﻿WEBVTT

00:01:22.675 --> 00:01:32.997
આ એક સમયસારજી નામનું શાસ્ત્ર છે,
પરમાગમ શાસ્ત્ર છે,

00:01:33.021 --> 00:01:41.636
જે ભગવાન મહાવીરે ઉપદેશેલું
અને ગૌતમ ગણધરે ઝીલેલું (છે).

00:01:41.660 --> 00:01:51.903
અને એ આચાર્યની પરંપરામાં આજથી બે હજાર
વર્ષ પહેલાં એક સમર્થ આચાર્ય ભારતમાં થયા;

00:01:51.927 --> 00:02:03.187
જે જમીનથી ચાર તસુ ઉપર ચાલતા હતા.
એવી તેઓશ્રીને ઋધ્ધિ પ્રગટ થઈ હતી.

00:02:03.211 --> 00:02:11.930
તેઓશ્રીએ શાસ્ત્રની રચના કરતાં એક
સમયસાર નામનું પરમાગમ શાસ્ત્ર રચ્યું છે.

00:02:11.954 --> 00:02:20.035
જેમાં શુદ્ધાત્માનું સ્વરૂપ શું છે
એ મુખ્યપણે જેમાં વર્ણન છે.

00:02:20.059 --> 00:02:26.143
નવતત્ત્વનું વર્ણન કરતાં-કરતાં
આચાર્ય ભગવાન ફરમાવે છે -

00:02:26.167 --> 00:02:36.611
નવતત્ત્વના નામ છે - જીવ, અજીવ, પુણ્ય,
પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ.

00:02:36.635 --> 00:02:47.254
એ આત્માના પરિણામના બધા નામો છે.
આત્મા છે તે અનાદિ-અનંત છે.

00:02:47.278 --> 00:02:58.243
કોઈ સંયોગથી જેની ઉત્પત્તિ થતી નથી.
અને કોઈ સંયોગનો વિયોગ થાય
તો આત્માનો નાશ થતો નથી.

00:02:58.267 --> 00:03:14.066
એવો અનાદિ-અનંત જ્ઞાન અને આનંદમય આત્મા
દેહદેવળમાં દેહથી ભિન્ન,
જ્ઞાનાવરણ આદિ આઠ પ્રકારના કર્મ,

00:03:14.090 --> 00:03:21.945
એનાથી પણ અંદર ભિન્ન
અને વર્તમાન પુણ્ય-પાપની જે વૃત્તિ
ઉત્થાન થાય છે, લાગણી (એનાથી પણ ભિન્ન).

00:03:21.969 --> 00:03:27.840
ક્ષણમાં પાપના પરિણામ, ક્ષણમાં
પુણ્યના પરિણામ, એનાથી પણ આત્મા

00:03:27.864 --> 00:03:37.231
અંદરમાં એક ચૈતન્યમૂર્તિ આત્મા જુદો
બિરાજમાન છે, શુદ્ધ, અવિનાશી, શાશ્વત.

00:03:37.255 --> 00:03:48.887
એવા શુદ્ધાત્માને જાણ્યા વિના,
એને શ્રદ્ધામાં લીધા વિના,
એનો અનુભવ કર્યા વિના

00:03:48.911 --> 00:04:01.809
જગતના પ્રાણીઓ ચાર ગતિમાં એકાંત
દુઃખને ભોગવે છે. ચારે ગતિ દુઃખરૂપ છે.
કોઈ ગતિમાં સુખ નથી.

00:04:01.833 --> 00:04:12.498
ગતિ એટલે પરિણતિ.
પરિણતિ એટલે શુભ અને અશુભભાવની
જે પરિણતિ, એને ગતિ કહેવામાં આવે છે.

00:04:12.522 --> 00:04:21.217
એ ગતિ દુઃખરૂપ છે.
અને પંચમગતિ, સિદ્ધગતિ એ સુખરૂપ છે.

00:04:21.241 --> 00:04:31.646
એવા પૂર્ણઆનંદ મોક્ષની પ્રાપ્તિ જીવને
કેવી રીતે થાય એનું આમાં વર્ણન છે.

00:04:31.670 --> 00:04:39.271
એક સમયમાત્ર પણ પોતાનો શુદ્ધાત્મા,
એનું સ્વરૂપ અંતરમાં શું છે?

00:04:39.295 --> 00:04:50.092
એનો એણે અનુભવ કર્યો નથી અને
એને સમજવાની દરકાર પણ ખરેખર કરી નથી.

