જાણવા માટે આવશે એ વ્યવહાર.

00:43:35.520 --> 00:43:41.456
શુભભાવ કરવો એ અજ્ઞાન, શુભભાવ આવે
એણે જાણે એનું નામ વ્યવહાર.

00:43:41.480 --> 00:43:47.976
જગતને એમ છે કે શુભભાવ કરવો તે વ્યવહાર.
શુભભાવ કરવો તે અજ્ઞાન.

00:43:48.000 --> 00:43:53.096
શુભભાવ આવે તેના કાળક્રમે
એણે જાણવો કે શુભભાવ છે.

00:43:53.120 --> 00:43:56.896
એનાથી જુદો હું છું એમ જાણવું.
એનું નામ વ્યવહાર છે.

00:43:56.920 --> 00:44:02.536
જાણવો તે વ્યવહાર, કરવો તે વ્યવહાર નહીં.
એ તો અજ્ઞાન છે, કર્તાબુદ્ધિ છે.

00:44:02.560 --> 00:44:05.576
આહાહા! મોટો ફેર.

00:44:05.600 --> 00:44:11.656
એક વખત, ઘણા વખત પહેલાની વાત છે.
રાજકોટમાં વાંચતો હતો પહેલા તો.

00:44:11.680 --> 00:44:21.576
વીસેક વર્ષ પહેલાંની વાત છે, તો નિશ્ચયપ્રધાન
કથન અમારું શૈલી તો છે જ સ્વભાવથી પહેલેથી,

00:44:21.600 --> 00:44:27.656
તો એક ભાઈએ કહેલું, મોટો, મોટો માણસ
સામાન્ય અપેક્ષાએ. 

00:44:27.680 --> 00:44:37.176
તો કહે, લાલચંદભાઈ! તમે જે નિશ્ચયની વાત
કરો છોને એ તો બરાબર છે પણ થોડીક સાથે
વ્યવહારની વાત તો કરતાં જાવ.

00:44:37.200 --> 00:44:43.056
તો સોનામાં સુગંધ ભળે. મેં કીધું ભલે
કાલથી હું વ્યવહારની વાત કરીશ.

00:44:43.080 --> 00:44:50.316
એટલે એને એમ થયું કે શુભભાવ કરવાનું કહેશે
કાંઈક. આહાહા! એને એ જોઈતું જ હતું, એમ.

00:44:50.340 --> 00:44:53.336
પણ એ અમારી પાસેથી આશા
રાખી એ તો ખોટી હદ કરી.

00:44:53.360 --> 00:44:57.976
એ તો વાત નીકળવાની જ નથી. વીતરાગની
ગાદી ઉપર બેસીને આત્મા રાગને કરે?

00:44:58.000 --> 00:45:01.936
આહાહા! એ તો વીતરાગની ગાદીને લાંછન છે.

00:45:01.960 --> 00:45:12.216
બીજે દિ' થયો, વ્યાખ્યાનમાં આવ્યા. કહ્યું,
કાલે એક મુમુક્ષુ ભાઈની માંગણી હતી
કે વ્યવહાર મારે જોઈએ.

00:45:12.240 --> 00:45:17.476
બરાબર છે. માંગણી યથાસ્થાને છે.
અને એ વ્યવહાર પણ છે.

00:45:17.500 --> 00:45:22.536
અનુભવ પહેલા પણ વ્યવહાર હોય અને
અનુભવ પછી પણ વ્યવહાર હોય.

00:45:22.560 --> 00:45:25.736
તો એ વ્યવહાર શું છે

00:45:25.760 --> 00:45:32.536
કે જે શુભાશુભભાવ આવે એનાથી આત્મા ભિન્ન
છે એમ વારંવાર વિચાર કરવો એનું નામ વ્યવહાર.

00:45:32.560 --> 00:45:37.956
વિચાર કરવો એનું નામ વ્યવહાર.
શુભાશુભ કરવો એનું નામ વ્યવહાર નહીં.

