﻿WEBVTT

00:01:23.040 --> 00:01:36.496
<p>આજથી દસ દિવસ સુધી પર્યુષણ પર્વાધિરાજના
માંગલિક દિવસો શરૂ થાય છે.

00:01:36.520 --> 00:01:49.296
ગુરુદેવે તો પર્યુષણ પર્વ એટલે,
શુદ્ધાત્માની આરાધના કરવી,
તેની સેવા કરવી,

00:01:49.320 --> 00:01:57.576
એને અંતર સન્મુખ થઇને  અનુભવ કરવો આત્માનો,
એનું નામ પર્યુષણ પર્વ કહેવામાં આવે છે.

00:01:57.600 --> 00:02:05.696
દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, અને ભાવથી,
ચારે તરફથી અંતર્મુખ થઇને,

00:02:05.720 --> 00:02:14.816
અને એના ભેદોને પણ લક્ષમાંથી છોડીને,
અભેદ આત્માનો અનુભવ કરવો, આરાધના કરવી,

00:02:14.840 --> 00:02:19.816
આ એનું નામ પર્યુષણ પર્વ કહેવામાં આવે છે.

00:02:19.840 --> 00:02:31.416
<p>અનંત-અનંત કાળથી આત્મા પોતાના સ્વભાવને
ભૂલીને વિરાધના કરી રહ્યો છે

00:02:31.440 --> 00:02:36.776
અને વિરાધના કરીને એ અહીંયા જન્મ્યો છે.

00:02:36.800 --> 00:02:42.256
સમ્યગ્દ્રષ્ટિનો જન્મ અહીંયાં થતો નથી.

00:02:42.280 --> 00:02:52.176
અહીંયા જન્મ્યા પછી સમ્યગ્દ્રષ્ટિ થઇ શકે છે
પણ એ આવે તો મિથ્યાત્વ લઇને જ અહીંયા આવે છે.

00:02:52.200 --> 00:03:05.936
પૂર્વ ભવમાં સમ્યગ્દર્શન હોય અને એનું
આયુષ્ય પૂરું થાય તો એ સ્વર્ગમાં જાય પણ
અહીંયા ન આવે, મનુષ્ય તરીકે, એવો નિયમ છે.

00:03:05.960 --> 00:03:18.376
તો અનંત-અનંત કાળથી જે આત્માને ભૂલીને
પરને પોતાનું માનવું એનું નામ વિરાધના છે.
એનું નામ અપરાધ છે.

00:03:18.400 --> 00:03:28.936
<p>અને પુણ્ય-પાપના પરિણામથી
અને ઇન્દ્રિયજ્ઞાનથી ભિન્ન,
અતીન્દ્રિય જ્ઞાનમય આત્માનો અનુભવ કરવો,

00:03:28.960 --> 00:03:34.136
એનું નામ આરાધના છે.
આ આરાધનાના દિવસો છે.

00:03:34.160 --> 00:03:41.536
એમાં આજે પ્રથમ ઉત્તમ ક્ષમાનો દિવસ છે.

00:03:41.560 --> 00:03:50.376
એના ઉપર પૂજ્ય ગુરુદેવના વ્યાખ્યાનો
તો થઇ ચૂક્યા છે. એ થોડું પહેલા
એમાંથી લેવામાં આવે છે.

00:03:50.400 --> 00:04:06.016
<p><b>ઉત્તમ ક્ષમા ધર્મ-દસ લક્ષણ પર્વ.</b>
<p><b>આજથી દસલક્ષણ પર્વ શરૂ થાય છે.
પહેલો દિવસ ઉત્તમ ક્ષમાનો છે.</b>

00:04:06.040 --> 00:04:15.296
<b>ચારિત્ર દશામાં વર્તતા મુનિઓને ઉત્તમ ક્ષમા
આદિ દસ પ્રકારના ધર્મો હોય છે.</b>

00:04:15.320 --> 00:04:25.176
<b>એ ઉત્તમ ક્ષમા વગેરેથી ચારિત્રદશા શોભે છે,
હોય છે. તે ચારિત્ર મોક્ષનું કારણ છે.</b>

00:04:25.200 --> 00:04:32.216
<b>સમ્યગ્દર્શન અને સમ્યક્જ્ઞાન
તે ચારિત્રનું કારણ છે.</b>

00:04:32.240 --> 00:04:38.376
<b>સમ્યગ્દર્શન-જ્ઞાનને
મોક્ષમાર્ગમાં કહેવો તે ઉપચાર છે.</b>

00:04:38.400 --> 00:04:46.536
<b>કેમકે જેને સમ્યગ્દર્શન-જ્ઞાન થયા હોય તેને
સમ્યકચારિત્ર અલ્પકાળે અવશ્ય પ્રગટે છે.</b>

00:04:46.560 --> 00:04:53.016
<b>તેથી સમ્યક્દર્શન થતાં જ
મોક્ષમાર્ગ કહેવામાં આવ્યો છે.</b>

00:04:53.040 --> 00:05:02.376
<b>પણ મોક્ષ માટે સાક્ષાત્ કારણ તો
વીતરાગી ચારિત્ર</b>, એટલે શુદ્ધોપયોગની દશા.

00:05:02.400 --> 00:05:06.296
શુદ્ધ પરિણતી પણ પરંપરા કારણ છે.

00:05:06.320 --> 00:05:12.096
<p>છઠ્ઠાની પરિણતિ જે શુદ્ધ છે
ત્રણ કષાયના અભાવપૂર્વક મુનિરાજની,

00:05:12.120 --> 00:05:18.936
અંદરમાં ભાવલિંગ પ્રગટ થઇ ગયું છે
અને બહારમાં દ્રવ્યલિંગ હોય.

00:05:18.960 --> 00:05:30.496
એને વસ્ત્રનો તાણોવાણો ન હોય. એને મોરપીંછી
અને કમંડળ ઉપકરણ સહિતના બહારના સાધનો હોય છે.

00:05:30.520 --> 00:05:38.776
એવી કોઇ શુદ્ધોપયોગની દશા
સાતમે, આઠમે, નવમે, દસમે, બારમે,

00:05:38.800 --> 00:05:45.936
એને ખરેખર સાક્ષાત મોક્ષનું
કારણ કહેવામાં આવે છે.

00:05:45.960 --> 00:05:51.936
ચોથા ગુણસ્થાનથી શુદ્ધપરિણતિ
પણ પરંપરા મોક્ષનું કારણ છે

00:05:51.960 --> 00:06:00.416
અને સમ્યગ્દર્શન-જ્ઞાન પણ ચોથા-પાંચમાવાળાને
પણ પરંપરા મોક્ષનું કારણ છે.

00:06:00.440 --> 00:06:09.136
રાગ તો પરંપરાએ પણ મોક્ષનું કારણ નથી.
એ તો વર્તમાનમાં પણ બંધનું કારણ

00:06:09.160 --> 00:06:15.216
અને પરંપરા લંબાવે રાગ, તો પણ એ
બંધના કારણરૂપે રહેલો રાગ છે.

00:06:15.240 --> 00:06:21.416
<p><b>તે ચારિત્ર દશાના
ઉત્તમક્ષમા આદિ દસ પ્રકાર છે.</b>

00:06:21.440 --> 00:06:31.216
<b>તે ઉત્તમક્ષમા આદિ દસ પ્રકારના ધર્મની
આરાધનાનું પર્વ આજથી શરૂ થાય છે,</b> આહાહા!

00:06:31.240 --> 00:06:44.096
એટલે આ દસ (દિવસ) જે, ૧૦ દિવસ જ છે
એટલી જ આરાધના કરવી અને બાકીના
દિવસોમાં વિરાધના કરવી, એમ છે નહીં.

00:06:44.120 --> 00:06:52.976
પણ એ બાર મહિનામાં એને અલ્પ ટાઇમ મળ્યો
હોય તો આ દસ દિવસમાં પૂરો ટાઇમ કાઢીને

00:06:53.000 --> 00:06:58.136
એની આરાધના કરવાનો ટાઇમ કાઢવો જોઇએ.

00:06:58.160 --> 00:07:06.336
દસ દિવસ તો ખરેખર વેપારથી પણ
નિવૃત્તિ લેવી જોઇએ, આહાહા!

00:07:06.360 --> 00:07:13.296
અને એકલી આરાધના સ્વરૂપમાં,
સ્વરૂપનો વિચાર અને
સ્વરૂપનો અનુભવ કરવાનો પ્રયત્ન

00:07:13.320 --> 00:07:21.736
અને અનુભવ થાય તો વિશેષ ઠરવાનો પ્રયત્ન,
એ પ્રકારની આરાધનાના દિવસો છે.

00:07:21.760 --> 00:07:31.416
<p><b>દસ લક્ષણ પર્વ એટલે
મોક્ષની આરાધનાનો મહોત્સવ.</b>
આજથી આ મહોત્સવ શરૂ થયો છે.

00:07:31.440 --> 00:07:41.696
ઉત્તમ ક્ષમાની વ્યાખ્યા, ગુરુદેવના
શ્રીમુખે થયેલી વ્યાખ્યા છે, આહાહા!

00:07:41.720 --> 00:07:57.256
પંચમકાળમાં આ પુરુષ પાક્યો. જાણે આપણા
માટે જ એણે અહીંયા જન્મ લીધો હોય,
એવો બનાવ બની ગયો.

00:07:57.280 --> 00:08:06.456
તદ્દન અંધારું હતું, આહાહા!
<b>આજનો દિવસો ઉત્તમ ક્ષમાનો ગણાય છે.</b>

00:08:06.480 --> 00:08:16.296
<b>સમ્યગ્દર્શન વગર ઉત્તમ ક્ષમા હોય જ નહીં.
લૌકિકમાં શુભભાવને ક્ષમા કહેવાય છે.</b>

00:08:16.320 --> 00:08:28.256
પરસ્પર વેરભાવ થયો હોય તો પરસ્પર ક્ષમા
પ્રદાન કરે એટલે એનું મન હળવું થઇ જાય
કષાયથી, એ પ્રકારનો શુભભાવ હોય છે.

00:08:28.280 --> 00:08:35.736
<b>એ શુભભાવને ક્ષમા કહેવાય છે 
તેનો નિષેધ કરવા
અહીંયા ઉત્તમ ક્ષમા એમ કહ્યું છે.</b>

00:08:35.760 --> 00:08:44.896
<p>આહાહા! ક્ષમાની આગળ જે
"ઉત્તમ" શબ્દ વાપરવામાં આવ્યો છે,
લખવામાં આવ્યો છે તે વીતરાગી ક્ષમા છે.

00:08:44.920 --> 00:08:56.936
શુભભાવની ક્ષમા, એ તો બંધનું કારણ છે
અને ચારિત્રવંત ધર્માત્માઓને
વીતરાગી ક્ષમા હોય છે.

00:08:56.960 --> 00:09:01.856
એ ક્ષમા, એ ચારિત્ર, એ મોક્ષનું કારણ છે.

00:09:01.880 --> 00:09:07.696
પછી કહેશે ચોથે, પાંચમે પણ જઘન્ય
એવી ઉત્તમ ક્ષમા હોય છે.

00:09:07.720 --> 00:09:16.416
<b>નિશ્ચયથી પોતાનો આત્મસ્વભાવ
ત્રિકાળ જ્ઞાયક મૂર્તિ છે.</b>
જાણનાર-જાણનાર-જાણનાર છે.

00:09:16.440 --> 00:09:26.256
તેની ઓળખાણ અને બહુમાન કરવું, આત્માનું,
તથા રાગ-દ્વેષ ક્રોધાદિની રૂચિ છોડવી.

00:09:26.280 --> 00:09:32.736
<p>રાગ-દ્વેષને છોડવા એમ કહેતા નથી
પણ રાગની રૂચિ છોડવી.

00:09:32.760 --> 00:09:41.376
ઇન્દ્રિયજ્ઞાન છોડવું એમ નહીં
પણ ઇન્દ્રિયજ્ઞાનની રૂચિ છોડવી, આહાહા!

00:09:41.400 --> 00:09:46.576
કે ઇન્દ્રિયજ્ઞાન તે જ્ઞાન નથી એમ જાણવું.