00:04:50.116 --> 00:05:00.877
બધા બહારના પદાર્થો સમજવામાં રોકાણો
પણ એક <b>હું કોણ છું? કયાંથી થયો?
શું સ્વરૂપ છે મારું ખરું?</b> 

00:05:00.901 --> 00:05:05.100
<b>કોના સંબંધે વળગણા છે?
રાખું કે એ પરહરું?</b>
(રાજપદ, અમૂલ્ય તત્ત્વવિચાર).

00:05:05.124 --> 00:05:15.426
એવા નિજ શુદ્ધાત્માના ભાન વિના આત્મા
અનાદિકાળથી અજ્ઞાનભાવથી દુઃખી થઈ રહ્યો છે.

00:05:15.450 --> 00:05:30.907
એ દુઃખના નાશનો ઉપાય જયારે આત્મા
આત્માથી આત્માને જાણે - અનુભવે,
આત્માને આત્માથી જાણે - અનુભવે

00:05:30.931 --> 00:05:36.622
ત્યારે તેને આત્મદર્શન,
સમ્યગ્દર્શન કહેવામાં આવે છે.

00:05:36.646 --> 00:05:45.364
એ <b>सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्ग:</b>
(તત્ત્વાર્થસૂત્ર, પ્રથમ અધ્યાય, સૂત્ર ૧) છે,
મોક્ષનો માર્ગ છે.

00:05:45.388 --> 00:05:56.866
પુણ્ય-પાપના પરિણામ બંધનો માર્ગ છે,
અને સમ્યગ્દર્શન આદિ, આત્મા આશ્રિત

00:05:56.890 --> 00:06:02.485
શુદ્ધ વીતરાગી પરિણામ
જે પ્રગટ થાય તે મોક્ષનો માર્ગ છે.

00:06:02.509 --> 00:06:10.642
મોક્ષનો માર્ગ કહો કે આત્મિક સુખનો
માર્ગ કહો, એ એકાર્થ વાચક શબ્દો છે.

00:06:10.666 --> 00:06:17.178
એક જ જેનો અર્થ છે, 
મોક્ષમાર્ગ કહો કે સુખનો માર્ગ કહો.

00:06:17.202 --> 00:06:30.404
આવું આત્મિક સુખ અનાદિકાળથી આજ સુધી
અજ્ઞાની પ્રાણીએ એ સુખનો સ્વાદ લીધો નથી.

00:06:30.428 --> 00:06:40.757
જોઈએ છે સુખ, સર્વ પ્રાણી સુખને ઈચ્છે
છે. કોઈ પણ પ્રાણી દુઃખને ઈચ્છતો નથી.

00:06:40.781 --> 00:06:43.929
પછી એકેન્દ્રિય જીવ હોય,
બે ઈન્દ્રિયનો જીવ હોય,

00:06:43.953 --> 00:06:48.434
ત્રણ ઈન્દ્રિય, ચાર ઈન્દ્રિય,
પંચેન્દ્રિય, સંજ્ઞી, અસંજ્ઞી
(બધા સુખને ઈચ્છે છે).

00:06:48.458 --> 00:06:55.063
એવા જે જીવો છે,
જે જીવત્વ શક્તિથી જીવી રહ્યા છે

00:06:55.087 --> 00:07:03.376
અને વ્યવહારે દસ પ્રકારના પ્રાણથી
જે જીવે છે, એવા આત્માઓ અનંત છે.

00:07:03.400 --> 00:07:14.544
સર્વજ્ઞ ભગવાને છ દ્રવ્ય કહ્યા છે. જીવો
અનંત છે. પુદ્‌ગલ પરમાણુઓ અનંતાઅનંત છે.

00:07:14.568 --> 00:07:22.076
એક ધર્માસ્તિકાય નામનું દ્રવ્ય -
પદાર્થ છે. એક અધર્માસ્તિકાય છે.

00:07:22.100 --> 00:07:26.201
એક આકાશ દ્રવ્ય છે. અસંખ્યાત કાલાણુ છે.

00:07:26.225 --> 00:07:30.697
એવા સર્વજ્ઞ વીતરાગ પરમાત્માએ
છ દ્રવ્ય કહ્યા છે.

00:07:30.721 --> 00:07:39.448
દ્રવ્ય એને કહીએ કે જેમાં અનંતગુણો હોય.
એક-એક દ્રવ્યમાં અનંતગુણો છે.

