﻿WEBVTT LA407

00:01:04.035 --> 00:01:17.010
પાનું ૧૦. 
<b>દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ</b> 
પાનું ૧૦ બોલો.

00:01:17.035 --> 00:01:32.296
મુમુક્ષુ:- <b>જેટલા નય છે તેટલા શ્રુતજ્ઞાનરૂપ છે; 
શ્રુતજ્ઞાન પરોક્ષ છે, અનુભવ પ્રત્યક્ષ છે; તેથી</b>.

00:01:32.320 --> 00:01:38.449
ઉત્તર:- એટલે નયથી આત્માનો
અનુભવ ન થાય કેમ કે નયજ્ઞાન પોતે પરોક્ષ છે.

00:01:38.474 --> 00:01:49.336
અને અનુભવ થાય ત્યારે નયજ્ઞાન ન હોય,
પ્રત્યક્ષજ્ઞાન, અતીન્દ્રિયજ્ઞાન પ્રગટ થાય,
માટે તે પ્રત્યક્ષ છે. <b>તેથી</b>…

00:01:49.360 --> 00:02:03.026
મુમુક્ષુ:- <b>તેથી શ્રુતજ્ઞાન વિના જે જ્ઞાન છે</b>.
ઉત્તર:- આહાહા! ઈન્દ્રિયજ્ઞાન વિના જે જ્ઞાન છે,
અતીન્દ્રિયજ્ઞાન છે, <b>તે પ્રત્યક્ષ અનુભવે છે</b>.

00:02:03.051 --> 00:02:20.416
ફરીથી <b>તેથી શ્રુતજ્ઞાન વિના</b>, એટલે માનસિક
જ્ઞાન વિના, ઈન્દ્રિયજ્ઞાન વિના, <b>જે</b> અતીન્દ્રિય
<b>જ્ઞાન છે તે પ્રત્યક્ષ અનુભવે છે</b> આત્માને.

00:02:20.440 --> 00:02:42.203
ઈન્દ્રિયજ્ઞાન આત્માને અનુભવી શકતું નથી
કેમ કે પરોક્ષ છે. આગળ. <b>તેથી</b>, <b>તેથી</b>…

00:02:42.228 --> 00:02:56.498
મુમુક્ષુ:- <b>તેથી પ્રત્યક્ષપણે અનુભવતો
થકો જે કોઈ શુદ્ધ સ્વરૂપ આત્મા
તે જ જ્ઞાનપુંજ વસ્તુ છે, એમ કહેવાય છે.</b>

00:02:56.523 --> 00:03:02.982
ઉત્તર:- <b>એમ કહેવાય છે.</b> બસ!
ઈન્દ્રિયજ્ઞાનને છોડીને અંતરમુખ થઈ
અતીન્દ્રિયજ્ઞાનથી જે આત્માને અનુભવે,

00:03:03.007 --> 00:03:09.849
તેને <b>શુદ્ધ સ્વરૂપ આત્મા
તે જ જ્ઞાનપુંજ વસ્તુ છે</b>.

00:03:09.874 --> 00:03:22.491
જ્ઞાન એટલે અતીન્દ્રિયજ્ઞાનમયી
એમ કહેવાય છે. બરાબર. આગળ.

00:03:22.516 --> 00:03:26.576
મુમુક્ષુ:- <b>પૂ. ભાઈશ્રીએ
પરમ કરૂણા કરી ફરમાવ્યું કે,</b>

00:03:26.600 --> 00:03:36.456
<b>'હે ભવ્યો! અમારો આશય તો, 
બધા નયાતીત થાઓ, 
પરમાનંદને પામો એટલો છે'.</b>

00:03:36.480 --> 00:03:46.887
<b>તેથી સ્વભાવ પ્રાપ્તિની રીત નયોથી જુદી છે.</b>
ઉત્તર:- આખી રીત જ જુદી છે.

00:03:46.912 --> 00:03:58.697
નયમાં અટકી ગયા હોય તો નયથી અનુભવ થતો નથી,
જ્ઞાનથી અનુભવ થાય છે. આગળ.

00:03:58.722 --> 00:04:12.857
મુમુક્ષુ:- <b>શ્રીમદ રાજચંદ્રજીએ પણ
આ રહસ્ય પત્ર નં. ૨૦૮, વર્ષ ૨૪ મું, 
મુંબઈ મહા વદ-૩૦ ૧૯૪૭ - માં દર્શાવ્યું છે.</b>

00:04:12.882 --> 00:04:18.570
ઉત્તર:- ઓગણીસસેં ને સુડતાળીસે, 
સમકિત શુદ્ધ પ્રકાશ્યું રે
(ધન્ય રે દિવસ, રાજપદ, શ્રીમદ રાજચંદ્રજી).

00:04:18.594 --> 00:04:28.896
૧૯૪૭ની સાલમાં જ્યારે એને સમ્યગ્દર્શન થયું.
સમ્યગ્દર્શન થયા પછીનું આ લખાણ છે.

00:04:28.920 --> 00:04:34.894
પોતે લખે છે
ઓગણીસસેં ને સુડતાળીસે, સમકિત શુદ્ધ પ્રકાશ્યું રે!

00:04:34.920 --> 00:04:44.091
એટલે વ્યવહાર સમકિત તો
થઈ ગયું હતું પહેલા - નિર્ણય,
પણ પ્રત્યક્ષ અનુભવ હવે થયો ૪૭ માં.

00:04:44.116 --> 00:04:53.210
અને એ સમ્યગ્દર્શન પછીનું આ લખાણ છે.
આ લખાણ બહુ ઊંચું છે, ઘણું ઊંચું છે.

00:04:53.235 --> 00:04:58.585
આ લખાણને જો ખ્યાલમાં રાખે
તો આમાં ક્યાંય એને વિરોધ નહિ લાગે.

00:04:58.610 --> 00:05:04.816
આ લખાણને મુખ્ય રાખવું જોઈએ,
બહુ સ્પષ્ટ કર્યું છે આમાં.

