﻿WEBVTT

00:01:07.440 --> 00:01:15.536
આજે પર્યુષણ પર્વાધિરાજ માંગલિક
દિવસનો ઉત્તમ આર્જવધર્મનો દિવસ છે.

00:01:15.560 --> 00:01:25.656
<b>દસલક્ષણ પર્વનો ત્રીજો દિવસ છે;
આજે 'ઉત્તમ આર્જવધર્મ'નો દિવસ કહેવાય છે.</b>

00:01:25.680 --> 00:01:34.376
<b>ઉત્તમ આર્જવ એટલે
સમ્યગ્દર્શનપૂર્વકની વીતરાગી સરળતા.</b>

00:01:34.400 --> 00:01:41.636
એ શ્રીમદ્જીએ પણ કહ્યું છે મધ્યસ્થતા,
કષાયની મંદતા, સરળતા, જીતેન્દ્રિયપણું,

00:01:41.660 --> 00:01:46.136
એમાં જે સરળતા કહ્યું છે,
એ આ સરળતા છે.

00:01:46.160 --> 00:01:52.216
સામાન્ય સરળતા તો અનંતવાર
જીવને આવી, સ્વર્ગમાં ગયો.

00:01:52.240 --> 00:01:59.576
એકવાર જો આ સમ્યગ્દર્શનપૂર્વકની
સરળતા આવે તો ચારિત્ર અંગીકાર થઇ જાય છે,

00:01:59.600 --> 00:02:03.296
આહાહા! વીતરાગી સરળતા!

00:02:03.320 --> 00:02:10.176
<b>આત્માના જ્ઞાયક સ્વરૂપમાં
કપટનો ભાવ જ ઉત્પન્ન થવા ન દેવો.</b>

00:02:10.200 --> 00:02:17.676
ઉપદેશ બોધમાં તો એમ જ આવેને? બાકી ઉત્પન્ન
થવાનો ન જ હોય ત્યારે એનો કાળ ઉત્પન થતો જ નથી.

00:02:17.700 --> 00:02:21.296
થવા યોગ્ય થાય છે પણ ઉપદેશ બોધમાં એમ હોય.

00:02:21.320 --> 00:02:26.576
<b>કપટનો ભાવ જ ઉત્પન્ન
થવા ન દેવો તે ઉત્તમ સરળતા છે.</b>

00:02:26.600 --> 00:02:35.016
<b>આત્મા જ્ઞાન-આનંદની મૂર્તિ,
ક્રોધ-માન-માયા-લોભ રહિત છે.</b>

00:02:35.040 --> 00:02:39.876
ત્રણે કાળ રહિત છે, છે ત્યારે રહિત છે.

00:02:39.900 --> 00:02:46.416
પર્યાયમાં ક્રોધ થાય છે
ત્યારે જીવ તત્ત્વ આસ્રવથી સર્વથા ભિન્ન છે.

00:02:46.440 --> 00:02:55.936
<b>તેને જેવો છે તેવો સમજવો અને શ્રદ્ધામાં વક્રતા
ન કરવી,</b> ઊંધાઇ ન કરવી, આડોળાઇ ન કરવી.

00:02:55.960 --> 00:03:05.376
<b>તે સમ્યગ્દર્શનરૂપ સરળતા છે.
અને ચૈતન્યસ્વરૂપને જેમ છે તેમ ન માનતા,</b>

00:03:05.400 --> 00:03:13.436
<b>સ્વરૂપની આડાઇ કરીને
પુણ્ય-પાપવાળું માનવું.</b>
આત્મા પુણ્ય-પાપવાળો નથી,

00:03:13.460 --> 00:03:18.856
છતાં માનવો એ એની આડોળાઇ છે, અજ્ઞાનતા છે.

00:03:18.880 --> 00:03:25.736
એવું આત્માનું સ્વરૂપ નથી.
અજ્ઞાની માને છે એવું આત્માનું સ્વરૂપ નથી.

00:03:25.760 --> 00:03:30.836
સર્વજ્ઞ ભગવાન કેવળજ્ઞાનમાં જાણે છે
એવું આત્માનું સ્વરૂપ છે,

00:03:30.860 --> 00:03:34.976
અને સંતો અનુભવે છે એવું આત્માનું સ્વરૂપ છે.

00:03:35.000 --> 00:03:38.536
પ્રફુલ્લભાઇ અહીંયા કેમ બેઠા?
આવો ને અહીંયા. આગળ આવો.

00:03:38.560 --> 00:03:50.936
આચાર્ય ભગવાન કહે છે આવો-આવો અહીંયાં.
અહીં જગ્યા છે, આવો.

00:03:50.960 --> 00:04:03.776
શું કહે છે? સંતો શું કહે છે?
કે કપટનો ભાવ છોડી દે.

00:04:03.800 --> 00:04:11.096
કપટ એટલે શું? કે આત્મા શુભાશુભભાવથી
રહિત છે. પુણ્ય-પાપથી રિહત છે.

00:04:11.120 --> 00:04:16.016
છતાં માને કે મારો આત્મા પુણ્યશાળી છે.

00:04:16.040 --> 00:04:26.576
એ કપટના ખેલ છે બધા.
પુણ્ય અને પુણ્યના ફળ આત્મામાં નથી.

00:04:26.600 --> 00:04:34.056
ત્રંબકભાઇ હસે છે. જ્ઞાનીઓને ક્યાં કાંઇ ફાળો
કરવો છે કોઇની પાસે? નગ્ન દિગંબર મુનિ! હેં?

00:04:34.080 --> 00:04:43.616
આહાહા! નાગા બાદશાહથી પણ આઘા,
એમ કહેવતછે ને?

00:04:43.640 --> 00:04:47.696
આહાહા! કહે છે કે
આ કુળ-કપટના ભાવ છોડી દે.

00:04:47.720 --> 00:04:55.416
હું કર્મવાળો છું અને હું ફેક્ટરીવાળો છું
અને હું મોટી જમનીવાળો છું

00:04:55.440 --> 00:05:05.296
અને હું મિલવાળો છું. આહાહા!
ગુરુદેવ કહેતા કે કેટલા વાળા?

00:05:05.320 --> 00:05:09.456
એક વાળો નીકળી તો દુ:ખનો પાર નહીં.
અગાઉના કાળમાં વાળા બહુ નીકળતા હતા.

00:05:09.480 --> 00:05:14.996
હવે કટેલા વાળા? આ વાળો, આ વાળો,
આ વાળો, આ વાળો, આહાહા! રહેવા દે ને?

00:05:15.020 --> 00:05:18.896
કુળ-કપટના ખેલ છોડી દે?
હું તો જ્ઞાનમય આત્મા છું.

00:05:18.920 --> 00:05:24.216
આહાહા! મારામાં પુણ્ય-પાપના ભાવો નથી.

00:05:24.240 --> 00:05:30.536
પુણ્ય-પાપથી ભિન્ન છે મારો આત્મા, અનાદિ અનંત.
હું તો જ્ઞાનાનંદ આત્મા છું. એમ લે ને?

00:05:30.560 --> 00:05:35.016
કપટના ખેલ કરીને ચાર ગતિમાં દુ:ખી થઇશ.

00:05:35.040 --> 00:05:41.776
<b>તેમ ન માનતાં સ્વરૂપની આડાઇ
કરીને પુણ્ય-પાપવાળું માનવું.</b>

00:05:41.800 --> 00:05:47.216
પુણ્ય-પાપ ભલે હો, પણ એ વાળો હું છું એમ નહીં,
એનાથી રહિત હું છું એમ માનવું.

00:05:47.240 --> 00:05:53.616
જ્ઞાનથી સહિત અને પુણ્યથી રહિત છું,
એમ જાણ ને માન ને! આહાહા!

00:05:53.640 --> 00:06:02.176
<b>પુણ્ય-પાપવાળો માનવું એ અનંત કપટ છે.</b>
વિશેષણ મૂકયું કપટની આગળ.

00:06:02.200 --> 00:06:07.056
આ કપટના ખેલ કર્યા છે અનંતકાળથી, આહાહા!

00:06:07.080 --> 00:06:13.576
એ માયા કપટના ખેલથી એને તિર્યંચ પર્યાય આવે છે,
આહાહા!

00:06:13.600 --> 00:06:24.256
કોઇ પરના સંગથી કે પુણ્ય પરિણામથી આત્માને
લાભ માનવો તે વક્રતા છે, આડોળાઇ છે.

00:06:24.280 --> 00:06:28.276
અનાર્યતા છે, અનાર્યપણું છે.

00:06:28.300 --> 00:06:32.336
તો આ ભરતક્ષેત્ર તો આર્યની ભૂમિ છે.

00:06:32.360 --> 00:06:39.296
આર્યની ભૂમિ સાચી, પણ પુણ્યવાળો
માને તો એ અનાર્ય છે જીવ, આર્ય નથી.

00:06:39.320 --> 00:06:43.676
આહાહા! સરળતા નથી, વીતરાગી સરળતા નથી.

00:06:43.700 --> 00:06:49.976
સામાન્ય સરળતા હોય એ પુણ્યબંધનું કારણ,
આ વીતરાગી સરળતા મોક્ષનું કારણ છે.

00:06:50.000 --> 00:06:57.136
અહીંયાં તો મોક્ષ થવાની વાત ચાલે છે.
પુણ્ય થાય ને સ્વર્ગમાં જાય એ વાત અહીંયાં નથી.

00:06:57.160 --> 00:07:03.196
એ દુકાન બીજી, એ દુકાન બીજી.
આ તો વીતરાગની ગાદી છે.

00:07:03.220 --> 00:07:11.016
<b>તે અનંત કપટ છે. કોઇ પરના સંગથી કે પુણ્ય
પરિણામથી આત્માને લાભ માનવો તે વક્રતા છે</b>,

00:07:11.040 --> 00:07:20.296
<b>અનાર્યતા છે. આર્ય એટલે સરળ,
જેવું સહજ જ્ઞાયકમૂર્તિ આત્મસ્વરૂપ છે</b>

00:07:20.320 --> 00:07:27.976
<b>તેવું જ</b> જાણવું અને <b>માનવું,
જરાય વિપરીત ન માનવું તે સરળતા છે.</b>

00:07:28.000 --> 00:07:30.536
સરળતાની વ્યાખ્યા પણ જુદી.

00:07:30.560 --> 00:07:38.296
અજ્ઞાની સરળતાની વ્યાખ્યા કરે એ જુદી
અને જ્ઞાનીની (સરળતાની) વ્યાખ્યા જુદી હોય.

00:07:38.320 --> 00:07:45.416
<b>અને ચૈતન્યસ્વરૂપની સમજણમાં આડાઇ કરીને
કોઇ વિકલ્પ કે વ્યવહારના આશ્રયે લાભ માનવો</b>

00:07:45.440 --> 00:07:54.656
<b>તે અનાર્યપણું છે.</b> શુભભાવથી
ધરમ માનવો તે અનાર્યપણું છે, આહાહા!

00:07:54.680 --> 00:07:58.536
તો-તો બધો વ્યવહારનો લોપ થઇ જશે.

00:07:58.560 --> 00:08:04.376
વ્યવહારનો લોપ તો કરવા જેવો જ છે.
તું પરમાત્મા થઇ જાઇશ! આહાહા!

00:08:04.400 --> 00:08:13.976
વ્યવહારના લોપે સ્વચ્છંદી નહીં થાય. જ્યાં દૃષ્ટિમાં
આત્મા લીધો અને વીતરાગી સરળતા પ્રગટી,

00:08:14.000 --> 00:08:19.016
ત્યાં અલ્પકાળમાં એને મોક્ષની પર્યાય
પ્રગટ થાય છે. પહેલા સમ્યગ્દર્શન.