00:09:46.600 --> 00:09:52.656
અને રાગ તે એકલા બંધનું કારણ છે
પણ મોક્ષનું કારણ નથી એમ જાણવું.

00:09:52.680 --> 00:09:56.536
<b>તે ઉત્તમ ક્ષમાની આરાધના છે.</b>

00:09:56.560 --> 00:10:03.856
<b>આત્મસ્વભાવનો અનાદર કરીને
પુણ્ય પાપની રૂચિ કરવી તે તો ક્રોધ છે.</b>

00:10:03.880 --> 00:10:15.816
સ્વભાવને છોડીને પુણ્યની રૂચિ કરવી,
શુભભાવ મીઠો લાગે, એ હિતનું કારણ લાગે,
એ તો કહે છે કે એ ક્રોધ છે.

00:10:15.840 --> 00:10:19.616
આત્માની અરૂચિ એનું નામ ક્રોધ છે.

00:10:19.640 --> 00:10:28.936
<b>અને આત્મસ્વભાવના આદર વડે પુણ્ય પાપની
રૂચિ છોડી દેવી એ ઉત્તમ ક્ષમા છે.</b>

00:10:28.960 --> 00:10:34.296
<p><b>દસ દિવસને પર્વ કહેવું તે તો ઉપચાર છે.</b>

00:10:34.320 --> 00:10:43.856
<b>આત્માના સ્વભાવની ઓળખાણ પૂર્વક,
ચારિત્ર ધર્મની દસ પ્રકારે આરાધના કરવી
તે સાધક જીવનું સાચું પર્વ છે.</b>

00:10:43.880 --> 00:10:51.696
<b>પર્વ એટલે આરાધના. તે આરાધનાનો આરોપ કરીને
અમુક દિવસને પણ પર્વ કહેવું તે વ્યવહાર છે.</b>

00:10:51.720 --> 00:11:01.056
<b>વળી આત્મા પોતામાં આરાધકભાવ પ્રગટ કરે,</b>
નિશ્ચય મોક્ષમાર્ગ, <b>તેને માટે
દિવસને વ્યવહારથી પર્વ કહેવાય.</b>

00:11:01.080 --> 00:11:09.816
<b>પણ જેને આત્માનું ભાન નથી</b>, જ્ઞાન નથી,
તેને <b>પોતામાં જ પર્વ નથી
તો દિવસોમાં ઉપચાર કોનો કરવો?</b>

00:11:09.840 --> 00:11:16.536
એટલે આજે ઉત્તમ ક્ષમાનો પ્રથમ દિવસ છે.
વીતરાગી ક્ષમા.

00:11:16.560 --> 00:11:27.576
<p>હવે, એ ચારિત્રના જે દસ ધર્મ કહ્યા,
એ વીતરાગી ચારિત્રનું કારણ
સમ્યગ્દર્શન-જ્ઞાન છે.

00:11:27.600 --> 00:11:38.536
એ સમ્યગ્દર્શન અને જ્ઞાન કેમ પ્રગટ થાય પ્રથમ,
એના માટે સમયસારની રચના થઇ ગઇ છે.

00:11:38.560 --> 00:11:47.056
અનાદિ અપ્રતિબુદ્ધ જીવને (માટે છે),
મુનિરાજ માટે નથી આ સમયસાર,
પણ અનાદિ અજ્ઞાની

00:11:47.080 --> 00:11:55.256
જે પોતાના શુદ્ધાત્માનો અજાણ છે,
મિથ્યાદ્રષ્ટિ, વિપરીત દ્રષ્ટિ છે
એવા જીવોને પ્રથમ

00:11:55.280 --> 00:12:04.816
ભેદજ્ઞાન કરી, અભેદનો અનુભવ કરી અને
સમ્યગ્દર્શન અને જ્ઞાન કેમ પ્રગટ થાય

00:12:04.840 --> 00:12:09.616
એના માટે આ શાસ્ત્રની રચના કરવામાં આવી છે.

00:12:09.640 --> 00:12:17.096
આચાર્ય ભગવાન પોતે જ કહે છે, કે
હું એકત્વ-વિભક્ત આત્માની વાત કહીશ.

00:12:17.120 --> 00:12:19.096
<p>હમણાં આપણે ટેપમાં પણ સાંભળ્યું.

00:12:19.120 --> 00:12:32.416
કે રાગાદિથી ભિન્ન જ્ઞાયકનું લક્ષ કરવું અને
રાગાદિ પરભાવનું લક્ષ છોડવું, એનું નામ
એકત્વ-વિભક્ત કહેવામાં આવે છે.

00:12:32.440 --> 00:12:40.096
અનંતગુણથી આત્મા એકરૂપ છે અને
સર્વ પ્રકારના વિભાવભાવથી વિભક્ત નામ ભિન્ન છે.

00:12:40.120 --> 00:12:43.136
એ વિભાવના બે પ્રકાર છે.

00:12:43.160 --> 00:12:51.416
એક રાગને પણ વિભાવ કહેવાય અને
એક રાગને જાણનારું જે ઇન્દ્રિયજ્ઞાન,
એ પણ વિભાવભાવ છે.

00:12:51.440 --> 00:12:57.696
એ સ્વભાવભાવ નથી કેમકે
ઇન્દ્રિયજ્ઞાનનો તો અભાવ થાય છે
કેવળજ્ઞાન થાય ત્યારે.

00:12:57.720 --> 00:13:01.016
જો ઇન્દ્રિયજ્ઞાન સ્વભાવ હોય
અને રાગ સ્વભાવ હોય

00:13:01.040 --> 00:13:06.976
તો રાગને ઇન્દ્રિયજ્ઞાન બેય રહેવા જોઇએ,
પણ રહેતા નથી માટે એ વિભાવ છે.

00:13:07.000 --> 00:13:10.816
નીકળી જાય છે, દ્રવ્યમાં તો એ નથી,

00:13:10.840 --> 00:13:23.696
પણ બહુ ઊંડેથી લાંબો વિચાર કરવામાં આવે તો
એ પર્યાયનો પણ સ્વભાવ નથી કેમકે નીકળી જાય છે.

00:13:23.720 --> 00:13:38.336
<p>દ્રવ્યસ્વભાવમાં, અતિન્દ્રિયજ્ઞાનમય આત્મામાં,
ઇન્દ્રિયજ્ઞાનનો તો અભાવ છે, સર્વથા અભાવ છે,
સર્વથા ભિન્ન છે. કથંચિત્ ભિન્ન-અભિન્ન નથી.

00:13:38.360 --> 00:13:41.616
એમ રાગાદિ સર્વથા ભિન્ન છે આત્મામાં.

00:13:41.640 --> 00:13:45.256
આત્મામાં તો સર્વથા ભિન્ન છે

00:13:45.280 --> 00:13:55.056
પણ એક સમયની પર્યાયમાં જ્યાં સુધી હોય,
ત્યાં સુધી એમાં એનો સદ્ભાવ હોય છે.

00:13:55.080 --> 00:13:59.016
શું કહ્યું? અજમેરાભાઇ!

00:13:59.040 --> 00:14:08.216
ભગવાન આત્મામાં તો ઇન્દ્રિયજ્ઞાન અને રાગ,
એનો તો ત્રણે કાળ અભાવ છે.

00:14:08.240 --> 00:14:17.576
જ્યારે સદ્ભાવ પર્યાયમાં છે,
પરલક્ષી ઉઘાડ ઇન્દ્રિયજ્ઞાનનો અને પરલક્ષી રાગ,

00:14:17.600 --> 00:14:22.976
એનો પર્યાયમાં જ્યાં સુધી
સદ્ભાવ છે અજ્ઞાનીને પણ,

00:14:23.000 --> 00:14:36.656
ત્યાં સુધી પણ
એ પર્યાયમાં એ ભાવો સમય પૂરતા છે,
પણ એ આત્મામાં એનો સર્વથા અભાવ છે.

00:14:36.680 --> 00:14:45.216
એ દ્રવ્યમાં તો નથી અને
પર્યાયમાં પણ સમયવર્તી છે, ત્રિકાળવર્તી નથી.

00:14:45.240 --> 00:14:55.096
<p>શું કહ્યું? આ મિથ્યાત્વ છેને?
એ પર્યાયમાં પણ ત્રિકાળવર્તી નથી, સમયવર્તી છે.

00:14:55.120 --> 00:14:58.696
મનુભાઇ! આ સમજવા જેવું છે.

00:14:58.720 --> 00:15:07.776
મિથ્યાત્વનો રાગ, ભગવાન જ્ઞાયક પરમાત્મામાં
તો એનો અભાવ છે, આહાહા!

00:15:07.800 --> 00:15:21.296
અને પર્યાયમાં સદ્ભાવ છે પણ
પર્યાયમાં પણ સમયવર્તી સદ્ભાવ છે.
ત્રિકાળવર્તી મિથ્યાત્વ રહેતું નથી.

00:15:21.320 --> 00:15:28.696
અને ઇન્દ્રિયજ્ઞાનનો પણ,
છે ત્યાં સુધી પર્યાયમાં સદ્ભાવ છે.

00:15:28.720 --> 00:15:37.696
જરા પર્યાય ધર્મને જો લંબાવીને,
દ્રવ્ય પર દ્રષ્ટિ રાખીને, એ શર્ત છે.

00:15:37.720 --> 00:15:44.856
દ્રવ્ય ઉપર દ્રષ્ટિ રાખીને,
દ્રવ્યને જોતાં-જોતાં જો પર્યાયને જોઇશને,

00:15:44.880 --> 00:15:49.696
દ્રવ્યને જોતાં-જોતાં જો પર્યાયને જોઇશને,

00:15:49.720 --> 00:16:02.616
તો તને પર્યાયમાં પણ ઇન્દ્રિયજ્ઞાન અને રાગ
લાંબો કાળ રહેશે, એમ દેખાતું નથી.
એનો અભાવ થઇ જશે એમ દેખાય છે.

00:16:02.640 --> 00:16:05.496
એવા પર્યાયના દર્શન થઇ જાય છે.

00:16:05.520 --> 00:16:16.416
<p>ભગવાનઆત્મામાં તો ઇન્દ્રિયજ્ઞાન,
અતીન્દ્રિય જ્ઞાનમય આત્મા છે એમાં
પરલક્ષી ઇન્દ્રિયજ્ઞાન ક્યાં છે?

00:16:16.440 --> 00:16:22.176
એ તો વિભાવ છે,
એનો તો સ્વભાવમાં ત્રિકાળ અભાવ છે.

00:16:22.200 --> 00:16:32.656
પણ એક સમયની પરલક્ષવાળી,
શાસ્ત્રના લક્ષવાળું જે જ્ઞાન,
એ શાસ્ત્રના સંબંધવાળું જે જ્ઞાન,

00:16:32.680 --> 00:16:46.056
ઇન્દ્રિયજ્ઞાન, માનસિકજ્ઞાન, એ ઇન્દ્રિયજ્ઞાનનો
પણ એક પર્યાયમાં પણ, આહાહા!
એ ક્ષણિક તાદાત્મ્ય છે.

00:16:46.080 --> 00:16:57.936
શું કહ્યું? ઇન્દ્રિયજ્ઞાન પણ, અતિન્દ્રિય
જ્ઞાનમય ભગવાન આત્મામાં તો એ નથી પણ,
પર્યાયમાં છે ત્યાં સુધી છે.

00:16:57.960 --> 00:17:01.376
અને પર્યાયમાં રાગ છે ત્યાં સુધી છે.

00:17:01.400 --> 00:17:09.136
પણ પર્યાયમાં પણ ત્રિકાળ રહે રાગ,
અજ્ઞાનીની પર્યાયમાં પણ ત્રિકાળ,

00:17:09.160 --> 00:17:16.136
અનાદિઅનંત રાગ રહે પર્યાયમાં
કે પર્યાયમાં ઇન્દ્રિયજ્ઞાન રહે
એવો પર્યાયનો સ્વભાવ નથી.

00:17:16.160 --> 00:17:24.456
<p>એકલું સ્વભાવનું લક્ષ કરીને, અરે!
અનુભવ પહેલા સ્વભાવનું અધિકતા કરીને,
સ્વભાવ ઉપર, આહાહા!