00:05:04.840 --> 00:05:11.382
દસમું પાનું છે મોદી સાહેબ,
નીચેનો છેલ્લો પારો.

00:05:11.407 --> 00:05:20.487
મુમુક્ષુ:- <b>અનંતા નય છે, એકેક પદાર્થ
અનંત ગુણથી અને અનંત ધર્મથી યુક્ત છે.</b>

00:05:20.512 --> 00:05:28.343
ઉત્તર:- સહિત છે. અનંત ગુણથી સહિત છે
અને અનંત ધર્મોથી પણ સહિત છે.

00:05:28.368 --> 00:05:32.936
ગુણ નિરપેક્ષ હોય છે અને
ધર્મ સાપેક્ષ હોય છે.

00:05:32.960 --> 00:05:37.616
જ્ઞાન, દર્શન, ચારિત્ર ગુણ હોય,
એની પર્યાય હોય.

00:05:37.640 --> 00:05:46.195
અને ધર્મ સાપેક્ષ છે, એ ધર્મ છે પણ
એની પર્યાય ન હોય, ધર્મને પર્યાય ન હોય.

00:05:46.220 --> 00:05:54.328
ધર્મના બે પ્રકાર, એક દ્રવ્ય અપેક્ષિત ધર્મ
જેમકે દ્રવ્ય નિત્ય છે.

00:05:54.353 --> 00:06:07.228
આ એક મુદ્દાની વાત છે. શું કહે છે?
કેટલાક ભાઈઓને સંકડાશ થતી હોય

00:06:07.253 --> 00:06:16.976
તો બે-ત્રણ ભાઈઓ અહીં આવી શકે છે.
આવી શકે છે અહીંયાં.
અહીંયાં આવે, જગ્યા ખાલી છે.

00:06:17.000 --> 00:06:25.039
ભાઈઓ! જગ્યા ઘણી છે જેટલા આવે
એટલા સમાઇ જાય.

00:06:25.064 --> 00:06:29.037
સિદ્ધ લોકમાં તો, એક ત્યાં અનંત.

00:06:29.062 --> 00:06:34.001
મુમુક્ષુ:- એક સિદ્ધમાં સિદ્ધ અનંત જાણ.
સત્તા બધાની જુદી-જુદી ઓળખ.

00:06:34.026 --> 00:06:42.466
ઉત્તર:- સત્તા જુદી-જુદી પણ એકમાં અનંત.
અરૂપી છે ને? એટલે કાંઈ જગ્યા નથી જોતી એને.

00:06:42.491 --> 00:06:48.366
મુમુક્ષુ:- સમવસરણમાં પણ સંકડાશ ન પડે.
ઉત્તર:- સમવસરણમાં સંકડાશ ન પડે.
ગમે એટલા માણસો આવે (તેટલા) સમાઈ જાય.

00:06:48.391 --> 00:06:57.776
એવો અતિશય છે ને ત્યાંનો, તીર્થંકરનો. આહાહા!
પુણ્ય પ્રકૃતિ છે. આ એકદમ મુદ્દાની વાત છે.

00:06:57.800 --> 00:07:07.422
<b>અનંતા નય છે,</b>
નય છે, તે જ્ઞાનનો એક અંશ છે.

00:07:07.447 --> 00:07:13.520
નય છે, તે પ્રમાણજ્ઞાનનો એક
અંશનું નામ નય છે.

00:07:13.545 --> 00:07:18.536
<b>એકેક પદાર્થ</b>, હવે,
એકેક (એટલે) છએ દ્રવ્ય લઈ લેવા, બધા.

00:07:18.560 --> 00:07:32.197
<b>એકેક પદાર્થ અનંત ગુણથી અને
અનંત ધર્મથી (યુક્ત)</b> સહિત <b>છે.</b>
જીવમાં અનંતા ગુણો છે અને અનંતા ધર્મો છે.

00:07:32.222 --> 00:07:39.043
 હવે ગુણ અને ધર્મની વ્યાખ્યામાં ફેર છે.
તફાવત એ છે (કે) લક્ષણ ભેદે ભેદ છે.

00:07:39.068 --> 00:07:45.510
ગુણ હોય એની પર્યાય હોય
અને ધર્મ હોય એની પર્યાય ન હોય.

00:07:45.535 --> 00:07:51.651
ગુણ નિરપેક્ષ છે અને ધર્મ સાપેક્ષ છે.
ધર્મ પરસ્પર સાપેક્ષ છે.

00:07:51.676 --> 00:07:57.376
જ્ઞાન ગુણ તો નિરપેક્ષ છે.
અને નિત્ય અને અનિત્ય (ધર્મો છે),

00:07:57.400 --> 00:08:01.964
દ્રવ્ય અપેક્ષિત નિત્ય ધર્મ,
પર્યાય અપેક્ષાએ અનિત્ય ધર્મ.

00:08:01.989 --> 00:08:06.543
પર્યાયનો ધર્મ છે અનિત્ય,
નિત્યપણું દ્રવ્યનો ધર્મ છે.

00:08:06.568 --> 00:08:13.336
હવે દ્રવ્યનો ધર્મ નિત્ય છે એ અનાદિ-અનંત છે.
પર્યાયનો ધર્મ અનિત્ય (છે) એ અનાદિ-અનંત (છે).

00:08:13.360 --> 00:08:20.256
પણ નિત્ય અને અનિત્ય એ ધર્મ છે,
કોઈ દ્રવ્ય અપેક્ષિત, કોઈ પર્યાય અપેક્ષિત.

00:08:20.280 --> 00:08:28.964
એક-અનેક નિત્ય-અનિત્ય આદિ, 
પણ એને પર્યાય ન હોય.
ધર્મને પર્યાય ન હોય, ગુણને પર્યાય હોય, એમ.

00:08:28.989 --> 00:08:37.816
એવા ગુણો અનંતા અને ધર્મો પણ અનંતા,
એ સહિત છે એકેક પદાર્થ. આગળ.

