﻿WEBVTT LA404

00:09:24.280 --> 00:09:41.388
(આત્મા) જ્ઞાન સ્વભાવી છે. તે આત્મા
વ્યવહારનયે પોતાના પરિણામનો કર્તા છે,
નિશ્ચયનયે આત્મા અકર્તા છે.

00:09:41.413 --> 00:09:53.166
વ્યવહારનયે પોતાના પરિણામનું જે ફળ એનો ભોક્તા
પણ છે, નિશ્ચયનયે આત્મા એ પરિણામનો અભોક્તા છે.

00:09:53.191 --> 00:10:03.766
એમ અનેક પ્રકારે નયનું વર્ણન
બે નય દ્વારા આવે છે શાસ્ત્રમાં.

00:10:03.791 --> 00:10:17.099
અને એ બે નયોના જે વિકલ્પ છે,
એ તીર્થંકર ભગવાનની વાણીમાં આવ્યું કે
અમે બે નયથી સ્વરૂપનું વર્ણન કર્યું છે.

00:10:17.124 --> 00:10:29.832
એને ભાવિ તીર્થંકર પદ્મપ્રભમલધારીદેવ કહે છે
હે સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા, તારા આ
નયકથન છે એ તો ઈન્દ્રજાળ છે. આહાહા!

00:10:29.857 --> 00:10:38.299
નયોનું સ્વરૂપ તેં કહ્યું ભલે,
પણ નયોના વિકલ્પમાં જીવો અટકી જાય છે.

00:10:38.324 --> 00:10:48.261
સમયસારમાં ૭૩ ગાથામાં એક વાત આવે છે
કે જેવી રીતે સમુદ્રમાં કોઈ વાવાઝોડું આવે

00:10:48.286 --> 00:10:54.195
અને વમળ આવે તો વહાણ
એમાં સલવાઇ જાય છે, છૂટી શકતું નથી.

00:10:54.220 --> 00:10:59.918
પણ એ વાવાઝોડું શાંત થાય છે તો
એ વહાણ છૂટીને ચાલવા માંડે છે.

00:10:59.943 --> 00:11:13.268
એમ આ નયોની ઈન્દ્રજાળમાં અભ્યાસી જીવો
અટકી ગયા હતા. (એ) દેખાય છે સંતોને, જ્ઞાનીઓને.

00:11:13.293 --> 00:11:21.720
કે એ (નયજ્ઞાન) તો માત્ર અનુમાન દ્વારા
પદાર્થનો નિર્ણય કરવાનું સાધન હતું.

00:11:21.745 --> 00:11:29.856
નયજ્ઞાનથી આત્માનો અનુભવ થઈ શકતો નથી.
માટે તું એ નયોના વિકલ્પને છોડીને,

00:11:29.880 --> 00:11:36.722
વિકલ્પાતીત થઈને, નયાતિક્રાંત થઈને,
નય પક્ષાતિક્રાંત થઈને આત્માનો અનુભવ કરી લે.

00:11:36.747 --> 00:11:45.343
ત્યારે એના માટે ૨૦ કળશ લખ્યા. એમાં પહેલો
કળશ આચાર્ય ભગવાને કહ્યો, એ બોલો તમે.

00:11:45.368 --> 00:12:04.891
મુમુક્ષુ:-<b>य एव मुक्त्वा नयपक्षपातं</b>
<b>स्वरुपगुप्ता निवसन्ति नित्यम्।</b>

00:12:04.916 --> 00:12:22.299
<b>विकल्पजालच्युतशान्तचित्ता-</b>
<b>स्त एव साक्षादमृतं पिबन्ति ॥ ૬૯ ॥</b>

00:12:22.324 --> 00:12:31.307
ઉત્તર:- એ નયોના વિકલ્પ દ્વારા જાણીને પછી
નયના વિકલ્પને છોડે છે અને
સાક્ષાત્ આત્માનો અનુભવ કરે છે. આહાહા!

00:12:31.332 --> 00:12:41.236
એ આનંદનો અનુભવ કરી શકે છે.
એ જ ૨૦ કળશનું તાત્પર્ય પંચાધ્યાયીકર્તાએ
એક શ્લોકમાં (૫૮૪, પૂર્વાર્ધ) કહ્યું,

00:12:41.261 --> 00:12:45.711
કે જીવ સ્વનો કે પરનો કર્તા-ભોક્તા હો કે ન હો.

00:12:45.736 --> 00:12:53.886
સ્વ એટલે વીતરાગ પરિાણમ અને
પર એટલે રાગ, સ્વનો કે પરનો.
પર પદાર્થથી કાંઈ સંબંધ નથી.

00:12:53.911 --> 00:13:03.816
સ્વનો કે પરનો કર્તા-ભોક્તા હો કે ન હો.
હો તો હો, ન હો તો ન હો,
પણ તાત્પર્ય તો આ છે

00:13:03.840 --> 00:13:09.626
કે જ્ઞાનસ્વરૂપ જીવ તો જ્ઞાનસ્વરૂપ છે.
ચિત્સ્વરૂપ જીવ તો ચિત્સ્વરૂપ છે.

00:13:09.651 --> 00:13:16.059
એમ જ્યારે આત્મા આત્માને જાણે છે
ત્યારે આ બધા ધર્મો છે આત્મામાં,

00:13:16.084 --> 00:13:30.568
કર્તા-અકર્તા, ભોક્તા-અભોક્તા બધા ધર્મો
રહેલા છે એ ધર્મોને ક્રમે-ક્રમે જાણતાં
વિકલ્પ ઉત્પન્ન થતો હતો.

00:13:30.593 --> 00:13:39.443
હવે, ક્રમે જાણે તો વિકલ્પ ઉત્પન્ન થાય જ,
કેમ કે એક ધર્મને જાણે તો બીજો ધર્મ જાણવો
રહી ગયો, તો ઈચ્છા ઉત્પન્ન થાય છે.

00:13:39.468 --> 00:13:47.136
ત્યારે આચાર્ય ભગવાન કહે છે, કે
જ્યારે આત્મા એ નયોથી પાર જાણનારને જાણે છે,

00:13:47.160 --> 00:13:53.328
જ્યારે જ્ઞાયકને અંતર સન્મુખ થઈને,
ત્યારે એક અતીન્દ્રિયજ્ઞાન પ્રગટ થાય છે.

00:13:53.353 --> 00:13:58.728
એ અતીન્દ્રિયજ્ઞાન બધા ધર્મોને
એક સમયમાં જાણી લે છે, અક્રમે.

