﻿WEBVTT LA408

00:01:17.760 --> 00:01:23.856
મુમુક્ષુ:- દ્રવ્ય સ્વભાવ.
ઉત્તર:- આ પુસ્તકનું નામ
<b>દ્રવ્ય સ્વભાવ</b> અને <b>પર્યાય સ્વભાવ</b>.

00:01:23.880 --> 00:01:28.936
બે વિભાગ છે આમાં. એમાં પહેલા
વિભાગનું વાંચન અત્યારે ચાલે છે.

00:01:28.960 --> 00:01:34.380
પહેલો વિભાગ, બીજો વિભાગ પછી આવશે.

00:01:34.400 --> 00:01:39.296
મુમુક્ષુ:- <b>એક દ્રવ્ય સ્વભાવ
અને એક પર્યાય સ્વભાવ.</b>

00:01:39.840 --> 00:01:46.900
<b>બન્ને સ્વભાવથી જ જેવા છે તેવા છે.</b>

00:01:46.920 --> 00:01:55.220
<b>દ્રવ્ય સ્વભાવ એના પોતાના સ્વભાવથી જ
અનાદિ-અનંત જેવો છે તેવો છે.</b>

00:01:55.240 --> 00:02:02.596
<b>અને જ્ઞાનની પર્યાયનો સ્વભાવ
અનાદિ-અનંત જેવો છે તેવો છે.</b>

00:02:02.600 --> 00:02:09.940
ઉત્તર:- એક દ્રવ્ય સ્વભાવ લીધો
કેમ કે આત્મા જ્ઞાનમય છે.

00:02:10.960 --> 00:02:16.620
એટલે જ્ઞાનમય આત્મા એ દ્રવ્યનો પોતાનો
સ્વભાવ છે અને એની પર્યાયમાં જ્ઞાન થાય છે.

00:02:16.640 --> 00:02:27.260
એ જ્ઞાનની પર્યાયનો પણ અનાદિ-અનંત
જેવો છે તેવો એનો સ્વભાવ છે, એમ.

00:02:27.280 --> 00:02:33.140
મુમુક્ષુ:- <b>શાસ્ત્રમાં અનેક પ્રકારના કથનો આવશે.</b>

00:02:33.160 --> 00:02:42.896
<b>જેમ કે આત્મા અશુદ્ધ નિશ્ચયનયે રાગનો કર્તા
છે અને નિશ્ચયનયે વીતરાગભાવનો કર્તા છે.</b>

00:02:42.920 --> 00:02:58.620
<b>ભાઈ! આ બધા વ્યવહારનયના કથનો છે,
એને ઓળંગી જા - આત્મા રાગને કરતો નથી
અને વીતરાગભાવને પણ કરતો નથી.</b>

00:02:58.640 --> 00:03:03.740
<b>આત્મા તો સ્વભાવથી જ અનાદિ
અનંત અકારક-અવેદક છે.</b>

00:03:03.760 --> 00:03:09.536
ઉત્તર:- જેને પર્યાય ઉપર દૃષ્ટિ છે
એને આ વાક્ય ખ્યાલમાં નહિ આવે.

00:03:09.560 --> 00:03:17.980
આ ત્રિકાળી દ્રવ્ય સ્વભાવની વાત ચાલે છે.
Agenda (એજંડા, કાર્યસૂચિ) ઉપર શું અત્યારે વિષય છે
એ એને લક્ષમાં લેવું જોઈએ.

00:03:18.000 --> 00:03:24.420
મુમુક્ષુ:- દ્રવ્ય સ્વભાવ.
ઉત્તર:- દ્રવ્ય સ્વભાવ અનાદિ-અનંત
ટંકોત્કીર્ણ એક જ્ઞાયક જે ભાવ છે,

00:03:24.440 --> 00:03:34.320
એક જ્ઞાયક ભાવ અનાદિ-અનંત, નિત્ય,
નિરાવરણ-અખંડ-એક-પ્રત્યક્ષપ્રતિભાસમય,
ભગવાન જે આત્મા - દ્રવ્ય સ્વભાવ.

00:03:34.340 --> 00:03:45.376
બધા આત્માનો આવો સ્વભાવ છે, એમ!
એ ખ્યાલમાં રાખે તો
દ્રવ્ય સ્વભાવ ખ્યાલમાં આવે. આહાહા!

00:03:45.400 --> 00:03:52.496
દ્રવ્યનો સ્વભાવ, સ્વભાવથી જ અકારક-અવેદક છે.

00:03:52.520 --> 00:03:57.536
રાગને પણ કરતો નથી અને
વીતરાગભાવને પણ કરતો નથી.

00:03:57.560 --> 00:04:03.980
દુ:ખને પણ ભોગવતો નથી
અને આનંદને પણ ભોગવતો નથી.

00:04:04.000 --> 00:04:14.096
કર્તા અને ભોક્તાપણું પર્યાયનો ધર્મ છે.
અકારક અને અવેદક એ દ્રવ્યનો ધર્મ છે,
દ્રવ્યનો સ્વભાવ છે.

00:04:14.120 --> 00:04:22.000
બે ભાગલા જુદા છે.
અત્યારે વાત ચાલે છે દ્રવ્ય સ્વભાવની.

00:04:22.000 --> 00:04:35.176
પર્યાય દૃષ્ટિને ગૌણ કરવી.
પર્યાય છે, એને સિદ્ધ કરવાવાળું જે જ્ઞાન છે,
એને બંધ કરી દેવું અટાણે.

00:04:35.200 --> 00:04:50.776
અને પર્યાયથી ભિન્ન
ભગવાન જે આત્મા અનાદિ-અનંત કેવો છે,
આ એની વાત ચાલે છે, દ્રવ્યનો સ્વભાવ.

00:04:50.800 --> 00:05:00.900
આત્મા રાગને કરે અને વીતરાગભાવને કરે
એ દ્રવ્યનો વિભાવ થઈ ગયો.

00:05:00.920 --> 00:05:09.140
શું કહ્યું? 'કરે છે' એમ આવ્યું ને?

00:05:09.160 --> 00:05:18.496
અકર્તાને કર્તા કહેવો, એ વિભાવ થઈ ગયો ને?
મુમુક્ષુ:- બરાબર.

00:05:18.520 --> 00:05:22.896
ઉત્તર:-નીલમ, થયો કે નહિ?
મુમુક્ષુ:- બરાબર, વિભાવ થયોને.
અકર્તાને કર્તા કહેવો, વિભાવ થયો.

00:05:22.920 --> 00:05:38.500
મુમુક્ષુ:- બરાબર છે હોં. અકારક-અવેદક.
ઉત્તર:- એને કર્તા-ભોક્તા કહેવો એ
વિભાવ અને કર્તા-ભોક્તા માનવો તે મિથ્યાત્વ.

00:05:38.520 --> 00:05:51.416
છે અકર્તા અને અભોક્તા, અને માને છે કે
હું આ પરિણામને કરું અને ભોગવું,
એવી માન્યતા મિથ્યાદૃષ્ટિની છે. આહાહા!

00:05:51.440 --> 00:06:02.140
આ તો ત્રિકાળી સ્વભાવ,
જીવતત્ત્વનું શું સ્વરૂપ છે મૂળ?
એ બતાવે છે.

00:06:02.160 --> 00:06:09.016
આના ઉપર નજર જાય તો કામ થાય!
અકર્તાને કર્તા માને...

00:06:09.040 --> 00:06:14.836
<b>ચર્ચા-૨</b>

00:06:14.860 --> 00:06:26.096
નિગોદમાં દુ:ખને ભોગવતો નથી આત્મા,
અત્યારે હોં! અત્યારની વાત છે.
અને ભગવાન મહાવીર સુખને ભોગવતા નથી!

00:06:26.120 --> 00:06:34.656
સુખને ભોગવતા નથી તો શું દુ:ખને ભોગવે છે?
હવે રહેવા દે ભાઈ! તું આડોડાઈની વાત કર મા, બાપુ!

00:06:34.680 --> 00:06:39.776
આ તો કાંઈક ઊંચા પ્રકારની વાત છે. શાંતિથી. આહાહા!

00:06:39.800 --> 00:06:47.856
આ કઈ અપેક્ષાએ કથન ચાલે છે?
આ સ્વભાવની અપેક્ષાએ કથન ચાલે છે.

00:06:47.880 --> 00:06:58.200
નયની વિવિક્ષા અત્યારે ગૌણ છે,
ગૌણ છે અને અનુભવના કાળે એનો અભાવ છે.

00:06:58.200 --> 00:07:06.016
શું કીધું? સમજવાના કાળે,
દ્રવ્ય સ્વભાવ જ્યારે સમજાવવામાં આવે
ત્યારે નયના કથન ગૌણ થઈ જાય છે.

00:07:06.040 --> 00:07:11.216
પણ સાક્ષાત્ અનુભવ કરે ત્યારે
કોઈ નય રહેતી નથી. આવશે એ.

00:07:11.240 --> 00:07:18.660
નયોની લક્ષ્મી ઉદય પામતી નથી.
આવશે, બધું આમાં છે.

00:07:18.660 --> 00:07:24.216
મુમુક્ષુ:- પચ્ચીસ વર્ષ સુધી
અકર્તા સમજાવ્યો છે આપે.
ઉત્તર:- હા, મેં સમજાવ્યો.

00:07:24.240 --> 00:07:26.096
મુમુક્ષુ:- આપે સમજાવ્યો.
ઉત્તર:- બરાબર છે.

00:07:26.120 --> 00:07:31.660
મુમુક્ષુ:-ત્યાર પછી ઘણાં ઊંડા મંથનમાંથી
આ વાત આવી છે.
ઉત્તર:- આવે છે, બરાબર છે.

00:07:31.680 --> 00:07:41.536
મુમુક્ષુ:- એના પછીનો સ્ટેપ, હવે આવ્યું.
ઉત્તર:- આવ્યું હતું તો વહેલું, પણ ભાઈ
એવું છે ને, કાળ પાકે ત્યારે બહાર આવે.

00:07:41.560 --> 00:07:43.936
અને આ પણ આગળ વધતું નહોતું.

00:07:43.960 --> 00:07:47.656
બહેનને મેં કહ્યું, મેં કહ્યું કે ભાઈ!
આ વાત ઝીણી છે

00:07:47.680 --> 00:07:57.740
અને આ વાત એટલી પ્રચલિત બહાર આવી નથી
અને આપણે આ વાત બહાર મૂકવી. આહાહા!

00:07:57.760 --> 00:08:00.336
બેહેને કહ્યુ, આ વાત તો મૂકવા જેવી છે.

00:08:00.360 --> 00:08:12.500
અને આ શાસ્ત્રમાં છે.
આ વાત વીસ કળશમાં લીધી છે.
શાસ્ત્રનો આધાર પણ હમણાં આવશે. આહાહા!

00:08:12.520 --> 00:08:25.336
'નયાતિક્રાંત ભાખ્યો તે સમયનો સાર છે',
નયથી આત્માનો અનુભવ થતો નથી.
અનુભવના કાળે નય રહેતી નથી. આહાહા!

00:08:25.360 --> 00:08:30.136
'નયોની લક્ષ્મી ઉદય પામતી નથી'.
નિશ્ચયનય અને વ્યવહારનય,

00:08:30.160 --> 00:08:34.576
બે પ્રકારના જે વિકલ્પ હતા નયના,
એ ઉદય પામતા (નથી).

00:08:34.600 --> 00:08:46.340
પ્રમાણ અસ્ત થઈ જાય છે, પ્રમાણનો વિકલ્પ.
અને નિક્ષેપ ક્યાં ચાલ્યા જાય,
અમે જાણતાં નથી. આહાહા!

00:08:46.360 --> 00:08:54.856
આ તો કાંઠે આવ્યો છે અને રહી ન જાય,
અને અનુભવ થઈ જાય (એવી વાત છે). આહાહા!

00:08:54.880 --> 00:09:05.576
દૂધ તો કઢેલું છે, હવે ખાલી મેળવણ નાખે
તો દહી જામી જાય અને પછી
એમાં માખણ થાય, છાશ નીકળી જાય.

00:09:05.600 --> 00:09:10.736
માખણમાંથી કચરો નીકળી જાય,
મેલ અને ઘી થઈ જાય. આહાહા!

00:09:10.760 --> 00:09:15.896
છાશ નીકળી જાય,
પછી માખણમાંથી મેલ નીકળી જાય,

00:09:15.920 --> 00:09:20.696
કીટાણું (મેલ) આવે છે.
અને એકલું ઘી ચોખ્ખું (રહી જાય છે). આહાહા!

00:09:20.720 --> 00:09:39.080
સો ટચનું શુદ્ધ,
કાંઈ વેજીટેબલ (ઘી) મિક્સ નહિ આમાં.
એવી વાત છે.

00:09:39.100 --> 00:09:43.456
<b>ન્યાય:- જો નિશ્ચયનયે આત્મા અકર્તા છે
એમ તમે લક્ષમાં લેશો,</b>

00:09:43.480 --> 00:09:49.176
<b>તો આત્મા વ્યવહારનયે કર્તા છે,
એ શલ્ય આવ્યા વિના રહેશે જ નહિ.</b>

00:09:49.200 --> 00:09:55.416
<b>તેથી નયથી વિચારો જ નહિ,</b>
હવે, હવે <b>વસ્તુ નયાતીત છે.</b>

00:09:55.440 --> 00:10:02.896
વસ્તુ જે છે, દ્રવ્યનો સ્વભાવ
તે નયાતીત છે. આહાહા!

00:10:02.920 --> 00:10:10.776
એમાં નય નથી અને
એને પ્રસિદ્ધ કરનાર જ્ઞાન,
એમાં પણ નય નથી.

00:10:10.800 --> 00:10:20.960
નય તો માનસિક જ્ઞાનનો ધર્મ છે.
એ ઈન્દ્રિયજ્ઞાનનો ધર્મ છે, નય.
વિકલ્પવાળી નય છે આ.