00:07:39.472 --> 00:07:44.702
અને એ ગુણોના પરિણામ પ્રગટ થાય
તેને પર્યાય કહેવામાં આવે છે.

00:07:44.726 --> 00:07:54.902
એમ ગુણ અને પર્યાયના સમુદાયને,
ભગવાન વીતરાગ દેવાધિદેવ સર્વજ્ઞ
પરમાત્મા એને દ્રવ્ય કહે છે.

00:07:54.926 --> 00:08:10.212
એવા જાતિ અપેક્ષાએ છ દ્રવ્યો છે.
જાતિ અપેક્ષાએ છ, સંખ્યા અપેક્ષાએ
અનંત પદાર્થો, દ્રવ્યો છે.

00:08:10.236 --> 00:08:20.954
સર્વજ્ઞ ભગવાનને જયારે કેવળજ્ઞાન
પ્રગટ થાય છે ત્યારે એક સમયમાં
ભૂત, ભવિષ્ય અને વર્તમાન,

00:08:20.978 --> 00:08:31.338
ત્રણલોક - ઊર્ધ્વલોક, અધોલોક અને મધ્યલોક(નું),
એક સમયમાત્રમાં તેઓશ્રીને જ્ઞાન થાય છે.

00:08:31.362 --> 00:08:37.499
અને કેવળજ્ઞાનમાં જે પ્રત્યક્ષ
પદાર્થોના સ્વરૂપને જાણ્યું, જોયું,

00:08:37.523 --> 00:08:45.760
એ વાણી છૂટે છે દિવ્યધ્વનિ, ત્યારે
એ છ દ્રવ્યો જોયા એ વાણીમાં આવ્યા.

00:08:45.784 --> 00:08:53.757
અને એ જીવના નવ પ્રકારના ક્રમે પરિણામ
થાય છે. એને ભગવાન નવતત્ત્વ કહે છે,

00:08:53.781 --> 00:09:00.044
એ પર્યાય છે, અને એ પરિણામ છે,
દશા છે, હાલત છે.

00:09:00.068 --> 00:09:08.904
અને એની પાછળ, એની સાથે-સાથે
રહેતો એક ધ્રુવતત્ત્વ, પરમાત્મતત્ત્વ,
જીવતત્ત્વ, સામાન્યતત્ત્વ

00:09:08.928 --> 00:09:16.064
- (એવો) જે જીવ, (એ)માં સહજજ્ઞાન, સહજદર્શન,
સહજસુખ, સહજવીર્ય, પ્રભુત્વ, વિભુત્વ

00:09:16.088 --> 00:09:22.356
એવી-એવી અનંત શક્તિનો પુંજ
અંદરમાં આત્મા બિરાજમાન છે.

00:09:22.380 --> 00:09:32.873
પણ દેહ દષ્ટિવાળાને, દેહના પ્રેમવાળાને,
સંયોગના પ્રેમવાળાને, પુણ્ય અને
પુણ્યના ફળની રુચિવાળાને

00:09:32.897 --> 00:09:41.627
આ અંતર આત્મા, ભગવાન બિરાજમાન
છે (તેને નથી દેખતો) કે જે
ભગવાનના દર્શન કરતાં ધર્મ થાય.

00:09:41.651 --> 00:09:50.211
પ્રતિમા એ ભગવાન છે, એના દર્શન
કરતાં શુભભાવ થાય, પુણ્ય બંધાય.

00:09:50.235 --> 00:10:00.697
અને અંતરમાં ભગવાન આત્મા
બિરાજમાન છે શક્તિરૂપે, એના દર્શન
કરતાં એને ભવનો અંત થાય

00:10:00.721 --> 00:10:04.377
અને આત્મિક સુખ
એ જ વખતે એને પ્રગટ થાય.

00:10:04.401 --> 00:10:11.384
એવા એક શુદ્ધાત્માનું સ્વરૂપ શું છે?
એ જગતના જીવો જાણતા નથી.

00:10:11.408 --> 00:10:22.718
એ જગતના જીવો શુદ્ધાત્માના સ્વરૂપને જાણે
- અનુભવે અને સુખની પ્રાપ્તિ કરે
એ હેતુએ આ શાસ્ત્રની રચના થઈ છે.