00:13:58.753 --> 00:14:10.416
ધર્મોને રદબાતલ ન કર્યા,
ધર્મો ધર્મીમાંથી કાઢી શકાતા નથી.

00:14:10.441 --> 00:14:17.443
પણ એક-એક ધર્મના લક્ષે થતો વિકલ્પ,
એ નીકળી જાય છે, છૂટી જાય છે.

00:14:17.468 --> 00:14:26.376
અને આખો ધર્મી, અનંત ધર્મોનો ધારક,
એક સમયમાં અતીન્દ્રિયજ્ઞાનમાં અક્રમે,

00:14:26.401 --> 00:14:32.496
જેમ કેવળી જાણે, એમ શ્રુતજ્ઞાની જાણે છે.
એટલે કોઈ પણ પ્રકારનો વિકલ્પ ઊઠતો નથી.

00:14:32.520 --> 00:14:44.380
માટે જીવ સ્વનો કે પરનો કર્તા-ભોક્તા
હો કે ન હો, તાત્પર્ય તો આ છે કે
જ્ઞાનસ્વરૂપ જીવ તો જ્ઞાનસ્વરૂપ છે.

00:14:44.405 --> 00:14:52.730
'થવા યોગ્ય બધું થાય છે અને જાણનાર જણાય છે’
એમાં બાર અંગનો સાર સમાઈ જાય છે.

00:14:52.755 --> 00:15:03.276
એ આ પુસ્તકમાં છે. આ પુસ્તકમાં એવું છે
કે નયો દ્વારા અભ્યાસ કર્યા પછી
જેને અનુભવ ન થતો હોય

00:15:03.301 --> 00:15:11.224
અને નયના વિકલ્પ એને બાધક હોય
અનુભૂતિમાં, ઘાતક હોય, બાધક અને ઘાતક.

00:15:11.249 --> 00:15:19.599
જેવું સ્વરૂપ છે એવો વિકલ્પ ઉઠાવે
'હું તો જાણનાર છું’, તેથી શું?

00:15:19.624 --> 00:15:27.376
'હું તો જ્ઞાતા છું' એવો વિકલ્પ ઉઠાવે,
તેથી શું? આહાહા!

00:15:27.400 --> 00:15:31.216
એ વિકલ્પ છૂટી સાક્ષાત્ જ્ઞાતા થઈ જાય છે.

00:15:31.241 --> 00:15:38.749
જ્યારે કોઈ પણ પ્રકારનો વિકલ્પ નયનો રહેતો નથી,
ત્યારે બહેન જે બોલ્યા કે આનંદને પીવે છે.

00:15:38.774 --> 00:15:40.736
<b>विकल्पजालच्युतशान्तचित्ता</b>,

00:15:40.760 --> 00:15:45.726
વિકલ્પ શાંત થઈ જાય છે બધા,
વિકલ્પ વિલય પામે છે, બધા વિકલ્પો.

00:15:45.751 --> 00:15:50.376
કોઈ વિકલ્પ રહે છે?
કે બધા વિકલ્પો જાય છે. આહાહા!

00:15:50.400 --> 00:15:56.957
ધર્મોનો અભાવ થતો નથી.
એક-એક ધર્મના લક્ષે
ક્રમે-ક્રમે વિકલ્પ ઊઠતો હતો,

00:15:56.982 --> 00:16:02.136
એ વિકલ્પ નીકળી જાય છે
અને ધર્મોનું જ્ઞાન થઈ જાય છે.

00:16:02.262 --> 00:16:09.718
અને ધર્મના લક્ષ વગર, ધર્મીના લક્ષે,
ધર્મના લક્ષ વગર, બધા ધર્મોનું યુગપદ,

00:16:09.743 --> 00:16:14.696
યુગપદ એક સમયમાં જ્ઞાન થઈ જાય છે.
આ એનું નામ અનુભવ છે આત્માનો.

00:16:14.720 --> 00:16:25.184
એ આત્માનો અનુભવ કેમ થાય?
અને નયોના વિકલ્પમાં અટકયા હોય,
એને અનુભવ થવાને માટેની આ છેલ્લી વાત છે.

00:16:25.209 --> 00:16:33.584
અભ્યાસી જીવને માટે છે.
જેણે નયોથી અભ્યાસ કર્યો છે,
આ એના માટે છે. આહાહા!

00:16:33.609 --> 00:16:41.816
નિયમસારમાં (કળશ ૧૧૯) કહ્યું, હે ભગવાન!
આ તારી નયોની વિકલ્પની ઈન્દ્રજાળ છે!
એમાં છેલ્લે ફસાઈ જાય છે.

00:16:41.840 --> 00:16:49.682
કર્તા-કર્મ અધિકારમાં એક શ્લોક (૯૫),
છેલ્લો કહ્યો. આહાહા!
વિકલ્પ કરનાર કેવળ કર્તા અને વિકલ્પ કેવળ કર્મ.

00:16:49.707 --> 00:16:50.416
આવે છે ને બહેન?

00:16:50.440 --> 00:16:58.649
મુમુક્ષુ:- હા આમાં છે.
ઉત્તર:- લ્યો એ. વાંચો. પાનું કયું છે?

00:16:58.674 --> 00:17:06.276
મુમુક્ષુ:- પાનું ૨૩.
<b>શ્લોકાર્થ:- [विकल्पक: परं कर्ता]</b>

00:17:06.301 --> 00:17:12.536
<b>વિકલ્પ કરનાર જ કેવળ કર્તા છે
અને [विकल्प: केवलम् कर्म]</b>

00:17:12.560 --> 00:17:18.336
<b> વિકલ્પ જ કેવળ કર્મ છે;
(બીજા કોઈ કર્તા-કર્મ નથી;) </b>

00:17:18.361 --> 00:17:23.256
<b>[सविकल्पस्य] જે જીવ વિકલ્પ સહિત છે તેનું </b>

00:17:23.280 --> 00:17:30.736
<b>[कर्तुकर्मत्वं] કર્તાકર્મપણું [जातु]
કદી [नश्यति न] નાશ પામતું નથી. </b>

00:17:30.760 --> 00:17:36.096
ઉત્તર:- આહાહા!
નયોના જે વિકલ્પ ઊઠે છે,
જેવું સ્વરૂપ છે,

00:17:36.120 --> 00:17:41.645
વ્યવહારનયે કર્તા, નિશ્ચયનયે અકર્તા,
સ્વરૂપ છે એ, સાચી વાત છે.

00:17:41.670 --> 00:17:48.653
એ જે નયોનું વર્ણન છે અને
એનું જે વાચ્ય છે, એ તો સાચું છે.

