WEBVTT

00:01:03.291 --> 00:01:10.779
આ એક શ્રી સમયસાર નામનું
પરમાગમ શાસ્ત્ર છે.

00:01:10.803 --> 00:01:21.406
એ આજથી બે હજાર વર્ષ પહેલાં
સમર્થ આચાર્ય કુંદકુંદ ભગવાન થયા,
એમની રચના છે.

00:01:21.430 --> 00:01:28.483
એમાં એક કર્તા-કર્મ નામનો special
(ખાસ) અધિકાર લખવામાં આવ્યો છે.

00:01:28.507 --> 00:01:35.820
ખરેખર તો આ સમયસાર શાસ્ત્રમાં નવ તત્ત્વનું
વિવરણ છે. નવ તત્ત્વનો અધિકાર છે.

00:01:35.844 --> 00:01:44.574
પણ special કર્તા-કર્મ અધિકારનો એક વિભાગ
આમાં મુકવામાં આવ્યો છે. એનું કારણ

00:01:44.598 --> 00:01:53.060
કે આત્મા, પ્રત્યેક આત્મા સ્વભાવે જ્ઞાયક
હોવાથી જ્ઞાતા-દૃષ્ટા હોવા છતાં પણ

00:01:53.084 --> 00:02:02.326
એવા પોતાના નિજ સ્વભાવને ચૂકીને-ભૂલીને,
આત્મા સ્વભાવે અકર્તા હોવા છતાં પણ

00:02:02.350 --> 00:02:13.289
અનાદિકાળથી એમ માનતો આવે છે
કે હું પર પદાર્થનો કરનાર છું,
હું પુણ્ય-પાપના પરિણામનો કરનાર છું.

00:02:13.313 --> 00:02:19.639
એમ અનાદિકાળથી આત્મા
અકર્તા જ્ઞાયક હોવા છતાં પણ

00:02:19.663 --> 00:02:27.951
શુભાશુભભાવનો હું કર્તા છું
એમ કર્તૃત્વબુદ્ધિ માનીને
અનાદિકાળથી જીવ રખડે છે.

00:02:27.975 --> 00:02:39.722
એ કર્તા-કર્મની નિવૃત્તિ થાય
અને આત્માનું જ્ઞાન કર્મ થાય ત્યારે
આત્માને શાંતિનો અનુભવ થાય છે.

00:02:39.746 --> 00:02:50.242
એ કર્તા-કર્મ અધિકારની અત્યારે
૭૨ ગાથા આપણે લઈએ છીએ.
એમાં શિષ્યનો એક પ્રશ્ન છે મથાળામાં.

00:02:50.266 --> 00:02:58.724
 હવે શિષ્ય પૂછે છે કે, હે પ્રભુ!
<b>જ્ઞાનમાત્રથી જ બંધનો નિરોધ કઈ રીતે</b> થાય?

00:02:58.748 --> 00:03:08.364
માત્ર આત્માનું જ્ઞાન, આત્માનું શ્રદ્ધાન
અને આત્માનું આચરણ
એટલી જ સ્વાશ્રિત ક્રિયા કરવાથી

00:03:08.388 --> 00:03:14.202
બંધનો એટલે દુઃખનો અભાવ શી રીતે થાય?
કઈ રીતે થાય?

00:03:14.226 --> 00:03:22.726
એની વિધિ શું? મને કૃપા કરીને સમજાવો.
દુઃખના નાશનો ઉપાય શિષ્ય પૂછે છે.

00:03:22.750 --> 00:03:28.407
અજ્ઞાની જીવમાત્ર દુઃખી છે.
બધા અજ્ઞાની દુઃખી છે.

00:03:28.431 --> 00:03:41.555
પછી બહારમાં ગમે તેવા પુણ્યનો એને સંયોગ
હોય, રાજા હો, ચક્રવર્તી હો કે દેવ હો
તો પણ એ સંયોગમાં કિંચિત માત્ર સુખ નથી.

00:03:41.579 --> 00:03:50.752
માત્ર સંયોગમાં સુખ છે એવી કલ્પના કરી
બેઠો છે. એક મોટી ભ્રાંતિ છે.

00:03:50.776 --> 00:04:02.646
સુખ આત્મામાં છે અને એ સુખ સ્વાધીન છે.
અવિનાશી સુખની પ્રાપ્તિ કેમ થાય?
એનો ઉપાય આમાં બતાવ્યો છે.

00:04:02.670 --> 00:04:08.652
શિષ્ય પૂછે છે કે મારી દશામાં
આ દુઃખનો અભાવ કેમ થાય?

00:04:08.676 --> 00:04:19.587
અજ્ઞાનજન્ય દુઃખ - આકુળતા વેદાય છે.
મને રાગ-દ્વેષ-મોહના પરિણામ થાય છે.
અને એના ફળમાં એકલું દુઃખ હું વેદું છું.

00:04:19.611 --> 00:04:28.170
તો પ્રભુ કૃપા કરીને મને સમજાવો,
કે આ દશામાં ઉત્પન્ન થતું દુઃખ
એનો અભાવ કેમ થાય?

00:04:28.194 --> 00:04:39.346
અને આત્મિક સુખ, અતીન્દ્રિય સુખ, અનાકુળ
આનંદ કેમ મને પ્રગટ થાય - પ્રાપ્ત થાય?
એની વિધિ શિષ્ય પૂછે છે.

00:04:39.370 --> 00:04:44.432
એને ઉત્તરમાં આચાર્ય મહારાજ
જવાબ આપે છે કે સાંભળ!

00:04:44.456 --> 00:04:50.319
તારી જિજ્ઞાસા છે, સુખની પ્રાપ્તિનો
અર્થી તું છો. મોક્ષાર્થી થયો છો.

00:04:50.343 --> 00:04:56.984
<b>માત્ર મોક્ષ-અભિલાષ</b>
(આત્મસિદ્ધિ શાસ્ત્ર, ગાથા ૩૮) 
માત્ર છૂટવાનો જે કામી છે.

00:04:57.008 --> 00:05:06.677
અને દુઃખથી કંટાળ્યો છે એવો શિષ્ય હવે
પૂછે છે. એને આચાર્ય મહારાજ ઉત્તર આપે છે.

00:05:06.701 --> 00:05:18.757
<b>णादूण आसवाणं असुचित्तं च विवरीयभावं च।</b>
<b>दुक्खस्स कारणं ति य तदो णियत्तिं कुणदिं जीवो॥૭૨॥</b>

00:05:18.781 --> 00:05:37.973
<b>અશુચિપણું, વિપરીતતા એ આસ્ત્રવોના જાણીને,</b> 
<b>વળી જાણીને દુઃખકારણો, એથી નિવર્તન જીવ કરે. ૭૨.</b>

00:05:37.997 --> 00:05:47.599
ગાથાનો અર્થ:- એના ઉપરની પછી
સંસ્કૃત ટીકા છે. ગાથાનો અર્થ:-

00:05:47.623 --> 00:05:55.525
<b>આસ્ત્રવોનું</b> એટલે પુણ્ય આસ્ત્રવ
અને પાપ આસ્ત્રવ (એ) આસ્ત્રવના બે ભેદ છે.
પાપને પણ આસ્ત્રવ કહેવાય

00:05:55.549 --> 00:06:05.869
અને પુણ્યના પરિણામને પણ આસ્ત્રવ કહેવાય.
એ <b>આસ્ત્રવોનું અશુચિપણું</b>
એટલે મળ અને મેલપણું

00:06:05.893 --> 00:06:12.170
<b>અને વિપરીતપણું</b> એટલે જડપણું 
<b>તથા તેઓ દુઃખના કારણ છે</b>.

00:06:12.194 --> 00:06:20.831
પુણ્યના પરિણામ અને પાપના પરિણામ
વર્તમાનમાં જીવને <b>દુઃખના કારણ છે એમ જાણીને</b>,

00:06:20.855 --> 00:06:31.113
જયારે એમ જાણે કે આ હિંસા, જૂઠ, ચોરીના
પરિણામ તો દુઃખનું કારણ છે, છે અને છે.

00:06:31.137 --> 00:06:44.685
એ તો આખું જગત, અન્યમત પણ કહે છે 
કે પાપથી દુઃખ થાય. પાપના પરિણામથી
જીવ દુઃખ ભોગવે, એમ આખું જગત કહે છે.

00:06:44.709 --> 00:06:56.326
પણ જગતના મતથી, તીર્થંકર સર્વજ્ઞ દેવાધિદેવ
પરમાત્માનો મત જગતથી જુદો પડે છે.

00:06:56.350 --> 00:07:02.862
જગતના જીવો કહે છે
કે પાપથી દુઃખ અને પુણ્યથી સુખ થાય.

00:07:02.886 --> 00:07:14.176
સર્વજ્ઞ વીતરાગદેવ ફરમાવે છે
(કે) પાપના પરિણામથી તીવ્ર દુઃખ થાય છે
અને પુણ્યના પરિણામથી મંદ દુઃખ થાય છે.

00:07:14.200 --> 00:07:24.620
કેમ કે બેય ભાવ કષાયરૂપ છે. અને કષાયનું
ફળ, તીવ્ર કષાયને પાપ કહેવાય
અને મંદ કષાયને પુણ્ય કહેવાય.

00:07:24.644 --> 00:07:33.927
બેમાંથી કોઈ ભાવ ધર્મરૂપ નથી.
ધર્મના પરિણામ એને કહેવાય
કે જેમાં આત્મિક સુખ પ્રગટ થાય,

00:07:33.951 --> 00:07:42.533
જેમાં વીતરાગ દશા પ્રગટ થાય
અને એ વીતરાગભાવનું ફળ આત્માને
વર્તમાનમાં આનંદ આવે.

00:07:42.557 --> 00:07:49.701
માટે આચાર્ય ભગવાન ફરમાવે છે
કે પાપને તો જગત દુઃખનું કારણ કહે છે

00:07:49.725 --> 00:07:57.015
પણ સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા
પુણ્યના પરિણામને પણ દુઃખનું કારણ કહે છે.

00:07:57.039 --> 00:08:07.677
પુણ્યના પરિણામથી આત્મા સુખી થતો નથી.
એ પણ અનંત-અનંતવાર
અનંતકાળથી પુણ્ય કરતો આવ્યો છે.

00:08:07.701 --> 00:08:17.247
<b>બહુ પુણ્ય કેરા પુંજથી, શુભ દેહ માનવનો મળ્યો,</b>
<b>તોયે અરે! ભવચક્રનો, આંટો નહિ એક્કે ટળ્યો</b> 
(રાજપદ, અમૂલ્ય તત્ત્વવિચાર).

00:08:17.271 --> 00:08:22.305
પુણ્ય છે તે સંસાર તત્ત્વ છે
અને પાપ (છે તે) પણ સંસાર તત્ત્વ છે.

00:08:22.329 --> 00:08:31.494
બન્ને પ્રકારના પરિણામનું ફળ વર્તમાનમાં
દુઃખ છે, અને ભાવિકાળે કર્મનો બંધ થાય

00:08:31.518 --> 00:08:43.307
જે નિમિત્તપણે એના ઉદયમાં જોડાતા એને
દુઃખનું એ નિમિત્ત થશે, પણ આત્મિક સુખનું
કે ધર્મનું કારણ એ થઈ શકતું નથી.