00:10:22.742 --> 00:10:32.886
આખા જગતના પ્રાણીઓ સવારથી
સાંજ સુધી જે કાંઈ પ્રયત્ન કરે છે
એ કેવળ સુખને અર્થે કરે છે.

00:10:32.910 --> 00:10:42.964
કોઈપણ પ્રયત્ન જીવ કરે, એકેન્દ્રિયથી
માંડીને સંજ્ઞી પંચેન્દ્રિય, એ કોઈ દુઃખની
પ્રાપ્તિ માટે કોઈ પ્રયત્ન કરતું નથી.

00:10:42.988 --> 00:10:50.344
બધા, જગતના બધા જીવો પ્રયત્ન
તો કરે છે પણ શેના માટે કરે છે?

00:10:50.368 --> 00:10:59.556
પુરુષાર્થ શેના માટે કરે છે? 
કેવળ સુખને માટે પ્રયત્ન, પુરુષાર્થ કરે છે.

00:10:59.580 --> 00:11:16.271
પણ જગતના જીવોને જ્ઞાન નથી કે 'સુખ કયાં
છે? અને એ સુખની પ્રાપ્તિ મને કેમ
થાય?’ એનો ઉપાય જાણતા નથી.

00:11:16.295 --> 00:11:24.362
સુખ આત્મામાં છે અને એ સુખની પ્રાપ્તિ,
આત્માનું અંતર્ધ્યાન કરતાં,

00:11:24.386 --> 00:11:33.659
આત્મામાં એકાગ્ર થતાં આત્માને
સુખનો સ્વાદ આવે છે. સુખ આત્મામાં છે.

00:11:33.683 --> 00:11:48.277
સુખ સંયોગમાં નથી. સુખ મોટર,
બંગલા, ધન, ધાન્ય, પરિવાર, કુટુંબ,
એમાં સુખ નથી. એ તો દૂર રહો.

00:11:48.301 --> 00:11:56.598
હવે એના કરતાં પણ અહીંયા એક વધારે
સૂક્ષ્મ વાત આચાર્ય ભગવાન સમજાવે છે

00:11:56.622 --> 00:12:08.466
કે, તમે ભવ્ય આત્માઓ તમે અમારી નાત
અને જાતના છો પણ તમે તમારા
સ્વરૂપને ભૂલી ગયા છો.

00:12:08.490 --> 00:12:16.399
તમારા સ્વરૂપને તમે ઓળખતા નથી,
પિછાનતા નથી. શું તમારું સ્વરૂપ છે?

00:12:16.423 --> 00:12:22.771
તમે દેહને આત્મા માની બેઠા છો.
દેહ આત્મતત્ત્વ નથી.

00:12:22.795 --> 00:12:30.275
દેહ છે એ પુદ્‌ગલની એક રચના છે,
આ અનંત પરમાણુઓનો પિંડ છે.

00:12:30.299 --> 00:12:37.236
આ જે દેખાય છે ઈન્દ્રિયજ્ઞાન વડે,
ઈન્દ્રિયજ્ઞાન વડે રૂપી પદાર્થ દેખાય છે.

00:12:37.260 --> 00:12:44.217
અરૂપી આત્મા અંતરમાં છે
એ ઈન્દ્રિયજ્ઞાન વડે જણાતો નથી.

00:12:44.241 --> 00:12:49.197
એને જાણવો હોય તો એક અતીન્દ્રિયજ્ઞાન
દ્વારા આત્મા જાણી શકાય છે.

00:12:49.221 --> 00:12:59.062
વર્તમાનકાળમાં પંચમકાળમાં
નાના, મોટા, ભાઈઓ, બહેનો, માતા
એ આત્મદર્શન કરી શકે છે.

00:12:59.086 --> 00:13:11.140
એવા આત્માના દર્શનથી
એને સુખની પ્રાપ્તિ થાય છે.
માટે જેમ (મૃગલાને) પાણીની તૃષા લાગે છે

00:13:11.164 --> 00:13:23.150
અને એ તૃષાતૂર થયેલો મૃગલો ઝાંઝવાના
જળ (મૃગજળ) જોઈને એની પાછળ દોડે છે
પણ પાણીનું એક બિંદુ પણ મળતું નથી.

00:13:23.174 --> 00:13:29.304
પાણીનું બિંદુ તો મળતું નથી પણ
ઠંડી હવા પણ આવતી નથી.

00:13:29.328 --> 00:13:40.477
અને એમ અને એમ એ મૃગજળની પાછળ,
ઝાંઝવાના જળની પાછળ એ મરી જાય છે,
મૃત્યુને શરણ થાય છે.