00:17:48.678 --> 00:17:55.736
પણ વિકલ્પ છે ને, વિશેષ અપેક્ષાએ કર્તા,
સામાન્ય અપેક્ષાએ અકર્તા. હેં? આહાહા!

00:17:55.760 --> 00:18:02.957
કર્તા ધર્મ છે, કર્તા નય છે, અકર્તા નય છે,
ભોક્તા અને અભોક્તા, બધા ધર્મો છે.

00:18:02.982 --> 00:18:08.856
તો એક-એક ધર્મને ક્રમે-ક્રમે જાણતાં
વિકલ્પની જાળ ઊભી થાય છે. આહાહા!

00:18:08.880 --> 00:18:16.276
તે એ વિકલ્પ જ કર્મ થઈ ગયું.
'હું અકારક, હું અવેદક' એવો જે વિકલ્પ,

00:18:16.301 --> 00:18:24.609
'હું જાણનાર, કરનાર નહિ, હું તો જાણનાર’
એવો વિકલ્પ, એ સંસાર છે.

00:18:24.634 --> 00:18:30.816
એવો વિકલ્પ સંસાર છે. જાણનાર છે
અને જાણનારપણે વિકલ્પ ઉઠાવે છે! આહાહા!

00:18:30.840 --> 00:18:38.003
એમાં અનુભવ ન થાય.
પછી એ વિકલ્પ છૂટી જાય છે.

00:18:38.028 --> 00:18:49.357
આ વિકલ્પ છૂટીને અનુભવ કેમ થાય? તું
દ્રવ્યને પણ નયથી ન જુઓ, એના સ્વભાવથી જુઓ.
અને પર્યાયને પણ નયથી ન જુઓ, પણ સ્વભાવથી જુઓ.

00:18:49.382 --> 00:19:05.013
નિશ્ચયનયે જ્ઞાન આત્માને જાણે છે,
જ્ઞાનની પર્યાય નિશ્ચયનયે આત્માને જાણે છે,
એ કથન સાચું છે પણ એમાં અનુભવ નથી.

00:19:05.038 --> 00:19:10.416
ત્યારે શું કરવું? કે જ્ઞાનનો સ્વભાવ,
સ્વભાવથી જ આત્માને જાણવાનો છે.

00:19:10.440 --> 00:19:15.856
જાણ્યા જ કરે છે અનાદિ-અનંત.
તારા વિકલ્પની એને અપેક્ષા નથી. આહાહા!

00:19:15.880 --> 00:19:19.656
એ જ્ઞાનની પર્યાયને એના સ્વભાવથી જુઓ
કે જ્ઞાનની પર્યાય...

00:19:19.680 --> 00:19:23.896
સૂર્યનો પ્રકાશ તો સૂર્યને પ્રસિદ્ધ
કર્યા જ કરે છે. આહાહા!

00:19:23.920 --> 00:19:33.330
'સૂર્યનો પ્રકાશ નિશ્ચયનયે સૂર્યને પ્રસિદ્ધ
કરે અને વ્યવહારનયે ઘટ-પટને પ્રસિદ્ધ કરે’
(એ) નયોના વિકલ્પને છોડી દે. આહાહા!

00:19:33.355 --> 00:19:39.376
જ્ઞાનમાં જ્ઞાયક આબાળગોપાળ
સૌને જણાયા જ કરે છે. આહાહા!

00:19:39.400 --> 00:19:43.445
એનો સ્વીકાર કરી લે અંતરમાં જઈને.
વિકલ્પ છૂટી જશે, અનુભવ થઈ જશે.

00:19:43.470 --> 00:19:48.911
આવી છેલ્લી વાત આમાં અભ્યાસી
જીવને માટે છે આ.

00:19:48.936 --> 00:19:56.616
અભ્યાસ કરીને વિકલ્પો દ્વારા નિર્ણય કર્યો
હોય. વિકલ્પ દ્વારા નિર્ણય કર્યો હોય,
કદાચ સાચો પણ હોય,

00:19:56.640 --> 00:20:02.870
એમ આપણે લઈ લઈએ, ખોટો નહિ.
કેમ કે જેવા ધર્મો છે
એવા ધર્મને એણે સ્વીકાર્યું ને?

00:20:02.895 --> 00:20:14.182
વિકલ્પાત્મક જ્ઞાનમાં, માનસિક જ્ઞાનમાં,
તેથી શું? આહાહા! અનુભવ ન થાય એમાં.

00:20:14.207 --> 00:20:20.336
સમયસાર તો સમયસાર છે!
અને કર્તા-કર્મ અધિકારમાં
એ ૨૦ કળશ લખ્યા છે.

00:20:20.361 --> 00:20:30.338
સ્થાપ્યું- એક નય કહે છે કર્તા છે, બીજી નય
કહે છે અકર્તા છે, આમ ચિત્સ્વરૂપ જીવ
વિષે બે નયોના બે પક્ષપાત છે.

00:20:30.363 --> 00:20:35.216
પણ તત્ત્વવેદી તો એમ જાણે છે કે
ચિત્સ્વરૂપ જીવ તો ચિત્સ્વરૂપ છે.

00:20:35.240 --> 00:20:43.136
એટલે બે ધર્મો રાખ્યા,
કર્તા-અકર્તા, ભોક્તા-અભોક્તા.
ધર્મને ઊડાડી શકાય નહિ,

00:20:43.160 --> 00:20:49.536
પણ ધર્મના લક્ષે જે વિકલ્પ છે,
એ ધર્મીનું લક્ષ કરતા વિકલ્પ છૂટી જાય છે
અને ધર્મોનું જ્ઞાન થઈ જાય છે.

00:20:49.560 --> 00:20:53.016
ધર્મીને આશ્રયે ધર્મનું જ્ઞાન થાય
અને વિકલ્પ રહિત જ્ઞાન થાય.

00:20:53.086 --> 00:21:02.016
મુમુક્ષુ:- બરાબર! જ્ઞાન વિકલ્પ રહિત જ હોય.
ઉત્તર:- (હા). એવું અપૂર્વ આમાં માલ ભર્યો છે.

00:21:02.040 --> 00:21:12.896
કુદરતી પળ આવી ગઈ ૩૧ મી ડિસેમ્બર (૧૯૮૯).
અને સવારના પહોરમાં શાંતિભાઈ ઝવેરીને
ઘરે, દેવલાલીથી આવ્યા હતા, ત્યાં ઉતર્યા હતા.

00:21:12.920 --> 00:21:24.016
બહેન પણ હતા.
રોજ સવારના ઉઠીએ ૬ વાગે એટલે
પંકજ અને (બીજા) ઘરમાંથી આવી જાય,

00:21:24.040 --> 00:21:27.918
બહેનો આવી જાય, બહેનો.
તરત જ બધા ભેગા થઈ જાય.

