﻿WEBVTT

00:01:14.575 --> 00:05:57.690
ઝવેરચંદભાઈ દ્વારા પરિચય

00:13:16.496 --> 00:13:22.536
પૂ. લાલચંદભાઈ: આ એક મોક્ષમાર્ગ પ્રકાશક
નામનું શાસ્ત્ર છે.

00:13:22.560 --> 00:13:33.258
આજથી લગભગ બસ્સો ત્રીસ વર્ષ પહેલાં
જયપુરમાં એક ગૃહસ્થી જ્ઞાની થયા

00:13:33.282 --> 00:13:42.291
જેનું નામ આખા સમાજમાં પ્રસિદ્ધ છે,
આચાર્યકલ્પ ટોડરમલજી સાહેબ.

00:13:42.315 --> 00:13:48.785
તેઓશ્રીએ મોક્ષમાર્ગ પ્રકાશક નામના
એક શાસ્ત્રની રચના કરી છે.

00:13:48.809 --> 00:14:01.226
તેમાં શરૂઆતમાં પંચપરમેષ્ઠીનું શું સ્વરૂપ છે
એ પ્રથમ આપણે અત્યારે લેવું છે.

00:14:01.250 --> 00:14:18.666
પૂજય ગુરુદેવ આ યુગના એક યોગી પુરુષ થયા.
જ્યારે ધર્મનું સ્વરૂપ લગભગ
લોપ થઈ ગયું હતું,

00:14:18.690 --> 00:14:31.772
સાચું ધર્મનું સ્વરૂપ શું
એ જીવો જાણતા ન હતા,
કેવળ માત્ર ક્રિયાકાંડમાં રચ્યા-પચ્યા હતા;

00:14:31.796 --> 00:14:44.790
અને એનાથી થોડા આગળ વધે
તો શુભભાવ કરવાથી ધર્મ થાય,
પુણ્યથી ધર્મ થાય એમ માનતા હતા.

00:14:44.814 --> 00:14:50.483
એ માન્યતા અનાદિકાળથી જીવને હતી.

00:14:50.507 --> 00:15:01.212
એ જ સંસ્કાર અનાદિકાળના હોવાથી
જયાં પણ સાંભળવાનું મળે કે કષાયની મંદતા,

00:15:01.236 --> 00:15:06.369
થોડું પુણ્ય કરીએ તો આપણને લાભ થાય,
મોક્ષ મળે -

00:15:06.393 --> 00:15:20.197
એમ ઇત્યાદિ અનેક પ્રકારની
જે બંધની ક્રિયા, તેને મોક્ષની ક્રિયા
માનીને જગતના જીવો એમાં રચ્યા-પચ્યા હતા.

00:15:20.221 --> 00:15:33.976
તેઓશ્રીનો જન્મ થયો. 
 એક, જન્મ પછી એક જબરજસ્ત ક્રાંતિ
સારા ભારતની અંદર, દેશ-વિદેશમાં જાગી.

00:15:34.000 --> 00:15:45.451
જન્મથી જૈનમાં જન્મેલા હોય
એને ણમોકાર મંત્ર તો શરૂઆતથી જ હોય જ.

00:15:45.475 --> 00:15:52.620
પંચપરમેષ્ઠીની ભક્તિનો રાગ
એ તો શરૂઆતથી જ હતો અને હોય.

00:15:52.644 --> 00:16:01.179
પણ ણમોકાર મંત્ર ઉપરાંત
તેઓશ્રીએ એક ભેદવિજ્ઞાનનો મહામંત્ર આપ્યો

00:16:01.203 --> 00:16:11.212
કે જે ભેદવિજ્ઞાન દ્વારા દેહાદિથી અને
પુણ્ય અને પાપના પરિણામથી પણ
આત્મા ભિન્ન છે,

00:16:11.236 --> 00:16:19.884
એવા શુદ્ધાત્માનો અનુભવ
ગૃહસ્થ અવસ્થામાં પણ થઈ શકે છે.

00:16:19.908 --> 00:16:32.956
ગૃહસ્થ અવસ્થામાં મોહનો અભાવ થઈ જાય છે
પણ રાગ અને દ્વેષ રહી જાય છે.
આ એક માર્મિક વાત છે.

00:16:32.980 --> 00:16:44.922
મોહનો નાશ ગૃહસ્થ અવસ્થામાં થાય છે;
સમ્યગ્દર્શન-આત્મદર્શન પ્રગટ થતાં
મિથ્યાત્વનો અભાવ થાય છે.

00:16:44.946 --> 00:16:55.273
મમત્વભાવનો અભાવ થાય છે
પણ સાથે-સાથે (એટલે) તરત જ
રાગ અને દ્વેષનો નાશ થતો નથી.

00:16:55.297 --> 00:17:05.089
એ રાગ અને દ્વેષના નાશનો ઉપાય ચારિત્ર છે.
મોહના નાશનો ઉપાય સમ્યગ્દર્શન છે.

00:17:05.113 --> 00:17:14.960
એવી ધર્મની શરૂઆત
ગૃહસ્થ અવસ્થામાં કેમ થાય એનું સ્પષ્ટીકરણ
ભેદવિજ્ઞાનના મંત્ર દ્વારા કર્યું.

00:17:14.984 --> 00:17:22.576
સામાન્ય રીતે ધર્મ શબ્દ એ
એક એવો આકર્ષક શબ્દ છે

00:17:22.600 --> 00:17:31.734
કે જયાં ધર્મનું નામ પડયું
ત્યાં જગતના જીવોને
એ ધર્મ સાંભળવાની જિજ્ઞાસા થાય,

00:17:31.758 --> 00:17:37.371
ધર્મ શબ્દ સાંભળતા
ધર્મ કરવાની જિજ્ઞાસા થાય.

00:17:37.395 --> 00:17:45.724
એ એક ધર્મ શબ્દ એવો આકર્ષક છે
કે પછી એનું યથાર્થ સ્વરૂપ શું છે

00:17:45.748 --> 00:17:54.256
એ સમજ્યો કે ન સમજ્યો પણ ધર્મ શબ્દ ઉપર
એની લાગણી કૂણી થઈ જાય છે.

00:17:54.280 --> 00:17:59.574
ધર્મ શબ્દ એવો છે કે
એની લાગણી કૂણી થાય છે,

00:17:59.598 --> 00:18:05.673
એના કષાયો મંદ થાય છે.
એ પ્રકારે ધર્મ શબ્દ એક આકર્ષક છે.

00:18:05.697 --> 00:18:15.395
પણ ધર્મનું વાસ્તવિક સ્વરૂપ શું છે,
ધર્મનો શબ્દાર્થ શું છે,
અને ધર્મનો ભાવાર્થ શું છે

00:18:15.419 --> 00:18:26.773
એ જગતના જીવો જાણતા ન હતા
તો તેઓશ્રીએ ધર્મનું સાચું સ્વરૂપ શું છે
એ તેઓશ્રીએ સમજાવ્યું, સંભળાવ્યું.

00:18:26.797 --> 00:18:33.552
અને હજારો લાખો મુમુક્ષુઓએ પણ
એ વાતને અપનાવી.

00:18:33.576 --> 00:18:40.935
તો આ તકે હું પૂજય ગુરુદેવનો,
અનંતો-અનંતો ઉપકાર આપણા ઉપર છે

00:18:40.959 --> 00:18:50.059
એ ઉપકારનો બદલો કોઈ સંજોગોમાં
કોઈ રીતે આપણે વાળી શકીએ એમ નથી.

00:18:50.083 --> 00:19:01.191
યતકિંચિત્ એટલો ભાવ આવે ખરો,
કે તેઓશ્રીએ જે ભેદવિજ્ઞાનનો મંત્ર આપ્યો

00:19:01.215 --> 00:19:11.286
એ ભેદવિજ્ઞાનના મંત્રની સાધના
પ્રત્યેક જીવ કરે અને એ મંત્રની સાધનાથી
આત્માના દર્શન થાય -

00:19:11.310 --> 00:19:19.673
એ પ્રકારનો કહેવાનો-પ્રચારનો ભાવ,
પ્રભાવનાનો ભાવ લાયક જીવોને સહજ આવે છે.

00:19:19.697 --> 00:19:31.547
પોતાને જે માર્ગથી લાભ થયો હોય
એ માર્ગ બીજા જીવો પામે
એવી કરુણાનો ભાવ પણ હોય છે.

00:19:31.571 --> 00:19:43.684
તો પૂજય ગુરુદેવે આપણા ઉપર
એવો અનંતો ઉપકાર કર્યો છે,
કે ધર્મનું સાચું સ્વરૂપ શું એ સમજાવ્યું.

00:19:43.708 --> 00:19:52.071
ધર્મ શબ્દનો શબ્દાર્થ એવો છે કે
<b>वत्थुसहावो धम्मो</b>
(કાર્તિકેયાનુપ્રેક્ષા ગાથા ૪૭૬ અનવયાર્થ)

00:19:52.095 --> 00:19:57.668
વસ્તુનો જે સ્વભાવ છે તેને ધર્મ કહીએ.

00:19:57.692 --> 00:20:04.073
જેમકે, એક દષ્ટાંતરૂપે પહેલાં આપણે લઈએ
ધર્મનું સ્વરૂપ સમજવા માટે,

00:20:04.097 --> 00:20:14.293
કે સાકર શબ્દ છે
એનો જે સ્વભાવ છે એ ગળ્યો સ્વભાવ છે,
મીઠો સ્વભાવ છે.

00:20:14.317 --> 00:20:21.945
એ સાકરનો જે ગળ્યો સ્વભાવ છે
તેથી તે તેનો ધર્મ છે.