00:13:40.501 --> 00:13:50.678
એમ અજ્ઞાની પ્રાણીઓ
પાંચ ઈન્દ્રિયના વિષય, એ પાંચ ઈન્દ્રિયના
વિષય તરફ ઝુકી રહ્યા છે, ઢળી રહ્યા છે.

00:13:50.702 --> 00:13:57.322
પાંચ ઈન્દ્રિયના જે પાંચ વિષયો છે
- સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ,

00:13:57.346 --> 00:14:04.388
એ પાંચ ઈન્દ્રિયના પાંચ વિષયો ભગવાન
પરમાત્માએ ફરમાવ્યા છે, એના તરફ એ ઝૂકે છે.

00:14:04.412 --> 00:14:10.619
નિરંતર એના તરફ લળી રહ્યા છે,
ઝળી રહ્યા છે. એમાંથી કાંઈક સુખ મળશે, 

00:14:10.643 --> 00:14:16.373
આમાંથી મળશે, આમાંથી મળશે,
આમાંથી મળશે, એમ સુખને માટે
(ચારે બાજુ ફાંફા મારે છે).	

00:14:16.397 --> 00:14:23.713
સુખ છે અંદરમાં. અંદરમાં શોધતો
નથી, વિશ્વાસ નથી આવતો કે
અંતર આત્મામાં સુખ ભર્યું છે.

00:14:23.737 --> 00:14:36.148
વિશ્વાસ નથી આવતો કેમ કે એને અનુભવ નથી,
અને બીજું અનુભવી પુરુષનો યોગ પણ
પંચમકાળમાં, બહુ વિરલ હોય છે. 

00:14:36.172 --> 00:14:43.894
એ અનુભવી પુરુષના યોગ વિના
આ અંતર અનુભવની વાત કોઈ બતાવી શકતું નથી.

00:14:43.918 --> 00:14:51.094
એનો પણ વિરલ છે યોગ. એ પ્રકારના
પુણ્ય જીવના પરવારી (ઓછા થઈ) ગયા.

00:14:51.118 --> 00:14:57.786
ચતુર્થકાળમાં તો જ્ઞાનીનો યોગ પણ હોય
અને તીર્થંકરનો યોગ પણ થાય.

00:14:57.810 --> 00:15:02.204
વર્તમાનકાળમાં જ્ઞાનીનો યોગ થવો
બહુ દુર્લભ છે.

00:15:02.228 --> 00:15:09.101
કદાચિત્‌ જ્ઞાનીનો યોગ થાય
તો એની ઓળખાણ થવી દુર્લભ છે.

00:15:09.125 --> 00:15:17.449
અને કદાચિત્‌ (જ્ઞાનીની) ઓળખાણ થાય
તો એની દેશનાલબ્ધિ સાંભળવાનો ભાવ આવે
એ પણ દુર્લભ છે.

00:15:17.473 --> 00:15:32.109
કદાચ દેશનાલબ્ધિ સાંભળવાનો ભાવ આવે
તો એણે કહેલી વાત સમજવા જેવી છે, એવી
રુચિપૂર્વક તેનું એ વલણ તેના તરફ જતું નથી.

00:15:32.133 --> 00:15:35.619
એટલે એને શુદ્ધાત્માના સ્વભાવની વાત
(વિરલ છે).

00:15:35.643 --> 00:15:42.864
વિભાવની વાત બધા કરે છે,
સ્વભાવની વાત કરનારા તો કોઈ
વિરલા જ્ઞાની ધર્માત્મા (જ) હોય.

00:15:42.888 --> 00:15:54.083
વિભાવની વાત બધા કરે છે કે પાપથી દુઃખ થાય
અને પુણ્યથી સુખ થાય. સો ટકા જૂઠી વાત છે.

00:15:54.107 --> 00:16:07.476
જેમ પાપના પરિણામ દુઃખરૂપ છે એમ પુણ્યના
પરિણામ પણ, કષાયની મંદતા,
કષાયની જાત હોવાથી એનું ફળ દુઃખ છે.

00:16:07.500 --> 00:16:14.458
રમણીકભાઈ! જરાક વાત સમજવા જેવી છે.
આગળ બેઠા છે એ રમણીકભાઈ ને? રમણીકભાઈ.