00:08:43.331 --> 00:08:50.600
એકદમ સ્પષ્ટ વાત! સર્વજ્ઞ ભગવાન વીતરાગ 
દેવાધિદેવ પરમાત્માની વાત એવી અપૂર્વ છે

00:08:50.624 --> 00:09:02.804
કે જગતના જીવોના કાન ઉપર સત્ય વાત
સાંભળવા જેટલું પણ પુણ્ય નથી,
અસત્ વાત સાંભળવા મળી છે.

00:09:02.828 --> 00:09:08.612
આચાર્ય ભગવાને શરૂઆતમાં તો
એમ કહ્યું છે, કે કામ, ભોગ, બંધનની કથા

00:09:08.636 --> 00:09:14.288
અનાદિકાળથી જીવે સાંભળી, પરિચય કર્યો 
અને અનુભવમાં પણ આવ્યું.

00:09:14.312 --> 00:09:20.847
પણ રાગથી ભિન્ન શુદ્ધાત્માની વાત
એણે રુચિપૂર્વક સાંભળી નથી.

00:09:20.871 --> 00:09:25.156
એ વાત હું સંભળાવીશ
એમ મેં પ્રતિજ્ઞા કરી છે.

00:09:25.180 --> 00:09:41.434
જે જગત સંભળાવે છે એ જ જો સર્વજ્ઞ ભગવાન
કહે, તો સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા અને
અનાદિકાળથી અન્ય મતમાં રહેલાં અજ્ઞાની જીવો

00:09:41.458 --> 00:09:46.109
એ બેના પ્રતિપાદનમાં સમાનપણું આવી જાય.

00:09:46.133 --> 00:09:51.092
જો સર્વજ્ઞ ભગવાનની વાણીમાં આવે
કે પુણ્યથી સુખ થાય અને ધર્મ થાય

00:09:51.116 --> 00:09:58.213
તો અન્યમતિ પણ
પુણ્યથી ધર્મ તો ફરમાવે છે, કહે છે.
પણ ત્યાં મોટો આંતરો અને જુદાપણું છે.

00:09:58.237 --> 00:10:09.894
 પાપ અને પુણ્યના બેય પ્રકારના પરિણામ
કષાયની જાત હોવાથી આત્માને વર્તમાનમાં
આકુળતા ઉત્પન્ન કરનાર છે, દુઃખનો દેનાર છે,

00:10:09.918 --> 00:10:25.215
એમ આગળ ટીકામાં સ્પષ્ટીકરણ કરીને કહેશે.
વાત જરાક નવી લાગે એવી તો છે પણ
પરમ સત્ય છે. આત્માનું હિત થાય એવી વાત છે.

00:10:25.239 --> 00:10:37.229
કે <b>એમ જાણીને જીવ તેમનાથી નિવૃત્તિ
કરે છે.</b> પુણ્યના પરિણામ અને પાપના
પરિણામની રુચિ છોડે છે. રુચિ છૂટી જાય છે.

00:10:37.253 --> 00:10:42.657
પાપ દુઃખનું કારણ અને પુણ્ય સુખનું કારણ
એવી જે ભ્રાંતિ હતી

00:10:42.681 --> 00:10:50.555
એ જયારે પુણ્ય અને પાપ
બન્ને આસ્ત્રવ તત્ત્વ છે,
બન્ને પ્રકારના પરિણામ બંધનું કારણ છે;

00:10:50.579 --> 00:11:00.410
એમ જયારે જીવ જાણે છે
ત્યારે બન્ને પ્રકારના પરિણામથી ભિન્ન
ભગવાન આત્મા અંતર બિરાજમાન ચૈતન્યમૂર્તિ છે

00:11:00.434 --> 00:11:12.798
એનું લક્ષ કરે છે, એમાં લીન થાય છે
ત્યારે તેને દુઃખની નિવૃત્તિ થાય છે અને
સુખની પ્રાપ્તિ થાય છે, શરૂઆત થઈ જાય છે.

00:11:12.822 --> 00:11:19.444
એ વાત કરે છે કે
એ <b>જીવ તેમનાથી નિવૃત્તિ કરે છે</b>,
આસ્ત્રવથી નિવૃત્તિ કરે છે.

00:11:19.468 --> 00:11:29.884
આસ્ત્રવનો નિરોધ, એને ભગવાન સંવર કહે છે.
પાપના નિરોધ અને પુણ્યની પ્રવૃત્તિ
તે સંવર તત્ત્વ નથી.

00:11:29.908 --> 00:11:40.615
પાપ અને પુણ્ય બન્ને પ્રકારના પરિણામમાં
એકતાબુદ્ધિ છૂટી જાય, રુચિ છૂટી જાય
અને આત્માનો અનુભવ થાય

00:11:40.639 --> 00:11:45.319
તેને ભગવાન સંવર તત્ત્વ કહે છે,
ધર્મ તત્ત્વ કહે છે.

00:11:45.343 --> 00:11:55.614
એની ટીકા. ટીકા એટલે વિસ્તાર.
જે મૂળ પ્રાકૃત ગાથા છે એના ઉપર
સંસ્કૃત ટીકા થઈ છે. એક હજાર વર્ષ પહેલાં

00:11:55.638 --> 00:12:05.809
અમૃતચંદ્ર આચાર્ય થયા છે, જંગલવાસી હતા
અને આત્માના ધ્યાનમાં મગ્ન રહેતા હતા.

00:12:05.833 --> 00:12:16.295
નિત્ય અતીન્દ્રિય આનંદનું ભોજન કરનારા હતા,
એવા અતિ આસન્નભવ્ય ધર્માત્મા,
એની સંસ્કૃત ટીકાની રચના કરે છે.

00:12:16.319 --> 00:12:24.119
એનો અનુવાદ આજથી બસ્સો વર્ષ પહેલાં
જયપુરમાં એક જયચંદ પંડિત થયેલા
એણે અનુવાદ કરેલું છે.

00:12:24.143 --> 00:12:28.416
અને એનો અક્ષરે અક્ષર ગુજરાતી ભાષામાં
અનુવાદ થયેલો છે.

00:12:28.440 --> 00:12:44.041
ટીકા:- પહેલાં દષ્ટાંત આપે છે
કે આસ્ત્રવને કોની સાથે મેળવે છે.
કે <b>જળમાં</b> એટલે પાણીમાં જેમ મળ <b>શેવાળ છે</b>,

00:12:44.065 --> 00:12:59.714
પાણીની ઉપરની સપાટી ઉપર શેવાળ જામે છે,
લીલ, ફૂગ, શેવાળ. પાણીની ઉપર જેમ <b>શેવાળ છે
તે મળ</b> અને <b>મેલ છે</b>.

00:12:59.738 --> 00:13:11.707
એ પવિત્ર ચીજ નથી. પાણી પવિત્ર છે
અને જે શેવાળ છે એ મેલ છે;
એ કાઢી નાખવા જેવો છે, એ રાખવા જેવો નથી.

00:13:11.731 --> 00:13:22.873
<b>મળ છે-મેલ છે; તે શેવાળની માફક</b>
પુણ્યના પરિણામ કે પાપના પરિણામ

00:13:22.897 --> 00:13:36.305
બન્ને પ્રકારના પરિણામ પરમાર્થનયથી
જોવામાં આવે તો બન્ને બંધનું કારણ છે.
એક લોઢાની બેડી અને એક સોનાની બેડી.

00:13:36.329 --> 00:13:44.881
ઉલટું લોઢાની બેડી કરતાં સોનાની બેડીમાં
વજન વધારે હોય છે.
એટલે પગમાં ઘસારો વધારે લાગે છે.

00:13:44.905 --> 00:13:53.755
પણ લોકોને મીઠાશ લાગે છે
પુણ્યના ફળમાં. પુણ્ય અને પુણ્યના ફળની
પ્રીતિવાન, રાગનો રસીયો

00:13:53.779 --> 00:14:04.974
એને આચાર્ય ભગવાન ફરમાવે છે
કે ભાઈ એમાં સુખ નથી. એની રુચિ છોડ
અને શુદ્ધાત્માની રુચિ કર

00:14:04.998 --> 00:14:09.310
અને આત્માનો અનુભવ કર
તો તને સુખની પ્રાપ્તિ થશે.

00:14:09.334 --> 00:14:21.860
<b>તે શેવાળની માફક</b>, દષ્ટાંત આપ્યો,
પાણીની ઉપર જેમ <b>શેવાળ છે</b>
એ <b>મેલ છે</b>. એમ એની માફક,

00:14:21.884 --> 00:14:34.247
<b>શેવાળની માફક આસ્ત્રવો</b>, આસ્ત્રવો એટલે
નવા કર્મના આવાગમનમાં હેતુ થાય,
નિમિત્ત કારણ થાય

00:14:34.271 --> 00:14:43.404
એવા આત્માના વિભાવ પરિણામને-વિકૃત
પરિણામને ભગવાન આસ્ત્રવ કહે છે.

00:14:43.428 --> 00:14:49.347
એ આસ્ત્રવના બે ભેદ છે,
એક પુણ્યઆસ્રવ અને એક પાપઆસ્રવ.

00:14:49.371 --> 00:14:57.232
જેમ હિંસા, જૂઠ, ચોરી દુઃખનું કારણ છે
એમ અહિંસાના પરિણામ પણ દુઃખનું કારણ છે.

00:14:57.256 --> 00:15:02.321
જગત આખું એને ધર્મ માને છે
પણ એ ધર્મના પરિણામ નથી.

00:15:02.345 --> 00:15:14.575
પર જીવ પ્રત્યેના કરુણાનો ભાવ આવે,
બચાવવાનો ભાવ આવે છે, એ પુણ્ય તત્ત્વ છે,
પાપ તત્ત્વ નથી, પણ ધર્મ તત્ત્વ નથી.

00:15:14.599 --> 00:15:21.969
અહિંસાના પરિણામ પાપ તત્ત્વ નથી
તેમ ધર્મ તત્ત્વ નથી, એ પુણ્ય તત્ત્વ છે.

00:15:21.993 --> 00:15:25.086
મુમુક્ષુ: ઘણાંને એમ થાય કે
અમે પુણ્ય હવે ન કરીએ?

00:15:25.110 --> 00:15:35.169
પૂ. લાલચંદભાઈ: પુણ્ય કરવા ન કરવાનો પ્રશ્ન નથી.
પણ જે પ્રકારના પરિણામ આવે છે,
હોય છે એનું સ્વરૂપ શું છે?

00:15:35.193 --> 00:15:42.475
સમજવા જેવી ચીજ એ છે, કે એનું સ્વરૂપ
શું છે? કરવું ન કરવું (એ) પ્રશ્ન નથી.

00:15:42.499 --> 00:15:52.795
કેમ કે આર્ય જીવને કરુણા,
કોમળતાના પરિણામ, દયા, દાન, ભક્તિના
શુભભાવ - પુણ્યભાવ આવે ખરા.

00:15:52.819 --> 00:16:01.862
ગૃહસ્થને પુણ્યના પરિણામ આવે
પણ પુણ્યના પરિણામનું સ્વરૂપ શું છે?
કે એ બંધનું કારણ છે,

00:16:01.886 --> 00:16:07.594
એ વર્તમાન દુઃખનું કારણ છે
અને પરંપરાએ પણ દુઃખનું કારણ છે.

00:16:07.618 --> 00:16:22.074
એમ જો જાણે તો સાચા સુખની શોધ કરી શકે.
પણ પુણ્યથી સુખ માને તો એને આત્મિક
સુખની પ્રાપ્તિનો પ્રયત્ન થઈ શકતો નથી.