00:08:37.840 --> 00:08:41.816
<b>એકેક ગુણ અને એકેક ધર્મ પ્રત્યે</b>

00:08:41.841 --> 00:08:49.407
એકેક ગુણને જાણનારી એકેક નય અને
એકેક ધર્મને જાણનારી પણ એકેક નય, જુદી-જુદી.

00:08:49.432 --> 00:08:55.499
ગુણ અનંતા, તો એકેક ગુણને જાણનારી
એકેક નય, તો અનંત નય થઈ ગઈ.

00:08:55.524 --> 00:09:01.301
ધર્મ અનંતા, તો એકેક ધર્મને જાણનારી
એકેક નય, તો અનંતી નય થઈ ગઈ.

00:09:01.326 --> 00:09:09.924
સામે વિષય અનંત તો એને વિષય કરનાર
નય પણ અનંત છે, એમ. આહાહા!

00:09:09.949 --> 00:09:14.649
<b>એકેક ગુણ અને એકેક ધર્મ પ્રત્યે
અનંત નય પરિણમે છે;</b>

00:09:14.674 --> 00:09:23.510
એટલે અનંત નય, અનંત ગુણ અને
અનંત ધર્મને જાણે છે. એટલો
જ્ઞેય-જ્ઞાયક(નો) એની સાથે વ્યવહાર છે.

00:09:23.535 --> 00:09:39.176
<b>માટે એ વાટે</b>, <b>માટે એ વાટે
પદાર્થનો નિર્ણય કરવા માગીએ</b> એટલે કે
અનુભવ કરવા માગીએ <b>તો થાય નહિ.</b>

00:09:39.200 --> 00:09:46.914
એકેક નય દ્વારા એકેક ગુણને જાણો,
એકેક નય દ્વારા એકેક ધર્મને જાણો,

00:09:46.939 --> 00:09:54.164
તો અનંતકાળ ચાલ્યો જાય
પણ આત્માનો અનુભવ ન થાય.

00:09:54.189 --> 00:10:04.096
<b>એની વાટ</b> એટલે એનો માર્ગ
<b>કોઈ બીજી હોવી જોઈએ.</b>
એની રીત કાંઈક બીજી હોવી જોઈએ.

00:10:04.120 --> 00:10:12.647
અનંત ગુણ અને અનંત પર્યાયને જાણવાનું જે સાધન
આગમમાં નય કહ્યું, એનાથી કાંઈક જુદું સાધન છે.

00:10:12.672 --> 00:10:16.816
નય દ્વારા એકેક ધર્મને જાણતાં
એને વિકલ્પ ઉત્પન્ન થાય.

00:10:16.840 --> 00:10:21.701
એકને જાણે (તો) બીજું જાણવાનું રહી ગયું,
બીજાને જાણે (તો) ત્રીજું જાણવાનું રહી ગયું,

00:10:21.726 --> 00:10:28.789
તો એમાં એને ઈચ્છા થાય,
આકુળતા ઉત્પન્ન થાય માટે રસ્તો તો બીજો છે.

00:10:28.814 --> 00:10:39.024
<b>એની વાટ કોઈ બીજી હોવી જોઈએ.</b> 
હવે બીજી શું વાટ છે, 
રસ્તો, માર્ગ એ બતાવે છે, વાટ કે માર્ગ.

00:10:39.049 --> 00:10:46.056
<b>ઘણું કરીને આ વાતને
જ્ઞાની પુરુષો જ જાણે છે</b>,

00:10:46.080 --> 00:10:51.696
અજ્ઞાની જાણતા નથી, એમ.
આને આનો રસ્તો શું છે?

00:10:51.720 --> 00:11:01.039
અનંત ગુણ અને અનંત ધર્મ એને એક સમયમાં
કેવી રીતે જણાય? કે એક સમયમાં જણાય.

00:11:01.064 --> 00:11:08.955
નય દ્વારા અનંત સમય જાય તો પણ પૂરું નહિ થાય! 
કેમ કે અનંત ગુણ અને 
અનંત (ધર્મો છે માટે અનંત) નય (છે).

00:11:08.980 --> 00:11:14.736
કાળ અનંત ચાલ્યો જાય એકેક સમય કરીને
તો નહિ જણાય. એની વાટ કોઈક જુદી છે.

00:11:14.760 --> 00:11:22.647
ઈન્દ્રિયજ્ઞાનથી નહિ જણાય, નયજ્ઞાનથી.
નયજ્ઞાન કહો કે ઈન્દ્રિયજ્ઞાન
કહો (કે) માનસિક જ્ઞાન કહો.

00:11:22.672 --> 00:11:34.296
<b>ઘણું કરીને આ વાતને જ્ઞાની પુરુષો જ
જાણે છે; અને તેઓ તે નયાદિક માર્ગ પ્રત્યે</b>,

00:11:34.320 --> 00:11:41.136
આ નયથી આવો છે અને આ નયથી આવો છે
આત્મા, એમ <b> નયાદિક માર્ગ પ્રત્યે</b>.

00:11:41.160 --> 00:11:47.696
(એમા) નય-નિક્ષેપ-પ્રમાણ બધું લઈ લેવાનું,
વિકલ્પાત્મક નય, વિકલ્પાત્મક નિક્ષેપ અને પ્રમાણ.

00:11:47.720 --> 00:11:53.696
<b>નયાદિક માર્ગ પ્રત્યે ઉદાસીન વર્તે છે;</b>
ઉદાસીન વર્તે છે.

00:11:53.720 --> 00:12:03.560
એ ગુણો અનંત છે, અનંત ધર્મો છે,
છે પણ એની એને ઉપેક્ષા વર્તે છે,
ઉદાસીન છે એના પ્રત્યે.

00:12:03.585 --> 00:12:06.803
કેમ કે એ (ગુણો અને ધર્મો)
નય દ્વારા જાણી શકાતા નથી

00:12:06.828 --> 00:12:13.766
એટલે નય પ્રત્યે ઉદાસ અને નયના વિષય
પ્રત્યે પણ ઉદાસ છે, ઉપેક્ષા છે એના પ્રત્યે.