00:10:20.980 --> 00:10:26.816
<b>દ્રવ્ય સ્વભાવ નયથી ખ્યાલમાં નથી આવતો.
અનુભવમાં નથી આવતો.</b>

00:10:26.840 --> 00:10:40.580
<b>કેમ કે કોઈ નયથી અકર્તા છે-એમ નથી,
સ્વભાવથી જ અકર્તા છે.</b>
અનાદિ-અનંત. આહાહા!

00:10:40.600 --> 00:10:44.480
કોઈને નયનું જ્ઞાન ન હોય
તો પણ અનુભવ થઈ જાય.

00:10:44.500 --> 00:10:52.016
નિશ્ચયનયે અકર્તા છે,
એ સાંભળ્યું પણ ના હોય અને
અનુભવ થઈ જાય છે.

00:10:52.040 --> 00:10:59.360
અને 'નિશ્ચયનયે અકર્તા છે'
એ સાંભળ્યા પછી અનુભવ અટકે છે.

00:10:59.380 --> 00:11:03.040
નથી થતો એમ નથી કહ્યું, અટકે છે.

00:11:03.060 --> 00:11:24.860
એ નય છૂટી જાય તો અનુભવ તો થઈ જાય.
એક-એક વાક્ય રહસ્મય છે.

00:11:24.880 --> 00:11:27.616
<b>આ તો જે બિલકુલ અજાણ શિષ્ય છે,</b>

00:11:27.640 --> 00:11:35.700
<b>જેને આત્મા ત્રિકાળ અકર્તા હોવા છતાં
કર્તાબુદ્ધિ થઈ ગઈ છે, એને વ્યવહારનય અને</b>
નિશ્ચયનય દ્વારા

00:11:35.720 --> 00:11:51.060
<b>નિશ્ચયનયથી સમજાવે છે. પણ હવે અત્યારે
એવો કાળ આવ્યો છે કે આત્મા
નિશ્ચયનયે અકર્તા છે - એમ છોડી દો.</b>

00:11:51.080 --> 00:12:00.536
નયના વિકલ્પ હવે છોડો. આહાહા!
નિશ્ચયનયે અકર્તા-નિશ્ચયનયે અકર્તા છે,
પણ તેથી શું?

00:12:00.560 --> 00:12:10.976
નિશ્ચયનયે અકર્તા છું એ તારો વિકલ્પ સાચો
છે, વિકલ્પ ખોટો નથી, પણ તેથી શું?
આહાહા!

00:12:11.000 --> 00:12:18.580
એમાં આત્માનો આનંદ આવતો નથી,
માટે નયને છોડી દે, સ્વભાવની સમીપે જા.

00:12:18.600 --> 00:12:27.780
<b>કેમ કે - જો નિશ્ચયનયથી આત્મા અકર્તા છે
એમ તમે લેશો તો બીજી પ્રતિપક્ષ નય
તમારા જ્ઞાનમાં ઊભી થશે.</b>

00:12:27.800 --> 00:12:36.616
કેમ કે નય સાપેક્ષ છે
<b>निरपेक्षा नया मिथ्या</b> અને
સાપેક્ષ નય સમ્યક્ કહેવાય,

00:12:36.640 --> 00:12:42.376
પરસ્પર સાપેક્ષ, નિશ્ચયનયે આમ
અને વ્યવહારનયે આમ. આહાહા!

00:12:42.400 --> 00:12:47.936
કહે છે <b>પ્રતિપક્ષ નય તમારા જ્ઞાનમાં
ઊભી થશે અને મિથ્યાત્વ રહેશે.</b>

00:12:47.960 --> 00:12:57.740
<b>પણ સ્વભાવથી જુઓ તો
કોઈ નયની અપેક્ષા જ નથી.</b> આહાહા!

00:12:57.760 --> 00:13:07.256
થોડું સૂક્ષ્મ તો છે.
આશીષ કહે કે આ અમને આમાં
કાંઈ મગજમાં ઉતરતું નથી.

00:13:07.280 --> 00:13:16.656
આ નયનું સ્વરૂપ જ ખ્યાલમાં આવતું નથી કે
નિશ્ચયનય શું અને વ્યવહારનય શું?
પછી કાલ લીધું હતું થોડુંક એના માટે. આહાહા!

00:13:16.680 --> 00:13:24.580
<b>જેમ કે,</b> હવે દૃષ્ટાંત આપવામાં આવે છે.
દૃષ્ટાંતથી વધારે ખ્યાલ આવે.

00:13:24.600 --> 00:13:36.616
<b>જેમ કે અગ્નિ ઉષ્ણ છે. કઈ નયથી?</b>
આહાહા! કોઈ કહે અગ્નિ ઉષ્ણ છે.

00:13:36.640 --> 00:13:48.620
જ્ઞાનીએ કહ્યું અગ્નિ ઉષ્ણ છે,
તો શિષ્ય કહે, સાહેબ કઈ નયથી ઉષ્ણ છે?
આહાહા!

00:13:48.640 --> 00:13:54.216
શ્રી ગુરુએ કહ્યું અગ્નિ ઉષ્ણ છે.
કે સાહેબ, કઈ નયથી ઉષ્ણ છે?

00:13:54.240 --> 00:14:03.896
એવો એક બનાવ બની ગયો.
એવો બનાવ બન્યો કે
થોડા શિષ્યો ભણવા આવતા હતા.

00:14:03.920 --> 00:14:16.976
એક વખત ગુરુએ કહ્યું કે પહેલાં
'અગ્નિ લાકડાને બાળે
તેને અગ્નિ કહેવામાં આવે'.

00:14:17.000 --> 00:14:21.496
બીજે દિવસે બીજો પાઠ આપ્યો,
'અગ્નિ ઉષ્ણ છે'.

00:14:21.520 --> 00:14:26.776
ઓલો, પહેલાં દિવસનો એ પાઠ નીકળી ગયો.
અગ્નિ ઉષ્ણ છે.

00:14:26.800 --> 00:14:30.656
પછી ત્રીજા દિવસે એમ કહે
અગ્નિ તો અગ્નિ છે.

00:14:30.680 --> 00:14:38.416
એમ ત્રણ પાઠ આપ્યા.
ચોથા દિવસે એને પરીક્ષા કરવાનું મન થયું.
એક શિષ્યને મોકલ્યો.

00:14:38.440 --> 00:14:47.896
બાજુના રૂમમાં, સગડી લાલઘૂમ, કોલસાની,
લાકડાની, એકદમ અંગારા લાલ દેખાય એકદમ, હોં!

00:14:47.920 --> 00:14:57.296
ધૂમાડો ન હતો એમાં, લાકડું પણ ન હતું.
એને મોકલ્યો અંદર,
જુઓ કે અંદરમાં અગ્નિ છે કે નહિ?

00:14:57.320 --> 00:14:59.816
લાકડાને બાળે તે અગ્નિ,
લાકડાને બાળે તે અગ્નિ,

00:14:59.840 --> 00:15:04.576
લાકડાને બાળે તે અગ્નિ,
લાકડાને બાળે તે અગ્નિ,
સમજ્યા? એમ કરતા-કરતા ગયો.

00:15:04.600 --> 00:15:08.948
સિદ્ધાંતમાં, જ્ઞેયને જાણે તે જ્ઞાન,
જ્ઞેયને જાણે તે જ્ઞાન,

00:15:08.972 --> 00:15:17.320
જ્ઞેયને જાણે તે જ્ઞાન,
સિદ્ધાંતમાં એમ આવશે.

00:15:17.340 --> 00:15:29.300
એવું લાકડું ગળી (ઘૂસી) ગયું હતું, લાકડું ગળી ગયું હતું,
આવ્યો બહાર, ગુરુજી ત્યાં અગ્નિ નથી.

00:15:29.320 --> 00:15:39.056
કેમ અગ્નિ નથી? કારણ પૂછયું.
કે લાકડાને બાળતી નથી, આપે જ સમજાવ્યું હતું.
ઠીક સીટ ડાઉન, સીટ ડાઉન.

00:15:39.080 --> 00:15:45.616
બીજા શિષ્યને ઊભો કર્યો, કે જાઓ,
જુઓ જઈને બાજુના રૂમમાં અગ્નિ છે કે નહિ?

00:15:45.640 --> 00:15:54.056
ઉષ્ણ તે અગ્નિ, ઉષ્ણ તે અગ્નિ, ઉષ્ણ તે અગ્નિ,
ઉષ્ણ તે અગ્નિ, ઉષ્ણ તે અગ્નિ.
ઓલું પરાશ્રિત વ્યવહાર, આ ભેદરૂપ વ્યવહાર.

00:15:54.080 --> 00:16:00.896
ભણેલાને તો સમજી જાય બધા.
ઉષ્ણ તે અગ્નિ. કે સાહેબ, ત્યાં અગ્નિ નથી.

00:16:00.920 --> 00:16:12.016
કે કેમ નથી? ઉષ્ણ તે અગ્નિ,
ઉષ્ણ તે અગ્નિ, ઉષ્ણ તે અગ્નિ. આહાહા!
જુઓ, ધારણામાં ગોખેલું. ગોખણપટ્ટી હતી.

00:16:12.040 --> 00:16:23.136
ત્રીજો ગયો, મોકલ્યો. તું જુઓ ઓમાં છે કાંઈ?
એણે અગ્નિના અંગારા ઉપર સહેજ આમ
આંગળી મૂકી. આખો હાથ મૂક્યો નહિ, હોં!

00:16:23.160 --> 00:16:35.256
આખો હાથ મૂકવાનું જરૂર પણ નથી.
આમ આંગળીનું ટેરવું મૂક્યું અને આવ્યો.
ગુરુજી! અગ્નિ છે.

00:16:35.280 --> 00:16:41.936
કે કેવી રીતે તમે જાણી શક્યા?
કે અનુભવથી જાણ્યું.

00:16:41.960 --> 00:16:49.296
'લાકડાને બાળે તે અગ્નિ',
લાકડું (શલ્ય) - ભૂત ચાલ્યું ગયું.
'ઉષ્ણ તે અગ્નિ' (એ) ભેદ પણ ગયો. ધીરજ!

00:16:49.320 --> 00:16:56.616
પરાશ્રિત વ્યવહાર ગયો, ભેદાશ્રિત વ્યવહાર ગયો
અને અભેદ વસ્તુ અનુભવમાં આવી. આહાહા!

00:16:56.640 --> 00:17:06.976
સાહેબ! કેવી રીતે? શું છે?
અગ્નિ તો અગ્નિ જ છે, અગ્નિ તો અગ્નિ જ છે.
'જ' એમ!

00:17:07.000 --> 00:17:17.340
કથંચિત્ લાકડાને બાળે તે અગ્નિ
અને કથંચિત્ ઉષ્ણ તે અગ્નિ
એ બન્ને વ્યવહારના લાકડા (નીકળી ગયા),

00:17:17.360 --> 00:17:22.056
વ્યવહારના લાકડા નીકળી ગયા.
આંગળી મૂકી દીધી.

00:17:22.080 --> 00:17:29.776
એમ! અહીંયાં કહે છે.
એવી રીતે શું લાકડું ઘૂસી ગયું છે હવે?

00:17:29.800 --> 00:17:36.336
કે પરને જાણે તેને જ્ઞાયક કહેવામાં (આવે છે),
લોકાલોકને જાણે એને જ્ઞાન કહેવામાં આવે છે,

00:17:36.360 --> 00:17:39.536
દેવ-ગુરુ-શાસ્ત્રને જાણે
તેને જ્ઞાન કહેવામાં આવે છે,

00:17:39.560 --> 00:17:43.536
છ દ્રવ્યને જાણે તેને
જ્ઞાન કહેવામાં આવે,

00:17:43.560 --> 00:17:49.056
અસદ્ભૂત વ્યવહારના લાકડા એવા
ઘૂસી ગયા, ઘડીકમાં નીકળે નહિ.

00:17:49.080 --> 00:17:57.900
પછી જ્ઞાન તે આત્મા, જ્ઞાન તે આત્મા,
જ્ઞાન તે આત્મા, એ ભેદનું લાકડું ગળી ગયું.
આહાહા!

00:17:57.920 --> 00:18:06.340
પછી જ્ઞાયક તો જ્ઞાયક છે.
બેય લાકડા નીકળી ગયા અને
અનુભવ થઈ જાય, એવું છે આ.

00:18:06.360 --> 00:18:13.460
આ વ્યવહારના લાકડા અનાદિના છે,
આજના નથી. આહાહા!

00:18:13.480 --> 00:18:28.260
લાકડા નડે છે એને બહુ,
એટલે આ વસ્તુ ઘડીકમાં સમજાય પણ નહિ.

00:18:28.280 --> 00:18:34.920
<b>જેમ કે, અગ્નિ ઉષ્ણ જ છે. કઈ નયથી?
અરે! સ્વભાવથી જ ઉષ્ણ છે.</b>

00:18:34.940 --> 00:18:42.276
<b>પાણી શીતળ છે. કઈ નયથી?
અરે! સ્વભાવથી જ શીતળ છે.</b> આહાહા!

00:18:42.300 --> 00:18:51.480
<b>જો નિશ્ચયનયે શીતળ છે પાણી
એમ તમે લેશો
તો વ્યવહારનયે ઉષ્ણ છે એમ આવી જશે.</b>

00:18:51.500 --> 00:18:59.300
પાણીને પાણીના સ્વભાવથી જુઓને!
નયનું શું કામ છે? આહાહા!

00:18:59.320 --> 00:19:04.036
નિશ્ચયનય સાપેક્ષ છે ને?
એટલે પ્રતિપક્ષ અપેક્ષા આવે છે.

00:19:04.060 --> 00:19:10.796
એને આમ પાણીને નિશ્ચયનયથી શીતળ જુઓ
તો પ્રતિપક્ષ વ્યવહારનય તો ઊભી થાય જ.

00:19:10.820 --> 00:19:20.440
કેમ કે નય સાપેક્ષ હોય અને
સ્વભાવ નિરપેક્ષ હોય. શું કહ્યું? શેઠીજી?

00:19:20.460 --> 00:19:31.340
નય છે એ સાપેક્ષ છે,
પાણી નિશ્ચયનયે શીતળ છે
તો વ્યવહારનયે ઉષ્ણ આવી જશે.