00:20:21.969 --> 00:20:32.329
તો સાકરનો ધર્મ શું? ધર્મ એટલે સ્વભાવ.
કે ગળપણ છે એ સાકરનો સ્વભાવ છે
તેથી તે સાકરનો ધર્મ છે.

00:20:32.353 --> 00:20:42.077
સોનું છે એ પીળું છે.
તો પીળાપણું છે એ સોનાનો સ્વભાવ હોવાથી
તેને ધર્મ કહેવાય.

00:20:42.101 --> 00:20:49.634
સ્વભાવને ધર્મ કહેવાય,
વિભાવને ધર્મ ન કહેવાય.

00:20:49.658 --> 00:20:59.828
તો દૂધ છે તે જયાં સુધી સારું રહે
ત્યાં સુધી તે તેના સ્વભાવમાં છે;
પણ બગડી જાય તો એ દૂધ કામ નથી આવતું.

00:20:59.852 --> 00:21:08.055
એમ પ્રત્યેક પદાર્થનો પોતાનો જે સ્વભાવ છે
એ સ્વભાવભાવને ધર્મ કહેવામાં આવે છે.

00:21:08.079 --> 00:21:15.570
આ તો દષ્ટાંત થયા.
એમ આ આત્મા એક વસ્તુ છે - પદાર્થ.

00:21:15.594 --> 00:21:23.991
એ આત્માનો સ્વભાવ શું છે?
એ જે સ્વભાવ હોય એને ધર્મ કહેવામાં આવે.

00:21:24.015 --> 00:21:35.740
આત્માના સ્વભાવથી વિરૂદ્ધ જેટલા પરિણામ છે
તે પરિણામનું નામ ધર્મ નથી,
કેમ કે સ્વભાવ નથી માટે ધર્મ નથી.

00:21:35.764 --> 00:21:48.209
આત્માનો સ્વભાવ, જ્ઞાતા-દૃષ્ટા
એ આત્માનો સ્વભાવ છે.
જાણવું અને દેખવું એ આત્માનો સ્વભાવ છે.

00:21:48.233 --> 00:21:54.896
હવે એ જાણવું અને દેખવું
એ આત્માનો સ્વભાવ છે,

00:21:54.920 --> 00:22:03.630
તો એવો તર્ક ઊઠે કે ઈંદ્રિયજ્ઞાન વડે
અનાદિકાળથી આત્મા પરને જાણતો આવે છે.

00:22:03.654 --> 00:22:11.739
તો જો જાણવું માત્ર એ સ્વભાવ હોય
તો એ તો અનાદિકાળથી પરને જાણતો આવે છે,

00:22:11.763 --> 00:22:18.676
માટે એને પણ સ્વભાવ કેમ ન કહેવાય -
એમ પ્રશ્ન ઊઠે.

00:22:18.700 --> 00:22:30.937
એનો ઉત્તર આચાર્ય ભગવંતો એમ ફરમાવે છે
કે જાણવું એ સ્વભાવ છે એ તો બરાબર જ છે

00:22:30.961 --> 00:22:38.485
પણ જેને જાણતાં આનંદ આવે
ત્યારે તેને સ્વભાવ કહેવામાં આવે.

00:22:38.509 --> 00:22:51.913
તો ઈંદ્રિયજ્ઞાન દ્વારા પરને જાણતા
આત્માને આત્મિક આનંદનો સ્વાદ આવતો નથી.
માટે એ આત્માનો સ્વભાવ નથી.

00:22:51.937 --> 00:22:58.241
આત્માનો સ્વભાવ જ્ઞાન છે
અને જ્ઞાનનો સ્વભાવ આત્માને જાણવું તે છે.

00:22:58.265 --> 00:23:03.372
કેમ કે પોતાના શુદ્ધાત્માને
પોતાનું જ્ઞાન જયારે જાણે છે

00:23:03.396 --> 00:23:10.560
ત્યારે તેને અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે
અને દુઃખનો નાશ થઈ જાય છે.

00:23:10.584 --> 00:23:18.323
એટલે આત્માના આશ્રયે
જે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રના પરિણામ
વીતરાગી પરિણામ પ્રગટ થાય,

00:23:18.347 --> 00:23:23.772
તે આત્માનો સ્વભાવ હોવાને કારણે
તેને ધર્મ કહેવામાં આવે.

00:23:23.796 --> 00:23:31.595
પણ પુણ્ય અને પાપની જે લાગણી ઊભી થાય છે,
શુભ અને અશુભભાવ - 
ક્ષણમાં અશુભ અને ક્ષણમાં શુભ,

00:23:31.619 --> 00:23:45.580
કષાયની તીવ્રતા અને કષાયની મંદતાના પરિણામ
જે વિકૃતભાવ જીવની દશામાં-હાલતમાં થાય છે,
એ વસ્તુનો સ્વભાવ નથી માટે તે ધર્મ નથી.

00:23:45.604 --> 00:23:55.209
કેમ કે એમાં આત્માને આકુળતા નામ
દુઃખનું વેદન થાય છે.
કેમ કે એ બધા પરાશ્રિત વિભાવભાવ છે.

00:23:55.233 --> 00:24:02.387
એ વિભાવભાવથી ભિન્ન આત્મા છે,
એને દષ્ટિમાં લઈને જયારે જ્ઞાન પ્રગટ થાય

00:24:02.411 --> 00:24:07.133
ત્યારે તેને આત્માના દર્શન વખતે
આનંદનો અનુભવ થાય;

00:24:07.157 --> 00:24:14.584
એવા આત્માના વીતરાગી પરિણામ પ્રગટ કરે જીવ
ત્યારે તેને સ્વભાવ કહેવામાં આવે છે

00:24:14.608 --> 00:24:19.350
અને એ સ્વભાવનું નામ ધર્મ છે.
આ ધર્મની વ્યાખ્યા છે.

00:24:19.374 --> 00:24:24.116
ધર્મની વ્યાખ્યા સીધી છે.
<b>वत्थुसहावो धम्मो</b> -

00:24:24.140 --> 00:24:32.192
વસ્તુનો જે સ્વભાવ હોય તેને ધર્મ કહેવાય.
એનાથી જે વિરૂદ્ધ હોય તો તેને ધર્મ ન કહેવાય.

00:24:32.216 --> 00:24:39.790
જેમ કે પાણીનો સ્વભાવ શીતળ છે તો
એની અવસ્થામાં પણ શીતળતા હોય

00:24:39.814 --> 00:24:44.018
તો એ પાણીનો સ્વભાવ છે
અને સ્વભાવ હોવાથી ધર્મ કહેવાય.

00:24:44.042 --> 00:24:50.170
પણ એ પાણી છે તે પોતાની યોગ્યતા
અને અગ્નિનું નિમિત્ત

00:24:50.194 --> 00:24:57.465
પામીને જે પાણીની અવસ્થા ઉષ્ણ થાય છે
તે પાણીનો સ્વભાવ નથી.

00:24:57.489 --> 00:25:02.510
સ્વભાવ ન હોવાને કારણે
એ એની વિકૃત વિભાવ દશા છે.

00:25:02.534 --> 00:25:07.510
તેથી પાણીનો ધર્મ નથી
પણ પાણીનો અધર્મ ભાવ છે.

00:25:07.534 --> 00:25:20.648
ઉષ્ણતા થઈ પાણીની એ પાણીનો સ્વભાવ નથી.
પાણીના શીતળ સ્વભાવથી વિરૂદ્ધ ભાવ છે.
માટે તેને સ્વભાવ ન કહેવાય. 

00:25:20.672 --> 00:25:24.606
એ સ્વભાવથી વિરૂદ્ધ
માટે તેને ધર્મ ન કહેવાય.

00:25:24.630 --> 00:25:30.804
ધર્મ ન કહેવાય એટલે એ પાણીનો
એ ધર્મ નથી પણ પાણીનો અધર્મ થઈ ગયો.

00:25:30.828 --> 00:25:35.987
આ દષ્ટાંત.
દષ્ટાંત તો સમજાય એમ છે.

00:25:36.011 --> 00:25:46.864
એમ આ આત્મા છે
એ અનાદિકાળથી પોતાના સ્વભાવને ભૂલીને
દેહાદિ પર પદાર્થ મારા છે એમ મમતા કરે છે.

00:25:46.888 --> 00:25:57.685
અને પુણ્ય અને પાપના જે પરિણામ થાય છે
એને પણ મારા માને છે,
એ એની એક વિપરીત માન્યતા છે.

00:25:57.709 --> 00:26:05.458
એ મમત્વભાવ છે
એ આત્માના સ્વભાવથી વિરૂદ્ધભાવ,
વિકૃતભાવ, દુઃખદાયકભાવ છે.

00:26:05.482 --> 00:26:15.984
તેથી તેને સ્વભાવ ન હોવાને કારણે,
વિભાવ હોવાને કારણે
તેને અધર્મ કહેવામાં આવે છે.

00:26:16.008 --> 00:26:20.281
ધર્મથી વિરૂદ્ધ પરિણામ એનું નામ અધર્મ.

00:26:20.305 --> 00:26:27.781
પાણીની શીતળતા એ એનો સ્વભાવ છે
માટે પાણીનો ધર્મ કહેવાય.

00:26:27.805 --> 00:26:37.547
પણ એ શીતળ પાણી
અવસ્થાએ ઊનું થયું, ઉષ્ણ થયું
તો એ પાણીએ પોતાના ધર્મને છોડી દીધો છે.