00:16:22.098 --> 00:16:26.671
કે ભાઈ, અમારા જેવો કોઈ સુખી નથી,
હવે આનાથી વધારે શું સુખ જોઈએ?

00:16:26.695 --> 00:16:36.312
ગામડામાં હતા તો બહુ દુઃખી હતા
અને નાઈરોબી અને લંડન આવ્યા તો હવે બહુ
સુખી થઈ ગયા, અમારા જેવો કોઈ સુખી નથી.

00:16:36.336 --> 00:16:41.754
ભાઈ! પરમાત્મા કહે છે
કે તારા જેવો કોઈ દુઃખી નથી.

00:16:41.778 --> 00:16:48.094
એક બહેન આજ વાત કરતા હતા કે
અમેરિકામાં સવારથી સાંજ સુધી છ ટીકડી લે.

00:16:48.118 --> 00:16:55.516
એક બહેન, નામ નહિ લઉ પણ બપોરે કહેતા હતા
સવારથી સાંજ સુધી છ ટીકડી લે.

00:16:55.540 --> 00:17:06.166
હવે આમાં કોને સુખ કહેવું?
માટે સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા ફરમાવે છે
પ્રભુ સાંભળ!

00:17:06.190 --> 00:17:15.126
બધાને પ્રભુ કહીને બોલાવે છે. ભગવાન સાંભળ!
ભગવાન તારા સ્વરૂપની વાત
એક વખત તું મધ્યસ્થ થઈને સાંભળ.

00:17:15.150 --> 00:17:25.376
તારો જે પક્ષ છે પુણ્યનો (તેની)
અમને ખબર છે. સંતોને ખબર છે બધી
કે જગતના જીવોને પુણ્યનો પક્ષ છે.

00:17:25.400 --> 00:17:35.572
પુણ્યથી ધર્મ થાય એમ માને છે, 
પુણ્યથી સુખ થાય એમ માને છે. 
એ બધી એની ભ્રાંતિ છે.

00:17:35.596 --> 00:17:45.738
સાચું સુખ, પુણ્ય અને પુણ્યના ફળમાં
સાચું સુખ નથી. ત્યારે સાચુ સુખ કયાં છે?
એમ શિષ્યનો પ્રશ્ન છે.

00:17:45.762 --> 00:17:52.247
કે વર્તમાનમાં આ પુણ્યના પરિણામમાં પણ 
મને આકુળતા અને દુઃખ થાય છે.

00:17:52.271 --> 00:17:58.151
જો પુણ્યના પરિણામથી સુખ થતું હોય
તો કોઈ પણ પુણ્યના પરિણામ લઈ લ્યો.

00:17:58.175 --> 00:18:09.552
કે ભગવાનની ભક્તિ કરવા બેઠો કે પૂજા
કરવા બેઠો. જયાં પા કલાક, અડધી કલાક
કે કલાક થઈ ત્યાં થાક લાગે છે એને.

00:18:09.576 --> 00:18:17.447
ધર્મના પરિણામમાં થાક ન હોય અને જે
પરિણામથી થાક લાગે તે ધર્મના પરિણામ ન હોય.

00:18:17.471 --> 00:18:38.758
શું કહ્યું? ફરીને. જે પરિણામમાં આત્માને
થાક લાગે તે પરિણામનું નામ ધર્મ ન હોય અને
ધર્મના પરિણામમાં થકાવટ ન હોય, આનંદ હોય.

00:18:38.782 --> 00:18:49.985
આ તો એકદમ સર્વજ્ઞ ભગવાને કહેલી
વાત ન્યાયથી છે. પણ હવે એને બેસાડવી હોય
તો એ પોતે બેસાડે તો બેસે એવી છે.

00:18:50.009 --> 00:18:59.919
શું કહે છે? આહાહા! 
આ દેવાધિદેવ પરમાત્મા ત્રણ લોકનો નાથ
જેને કેવળજ્ઞાન પ્રગટ થઈ ગયું (છે).

00:18:59.943 --> 00:19:07.238
એક સમયમાં સ્વ અને પર, લોકાલોક અને 
ચરાચર પદાર્થને સમયમાત્રમાં પ્રત્યક્ષ જાણે

00:19:07.262 --> 00:19:19.093
એવા સર્વજ્ઞ વીતરાગ પરમાત્માની
દિવ્યઘ્વનિમાં એમ આવ્યું કે
<b>આસ્ત્રવો મળ</b> અને <b>મેલ છે</b>.

00:19:19.117 --> 00:19:32.644
આ દયા, દાન, કરુણા, કોમળતાના પરિણામ
<b>એ મેલ છે, અશુચિ છે</b>, એ પવિત્ર નથી,
<b>-અપવિત્ર</b> ભાવ <b>છે</b>. આહાહા!

00:19:32.668 --> 00:19:43.142
કેમ બેસે એને? જયાં પુણ્ય કર્યું તો એમ
માને છે કે મેં ધર્મ કર્યો અને ધર્મી થયો
અને માનપત્ર જગતના જીવો આપે.

00:19:43.166 --> 00:19:51.975
જયાં પાંચ-પચીસ લાખ રૂપિયા કોઈક દાનમાં આપે,
આહાહા! (ત્યાં) ધર્મનું બિરૂદ આપે, ધર્મી થઈ ગયો.

00:19:51.999 --> 00:20:06.047
અરે ભાઈ કર્મી છે, ધર્મી નથી.
કેમકે એ શુભભાવ છે એ પણ દુઃખનું કારણ છે,
એમ એ જાણતો નથી પણ એને સુખનું કારણ માને છે.

00:20:06.071 --> 00:20:13.161
ખરેખર એનો અર્થ એમ નથી
કે પુણ્ય છોડીને પાપ કરવું. એવો ઉપદેશ

00:20:13.185 --> 00:20:22.757
સર્વજ્ઞ ભગવાનનો નીચે ઉતરવાનો ઉપદેશ ન હોય.
ઉપર-ઉપર ચડવાનો ઉપદેશ હોય. પાપને તો છોડયું.

00:20:22.781 --> 00:20:34.621
એક પ્રશ્ન થયો હતો રાજકોટમાં.
અમારા પાડોશી છોટુભાઈ વીરાણી
(તેમણે) ગુરુદેવને પ્રશ્ન કર્યો રાત્રે,

00:20:34.645 --> 00:20:44.372
કે સાહેબ પાપ તો અમારે કરવું નથી.
કેમકે પાપ કરીએ તો નરક અને નિગોદમાં
જાવું પડે, કાં તિર્યંચમાં જાવું પડે.

00:20:44.396 --> 00:20:47.888
એટલે પાપ તો અમારે કરવું નથી.

00:20:47.912 --> 00:20:56.364
આપ કહો છો કે શુદ્ધાત્માનો અનુભવ કરો
તો ધર્મ થાય. હવે શુદ્ધાત્માના અનુભવ સુધી
પહોચાતું નથી.

00:20:56.388 --> 00:21:07.678
પાપ અમારે કરવું નથી તો વચલો રસ્તો રહ્યો,
પુણ્ય કરવું કે કેમ? પુણ્ય તો કરવું ને?
એવો એક રાત્રિ ચર્ચામાં પ્રશ્ન આવ્યો.

00:21:07.702 --> 00:21:15.876
આખા જગતનો પ્રશ્ન છે આ. આ એક વ્યક્તિનો
પ્રશ્ન નથી. આખા જગતનો પ્રશ્ન છે.

00:21:15.900 --> 00:21:25.929
ગુરુદેવે ઉત્તર આપ્યો કે ભાઈ
આર્ય જીવ છે એને પુણ્યના પરિણામ તો આવે.

00:21:25.953 --> 00:21:34.906
જવાબ કેવો આપ્યો કે
પુણ્યના પરિણામ કરો એવો જવાબ ન આપ્યો
પણ પુણ્યના પરિણામ તો આવે.

00:21:34.930 --> 00:21:39.223
જ્ઞાનીની એકેએક વાતમાં મર્મ હોય છે.

00:21:39.247 --> 00:21:51.106
પુણ્યના પરિણામ તો આવે આર્ય જીવને.
પણ એ પુણ્યના પરિણામ જે આસ્ત્રવ છે,
મલિન અપવિત્ર ભાવ છે,

00:21:51.130 --> 00:22:00.829
એનાથી ભિન્ન મારો ભગવાન આત્મા પવિત્ર છે
એમ એનાથી વારંવાર ભેદજ્ઞાન કરીને
આત્માને ઓળખવો.

00:22:00.853 --> 00:22:07.947
આત્માનું લક્ષ કરવું.
એવો ઉત્તર આપ્યો.

00:22:07.971 --> 00:22:16.000
એમ પુણ્યના આવતા પરિણામ ઉપરથી લક્ષ છોડી
અને જે જ્ઞાનમય આત્મા છે,

00:22:16.024 --> 00:22:25.869
જે પુણ્યના પરિણામ આવે છે
એને પણ જાણનાર જે જ્ઞાન છે કે જે જ્ઞાન
આત્માને જાણે છે એવા આત્માને જાણવો.

00:22:25.893 --> 00:22:32.076
પુણ્યના પરિણામ કરવું તો નહિ પણ
પુણ્યના પરિણામને જાણવા પણ રોકાવું નહિ.

00:22:32.100 --> 00:22:41.697
પણ પુણ્યના પરિણામથી ભિન્ન જ્ઞાન અને
આનંદમય આત્મા અંદર બિરાજમાન છે, એનું અંતર
લક્ષ કરવું, એનું (અંતર) ધ્યાન કરવું.

00:22:41.721 --> 00:22:47.155
કઠણ પડે છે જગતને
પણ સત્ય તો ત્રણેકાળ સત્ય છે.

00:22:47.179 --> 00:22:56.289
કઠણ પડે એટલે સહેલું કરીને વિપરીત વાત
કહી શકાતી નથી. સંતો કહે જ નહિ.

00:22:56.313 --> 00:23:02.972
<b>શેવાળની માફક આસ્ત્રવો</b>, <b>આસ્ત્રવો</b>
એટલે પુણ્ય આસ્ત્રવ અને પાપ આસ્ત્રવો

00:23:02.996 --> 00:23:12.941
<b> મળપણે-મેલપણે અનુભવાતા હોવાથી અશુચિ
છે (-અપવિત્ર છે)</b>, પવિત્ર પરિણામ નથી.

00:23:12.965 --> 00:23:22.249
સંવર, નિર્જરા અને મોક્ષના પરિણામ (ક્ષણિક) 
પવિત્ર છે <b>અને ભગવાન આત્મા</b> ત્રિકાળ પવિત્ર છે.

00:23:22.273 --> 00:23:32.558
સંવર, નિર્જરા ક્ષણિક પવિત્ર પરિણામ છે
<b>અને ભગવાન આત્મા</b> ત્રિકાળ પવિત્ર પરમાત્મા
બિરાજમાન છે. એની સાથે સરખાવે છે.

00:23:32.582 --> 00:23:39.039
જીવતત્ત્વ પવિત્ર છે.
આસ્ત્રવતત્ત્વ અપવિત્ર તત્ત્વ છે.

00:23:39.063 --> 00:23:42.891
તત્ત્વ બે છે.
જીવતત્ત્વ અને આસ્ત્રવતત્ત્વ.

00:23:42.915 --> 00:23:49.716
નવ તત્ત્વના બે પ્રકાર, એક જીવ અને બીજો
આસ્ત્રવ. અહીંયા આસ્ત્રવની વાત ચાલે છે.