00:17:24.480 --> 00:17:36.616
સ્વભાવને જેાતાં-જોતાં પર્યાયને જોઇશને
તો પર્યાયમાં રાગ લંબાતો નહીં દેખાય,
ઇન્દ્રિયજ્ઞાન લંબાતું નહીં દેખાય.

00:17:36.640 --> 00:17:40.696
કેવળજ્ઞાન દેખાશે તને, યથાખ્યાતચારિત્ર દેખાશે.

00:17:40.720 --> 00:17:48.576
પર્યાયમાં અત્યારે, હોં! આહાહા!
એવો પર્યાયનો સ્વભાવ છે.

00:17:48.600 --> 00:18:00.176
પર્યાયમાં મિથ્યાત્વ રહે? આહાહા!
ભલે એક સમય પૂરતો હો પણ ત્રિકાળવર્તી નથી.

00:18:00.200 --> 00:18:04.016
<p>પાણી ઉષ્ણ થાય કેટલો ટાઇમ રહે?
થોડા ટાઇમ.

00:18:04.040 --> 00:18:12.056
શરીરમાં તાવ આવે તો કેટલો ટાઇમ?
થોડો ટાઇમ,
પછી નોર્મલ થઇ જાય છે કે નહીં?

00:18:12.080 --> 00:18:17.696
એ પર્યાયમાં ઉષ્ણતા આવીને?
એ ઉષ્ણતા લાંબો ટાઇમ રહેતી નથી.

00:18:17.720 --> 00:18:21.656
એ ડોક્ટરનું કહેવું માને કે
ત્રણ દિવસે તાવ ઉતરી જશે.

00:18:21.680 --> 00:18:29.496
જ્ઞાનીઓ કહે છે કે પર્યાયમાં
મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્ર છે,
સમયવર્તી છે, ત્રિકાળવર્તી નથી, માટે નીકળી જશે.

00:18:29.520 --> 00:18:36.616
સ્વભાવનું અવલંબન લેતાં
એનો અભાવ ચપટી માત્રમાં થઇ જશે.
ક્ષણ માત્રમાં, આહાહા!

00:18:36.640 --> 00:18:45.256
<p><b>ઉપજે મોહ મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર!</b>
<p><b>અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહીં વાર.</b>
<p> આહાહા!

00:18:45.280 --> 00:18:55.096
<p>અનાદિનું મિથ્યાત્વ હતુ. ગણેશભાઇ!
એ પર્યાયમાંથી મિથ્યાત્વ જતાં કેટલા
દિવસ લાગતા હશે, રમેશ?

00:18:55.120 --> 00:18:59.216
<p>મુમુક્ષુ :- એક ક્ષણ.
<p>ઉત્તર :- એક ક્ષણ, સમય માત્ર.  આહાહા!

00:18:59.240 --> 00:19:09.936
મિથ્યાત્વની ચિંતા છોડી દે.
આત્માનો સ્વભાવ જેવો છે એવું રટણ કર,
આપોઆપ મિથ્યાત્વનો અભાવ થઇ જશે.

00:19:09.960 --> 00:19:17.376
જે સ્વભાવને ભૂલે છે એની પર્યાયમાં રાગ હોય.
રાગની રૂચિ કરે ત્યાં સુધી રાગ હોય.

00:19:17.400 --> 00:19:21.336
પણ રાગની રૂચિ છોડીને સ્વભાવનું લક્ષ કરે

00:19:21.360 --> 00:19:28.736
ત્યારે પર્યાયમાં પણ વિભાવભાવનો અભાવ થઇ 
<b>સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રાણિં મોક્ષમાર્ગ</b> પ્રગટ થાય.

00:19:28.760 --> 00:19:33.496
એવો પર્યાયનો સ્વભાવ છે.
પર્યાયમાં લાંબો ટાઇમ નહીં રહે.

00:19:33.520 --> 00:19:43.336
<p>આવા ગુરુ મળ્યા. આવી જિનવાણી તને મળી,
આહાહા! આવા સમયસાર આદિ શાસ્ત્ર મળ્યા.

00:19:43.360 --> 00:20:00.536
કુંદકુંદઆચાર્ય અને અમૃતચંદ્રાચાર્ય જેવા સંતો
મળ્યા અને એને સમજાવનારા ઉપકારી ગુરુ
મળે અને એને સંસાર રહે એમ ન બને.

00:20:00.560 --> 00:20:13.576
આહાહા! ગુરુની ઓળખાણ થાય અને
ગુરુ કહે છે એમ કરે અને સંસાર રહે,
એમ બનવાનું નથી.

00:20:13.600 --> 00:20:24.216
આહાહા! આરાધનાના દિવસ છેને આતો?
હાય! હાય! અમે મિથ્યાદ્રષ્ટિ!
અરે! અમે ભગવાન છીએ એમ લ્યોને?

00:20:24.240 --> 00:20:29.896
મિથ્યાદ્રષ્ટિને શું કામ યાદ કરો છો?
તમે મિથ્યાદ્રષ્ટિ તો છો નહીં.
તમે ભગવાન આત્મા છો.

00:20:29.920 --> 00:20:40.096
<p>ગુરુદેવે શું કહ્યું? ભગવાન આત્મા છે બધાઈ. આહાહા!
આ વિભાવને યાદ કરે છે બોલો, આહાહા!

00:20:40.120 --> 00:20:49.936
કોઇ નિર્ધન હોય એવી નિર્ધન
દશા કાયમ રહે, એમ છે? આહાહા!

00:20:49.960 --> 00:20:56.496
થોડા ટાઇમમાં સારું થઇ જશે.
બ્રાહ્મણ-જ્યોતિષી આવી ને કહે,
કે છ મહિનામાં તારો પુણ્યનો ઉદય થશે.

00:20:56.520 --> 00:21:03.536
તો એનું માને અને સંતો કહે છે,
વધારેમાં વધારે છ મહિના અભ્યાસ કર
તો સમ્યગ્દર્શન થશે.

00:21:03.560 --> 00:21:06.856
એવા મોટા જ્યોતિષીનું તું માનતો નથી, આહાહા!

00:21:06.880 --> 00:21:16.256
ત્રિકાળવર્તી સર્વજ્ઞ ભગવાન અને
એના સંતો મોટા જ્યોતિષી છે, હોં એ!
અને જ્યોતિષ ફરે નહીં, આહાહા!

00:21:16.280 --> 00:21:25.656
<p>આવા ચારિત્રના દિવસો છે આ.
મુનિરાજને ઉત્તમ ક્ષમા હોય છે.

00:21:25.680 --> 00:21:33.936
અહીંયા હવે સમ્યગ્દર્શન કેમ પ્રગટ થાય?
એના માટે સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર સમયસારનું છે,

00:21:33.960 --> 00:21:45.936
અને એની ગાથા ૩૭૩થી ૩૮૨,
એવી દશ ગાથા લેવાનો ભાવ,
સ્વાધ્યાય કરવાનો ભાવ આવ્યો છે.

00:21:45.960 --> 00:21:56.616
એની ઉપર મથાળું છે. ગાથા જે છેને?
હરિગીત, એની ઉપર એનું મથાળું. શિર્ષક.

00:21:56.640 --> 00:22:04.576
શું આમાં આવવાનું છે? એ પંડિતજી પોતે લખે છે.
જયચંદપડિંત થઇ ગયા, જયપુરમાં.

00:22:04.600 --> 00:22:10.056
પોણા બસ્સો-બસ્સો વર્ષ પહેલા.
એણે આ અનુવાદ કર્યો છે. એનું આ લખાણ છે.

00:22:10.080 --> 00:22:18.256
<p><b>સ્પર્શ, રસ, ગંધ, વર્ણ</b>, રમેશ મળ્યું?

00:22:18.280 --> 00:22:32.816
<b>સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને
શબ્દાદિરૂપે પરિણમતાં પુદ્ગલો</b>,
આ શબ્દ રૂપે કોણ પરિણમતો હશે? આત્મા કે પુદ્ગલ?

00:22:32.840 --> 00:22:41.256
આહાહા! ત્યાં ગુરુદેવ કહે વાણિયાને
વિચાર કરવાનો ટાઇમ મળતો નથી.

00:22:41.280 --> 00:22:47.176
શબ્દરૂપે પુદ્ગલ પરિણમે છે. કિશોરભાઇ!

00:22:47.200 --> 00:22:55.296
આત્મા શબ્દ રૂપે પરિણમતો નથી
માટે શબ્દની પર્યાયનો કર્તા આત્મા નથી. આહાહા!

00:22:55.320 --> 00:22:57.896
પુદ્ગલ પરિણમે છે એમ લખ્યું આમાં.

00:22:57.920 --> 00:23:03.536
<b>પરિણમતાં પુદ્ગલો,
આત્માને કાંઇ કહેતા નથી
કે 'તું અમને જાણ',</b>

00:23:03.560 --> 00:23:13.616
એકદમ ઊંચા પ્રકારની ગાથા છે.
અતિન્દ્રિયજ્ઞાનમય આત્મા અને ઇન્દ્રિયજ્ઞાન
બે વચ્ચેના ભેદજ્ઞાનનો ફેંસલો છે.

00:23:13.640 --> 00:23:17.936
<p>આત્મા અને રાગ વચ્ચેનો ફેંસલો
તો આખા સમયસારમાં,

00:23:17.960 --> 00:23:22.816
આત્મા અને આસ્રવ ભિન્ન છે
એ વાત તો ઠેકઠેકાણે આવે છે.

00:23:22.840 --> 00:23:31.296
પણ ઇન્દ્રિયજ્ઞાનથી અતિન્દ્રિયજ્ઞાનમય
જ્ઞાયક આત્મા ભિન્ન-ભિન્ન છે, એ બે તત્ત્વ,
એ વાત થોડી આવે છે શાસ્ત્રોમાં.

00:23:31.320 --> 00:23:40.656
પણ આવી તો છે. આવી તો છે. સમયસારમાં પણ
ઘણી જગ્યાએ છે, આ એક જગ્યાએ નથી,
આહાહા! ઘણી જગ્યાએ છે, છૂટી છવાઇ.

00:23:40.680 --> 00:23:53.056
<p>એ વાત કહે છે કે
સ્પર્શ આદિ પદાર્થો, શબ્દાદિ પદાર્થો
<b>આત્માને કહેતા નથી કે તું અમને જાણ</b>.

00:23:53.080 --> 00:24:04.376
શબ્દ એમ કહેતો નથી કે તું અમને જાણ.
ધીરજ, શું કહ્યું?

00:24:04.400 --> 00:24:13.296
શબ્દ એમ કહેતો નથી કે તું અમને જાણ.
આ જે શબ્દ નીકળ્યોને,
તમારા કાન ઉપર આવ્યોને, કાન સુધી આવે છે એ.

00:24:13.320 --> 00:24:22.656
એનાથી આગળ જતો નથી.
કર્ણેન્દ્રિયનો વિષય છે એ.
જ્ઞાનનો વિષય નથી.

00:24:22.680 --> 00:24:27.376
સમજાશે ધીમે ધીમે.
દસ દિવસ આપણા હાથમાં છે.

00:24:27.400 --> 00:24:35.296
એક દિવસ હોય તો જરા કઠણ પડે.
દસ દિવસ છેને એટલે સમજાશે.
નહીં સમજાય એ તો કાઢી જ નાખવાનું.

00:24:35.320 --> 00:24:41.136
આમ (ના ના) તો કરવું નહીં.
અને સમજ્યા વિના આમ (હા) નહી કરવું.
આમ કરવું.

00:24:41.160 --> 00:24:46.936
(સમજવું) બરાબર સમજાય ત્યારે
આમ (હા) કરવું. આમ (ના) તો કરીશ મા.

00:24:46.960 --> 00:24:55.496
<p>આ જિનેન્દ્રભગવાનની વાણી, ત્રણ લોકના
નાથની વાણી, કુંદકુંદાચાર્ય ભગવાનની
વાણી આવી છે. આહાહા!