00:26:37.571 --> 00:26:47.823
પાણીએ પોતાના શીતળ સ્વભાવને છોડયો
અને ઉષ્ણ અવસ્થા થઈ
તો એ પાણીએ પોતાનો સ્વભાવ છોડયો.

00:26:47.847 --> 00:26:53.500
તો એ સ્વભાવથી વિરૂદ્ધ ઉષ્ણતા
તો એ અધર્મ દશા છે.

00:26:53.524 --> 00:27:00.038
એટલે પાણીનો સ્વભાવ ન હોવાને કારણે
વિકૃત અવસ્થા તેને અધર્મ કહેવામાં આવે.

00:27:00.062 --> 00:27:03.495
ધર્મ નહિ.
ધર્મથી વિરૂદ્ધ, સ્વભાવથી વિરૂદ્ધ.

00:27:03.519 --> 00:27:14.716
એમ આ આત્મા છે એનો સ્વભાવ, મૂળ સ્વભાવ
પોતાના જ્ઞાન વડે પોતાના શુદ્ધાત્માને
પુણ્ય-પાપના પરિણામથી ભિન્ન,

00:27:14.740 --> 00:27:23.954
દેહાદિથી ભિન્ન અંતર્મુખ થઈને
પોતાના આત્માને જાણવો,
અનુભવવો એનું લક્ષ કરવું

00:27:23.978 --> 00:27:34.608
અને એમાં જે આત્માનો અનુભવ થાય
એ અનુભવદશામાં અતીન્દ્રિય આનંદ આવે
તે આત્માનો સ્વભાવ છે.

00:27:34.632 --> 00:27:42.313
સ્વભાવ હોવાને કારણે
તેને ધર્મ કહેવામાં આવે
અથવા તેને મોક્ષનો માર્ગ કહેવામાં આવે છે.

00:27:42.337 --> 00:27:49.735
આ મોક્ષમાર્ગ પ્રકાશકની આપણે શરૂઆત કરવી છે
એની ટૂંકી થોડી વ્યાખ્યા
ધર્મનું શું સ્વરૂપ છે?

00:27:49.759 --> 00:27:57.030
ધર્મ-ધર્મ તો બધા કહે છે અને કરે છે;
પણ વાસ્તવિક ધર્મનું શું સ્વરૂપ છે

00:27:57.054 --> 00:28:08.485
એ સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા,
તીર્થંકર પરમાત્મા થયા તેણે ઉપદેશેલો માર્ગ
અને સંતોએ અનુભવ કરીને જે શાસ્ત્રો લખ્યા છે

00:28:08.509 --> 00:28:17.860
એમાંનું આ એક ટોડરમલજી સાહેબનું શાસ્ત્ર છે.
એનું આપણે અધ્યયન કરવાનું છે. પાનું બીજું.

00:28:17.884 --> 00:28:28.319
<b>હવે શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક નામના
ગ્રંથનો ઉદય થાય છે</b>.
એટલે એ ગ્રંથની શરૂઆત થાય છે.

00:28:28.343 --> 00:28:42.333
<b>ત્યાં પ્રથમ ગ્રંથકર્તા મંગલાચરણ કરે છે.</b>
જો શબ્દ પડયો છે મોક્ષમાર્ગ પ્રકાશક.
મોક્ષનો માર્ગ એટલે સુખનો માર્ગ.

00:28:42.357 --> 00:28:48.329
જગતના જીવો શબ્દથી ભડકી જાય છે
પણ શબ્દથી ભડકવા જેવું નથી.

00:28:48.353 --> 00:28:56.678
મોક્ષમાર્ગ. મોક્ષ એટલે મુકાવાનો માર્ગ.
મોક્ષ એટલે મુકાવું.

00:28:56.702 --> 00:29:04.490
દુઃખથી મુકાવું એવા જે આત્માના પરિણામ
તેને પરમાત્મા મોક્ષમાર્ગ કહે છે.

00:29:04.514 --> 00:29:10.476
નાસ્તિથી.
અસ્તિથી મોક્ષ એટલે પૂર્ણ આનંદની પ્રાપ્તિ.

00:29:10.500 --> 00:29:17.429
સુખની પ્રાપ્તિ, પૂર્ણ આનંદની પ્રાપ્તિ
એને પરમાત્મા મોક્ષ કહે છે.

00:29:17.453 --> 00:29:23.278
હવે પૂર્ણ આનંદની જે પ્રાપ્તિ થાય
એનું નામ મોક્ષ.

00:29:23.302 --> 00:29:37.760
અને એનું જે કારણ, મોક્ષનો માર્ગ એટલે
<b>सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः</b>
(તત્ત્વાર્થ સૂત્ર, પ્રથમ અધ્યાય, સૂત્ર ૧)

00:29:37.784 --> 00:29:43.580
એ કેમ પ્રાપ્ત થાય એના માટે
આ શાસ્ત્રની હું રચના કરું છું.

00:29:43.604 --> 00:29:52.437
તેમાં શીષ્ટાચાર એવો છે
કે શાસ્ત્રની રચના (કરવા)માં
મંગલાચરણ કરવામાં આવે છે.

00:29:52.461 --> 00:29:59.234
પંચપરમેષ્ઠીને નમસ્કાર,
મંગલાચરણ કરે છે પ્રથમ.

00:29:59.258 --> 00:30:11.861
ત્યાં <b>णमो अरहंताणं,
णमो सिद्धाणं, णमो आयरियाणं;</b>
<b>णमो उवज्झायाणं, णमो लोए सव्वसाहूणं।</b>

00:30:11.885 --> 00:30:29.624
<b>આ પ્રાકૃતભાષામય નમસ્કાર મંત્ર છે</b>.
આ નમસ્કાર મંત્ર જે કહ્યો
એ પ્રાકૃતભાષામય છે.

00:30:29.648 --> 00:30:49.154
<b>તે મહામંગલસ્વરૂપ છે</b>.

00:30:49.178 --> 00:30:59.544
બહારનો અવાજ આવે છે.
મુમુક્ષુ:- હા, બહારનો અવાજ પકડાઈ છે.

00:30:59.568 --> 00:31:07.155
પૂ. લાલચંદભાઈ: <b>શ્રી અરિહંતને નમસ્કાર હો,
સિદ્ધને નમસ્કાર હો,
આચાર્યને નમસ્કાર હો,</b>

00:31:07.179 --> 00:31:13.378
<b>ઉપાઘ્યાયને નમસ્કાર હો,
અને લોકમાં રહેલા સર્વ સાધુઓને નમસ્કાર હો.</b>

00:31:13.402 --> 00:31:22.637
<b>એ પ્રમાણે તેમાં નમસ્કાર કર્યા છે
તેથી તેનું નામ નમસ્કાર મંત્ર છે.</b>

00:31:22.661 --> 00:31:29.719
<b>હવે અહીં જેને નમસ્કાર કર્યા છે</b>,
પંચપરમેષ્ઠીને નમસ્કાર કરવામાં આવે છે.

00:31:29.743 --> 00:31:40.064
જેને આપણે સવાર, બપોર, સાંજ આપણે વંદન
કરીએ છીએ તો એનું સ્વરૂપ શું છે
એ પહેલાં ખ્યાલમાં લેવા જેવું છે.

00:31:40.088 --> 00:31:47.936
નહિતર તો માત્ર
જેમ પોપટ રામ-રામ બોલે એમ થઈ જાય.

00:31:47.960 --> 00:31:59.265
તો પંચપરમેષ્ઠીનું સાચું સ્વરૂપ શું છે
એ પહેલાં પાયાની વાત છે.
જૈનદર્શનમાં એ પહેલાં આપણે સમજવા જેવું છે.

00:31:59.289 --> 00:32:05.464
<b>હવે અહીં જેને નમસ્કાર કર્યા છે
તેનું સ્વરૂપ ચિન્તવન કરીએ છીએ,</b>

00:32:05.488 --> 00:32:16.004
<b>કારણ કે સ્વરૂપ જાણ્યા વિના</b>,
એ પંચપરમેષ્ઠી કોણ છે?
એના ગુણો પ્રગટ થયા છે એ શું છે?

00:32:16.028 --> 00:32:25.070
એને કેમ ગુણ પ્રગટ થયા?
આપણે શા માટે નમસ્કાર કરીએ છીએ?
કે ગુણ ગ્રહણ કરવા માટે નમસ્કાર કરીએ છીએ.

00:32:25.094 --> 00:32:29.574
તો એના ગુણો શું પ્રગટ થયા
તે પહેલાં સમજવું જોઈએ.

00:32:29.598 --> 00:32:35.767
<b>હવે અહીં જેને નમસ્કાર કર્યા છે 
તેનું સ્વરૂપ ચિન્તવન કરીએ છીએ,
કારણ કે સ્વરૂપ જાણ્યા વિના</b> 

00:32:35.791 --> 00:32:44.970
<b>એ નથી સમજાતું કે
હું કોને નમસ્કાર કરું છું? અને તે સિવાય
ઉત્તમ ફલની પ્રાપ્તિ પણ કયાંથી થાય?</b>

00:32:44.994 --> 00:32:51.638
આપણે જેને નમસ્કાર કરીએ
તેનું સ્વરૂપ પહેલાં સમજવા જેવું છે,
એમ પંડિતજી ફરમાવે છે.

00:32:51.662 --> 00:32:54.865
<b>ત્યાં પ્રથમ અરિહંતનું સ્વરૂપ વિચારીએ છીએ.</b>

00:32:54.889 --> 00:33:03.287
પંચપરમેષ્ઠીમાં ખરેખર તો
ઊંચામાં ઊંચી પદવી તો સિદ્ધ પરમાત્માની છે.