00:23:49.740 --> 00:23:54.208
આસ્ત્રવો અશુચિ, અપવિત્ર છે.
અરે! એના સ્વરૂપને તો જાણ!

00:23:54.232 --> 00:24:02.019
એનું સ્વરૂપ શું છે? તો એનાથી ભિન્ન કાંઈક
આત્માનું સ્વરૂપ શું છે એને જિજ્ઞાસા થશે.

00:24:02.043 --> 00:24:13.200
બાકી પુણ્ય કરીને સંતોષ માને તો એને કોઈ
ઊંચી ગતિ મળી જાય અને અહીંયા પુણ્ય
કર્યું હોય તો દેવગતિમાં જઈને દુઃખ ભોગવે.

00:24:13.224 --> 00:24:19.648
પુણ્ય અહીંયા કરે
અને પાછું દેવગતિમાં જઈને દુઃખ ભોગવે.

00:24:19.672 --> 00:24:28.199
આત્માનું સ્વરૂપ પુણ્ય-પાપથી ભિન્ન,
જ્ઞાન અને આનંદની મૂર્તિ આત્મા,
અંદર ચિદાનંદ આત્મા બિરાજમાન છે.

00:24:28.223 --> 00:24:32.242
ઝળહળ જયોત <b>ભગવાન આત્મા</b> બિરાજમાન છે.

00:24:32.266 --> 00:24:44.890
જેમ કપડું મેલું થયું તો એની અવસ્થાથી
જોવામાં આવે તો કપડું મલિન થયું છે
એ વાત સાચી છે.

00:24:44.914 --> 00:24:56.614
પણ એ અવસ્થાની દષ્ટિ ગૌણ કરીને
એ કપડાના સ્વચ્છ, નિર્મળ સ્વભાવની સમીપે
જઈને જોવામાં આવે તો

00:24:56.638 --> 00:25:08.645
કપડું સ્વચ્છ અને નિર્મળ જ છે. એ મલિન
થયું નથી. મલિન તો કપડાની અવસ્થા થઈ છે.
કપડું તો જેવું છે તેવું છે.

00:25:08.669 --> 00:25:22.966
એમ કપડું રાતુ થયું એમ કહેવામાં આવે
પણ ખરેખર રાતાપણું રંગનો ધર્મ છે
અને સફેદપણું એ કપડાનો ધર્મ છે.

00:25:22.990 --> 00:25:28.853
એમ આ વર્તમાનમાં પુણ્ય
અને પાપની લાગણી બહિર્મુખ થાય છે ખરી.

00:25:28.877 --> 00:25:40.839
પર્યાયમાં, અવસ્થામાં, હાલતમાં, દશામાં
ક્ષણમાં પાપ અને ક્ષણમાં પુણ્ય,
શુભ અને અશુભ બે પ્રકારના ભાવો ઊઠે છે.

00:25:40.863 --> 00:25:50.964
એવી વૃત્તિનું ઉત્થાન થાય છે ખરું
પણ એનાથી ભિન્ન અંદરમાં આત્મા
ચૈતન્યમૂર્તિ પવિત્ર પરમાત્મા બિરાજમાન છે.

00:25:50.988 --> 00:25:57.211
અહીંયા કહેશે <b>ભગવાન આત્મા</b>,
બધા આત્માઓ ભગવાન છે.

00:25:57.235 --> 00:26:08.454
શક્તિએ, સ્વભાવે પરમાર્થદષ્ટિથી જોવામાં
આવે તો બધા આત્માઓ પરમાત્મા છે - ભગવાન છે.

00:26:08.478 --> 00:26:18.727
ભગ્ એટલે જ્ઞાન લક્ષ્મીવાન આત્માઓ છે.
આત્મા પુણ્યશાળી નથી, આત્મા તો જ્ઞાનવાન
છે એને આત્મા કહેવામાં આવે છે.

00:26:18.751 --> 00:26:27.130
પુણ્યવાળો આત્મા નથી. પુણ્ય તો સંયોગ છે.
પુણ્ય કાંઈ આત્માનો સ્વભાવ નથી.

00:26:27.154 --> 00:26:35.444
એવા આત્માને એકવાર અંતરમુખ થઈને ઓળખે
તો એના ભવના અંત આવી જાય, દુઃખનો અંત આવે.

00:26:35.468 --> 00:26:43.901
બાકી તો ક્રિયાકાંડમાં પાપને છોડીને
પુણ્યની ક્રિયા તો અનંતવાર કરી
અને અનંતવાર સ્વર્ગનો દેવ થયો.

00:26:43.925 --> 00:26:52.202
એક (જ) વાર દેવ નથી થયો, આત્મા અનાદિનો છે
અને અનંતવાર પુણ્યના પરિણામ કરીને
દેવગતિમાં ગયો.

00:26:52.226 --> 00:27:00.203
અને ફરીથી દેવગતિમાંથી પાછો નીચે ચાલ્યો
જાય છે અને નિગોદમાં પણ ચાલ્યો જાય.

00:27:00.227 --> 00:27:08.559
પણ ધર્મ એક સમય (પણ) કર્યો નથી. પુણ્ય
અનંતવાર કર્યું અને ધર્મ એક સમય (પણ) કર્યો નથી.

00:27:08.583 --> 00:27:13.719
ધર્મ એટલે શુદ્ધાત્માનું અવલંબન લઈ,
એમાં એકાગ્ર થઈ

00:27:13.743 --> 00:27:22.372
અને સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રના જે
વીતરાગી પરિણામ પ્રગટ કરવા જોઈએ,
એ એક સમય માત્ર પણ એણે પ્રગટ કર્યા નથી.

00:27:22.396 --> 00:27:32.732
એક સમય પણ જો પ્રગટ કરે તો અલ્પકાળમાં
એની મુક્તિ થાય, એવા અનુભવનું ફળ છે.

00:27:32.756 --> 00:27:41.322
આ આસ્ત્રવો અશુચિ, મળ અને મેલ છે.
હિંસાના પરિણામ પણ મેલ અને મળ

00:27:41.346 --> 00:27:52.236
અને અહિંસાના પરિણામ, બ્રહ્મચર્યના પરિણામ -
શુભભાવ, એ પણ મલિન અને મેલા પરિણામ છે.

00:27:52.260 --> 00:27:57.561
ભાઈ! એનાથી ભિન્ન પવિત્ર અંદર
આત્મા બિરાજમાન છે.

00:27:57.585 --> 00:28:02.547
પરિણામમાં મલિનતા અને આત્માનો
સ્વભાવ પવિત્ર.

00:28:02.571 --> 00:28:09.473
પવિત્ર અને અપવિત્ર બન્ને ભાવ એક સાથે રહે છે
પણ બન્ને એક થઈ શકતા નથી.

00:28:09.497 --> 00:28:18.945
પવિત્ર એવો જીવતત્ત્વ અને વર્તમાન
અપવિત્ર પુણ્ય-પાપના આસ્ત્રવભાવ
એ બન્ને એક સાથે રહે છે.

00:28:18.969 --> 00:28:32.552
જેમ પાણી મેલું થયું તો એ મલિનતા છે
અને પાણી સ્વભાવે સ્વચ્છ છે.
એ સ્વચ્છતા અને મલિનતા એ એક સાથે રહે છે.

00:28:32.576 --> 00:28:38.292
મલિનતાનો અભાવ થાય છે
અને સ્વચ્છતાની અવસ્થા પ્રગટ થાય છે.

00:28:38.316 --> 00:28:45.319
સ્વચ્છતા કયાંથી આવે છે?
ફટકડીમાંથી સ્વચ્છતા નથી આવતી.
એ શક્તિની વ્યક્તિ છે,

00:28:45.343 --> 00:28:50.229
પ્રાપ્યની પ્રાપ્તિ હોય,
જે છે એમાંથી પ્રગટ થાય છે.

00:28:50.253 --> 00:28:54.386
એમ આ ભગવાન આત્મા
જ્ઞાન અને આનંદનો પુંજ છે.

00:28:54.410 --> 00:29:05.949
એનું ધ્યાન કરતાં, એકાગ્ર થતાં
તેમાંથી જ્ઞાન અને આનંદની એક અપૂર્વ દશા
પ્રગટ થાય છે. એને ધર્મના પરિણામ કહે છે.

00:29:05.973 --> 00:29:17.387
આવા આત્માના સ્વાનુભવરૂપ દશા, 
અનુભૂતિરૂપ દશા એક સમયમાત્ર જીવે
આજ સુધી કરી નથી. ધર્મ કર્યો નથી.

00:29:17.411 --> 00:29:31.774
પાપ કરીને નિગોદ અને નરકમાં, તિર્યંચમાં
જાય; પુણ્ય કરે તો સ્વર્ગ અને મનુષ્ય થાય;
પણ ધર્મ કર્યો નથી.

00:29:31.798 --> 00:29:39.520
ધર્મ કરતાં એને આવડતો નથી.
ધર્મ કેમ કરવો? એ શીખવા જેવું છે.

00:29:39.544 --> 00:29:50.434
પાપ અને પુણ્ય કેમ કરવા 
તે તો અનાદિનો શીખેલો જ છે.
એની નિશાળ ન હોય અને એનો ઉપદેશ ન હોય.

00:29:50.458 --> 00:30:00.341
ઉપદેશ તો ધર્મનો હોય. ધર્મ એટલે આત્માનો
જે સ્વભાવ જ્ઞાન, દર્શન, ચારિત્રના પરિણામ

00:30:00.365 --> 00:30:06.056
એનું અવલંબન લેતાં આત્માને 
અંદરમાં શાંતિનું વેદન આવે છે.

00:30:06.080 --> 00:30:12.685
વર્તમાનમાં ગૃહસ્થ અવસ્થામાં
આત્માનો અનુભવ થઈ શકે છે.

00:30:12.709 --> 00:30:19.698
એ અનુભવ કેમ થાય? એની વાત
અહીંયા સમજાવે છે કે આસ્ત્રવો મલિન છે,

00:30:19.722 --> 00:30:26.148
<b>અશુચિ છે (-અપવિત્ર છે); અને</b> સામે
<b>ભગવાન આત્મા તો</b>, બે વચ્ચેનું ભેદજ્ઞાન,

00:30:26.172 --> 00:30:35.274
આત્મા અને આસ્ત્રવ વચ્ચેનું ભેદજ્ઞાન.
ભેદજ્ઞાન એટલે જુદા પાડવાની કળા.

00:30:35.298 --> 00:30:42.477
 જેવી રીતે ઘઉં અને કાંકરા જુદા
પાડવામાં આવે છે, જેવી રીતે કમોદ હોય

00:30:42.501 --> 00:30:53.235
એમાં ફોતરું અને ચોખા બે જુદા પાડવામાં
આવે છે એમ આ પુણ્ય અને પાપના પરિણામ
બન્ને ફોતરા છે.

00:30:53.259 --> 00:31:01.184
જગતના જીવ ફોતરા ખાંડે છે.
અહીંયા ભગવાન આત્મા અંદરમાં પવિત્ર છે.

00:31:01.208 --> 00:31:13.295
આ બધા આત્માની વાત ચાલે છે. બધા આત્માનું
સ્વરૂપ આવું છે કે અંતરમાં આત્મા પવિત્ર
પરમાત્મા શક્તિરૂપે બિરાજમાન છે, 

00:31:13.319 --> 00:31:25.459
એ દષ્ટિમાં આવી શકે છે. 
<b>ભગવાન આત્મા તો સદાય</b> 
એટલે હંમેશને માટે, ત્રણેકાળ

00:31:25.483 --> 00:31:36.226
<b>અતિનિર્મળ</b>, સર્વથા નિર્મળ,
સર્વથા પવિત્ર, સર્વથા શુદ્ધ છે.