00:12:13.791 --> 00:12:19.518
અને ભગવાન આત્મા પ્રત્યે અપેક્ષા છે અને
અતીન્દ્રિયજ્ઞાનથી એક સમયમાં બધું જણાય.

00:12:19.543 --> 00:12:28.696
જે નય દ્વારા અનંતકાળ જતાં ન જણાય, એ અંતર્મુખ
થઈને અતીન્દ્રિયજ્ઞાનથી જ્યાં આત્માને જાણે છે,

00:12:28.720 --> 00:12:38.180
આત્મા અનુભવે છે, ત્યાં અનંત ગુણ અને
અનંતા ધર્મો એક સમયમાં જણાઈ જાય છે.

00:12:38.205 --> 00:12:50.668
એટલે સવિકલ્પદશામાં આવતાં નયો પ્રત્યે
અને નયોના વિષય પ્રત્યે ઉદાસ છે એ.
ઉપેક્ષા વર્તે છે, અપેક્ષા નથી એની, એમ.

00:12:50.692 --> 00:12:55.896
<b>ઉદાસીન વર્તે છે;
જેથી કોઈ નયનું એકાંત ખંડન થતું નથી</b>,

00:12:55.920 --> 00:13:02.649
નય પ્રત્યે ઉદાસીન છે ને, એ એકાંતે નયનું
ખંડન પણ નહિ અને એકાંતે નયનું મંડન પણ નહિ.

00:13:02.674 --> 00:13:19.972
નયો છે, નયોના વિષય પણ છે, પણ એની ઉપેક્ષા
વર્તે છે અને ભગવાન આત્માની અપેક્ષા વર્તે છે.

00:13:19.997 --> 00:13:27.272
<b>જેટલી જેની યોગ્યતા છે, તેટલી તે નયની
સત્તા જ્ઞાની પુરુષોને સંમત હોય છે.</b>

00:13:27.297 --> 00:13:31.072
લ્યો, એકેક વાકય સોનેરી છે.

00:13:31.097 --> 00:13:35.056
<b>ઓગણીસસેં ને સુડતાળીસે
સમકિત શુદ્ધ પ્રકાશ્યું રે</b>.

00:13:35.080 --> 00:13:40.016
આ સમ્યગ્દૃષ્ટિ થયા પછી
એ નયો પ્રત્યે ઉદાસ છે.

00:13:40.041 --> 00:13:48.318
ઉદાસ એટલે નયોનો જ્ઞાતા છે
પણ નયનો પક્ષપાત નથી.

00:13:48.343 --> 00:13:53.224
આ નયથી જ અનુભવ થાય અને
આ નયથી જ એનું સ્વરૂપ સમજાય 
એવો પક્ષપાત નથી.

00:13:53.249 --> 00:13:58.635
જ્ઞાનથી જણાય એમ કહે છે,
નયથી ન જણાય.

00:13:58.660 --> 00:14:03.197
નયજ્ઞાનમાં વિકલ્પ ઉત્પન્ન થાય,
આકુળતા ઉત્પન્ન થાય, દુ:ખ થાય.

00:14:03.222 --> 00:14:11.720
અને આત્મજ્ઞાનમાં અનાકુળ આનંદ પણ
આવે અને અનંત ધર્મો અને અનંત ગુણોને
એક સમયમાં જાણી લે, યુગપદે અક્રમે.

00:14:11.745 --> 00:14:22.393
જેમ કેવળી ભગવાન એક સમયમાં કેવળજ્ઞાન વડે
અનંત પોતાના ગુણો અને અનંત ધર્મો

00:14:22.426 --> 00:14:28.222
એને એક સમયમાં જાણે છે,
બે સમય ન લાગે.

00:14:28.247 --> 00:14:35.485
એવી રીતે શ્રુતજ્ઞાની પણ જ્યારે સ્વભાવની
સન્મુખ થઈ નિર્વિકલ્પધ્યાનમાં જાય છે,

00:14:35.510 --> 00:14:47.718
અતીન્દ્રિયજ્ઞાન વડે આત્માને જાણે છે,
ત્યારે આત્મામાં રહેલા અનંત ગુણો
અને અનંત ધર્મો એક સમયમાં જણાઈ જાય છે.

00:14:47.743 --> 00:14:54.656
એકેક ગુણને જાણવા જાય અને
એકેક ધર્મને જાણવા જાય તો નયો ઊભી થાય છે.

00:14:54.680 --> 00:14:58.964
નયો ઊભો થતા આત્માનો 
અનુભવ નાશ પામે છે.

00:14:58.989 --> 00:15:05.930
માટે (જ્ઞાની) નયો પ્રત્યે ઉદાસ છે.
આત્માને અનુભવવાનું નય સાધન નથી.

00:15:05.955 --> 00:15:10.007
મુમુક્ષુ:- એકેકને જાણવા જતાં
ઈન્દ્રિયજ્ઞાન જ ઊભું થાય છે.
ઉત્તર:- ઊભું થાય છે.

00:15:10.032 --> 00:15:18.437
કેમ કે એક ધર્મને જાણે તો બીજા અનંત ધર્મોને
જાણવાનું રહી જાય છે, ઈચ્છા ઉત્પન્ન થાય,
ઈચ્છાનો નિરોધ ન થાય.

00:15:18.462 --> 00:15:24.297
અને અંતરમાં જતાં, આત્માને જાણતાં
એક સમયમાં બધું જણાઈ જાય છે,

00:15:24.322 --> 00:15:29.464
એટલે જાણવાનો કોઈ વિષય બાકી ન રહ્યો,
એટલે ઈચ્છા ઉત્પન્ન થતી નથી,

00:15:29.489 --> 00:15:40.385
એટલે અનિચ્છક અને અપરિગ્રહી ક્હ્યો.
અનુભવમાં આ સ્થિતિ છે. આહાહા!

