WEBVTT

00:01:29.073 --> 00:01:37.449
એની શોધ કરવાની છે.
તેની શોધ કરતા આચાર્ય ભગવાન ફરમાવે છે

00:01:37.473 --> 00:01:44.509
કે ખરેખર અનાદિથી દ્રવ્યકર્મમાં
જ રાગનો અનુભાગ થાય છે.

00:01:44.533 --> 00:01:53.736
જેમ ખાટા-મીઠાનો સ્વાદ નોકર્મનો છે,
એમ રાગ-દ્વેષ-સુખ-દુ:ખ
એ દ્રવ્યકર્મનો સ્વાદ છે,

00:01:53.760 --> 00:01:58.416
એ દ્રવ્યકર્મના પરિણામ છે,
એ ત્યાં (દ્રવ્યકર્મમાં) જ થાય છે.

00:01:58.440 --> 00:02:13.322
ત્યાં થાય છે અને આત્માની પર્યાયમાં જ્ઞાન
થાય છે. આ એક વસ્તુની સ્થિતિ છે, બસ!
મુમુક્ષુ: સ્થિતિ છે. બરાબર.

00:02:13.346 --> 00:02:22.449
પૂ. લાલચંદભાઈ: અહીંયાં જ્ઞાન થાય છે
કેમ કે જ્ઞાન ઉપયોગનું લક્ષણ છે, અને
એ ઉપયોગ અનાદિ-અનંત સ્વચ્છ છે.

00:02:22.473 --> 00:02:30.158
અજ્ઞાની ભલે હોય તો પણ એનો ઉપયોગ
મલિન નથી થયો, એ તો સ્વચ્છ છે.

00:02:30.182 --> 00:02:40.802
જેમ દર્પણમાં પ્રતિભાસ થાય છે એમ
આ સ્વચ્છ ઉપયોગમાં પુદ્‌ગલનો
અનુભાગ અહીંયાં જણાય છે.

00:02:40.826 --> 00:02:43.371
મુમુક્ષુ: કર્મકૃત મિથ્યાત્વાદિ
ભાવોના જ્ઞાન સમયે. 

00:02:43.395 --> 00:02:46.620
પૂ. લાલચંદભાઈ: જ્ઞાનસમયે
એ અહીંયાં જણાય છે.

00:02:46.644 --> 00:02:51.522
(રાગ) થાય છે કર્મમાં - જડમાં,
અહીંયાં (આત્મામાં) થાય છે જ્ઞાન ઉપયોગ.

00:02:51.546 --> 00:02:59.216
એનો (રાગનો) અહીં (જ્ઞાનમાં)
પ્રતિભાસ દેખીને કે આ જાણે મારામાં
રાગ થયો - એવી ભ્રાંતિ ઉભી કરી;

00:02:59.240 --> 00:03:04.173
એટલે અહીંયાં પર્યાયમાં મિથ્યાત્વ આવી
ગયું. મિથ્યાત્વ ત્યાં (દ્રવ્યકર્મમાં) હતું.

00:03:04.197 --> 00:03:07.382
મિથ્યાત્વ અહીંયાં (આત્માની
પર્યાયમાં) પણ ન હતું અને
આત્મામાં (દ્રવ્યમાં) પણ ન હતું.

00:03:07.406 --> 00:03:11.127
આત્માની પર્યાયમાં પણ ન હતું
અને આત્મામાં - દ્રવ્યમાં પણ નથી.

00:03:11.151 --> 00:03:16.440
દ્રવ્યે શુદ્ધ અને પર્યાયે સ્વચ્છ
- સ્થિતિ આ.
મુમુક્ષુ: હા, સ્થિતિ છે આ.

00:03:16.464 --> 00:03:27.333
પૂ. લાલચંદભાઈ: હવે મિથ્યાત્વનો
- દ્રવ્યકર્મનો અનુભાગ દેખાણો, ત્યાં
સ્વભાવને ભૂલી ગયો કે હું જ્ઞાતા છું;

00:03:27.357 --> 00:03:30.213
સહજ જ્ઞાતા અવસ્થાનો ત્યાગ કરે છે.
મુમુક્ષુ: અવસ્થાનો ત્યાગ કરે છે.