00:24:55.520 --> 00:25:02.856
કે એમ <b>કહેતા નથી કે 'તું અમને જાણ’,
અને આત્મા પણ</b>, ઓલા (પુદ્ગલ) પક્ષથી કહ્યું.
હવે આ (જીવ) પક્ષથી વાત કરે છે.

00:25:02.880 --> 00:25:14.936
શબ્દો નીકળે છે, એ એમ કહેતા નથી શબ્દો-જડ,
આત્માને એમ કહેતા નથી કે તું મને સાંભળ.

00:25:14.960 --> 00:25:19.148
તું મને જાણ. એમ શબ્દ જડ છે.

00:25:19.172 --> 00:25:27.428
એ કાંઇ કહે આત્માનેકે તું મને જાણ?
 એમ કહેતા નથી.

00:25:27.452 --> 00:25:29.896
અને અહીંયા (જીવ) પક્ષે વાત કરે છે.

00:25:29.920 --> 00:25:41.656
<p><b>અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને</b>,
પોતાને જાણવાનું છોડીને, આહાહા!
અમૃત જેવી ગાથા છે.

00:25:41.680 --> 00:25:50.096
આત્મા જ્ઞાનાનંદ પરમાત્મા, એનું લક્ષણ
ઉપયોગ છે. ઉપયોગમાં નિરંતર બાળ-ગોપાળ 
 (બધાને) ભગવાન આત્મા એમાં જણાઇ રહ્યો છે.

00:25:50.120 --> 00:25:57.616
એ પોતાને જાણવાનું છોડીને
એ શબ્દને જાણવા જતો નથી.

00:25:57.640 --> 00:26:01.496
ત્યારે કોણ એને જાણે છે?
એવા પ્રશ્નો ઘણાં આવશે.

00:26:01.520 --> 00:26:09.976
એના પ્રશ્નનો ઉત્તર પણ આમાં બધા આવશે
ધીમે-ધીમે-ધીમે. ધીમે ધીમે આવેને?
એક સાથે બધી વાત ન થાય.

00:26:10.000 --> 00:26:17.136
બે વાત કરી. શબ્દ એમ કહેતો નથી કે તું મને જાણ.
અને આ આત્મા છે, બધાના આત્માની વાત છે હોં!

00:26:17.160 --> 00:26:24.816
આ આત્માનો સ્વભાવ આાત્માને જાણવાનો છે.
શબ્દને જાણવાનો નથી.

00:26:24.840 --> 00:26:28.736
શબ્દને જાણવાનો હોય તો-તો શબ્દને જાણે.

00:26:28.760 --> 00:26:36.616
પણ આચાર્ય ભગવાન કહે છે કે
શબ્દને જાણનારું જ્ઞાન જુદું ને
આત્માને જાણનારું જ્ઞાન જુદું.

00:26:36.640 --> 00:26:43.136
અંદર બે ભાગ પડેલા છે. સાંભળ તું! આહાહા!
એકત્વ-વિભક્ત આત્માની વાત હું કહીશ.

00:26:43.160 --> 00:26:49.616
શબ્દ એમ કહેતા નથી કે તું મને સાંભળ

00:26:49.640 --> 00:27:00.976
અને આત્મા પણ પોતાના સ્થાનથી એટલે
પોતાને જાણવાનું છોડીને, આહાહા!
એને જાણવા જતો નથી.

00:27:01.000 --> 00:27:07.336
એટલે એનું લક્ષ કરીને જાણે
એવો આત્મા સ્વભાવ નથી. આહાહા!

00:27:07.360 --> 00:27:20.376
આત્માને જાણવાનું છોડે નહીં
અને શબ્દને જાણવા જાય નહીં અને
શબ્દ કહેતું નથી કે 'તું અમને જાણ’. આહાહા!

00:27:20.400 --> 00:27:33.496
અંદરમાંથી હા આવી જશે એવી વાત છે આ.
કુંદકુંદની વાણી છે.
<b>તેમને જાણવા જતો નથી</b>, આહાહા!

00:27:33.520 --> 00:27:37.856
<p><b>બન્ને તદ્દન સ્વતંત્રપણે પોતપોતાના
સ્વભાવથી જ પરિણમે છે</b>.

00:27:37.880 --> 00:27:43.536
પુદ્ગલ શબ્દરૂપે પરિણમે છે અને
આત્મા પોતાને જાણવારૂપે પરિણમે છે.

00:27:43.560 --> 00:27:48.376
પોતાને પણ જાણે અને પરને જાણે
એવું સ્વરૂપ છે નહીં.

00:27:48.400 --> 00:27:54.736
અમને બધી ખબર છે.
આવશે સ્વપરપ્રકાશકનો, ખુલાસો તો આવશે.
આવે તો ખરોને, ભાઈ!

00:27:54.760 --> 00:28:00.296
સ્વને જાણે અને શબ્દને પણ જાણે.
વ્યવહારે એ બધું આવે છે,
શાસ્ત્રમાં આવે છે, તો એનું શું?

00:28:00.320 --> 00:28:10.696
એનો તો ખુલાસો આસ્તે-આસ્તે, ધીમે-ધીમે,
આહાહા! ખુલાસા તો બધા આવશે.

00:28:10.720 --> 00:28:18.976
પરમાર્થની વાત એણે સાંભળી નથી.
વ્યવહારની વાત બધી એણે સાંભળી છે.
વ્યવહાર સાચો લાગ્યો છે.

00:28:19.000 --> 00:28:24.176
આ વ્યવહાર સાચો લાગ્યો (એનું ફળ)
સંસાર ચાર ગતિનું દુ:ખ છે.

00:28:24.200 --> 00:28:31.136
જ્યારે વ્યવહાર જૂઠો લાગશે અને
નિશ્ચય સાચો લાગશે ત્યારે
એને અનુભૂતિ થશે. આહાહા!

00:28:31.160 --> 00:28:39.336
આ કાળમાં અનુભવ થઇ શકે છે.
ચારિત્રદશા પણ પંચમકાળમાં આવી શકે છે.
છઠ્ઠા-સાતમા સુધી આવી શકે છે.

00:28:39.360 --> 00:28:44.096
શ્રેણી નથી અત્યારે એટલે
અરિહંત દશા અત્યારે નથી-નથી.

00:28:44.120 --> 00:28:49.016
તો છઠ્ઠું-સાતમું જો આવી શકે
આ પંચમકાળમાં છેડા સુધી,

00:28:49.040 --> 00:28:53.256
તો સમ્યગ્દર્શન અને જ્ઞાન તો સાધારણ છે,
ગૃહસ્થોને થઇ શકે છે.

00:28:53.280 --> 00:29:03.296
વેપાર કરવા છતાં હેયાહેયનું,
ઘરકામ કરવા છતાં હેયાહેયનું જ્ઞાન,
યોગસારમાં લીધું છે. આહાહા!

00:29:03.320 --> 00:29:10.096
સમ્યક્દર્શન માટે નગ્ન થવાની જરૂર નથી. આહાહા!

00:29:10.120 --> 00:29:15.176
ચારિત્ર દશા માટે નગ્ન દશા હોય છે.
(મુનિ) એ કપડાવાળા ન હોય.

00:29:15.200 --> 00:29:24.336
પણ અહીંયા તો કહે છે,
કપડા મારા નથી ને કપડાને હું જાણતો નથી.
 હું તો જાણનારને જાણું છું.

00:29:24.360 --> 00:29:27.536
કપડા-કપડામાં રહી જાય છે.
દેહ-દેહમાં રહી જાય છે.

00:29:27.560 --> 00:29:33.296
પરાવલંબી જ્ઞાન પરમાં રહી જાય છે અને
અનુભૂતિ થઇ જાય છે. આહાહા!
ગૃહસ્થીને અનુભવ થાય.

00:29:33.320 --> 00:29:41.816
<b>બન્ને તદ્દન સ્વતંત્રપણે પોતપોાતાના
સ્વભાવથી જ પરિણમે છે.</b>

00:29:41.840 --> 00:29:49.496
જડ-પુદ્ગલ શબ્દરૂપે પરિણમે છે અને
આત્મા પોતાને જાણવારૂપે પરિણમે છે.
આવી (વસ્તુ) સ્થિતિ છે.

00:29:49.520 --> 00:30:00.016
આ સ્થિતિનું વર્ણન છે.
<b>આમ આત્મા પરપ્રત્યે ઉદાસીન
(- સંબંધ વિનાનો તટસ્થ) છે,</b> આહાહા!

00:30:00.040 --> 00:30:06.296
આત્માને, શબ્દની સાથે
જ્ઞાતા-જ્ઞેયના સંબંધનો અભાવ છે.

00:30:06.320 --> 00:30:11.176
એની સાથે જ્ઞાતા-જ્ઞેય સંબંધ ક્યારે થાય?

00:30:11.200 --> 00:30:17.656
કે અહીંથી જ્ઞાતા-જ્ઞેય સંબંધ છૂટે તો
એની સાથે જ્ઞાતા-જ્ઞેય સંબંધ થાય.

00:30:17.680 --> 00:30:24.296
આત્મા જ્ઞાતા અને
શબ્દની પર્યાય મારું જ્ઞેય,
એમ છે નહીં.

00:30:24.320 --> 00:30:29.216
શબ્દની પર્યાય જો જ્ઞેય બનાવીશ
તો શબ્દની પર્યાય તારું કર્મ થઈ જશે.

00:30:29.240 --> 00:30:41.896
જે જ્ઞેય થાય એ કર્મ થાય. માટે મારા
જ્ઞાનનું જ્ઞેય તો મારો ભગવાન આત્મા છે.
મારા જ્ઞાનનું જ્ઞેય શબ્દ નથી. આહાહા!

00:30:41.920 --> 00:30:48.456
આરાધનાના ઊંચા દિવસોમાં 
બધો ઊંચો જ માલ હોય.

00:30:48.480 --> 00:30:56.976
રોટલા-રોટલી તો રોજ મળે, સમજી ગયા?
પણ મિષ્ટાન તો? સારા દિવસે મિષ્ટાન મળે.
આ મિષ્ટાન છે. આહાહા!

00:30:57.000 --> 00:31:06.256
<p>કહે છે કે આત્મા પર પ્રત્યે ઉદાસ છે,
એવો એનો સ્વભાવ છે.

00:31:06.280 --> 00:31:12.456
પરને લક્ષ કરીને જાણે એવો એનો સ્વભાવ નથી.

00:31:12.480 --> 00:31:17.736
પરપદાર્થનું, લોકાલોક જણાય ભલે,
પણ એને જાણે નહીં.

00:31:17.760 --> 00:31:21.656
શબ્દ જણાય ભલે પણ શબ્દને જાણે નહીં.

00:31:21.680 --> 00:31:28.616
સ્વપરપ્રકાશક છેને?
બેયનો પ્રતિભાસ થાય છે.

00:31:28.640 --> 00:31:33.736
જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયકનો પ્રતિભાસ છે
અને શબ્દોનો પ્રતિભાસ તો થાય છે.

00:31:33.760 --> 00:31:38.388
પણ, હું શબ્દને જાણું છું 
એ અજ્ઞાની બની જાય છે.

00:31:38.412 --> 00:31:41.176
અને જાણનાર જણાય છે 
એ જ્ઞાની થઇ જાય છે.

00:31:41.200 --> 00:31:48.616
પછી શબ્દનો પ્રતિભાસ થાય છે એમ દેખીને
એને વ્યવહારે જાણે છે એમ કહેવાય છે.

00:31:48.640 --> 00:31:54.576
અથવા ઇન્દ્રિયજ્ઞાન એને જાણતું દેખીને
આત્મા એને જાણે છે એમ કહેવામાં આવે છે.

00:31:54.600 --> 00:32:05.856
<p>વાત જરા સૂક્ષ્મ છે પણ સમજાય.
સૂક્ષ્મનો અર્થ ન સમજાય એવો નથી.
સૂક્ષ્મ એટલે ઉપયોગને બીજે ન જવા દેવો.

00:32:05.880 --> 00:32:10.256
અને પોતાની માન્યતાને
પોટલું વાળીને એક બાજુ રાખી દેવો.

00:32:10.280 --> 00:32:13.816
પોતાની માન્યતા છેને,
ઇન્દ્રિયજ્ઞાનને જ્ઞાન માન્યું છેને?

