﻿WEBVTT

00:01:02.980 --> 00:01:18.976
આ શ્રી સમયસાર કળશ નંબર ૨૭૧ ઉપર
અધ્યાત્મ સતપુરુષ પૂજ્ય શ્રી કાનજીસ્વામીના
માર્મિક પ્રવચન. પ્રવચન રત્નાકર ભાગ-૧૧.

00:01:19.000 --> 00:01:23.576
આ અગિયાર ભાગ આપણાં બહાર પડી
ગયા છેને? એમાંથી જ આ લીધું છે, જુદું.

00:01:23.600 --> 00:01:30.496
એમાં ઝીણાં અક્ષરો છે અગિયાર ભાગમાં.
અને આ મોટા અક્ષરો વાંચી શકાય. 
એટલે અમે જુદું કરાવ્યું એમાંથી.

00:01:30.520 --> 00:01:39.056
રત્નાકર ભાગ-૧૧, પૃષ્ઠ ૨૪૮-૨૫૨ સુધી.
આ હમણાં હિમતનગરમાં છપાવી છે બુકલેટ.

00:01:39.080 --> 00:02:03.816
<b>સમયસાર કળશ-૨૭૧.
જ્ઞાનમાત્ર ભાવ પોતે જ જ્ઞાન છે.</b>

00:02:03.840 --> 00:02:07.216
જ્ઞાનમાત્ર એટલે શું? કે આત્મા.

00:02:07.240 --> 00:02:14.896
આત્માનો જે સ્વભાવ છે,
આત્માનો જે ભાવ છે તે પોતે જ જ્ઞાન છે.

00:02:14.920 --> 00:02:25.576
આત્મા પોતે જ જ્ઞાન છે.
<b>જ્ઞાનમાત્ર ભાવ</b> એટલે આત્મા <b>પોતે જ જ્ઞાન છે.</b>
આત્માનું બીજું નામ જ્ઞાન છે.

00:02:25.600 --> 00:02:30.496
આત્માનું એક નામ આત્મા તો છે
પણ આત્માનું બીજું નામ જ્ઞાન છે.

00:02:30.520 --> 00:02:36.856
આત્મા પોતે જ જ્ઞાન છે, એમ આવ્યુંને?
પોતે જ જ્ઞાન છે, એક.

00:02:36.880 --> 00:02:43.576
હવે બીજું, (આત્મા) <b>પોતે જ પોતાનું જ્ઞેય છે</b>.
આ (પર-પદાર્થો) જ્ઞેય નથી.

00:02:43.600 --> 00:02:46.176
મુમુક્ષુ:- ના. જ્ઞાનની પર્યાયમાં
પોતે જ જણાય છે.

00:02:46.200 --> 00:02:50.816
ઉત્તર:- પોતે જ જણાય છે.
માટે પોતે, આત્મા જ - એનું બીજું નામ જ્ઞેય છે.

00:02:50.840 --> 00:02:55.976
એક નામ જ્ઞાન છે. બીજું નામ (જ્ઞેય) છે.
એ હવે વ્યાખ્યા આવશે.

00:02:56.000 --> 00:02:57.976
શા માટે જ્ઞાન છે?
શા માટે જ્ઞેય છે?

00:02:58.000 --> 00:03:02.296
પણ આત્માનું એક નામ જ્ઞાન છે,
બીજું નામ પોતે જ જ્ઞેય છે.

00:03:02.320 --> 00:03:08.936
હવે ત્રીજું, અને
<b>પોતે પોતાનો જ જ્ઞાતા છે.</b>
આનો (પર-પદાર્થનો) જ્ઞાતા નથી.

00:03:08.960 --> 00:03:12.896
<b>પોતે પોતાનો જ્ઞાતા</b> એટલે જાણનાર.

00:03:12.920 --> 00:03:20.936
પોતે પોતાનો જાણનાર છે.
એવા અર્થનું કાવ્ય હવે કહે છે.

00:03:20.960 --> 00:03:27.296
આ સંસ્કૃત છે, અમૃતચંદ્રઆચાર્યનું
સમયસારમાંથી. બોલો બેન સંસ્કૃત:

00:03:27.320 --> 00:03:48.616
<b>योऽयं भावो ज्ञानमात्रोऽहमस्मि</b>
<b>ज्ञेयो ज्ञेयज्ञानमात्र: स नैव ।</b>

00:03:48.640 --> 00:04:08.816
<b>ज्ञेयो ज्ञेयज्ञानकल्लोलवल्गन्</b>
<b>ज्ञानज्ञेयज्ञातृमद्वस्तुमात्रः ।।२७१।।</b>

00:04:08.840 --> 00:04:14.696
એનો <b>શ્લોકાર્થ:-</b> જે સમયસારમાં છેને,
એ કોપી-ટુ-કોપી આમાં લીધું છે.

00:04:14.720 --> 00:04:20.736
<b>શ્લોકાર્થ:- જે આ જ્ઞાનમાત્ર ભાવ હું છું.</b>

00:04:20.760 --> 00:04:30.256
<b>જે આ જ્ઞાનમાત્ર ભાવ</b> એટલે આત્મા,
જ્ઞાનમય આત્મા એવો જે હું, તે <b>હું છું</b>.

00:04:30.280 --> 00:04:39.296
<b>તે</b>, તે એટલે આ આત્મા,
<b>જ્ઞેયોના જ્ઞાનમાત્ર જ ન જાણવો.</b>

00:04:39.320 --> 00:04:47.856
આને (પર-પદાર્થને) જાણનારો છે એવો હું નથી.
મૂળ વાત છે મૂળ.

00:04:47.880 --> 00:04:51.216
મુમુક્ષુ:- એટલે જ્યારે જ્ઞેય જણાય છે
ત્યારે હું નથી.

00:04:51.240 --> 00:04:55.496
ઉત્તર:- એનો (પરનો) જાણનારો હું નથી.
એનો (પરનો) જાણનારો હું નથી.

00:04:55.520 --> 00:05:03.816
હું કેવો છું? કે જ્ઞાનમાત્ર ભાવ હું છું.
પણ કેવો છું? કે (પર)જ્ઞેયોને જાણે એવો હું નથી.

00:05:03.840 --> 00:05:09.576
આ (પર)જ્ઞેયોને જાણે એવો હું નથી.
આ જ્ઞેયને (આત્માને) જાણે એવો તો છું.

00:05:09.600 --> 00:05:14.896
મુમુક્ષુ:- એવો જ છું.
મુમુક્ષુ:- સ્વજ્ઞેયને જાણું એવો હું છું.
ઉત્તર:- એવો હું છું.

00:05:14.920 --> 00:05:18.040
પર જ્ઞેયને જાણું એવો મારો સ્વભાવ નથી.
મુમુક્ષુ:- મારો સ્વભાવ નથી.
ઉત્તર:- મારો સ્વભાવ નથી.

00:05:18.040 --> 00:05:23.496
મુમુક્ષુ:- પરનો નિષેધ કરી નાખ્યો.
ઉત્તર:- આ અંદરમાં જેને જાવું હોયને?

00:05:23.520 --> 00:05:26.456
જેને આત્મદર્શન કરવા હોય એની વાત છે.

00:05:26.480 --> 00:05:32.776
બાકી તો વ્યવહારની વાતો તો
શાસ્ત્રમાં લાખો કરોડો આવે, સમજી ગયા?

00:05:32.800 --> 00:05:36.016
મુમુક્ષુ:- દૃષ્ટિ કેમ કરવી?
ઉત્તર:- દૃષ્ટિ કેમ કરવી આત્માની?

00:05:36.040 --> 00:05:42.056
આત્માનો અનુભવ કેમ કરવો?
અનંતકાળથી એણે આ કામ નથી કર્યું.

00:05:42.080 --> 00:05:48.096
બધુ કર્યું એણે પણ આત્માને જાણ્યો નથી.
જાણનારને જાણ્યો નથી. સમજી ગયા?

00:05:48.120 --> 00:05:53.576
એ કેમ જણાય?
એ એની આમા વિધિ છે આખી.
અનુભવની વિધિ બતાવી છે.

00:05:53.600 --> 00:05:59.216
<b>જ્ઞાનમાત્ર ભાવ હું છું</b>
<b>તે</b> એટલે આ મારો આત્મા.

00:05:59.240 --> 00:06:05.016
<b>તે જ્ઞેયોના જ્ઞાનમાત્ર</b>, એટલે જ્ઞેયોને
જાણે એવો માત્ર એવો આત્માનો સ્વભાવ નથી.

00:06:05.040 --> 00:06:13.936
<b>(પરંતુ)</b> હવે કહે છે.
<b>(પરંતુ) જ્ઞેયોના આકારે થતા
જ્ઞાનના કલ્લોલોરૂપે પરિણમતો તે</b>,

00:06:13.960 --> 00:06:19.936
એટલે જે પોતાના જ્ઞાનમાં જ્ઞેયો જણાય
ત્યારે જ્ઞેયને જાણનાર એમ નહિ.

00:06:19.960 --> 00:06:25.816
પણ જ્ઞેય જેમાં જણાય એવું જે જ્ઞાન,
એ જ્ઞાન કે જેમાં આત્મા જણાય છે.

00:06:25.840 --> 00:06:28.616
પાછું એમા આત્મા જણાય છે એમ,
ઓલું (પર-પદાર્થો) નહિ.

00:06:28.640 --> 00:06:31.936
મુમુક્ષુ :- જ્ઞાન તો આત્માનું છે.
ઉત્તર :- આત્માનું છે ને? જ્ઞેયનું ક્યાં છે?

00:06:31.960 --> 00:06:38.056
<b>જ્ઞેયોના આકારે થતા જ્ઞાનના કલ્લોલોરૂપે</b>
એટલે પર્યાયોરૂપે <b>પરિણમતો તે</b>,
કલ્લોલો એટલે પર્યાય.

00:06:38.080 --> 00:06:43.776
પર્યાય, જ્ઞાનની પર્યાય, પરિણમન, એને એનું નામ
કલ્લોલ કહેવાય. જેમ સમુદ્રમાં મોજું ઊઠે.

00:06:43.800 --> 00:06:46.576
મુમુક્ષુ:- તરંગ ઊઠે.
ઉત્તર:- તરંગ ઊઠે, કલ્લોલ કહેવાય.

00:06:46.600 --> 00:06:51.616
એમ આ જ્ઞાન આત્માને જાણે છે, સમજી ગયા!
એ પર્યાયને કલ્લોલો કહેવાય.

00:06:51.640 --> 00:07:01.456
તે, <b>તે જ્ઞાન-જ્ઞેય-જ્ઞાતામય</b>, આહાહા!
ત્રણેને અભેદ કરી નાખ્યા.

00:07:01.480 --> 00:07:05.656
જ્ઞાન પણ હું, જ્ઞેય પણ હું, અને જ્ઞાતા પણ હું.
એ-મય.

00:07:05.680 --> 00:07:12.936
ત્રણ ધર્મ છે આત્મામાં, એ-મય,
<b>વસ્તુમાત્ર જાણવો</b>, આહાહા!

00:07:12.960 --> 00:07:17.256
જ્ઞાન પણ હું, જ્ઞેય પણ હું,
અને આ જ્ઞાતા પણ હું.

00:07:17.280 --> 00:07:20.416
એ ત્રણેની વ્યાખ્યા આવશે. હજી ટૂંકાણમાં છે.

00:07:20.440 --> 00:07:23.136
પછી એના પરના ગુરુદેવના વ્યાખ્યાન
બહુ સરસ આવશે.

00:07:23.160 --> 00:07:31.296
<b>વસ્તુમાત્ર જાણવો (અર્થાત્ પોતે જ જ્ઞાન</b>,
જુઓ! ઓલું આવ્યું હતુંને? જ્ઞાનમાત્ર?

00:07:31.320 --> 00:07:32.600
મુમુક્ષુ:- જ્ઞાનમાત્ર છે.
ઉત્તર:- એ આવ્યું હતુંને? એ.

00:07:32.600 --> 00:07:44.136
<b>(પોતે જ જ્ઞાન, પોતે જ જ્ઞેય અને
પોતે જ જ્ઞાતા - એમ જ્ઞાન-જ્ઞેય-જ્ઞાતારૂપ</b>-મય
ત્રણેનું એકરૂપ એકમય.

00:07:44.160 --> 00:07:53.720
મુમુક્ષુ:- અભેદ!
ઉત્તર:- એકમય. આ તો ભેદથી સમજાવે છે બાકી
ભેદ એમાં નથી, અભેદ. અભેદ બતાવ્યો એમ. <b>જ્ઞાતારૂપ</b>.

00:07:53.920 --> 00:08:02.336
<b>જ્ઞાન-જ્ઞેય-જ્ઞાતારૂપ ત્રણે ભાવો
સહિત વસ્તુમાત્ર જાણવો).</b>

00:08:02.360 --> 00:08:07.976
આવી વસ્તુ મારી છે.
હું જ જ્ઞાન, હું જ જ્ઞેય અને હું જ જ્ઞાતા.
મારે કાંઇ બહાર જોવાનું રહ્યું નહિ.

00:08:08.000 --> 00:08:10.776
મુમુક્ષુ:- બધા પરદ્રવ્યોનો નિષેધ થઇ ગયો.
ઉત્તર:- નિષેધ થઇ ગયો.

00:08:10.800 --> 00:08:15.056
મુમુક્ષુ:- પોતામાં આવી ગયો.
ઉત્તર:- પરને જાણવાનો નિષેધ થઇ ગયો.
પોતામાં આવી ગયો, આહાહા!

00:08:15.080 --> 00:08:25.096
હજી આપણે તો આ ટૂંકું લઇએ છીએ.
છી ગુરુદેવના વ્યાખ્યાનો આના ઉપર
વિસ્તારથી આવશે. ટૂંકાણમાં લખાણ છે.

00:08:25.120 --> 00:08:30.456
<b>ભાવાર્થ:- જ્ઞાનમાત્ર ભાવ</b>,
હવે જ્ઞાનની વ્યાખ્યા કરે છે.

00:08:30.480 --> 00:08:35.776
જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા, ત્રણ શબ્દો હતા ને?
તો જ્ઞાનની વ્યાખ્યા, પહેલા શબ્દની કરે છે.