00:15:40.410 --> 00:15:44.718
કોઈ (નય)નું ખંડન કરતો નથી,
કોઈ નયનું મંડન કરતો નથી.

00:15:44.743 --> 00:15:56.815
નયોનો જ્ઞાતા છે છતાં ઉદાસ છે,
એને સાધન માનતો નથી.

00:15:56.840 --> 00:16:05.401
<b>જેટલી જેની યોગ્યતા છે, તેટલી તે
નયની સત્તા જ્ઞાની પુરુષોને સંમત હોય છે.</b>

00:16:05.426 --> 00:16:13.007
નયોનો જ્ઞાતા છે અને નયોનો જે વિષય છે
એનો પણ જ્ઞાતા થઈ ગયો.

00:16:13.032 --> 00:16:23.443
નયનો જ્ઞાતા છે, નયનો જ્ઞાતા છે એટલે? જે
માનસિક જ્ઞાન છે ને, એ નય છે, એનો જ્ઞાતા છે.

00:16:23.468 --> 00:16:28.810
એના પ્રત્યે પણ ઉપેક્ષા છે,
એને એ જ્ઞાન માનતો નથી.

00:16:28.835 --> 00:16:34.368
અને એના દ્વારા જે ધર્મો જણાય
એના પ્રત્યે પણ ઉદાસ છે.

00:16:34.393 --> 00:16:42.536
છે બધું, નયો પણ છે અને એના વિષયો છે, અનંત
ગુણ છે, અનંત ધર્મો છે પણ ઉદાસ છે એના પ્રત્યે.

00:16:42.560 --> 00:16:46.936
જ્ઞાન અને વૈરાગ્ય બે શક્તિ પ્રગટ થઈ ગઈ છે.

00:16:46.960 --> 00:16:51.216
જ્ઞાનશક્તિ એટલે આત્માને
અનુભવે છે જ્ઞાની, તે જ્ઞાનશક્તિ.

00:16:51.240 --> 00:17:06.435
અને જેટલા ધર્મો (અને) ગુણો છે તેને
જાણે છે તટસ્થ રીતે, તટસ્થતા, વીતરાગતા,
એનું નામ ઉદાસીનતા, કોઈ પક્ષપાત નહિ. આહાહા!

00:17:06.460 --> 00:17:16.435
<b>માર્ગ જેને નથી પ્રાપ્ત થયો એવા મનુષ્યો
'નય' નો આગ્રહ કરે છે</b>, એ આગ્રહી છે. આહાહા! 

00:17:16.460 --> 00:17:20.601
ઓલો નયો પ્રત્યે ઉદાસ છે, અનુભવી.

00:17:20.626 --> 00:17:27.468
<b>અને તેથી વિષમફળની પ્રાપ્તિ હોય છે,</b>
અજ્ઞાની જીવને. વિકલ્પ એટલે દુ:ખ થાય.

00:17:27.493 --> 00:17:30.776
<b>કોઈ નય જ્યાં દુભાતો નથી</b>,
ક્યાંથી દુભાય?

00:17:30.800 --> 00:17:41.748
એક સમયમાં અનંત ગુણો અને અનંત ધર્મો, 
એને વિષય કરનારી એકેક નય, 
એને એક સમયમાં જાણી લીધી. આહાહા! 

00:17:41.772 --> 00:17:47.841
નયજ્ઞાનની ઉત્પત્તિ જ ન થઈ,
અતીન્દ્રિયજ્ઞાનની ઉત્પત્તિ થઈ,

00:17:47.866 --> 00:17:56.114
એમાં નયોના સ્વરૂપને અને એના ધર્મોને
જાણી લીધા એણે અંદર જઈને. આહાહા!

00:17:56.139 --> 00:18:01.301
એક ગુણ પ્રત્યે (પણ) ઉપયોગ જાતો નથી
તેમ એક ધર્મ પ્રત્યે (પણ) ઉપયોગ જાતો નથી,

00:18:01.326 --> 00:18:16.672
ધર્મી પ્રત્યે ઉપયોગ લાગેલો છે,
એમાં ધર્મો જણાય જાય છે. આહાહા!

00:18:16.697 --> 00:18:23.016
એકેક ધર્મ પ્રત્યે ઉપયોગ જાતો નથી,
એકેક ગુણભેદ પ્રત્યે ઉપયોગ જાતો નથી. આહાહા!

00:18:23.040 --> 00:18:29.856
સામાન્ય ઉપર જ્યાં ઉપયોગ લાગ્યો, ત્યાં
સામાન્ય-વિશેષ બધું આખું જ્ઞેય, અનંત ગુણાત્મક

00:18:29.880 --> 00:18:37.166
અને અનંત ધર્માત્મક આખું જ્ઞેય,
ધ્યેય પૂર્વક જ્ઞેય થઈ જાય છે,
જણાઈ જાય છે. આહાહા!

00:18:37.191 --> 00:18:42.355
ધ્યેયનું ધ્યાન અને જ્ઞેયનું જ્ઞાન,
સમય એક.

00:18:42.380 --> 00:18:51.466
જ્ઞેય એટલે અંદરનો આ આત્મા જ્ઞેય,
આ છ દ્રવ્ય જ્ઞેય નથી, છ દ્રવ્ય જ્ઞેય નથી.

00:18:51.491 --> 00:18:57.574
છ દ્રવ્ય ધ્યેય પણ નથી અને
છ દ્રવ્ય જ્ઞેય પણ નથી. આહાહા!

00:18:57.599 --> 00:19:05.693
આ તો નિર્વિકલ્પધ્યાનમાં જાય છે આત્મા,
ત્યારે સામાન્ય આત્મા ધ્યેય થાય છે.

00:19:05.718 --> 00:19:12.393
સામાન્ય-વિશેષ આખો આત્મા અનંત ગુણનો પિંડ
અને અનંત ધર્મોનો પિંડ (જણાઈ જાય છે).