00:32:13.840 --> 00:32:20.616
ઇન્દ્રિયજ્ઞાન, જ્ઞાન માનીને બેઠો છે.
એ જ્ઞેય છે. અજ્ઞાન છે. આહાહા!

00:32:20.640 --> 00:32:28.656
ઇન્દ્રિયજ્ઞાનના ઉદયથી
અતિન્દ્રિય જ્ઞાનનો નાશ થાય છે.
બાધક તત્ત્વ છે એ, ઘાતક છે.

00:32:28.680 --> 00:32:35.376
અહીંયાં એના પ્રત્યે ઉદાસ <b>તટસ્થ</b>
જ્ઞાતા-જ્ઞેયનો સંબંધ તો અહીંયા (આત્મામાં) છે.

00:32:35.400 --> 00:32:42.376
આ જ્ઞાતા ને શબ્દ નીકળે
એ મારું જ્ઞેય એમ છે નહીં. આહાહા!

00:32:42.400 --> 00:32:51.816
એતો અસદ્ભૂત વ્યવહારનું કથન છે કે 
આત્મા પરને જાણે છે, 
એ સદ્ભૂત પણ  નથી.

00:32:51.840 --> 00:33:05.936
<p><b>(-સંબંધ વિનાનો, તટસ્થ છે),
તો પણ અજ્ઞાની જીવ</b>,
આમ હોવા છતાં, સ્વભાવ તો આવો છે.

00:33:05.960 --> 00:33:19.216
<b>તો પણ અજ્ઞાની પ્રાણી
સ્પર્શાદિકને સારા-નરસા માનીને</b>,
સ્પર્શાદિકને જોવે તો આ ઠીક ને આ અઠીક.

00:33:19.240 --> 00:33:27.896
એને જોવે તો ઠીક-અઠીક લાગેને?
પણ એને જોવે નહીં ને જાણનારને જાણે તો?
તો રાગ-દ્વેષની ઉત્પત્તિ નહીં થાય.

00:33:27.920 --> 00:33:37.616
<b>માનીને રાગી દ્વેષી થાય છે તે તેનું અજ્ઞાન છે.
-આવા અર્થની ગાથાઓ હવે કહે છે :-</b>
હવે દસ ગાથા મૂળ એક સાથ બધા બોલો.

00:33:37.640 --> 00:33:49.084
<p><b>રે! પુદ્ગલો બહુવિધ
નિંદા-સ્તુતિવચનરૂપ પરિણમે,</b>

00:33:49.108 --> 00:34:02.896
<p><b>તેને સુણી, ‘મુજને કહ્યું’ ગણી,
રોષ તોષ જીવો કરે. ૩૭૩.</b>

00:34:02.920 --> 00:34:13.988
<p><b>પુદ્ગલદરવ શબ્દત્વપરિણત, 
તેહનો ગુણ અન્ય છે,</b>

00:34:14.012 --> 00:34:25.576
<p><b>તો નવ કહ્યું કંઈ પણ તને,
હે અબુધ! રોષ તું ક્યમ કરે? ૩૭૪.</b>

00:34:25.600 --> 00:34:37.016
<p><b>શુભ કે અશુભ જે શબ્દ
તે ‘તું સુણ મને’ ન તને કહે,</b>

00:34:37.040 --> 00:34:48.296
<p><b>ને જીવ પણ ગ્રહવા ન જાયે 
કર્ણગોચર શબ્દને; ૩૭૫.</b>

00:34:48.320 --> 00:34:59.468
<p><b>શુભ કે અશુભ જે રૂપ 
તે ‘તું જો મને’ ન તને કહે,</b>

00:34:59.492 --> 00:35:10.656
<p><b>ને જીવ પણ ગ્રહવા 
ન જાયે ચક્ષુગોચર રૂપને; ૩૭૬</b>

00:35:10.680 --> 00:35:21.228
<p><b>શુભ કે અશુભ જે ગંધ 
તે ‘તું સૂંઘ મુજને’ નવ કહે,</b>

00:35:21.252 --> 00:35:32.896
<p><b>ને જીવ પણ ગ્રહવા 
ન જાયે ઘ્રાણગોચર ગંધને; ૩૭૭.</b>

00:35:32.920 --> 00:35:43.628
<p><b>શુભ કે અશુભ રસ જેહ 
તે ‘તું ચાખ મુજને’ નવ કહે,</b>

00:35:43.652 --> 00:35:54.736
<p><b>ને જીવ પણ ગ્રહવા ન જાયે 
રસનગોચર રસ અરે! ૩૭૮</b>

00:35:54.760 --> 00:36:05.668
<p><b>શુભ કે અશુભ જે સ્પર્શ તે
‘તું સ્પર્શ મુજને’ નવ કહે,</b>

00:36:05.692 --> 00:36:16.416
<p><b>ને જીવ પણ ગ્રહવા ન જાયે
 કાયગોચર સ્પર્શને; ૩૭૯.</b>

00:36:16.440 --> 00:36:27.068
<p><b>શુભ કે અશુભ જે ગુણ તે
 ‘તું જાણ મુજને’ નવ કહે,</b>

00:36:27.092 --> 00:36:37.416
<p><b>ને જીવ પણ ગ્રહવા ન જાયે
 બુદ્ધિગોચર ગુણને; ૩૮૦.</b>

00:36:37.440 --> 00:36:47.616
<p><b>શુભ કે અશુભ જે દ્રવ્ય
તે ‘તું જાણ મુજને’ નવ કહે,</b>

00:36:47.640 --> 00:36:58.216
<p><b>ને જીવ પણ ગ્રહવા ન જાયે
બુદ્ધિગોચર દ્રવ્યને. ૩૮૧.</b>

00:36:58.240 --> 00:37:08.228
<p><b>–આ જાણીને પણ મૂઢ 
જીવ પામે નહીં ઉપશમ અરે!</b>

00:37:08.252 --> 00:37:19.296
<p><b>શિવ બુદ્ધિને પામેલ નહિ
એ પર ગ્રહણ કરવા ચહે. ૩૮૨.</b>

00:37:19.320 --> 00:37:22.948
<p>દસ ગાથાના હરિગીતમાં આવી.

00:37:22.972 --> 00:37:29.696
મૂળ કુંદકુંદ ભગવાન બે હજાર વર્ષ પહેલા થયા.
તેઓએ પ્રાકૃતમાં આ ગાથા બનાવી.

00:37:29.720 --> 00:37:34.896
ત્યાર પછી એક હજાર વર્ષે અમૃતચંદ્રાચાર્ય થયા.

00:37:34.920 --> 00:37:41.776
એણે આ જ ગાથાનું સંસ્કૃતમાં રચના કરી
અને એની ટીકા પણ તેઓશ્રીએ કરી.

00:37:41.800 --> 00:37:50.816
એનો અર્થ અને એના ભાવાર્થ ને ટીકા
હિન્દીમાં જયચંદ પંડિતે કરી.

00:37:50.840 --> 00:37:58.656
<p>હવે એક-એક ગાથા જે છે, દસ ગાથા,
એમાં એક-એક ગાથાનો આપણે જરા અર્થ લઈએ છીએ.

00:37:58.680 --> 00:38:03.936
દસ ગાથાનો અર્થ થયા પછી
એની ટીકા પણ લેશું સંસ્કૃતની.

00:38:03.960 --> 00:38:13.096
પહેલા અર્થ એક એકનો લઇએ.
ગાથાનો અર્થ - ૩૭૩ નંબરની ગાથા,
પહેલી ગાથા છે, એનો અર્થ.

00:38:13.120 --> 00:38:22.216
<p><b>બહુ પ્રકારના નિંદાનાં અને સ્તુતિનાં
વચનોરૂપે પુદ્ગલો પરિણમે છે.</b>

00:38:22.240 --> 00:38:27.816
કોઇને ભાવ આવે નિંદાનો
અને સ્તુતિનો સામાન્ય રીતે,

00:38:27.840 --> 00:38:34.936
તો એ જે શબ્દો પડે છે
નિંદાના અથવા એની સ્તુતિના,

00:38:34.960 --> 00:38:46.696
નમસ્કાર કે તિરસ્કાર,
એવા કોઇ વચનો નીકળે કોઇના,
એ વચનનો કરનાર એ આત્મા નથી.

00:38:46.720 --> 00:38:58.376
એ વચન એણે કર્યા હોય,
એ બોલતો હોય
તો-તો તું એના પ્રત્યે રોષ-તોષ કર.

00:38:58.400 --> 00:39:09.616
પણ એ વચન તો સ્વયં નીકળે છે.
અજ્ઞાની આત્મા પણ એનો કર્તા નથી,
પરિણમાવનાર નથી. પુદ્ગલ પરિણમે છે બિચારા.

00:39:09.640 --> 00:39:18.216
એ જે નિંદાના અને સ્તુતિના એનો વિકલ્પ ઊઠયો,
એ વિકલ્પ એમાં નિમિત્ત છે,

00:39:18.240 --> 00:39:26.176
ઉપચારથી આત્માને નિમિત્ત કહેવાય -
અજ્ઞાનીના આત્માને,
પણ ખરેખર એનો વિપાક કરતો (નથી).

00:39:26.200 --> 00:39:37.256
એ ભગવાન આત્મા છે.
અને શબ્દની પર્યાય નિંદા અને
સ્તુતિ રૂપે આવે છે, <b>એ પુદ્ગલો પરિણમે છે</b>.

00:39:37.280 --> 00:39:42.576
<p>એ નિંદા અને સ્તુતિ રૂપે
ઓલો અજ્ઞાની જીવ પરિણમતો નથી.

00:39:42.600 --> 00:39:50.736
અજ્ઞાની તો એના અજ્ઞાન ભાવે પરિણમે છે.
અને પુદ્ગલો  - એ પરિણમે છે નિંદા-સ્તુતિરૂપે.

00:39:50.760 --> 00:40:01.816
જીવ નિંદાના શબ્દોરૂપે કે સ્તુતિના શબ્દોરૂપે,
જડરૂપે અજ્ઞાનીનો આત્મા પણ પરિણમતો નથી.
આહાહા!

00:40:01.840 --> 00:40:07.136
એ શબ્દનો કર્તા પણ અજ્ઞાનીનો આત્મા નથી. આહાહા!

00:40:07.160 --> 00:40:16.376
કદાચિત્ એ અજ્ઞાન ભાવને
એક સમય પૂરતો કરે તો કરો.
પણ શબ્દરૂપે તો પરિણમે નહીં.

00:40:16.400 --> 00:40:23.296
એ શબ્દનો સ્વામી નથી.
એ પોતે પુદ્ગલ શબ્દોરૂપે પરિણમે છે.

00:40:23.320 --> 00:40:28.616
નિંદા અને સ્તુતિનો જે શબ્દ આવ્યો - પર્યાય,
એ પુદ્ગલ પરિણમે છે, સામે.

00:40:28.640 --> 00:40:36.896
<p><b>તેમને સાંભળીને</b>, આહાહા!
એટલે તેનું લક્ષ કરીને,

00:40:36.920 --> 00:40:47.416
<b>તેમને સાંભળીને</b> એટલે તેનું લક્ષ કરીને
<b>અજ્ઞાની જીવ</b> શબ્દ પડયો છે.

00:40:47.440 --> 00:40:59.696
<b>અજ્ઞાની જીવ 'મને કહ્યું' એમ માનીને</b>,
તને કહ્યું તો નથી પણ જાણે મને કહ્યું હોય.

00:40:59.720 --> 00:41:11.216
આ જાણે મને કહે છે. આહાહા!
એમ માનીને, કહ્યું તો નથી એને.

00:41:11.240 --> 00:41:16.136
અને એ કહેતો નથી શબ્દ કે તું મારી સામે જો.

00:41:16.160 --> 00:41:27.376
પણ અજ્ઞાની સ્વભાવને ભૂલીને
લક્ષ એનું કરે છે જાણે મને કહ્યું.
<b>'મને કહ્યું' એમ માનીને</b>. આહાહા!