00:08:35.800 --> 00:08:41.736
કે <b>જ્ઞાનમાત્ર ભાવ જાણનક્રિયારૂપ
હોવાથી જ્ઞાનસ્વરૂપ છે.</b>

00:08:41.760 --> 00:08:48.816
આત્મામાં જાણવાની ક્રિયા થાય છે.
જાણવાની ક્રિયા થાય છે
માટે આત્માનું નામ જ્ઞાન છે.

00:08:48.840 --> 00:08:55.136
જેમાં જાણવાની ક્રિયા થાય, એનું નામ જ્ઞાન છે.
એટલે હું જ્ઞાનસ્વરૂપ છું.

00:08:55.160 --> 00:09:02.096
<b>જ્ઞાનમાત્ર ભાવ જાણનક્રિયારૂપ હોવાથી</b>, આહાહા!

00:09:02.120 --> 00:09:08.056
કરવાની ક્રિયા નથી થતી.
જાણવાની ક્રિયા થાય છે.
રાગને કરે અને પરને કરે એવી ક્રિયા નહિ.

00:09:08.080 --> 00:09:12.016
મુમુક્ષુ:- એનો સ્વભાવ જ છે જાણવું-જાણવું.
ઉત્તર:- હા! જાણવું-જાણવું-જાણવું, એ
એનો સ્વભાવ છે.

00:09:12.040 --> 00:09:24.456
<b>જાણનક્રિયારૂપ હોવાથી</b>, એમ!
થવાથી નહિ, હોવાથી. ત્રણેકાળ, હોવાથી.
થાય, થવું ને થશે એમ નહિ, હોવાથી.

00:09:24.480 --> 00:09:26.936
મુમુક્ષુ:- કાયમ છે.
ઉત્તર:- બસ!

00:09:26.960 --> 00:09:30.280
મુમુક્ષુ:- કરવાથી કે થવાથી.
ઉત્તર:- થવાથી, કરવાથી કે કોઇ કરે તો થાય, એમ નહિ. પોતે કરે તો થાય, એમ નહિ.

00:09:30.300 --> 00:09:33.400
સ્વભાવ જ છે. સ્વભાવ જ છે, બસ!

00:09:33.480 --> 00:09:37.640
મુમુક્ષુ:- હોવાપણે જાહેર કરી દીધો.
ઉત્તર:- હોવાપણે જાહેર કરી દીધો. બસ! છે અનાદિ અનંત.

00:09:37.700 --> 00:09:39.840
મુમુક્ષુ:- જેવો છે એવો જાહેર કરી દીધો.
ઉત્તર:- જેવો છે એવો જાહેર કર્યો!

00:09:39.840 --> 00:09:43.136
કે આત્મા કેવો છે?
કે જાણવાના સ્વભાવથી ભરેલો છે.

00:09:43.160 --> 00:09:48.416
એ કાંઇ રાગને કરે અને કર્મને બાંધે,
એવો આત્માનો સ્વભાવ નથી

00:09:48.440 --> 00:09:52.536
અને પરને જાણે એવો પણ (આત્માનો)
સ્વભાવ નથી.
મુમુક્ષુ:- અસ્તિ સ્થાપી કે આવો જ છું.

00:09:52.560 --> 00:09:55.896
ઉત્તર:- બસ! અહીંથી આમાં મૂળમાં
એમ કહેવું છે, સમજી ગયા?

00:09:55.920 --> 00:10:02.736
<b>જાણનક્રિયારૂપ હોવાથી જ્ઞાનસ્વરૂપ છે</b>,
આહાહા! હું તો જ્ઞાનસ્વરૂપ છું.

00:10:02.760 --> 00:10:07.936
કેમ જ્ઞાનસ્વરૂપ છું?
કે મારામાં જાણવાની ક્રિયા થાય છે.
માટે હું જ્ઞાનસ્વરૂપ છું.

00:10:07.960 --> 00:10:12.896
અને જેનામાં જાણવાની ક્રિયા નથી થતી
એ તો જડ પદાર્થો છે, એ હું નથી.

00:10:12.920 --> 00:10:18.976
આ દેહ મારો નથી, કેમકે આમાં જાણવાની ક્રિયા
થતી નથી. માટે આ ચીજ મારી નથી, એમ!

00:10:19.000 --> 00:10:22.376
અને રાગ પણ મારી ચીજ નથી.
કેમકે એમાં જાણવાની ક્રિયા નથી થતી.

00:10:22.400 --> 00:10:28.576
જેમાં જાણવાની ક્રિયા થાય, તેનું નામ જ્ઞાન
અને તે આત્માનું સ્વરૂપ છે, એમ!

00:10:28.600 --> 00:10:34.296
<b>જ્ઞાનમાત્રભાવ જાણનક્રિયારૂપ
હોવાથી જ્ઞાનસ્વરૂપ છે</b>.

00:10:34.320 --> 00:10:41.536
<b>વળી</b>, હવે જ્ઞેયનો બોલ લ્યે છે.
પહેલા જ્ઞાનનો બોલ લીધો. હવે જ્ઞેય.

00:10:41.560 --> 00:10:49.256
<b>વળી, તે પોતે જ નીચે પ્રમાણે જ્ઞેયરૂપ છે.</b>
આત્મા પોતે જ જ્ઞેયરૂપ છે, એ આવશે.

00:10:49.280 --> 00:10:56.416
<b>બાહ્ય જ્ઞેયો જ્ઞાનથી જુદા છે.</b>
આ (પર) જ્ઞેયો જે છે એ આત્માથી જુદા છે.

00:10:56.440 --> 00:11:01.336
અને આત્મા પોતે જ જ્ઞેય છે.
એટલે તારે બહાર જાવાનું ક્યાં જોવાનું રહ્યું?

00:11:01.360 --> 00:11:04.376
તું જ જાણનાર છો અને તું જ જણાઇ રહ્યો છે, એમ!

00:11:04.400 --> 00:11:08.616
<b>બાહ્ય જ્ઞેયો જ્ઞાનથી જુદા છે,
જ્ઞાનમાં પેસતા નથી.</b>

00:11:08.640 --> 00:11:14.176
રાગ-દ્વેષ, શરીર, મકાન, દુકાન
કાંઇ આ જ્ઞાનમાં આવતા નથી.

00:11:14.200 --> 00:11:17.616
એ તો ભિન્ન છે-ભિન્ન છે.
<b>જ્ઞાનમાં પેસતા નથી.</b>

00:11:17.640 --> 00:11:20.936
<b>જ્ઞેયોના આકારની ઝલક</b> એટલે કે પ્રતિભાસ.

00:11:20.960 --> 00:11:27.856
જેવું જ્ઞેય હોય, જેમ દર્પણમાં અગ્નિ સામે
હોય તો અગ્નિનો પ્રતિભાસ થાય છે સ્વચ્છતામાં,

00:11:27.880 --> 00:11:32.576
ઝાડ હોય તો ઝાડનો પ્રતિભાસ થાય,
મોર હોય તો મોરનો પ્રતિભાસ થાય.

00:11:32.600 --> 00:11:38.616
એમ આ જ્ઞાન છે દર્પણની જગ્યાએ,
તો એમાં જ્ઞેયો ઝળકે છે, પ્રતિભાસે છે.

00:11:38.640 --> 00:11:42.576
એમાં પ્રતિભાસે છે, એમાં આવતા નથી.
એની સ્વચ્છતામાં ભાસે છે.

00:11:42.600 --> 00:11:49.576
<b>જ્ઞેયોના આકારની ઝલક જ્ઞાનમાં
આવતા જ્ઞાન જ્ઞેયાકારરૂપ દેખાય છે</b>.
શું કહે છે? આ મુદ્દાની વાત છે.

00:11:49.600 --> 00:11:57.696
કે જ્ઞેયો જ્ઞાનમાં જણાતાં, જીવને એમ ભાસે છે
કે જ્ઞાન જ્ઞેયાકારરૂપ થઇ ગયું.

00:11:57.720 --> 00:12:03.296
રાગ-દ્વેષ જણાય, સુખ-દુ:ખ જણાય, શરીર જણાય,

00:12:03.320 --> 00:12:11.456
તો જ્ઞાનમાં જ્યારે જણાય છે ત્યારે
જ્ઞાન જ્ઞેયાકાર થયું એમ દેખાય છે, થયું નથી.

00:12:11.480 --> 00:12:16.496
મુમુક્ષુ:- એમ લાગે કે એકમેક થઇ ગયું.
ઉત્તર:- એકમેક થઇ ગયું, પણ એકમેક થતું નથી.

00:12:16.520 --> 00:12:22.776
કેમકે જ્ઞેયો ભિન્ન છે અને જ્ઞાન ભિન્ન છે.
એ ભલે ઝળકે પણ એ-રૂપે થતું નથી.

00:12:22.800 --> 00:12:28.856
જેમકે સ્ફટિકમણિમાં લાલ ફૂલ પ્રતિભાસે
પણ સ્ફટિકમણિ લાલ થતો નથી.

00:12:28.880 --> 00:12:37.016
એમ કહે છે કે જ્ઞાનમાં,
જ્ઞેયોના આકારની અનુરૂપે જ પરિણમતું તે
<b>જ્ઞાન જ્ઞેયાકારરૂપ દેખાય છે</b>.

00:12:37.040 --> 00:12:41.296
એ દેખાય છેને જે?
એ ઉપલક દૃષ્ટિ તારી ખોટી છે.

00:12:41.320 --> 00:12:45.136
એ તો જ્ઞાનાકાર છે, એ જ્ઞેયાકાર થતો નથી.

00:12:45.160 --> 00:12:51.536
એ જ્ઞેયને જાણવારૂપે પરિણમતો જ નથી.
એ જણાય છે એ સાચી વાત છે પણ
એને જાણવારૂપે પરિણમતો નથી.

00:12:51.560 --> 00:12:56.056
મુમુક્ષુ:- જ્ઞેયને જાણવારૂપ પરિણમતો નથી
પણ પોતાનું જ્ઞાન જ જણાય છે.
ઉત્તર:- પોતાનું જ્ઞાન જણાય છે.

00:12:56.080 --> 00:13:02.456
પોતાનો આત્મા જણાય છે.
ભલે (જ્ઞેયો) એમાં પ્રતિભાસે, એ જણાય,
પણ એને જાણે નહિ.

00:13:02.480 --> 00:13:09.656
એ જણાય, ભલે પ્રતિભાસે,
પણ હું એને જાણતો નથી.
હું તો મને જાણું છું.

00:13:09.680 --> 00:13:14.136
મુમુક્ષુ:- મને તો મારી જ્ઞાનની પર્યાય જણાય છે.
ઉત્તર:- પર્યાય જણાય છે અથવા આગળ
વધીને કહો તો જ્ઞાયક જણાય છે.

00:13:14.160 --> 00:13:19.336
આત્મા જણાય છે.
ભેદથી જ્ઞાનની પર્યાય અને
અભેદથી જ્ઞાયક જણાય છે.

00:13:19.360 --> 00:13:26.336
ભેદથી જ્ઞાનીઓ સમજાવે કે તને જ્ઞેય જણાતું નથી,
તારી જ્ઞાનની પર્યાય જણાય છે. એમ કહે, સમજી ગયા?

00:13:26.360 --> 00:13:31.376
પણ એ જ્ઞાનની પર્યાય જણાય છે એમ
જ્યાં આવે ... એ જ્ઞાનની પર્યાય ક્યારે કહેવાય?

00:13:31.400 --> 00:13:35.736
જ્ઞાનની પર્યાય જણાય છે એ ક્યારે કહેવાય?
કે જ્ઞાનમાં આત્મા જણાય તો.

00:13:35.760 --> 00:13:39.856
મુમુક્ષુ:- તો બરાબર છે.
ઉત્તર:- મુદ્દાની વાત છે, સમજાણું? સમજાણું?

00:13:39.880 --> 00:13:44.616
જ્ઞાનની પર્યાય જણાય છે એમ કોઇ કહે.
જ્ઞાનની પર્યાય જણાય છેને?

00:13:44.640 --> 00:13:47.656
તો એ જ્ઞાનમાં આત્મા જણાતો હોય
તો એનું નામ જ્ઞાન

00:13:47.680 --> 00:13:50.616
અને આત્મા ન જણાતો હોય
તો એનું નામ અજ્ઞાન છે.

00:13:50.640 --> 00:13:56.496
મુમુક્ષુ:- તો અજ્ઞાન થઇ ગયું પાછું.
ઉત્તર:- ભલે જ્ઞાનની પર્યાય જણાય છે,
ચાલો ભાઇ! કાંઇ વાંધો નહિ.

00:13:56.520 --> 00:14:01.296
તો જ્ઞાન કોનું નામ કહેવાય?
કે જેમા આત્મા જણાય તો એનું નામ જ્ઞાન

00:14:01.320 --> 00:14:04.416
અને એ જ્ઞાનમાં આત્મા ન જણાય
તો-તો અજ્ઞાન થઇ ગયું.

00:14:04.440 --> 00:14:11.936
જ્ઞાનની પર્યાય જણાય છે એમ આવશેને?
તો એ જ્ઞાયકમાં આવી જશે
કેમ કે જ્ઞાન તો આત્માનું છે.

00:14:11.960 --> 00:14:14.440
મુમુક્ષુ:- ઓલો પરમાંથી નિષેધ
થઇને પોતામાં આવી જશે.
ઉત્તર:- પોતામાં આવી જશે.

00:14:14.440 --> 00:14:18.856
મુમુક્ષુ:- હું અને મારું જ્ઞાન.
ઉત્તર:- હું અને મારું જ્ઞાન. બસ!
એમાં આવી જશે. નજીક આવી ગયો બહુ.

00:14:18.880 --> 00:14:25.736
<b>જ્ઞેયાકારરૂપ દેખાઈ છે પરંતુ
એ જ્ઞાનના જ કલ્લોલો (તરંગો) છે.</b>

00:14:25.760 --> 00:14:28.696
એ તો જ્ઞાન જ જણાય છે, જ્ઞેય નથી જણાતું.