00:03:30.237 --> 00:03:32.225
પૂ. લાલચંદભાઈ: અવસ્થાનો
ત્યાગ કર્યો, દ્રવ્યનો નહિ.
મુમુક્ષુ: નહિ,

00:03:32.249 --> 00:03:35.518
એટલે અવસ્થામાં જાણે રાગ
થઈ ગયો હોય એવું એને ભાસ્યું.

00:03:35.542 --> 00:03:38.162
પૂ. લાલચંદભાઈ: એને ભાસ્યું,
એ જ્ઞાનનો ત્યાગ કર્યો.

00:03:38.186 --> 00:03:47.387
થાય છે જ્ઞાન, પણ જ્ઞાનનો ત્યાગ કરીને
મારામાં રાગ થાય છે, એમ એને ભ્રાંતિ થઈ.

00:03:47.411 --> 00:03:51.235
હવે અહીંયાં રાગ થાય છે,
તો ત્યાં (દ્રવ્યકર્મમાં) રાગ થાય છે.

00:03:51.259 --> 00:03:55.251
મુમુક્ષુ: અહીંયાં પર્યાયમાં ભાસે છે.
પૂ. લાલચંદભાઈ: ભાસે છે રાગ.
મુમુક્ષુ: તો દ્રવ્યકર્મમાં...

00:03:55.275 --> 00:04:03.599
પૂ. લાલચંદભાઈ: (તો દ્રવ્યકર્મમાં)
રાગ થાય છે. હવે આગળ વધો અંદરમાં.

00:04:03.623 --> 00:04:10.601
હવે રાગ પર્યાયમાં થાય છે કે
રાગ દ્રવ્યમાં છે? આગળ વધો.

00:04:10.625 --> 00:04:16.174
દ્રવ્ય સ્વભાવ તો પરમપારિણામિક
ભાવે શુદ્ધ છે અનાદિ-અનંત,

00:04:16.198 --> 00:04:23.171
છતાં એમાં (દ્રવ્ય સ્વભાવમાં) રાગ છે
એમ માને છે ત્યાં સુધી પર્યાયમાં રાગ છે.

00:04:23.195 --> 00:04:26.822
મુમુક્ષુ: દ્રવ્યમાં રાગ માને
ત્યાં સુધી પર્યાયમાં રાગ થાય છે.
પૂ. લાલચંદભાઈ: પર્યાયમાં રાગ છે.

00:04:26.846 --> 00:04:30.127
આ ત્રણ પ્રકારની સ્થિતિનું વર્ણન થઈ ગયું.

00:04:30.151 --> 00:04:36.529
હવે એનો અભાવ કેમ થાય? 
સુલટી વાત. આ ઊલટી થઈ ગઈ, આ ભૂલ હતી.

00:04:36.553 --> 00:04:44.458
હવે જ્ઞાની ગુરુ મળ્યા કે - તું તો જ્ઞાયક 
છો, તું શુદ્ધ છો, તારામાં રાગ થતો જ નથી,

00:04:44.482 --> 00:04:48.779
અવકાશ નથી, ભાવકર્મની 
ઉત્પત્તિ થવાનો અવકાશ નથી.

00:04:48.803 --> 00:04:52.741
એમ વાત જયાં સાંભળી, કે 
આહાહા! મારામાં જ્ઞાન થાય છે.

00:04:52.765 --> 00:04:57.721
મારામાં જ્ઞાન થાય છે, ત્યાં પર્યાયમાં 
જ્ઞાન થઈ ગયું, તો પર્યાયમાં રાગ નથી.

00:04:57.745 --> 00:05:05.456
તો પર્યાયમાં રાગ નથી તો 
દ્રવ્યકર્મમાં પણ રાગ નથી.

00:05:05.480 --> 00:05:10.856
અહીંયાં સ્વભાવને જોયો, મારામાં રાગ નથી. 
નથી, તો અહીંયાં (પર્યાયમાં) પણ નથી.

00:05:10.880 --> 00:05:15.153
મુમુક્ષુ: અહીંયાં નથી તો પછી ત્યાં નથી. 
પૂ. લાલચંદભાઈ: અહીંયાં (પર્યાયમાં) 
નથી તો ત્યાં (દ્રવ્યકર્મમાં) નથી.