00:33:03.311 --> 00:33:11.894
પણ એ સિદ્ધ પરમાત્માને પ્રથમ નમસ્કાર
ન કરતાં પ્રથમ અરિહંત પરમાત્માને
નમસ્કાર કરવામાં આવે છે.

00:33:11.918 --> 00:33:22.653
એનું કારણ એવું છે કે સિદ્ધ પરમાત્માને
વાણી હોતી નથી. અને અરિહંત પરમાત્મા,
તીર્થંકર ભગવાનને વાણી હોય છે.

00:33:22.677 --> 00:33:29.899
તો એની વાણી દ્વારા
સિદ્ધ પરમાત્માનું શું સ્વરૂપ
અને અરિહંતનું શું સ્વરૂપ,

00:33:29.923 --> 00:33:35.590
આચાર્ય-ઉપાઘ્યાય-સાધુનું શું સ્વરૂપ છે
તે એની વાણી દ્વારા આપણને પ્રાપ્ત થાય છે.

00:33:35.614 --> 00:33:42.717
તેથી આપણા ઉપકારી,
પ્રથમ ઉત્કૃષ્ટ ઉપકારી જો હોય
તો એ અરિહંત પરમાત્મા છે.

00:33:42.741 --> 00:33:49.416
કેમ કે એની દિવ્યધ્વનિ દ્વારા
આખું વસ્તુનું સ્વરૂપ શું છે
એ વાણીમાં આવે છે.

00:33:49.440 --> 00:33:51.627
ઓમકાર ધ્વનિ છૂટે છે.

00:33:51.651 --> 00:33:58.405
જેમ આપણે બોલીએ છીએ ક્રમે-ક્રમે
એમ એની ભાષા નથી હોતી.

00:33:58.429 --> 00:34:04.284
આખા દેહમાંથી કંપન ઊઠે છે
અને એમાં ઓમકાર ધ્વનિ છૂટે છે, ૐ...

00:34:04.308 --> 00:34:15.285
એમાં બધા જીવો પોતપોતાની યોગ્યતા અનુસાર
એ વાણીનો અર્થ સમજી શકે છે.
એવો કોઈ અતિશય રહેલો છે પરમાત્માનો.

00:34:15.309 --> 00:34:24.590
તો પ્રથમમાં પ્રથમ
આપણા મૂળ ઉપકારી સર્વજ્ઞ પરમાત્મા છે.

00:34:24.614 --> 00:34:33.539
પછી આચાર્ય ભગવંતો ઉપકારી
અને પછી આપણા ગુરુદેવ, આપણને ઉપકાર કર્યો
આખું સ્વરૂપ સમજાવીને.

00:34:33.563 --> 00:34:42.782
હું તો અહીંયાં માત્ર જે ગુરુદેવ પાસેથી
હું જેટલું સમજી શકયો છું

00:34:42.806 --> 00:34:49.606
એ મારી યથાશક્તિ પ્રમાણે
એમણે જ કહેલું
હું અહીંયાં કહેવા આવ્યો છું.

00:34:49.630 --> 00:34:53.673
હું મારા ઘરની વાત કાંઈ નહિ કહું.

00:34:53.697 --> 00:35:03.552
મને જેટલું એમની પાસેથી મળ્યું છે,
ગ્રહણ કર્યું છે, એનો સંદેશો આપવા માટે
હું આવ્યો છું અહીંયાં.

00:35:03.576 --> 00:35:15.730
નાઈરોબી તો ગુરુદેવ પધાર્યા હતા.
પણ લંડન પણ કદાચ પ્રસંગ પડે
તો એમનો અહીંયાં લંડન આવવાનો ભાવ પણ હતો.

00:35:15.754 --> 00:35:20.930
પણ કોઈ યોગ નહિ.
આ તો યોગાનુયોગ બધું થાય છે.

00:35:20.954 --> 00:35:27.371
કાંઈ ઈચ્છા પ્રમાણે
કોઈ જગતના પદાર્થનું પરિણમન બનતું નથી.

00:35:27.395 --> 00:35:31.907
પણ તેઓશ્રી બહુ ખુશી બતાવતા હતા
વ્યાખ્યાનમાં અવાર-નવાર.

00:35:31.931 --> 00:35:44.274
મેં પ્રત્યક્ષ સાંભળેલું કે લંડનમાં પણ
અત્યારે પ્રેમચંદભાઈ કરીને
બહુ ગંભીર અને તત્ત્વના રસીક રૂડા જીવો છે

00:35:44.298 --> 00:35:51.989
અને એ વાંચન કરે છે, એટલે
અહીં એનું વાંચન ચાલતું હતું,
એમાં પણ એને ખુબ પ્રમોદ હતો.

00:35:52.013 --> 00:35:59.439
કેમ કે જ્ઞાનીઓને બીજું કાંઈ જોઈતું નથી.
માત્ર તત્ત્વ પ્રચાર થાય, તત્ત્વ સમજે

00:35:59.463 --> 00:36:11.034
અને જગતના જીવો આ દુઃખથી છૂટે
અને શાશ્વત સ્વાધીન સુખ કેમ પ્રાપ્ત થાય
એવી નિષ્કારણ કરુણા એને હોય છે.

00:36:11.058 --> 00:36:16.459
એ પ્રશંસા કરતા હોય
એની પાછળ પણ ઘણું રહસ્ય હોય છે.

00:36:16.483 --> 00:36:27.782
એ રહસ્ય એટલું જ કે આ તત્ત્વનો કોઈ જીવ
પ્રચાર કરે તો બીજા જીવો સમજે. કેમ કે આ
ભારતની અંદર તો એ પરંપરા અનાદિથી ચાલુ છે.

00:36:27.806 --> 00:36:35.559
તીર્થંકરોના જન્મ થાય છે ત્યાં,
વાણી છૂટે છે
અને ભારતમાં તો ધર્મની પરંપરા ચાલુ જ છે.

00:36:35.583 --> 00:36:40.612
પણ આ તો ઘણો છેટો દેશ લગભગ અનાર્ય જેવો.

00:36:40.636 --> 00:36:46.359
અહીંયાં તો કોઈ મંદિરો પણ નહિ,
કોઈ ધર્મનો પ્રચાર નહિ, કોઈ જૈનની વસ્તી નહિ.

00:36:46.383 --> 00:36:53.448
આ તો વળી થોડા આફ્રિકાથી ભાઈઓ અહીં આવ્યા
તમે અને આ વાંચન ચાલે છે.

00:36:53.472 --> 00:37:02.616
વળી અહીંયાં બોલાવવાનો પણ પ્રસંગ આવ્યો.
હું પણ કુદરતી અહીંયાં આવ્યો
અને આ બધો જોગ થયો છે.

00:37:02.640 --> 00:37:11.968
ખરેખર તો આપણા જીવનમાં કરવા જેવું હોય તો
એ પોતાનું સાચું સ્વરૂપ શું છે
એ સમજવા જેવું છે.

00:37:11.992 --> 00:37:19.886
<b>જે સ્વરૂપ સમજયા વિના, પામ્યો દુઃખ અનંત</b>
(આત્મસિદ્ધિ શાસ્ત્ર, ગાથા ૧)
અનંત દુઃખ પામ્યો જગતનો જીવ (અને)

00:37:19.910 --> 00:37:27.637
 ચાર ગતિ અને ચોર્યાસી લાખ યોનિમાં
રખડે છે. એનું મૂળ કારણ હોય
તો પોતાનું સાચું સ્વરૂપ શું,

00:37:27.661 --> 00:37:36.748
original (અસલી) સ્વરૂપ શું એ જીવ સમજયો નથી.
કાં તો દેહને જીવ માને છે,
કાં જીવને રાગી માને છે,

00:37:36.772 --> 00:37:43.962
કાં જીવને ઈંદ્રિયજ્ઞાનવાળો માને છે,
કાં જીવ છે એ પૈસાવાળો, કાં મનુષ્ય તે જીવ,

00:37:43.986 --> 00:37:51.647
નારકી તે જીવ,
એકેન્દ્રિય તે જીવ, બે ઈંદ્રિય તે જીવ,
એમ જીવના સ્વાંગને જીવ માની બેઠો છે.

00:37:51.671 --> 00:37:58.838
પણ સ્વાંગથી ભિન્ન આત્મા અંદરમાં કોણ છે -
ચૈતન્ય ઝળહળ જયોતિ,
જ્ઞાન અને આનંદની મૂર્તિ,

00:37:58.862 --> 00:38:04.671
એને એક સમય માત્ર અંતર્મુખ - સન્મુખ થઈને
એણે આત્માનો અનુભવ કર્યો નથી.

00:38:04.695 --> 00:38:09.237
એ આત્માનો અનુભવ
પ્રથમમાં પ્રથમ કરવા જેવો છે.

00:38:09.261 --> 00:38:18.730
ધર્મની શરૂઆત જ શુદ્ધાત્માના અનુભવથી
થાય છે, વૃદ્ધિ પણ અનુભવથી થાય છે
અને પૂર્ણતા પણ અનુભવથી થાય છે.

00:38:18.754 --> 00:38:27.726
<b>એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ</b>
(આત્મસિદ્ધિ શાસ્ત્ર, ગાથા ૩૬),
પરમાર્થ મોક્ષનો માર્ગ, સુખનો માર્ગ તો
ત્રણેકાળ એક જ હોય છે -

00:38:27.750 --> 00:38:31.958
કે પુણ્ય-પાપથી ભિન્ન
પોતાનો જે શુદ્ધાત્મા જ્ઞાનમય છે,

00:38:31.982 --> 00:38:39.587
એ જ્ઞાનમય આત્માનું જ્ઞાન કરીને
એમાં જે લક્ષ કરીને ઠરવું,
એનું નામ મોક્ષનો માર્ગ છે.