00:14:28.720 --> 00:14:33.536
ભલે (જ્ઞેય) એમાં પ્રતિભાસે,
પણ મારું લક્ષ એના ઉપર નથી.
મારું લક્ષ તો આત્મા ઉપર છે.

00:14:33.560 --> 00:14:41.056
જેના ઉપર લક્ષ છે એ જણાય છે,
જ્ઞેય ઉપર લક્ષ નથી મારું
એટલે મને એ જણાતું નથી, એમ!

00:14:41.080 --> 00:14:44.696
<b>તે જ્ઞાનકલ્લોલો જ જ્ઞાન વડે જણાય છે.</b>

00:14:44.720 --> 00:14:49.896
જ્ઞાનની પર્યાયો જ જ્ઞાન વડે જણાય છે.
પણ જ્ઞાનની પર્યાય જણાય છેને?

00:14:49.920 --> 00:14:58.016
તો જ્ઞાનની પર્યાય ક્યારે કહેવાય?
નામ એનું ક્યારે પડે? કે
જ્ઞાન આત્માને જાણતું હોય તો એ જ્ઞાનની પર્યાય.

00:14:58.040 --> 00:15:04.656
શરીરને જાણતું હોય અને પરને જાણતું હોય તો
એ જ્ઞાનની પર્યાય નહિ, એ તો અજ્ઞાન થઇ ગયું.

00:15:04.680 --> 00:15:12.216
કે તમને તમારા જ્ઞાનની પર્યાયમાં શું જણાય છે?
કે દીકરી જણાય છે, લંડન જણાય છે, તો અજ્ઞાન છે.

00:15:12.240 --> 00:15:15.536
મુમુક્ષુ:- પરજ્ઞેયથી જ્ઞાન છે, એ બધું અજ્ઞાન.
ઉત્તર:- અજ્ઞાન છે. આહાહા!

00:15:15.560 --> 00:15:21.416
તમારી જ્ઞાનની પર્યાયમાં, જ્ઞાન કોનું નામ?
કે જે આત્માને જાણે એનું નામ જ્ઞાન કહેવાય.

00:15:21.440 --> 00:15:28.576
આત્માને જાણવાનું છોડી દે એ તો અજ્ઞાન થઇ ગયું.
એ તો છે અનંતકાળથી, તો દુ:ખી થાય છે.

00:15:28.600 --> 00:15:31.456
એને પલટાવીને અંદરમાં હવે જાવાનું છે.

00:15:31.480 --> 00:15:39.296
<b>આ રીતે પોતે જ પોતાથી જણાવાયોગ્ય
હોવાથી જ્ઞાનમાત્ર ભાવ જ જ્ઞેયરૂપ છે.</b>

00:15:39.320 --> 00:15:43.856
આ જ્ઞેયની વ્યાખ્યા. પોતે પોતાથી જણાવા યોગ્ય.

00:15:43.880 --> 00:15:49.376
જાણનાર પણ પોતે અને જણાય પણ પોતે,
માટે પોતે જ્ઞેય છે.

00:15:49.400 --> 00:15:56.696
જાણનાર માટે જ્ઞાતા-જ્ઞાન અને જણાય પોતે આત્મા,
આખો આત્મા, તો પોતે જ્ઞેય થઇ ગયો, એમ!

00:15:56.720 --> 00:16:07.496
<b>વળી</b>, હવે જ્ઞાતાની વ્યાખ્યા કરે છે.
જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા. ત્રણ શબ્દ હતાને?
બેની વ્યાખ્યા થઇ. હવે ત્રીજાની વ્યાખ્યા:

00:16:07.520 --> 00:16:16.696
<b>વળી પોતે જ પોતાનો જાણનારો હોવાથી</b>,
પોતે જ પોતાનો જાણનાર થવાથી નહિ.

00:16:16.720 --> 00:16:19.896
મુમુક્ષુ:- હોવાથી.
ઉત્તર:- એવો સ્વભાવ જ છે.

00:16:19.920 --> 00:16:28.376
દરેક આત્મા, પોતે પોતાને જ જાણે છે.
માનતો નથી. બાકી જાણે છે તો પોતાને.
પરને જાણતો જ નથી.

00:16:28.400 --> 00:16:32.456
મુમુક્ષુ:- આબાળગોપાળ સહુને.
ઉત્તર:- આબાળગોપાળ સહુને બસ!

00:16:32.480 --> 00:16:43.496
પોતાનો આત્મા જ જણાય છે.
માનતો નથી એ તો દુ:ખી થાય છે.

00:16:43.520 --> 00:16:47.696
મુમુક્ષુ:- એટલે જ આ બધું દુ:ખ છેને.
ઉત્તર:- એટલે દુ:ખ છે,
બાકી જાણે તો સમ્યગ્દર્શન થઇ જાય.

00:16:47.720 --> 00:16:50.896
એનું નામ જ આત્મદર્શન.
મુમુક્ષુ:- એનું નામ જ આત્મદર્શન.
ઉત્તર:- બસ!

00:16:50.920 --> 00:17:00.456
આ, આ જે છેને? આ ૨૭૧ કળશ, અપૂર્વ છે,
અપૂર્વ છે. એટલામાં સમજી જાવ.

00:17:00.480 --> 00:17:07.976
આમાં અનુભવની વિધિ બતાવી છે. ગુરુદેવ
કહેશે, આ અનુભવની આમા વિધિ છે. આહાહા!

00:17:08.000 --> 00:17:14.836
<b>પોતે જ પોતાનો જાણનાર હોવાથી</b>, હોં!
<b>જ્ઞાનમાત્ર ભાવ જ</b> પોતે <b>જ્ઞાતા છે.</b>

00:17:14.860 --> 00:17:18.016
આત્મા જ્ઞાતા છે, આત્મા જ્ઞાતા દૃષ્ટા છે.

00:17:18.040 --> 00:17:24.216
પણ જ્ઞાતાની વ્યાખ્યા શું? કે પોતે
પોતાને જાણે છે એટલે એનું નામ જ્ઞાતા છે.

00:17:24.240 --> 00:17:28.816
આને (પરને) જાણે છે માટે આત્માનું
નામ જ્ઞાતા છે એમ નહિ.

00:17:28.840 --> 00:17:37.456
જ્ઞાતાની વ્યાખ્યા કરી, પોતે પોતાને જાણે છે
માટે પોતે જ્ઞાતા છે. આહાહા!

00:17:37.480 --> 00:17:50.176
<b>આ પ્રમાણે જ્ઞાનમાત્ર ભાવ જ જ્ઞાન,
જ્ઞેય અને જ્ઞાતા-એ ત્રણે ભાવોયુક્ત</b>,
યુક્ત એટલે સહિત, <b>સામાન્યવિશેષસ્વરૂપ</b>.

00:17:50.200 --> 00:17:55.376
સામાન્ય તો દ્રવ્ય અને વિશેષ એની પર્યાય,
જ્ઞાનની પર્યાય - એવો આખો આત્મા.

00:17:55.400 --> 00:17:58.416
જ્ઞાન <b>સામાન્યવિશેષસ્વરૂપ વસ્તુ છે</b>.

00:17:58.440 --> 00:18:02.176
સામાન્યમાં પણ જ્ઞાન અને વિશેષમાં પણ જ્ઞાન.

00:18:02.200 --> 00:18:06.216
સામાન્યમાં જ્ઞાન અને વિશેષમાં રાગ,
એવું સ્વરૂપ નથી આત્માનું.

00:18:06.240 --> 00:18:10.656
એ આત્માનું સ્વરૂપ નથી,
એ કાલ થોડી વાત આપણે કરી હતીને? એ.

00:18:10.680 --> 00:18:17.136
<b>સામાન્યવિશેષસ્વરૂપ વસ્તુ છે.
'આવો જ્ઞાનમાત્ર ભાવ હું છું'</b>.

00:18:17.160 --> 00:18:27.176
જે ઉપરનો જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા-
એ ત્રણ ભાવોયુક્ત હું છું
<b>એમ અનુભવ કરનાર પુરુષ અનુભવે છે.</b>.

00:18:27.200 --> 00:18:33.376
જેને આત્માનો અનુભવ થાય છે
એ આવી રીતે આત્માને અનુભવે છે.

00:18:33.400 --> 00:18:41.376
અનુભવી પુરુષ એમ કહે છે કે
અમે આત્માને આ રીતે અનુભવીએ છીએ
અને તમે પણ આ રીતે અનુભવો.

00:18:41.400 --> 00:18:46.976
એમ કહે છે કે, અમે તો અનુભવી રહ્યા છીએ
કે હું જ જ્ઞાન, હું જ જ્ઞેય અને હું જ જ્ઞાતા છું.

00:18:47.000 --> 00:18:53.056
અમે તો આવા આત્માને અનુભવી રહ્યા છીએ.
તમે આત્માને અનુભવો આ, એમ કહે છે.

00:18:53.080 --> 00:18:57.816
અમે કર્તા નથી પરના અને
પરના જ્ઞાતા પણ નથી. આહાહા!

00:18:57.840 --> 00:19:04.936
જ્ઞાતાની વ્યાખ્યા શું કહી?
પોતે પોતાને જાણે માટે એને
જ્ઞાતા કહેવામાં આવે છે.

00:19:04.960 --> 00:19:11.416
પરને જાણે માટે જ્ઞાતા એમ છે?
એ તો અજ્ઞાન છે.

00:19:11.440 --> 00:19:21.736
એટલો ભાવાર્થ પૂરો થયો.
સમયસારનો જે એનો શ્લોકાર્થ અને
ભાવાર્થ એ પૂરો થયો.

00:19:21.760 --> 00:19:24.896
હવે એના ઉપરનું વ્યાખ્યાન,
ગુરુદેવનું હવે આવે છે.

00:19:24.920 --> 00:19:32.976
<b>કળશ ૨૭૧ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન.</b>
એટલે પહેલો જે શ્લોક છેને, એના ઉપરનું પ્રવચન.

00:19:33.000 --> 00:19:36.456
પછી ભાવાર્થ ઉપરનું પ્રવચન જુદું
એમાં અને એમાં આવશે.

00:19:36.480 --> 00:19:40.536
પહેલા જે શ્લોક છેને?
એના ઉપરનું છે વ્યાખ્યાન.

00:19:40.560 --> 00:19:49.536
<b>જે આ જ્ઞાનમાત્ર ભાવ હું છું
તે જ્ઞેયોના જ્ઞાનમાત્ર જ ન જાણવો.</b>

00:19:49.560 --> 00:19:55.576
જ્ઞેયોને જાણે છે એવો આત્મા,
મારો સ્વભાવ નથી, આહાહા!

00:19:55.600 --> 00:20:00.496
<b>જુઓ, શું કહે છે? જે આ જ્ઞાનમાત્ર ભાવ હું છું,</b>

00:20:00.520 --> 00:20:04.776
આ ગુરુદેવના અક્ષરે અક્ષર
વ્યાખ્યાન ટેપ ઉપરથી ઉતારેલા.

00:20:04.800 --> 00:20:13.656
<b>જે આ જ્ઞાનમાત્ર ભાવ હું છું
તે છ દ્રવ્યોના જાણવા માત્ર જ ન જાણવો.</b>

00:20:13.680 --> 00:20:18.896
કે છ દ્રવ્યને જાણનાર છે એવો
આત્મા છું એવું નથી, એમ!

00:20:18.920 --> 00:20:24.976
તો છ દ્રવ્ય છેને, કોણ ના પાડે છે? છે.
પણ એનો હું જાણનાર છું કે આનો જાણનાર છું?

00:20:25.000 --> 00:20:31.496
મુમુક્ષુ:- હો તો ભલે હો.
ઉત્તર:- ભલે હો! એની ના ક્યાં છે?
છ દ્રવ્ય ભગવાને કહ્યા. છે.

00:20:31.520 --> 00:20:36.136
પણ મારા જ્ઞાનનો એ વિષય છે
કે મારા જ્ઞાનનો આત્મા વિષય છે?

00:20:36.160 --> 00:20:40.976
એના ઉપર આધાર છે.
વિષય ફેરે ફેર છે.

00:20:41.000 --> 00:20:45.096
જો જ્ઞાનમાં પરપદાર્થ વિષય
તમે લ્યો, તો સંસાર છે.

00:20:45.120 --> 00:20:50.176
અને એ જ્ઞાનમાં આત્માને વિષય
બનાવો તો મોક્ષમાર્ગ છે, બસ!

00:20:50.200 --> 00:20:55.456
મુમુક્ષુ:- બહુ ટૂંકી વ્યાખ્યા.
ઉત્તર:- ટૂંકી વ્યાખ્યા.

00:20:55.480 --> 00:20:56.760
મુમુક્ષુ:- પર સામું જુઓ તો સંસાર.
ઉત્તર:- સંસાર.

00:20:56.760 --> 00:21:02.296
મુમુક્ષુ:- ને આ સામું જુઓ તો મોક્ષ.
ઉત્તર:- મોક્ષ! બસ!
એ ટૂંકી વ્યાખ્યા આટલી જ છે.

00:21:02.320 --> 00:21:07.096
અજ્ઞાનીઓએ લાંબું-લાંબું કર્યું છે.
અજ્ઞાનીઓએ લાંબું લાંબું કર્યું છે.

00:21:07.120 --> 00:21:09.760
મુમુક્ષુ:- એ આટલી ભૂલે અનાદિથી રખડે છે.
ઉત્તર:- હા! આટલી ભૂલે હોં!

00:21:09.760 --> 00:21:17.616
આટલી જ ભૂલે અનાદિથી રખડે છે બસ!
સાવ સાચી વાત છે. આટલી જ ભૂલ છે, આહાહા!

00:21:17.640 --> 00:21:26.576
કરવાની વાત તો આમાં ક્યાંય આવતી જ નથી.
પણ જાણવાની વાત પણ નથી આમાં, ગઇ, આહાહા!