00:21:27.943 --> 00:21:35.595
અને આ વિષય,
કે આત્માને નયથી જાણી શકાતો નથી. આહાહા!

00:21:35.620 --> 00:21:42.088
નિશ્ચયનયથી આત્મા શુદ્ધ નથી,
સ્વભાવથી શુદ્ધ છે.

00:21:42.113 --> 00:21:55.236
એમાં એ બધું ઘણું છે, હા. અને ભરતભાઈએ
પ્રસ્તાવના પણ સારી લખી છે.
જોયું, મેં વાંચ્યું (ગઈ)કાલે.

00:21:55.261 --> 00:22:03.256
મુમુક્ષુ:- બહેને લખી છે, મારું તો નામ છે.
ઉત્તર:- તો પણ નામ હોય એ બહાર આવે ને, હેં?

00:22:03.280 --> 00:22:15.997
મુમુક્ષુ:- નહિ, તમે તો લખી હતી ને?
એટલે તે તમારું જ છે બરાબર.
બહુ સરસ રચના થઈ ગઈ.

00:22:16.022 --> 00:22:20.386
ઉત્તર:- આ નયોના અભ્યાસમાં
અટકેલા હોય, ઈન્દ્રજાળમાં.

00:22:20.411 --> 00:22:28.526
'અમે જેમ છે એમ જાણીએ છીએ,
આ નયે આવો છે અને આ નયે આવો છે’.
કોઈ ભૂલ ન કાઢી શકે.

00:22:28.551 --> 00:22:36.253
વ્યવહારનયે જ્ઞાનનો કર્તા (અને)
વ્યવહારનયે આનંદનો ભોક્તા,
નિશ્ચયનયે અકર્તા અને અભોક્તા છું.

00:22:36.278 --> 00:22:43.724
રાગની વાત તો જાવા દયો. આહાહા!
એના પક્ષમાં તો અજ્ઞાન ઊભું થાય.

00:22:43.749 --> 00:22:50.536
આના પક્ષમાં આવે, અજ્ઞાન ગળે
પણ અજ્ઞાન ટળે નહિ.

00:22:50.560 --> 00:22:56.616
એ વિકલ્પ છેલ્લો તૂટી જાય,
છૂટી જ જાય છે, વિકલ્પ સહેજ છૂટે જ છે.

00:22:56.640 --> 00:23:03.656
મુમુક્ષુ:- આવી વાણી સાંભળવા મળે
પછી વિકલ્પ રહે જ નહિ. છૂટી જ જાય છે. નયોના ચક્રમાંથી
બહાર કાઢવા માટે જ આવી છે આ વાણી.

00:23:03.680 --> 00:23:10.256
ઉત્તર:- નયચક્રમાંથી બહાર નીકળવાનું જ
આ સાધન છે, ચોવીસ પાના છે,
ચોવીસ તીર્થંકરની વાણી છે આમાં.

00:23:10.280 --> 00:23:15.782
તીર્થંકર ભગવંતોએ કહ્યું છે,
પક્ષાતિક્રાંત થવાનો ઉપદેશ આપ્યો છે ને?

00:23:15.807 --> 00:23:19.949
આમાં પહેલે પાને જ લખ્યું છે ને?
પહેલું પાનું ખોલો અંદર.

00:23:19.974 --> 00:23:27.572
જુઓ એમાં આ ગોળાકારમાં શું લખ્યું છે?
મુમુક્ષુ:- ‘<b>નયપક્ષથી અતિક્રાંત
ભાખ્યો તે સમયનો સાર છે.</b>’

00:23:27.597 --> 00:23:31.416
ભૂત, વર્તમાન અને ભાવિ -
ત્રણેકાળના તીર્થંકરોની આ એક જ વાત.

00:23:31.440 --> 00:23:36.376
ઉત્તર:- હા! ત્રણેકાળના તીર્થંકરોની,
ભૂત, ભવિષ્ય અને વર્તમાન, એક જ વાત (છે).

00:23:36.400 --> 00:23:47.616
નયોથી પ્રતિપાદન આવે, બીજો તો ઉપાય નથી.
પ્રતિપાદનમાં નયનો સહારો હોય છે
સાંભળનારને અને કહેનારને હોય છે.

00:23:47.640 --> 00:23:51.928
પછી સ્વભાવની સન્મુખ થાય. આહાહા!

00:23:51.953 --> 00:23:58.928
ઈન્દ્રજાળમાં ફસાણું હતું વહાણ, વમળમાંથી
નીકળી ગયું છે, વિકલ્પની જાળ(માંથી).

00:23:58.953 --> 00:24:04.995
એ નિયમસારમાં કહ્યું છે. શું કહ્યું છે
એ તો જુઓ. નિયમસાર લાવો,
શ્લોક (૧૧૯) બોલો. મોઢે હોય તો બોલો.

00:24:05.020 --> 00:24:07.256
મુમુક્ષુ:- ઈન્દ્રજાળનો?
ઉત્તર:- હા. ઈન્દ્રજાળનો.

00:24:07.280 --> 00:24:24.113
મુમુક્ષુ:-<b>ध्यानावलीमपि च शुद्धनयो न वक्त्ति</b>
<b>व्यक्तं सदाशिवमये परमात्मतत्त्वे।</b>

00:24:24.138 --> 00:24:40.056
<b>सास्तीत्युवाच सततं व्यवहारमार्ग-</b>
<b>स्तत्त्वं जिनेन्द्र तदहो महदिन्द्रजालम्॥११९॥</b>

00:24:40.080 --> 00:24:50.647
ઉત્તર:- સર્વજ્ઞ ભગવાનની સાથે વાત કરે છે સંતો,
કે આ તારી ઈન્દ્રજાળ છે.
હું ફસાઈશ નહિ, ઘણાં ફસાઈ ગયા.

00:24:50.672 --> 00:25:00.063
ઘણાં ફસાઈ ગયા, ભવિષ્યમાં ફસાશે
પણ લાયક જીવ ઈન્દ્રજાળમાંથી નીકળીને
અનુભવ કરી લેશે. બોલો!

00:25:00.088 --> 00:25:06.122
બોલો! એમની સામે,
સર્વજ્ઞ ભગવાનની (સામે બાયોં ચડાવે છે).

00:25:06.147 --> 00:25:14.536
મુમુક્ષુ:- સ્વયંભૂ તીર્થંકર, વર્તમાનમાં
શું આવશે વાણીમાં,
અને તમે સાવધાન રહેજો.....થઈ જશે.