00:08:19.040 --> 00:08:24.936
<b>ચૈતન્યસ્વરૂપની સમજણમાં આડાઇ કરીને
કોઇ વિકલ્પ કે વ્યવહારના
આશ્રયે લાભ માનવો તે અનાર્યતા છે.</b>

00:08:24.960 --> 00:08:33.156
<b>વ્યવહારરત્નત્રય પણ રાગરૂપ છે.</b>
વ્યવહારરત્નત્રયના પરિણામ સાધકને જ હોય.

00:08:33.180 --> 00:08:36.416
મિથ્યાદૃષ્ટિને વ્યવહાર રત્નત્રયના
પરિણામ તો હોય જ નહીં.

00:08:36.440 --> 00:08:41.456
પણ સાધકના વ્યવહારરત્નત્રયના
પરિણામ પણ બંધનું કારણ છે.

00:08:41.480 --> 00:08:45.376
નિશ્ચયરત્નત્રયના પરિણામ મોક્ષનું કારણ છે.

00:08:45.400 --> 00:08:52.416
નિશ્ચયરત્નત્રયના પરિણામ આત્માશ્રિત છે
અને વ્યવહારરત્નત્રય પરાશ્રિત છે.

00:08:52.440 --> 00:08:59.816
આત્માશ્રિત સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામ
જે અભેદ થાય એ નિશ્ચય મોક્ષનો માર્ગ છે.

00:08:59.840 --> 00:09:08.776
પણ કેવળજ્ઞાન પૂરું ન થાય, ત્યાં સુધી વચ્ચે, આ
પ્રકારનું બાધક તત્ત્વ, વ્યવહાર રત્નત્રયના પરિણામ,

00:09:08.800 --> 00:09:14.736
આવે છે. શાસ્ત્રનું જ્ઞાન, દેવ-ગુરુ-શાસ્ત્રનું
શ્રદ્ધાન, નવતત્ત્વનું શ્રદ્ધાન,

00:09:14.760 --> 00:09:22.096
એવા બધા ભાવો-શુભરાગ આવે છે પણ
એ બંધનું કારણ છે. એ મોક્ષનું કારણ નથી.

00:09:22.120 --> 00:09:26.616
સાધકને પણ (મોક્ષનું કારણ) નથી. આહાહા!

00:09:26.640 --> 00:09:34.176
<b>વ્યવહારરત્નત્રય પણ રાગ છે,
તે આત્માનું સ્વરૂપ નથી,</b> પ્રભુ! આહાહા!

00:09:34.200 --> 00:09:43.856
<b>આત્માનું જ્ઞાયક સ્વરૂપ,</b>
જીવતત્ત્વનું સ્વરૂપ <b>પુણ્ય-પાપ રહિત છે.</b>

00:09:43.880 --> 00:09:50.096
સહિત માને છે એ અનાદિના કપટને ખેલ છે બધા.

00:09:50.120 --> 00:09:57.576
<b>વ્યવહારરત્નત્રયરૂપ પરાશ્રિતભાવથી તેને
લાભ માનવો તે અનંત કપટનું સેવન છે.</b>

00:09:57.600 --> 00:10:03.536
તે કપટ સેવે છે. વ્યવહારરત્નત્રયના
ભાવ હોય, એ જુદી વાત

00:10:03.560 --> 00:10:07.656
પણ એનાથી મોક્ષમાર્ગ માનવો,
એનાથી મોક્ષ માનવો

00:10:07.680 --> 00:10:12.016
એ જ મિથ્યાત્વ છે.
વ્યવહારરત્નત્રયના પરિણામનું અસ્તિત્ત્વ

00:10:12.040 --> 00:10:19.816
તે મિથ્યાત્વનું કારણ નથી, એ તો સાધકને હોય છે,
હેય બુદ્ધિએ આવે છે. આહાહા!

00:10:19.840 --> 00:10:28.336
એને ઇન્દ્રિયજ્ઞાન જાણે છે અને આત્માને આત્માનું
જ્ઞાન જાણે છે, એવી કાર્યસ્થિતિ ચાલુ હોય છે.

00:10:28.360 --> 00:10:32.656
<b>વ્યવહારરત્નત્રય પરાશ્રિતભાવથી તેને
લાભ માનવો (તે અનંત કપટનું સેવન છે).</b>

00:10:32.680 --> 00:10:37.376
<b>અને તે વ્યવહારનો આશ્રય છોડીને,</b>
એટલે રાગનું લક્ષ છોડીને,

00:10:37.400 --> 00:10:46.536
આશ્રય છોડીને એટલે લક્ષ છોડીને,
<b>નિશ્ચય શુદ્ધ જ્ઞાતાસ્વભાવને જાણવો-માનવો.</b>

00:10:46.560 --> 00:10:50.616
જાણનારને જાણવો અને જાણનાર છું એમ માનવું.

00:10:50.640 --> 00:11:00.256
જાણનારને જાણવો અને જાણેલાનું શ્રદ્ધાન કરવું
કે જાણવામાં આવ્યો તે જ હું છું એમ પ્રતીતમાં લે.

00:11:00.280 --> 00:11:08.116
<b>અને તેમાં સ્થિર થવું</b> તેનું નામ ચારિત્ર છે.
<b>તે ઉત્તમ આર્જવધર્મ છે.</b>

00:11:08.140 --> 00:11:16.816
<b>સ્વભાવથી શ્રદ્ધા અને જ્ઞાન થયા પછી મુનિદશામાં
જે વ્યવહારરત્નત્રયની વૃત્તિ ઊઠે તે રાગ છે,</b>

00:11:16.840 --> 00:11:25.136
આહાહા! પાંચ મહાવ્રતના પરિણામ બંધનું કારણ છે.
એ ઉદયના સંગથી આ ઔદયિકભાવ થાય છે.

00:11:25.160 --> 00:11:32.096
એ સંવર-નિર્જરા તત્ત્વ નથી.
એ બંધ તત્ત્વ છે, એ આસ્રવ તત્ત્વ છે.

00:11:32.120 --> 00:11:36.976
<b>તે કાંઇ ઉત્તમ આર્જવધર્મ નથી,</b>
વ્યવહારરત્નત્રયના પરિણામ.

00:11:37.000 --> 00:11:45.856
<b>પણ રાગ રહિત થઇને જેટલો સ્વરૂપમાં ઠર્યો,
સ્થિર થયો એટલો ઉત્તમઆર્જવ ધર્મ છે.</b>

00:11:45.880 --> 00:11:52.176
વીતરાગી પરિણામને ધર્મ કહેવામાં આવે છે.
રાગ ધર્મ નથી,

00:11:52.200 --> 00:11:59.696
સાધકને વ્યવહાર ધર્મ કહેવાય
પણ નિશ્ચયથી સાધકને પણ એ અધર્મ ભાવ છે.

00:11:59.720 --> 00:12:04.216
સ્વભાવથી વિરુદ્ધભાવ તે અધર્મ કહેવામાં આવે છે.

00:12:04.240 --> 00:12:17.196
સ્વભાવની સાથે અણમળતો ભાવ છે રાગ,
માટે ધર્મ નથી.
સ્વભાવથી વિરુદ્ધ છે, માટે અધર્મ છે, ધર્મ નહીં.

00:12:17.320 --> 00:12:25.816
<b>ઉત્તમ આર્જવ ધર્મ છે.
ખરેખર તો આત્માના વીતરાગ ભાવમાં જ</b>
એક વીતરાગી પર્યાય પ્રગટ થાય, એમાં

00:12:25.840 --> 00:12:34.776
<b>ઉત્તમ ક્ષમાદિ દશે ધર્મો આવી જાય છે.</b>
એ તો પૂર્વ પર્યાયની અપેક્ષાએ એના દશ ભેદ છે.

00:12:34.800 --> 00:12:41.496
બાકી વીતરાગી પર્યાય તો એક જ છે,
એમાં દશે ધર્મ સમાઇ જાય છે.

00:12:41.520 --> 00:12:48.376
<b>આવી જાય છે,
દશે ધર્મોમાં વીતરાગીભાવ એક જ પ્રકારનો છે.</b>

00:12:48.400 --> 00:12:57.616
વીતરાગ ભાવનો પ્રકાર એક જ છે.
<b>પણ તે વીતરાગભાવ થયા પહેલા</b>

00:12:57.640 --> 00:13:03.656
પૂર્વ પર્યાયમાં <b>ક્ષમાદિ જે</b> શુભભાવ હતો ને?
શુભભાવની ક્ષમા.

00:13:03.680 --> 00:13:13.396
<b>જે જાતનો વિકલ્પ હોય
તે અનુસાર ઉત્તમ ક્ષમાધર્મ વગેરે નામથી
તે વીતરાગભાવને ઓળખવામાં આવે છે.</b>

00:13:13.420 --> 00:13:18.776
પૂર્વ ક્ષમાનો ભાવ હતો, એનો અભાવ થઇ
અને વીતરાગી પર્યાય પ્રગટ થઇ,

00:13:18.800 --> 00:13:22.536
તો તેને ઉત્તમ ક્ષમા કહેવામાં આવે છે.

00:13:22.560 --> 00:13:27.356
<b>અને તે શુભવિકલ્પને ઉપચારથી
ઉત્તમ ક્ષમાદિધર્મ કહેવામાં આવે છે.</b>

00:13:27.380 --> 00:13:31.836
<b>આચાર્યદેવ ઉત્તમ આર્જવધર્મનું</b>
આ પ્રકારે <b>વર્ણન કરે છે.</b>

00:13:31.860 --> 00:13:38.416
આ ગુરુદેવનું વ્યાખ્યાન છપાઇ ગયા છે
દશ લક્ષણ પર્વ ઉપર. બહુ અદ્ભૂત છે, આહાહા!

00:13:38.440 --> 00:13:43.936
આની લાણી પણ કરવા જેવી છે
એવા વ્યાખ્યાન છે દશ લક્ષણ પર્વના.

00:13:43.960 --> 00:13:51.216
હવે, એ ચારિત્ર દશા પ્રગટ થવાની વાત,
મુનિરાજની દશધર્મની કરી.

00:13:51.240 --> 00:14:01.496
મુખ્યપણે તો એ દશ લક્ષણો જે છે, ધર્મો,
એ મુનિરાજની દશાની વાત છે,
ચારિત્રના ભેદ છે. એ આવી ગયું કાલે.

00:14:01.520 --> 00:14:11.536
જઘન્યપણે તો, પંચમ ગુણસ્થાન અને
ચોથા ગુણસ્થાનવર્તીને પણ
અંશે ક્ષમાદિ દશધર્મ પ્રગટ થઇ ગયા છે.

00:14:11.560 --> 00:14:22.016
એને વીતરાગી દશા છે પર્યાયમાં.
અનંતાઅનુબંધીના કષાય, એના
અભાવપૂર્વક અંશે સ્થિરતા, વીતરાગી પર્યાય છે,

00:14:22.040 --> 00:14:33.696
તો એમાં દશે ધર્મ સમાયેલા છે, પણ જઘન્ય છે. અને
શ્રાવકને મધ્યમ અને મુનિરાજને ઉત્કૃષ્ટ ધર્મો હોય છે.

00:14:33.720 --> 00:14:41.016
હવે ચારિત્રનું કારણ સમ્યગ્દર્શન છે.

00:14:41.040 --> 00:14:50.296
સમ્યગ્દર્શન વગર કોઇ કાળે, કોઇ પણ જીવને,
ચારિત્ર એટલે લીનતાના પરિણામ પ્રગટ થતા નથી.

00:14:50.320 --> 00:15:02.616
એ સમ્યગ્દર્શન કેમ પ્રગટ થાય? એ સમ્યગ્દર્શન
પ્રગટ થવામાં અનાકિાળથી જીવની બે ભૂલ છે.

00:15:02.640 --> 00:15:13.176
અનાદિકાળથી જીવની બે જ ભૂલ છે, બે જ.
એ બે ભૂલોનો પેટા વિસ્તાર કરો તો શાસ્ત્રો ભરાય.