00:21:26.600 --> 00:21:43.576
<b>જુવો, શું કહે છે? જે આ જ્ઞાનમાત્ર ભાવ હું છું
તે છ દ્રવ્યોના જાણવામાત્ર જ ન જાણવો.</b>

00:21:43.600 --> 00:21:50.536
<b>શું કીધું? લોકમાં જેટલા દ્રવ્યો છે-અનંતા
સિદ્ધો ને અનંતા નિગોદના જીવો સહિત જીવો,</b>

00:21:50.560 --> 00:21:59.456
<b>અનંતાનંત પુદગલો-દેહ, મન, વાણી, કર્મ ઇત્યાદિ,
અને ધર્મ, અધર્મ, આકાશ, કાળ-એમ છ દ્રવ્યો</b>

00:21:59.480 --> 00:22:10.096
<b>- તેના દ્રવ્ય</b>, તેના <b>ગુણ</b>, તેની <b>પર્યાયો તે મારા
જ્ઞેય અને હું એનો જ્ઞાયક, એમ, કહે છે, ન જાણવું.</b>

00:22:10.120 --> 00:22:13.176
મુમુક્ષુ:- બધું કાઢી નાખ્યું.
ઉત્તર:- કાઢી નાખ્યું. એક રાખ્યો.

00:22:13.200 --> 00:22:17.616
મુમુક્ષુ:- તીર્થંકર ભગવાનને કાઢી નાખ્યા.
ઉત્તર:- કાઢી નાખ્યા. તીર્થંકર,
સિદ્ધોને કાઢી નાખ્યા.

00:22:17.640 --> 00:22:28.056
એને જાણવા રોકાઇશને તો
આત્માને કે દિવસ જાણીશ?

00:22:28.080 --> 00:22:29.440
મુમુક્ષુ:- આત્મા નહિ દેખાય.
ઉત્તર:- નહિ દેખાય આત્મા.

00:22:29.440 --> 00:22:35.376
ઉપકારી ભગવાન, તીર્થંકર સાક્ષાત્
બિરાજમાન હોયને, એ તારું જ્ઞેય નથી.

00:22:35.400 --> 00:22:42.496
તું એને જાણવા રોકાઇશ તો તને શુભભાવ થશે.
સંસારમાં રખડવાનું મળશે.

00:22:42.520 --> 00:22:45.216
મુમુક્ષુ:- દુ:ખનું કારણ બનશે.
ઉત્તર:- દુ:ખનું કારણ બનશે.

00:22:45.240 --> 00:22:57.496
<b>એમ ન જાણવું. હવે એનું કર્તાપણું તો ક્યાંય ગયું.</b>

00:22:57.520 --> 00:23:03.696
પરપદાર્થનો કર્તા, એ તો અહીંયા
વાત એજન્ડા પર છે જ નહિ,
એ તો વાત નીકળી ગઇ.

00:23:03.720 --> 00:23:11.496
અને એ જ શલ્ય જેને છૂટી ગયું અને
જ્ઞાતા-જ્ઞેયના વ્યવહારમાં અટકયો છે,
એને હવે અંદરમાં લઇ જાય છે.

00:23:11.520 --> 00:23:15.016
જેની કર્તાબુદ્ધિ છે એને તો આ બેસવાનું નથી.

00:23:15.040 --> 00:23:21.856
એને તો બેસવાનું નથી કેમકે આત્મા જ્ઞાતા છે
અને માને છે કર્તા એટલે
કર્તાબુદ્ધિવાળાને તો આ નહિ બેસે.

00:23:21.880 --> 00:23:28.676
હવે, જ્ઞાતામાં આવ્યો પણ જ્ઞાતા પરનો છે,
એમાં હતો, એ કાઢીને અંદરમાં (પોતામાં) હાં.

00:23:28.800 --> 00:23:36.096
આ બીજો પાઠ છે. બે જ પાઠ છે.
કર્તાબુદ્ધિ છોડાવે છે અને જ્ઞાતાબુદ્ધિ. બસ!

00:23:36.120 --> 00:23:40.576
પાઠ બે જ છે. ત્રીજી વાત છે નહિ.
આ બેનો વિસ્તાર છે.

00:23:40.600 --> 00:23:44.416
મુમુક્ષુ:- પરનો (કર્તા) અને પરનો જાણનાર પણ નહિ.
ઉત્તર:- નહિ.

00:23:44.440 --> 00:23:49.456
મુમુક્ષુ:- આટલો નિર્ણય કરી લે જીવ.
આટલો જ નિર્ણય કરવાનો રહ્યો હવે.
ઉત્તર:- આટલો જ નિર્ણય કરવાનો છે.

00:23:49.480 --> 00:23:58.896
આ જો યથાર્થ નિર્ણય થાય તો એને
જ્ઞાન આત્મસન્મુખ થઇ અનુભવ થઇ જાય.
આટલી જ વાત છે. બે જ વાત છે.

00:23:58.920 --> 00:24:04.536
જગતના પદાર્થ સ્વયં પરિણમે છે.
પોતાના પરિણામ પણ થવાયોગ્ય થાય છે.

00:24:04.560 --> 00:24:11.416
પોતાના પરિણામનો પણ કર્તા નથી,
તો બહારની વાત કરવાની ક્યાં વાત રહી. હેં?

00:24:11.440 --> 00:24:15.656
પોતાના પરિણામને જાણવાનું બંધ
કરવાનું કહે છે, એ જ્ઞેય નથી.

00:24:15.680 --> 00:24:32.416
આત્મા જ્ઞેય છે એમ કહે છે. રાગ જ્ઞેય નથી.
રાગ થાય છેને એ જાણવા લાયક નથી.
મુમુક્ષુ:- બધું કાઢી જ નાખે છે. કટકા!

00:24:32.440 --> 00:24:49.896
ઉત્તર:- <b>એનું કર્તાપણું તો ક્યાંય ગયું.
અહીં તો કહે છે - એના (છ દ્રવ્યના)
જાણવા માત્ર હું છું એમ ન જાણવું.</b>

00:24:49.920 --> 00:24:54.496
એનો જાણનાર છું એમ ન શલ્ય રાખ હવે.
કાઢી નાખ તું!

00:24:54.520 --> 00:25:00.136
<b>ગજબ વાત છે. ભાઇ!</b> આ ગજબ વાત છે,
આ સાધારણ વાત નથી.

00:25:00.160 --> 00:25:13.216
એમ કહે છે કે આ એવી સૂક્ષ્મ વાત છે કે જેનો
કાળ પાકી ગયો છે, જેને ઝાઝા ભવ નથી,
નિકટભવી જીવ છે, એને જ આ વાત બેસે

00:25:13.240 --> 00:25:17.616
બાકી બેસવાની નથી. કેમકે
કર્તાબુદ્ધિ અને જ્ઞાતાબુદ્ધિનું શલ્ય છે, પડયું છે,

00:25:17.640 --> 00:25:23.136
અને તર્ક કરે કે કેવળી લોકાલોકને
જાણે છે અને હું પરને જાણું છું.
જાણવામાં ક્યાં દોષ?

00:25:23.160 --> 00:25:28.896
છે દોષ, માને છે ગુણ.
માને છે ગુણ એ ક્યાંથી પાછો ફરે?

00:25:28.920 --> 00:25:31.656
મુમુક્ષુ:- ન ફરે.
જાણવું-જાણવું પણ પરને જાણે એ ક્યાંથી (આવ્યું)?

00:25:31.680 --> 00:25:37.896
ઉત્તર:- પરને જાણતાં અનંતકાળ ગયો.
આવ્યું સુખ? આવ્યું ક્યાંય?

00:25:37.920 --> 00:25:42.696
મુમુક્ષુ:- કારણ કે અહિયાં કહ્યું ને કે
જાણવું તારો સ્વભાવ છે બસ. એ પકડી લીધું.
ઉત્તર:- પકડી લીધું. એ પકડી લીધું.

00:25:42.720 --> 00:25:50.656
જાણવું સ્વભાવ છે, પકડી લીધું. અને
વ્યવહારના વાક્યો ઘણાં આવે છે શાસ્ત્રમાં,
કે શાસ્ત્રને જો આગળ કરે, સમજી ગયા?

00:25:50.680 --> 00:25:53.696
અને નિશ્ચયના વાક્યને પાછળ રાખે.
તો થઇ રહ્યું.

00:25:53.720 --> 00:26:01.376
ટોડરમલસાહેબે એ વાક્ય લખ્યા છે બે

00:26:01.400 --> 00:26:09.216
કે <b>વ્યવહારનય વડે જે નિરૂપણ કર્યું હોય
તેને અસત્યાર્થ માની તેનું શ્રદ્ધાન છોડવું</b>.

00:26:09.240 --> 00:26:14.776
આત્મા પરને જાણે છે એ વ્યવહારનયનું કથન છે.
એ શ્રદ્ધાનમાંથી કાઢી નાખજે.

00:26:14.800 --> 00:26:18.976
શ્રદ્ધાનમાં રાખીશ તો ઉપયોગ
તારો બહાર જ રખડયા કરશે.

00:26:19.000 --> 00:26:25.856
રખડયા કરશે. આમ-આમ. આમ-આમ.
અહીંયા કેદી જાણીશ તું.
એ સ્ટીકર તમને આવી ગયા છે? નહિ આવ્યા હોય?

00:26:25.880 --> 00:26:27.600
મુમુક્ષુ:- આવી ગયા છે.
ઉત્તર:- આવી ગયા છે, ટોડરમલજીના?

00:26:27.600 --> 00:26:28.976
મુમુક્ષુ:- હા.
ઉત્તર:-તો સારું.

00:26:29.000 --> 00:26:36.656
<b>નિશ્ચયનય વડે જે નિરૂપણ કર્યું હોય
તેને તો સત્યાર્થ માની
તેનું શ્રદ્ધાન અંગીકાર કરવું તથા</b>.

00:26:36.680 --> 00:26:46.096
<b>વ્યવહારનય વડે જે નિરૂપણ કર્યું હોય
તેને અસત્યાર્થ માની તેનું શ્રદ્ધાન છોડવું.</b>
આ બે સૂત્ર છે એમાં.

00:26:46.120 --> 00:26:51.616
મુમુક્ષુ:- દેખાય વ્યવહારનયનો વિષય
ઠામ ઠામ ભરેલો છે.
ઉત્તર:- હા, અને એ સાચો લાગે છે.

00:26:51.640 --> 00:26:54.696
ઘડિયાળ સામે જુઓને તો આ ઘડિયાળ દેખાય છેને?

00:26:54.720 --> 00:27:01.336
બોલો! હવે એ શું કરવું? એનું કરવું શું?
અજ્ઞાન પોષે છે બધા ભેગા બેઠા થઇને.

00:27:01.360 --> 00:27:06.776
મુમુક્ષુ:- આટલું તો અમારે કરવું જોઇયેને?
ઉત્તર:- આટલું...જાણવામાં શું દોષ છે?
જાણવું તો સ્વભાવ છે.

00:27:06.800 --> 00:27:09.280
મુમુક્ષુ:- એટલું તો અમે કરીએ ને?
બીજું કાઈં નહિ કરીએ.
ઉત્તર:- ના કરીએ.

00:27:09.280 --> 00:27:14.416
ઘડિયાળ મારી એમ નહિ, પણ
ઘડિયાળમાં કેટલા વાગ્યા
એ તો મારી શક્તિ છે ને જાણવાની?

00:27:14.440 --> 00:27:22.336
મુમુક્ષુ:- એ ભૂલ થઇ ગઇ.
ઉત્તર:- મોટી ભૂલ. સાધારણ ભૂલ નથી આ, સમજી ગયા?

00:27:22.360 --> 00:27:24.536
ભણેલાની ભૂલ છે હોં વિદ્વાનોની.

00:27:24.560 --> 00:27:30.776
આ જે વિરોધ કર્યો, એ વિદ્વાનોએ કર્યો.
સામાન્ય માણસને તો આમાં ખબર પણ ન પડે.

00:27:30.800 --> 00:27:35.416
મુમુક્ષુ:- એના સમજમાં ન આવે.
ઉત્તર:- સમજમાં ન આવે કે શેનો
આ વિરોધ ચાલે છે? વિરોધની ખબર ન પડે.

00:27:35.440 --> 00:27:48.416
<b>ગજબ વાત છે ભાઇ!
પરદ્રવ્ય સાથે જ્ઞેય-જ્ઞાયકપણાનો
સંબંધ પણ નિશ્ચયથી નથી</b>

00:27:48.440 --> 00:27:53.376
શબ્દો વાંચો તો ખરા!
ગુરુવાણી છે ને આ તો. હેં!

00:27:53.400 --> 00:27:59.456
હું જ્ઞાતા અને આ જ્ઞેય,
નિશ્ચયથી તારે જ્ઞાતા-જ્ઞેયનો સંબંધ
પરની સાથે નથી, આહાહા!

00:27:59.480 --> 00:28:09.816
<b>વ્યવહારમાત્ર એવો સંબંધ છે</b>.
કથનમાત્ર. વ્યવહાર એટલે કથન, જૂઠું.

00:28:09.840 --> 00:28:14.136
મુમુક્ષુ:- વ્યવહારમાત્ર આવ્યું એટલે બસ
વ્યવહારે તો અમારે સંબંધ છેને.
ઉત્તર:- સંબંધ છેને, બસ એ પકડી લીધું.

00:28:14.160 --> 00:28:18.096
પણ નિશ્ચયે નથી એમ જે કહ્યું એ ભૂલી ગયો.

00:28:18.120 --> 00:28:21.080
મુમુક્ષુ:- એ ચુકાઈ ગયું.
અને આ વ્યવહાર- વ્યવહાર તો હોય ને?
ઉત્તર:- વ્યવહાર તો હોય ને?

00:28:21.080 --> 00:28:25.136
વ્યવહારી એ જીવ છે અને જુઓ આ દરવાજો છે.

00:28:25.160 --> 00:28:32.496
આ દરવાજો છે, એ જાણીએ છીએ તો
એમાંથી નીકળાય, આમાં ભીંતમાંથી
નથી નીકળાતું એટલે જો માથું ભટકાય.

00:28:32.520 --> 00:28:36.136
એટલે તું જાણે છે દરવાજાને.
આ તર્ક કરે તર્ક, તર્ક, સમજી ગયા?

00:28:36.160 --> 00:28:46.096
આ બધી તર્ક છે. ઇન્દ્રિયજ્ઞાનના પક્ષપાતવાળા
જીવો તર્ક કરે છે. એમાં રહી જશે,
આહાહા! એમ ને એમ રહી જાય, આહાહા!