00:05:15.177 --> 00:05:21.603
એક જગ્યાએ નથી તો બે 
જગ્યાએ નથી થઈ જશે. એક જગ્યાએ 
નથી તો બે જગ્યાએ નથી થશે.

00:05:21.627 --> 00:05:28.043
પર્યાયમાં પણ નથી, અને સામાન્ય 
વર્ગણા થઈ ગયું, દર્શનમોહ ખલાસ થઈ ગયો.

00:05:28.067 --> 00:05:38.474
દ્રવ્યકર્મનો અભાવ થયો, નિર્જરા 
થઈ ગઈ. દ્રવ્યકર્મની નિર્જરા થઈ, 
દ્રવ્યકર્મનો ક્ષય થઈ ગયો - દર્શન મોહનો.

00:05:38.498 --> 00:05:44.148
અહીંયાં (આત્મ દ્રવ્યમાં) નથી 
તો બે જગ્યાએ નથી. 
અને અહીંયાં છે તો બે જગ્યાએ છે.

00:05:44.172 --> 00:05:57.133
મુમુક્ષુ: તો તો બન્ને છે. અહીંયાં છે તો 
બધેય છે, અહીંયાં નથી તો પછી કયાંય નથી.

00:05:57.157 --> 00:06:00.063
પૂ. લાલચંદભાઈ: સારો વિચાર 
આવ્યો હતો તમને કાલે સાંજે. 
મુમુક્ષુ: હા, બહુ સારું.

00:06:00.087 --> 00:06:11.848
દૃષ્ટાંત કેવું યાદ આવ્યું? આહાહા!
પૂ. લાલચંદભાઈ: દૃષ્ટાંત 
યાદ આવી ગયું ... મોટરમાં.

00:06:11.872 --> 00:06:16.034
મુમુક્ષુ: જેમ રાગ દ્રવ્યકર્મમાં 
થાય છે, અહીંયાં પર્યાયમાં થતું નથી,

00:06:16.058 --> 00:06:20.776
પણ એને એમ ભાસે છે કે મારી પર્યાયમાં 
થાય છે ત્યાં સુધી દ્રવ્યકર્મમાં રહે છે.

00:06:20.800 --> 00:06:22.148
પૂ. લાલચંદભાઈ: રહે છે 
એ રાગ નિમિત્તપણે (દ્રવ્યકર્મમાં).

00:06:22.172 --> 00:06:27.286
નૈમિતિક છે, નૈમિત્તકનો 
ઉત્પાદ છે ત્યાં સુધી નિમિત્ત છે 

00:06:27.310 --> 00:06:31.369
હવે એ નૈમિત્તિક કયાં સુધી ઉપજે છે? 
કયાં સુધી ઉપજે છે?

00:06:31.393 --> 00:06:36.813
કે આત્મામાં થાય છે એમ માને છે ત્યાં 
સુધી નૈમિત્તિક - અશુદ્ધ પર્યાય પ્રગટ થઈ.

00:06:36.837 --> 00:06:40.248
પણ આત્મામાં નથી તો પર્યાયમાં પણ નથી. 
મુમુક્ષુ: પર્યાયમાં નથી.

00:06:40.272 --> 00:06:48.748
પૂ. લાલચંદભાઈ: પર્યાયમાં નથી તો? 
મુમુક્ષુ: તો નિમિત્તમાં પણ નથી. 
બે જગ્યાએ ભૂલ થાય છે.

00:06:48.772 --> 00:06:53.296
બે જગ્યાએ ભૂલ થાય છે. 
પહેલા મૂળમાં (રાગ) દ્રવ્યકર્મમાં હતો. 
પૂ. લાલચંદભાઈ: હા, એને બદલે .....

00:06:53.320 --> 00:06:56.653
મુમુક્ષુ: પણ ભેદજ્ઞાન નહીં કર્યું એણે, 
તો પર્યાયમાં થયું, પછી પર્યાયમાં થયું

00:06:56.677 --> 00:07:01.413
તો એણે એમ માન્યું કે દ્રવ્યમાં 
થયું તો પર્યાયમાં ચાલુ રહ્યું. 
પૂ. લાલચંદભાઈ: ચાલુ થયું.