00:25:14.560 --> 00:25:19.130
ઉત્તર:- આવે, અભ્યાસક્રમમાં
નયોના વિકલ્પ વચ્ચે આવી જાય છે.

00:25:19.155 --> 00:25:27.197
મુંબઈ જતાં બીજા સ્ટેશનો ઘણાં આવે.
દિલ્હી જતાં સ્ટેશનો આવે, પણ પ્રેમચંદજી
ઉતરતા નથી, સીધા દિલ્હી આવે ત્યારે ઉતરે.

00:25:27.222 --> 00:25:31.656
મુમુક્ષુ:- 'તેથી શું?’ એનો ખુલાસો
આમાં છે. 'તેથી શું?’
ઉત્તર:- 'તેથી શું?’

00:25:31.680 --> 00:25:37.030
મુમુક્ષુ:- દ્રવ્યને સ્વભાવથી જુઓ અને
પર્યાયને સ્વભાવથી જુઓ. તમારો પ્રતાપ છે સાહેબ.

00:25:37.055 --> 00:25:45.656
ઉત્તર:- નિશ્ચયનયથી આવો છે, તેથી શું?
એના સ્વભાવથી જુઓ ને?
નયનું આલંબન છોડી દે. આહાહા!

00:25:45.680 --> 00:25:49.776
નયનું આલંબન કહો કે
ઈન્દ્રિયજ્ઞાન કહો, એક જ છે.

00:25:49.800 --> 00:25:57.026
'ઈંદ્રિયજ્ઞાન તે જ્ઞાન નથી’ એ આવ્યું એમાં,
કેમ કે નયો ઈન્દ્રિયજ્ઞાનમાં હોય.

00:25:57.051 --> 00:26:02.659
માનસિક જ્ઞાનમાં નય હોય,
અતીન્દ્રિયજ્ઞાનમાં નય ન હોય.

00:26:02.684 --> 00:26:11.093
મુમુક્ષુ:- બહુ સ્પષ્ટ વાત.
ઉત્તર:- આ પ્રસંગ છે ને?
એટલે એના લગતું બધું આવે.

00:26:11.118 --> 00:26:19.028
કેમ આનો (<b>દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ</b>નો)
જન્મ થયો એમ.

00:26:19.053 --> 00:26:26.495
મુમુક્ષુ:- બરાબર ટાઈમે બહાર
આવી સાહેબ, બિલકુલ.
ઉત્તર:- (હા). આ કેવળ અભ્યાસી માટે છે.

00:26:26.520 --> 00:26:32.536
આ પુસ્તક બીજો કોઈ વાંચે તો
એની ચાંચ પણ ડૂબે નહિ, કે 'શું આમાં છે?’.

00:26:32.560 --> 00:26:45.399
મુમુક્ષુ:- કઠિન લાગે, ખ્યાલ ન આવે.
ઉત્તર:- હા! ખ્યાલ ન આવે કે
'આ લખાણ કરવાનું પ્રયોજન શું હતું?’.

00:26:45.424 --> 00:26:53.788
પણ અભ્યાસીને ખ્યાલ આવે કે
નયોના વિકલ્પમાં હું અટકયો હતો. આહાહા!

00:26:53.813 --> 00:27:01.374
વ્યવહારનયે પરને જાણું છું,
નિશ્ચયનયે સ્વને જાણું છું,
એવા વિકલ્પ, તેથી શું?

00:27:01.399 --> 00:27:09.126
અથવા વિધિ-નિષેધ, નિશ્ચયનયે સ્વને જાણું છું
અને પરને જાણતો નથી, તેથી શું?

00:27:09.151 --> 00:27:11.656
મુમુક્ષુ:- તેથી શું? તન્મય તો થયો નહિ.
ઉત્તર:- તન્મય તો થયો નહિ.

00:27:11.680 --> 00:27:23.484
મુમુક્ષુ:- ઇલાબેન કહે છે કે હું શુદ્ધ છું,
જ્ઞાયક છું, અભેદ છું એમાં આવ્યો
તો નિશ્ચયના પક્ષમાં આવ્યો, પણ તેથી શું?

00:27:23.518 --> 00:27:26.136
ઉત્તર:- પક્ષમાં આવ્યો (પણ) તેથી શું?
મુમુક્ષુ:- તન્મય તો થયો નહિ.

00:27:26.160 --> 00:27:30.098
ગુરુદેવની વાણીનું કહે છે.
ગુરુદેવની વાણી પોતે પોતાના ભાવથી વાંચે છે.

00:27:30.123 --> 00:27:39.376
ઉત્તર:- સાચી વાત છે. ખરેખર કેન્સરના
રોગથી, દુ:ખથી ઘણો ઘેરાયેલો છે જીવ અત્યારે

00:27:39.400 --> 00:27:52.976
પણ પુરુષાર્થ ઉપડી ચૂક્યો છે અને નીકળી જશે.
થોડા ટાઈમમાં નીકળી જશે. આહાહા!

00:27:53.000 --> 00:28:02.805
આ સત્ જેને બેઠું એને ભવ ન હોય.
મુમુક્ષુ:- ન હોય. (ભવ) હોય જ નહિ. બરાબર.

00:28:02.830 --> 00:28:10.336
ઉત્તર:- ભલે સમ્યગ્દર્શન ન થયું હોય
પણ તત્ત્વ બેઠું છે ને? આહાહા!
સત્તનો પક્ષ છે ને?

00:28:10.360 --> 00:28:20.601
સત્તનો પક્ષ છે ને એ પક્ષાતિક્રાંત થાય.
અસત્તના પક્ષમાં પક્ષાતિક્રાંત ન આવે,
વારો ન આવે.

00:28:20.626 --> 00:28:36.923
ઓલો થઈ જાય. હું નિરાલંબી છું. આહાહા!
કઈ નયે નિરાલંબી?
સ્વભાવથી જ નિરાલંબી છું.

00:28:36.948 --> 00:28:47.113
દ્રવ્ય તો પરનું આલંબન ન લે, પણ જ્ઞાન
પરનું આલંબન ન લે, જ્ઞાનનો સ્વભાવ
જ નથી, એ પણ નિરાલંબી છે.

00:28:47.138 --> 00:28:56.140
સામાન્ય એવું વિશેષ હોય,
આત્મા નિરાલંબી
તો આત્માનું જ્ઞાન પણ નિરાલંબી છે.

00:28:56.165 --> 00:29:05.336
એને શાસ્ત્રનું અવલંબન ન હોય.
અવલંબન લે તો એ જ્ઞાન નથી.