00:15:13.200 --> 00:15:20.376
પણ એને સંક્ષેપવામાં આવે તો
સમ્યગ્દર્શન ન થવાનું કારણ બે ભૂલ છે.

00:15:20.400 --> 00:15:28.776
એમાં આ દશ ગાથામાં,
બીજા નંબરની ભૂલનું વ્યાખ્યાન છે.

00:15:28.800 --> 00:15:34.096
પહેલા નંબરની ભૂલ કર્તાકર્મ
અધિકારમાં બતાવી ગયા છે.

00:15:34.120 --> 00:15:44.476
બે ભૂલ કઇ? એક તો રાગાદિ જે
પરિણામ થાય એ થવા યોગ્ય થાય છે.

00:15:44.500 --> 00:15:56.456
આત્મા કરે છે માટે થાય છે, એમ છે નહીં.
ત્યારે શું આત્મા રાગને કરતો નથી?

00:15:56.480 --> 00:16:05.496
આત્મા જ્ઞાનને કરે કે રાગને કરે?
આત્મા તો જ્ઞાનને કરતો પરિણમે છે અનાદિથી.

00:16:05.520 --> 00:16:09.816
પોતાને જાણવારૂપે પરિણમે છે, બાળ ગોપાળ સહુને.

00:16:09.840 --> 00:16:18.376
તો એને ભૂલીને દૃષ્ટિ રાગ ઉપર હોવાથી,
રાગનો પ્રતિભાસ દેખીને હું રાગને કરું છું,

00:16:18.400 --> 00:16:26.356
એમ અનાદિકાળથી અજ્ઞાનદશામાં
અજ્ઞાનીને રાગનું કર્તાપણું ભાસયું છે.

00:16:26.380 --> 00:16:32.656
છતાં અકર્તા તો અકર્તાપણું છોડીને કર્તા થતો નથી.

00:16:32.680 --> 00:16:39.496
વિશેષ અપેક્ષાએ એ કર્તા થયો છે,
સામાન્ય અપેક્ષાએ અકર્તા રહીને.

00:16:39.520 --> 00:16:48.136
શું કહ્યું આ? કે જીવતત્ત્વ સામાન્ય છે. બધાની
પાસે સામાન્ય ને વિશેષ, બે પડખાં છે.

00:16:48.160 --> 00:16:54.496
શરૂઆતમાં અહીંયાં હું આવ્યો ત્યારે
આ સામાન્ય-વિશેષના બે પડખાંની વાત કરી હતી,

00:16:54.520 --> 00:17:05.456
આહાહા! શરૂઆતમાં જ. એક સામાન્ય
પડખું છે જેને જીવતત્ત્વ કહેવામાં આવે છે.

00:17:05.480 --> 00:17:15.576
જેને પરમાત્મતત્ત્વ કહેવામાં આવે છે. જેને અંત:તત્ત્વ
કહેવામાં આવે છે. જે શુદ્ધાત્મા ઉપાદેય તત્ત્વ છે.

00:17:15.600 --> 00:17:21.096
એ તો ત્રણે કાળ શુદ્ધ, શુદ્ધ
અને શુદ્ધ, પરિપૂર્ણ પરમાત્મા છે.

00:17:21.120 --> 00:17:33.256
કર્મનો સંબંધ થયો નથી. એને રાગનો સંબંધ થયો નથી.
તેથી આત્મા અકારક, અવેદક, અકર્તાપણે રહ્યો છે.

00:17:33.280 --> 00:17:41.516
પૂર્વે રહ્યો હતો,
વર્તમાન રહ્યો છે અને ભાવિકાળે
પણ રહેશે. એના સ્વરૂપને છોડશે નહીં.

00:17:41.540 --> 00:17:51.736
નિજભાવને છોડે નહીં અકર્તાને,
અને અકર્તા કર્તા થાય નહીં.
ધ્યાનમાં રાખજો આ. બે ભૂલની વાત ચાલે છે.

00:17:51.760 --> 00:17:56.816
અહીંયા બીજા પ્રકારની ભૂલ આવશે
પણ પહેલા પ્રકારની ભૂલનું પહેલા

00:17:56.840 --> 00:18:01.336
સ્પ્ટીકરણ કરવામાં આવે છે.
આત્મા જ્ઞાતા હોવા છતાં કર્તા માને છે.

00:18:01.360 --> 00:18:11.896
આત્મા જ્ઞાતા હોવા છતાં રાગાદિનો હું કર્તા છું
અને રાગ મારું કર્મ છે, એ કર્તાબુદ્ધિની ભૂલ છે પહેલી.

00:18:11.920 --> 00:18:23.696
છે જ્ઞાતા અને માને કર્તા. એ કર્તા માને છે
તો પણ એ સામાન્ય પડખું અકર્તાનું છે.

00:18:23.720 --> 00:18:30.496
એ અકર્તાને છોડીને, જ્ઞાયકને છોડીને
એ રાગનો કર્તા થતો નથી.

00:18:30.520 --> 00:18:40.936
ત્રિકાળી દ્રવ્ય નિષ્ક્રિય છે અને રાગમાં પ્રવેશ
કરતો નથી. રાગને કેમ કરતો નથી?

00:18:40.960 --> 00:18:46.796
કે <b>'तद्रूपो न भवति',</b>
એ પુણ્ય-પાપરૂપે આત્મા થતો નથી.

00:18:46.820 --> 00:18:56.116
માટે પુણ્ય-પાપનો આત્મા ત્રણે કાળ, એક સમય
માત્ર પણ એ કર્તા બની શકતો નથી. અકર્તા રહ્યો છે.

00:18:56.140 --> 00:19:05.916
અકર્તાપણું છોડે તો કર્તા થાય પણ અકર્તાપણું
છોડતો નથી. પણ જેને હું અકર્તા જ્ઞાયક જ્ઞાતા છું

00:19:05.940 --> 00:19:14.336
એવા સ્વભાવને ભૂલી જાય છે. સમયે-સમયે,
અને પરિણામમાં રાગાદિ દેખીને

00:19:14.360 --> 00:19:22.336
રાગાદિની ક્રિયા ષટ્કારક એ પરિણામમાં
થાય છે. ક્રિયાના કારક પરિણામમાં છે.

00:19:22.360 --> 00:19:26.816
નિષ્ક્રિયના કારક આત્મામાં છે. આહાહા!

00:19:26.840 --> 00:19:32.656
આત્મા ત્રણેકાળ નિષ્ક્રિય ક્રિયાથી,
બંધ- મોક્ષની ક્રિયાથી રહિત છે.

00:19:32.680 --> 00:19:41.976
એ આત્માને ભૂલે ત્યારે એની પર્યાયમાં
જે રાગાદિ થાય છે. એને હું કરું છું

00:19:42.000 --> 00:19:54.036
એવી એક અજ્ઞાની કલ્પના કરે છે તેથી તે
વિશેષ અપેક્ષાએ કદાચિત્ કર્તા થાય છે.

00:19:54.060 --> 00:20:03.236
કથંચિત્ નહીં. કથંચિત્ કહેશો તો કાયમ રહી જશે
અને કદાચિત્ લેશો તો સમય પૂરતું રહેશે.

00:20:03.260 --> 00:20:13.736
બીજા સમયે રાગનો અકર્તા પૂરો થઇ જશે.
કથનંચિત્ ને કદાચિતમાં મોટો ફેર છે. આહાહા!

00:20:13.760 --> 00:20:27.576
રમેશ ક્યાં ગયો? રમેશ ભૈયા! આહાહા! કદાચિત્
અને કથંચિત્ માં મોટો ફેર, તફાવત છે. આહાહા!

00:20:27.600 --> 00:20:38.296
એમ તો એ શાસ્ત્રી અને મોટા પંડિત કહેવાય
પણ અમારી પાસે તો બાળક જ છે ને? આહાહા!

00:20:38.320 --> 00:20:42.896
શું કહ્યું? પ્રભુ! સાંભળ.

00:20:42.920 --> 00:20:53.416
રાગનો કર્તા વિશેષ અપેક્ષાએ થાય છે. સામાન્ય
અપેક્ષાએ અકર્તા રહીને વિશેષ અપેક્ષાએ કર્તા થાય છે.

00:20:53.440 --> 00:21:02.416
હું કર્તા છું- એમ એને પ્રતિભાસે.
તે અપેક્ષાએ વિશેષ અપેક્ષાએ
કર્તા અજ્ઞાની થયો છે રાગનો. આહાહા!

00:21:02.440 --> 00:21:11.816
કહે છે એ પણ કદાચિત્ છે.
કદાચિત્ એટલે કોઇ વખતે રાગનો કર્તા થાય.

00:21:11.840 --> 00:21:22.496
ત્રણે કાળ રાગનો કર્તા થાય એવું ત્રણે કાળ
અજ્ઞાન ઉત્પન્ન થાય એવો પર્યાયનો ધરમ નથી.

00:21:22.520 --> 00:21:28.416
દ્રવ્યનો ધર્મ તો અજ્ઞાની થવાનો નથી.

00:21:28.440 --> 00:21:41.456
પ્રકાશ, અહીંયા જામનગરમાં તત્ત્વના પકડનારા છે.
એટલે તો થોડું આકર્ષણ રહે છે.

00:21:41.480 --> 00:21:51.736
શું કહ્યું? કથંચિત્ કર્તા છે તો-તો એ
વ્યવહારનયે કર્તા ત્રણેકાળ લાગુ પડી જાય,

00:21:51.760 --> 00:21:57.656
પણ કદાચિત્ કર્તા છે, કોઇ વખતે.
કદાચિત્ નો અર્થ કોઇ વખતે.

00:21:57.680 --> 00:22:06.576
ક્યાં સુધી? કે જ્યાં સુધી ભેદજ્ઞાનનો અભાવ હોય
અને રાગને પોતાનું માને ત્યાં સુધી એક સમય પૂરતો

00:22:06.600 --> 00:22:12.336
કદાચિત્ કર્તા છે.
બીજા સમયે તો અકર્તા થઇ જાય છે.

00:22:12.360 --> 00:22:19.896
કર્તાપણું પર્યાયમાં પણ રાગનું અનાદિઅનંત નથી.
અનાદિસાંત છે.

00:22:19.920 --> 00:22:26.136
ખરેખર તો સાદિસાંત છે. અનાદિ કહેવું
એ પણ એક પ્રકારનો વ્યવહાર છે.

00:22:26.160 --> 00:22:36.616
સાદિસાંત એટલે જે સમયે સ્વભાવને ભૂલે
અને રાગને પોતાનું માને
તે સમયે કદાચિત્ તે, તે સમયે કોઇ વખતે,

00:22:36.640 --> 00:22:43.656
એ રાગનો કર્તા છું એમ એને ભાસે છે. એ એનું
અજ્ઞાન છે. બીજા સમયે અરે! હું તો જ્ઞાતા છું.

00:22:43.680 --> 00:22:52.656
હું રાગનો કર્તા નથી. ત્યારે એક પ્રશ્ન થાય કે
રાગ થાય છે ત્યારે અકર્તા બને? કે હા.

00:22:52.680 --> 00:23:02.136
એ કેવી રીતે? રાગ પર્યાયમાં થાય ત્યારે
આત્મા અકર્તા થઇ જાય. એ કેવી રીતે? આહાહા!

00:23:02.160 --> 00:23:08.856
કે જ્યારે રાગ થાય છે ત્યારે દૃષ્ટિ
ફરી જાય છે અને જ્ઞાયક ઉપર આવે છે.

00:23:08.880 --> 00:23:14.736
અકર્તાને લક્ષમાં લીધો, કર્તાબુદ્ધિ
છૂટી જાય છે અને રાગ રહ્યા કરે છે.

00:23:14.760 --> 00:23:22.176
તો રાગનો કર્તા પરિણામનો કર્તા પરિણામ છે. હું કર્તા
છું નહીં. એવું ભેદજ્ઞાન થઇને અનુભવ થઇ જાય છે.