00:45:37.980 --> 00:45:41.696
એ સવિકલ્પ એને ભેદજ્ઞાન કહેવાય.

00:45:41.720 --> 00:45:46.816
'સવિકલ્પ ભેદજ્ઞાન' કે દેહથી મારો
આત્મા જુદો છે, કર્મથી જુદો છે,

00:45:46.840 --> 00:45:51.816
રાગથી જુદો, એક સમયની
પર્યાયના ભેદથી પણ હું જુદો છું.

00:45:51.840 --> 00:45:55.896
એમ હું જ્ઞાયક છું, અભેદ છું,
હું સામાન્ય ટંકોત્કીર્ણ પરમાત્મા છું,

00:45:55.920 --> 00:46:03.096
એમ ભેદજ્ઞાનનો વારંવાર વિચાર કરવો એનું નામ
વ્યવહાર છે.એ વ્યવહારમાં મિથ્યાત્વ ગળે છે,

00:46:03.120 --> 00:46:09.056
મિથ્યાત્વ ગળે છે અને શુભભાવની કર્તાબુદ્ધિ
રાખે તો મિથ્યાત્વ દ્રઢ થઈ જાય છે.

00:46:09.080 --> 00:46:16.576
વ્યવહાર નથી.
જિનાગમે એને વ્યવહાર નથી કહ્યો,
જાણેલો પ્રયોજનવાન કહ્યો. શું કહ્યું?

00:46:16.600 --> 00:46:20.096
(મુમુક્ષુ: જાણેલો પ્રયોજનવાન)
કરેલો નથી લખ્યું ક્યાંય.

00:46:20.120 --> 00:46:29.616
એ આખું જગત એમ માને છે કે પહેલા વ્યવહાર
હોય અને પછી નિશ્ચય થાય, વ્યવહાર એટલે?

00:46:29.640 --> 00:46:36.296
કષાયની મંદતા કરવી એ વાત શાસ્ત્રોમાં પણ આવે.
શ્રીમદમાં પણ એવા વાક્યો તો ઘણા આવે છે.

00:46:36.320 --> 00:46:41.936
શાંત પહેલા થાય, કષાયની મંદતા થાય, પાત્રતા
થાય વગેરે વગેરે. ઘણી વાતો વ્યવહારની આવે,

00:46:41.960 --> 00:46:47.616
એનાથી જુદો આત્મા છે એમ વિચાર કરવો
તે વ્યવહાર નિશ્ચયને અનુકૂળ છે.

00:46:47.640 --> 00:46:55.656
શુભભાવ કરવો એ પ્રતિકૂળ છે સમ્યગ્દર્શનમાં.
સમ્યગ્દર્શન ત્રણકાળમાં નહીં થાય. ગેરંટી.
આહાહા!

00:46:55.680 --> 00:47:05.176
જે ક્રિયા કરવાથી તને દુઃખ થાય એ ક્રિયા
કરવાની અભિલાષા તને શેની છે?

00:47:05.200 --> 00:47:09.616
શુભભાવથી પણ દુઃખ અને અશુભથી પણ દુઃખ,
એક સોનાની બેડી ને એક લોઢાની બેડી.

00:47:09.640 --> 00:47:14.896
કોઈક કહે કે ભાઈ તને બાંધવો છે પણ
સોનાની બેડીથી બાંધવો છે.

00:47:14.920 --> 00:47:20.936
લોઢાની બેડીથી (નહિ). ના, ભાઈસહેબ!
મારે બંધાવું નથી. બંધનની અપેક્ષાએ
બેય સરખા છે.

00:47:20.960 --> 00:47:31.216
ઉલ્ટુ વજન એમાં વધારે હોય. ગળે વળગ્યો છે
અહીં. શુભભાવ તો એટલો ગળે વળગ્યો છે.
આહાહા!