00:41:27.400 --> 00:41:36.576
શબ્દ કહેતો નથી બીજાને.
શબ્દ તો પુદ્ગલ પરિણામે
પરિણમે છે, પર્યાયે, સ્વતંત્રપણે. આહાહા

00:41:36.600 --> 00:41:46.176
એ શબ્દથી જો બધાને રોષ-ક્રોધ થાય
તો મુનિરાજને પણ થવો જોઇએ.

00:41:46.200 --> 00:41:53.096
સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં પણ તો આવે છે,
શબ્દના પરિણામ.
તો એને પણ ક્રોધ આવવો જોઇએ.

00:41:53.120 --> 00:42:02.896
કાં રાગ આવે સ્તુતિના વચનથી.
પણ એમ કેમ નથી થતું?
કે જ્ઞાની એને જાણતો નથી.

00:42:02.920 --> 00:42:18.376
<p>અને જે એને જાણે છે તે આત્માનું જ્ઞાન નથી.
અલૌકિક ગાથા છે. આહાહા!

00:42:18.400 --> 00:42:23.616
<b>'મને કહ્યું' એમ માનીને</b>,
કલ્પના કરે છે મને કહ્યું.

00:42:23.640 --> 00:42:25.308
મને કહ્યું-આ મને કહ્યું, 
આ મને કહે છે-મને કહે છે,

00:42:25.332 --> 00:42:32.096
મને કહે છે, મને કહે છે, મને કહ્યું, મેં કહ્યું,
મેં સાંભળ્યું કાનો કાન, આહાહા!

00:42:32.120 --> 00:42:39.656
<b>એમ માનીને રોષ તથા તોષ કરે છે</b>,
આહાહા! રાગ અને દ્વેષ કરે છે.

00:42:39.680 --> 00:42:42.748
<b>(અર્થાત ગુસ્સે થાય છે 
તથા ખુશી થાય છે)</b>

00:42:42.772 --> 00:42:52.856
કાં એકદમ પિત્તો ફાટી જાય. 
કેમ મને કહ્યું, આ? બાપુ! તને કહ્યું નથી. 
તને ક્યાં કહ્યું છે એ?

00:42:52.880 --> 00:43:01.576
અને જે સાંભળે છે,
એ કાન તારા નથી.
તું તો કાન વગરનો છો.

00:43:01.600 --> 00:43:10.336
સાંભળવાનું સાધન તારી પાસે નથી.
કાનનો આત્મામાં અભાવ છે.

00:43:10.360 --> 00:43:20.056
એનાથી સૂક્ષ્મ, જે આહિં કાન પાસે
ભાવઇન્દ્રિયનો ઉઘાડ છેને, આહાહા!

00:43:20.080 --> 00:43:24.176
એણે સાંભળ્યું છે. મેં ક્યાં સાંભળ્યું છે?

00:43:24.200 --> 00:43:29.096
એનું ગ્રહણ ઇન્દ્રિયજ્ઞાન કરે છે.
ભાવ ઇન્દ્રિયનો વિષય છે.

00:43:29.120 --> 00:43:35.268
તે આત્માનો ને આત્માના
 જ્ઞાનનો વિષય નથી.

00:43:35.292 --> 00:43:39.736
આ ઊંચા પ્રકારનો (માલ છે). 
ઊંચા દિવસો છેને? આરાધનાના?

00:43:39.760 --> 00:43:44.696
<p>મુમુક્ષુ :- બેયનો ડિપાર્ટમેન્ટ
(departmant) જુદો છે.
<p>ઉત્તર :- ડિપાર્ટમેન્ટ  જુદો છે, અલગ છે.

00:43:44.720 --> 00:43:47.856
કોઇ ભાગ લાભ આત્માની સાથે (નથી). 
આહાહા.

00:43:47.880 --> 00:43:51.908
ઓના શબ્દને પણ નથી,
આ કાનને ભાગલા નથી 

00:43:51.932 --> 00:43:56.296
અને કાન તરફનો જે 
ઉઘાડ ભાવઇન્દ્રિય ખંડજ્ઞાન, આહાહા!

00:43:56.320 --> 00:44:00.176
એની સાથે એને જ્ઞાતા-જ્ઞેયનો સંબંધ થયો છે.

00:44:00.200 --> 00:44:04.936
મારી સાથે જ્ઞાતા-જ્ઞેયનો 
સંબંધ થઇ શકતો નથી. આહાહા!

00:44:04.960 --> 00:44:15.736
આત્મા ભિન્ન, આત્મનું જ્ઞાન ભિન્ન,
ઇન્દ્રિયજ્ઞાન ભિન્ન, રાગ ભિન્ન અને
શબ્દ પણ ભિન્ન. બધુ ભિન્ને ભન્નિ છે, આહાહા!

00:44:15.760 --> 00:44:21.976
કોઇ કોઇને કહેતું નથી.
શબ્દ કહેતું નથી કે તું મને સાંભળ.
આહાહા!

00:44:22.000 --> 00:44:26.988
મફતનો એ પોતે કાં ગુસ્સે 
થાય કાં રાજી થાય.

00:44:27.012 --> 00:44:29.696
તું કહે, ઓહોહો! બહુ 
સારા અમારા વખાણ કર્યા.

00:44:29.720 --> 00:44:39.056
કે વખાણ કર્યા એ કેના વખાણ કર્યા?
કોણે સાંભળ્યું? એનો તો વિચાર કર.

00:44:39.080 --> 00:44:46.976
<p>કોને કહ્યું ને કોણે સાંભળ્યું?
કહેનાર કોણ ને સાંભળનાર કોણ?

00:44:47.000 --> 00:44:59.176
અને એનો જાણનાર કોણ?
ને એનાથી ભિન્ન આત્માનો જાણનાર કોણ?
ભેદજ્ઞાનની ગાથા છે.

00:44:59.200 --> 00:45:06.736
તને કાંઇ, મફતનો તું હાથે કરીને દુ:ખી થાશ.
મને કહ્યું-મને કહ્યું.
તને તો કાંઇ કોઇ કહેતું નથી, આહાહા!

00:45:06.760 --> 00:45:11.216
બીજું, એ સાંભળવાનું જ્ઞાન તારી પાસે નથી.

00:45:11.240 --> 00:45:15.016
<p>મુમુક્ષુ :- તું કોણ છો? એ વિચાર કર.
<p>ઉત્તર :- તું કોણ છો? વિચાર.

00:45:15.040 --> 00:45:17.468
મને કહ્યું, પણ મને કહ્યું,
 મને એટલે કોને?

00:45:17.492 --> 00:45:27.816
આ કોને કહ્યું આ? એતો વિચાર 
કર, આહાહા! માથે મફતનું 
ઓઢી લે છે. આહાહા!

00:45:27.840 --> 00:45:38.576
કહેનાર કોણ? સાંભળનાર કોણ?
એનો જાણનાર કોણ? એનાથી ભિન્ન
આત્માનો જાણનાર કોણ? આહાહા!

00:45:38.600 --> 00:45:46.216
આ ભેદજ્ઞાનની વાત ચાલે છે. 
એ એક ગાથા થઇ.

00:45:46.240 --> 00:45:56.536
<p>હવે બીજી ગાથા.
દસ વાગ્યા સુધી છેને?
દસનો ટાઇમ?

00:45:56.560 --> 00:46:12.136
<b>પુદ્ગલદ્રવ્ય શબ્દપણે પરિણમ્યું છે</b>.
પુદ્ગલદ્રવ્ય શબ્દરૂપે પરિણમે છે.
એનો આત્મા તો શબ્દરૂપે પરિણમતો નથી.

00:46:12.160 --> 00:46:20.456
એનો આત્મા જુદો. 
શબ્દ નીકળે એ જુદો છે.
બેની અંદર એકતા છે નહીં.

00:46:20.480 --> 00:46:31.416
<b>તેનો ગુણ,</b>
જે પુદ્ગલ દ્રવ્ય શબ્દરૂપે પરિણમે,
<b>તેનો ગુણ જો (તારાથી) અન્ય છે</b>.

00:46:31.440 --> 00:46:34.308
એ શબ્દની પર્યાય તારાથી જો ભિન્ન છે.

00:46:34.332 --> 00:46:37.376
તું તો જાણનાર દેખનાર 
જ્ઞાયક પ્રભુ આત્મા છો,

00:46:37.400 --> 00:46:44.776
અને જે શબ્દ પરિણમે છે સામે,
એ શબ્દ, એ તો તારાથી ભિન્ન છે.

00:46:44.800 --> 00:46:53.856
પુદ્ગલ તો તારાથી ભિન્ન છે પણ
પુદ્ગલનો જે ગુણ છે,
નિંદા-સ્તુતિના શબ્દો પરિણમે છે,

00:46:53.880 --> 00:47:00.296
એવો જે ગુણ એટલે પર્યાય,
શબ્દની પર્યાય,
એ અન્ય નામ ભિન્ન છે આત્માથી.

00:47:00.320 --> 00:47:11.696
તારાથી અન્ય છે. આહાહા!
તું તો જ્ઞાનમય આત્મા છો.
શબ્દો તો પુદ્ગલની પર્યાય છે.

00:47:11.720 --> 00:47:20.096
પુદ્ગલ તારાથી ભિન્ન અને
પુદ્ગલની જે અવસ્થા શબ્દરૂપે થઇ,
એ પણ તારાથી ભિન્ન છે.

00:47:20.120 --> 00:47:30.148
<p><b>તો હે અજ્ઞાની જીવ!</b> આહાહા!
જે તારાથી ભિન્ન છે એને,

00:47:30.172 --> 00:47:37.256
<b>હે અજ્ઞાની જીવ! તને કાંઇ 
પણ કહ્યું નથી</b>. આહાહા!

00:47:37.280 --> 00:47:43.736
પુદ્ગલ, એ શબ્દરૂપે પરિણમે છે,
પણ તને તો કાંઇ કહ્યું નથી.

00:47:43.760 --> 00:47:52.016
કે મારું નામ લઇને કહે છે.
કે તારું નામ તો છે નહીં રવિચંદ,
તારું નામ તો જ્ઞાયક છે.

00:47:52.040 --> 00:47:56.976
રવિચંદ તો તારું નામ નથી.
રવિચંદને કહે તો કહે,
એમાં તારે શું લેવા કે દેવા?

00:47:57.000 --> 00:48:03.776
તને લેવા-દેવા શું?
તું તો રવિચંદ છો નહીં. તું તો આત્મા છો.

00:48:03.800 --> 00:48:11.536
આત્મા અરૂપી છે.
એ (શબ્દ) તો એ જાણતો નથી મારા આત્માને.
કહે ક્યાંથી મને?

00:48:11.560 --> 00:48:18.296
અને એને જાણવાનું જ્ઞાન પણ મારી પાસે નથી.
તો કેવી રીતે હું એને જાણું?

00:48:18.320 --> 00:48:23.016
હું તો મારા આત્માને જાણતાં પરિણમું છું,
બસ! આહાહા!

00:48:23.040 --> 00:48:35.536
<p><b>તેનો ગુણ જો (તારાથી) અન્ય છે
તો હે અજ્ઞાની જીવ! [तस्मात्] હે અજ્ઞાની જીવ!</b>

00:48:35.560 --> 00:48:44.336
કરુણા કરીને કહે છે, હે અજ્ઞાની પ્રાણી!
માથે ઓઢી લીધો મફતનો તે
 કજિયો કોકનો, આહાહા!

00:48:44.360 --> 00:48:55.496
<b>હે અજ્ઞાની જીવ! તને કાંઇ પણ કહ્યું નથી;</b>
આહાહા! એણે તો <b> તને કાંઇ પણ કહ્યું નથી</b>.

00:48:55.520 --> 00:49:00.776
તો કોને કહ્યું છે? કે રવિચંદને કહ્યું હોય,
તો રવિચંદ તો મારું સ્વરૂપ છે જ નહીં.

00:49:00.800 --> 00:49:08.376
એ તો આનું નામ છે (શરીરનું) કોથળાનું.
હું તો રવિચંદ છું નહીં.
હું તો ભગવાન આત્મા છું. આહાહા!

00:49:08.400 --> 00:49:17.336
અને ભગવાન આત્મા અરૂપી અમૂર્તિક.
એ મારા આત્માને જાણતો નથી
તો મને કેવી રીતે કહી શકે એ?