00:23:22.200 --> 00:23:32.656
રાગ રહી જાય, કર્તાબુદ્ધિ મટી જાય
અને જ્ઞાયકના લક્ષે સમ્યગ્દૃષ્ટિ થઇ જાય.

00:23:32.680 --> 00:23:45.896
અદ્ભૂત ચમત્કારિક વાત ગુરુદેવ કરી ગયા છે.
આ બધું ગુરુદેવ કહી ગયા છે એનું સ્પષ્ટીકરણ ચાલે છે.

00:23:45.920 --> 00:23:51.976
કે એક તો એની કર્તાબુદ્ધિની
ભૂલ છે કે હું રાગને કરું છું.

00:23:52.000 --> 00:23:58.776
રાગને કરું છું એ ભૂલ છે. એનાથી આગળ
જઇને હું આ દુકાનના વેપાર કરું છું અને આ

00:23:58.800 --> 00:24:07.936
જમીનના વેપાર કરું છું અને મારા પુરુષાર્થથી પૈસા
કમાવું છું, એ બધી કલ્પના છે. અજ્ઞાનતા છે. આહાહા!

00:24:07.960 --> 00:24:12.616
એમ છે નહીં. પૈસો પુણ્યથી આવે.

00:24:12.640 --> 00:24:21.696
એ પુણ્ય પણ નિમિત્ત છે.
બાકી પૈસાની ક્ષણિક ઉપાદાનની પર્યાય આવવાની
હોય તો આવે અને જવાની હોય તો જાય.

00:24:21.720 --> 00:24:27.736
જાય ત્યારે પાપ નિમિત્ત કહેવાય અને આવે ત્યારે
પુણ્ય નિમિત્ત કહેવાય. પણ નિમિતથી નિરપેક્ષ જો

00:24:27.760 --> 00:24:35.656
તો તત્ સમયની પર્યાય, પરમાણુની આવવાની
હોય તો આવે અને જવાની હોય તો જાય. આહાહા!

00:24:35.680 --> 00:24:43.996
પણ જગતના જીવોને નિમિત્તથી સમજાવવામાં આવે છે.
બાકી નિમિત્તથી કાંઇ પૈસો આવતો નથી.

00:24:44.020 --> 00:24:50.896
પુણ્યના ઉદયથી પૈસો નથી આવતો.
આ ક્યાં સુધી તમારે કાઢી નાખવું છે?

00:24:50.920 --> 00:24:55.136
કે બધું બાદબાકી કરતાં જે રહે તે આત્મા છે.

00:24:55.160 --> 00:24:59.576
શ્રીમદ્જીએ કહ્યું હતું બાદબાકી કરતાં
જે કચરો નીકળી જાય,

00:24:59.600 --> 00:25:03.216
ત્યારે જે શુદ્ધાત્મા છે એ આત્મા છે.
મધુભાઇ! આવું છે.

00:25:03.240 --> 00:25:10.096
પુરુષાર્થથી તો પૈસો આવે નહીં. પ્રફુલ્લભાઇ!

00:25:10.120 --> 00:25:18.096
પુરુષાર્થથી તો આવે નહીં પણ પુણ્યથી
પણ ન આવે. એનો સ્વકાળ છે પરમાણુનો,

00:25:18.120 --> 00:25:25.576
એ ક્ષેત્રથી ક્ષેત્રાંતર થઇને બીજા ક્ષેત્રમાં હતો
પરમાણુ, આ ક્ષેત્રમાં આવ્યો એમાં તને શું લાભ મળ્યો?

00:25:25.600 --> 00:25:35.356
આહાહા! એ તો સમજાવવામાં આવે છે કે પુણ્યના
નિમિત્તથી થાય. એમાં પુણ્યના નિમિત્તથી થાય આવે,

00:25:35.380 --> 00:25:39.956
એમાં પુણ્યના કર્તાબુદ્ધિ થઇ જશે.
માટે પુણ્યથી નિરપેક્ષ

00:25:39.980 --> 00:25:46.336
પરમાણુ આવવાના હોય તો આવે અને
જવાના હોય તો જાય.પરમાણુને નિરપેક્ષ જો તું.

00:25:46.360 --> 00:25:55.976
પુણ્ય સાપેક્ષ ન જો! આહાહા! પુણ્યથી આવે તો આપણે
પુણ્ય કરીએ તો આવે પૈસો એમ એમાં બુદ્ધિ થઇ જાય.

00:25:56.000 --> 00:26:06.336
ક્યાં ગયો વિમલ, આહાહા! એ બહુ હોંશિયાર છે ને!
કારખાનું ચલાવે છે. આહાહા!

00:26:06.360 --> 00:26:12.656
એ તો અજ્ઞાન છે. હું ચલાવું,
માને તો અજ્ઞાન છે. કોણ ચલાવે? અરે!

00:26:12.680 --> 00:26:21.376
એક સડેલા તરણાના બે કટકા કરવાની શક્તિ
પણ આત્મામાં નથી.
શ્રીમદ્ રાજચંદ્રજી એકાવતારી પુરુષ થઇ ગયા છે.

00:26:21.400 --> 00:26:29.716
આહાહા! અહીં ફોટો છે.
એ તેઓ શ્રીએ કહ્યું, એક સડેલું તરણું હોં!

00:26:29.740 --> 00:26:35.176
ઓલું પાંદડું લીલું હોયને એને તો વાર લાગે.
આમ આતો અડે ત્યાં તૂટી જાય,

00:26:35.200 --> 00:26:42.336
પણ એ તોડતો નથી. હવે સડેલું તરણું
કરવાની શક્તિ તારામાં નથી,

00:26:42.360 --> 00:26:47.556
પરનું કરવા માટે તું નપુંસક છો આહાહા! સાંભળ ને!

00:26:47.580 --> 00:26:52.176
તારામાં શક્તિ નથી. આને આમ કરી દઉં
અને આને આમ કરી દઉં

00:26:52.200 --> 00:26:55.336
અને તેને તેમ કરી દઉં. અરે ભગવાન!
ક્યાં તું વયો ગયો બહાર?

00:26:55.360 --> 00:27:01.256
અરે! પરિણામથી બહાર ગયો,
પ્રમાણની બહાર ગયો! આહાહા!

00:27:01.280 --> 00:27:05.476
કહે છે કે કર્તાબુદિદ્ધની મોટી એક ભૂલ છે.

00:27:05.500 --> 00:27:10.056
ભૂત વળગ્યું છે. ‘હું કરું હું કરું એ જ
અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે’.

00:27:10.080 --> 00:27:14.576
અન્યમતિ થઇ ગયા છે, એ તો ઇશ્વરના કર્તાવાદી છે.
પણ આપણે તો દૃષ્ટાંત લઇએ છીએ,

00:27:14.600 --> 00:27:18.736
'હું કરું હું કરું એ જ અજ્ઞાનતા
શકટનો ભાર જેમ શ્વાન તાણે’.

00:27:18.760 --> 00:27:28.056
ગાડાની નીચે આમ ચાલતું હોય કૂતરું, અને
જરાક આમ અડે ઠાંઠાને, હં.. હું ચલાવું છું.

00:27:28.080 --> 00:27:39.576
એમાં એને ખંજવાંળ આવી પગમાં તો ઊભી ગયો.
કૂતરો ઊભી ગયો. ગાડું ચાલવા માંડયું. આ શું? આ શું?

00:27:39.600 --> 00:27:49.296
ગાડું તો મારાથી જ ચાલતું હતું અને
હું તો ઊભો છું તો પણ ચાલવા માંડયું? આહાહા!

00:27:49.320 --> 00:27:54.816
ભેદજ્ઞાન થઇ ગયું, કર્તાબુદ્ધિ છૂટી અને
કૂતરાને સમ્યગ્દર્શન ત્યાં થઇ ગયું. આહાહા!

00:27:54.840 --> 00:28:00.196
થાય, કૂતરાને ન થાય? સંજ્ઞી પંચેન્દ્રિય જીવ છે.
આગમ કહે છે, પોકાર કરે છે.

00:28:00.220 --> 00:28:04.696
ચારે ગતિના જીવોમાં
સંજ્ઞી પંચેન્દ્રિય હોય એને આત્માનુભવ

00:28:04.720 --> 00:28:08.896
થઇ શકે છે.
આ કારખાનું મારાથી ચાલે છે. આ આશિષ બેઠો.

00:28:08.920 --> 00:28:17.576
આહાહા! તારાથી કાંઇ કારખાનું ચાલતું નથી.
પ્રભુ! પાછો વળ-પાછો વળ, કર્તાબુદ્ધિથી પાછો વળ

00:28:17.600 --> 00:28:23.576
અને જ્ઞાતાના પક્ષમાં આવી જા. એ જ્ઞાતના
પક્ષમાં આવશે તો જ્ઞાતાના દર્શન થશે.

00:28:23.600 --> 00:28:26.656
પણ કર્તાના પક્ષમાં રોકાણો છે

00:28:26.680 --> 00:28:33.536
એને જ્ઞાતાના- ભગવાનના દર્શન થશે નહીં.
એને સમ્યગ્દર્શન નહીં થાય ઊંચેથી નીચે પટકાય તો પણ.

00:28:33.560 --> 00:28:42.496
આહાહા! ઘણાં દાન આપે અને ઘણાં મંદિર
બંધાવે, વ્રત કરે, તપ કરે કર્તાબુદ્ધિથી. આહાહા!

00:28:42.520 --> 00:28:51.776
એનો કર્તા તું તો નથી રાગનો,
પણ હવે બીજો પાઠ.

00:28:51.800 --> 00:28:58.016
કે સાહેબ! રાગનો કર્તા નથી
કે થવા યોગ્ય બધું થાય છે.

00:28:58.040 --> 00:29:00.896
કાં પુણ્યથી થાય છે અને કાં થવાયોગ્ય થાય છે

00:29:00.920 --> 00:29:06.296
પણ હું કર્તા નથી. પણ એ જ્યારે
આવે છે (ત્યારે) એનો હું જ્ઞાતા છું.

00:29:06.320 --> 00:29:16.176
પૈસો આવે અને જાય એનો જ્ઞાતા છું અને જે
શુભાશુભભાવ થાય એનો પણ હું કર્તા નથી.

00:29:16.200 --> 00:29:21.336
હું તો એનો જ્ઞાતા છું. એ બીજી ભૂલ!

00:29:21.360 --> 00:29:27.176
પ્રફુલભાઈને એમ લાગ્યું કે જ્ઞાતા છું
એ વાત તો સારી લાગે છે એને.

00:29:27.200 --> 00:29:32.356
હોય પહેલા પ્રથમ, કર્તા નથી તો જ્ઞાતા કહે,
જ્ઞાની પણ કહે, એમાં શું?

00:29:32.380 --> 00:29:40.096
હા! પણ તું તેનો જ્ઞાતા નથી. કર્તા તો નથી,
આહાહા! પણ એનો જ્ઞાતા નથી.

00:29:40.120 --> 00:29:46.096
એને જાણનાર જ્ઞાન જુદું
અને આત્માને જાણનાર જ્ઞાન જુદું.

00:29:46.120 --> 00:29:51.656
બે જ્ઞાન અંદરમાં, જ્ઞાનની પર્યાય એક અને
ભાગલા બે રહેલા છે અંદરમાં. આહાહા!

00:29:51.680 --> 00:29:57.976
એ વાત આપણે અહીંયા સૂક્ષ્મ,
પર્યુષણ પર્વાધિરાજના દિવસો છે ને?

00:29:58.000 --> 00:30:03.296
એટલે રાગનું કરવાપણું તો છોડી દે તું.
એ તો થવાયોગ્ય થાય છે.

00:30:03.320 --> 00:30:11.416
એનો કર્તા આત્મા નથી. ત્રણ કાળમાં નથી.
અશક્ય છે. એવો પાઠ છે સમયસારમાં.