00:31:36.250 --> 00:31:49.094
સંવર અને નિર્જરાના પરિણામ છે એ નિર્મળ છે
પણ ભગવાન આત્મા અતિનિર્મળ છે.
એટલા વિશેષણમાં ફરક પાડયો.

00:31:49.118 --> 00:31:54.394
<b>ભગવાન આત્મા તો</b> બધા આત્માને
ભગવાન કહીને બોલાવે છે.

00:31:54.418 --> 00:32:04.614
આચાર્ય મહારાજ ફરમાવે છે
કે બધા આત્માઓ ભગવાન છે,
વર્તમાનમાં અમે એની અવસ્થાને જોતાં નથી.

00:32:04.638 --> 00:32:11.672
એ સ્ત્રી હોય, પુરુષ હોય, કર્મથી
બંધાયેલો હોય કે પુણ્ય-પાપની લાગણી
ઉત્પન્ન થતી હોય

00:32:11.696 --> 00:32:19.524
એને અમારા લક્ષમાંથી કાઢી નાખીએ છીએ,
ગૌણ કરીએ છીએ. એના ઉપર અમારું લક્ષ નથી.

00:32:19.548 --> 00:32:29.091
પણ દેહ-દેવળમાં રહેલો ભગવાન પવિત્ર
પરમાત્મા બિરાજમાન છે. અમે એવા આત્માને
જોયો, જાણ્યો અને અનુભવ્યો છે.

00:32:29.115 --> 00:32:33.985
તેથી અમારી દષ્ટિમાં બધા આત્માઓ
ભગવાન દેખાય છે અમને.

00:32:34.009 --> 00:32:46.439
કોના ઉપર રાગ કરીએ અને કોના ઉપર દ્વેષ કરીએ?
અમને તો બધા આત્માઓ ભગવાન છે એમ દેખાય છે,
એવો પોકાર કરે છે આમાં. આહાહા!

00:32:46.463 --> 00:32:51.350
ત્યાં એ વાત (શ્રીમદ્‌જીએ કહી). 
એવો એક બનાવ બન્યો કે

00:32:51.374 --> 00:33:06.350
શ્રીમદ્‌ રાજચંદ્રજી સવારમાં જંગલ જતા હતા
ત્યારે એક ભરવાડ ગાય ભેંસ ચારતો હતો. 

00:33:06.374 --> 00:33:15.532
શ્રીમદ્‌જી આમ ચાલ્યા જાય છે ત્યારે એ 
ભરવાડ એની સામે ટગર, ટગર જોયા કર્યું.

00:33:15.556 --> 00:33:28.501
અનુકરણ કરે કે આ કોઈ મહાપુરુષ લાગે છે,
ગંભીર એની ચાલ, સૌમ્યમૂર્તિ જોઈને.
ત્યારે પછી પાછા ફરે છે શ્રીમદ્‌,

00:33:28.525 --> 00:33:43.428
ત્યારે એની પાસે ઊભા રહે છે,
કે ભાઈ તમે આંખ વીંચી જાવ

00:33:43.452 --> 00:33:51.213
તમે એમ વિચારો કે હું ભગવાન છું.
તો ભરવાડ છે ને, એણે કાંઈ તર્ક ન કર્યો.

00:33:51.237 --> 00:34:03.198
વાણિયા બહુ તર્ક કરે, પણ આણે કાંઈ
તર્ક ન કર્યો. આંખ વીંચીને ભરવાડ બોલ્યો
કે હું ભગવાન છું.

00:34:03.222 --> 00:34:12.761
એમ અહીંયા સમયસારમાં
આચાર્ય ભગવાન બધાને ભગવાન કહીને બોલાવે છે.

00:34:12.785 --> 00:34:19.008
કોઈ એમ તર્ક ઊઠે કે
અમે તો પામર છીએ, વર્તમાનમાં દુઃખી છીએ,

00:34:19.032 --> 00:34:32.133
કોઈ બાળક છે, કોઈ યુવાન છે, કોઈ વૃદ્ધ છે,
કોઈ ધનવાન અને કોઈ નિર્ધન છે.
ના, ના, ના! બધા આત્મા તો ભગવાન સરખા છે.

00:34:32.157 --> 00:34:39.900
શક્તિએ - સ્વભાવે આત્મા પરમાત્મા છે.
ભાઈ! એવા આત્માનું તમે ધ્યાન કરો 

00:34:39.924 --> 00:34:50.662
તો બહિરાત્મ દશા છૂટી અને અંતરાત્મ દશા થઈ
અલ્પકાળમાં પરમાત્મ દશા પ્રગટે છે.
ભગવાન આત્માનું ધ્યાન કરવાનું છે.

00:34:50.686 --> 00:34:57.920
આ અંદર ભગવાન આત્મા બિરાજમાન છે.
ભગ્ એટલે જ્ઞાનવાન લક્ષ્મીવાન આત્મા છે.

00:34:57.944 --> 00:35:04.166
એ આત્મા તો <b>સદાય</b> ત્રણેકાળ,
હમણાં કર્મથી બંધાયેલો છે તે વખતે,

00:35:04.190 --> 00:35:10.217
વર્તમાન પુણ્ય-પાપના પરિણામ છે તે વખતે
તે પરિણામ ઉપર નજર ન કરો.

00:35:10.241 --> 00:35:17.815
તે પરિણામનું લક્ષ છોડીને અંદરમાં,
અંતરમાં એક જ્ઞાનવાન આત્મા બિરાજમાન છે
એનું લક્ષ કરતાં

00:35:17.839 --> 00:35:25.077
આત્મા ભગવાન છે એમ તમને
વર્તમાનમાં પ્રત્યક્ષ અનુભવમાં આવશે.

00:35:25.101 --> 00:35:34.051
કુંદકુંદઆચાર્ય ભગવાને (સમયસારની)
પાંચમી ગાથામાં એમ કહ્યું કે
હું એકત્વવિભકત આત્માની વાત તમને કહીશ.

00:35:34.075 --> 00:35:44.661
પુણ્ય-પાપથી વિભકત, ભિન્ન
અને જ્ઞાન-આનંદથી અવિભકત, અભિન્ન
એવા શુદ્ધાત્માની વાત હું કહીશ.

00:35:44.685 --> 00:35:51.707
પણ હું તમને કહું
તો તમે તમારા અનુભવથી પ્રમાણ કરજો.

00:35:51.731 --> 00:36:00.665
એમ અહીંયા આચાર્ય ભગવાન દાંડી પીટીને
કહે છે કે આ ભગવાન આત્મા તમે છો
એમ અમે (તમને) કહીએ છીએ.

00:36:00.689 --> 00:36:08.431
માત્ર અમારા કહેવાથી તમે ન માનતા.
પણ પુણ્ય-પાપની વૃત્તિનું ઉત્થાન થાય છે

00:36:08.455 --> 00:36:19.060
એના તરફનું વલણ છોડીને, એના તરફનું લક્ષ
છોડીને એક અંદરમાં જ્ઞાન અને આનંદનો પુંજ
ભગવાન આત્મા બિરાજમાન છે

00:36:19.084 --> 00:36:30.552
એનું અંતર ધ્યાન કરીને, લક્ષ કરીને
એમાં લીન થાવ અને એનો અનુભવ કરો
તો હું ભગવાન છું એમ તમને અનુભવમાં આવશે.

00:36:30.576 --> 00:36:40.006
અમે તો કહીએ છીએ પણ તમે તમારા
અનુભવથી પ્રતીત કરજો, અમારા કહેવાથી નહિ.

00:36:40.030 --> 00:36:45.900
તમને અનુભવ થશે જ.
તમે ભગવાન છો એવો અનુભવ થશે.

00:36:45.924 --> 00:36:57.667
હું દુઃખી છું અને કર્મથી બંધાયેલો છું અને 
મનુષ્ય છું અને સ્ત્રી અને પુરુષ, એ સંયોગની વાત છે. 
આ (શરીરાદિ) તો બધો સંયોગ છે. 

00:36:57.691 --> 00:37:04.101
જેમ સાકર કોથળામાં હોય
તો કોથળો ભિન્ન અને સાકર ભિન્ન છે.

00:37:04.125 --> 00:37:15.329
એમ આ જ્ઞાનમૂર્તિ આત્મા, ભગવાન આત્મા ભિન્ન
છે અને આ (શરીરરૂપી) કોથળો પુદ્‌ગલની અવસ્થા છે.
આ પુદ્‌ગલનો કોથળો છે એનાથી આત્મા જુદો છે.

00:37:15.353 --> 00:37:23.451
પુણ્ય-પાપની વૃત્તિનું ઉત્થાન થાય છે,
તે મેલ અને મલિનભાવ છે.
ભાઈ! એ તારો સ્વભાવ નથી.

00:37:23.475 --> 00:37:30.600
પુણ્યના પરિણામ એ વિભાવ છે, વિકૃતભાવ છે,
દુઃખદાયકભાવ છે, મલિનભાવ છે. 

00:37:30.624 --> 00:37:38.143
પાપને તો સૌ કોઈ પાપ કહે
પણ પુણ્યને પણ પાપ કોઈ વિરલા જ કહે છે 
(યોગીન્દુદેવ યોગસાર, ગાથા ૭૧). 

00:37:38.167 --> 00:37:44.264
કેમ કે એ પણ બંધનું કારણ છે.
એ કાંઈ આત્માના સુખનું કારણ નથી.

00:37:44.288 --> 00:37:54.820
<b>ભગવાન આત્મા તો સદાય</b>,
હંમેશા, ત્રણેકાળ <b>અતિનિર્મળ</b>
નિર્મળાનંદ પરમાત્મા અંતર બિરાજમાન છે.

00:37:54.844 --> 00:38:02.738
શુદ્ધ ચૈતન્યઘન ચિદરૂપ આત્માનું સ્વરૂપ
ચિદરૂપ છે. રાગ એ આત્માનું રૂપ નથી.

00:38:02.762 --> 00:38:09.282
પુણ્ય અને પાપના પરિણામ તો સ્વાંગ છે.
એ કાંઈ આત્માનો સ્વભાવ નથી.

00:38:09.306 --> 00:38:19.252
જો એ પુણ્ય અને પાપ આત્માનો સ્વભાવ હોય
તો પુણ્ય-પાપનો અભાવ થઈ
અને કોઈ આત્માને સિદ્ધગતિ પ્રગટ ન થાય (અને)

00:38:19.276 --> 00:38:30.299
પુણ્ય-પાપના પરિણામ સાથે જવા જોઈએ
પણ એ તો જતા નથી. માટે આત્માથી
પુણ્ય અને પાપના પરિણામ જુદા છે.

00:38:30.323 --> 00:38:41.957
સર્વજ્ઞ ભગવાન તો ત્યાં સુધી કહે છે કે
પુણ્ય અને પાપના પરિણામનો આત્માને સ્પર્શ
થયો નથી, અડયા નથી, એ ઉપર-ઉપર તરે છે.

00:38:41.981 --> 00:38:56.372
જેમ પાણીમાં તેલનું ટીપું ઉપર-ઉપર તરે છે.
એ પાણીમાં પ્રવેશ થઈ શકતું નથી, એ તન્મય
થઈ શકતું નથી, એ તાદાત્મ્યરૂપે થતું નથી.