00:19:31.360 --> 00:19:40.400
પણ એ સાપેક્ષ નયને છોડીને,
પાણીના મૂળ સ્વભાવથી જુઓ,
તો એ તો નિરપેક્ષ શીતળ, શીતળ અને શીતળ.

00:19:40.420 --> 00:19:46.956
એને નયની અપેક્ષા લાગુ પડતી નથી, એમ.

00:19:46.960 --> 00:19:53.080
<b>સ્વભાવથી શીતળ છે.
જો નિશ્ચયનયે શીતળ છે એમ તમે લેશો
તો વ્યવહારનયે ઉષ્ણ છે આવી જશે.</b>

00:19:53.100 --> 00:20:03.480
<b>નિશ્ચયનય તો માત્ર સ્વભાવનો ઇશારો કરે છે.</b>
નિશ્ચયનય તો માત્ર સ્વભાવનો ઇશારો કરે છે.

00:20:03.500 --> 00:20:11.400
વ્યવહારનયમાં તો સ્વભાવનો ઇશારો કરવાની
શક્તિ પણ નથી. આહાહા!

00:20:11.420 --> 00:20:17.200
વ્યવહારનય તો અભૂતાર્થ અને
અસત્યાર્થ છે, ઊંધું કથન કરે છે.

00:20:17.220 --> 00:20:26.860
<b>નિશ્ચયનય તો માત્ર સ્વભાવનો ઇશારો કરે છે.
નિશ્ચયનયને વળગશો તો
સ્વભાવ દૃષ્ટિમાં નહિ આવે.</b>

00:20:26.880 --> 00:20:33.696
<b>નિશ્ચયનયથી જુઓ તો આવો તારો સ્વભાવ છે,
એમ નય માત્ર સ્વભાવનો ઇશારો કરે છે.</b>

00:20:33.700 --> 00:20:45.636
<b>પણ નિશ્ચયનયની પહોંચ સ્વભાવ સુધી નથી
કેમ કે વસ્તુ નયાતીત છે.</b> નયથી અનુભવ થતો નથી.

00:20:45.660 --> 00:21:02.000
<b>અકારક, અવદેક વસ્તુનો સ્વભાવ છે.
સ્વભાવ નયથી સિદ્ધ ન થાય,
સ્વભાવ સ્વભાવથી જ સિદ્ધ થાય.</b>

00:21:02.020 --> 00:21:06.956
હવે આ એક પારો છે,
ટાઈમ થઈ ગયો છે પણ લઈ લઉં છું આ.

00:21:06.980 --> 00:21:15.516
<b>આત્મા પર્યાય માત્રથી ભિન્ન છે,
માટે એને અનાદિ-અનંત
કર્તાપણું લાગું પડતું જ નથી</b>, દ્રવ્યને.

00:21:15.540 --> 00:21:21.996
દ્રવ્ય પર્યાયને કરે નહિ કેમ
કે પર્યાય ભિન્ન છે. ભિન્ન, ભિન્નને કેમ કરે?

00:21:22.020 --> 00:21:42.980
એકમાં બીજાની નાસ્તિ છે, તો પર્યાયને કેમ કરે?
કે વ્યવહારનયે કરે, એમ. નિરજ!
વ્યવહારનયે તો રાખવા દયો. આહાહા!

00:21:43.000 --> 00:21:50.796
<b>માટે એને અનાદિ-અનંત કર્તાપણું લાગુ પડતું નથી.
આત્મા બંધનો પણ કર્તા નથી,
અને મોક્ષનો પણ કર્તા નથી. કઈ નયથી?</b>

00:21:50.820 --> 00:21:55.556
બંધનો કર્તા નથી અને મોક્ષનો કર્તા નથી,
તો કઈ નયથી કર્તા નથી?

00:21:55.580 --> 00:22:03.916
<b>અરે! સ્વભાવથી જ એ તો અકર્તા છે.
કોઈ નય લાગુ પડતી નથી.
આ દ્રવ્ય સ્વભાવની વાત થઈ.</b>

00:22:03.940 --> 00:22:08.476
હવે આ પર્યાય સ્વભાવની વાત કાલે આવશે.
વખત થઈ ગયો. બે વાગી ગયા છે.

00:22:08.500 --> 00:22:20.596
મુમુક્ષુ:- આજે થોડું મોડું શરૂ થયું હતું.
ઉત્તર:- મોડું?

00:22:20.620 --> 00:22:25.636
મુમુક્ષુ:- આજે મોડું ચાલું થયું હતું, એમ કહે છે.
ઉત્તર:- તો પાંચ મિનિટ વધારે લઈએ.
પાંચ મિનટ, લઈ લઈએ ચાલો.

00:22:25.660 --> 00:22:33.916
મુમુક્ષુ:- પહેલા પારામાં જરા.
મુમુક્ષુ:- ફરીથી લઈએ.
ઉત્તર:- ફરીથી, છેલ્લો પારો.

00:22:33.940 --> 00:22:47.116
આત્મા, આ ત્રિકાળી જ્ઞાયકમૂર્તિ,
ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા છે ને?
એની દૃષ્ટિ કેમ થાય? અને અનુભવ કેમ થાય?

00:22:47.140 --> 00:22:52.876
અને આ સંસારનો અભાવ,
પર્યાયમાંથી કેમ નીકળી જાય?

00:22:52.900 --> 00:22:57.956
અને પર્યાયમાં એનો અનુભવ, આનંદ કેમ આવે?
એની વિવિક્ષાની વાત ચાલે છે.

00:22:57.980 --> 00:23:07.740
<b>આત્મા પર્યાય માત્રથી ભિન્ન છે,</b> આહાહા!

00:23:07.760 --> 00:23:19.556
પર્યાય માત્રથી ભિન્ન છે તો સર્વથા ભિન્ન છે
કે કથંચિત્ ભિન્ન-અભિન્ન છે, પર્યાય?
કે સર્વથા ભિન્ન છે.

00:23:19.580 --> 00:23:26.796
<b>માટે એને અનાદિ-અનંત
કર્તાપણું લાગુ પડતું નથી.</b>
પર્યાય જો ભિન્ન છે...

00:23:26.820 --> 00:23:33.156
આ પુસ્તક ભિન્ન છે આત્માથી,
તો આત્મા આનો 'કર્તા છે' એ લાગુ પડતું નથી.

00:23:33.180 --> 00:23:41.756
એમ પર્યાય દ્રવ્યને અડતી નથી,
દ્રવ્ય પર્યાયને અડતું નથી.
સત્તા એક છે અને સત્ બે છે.

00:23:41.780 --> 00:23:47.596
સત્તા એક છે અને સત્, એમાં બે છે.

00:23:47.620 --> 00:23:56.076
એમ, <b>उत्पाद व्यय ध्रौव्ययुक्त्तं सत्त्</b>,
સત્તા એક, પણ સત્ એમાં ત્રણ છે
- ઉત્પાદ સત્, વ્યય સત્ અને ધ્રુવ સત્ છે.

00:23:56.100 --> 00:24:00.116
ઓલુંસામાન્ય-વિશેષમાં બે સત્ છે,
આ તો ત્રણ. આહાહા!

00:24:00.140 --> 00:24:05.476
<b>આત્મા પર્યાય માત્રથી ભિન્ન છે.</b>

00:24:05.500 --> 00:24:07.568
પર્યાયમાં પર્યાય માત્ર એટલે
કાંઈ બાકી ન રહ્યું,

00:24:07.592 --> 00:24:11.156
બંધ-મોક્ષની પર્યાય આવી ગઈ,
નવતત્ત્વ એમાં આવી ગયા.

00:24:11.180 --> 00:24:18.660
નવતત્ત્વથી અત્યંત ભિન્ન છે,
એમ શાસ્ત્રમાં વર્ણન છે.

00:24:18.680 --> 00:24:25.676
<b>અનાદિ-અનંત કર્તાપણું લાગુ પડતું જ નથી.
આત્મા બંધનો કર્તા નથી</b>.

00:24:25.700 --> 00:24:36.956
આત્મા પહેલા બંધને કરે અને
પછી બંધને છોડે અને પછી મોક્ષને કરે?
એમ પછી કે પહેલા કાંઈ છે નહિ.

00:24:36.980 --> 00:24:42.580
એ તો પ્રથમથી જ અકારક છે. આહાહા!

00:24:42.600 --> 00:24:55.476
પહેલા બંધને કરે - મિથ્યાત્વને, અને
પછી એ મિથ્યાત્વને છોડે, છોડ્યા પછી શું કરે?
સમ્યગ્દર્શનને કરે, એવું કાંઈ છે નહિ. આહાહા!

00:24:55.500 --> 00:25:04.036
આ તો દ્રવ્ય સ્વભાવની,
અકારક-અવેદક, નિષ્ક્રિય પરમાત્માની,
દૃષ્ટિના વિષયની વાત ચાલે છે.

00:25:04.060 --> 00:25:15.116
દૃષ્ટિના વિષયમાં કર્તાપણું છે નહિ.
<b>આત્મા બંધનો કર્તા નથી.</b>
બંધ એટલે મિથ્યાત્વ (એટલે) ભાવબંધનો કર્તા નથી.

00:25:15.140 --> 00:25:21.280
તો દ્રવ્યકર્મનો બંધ તો, બંધ ક્યાંથી કરે એને,
દ્રવ્યકર્મને તો? ભાવબંધનો પણ કર્તા નથી.

00:25:21.300 --> 00:25:28.756
<b>અને મોક્ષનો</b>, કેવળજ્ઞાનનો <b>પણ કર્તા નથી</b>.
આહાહા!

00:25:28.780 --> 00:25:41.020
કેવળજ્ઞાનની પર્યાય થાય છે એ વાત સાચી,
પણ એના ષટ્કારકથી થાય છે,
આત્મા કરે માટે થાય છે એમ છે નહિ. આહાહા!

00:25:41.040 --> 00:25:46.580
<b>કઈ નયથી? અરે! સ્વભાવથી જ એ તો અકર્તા છે.</b>

00:25:46.600 --> 00:25:53.416
અરે! અકર્તા એવા જ્ઞાયકને દૃષ્ટિમાં લે,
તારું કામ થઈ જશે.

00:25:53.440 --> 00:25:59.456
સ્વભાવ જ આકારક, અવેદક છે.
કરે અને ભોગવે એવું ત્રિકાળી સ્વભાવમાં (નથી),

00:25:59.480 --> 00:26:05.136
કેમ કે નિષ્ક્રિય છે પરમાત્મા,
ક્રિયાના કારક એમાં નથી. આહાહા!

00:26:11.040 --> 00:26:18.300
<b>ચર્ચા-૩</b>
આ <b>દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ</b>ની પુસ્તિકા છે.

00:26:18.320 --> 00:26:31.780
અનાદિકાળથી આત્મા અનંત વાર જૈન થયો,
શ્રાવકપણે નામે, નામે જૈન.

00:26:31.800 --> 00:26:39.416
અને દ્રવ્યલિંગી મુનિ પણ થયો અનંતવાર,
નવમી ગ્રૈવેયકમાં પણ ગયો.

00:26:39.440 --> 00:26:51.896
ત્યારે એણે નય દ્વારા 'પર્યાયનો સ્વભાવ શું?
દ્રવ્યનો સ્વભાવ શું?'
એટલે નય દ્વારા વિચારમાં લીધુ.

00:26:51.920 --> 00:26:58.616
નય છે, એ મનનો ધર્મ છે.
નય છે, એ જ્ઞાનનો ધર્મ નથી.

00:26:58.640 --> 00:27:05.376
અતીન્દ્રિયજ્ઞાન જે છે ને?
એમાં નયોના વિકલ્પ ન હોય.

00:27:05.400 --> 00:27:12.656
પણ નયોના વિકલ્પ ઊઠે છે,
એ મનના સંગે ઊઠે છે.

00:27:12.680 --> 00:27:24.576
એટલે નયજ્ઞાન છે એ પોતે ખંડજ્ઞાન છે,
વિકલ્પરૂપ છે.
અને નયો છે એ બંધનું કારણ છે.

00:27:24.600 --> 00:27:36.736
વ્યવહારનયનો વિકલ્પ પણ બંધનું કારણ.
નિશ્ચયનયનો વિકલ્પ છે એ પણ (બંધનું કારણ).
વિકલ્પ માત્ર બંધનું કારણ છે.

00:27:36.760 --> 00:27:48.296
પછી વિકલ્પમાં કોઈ બે ભેદ ન પાડવા,
કે આ અશુભનો વિકલ્પ અને શુભ વિકલ્પ.
વિકલ્પ માત્ર બંધનું કારણ છે.

00:27:48.320 --> 00:27:57.656
એમ, જેમ શુભાશુભ ભાવ બંધનું કારણ છે,
એમ નયોના વિકલ્પ પણ (બંધનું કારણ છે).

00:27:57.680 --> 00:28:04.980
વ્યવહારનયે આવો છે અને
નિશ્ચયનયે જીવ આવો છે
એવા જે વિકલ્પ ઊઠે છે એ પણ બંધનું કારણ છે.

00:28:05.000 --> 00:28:16.336
બંધનું કારણ હોવા છતાં પણ
આત્માના દ્રવ્ય અને પર્યાયનો
નિર્ણય કરવા માટે, પ્રાથમિક ભૂમિકામાં,

00:28:16.360 --> 00:28:24.496
એને વ્યવહારનયે સાધન પણ કહેવામાં આવે છે
કે તેથી આડું અવળું ન કરે નિર્ણય.

00:28:24.520 --> 00:28:29.376
જેમ વસ્તુનો સ્વભાવ છે, દ્રવ્યનો અને પર્યાયનો,

00:28:29.400 --> 00:28:39.176
તે રીતે નિર્ણય કરવાનો એને કાળ હોય
ત્યારે એને વિકલ્પ તથા પ્રકારના ઊઠે છે,
નયોના વિકલ્પ.