00:29:05.361 --> 00:29:09.176
મુમુક્ષુ:- એટલે પ્રત્યક્ષ જ્ઞાતા છે.
ઉત્તર:- પ્રત્યક્ષ જ્ઞાતા છે.

00:29:09.200 --> 00:29:15.459
સ્વભાવ વડે જ આત્મા જાણી શકાય છે
માટે આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે. આહાહા!

00:29:15.484 --> 00:29:32.552
નિરાલંબી તત્ત્વ છે. એ જેમ બહેન બોલે છે,
અરિહંતનો દેહ સ્વયં, (બહેન) બોલો છો ને
નિરાંલબી અરિહંતનો દેહ.

00:29:32.577 --> 00:29:47.657
મુમુક્ષુ:- <b>ઊંચે ચતુરાંગુલ જિન રાજે, </b>
<b>ઈંદ્રો, નરેન્દ્રો, મુનિનાથ પૂજે; </b>

00:29:47.682 --> 00:30:03.096
<b>જેવું નિરાલંબન આત્મ દ્રવ્ય, </b>
<b>તેવો નિરાલંબન જિનદેહ. </b>
(શ્રી સમવસરણ સ્તુતિ)

00:30:03.120 --> 00:30:05.456
ઉત્તર:- ત્યાંથી ન ઉપાડયું,
અહીંથી (પોતાથી) ઉપાડયું.

00:30:05.480 --> 00:30:10.009
જેવો આ (આત્મા) નિરાલંબી છે
એવો એનો દેહ પણ નિરાલંબી છે.

00:30:10.034 --> 00:30:14.936
એ કમળના ફૂલને અડે નહિ. આહાહા!
ઉપર અધ્ધર જ રહે છે.

00:30:14.960 --> 00:30:20.118
મુમુક્ષુ:- દેહને નિરાલંબી સમજાવવા માટે
અહીંયાં આત્માનું દૃષ્ટાંત આપ્યું.

00:30:20.143 --> 00:30:28.856
ઉત્તર:- આહાહા! જેમ શુદ્ધાત્મા
નિરાલંબી છે એમ ઉપયોગ પણ
જે પ્રગટ થાય છે, (તે) નિરાલંબી છે.

00:30:28.880 --> 00:30:34.490
એ આલંબન લેવા જાય તો
જ્ઞાનનું અજ્ઞાન થઈ જાય છે. આહાહા!

00:30:34.515 --> 00:30:39.802
કેમ કે જેવું સામાન્ય અંશ એવો વિશેષ હોય.
ધર્મી એવો ધર્મ હોય.

00:30:39.827 --> 00:30:50.769
ત્રિકાળી દ્રવ્ય નિરાલંબી
તો જ્ઞાન પણ (નિરાલંબી જ છે),
એને કોઈનું આલંબન નથી. આહાહા!

00:30:50.794 --> 00:30:58.127
હમણાં ભાઈ આવ્યા ઘેરે, ત્યારે નિરાલંબીનું
વિચારણા ચાલતું હતું. એને મોઢે કહ્યું.

00:30:58.152 --> 00:31:11.402
મને કહે કે આ તો મને તો મળી ગયું.
નિરાલંબી તત્ત્વ, કોઈનું આલંબન છે નહિ આત્માને.
આહાહા! સ્વભાવથી જ નિરાલંબી છે.

00:31:11.427 --> 00:31:15.296
જ્ઞાનને પહેલા આલંબન હોય?
કે નહિ, પહેલા કે પછી, આલંબન જ ન હોય.

00:31:15.320 --> 00:31:20.948
જ્ઞાન(ને આલંબન) જ ન હોય.
ત્યાંથી શરૂઆત કર તું.

00:31:20.973 --> 00:31:30.816
જ્ઞાન કહેવું અને એને પરનું આલંબન?
એ હોય જ નહિ, નિરપેક્ષ તત્ત્વ છે.
ભૂતાર્થનયથી જાણ જ્ઞાનને તો નિરાલંબી દેખાશે.

00:31:30.840 --> 00:31:40.616
ત્રિકાળી દ્રવ્ય તો નિરાલંબી છે પણ
જે ઉપયોગમાં આત્મા જણાય છે
એ પણ નિરાલંબી છે. આહાહા!

00:31:40.640 --> 00:31:50.376
ત્યાં સુધી છે કે, ઉપયોગ એવો નિરાલંબી છે કે
શુદ્ધાત્માનો આશ્રય લે તો શુદ્ધ થાય,
એવું પણ આલંબન એને નથી.

00:31:50.400 --> 00:32:04.723
સત્ અહેતુક છે, પર્યાયમાં પણ.
અંદરમાં એટલું બધું છે.

00:32:04.748 --> 00:32:11.123
આ છેલ્લી કોટિની વાત છે.
અભ્યાસી જીવો વિકલ્પમાં અટક્યા છે,
નયોના વિકલ્પમાં.

00:32:11.148 --> 00:32:22.523
અને જેમ સર્વજ્ઞ ભગવાને કહ્યું એ રીતે,
એનાથી વિપરીત વિચારે તો તો ખોટો છે.
એની વાત જ નથી, એની તો વાત જ નથી.

00:32:22.548 --> 00:32:29.736
આગમ પ્રમાણે નયોથી જ્ઞાન કરે છે
પણ નયોની વિકલ્પ જાળમાં (ફસાય ગયો છે).

00:32:29.760 --> 00:32:35.461
હે ભગવાન! તારી ઈન્દ્રજાળ છે આ.
ધ્યાનાવલી છે ને? આહાહા!

00:32:35.486 --> 00:32:43.623
ધર્મધ્યાન અને શુકલધ્યાન,
આ ધ્યાનાવલી તો આત્મામાં છે જ નહિ.
કોણે કહ્યું આ?

00:32:43.648 --> 00:32:49.269
કોણે કહ્યું કે શુકલધ્યાન અને ધર્મધ્યાન
આત્મામાં છે? એમ કહેનાર કોણ છે?

00:32:49.294 --> 00:33:02.627
અમે તો શુદ્ધાત્માની સન્મુખ થઈને
ત્રિકાળી દ્રવ્યને જોયું, તો એમાં કોઈ
ધ્યાનની પર્યાય તો દેખાતી નથી. આહાહા!

00:33:02.652 --> 00:33:28.607
કેમ કે નાસ્તિ છે ને ધ્યાનની?
ધ્યેયમાં ધ્યાનની નાસ્તિ છે એવી ધ્યેયની અસ્તિ છે,
એનો અનુભવ એ મસ્તી! નિરાલંબી છે. આહાહા!