00:28:46.120 --> 00:28:51.536
<b>વ્યવહારમાત્ર એવો સંબંધ છે,
સમજાય છે કાંઇ?
જૈન તત્ત્વજ્ઞાન બહુ ઝીણું છે ભાઇ!</b>

00:28:51.560 --> 00:29:01.216
જૈન તત્ત્વજ્ઞાન ઝીણું છે, આહાહા!
એ તો પાત્ર જીવને પલ્લે પડે.
દુર્ભવીને ખબર ન પડે, આહાહા!

00:29:01.240 --> 00:29:06.736
<b>ભાઇ! આ વ્યવહાર રત્નત્રયનો
રાગ હોય છેને ધર્માત્માને?</b>

00:29:06.760 --> 00:29:14.456
<b>અહીં કહે છે - ભગવાન આત્મા જ્ઞાયક,
અને વ્યવહાર રત્નત્રયનો રાગ
એનું જ્ઞેય એમ વાસ્તવમાં છે નહિ.</b>

00:29:14.480 --> 00:29:22.176
વ્યવહાર રત્નત્રયના જે પરિણામ થાયને,
દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિનો રાગ,
એ જ્ઞેય નથી તારું!

00:29:22.200 --> 00:29:31.776
તારા કર્તાનું કર્મ તો નથી પણ
જ્ઞાનનું જ્ઞેય પણ નથી.
તારા જ્ઞાનનું એ જ્ઞેય નથી, આહાહા!

00:29:31.800 --> 00:29:35.536
મુમુક્ષુ:- એ વાત ઘણી આગળ લઇ જાય છે.
ઉત્તર:- આગળ લઇ જાય છે.

00:29:35.560 --> 00:29:38.736
મુમુક્ષુ:- દૃષ્ટિ કરાવવી છેને?
ઉત્તર:- દૃષ્ટિ કરાવવી છે.

00:29:38.760 --> 00:29:40.936
મુમુક્ષુ:- અનાદિથી આમાં તો પડયો છે.
ઉત્તર:- પડયો છે.

00:29:40.960 --> 00:29:45.296
પરને જાણવાનો પક્ષ તને છે.
છે, એ તો અજ્ઞાન છે.

00:29:45.320 --> 00:29:49.216
એ તો અનાદિનું અજ્ઞાન છે.
એ કાંઇ નવું નથી.

00:29:49.240 --> 00:29:52.656
પરને જાણતાં તને આનંદ આવ્યો?
મુમુક્ષુ: ના.

00:29:52.680 --> 00:29:59.056
ઉત્તર: આવતો જ નથી, તો પાછો ફરને?
થોડીવાર પાછો ફર કે
પરને જાણતો નથી, જાણનાર જણાય છે.

00:29:59.080 --> 00:30:06.936
કરને, ટ્રાય (try) તો કર.
કોશિશ તો કર તને આનંદ આવશે.
દર્શન થશે ભગવાનના.

00:30:06.960 --> 00:30:13.696
<b>રાગ એનું જ્ઞેય એમ વાસ્તવમાં છે નહિ.</b> લ્યો.

00:30:13.720 --> 00:30:17.616
વ્યવહાર રત્નત્રયના પરિણામ
કર્તાનું કર્મ તો નથી, બેન!

00:30:17.640 --> 00:30:28.096
પણ જ્ઞાનનું જ્ઞેય પણ નથી,
આહાહા! તો જ્ઞાનનું જ્ઞેય કોણ છે?
મુમુક્ષુ:- આત્મા, પોતે.

00:30:28.120 --> 00:30:32.296
ઉત્તર:- <b>બારમી ગાથામાં
વ્યવહાર 'જાણેલો' પ્રયોજનવાન કહ્યો</b>,

00:30:32.320 --> 00:30:39.856
સમયસારનો આપે છે પોતે આધાર,
<b>એ તો વ્યવહારથી વાત છે.</b>
નિશ્ચયથી એમ નથી.

00:30:39.880 --> 00:30:48.520
વ્યવહાર રત્નત્રયના પરિણામને, નિશ્ચયથી આત્મા
એને જાણતો જ નથી. જાણે તો એ મય થઇ જાય,
એ રાગમય થઇ જાય, આત્મા.

00:30:48.760 --> 00:30:55.056
ખરેખર જાણે તો, નિશ્ચયથી જાણે તો,
એ મય થઇ જાય. સમજી ગયા?
એટલે એ ખોટું છે.

00:30:55.080 --> 00:31:01.936
<b>નિશ્ચયથી તો સ્વપરને પ્રકાશનારી
પોતાની જ્ઞાનની દશા જ પોતાનું જ્ઞેય છે.</b>

00:31:01.960 --> 00:31:10.736
જુઓ! જ્ઞાનની પર્યાય પોતાનું જ્ઞેય છે.
જ્ઞાન તો જ્ઞાન છે, પણ જ્ઞાનમાં જ્ઞાન જણાય છે,
જ્ઞાનની પર્યાય, એ પર્યાય જ્ઞેય છે.

00:31:10.760 --> 00:31:16.896
એ પર્યાય કેવી?
કે સ્વપરનો અંદર પ્રતિભાસ થાય એવી.
સ્વપરને જાણે એમ નહિ.

00:31:16.920 --> 00:31:21.656
સ્વ અને પર બેય જેમાં પ્રતિભાસે
એવી જે જ્ઞાનની પર્યાય,

00:31:21.680 --> 00:31:26.856
એ જ્ઞાનની પર્યાય, જ્ઞાનની પર્યાય પણ છે
અને એ જ્ઞાનની પર્યાય જ્ઞાનનું જ્ઞેય પણ છે.

00:31:26.880 --> 00:31:31.536
જ્ઞેય પણ એ અને જ્ઞાન પણ એ.
એક પર્યાયના બે નામ.

00:31:31.560 --> 00:31:39.936
જ્ઞાનની પર્યાય જ્ઞાન પણ છે
અને જ્ઞાનની પર્યાય જ્ઞેય પણ છે,
એટલે આ (પર) જ્ઞેય નથી, એમ.

00:31:39.960 --> 00:31:44.736
મુમુક્ષુ:- એટલે પર્યાયમાં જ
પોતાને જાણે છે એટલે એ જ્ઞેય.
ઉત્તર:- એ જ્ઞેય છે.

00:31:44.760 --> 00:31:48.776
પર્યાય જ જણાય છે. પર્યાયમાં જે (પર)
જણાય છે એ (પર) નથી જણાતું.

00:31:48.800 --> 00:31:53.456
પર્યાયમાં જે (પર) જણાય છે એ (પર) નથી જણાતું.
જ્ઞાનની પર્યાય જણાય છે, એ વાત સાચી છે.

00:31:53.480 --> 00:32:02.016
મુમુક્ષુ:- બધું કાઢી નાખે છે, ક્યાંયનું?
ઉત્તર:- એક રાખ્યો આત્મા.

00:32:02.040 --> 00:32:03.828
મુમુક્ષુ:- પોતે અને પોતાની પર્યાય.
ઉત્તર:- બસ!

00:32:03.852 --> 00:32:09.296
બસ! એટલામાં રમત છે.
રમત એટલામાં છે. બીજે ક્યાં છે?

00:32:09.320 --> 00:32:16.496
જ્ઞાનમય આત્મા અને એની પર્યાયમાં ઉપયોગ થાય છે.
એ ઉપયોગમાં આત્મા જણાય છે, અનન્ય થઇને.

00:32:16.520 --> 00:32:21.656
જણાઇ રહ્યો છે બાળગોપાળ સહુને, બસ!
તો કામ થઇ જાય.

00:32:21.680 --> 00:32:32.508
<b>રાગાદિ પરવસ્તુ-પરદ્રવ્યોને એના જ્ઞેય કહેવા
તે વ્યવહારથી છે.</b> વ્યવહાર એટલે ખોટું, જુઠું.

00:32:32.532 --> 00:32:38.336
<b>નિશ્ચયથી પર સાથે એને જ્ઞેયજ્ઞાયક
સંબંધ પણ નથી.</b> કાઢી નાખ્યો.

00:32:38.360 --> 00:32:40.120
મુમુક્ષુ:- જ્ઞેય-જ્ઞાયકનો સંબંધ પણ
કાઢી નાખ્યો.
ઉત્તર:- આહાહા!

00:32:40.120 --> 00:32:48.296
એની સાથે આ (પર) જ્ઞેય અને આ જ્ઞાન
- એવો વ્યવહાર, એમ નથી. નિશ્ચયથી
તો પોતે જ જ્ઞાન અને પોતે જ જ્ઞેય છે, એમ.

00:32:48.320 --> 00:32:59.396
<b>હવે પર સાથે એને મારાપણાનો
-સ્વામીત્વનો અને કર્તાપણાનો સંબંધ હોવાની
વાત તો ક્યાંય ઊડી ગઇ</b>, આહાહા!

00:32:59.420 --> 00:33:07.456
એ તો ક્યાંય ગઇ. રાગ મારું સ્વ અને
હું એનો કર્તા અને એ મારું કર્મ,
એ વાત તો ક્યાંય ગઇ? આહાહા!

00:33:07.480 --> 00:33:16.936
આ દુકાન મારી અને દીકરી મારી અને
લંડનનું ઘર મારું, એ તો ક્યાંયનું ક્યાંય ગયું.
આ દેહ તારો નથી. પરિણામ તારા નથી, આહાહા!

00:33:16.960 --> 00:33:22.696
મમતા છોડી દે. પરિણામ રહી જાય, દેહ રહી જાય.
બધું રહી જાય ભલે પણ મમતા છૂટી જાય.

00:33:22.720 --> 00:33:27.216
મુમુક્ષુ:- મારાપણું છૂટી જાય.
ઉત્તર:- મારાપણું છૂટે છે.
આ જૈનદર્શનનો મર્મ છે. સમજી ગયા?

00:33:27.240 --> 00:33:36.296
મારાપણું છૂટી જાય છે. કરોડો રૂપિયા રહી જાય,
ચક્રવર્તીને રાજપાટ રહી જાય.
મારાપણું છૂટયું. બસ!

00:33:36.320 --> 00:33:40.736
મારાપણું અહીં આવ્યુંને?
મુમુક્ષુ:- જેમ છે એમ જ છે.
ઉત્તર:- છે એમને એમ!

00:33:40.760 --> 00:33:42.720
મુમુક્ષુ:- મારાપણું હતું...
ઉત્તર:- એ ખેંચી લીધું.

00:33:42.720 --> 00:33:47.776
મારાપણું એમ તે ખેંચ્યું અને મારાપણું ક્યાં સ્થાપ્યું?
મુમુક્ષુ:- પોતામાં!
ઉત્તર:- બસ!

00:33:47.800 --> 00:33:52.856
મુમુક્ષુ:- ત્યાંથી ખેંચીને અહીંયા લઇ ગયો.
ઉત્તર:- બસ! એટલું જ છે. મારાપણું છૂટે છે.

00:33:52.880 --> 00:33:56.216
સંયોગોમાં ફેરફાર કરવાની શક્તિ આત્મામાં નથી.

00:33:56.240 --> 00:34:04.056
રાગ રહી જાય, રાગના નિમિત્તો રહી જાય,
કુટુંબ કબીલા રહી જાય, દેહ રહી જાય,
આઠ કર્મનો સંયોગ રહી જાય, સમજી ગયા?

00:34:04.080 --> 00:34:08.376
રાજપાટ પણ રહી જાય, હોય તો.
ન હોય તો કરોડો રૂપિયા પણ રહી જાય.

00:34:08.400 --> 00:34:13.176
ભલે રહે એનામાં. મમતા છૂટી ગઇ.
મારા નથી, આહાહા!

00:34:13.200 --> 00:34:17.136
શુભાશુભ ભાવ મારા નથી. શુભાશુભ ભાવ રહી જાય.

00:34:17.160 --> 00:34:20.136
મુમુક્ષુ:- ભાવ હોય.
ઉત્તર:- ભાવ હોય પણ મારાપણું?

00:34:20.160 --> 00:34:24.136
મુમુક્ષુ:- મારાપણું છૂટી ગયું.
ઉત્તર:- ભાવ તો હોય. કેમકે વીતરાગ તો થયો નથી.

00:34:24.160 --> 00:34:27.256
યથાખ્યાત ચારિત્ર થયું નથી.
અરિહંત થયો નથી.

00:34:27.280 --> 00:34:31.376
મુનિ થયો નથી. એટલે ગૃહસ્થને યોગ્ય
પાપ અને પુણ્યના પરિણામ આવે.

00:34:31.400 --> 00:34:39.016
પણ એ પરિણામ મારા, એ ગયું.
એ ગયું અને પછી એ મારું જ્ઞેય એ પણ ગયું.

00:34:39.040 --> 00:34:42.016
મુમુક્ષુ:- એ પણ ગયું!
ઉત્તર: (હા).

00:34:42.040 --> 00:34:53.376
કર્તાનું કર્મ તો નહિ પણ જ્ઞાનનું જ્ઞેય પણ નથી,
આહાહા! આવી ઊંચી વાત આમાં છે.

00:34:53.400 --> 00:34:55.800
મુમુક્ષુ:- બહુ ઊંચી વાત છે.
મુમુક્ષુ:- ટોચની છેલ્લે.
ઉત્તર:- ટોચની.

00:34:55.800 --> 00:35:00.696
આ પહેલામાં પહેલો એકડો છે,
સમ્યગ્દર્શન થવાનો.

00:35:00.720 --> 00:35:06.976
આ સમ્યગ્દર્શન કેમ થાય અનાદિ મિથ્યાદૃષ્ટિ
જીવને? જ્ઞાન બહારમાં ભમે છેને?

00:35:07.000 --> 00:35:16.016
એ ભમતું જ્ઞાન અંદરમાં વળી જાય.
ઉપકાર કર્યો છે, ગુરુદેવે.
ઘણો ઉપકાર કર્યો છે. આવા વ્યાખ્યાન!