00:47:31.240 --> 00:47:35.196
મુમુક્ષુ: પ્રાથમિક સ્ટેજમાં તો વ્રત,
નિયમ જરૂરી ખરા કે નહિ?

00:47:35.220 --> 00:47:39.896
પૂ. લાલચંદભાઈ: પ્રાથમિક જીવમાં શુભભાવથી આત્મા
જુદો છે, એમ વારંવાર જાણવું.

00:47:39.920 --> 00:47:44.816
એનું નામ પ્રાથમિક છે.
શુભભાવ કરવો એ પ્રાથમિક ભૂમિકા નથી.

00:47:44.840 --> 00:47:51.476
કેમકે જે વીતરાગ પરમાત્મા થયા, વીતરાગ
થયા તે રાગ કરવાનો ઉપદેશ આપે નહીં.

00:47:51.500 --> 00:47:56.376
રાગ આવે એને જાણે. રાગ આવે એને જાણે,
એનું નામ વ્યવહાર.

00:47:56.400 --> 00:48:01.496
મુમુક્ષુ: વ્રત, નિયમોની જરૂર નહીં?
પૂ. લાલચંદભાઈ: વ્રત, નિયમો આવે એને જાણે,

00:48:01.520 --> 00:48:05.176
એનું નામ વ્યવહાર.
વ્રત, નિયમ કરવા જેવા છે તો મિથ્યાત્વ.

00:48:05.200 --> 00:48:16.896
વ્રતાદિ આવે, પંચમ ગુણસ્થાને દેશવ્રત, પાંચ
મહાવ્રતનાં પરિણામ છઠા ગુણસ્થાને આવે.

00:48:16.920 --> 00:48:26.416
આવે અને કરવું એમાં આસમાન
જમીનનો ફેર છે. મોટો ફેર છે.

00:48:26.440 --> 00:48:32.536
વ્રત, નિયમ, ઉપવાસ આવે, બધા ભાવો આવે.
બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લ્યે,

00:48:32.560 --> 00:48:42.176
પરિગ્રહનું પરિમાણ લ્યે, એ જાતના મંદ કષાયના
ભાવો આવે, પણ સાધક મંદ કષાયને કરતો નથી,
આહાહા!

00:48:42.200 --> 00:48:48.816
કરતો દેખાય છે પણ કરતો નથી.
એને જાણતો દેખાય છે પણ એને જાણતો નથી.

00:48:48.840 --> 00:48:54.456
એ તો જાણનારને જાણે છે. 
જ્ઞેયનો સદભાવ કે અભાવ, 
બેય વખતે પણ જાણનાર જણાય છે.

00:48:54.480 --> 00:49:00.516
જ્ઞેયના સદભાવમાં પણ જાણનાર જણાય છે અને
જ્ઞેયના અભાવમાં નિર્વિકલ્પ ધ્યાનમાં પણ
(જાણનાર જણાય છે).

00:49:00.540 --> 00:49:02.736
આહાહા! છઠી ગાથા કહ્યું છે,

00:49:02.760 --> 00:49:11.216
જ્ઞેયાકાર અવસ્થા વખતે પણ જ્ઞાયકપણે જણાયો તે
સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં પણ જ્ઞાયક જ છે.
આહાહા!

00:49:11.240 --> 00:49:19.056
એ સવિકલ્પદશામાં શું કરતાં હશે? એનું જ્ઞાન
આત્માને જાણ્યા કરે છે તેથી તો નિર્જરા થાય છે.

00:49:19.080 --> 00:49:25.656
જો આત્માને જાણવાનું જ્ઞાન છોડી દયે તો
મિથ્યાદ્રષ્ટિ થઈ ગયો. તો તો બંધાય જાય.

00:49:25.680 --> 00:49:33.336
નિર્જરા થાય છે ને તો સમયે સમયે શુદ્ધિની
વૃદ્ધિ, તો શુદ્ધિની વૃદ્ધિ ક્યારે થાય?