00:30:11.440 --> 00:30:16.936
કે રાગને કરવાની શક્તિ કોઇ ગુણ
આત્મામાં નથી કે રાગને ઉત્પન્ન કરે.

00:30:16.960 --> 00:30:21.936
રાગને ઉત્પન્ન કરે એવી શક્તિ આત્મામાં નથી.

00:30:21.960 --> 00:30:31.416
જે ભાવે તીર્થંકર કર્મની પ્રકૃતિનો બંધ થાય
એમાં નિમિત્ત સમ્યગ્દૃષ્ટિનો શુભભાવ થાય છે.

00:30:31.440 --> 00:30:40.816
માત્ર શુભભાવ થાય છે. એ શુભભાવનો કર્તા
સમ્યગ્દૃષ્ટિનો ધર્માત્મા છે નહીં. આહાહા!

00:30:40.840 --> 00:30:50.936
એ કરવું આત્માના સ્વભાવમાં નથી.
એવો કોઇ ગુણ નથી આત્મામાં કે રાગને ઉત્પન્ન કરે.

00:30:50.960 --> 00:30:59.236
રાગની રચના કરે, શુભાશુભને કરે અને
દુ:ખને ભોગવે એવો આત્માનો સ્વભાવ નથી.

00:30:59.260 --> 00:31:09.256
તેં વાત સાંભળી નથી માટે નથી?
તેં વાત સાંભળી નથી સંતો પાસેથી, એટલે શું નથી?

00:31:09.280 --> 00:31:18.176
વસ્તુ નહીં ફરે, તારે ફરવું પડશે
ગુરુદેવ કહેતા હતા. હવે કર્તાબુદ્ધિ તો છોડ, તું હવે.

00:31:18.200 --> 00:31:27.896
અને કદાચિત્ કર્તાબુદ્ધિ મંદ પડી ગઇ હોય તો એ બીજું
એક ફસામણું છે. મોહરાજા એ ફસામણું મૂક્યું, મોહરાજાએ.

00:31:27.920 --> 00:31:35.896
(મોહરાજા કહે છે) કે કદાચિત્ માનો કે તને
સોનગઢના સંત મળી જાય અને કર્તાબુદ્ધિ તું છોડી દઇશ

00:31:35.920 --> 00:31:44.896
તો એમ કાંઇ હું મારા સકંજામાંથી
તું છૂટી જાય એમ છે નહીં. આહાહા!

00:31:44.920 --> 00:31:50.276
બીજો તને પકડી રાખે એવો પોલીસ મૂક્યો છે.

00:31:50.300 --> 00:31:57.056
આહાહા! તને છૂટવા નહીં દયે  સંસારમાંથી.
મારી વસ્તી ઘટી જાય, મોહરાજા કહે,

00:31:57.080 --> 00:32:05.436
મારી વસ્તી ઘટી જાય માટે કદાચિત્
તું કર્તા નથી, અકર્તા છું, જ્ઞાતા છું, જ્ઞાતા છું,

00:32:05.460 --> 00:32:13.336
પુણ્ય-પાપનો જ્ઞાતા, વિશ્વનો જ્ઞાતા,
છ દ્રવ્યનો જ્ઞાતા, નવ તત્ત્વનો જ્ઞાતા.

00:32:13.360 --> 00:32:22.156
આહાહા! મોહરાજા કહે આમાંથી છટકવાની
મુશ્કેલી થશે તને. આહાહા! કોઇ વિરલો છટકશે.

00:32:22.180 --> 00:32:32.616
છટકે તો છે, છટકીને ઘણાં પરમાત્મા પણ થઇ ગયા.
છસો આઠ જીવ દર છ મહિને અને આઠ સમયે જાય છે.

00:32:32.640 --> 00:32:40.176
બે હજાર વર્ષ થયા કુંદકુંદ ભગવાનને. પાંત્રીસ લાખ
જીવ સિદ્ધ પરમાત્મા થઇ ગયા બે હજાર વર્ષમાં.

00:32:40.200 --> 00:32:45.016
એના ગુણાકાર કરતાં કોઇ પચ્ચીસ લાખ કહે,
કોઇ પાંત્રીસ લાખ કહે, આપણે તો જે હોય તે.

00:32:45.040 --> 00:32:48.936
સિદ્ધ થઇ ગયા હોં! આ બે હજાર વર્ષમાં.

00:32:48.960 --> 00:32:55.736
અરે આ પાંત્રીસ લાખ સિદ્ધ થઇ ગયાં અને
તું રહી ગયો તો તને હવે દાનત ચડતી નથી?

00:32:55.760 --> 00:33:03.616
આહાહા! પણ વીર્ય શક્તિ એવી બિડાઇ
ગઈ છે કર્તાબુદ્ધિ અને જ્ઞાતાબુદ્ધિમાં.

00:33:03.640 --> 00:33:08.456
એના વીર્યની સ્ફુરણા અંદરમાં થતી નથી. આહાહા!

00:33:08.480 --> 00:33:16.616
કે શુભાશુભનો કર્તા નથી.
કર્તાપણું ગયું પણ હું જ્ઞાતા તો એનો છું ને?

00:33:16.640 --> 00:33:25.256
શાસ્ત્રમાં આવે છે. જ્ઞાની પણ કર્તા નથી પણ જ્ઞાની પણ
વ્યવહારનયે જાણેલો પ્રયોજનવાન છે, અમે વાંચ્યું છે.

00:33:25.280 --> 00:33:31.316
સમજી ગયા? એ મોહરાજા બોલે છે,
આત્મા નથી બોલતો. કોણ બોલે છે એ?

00:33:31.340 --> 00:33:38.176
મુમુક્ષુ:- મોહરાજા.
ઉત્તર:- હું જ્ઞાતા છું વિશ્વનો. એ આત્મા બોલે નહીં,

00:33:38.200 --> 00:33:45.476
આત્મા એમ જાણે પણ નહીં.
એ મોહરાજા, અજ્ઞાન,

00:33:45.500 --> 00:33:51.736
એ બોલે છે (કે) હું એનો જાણનારો છું. (એ) અજ્ઞાન
છે તારું આહાહા! તું જ્ઞાતા પણ નથી એનો.

00:33:51.760 --> 00:34:01.696
આ સૂક્ષ્મ વાત છે. બીજો બોલ છે ને?
એ જરા સૂક્ષ્મ છે. આ દશ ગાથા એટલા માટે લીધી.

00:34:01.720 --> 00:34:08.136
આહાહા! હવે પચાસ વર્ષ થઇ ગયા ગુરુદેવને.
હવે તો સૂક્ષ્મ (કહેવું), ક્યાં સુધી સ્થૂળ-સ્થૂળ કહેવું?

00:34:08.160 --> 00:34:13.776
કાલે એક બેન આવ્યા હતા ઘરે, આહાહા!
ભાઇ! હવે તો આ સૂક્ષ્મ વાત જ અમારે સાંભળવી છે.

00:34:13.800 --> 00:34:19.816
સ્થૂળ વાત હવે સાંભળવી નથી.
વાત સાચી છે બેન! આહાહા!

00:34:19.840 --> 00:34:27.096
એ ત્રીજો શ્લોક (ગાથા) ચાલે છે.
ચાલ્યો હતો, પણ ફરીને.

00:34:27.120 --> 00:34:36.716
<b>અશુભ અથવા શુભ શબ્દ</b> એક
કર્તાપણાનું ભૂતડું અને એક જ્ઞાતાપણાનું ભૂતડું.

00:34:36.740 --> 00:34:44.136
બે ભૂત વળગ્યા છે. ધ્યાનાવિષ્ટ અને ભૂતાવિષ્ટ
આવે છે ને શાસ્ત્રમાં? આહાહા!

00:34:44.160 --> 00:34:56.696
આહાહા! <b>અશુભ અથવા શુભ શબ્દ</b>, શબ્દ
પુદ્ગલની પર્યાય છે. શબ્દ એ સ્કંધની પર્યાય છે.

00:34:56.720 --> 00:35:05.896
<b>અશુભ અથવા શુભ શબ્દ તને
એમ નથી કહેતો</b>, શબ્દ નીકળે છે બહારમાં,

00:35:05.920 --> 00:35:16.696
કોઇ તારા સગાવહાલા, કોઇ મિત્ર, આહાહા! કોઇ તારી
ટીકા કરનારા દુશ્મન ગમે તેવા શબ્દ બોલે. આહાહા!

00:35:16.720 --> 00:35:26.656
હું શબ્દ સાંભળતો જ નથી ને! આહાહા!
તેથી મને તો સમતા વર્તે છે.

00:35:26.680 --> 00:35:35.936
હું શબ્દ સાંભળું અને મને શબ્દ કહ્યો, એમ શબ્દનો
હું સ્વામી થાઉં, તો તો મને રાગ-દ્વેષ થઇ આવે.

00:35:35.960 --> 00:35:43.696
પણ હું સાંભળતો જ નથી. ત્યારે સાંભળે છે કોણ?
અમને સાંભળનારો બતાવો.

00:35:43.720 --> 00:35:50.776
તો હું સાંભળનાર નથી,
અહીંયાં આવી જાવ. સમજાય છે?

00:35:50.800 --> 00:35:58.336
રાગનો કર્તા આત્મા નથી, ત્યારે શિષ્યે
પ્રશ્ન કર્યો કે રાગનો કર્તા કોઇ બતાવો.

00:35:58.360 --> 00:36:02.456
તો હું અકર્તામાં આવી જાઉં, સ્વીકાર કરી લઉં.

00:36:02.480 --> 00:36:11.616
ત્યારે આચાર્ય ભગવાન કહે છે કે રાગનો કર્તા પર્યાય
છે. બતાવું છું. હવે તો તું અકર્તાનો સ્વીકાર કરી લે.

00:36:11.640 --> 00:36:18.856
પરિણામનો કર્તા પરિણામ છે. એના ષટ્કારકથી
સ્વ અવસરે થાય છે. આત્મા એનો કર્તા (નથી).

00:36:18.880 --> 00:36:23.616
ક્રિયાના કારક-ષટ્કારક
એ પર્યાયના પર્યાયમાં તત્ સમયમાં છે.

00:36:23.640 --> 00:36:32.016
કર્તા પણ પર્યાય, કર્મ પણ પર્યાય, કરણ,
સંપ્રદાન,અપાદાન, અધિકરણ, બધું ષટ્કારક
અભેદપણે એક પર્યાયમાં છે.

00:36:32.040 --> 00:36:37.416
અભેદપણે એક પર્યાયમાં છે. ભેદથી સમજાવે છે
આને કર્તા કહેવાય અને આને (કર્મ કહેવાય).

00:36:37.440 --> 00:36:48.616
પર્યાયમાં કર્તા-કર્મના છ ભેદ છે. અભેદથી તો ભેદ
દેખાતો નથી. અભેદથી તો એમાં પણ છ ભેદ દેખાતા નથી.

00:36:48.640 --> 00:37:02.296
આ તો પર્યુષણ દિવસો છે ને? પર્યુષણ એટલે
ઉપાસના કરવી આત્માની આરાધના કરવી.

00:37:02.320 --> 00:37:09.976
એનું નામ પર્યુષણ કહેવામાં આવે છે.
આહાહા! આ દશ જ દિવસ આરાધના કરવી?

00:37:10.000 --> 00:37:23.256
બાકી વિરાધના કરવી? એમ ન હોય. આરાધના
કરવાની હોય. અને અમુક ઉંમરે તો પછી, સમજાઇ ગયું?

00:37:23.280 --> 00:37:29.056
બધા મોટી ઉંમરના છે ને? આ પણ મોટી ઉંમરના છે,
દેખાય નાની ઉંમર પણ મોટી ઉંમરના,
અડસઠ વર્ષની ઉમર.

00:37:29.080 --> 00:37:34.236
આહાહા! ભાઇને પાંસઠ-સિત્તેર હશે?,
(મુમુક્ષુ:- અઠ્ઠાવન) અઠ્ઠાવન બોલો! નાના છે.