00:38:56.396 --> 00:39:06.271
પણ પાણીની ઉપર તેલનું ટીપું
જેમ ઉપર-ઉપર તરે છે એમ આ જ્ઞાન
અને આનંદમય આત્માની ઉપર-ઉપર

00:39:06.295 --> 00:39:14.859
આ પુણ્ય અને પાપના પરિણામ તેલની
જગ્યાએ ઉપર-ઉપર તરે છે પણ
એ આત્માના સ્વભાવમાં પ્રવેશતા નથી.

00:39:14.883 --> 00:39:21.887
જો આત્માના સ્વભાવમાં અશુદ્ધિ પ્રવેશી જાય
તો આત્મા શુદ્ધ રહી શકતો નથી.

00:39:21.911 --> 00:39:30.623
જો શુદ્ધ ન રહે તો કોના આશ્રયે અશુદ્ધતા
ટાળીને શુદ્ધતા પ્રગટ કરશે?
માટે આત્મા સ્વભાવે (શુદ્ધ છે).

00:39:30.647 --> 00:39:37.009
એક આત્માના બે પડખા છે.
એક સામાન્ય પડખું અને એક વિશેષ પડખું.

00:39:37.033 --> 00:39:42.107
સામાન્યને દ્રવ્ય કહેવાય
અને વિશેષને પરિણામ કહેવાય.

00:39:42.131 --> 00:39:48.572	
હવે જૈનમાં જન્મે એને છ દ્રવ્ય
અને નવ તત્ત્વના નામ પણ આવડે નહિ.

00:39:48.596 --> 00:39:58.972
તો આ આત્મા એક, એના પડખા બે.
પડખા એટલે side, બે સાઈડ, અરૂણ ભાઈ. આહાહા!

00:39:58.996 --> 00:40:13.996
પણ હવે આ બધો વિચાર કરીએ, કલાક-બે કલાક
કાઢીએ તો એમાં કાંઈ પૈસા તો મળે નહિ અને
ઓમાં તો પૈસા મળે, પ્રત્યક્ષ લાભ. આહાહા!

00:40:14.020 --> 00:40:20.058
અરે! સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા
અને સંતો ફરમાવે છે, કરુણા કરીને કહે છે (કે)

00:40:20.082 --> 00:40:26.476
અરે! તને પ્રત્યક્ષ નુકસાન થઈ રહ્યું છે,
તારા ચૈતન્ય પ્રાણ હણાય છે.

00:40:26.500 --> 00:40:34.793
આ પર પદાર્થ મારા છે એવી જે તારી બુદ્ધિ છે
(તે) મિથ્યાબુદ્ધિ છે, વિપરીત બુદ્ધિ છે.

00:40:34.817 --> 00:40:42.762
એનાથી તો તને ચારગતિ મળશે. ભાઈ!
એમાં મોક્ષગતિ - પરમ સુખનું કારણ નહિ થાય.

00:40:42.786 --> 00:40:54.285
માટે <b>આત્મા તો સદાય</b> ત્રણેકાળ.
વર્તમાનમાં પંચમકાળનો આત્મા છે જીવ.
ચારેગતિના જીવની વાત છે.

00:40:54.309 --> 00:41:08.012
<b>સદાય</b> ત્રણેકાળ <b>અતિનિર્મળ</b> શુદ્ધ
<b>ચૈતન્યમાત્રસ્વભાવપણે જ્ઞાયક હોવાથી</b>,
હોવાથી લખ્યું છે, થવાથી નહિ.

00:41:08.036 --> 00:41:18.568
સંવર, નિર્જરા અને મોક્ષ તો થાય છે
પણ જીવ તો અનાદિકાળનો મુકતસ્વભાવી
મોક્ષસ્વરૂપે આત્મા બિરાજમાન છે.

00:41:18.592 --> 00:41:29.608
માટે <b>ચૈતન્યમાત્રસ્વભાવપણે</b> ચૈતન્ય એટલે
જ્ઞાન અને દર્શનમય આત્મા. જાણવું અને
દેખવું એવો જ માત્ર એનો સ્વભાવ છે.

00:41:29.632 --> 00:41:39.949
પુણ્યને કરવું અને પાપને કરવું એ મૂળ
આત્માનો સ્વભાવ નથી. એ તો અજ્ઞાનથી,
એને ભ્રાંતિથી કર્તાબુદ્ધિ રહી છે.

00:41:39.973 --> 00:41:50.097
એ જો આત્માના સ્વરૂપને અનુભવે તો
કર્તાબુદ્ધિ છૂટી જાય. અને કર્તાબુદ્ધિ
છૂટયા પછી પુણ્ય અને પાપના પરિણામ આવે ખરા,

00:41:50.121 --> 00:41:57.547
પણ હું કર્તા અને આ મારું કર્મ એમ
કર્તા-કર્મની પ્રવૃત્તિ એની સાથે ન દેખાય.

00:41:57.571 --> 00:42:07.055
આત્માનું જ્ઞાન કર્મ થાય છે,
આત્માનું જ્ઞાન! શાસ્ત્રનું જ્ઞાન નહિ.
શાસ્ત્રનું જ્ઞાન તે જ્ઞાન નથી.

00:42:07.079 --> 00:42:13.410
આત્માનું જ્ઞાન જયારે એ
આત્માનું કર્મ થાય છે, કર્મ એટલે કાર્ય,

00:42:13.434 --> 00:42:25.850
ત્યારે પુણ્ય અને પાપના પરિણામ એ જ્ઞાનનું
જ્ઞેય થાય છે પણ એ આત્માનું કર્મ
બનતું નથી. ઝીણી વાત છે, સૂક્ષ્મ વાત છે.

00:42:25.874 --> 00:42:39.087	
આ લંડનમાં આવી સૂક્ષ્મ વાત! ભાઈ!
આત્મા સૂક્ષ્મ છે અને સૂક્ષ્મ વાત કરીને
કાઢી નાખવા જેવી નથી. સૂક્ષ્મ એટલે ઊંચી.
यह लंदन में ऐसी सूक्ष्म बात! भाई!
आत्मा सूक्ष्म है और सूक्ष्म बात करके 
निकाल देने जैसी नहीं है। सूक्ष्म अर्थात् उत्तम। 

00:42:39.111 --> 00:42:49.778
સૂક્ષ્મનો અર્થ ન સમજાય એમ નહિ,
પણ સમજવા જેવી. જરા માનસિક એકાગ્રતા કરી
અને શ્રવણ કરવા જેવું છે.

00:42:49.802 --> 00:42:56.607
મુમુક્ષુ: શાસ્ત્રનું જ્ઞાન અને
આત્માનું જ્ઞાન ફરીથી સમજાવો?
પૂ. લાલચંદભાઈ: શાસ્ત્રનું જ્ઞાન તે ઈન્દ્રિયજ્ઞાન છે 

00:42:56.631 --> 00:43:08.217
અને આત્માનું જ્ઞાન તે અતીન્દ્રિયજ્ઞાન છે.
શાસ્ત્ર તરફના વલણવાળા ઈન્દ્રિયજ્ઞાનમાં
આકુળતા એટલે દુઃખ થાય છે.

00:43:08.241 --> 00:43:14.229
ત્યારે શું શાસ્ત્ર વાંચવાનું છોડી દેવું?
એમ પ્રશ્ન તો થાય.

00:43:14.253 --> 00:43:23.702
છોડવા ન છોડવાની વાત નથી.
એનું સ્વરૂપ શું છે એ સમજવું જોઈએ.
આ સ્વરૂપ સમજવાની વાત છે.

00:43:23.726 --> 00:43:28.987
કરવું, ન કરવું, છોડવું, ગ્રહવું, મુકવું
એની વાત નથી.

00:43:29.011 --> 00:43:44.257
એ શાસ્ત્ર તરફનું વલણ જાય છે ને, એમાં
એને વિકલ્પ અને શુભભાવની પ્રગટતા થાય છે,
એ ઈન્દ્રિયજ્ઞાન છે, એ બહિર્મુખજ્ઞાન છે.

00:43:44.281 --> 00:43:53.222
જે ઈન્દ્રિયજ્ઞાન વડે આત્મા અનુભવમાં આવી
શકતો નથી, માટે ઈન્દ્રિયજ્ઞાન પણ હેય છે.

00:43:53.246 --> 00:44:01.278
જેમ પુણ્ય-પાપના પરિણામ હેય છે
એમ ઈન્દ્રિયજ્ઞાન પણ હેય છે.

00:44:01.302 --> 00:44:05.212
ત્યારે હવે શું કરવું?
કે આત્માનું જ્ઞાન કરવું.

00:44:05.236 --> 00:44:20.159
કરવાની વાત તો છે કે આત્માનું જ્ઞાન કરો
અને પરને પ્રસિદ્ધ કરનારું એવું
ઈન્દ્રિયજ્ઞાન એને આત્મસન્મુખ થઈને રોકો.

00:44:20.183 --> 00:44:31.645
ઈન્દ્રિયજ્ઞાન પણ જીતવા જેવું છે.
વિષય અને કષાય બેને જીતવાનું 
સર્વજ્ઞ ભગવાનનું ફરમાન છે.

00:44:31.669 --> 00:44:42.631
વિષય એટલે પરપદાર્થને જાણવાની અભિલાષા.
પરપદાર્થને જાણવાની અભિલાષા - ઈચ્છા,
એનું નામ વિષય છે.

00:44:42.655 --> 00:44:56.998
એનાથી આત્મા દુઃખ ભોગવે છે. 
અને કષાય એટલે પુણ્ય-પાપના પરિણામને 
હું કરું એવો જે અભિપ્રાય એનું નામ કષાય છે.

00:44:57.022 --> 00:45:04.733
વિષય અને કષાય. વિષય એટલે પરપદાર્થને
જાણવાની અભિલાષા, ઈચ્છા એનું નામ વિષય.

00:45:04.757 --> 00:45:10.807
અને પરભાવ અને પરદ્રવ્યનો હું કરનાર છું
એવો અભિપ્રાય એનું નામ કષાય.

00:45:10.831 --> 00:45:21.149
એ બે ભાવને જીતીને ભગવાન આત્માનું
અવલંબન લે ત્યારે એક અતીન્દ્રિયજ્ઞાન,
અતીન્દ્રિયઆનંદ પ્રગટ થાય છે.	

00:45:21.173 --> 00:45:30.662
આવું એક ભેદજ્ઞાન કરીને આત્માની ઓળખાણ
કરવા જેવી છે. આત્માના અનુભવ વિના
ચારગતિમાં જીવ રખડી રહ્યો છે.

00:45:30.686 --> 00:45:34.471
એને એક સમય પણ
સ્વાનુભવ દશા પ્રગટ થઈ નથી.

00:45:34.495 --> 00:45:42.788
આ આત્માના અનુભવથી ધર્મની
શરૂઆત થાય છે, અને અનુભવથી વૃદ્ધિ
અને અનુભવથી પૂર્ણતા થાય છે.

00:45:42.812 --> 00:45:52.663
<b>એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ</b> (આત્મસિદ્ધિ, 
ગાથા ૩૬) પરમાર્થ એટલે સત્યાર્થ મોક્ષમાર્ગનો પંથ
એ તો શુદ્ધાત્માનું અવલંબન લેતાં જ થાય છે.

00:45:52.687 --> 00:46:02.320
પરનું અવલંબન છૂટી જાય છે, આત્મા આત્માનું 
અવલંબન લે છે. આત્માને, આત્મા વડે,
આત્મામાંથી, આત્મા માટે જાણે છે.