00:28:39.200 --> 00:28:47.700
એટલે નયોના વિકલ્પ દ્વારા
એ ગૃહીત મિથ્યાત્વનો ત્યાગ કરે છે,

00:28:47.720 --> 00:28:57.896
કેમ કે અન્યમત્તમાં કોઈ નય વિવિક્ષા નથી,
જૈનધર્મમાં નય વિવિક્ષા છે.

00:28:57.920 --> 00:29:03.096
એટલે ગૃહીત મિથ્યાત્વ ગયું
અને અગૃહીત મિથ્યાત્વ રહ્યું.

00:29:03.120 --> 00:29:21.900
અને અગૃહીતમાં પણ,
હવે અગૃહીત હતું પણ, અગૃહીતમાં પણ
એ નય દ્વારા સ્વભાવનો વિચાર કરે છે.

00:29:21.920 --> 00:29:27.256
વ્યવહારનયને ગૌણ કરીને
નિશ્ચયનયના વિકલ્પ દ્વારા

00:29:27.280 --> 00:29:39.016
એ જ્યારે સ્વભાવનો નિર્ણય કરે છે
ત્યારે અગૃહિત મિથ્યાત્વ પણ ગળવા માંડે છે.
ટળતું નથી, પણ ગળે છે.

00:29:39.040 --> 00:29:43.496
જેમકે હું કર્મના સંબંધવાળો અને બંધવાળો છું,

00:29:43.520 --> 00:29:52.456
કર્મને કરું અને ભોગવું,
એવો જે વ્યવહારનયનો પક્ષ
એમાં તો મિથ્યાત્વ દૃઢ થતું હતુ.

00:29:52.480 --> 00:30:02.976
પણ હવે એ વ્યવહારનયને દૂર કરીને
નિશ્ચયનયના વિકલ્પમાં આવે છે,
કે મારો આત્મા તો ત્રિકાળ અબદ્ધ છે.

00:30:03.000 --> 00:30:13.816
કર્મનો સંબંધ મને થયો નથી અને
કર્મના બંધમાં મારો આત્મા પૂર્વે
નિમિત્ત કારણ પણ થયો નથી,

00:30:13.840 --> 00:30:19.600
કર્મના બંધમાં નિમિત્ત થવું,
એ પણ મારો સ્વભાવ નથી.

00:30:19.620 --> 00:30:27.636
એમ નિશ્ચયનયના વિકલ્પ દ્વારા
અબદ્ધ સ્વભાવને નિર્ણયમાં લે છે.

00:30:27.660 --> 00:30:34.076
હું તો ત્રિકાળ મુક્ત છું,
એમ ત્રિકાળ અકારક-અવેદક છું.

00:30:34.100 --> 00:30:40.836
એમ પોતાનો જે આત્મા જેવો છે
એ આત્માને વિકલ્પ દ્વારા,

00:30:40.860 --> 00:30:52.300
મનના સંગ દ્વારા,
રાગના સંબંધવાળા જ્ઞાન દ્વારા,
જે જ્ઞાનનુ લક્ષ રાગ ઉપર છે હજી,

00:30:52.320 --> 00:30:58.856
એવા જ્ઞાન દ્વારા,
એ વિચાર કરે છે વસ્તુનો,

00:30:58.880 --> 00:31:06.336
તો એને મિથ્યાત્વ તો ગળે છે પણ
મિથ્યાત્વ ટળીને સમ્યગ્દર્શન થતું નથી.

00:31:06.360 --> 00:31:16.776
કે અહીંયાં સુધી આવ્યા પછી એને
નયોના વિકલ્પ કેમ છૂટે અને
સાક્ષાત અનુભવ કેમ થાય?

00:31:16.800 --> 00:31:22.056
એ હેતુએ આ પુસ્તિકામાં બધો વિસ્તાર આવ્યો છે.

00:31:22.080 --> 00:31:28.456
એમાં દ્રવ્ય સ્વભાવની વાત થઈ ગઈ.
હવે પર્યાય સ્વભાવની વાત આવે છે.

00:31:28.480 --> 00:31:36.260
પાનું ત્રીજું છે. <b>જ્ઞાનની પર્યાયનો સ્વભાવ</b>.

00:31:36.280 --> 00:31:54.540
<b>આત્મા જ્ઞાતા છે. કઈ નયથી</b> જ્ઞાતા છે<b>?</b>
એવો એક પ્રશ્ન ઊઠે કે 'જ્ઞાતા તો છે આત્મા,
પણ કઈ નયથી જ્ઞાતા છે?', એમ!

00:31:54.560 --> 00:32:09.496
<b>અરે! સ્વભાવથી જ જ્ઞાતા છે.</b>
જ્ઞાતા થાય છે કે જ્ઞાતા છે?
જ્ઞાતા છે.

00:32:09.520 --> 00:32:14.696
કઈ નયથી જ્ઞાતા છે?
કે સ્વભાવથી જ જ્ઞાતા છે.

00:32:14.720 --> 00:32:22.100
<b>વ્યવહારનયે જ્ઞાન પરને જાણે છે અને
નિશ્ચયનયે જ્ઞાન આત્માને જાણે છે-</b>,

00:32:22.120 --> 00:32:29.296
કેમ કે ભગવાને બે નય કહી છે
અને કોઈ એક નય છોડાય,
છોડી જાતી પણ નથી.

00:32:29.320 --> 00:32:40.816
બે નયો છે, વ્યવહારનયે પરને જાણે,
નિશ્ચયનયે સ્વને જાણે,
<b>એમ નથી.</b>

00:32:40.840 --> 00:32:51.420
વ્યવહારનયે પરને જાણે છે એમ નથી
અને નિશ્ચયનયે સ્વને જાણે છે એમ પણ નથી.

00:32:51.440 --> 00:33:04.576
માંડ-માંડ નિશ્ચયનય સુધી આવ્યા,
વ્યવહારનો નિષેધ કરતા-કરતા,
કે નિશ્ચયનયે મારું જ્ઞાન મારા આત્માને જાણે.

00:33:04.600 --> 00:33:17.856
તો કહે છે એમાં અનુભવ થતો નથી.
આહાહા! હવે, ત્યારે શું છે?

00:33:17.880 --> 00:33:23.576
<b>અનાદિ-અનંત</b>, જુઓ! આહાહા!

00:33:23.600 --> 00:33:44.660
સમ્યગ્જ્ઞાન પ્રગટ થાય ત્યારે આત્માને જાણે,
એની પહેલા આત્માને ન જાણે, એમ છે નહિ.
'અનાદિ-અનંત' શબ્દ વાપર્યો છે.

00:33:44.680 --> 00:33:57.900
<b>અનાદિ-અનંત જ્ઞાનની પર્યાય
આત્માને જાણવારૂપે પરિણમે છે.</b>

00:33:57.920 --> 00:34:10.620
અનાદિ-અનંત આત્મા જેમ દ્રવ્યરૂપે છે,
એમ એની એક સ્વભાવરૂપ પર્યાય
જેને ઉપયોગ લક્ષણ કહેવાય,

00:34:10.640 --> 00:34:14.400
જેને ચૈતન્ય અનુવિધાયી
પરિણામ કહેવામાં આવે છે,

00:34:14.420 --> 00:34:22.996
એવી જ્ઞાનની પર્યાય, દશા, હાલત,
પરિણામ અનાદિ-અનંત પ્રગટ થાય છે.

00:34:23.020 --> 00:34:39.660
અને એ પર્યાય પ્રગટ થાય છે તે
<b>આત્માને જાણવારૂપે પરિણમે છે.</b>
પરને જાણવારૂપે પરિણમતી નથી.

00:34:39.680 --> 00:34:47.716
<b>એ જ્ઞાન આત્માને જ પ્રસિદ્ધ કરે છે.</b>
'જ' લગાડયું છે.

00:34:47.740 --> 00:35:03.380
એ જે જ્ઞાન ઉત્પાદરૂપ થાય છે
એ ઉત્પાદરૂપ પર્યાય
ધ્રુવને જ પ્રસિદ્ધ કરે છે, પરને નહિ.

00:35:03.400 --> 00:35:08.540
અને એ પર્યાય, ઉત્પાદ-વ્યયને
પણ પ્રસિદ્ધ ન કરે.

00:35:08.560 --> 00:35:18.376
એ પર્યાય ધ્રુવને જ પ્રસિદ્ધ કરે છે,
જ્ઞાયકને જ પ્રસિદ્ધ કરે છે.

00:35:18.400 --> 00:35:29.256
જાણનાર ત્રિકાળી ભગવાન આત્મા
એને જ જાણતી ઉદય થાય છે
અને એને જાણતી જાણતી અસ્ત થાય છે.

00:35:29.280 --> 00:35:33.640
જાણતી જ ઉદય થાય અને જાણતી જ અસ્ત થાય.

00:35:33.660 --> 00:35:37.996
જ્યાં એક પર્યાય અસ્ત થઈ
ત્યાં બીજી પર્યાયનો ઉત્પાદ થાય.
આહાહા!

00:35:38.020 --> 00:35:40.540
એને અને એને જ જાણે
-એને અને એને જ જાણે.

00:35:40.580 --> 00:35:45.220
પહેલી પર્યાયે જેને જાણ્યું, પછી બીજી પર્યાય,
પહેલી પર્યાય તો વ્યય થઈ ગઈ,

00:35:45.240 --> 00:35:52.340
પછી બીજી પર્યાયે બીજાને જાણે,
ત્રીજી પર્યાય પોતાને જાણે,
એમ વારાફરતી કાંઈ હશે નહિ પર્યાયમાં?

00:35:52.360 --> 00:35:57.100
પર્યાય, એનો વિષય બદલાવતો હશે કે નહિ?

00:35:57.120 --> 00:36:03.776
જ્ઞાનનો પર્યાય, એનો વિષય બદલાવતો નથી.
આહાહા!

00:36:03.800 --> 00:36:18.660
આ જ્ઞાનની પર્યાયના સ્વભાવની વાત ચાલે છે.
આ સમ્યગ્જ્ઞાન-મિથ્યાજ્ઞાનની વાત નથી.

00:36:18.680 --> 00:36:23.900
જ્ઞાનની પર્યાયનો અનાદિ-અનંત એવો સ્વભાવ છે,

00:36:23.920 --> 00:36:37.616
કે એ જ્ઞાન જે ઉત્પન્ન થાય છે
તે પોતાના આત્માને જ જાણતું પ્રગટ થાય છે,
કેમ કે ઉપયોગથી આત્મા અનન્ય છે.

00:36:37.640 --> 00:36:47.416
વળી એ ઉપયોગમાં ઉપયોગ જ છે
અને કોઈ ઉપયોગમાં ક્રોધાદિ નથી
(સમયસાર ગાથા ૧૮૧). આહાહા!

00:36:47.440 --> 00:36:55.016
એટલે ક્રોધને તો પ્રસિદ્ધ કરતી જ નથી
કેમ કે ઉપયોગમાં ક્રોધાદિ નથી.

00:36:55.040 --> 00:37:00.336
તો છ દ્રવ્ય (ઉપયોગમાં) નથી,
તો છ દ્રવ્યને ક્યાંથી પ્રસિદ્ધ કરે?

00:37:00.360 --> 00:37:11.896
પણ એ ઉપયોગમાં તાદાત્મ્યપણે,
અનન્યપણે આત્મા બિરાજમાન છે,
એને પ્રસિદ્ધ કરતી પ્રગટ થાય છે.

00:37:11.920 --> 00:37:20.376
બીજા સમયે બીજી પર્યાય,
ત્રીજા સમયે ત્રીજી પર્યાય,
પણ પ્રગટ તો એ સામાન્યને જ કરે છે.

00:37:20.400 --> 00:37:42.736
જેનું વિશેષ હોય, જે સામાન્યનું વિશેષ હોય,
તે વિશેષ તેના જ સામાન્યને પ્રસિદ્ધ કરે,
બીજાને (ન કરે). આહાહા! સિદ્ધાંત.

00:37:42.760 --> 00:37:47.820
મુમુક્ષુ:- બધા ગુણની પર્યાય?
ઉત્તર:- શું?
મુમુક્ષુ:- સબધા ગુણની પર્યાય?

00:37:47.840 --> 00:37:58.100
ઉત્તર:-જ્ઞાનની પર્યાય આત્માને પ્રસિદ્ધ કરે છે,
એમ ખ્યાલમાં આવે તો
બધી પર્યાય અંતર્મુખ થઈ જાય છે.

00:37:58.120 --> 00:38:05.260
જ્ઞાનની પર્યાય પરને જાણે છે
તો બધી પર્યાય અંતર્મુખ થતી નથી.

00:38:05.280 --> 00:38:09.580
જ્ઞાન પર્યાય સરદાર છે, સરદાર.

00:38:09.600 --> 00:38:13.576
એક લશ્કરી કાયદો છે, લશ્કરનો.

00:38:13.600 --> 00:38:20.216
લશ્કરનો એવો કાયદો છે કે
લશ્કર આમ જાતું હોય પૂર્વ દિશામાં,

00:38:20.240 --> 00:38:27.536
અને એનો જે commander (કમાંડર, સેનાપતિ) હોય ને,
chief (ચીફ, સેનાપતિ), એ પૂર્વ દિશા તરફ જ
એનું મોઢું હોય, પૂર્વ દિશા તરફ.

00:38:27.560 --> 00:38:38.216
પછી એને, ઉત્તર દિશા તરફ જવાનો વિચાર હોય
એની યોજના પ્રમાણે, એટલે લશ્કરને કાંઈ કહે નહિ.

00:38:38.240 --> 00:38:46.616
પોતે મોઢું ફેરવે અને જ્યાં મોઢું પોતે ફેરવે,
ત્યાં બધા મોઢું ફેરવી નાખે.

00:38:46.640 --> 00:38:51.256
મોઢું ફેરવે પણ ઓલો ચાલે નહિ,
ત્યાં સુધી ચાલે નહિ.

00:38:51.280 --> 00:38:59.680
જ્યાં ઓલો (સેનાપતિ) ચાલવા માંડે,
પૂછયા વિના (બધા) ચાલવા માંડે છે, સમજ્યા?

00:38:59.700 --> 00:39:07.700
એમ જ્ઞાન છે ને?
એ કમાંડર છે, ચીફ કમાંડર છે.