00:37:34.260 --> 00:37:42.516
આહાહા! નાના નથી, મોટા થઇ જાય જલદી.
કામ કરો. આહાહા! આત્માને ઓળખો, બસ!

00:37:42.540 --> 00:37:51.896
જે આત્માને ઓળખે છે, જાણે છે, અનુભવે છે,
અલ્પકાળમાં આ ચાર ગતિના દુ:ખ મટી જાય છે.

00:37:51.920 --> 00:38:00.776
શું કહે છે? પરમાત્માની વાણી છે આ હોં!
સીમંધર પ્રભુની વાણી. આહાહા!

00:38:00.800 --> 00:38:09.436
<b>સીમંધરપ્રભુ મુખથી ફૂલડા ખરે,</b>
<b>એની કુંદકુંદ</b> (કુંદકુંદ ભગવાન) <b>ગૂંથે માળ રે!</b>
આહાહા!

00:38:09.460 --> 00:38:15.096
માળા ગૂંથણી કરી છે સમયસારમાં
ભરી દીધી છે બધી વાણી.આહાહા!

00:38:15.120 --> 00:38:25.936
એ <b>શબ્દ તને એમ કહેતો નથી કે
'તું મને સાંભળ’;</b> આહાહા!

00:38:25.960 --> 00:38:33.616
ત્યારે પ્રશ્ન થાય શિષ્યને કે જેમ રાગનો કર્તા નથી
અને આત્માા અકર્તા છે, તો બતાવો રાગનો કર્તા કોણ છે?

00:38:33.640 --> 00:38:39.616
તો સાધક કહે છે કે રાગનો કર્તા પર્યાય છે,
તું કર્તા નથી. તો અકર્તામાં આવી ગયો.

00:38:39.640 --> 00:38:48.816
હવે, આ શબ્દને હું સાંભળું છું, એને જાણું છું,
તો અચાર્ય ભગવાન કહે છે કે
<b>શબ્દ તને કહેતો નથી</b>

00:38:48.840 --> 00:38:54.496
<b>કે 'તું મને સાંભળ’; અને આત્મા પણ</b>
પોતાને જાણવાનું છોડી

00:38:54.520 --> 00:39:00.056
અને એને જાણવા જતો નથી. નહીં, આત્મા
જાણતો નથી આ શબ્દને? શું વાત કરો છો?

00:39:00.080 --> 00:39:05.216
આ તો તદ્દન અપૂર્વ અને નવી વાત
લાગે છે મને. કે આ નવી જ છે.

00:39:05.240 --> 00:39:15.556
આ વાત તો છે તો જૂની અનાદિની,
પણ તારા કાને આવી નથી
માટે તને નવી લાગે છે. એ વાત પણ સાચી છે.

00:39:15.580 --> 00:39:21.656
કામ-ભોગ-બંધનની કથા સાંભળી, પણ
એકત્વ-વિભક્ત આત્માની વાત તેં સાંભળી નથી.

00:39:21.680 --> 00:39:26.776
આ શબ્દને સાંભળતો નથી આત્મા.

00:39:26.800 --> 00:39:33.976
આહાહા! આ ભણેલાને તો લાગે કે આ શું
વાત કરે છે? ઓર્થોડોક્સ (orthodox)? શું કહેવાય?

00:39:34.000 --> 00:39:40.616
મુમુક્ષુ:- ઓર્થોડોક્સ? રૂઢિચુસ્ત.
ઉત્તર:- રૂઢિચુસ્ત લાગે છે બધાને. ભાઇ!

00:39:40.640 --> 00:39:47.496
આ વાત અપૂર્વ છે.
કાને પડી નથી. તને બેસતી નથી.

00:39:47.520 --> 00:39:53.656
તું જિનેન્દ્ર ભગવાનની વાણીનો
વિરોધ કરીશ માં, ના પાડીશ માં.

00:39:53.680 --> 00:39:59.256
અને સમજ્યા વિના હા પણ પાડીશ માં,
સમજીને હા પાડજે.

00:39:59.280 --> 00:40:04.576
શબ્દને આત્મા સાંભળતો નથી.
શબ્દ કહેતો નથી કે મને સાંભળ.

00:40:04.600 --> 00:40:11.276
અને આત્મા પોતાને જાણવાનું
છોડી અને એને જાણવા જતો નથી.

00:40:11.300 --> 00:40:18.456
ત્યારે શિષ્યનો પ્રશ્ન થયો કે
પ્રભુ! એ શબ્દને આત્મા સાંભળતો નથી,

00:40:18.480 --> 00:40:30.496
તો મારા કાન ઉપર શબ્દ તો આવ્યો,
તો હું સાંભળતો નથી, તો કોઇ સાંભળનારો બતાવો તમે?

00:40:30.520 --> 00:40:39.176
તો હું સાંભળતો નથી પણ જાણનારને જાણું છું
એમાં આવી જઈશ. પણ કોઇ બતાવો તો ખરા?

00:40:39.200 --> 00:40:48.416
આચાર્ય ભગવાન કહે છે ભગવાન! તું શબ્દને
સાંભળતો નથી. ત્યારે શિષ્ય પ્રશ્ન કરે છે

00:40:48.440 --> 00:40:58.736
કે આ દેશનાલબ્ધિની ગુરુદેવની વાણી ધોમ છૂટી
પિસ્તાળીશ વર્ષ, એ વાણીને આત્માએ સાંભળી નથી.

00:40:58.760 --> 00:41:08.016
ત્યારે દિવ્યધ્વનિ છૂટે છે ને?
એને આત્મા સાંભળતો નથી આહાહા!

00:41:08.040 --> 00:41:14.596
એ ગુરુદેવે શરૂઆતમાં જ્યારે એવો એટમ બોમ્બ
(atom bomb) મૂક્યો, હલ-હલબલ થઇ જાયને? હલબલ,

00:41:14.620 --> 00:41:19.816
હજમજ આખા જગતમાં,
આહાહા! કે પેટ્રોલથી મોટર ચાલતી નથી.

00:41:19.840 --> 00:41:28.336
ત્યાંથી ધડાકો કર્યો, આહાહા! પેટ્રોલથી મોટર
ચાલતી નથી અને કુંભારથી ઘડો થતો નથી.

00:41:28.360 --> 00:41:34.296
આવું કહેનારો કોક લાગે છે, વિચિક્ષણ.
આપણે એની પાસે જાવું જોઇએ.

00:41:34.320 --> 00:41:43.456
આ કોઇ ગાંડો માણસની વાત નથી. એમ કરીને
જ્યાં સમજવા આવે ત્યાં એના થઇ જાય. આહાહા!

00:41:43.480 --> 00:41:51.976
એ બધા ન્યાયથી, લોજીકથી, યુક્તિથી સમજાવતા હતા.
અમે કહીએ છીએ માટે તું ન માન.

00:41:52.000 --> 00:42:01.616
કે આજ સુધી કુંભારથી કોઇ ઘડો થયો નથી.
આજ સુધી પેટ્રોલથી મોટર ચાલતી નથી.

00:42:01.640 --> 00:42:07.936
અને આજ સુધી હરકિશનભાઇએ
કાપડના બે કટકા કર્યા નથી. આ બેઠા.

00:42:07.960 --> 00:42:14.276
ઘરાક આવે કે બે વાર-મીટર આપજો.
કે કાપે કે નહીં? આહાહા!

00:42:14.300 --> 00:42:19.796
કે એક દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણામનો
કર્તા ત્રણ કાળમાં થઇ શકતો નથી.

00:42:19.820 --> 00:42:23.376
અશક્ય છે. તારી બુદ્ધિ મિથ્યા થઇ ગઇ છે.

00:42:23.400 --> 00:42:31.776
તો સાહેબ! હવે કરતો ન હોય તો કાંઇ નહીં પણ
થાય એને જાણું તો ખરોને? કટકા થાય કાપડના.

00:42:31.800 --> 00:42:39.456
મોટર ચાલે, ચલાવું નહીં. પણ ચાલતી મોટર
સ્વયં ચાલે, એમ. હું ચલાવતો નથી.

00:42:39.480 --> 00:42:45.116
ચાલતી મોટર સ્વયં ચાલે છે,
એમ હું જાણું છું. એ તારું અજ્ઞાન છે.

00:42:45.140 --> 00:42:53.656
અરે! આહાહા! આ શું વાત કરો છો?
આ અપૂર્વ વાત આમાં આવી છે. આવવાની છે હમણાં.

00:42:53.680 --> 00:43:02.896
કે શબ્દને <b>'તું સાંભળતો નથી’.</b> ત્યારે શિષ્યે પ્રશ્ન
કર્યો કે શબ્દ છૂટે છે એ વાત સાચી? કે હા! સાચી.

00:43:02.920 --> 00:43:09.416
એને કોઇ સાંભળનાર છે, એ વાતનો આપ
સ્વીકાર કરો છો? કે હા. સ્વીકાર કરીએ છીએ.

00:43:09.440 --> 00:43:16.376
ત્યારે આત્મા એને સાંભળે છે, એ આવી ગયું.
તમે કહો છો કોઇ સાંભળનાર તો છે.

00:43:16.400 --> 00:43:23.936
તો જેનામાં જ્ઞાન હોય એ સાંભળેને? આ (લાકડું)
કાંઇ થોડું સાંભળે, શબ્દને? શિષ્યનો પ્રશ્ન છે.

00:43:23.960 --> 00:43:32.976
કે તારો પ્રશ્ન તો સારો છે. તારા પ્રશ્નનો કોઇ
વાંધો નથી. પણ સાંભળ, કોણ એને સાંભળે છે?

00:43:33.000 --> 00:43:39.816
એક ઇન્દ્રિયજ્ઞાન પરાવલંબી,
એ જ્ઞાન પ્રગટ થાય છે, અનાદિનું અજ્ઞાન,

00:43:39.840 --> 00:43:45.536
ઇન્દ્રિયજ્ઞાન ઈઝ ઈકવલ ટુ (=) અજ્ઞાન.
એ એને સાંભળે છે.

00:43:45.560 --> 00:43:51.736
આત્મા એ સાંભળતો નથી
અને આત્માનું જ્ઞાન પણ એને સાંભળતું નથી.

00:43:51.760 --> 00:43:59.096
આત્મા કાન વગરનો છે
માટે એ કાન વડે સાંભળતો નથી.

00:43:59.120 --> 00:44:06.536
આત્મામાં કાન છે? (મુમુક્ષુ:- નહીં) આહાહા!
કાન તો સંયોગરૂપે એ તો પુદ્ગલ છે એ તો.

00:44:06.560 --> 00:44:13.456
એ આત્માની ચીજ હોય તો સિદ્ધમાં પણ કાન
રહેવો જોઇએ. પણ કાનનો તો અભાવ થઇ જાય છે.

00:44:13.480 --> 00:44:20.876
એ તો પુદ્ગલની પર્યાય છે. કાન વડે સાંભળતો નથી.
ઠીક પ્રભુ! કાન વડે ન સાંભળતો હોય તો કાંઇ નહીં,

00:44:20.900 --> 00:44:28.096
પણ અજ્ઞાની પાસે જ્ઞાનનો ઉઘાડ છે ને?
એના વડે સાંભળે?

00:44:28.120 --> 00:44:37.636
કે ક્ષયોપશમ ભાવનો એમાં અભાવ છે તેથી ભાવેન્દ્રિય
વડે પણ, કર્ણેન્દ્રિય વડે પણ એ શબ્દને સાંભળતો નથી.

00:44:37.660 --> 00:44:42.796
ત્યારે ચોવીસ કલાક કરે શું એ?
કે જ્ઞાન દ્વારા આત્માાને જાણ્યા કરે છે.

00:44:42.820 --> 00:44:49.696
આત્મા-આત્માને જાણવારૂપે જ પરિણમે છે, આબાળ
ગોપાળ સહુને ભગવાન આત્મા જ જણાયા કરે છે.