00:49:33.360 --> 00:49:39.936
કે જ્ઞાનનું અવલંબન આત્મામાં હોય, સ્થિરતા
વધતી હોય અંદરમાં, સમજી ગયા? તો નિર્જરા થાય.

00:49:39.960 --> 00:49:43.616
એક સમય પણ જ્ઞાન આત્માને જાણવાનું છોડે નહીં.

00:49:43.640 --> 00:49:49.456
ભલે ઇન્દ્રિયો પરને જાણતી હોય પણ
અતીન્દ્રિયજ્ઞાન સ્વને જાણે છે.

00:49:49.480 --> 00:49:53.176
એક જ્ઞાનની પર્યાયમાં બે ભાગ પડી ગયા છે.

00:49:53.200 --> 00:49:59.016
એક જ્ઞાનચેતના અને એક કર્મચેતના.
પર્યાય એક, ભાગ બે છે.

00:49:59.040 --> 00:50:05.336
જ્ઞાનની પર્યાય એક, સ્વમુખેથી અતીન્દ્રિયજ્ઞાન
અને પરાશ્રિત છે તે ઇન્દ્રિયજ્ઞાન,

00:50:05.360 --> 00:50:12.776
પર્યાય એક, ભાગ બે છે.
એક બંધનું કારણ ઇન્દ્રિયજ્ઞાન અને
અતીન્દ્રિયજ્ઞાન મોક્ષનું કારણ થાય છે.

00:50:12.800 --> 00:50:24.936
સમય એક છે. પર્યાય એક, ભાગ બે. એટલે તો
સાધક કહેવાય ને? સાધક એટલે બાધક તત્ત્વ છે.

00:50:24.960 --> 00:50:29.516
થોડો આસ્ત્રવભાવ થાય છે. સંવર-નિર્જરા છે
એની સાથે આસ્ત્રવભાવ પણ છે.

00:50:29.540 --> 00:50:35.916
મોક્ષ થયો નથી પૂરો. તો સાધકને પણ એવા
ભાવો આવે. શુભભાવ આવે, 

00:50:35.940 --> 00:50:41.416
અરે! અશુભ પણ આવે, નીચે, ચોથા, પાંચમા
ગુણસ્થાને, રૌદ્રધ્યાન પણ થાય.

00:50:41.440 --> 00:50:47.016
પંચમ ગુણસ્થાન સુધી રૌદ્રધ્યાન કહ્યું.
તોપણ સમ્યગ્દર્શનને બાધક નથી આવતું.

00:50:47.040 --> 00:50:54.256
ચારિત્રનું બાધક છે. ચારિત્રમાં બાધક,
ઘાતક છે જરૂર, રાગ ચારિત્રને ઘાતે છે.

00:50:54.280 --> 00:51:00.776
અને રાગ મારો તો સમ્યગ્દર્શનનો ઘાત થઈ ગયો.

00:51:00.800 --> 00:51:10.936
રાજપાટમાં હોય બહારના પુણ્યના કારણે,
પૂર્વના પુણ્ય બંધાણા હોય તો રાજા થઈ જાય.

00:51:10.960 --> 00:51:18.136
અરે! ચક્રવર્તી થઈ જાય. ભરત મહારાજા સમયે
સમયે નિર્જરા રત. ૬૦૦૦૦ વર્ષ સુધી લડાઈમાં ગયા

00:51:18.160 --> 00:51:21.936
અને પિતાના ઓમકાર ધ્વનિ સાંભળવા ન ગયા.

00:51:21.960 --> 00:51:26.616
સાંભળવા ન ગયા એટલે એના કાળક્રમે
એ ભાવ આવે છે.

00:51:26.640 --> 00:51:35.016
એનો સ્વયં સ્વકાળ ને સ્વભાવ એ પ્રગટ થાય છે
પર્યાયનો. આહાહા! એને આત્મા કરતો નથી.