00:38:39.611 --> 00:38:48.032
મોક્ષનો માર્ગ એટલે સુખનો માર્ગ, સ્વાધીન.
બિલકુલ કિંચિત્ માત્ર પરાધીનતા નહિ.

00:38:48.056 --> 00:38:56.294
કે કોઈ આશીર્વાદ આપે ત્યારે આપણે સુખી થઈએ
એ વાત ૧૦૦% ખોટી છે.

00:38:56.318 --> 00:39:04.150
કોઈના આશીર્વાદથી કોઈ સુખી થતો નથી.
અને કોઈના શ્રાપથી કોઈ દુઃખી થતો નથી.

00:39:04.174 --> 00:39:09.638
માત્ર કેવળ પોતાના પરિણામથી
જીવ સુખી-દુઃખી થઈ રહ્યો છે.

00:39:09.662 --> 00:39:17.998
અજ્ઞાનથી દુઃખ અને આત્મજ્ઞાનથી સુખ.
બીજું બાહ્યનાં બધા નિમિત્ત માત્રના કથનો છે.

00:39:18.022 --> 00:39:29.358
ખરેખર વાસ્તવિકતા તો  (એ છે કે) પોતાના જે પ્રકારના
જીવ પરિણામ કરે એનું ફળ વર્તમાનમાં ભોગવે
અને નિમિત્તપણે પછી ભોગવે.

00:39:29.382 --> 00:39:39.308
બાકી ખરેખર તો જે સમયે જે પ્રકારનું
પરિણામ જીવ કરે છે તે જ પ્રકારનું એને
આકુળતાનું દુઃખનું વેદન તે જ સમયે આવે છે.

00:39:39.332 --> 00:39:48.105
પણ એક નિમિત્તપણે કર્મ બંધાય છે
અને ફરી ઉદયમાં આવીને એમાં જોડાય,
તો એ (કર્મ) દુઃખના નિમિત્ત કહેવાય.

00:39:48.129 --> 00:39:55.820
જો કર્મના ઉદયમાં ન જોડાય તો
દુઃખને નિમિત્ત પણ કહેવામાં આવતું નથી.
એ તો નિર્જરી જાય છે.

00:39:55.844 --> 00:39:59.098
નિમિત્ત કયારે કહેવાય?
કે એમાં જોડાય તો.

00:39:59.122 --> 00:40:08.680
પણ આત્મામાં જોડાઈ જાય
તો કર્મને નિમિત્ત ન કહેવાય
પણ કર્મને જ્ઞાનનું જ્ઞેય કહેવાય.

00:40:08.704 --> 00:40:16.907
અહીંયાં બહુ આપણે સૂક્ષ્મ વાત તો
લેતાં નથી હજી. પણ તો પણ
થોડી-થોડી તો કહેવી તો પડશે.

00:40:16.931 --> 00:40:20.188
કેમ કે આજે નહિ સાભળે તો કયારે સાંભળશે?

00:40:20.212 --> 00:40:25.903
કે ભઈ આજે સૂક્ષ્મ પડે છે ઝીણી વાત,
તો પછી કે દિવસ સાંભળવાનો મોકો (મળશે)?

00:40:25.927 --> 00:40:31.968
આ મનુષ્યભવ મળ્યો તો થોડી-થોડી વાત
સૂક્ષ્મ તો (સાંભળવી જ પડશે).
આત્મા સૂક્ષ્મ છે,

00:40:31.992 --> 00:40:40.839
આત્મા અરૂપી છે માટે થોડી વાત
એ ઉપયોગ જો લગાવે તો સમજાય એમ છે.
ન સમજાય એમ નથી.

00:40:40.863 --> 00:40:47.512
દષ્ટાંત તો આપું છું કે મુંબઈમાં મોટા
મોટર સ્પેરપાર્ટસના વેપારી હોય છે

00:40:47.536 --> 00:40:53.867
એને ત્યાં પાંચ હજાર
નાની મોટી વસ્તુઓ હોય, સ્ટોકમાં.

00:40:53.891 --> 00:41:03.840
પણ દસ વર્ષ પહેલાંની ખરીદી શું, એના ઉપર
કેટલો ખર્ચો, અત્યારે શું ભાવે પડતર,
શું ભાવે વહેંચીએ તો આટલો નફો થાય -

00:41:03.864 --> 00:41:07.907
એ આ મગજના કોમ્પ્યુટરની અંદર
બધો હિસાબ કરી લે છે.

00:41:07.931 --> 00:41:14.169
એનો નંબર એની made in (ક્યાંની બનાવટ
છે તે) એ બધું એને ખબર હોય.
એટલી વસ્તુઓ એને યાદ રહે છે.

00:41:14.193 --> 00:41:21.733
તો હવે આત્માના શાશ્વત સુખને માટે
છ દ્રવ્યનું શું સ્વરૂપ
અને નવ તત્ત્વનું શું સ્વરૂપ,

00:41:21.757 --> 00:41:28.221
અને આત્માનું વાસ્તવિક શું સ્વરૂપ -
એટલું થોડું (એને) યાદ કેમ ન રહે?

00:41:28.245 --> 00:41:37.339
દીકરાઓના નામ યાદ રહે, દીકરીઓના યાદ રહે,
જમાઈના યાદ રહે, અરૂણભાઈ!
યાદ રહે કે નહિ બધું? હેં?

00:41:37.363 --> 00:41:46.047
બહારનું કેટલું યાદ રહે? યાદ રહેને? કેમ કે
જેમાં જેની રુચિ છે ને એનું એને યાદ રહે.

00:41:46.071 --> 00:41:52.114
આ નવ તત્ત્વના નામ યાદ નથી રહેતા કેમ કે
રુચિ નથી. રુચિ હોય તો બધું યાદ રહે.

00:41:52.138 --> 00:42:00.997
માટે કરવા જેવું હોય તો આ ભવમાં,
ભવનો અંત કરવા જેવો હોય તો
એક શુદ્ધાત્માનું સ્વરૂપ શું

00:42:01.021 --> 00:42:09.502
તે ગુરુદેવે આપણને બતાવ્યું છે
એ માર્ગ ત્વરિત રીતે અપનાવી લેવા જેવો છે.
કાંઈ પણ પ્રમાદ કર્યા સિવાય.

00:42:09.526 --> 00:42:18.510
આજે થાય તો કાલ કરવા જેવું નથી. અને એ
પોતાની પાસે વસ્તુ છે. ધર્મ કયાંય બહારથી
લેવો નથી. કોઈ ધર્મ આપતા નથી.

00:42:18.534 --> 00:42:23.866
ગુરુદેવ પણ ધર્મ આપી શકતા નથી.
ધર્મ માત્ર બતાવ્યો છે.

00:42:23.890 --> 00:42:32.597
કે તમારા આત્માનો સ્વભાવ આવો છે
એનું અવલંબન લ્યો
તો તમને સમ્યગ્દર્શન આદિ ધર્મ પ્રગટ થાય.

00:42:32.621 --> 00:42:37.515
ધર્મ બતાવે છે, કહે છે.
પણ કોઈ ધર્મ આપી શકતું નથી.

00:42:37.539 --> 00:42:45.263
આ દેવા-લેવાની ચીજ નથી.
કહેવાની ચીજ છે
પણ દેવા-લેવાની ચીજ આમાં નથી કાંઈ.

00:42:45.287 --> 00:42:51.189
કોઈ ધર્મ આપે (એમ છે નહિ),
તીર્થંકર પરમાત્મા પણ ધર્મ આપી શકયા નહિ.

00:42:51.213 --> 00:42:59.271
એ ઋષભદેવ ભગવાન પોતે,
ભરત ચક્રવર્તીના પુત્ર
જે મહાવીરનો જીવ મરીચી,

00:42:59.295 --> 00:43:04.275
એને પણ ધર્મ આપી શકયા નહિ.
તો બીજાને કોણ ધર્મ આપી શકે?

00:43:04.299 --> 00:43:15.869
એટલે વસ્તુનું જેવું સ્વરૂપ છે એવું
સમજીને અંતરમાં ચિંતવન-મનન કરીને
શુદ્ધાત્માનું ધ્યાન કરવા જેવું છે.

00:43:15.893 --> 00:43:23.045
અત્યારે ધ્યાનનું બહુ ચાલે છે પણ ધ્યેયના
સ્પષ્ટ જ્ઞાન વિના ધ્યાન થઈ શકે જ નહિ.

00:43:23.069 --> 00:43:29.585
ધ્યાન કોનું કરવું?
સમ્યગ્દર્શન શું એ તો ખબર નથી,
આત્માનું સ્વરૂપ શું એ (તો) ખબર નથી

00:43:29.609 --> 00:43:36.612
અને ધ્યાન કરવા બેસી જાય
એ તો આર્તધ્યાન, માઠું ધ્યાન છે.
એમાં કાંઈ હાથમાં આવતું નથી.

00:43:36.636 --> 00:43:47.292
માટે પ્રથમમાં પ્રથમ જે રાગાદિથી ભિન્ન,
આઠ કર્મથી જુદો અને દેહથી પણ ભિન્ન એવો
પોતાનો શુદ્ધાત્મા અંતરમાં બિરાજમાન છે,

00:43:47.316 --> 00:43:55.476
એ શુદ્ધાત્માને ભેદજ્ઞાનના મંત્ર દ્વારા
અંતરસન્મુખ થઈને પોતાના સ્વરૂપને
અંતર નિહાળી લેવું

00:43:55.500 --> 00:44:02.675
અને એનું લક્ષ કરીને
એમાં લીન થવાનો પ્રયત્ન કરવો
એને ધર્મની શરૂઆત કહેવામાં આવે છે.