00:33:28.632 --> 00:33:51.882
 મુનિરાજ કહે છે કે આ કુટુંબ-કબીલા તારી
ધૂતારાની ટોળી છે, ફસાઈશ નહિ (શ્રી સોમદેવ,
યશસ્તિલક ચંપૂ. અધિકાર બીજો, શ્લોક-૧૧૯). આહાહા!

00:33:51.907 --> 00:34:10.000
તિરસ્કાર નહિ કોઈની પ્રત્યે,
પણ સજાગ થઈ જા જે,
તારું કામ કાઢી લે જે, બસ.

00:34:10.025 --> 00:34:32.663
થઈ ગયો ટાઈમ. એકાદી, એક ભક્તિ નાની
આજે ઘણા દિવસે (લ્યો). હેં? બરાબર છે?
જે લેવું હોય એ લ્યો. બહુ સારું.

00:34:32.688 --> 00:34:49.296
મુમુક્ષુ:- प्रभु मैं हो गया भव से पार,
गुरुजी तेरो अनंत उपकार,

00:34:49.320 --> 00:35:03.171
बंध-मोक्ष से रहित ज्ञानमय,
एक ज्ञायक देखा सार,

00:35:03.196 --> 00:35:19.357
प्रभु मैं हो गया भव से पार,
गुरुजी तेरो अनंत उपकार।

00:35:19.382 --> 00:35:36.254
अनंत शक्तिमय ध्रुव चिन्मय,
अभेद ज्ञायक ज्ञायक तन्मय,

00:35:36.279 --> 00:35:49.775
सदा ज्ञानमय स्वयं ज्ञानमय,
हूँ बस जाननहार,

00:35:49.800 --> 00:36:07.000
प्रभु मैं हो गया भव से पार,
गुरुजी तेरो अनंत उपकार।

00:36:07.025 --> 00:36:23.640
सिद्ध प्रभु ज्यों ज्ञाता-द्रष्टा,
मैं भी जानन-देखनहार ही,

00:36:23.665 --> 00:36:36.846
पूर्ण-अपूर्ण का प्रश्न नहीं कुछ,
केवल जाननहार,

00:36:36.871 --> 00:36:53.829
प्रभु मैं हो गया भव से पार,
प्रभु मैंने देखा समय का सार।

00:36:53.854 --> 00:37:19.288
ज्ञायक तो बस ज्ञायक ही है,
ज्ञायक तो बस ज्ञायक ही है,
ज्ञान-ज्ञेय सब ज्ञायक ही है,

00:37:19.313 --> 00:37:32.825
ज्ञान-ज्ञेय में भेद नहीं कुछ,
एक अभेद जाननहार,

00:37:32.850 --> 00:37:51.469
प्रभु मैं हो गया भव से पार,
प्रभु मैंने जानो है जाननहार।

00:37:51.494 --> 00:38:18.348
ज्ञायक पर को नहीं जानता,
ज्ञायक पर को नहीं जानता,
ज्ञायक ज्ञायक को ही जानता,

00:38:18.373 --> 00:38:25.123
ये दोनों तो नय पक्ष हैं।

00:38:25.148 --> 00:38:39.952
ઉત્તર:- બેય... ज्ञायक नयों से पार,
प्रभु मैं हो गया भव से पार। એ આમાં
(<b>દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ</b>માં) લખ્યું છે.

00:38:39.977 --> 00:38:49.856
મુમુક્ષુ:- प्रभु मैं हो गया भव से पार,
प्रभु मैं हो गया भव से पार।

00:38:49.880 --> 00:38:54.376
ઉત્તર:- બેય નયપક્ષ છે,
એક અસદ્ભૂત વ્યવહાર, એક સદ્ભૂત વ્યવહાર.

00:38:54.400 --> 00:39:03.296
મુમુક્ષુ:- ज्ञायक पर को नहीं जानता।
ઉત્તર:- ઓલું કવ્વાલીમાં આવે છે ને, શું?
શું આવે છે?

00:39:03.320 --> 00:39:07.952
મુમુક્ષુ:- फिर से कहो। ए जी क्या कहा?
(ભેદજ્ઞાન-ભજનાવલી, આધ્યાત્મિક ભજન-૧૨)
ઉત્તર:- ए जी क्या कहा? બસ એ.

00:39:07.977 --> 00:39:27.907
ભરતભાઈએ કહ્યું ફરીથી.
મુમુક્ષુ:- ज्ञायक पर को नहीं जानता,
ज्ञायक ज्ञायक को ही जानता,

00:39:27.932 --> 00:39:45.536
ये दोनों तो नय पक्ष हैं।
ઉત્તર:- ये दोनों तो नय पक्ष हैं,
ज्ञायक नयों से पार,

00:39:45.560 --> 00:39:59.240
प्रभु मैं हो गया भव से पार,
प्रभु मैं हो गया भव से पार।

00:39:59.265 --> 00:40:12.656
गुरुजी तेरो अनंत उपकार,
प्रभुजी तेरो अनंत उपकार।

00:40:12.680 --> 00:40:25.217
મુમુક્ષુ:- ज्ञानमयी बस ज्ञानमयी हूँ,
सब कुछ मेरा ज्ञानमयी है,

00:40:25.242 --> 00:40:38.748
गुरु ही मेरा ज्ञानमयी है,
भक्ति आप की ज्ञानमयी है,

00:40:38.773 --> 00:40:50.536
ज्ञेय नहीं बदले अब मेरा,
निज में ही स्थिरता धार,

00:40:50.561 --> 00:41:15.665
ઉત્તર:- प्रभु मैं हो गया भव से पार,
गुरुजी तेरो अनंत उपकार,
प्रभुजी तेरो अनंत उपकार।

00:41:15.690 --> 00:41:21.765
આમાં એ જ છે.
પરને જાણું છું એ પણ નયપક્ષ. આહાહા!

00:41:21.790 --> 00:41:33.698
જ્ઞાયક જ્ઞાયકને જાણે છે,
પોતે પોતાને જાણે છે,
એ પણ નયપક્ષ છે.

00:41:33.723 --> 00:41:44.929
નયોથી સમજાવવામાં આવે છે,
બીજો ઉપાય નથી.
નયથી અનુભવ ન થાય.

00:41:44.954 --> 00:41:57.352
આ અભ્યાસી હશે ને, એ જ સમજશે.
બાકી 'આમાં શું કહેવા માગે છે?’,
એની ચોંચ (ચાંચ) નહિ ડૂબે કે 'શું કહે છે આ?’. હેં?

00:41:57.377 --> 00:42:04.519
પણ હવે તો ગુરુદેવે ઘણો અભ્યાસ
કરાવ્યો છે, નયોથી (પાર થવાનું). આહાહા!