00:39:07.720 --> 00:39:17.740
કેમ કે જાગતો જીવતો દેવ,
અથવા જે પ્રગટ લક્ષણ છે,
એ જ્ઞાનની પર્યાયનું પ્રગટ લક્ષણ છે.

00:39:17.760 --> 00:39:25.176
શ્રદ્ધાની પર્યાય પ્રગટ નથી, સમ્યગ્દર્શન નથી.
ચારિત્રની વીતરાગ પર્યાય પ્રગટ નથી.

00:39:25.200 --> 00:39:31.940
સુખ-દુ:ખની, અતીન્દ્રિય સુખની
પર્યાય પ્રગટ નથી. આહાહા!

00:39:31.960 --> 00:39:39.020
પણ આ જ્ઞાનની પર્યાય તો સ્વભાવનો અંશ છે,
મોક્ષમાર્ગપ્રકાશમાં લીધું છે.

00:39:39.040 --> 00:39:43.844
કેમ કે જેવી રીતે સૂર્યનો પ્રકાશ છે,

00:39:43.868 --> 00:39:54.164
એ વાદળના વિઘટનથી જેટલો પ્રકાશ ઉદય થાય છે
એ સ્વભાવનો અંશ છે
અને એ સૂર્યને જ પ્રસિદ્ધ કરે છે.

00:39:54.188 --> 00:40:03.324
એમ આત્મા, એનું જ્ઞાન જે છે,
સ્વભાવનો અંશ પ્રગટ થાય છે,
તે આત્માને પ્રસિદ્ધ કરે છે.

00:40:03.348 --> 00:40:07.844
એ બંધનું કારણ નથી,
રાગ-દ્વેષ-મોહ બંધનું કારણ છે.

00:40:07.868 --> 00:40:18.568
નવિન બંધનું કારણ શું?
એમ (૨૯) પાના ઉપર (૨૯-૩૦) પાના પર લીધું છે.
(૨૯)માં મથાળું છે અને (૩૦) મા એનો જવાબ છે.

00:40:18.580 --> 00:40:28.436
એવી રીતે આ ભગવાન આત્મા છે,
એ સમય નામનો પદાર્થ છે.

00:40:28.460 --> 00:40:43.436
એ સમય નામનો પદાર્થ પુરો ક્યારે કહેવાય?
કે દ્રવ્ય-ગુણે તો સમાનતા છે પણ
એની પર્યાયમાં જાણવાની દશા પ્રગટ થાય છે.

00:40:43.460 --> 00:40:48.396
સમયનું વર્ણન કરતા
સમયસારની બીજી ગાથામાં કહ્યું,

00:40:48.420 --> 00:40:57.076
કે યુગપદ એક સાથે જાણે પણ છે
અને જાણવારૂપે પરિણમે પણ છે.

00:40:57.100 --> 00:41:04.500
એવું પદાર્થનું સ્વરૂપ જ છે,
સ્વયં સિદ્ધ. આહાહા!

00:41:04.520 --> 00:41:11.700
એ કોઈ નયથી આત્માને જાણે છે અને
નયથી જ્ઞાન પ્રગટ થાય છે, એમ છે નહિ.

00:41:11.720 --> 00:41:15.096
કોઈ કર્મ માર્ગ આપે
તો પ્રગટ થાય એમ છે (નહિ).

00:41:15.120 --> 00:41:22.096
સ્વભાવ નિરપેક્ષ હોય છે, ભાઈ!
સ્વભાવને કોઈની અપેક્ષા ન હોય. આહાહા!

00:41:22.120 --> 00:41:32.096
એમ, જ્ઞાન સત્ અહેતૂક છે, એને કોઈ હેતુ નથી.

00:41:32.120 --> 00:41:43.536
(જ્ઞાન) સ્વયં, સ્વયં પ્રગટ થાય છે અને
એ સ્વયં પ્રગટ થતી, કે જેનો એ વિશેષ છે
એને જ એ પ્રગટ કરે છે.

00:41:43.560 --> 00:41:53.176
સામાન્ય આત્મા છે અને
એનું વિશેષ ઉપયોગ છે,
રાગ એનું વિશેષ નથી. આહાહા!

00:41:53.200 --> 00:42:02.376
તો એ ઉપયોગ જે છે,
એ ઉપયોગથી આત્મા અનન્ય છે.
ઉપયોગ અને આત્મા ભિન્ન નથી.

00:42:02.400 --> 00:42:09.456
તેથી તે ઉપયોગ આત્માને પ્રસિદ્ધ કરે છે,
એ પર્યાયનો પોતાનો સ્વભાવ છે, એમ!

00:42:09.480 --> 00:42:19.420
જ્ઞાનની પર્યાયનો સ્વભાવ જ એવો છે
કે એ આત્માને પ્રસિદ્ધ કરે. આહાહા!

00:42:19.440 --> 00:42:34.460
<b>અનાદિ-અનંત</b> કહ્યું ને?
<b>અનાદિ-અનંત જ્ઞાનની પર્યાય
આત્માને જાણવારૂપે જ પરિણમે છે.</b>

00:42:34.480 --> 00:42:40.776
અહીંયાં અતીન્દ્રિયજ્ઞાન કે ઈન્દ્રિયજ્ઞાન
કે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન કાંઈ ન લેવું.

00:42:40.800 --> 00:42:53.540
સામાન્ય ઉપયોગ છે આ, સ્વભાવનો અંશ છે.

00:42:53.560 --> 00:42:56.900
આ હરીશચંદ્રભાઈ આવતા થઈ ગયા એ સારું થયું.

00:42:56.920 --> 00:43:01.576
અને મને વિચાર આવ્યો હતો,
તમે કહ્યું કે હું તો નહિ આવી શકું,
બે દિવસ પછી આવીશ,

00:43:01.600 --> 00:43:05.336
પણ એક ટિકિટ કેન્સલ નથી કરાવતા.
મૈં કહ્યું સારું કહેવાય,

00:43:05.360 --> 00:43:14.176
એટલું સારું કહેવાય. આહાહા!
એ જ્યાં-ત્યાં જાઓ છો ને?
એમાં કાંઈ છે નહિ વાતમાં માલ.

00:43:14.200 --> 00:43:22.016
કુંદકુંદભગવાન પાસે જાઓ.
ત્યાં માલ બધો મળશે,
બાકી ક્યાંય છે નહિ.

00:43:22.040 --> 00:43:33.976
કુંદકુંદભગવાનને જેણે જાણ્યા
એવા ગુરુદેવ પાસે જાઓ.
બાકી ફાંફા મારવાના છે, જિંદગી પૂરી થઈ જશે.

00:43:34.000 --> 00:43:41.816
મુમુક્ષુ:- ગુરુદેવ પાસેથી
આપની પાસે આવ્યા છીએ.
ઉત્તર:- અમે તો ટપાલી છીએ.

00:43:41.840 --> 00:43:46.336
એમની જે ટપાલ છે
એ વહેંચીએ છીએ બધાને,
ગુરુદેવે આવું કહ્યું છે.

00:43:46.360 --> 00:43:51.848
ગુરુદેવે આવું કહ્યું છે,
અમને બેઠું (સમજમાં આવ્યું) છે
એટલે અમે કહીએ છીએ. આહાહા!

00:43:51.872 --> 00:43:56.620
મુમુક્ષુ:- ગુરુદેવના પ્રતિનિધિ તમે જ છો.
ઉત્તર:- ઠીક છે.

00:43:56.640 --> 00:44:08.180
જુઓ, આ આવે તત્ત્વાર્થસૂત્રમાં
<b>उपयोगो लक्षणम्</b> (અધ્યાય ૨, સૂત્ર ૮)
જે દિગંબરનું મૂળ શાસ્ત્ર. આહાહા!

00:44:08.200 --> 00:44:15.340
હવે એને પણ ખબર નહિ કે આ ઉપયોગ શું છે?
કોને જાણે છે અને શું કરે છે ઉપયોગ?

00:44:15.360 --> 00:44:20.056
ઉપયોગની ક્રિયા શું? અને એનો વિષય શું?
એ પણ ખબર નહિ.

00:44:20.080 --> 00:44:26.240
ઉપયોગમાં જાણવાની ક્રિયા થાય,
અને એ આત્માને જાણે, પરને જાણે નહિ.

00:44:26.260 --> 00:44:32.536
લક્ષ્યને પ્રસિદ્ધ કરે અને
અલક્ષ્યને પ્રસિદ્ધ ન કરે,
એને લક્ષણ કહેવામાં આવે છે.

00:44:32.560 --> 00:44:39.296
આ પરિભાષા છે લક્ષણની,
લક્ષ્યને પ્રસિદ્ધ કરે અને
અલક્ષ્યને પ્રસિદ્ધ ન કરે.

00:44:39.320 --> 00:44:43.656
એ તો બરાબર છે ને? આહાહા!
એનું નામ લક્ષણ કહેવાય.

00:44:43.680 --> 00:44:47.896
એ રાગને પ્રસિદ્ધ ન કરે. આહાહા!

00:44:47.920 --> 00:45:02.860
એ ન કરે તો કાંઈ નહિ,
પણ વ્યવહારે તો રાગને જાણે ને?
આહાહા! ભીંત ભૂલ્યા, પ્રભુ!

00:45:02.880 --> 00:45:08.260
<b>અનાદિ-અનંત જ્ઞાનની પર્યાય
આત્માને જાણવારૂપે પરિણમે છે.</b>

00:45:08.280 --> 00:45:16.896
<b>એ જ્ઞાન આત્માને જ</b>
સમ્યક્એકાંત, આત્માને <b>પ્રસિદ્ધ કરે</b>
અને પરને પ્રસિદ્ધ ન કરે.

00:45:16.920 --> 00:45:26.256
તો સ્વપરપ્રકાશક એનો સ્વભાવ ક્યાં ગયો?
કે એમાં રહી ગયો.
જ્ઞાનની પર્યાયમાં રહી ગયો, ઊડયો નહિ.

00:45:26.280 --> 00:45:34.816
તમે તો કહ્યું, એકલા આત્માને જાણે
અને પરને ન જાણે,
તો-તો સ્વપરપ્રકાશકમાં, પરને તમે ઊડાડ્યું?

00:45:34.840 --> 00:45:45.360
કે અમે ઊડાડ્યું નથી, તને એમ લાગે છે કે
જ્ઞાનની પર્યાય આમ-આમ (પર લક્ષથી)
જાણેને ત્યારે એને પરપ્રકાશક કહેવાય.

00:45:45.380 --> 00:45:55.280
એમ છે નહિ. તારી માન્યતા ઊંધી છે.
જ્ઞાનની પર્યાયને આમ-આમ
(પરનું લક્ષ) ન કરવું પડે.

00:45:55.300 --> 00:46:03.516
જ્ઞાનની પર્યાય આત્માને જાણતાં-જાણતાં,
એમાં લોકાલોકનો પ્રતિભાસ થાય છે.

00:46:03.540 --> 00:46:11.356
આ પ્રતિભાસને પરપ્રકાશક કહેવાય.
પરનું લક્ષ કરે તો ઉપયોગ રહેતો નથી.

00:46:11.380 --> 00:46:20.476
મુમુક્ષુ:- બહુ સરસ! બહુ સરસ!
ઉત્તર:- બહુ સરસ! સત્ય છે ને?
એ appeal (અપીલ, આકર્ષણ) કરે અંદર.

00:46:20.500 --> 00:46:33.300
સત્ય છે ને? આત્મા બેઠો છે ને અંદર?
એ અપીલ કરે, અંદરથી હકાર આવે,
 હકાર આવે. આહાહા!

00:46:33.320 --> 00:46:40.900
<b>જ્ઞાન આત્માને જ પ્રસિદ્ધ કરે છે</b>,
પરને નહિ, એમ.
એ અસ્તિ-નાસ્તિ અનેકાંત છે.

00:46:40.920 --> 00:46:46.776
<b>કઈ નયથી જ્ઞાનમાં આત્મા જણાય</b>!
લ્યો! બીજો પારો આવ્યો.

00:46:46.800 --> 00:46:54.656
<b>કઈ નયથી જ્ઞાનમાં આત્મા જણાય
અને કઈ નયથી ન જણાય?</b>

00:46:54.680 --> 00:47:02.096
કઈ નયથી જણાય અને
કઈ નયથી આત્મા એમાં ન જણાય, એમ.

00:47:02.120 --> 00:47:19.760
<b>વ્યવહારનયથી ન જણાય અને
નિશ્ચયનયથી જણાય-એમ નથી.</b>
આ તો જ્ઞાનની પર્યાયના સ્વભાવની વાત છે.

00:47:19.780 --> 00:47:27.100
કે નયથી તો આમ સાંભળ્યું છે?
હવે નયથી આગળની વાત ચાલે છે.

00:47:27.120 --> 00:47:32.960
તારી ધારણાને અંદર હમણાં
deposit (ડિપોઝીટ, જમા) રાખી મુક. આહાહા!

00:47:32.980 --> 00:47:44.980
અને અનુભવ થાય ત્યારે એમ લાગે કે
આ નયનું જ્ઞાન પણ ખોટું,
અનુભવથી પ્રમાણ કરજો.

00:47:45.000 --> 00:47:50.900
<b>વ્યવહારનયથી ન જણાય</b>,
જ્ઞાનમાં આત્મા <b>વ્યવહારનયથી ન જણાય</b>

00:47:50.920 --> 00:48:00.380
<b>અને નિશ્ચયનયથી જણાય</b>,
સર્વજ્ઞ ભગવાને બે નય કહી છે, ચોખ્ખી વાત છે!

00:48:00.400 --> 00:48:14.580
<b>-એમ નથી.</b> નિશ્ચયનયથી જણાય અને
વ્યવહારનયથી જ્ઞાન આત્માને ન જાણે,
નિશ્ચયનયે  જાણે, <b>એમ નથી</b>.

00:48:14.600 --> 00:48:23.900
તું નય લગાડીશ તો
એ જ્ઞાન જ પ્રગટ નહિ થાય,
જાણવાની વાત તો પછી. આહાહા!