00:46:02.344 --> 00:46:13.829
ત્યારે એને આત્માનો અનુભવ થાય છે અને
અનુભવ દશાનું નામ <b>सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्ग:</b> 
(તત્ત્વાર્થ સૂત્ર, પ્રથમ અધ્યાય, સૂત્ર ૧) વીતરાગી પરિણામ છે.

00:46:13.853 --> 00:46:23.200
રાગથી ત્રણકાળમાં ધર્મ ન થાય.
પછી ગમે તે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શુભભાવ
હોય એ ધર્મનું કારણ નથી.

00:46:23.224 --> 00:46:26.493
એને કહે છે કે અશુચિ, અપવિત્ર પરિણામ છે.

00:46:26.517 --> 00:46:39.221
પછી નીચે દુઃખનું કારણ કહેશે.
<b>આત્મા તો સદાય</b> ત્રણેકાળ હંમેશને માટે
<b>અતિનિર્મળ ચૈતન્યમાત્રસ્વભાવ</b>પણાને લીધે,

00:46:39.245 --> 00:46:51.690
ચૈતન્યમાત્ર કેમ કહ્યું?
કે સ્વભાવમાં પુણ્ય-પાપનો અભાવ છે.
સ્વભાવભાવમાં પુણ્ય-પાપના પરિણામનો અભાવ છે.

00:46:51.714 --> 00:47:07.874
જેમ કપડામાં ઉપર મેલ છે, પણ મેલનો કપડાના
સ્વભાવમાં અભાવ છે. એમ આ ખાંડ છે (એ)
ખાંડમાં મેલ પણ છે અને ગળપણ પણ છે.

00:47:07.898 --> 00:47:17.968
પણ મેલ હોવા છતાં પણ કંદોઈ લોકો
એને તાવડા ઉપર ચડાવે, પાણી નાખે
ઉકાળે તો મેલ નીકળી જાય છે.

00:47:17.992 --> 00:47:27.144
તો એમ નક્કી થાય છે કે જે નીકળી જાય છે
એ ચીજ એની નથી. એ ખાંડનો સ્વભાવ નથી.

00:47:27.168 --> 00:47:32.138
કોઈ ખાંડમાંથી ગળપણ કાઢી ન શકે
પણ મેલ તો કાઢી શકાય છે.

00:47:32.162 --> 00:47:40.713
એમ આત્મામાંથી કાંઈ જ્ઞાનનો
અભાવ કરી ન શકાય. પણ રાગ-દ્વેષનો
તો અભાવ થઈ શકે છે કેમ કે એ મેલ છે.

00:47:40.737 --> 00:47:48.545
જ્ઞાન આત્માનો સ્વભાવ છે. રાગ અને દ્વેષ,
પુણ્ય અને પાપના પરિણામ મલિન અને મેલ છે.

00:47:48.569 --> 00:47:57.100
એ શુદ્ધાત્માનું ધ્યાન કરતાં અંદર આત્માની
ભાવના કરતાં <b>एकाग्रचिंतानिरोधः ध्यानम्‌</b> 
(તત્ત્વાર્થ સૂત્ર, અધિકાર ૯, સૂત્ર ૨૭) 

00:47:57.124 --> 00:48:03.222
એમ અંદરમાં પેસતાં,
ઉપયોગ અંદરમાં આત્મામાં જોડતાં,

00:48:03.246 --> 00:48:14.246
ઉપયોગને આત્મામાં જોડવો તેનું નામ યોગ
કહેવાય અને એ પરિણામને આત્મામાં અભેદ
કરવામાં આવે તો તેને યોગી કહેવાય.

00:48:14.270 --> 00:48:23.805
એમ યોગ એટલે ઉપયોગ જે પરસન્મુખ જાય છે
એ ઉપયોગને બહારથી પાછો વાળીને
આત્મામાં જોડી દેવો.

00:48:23.829 --> 00:48:35.048
ઉપયોગને આત્મામાં જોડવો
તેનું નામ યોગ છે. અને આત્મામાં ઉપયોગ
જોડવો એનું નામ ધ્યાન છે.

00:48:35.072 --> 00:48:45.837
અને એ ઉપયોગમાં આત્માને જ્ઞેય બનાવવો
એનું નામ જ્ઞાન છે. આહાહા!

00:48:45.861 --> 00:48:55.311
બહાર ભટકે છે ઉપયોગ. ઘડીકમાં અહીંથી સુખ 
લેવું, ઘડીકમાં અહીંથી, ઘડીકમાં પિક્ચર
જોઈને સુખ, ઘડીકમાં ટી.વી. જોઈને સુખ,

00:48:55.335 --> 00:49:06.905
ઘડીકમાં ટેપરેકર્ડ સાંભળીને સુખ, ઘડીકમાં 
છાપુ વાંચીને સુખ, ઘડીકમાં દુકાને જાઉં તો 
સુખ એમ સુખ માટે એનો ઉપયોગ ચારે બાજુ ભમે છે.

00:49:06.929 --> 00:49:17.039
જ્ઞેયથી જ્ઞેયાંતર, જ્ઞેયથી જ્ઞેયાંતર, 
જ્ઞેયથી જ્ઞેયાંતર. કોઈ એમ કહે કે ભાઈ 
મને તો ટી.વી. જોવાથી સુખ મળે છે.

00:49:17.063 --> 00:49:25.693
તો આપણે કહીએ કે ભલે ખુશીથી તમે જુઓ. 
જયાં અડધો કલાક, કલાક, બે કલાક 
થાય (ત્યાં કહેશે કે) હવે બંધ કરો. કાં?

00:49:25.717 --> 00:49:30.360
ટી.વી. જોવાથી સુખ હતું ને? શું થયું?

00:49:30.384 --> 00:49:38.851
પછી કહે મને તો જમવામાં આજે 
ખાસ કરીને મને દુધપાક-પૂરી ભાવે છે. 
અને એ ખાઉં તો સુખ મળે.

00:49:38.875 --> 00:49:45.825
જયાં એક વાટકો અને બે વાટકા ખાય 
અને જયાં ત્રીજો વાટકો (આપે ત્યાં કહે કે) 
હં..... મને ઉલટી થશે રહેવા દયો.

00:49:45.849 --> 00:49:50.392
પણ કાં? દુધપાક ખાવાથી 
તું કહેતો હતો કે હું સુખી થાઉં.

00:49:50.416 --> 00:49:56.513
તો જેમાં સુખ મળે એનો નકાર જીવ કેમ કરે?

00:49:56.537 --> 00:50:02.470
એમ નકાર ન કરે. જેમાં એને 
સુખની પ્રાપ્તિ થાય એનો નકાર ન હોય.

00:50:02.494 --> 00:50:12.627
એમ સવારથી સાંજ સુધી એની ચર્યામાં 
કયાંય એની સ્થિરતા નથી. કયાંય ઉપયોગ 
સ્થિર થતો નથી, ટકતો નથી.

00:50:12.651 --> 00:50:20.882
સવારે નવ વાગ્યે ઓફીસે જાય અને જયા સાંજના 
સાડા પાંચ થાય, થાકીને ટેં' થઈ ગયો. હવે
દુકાન બંધ કરો, ગ્રાહક આવે તો પણ નથી જોઈતા.

00:50:20.906 --> 00:50:25.638
શું થયું? કાં પૈસા કમાવામાં સુખ હતું ને?

00:50:25.662 --> 00:50:33.592
શું કામ દુકાન બંધ કરો છો? ગ્રાહક 
તો ચાલુ છે. પણ એને ત્યાં થકાવટ 
લાગે છે, થાક લાગે છે.

00:50:33.616 --> 00:50:43.227
અધર્મના પરિણામ એનું સ્વરૂપ થાક 
અને દુઃખ છે. અને ધર્મના પરિણામમાં 
કિંચિત્‌માત્ર દુઃખ નથી. 

00:50:43.251 --> 00:50:53.067
સિદ્ધપરમાત્મા સાદિ-અનંતકાળ, સાદિ-અનંતકાળ 
સુખને ભોગવે છે. પણ એને થાક લાગતો નથી.

00:50:53.091 --> 00:51:05.780
સ્વભાવમાં થાક ન હોય, વિભાવમાં થાક હોય. 
પુણ્ય અને પાપના પરિણામ વિભાવ છે, 
એ આત્માના સ્વભાવભાવ નથી.

00:51:05.804 --> 00:51:14.452
આ મૂળ વાત સમજવા જેવી છે. આ વાત તો 
જિનેન્દ્ર ભગવાન સિવાય કયાંય છે નહિ.

00:51:14.476 --> 00:51:19.299
પછી આનું સાંભળો અને આનું સાંભળો 
અને આનું સાંભળવું અને આનું સાંભળવું.

00:51:19.323 --> 00:51:25.866
સાંભળવામાંય વિવેકનું ઠેકાણું નહિ. 
આહાહા! બધાયનું સાંભળવું.

00:51:25.890 --> 00:51:34.021
અરે ભાઈ! સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા સિવાય 
શુદ્ધાત્માનું સ્વરૂપ કોઈ જાણતું નથી

00:51:34.045 --> 00:51:40.925
અને એનો અનુભવ કેમ થાય એના સિવાય 
કોઈ આત્માનું સ્વરૂપ કહી શકે જ નહિ.

00:51:40.949 --> 00:51:48.538
એ બધી કલ્પનાની વાતો છે. 
આત્મા આવો છે અને આત્મા આવો છે. 
અમે ધ્યાનમાં બેસીએ છીએ

00:51:48.562 --> 00:51:59.257
ત્યારે આજ તો અમે પ્રકાશ જોયો. 
પ્રકાશ તો પુદ્‌ગલની પર્યાય છે. 
આત્મા તો અરૂપી છે એનો પ્રકાશ ન હોય.

00:51:59.281 --> 00:52:06.082
કાં કહે મને આજ તો બહુ શાંતિ (થઈ). 
ભાઈ! એ માનસિક શાંતિ છે, 
એ આત્મિક શાંતિ નથી.

00:52:06.106 --> 00:52:11.618
એ કષાયની મંદતા જરાક થઈ જાય ને,
તો ધ્યાનમાં એને શાંતિ લાગે છે.

00:52:11.642 --> 00:52:21.923
એમ જયાં અને ત્યાં ઊંધે આડે રવાડે ચડી 
અને એ ધર્મના નામે છેતરાણો છે. 
અનાદિકાળથી છેતરાય છે.

00:52:21.947 --> 00:52:32.550
પણ સર્વજ્ઞ વીતરાગ પરમાત્માએ કહેલું 
શુદ્ધાત્માનું જેવું સ્વરૂપ, (એને) 
જે પ્રત્યક્ષ કેવળજ્ઞાનમાં જાણ્યું જેણે, 

00:52:32.574 --> 00:52:38.884
અને વાણીમાં આવ્યું 
એવું સ્વરૂપ આ જગતમાં બીજે કયાંય છે નહિ.

00:52:38.908 --> 00:52:49.346
એ અહીંયાં આચાર્ય ભગવાન ફરમાવે છે 
કે ભાઈ! આ કોઈ વાડાની વાત નથી. 
આ તો આત્માની વાત છે.

00:52:49.370 --> 00:53:00.100
અને આત્માને આશ્રયે ધર્મ થાય. એ વાણિયાને 
ધર્મ થાય અને લોહાણાને ન થાય, મુસલમાનને 
ન થાય એમ નહિ, બધા આત્મા છે.