00:35:16.040 --> 00:35:25.376
<b>નિશ્ચયથી પર સાથે એને જ્ઞેય-જ્ઞાયક સંબંધ પણ નથી.</b>

00:35:25.400 --> 00:35:33.216
<b>હવે પર સાથે એને મારાપણાનો-સ્વામીત્વનો
અને કર્તાપણાનો સંબંધ હોવાની
વાત તો ક્યાંય ઊડી ગઇ.</b> દૂર વઇ ગઇ.

00:35:33.240 --> 00:35:38.096
<b>સમજાણું કાંઇ?</b> આહાહા! હવે પારો બદલાવે છે.

00:35:38.120 --> 00:35:48.536
<b>આહાહા! કહે છે -
જે આ જ્ઞાનમાત્ર ભાવ હું છું તે
જ્ઞેયોના જ્ઞાનમાત્ર ન જાણવો. તો કેવી રીતે છે?</b>

00:35:48.560 --> 00:35:56.056
જ્ઞેયનો જ્ઞાતા નથી એ આત્મા,
પરજ્ઞેયનો જ્ઞાતા નથી,
તો આત્માનું સ્વરૂપ શું છે? એ સમજાવે છે.

00:35:56.080 --> 00:36:07.376
<b>જ્ઞેયોના આકારે થતા જ્ઞાનના કલ્લોલો</b>
એટલે પર્યાયોરૂપે <b>પરિણમતો તે
જ્ઞાન-જ્ઞેય-જ્ઞાતામય વસ્તુમાત્ર જાણવો.</b>

00:36:07.400 --> 00:36:17.016
<b>(અર્થાત્ પોતે જ જ્ઞાન, પોતે જ જ્ઞેય અને
પોતે જ જ્ઞાતા એમ જ્ઞાન-જ્ઞેય-જ્ઞાતારૂપ
ત્રણે ભાવો સહિત વસ્તુમાત્ર જાણવો).</b>

00:36:17.040 --> 00:36:19.296
આ આટલા શાસ્ત્રના શબ્દો.

00:36:19.320 --> 00:36:29.376
હવે, એના ઉપરનું વ્યાખ્યાન.
એના ઉપરનું વ્યાખ્યાન આવે છે.
ચોથું પાનું છે-ચોથું પાનું છેને? ઉપર ચોગડો છે.

00:36:29.400 --> 00:36:38.056
<b>‘જ્ઞેયોના આકારે થતા જ્ઞાનના
કલ્લોલરૂપે પરિણમતો’</b>

00:36:38.080 --> 00:36:44.936
આમાં એમ સમજાવ્યું છે કે
<b>જ્ઞેયોના આકારે</b> એટલે પરપદાર્થો એ જ્ઞેયો છે,

00:36:44.960 --> 00:36:51.216
એના આકારે એટલે જેવું એનું સ્વરૂપ હોય,
કાળું, ધોળું, ખાટું, મીઠું,
એ જ્ઞેયોનું સ્વરૂપ કહેવાય.

00:36:51.240 --> 00:36:52.816
એ આકાર એટલે સ્વરૂપ.

00:36:52.840 --> 00:36:59.936
એ જે સ્વરૂપ આમાં ઝળકે છે, એના
<b>આકારે થતા જ્ઞાનના</b> પર્યાયો,
<b>કલ્લોલો</b> એટલે પર્યાયો,

00:36:59.960 --> 00:37:10.976
એના સંબંધવાળું જ્ઞાન,
જ્ઞેયના સંબંધવાળું જે જ્ઞાન, પર્યાય, એ
<b>પરિણમતો આ વ્યવહારથી કહ્યું હોં!</b>

00:37:11.000 --> 00:37:23.976
એની સાથે એને સંબંધ નથી. નિમિત્ત દેખીને
એ જણાય છે, એમ વ્યવહારથી કહ્યું
પણ એમ છે નહિ. જુઓ નિષેધ કરશે.

00:37:24.000 --> 00:37:31.936
મુમુક્ષુ:- એ કાળું-ધોળું જણાય છે એ પોતે નથી.
ઉત્તર:- એ કાળું-ધોળું તો એ પોતે નથી પણ

00:37:31.960 --> 00:37:36.616
કાળું-ધોળું જેમાં જણાય છે
એવું જ્ઞાન પણ પોતાનું નથી.

00:37:36.640 --> 00:37:39.136
એ સંબંધ કાઢવો છે.

00:37:39.160 --> 00:37:51.696
એને બહારનો સંબંધ એની સાથેનો, જ્ઞેયના
સંબંધથી થાય છે જ્ઞાન, એ એને જાણે છે એમ
કથનમાં કહેવામાં આવે, પણ એમ છે નહિ.

00:37:51.720 --> 00:37:55.216
જુઓ! આમાં છે. <b>આ વ્યવહારથી કહ્યું હોં!</b>

00:37:55.240 --> 00:38:02.816
<b>ખરેખર તો જ્ઞેયોનું, છ દ્રવ્યનું જેવું સ્વરૂપ છે
તેને જાણવાના વિશેષરૂપે પરિણમવું.</b>

00:38:02.840 --> 00:38:10.296
પર્યાયરૂપે પરિણમવું.
એ જેમાં જણાય એવા પર્યાયરૂપે પોતે
પરિણમે <b>તે જ્ઞાનની પોતાની દશા છે.</b>

00:38:10.320 --> 00:38:13.536
<b>અને તે જ્ઞાનના પોતાના સામર્થ્યથી છે.</b>

00:38:13.560 --> 00:38:16.936
ઓલા છ દ્રવ્ય છે માટે
એનું જ્ઞાન થાય છે એમ નહિ.

00:38:16.960 --> 00:38:21.936
છ દ્રવ્યનું જાણપણું પણ પોતાના
સામર્થ્યથી, અંદરમાંથી આવે છે, એમ!

00:38:21.960 --> 00:38:29.656
એ સ્વને કે પર, એનું જે જાણવું આવે છે,
એ જ્ઞાનની શક્તિમાંથી આવે છે.
સામર્થ્ય, શક્તિ છે.

00:38:29.680 --> 00:38:34.476
<b>'જ્ઞેયોના આકારે થતું જ્ઞાન'</b>
જુઓ, ઉપર કહ્યું તું ને?

00:38:34.500 --> 00:38:43.656
જ્ઞેયોનું સ્વરૂપે, જેવું જ્ઞેય છે, કોલસો હોય
તો કોલસો, સોનું, ચાંદી, ઘોડો, હાથી
જે પ્રકારે પદાર્થો હોય એ સંબંધે થતું જ્ઞાન.

00:38:43.680 --> 00:38:52.216
<b>'જ્ઞેયોના આકારે થતું જ્ઞાન’
એ તો કહેવામાત્ર છે.</b> કથનમાત્ર છે.

00:38:52.240 --> 00:38:57.856
<b>'જ્ઞેયોના આકારે થતું જ્ઞાન'</b> કથનમાત્ર છે.

00:38:57.880 --> 00:39:01.456
મુમુક્ષુ:- એટલે જ્ઞેયાકારે થયું જ નથી?
ઉત્તર:- થયું જ નથી. એમ કહેવા માંગે છે.

00:39:01.480 --> 00:39:04.360
મુમુક્ષુ:- જ્ઞેયાકારે જ્ઞાન થયું જ નથી.
ઉત્તર:- (જ્ઞેયાકારે જ્ઞાન) થયું જ નથી.
એ તો જ્ઞાનનાકારે છે.

00:39:04.360 --> 00:39:10.376
એ તો જ્ઞાનાકાર છોડયું નથી એણે.
અને જ્ઞેયાકાર થયું નથી. થવાનું પણ નથી.

00:39:10.400 --> 00:39:15.416
પણ જ્ઞેયને દેખીને જ્ઞેયાકાર થયું
એમ કહેવામાં આવે છે.

00:39:15.440 --> 00:39:19.216
મુમુક્ષુ:- આરોપ છે?
ઉત્તર:- આરોપ, બસ!
એવું વ્યવહારથી કહેવામાં આવે છે.

00:39:19.240 --> 00:39:25.856
કથનમાત્ર, એટલે એમાં કાંઇ નથી.
કથનમાત્ર એટલે?
મુમુક્ષુ:- કહેવા પૂરતું છે.

00:39:25.880 --> 00:39:29.616
ઉત્તર:- (કથનમાત્ર એટલે)
કેણો મામો, એ મોસાળું ન પૂરે.

00:39:29.640 --> 00:39:36.576
તમારા ગામનો, તમારી છોકરીના લગ્ન થશે,
સમજી ગયા? તો એના ગામના હોયને?

00:39:36.600 --> 00:39:40.776
એના મામાના ગામના કોઈ આવે,
તો મામા આવો-આવો એમ કહેવાય.

00:39:40.800 --> 00:39:44.176
એ ગામમાં, આપણાં ગામડામાં એ રિવાજ.
એમ કે મામા આવો.

00:39:44.200 --> 00:39:48.276
મુમુક્ષુ:- ગામના બધા મામા કહીએ.
ઉત્તર:- પણ એ કંઇ મોસાળું પૂરે? (નહિ).

00:39:48.300 --> 00:39:58.576
એટલે કહેવામાત્ર મામા, કથનમાત્ર.
કેણો મામો આમ આપણામાં કહેવાય છે.
કહેણો મામો, કહેવા પૂરતો, સાચો મામો નહિ.

00:39:58.600 --> 00:40:05.336
એમ કહે છે
<b>'જ્ઞેયોના આકારે થતું જ્ઞાન' એ તો કહેવામાત્ર છે.</b>

00:40:05.360 --> 00:40:14.656
નિલમ, 'જ્ઞેયોના આકારે થતું જ્ઞાન'
એ તો કથનમાત્ર, કહેવામાત્ર છે.
એમ છે નહિ, આહાહા!

00:40:14.680 --> 00:40:16.016
કેટલુ ચોખવટ કરે છે.

00:40:16.040 --> 00:40:19.736
મુમુક્ષુ:- કેમ કે પર જણાતા જ નથી
એટલે જ્ઞેયાકારરૂપ થતો જ નથી.
ઉત્તર:- થતો જ નથી.

00:40:19.760 --> 00:40:24.976
મુમુક્ષુ:- જ્ઞાયક જ જણાય છે એટલે જ્ઞાનાકારરૂપ..
ઉત્તર:- એ જ્ઞાનાકારરૂપે જ રહ્યો છે,
જ્ઞેયાકાર થતો નથી.

00:40:25.000 --> 00:40:29.936
પણ નિમિત્ત દેખીને ઉપચારથી,
વ્યવહારથી એમ કહેવાય, કથનમાત્ર છે.

00:40:29.960 --> 00:40:33.896
બાકી વાસ્તવિક એમ નથી.
એમ વાસ્તવિક એમ નથી.

00:40:33.920 --> 00:40:43.936
આ કબાટ જ્ઞાનમાં જ્યારે જણાય છે ત્યારે
કબાટને જાણે છે - જ્ઞેયાકાર થયું,
એમ કથનમાત્ર છે, પણ એમ નથી.

00:40:43.960 --> 00:40:51.176
કેમકે એ વખતે જ્ઞાન છેને જ્ઞાન!
તો જ્ઞાનની વ્યાખ્યા આપણે શું કરી?
કે જ્ઞાયકને જાણે એનું નામ જ્ઞાન.

00:40:51.200 --> 00:40:54.336
તો જ્ઞાન તો જ્ઞાયકને જ જાણે છે.
આને (પરને) જાણતું નથી.

00:40:54.360 --> 00:40:58.896
છતાં એને (પરને) નિમિત્ત દેખીને આને
(પરને) જાણે છે,
એમ ઉપચારથી કહેવામાં આવે છે.

00:40:58.920 --> 00:41:04.416
કથનમાત્ર છે. એમાં વાતમાં કાંઇ માલ નથી,
સો ટકા ખોટું છે એ કથન.

00:41:04.440 --> 00:41:09.376
મુમુક્ષુ:- જ્ઞાનનું જ્ઞેય બદલતું નથી.
ઉત્તર:- બદલે જ નહિ.

00:41:09.400 --> 00:41:12.336
જ્ઞાનનો વિષય બદલે જ નહિ.
જ્ઞાન વિષય ફેરવે જ નહિ.

00:41:12.360 --> 00:41:17.136
પ્રશ્ન:- જ્ઞાનમાં કોઇ વખતે આત્મા જણાય
અને કોઇ વખતે કબાટ જણાય?
મુમુક્ષુ:- એમ નથી.

00:41:17.160 --> 00:41:23.296
પ્રશ્ન:- જ્ઞાનમાં કોઇ વખતે આત્મા જણાય અને કોઇ
વખતે સીમંધર ભગવાનની પ્રતિમા જણાય? જ્ઞાનમાં?
મુમુક્ષુ:- કોઇ દિવસ નહિ.

00:41:23.320 --> 00:41:25.456
મુમુક્ષુ:- એમ બનતું નથી.
ઉત્તર:- એમ બનતું નથી.

00:41:25.480 --> 00:41:32.936
મુમુક્ષુ:- એટલું બેસાડવું પડશે.
ઉત્તર:- (હા!) બેન! જોયું! એટલું બેસાડવું પડશે.

00:41:32.960 --> 00:41:38.056
એ કઠણ છે એમ (એ) કહે છે,
આ વાત જરા થોડી કઠણ છે
એટલે બેસાડવું પડશે.

00:41:38.080 --> 00:41:45.336
જો બેસી ગઇ કે જ્ઞાનનો વિષય ફરતો જ નથી,
(જ્ઞાનનો વિષય) એક આત્મા જ છે.

00:41:45.360 --> 00:41:49.176
પ્રત્યેક સમયે, કોઇ પણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ,
ગમે ત્યાં જાવ,

00:41:49.200 --> 00:41:57.536
લંડનમાં જાવ, રાજકોટમાં જાવ, નૈરોબીમાં જાવ,
જામનગર જાવ, ગામડે જાવ, જ્યાં જુવો,
ત્યાં તમારા જ્ઞાનમાં જ્ઞાયક જ જણાય છે.

00:41:57.560 --> 00:41:59.336
આત્મા જણાય છે.

00:41:59.360 --> 00:42:05.096
એવો એક બનાવ બન્યો. જંગલ હતું.