00:48:23.920 --> 00:48:29.536
જાણવાની વાત તો પછી.
એ તો વિકલ્પ ઉત્પન્ન થયો.

00:48:29.560 --> 00:48:37.180
<b>-એમ નથી. જ્ઞાન આત્માને</b>,
જુઓ, એનો જવાબ આવ્યો ઉપરની બે લીટીનો.

00:48:37.200 --> 00:48:46.456
<b>જ્ઞાન આત્માને સ્વભાવથી જ
અનાદિ-અનંત પ્રસિદ્ધ કરે છે.</b> આહાહા!

00:48:46.480 --> 00:48:52.460
અનાદિ-અનંત, માને તો પણ ઠીક અને
ન માને તો પણ ઠીક.

00:48:52.480 --> 00:49:02.780
સૂર્યનો પ્રકાશ મકાનને પ્રસિદ્ધ કરે છે,
સૂર્યને પ્રસિદ્ધ નથી કરતો
- એમ કોઈ કહે ગાંડો તો?

00:49:02.800 --> 00:49:12.040
તો એ સૂર્યને પ્રસિદ્ધ નહિ કરે એનો પ્રકાશ?
અંધારું થઈ જશે પ્રકાશમાં? નહિ થાય.

00:49:12.060 --> 00:49:18.500
એ જ્ઞાન આત્માને પ્રસિદ્ધ કર્યા કરે છે,
સમયે-સમયે.

00:49:18.520 --> 00:49:32.616
આ અનુભવનો સહેલો ઉપાય છે.
અનુભવનો સહેલામાં સહેલો ઉપાય છે.
બધાથી સરળ આ છે.

00:49:32.640 --> 00:49:39.576
કેટલી યાત્રા કરવી? કેટલા ઉપવાસ કરવા?
કેટલા વ્રત કરવા? કેટલા મંદિર બંધાવવા?
આહાહા!

00:49:39.600 --> 00:49:48.620
કેટલા શાસ્ત્ર ભણવા?
કેટલા નય-નિક્ષેપ-પ્રમાણ?
કેટલી ડીગ્રી મેળવવી? આહાહા!

00:49:48.640 --> 00:49:57.896
જ્ઞાન આત્માને જાણતું જ પ્રગટ થાય છે,
પ્રસિદ્ધ કરતું જ પ્રગટ થાય છે.
આહાહા!

00:49:57.920 --> 00:50:04.660
<b>અનાદિ-અનંત પ્રસિદ્ધ કરે છે.
એને નયની અપેક્ષા જ નથી.</b> આહાહા!

00:50:04.680 --> 00:50:11.656
નય વચમાં નાખીશ ને?
તો જ્ઞાન આત્માને જાણે છે
એ તને ખ્યાલમાં આવશે નહિ.

00:50:11.680 --> 00:50:21.456
નયને વચમાં રાખ મા ભાઈ! આહાહા!
નય તો બાધક છે, અનુભવ માટે બાધક છે.

00:50:21.480 --> 00:50:29.980
એ આવ્યું હતું, જે-જે સાધન તે-તે બાધક.

00:50:30.000 --> 00:50:36.380
<b>એને નયની અપેક્ષા જ નથી</b>, સ્વભાવને.
<b>સ્વભાવમાં નય ન હોય</b>.

00:50:36.400 --> 00:50:45.856
જ્ઞાનની પર્યાય આત્માને જાણે છે.
કઈ નયથી?
પ્રશ્ન જ નથી, જ્ઞાનની પર્યાયનો સ્વભાવ જ છે.

00:50:45.880 --> 00:50:54.976
એ સામાન્યનું વિશેષ છે તો
એ વિશેષ સામાન્યને પ્રસિદ્ધ કરે, કરે અને કરે.

00:50:55.000 --> 00:51:03.860
આહાહા! સામાન્ય-વિશેષ તો ખ્યાલમાં આવ્યું ને?

00:51:03.880 --> 00:51:15.900
<b>એને નયની અપેક્ષા જ નથી.
સ્વભાવમાં નય ન હોય અને સ્વભાવની સિદ્ધિ માટે,
'નય' માત્ર અંગુલિ નિર્દેશ કરે છે.</b>

00:51:15.920 --> 00:51:21.056
અનુમાન કરીને કહે છે, 
જે વ્યવહારનયમાં ફસાણો હતો એને એમ કહે છે,

00:51:21.080 --> 00:51:26.136
કે નિશ્ચયનયથી તો
જ્ઞાન આત્માને જ જાણે છે,
પરને જાણતું નથી.

00:51:26.160 --> 00:51:31.216
એટલો વ્યવહારનો નિષેધ કરવા માટે
નિશ્ચયનયથી એને ઇશારો કર્યો.

00:51:31.240 --> 00:51:37.896
<b>અનુમાન સુધી લઈ જાય છે, બસ-</b>
બસ, એની મર્યાદા એટલી.

00:51:37.920 --> 00:51:45.416
અનુમાન જ્ઞાનમાં એમ આવ્યું કે મારું
જ્ઞાન તો મારા આત્માને જ જાણે છે,
પરને જાણતું નથી.

00:51:45.440 --> 00:51:50.616
એમ એના ખ્યાલમાં પહેલા લે છે, નય દ્વારા.

00:51:50.640 --> 00:51:59.216
<b>તું નિશ્ચયનયે અકર્તા છો કે
સ્વભાવથી જ અકર્તા છો?</b>
કે સાહેબ! નિશ્ચયનયથી અકર્તા છે.

00:51:59.240 --> 00:52:04.976
શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી જોવામાં આવે તો
અકારક અને અવેદક છે
એમ શાસ્ત્રમાં લખ્યું છે.

00:52:05.000 --> 00:52:12.776
એનાથી આગળ વાત છે આ.
લખ્યું છે એ સાચું છે પણ
એ વિકલ્પ છે, એમાં અનુભવ ન થાય.

00:52:12.800 --> 00:52:18.096
<b>હું તો સ્વભાવથી જ અકર્તા છું, પ્રભુ.</b> આહાહા!

00:52:18.120 --> 00:52:23.908
હવે, તારા કહેલા ઇન્દ્રજાળ,
નયને હું ઓળંગુ છું

00:52:23.932 --> 00:52:34.380
અને હું મારા સ્વભાવની સમીપે જઈને જોઉં છું
તો મને નયની અપેક્ષા નથી. આહાહા!

00:52:34.400 --> 00:52:44.580
<b>બસ, તો નયોના વિકલ્પ છૂટી જશે
અને તને અનુભવ થઈ જશે.
અનુભવની આ વિધિ છે.</b>

00:52:44.600 --> 00:52:51.496
જેને અનુભવ કરવો હોય ને?
એને આ વિધિ બતાવવામાં આવે છે.

00:52:51.520 --> 00:53:03.180
<b>જ્ઞાનની પર્યાય નિશ્ચયનયે આત્માને જાણે છે
કે સ્વભાવથી જાણે છે?</b>

00:53:03.200 --> 00:53:08.660
નિશ્ચયનયથી જ્ઞાન આત્માને જાણે છે
કે સ્વભાવથી જાણે છે?
મુમુક્ષુ:- સ્વભાવથી જાણે છે.

00:53:08.680 --> 00:53:19.376
ઉત્તર:- સ્વભાવથી જાણે છે.
તો નિશ્ચયનયથી તો જૂઠી થઈ જશે? જૂઠી જ છે.
આહાહા! થઈ જશે શું? એ તો જૂઠાલાલ છે.

00:53:19.400 --> 00:53:26.136
વિકલ્પ છે ને એ?
નિશ્ચયનયનો વિકલ્પ પણ વસ્તુનો સ્વભાવ નથી.

00:53:26.160 --> 00:53:29.416
એ તો પ્રાથમિક શિષ્યોને સમજાવવા માટે હોય છે.

00:53:29.440 --> 00:53:33.656
આ તો એકદમ અંદર જાવાની વાત છે.
સમજ્યો? આહાહા!

00:53:33.680 --> 00:53:42.000
આઠ વર્ષનો બાળક પણ અનુભવ કરી શકે.
તું તો દસ બાર વર્ષનો થઈ ગયો હોઈશ, કે નહિ?

00:53:42.000 --> 00:53:49.700
ધીરજ નામ છે, ધીરજ એનું,
એક નીરજ અને એક ધીરજ.

00:53:49.720 --> 00:54:01.816
અકલંક અને નિકલંક બે ભાઈઓ હતાને? હા, એમ આ.
Powerful (પાવરફૂલ, શક્તિશાળી) છે, હોં! હા!
તે દિવસ બોલતો હતો, ઓહોહો! ગજબ છે!

00:54:01.840 --> 00:54:04.020
મુમુક્ષુ:- મોટા પંડિતોને
શરમ આવે એવું છે.
ઉત્તર:- હા! એવું છે.

00:54:04.040 --> 00:54:12.816
મુમુક્ષુ:- આત્મામાંથી આવે એવું.
ઉત્તર:- Spirit (સ્પીરિટ, જુસ્સા)થી બોલે પાછું હોં,
આત્મા છે ને? આહાહા!

00:54:12.840 --> 00:54:25.940
અનંત ગુણથી ભરેલો આત્મા, ભગવાન આત્મા છે.
કોણ બાળક, કોણ યુવાન ને કોણ વૃદ્ધ?
એમાં કાંઈ છે નહિ.

00:54:25.960 --> 00:54:33.020
<b>બસ, તો નયના વિકલ્પ છૂટી જશે
અને તને અનુભવ (થઈ જશે)</b>,
એમ કહે છે.

00:54:33.040 --> 00:54:45.700
જો તું નયને છોડી દઇશ તો તને અનુભવ થઈ જશે.
નયને પકડીશ ત્યાં સુધી અનુભવ નહિ થાય. આહાહા!

00:54:45.720 --> 00:54:49.940
સોગાનીજીએ એક દૃષ્ટાંત આપ્યું, સોગાનીજીએ.

00:54:49.960 --> 00:54:57.860
એક પોપટ હતો, ઊડતો-ઊડતો
એક આમ ભૂંગળીને પકડી લીધી, ફરતી ભૂંગળી.

00:54:57.880 --> 00:55:03.056
આમ-આમ ફરે, ભૂંગળી ફરે
તો ઊંધું માથું થઈ ગયું એનું.

00:55:03.080 --> 00:55:08.336
ભૂંગળીને પકડી અને પોતે ઊંધું માથું થઈ ગયું.

00:55:08.360 --> 00:55:19.336
તો બીજા પોપટો,
એને એની ભાષામાં સમજાવે છે, છોડી દે.
આ ભૂંગળીને તું છોડી દે તો તું ઊડી જાઇશ.

00:55:19.360 --> 00:55:28.056
તો પોપટ કહે હું તો મરી જાઇશ.
કે તું મરીશ નહિ પણ તું ઊડી જાઇશ.

00:55:28.080 --> 00:55:35.056
એની જાતના કહેવા માંડ્યા ને?
એટલે એને ખ્યાલ આવ્યો,
જો કાગડાએ કહ્યું હોત તો ન છોડત.

00:55:35.080 --> 00:55:46.096
સમજાણું?
કે કોઈ મિંદડીએ આવીને કહ્યું હોત તો?
મુમુક્ષુ:- તો ન છોડત.

00:55:46.120 --> 00:55:57.580
ઉત્તર:- પણ એની જાતના,
એની જાતનાએ કહ્યું કે છોડી દે, તું ઊડી જાઇશ.

00:55:57.600 --> 00:56:04.340
એક પોપટ, બે પોપટ, ત્રણ પોપટે,
વારા ફરતી (કહ્યું). કે આપણી જાતના છે,
એટલે આપણને સાચી સલાહ આપે. સમજી ગયા?

00:56:04.360 --> 00:56:07.820
તો એને આમ છોડી દીધું, છોડી ભેગો ઊડી ગયો.

00:56:07.840 --> 00:56:13.740
એમ નયને પકડી રાખ્યું છે, છોડી દે!
અનુભવ થઈ જશે તને, એમ કહે છે.

00:56:13.760 --> 00:56:32.420
એ ભૂંગળી છે, ભૂંગળી(ને પકડીને)
એ ઊંધે માથે થઈ ગયો તું.
એ સોગાનીજીએ દૃષ્ટાંત આપ્યું હતું.

00:56:32.440 --> 00:56:36.820
<b>બસ, તો નયના વિકલ્પ છૂટી જશે અને
તને અનુભવ થઈ જશે. આ અનુભવની વિધિ છે.</b>

00:56:36.840 --> 00:56:44.216
<b>જ્ઞાનની પર્યાય નિશ્ચયનયે આત્માને જાણે છે કે
સ્વભાવથી જાણે છે?
-સ્વભાવથી જ જાણે છે, પ્રભુ.</b>

00:56:44.240 --> 00:56:47.176
આહાહા! એને નયની જરૂર નથી.

00:56:47.200 --> 00:56:58.020
<b>અનાદિ-અનંત જ્ઞાન સ્વભાવથી જ
આત્માને જાણતું પ્રગટ થાય છે.</b> આહાહા!

00:56:58.040 --> 00:57:09.580
સૂર્યનો પ્રકાશ સૂર્યને
પ્રસિદ્ધ કરતો જ ઉદય થાય છે.

00:57:09.600 --> 00:57:16.300
<b>સ્વભાવથી જ જાણતો હોય,
એમાં નયની અપેક્ષા ન હોય.
નય તો માત્ર સ્વભાવનો અંગુલિ નિર્દેષ કરે છે.</b>

00:57:16.320 --> 00:57:21.416
નથી જાણતો - સમજતો એને ઇશારાથી સમજાવે છે.

00:57:21.440 --> 00:57:28.056
<b>પહેલા વ્યવહારનયનો પક્ષ હતો
એને નિશ્ચયનય દ્વારા સમજાવે છે</b>.

00:57:28.080 --> 00:57:32.576
વ્યવહારનયનો પક્ષ છોડાવવા
એને નિશ્ચયનયનું અવલંબન આપ્યું,

00:57:32.600 --> 00:57:36.256
કે નિશ્ચયનયથી વિચાર તું,
વ્યવહારનયથી વિચાર છોડી દે હવે.