00:44:02.699 --> 00:44:08.094
તો અહીંયાં <b>અરિહંતનું સ્વરૂપ</b>
પહેલાં આપણે વિચારીએ.

00:44:08.118 --> 00:44:18.031
<b>જે ગૃહસ્થપણું છોડી,</b> અરિહંત જે થયા
એ ગૃહસ્થ અવસ્થા છોડી, જંગલમાં જઈ
અને દીક્ષા અંગીકાર કરે છે.

00:44:18.055 --> 00:44:26.895
પહેલાં સમ્યગ્દર્શન ગૃહસ્થ અવસ્થામાં
પ્રગટ થાય છે અને ચારિત્ર પ્રગટ થાય છે
ત્યારે એ ગૃહસ્થ અવસ્થા છૂટી જાય છે.

00:44:26.919 --> 00:44:34.209
એ પ્રકારના રાગનો એને અભાવ થઈ જાય છે
અને સ્વરૂપમાં વિશેષ લીનતા પ્રગટ થાય છે.

00:44:34.233 --> 00:44:44.642
તો <b>જે ગૃહસ્થપણું છોડી,
મુનિધર્મ અંગીકાર કરી,
નિજસ્વભાવ સાધન વડે</b> - મહાસિદ્ધાંત.

00:44:44.666 --> 00:44:57.694
કે ગૃહસ્થ અવસ્થા છોડી જંગલમાં ગયા,
અરિહંત પરમાત્મા થવા પહેલાં સાધુ અવસ્થા થઈ
તો એનું સાધન શું? અરિહંત કેમ થયા?

00:44:57.718 --> 00:45:11.539
એ(નો ઉત્તર) <b>નિજસ્વભાવ સાધન વડે</b> - મહાસિદ્ધાંત.
કે પાંચમહાવ્રતના પરિણામ કર્યા એ સાધન છે?
એ સાધન નથી.

00:45:11.563 --> 00:45:18.503
બાર પ્રકારના અનશન આદિ
જે તપના વિકલ્પો શુભભાવ છે એ સાધન નથી.

00:45:18.527 --> 00:45:27.192
<b>નિજસ્વભાવ સાધન વડે</b>,
નિજ - પોતાના શુદ્ધાત્માનું જે જ્ઞાન
અને આનંદ જે સ્વભાવ છે

00:45:27.216 --> 00:45:36.251
એની અંતરસન્મુખ થઈ એમાં એકાગ્ર થતાં
જે ધ્યાન પ્રગટ - ધર્મધ્યાન પ્રગટ થયું
એ સાધન વડે.

00:45:36.275 --> 00:45:41.239
ધર્મધ્યાન છે એ વીતરાગી પરિણામ છે.
અને એ <b>સાધન વડે</b>

00:45:41.263 --> 00:45:46.478
<b>ચાર ધાતિકર્મોનો ક્ષય કરી</b>,
સંયોગરૂપે આઠ પ્રકારના કર્મ છે.

00:45:46.502 --> 00:45:54.467
જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, મોહનીય,
આયુ, નામ, ગોત્ર અને અંતરાય,
એમ ભગવાને આઠ કર્મ કહ્યા છે.

00:45:54.491 --> 00:46:06.047
અને એમાં ચાર ઘાતિ અને ચાર અધાતિ.
આત્માના ગુણોને ઘાત થવામાં જે નિમિત્ત થાય
તેને પરમાત્મા ઘાતિ કર્મ કહે છે.

00:46:06.071 --> 00:46:12.652
અને જેમાં માત્ર સંયોગની પ્રાપ્તિ થાય
એને અધાતિ કર્મ કહેવામાં આવે છે.

00:46:12.676 --> 00:46:23.160
તો અહીંયાં <b>ચાર ધાતિકર્મોનો</b> જડકર્મોનો
<b>ક્ષય કરી</b>, ભાવકર્મનો અને જડકર્મનો
ક્ષય થાય છે આત્માના આશ્રયે.

00:46:23.184 --> 00:46:28.654
જયાં આત્મા આત્મામાં લીન થાય છે
ત્યારે ભાવકર્મનો પણ અભાવ થાય છે

00:46:28.678 --> 00:46:35.010
અને સંયોગરૂપે દ્રવ્યકર્મ જે ચાર ધાતિ છે
એનો પણ અભાવ થઈ જાય છે.

00:46:35.034 --> 00:46:44.842
અને એના નિમિત્તે અહીંયાં જીવના પરિણામની
યોગ્યતા અને કર્મનું છૂટવું તે સમકાળ છે.

00:46:44.866 --> 00:46:53.936
કર્મો છૂટે છે માટે કેવળજ્ઞાન થાય છે એમ
નથી. કેવળજ્ઞાન થાય છે ત્યારે પ્રતિબંધ
કારણનો સહેજે અભાવ હોય છે.

00:46:53.960 --> 00:47:02.778
કેવળજ્ઞાનાવરણ કર્મનો ઉદય તે વખતે હોતો નથી. 
તો એટલું જ્ઞાન કરાવ્યું કે
<b>ચાર ધાતિકર્મોનો</b> અભાવ કરી 
<b>ક્ષય કરી</b> 

00:47:02.802 --> 00:47:11.814
<b>અનંત ચતુષ્ટયરૂપે બિરાજમાન થયા છે</b>.
અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ અને અનંતવીર્ય.

00:47:11.838 --> 00:47:20.881
જેમ કોઈ પદાર્થનું enlarge (વિકાસ) થાય છે ને
enlarge, એમ આ જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ

00:47:20.905 --> 00:47:25.135
એના પરિણામનું enlarge થવા માંડે છે.
એનો વિકાસ થવા માંડે છે.

00:47:25.159 --> 00:47:36.284
અંતરધ્યાનથી વિકાસ થતાં-થતાં જે
અલ્પજ્ઞાન હતું એ પૂર્ણ થાય છે. અલ્પસુખ
પ્રગટ હતું એ પૂર્ણ સુખ પ્રગટ થાય છે.

00:47:36.308 --> 00:47:43.178
તો <b>અનંત ચતુષ્ટયરૂપે બિરાજમાન થયા છે,
ત્યાં અનંતજ્ઞાન વડે તો
પોતપોતાના અનંત ગુણ પર્યાય સહિત</b>

00:47:43.202 --> 00:47:51.467
<b>સમસ્ત જીવાદિ દ્રવ્યોને યુગપત્‌
વિશેષપણાએ કરી પ્રત્યક્ષ જાણે છે</b>.
હવે એકે એકની વ્યાખ્યા ટૂંકાણમાં કરે છે.

00:47:51.491 --> 00:48:00.256
આપણે વખત થઈ ગયો, નવનો ટાઈમ છે ને?
મુમુક્ષુ:- પંદર મિનિટ હજી ચાલુ રાખો.
પૂ. લાલચંદભાઈ: ભલે સવા નવ, ભલે.

00:48:00.280 --> 00:48:08.644
શું ફરમાવે છે જ્ઞાનીઓ?
કે પહેલાં આત્મા બહિરાત્મા હોય છે.

00:48:08.668 --> 00:48:13.110
પછી અંતરાત્મ દશા થાય છે
અને પછી પરમાત્મ દશા થાય છે.

00:48:13.134 --> 00:48:19.263
એમ એક આત્માની ક્રમે
ત્રણ પ્રકારની અવસ્થાઓ થાય છે.

00:48:19.287 --> 00:48:27.510
જેટલા અરિહંત પરમાત્મા થયા
એ પૂર્વે બહિરાત્મા હતા,
મિથ્યાદષ્ટિ હતા, અજ્ઞાની હતા.

00:48:27.534 --> 00:48:39.324
એ પણ તેની પોતાની યોગ્યતા અને સાચા
દેવ-ગુરુ-શાસ્ત્રના સમાગમમાં આવતાં એને
આત્માનું ભાન થાય છે, આત્મદર્શન થાય છે,

00:48:39.348 --> 00:48:48.598
સમ્યગ્દર્શન પ્રગટ થાય છે
ત્યારે ત્યાંથી અંતરાત્મ દશા શરૂ થાય છે.
પછી દેહને 'મારો છે' એમ જ્ઞાની માનતા નથી.

00:48:48.622 --> 00:48:55.111
કુટુંબ-પરિવારમાં રહેવા છતાં પણ
એને મમતા છૂટી જાય છે. રાગ રહી જાય છે.

00:48:55.135 --> 00:48:58.498
રાગ અને મમતામાં મોટો ફરક છે.

00:48:58.522 --> 00:49:08.611
રાગ છે એ અલ્પ સંસારનું કારણ છે, અલ્પ
દુઃખનું કારણ છે અને મોહ અર્થાત્ મમતા છે
એ અનંત દુઃખનું કારણ છે.

00:49:08.635 --> 00:49:17.409
ગૃહસ્થ અવસ્થામાં... કોઈ પછી એમ સમજયા વિના
એમ મશ્કરી પણ કરે કે આ ધર્મ સારો,

00:49:17.433 --> 00:49:26.523
વેપાર પણ ચાલુ રહે, દુકાને પણ જઈ શકાય
અને ધર્મની પ્રાપ્તિ પણ થાય.