00:19:12.418 --> 00:19:21.943
ધર્મો પણ જે રીતે, જે સમયે, જે પર્યાયના,
જ્યાં જેમ છે તેમ જાણી લે છે.

00:19:21.968 --> 00:19:29.168
અધૂરી પર્યાયનો ધર્મ છે તો અધૂરી પર્યાયપણે
જાણે છે એ, પણ એના પ્રત્યે લક્ષ નથી.

00:19:29.193 --> 00:19:38.289
આ વાત કોઈ અપૂર્વ છે, અપૂર્વ છે.
સમજી ગયા? આહાહા!

00:19:38.314 --> 00:19:47.674
નિર્વિકલ્પધ્યાનની વાત, 
સવિકલ્પમાં આવીને આ ધર્માત્મા કહે છે. 
એકાવતારી પુરુષ થઈ ગયા.

00:19:47.699 --> 00:19:52.136
૧૯૪૭ની સાલનું છે આ.
એ વર્ષમાં એને અનુભવ થયો.

00:19:52.160 --> 00:19:56.776
અનુભવ પછીની આ વાત છે,
કે નયોનો જ્ઞાતા, બે નયોનો જ્ઞાતા છે.

00:19:56.800 --> 00:20:10.896
(આ) આવી ગયું (ચર્ચામાં) આપણે કાલે બે નયોમાં,
પછી અનંત નયો આવી ગઈ. આહાહા!

00:20:10.920 --> 00:20:17.101
<b>કોઈ નય જ્યાં દુભાતો નથી</b>
એટલે ખંડન-મંડન નથી. નયોનો જ્ઞાતા થઈ ગયો.

00:20:17.126 --> 00:20:22.296
<b>એવા</b> <b>જ્ઞાનીના વચનને
અમે નમસ્કાર કરીએ છીએ.</b> આહાહા!

00:20:22.320 --> 00:20:30.960
નયોનો જ્ઞાતા થયો છો, નયનો પક્ષપાત નથી.
પક્ષપાત નથી, નયનો જ્ઞાતા છે. આહાહા!

00:20:30.984 --> 00:20:40.301
નયનો જ્ઞાતા છે પણ 
નય સન્મુખ થઈને નહિ,
એ ખૂબી છે.

00:20:40.326 --> 00:20:45.066
એકેક નય તો ખંડજ્ઞાન છે, 
એની સન્મુખ નથી.

00:20:45.091 --> 00:20:54.130
<b>જેણે જ્ઞાનીના માર્ગની ઈચ્છા કરી હોય, 
એવા પ્રાણીએ</b> 
એટલે જેને જ્ઞાની થવું હોય <b>એવા પ્રાણીએ</b>

00:20:54.155 --> 00:21:00.397
<b>નયાદિકમાં ઉદાસીન રહેવાનો
અભ્યાસ કરવો</b>. નયનો પક્ષપાત છોડી દેવો.

00:21:00.422 --> 00:21:08.468
નયો છે, એકેક નય એકેક ધર્મને
વિષય કરે છે. ઠીક છે, બસ! આહાહા!

00:21:08.493 --> 00:21:22.153
પણ એકેક ગુણ અને એકેક ધર્મ પ્રત્યે 
વળીને એને હું જાણું, 
એ મારો સ્વભાવ નથી. આહાહા!

00:21:22.178 --> 00:21:26.274
<b>એવા પ્રાણીએ નયાદિકમાં ઉદાસીન</b>
(એટલે) નય, નિક્ષપ અને પ્રમાણ,

00:21:26.299 --> 00:21:31.441
એમાં ઉદાસ થવું જોઈએ, રહેવું જોઈએ, એમ.
એને સાધન ન માનવું, એમ.

00:21:31.466 --> 00:21:41.336
<b>રહેવાનો અભ્યાસ કરવો;
કોઈ નયમાં આગ્રહ કરવો નહિ અને 
કોઈ પ્રાણીને એ વાટે દુભાવવું નહીં</b>.

00:21:41.360 --> 00:21:47.449
તે નયથી જે સ્વરૂપ કહ્યું હોય
તે સ્વરૂપ સમજી એના પ્રત્યે ઉદાસ થઈ

00:21:47.474 --> 00:21:51.982
અને એ ધર્મનું લક્ષ છોડી અને ધર્મીને જાણો, બસ!

00:21:52.007 --> 00:21:55.697
ધર્મનું લક્ષ છોડીને (ધર્મીને જાણો). આહાહા!

00:21:55.722 --> 00:22:03.656
એટલે ધર્મ રાખ્યો, ધર્મનું લક્ષ છોડાવ્યું
અને ધર્મીનું લક્ષ કરાવ્યું, અને
ધર્મીનું લક્ષ થતા ધર્મોનું જ્ઞાન થઈ ગયું.

00:22:03.680 --> 00:22:15.235
ધર્મોની સન્મુખ થયા વિના,
ધર્મોની સન્મુખ થયા વિના
ધર્મોનું જ્ઞાન ધર્મીને આશ્રયે થાય. આહાહા!

00:22:15.260 --> 00:22:24.070
જેમ, આવે છે દૃષ્ટાંત, દૂધિયું હોય ને,
દૂધિયું કહે ને? દૂધિયામાં તો ઘણી વસ્તુઓ
હોય, એલચી, કેસર, બદામ આદિ.

00:22:24.095 --> 00:22:28.103
તો એ પીએ તો ૧૦૦ ચીજ નાખી હોય,
તો ૧૦૦ (ચીજ)નું એમાં જ્ઞાન થઈ જાય.

00:22:28.128 --> 00:22:34.936
પણ એ સ્વાદ બધાનો આવે, પણ એ જો સ્વાદ વખતે
વિચાર કરવા જાય, કે (આ) એલચીનો સ્વાદ

00:22:34.960 --> 00:22:43.856
અને (આ) કેસરનો સ્વાદ, તો એમાં અનુભવ ન આવે.
પણ અનુભવમાં બધું આવી જાય. આહાહા!