00:44:49.720 --> 00:45:01.556
શબ્દને સાંભળતો નથી. શબ્દને સાંભળવાના કાનનો
અભાવ અને શબ્દને જે ગ્રહણ કરે છે, ઇન્દ્રિયજ્ઞાન,

00:45:01.580 --> 00:45:05.936
ભાવઇન્દ્રિય, ગ્રહણ કરે છે એટલે એને જાણે છે.

00:45:05.960 --> 00:45:16.156
ભાવેન્દ્રિયનો જે ઉઘાડ છે ને અહીંયા, અહીંનો
(કાનનો) એ એને સાંભળે છે, પણ હું એને જાણતો નથી.

00:45:16.180 --> 00:45:22.456
તને બતાવ્યો સાંભળનાર. એને જાણનાર
તને બતાવી દીધો કે ભાવેન્દ્રિય એને જાણે છે.

00:45:22.480 --> 00:45:33.616
પણ ભાવેન્દ્રિય વડે આત્માને શબ્દનું જ્ઞાન થતું નથી.
આત્માનું જ્ઞાન છોડે તો શબ્દનું જ્ઞાન થાય.

00:45:33.640 --> 00:45:43.696
પણ આત્મા તો આત્માનું જાણવાનું કદી
છોડતો નથી. આહાહા! અપૂર્વ ચીજ છે.

00:45:43.720 --> 00:45:49.376
ઉપયોગ લક્ષણ છે, એ લક્ષણમાં
નિરંતર આત્મા જણાયા કરે છે.

00:45:49.400 --> 00:45:56.076
જો એ ઉપયોગ આત્માને જાણવાનું
છોડી દે તો-તો આત્મા અજીવપણાને પામે.

00:45:56.100 --> 00:46:01.956
અજીવ તો થતો નથી. અને ઇન્દ્રિયજ્ઞાન
અનાદિનું અજ્ઞાનથી ઉત્પન્ન થયેલું ભાવ છે,

00:46:01.980 --> 00:46:09.756
એ શબ્દને જાણે તો જાણો પણ
હું શબ્દને જાણતો નથી.

00:46:09.780 --> 00:46:15.336
શબ્દથી ભિન્ન, શબ્દને જાણનાર
ભાવેન્દ્રિયથી પણ ભિન્ન,

00:46:15.360 --> 00:46:19.976
હું તો અતીન્દ્રિય જ્ઞાનમય આત્મા છું.
મારા ઉપયોગ વડે મારા આત્માને જાણું છું.

00:46:20.000 --> 00:46:26.536
આહાહા! ઇન્દ્રિયજ્ઞાનને જાણતો નથી અને
ઇન્દ્રિયજ્ઞાનના વિષયને પણ જાણતો નથી.

00:46:26.560 --> 00:46:33.816
આ શું? ક્યાંની વાત કરો છો? સિદ્ધ અવસ્થાની વાત
કરો છો કે અરિહંતદશા થાય એની વાત કરો છો?

00:46:33.840 --> 00:46:39.336
આહાહા! એને ભાવેન્દ્રિયનો અભાવ છે,
અરિહંતને. એ તો બરાબર જ છે.

00:46:39.360 --> 00:46:44.696
પણ અહીંયાં તો ભાવેન્દ્રિયનો સદ્ભાવ છે.
પણ ભાવેન્દ્રિય એને જાણે છે ને?

00:46:44.720 --> 00:46:49.696
ભાવેન્દ્રિય અને અતીન્દ્રિયજ્ઞાનમય આત્મા,
બે વચ્ચે અત્યંત અભાવ છે.

00:46:49.720 --> 00:46:55.056
આહાહા! ભાવેન્દ્રિય જાણે તો જાણો.
એના ઉપર છોડી દે ને,

00:46:55.080 --> 00:46:59.136
ભાવેન્દ્રિય ઉપર. જ્ઞાનને કહે ને તું,
કે હું તો મને જાણ્યા કરું છું. આહાહા!

00:46:59.160 --> 00:47:09.896
હું મને જાણવાનું છોડી અને ભાવેન્દ્રિયના ખંડજ્ઞાન
વડે હું શબ્દને જાણવા જતો નથી, એટલે જાણતો જ નથી.

00:47:09.920 --> 00:47:16.496
અને એમ માને કે હું મારા જ્ઞાન વડે શબ્દને
જાણું છું, એ ભાવેન્દ્રિય અને આત્માને એક કર્યો.

00:47:16.520 --> 00:47:20.976
આખા વિશ્વની એકતા થઇ ગઇ! આહાહા!
શબ્દની સાથે એકતા થઇ ગઇ.

00:47:21.000 --> 00:47:26.916
કાનની સાથે એકતા, શબ્દની સાથે એકતા અને
ભાવેન્દ્રિયની સાથે એકત્વબુદ્ધિ કરીને બેઠો છે.

00:47:26.940 --> 00:47:37.616
આ વિભક્ત કરવાનો પાઠ છે. આહાહા! એ
કહે છે કે શબ્દ કહેતો નથી કે <b>'તું મને સાંભળ’.</b>

00:47:37.640 --> 00:47:46.656
મફતનો તું હાથે કરીને દુ:ખી થાય છે, પ્રભુ !
મુમુક્ષુ:- પંચકલ્યાણક વખતે આપના પ્રવચનમાં હતું.

00:47:46.680 --> 00:47:50.276
ઉત્તર:- હતું ને ત્યાં? હા, એ તો આવે, ભેદજ્ઞાન
તો આવ્યા જ કરે. બે જ વાત છે.

00:47:50.300 --> 00:47:57.616
કર્તાબુદ્ધિ છોડ અને જ્ઞાતાબુદ્ધિ છોડ.
પણ કર્તાબુદ્ધિનું વિશેષ ચાલે છે જનરલ સમાજમાં,

00:47:57.640 --> 00:48:04.776
પણ જ્ઞાતાબુદ્ધિ છોડવાના પાઠ છે ઓછા,
શાસ્ત્રમાં પણ ઓછું છે. પણ છે ખરું. આહાહા!

00:48:04.800 --> 00:48:12.296
<b>તને એમ કહેતો નથી કે 'તું મને સાંભળ’.</b>
અને, ઓલી સાઇડથી વાત કરી.

00:48:12.320 --> 00:48:15.096
હવે આ સાઇડથી વાત કરે છે, આચાર્ય મહારાજ.

00:48:15.120 --> 00:48:21.696
<b>અને આત્મા પણ</b>, આ બધા આત્માની
વાત ચાલે છે, અરિહંત-સિદ્ધની વાત નથી.

00:48:21.720 --> 00:48:31.316
બધા આત્માનો સ્વભાવ આત્માને જાણવાનો છે
અને પરને જાણવાનો નથી, નથી અને નથી.

00:48:31.340 --> 00:48:35.276
ત્યારે કોણ પરને જાણે છે? કે એ બીજું જ્ઞાન,
બીજો બીજાને જાણે છે.

00:48:35.300 --> 00:48:37.596
હું મને જાણું છું. બીજો (બીજાને જાણે છે).

00:48:37.620 --> 00:48:41.056
બે ભાગલા પાડી નાખ ને,
અતીન્દ્રિયજ્ઞાન અને ઇન્દ્રિયજ્ઞાન વચ્ચેમાં.

00:48:41.080 --> 00:48:46.816
અરે! કામ તારું થઇ જશે. ઇન્દ્રિયજ્ઞાનમાં
અહમ્ બુદ્ધિ કરી છે, કર્તાબુદ્ધિ કરી છે.

00:48:46.840 --> 00:48:53.816
કાં રાગ મારું અને કાં જ્ઞાન મારું.
આહાહા! એ જ્ઞાન નથી પણ જ્ઞેય છે.

00:48:53.840 --> 00:49:03.916
મોહરાજાએ એનું નામ કહ્યું જ્ઞાન અને
સર્વજ્ઞ ભગવાને એનું નામ કહ્યું જ્ઞેય. આહાહા!

00:49:03.940 --> 00:49:11.456
તે જ્ઞેયને જ્ઞાન માનવું એ અજ્ઞાન છે.
જ્ઞેયને જ્ઞાન માનવું તે અજ્ઞાન છે.

00:49:11.480 --> 00:49:20.296
અને જ્ઞાનને જ્ઞાન જાણવું એ સમ્યગ્જ્ઞાન છે.

00:49:20.320 --> 00:49:27.056
આહાહા! સારા દિવસ છે ને આ?

00:49:27.080 --> 00:49:31.616
મુમુક્ષુ:- ફૂલ સીઝન છે.
ઉત્તર:- લગનના દિવસો છે ને આ તો?

00:49:31.640 --> 00:49:41.616
‘શિવરમણી રમનાર તું હી દેવનો દેવ’. આહાહા!
બધાને ધર્મ કરવો છે ને? આ ધર્મની વાર્તા ચાલે છે.

00:49:41.640 --> 00:49:47.296
આહાહા! હું પરને જાણું છું એ કર્મ છે, ધરમ નથી.

00:49:47.320 --> 00:49:51.456
મુમુક્ષુ:- અપૂર્વ રીતે આવી ગયું છે.

00:49:51.480 --> 00:50:00.376
ઉત્તર:- અપૂર્વ. ભેદજ્ઞાન, ઇન્દ્રિયજ્ઞાન
અને આત્મજ્ઞાન વચ્ચે ભેદજ્ઞાન ચાલે છે.

00:50:00.400 --> 00:50:04.376
મુમુક્ષુ:- અખંડ?
ઉત્તર:- બરાબર અખંડ.

00:50:04.400 --> 00:50:12.416
<b>અને આત્મા પણ</b>, ઓલો તો કહેતો નથી કે
તું મને જાણ. <b>અને આત્મા પણ</b>, અહીંથી લીધું હવે.

00:50:12.440 --> 00:50:19.376
ઓલા નિમિત્તથી વાત કરી. પછી ઉપાદાનથી
વાત કરે છે. કે ઉપાદાનમાં શું શકિત છે?

00:50:19.400 --> 00:50:26.816
કે ઉપાદાનમાં પરને જાણવાની શક્તિ નથી? કે નથી.
ત્યારે ઉપાદાનમાં શું શક્તિ છે?

00:50:26.840 --> 00:50:30.816
આત્માને જાણવાની શક્તિ છે,
પરને જાણવાની શક્તિ નથી.

00:50:30.840 --> 00:50:36.776
રાગને કરવાની શક્તિ નથી એમ પરને જાણવાની
શક્તિ આત્મામાં નથી. પછી આવી જા અંદર.

00:50:36.800 --> 00:50:41.756
આહાહા! ત્યારે વ્યવહારે જાણે છે-વ્યવહારે
જાણે છે-વ્યવહારે જાણે છે, એ તો ઘણું આવશે.

00:50:41.780 --> 00:50:48.336
એટલે શું? વ્યવહારે જાણે છે, એટલે?
કોણ જાણે છે? સ્પષ્ટીકરણ કરો.

00:50:48.360 --> 00:50:52.856
કોથળામાં પાંચ શેરી ન ચાલે હવે.
કોથળામાં પાંચ શેરી રુ, બનાવ બન્યો.

00:50:52.880 --> 00:51:00.556
એક ભાઇને એમ જરા વેરઝેર હશે, એ ખાલી
કોથળામાંએક પાંચશેરી નાખી. પાંચશેરી એટલે?

00:51:00.580 --> 00:51:04.296
વજન ઓલું લોખંડનું. જોખવાનું હોય ને?

00:51:04.320 --> 00:51:08.416
આહાહા! અનાજનું જોખવાનું
તોલું-તોલું. નાખ્યું ને મંડયો મારવા.

00:51:08.440 --> 00:51:11.936
ઓલો રાડું પાડવા મંડયો કે
મારે, મને મારે છે, મારે છે.