00:51:35.040 --> 00:51:42.216
એ જણાય છે પણ એને જાણતો નથી. એ તો
જાણનારને જાણે છે. આવી અંદરની રમતો છે.

00:51:42.240 --> 00:51:46.236
મુમુક્ષુ: આપે એક વાત બતાવી હતી
ઇષ્ટોપદેશમાં, ઇષ્ટોપદેશમાં.

00:51:46.260 --> 00:51:53.916
પૂ. લાલચંદભાઈ: દેખે છે પણ દેખતો નથી, જાણે છે તોપણ
જાણતો નથી, ચાલે છે તોપણ ચાલતો નથી.

00:51:53.940 --> 00:51:57.376
આ અંદરની રમત છે,
લૂખા પરિણામ થઈ ગયા છે ભાઈ!

00:51:57.400 --> 00:52:04.296
એના પરિણામમાં ચીકાશ, મિથ્યાત્વની ચીકાશ નીકળી
ગઈ છે. તેલનું મર્દન કાઢી નાખ્યું છે એણે.

00:52:04.320 --> 00:52:12.216
રજ ચોંટતી નથી. 
એના માટે એક દાખલો બહુ સારો,
નાની ઉંમરની વાત કરું છું.

00:52:12.240 --> 00:52:18.576
આઠ, દસ વર્ષની ઉંમર હશે એમાં બીજા અન્યમતિના
છોકરાઓ સાથે ભણતા હોય તો વાતું-ચીતું કરે ને,

00:52:18.600 --> 00:52:24.056
એમાં એક છોકરો બાર-ચૌદ વર્ષનો આવ્યો
અને વાત કરવા મંડયો, મેં સાંભળી વાત,

00:52:24.080 --> 00:52:35.696
એવી વાત એણે કરી કે કૃષ્ણ મહારાજ છે ને
તો એને ૧૬૦૦૦ સ્ત્રી છે, રાણી.

00:52:35.720 --> 00:52:41.716
પછી એને એક વિચાર આવ્યો કે
આ ગંગા નદીના સામે કાંઠે એક ઋષિ છે

00:52:41.740 --> 00:52:47.656
તો એને તમે આ ભોજન આપી આવો. તો માણસને
બોલાવ્યો. લાડવાનો થાળ ભરેલો ચિક્કાર.

00:52:47.680 --> 00:52:53.856
તો માણસે કહ્યું કે સાહેબ!
આ ગંગા નદી કેવી રીતે પાર કરવી મારે?

00:52:53.880 --> 00:52:59.696
બે કાંઠે પાણી જાય છે, પુલ તો છે નહીં.
તો કહે નદી કિનારે જઈને કહેજે

00:52:59.720 --> 00:53:07.796
કે કૃષ્ણ મહારાજ સદા બ્રહ્મચારી હોય,
સદા, હોં! આઠમ ચૌદશ નહીં. સદા બ્રહ્મચારી હોય

00:53:07.820 --> 00:53:13.736
તો તું માર્ગ આપજે. આ કે આવા ગપ્પા મારે છે,
એમાં કંઈ નદી કાંઈ માર્ગ આપે?

00:53:13.760 --> 00:53:19.616
પણ બોલાય કેમ? રાજાની સામે બોલાય નહીં.
જી મહારાજ ભલે. ઉપડયો થાળ લઈને.

00:53:19.640 --> 00:53:27.976
અને જેમ કહ્યું તેમ બોલ્યો. અને ફટ માર્ગ
થઈ ગયો અને ચાલ્યો ગયો સામે કાંઠે,

00:53:28.000 --> 00:53:33.656
અને ઋષિ મહારાજને જમાડ્યા.
ઋષિ મહારાજ ઓ.. ઓડકાર ખાતા હતા.

00:53:33.680 --> 00:53:40.256
ઋષિ મહારાજ મારે સામે કાંઠે જવું છે કેવી રીતે જવું? 
બે કાંઠે નદી છે. નદી પાછી ભેગી થઈ ગઈ.