00:22:43.880 --> 00:22:47.216
૧૦૦ છે, એના પ્રત્યે,
એકેક ધર્મ પ્રત્યે જ્ઞાન નથી વળતું.

00:22:47.240 --> 00:22:55.991
મુમુક્ષુ:- નહિ-નહિ, તેનો લક્ષ નથી.
ઉત્તર:- લક્ષ નથી તો સ્વાદ લેતો હોય?
(નહિ, અભેદનો) સ્વાદ લે છે એ તો બસ!

00:22:56.016 --> 00:23:00.012
અતીન્દ્રિયજ્ઞાન અને આનંદના
સ્વાદમાં પડયો છે, બધું જણાઈ જાય.

00:23:00.037 --> 00:23:07.776
બધું જણાઈ જાય,
જાણતો નથી પણ જણાઈ જાય છે.

00:23:07.800 --> 00:23:12.543
<b>એવા પ્રાણીએ નયાદિકમાં ઉદાસીન રહેવાનો
અભ્યાસ કરવો; કોઈ નયમાં આગ્રહ કરવો નહીં</b>

00:23:12.568 --> 00:23:20.536
<b>અને કોઈ પ્રાણીને એ વાટે દુભાવવું નહિ,
અને એ આગ્રહ જેને મટયો છે,</b> આહાહા!

00:23:20.560 --> 00:23:25.776
આગ્રહ મટયો (એટલે) નયનો પક્ષપાત (મટયો).
આગ્રહ એટલે પક્ષપાત.

00:23:25.801 --> 00:23:36.936
<b>મટયો છે, તે કોઈ વાટે પણ પ્રાણીને
દુભાવવાની ઈચ્છા કરતો નથી.</b> ચાલો આગળ.

00:23:36.960 --> 00:23:44.696
મુમુક્ષુ:- <b>આગમનો મર્મ જ્ઞાનીના હૃદયમાં હોય છે.
શ્રી પંચાધ્યાયીકારે પણ કહ્યું છે કે,</b>

00:23:44.720 --> 00:23:53.457
<b>નિશ્ચયનયાવલંબી પણ મિથ્યાદૃષ્ટિ છે,
એ વાતનું રહસ્ય મહનીય ગુરુ જ સમજાવી શકે છે,</b>

00:23:53.482 --> 00:24:02.224
<b>એ વાતનો ધન્ય પળે થયેલી 
પૂજ્ય ભાઈશ્રીના શ્રીમુખે થયેલી ચર્ચા દ્વારા 
પ્રત્યક્ષ અનુભવ થાય છે.</b>

00:24:02.249 --> 00:24:11.312
<b>જે અતિ નિકટ ભવ્ય જીવ 
આ પરમ વીતરાગતામયી ઉત્તમ વચનોને 
માથે ચઢાવશે અને હૃદયમાં ધારશે</b>

00:24:11.337 --> 00:24:18.993
<b>એ અવશ્યમેવ પક્ષાતિક્રાંત થઈ
સાક્ષાત્ જ્ઞાતા થયો થકો પરમાનંદને અનુભવશે</b>

00:24:19.018 --> 00:24:29.656
<b>અને અલ્પકાળમાં પૂર્ણાનંદમયી મુક્તિનો
મહાપાત્ર થશે. ભરતકુમાર ખીમચંદ શેઠ, રાજકોટ.</b>

00:24:29.680 --> 00:24:36.387
ઉત્તર:- હવે આગળ.
મુમુક્ષુ:- <b>'દ્રવ્યસ્વભાવ'.</b>

00:24:36.412 --> 00:24:41.016
ઉત્તર:- આ અહીંયાં સુધી તો પ્રસ્તાવના
થઈ ગઈ. શું આવવાનું છે આમાં,

00:24:41.040 --> 00:24:47.616
એની ભૂમિકા - ક્ષેત્ર-વિશુદ્ધિ. 
એટલે એ ખ્યાલમાં જો આવશે 
તો હવે(નું) ખ્યાલમાં આવશે.

00:24:47.640 --> 00:24:51.555
નહિતર એ ખ્યાલમાં (ન આવે),
એ પ્રવેશદ્વાર કહ્યું ને?

00:24:51.580 --> 00:24:59.948
આમાં પ્રવેશવાનું એક દ્વાર કહ્યું,
ક્ષેત્ર-વિશુદ્ધિ. આહાહા! 

00:24:59.972 --> 00:25:15.957
એમાં શ્રીમદ્નું વાક્ય બહુ સરસ! આહાહા!
જ્ઞાની નયો પ્રત્યે ઉદાસ છે, નયનો આગ્રહ નથી

00:25:15.982 --> 00:25:24.536
એટલે ઈન્દ્રિયજ્ઞાનનો આગ્રહ નથી,
માનસિક જ્ઞાનનો આગ્રહ નથી,
ખંડજ્ઞાનનો આગ્રહ નથી.

00:25:24.560 --> 00:25:33.976
નય છે એ ખંડજ્ઞાન છે.
નયજ્ઞાન છે ને, એ ખંડજ્ઞાન છે.
(એ) એકેક ધર્મને વિષય કરે છે.

00:25:34.001 --> 00:25:45.526
એક નય એક ધર્મને વિષય કરે,
એક નય બધા ધર્મોને વિષય ન કરી શકે,
આવરી ન લે બધા ધર્મોને. આહાહા!

00:25:45.551 --> 00:25:56.296
અને અતીન્દ્રિયજ્ઞાન?
એક સમયમાં આવરી લે,
કાંઈ જાણવું બાકી ન રહે.

00:25:56.320 --> 00:26:03.597
ખંડજ્ઞાન અને અખંડજ્ઞાનમાં મોટો ફેર છે.
નયજ્ઞાનમાં અને અતીન્દ્રિયજ્ઞાનમાં મોટો ફેર છે.

00:26:03.622 --> 00:26:11.201
નયનો વિષય એકેક છે, જ્ઞાનનો વિષય અનંત છે.
એક સમયમાં કોળિયો કરી જાય જ્ઞાન.