00:57:36.280 --> 00:57:43.456
કે વ્યવહારનય અન્યથા કથન કરે છે અને
નિશ્ચયનય તો વસ્તુનો જેવો સ્વભાવ છે
એવું પ્રતિપાદન કરે છે.

00:57:43.480 --> 00:57:48.016
એટલે નિશ્ચયનય સત્યાર્થ છે, એમ.
વ્યવહારનય અસત્યાર્થ છે.

00:57:48.040 --> 00:57:52.576
એટલે વ્યવહારનો પક્ષ છોડાવવા
એને નિશ્ચયનયનું અવલંબન દીધું.

00:57:52.600 --> 00:57:56.816
<b>તો વ્યવહારનો પક્ષ છૂટી જાય છે
અને નિશ્ચયના પક્ષમાં આવે છે.</b>

00:57:56.840 --> 00:58:04.216
નિશ્ચયના પક્ષમાં આવે છે હવે.
વ્યવહારનો પક્ષ છૂટે અને
નિશ્ચયના પક્ષમાં આવે.

00:58:04.240 --> 00:58:08.696
<b>હવે કોઈ તો સ્વભાવ સુધી પહોંચી</b> કોઈ,

00:58:08.720 --> 00:58:12.336
<b>પહોંચી પક્ષાતિક્રાંત થઈ અનુભવ કરી લે છે</b>

00:58:12.360 --> 00:58:32.900
<b>અને કોઈ નિશ્ચયનયના પક્ષમાં</b>
એટલે વિકલ્પમાં
<b>અટકી જાય છે, અનુભવ કરી શકતો નથી.</b>

00:58:32.920 --> 00:58:43.300
<b>હવે જે નિશ્ચયનય દ્વારા
સ્વભાવનું અનુમાન કરી,</b>
જો કે નિશ્ચયનય સુધી જે આવ્યો છે

00:58:43.320 --> 00:58:50.260
એને <b>નિશ્ચયનય દ્વારા સ્વભાવનું અનુમાન કરી,
અનુભવમાં ચાલ્યો જાય છે.</b>

00:58:50.280 --> 00:58:54.136
અનુમાનમાં આવી, અનુમાનમાં
અટકતો નથી હવે. આહાહા!

00:58:54.160 --> 00:59:01.856
નિશ્ચયનય દ્વારા,
મન દ્વારા વસ્તુનો નિર્ણય થાય છે,
અનુમાન, અનુમાન થાય છે. આહાહા!

00:59:01.880 --> 00:59:08.136
હું તો જાણનાર છું,
અભેદ ટંકોત્કીર્ણ શુદ્ધ ચૈતન્યમૂર્તિ છું.

00:59:08.160 --> 00:59:14.136
એમ વ્યવહારનો પક્ષ છોડી,
અને નિશ્ચયનય જેવું સ્વરૂપ કહે છે

00:59:14.160 --> 00:59:19.696
એવા સ્વરૂપને પહેલા
મન દ્વારા એ ખ્યાલમાં લે છે.

00:59:19.720 --> 00:59:30.216
એને ખ્યાલમાં આવે છે,
આવી શકવા યોગ્ય છે, એમ.
પણ મન દ્વારા અનુભવ થઈ શકતો નથી.

00:59:30.240 --> 00:59:38.456
મુમુક્ષુ:- અનુમાન દ્વારા ન થાય?
અનુમાન દ્વારા પણ ન થાય?
ઉત્તર:- નહિ, અનુભવ ન થાય.

00:59:38.480 --> 00:59:48.376
મુમુક્ષુ:- અનુમાન દ્વારા તો
તે તેના સુધી પહોંચે છે.
ઉત્તર:- ક્યાં સુધી પહોંચે છે?

00:59:48.400 --> 00:59:53.296
મુમુક્ષુ:- સ્વભાવ સુધી.
દૃષ્ટિમાં લે છે, અનુમાન દ્વારા.
ઉત્તર:- નહિ-નહિ.

00:59:53.320 --> 01:00:05.456
અનુમાન દ્વારા, મનના વિકલ્પ દ્વારા,
પરોક્ષ જ્ઞાન દ્વારા, આત્મા આવો છે,
એમ ખ્યાલમાં લે છે, ત્યાં સુધી દુ:ખી છે.

01:00:05.480 --> 01:00:12.380
ત્યાં સુધી?
મુમુક્ષુ:- દુ:ખી છે, બરાબર! બરાબર!

01:00:12.400 --> 01:00:21.828
ઉત્તર:- પછી અનુમાન છૂટી જાય છે
અને પ્રત્યક્ષ અનુભવ થઈ જાય છે.

01:00:21.852 --> 01:00:26.260
અનુમાનમાં કાંઈ હાથમાં આવ્યું નથી.

01:00:26.280 --> 01:00:29.496
મુમુક્ષુ:- અનુમાન દ્વારા
નિશ્ચયનો નિર્ણય કરી લે છે.

01:00:29.520 --> 01:00:34.080
ઉત્તર:- નિર્ણય કરી લે છે,
પરંતુ જે નિર્ણય છે ને, એ દુ:ખદાયક દશા છે.

01:00:34.100 --> 01:00:46.220
મુમુક્ષુ:- એ વિકલ્પાત્મક છે.
ઉત્તર:- હા, એ વિકલ્પાત્મક છે.
એ અનંતાનુબંધીનો કષાય છે, હજી.

01:00:46.240 --> 01:00:54.060
નહિતર એને એમ થાય કે
હું હવે નિર્ણયમાં આવી ગયો.

01:00:54.080 --> 01:01:07.456
એ નિર્ણયમાં આવી ગયો એમ જે માને,
એ તો નિર્ણયમાં પણ નથી.
નિર્ણયને આગળ કરે એને નિર્ણય ન હોય.

01:01:07.480 --> 01:01:11.296
નિર્ણયમાં જ્ઞાયક તત્ત્વ આગળ હોય,
એને નિર્ણય હોય.

01:01:11.320 --> 01:01:14.856
નિર્ણય પાછળ રહી જાય અને
જ્ઞાયક આગળ આવી જાય.

01:01:14.880 --> 01:01:31.176
નિર્ણયની વાત કોઈ અપૂર્વ છે,
સાધારણ વાત નથી.
શાંતિસાગર કહે છે 'અપૂર્વ વાત છે'. આહાહા!

01:01:31.200 --> 01:01:43.496
નિર્ણયવાળો નિર્ણયને આગળ કરતો (નથી).
એને ખ્યાલ આવી જાય છે કે
હવે સમ્યગ્દર્શન જરૂર થશે.

01:01:43.520 --> 01:01:59.736
એ વ્યવહારનયે નિશંક થઈ ગયો છે,
નિશ્ચયનયે હજી નિશંક થયો નથી.

01:01:59.760 --> 01:02:08.416
શું કહે છે શોભનાબહેન?
મુમુક્ષુ:- વ્યવહારનયે નિશંક એટલે?

01:02:08.440 --> 01:02:11.616
ઉત્તર:- શું કહ્યું?
મુમુક્ષુ:- વ્યવહારનયે નિશંક એટલે
- આપે કહ્યુ ને?

01:02:11.640 --> 01:02:23.736
ઉત્તર:- વ્યવહારનયે નિશંક થયો છે એટલે
કે નિશંક થયો નથી, એમ. વ્યવહારનય લગાડી ને!

01:02:23.760 --> 01:02:35.296
મુમુક્ષુ:- નિશ્ચયનયે તો નિશંક થઈ ગયો.
ઉત્તર:- નિશંકનું ફળ ન આવ્યું ને?
તો શું નિશંક થયો? નિશંકનું ફળ તો...

01:02:35.320 --> 01:02:41.696
મુમુક્ષુ:- નિશંક થઈ આગળ વધી ગયો.
ઉત્તર:- આગળ વધે ત્યારે ને?
ત્યાં રોકાઈ જાય તો?

01:02:41.720 --> 01:02:46.816
નિર્ણય થઈ ગયો-નિર્ણય થઈ ગયો,
એમ અટકી જાય એ તો. આહાહા!

01:02:46.840 --> 01:02:54.296
નિર્ણયવાળા, મેં કહ્યું કે નિર્ણયવાળા
નિર્ણયને આગળ નથી કરતા.

01:02:54.320 --> 01:03:03.536
નિર્ણયનોં વિષય એને આગળ થઈ ગયો છે,
મુખ્ય થઈ ગયો છે, નિર્ણય ગૌણ થઈ ગયો છે.

01:03:03.560 --> 01:03:17.496
ઓહો! પરંતુ રાત-દિવસ એને
એક જ્ઞાયક જ સ્મરણમાં આવતું રહે છે. આહાહા!

01:03:17.520 --> 01:03:25.000
આ વાત એવી છે, કોઈ વચનાતીત છે,
વચનથી કહી શકાય એવી નથી.

01:03:25.020 --> 01:03:33.556
પંચાધ્યાયી કર્તાએ ત્રણ પ્રકાર એમાં પડ્યા છે-
(૧) વચનાતીત છે, (૨) નિર્વિકલ્પવત્ છે,
(૩) કેવળ અનુભવગમ્ય છે.

01:03:33.580 --> 01:03:36.008
એ કહી શકાતી નથી.

01:03:36.032 --> 01:03:44.420
સમ્યગ્દર્શન કહી શકાય પણ
નિર્ણય કહી શકાય નહિ. આહાહા!

01:03:44.440 --> 01:03:49.140
કેમ કે સમ્યગ્દર્શનનું લક્ષણ તો આનંદ આવ્યો,
એ તો પ્રગટ થઈ ગયો.

01:03:49.160 --> 01:03:52.496
કહી શકાય એના દ્વારા, કહેવા ધારે તો.

01:03:52.520 --> 01:04:01.136
કોઈને કહેવું હોય તો,
ન કહેવું હોય તો પૂછે તો પણ જવાબ ન દયે.
તમારો વિષય છે, અમારો વિષય નથી. આહાહા!

01:04:01.160 --> 01:04:03.416
એ તમે નક્કી કરો બસ!

01:04:03.440 --> 01:04:18.180
પણ આ જે નિર્ણય આવે એ તો કહી શકાતું પણ નથી.
પણ એક અપેક્ષાએ એને નૈગમનય લાગુ પડી ગઈ.

01:04:18.200 --> 01:04:28.380
'चिरम अचिरम' થોડા કે વધારે કાળમાં,
એને પ્રત્યક્ષ અનુભવ થશે, થશે અને થશે.

01:04:28.400 --> 01:04:34.256
એ પોતે નિશંક થઈ ગયો,
પણ હજી વ્યવહારે નિશંક છે,
નિશ્ચયે નિશંક થયો નથી,

01:04:34.280 --> 01:04:41.300
કેમ કે આનંદ આવ્યો નથી. શોભનાબહેન!

01:04:41.320 --> 01:04:52.500
અનુભવથી નિશંક (થયો એ) જુદી વાત
અને નિર્ણયમાં આવ્યો અને નિશંક
એ વાત જુદા પ્રકારની છે. આહાહા!

01:04:52.520 --> 01:05:01.020
એ તો એક,
એક જ્ઞાયકની કોઈ અંદરમાં ધારા ઉપડે છે.
સમજી ગયા? એની મુખ્યતાની.

01:05:01.040 --> 01:05:10.380
જેમ સમ્યગ્દૃષ્ટિને પરિણતિ પ્રગટ થાય છે ને?
પરિણતિ, અનુભવ પછી ચાલુ રહે પરિણતિ,

01:05:10.400 --> 01:05:19.180
એમ આ નિર્ણયવાળાને, પ્રકાશ(ભાઈ),
એક પરિણતિ અંદરમાં પ્રગટ થાય છે. આહાહા!

01:05:19.200 --> 01:05:34.860
એ પરિણતિ ધારાવાહી રહે છે ઊંઘમાં પણ.
એનો વ્યય ક્યારે થાય કે પ્રત્યક્ષ થાય ત્યારે,
પછી એનો વ્યય થઈ જાય છે.

01:05:34.880 --> 01:05:43.900
આ તો કાંઈ ખાનગી રાખવાની વાત તો છે નહિ.
ખુલ્લે ખુલ્લી કહેવામાં આવે છે.

01:05:43.920 --> 01:05:51.540
મુમુક્ષુ:- પોતાને જ અંદર
ખબર પડે છે કે આમ થઈ શકે છે.
ઉત્તર:- બીજાને કોઈને નહિ. બીજાનો વિષય જ નથી.

01:05:51.560 --> 01:05:55.896
બીજો કોઈ જાણી શકે નહિ
અને જેને થયું એ કહી શકે નહિ.

01:05:55.920 --> 01:06:01.820
બીજો જાણી શકે નહિ અને
જેને થયું હોય એ વાણી દ્વારા કહી શકે નહિ.

01:06:01.840 --> 01:06:07.016
એ વચનાતીત,
નિર્વિકલ્પવત્,
કેવળ સ્વાનુભવગમ્ય.

01:06:07.040 --> 01:06:17.940
એ પોતે જાણે. બસ! બીજો કોઈ જાણી ન શકે.

01:06:17.960 --> 01:06:25.840
અને લગભગ એનો કાળ દેખાઈ છે, લગભગ.
બાકી તો કેટલીક વાત તો કેવળી ગમ્ય છે.

01:06:25.960 --> 01:06:30.700
પણ છ મહિનાથી વધારે ન લંબાય,
છ મહિનાની અંદર એને અનુભવ થઈ જાય.

01:06:30.720 --> 01:06:40.416
કાં કલાકો, કાં દિવસો,
કાં થોડાક મહિનાઓ બસ,
એમાં અનુભવ એને આવે છે.

01:06:40.440 --> 01:06:48.056
એ પણ થવા યોગ્ય થાય છે,
એને આત્મા કરતો નથી. આહાહા!

01:06:48.080 --> 01:06:56.656
એ તો જાણનારને જ જાણે છે બસ!
એને તો ધૂન લાગે છે 'હું તો જ્ઞાયક છું,
ચિદાનંદ આત્મા છું'. આહાહા!