00:49:26.547 --> 00:49:32.272
ખોરાક પણ ચાલુ રહે અને ધર્મ પણ ચાલુ રહે.
આ શું નવીન (ધર્મનો માર્ગ)?

00:49:32.296 --> 00:49:42.620
ભાઈ આ નવીન નથી (આ તો) અનાદિનો માર્ગ છે
કે ગૃહસ્થ અવસ્થામાં મોહ અર્થાત્
મમતાના પરિણામ છૂટી જાય છે.

00:49:42.644 --> 00:49:51.856
જેમ કે એક દષ્ટાંત તમને આપું
કે એક જીવ સોમવારે અજ્ઞાની હતો,
મિથ્યાદષ્ટિ હતો,

00:49:51.880 --> 00:50:01.098
દષ્ટિ આત્માની નહોતી. પણ નિરંતર
સ્વાધ્યાય, ચિંતન, મનન, સત્‌સમાગમથી

00:50:01.122 --> 00:50:11.642
એમને, સોમવારે અજ્ઞાની હતો અને
મંગળવારે સવારે એ (આત્માના) ધ્યાનમાં બેસતાં
આત્માના દર્શન થયા.

00:50:11.666 --> 00:50:16.717
સમ્યગ્દૃષ્ટિ થયો મંગળવારે.

00:50:16.741 --> 00:50:24.523
જો-જો આ તફાવત અંતરનો કેટલો છે
એની વાત ચાલે છે.

00:50:24.547 --> 00:50:34.292
કે સોમવારે પણ એ ઓફીસે જતો હતો.
પોતાના ઘરની દુકાન હોય તો એ પ્રકારે,
સર્વીસમાં હોય તો એ પ્રકારે.

00:50:34.316 --> 00:50:45.990
સોમવારે બધી ક્રિયા ચાલતી હતી.
મંગળવારે એને આત્મદર્શન થયું.
તો મંગળવારે પણ ક્રિયાઓ તો એની એ રહી.

00:50:46.014 --> 00:50:53.517
હવે સમ્યગ્દર્શન થયું માટે
એ દુકાને જવું નથી અને વેપાર કરવો નથી
અને બધું બંધ કરી દેવું છે -

00:50:53.541 --> 00:51:01.896
એવું સમ્યગ્દર્શનની ભૂમિકામાં ન હોય.
એ ચારિત્રનું જયારે સ્ટેજ આવે
ત્યારે એ સ્થિતિ હોય છે.

00:51:01.920 --> 00:51:11.576
હવે જે સોમવારે ક્રિયા ચાલુ હતી 
 દેહ-મન-વાણીની, અને અંદરમાં આહાર
અને પાણીની ઈચ્છાઓ પણ સોમવારે થતી હતી.

00:51:11.600 --> 00:51:18.963
આહાર લેવાની, પાણી લેવાની, પહેરવાની,
ઓઢવાની, સ્નાન કરવાની ઈત્યાદિ
બધી સોમવારે ક્રિયાઓ હતી.

00:51:18.987 --> 00:51:22.193
એ દેહ, મન, વાણીની ક્રિયા
તો એનાથી થતી હતી.

00:51:22.217 --> 00:51:27.838
અને એ સોમવારે એમ માનતો હતો
કે આ ક્રિયાઓ મારાથી થઈ.
એમ સોમવારે માનતો હતો.

00:51:27.862 --> 00:51:32.749
ભાષા હું બોલી શકું છું,
હાથ ઊંચો કરી શકું છું
એમ સોમવારે માનતો હતો.

00:51:32.773 --> 00:51:36.920
એ ક્રિયા સોમવારે હતી. બહારની ક્રિયા.

00:51:36.944 --> 00:51:43.890
હવે અંદરની ક્રિયા રાગાદિની
જે સોમવારે થતી હતી, આહારની ઈચ્છા,
પાણીની, એ પણ સોમવારે હતી.

00:51:43.914 --> 00:51:52.832
પણ એ સોમવારે એમ માનતો હતો
કે આ રાગ મેં કર્યો અને એ રાગ મારો છે.
રાગનો રાગ કરતો હતો. રાગમાં મમતા કરતો હતો.

00:51:52.856 --> 00:51:57.984
પુણ્ય-પાપના પરિણામ તો સોમવારે થતા હતા
પણ એનો એ માલિક બની ગયો હતો.

00:51:58.008 --> 00:52:07.032
કે આ પુણ્ય-પાપના પરિણામ મારા અને
એનાથી મને લાભ થાય અને આ મારું
કર્તવ્ય છે. કર્તાબુદ્ધિ હતી સોમવારે.

00:52:07.056 --> 00:52:17.887
મંગળવારે આત્મભાન થયું તો આહાર
અને પાણીની ઈચ્છા પણ થઈ ટાઈમે બરાબર.
દુકાને જવાની પણ ઈચ્છા થઈ, એ પાપના પરિણામ.

00:52:17.911 --> 00:52:21.813
દુકાને જાવું, વેપાર-રોજગારમાં જોડાવું
એ પાપના પરિણામ છે.

00:52:21.837 --> 00:52:28.481
સ્વાધ્યાય, ચિંતવન, મનન, દયા, દાન, કરુણા,
કોમળતાના પરિણામ એ પુણ્ય તત્ત્વ છે.

00:52:28.505 --> 00:52:36.021
એ સોમવારે જે ક્રિયા થતી હતી
એ જ મંગળવારે રહી ગઈ.
તો તફાવત શું પડયો?

00:52:36.045 --> 00:52:42.650
જગતના જીવોને આ એક મોટો પ્રશ્ન છે.
કામ તો એનું એ જ થયા કરે છે.

00:52:42.674 --> 00:52:47.888
પહેલાં કરતો હતો અને હવે થાય છે -
એટલો ફેર પડયો.

00:52:47.912 --> 00:52:57.447
પહેલાં કર્તાબુદ્ધિ હતી કે હું કરતો હતો
એમ માનતો હતો.
ઝવેરચંદભાઈ! શબ્દમાં ફેર છે.

00:52:57.471 --> 00:53:02.818
પહેલાં હું કરું છું અને થાય છે
એમ હતું સોમવારે. મારાથી થતું હતું.

00:53:02.842 --> 00:53:08.525
દુકાન મારાથી ચાલતી હતી,
હું કમાણો તો મારી બુદ્ધિથી હું કમાતો હતો.

00:53:08.549 --> 00:53:15.154
બીજાને બુદ્ધિ નહોતી માટે નહોતો કમાતો
એ બુદ્ધુ હતો અને હું તો હોંશીયાર.

00:53:15.178 --> 00:53:23.858
મારી હોંશીયારીથી કમાતો હતો
એમ સોમવારે હતું. (એ) કર્તાબુદ્ધિ હતી,
સ્વામી બનતો હતો પર પદાર્થનો.

00:53:23.882 --> 00:53:32.831
મંગળવારે અંતરથી ઉદાસ થઈ ગયો,
કે આ જગતના કોઈ પદાર્થ રજકણ મારા નથી
અને આ ક્રિયા મારાથી થતી જ નથી.

00:53:32.855 --> 00:53:37.983
દેહ-મન-વાણીની ક્રિયા થતી નથી
એટલું તો નહિ પણ જે ઈચ્છા ઉત્પન્ન થાય છે,

00:53:38.007 --> 00:53:47.445
કમાવા-ખાવા-પીવા-રળવાની, 
એ ઈચ્છા - પાપની ઈચ્છા; એ થાય છે
એનો હું કરનાર નથી એનો હું જાણનાર છું.

00:53:47.469 --> 00:53:53.473
સોમવારે કરનાર બનતો હતો
મંગળવારે જાણનાર થયો. આહાહા!

00:53:53.497 --> 00:54:01.079
મુમુક્ષુ:- સાક્ષી રહ્યો.
પૂ. લાલચંદભાઈ: સાક્ષી રહ્યો, જ્ઞાતા થઈ ગયો.
કર્તાબુદ્ધિ છૂટી ગઈ. આ માર્મિક વાત (છે).

00:54:01.103 --> 00:54:09.137
ગૃહસ્થ અવસ્થામાં ભવનો અંત આવી જાય
એવી વાત છે. બધી ક્રિયાઓ રહી જાય છે.

00:54:09.161 --> 00:54:16.020
જયાં સુધી એની ઉગ્ર પુરુષાર્થની ભાવના
આત્માના સ્વભાવમાં ઠરવાની જાગતી નથી

00:54:16.044 --> 00:54:23.908
ત્યાં સુધી ગૃહસ્થ અવસ્થામાં
હજારો-લાખો વર્ષ ચોથા ગુણસ્થાને
અવિરત સમ્યગ્દૃષ્ટિ રહી શકે છે.

00:54:23.932 --> 00:54:32.179
૮૩ લાખ પૂર્વ, કરોડો અબજો વર્ષ
ઋષભદેવ ભગવાન ગૃહસ્થ અવસ્થામાં રહ્યા.

00:54:32.203 --> 00:54:35.933
હવે એને ખબર હતી કે
હું તીર્થંકર થવાનો છું.

00:54:35.957 --> 00:54:42.648
અને છતાં પણ કોઈને એમ પ્રશ્ન થાય
કેમ ચારિત્ર અંગીકાર ન કર્યું?
કેમ જંગલમાં ન ગયા?

00:54:42.672 --> 00:54:49.434
એમ કોઈને પ્રશ્ન થાય.
એ કર્તાબુદ્ધિનો પ્રશ્ન છે.

00:54:49.458 --> 00:54:56.164
સંયોગ થયા (ફર્યા) કરે છે.
સંયોગ આવે છે અને જાય છે.
એનો કરનાર આત્મા નથી.