00:53:40.280 --> 00:53:45.216
તો કહે, હા એ વાત તારી સાચી છે.
જા નદી કિનારે જઈને કહેજે

00:53:45.240 --> 00:53:48.436
કે જો ઋષિ સદા ઉપવાસી હોય તો માર્ગ આપજે.

00:53:48.460 --> 00:53:57.236
અરે! પણ આ લાડવાનો સામે ઝાપટે છે, ઝપાટો
માર્યો, હેં! આ તો દાખલો છે, હોં!

00:53:57.260 --> 00:54:03.636
આ તો દ્રષ્ટાંત છે. કેટલો અંદરમાંથી લૂખાપણું
હોય છે, સાક્ષીભાવ કેટલો પ્રગટ થાય છે,

00:54:03.660 --> 00:54:09.076
એનો દાખલો છે. અને ગયું, સમજી ગયા?
માર્ગ થઈ ગયો. ચાલ્યો ગયો.

00:54:09.100 --> 00:54:15.896
ઓલો આવ્યો રાજા પાસે, આહાહા!
આજ તો ચમત્કાર થયો. મને તો બેસતું નહોતું
પણ આપની સામે બોલાય નહીં.

00:54:15.920 --> 00:54:25.856
આપે આમ કહ્યું ને પેલાએ પણ આમ કહ્યું.
નદી માર્ગ આપે. 
એવું અંદરની રમત છે. આહાહા!

00:54:25.880 --> 00:54:33.216
સમયે સમયે નિર્જરા થાય છે. બંધ અલ્પ થાય છે
એને ગૌણ કરીને બંધ નથી થતો એમ પણ

00:54:33.240 --> 00:54:41.636
દ્રષ્ટિની મુખ્યતાથી કહેવાય. થાય છે બંધ થોડો.
બંધ તો થાય છે. અનંત બંધનું કારણ નથી,

00:54:41.660 --> 00:54:51.096
થોડો અલ્પ બંધ થાય છે. નફો ઝાઝો અને
નુકશાની ઓછી.  આહાહા!
અંદરના ભેદજ્ઞાનની આ બધી વાતું છે.

00:54:51.120 --> 00:55:00.536
ઇષ્ટોપદેશમાં બહુ સરસ છે -દેખે છે પણ દેખતો
નથી, ચાલે છે પણ ચાલતો નથી, આહાહા!

00:55:00.560 --> 00:55:08.836
મુમુક્ષુ: આબાલ-ગોપાલ સૌને, પોતે જ
જણાય રહ્યો છે, બેસતું કેમ નથી?

00:55:08.860 --> 00:55:18.016
પૂ. લાલચંદભાઈ: બેસાડતો નથી પોતે એટલે. પોતે બેસાડતો
નથી. પોતે બેસાડતો નથી, બસ.

00:55:18.040 --> 00:55:23.176
એને એવો વિશ્વાસ નથી આવતો, ઊંડાણથી
વિચાર નથી કર્યો આમ હોય શકે કે કેમ?

00:55:23.200 --> 00:55:27.696
થોડોક ઊંડાણથી વિચાર કરે તો
હોય શકે એટલું તો આવી જાય.

00:55:27.720 --> 00:55:39.176
પ્રકાશ છે તો સૂર્યને પ્રસિદ્ધ કરે છે,
ભલે સૂર્ય ન  દેખાણો હોય
તોપણ અનુમાનમાં આવી જાય.

00:55:39.200 --> 00:55:43.596
પ્રકાશ છે તો પ્રકાશક (તો) હોવો (જોઈએ).
પર્યાય છે તો દ્રવ્ય હોવું જોઈએ.

00:55:43.620 --> 00:55:47.336
અહીં જ્ઞાન પ્રગટ થાય છે તો
જ્ઞાયક દ્રવ્ય હોવો જોઈએ.