00:07:01.437 --> 00:07:06.046
મુમુક્ષુ: પછી અહિયાં નથી એમ 
માને તો પછી પર્યાયમાં રહેતું નથી

00:07:06.070 --> 00:07:11.973
અને દ્રવ્યકર્મમાં પણ રહેતું નથી. 
એટલે બે જગ્યાએ ભેદજ્ઞાન કરવાનું હતું.

00:07:11.997 --> 00:07:18.044
પૂ. લાલચંદભાઈ: સમ્યગ્દર્શન થઈ ગયું, 
પછી પર્યાયમાં મિથ્યાત્વ નથી 
તો દ્રવ્યમાં મિથ્યાત્વ નથી.

00:07:18.068 --> 00:07:24.361
એટલે મૂળ તો અહીંથી છે. 
પહેલા ત્યાં થાપ ખાધી છે.
પહેલા ત્યાં થાપ ખાધી છે, પહેલા.

00:07:24.385 --> 00:07:30.709
પહેલું પગલું એ છે, હો! પહેલું પગલું 
એ છે. ભ્રાંતિનું પહેલું કારણ એ છે.

00:07:30.733 --> 00:07:34.986
મુમુક્ષુ: એ જ્ઞાનસમયે, 
જ્ઞાનસમયે ભૂલી જાય છે કે 
મારામાં રાગ થાય છે કે જ્ઞાન થાય છે?

00:07:35.010 --> 00:07:42.309
પૂ. લાલચંદભાઈ: હા! ઇ ભૂલી 
જાય છે. પહેલા સ્ટેજે બે પર્યાય 
વચ્ચેની એકતા કરી, બે પર્યાય વચ્ચે. 

00:07:42.333 --> 00:07:46.349
અને પછી પર્યાય અને 
દ્રવ્ય વચ્ચે એકતા થઈ ગઈ.

00:07:46.373 --> 00:07:55.004
જેમ એ લીધું છે ને, કે સહજ જ્ઞપ્તિક્રિયા 
સ્વભાવભૂત છે, અને આ કરોતિક્રિયા છે 
હિંસા આદિની, એના ગર્ભમાં. 

00:07:55.028 --> 00:07:58.743
આ બે વચ્ચેનું ભેદજ્ઞાન નથી 
લીધું, આ બે પર્યાય વચ્ચેનું.

00:07:58.767 --> 00:08:05.285
એમ આ બે પર્યાય વચ્ચેની એકતા 
થઈ ગઈ; દ્રવ્યકર્મનો રાગ અને 
અહીંયા જ્ઞાન થાય છે, એકતા થઈ ગઈ.

00:08:05.309 --> 00:08:08.330
મુમુક્ષુ: એટલે બે દ્રવ્યની એકતા થઈ ગઈ. 
પૂ. લાલચંદભાઈ: હા, બે દ્રવ્યની એકતા.

00:08:08.354 --> 00:08:14.596
મુમુક્ષુ: અને અહીંયાં 
દ્રવ્ય-પર્યાયની એકતા. 
પૂ. લાલચંદભાઈ: એકતા થઈ ગઈ.

00:08:14.620 --> 00:08:24.398
મુમુક્ષુ: ઓલામાંથી બચી ગયા તો આમાં... 
પૂ. લાલચંદભાઈ: પણ અહીંયાં 
જ્ઞાન થાય છે અને ત્યાં રાગ થાય છે

00:08:24.422 --> 00:08:30.196
તો પછી આત્મામાં રાગ થાય છે 
એ આવ્યું નહિ ને!

00:08:30.220 --> 00:08:34.557
આત્મામાં તો જ્ઞાન થાય છે એમ લીધું ને, 
રાગ તો ત્યાં થાય છે, રાગી તો પુદ્‌ગલ છે.

00:08:34.581 --> 00:08:37.990
મુમુક્ષુ: રાગની પાછળ જ્ઞાનનું ... 
જ્ઞાન તો પ્રગટ થઈ ગયું. 
પૂ. લાલચંદભાઈ: હાં.