00:42:04.544 --> 00:42:07.336
આ જે બે પુસ્તક છે ને એ
વિદ્વાનો માટે છે ખાસ છે,

00:42:07.360 --> 00:42:28.563
<b>ઈન્દ્રિયજ્ઞાન....જ્ઞાન નથી</b> એને જ્ઞાન માને છે
અને આ (<b>દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ</b>)
નયની ઈન્દ્રજાળમાં ફસાણો છે (એના માટે છે).

00:42:28.588 --> 00:42:35.976
મુમુક્ષુ:- ગુરુદેવની વાણીને આપ આગળ
વધારો છો, એની સુરક્ષા કરો છો. એમના
તીર્થ ઉપર આપના સ્થાપનાના કળશ ચઢાવો છો.

00:42:36.000 --> 00:42:42.779
મુમુક્ષુ:- સાચી વાત છે.
મુમુક્ષુ:- આ વાણી આપની
પંચમકાળના છેડા સુધી રહેશે.

00:42:42.804 --> 00:42:48.246
ઉત્તર:- લોકોને ઉપયોગમાં આવશે,
વાત સાચી છે.

00:42:48.271 --> 00:42:57.416
માલ તો ગુરુદેવનો જ છે. એનું જ સ્પષ્ટીકરણ
ચાલે છે, કોઈ નવી વાત નથી કરી અમે. આહાહા!

00:42:57.440 --> 00:43:03.211
મુમુક્ષુ:- પણ અનુભવની આવી સરળ વિધિ આમાં
ભરેલી છે એટલે અનુભવ થઈ જશે લોકોને વાંચતા.

00:43:03.236 --> 00:43:10.377
ઉત્તર:- હા, અનુભવ થશે.
નયોના વિકલ્પ છૂટી જશે.

00:43:10.402 --> 00:43:34.729
નયોના વિકલ્પની એને અધિકતા નહિ રહે,
'આ તો વિકલ્પ છે, એમાં કાંઈ છે નહિ’.
મુમુક્ષુ:- બહુ સરસ! આમાં ખૂબ સરસ.

00:43:34.754 --> 00:43:44.296
ઓલુ શ્રીમદ્જીનું છે ને છેલ્લે, બહુ સરસ છે.
શ્રીમદ્જીનું આમાં, પ્રસ્તાવનામાં
શ્રીમદ્જીનું આ એટલું બધું સરસ.

00:43:44.320 --> 00:43:48.056
ઉત્તર:- એક-એક ધર્મને, એ ને?
એ સારું છે. બહુ સારું છે.

00:43:48.080 --> 00:43:53.776
મુમુક્ષુ:- એ જ વાત આપે ફરમાવી
આમાં અંદરમાં કે એક-એક ધર્મને જાણશે
તો બીજાને જાણવાની ઈચ્છા રહેશે,

00:43:53.800 --> 00:43:57.536
આકુળતા રહેશે, તૃપ્તિ નહિ થાય.
અનુભવ નહિ થાય.

00:43:57.560 --> 00:44:04.259
ઉત્તર:- ધર્મીને જાણતાં અનંત ધર્મો એક સમયમાં
જણાઈ જાય. કાંઈ જાણવું બાકી રહેતું નથી.

00:44:04.284 --> 00:44:13.054
એ રીતે જ ધર્મ જણાય,
ધર્મના લક્ષે ધર્મ ન જણાય.
ધર્મના લક્ષે ધર્મ ન જણાય. આહાહા!

00:44:13.079 --> 00:44:18.216
ધર્મીના લક્ષે (ધર્મ જણાય),
(ધર્મના) લક્ષ વિના,
એની (ધર્મની) સન્મુખ થયા વિના.

00:44:18.240 --> 00:44:23.984
અભેદની સન્મુખ થતા
ભેદો બધા જણાઈ જાય છે.

00:44:24.008 --> 00:44:29.616
એક અભેદની સન્મુખ થતા
બધા ભેદો જણાઈ જાય છે.

00:44:29.640 --> 00:44:37.944
એક અરીસાની સામે જોતા, એક લાખ વસ્તુ
સામે પડી હોય. એક લાખ વસ્તુને
આમ-આમ જુઓ તો કેટલો ટાઈમ જાય?

00:44:37.969 --> 00:44:44.816
અરીસાની સામે જુઓ તો?
મુમુક્ષુ:- બધું એક સાથે. જોયા વગર જોવાઈ જાય.
ઉત્તર:- જોયા વગર જોવાઈ જાય,

00:44:44.840 --> 00:44:51.044
લક્ષ વગર જણાઈ જાય,
જાણવાના લોભ વગર જણાઈ જાય.

00:44:51.069 --> 00:45:09.908
લોકાલોક જણાઈ જાય પણ જાણવાનો
લોભ નથી અને જણાયા વગર રહેતું નથી
અને એને જાણતો પણ નથી. એવી વસ્તુ છે.

00:45:09.932 --> 00:45:18.736
થઈ ગયો ટાઈમ, ૧૧ વાગ્યા.
મુમુક્ષુ:- પરમકૃપાળુ શ્રી સદગુરુદેવનો જય હો!
કહાન કિરણ લાલનો જય હો!

00:45:18.760 --> 00:45:26.601
લાલની દિવ્ય દેશના જયવંત વર્તો,
જયવંત વર્તો, જયવંત વર્તો!

00:45:26.626 --> 00:45:29.856
ઉત્તર:- આ જે બહેન બોલ્યા ને,
એ (ગુરુદેવનો બોલ) આમાં(ફોટોમાં) છે.

00:45:29.880 --> 00:45:37.168
સિદ્ધ ભગવાન જેમ જાણનાર-દેખાનાર છે
એમ તું (પણ) જાણનાર-દેખનાર (જ) છો. અધૂરા-પૂરાનો
પ્રશ્ન જ નથી (દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર બોલ ૨૦).

00:45:37.193 --> 00:45:49.376
આ તો ગુરુદેવના જ પ્રતાપ છે.
મુમુક્ષુ:- પંચમકાળે ચમત્કાર થઈ ગયો છે,

00:45:49.400 --> 00:45:52.256
ગુરુદેવની અહીં પધરામણી થઈ,
પંચમકાળે ચમત્કાર થઈ ગયો છે.

00:45:52.280 --> 00:45:56.760
ઉત્તર:- ચમત્કાર છે આ.
મુમુક્ષુ:- વિદેહની વાણી અહીં આવી ગઈ છે.
ગુરુદેવની અહીં પધરામણી થઈ છે.