00:49:17.360 --> 00:49:23.348
એની આંખ વડે 
તો હું જાણાઉં નહીં.

00:49:23.372 --> 00:49:25.856
એની આંખ વડે તો આ (શરીરરૂપી) 
કોથળો જણાય છે.

00:49:25.880 --> 00:49:32.376
એ કોથળાનું નામ રવિચંદ છે,
તને કાંઇ કહ્યું નથી.
હે અજ્ઞાની જીવ! તને તો કાંઇ કહ્યુ નથી.

00:49:32.400 --> 00:49:38.668
આ પ્રત્યક્ષ હમણાં પાંચ માણસોની વચ્ચે મારી
આબરૂ પાડીને અને મને કહ્યું. 

00:49:38.692 --> 00:49:41.856
કે તને તો કાંઇ કહ્યું નથી, 
હે અજ્ઞાની જીવ!

00:49:41.880 --> 00:49:54.016
<p>આ જગતથી જુદી વાત છે.
આ જગત અજ્ઞાની જીવો, એના જે વ્યવહારો,
એનાથી જુદી વાત છે.

00:49:54.040 --> 00:50:03.376
<b>તને કાંઇ પણ કહ્યું નથી</b>. હે અજ્ઞાની જીવ!

00:50:03.400 --> 00:50:13.456
અમને ખબર છે. અમને ખબર છે તું ઊભો છો અને
સામેથી શબ્દ નીકળ્યો અને એણે શબ્દ કાઢયા,
એમ પણ મેં જાણ્યું.

00:50:13.480 --> 00:50:16.776
પણ અમે તો એમ જાણીએ છીએ કે
તને તો કાંઇ કહ્યું નથી.

00:50:16.800 --> 00:50:23.216
બે જણા તમે ઊભા હતા અને
ત્રીજો હું જુદો ઊભો હતો, જ્ઞાની કહે.

00:50:23.240 --> 00:50:30.776
પણ મેંતો એમ કે, તને કાંઇ કહ્યું એમ
તો મને કાંઇ ખબર પડતી નથી.
તે શું કામ માથે લઈ લીધું કે આ મને કહ્યું?

00:50:30.800 --> 00:50:37.616
<p>આ શાંતિનો ઉપાય છે.
આપણી શાંતિ આપણે શોધવાની છે.

00:50:37.640 --> 00:50:48.536
<b>તને કાંઇ પણ કહ્યું નથી; 
તું અજ્ઞાની થયો થકો</b>,
મને કહ્યું-મને કહ્યું-મને કહ્યું-મને કહ્યું, આહાહા!

00:50:48.560 --> 00:50:52.948
મને કહ્યું એમ તું માનીશ, 
એ તારું અજ્ઞાન છે.

00:50:52.972 --> 00:50:57.616
તને તો કાંઇ કહેતા નથી શબ્દો,
કે તું મને ગ્રહણ કર, જાણ.

00:50:57.640 --> 00:51:06.216
તો <b>રોષ શા માટે કરે છે?</b>
એના પ્રત્યે શા માટે તું ગુસ્સો કરશ?
આહાહા!

00:51:06.240 --> 00:51:19.416
તને તો કાંઇ કહ્યું નથી.
તું તો જ્ઞાતા આત્મા છો અને
એ (શબ્દ) જ્ઞાતાનું જ્ઞેય પણ નથી.

00:51:19.440 --> 00:51:25.976
તું એને જાણતો પણ નથી.
એને જાણનારું તો ઇન્દ્રિયજ્ઞાન જુદું છે.

00:51:26.000 --> 00:51:34.336
ઇન્દ્રિયજ્ઞાનથી જુદું જ્ઞાન, એ આત્માનું છે,
એ આત્માને જાણે છે.
ઇન્દ્રિયજ્ઞાન પરને જાણે છે, આહાહા!

00:51:34.360 --> 00:51:41.096
બહુ વાતો.
પછી હજી આ તો બે ગાથા સામાન્ય કથન છે.
પછી હજી ત્રીજી ગાથાથી મૂળ શરૂ થશે.

00:51:41.120 --> 00:51:47.616
મૂળ શું કહેવું છે આચાર્ય ભગવાનને,
એ ત્રીજી ગાથાથી આવશે. જુઓ!

00:51:47.640 --> 00:51:54.176
<b>તું રોષ શા માટે</b> ગુસ્સો <b>કરે છે</b> 
એની માટે? આહાહા! મને કાંઇ કહ્યું નથી.

00:51:54.200 --> 00:51:56.616
તને કાંઇ કહ્યું નથી, મને કાંઇ કહ્યું નથી.

00:51:56.640 --> 00:52:01.896
મને કાંઇ કહ્યું નથી તો
મારે ગુસ્સો કરવાનું કારણ કાંઇ છે નહીં.

00:52:01.920 --> 00:52:09.696
<p>એક બનાવ એવો બન્યો,
આ દાખલો આપું તો
ખ્યાલ આવે કે શું છે પરિસ્થિતિ?

00:52:09.720 --> 00:52:17.376
પરિસ્થિતિ શું છે આ?
કે સાસુ-વહુનો ઝગડો રોજ થાય,
અગાઉના કાળમાં. હવે તો ફેરફાર થઇ ગયો.

00:52:17.400 --> 00:52:20.536
હવે તો ઝગડો થાય તો
વહુ કહે મારે જુદું થાવું છે.

00:52:20.560 --> 00:52:23.096
એટલે જુદા થઇ જાય
પછી તો ઝગડો મટી જાય.

00:52:23.120 --> 00:52:28.336
અત્યારે તો સંયુક્ત કુટુંબ જેવું કાંઇ છે નહીં.
ક્યાંક-ક્યાંક છે. આહાહા!

00:52:28.360 --> 00:52:38.456
બહુ ઝગડો થાય, રોજ ઝગડો થાય,
અને સાસુએ બોલે અને વહુ પણ પાછુ ફટકારે,
સામસામા. આહાહા!

00:52:38.480 --> 00:52:50.256
પછી વહુ થાકી. એક જ્યોતિષી પાસે ગઇ.vકે ભાઇ!
અમારે આ મને બહુ દુ:ખ આપે છે મારી સાસુ.

00:52:50.280 --> 00:52:57.856
કે શું થાય છે?  કે તું ઇતિહાસ કહે મને.
કે એ બે બોલે અને હું ચાર બોલું.

00:52:57.880 --> 00:53:03.376
એ બે શબ્દ બોલે તો એની
સામે હું ચાર પટકવું (શબ્દ બોલું).

00:53:03.400 --> 00:53:07.136
ઠીક. આ ઝગડો ચાલું છે? કેટલા ટાઇમથી છે?

00:53:07.160 --> 00:53:12.696
કે ઘણાં ટાઇમથી ચાલું છે.
આનો કાંઇક ઉપાય તમે બતાવો.
મારે તો સુખી થાવું છે.

00:53:12.720 --> 00:53:22.308
<p>તો (જ્યોતિષી) કહે, જો 
હું એક તને દોરો કરીને આપું છું ને,
એનો તું હું કહું એમ પ્રયોગ કરજે.

00:53:22.332 --> 00:53:25.736
મંત્ર બંત્ર કાંઇ હતો નહીં. એણે ગાંઠો વાળી.

00:53:25.760 --> 00:53:30.896
સાત ગાંઠ વાળી એટલે
ગાંઠ તો મોટી થાયને દોરાની,
ગાંઠ મોટી.

00:53:30.920 --> 00:53:39.816
આ મંત્રેલી ગાંઠ છે. એ જ્યારે બોલે ત્યારે
બે દાઢની વચ્ચે તારે ગાંઠ દબાવી રાખવી.
જરાય પોચી કરવા દઇશ મા.

00:53:39.840 --> 00:53:50.028
એ કર્યો પ્રયોગ એણે તો જઇને.
ઓલી બોલ્યા કરે, બોલ્યા કરે, અગાઉના કાળમા.

00:53:50.052 --> 00:53:53.376
કાંઇ બોલતી નથી? 
કાંઇક મોઢામાંથી ફાટને?

00:53:53.400 --> 00:53:56.936
એટલે બે દિ, ચાર દિ,
ઓલી (સાસુ) બોલવા માંડી!

00:53:56.960 --> 00:54:01.016
ઓલી (વહુ) તો કાંઇ પ્રતિ-ઉત્તર આપે નહીં.
ગાંઠ બે દાઢ વચ્ચે દબાવી રાખે.

00:54:01.040 --> 00:54:08.896
થાકી ગઇ સાસુ. સાસુ થાકીને બંધ થઇ ગઇ.
એના ઘરમાં શાંતિ થઇ ગઇ.

00:54:08.920 --> 00:54:17.456
<p>કે તને ક્યાં કાંઇ કહ્યું છે, 
આચાર્ય ભગવાન કહે.
વહુને કહે છે કે તને ક્યાં કાંઇ કહ્યું છે?

00:54:17.480 --> 00:54:21.696
શબ્દ રૂપે પરિણમે છે તો પરિણમે.
થાકીને બંધ થઇ જશે એની મેળે.

00:54:21.720 --> 00:54:32.896
એમ તારી કોઇ નિંદા કે સ્તુતિ કરતો હોય
તો એ શબ્દનો સ્વામી થઇશ મા.

00:54:32.920 --> 00:54:37.936
મૌન રહેજે, એમ!
ગાંઠ તો નહીં પણ મૌન રહેજે.
આફળયો થાકી જશે.

00:54:37.960 --> 00:54:45.776
<p>એક વખત, પચાસ વર્ષ પહેલાની વાત છે.
 પચાસ-પંચાવન.

00:54:45.800 --> 00:54:54.976
ગાંધીજીનો જોર હતો અને
હરિજન બંધુ છાપો પાડતાં હતા પોતે.
પોતે લેખ આમાં લખે, અઠવાડિયે.

00:54:55.000 --> 00:55:03.136
તો એક ગામડાની અંદર, કોઈ સેવક હતો.
પ્રામાણિક. સેવાભાવી.

00:55:03.160 --> 00:55:10.056
હવે, એના પ્રત્યે એની વાહ-વાહ તો થાય.
સેવા કરે એની વાહવાહ 
તો થાય કે નહીં?

00:55:10.080 --> 00:55:12.668
એટલે કેટલાકને ગમી નહીં, 
ઇર્ષ્યા થઇ ગઇ!

00:55:12.692 --> 00:55:18.336
કે આને કેમ પાડી દઉં, હવે?
ઇર્ષ્યામાં એક ધંધો એવો છે, ઇર્ષ્યાનો.

00:55:18.360 --> 00:55:22.336
એના પુણ્યના ઉદયને સહન કરી શકે નહીં.

00:55:22.360 --> 00:55:28.148
એટલે એના ઉપર આક્ષપે મૂકવા માંડયા બધા
ભેગા થઇને, કે આ ચોરી કરે છે,

00:55:28.172 --> 00:55:31.976
 ને ખાઇ જાય છે પૈસા, આમ ને 
 તેમ, ખુબ એને હેરાન કરવા માંડયા.

00:55:32.000 --> 00:55:35.336
એટલે એણે પત્ર લખ્યો ગાંધીજીને.

00:55:35.360 --> 00:55:39.496
કે હું પ્રામાણિકપણે
આટલા વર્ષથી સેવા કરું છું ગામની,

00:55:39.520 --> 00:55:46.256
છતાં મારા પર આ લોકો ખુબ
ખોટા આરોપ મૂકે છે અને મને હેરાન કરે છે.

00:55:46.280 --> 00:55:53.336
આનો ઉપાય શું? એ કૃપા કરીને મને લખો.

00:55:53.360 --> 00:56:02.776
એટલે ગાંધીજીએ બે લીટીમાં ઉપાય કહ્યો
કે એનો તારે કાંઇ બચાવ કરવો નહીં,
પ્રતિકાર કરવો નહીં.

00:56:02.800 --> 00:56:07.696
બોલતાં-બોલતાં બોલવા દયો,
થાકી જશે એની મેળે.
એની મેળે (થાકી જશે).

00:56:07.720 --> 00:56:13.256
એક મહિનો, બે મહિના,
ચાર મહિના થયા, થાકી ગયા બધા,
સમજાણું? આહાહા!