00:08:38.014 --> 00:08:39.776
મુમુક્ષુ: રાગ ત્યાં થાય છે, 
અહિયાં જ્ઞાન થાય છે.

00:08:39.800 --> 00:08:44.782
પૂ. લાલચંદભાઈ: હાં, આ તો એણે ત્યાં 
સ્થાપી દીધું છે એટલે આપણે અહીંથી ઉથાપ્યું. 

00:08:44.806 --> 00:09:00.590
પહેલા સ્ટેજે ભૂલે છે. ચોથો ભેદ કહું 
છું ને, એ ચોથો ભેદ. એના જ્ઞાનસમયે - 
કર્મકૃત મિથ્યાત્વાદિ ભાવોના જ્ઞાનસમયે.

00:09:00.614 --> 00:09:15.744
મુમુક્ષુ: ભૂલમાં ભૂલ જ દૃષ્ટાંત થઈ ગયું. 
પહેલા નંબરની ભૂલ દૃષ્ટાંત થઈ ગયું. 
બીજા નંબરની ભૂલ સિદ્ધાંત થઈ ગયું.

00:09:15.768 --> 00:09:20.647
પૂ. લાલચંદભાઈ: સિદ્ધાંત થઈ ગયું. એ 
જ વાત, એ ને એ જ વાતને તમે સ્ફટિમણિ

00:09:20.671 --> 00:09:28.219
અને ફૂલની સાથે આને સરખાવો, જુઓ 
સરખાવાઈ જશે જૂઓ, ઉતારો તમે બેન.

00:09:28.243 --> 00:09:36.378
આ જ વાતને ત્રણ સ્ટેજમાં 
તમે ફૂલ અને સ્ફટિકમણિ બે 
પદાર્થ છે, હવે એમાં તમે ઉતારી દયો.

00:09:36.402 --> 00:09:41.838
કેવી રીતે ઉતારશો? ઉતરી જશે હમણાં! 
મુમુક્ષુ: લાલ તો ફૂલ છે.
લાલિમા તો ફૂલની છે.

00:09:41.862 --> 00:09:42.985
પૂ. લાલચંદભાઈ: પ્રથમથી જ? 
મુમુક્ષુ: પ્રથમથી જ.

00:09:43.009 --> 00:09:47.852
પૂ. લાલચંદભાઈ: કે બે જગ્યાએ લાલ છે? 
મુમુક્ષુ: નહીં નહીં, લાલ એક જ જગ્યાએ છે 
- ફૂલ જ લાલ છે અને સ્ફટિક લાલ નથી.

00:09:47.876 --> 00:09:52.992
પૂ. લાલચંદભાઈ: અચ્છા, 
આમ (નજદીક) બેસ જરા. હા, 
એક જ જગ્યાએ લાલ છે. કયાં?

00:09:53.016 --> 00:09:54.898
મુમુક્ષુ: ફૂલ, ફૂલમાં લાલીમા છે. 
પૂ. લાલચંદભાઈ: અચ્છા!

00:09:54.922 --> 00:09:57.252
મુમુક્ષુ: અહીંયાં તો લાલ ઝલકે છે. 
પૂ. લાલચંદભાઈ: શેમાં?

00:09:57.276 --> 00:10:02.304
મુમુક્ષુ: અહીંયાં સ્વચ્છતામાં, 
સ્ફટિકની સ્વચ્છતા છે એમાં પ્રતિભાસે છે.

00:10:02.328 --> 00:10:04.729
પૂ. લાલચંદભાઈ: સ્વચ્છતા છે 
તે દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય? 
મુમુક્ષુ: સ્વચ્છતા પર્યાય છે.

00:10:04.753 --> 00:10:06.076
પૂ. લાલચંદભાઈ: પર્યાય. અચ્છા! 
પર્યાયમાં ઝલકે છે.

00:10:06.100 --> 00:10:07.473
મુમુક્ષુ: સ્ફટિક દ્રવ્ય છે. 
પૂ. લાલચંદભાઈ: હા.

00:10:07.497 --> 00:10:10.578
મુમુક્ષુ: સ્ફટિક દ્રવ્ય છે અને 
સ્વચ્છતા છે તે પર્યાય છે.