00:53:00.124 --> 00:53:10.070
જે કોઈ આત્માનું અવલંબન લે એને ધર્મ થાય. 
કોઈ નાત અને કોઈ જાત, 
કોઈ આમાં બાધ નથી ધર્મ કરવામાં.

00:53:10.094 --> 00:53:13.343
આત્માના ધર્મની વાત ચાલે છે.

00:53:13.367 --> 00:53:24.656
પણ જેનું ધ્યાન કરવાનું છે 
એનું સાચા સ્વરૂપની જ ખબર ન હોય 
તો ધ્યાન કયાં અને કોનું કરવું?

00:53:24.680 --> 00:53:31.783
ધ્યેયના સ્પષ્ટ જ્ઞાન વિના 
ત્રણકાળમાં ધર્મ-ધ્યાન પ્રગટ થઈ શકે નહિ.

00:53:31.807 --> 00:53:39.576
જેનું ધ્યાન કરવું છે, આત્માનું, 
અને આત્માનું સાચું સ્વરૂપ શું 
એ તો કોઈ જાણે નહિ

00:53:39.600 --> 00:53:42.494
અને કલ્પનાથી આત્મા આવો અને આત્મા આવો
(એમ કહે).

00:53:42.518 --> 00:53:52.709
અહીંયાં આચાર્ય ભગવાન ફરમાવે છે 
શરૂઆતમાં કે, અમે સર્વજ્ઞ ભગવાને 
કહેલી વાત, ગણધરોએ કહેલી વાત,

00:53:52.733 --> 00:54:03.726
શ્રુતકેવળીઓએ કહેલી વાત, અમારા ગુરુપર્યંત 
જે અમને વાત મળી છે, એ અમે અમારા અનુભવના 
આનંદના વેદનની સાથે આ શાસ્ત્ર લખીએ છીએ.

00:54:03.750 --> 00:54:11.203
તમે પણ પ્રમાણ કરજો, 
અનુભવ કરીને પ્રમાણ કરજો.

00:54:11.227 --> 00:54:19.551
કહે છે કે આ આત્મા, બધાનો આત્મા પવિત્ર, 
<b>સદાય અતિનિર્મળ ચૈતન્યમાત્રસ્વભાવપણે</b>,

00:54:19.575 --> 00:54:28.496
<b>માત્ર</b> શબ્દ કેમ કહ્યો? કે પુણ્ય અને 
પાપના પરિણામ આત્માના સ્વભાવમાં નથી. 
બહાર છે, ઉપર-ઉપર તરે છે.

00:54:28.520 --> 00:54:34.946
જેમ પાણીમાં તેલનું ટીપું ઉપર-ઉપર હોય 
પ્રવેશ પામે નહિ, એમ પુણ્ય-પાપના પરિણામ

00:54:34.970 --> 00:54:40.520
પર્યાયમાં, અવસ્થામાં, હાલતમાં છે 
(પણ) દ્રવ્ય સ્વભાવમાં પુણ્ય-પાપ નથી.

00:54:40.544 --> 00:54:44.519
પણ શું દ્રવ્ય સ્વભાવ અને શું પર્યાય? આહાહા! 

00:54:44.543 --> 00:54:53.014
અરૂણભાઈ! એટલો પણ ટાઈમ મળે નહિ? 
જૈનમાં જન્મ્યા પછી પણ. 
General (બધાને માટે), આ તો general વાત છે હોં!

00:54:53.038 --> 00:55:00.206
મુમુક્ષુ: નવરાશ ન મળે.
પૂ. લાલચંદભાઈ: રુચિ હોય તો નવરાશ મળે.

00:55:00.230 --> 00:55:10.324
એક વખત પ્રશ્ન થયો રાજકોટમાં 
એ પ્રકારનો કે એક ભાઈ ઉદ્યોગનગરમાં 
ફેકટરીમાં સર્વીસ કરવા જાતા હતા.

00:55:10.348 --> 00:55:14.820
સવારના આઠ વાગ્યે સાયકલ ઉપર જાય. 
સાધારણ સ્થિતિના માણસ.

00:55:14.844 --> 00:55:23.918
મોટર-બોટર ન મળે. સાયકલ ઉપર જાય 
સવારે આઠ વાગ્યે અને બપોરે બે કલાક 
એને મળે ટાઈમ (ત્યારે) જમવા આવે.

00:55:23.942 --> 00:55:28.554
જમીને પાછા ચાલ્યા જાય, 
રાત્રે આઠ વાગ્યે છૂટે.

00:55:28.578 --> 00:55:34.129
રવિવારનો દિવસ હતો રજાનો 
તે રાત્રિ ચર્ચામાં એ ભાઈ આહીં આવ્યા.

00:55:34.153 --> 00:55:46.754
એણે પ્રશ્ન કર્યો, કે ગુરુદેવ મારે ધર્મ 
તો કરવો છે પણ મને ટાઈમ મળતો નથી. આ 
તમે પ્રશ્ન કર્યો ને? કે મને વખત મળતો નથી.

00:55:46.778 --> 00:55:50.282
કહે શું તમારો કાર્યક્રમ છે? 
કેમ વખત મળતો નથી?

00:55:50.306 --> 00:55:58.848
પછી એણે એમ કહ્યું કે સવારના આઠથી રાત્રે 
આઠ વાગ્યા સુધી ગધા-મજુરી કરું છું.
સમજી ગયા? બધા ગધા-મજુરી જ કરે છે.

00:55:58.872 --> 00:56:05.563
કહે એમાં ટાઈમ મળતો નથી. 
ઠીક. તો તમે એમ કરો; 
તમે કેટલા વાગ્યે સવારે ઊઠો છો?

00:56:05.587 --> 00:56:11.067
કહે કે સવારે લગભગ સાડા છ સાત વાગ્યે 
ઊઠું છું અને આઠ વાગ્યા સુધીમાં 
તૈયાર થઈને નીકળી જાવ છું.

00:56:11.091 --> 00:56:18.657
તો કાલથી તમે પાંચ વાગ્યે ઊઠો. 
કેમ કે બાળકો બધા સૂતા હોય. 
ઘરમાં બધી શાંતિ હોય.

00:56:18.681 --> 00:56:27.049
સાડા છ ને બદલે પાંચ વાગ્યે ઊઠો. પાંચ 
વાગ્યે ઊઠીને તમારો સ્વાધ્યાય તમે નિરંતર 
એક કલાક કરી લ્યો. કોઈ તમને નડશે નહિ.

00:56:27.073 --> 00:56:35.194
એટલે કહેવાનો આશય એ છે, કે જેને રુચિ 
હોય એને ટાઈમ મળે, મળે અને મળે જ.

00:56:35.218 --> 00:56:44.585
પણ જયાં રુચિ જ નહિ 
ત્યાં બહાના ખોટા છે. આહાહા!

00:56:44.609 --> 00:56:57.405
અરે! આ મનુષ્યભવ મળ્યો છે માંડ, 
એમાં પણ જૈનદર્શન મળવું દુર્લભ, એમાં 
પણ સર્વજ્ઞ ભગવાનની વાણી કાન ઉપર આવવી,

00:56:57.429 --> 00:57:05.308
અનુભવી સંતોની વાણી કાન ઉપર આવવી એ તો 
ચક્રવર્તી કરતાં પણ પુણ્ય વધી ગયું હોય,

00:57:05.332 --> 00:57:10.335
ત્યારે એ સર્વજ્ઞ ભગવાનની વાણી 
કાન ઉપર આવે. એટલું પુણ્ય હોય તો.

00:57:10.359 --> 00:57:16.199
હવે એ પુણ્ય પણ મળ્યું અને 
વાત પણ સાંભળવા મળી. 

00:57:16.223 --> 00:57:24.863
પણ વાત સાંભળીને એનો વિચાર કરી અને 
એનો નિર્ધાર કરવો જોઈએ, નિર્ણય કરવો જોઈએ.

00:57:24.887 --> 00:57:31.751
અને નિર્ણય કરીને 
એને વાતને પ્રયોગમાં મુકવી જોઈએ
તો એને આત્માનો અનુભવ થઈ શકે છે.

00:57:31.775 --> 00:57:39.122
આ કાળમાં, પંચમકાળમાં 
આત્માનો અનુભવ થઈ શકે છે. 
સર્વજ્ઞ ભગવાનની વાણીમાં આવ્યું છે,

00:57:39.146 --> 00:57:43.333
કે ધર્મ-ધ્યાન થઈ શકે છે, 
શુકલ ધ્યાન અત્યારે નથી.

00:57:43.357 --> 00:57:51.879
શ્રેણી માંડે અને કેવળજ્ઞાન થાય એ પ્રકારની 
અત્યારે જીવની યોગ્યતા નથી, બળહીન છે.

00:57:51.903 --> 00:58:01.340
આત્મા સદાય, <b>સદાય અતિનિર્મળ 
ચૈતન્યમાત્રસ્વભાવપણે જ્ઞાયક હોવાથી 
અત્યંત શુચિ જ છે</b>.

00:58:01.364 --> 00:58:03.715
આહાહા! આત્મા પવિત્ર છે.

00:58:03.739 --> 00:58:12.755
પુણ્ય-પાપના પરિણામ અપવિત્ર 
અને આત્મા પવિત્ર, બન્ને એક સાથે રહેલાં છે 
પણ બન્ને એક થતાં નથી.

00:58:12.779 --> 00:58:21.079
ટ્રેઇનના બે પાટા હોય ને આમ સાથે-સાથે 
ચાલ્યા જાય પણ પાટા કોઈ દિવસ એક થાય? 
તો-તો એકસીડન્ટ થઈ જાય.

00:58:21.103 --> 00:58:26.239
પણ એમ તો થાય નહિ. એ જુદા-જુદા, ભલે 
બાજુ-બાજુમાં હોય પણ જુદા-જુદા છે.

00:58:26.263 --> 00:58:34.837
એમ આ ભગવાન આત્મા જીવતત્ત્વ, 
નવ તત્ત્વમાં એક જીવતત્ત્વ 
એ અતિનિર્મળ પવિત્ર પરમાત્મા છે.

00:58:34.861 --> 00:58:41.201
અને આસ્ત્રવતત્ત્વ, એની દશામાં પુણ્ય અને 
પાપના પરિણામ થાય છે, એ આસ્ત્રવતત્ત્વ છે.

00:58:41.225 --> 00:58:46.877
બે સાથે-સાથે છે પણ બે એક થવા અશકય છે.

00:58:46.901 --> 00:58:56.150
આત્મા પુણ્ય-પાપરૂપે ન થાય 
અને પુણ્ય-પાપના પરિણામ આત્મારૂપે 
ન થાય. એ બે તત્ત્વ ભિન્ન-ભિન્ન છે.

00:58:56.174 --> 00:59:02.631
પણ બેની ભિન્નતા ભાસતી નથી. 
બે એક જેવા લાગે છે. પણ એક છે નહિ.

00:59:02.655 --> 00:59:12.233
માટે જુદા છે તો જુદાનું ભાન બરાબર થઈ 
શકે છે. માટે <b>અત્યંત શુચિ જ છે 
(-પવિત્ર જ છે; ઉજ્જવળ જ છે).</b>

00:59:12.257 --> 00:59:19.206
હવે એક બોલ થયો. બે બોલ બાકી છે, 
આસ્ત્રવ અને જડપણું. વખત થઈ ગયો, 
સવા નવ, એક કલાક.