00:55:47.360 --> 00:55:55.656
એમ અનુમાન કરીને પણ જરાક, જરાક અંદરમાં
આગળ વધે તો વિશ્વાસ આવવા મંડે,
ઓહો! વાત તો સાચી છે.

00:55:55.680 --> 00:56:04.456
મુમુક્ષુ: વારંવાર એવો વિશ્વાસ કરવો?
પૂ. લાલચંદભાઈ: વિશ્વાસ કરવો જોઈએ. આહાહા!

00:56:04.480 --> 00:56:10.496
હવે એક જ્યોતિષ પાંચ રૂપિયા લઈ
અને જ્યોતિષ જોઈ દયે.

00:56:10.520 --> 00:56:14.976
એના ઉપર વિશ્વાસ છે અને બહુ વખાણ
લખ્યા હોય તો પાંચ ને બદલે દસ આપી દયે.

00:56:15.000 --> 00:56:19.016
હવે આ મોટા સર્વજ્ઞ ભગવાન
જ્યોતિષિ ત્રિકાળ વેત્તા,

00:56:19.040 --> 00:56:25.696
એ લખે છે કે તારા જ્ઞાનમાં આત્મા જણાય છે,
જા. આહાહા! એ જ્યોતિષને માનતો નથી.

00:56:25.720 --> 00:56:31.136
ઓલો જ્યોતિષ જોઈ દયે એને, પાંચ ઠરાવ્યા
હોય પણ જો બહુ સારું લખ્યું હોય,

00:56:31.160 --> 00:56:34.476
જાવ જ્યોતિષ મહારાજ તમને
દસ રૂપિયા ઈનામ આપું છું.

00:56:34.500 --> 00:56:40.456
પણ આ ત્રિકાળ વેત્તા સર્વજ્ઞ ભગવાન, અફર.

00:56:40.480 --> 00:56:45.896
ઓલું તો થાય કે ન થાય એ તો આપણે
સમજવા જેવુ છે. સમજવા જેવુ છે.

00:56:45.920 --> 00:56:50.416
પણ આ તો અફર. થાય, થાય ને થાય જ. આહાહા!

00:56:50.440 --> 00:56:59.636
હવે આ (લાકડી) જણાય છે એનો પૂરો વિશ્વાસ છે.
હું એમ કહું છું કે આ લાકડી છે કે આ કૂતરો છે?

00:56:59.660 --> 00:57:04.856
બધાય કહેશે કે લાકડી, લાકડી ને લાકડી જણાય છે,
કૂતરો નથી આ. લાકડી છે.

00:57:04.880 --> 00:57:08.336
પણ આ જણાય છે કે જ્ઞાન જણાય છે?
ત્યાં વાંધો મોટો.

00:57:08.360 --> 00:57:17.736
એ ઊર્ધ્વપણે જ્ઞાન જ્ઞાનને જાણ્યા સિવાય
લાકડીને જાણી શકે જ નહીં.

00:57:17.760 --> 00:57:22.936
જેમકે ક્રોધ આવ્યો, તો ક્રોધ આવ્યો તો
ક્રોધ તો ક્રોધને જાણતો નથી.

00:57:22.960 --> 00:57:25.976
તો ક્રોધને જાણનાર જ્ઞાન ક્રોધથી ભિન્ન છે.

00:57:26.000 --> 00:57:30.936
તો જ્ઞાને જ્ઞાનને જાણીને ક્રોધને જાણ્યો કે
જ્ઞાનને જાણ્યા વિના ક્રોધને જાણે.

00:57:30.960 --> 00:57:32.796
ન્યાય સમજાય છે કાંઈ?

00:57:32.820 --> 00:57:39.736
જ્ઞાન જ્ઞાનને જાણ્યા વિના ક્રોધને જાણે
કે જ્ઞાન જ્ઞાનને જાણીને ક્રોધને જાણે.