00:10:10.602 --> 00:10:12.830
તો પર્યાયમાં લાલિમા ઝલકે છે.
પૂ. લાલચંદભાઈ: અચ્છા?

00:10:12.854 --> 00:10:14.379
મુમુક્ષુ: ઝલકે છે તો (પણ) તે આવતી નથી. 
પૂ. લાલચંદભાઈ: નહિ?

00:10:14.403 --> 00:10:17.616
મુમુક્ષુ: લાલિમાં ત્યાં રહીને 
અહીંયાં પ્રતિભાસ થાય છે. 
પૂ. લાલચંદભાઈ: અચ્છા!

00:10:17.640 --> 00:10:19.816
મુમુક્ષુ: માત્ર પ્રતિભાસ થાય છે. 
પૂ. લાલચંદભાઈ: તો પછી આગળ વધો.

00:10:19.840 --> 00:10:23.863
મુમુક્ષુ: તે (સ્ફટિકની સ્વચ્છતા) 
ભૂલી જાય છે (અને માને છે) કે 
સ્ફટિક લાલ છે, પર્યાયમાં લાલ છે.

00:10:23.887 --> 00:10:26.487
પૂ. લાલચંદભાઈ: આ પર્યાય લાલ થઈ 
ગઈ (એમ માને છે)- તે ભૂલ થઈ ગઈ.

00:10:26.511 --> 00:10:29.898
મુમુક્ષુ: તે પહેલા નંબરની ભૂલ આ થઈ. 
પૂ. લાલચંદભાઈ: હા, પહેલા નંબરની ભૂલ. પછી?

00:10:29.922 --> 00:10:32.536
મુમુક્ષુ: પછી બીજા નંબરની ભૂલ 
આ થઈ કે સ્ફટિક લાલ છે. 
પૂ. લાલચંદભાઈ: કે સ્ફટિક રાતો છે.

00:10:32.560 --> 00:10:34.465
મુમુક્ષુ: કે સ્ફટિક રાતો છે. 
પૂ. લાલચંદભાઈ: બસ! તે ભૂલ થઈ એની.

00:10:34.489 --> 00:10:41.864
મુમુક્ષુ: બીજા નંબરની ભૂલ આ છે. 
બીજા મુમુક્ષુ: પાસ થઈ ગયા.

00:10:41.888 --> 00:10:51.936
પૂ. લાલચંદભાઈ: મને તો ખાતરી હતી, 
મને તો ખાતરી હતી એટલે તો 
પૂછયું હતું મેં. સ્પષ્ટ છે એકદમ વાત.

00:10:51.960 --> 00:10:59.374
મુમુક્ષુ: સ્પષ્ટ છે એકદમ. 
ખરેખર એને ફૂલ લાલ દેખાય (તો) 
એ સ્ફટિકનું સ્વચ્છપણું હાથમાં આવી ગયું.

00:10:59.398 --> 00:11:02.927
બધી રીતે હોં! આખોય સ્ફટિક.
પૂ. લાલચંદભાઈ: હાં, એને 
ફૂલ જ લાલ ભાસવું જોઈએ. બસ!

00:11:02.951 --> 00:11:06.932
મુમુક્ષુ: એને ફૂલ જ લાલ ભાસવું 
જોઈએ. આખોય સ્ફટિક સ્વચ્છ દેખાય. 
પૂ. લાલચંદભાઈ: હા, આખો.

00:11:06.956 --> 00:11:10.780
આખો દ્રવ્ય-ગુણ-પર્યાયથી સહિત, 
કારણ અને કાર્ય બન્ને. 
મુમુક્ષુ: બન્ને શુદ્ધ દેખાય એને.

00:11:10.804 --> 00:11:18.123
દ્રવ્ય અને પર્યાય બન્ને શુદ્ધ દેખાય.

00:11:18.147 --> 00:11:25.043
આપે ઘણું સહેલું અને સ્પષ્ટ કરી 
દીધું છે. એકદમ! બહુ સ્પષ્ટ, ચોક્ખું.

00:11:25.067 --> 00:11:29.170
પૂ. લાલચંદભાઈ: પણ ભ્રાંતિ જ હતી ને? 
ભ્રાંતિ. સ્ફટિકમણિ લાલ કયાં થયો છે? 
મુમુક્ષુ: ભ્રાંતિ જ હતી. કયાંથી થાય?