00:51:11.960 --> 00:51:17.896
આજુબાજુવાળા હવે શું કામ મશ્કરી કરશ? ઇ તો બિચારો
કોથળો તને મારે છે, એમાં ક્યાં તને લાગ્યું છે પણ?

00:51:17.920 --> 00:51:25.096
અરે ભાઇ! રહેવા દયો. તમે જુવો તો ખરા, કોથળામાં છે.
કે કોઈ ડાહ્યો માણસ હશે કે રાડયું પાડે છે.

00:51:25.120 --> 00:51:29.496
જોઇએ તો ખરા કે કોથળામાં કાંઇ છે?
અને ખોલ્યો તો પાંચશેરી.

00:51:29.520 --> 00:51:32.016
વાંસો ભાંગી ગયો મારો, અહાહા! ભાઈ!

00:51:32.040 --> 00:51:36.936
એમ, આત્મા પરને જાણે છે,
જાણેલો પ્રયોજનવાન, જાણેલો પ્રયોજનવાન.

00:51:36.960 --> 00:51:43.496
કોણ જાણે છે, પણ? ઇ તો કર નક્કી.
આત્મજ્ઞાન જાણે છે કે ઇન્દ્રિયજ્ઞાન જાણે છે?

00:51:43.520 --> 00:51:44.876
મુમુક્ષુ:- ઇન્દ્રિયજ્ઞાન જાણે છે.

00:51:44.900 --> 00:51:51.056
ઉત્તર:- અહાહા! પરસન્મુખ જ્ઞાન થયેલું પરને
જાણે છે કે સ્વસન્મુખ થયેલું જ્ઞાન પરને જાણે છે?

00:51:51.080 --> 00:51:56.496
સ્વસન્મુખ જ્ઞાન સ્વને જાણે અને પરસન્મુખ જ્ઞાન
(પરને જાણે). બે ભાગલા છે જુઓ. આહાહા!

00:51:56.520 --> 00:52:08.176
કોક હોયને ઝીલાનારા તો (હોય જ) આહાહા!

00:52:08.200 --> 00:52:16.456
કહે છે પ્રભુ! આ વાત અપૂર્વ છે.
ભાવ આવી ગયો છે, સમયસાર પૂરું થતાં-થતાં,

00:52:16.480 --> 00:52:22.136
૩૮૨ ગાથા, આહાહા!
૪૧૫ એ તો પૂરું થાય છે.

00:52:22.160 --> 00:52:29.376
પણ એક વાત રહી જતી હતી, એના ખ્યાલમાં
આવી કે ઇન્દ્રિયજ્ઞાનને જ્ઞાન માને છે,

00:52:29.400 --> 00:52:38.536
જગત જ્ઞેયને જ્ઞાન માને છે. આહાહા! તેથી
જ્ઞાનનો ઉદય થતું નથી, ઉદય એટલે પ્રગટ થતું નથી,

00:52:38.560 --> 00:52:47.976
અસ્ત રહ્યા કરે છે. ઇન્દ્રિયજ્ઞાનને જ્ઞાન માને
ત્યાં સુધી આત્મજ્ઞાન ઉદય ન થાય. આહાહા!

00:52:48.000 --> 00:52:56.856
પુણ્યથી ધર્મ થાય અને રાગને કરવું એ તો
હવે સ્થૂળમાં ગયું. આ તો સૂક્ષ્મ ચાલે છે.

00:52:56.880 --> 00:53:06.576
ત્યાં વાત થઇ બેનને આજે,
મેં કહ્યું કે આપણે હવે સૂક્ષ્મ લેવું છે.

00:53:06.600 --> 00:53:13.776
એ ઉંમર થઇ ગઇ, ક્યારે જવાય, ન જવાય. અત્યારે-અત્યારે
આ જાઇએ છીએ તો આ દશ ગાથા લઇ લઇએ. આહાહા!

00:53:13.800 --> 00:53:25.896
કે પ્રભુ! બહિર્મુખ જ્ઞાન પરને જાણે છે.
અંતર્મુખ જ્ઞાન આત્માને જાણે છે. બે ભાગલા છે!

00:53:25.920 --> 00:53:36.736
આહાહા! <b>ભિન્ન-ભિન્ન જ્ઞાનોથી ઉપલબ્ધ હોવાને
કારણે શરીર અને આત્માનો સદા પરસ્પર ભેદ છે</b>

00:53:36.760 --> 00:53:45.516
અને ઇન્દ્રિયજ્ઞાન શરીર આદિને જાણે છે
અને સ્વસંવેદન જ્ઞાન આત્માને જાણે છે.

00:53:45.540 --> 00:53:54.776
બે ભાગ છે, ઇન્દ્રિયજ્ઞાન તે જ્ઞાન નથી,
ઇન્દ્રિયજ્ઞાન જ્ઞેય છે, હેય છે.

00:53:54.800 --> 00:54:02.936
આકુળતાને ઉત્પન્ન કરનારું છે.
કર્મબંધનું કાર્ય છે અને કર્મબંધનું કારણ છે.

00:54:02.960 --> 00:54:08.176
પૌદ્ગલિક છે, આત્મીય નથી. આહાહા!

00:54:08.200 --> 00:54:16.696
આ બધા શાસ્ત્રોમાં પાઠ છે. હોં!
આહાહા! મોટી ભ્રાંતિ થઇ ગઇ.

00:54:16.720 --> 00:54:25.856
મોક્ષમાર્ગપ્રકાશકની રચના કરી ટોડરમલજી
સાહેબે, ત્યારે એક વખત પોતે ફરમાવે છે કે

00:54:25.880 --> 00:54:36.776
કે દ્રવ્યલિંગી મુની, દિગંબરનો મુની! આહાહા! રાજપાટ
છોડી જંગલમાં અઠયાવીસ મૂળગુણ નિરતિચારપણે પાળે છે.

00:54:36.800 --> 00:54:42.616
અને કેવળ આત્મહિત માટે નીકળ્યો છે.
બીજી કોઇ આકાંક્ષા નથી.

00:54:42.640 --> 00:54:48.456
હવે સમ્યક્જ્ઞાન પ્રગટ કેમ થાય
એના માટે પોતે અભ્યાસ કરે છે.

00:54:48.480 --> 00:54:53.536
અભ્યાસ કરતાં-કરતાં સમ્યક્જ્ઞાન અર્થે
અભ્યાસ કરતાં-કરતાં અહીં સુધી આવ્યો.

00:54:53.560 --> 00:55:02.976
કે છ દ્રવ્યને જે જાણનાર છે ને તે હું છું.
છ દ્રવ્યને જે જાણે તે જ્ઞાન મારું છે.

00:55:03.000 --> 00:55:08.096
ટોડરમલ સાહેબ લખે છે કે આ દ્રવ્યલિંગીની ભૂલ છે.

00:55:08.120 --> 00:55:13.536
હવે દ્રવ્યલિંગી મુની ભૂલે એમાં
સાધારણ જીવ તો ભૂલી જ જાય.

00:55:13.560 --> 00:55:19.896
પણ સાધારણ જીવ પામી જાય
અને દ્રવ્યલિંગી મુની રહી જાય.

00:55:19.920 --> 00:55:25.656
સ્વતંત્ર છે બધા આત્મા. એમાં શું છે? આહાહા!

00:55:25.680 --> 00:55:31.696
પણ દ્રવ્યલિંગી મુનીએ શું વિશેષ કર્યું,
મને તો કોઇ ખબર પડતી નથી.

00:55:31.720 --> 00:55:38.816
શું વિશેષ કર્યું? કાંઇ કર્યું નથી. જ્યાં છે ત્યાં છે.
પંચ પરાવર્તનની મધ્યમાં રહેલો છે ઇ.

00:55:38.840 --> 00:55:47.216
મિથ્યાત્વને સેવે છે, આત્માને સેવતો નથી. એક સમય
જ્ઞાનને સેવતો નથી. નહીંતર તો ભાવલિંગી થઇ જાય.

00:55:47.240 --> 00:55:58.616
આહાહા! ત્રંબકભાઇ! ડોલે છે પછવાડે હો! ત્રંબકભાઇ
ડોલે છે, આમ-આમ કરે છે પગમાં, ખુશી થાય છે.

00:55:58.640 --> 00:56:09.776
આ તો ખુશીના દિવસો છે ને? આ કાંઇ રોવાના દિવસો નથી.
એ રોવાના દિવસો ગયા, હવે સુખીના દિવસો આવ્યા છે.

00:56:09.800 --> 00:56:18.296
ખુશી થા, ખુશી થા, તારા આત્માની વાત સંતો
તને સંભળાવે છે. છૂટવાની વાત તને સંભળાવે છે.

00:56:18.320 --> 00:56:25.256
ભાવબંધનો અભાવ થાય અને
ભાવમોક્ષ થઇ જાય એવી વાત કરે છે.

00:56:25.280 --> 00:56:33.796
ઘડિયાળ મોડી, નહિતર (પૂરું કરત), પણ મારી
ઘડિયાળ વહેલી છે એટલે બે-ત્રણ મિનિટ ચલાંવું છું.

00:56:33.820 --> 00:56:40.136
કાલે આ ગાથા પૂરી ન થઇ અને આજે પણ ન થઇ.
આહાહા! અમૃતના કળશ ગાથાઓ છે. અમૃત, હોં!

00:56:40.160 --> 00:56:48.936
અમૃત ભર્યું છે એક-એક ગાથામાં. આહાહા!
અજ્ઞાન અને મિથ્યાત્વનો નાશ થાય,

00:56:48.960 --> 00:56:53.736
આહાહા! એવા ઉપાયો આમાં બતાવતા ગયા છે.

00:56:53.760 --> 00:57:00.016
<b>આત્મા પણ (પોતાના સ્થાનથી છૂટીને),</b>
એટલે પોતાને જાણવાનું છોડીને.

00:57:00.040 --> 00:57:05.056
ઉપયોગથી આત્મા અનન્ય છે એટલે
ઉપયોગમાં આત્મા જણાયા કરે છે.

00:57:05.080 --> 00:57:14.636
એ ઉપયોગમાં આત્મા જાણવાને બદલે એ પરને
જાણવા જાય ઉપયોગ, એ ઉપયોગનો સ્વભાવ નથી.

00:57:14.660 --> 00:57:22.036
આત્માને જાણવાનું છોડે નહીં અને
પરને જાણવા જાય નહીં. આહાહા!

00:57:22.060 --> 00:57:28.116
એનું જ્ઞેય તો એક જ છે, જ્ઞાયક.
ઉપયોગનું જ્ઞેય તો એકલું સામાન્ય છે.

00:57:28.140 --> 00:57:34.096
જે સામાન્યનું વિષય છે,
તે જ વિશેષનું સામાન્ય છે.

00:57:34.120 --> 00:57:42.836
જે સામાન્યનો વિશેષ છે ઉપયોગ, તે જ
વિશેષનું વિષય સામાન્ય છે, બીજો પદાર્થ નથી.

00:57:42.860 --> 00:57:47.816
એમ જાણીને તું જાણનારને જાણી લે અને
જાણનાર જણાય છે એ પક્ષમાં આવી જા.

00:57:47.840 --> 00:57:50.776
અરે! જ્ઞાતાના પક્ષમાં આવી જઈશ

00:57:50.800 --> 00:58:08.616
તો તને જ્ઞાતાના દર્શન થશે કે હું તો જાણનાર છું
ને જાણનાર જણાય છે. વખત થઈ ગયો.

00:58:08.640 --> 00:58:14.816
મુમુક્ષુ:- (સર્વવિ)શુદ્ધજ્ઞાન.
ઉત્તર:- સર્વવિશુદ્ધજ્ઞાન છેલે, 
છેલી વાતો હવે કહેતા જાઈ છે. આહાહા!

00:58:14.840 --> 00:58:22.056
કુંદકુંદ ભગવાનની વાણી એટલે ખલાસ! અફર!

00:58:22.080 --> 00:58:23.080