00:42:05.120 --> 00:42:16.976
મુનિરાજ ધ્યાન કરતા હતા ગુફામાં અને
બીજા પાંચ-સાત મુનિઓ ત્યાંથી નીકળ્યા,
સમવસરણમાં જવા માટે.

00:42:17.000 --> 00:42:22.096
સમવસરણ તીર્થંકર ભગવાનનું હતું ત્યાં
જવા માટે વિહાર કરીને જતા હતા.

00:42:22.120 --> 00:42:27.736
એમાં મુનિઓને ખ્યાલ આવ્યો કે
આપણા મુનિ છે, આપણા સંઘના.

00:42:27.760 --> 00:42:32.456
અને આપણે એમને પણ કહીએ કે, આપણે સાથે,
અમે જાઇએ છીએ સમવસરણમાં, તમે પણ આવો.

00:42:32.480 --> 00:42:39.256
એટલે બે મુનિઓને મોકલ્યા અંદર ગુફામાં
અને બીજા મુનિઓ ચાલતા થયા.

00:42:39.280 --> 00:42:42.336
એમને તમે તેડતા આવજો,
અમે જઇએ છીએ. તો કહે ભલે.

00:42:42.360 --> 00:42:52.936
તો મુનિરાજને વિનંતી કરી, પગે લાગ્યા. ઓલા
જબરદસ્ત મુનિ હતા આચાર્ય, મહાન સમર્થ જ્ઞાની.

00:42:52.960 --> 00:43:02.936
એમને પગે લાગ્યા અને કહે સાહેબ! અમારા ગુરુ
સાથે હતા એ બાજુ આગળ ગયા છે અને અમને
અહીંયાં આપને વિનંતી કરવા માટે મૂકી ગયા છે.

00:43:02.960 --> 00:43:08.776
કહે, શું છે બોલો?
કે અમે સંઘ આખો જાઇએ છીએ સમવસરણમાં.

00:43:08.800 --> 00:43:11.496
એ આપણાં મૂળ સર્વજ્ઞદેવ ગુરૂ કહેવાય.

00:43:11.520 --> 00:43:16.336
દિવ્યધ્વનિ સાંભળવા જાઇએ છીએ
અને આપ પણ અમારી સાથે પધારો.

00:43:16.360 --> 00:43:19.976
એટલે વિનંતી કરવા માટે આપને (પાસે) આવ્યો છું.

00:43:20.000 --> 00:43:24.816
તો કહે બેસો જરા!
બેઠા એ.

00:43:24.840 --> 00:43:32.056
કે જુઓ, હું સમવસરણમાં આવું
એમાં તો મારી ના હોય નહિ.

00:43:32.080 --> 00:43:38.976
પણ સમવસરણમાં તો હું આવું, ત્યારે પણ મારો
આત્મા જણાશે, મને સમવસરણ તો જણાશે નહિ.

00:43:39.000 --> 00:43:43.976
મને તીર્થંકરપ્રભુ જણાશે નહિ,
મને તો મારો જ્ઞાનમાં આત્મા જણાશે,
ત્યાં બેઠો હોઈશ ત્યારે.

00:43:44.000 --> 00:43:48.696
અહીંયાં બેઠો છું તો જ્ઞાનમાં આત્મા જણાય છે.
તો પછી મારે ત્યાં જવાનો શું અર્થ?

00:43:48.720 --> 00:43:59.456
જો વિષય ફરે, મારા જ્ઞાનનો વિષય અત્યારે આત્મા,
અને પછી મારા જ્ઞાનનો વિષય સીમંધર ભગવાન થઇ
જાય, એ મને જણાઇ જાય તો-તો તમારી સાથે આવું.

00:43:59.480 --> 00:44:06.056
ઓલા ઠરી ગયા, ઓલા ઠરી ગયા, ઓહોહો!
આમાં તો આપણું કામ થઇ ગયું!

00:44:06.080 --> 00:44:10.536
એમની સમજણ ઊંડી ઉતરી ગઇ.
અને એ અહીંયા જામી ગયા.

00:44:10.560 --> 00:44:13.856
એ પણ સમવસરણમાં ગયા નહિ બેય મુનિઓ.

00:44:13.880 --> 00:44:20.296
અને જ્યાં થોડીવાર થઇ, બે-ચાર કલાક
ત્યાં ત્રણેને કેવળજ્ઞાન થઇ ગયું.

00:44:20.320 --> 00:44:25.016
અને ત્યાં ખબર પડ્યા કે મુનિઓ ગયા હતાને,

00:44:25.040 --> 00:44:29.496
કે ઓલા બે મુનિઓને આપણે મૂકી
આવ્યા હતા એ અરિહંત થઇ ગયા

00:44:29.520 --> 00:44:34.456
અને જેને તેડવા ગયા એ અરિહંત થયા.
આ થયું શું? આ શું ચમત્કાર થયો? સમજી ગયા?

00:44:34.480 --> 00:44:37.736
ત્યારે સીમંધર ભગવાનને પૂછયું કે આ શું થયું?

00:44:37.760 --> 00:44:40.976
તો કહે, આ રીતે ગયા હતા તેડવા
અને એણે જવાબ આપ્યો

00:44:41.000 --> 00:44:44.496
કે હું તીર્થંકરભગવાનની ત્યાં જાઇશ
તો પણ મારો આત્મા જણાશે.

00:44:44.520 --> 00:44:50.936
જ્ઞેય ફરશે નહિ. અને અહીંયાં છું, તો પણ મારો?
મુમુક્ષુ:- જ્ઞેય, જ્ઞેય, એનો એ રહેવાનો છે.

00:44:50.960 --> 00:44:53.096
ઉત્તર:- લંડનમાં હો તો પણ આત્મા જ્ઞેય,

00:44:53.120 --> 00:44:55.656
રાજકોટમાં આવો તો?
મુમુક્ષુ:- તો પણ આત્મા જ્ઞેય.
ઉત્તર:- બસ!

00:44:55.680 --> 00:45:04.816
એટલે હું હવે આવતો નથી તમારી સાથે.
ઓલા પણ બે બેસી ગયા. ધ્યાનમાં મગ્ન થઇ ગયા.
કેવળજ્ઞાનનો ભડકો થઇ ગયો.

00:45:04.840 --> 00:45:11.256
ઓલાને પસ્તાવો થયો કે જુઓ આપણે
એમને મૂક્યા પણ એમનું તો કામ થઇ ગયું.
સમજી ગયા!

00:45:11.280 --> 00:45:15.216
જ્ઞેય ફરે નહિ. જ્ઞેય ફરે તો જ્ઞાન ન કહેવાય.

00:45:15.240 --> 00:45:21.896
જ્ઞેય ફરતું હોય તો ઇન્દ્રિયજ્ઞાન કહેવાય
પણ જ્ઞાન ન કહેવાય, અજ્ઞાન કહેવાય.

00:45:21.920 --> 00:45:24.376
ઇન્દ્રિયજ્ઞાન = અજ્ઞાન.

00:45:24.400 --> 00:45:29.296
ઇન્દ્રિયજ્ઞાન એટલે? ઇન્દ્રિયજ્ઞાન તો વિષય ફેરવેને?

00:45:29.320 --> 00:45:33.456
સ્પર્શ, રસ, ગંધ, વર્ણ પ્રત્યેકનો
એનો વિષય જુદો-જુદો છેને?

00:45:33.480 --> 00:45:38.536
સ્પર્શેન્દ્રિયનો વિષય ટાઢી ઊની અવસ્થા.
રસનો વિષય ખાટા-મીઠાને જાણે.

00:45:38.560 --> 00:45:41.256
(ઘ્રાણેન્દ્રિય) સુગંધ-દુર્ગંધને જાણે.
આંખ રૂપને જાણે.

00:45:41.280 --> 00:45:45.896
કાન આ સાંભળે અવાજને.
એટલે વિષય ફરે છે પાંચ ઇન્દ્રિયનો.

00:45:45.920 --> 00:45:50.536
જ્ઞાનનો વિષય ફરતો નથી.
જ્ઞાનનો વિષય અભેદપણે જ્ઞાયક જ (છે).

00:45:50.560 --> 00:45:55.256
જ્ઞેયાકાર અવસ્થામાં અભેદ જ્ઞાયક જ જણાય છે.
જણાયા જ કરે છે.

00:45:55.280 --> 00:45:58.736
એને સવિકલ્પદશા કે નિર્વિકલ્પ કાંઇ નડતું નથી.

00:45:58.760 --> 00:46:03.416
આહાર કરતા હોય મુનિરાજ તો પણ
જ્ઞાનમાં આત્મા જણાય છે, આહાહા!

00:46:03.440 --> 00:46:06.936
આવી, આનું નામ જ્ઞાન છે.

00:46:06.960 --> 00:46:10.776
વિષય ફરે, જ્ઞેય ફરે (તો જ્ઞાન નથી).

00:46:10.800 --> 00:46:15.536
કે તમે ભલા, આવ્યા ક્યાંથી આવ્યા?
કે અમે જૂનાગઢથી આવ્યા.

00:46:15.560 --> 00:46:19.176
તો ગિરનાર તમે જોયું તું?
કે હા ગિરનાર દર્શન કર્યા.

00:46:19.200 --> 00:46:21.456
પછી હવે અત્યારે?
કે તમને જોઇએ છીએ.

00:46:21.480 --> 00:46:27.016
તો આપણે પૂછીએ. તો જ્ઞેય ફર્યું
ને તમારા જ્ઞાનમાં?
કહે હાં! ફરે જ ને જ્ઞેય તો?

00:46:27.040 --> 00:46:37.280
ત્યાં હતા તો ગિરનાર જણાતો હતો,
હવે અહીંયા આવ્યા તો તમે જણાવ છો.
ખોટું છે! માર્મિક વાત છે આ.

00:46:37.540 --> 00:46:47.056
આવી ઊંડી અને ઊંચી વાત, આહાહા!
આ ગુરુદેવ કરી ગયા છે.

00:46:47.080 --> 00:46:54.816
ગુરુદેવે કહેલું જ કહીએ છીએ,
અમારા ઘરની વાત કાંઇ કરતા નથી, આહાહા!

00:46:54.840 --> 00:46:59.256
છે તો ઘરની (આત્માની) વાત પણ
ગુરુદેવનું નામ લઇને જ કહેવાયને?

00:46:59.280 --> 00:47:01.536
એનું નામ લઇને કહેવાયને?
છે તો અમારી (આત્માની) વાત.

00:47:01.560 --> 00:47:03.320
મુમુક્ષુ:- આ તો આત્માની વાત છે.
ઉત્તર:- આત્માની જ વાત છે.

00:47:03.320 --> 00:47:05.520
મુમુક્ષુ:- ઘરની એટલે આત્માની જ વાત છે.
ઉત્તર:- આત્માની જ વાત છે.

00:47:05.520 --> 00:47:12.376
પણ છે તો આત્માની વાત. પણ ગુરુદેવનું નામ
લઇએ એટલે શ્રદ્ધા બેસે બીજાને, એમ! આહાહા!

00:47:12.400 --> 00:47:18.840
ગજબનો પુરુષ થઇ ગયો છે, ગજબનો પુરુષ!.
ન ભૂતો ન ભવિષ્યતિ કે આવો પુરુષ થશે કે નહિ.

00:47:18.860 --> 00:47:25.696
મુમુક્ષુ:- કયાં પુણ્ય પાક્યા આપણાં કે
આ પુરુષ આત્માની વાત જાહેર કરતાં ગયા?
ઉત્તર:- આપણે પૂર્વે આત્માને યાદ કર્યો હતો.

00:47:25.720 --> 00:47:34.216
એટલે એમાં શુભભાવ થયો. એમાં પુણ્ય બંધાઇ ગયા.
એમાં મહાપુરુષનો, જ્ઞાનીનો યોગ થાય, સમજી ગયા?

00:47:34.240 --> 00:47:39.176
અને એમાં જો રૂચિ જાગે,
પુણ્યએ તો ફળ આપ્યું, સંયોગ આપ્યો.

00:47:39.200 --> 00:47:49.736
એ તો સંયોગ આપ્યો. ગુરુદેવ મળ્યા.
હવે એમાં આત્માની રૂચિ કરીને
તમારું કામ કરો તો કામનું. બાકી શું કામનું?

00:47:49.760 --> 00:47:56.136
મુમુક્ષુ:- બાકી આ ... થઈ ગયા, નહિતર તો...
મુમુક્ષુ:- ત્યારે ગુરુદેવને
નિમિત્ત કહેવાય. નહિતર તો...

00:47:56.160 --> 00:48:04.496
ઉત્તર:- ત્યારે એને નિમિત્ત કહેવાય,
એને જાણ્યા કહેવાય, આને (પોતાને) જાણું તો.
ગુરુદેવને જાણો, તો એ જાણવું નથી.

00:48:04.520 --> 00:48:10.776
ગુરુદેવ ના પાડે છે એ.
ઓલા મુનિએ ન કહ્યું કે
હું તમારી સાથે આવું, મને વાંધો નથી.

00:48:10.800 --> 00:48:15.616
ત્યાં આવીશને તો પણ મારો તો
જ્ઞાયક જ જણાશે, મારા ઉપયોગમાં.

00:48:15.640 --> 00:48:20.896
મારા ઉપયોગમાં તો તીર્થંકર છે નહિ.
એ જણાય છે, એ ક્યાંથી (આવ્યું)?
એ નહિ જણાય મને.

00:48:20.920 --> 00:48:27.096
કહે એમ! તો કહે હાં! તમે કહેતા હો તો આવું,
જો તીર્થંકર ભગવાન જણાઇ જાય મારા જ્ઞાનમાં.

00:48:27.120 --> 00:48:29.296
તો ઓલા મુનિઓ જ હતા, એ ક્યાંથી કહે?

00:48:29.320 --> 00:48:36.056
ના! એ વાત તમારી સાચી છે, આત્મા જ જણાશે.
ત્યાં જાશો તો પણ અને અહીંયા બેઠા તો પણ
આત્મા. તો પછી અઠ્ઠે દ્વારકા કરોને અહીં.

00:48:36.080 --> 00:48:45.816
ધ્યાનમાં બેસી જાવને, આહાહા!
એવી વાત છે.