00:11:29.194 --> 00:11:33.478
ફૂલ પોતાની લાલાશને છોડતો નથી 
અને સ્ફટિકમાં પ્રવેશ કરતું નથી. 
પૂ. લાલચંદભાઈ: (પ્રવેશ) કરતું નથી.

00:11:33.502 --> 00:11:40.816
મુમુક્ષુ: કયાંથી સ્ફટિક લાલ થાય? 
સ્ફટિક પોતાની સ્વચ્છતાને છોડતો નથી. 
પૂ. લાલચંદભાઈ: છોડતો નથી, હા!

00:11:40.840 --> 00:11:45.209
દૃષ્ટિ ફરી, બસ! બીજું કાંઈ 
એને ફેરફાર ન કર્યો. 
મુમુક્ષુ: બીજો કોઈ ફેરફાર ન કર્યો.

00:11:45.233 --> 00:11:48.376
પૂ. લાલચંદભાઈ: ફૂલ ફૂલની જગ્યાએ રહ્યું, 
સ્વચ્છતા સ્વચ્છતાની જગ્યાએ રહે,

00:11:48.400 --> 00:11:52.873
એનો પ્રતિભાસ ભલે થાય તો પણ 
સ્ફટિકમણિ શુદ્ધ જ છે, લાલ નહિ થાય.

00:11:52.897 --> 00:11:59.210
બસ એવું ભાન થઈ જાય છે. 
ફૂલ હટાવાની જરૂર નથી.

00:11:59.234 --> 00:12:02.180
મુમુક્ષુ: ફૂલ હટાવાની કયાં, 
ફૂલ તો ફૂલમાં છે ને?

00:12:02.204 --> 00:12:07.909
પૂ. લાલચંદભાઈ: ફૂલમાં રતાશ છે, 
અહિં ક્યાં આવ્યું? 
મુમુક્ષુ: દૃષ્ટિ હટાવી લેવાની છે. 

00:12:07.933 --> 00:12:10.656
પૂ. લાલચંદભાઈ: ફૂલ ઉપર દૃષ્ટિ છે 
એના ઉપરથી સ્ફટિક ઉપર આવવી જોઈએ.

00:12:10.680 --> 00:12:14.970
મુમુક્ષુ: ભાઈ, ફૂલ ઉપર દૃષ્ટિ છે 
એટલે એને સ્ફટિક લાલ દેખાય છે. 
પૂ. લાલચંદભાઈ: બસ!

00:12:14.994 --> 00:12:20.005
મુમુક્ષુ: ફૂલ ઉપર દૃષ્ટિને હટાવી લે, 
તને સ્ફટિક સ્વચ્છ દેખાશે!

00:12:20.029 --> 00:12:27.115
દૃષ્ટિ છે ફૂલ ઉપર અને દેખે છે સ્ફટિકને, 
એટલે સ્ફટિક લાલ દેખાય છે. 
પૂ. લાલચંદભાઈ: હા!

00:12:27.139 --> 00:12:32.136
પણ નિમિત ઉપરથી લક્ષ છૂટી જાય, અને 
ઉપાદાન ઉપર આમ જોવે સ્ફટિકને તો?

00:12:32.160 --> 00:12:42.963
મુમુક્ષુ: તો તો જ્ઞાન પ્રગટ થઈ ગયું એને. 
પૂ. લાલચંદભાઈ: જ્ઞાન પ્રગટ થઈ ગયું.
મુમુક્ષુ: બહુ સરસ! નવી વાત આવી આજે.

00:12:42.987 --> 00:12:45.556
પૂ. લાલચંદભાઈ: હા! 
સ્ફટિકમણિની પર્યાય રાતી થઈ જ નથી.

00:12:45.580 --> 00:12:53.056
(થઈ છે) એ તો ભ્રાંતિ છે. 
(રાતી) અપરિક્ષકને લાગે છે. 
મુમુક્ષુ: ભ્રાંતિ છે, અપરિક્ષકને લાગે.