00:54:56.188 --> 00:54:59.961
જેને એમ લાગે છે કે હું કરનાર છું
એ અજ્ઞાની છે

00:54:59.985 --> 00:55:05.325
અને થાય છે એનો હું જાણનાર છું
એ જ્ઞાની છે.
બહારની વાત.

00:55:05.349 --> 00:55:13.576
એમ અંદરમાં પુણ્ય-પાપના પરિણામ થાય છે;
એનો હું માત્ર જાણનાર છું તો જ્ઞાની (છે);

00:55:13.600 --> 00:55:23.439
અને પુણ્ય અને પાપના પરિણામ મેં કર્યા,
મારાથી થયા, હું કરું છું (એમ માને) એ અજ્ઞાની છે,
એનો (પુણ્ય-પાપનો) સ્વામી બની જાય છે.

00:55:23.463 --> 00:55:31.518
રાગનો - આસ્ત્રવનો સ્વામી બની જાય છે.
કર્તાબુદ્ધિ, માલિકીબુદ્ધિ, ધણી બની ગયો.

00:55:31.542 --> 00:55:34.854
કષાયનો ધણી બને છે આત્મા,
એ અજ્ઞાની છે.

00:55:34.878 --> 00:55:44.792
પુણ્ય-પાપના પરિણામ એ કષાય છે,
એની જાત અકષાય નથી. એક તીવ્ર કષાય
અને મંદ કષાય બેય કષાયની જાતના છે.

00:55:44.816 --> 00:55:50.600
એ કષાયનો સ્વામી બનતો હતો,
(તે) મંગળવારે કષાયનો સાક્ષી થઈ ગયો, ખલાસ!

00:55:50.624 --> 00:55:54.292
આ ભાવો આવે છે
પણ એ મારો સ્વભાવ નથી.

00:55:54.316 --> 00:55:59.667
કેમ કે સ્વભાવ દષ્ટિગોચર થઈ ગયો
કે હું તો જ્ઞાતા-દૃષ્ટા આત્મા છું.

00:55:59.691 --> 00:56:07.902
મારામાં પુણ્ય પણ નથી અને પાપ પણ નથી,
મારામાં દેહ નથી, જડકર્મ મારામાં નથી.
મારાથી ભિન્ન જુદી ચીજ છે,

00:56:07.926 --> 00:56:12.531
જગતનો પદાર્થ છે.
એને અને મારે કાંઈ લેવા-દેવા નથી.

00:56:12.555 --> 00:56:17.769
એમ એકત્વબુદ્ધિ તૂટી
અને એકત્વબુદ્ધિ આત્મામાં થઈ,

00:56:17.793 --> 00:56:22.566
પરિણામ આત્મામાં એકત્વ થયા
તો પરથી એકત્વબુદ્ધિ છૂટી ગઈ,

00:56:22.590 --> 00:56:30.872
એ જ્ઞાની છે અને એ
ક્રમે-ક્રમે અલ્પકાળમાં એને પૂર્ણાનંદની
પ્રાપ્તિ - મોક્ષ દશા પ્રગટ થાય છે.

00:56:30.896 --> 00:56:37.524
એટલે ગૃહસ્થ અવસ્થામાં
પ્રથમ સમ્યગ્દર્શન પ્રગટ કરવાનો ઉપદેશ
જ્ઞાનીઓ આપે છે.

00:56:37.548 --> 00:56:45.755
અને જેને સમ્યગ્દર્શન પ્રગટ થયું એને પછી
અલ્પકાળમાં ચારિત્ર કાં તો આ ભવમાં
અને કાં (તો) પછીના ભવમાં (થાય છે).

00:56:45.779 --> 00:56:51.237
પણ ચારિત્ર એટલે સ્વરૂપની રમણતા,
લીનતા એનું નામ ચારિત્ર છે.

00:56:51.261 --> 00:56:57.827
આ કષાયની મંદતા અને પુણ્ય તત્ત્વ
એ ખરેખર ચારિત્ર નથી,
પણ ચારિત્રનો મળ અને મેલ છે.

00:56:57.851 --> 00:57:05.866
હોય ખરા પરિણામ.
સાધકને શુભભાવ આવે ખરા -
ભગવાનની પૂજાના, યાત્રાના વિકલ્પ આવે,

00:57:05.890 --> 00:57:11.847
કોઈને ઉપવાસનો પણ વિકલ્પ આવે,
કોઈને બહાર એ પ્રકારની
કષાયની મંદતાનો ભાવ આવે.

00:57:11.871 --> 00:57:17.765
આવે ખરા,
પણ એનો એ ધણી થતો નથી,
માલીક નથી. ખલાસ!

00:57:17.789 --> 00:57:22.152
મકાન ઘરનું હોય એમાં ફેર
અને ભાડે હોય એમાં ફેર.

00:57:22.176 --> 00:57:28.133
મોહનભાઈ! ફેર હોય કે નહિ?
કે આ ઘર મારું છે, એમ એને થાય.

00:57:28.157 --> 00:57:35.684
અને ભાડે રહેતો હોય
તો આ ઘર મારું નથી, હું તો ભાડુત છું.
હેં?

00:57:35.708 --> 00:57:42.923
એમ આ દેહમાં રહેલો આત્મા અભિમાન કરે છે
કે આ ઘર મારું. દેહ કહો કે ઘર કહો એક જ.

00:57:42.947 --> 00:57:48.341
આ મારું છે.
મારું છે એમ માને છે એ મરે છે.

00:57:48.365 --> 00:57:59.741
દેહમાં મમતા કરે છે.
<b>ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે</b> મરે છે. આહાહા!
સમયે-સમયે પોતાના ચૈતન્ય પ્રાણ હણાય છે.

00:57:59.765 --> 00:58:08.692
<b>સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે, લેશ એ લક્ષે લહો,
ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે, કાં અહો રાચી રહો?</b> 
(રાજપદ, અમૂલ્ય તત્ત્વવિચાર)

00:58:08.716 --> 00:58:16.579
એને એમ થાય છે કે આ લંડન જેવામાં કમાણી બહુ
સારી. મોટી સરસ મોટરો અને આ બધું. આહાહા!

00:58:16.603 --> 00:58:25.211
બગીચા અને બાગ અને કુટુંબ અને પરિવાર. 
આહાહા! આમાં ભાઈ કાંઈ સુખ નથી.
પર પદાર્થમાં સુખ કયાંથી હોય?

00:58:25.235 --> 00:58:29.903
સુખ તો આત્મામાં છે. 
જડના સંયોગમાં કાંઈ સુખ નથી.

00:58:29.927 --> 00:58:36.048
કલ્પના કરે છે કે હું સુખી છું. 
પણ જ્ઞાનીઓ કહે છે કે બહુ દુઃખી છે.

00:58:36.072 --> 00:58:42.536
ઘણો દુઃખી છે. 
આત્મિક સુખનો છાંટો જેમાં નથી. આહાહા!

00:58:42.560 --> 00:58:46.282
પરના આશ્રયે કિંચિત્ માત્ર 
સુખ પ્રગટ થતું નથી.

00:58:46.306 --> 00:58:52.419
જયાં સુખ ભર્યું છે એનું અવલંબન કરે જ્યારે 
ત્યારે આત્માના સુખની પ્રાપ્તિ થાય છે.

00:58:52.443 --> 00:58:57.307
માટે અહીંયાં આચાર્ય ભગવાન પહેલાં 
અરિહંતના સ્વરૂપનું વર્ણન કરતાં (કહે છે કે)

00:58:57.331 --> 00:59:05.803
અરિહંત પરમાત્મા થયા 
એને અનંતજ્ઞાન પ્રગટ થઈ ગયું. 
હવે એ અનંતજ્ઞાનની શું વ્યાખ્યા છે એ કહે છે.

00:59:05.827 --> 00:59:12.042
કે <b>ત્યાં અનંતજ્ઞાન વડે 
તો પોતપોતાના અનંત ગુણ પર્યાય સહિત</b> 

00:59:12.066 --> 00:59:16.078
<b>સમસ્ત જીવાદિ દ્રવ્યોને યુગપત્‌ 
વિશેષપણાએ કરી પ્રત્યક્ષ જાણે છે</b>.

00:59:16.102 --> 00:59:20.364
અરિહંત ભગવાનને 
જયારે કેવળજ્ઞાનનો ભડકો થાય છે 

00:59:20.388 --> 00:59:26.649
ત્યારે એ જ્ઞાનની અવસ્થામાં 
પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાય 
અને જગતના દ્રવ્ય-ગુણ-પર્યાય 

00:59:26.673 --> 00:59:33.114
- ભૂત, ભવિષ્ય અને વર્તમાન 
ત્રણકાળ ત્રણલોકના પદાર્થને 
સમય માત્રમાં ઈચ્છા વિના

00:59:33.138 --> 00:59:40.103
અને એની સન્મુખ થયા વિના, 
આત્મસન્મુખમાં રહેતા 
એ લોકાલોક જણાઈ જાય છે.

00:59:40.127 --> 00:59:45.818
એવી એક કેવળજ્ઞાનની અચિંત્ય શક્તિ 
પ્રગટ થાય છે કેવળી ભગવાનને.

00:59:45.842 --> 00:59:51.338
પછી અનંતદર્શન પ્રગટ થાય છે, 
અનંતવીર્ય અને અનંતસુખ - ત્રણ બોલ બાકી છે.

00:59:51.362 --> 00:59:55.688
વખત થઈ ગયો. 
હવે કાલ કે પરમ દિવસે જે ટાઈમ હોય તે.