00:57:39.760 --> 00:57:44.376
તો હવે ક્રોધ જણાય છે
એને બદલે જ્ઞાન જ્ઞાનને જાણે છે,

00:57:44.400 --> 00:57:50.336
ક્રોધ ઉપરથી જરાક ખસી જાવ અને આની બાજુ
આવી જાવ તો કામ થઈ જાય. સહેલું છે,

00:57:50.360 --> 00:57:52.776
અઘરું નથી. ધરમ અઘરો નથી.

00:57:52.800 --> 00:58:02.336
જ્ઞાન જ્ઞાનને જાણીને જ ક્રોધને જાણે.
જ્ઞાન જ્ઞાનને ન જાણે તો તો જડ થઈ ગયું.

00:58:02.360 --> 00:58:11.516
જ્ઞાન જ્ઞાનને જાણે.
સૂર્યનો પ્રકાશ પ્રકાશને પણ પ્રકાશે
અને ઘટને પણ પ્રકાશે.

00:58:11.540 --> 00:58:18.456
ઘટને પ્રકાશે અને પ્રકાશ પર્યાય એને ન
પ્રકાશે તો તો અંધારું કહેવાય. દાખલો સમજાય છે?

00:58:18.480 --> 00:58:20.216
સૂર્યની વાત તો જવા દયો

00:58:20.240 --> 00:58:25.936
પણ એનો પ્રકાશ થયો એ પ્રકાશ પ્રકાશને
પ્રસિદ્ધ કરતો મકાનને પ્રસિદ્ધ કરે છે.

00:58:25.960 --> 00:58:32.776
પ્રકાશ પ્રકાશને ન પ્રસિદ્ધ કરે, પ્રકાશે નહીં
અને મકાનને પ્રકાશે એમ કોઈ દિવસ બને નહીં.

00:58:32.800 --> 00:58:34.896
તો આ પ્રકાશ નહિ અંધકાર થઈ જાય છે.

00:58:34.920 --> 00:58:40.376
એમ ઉપયોગમાં ઉપયોગ છે. ઉપયોગમાં ઉપયોગ,
જ્ઞાનમાં જ્ઞાન જણાય છે.

00:58:40.400 --> 00:58:43.256
જ્ઞાન જ્ઞાનને જાણીને ક્રોધને જાણે છે.

00:58:43.280 --> 00:58:48.936
જ્ઞાન જ્ઞાનને જાણવાનું છોડી દયે તો ક્રોધને
જાણી જ શકે નહીં. તો જડ થઈ જાય.

00:58:48.960 --> 00:58:55.556
ત્યાં લે ને સ્વ-પરપ્રકાશક. લે ને ત્યાં
સ્વ-પરપ્રકાશક જોઈએ છે ને તારે? લે ને અંદરમાં.

00:58:55.580 --> 00:59:10.856
આહાહા! ઊર્ધ્વપણે આત્મા જણાય છે.
શ્રીમદજીએ કહ્યું, ઊર્ધ્વપણે આત્મા જણાય છે.
આહાહા!

00:59:10.880 --> 00:59:16.216
શ્રીમદજીને પગે લાગે બધાય,
એનું લખેલું માને નહીં.

00:59:16.240 --> 00:59:27.176
<b>ઘટ-પટ આદિ જાણ તું, તેથી તેને માન;
પણ જાણનારને જાણ નહીં, કહીએ કેવું જ્ઞાન?</b>
(આત્મસિદ્ધિ શાસ્ત્ર, ગાથા ૫૫)

00:59:27.200 --> 00:59:31.856
આહાહા! એને એ કહેવું છે. ઘડો જણાતું નથી,
તારું જ્ઞાન જણાય છે.

00:59:31.880 --> 00:59:36.336
તો જાણનારને તો જાણતો નથી.
અને આ ઘડો છે, આ છે, આ છે, આ છે.

00:59:36.360 --> 00:59:43.816
એમ અનંતકાળથી પર્યાયની બહિર્મુખતા
રહી ગઈ છે, એમાં અનુભવ નથી થતો.

00:59:43.840 --> 00:59:44.864