00:26:11.226 --> 00:26:15.136
ધ્યેય પૂર્વક જ્ઞેય થાયને,
કાંઈ પણ જાણવાનું બાકી ન રહે.

00:26:15.160 --> 00:26:28.496
અને પોતાની જે પ્રકારે યોગ્યતા 
વર્તમાનમાં ધર્મોની ચાલે છે, 
એ ધર્મોને પણ જાણી લે.

00:26:28.520 --> 00:26:36.415
અબદ્ધને પણ જાણે અને બદ્ધને પણ જાણે,
અકર્તાને જાણે અને કર્તાને (પણ) જાણે,
બધાને જાણે.

00:26:36.440 --> 00:26:45.480
ધર્મો છે ને? કર્તા-ભોક્તા ધર્મો છે.

00:26:45.505 --> 00:26:49.296
આ એવું યોગ્યતા અનુસાર
જેવી જેની યોગ્યતા હોય ધર્મોની...

00:26:49.320 --> 00:26:51.416
મુમુક્ષુ:- એ બધી સંમત હોય છે.
ઉત્તર:- હા, સમંત.

00:26:51.440 --> 00:26:56.936
મુમુક્ષુ:- જે પ્રકારે હોય એ પ્રકારે.
ઉત્તર:- એ પ્રકારે એ જ્ઞાનમાં
સ્વીકાર છે એને. આહાહા!

00:26:56.960 --> 00:27:13.400
અપૂર્ણતા છે, એ અપૂર્ણતા ધર્મને જાણે છે
અને દ્રવ્યનો પૂર્ણ ધર્મ છે,
એેને પણ જાણે છે, એક સમયમાં.

00:27:13.424 --> 00:27:19.612
દ્રવ્યદૃષ્ટિએ પૂર્ણ છું અને
પર્યાય ધર્મથી જોતાં હું અપૂર્ણ છું. આહાહા!

00:27:19.637 --> 00:27:27.476
દ્રવ્યથી જોતાં આનંદનો કંદ છું 
અને પર્યાય ધર્મથી જોતાં 
થોડો આનંદ છે અને થોડું દુ:ખ પણ છે.

00:27:27.501 --> 00:27:32.343
એના તરફ લક્ષ નથી, જણાઈ જાય છે.

00:27:32.368 --> 00:27:46.376
કોઈ અચિંત્ય, નિર્વિકલ્પધ્યાનના કાળમાં
આ રીતે જ્ઞેય થાય એ અચિંત્ય વાત છે.

00:27:46.400 --> 00:28:00.751
એટલે જ્ઞાન સાચું રહે છે,
પર્યાયે સિદ્ધ થઈ ગયો 
એમ ન જાણે સાધક. આહાહા!

00:28:00.785 --> 00:28:10.296
પર્યાયે અપૂર્ણતા છે, તો એ અપૂર્ણ છે
એ ધર્મ છે, એ પર્યાયનો ધર્મ છે,
એ પર્યાયે ધર્મ ધારીને રાખ્યો છે, અપૂર્ણતા.

00:28:10.320 --> 00:28:14.247
થોડી વીતરાગતા અને થોડો રાગ,
એ પર્યાયના ધર્મો છે.

00:28:14.272 --> 00:28:22.770
પર્યાયના જેવા ધર્મો છે એને જ્ઞાન જાણે છે.

00:28:22.795 --> 00:28:25.303
ધર્મો જુદી ચીજ અને ગુણ જુદી ચીજ.

00:28:25.328 --> 00:28:31.696
ગુણમાં રાગ ન હોય.
પર્યાયમાં વીતરાગભાવ અને પર્યાયમાં રાગ હોય.

00:28:31.720 --> 00:28:36.980
સમયવર્તી પર્યાય છે, ગુણ ત્રિકાળવર્તી છે.

00:28:37.005 --> 00:28:43.201
બધું આવી ગયું, અનંત ગુણો અને અનંત પર્યાયો,
આવી ગયું બધું. બધું લઈ લીધું. આહાહા!

00:28:43.226 --> 00:28:52.264
નયો પ્રત્યે ઉદાસ છે. કોઈ નયનું 
એકાંતે ખંડન કે કોઈ (નયનું) એકાંતે મંડન, 
જ્ઞાની કરતો નથી. આહાહા!

00:28:52.289 --> 00:29:05.847
કેમ કે નયમાં કથંચિત્ છે.
કથંચિત્નો જ્ઞાતા છે. આહાહા!

00:29:05.872 --> 00:29:11.936
નયોનો જ્ઞાતા છે. બે નયોનો જ્ઞાતા છે પણ
કોઈ (નયનો) પક્ષપાત ગ્રહણ કરતો નથી.

00:29:11.960 --> 00:29:23.576
આગ્રહ નથી એને, મધ્યસ્થ છે,
ઉદાસીન છે એટલે મધ્યસ્થ છે.
રાગ રહિતનું જ્ઞાન છે એ.

00:29:23.600 --> 00:29:32.151
અતીન્દ્રિયજ્ઞાન છે ને?
એ રાગ રહિતનું જ્ઞાન છે.

00:29:32.176 --> 00:29:36.736
આ તો પોતે જરા સ્થિર મને
વિચાર કરેને તો બેસે એવું છે.

00:29:36.760 --> 00:29:51.456
બાકી છે સારું, શ્રીમદ્જીનું બહુ સારું.
૧૯૪૭નું છે, બોલો!

00:29:51.480 --> 00:29:57.735
જે વર્ષમાં સમ્યગ્દર્શન થયું એ વર્ષમાં
એણે લખ્યું, નયાતિક્રાંત થઈને લખ્યું.

00:29:57.760 --> 00:30:09.792
મુમુક્ષુ:- એ જ લખી શકે ને?
ઉત્તર:- શોધી-શોધીને
બધું આમાં (મૂક્યું). આહાહા!