00:12:53.080 --> 00:12:58.976
પૂ. લાલચંદભાઈ: હા. એ જ 
વખતે પરીક્ષક કહે છે સ્ફટિકમણિક 
સ્વચ્છ છે, બન્નેની વાદ-વિવાદ થાય છે.

00:12:59.000 --> 00:13:06.980
ઓલો કહે છે કે તમારી વાત એક 
અપેક્ષાએ સાચી છે કે સ્વભાવે સ્વચ્છ છે, 
હું કહું છું કે પર્યાયમાં લાલ થઈ છે.

00:13:07.004 --> 00:13:10.163
ઓલો (પરિક્ષક) કહે છે કે પર્યાય પણ 
સ્વચ્છ છે, પર્યાયમાં લાલ નથી.

00:13:10.187 --> 00:13:18.023
પરિક્ષક કહે છે કે સ્ફટિકમણી 
તો લાલ નથી, એની પર્યાય પણ 
સ્વચ્છ છે તો જ એની કિંમત છે!

00:13:18.047 --> 00:13:22.416
મુમુક્ષુ: હા! તો જ એની કિંમત છે. 
પૂ. લાલચંદભાઈ: હા!
મુમુક્ષુ: સ્વચ્છતાથી એની કિંમત છે.

00:13:22.440 --> 00:13:26.059
પૂ. લાલચંદભાઈ: (સ્વચ્છતાથી) એની 
કિંમત છે. એ કાંઈ રતાશ ત્યાં ગરી નથી ગઈ. 

00:13:26.083 --> 00:13:28.164
આહાહા! (રતાશ ગરી જાય) તો 
તો કોડીની કિંમત થઈ ગઈ એની. 
મુમુક્ષુ: તો તો કોડીની કિંમત થઈ ગઈ,

00:13:28.188 --> 00:13:31.089
લાલ કાંચ થઈ જાય ને! 
પૂ. લાલચંદભાઈ: હા, કાંચ થઈ જાય, કાંચ.
મુમુક્ષુ: કાંચની કિંમત ન હોય.

00:13:31.113 --> 00:13:32.482
પૂ. લાલચંદભાઈ: કાંચની કિંમત ન હોય, 
સ્ફટિકની હોય.

00:13:32.506 --> 00:13:38.886
મુમુક્ષુ: ભાઈ! એ વાત બહુ કિંમતી છે, હો! આમ 
તો આ આત્મા અનંત શુદ્ધ શકિતમય જ્ઞાયક છે. 
પૂ. લાલચંદભાઈ: છે જ.

00:13:38.910 --> 00:13:42.304
મુમુક્ષુ: કદાચ પરિણમે છે 
તો જ્ઞાનપણે પરિણમે છે. 
પૂ. લાલચંદભાઈ: હા!

00:13:42.328 --> 00:13:46.416
એમાં જ્ઞાન થાય છે. 
એમાં રાગ અનાદિથી થતો જ નથી. 
મુમુક્ષુ: થતો જ નથી.

00:13:46.440 --> 00:13:49.736
પૂ. લાલચંદભાઈ: રાગરૂપે પરિણમતો જ નથી. 
મુમુક્ષુ: રાગરૂપે પરિણમતો જ નથી.

00:13:49.760 --> 00:13:54.167
રાગાદિ મિથ્યાત્વાદિ 
તો પુદ્‌ગલ - દ્રવ્યકર્મમાં છે. 
પૂ. લાલચંદભાઈ: પરિણમે છે.

00:13:54.191 --> 00:14:12.013
મુમુક્ષુ: ભાઈ, બહુ સરસ. 
બે વાત એમાં આવી ગઈ. 
પૂ. લાલચંદભાઈ: હા, બે વાત આવી.

00:14:12.037 --> 00:14:17.086
એટલે રાગી તો પુદ્‌ગલ છે એમ કહ્યું ને, 
ભેદજ્ઞાન થયું એટલે. શું થયું ભેદજ્ઞાનમાં?

00:14:17.110 --> 00:14:24.764
મુમુક્ષુ: રાગી તો પુદ્‌ગલ છે. 
પૂ. લાલચંદભાઈ: પર્યાયમાં રાગ છે એમ નહિ.
મુમુક્ષુ: નહિ, રાગી તો પુદ્‌ગલ છે.