00:48:45.840 --> 00:48:50.616
આ માર્મિક વાત છે.

00:48:50.640 --> 00:48:54.616
આત્માના દર્શન કેમ કરવા? એની આ વાત છે.

00:48:54.640 --> 00:48:59.576
અને દર્શનમાં રૂકાવટ આ છે 'હું પરને જાણું છું’,
એ રૂકાવટ છે.

00:48:59.600 --> 00:49:06.656
મોટી રૂકાવટ છે. એક કર્તા,
છે જાણનાર અને માને કર્તા, એ રૂકાવટ મોટી.

00:49:06.680 --> 00:49:13.656
એમાંથી એ ખસ્યો તો
આમાં પરનો જાણનાર.
થઈ ગયું, એનું એ છે, અજ્ઞાન.

00:49:13.680 --> 00:49:24.256
પણ આ છેને, આ વિષય એ ગ્રાસપિંગ (grasping)
કરનારા, ગ્રહણ કરનારા, એ ઓછા.

00:49:24.280 --> 00:49:26.616
ઓછા જ હોય, ત્રણે કાળ ઓછા હોય.

00:49:26.640 --> 00:49:33.840
સૂક્ષ્મ વાત સમજનારા ઓછા હોય.
હોય ખરા, સંખ્યા ઓછી હોય, બસ!

00:49:34.040 --> 00:49:49.336
ચિંતવનનો વિષય છે.
ચિંતવન કરીને બેસાડવાનો વિષય છે અંદરમાં.

00:49:49.360 --> 00:49:52.896
અંદરમાં બેસાડવાનો છે.
પોતાનું હિત કેમ થાય?

00:49:52.920 --> 00:49:58.776
પરને જાણતાં અનંતકાળ ગયો,
હિત થયું નહિ, આનંદ આવ્યો નહિ.

00:49:58.800 --> 00:50:13.996
સ્વને જાણતાં આનંદ આવશે.
એ પ્રુફ (proof) છે. એ તો પ્રમાણ છે.

00:50:14.020 --> 00:50:17.496
મુમુક્ષુ:- બહુ સરસ વાત છે!
જ્ઞાનનો વિષય ફરતો નથી.

00:50:17.520 --> 00:50:22.856
ઉત્તર:- અને વિષય ફરે તો
જ્ઞાન નથી પણ અજ્ઞાન છે.

00:50:22.880 --> 00:50:31.736
ખાતા-પીતા-ચાલતા-બેસતા,
જાણનાર જ જણાય છે.

00:50:31.760 --> 00:50:40.576
સાધકને બે જ્ઞાન પ્રગટ થયા છે.
એક તો હતું ઇન્દ્રિયજ્ઞાન અને બીજું આત્મજ્ઞાન,
અતિન્દ્રિયજ્ઞાન પ્રગટ થયું.

00:50:40.600 --> 00:50:49.896
અજ્ઞાની પાસે એક જ પ્રકારનું જ્ઞાન.
કેવળી પાસે પણ એક જ પ્રકારનું જ્ઞાન.
સાધક પાસે બે પ્રકારના જ્ઞાન.

00:50:49.920 --> 00:50:55.136
અજ્ઞાની પાસે એક પ્રકારનું - અજ્ઞાન,
જ્ઞાન એટલે ઇન્દ્રિયજ્ઞાન.

00:50:55.160 --> 00:50:59.416
એની પાસે ઇન્દ્રિયજ્ઞાન અને
કેવળી પાસે એકલું અતિન્દ્રિયજ્ઞાન.

00:50:59.440 --> 00:51:02.616
(કેવળી પાસે) એકલું અતીન્દ્રિયજ્ઞાન,
ઓની (અજ્ઞાની) પાસે એટલું एकलू ઇન્દ્રિયજ્ઞાન.

00:51:02.640 --> 00:51:10.016
અને સાધક થયો સમ્યગ્દૃષ્ટિ, બે પ્રકારનું જ્ઞાન.
એક ઇન્દ્રિયજ્ઞાન પણ છે જ
અને અતીન્દ્રિયજ્ઞાન પણ છે.

00:51:10.040 --> 00:51:13.096
થોડો રાગ પણ છે, થોડો વીતરાગભાવ પણ છે.

00:51:13.120 --> 00:51:16.776
થોડી શુદ્ધતા પણ પ્રગટ થઇ છે,
થોડી અશુદ્ધતા પણ છે.

00:51:16.800 --> 00:51:34.496
અપૂર્વ વાત છે. આમાં ટાઇમ લગાવવા જેવો છે.

00:51:34.520 --> 00:51:46.976
આમાં પુરુષાર્થ ખિલાવા જેવો છે, આહાહા!
જ્ઞાન એનું નામ કે (જેનો) વિષય ફરે નહિ.

00:51:47.000 --> 00:51:54.976
મુમુક્ષુ:- એટલે જ્ઞાન જ્ઞેયાકારરૂપ થતું નથી.
જ્ઞાન, જ્ઞાનાકારરૂપે જ રહે છે.
કેમ કે વિષય બદલતો નથીને એનો.

00:51:55.000 --> 00:51:59.496
ઉત્તર:- એટલે જ્ઞાનાકાર રહે છે.
જ્ઞેયાકાર થતુ નથી.
એને જ્ઞેયાકાર થયું - કથનમાત્ર છે.

00:51:59.520 --> 00:52:02.456
મુમુક્ષુ:- તે તો ભાઇ!
નિમિત્તનું જ્ઞાન કરાવ્યું એને.
ઉત્તર:- નિમિત્ત દેખીને વ્યવહારથી,

00:52:02.480 --> 00:52:10.296
ઉપચારથી કહેવાય છે.
કથનમાત્ર એટલે કાંઇ નહિ, આહાહા!

00:52:10.320 --> 00:52:16.776
જ્ઞાનમાં વિષય ફરતો નથી,
એનું કારણ શું છે, ખબર છે?

00:52:16.800 --> 00:52:20.856
એનું કારણ શું છે?
કે જ્ઞાન આત્માનું છે.

00:52:20.880 --> 00:52:33.296
શું કહ્યું?
જ્ઞાનમાં વિષય ફરતો નથી, એનું કારણ શું?
કે જ્ઞાન આત્માનું છે એટલે વિષય ફરતો નથી.

00:52:33.320 --> 00:52:43.696
સાંભળજો!
હવે, જો જ્ઞાન પરનું હોય તો તો વિષય ફરે.
ખ્યાલ આવ્યો કાંઇ?

00:52:43.720 --> 00:52:51.696
જો જ્ઞાન પરનું હોય, પર જ્ઞેયનું,
પર જ્ઞેયથી જ્ઞાન થતું હોય,
પરનું હોય તો-તો વિષય ફર્યા કરે.

00:52:51.720 --> 00:52:56.496
પણ વિષય ફરે છે એ જ્ઞાન જ નથી.

00:52:56.520 --> 00:53:02.456
એકને જાણ્યું, તૃપ્તિ નથી,
બીજાને જાણવાની ઇચ્છા થઇ,
એમ ઘૂમરી માર્યા કરે.

00:53:02.480 --> 00:53:08.016
જ્ઞેયથી જ્ઞેયાંતર, જ્ઞેયથી જ્ઞેયાંતર,
જ્ઞેયથી જ્ઞેયાંતર, એ જ્ઞાન જ નથી, આહાહા!

00:53:08.040 --> 00:53:13.776
જે જ્ઞાનમાં વિષય ફરે એ જ્ઞાન નથી.

00:53:13.800 --> 00:53:19.776
જે જ્ઞાનમાં વિષય ફરે નહિ,
આત્મા આવ્યો એ આવ્યો દૃષ્ટિમાં,
અનુભવમાં આવ્યો એ આવ્યો જ્ઞાયક કે જ્ઞાયક છું.

00:53:19.800 --> 00:53:24.936
પછી સૂતાં-બેસતા-હાલતા-ચાલતા
પણ જ્ઞાનનો વિષય ફરતો નથી.

00:53:24.960 --> 00:53:29.376
ત્યારે વિષય ફેરવે છે, કોણ ફેરવે છે?
ઇન્દ્રિયજ્ઞાન.

00:53:29.400 --> 00:53:34.336
એ જ્ઞાન મારું નથી, ઇન્દ્રિયજ્ઞાન મારું નથી.
ઇન્દ્રિયજ્ઞાન (વિષય) ફેરવ્યા કરશે.

00:53:34.360 --> 00:53:40.096
જ્યાં સુધી પરમાત્મા નહિ થાય
ત્યાં સુધી એક અંશ વિષય ફેરવતો નથી.

00:53:40.120 --> 00:53:48.416
અને બીજા અંશ જે છે, ઇન્દ્રિયજ્ઞાનનો,
એ (વિષય) ફેરવ્યા કરશે, પણ એ જ્ઞાન જ નથી મારું,
એ તો જ્ઞેય છે.

00:53:48.440 --> 00:53:55.616
મુમુક્ષુ:- કોઇના સંગ વિના,
ઓલો મનનો સંગ હોય ત્યાં સુધી.
ઉત્તર:- એ જ્ઞેય છે. એ ઇન્દ્રિયજ્ઞાન છે, આહાહા!

00:53:55.640 --> 00:54:03.416
જ્ઞાન આત્માનું છે એટલે
આત્માને નિરંતર જાણ્યા કરે છે.

00:54:03.440 --> 00:54:10.416
નિરંતર જાણ્યા કરે છે એટલે
એનો વિષય ફરતો નથી, આહાહા!

00:54:10.440 --> 00:54:19.456
અને જે જ્ઞાન વિષય ફેરવે છે આને જાણું,
આને જાણું, આને જાણું, આને જાણું,
એ જ્ઞાન જ નથી, એ ઇન્દ્રિયજ્ઞાન છે.

00:54:19.480 --> 00:54:27.816
ઉઘાડ છે એ તો, આહાહા!
કે હવે શું જણાય છે? પ્રવચનસાર.
હવે શું જણાય છે? નિયમસાર.

00:54:27.840 --> 00:54:36.896
હવે શું જણાય છે? કે સમયસાર.
એમ નથી, વિષય ફરતો નથી એનો.

00:54:36.920 --> 00:54:42.216
મુમુક્ષુ:- જે જેનું હોય એ એને પ્રસિદ્ધ કરે.
ઉત્તર:- એને જ પ્રસિદ્ધ કરેને!
જ્ઞાન તો આત્માનું છે.

00:54:42.240 --> 00:54:43.720
મુમુક્ષુ:- આત્માનું છે,
એટલે આત્માને પ્રસિદ્ધ કરે છે.

00:54:43.720 --> 00:54:46.536
ઉત્તર:- એટલે સમયે-સમયે આત્માને
પ્રસિદ્ધ કરે એટલે વિષય ફરતો નથી.

00:54:46.560 --> 00:54:53.256
જો જ્ઞાન પરનું હોય તો-તો વિષય ફરે,
પણ પરનું કે પરથી તો થતું નથી.

00:54:53.280 --> 00:55:00.336
અને પરને વિષય ફેરવે છે તો એ જ્ઞાન નથી,
અજ્ઞાન છે, ઇન્દ્રિયજ્ઞાન છે.
ઇન્દ્રિયજ્ઞાન જ્ઞાન જ નથી.

00:55:00.360 --> 00:55:07.136
એક પુસ્તક બહાર પડવાનું છે હમણાં.
૨૬૦ પાનાનું છપાય છે, અમદાવાદમાં.

00:55:07.160 --> 00:55:10.096
અઠવાડિયામાં અહીં આવી જશે બનતા સુધી.

00:55:10.120 --> 00:55:16.416
એનું નામ છે ‘ઇન્દ્રિયજ્ઞાન... જ્ઞાન નથી’.

00:55:16.440 --> 00:55:28.736
‘ઇન્દ્રિયજ્ઞાન....જ્ઞાન નથી’
બધા શાસ્ત્રોનો આધાર એમાં મૂકીને પુસ્તક
તૈયાર થયું છે. બહેને ખાસ મહેનત કરી છે.

00:55:28.760 --> 00:55:33.656
પુસ્તક છપાઇ ગયું છે લગભગ.
બે ચાર છ દિવસમાં છપાઈ જશે.
અઠવાડિયામાં આવી જશે.

00:55:33.680 --> 00:55:40.136
વધારેમાં વધારે જો ઠગાણો હોય જીવ,
તો એ પુણ્યથી ધર્મ માને.

00:55:40.160 --> 00:55:48.216
અને પંડિત જ્ઞાનથી આત્માનું જ્ઞાન માને છે,
શાસ્ત્રથી જ્ઞાન માને છે.
શાસ્ત્રજ્ઞાનને જ્ઞાન માને છે.

00:55:48.240 --> 00:55:54.376
શાસ્ત્રજ્ઞાન જ્ઞાન નથી,
એ તો જ્ઞેયનું જ્ઞાન થયું.
આત્માનું જ્ઞાન ક્યાં છે?

00:55:54.400 --> 00:56:02.216
મુમુક્ષુ:- જ્ઞેયનું જ્ઞાન હોવાથી એ જ્ઞેય જ છે.
ઉત્તર:- એ જ્ઞેય જ છે. એ જ્ઞેય જ થઇ ગયું.

00:56:02.240 --> 00:56:06.896
જ્ઞેયની સન્મુખવાળું જે જ્ઞાન
એ પોતે જ્ઞેય થઇ ગયું.

00:56:06.920 --> 00:56:10.016
અને આત્માની સન્મુખવાળું જ્ઞાન એ જ્ઞાન છે.

00:56:10.040 --> 00:56:17.776
જેમાં આત્મા પ્રસિદ્ધ થાય,
આત્મા જણાય, એ જ્ઞાન છે.

00:56:17.800 --> 00:56:25.216
જેમાં આત્મા તિરોભૂત થઇ જાય,
આત્મા જણાય નહિ અને પર જણાયા કરે,
તો એ જ્ઞાન ક્યાં છે? એ તો અજ્ઞાન છે.

00:56:25.240 --> 00:56:28.312
એ તો સંસારનું કારણ.
ચારગતિમાં (રખડવાનું કારણ છે).