01:06:56.680 --> 01:07:04.936
નિર્ણયનો મારામાં અભાવ છે. શું કહ્યું?
નિર્ણયવાળો એમ જાણે છે, ત્રંબકભાઈ!

01:07:04.960 --> 01:07:15.420
આ અપૂર્વ નિર્ણયનો મારામાં
અભાવ છે કેમ કે એ પર્યાય છે. આહાહા!

01:07:15.440 --> 01:07:25.220
મુમુક્ષુ:- એને છ મહિના પણ ન લાગે.
ઉત્તર:- ન લાગે. એ તો અંતમુહૂર્તમાં થાય,
કોઈ-કોઈને તો. આહાહા!

01:07:25.240 --> 01:07:33.776
સોગાનીજીને એક રાતમાં થઈ ગયું હતું.
એક રાતમાં 'જ્ઞાન ભિન્ન અને રાગ ભિન્ન'
ધૂન ચડી ગઈ.

01:07:33.800 --> 01:07:40.976
રાત્રે બેસી ગયા સમિતિના રૂમમાં.
સવારે રત્નત્રય ખીસામાં લઈને ઊઠયા.

01:07:41.000 --> 01:07:53.420
ત્રણ રત્ન, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર.
આહાહા! એક રાતમાં.

01:07:53.440 --> 01:07:59.420
<b>અનુભવ કરી શકતો નથી.
હવે જે નિશ્ચયનય દ્વારા
સ્વભાવનું અનુમાન કરી,</b>

01:07:59.440 --> 01:08:07.176
<b>અનુભવમાં ચાલ્યો જાય છે, પક્ષાતિક્રાંત થાય છે,
એણે નિશ્ચયનયનો પક્ષ પણ છોડયો
ત્યારે અનુભવ થયો.</b>

01:08:07.200 --> 01:08:10.176
પક્ષ છોડે ત્યારે અનુભવ થાય.

01:08:10.200 --> 01:08:21.256
<b>'નયથી આવો છું' એવો વિકલ્પ છૂટી જાય છે.
અનુભવ માટે નય સાધન જ નથી.</b>
નિર્ણય માટે હોય, અનુભવ માટે ન હોય.

01:08:21.280 --> 01:08:25.896
<b>નય માત્ર અનુમાન સુધી લઈ જાય છે,
એ અનુભવ ન કરાવી શકે.</b>

01:08:25.920 --> 01:08:30.628
નયના વિકલ્પો છે એ
અનુભવ કરાવી શકતું નથી,
કેમ કે પરોક્ષ છે,

01:08:30.652 --> 01:08:42.456
નય છે તે પરોક્ષ છે
અને જ્ઞાન છે તે પ્રત્યક્ષ છે. મોટો ફેર છે.
લ્યો, આ ચોથા પાનાનો પહેલો પારો થયો.

01:08:42.480 --> 01:08:58.256
<b>જ્ઞાનની પર્યાય નિશ્ચયનયે આત્માને જાણે છે
એમ વિચારતા વ્યવહારનયથી
એ પરને જાણે છે, એમ આવી ગયું.</b>

01:08:58.280 --> 01:09:02.896
એ પ્રમાણમાં આવી ગયો.
નયમાં ક્યાં આવ્યો છે એ?

01:09:02.920 --> 01:09:09.456
નયમાં આવ્યો ક્યારે કહેવાય,
કે વ્યવહારનયનો નિષેધ કરે
તો નિશ્ચયનયમાં આવ્યો.

01:09:09.480 --> 01:09:20.976
નિશ્ચયનયે જ્ઞાન આત્માને જાણે અને વ્યવહારનયે
પરને જાણે, એ તો પ્રમાણના પક્ષમાં ઊભો છે.
એ નિશ્ચયનયના પક્ષમાં નથી આવ્યો.

01:09:21.000 --> 01:09:29.096
નિશ્ચયનયના પક્ષમાં તો વ્યવહારનો નિષેધ કરે,
ત્યારે એ નિશ્ચયનયના પક્ષમાં આવ્યો કહેવાય હજી,

01:09:29.120 --> 01:09:34.416
કે 'જાણનાર જણાય છે,
ખરેખર પણ જણાતું નથી'.

01:09:34.440 --> 01:09:43.548
નિશ્ચયનયે જ્ઞાન આત્માને જાણે અને
વ્યવહારનયે પરને જાણે, એ તો પ્રમાણનો
વિકલ્પ છે, નયનો વિકલ્પ પણ નથી.

01:09:43.572 --> 01:09:48.176
એ તો બહુ દૂર દેખાય છે. આહાહા!

01:09:48.200 --> 01:10:00.376
પણ એક જીવ એમાંથી કાઢે છે કે
નિશ્ચયનયે આત્મા જણાય છે
અને ખરેખર પર જણાતું નથી,

01:10:00.400 --> 01:10:03.376
વ્યવહારનો નિષેધ કરે એનું જ
નામ નિશ્ચયનય કહેવાય.

01:10:03.400 --> 01:10:10.576
નિશ્ચયનયે જ્ઞાન આત્માને જાણે
અને વ્યવહારનયે પરને જાણે,
એ નિશ્ચયનયના પક્ષમાં નથી આવ્યો,

01:10:10.600 --> 01:10:17.336
એ પ્રમાણના પક્ષમાં ઊભો છે. આહાહા!
એ વિધિ નિષેધમાં પણ આવ્યો નથી હજી.

01:10:17.360 --> 01:10:26.180
એ નિશ્ચયનયના પક્ષમાં પણ આવી શકતો નથી.
એને નિશ્ચયના પક્ષમાં આવ્યો એમ ન કહેવાય.

01:10:26.200 --> 01:10:30.900
આ એક ભૂલનો પ્રકાર છે

01:10:30.920 --> 01:10:36.860
'અમે બે નયથી વિચારીએ છીએ,
નિશ્ચયનયે જ્ઞાન આત્માને જાણે અને
વ્યવહારનયે પરને જાણે'. આહાહા!

01:10:36.880 --> 01:10:45.180
એ પ્રમાણમાં અટકયો છે એ.
પ્રમાણના બે અંશ છે,
નિશ્ચયનય અને વ્યવહારનય.

01:10:45.200 --> 01:10:57.416
એમાંથી પ્રમાણમાંથી નિશ્ચયનયના પક્ષમાં આવે છે કે
'જાણનાર જણાય છે, ખરેખર પર જણાતું નથી'
એ વિધિ-નિષેધમાં આવે છે.

01:10:57.440 --> 01:11:11.260
પછી (નિષેધ)ના વિકલ્પ પણ છૂટવા માંડે છે,
નિષેધના વિકલ્પ છૂટવા માંડે છે,
અને વિધિના વિકલ્પનું બળ આવે છે. આહાહા!

01:11:11.280 --> 01:11:18.620
નિષેધનો પક્ષ છૂટતો જાય છે
ત્યારે એને દ્વેષ ઘટતો જાય છે, અને

01:11:18.640 --> 01:11:25.856
'જાણનાર જણાય છે' એમ નિશ્ચયના પક્ષમાં આવે
ત્યારે અહીંયાં શુભરાગ, રાગના પક્ષમાં આવ્યો,
દ્વેષનો પક્ષ છૂટયો.

01:11:25.880 --> 01:11:33.176
પછી અનુભવ કરે તો
રાગ-દ્વેષ બે છૂટીને અનુભવ થાય છે. આહાહા!

01:11:33.200 --> 01:11:38.376
'બે નય ભગવાને કહ્યા છે' -
એ પ્રમાણના પક્ષમાં ઊભો છે. આહાહા!

01:11:38.400 --> 01:11:44.736
બે નય કહ્યા છે પણ
એકમાં, નિશ્ચયનય વડે
વ્યવહારનો નિષેધ કરવાનું કહ્યું છે.

01:11:44.760 --> 01:11:55.220
સ્વાશ્રિત નિશ્ચયનય વડે તું વ્યવહારનો
નિષેધ કરજે, દયા રાખીશ મા, 'अदयम' પાઠ છે.

01:11:55.240 --> 01:12:00.740
<b>જ્ઞાનની પર્યાય નિશ્ચયનયે આત્માને જાણે છે
એમ વિચારતા વ્યવહારનયે તે પરને જાણે છે,
એમ આવી ગયું.</b>

01:12:00.760 --> 01:12:08.060
<b>અરે! નિશ્ચયનયથી જ્ઞાન આત્માને નથી જાણતું.</b>
બોલો! આહાહા!

01:12:08.080 --> 01:12:17.420
પરને જાણતું નથી એમાં વ્યવહારનો નિષેધ થયો.
નિશ્ચયનયે જ્ઞાન આત્માને નથી જાણતું એમાં
નિશ્ચયનયનો નિષેધ આવ્યો.

01:12:17.440 --> 01:12:21.896
હાય-હાય! નિશ્ચયનયનો નિષેધ વળી ક્યાં?
આ વાત તો સાંભળી નથી.

01:12:21.920 --> 01:12:27.376
વ્યવહારનયનો નિષેધ તો બરાબર છે,
પણ નિશ્ચયનયનો નિષેધ?

01:12:27.400 --> 01:12:32.856
કે નિશ્ચયનયના વિકલ્પનો નિષેધ છે,
એના વિષયનો નિષેધ નથી.

01:12:32.880 --> 01:12:40.136
<b>જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ;
ત્યાં-ત્યાં તે તે આચરે આત્માર્થી જન એહ</b>
(શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર, ગાથા ૮).

01:12:40.160 --> 01:12:46.416
કઈ અપેક્ષાએ કહેવામાં આવે છે?
શું અહીંયાં પ્રયોજન સિદ્ધ કરવું છે?

01:12:46.440 --> 01:12:53.340
એ સમજવું જોઈએ.
અહીંયાં નયાતિક્રાંતનો વિષય ચાલે છે.

01:12:53.360 --> 01:12:59.180
<b>વ્યવહારનયથી પરને જાણે છે,
એમ આવી ગયું. અરે!
નિશ્ચનયથી જ્ઞાન આત્માને નથી જાણતું.</b>

01:12:59.200 --> 01:13:08.056
અરે! નિશ્ચયનયે જ્ઞાન આત્માને ન જાણે?
તો શું વ્યવહારનયે જાણે
એમ આપ કહેવા માંગો છો?

01:13:08.080 --> 01:13:12.856
અરે ભાઈ! આ તો ઊંચે-ઊંચે ચડવાની વાત છે.
ક્યાં નીચે ઉતર્યો પાછો?

01:13:12.880 --> 01:13:30.460
ઓલી વ્યવહારના પક્ષની ગંધ છે ને!
નરેનભાઈ, આ તો ભાગ્યશાળી હોય
એને કાને વાત આવે. પક્ષાતિક્રાંતની વાત છે.

01:13:30.480 --> 01:13:35.420
<b>જ્ઞાન આત્માને નથી જાણતું.
સ્વભાવથી જ જાણે છે.</b>
નયની શું જરૂર છે?

01:13:35.440 --> 01:13:39.216
<b>તો કોઈ નય જ ન રહી, સ્વભાવ હાથમાં આવી ગયો.</b>

01:13:39.240 --> 01:13:44.016
કોઈ વિકલ્પ રહ્યો નહિ અને
સ્વભાવ(ની) દૃષ્ટિ, અનુભવ થઈ ગયો નિર્વિકલ્પ.

01:13:44.040 --> 01:13:55.376
<b>આ વાત કોઈ અપૂર્વ છે.</b>
આ વાત 'નિશ્ચયનયે આત્માને જાણતો નથી?
કે હા! નથી જાણતો.' એ વાત અપૂર્વ છે.

01:13:55.400 --> 01:13:59.068
'નિશ્ચયનયે આત્માને જાણે છે જ્ઞાન'
એ વાત સાંભળી છે,

01:13:59.092 --> 01:14:17.860
પણ 'નિશ્ચયનયે જ્ઞાન આત્માને નથી જાણતું'
એ વાત તેં સાંભળી નથી. આહાહા!
શાંતિસાગર એવી વાત છે.

01:14:17.880 --> 01:14:23.140
<b>તો કોઈ નય જ ન રહી
સ્વભાવ હાથમાં આવી ગયો.
આ વાત કોઈ અપૂર્વ છે.</b>

01:14:23.160 --> 01:14:26.616
<b>નયાતીત થવા માટેની આ વાત છે.</b>

01:14:26.640 --> 01:14:32.576
વિકલ્પાતીત થઈને અનુભવ કેમ થાય,
એની મુખ્યતાથી વાત ચાલે છે.

01:14:32.600 --> 01:14:36.816
<b>સ્વભાવથી જ સ્વભાવ જણાય.</b>
નયથી ન જણાય.

01:14:36.840 --> 01:14:42.860
<b>-નયથી સ્વભાવની પ્રસિદ્ધિ જ ન થઈ.</b>

01:14:42.880 --> 01:14:51.976
અનંતવાર નય સુધી આવી ગયો,
નવમી ગ્રૈવેયકમાં ગયો પણ અનુભવ ન થયો.
<b>નય સાધન જ નથી.</b> લ્યો!

01:14:52.000 --> 01:14:58.580
વ્યવહારનય તો સાધન નથી
પણ નિશ્ચયનય પણ (સાધન નથી).

01:14:58.600 --> 01:15:05.260
સાધન નથી પણ એ બાધક છે.

01:15:05.280 --> 01:15:14.820
<b>જો નય સાધન હોય તો તો પક્ષાતિક્રાંત
થવાના કાળે નય રહેવી જોઈએ</b>, સાધન હોય તો!

01:15:14.840 --> 01:15:23.020
<b>પરંતુ ત્યારે તો કોઈ નય રહેતી નથી.
માટે નય સ્વભાવની સિદ્ધિ
માટેનું સાધન જ નથી.</b>

01:15:23.040 --> 01:15:27.632
વિકલ્પાત્મક જ્ઞાન સ્વભાવને
અનુભવવાનું સાધન (જ નથી).

01:15:27.656 --> 01:15:28.656 