00:56:13.280 --> 00:56:17.096
એટલે ગાંધીજીએ એમ કહ્યું કે
તું એ વાત એની સાંભળ મા, એમ!

00:56:17.120 --> 00:56:21.016
તને કાંઇ કહે છે ક્યાં?
એમ કરને તું!
એની મેળે બધુ થશે!

00:56:21.040 --> 00:56:31.856
<p>એમ, ગુરુદેવ, જ્યારે એનો ઉદય થયો, રમેશ,
ત્યારે મોટી હલચલ મચી ગઇ, છપાઓમાં. આહાહા!

00:56:31.880 --> 00:56:40.656
આવે ખૂબ! સ્થાનકવાસી, શ્વેતાંબરે કરી
કર્યો હલ્લો, અને પછી દિગંબરોએ હલ્લો કર્યો.

00:56:40.680 --> 00:56:51.856
આહાહા! ત્યાગી અને વિદ્વાનોએ
બધાએ હલ્લો કર્યો, બહુ.
તો એ લોકો જવાબની રાહ જોયા કરે.

00:56:51.880 --> 00:56:57.696
જવાબની રાહ જોયા કરે કે એના આત્મધર્મમાં
આપણા વિરુદ્ધ કાંઇ પણ આવશે હવે.

00:56:57.720 --> 00:57:01.136
આપણે એને ઉશ્કેરીએ તો
આપણને જવાબ તો આપશેને કાંઇક?

00:57:01.160 --> 00:57:11.696
તો એમ કરતાં કરતાં, એક,
સુરેન્દ્રનગરમાં, એક ભાઇ,
ખૂબ કાદવ ઉછાળ્યો, ગુરુદેવ વિરુદ્ધ.

00:57:11.720 --> 00:57:18.336
<p>એમાં રામજીભાઇ એક વખત તૈયાર થઇ ગયા.
ગુરુદેવને કહ્યું, હું સુરેન્દ્રનગર જાઉં છું.

00:57:18.360 --> 00:57:25.496
કેમ ભાઇ જાવ છો સુરેન્દ્રનગર?
શું એના મનમાં સમજે છે, આપણાં વિરુદ્ધ?

00:57:25.520 --> 00:57:31.536
બેસી જાવ. શાંતિથી બેસી જાવ.
ક્યાંય આપણે સુરેન્દ્રનગર જાવું નથી.
એતો ઉકળી જાય બહુ.

00:57:31.560 --> 00:57:38.936
સમજી ગયાં, ફાઇટ આપે હોં! આહાહા!
સૌરાષ્ટ્રમાં પહેલા નંબરનો વકીલાત કરી છે.
પ્રસિદ્ધ, પ્રામાણિક. મુરબ્બી રામજીભાઇ!

00:57:38.960 --> 00:57:46.336
શાંતિ રાખો, આપણે કાંઇ બોલવું નથી.
એની મેળે બધું શાંત થઇ જશે.

00:57:46.360 --> 00:57:54.656
કોઇ દિવસ ગુરુદેવે પ્રત્યુત્તર જે વિરોધી જીવોને
આપ્યો જ નથી. આહાહા!

00:57:54.680 --> 00:57:59.496
<p>કરુણા કરે અરે!
એને સમજાતું નથીને એટલે વિરોધ કરે છે.

00:57:59.520 --> 00:58:05.096
જ્યારે સમજાશે ત્યારે વિરોધ એની મેળે મટી જશે.
આહાહા!

00:58:05.120 --> 00:58:09.828
એવા બનાવ તો ગુરુદેવ 
ઉપર અવારનવાર બન્યા.

00:58:09.852 --> 00:58:13.416
મુંબઇમાં પણ એક વાર બનાવ બનેલો.
અહીં તો બન્યા જ કરે, સમજી ગયાં?

00:58:13.440 --> 00:58:19.616
હંમેશા જ્ઞાનીઓ જ્યારે પાકે છે
ત્યારે સત્ય વાત કહે છે.
તો સત્યના આગ્રહવાળા તો હોયને?

00:58:19.640 --> 00:58:26.856
વ્યવહારના પક્ષવાળા. 
એને ગમે ક્યાંથી?
એટલે વિરોધ તો કરે.

00:58:26.880 --> 00:58:36.336
પછી એક જણાએ કહ્યું, આહાહા!
આ એની જે પોલીસી (policy) છે
જવાબ ન આપવાની, એમાં એની જીત થઇ ગઇ.

00:58:36.360 --> 00:58:39.176
જો જવાબ આપ્યા કરત તો એ હારી જાત.

00:58:39.200 --> 00:58:49.616
<p>આ ગુરુદેવ બહુ કહે, આપણે શું?
આપણે શું? સ્વાધ્યાય કરો. બસ!
આપણે બીજું આપણું કાંઇ કામ નથી.

00:58:49.640 --> 00:58:53.136
એ આપણને ક્યાં કહે છે એ?
આપણે એને ક્યાં સાંભળીએ છીએ? આહાહા!

00:58:53.160 --> 00:59:01.896
એમ કરીને પોતે પોતામાં મસ્ત રહેતા હતા.
એની મેળે શાંતિ બધી થઇ ગઇ.
આસ્તે-આસ્તે બધું સબસાઇડ (subside) થઇ ગયું.

00:59:01.920 --> 00:59:08.136
<p>એમ, આચાર્ય ભગવાન કહે છે
તને ક્યાં કોઇ કાંઇ કહે છે?

00:59:08.160 --> 00:59:11.456
તું શું કરવા માથે ઓઢી લે છે?
મફતનો દુ:ખી થાશ?

00:59:11.480 --> 00:59:14.896
મને કહ્યું, મને આમ કહ્યું, હું આમ કરી નાખું,
હવે આમ કરી નાખું, હવે આમ કરી નાખું, 
હવે આમ કરી નાખું,

00:59:14.920 --> 00:59:19.336
હવે આમ કરી નાખું,
સામે પાછું લખી નાખું,
કોર્ટમાં જાઉં ને નોટિસ આપુંને.

00:59:19.360 --> 00:59:24.856
અરે! રહેવા દે ને તને કાંઇ કહેતા નથી.
આચાર્ય ભગવાન કહે છે 
તને કાંઇ કહ્યું જ નથી.

00:59:24.880 --> 00:59:31.096
પણ સાહેબ! મને કહ્યું છે ને?
તને કહ્યું નથી.

00:59:31.120 --> 00:59:36.668
અજ્ઞાની એમ તું મફતનો અજ્ઞાની થઇને 
મને કહ્યું, મને કહ્યું, મને કહ્યું, 
(એમ માની)ને દુ:ખી થઇ રહ્યો છો.

00:59:36.692 --> 00:59:39.816
સુખી થાવું હોય તો  (એમ માન 
કે) મને કાંઇ કહેતા નથી.

00:59:39.840 --> 00:59:47.056
<p>મને કાન નથી.
કાનનો મારામાં અભાવ.
દ્રવ્યઇન્દ્રિયનો મારામાં અભાવ.

00:59:47.080 --> 00:59:52.256
અને ભાવઇન્દ્રિયનો ઉઘાડ જે શબ્દને ગ્રહણ કરે,
એ ગ્રહણ કરે એટલે જાણે.

00:59:52.280 --> 00:59:56.976
ગ્રહણ કરે એટલે શબ્દને એ જાણે છે, કોણ?
ભાવઇન્દ્રિય!

00:59:57.000 --> 01:00:03.896
આત્મા કે આત્માનું જ્ઞાન
એ શબ્દને જાણતું નથી. આહાહા!

01:00:03.920 --> 01:00:10.336
તો તને ક્યાં કાંઇ કહે છે? 
શાંતિ રાખને પ્રભુ.
એની મેળે બધું (શમી જશે). આહાહા!

01:00:10.360 --> 01:00:14.736
ઘીના ઠામમાં ઘી ભળી જશે.
તું તારું કામ કરી લે. આહાહા!

01:00:14.760 --> 01:00:17.616
પોતે પોતાનું કામ કરીને ચાલ્યા ગયા.

01:00:17.640 --> 01:00:24.456
અને આ પણ એક પ્રકારનો
આપણને ઉપદેશ આપતા ગયા કે
કોઇ તારો વિરોધ કરે તો શાંતિ રાખજે.

01:00:24.480 --> 01:00:32.136
પ્રતિકાર કરીશ મા. આહાહા!
જો પ્રતિકાર કરીશ તો-તો
એકદમ વધારે થાશે લડાઇ. જામશે.

01:00:32.160 --> 01:00:40.536
પણ હવે એ લાઇન (line) લેવી કે અપનાવવી,
કાંઇ સાધારણ વાત નથી.

01:00:40.560 --> 01:00:46.656
<p>સમતાના ઘરમાં બેઠું રહેવું અને
વિષમભાવ થવા દેવો નહીં. આહાહા!
હું તો જાણનાર છું.

01:00:46.680 --> 01:00:52.828
મને તો કાંઇ કહેતા નથી.
અને જેને કહે છે એ શરીર તો મારું છે નહીં.

01:00:52.852 --> 01:00:55.056
મારા આત્માને તો દેખતા નથી. 
કોને કહે છે?

01:00:55.080 --> 01:01:01.268
થઈ રહ્યું. થોડાક ટાઇમમાં તો
એ થાકી જશે બિચારો બોલી બોલીને.

01:01:01.292 --> 01:01:07.336
ઓલી સાસુ થાકી ગઇને, ... 
બોલતી નથી કાંઇ?

01:01:07.360 --> 01:01:13.376
ત્રણ-ત્રણ દિવસ થયા હું તને કહું છું.
બરાબર (મોઢામાં) દબાવી રાખ્યો, હોં!
એક શબ્દ બોલે નહીં.

01:01:13.400 --> 01:01:22.256
થાકી ગઇ (સાસુ), એમ બધા થાકી જવાના છે.
આહાહા!

01:01:22.280 --> 01:01:31.536
ઇર્ષ્યાની આગથી શું થાય ને શું ન થાય
એ કહી શકાય નહીં. અજ્ઞાની શું કરે અને
શું કરે નહીં એનો કાંઇ પત્તો (નથી).

01:01:31.560 --> 01:01:35.496
<p>ટોડરમલજી જેવા! આહાહા!
એને હાથીને નીચે જુવોને, (મારી નાખ્યા).

01:01:35.520 --> 01:01:41.816
એની સ્થિતિ, એવી તો ઘણી સ્થિતિઓ આવી
ભૂતકાળમાં પ્રથમાનુયોગની વાંચીએ આપણે,

01:01:41.840 --> 01:01:46.856
તો એવો ઉપસર્ગ તો આવ્યા જ કરે
જ્ઞાનીઓ ઉપર, આવે. આહાહા!

01:01:46.880 --> 01:01:52.136
અરે! મારા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ,
(ભાવ)માં પરનો પ્રવેશ નથી.

01:01:52.160 --> 01:01:56.296
પરિણામનો પ્રવેશ નથી તો
પરના શબ્દનો પ્રવેશ તો ક્યાંથી હોય?

01:01:56.320 --> 01:02:00.816
એના છાપા, તો એનો કાગળ બગડે ને
એની શાહી બગડે, મને શું લેવા-દેવા.

01:02:00.840 --> 01:02:08.336
હું તો એને જાણતો જ નથી, આહાહા!
કાગળ આવે એટલે વાંચ્યા વગર ફાડી નાખજે ને!
વાંચીશ મા.

01:02:08.360 --> 01:02:11.628
અને શાસ્ત્ર વાંચજેને એ ટાઇમે.

01:02:11.652 --> 01:02:15.656
અને એ( કાગળ) ફાડીને પછી શાસ્ત્રનો
સ્વાધ્યાય કરીશ તો શાંતિ થઇ જશે તને, આહાહા!

01:02:15.680 --> 01:02:19.056
આવું સંસારમાં તો ચાલ્યા જ કરે, આહાહા!

01:02:19.080 --> 01:02:27.976
અરે માનસિક શાંતિ પણ આમાં આવે અને
આત્મિક શાંતિ પણ અંદર ઊંડો ઊતરે
તો કામ થઇ જાય.