00:16:14.482 --> 00:16:20.072
મુમુક્ષુ: સમજાણું એ નોંધ કરું છું.
પૂ. લાલચંદભાઈ: હા, જરૂર કરો
અને પછી પ્રશ્ન કરજો, ખુશીથી.

00:16:20.096 --> 00:16:24.954
વિચાર કરી અને પ્રશ્ન જરૂર કરવા જેવા છે.

00:16:24.978 --> 00:16:32.642
આ તો એક અપૂર્વ વાત છે.
જે અપૂર્વ વાત મને પણ મળી નહોતી જન્મથી.

00:16:32.666 --> 00:16:42.728
એ કોઈ મારા ભાગ્ય યોગે મને આ એક
મહાપુરુષનો, સોનગઢના સંતનો યોગ થયો,

00:16:42.752 --> 00:16:52.592
અને એમના પરિચયથી
આ શુદ્ધાત્માનું સ્વરૂપ શું છે?
અને એનો અંતર અનુભવ કેમ થાય?

00:16:52.616 --> 00:17:03.101
અને અનુભવ કરતાં સંસારનો અંત કેમ આવે?
- એ વાત મેં તેઓશ્રી પાસેથી સાંભળી છે.

00:17:03.125 --> 00:17:14.757
મારા ઉપર કરુણા કરીને તેઓશ્રીએ મને
કહી છે. મને એટલે વ્યક્તિગત તો નહોતા
કહેતા પણ બધાને પ્રવચનમાં કહેતા હતા.

00:17:14.781 --> 00:17:26.453
એવા આત્માની વાત સાંભળવી પણ દુર્લભ
અને સાંભળે તો એના ઉપર વિચાર
કરવાનો ટાઈમ પણ જીવને નહિ.

00:17:26.477 --> 00:17:33.504
ચોવીસે કલાક સંકલ્પ અને વિકલ્પ, સંકલ્પ
અને વિકલ્પ, આ કરવું છે અને તે કરવું છે.

00:17:33.528 --> 00:17:36.422
આ પદાર્થ મેળવવા છે
અને આ પદાર્થને ભોગવવા છે.

00:17:36.446 --> 00:17:43.763
પાંચ ઈન્દ્રિયના વિષયોને મેળવવા છે
સુખને માટે અને પછી
પાંચ ઈન્દ્રિયના વિષયને ભોગવવા છે.

00:17:43.787 --> 00:17:49.822
એ પાંચ ઈન્દ્રિયના વિષયનો ભોગ
એ દાહજવર છે.

00:17:49.846 --> 00:17:56.334
અંદર બળતરા ઊભી થાય છે, આકુળતા ઊભી
થાય છે, આત્માને. કયાંય એમાં શાંતિ નથી.

00:17:56.358 --> 00:18:04.139
શાંતિ અંતરમાં છે.
અંતર શોધનારને શાંતિ મળે છે.

00:18:04.163 --> 00:18:11.705
છસ્સો અને આઠ જીવ, છ મહિના
અને આઠ સમયે આખા લોકમાંથી,

00:18:11.729 --> 00:18:22.518
મનુષ્ય લોકમાંથી છસ્સો અને આઠ જીવ
નિરંતર છ મહિના અને આઠ સમયે
સિદ્ધગતિને પ્રાપ્ત કરે છે.

00:18:22.542 --> 00:18:30.827
છ મહિના અને આઠ સમયે
continuously (નિરંતર), અનાદિ કાળથી
એવું ચાલુ છે, અનંતકાળ રહેશે.

00:18:30.851 --> 00:18:41.014
છતાં (સંસારી) જીવની સંખ્યા
ખૂટવાની નથી. પ્રશ્ન તો થાય ને કે
તો તો પછી આ સંસારનો અભાવ થશે?

00:18:41.038 --> 00:18:46.886
અરે ભાઈ! સંસારનો અભાવ થવાનો નથી.
એણે વાત સાંભળી નથી.

00:18:46.910 --> 00:19:01.176
એ કંદમૂળમાં, બટેટાની કણી કે લસણની એક કણી,
એની અંદર, એક કણીની અંદર અનંત જીવો છે.

00:19:01.200 --> 00:19:07.628
એના કરતાં (અનંતમાં ભાગે) જીવો 
સિદ્ધ પરમાત્માની દશાને પામ્યા છે.

00:19:07.652 --> 00:19:15.824
સંસાર રાશિમાં એટલા જીવો છે, કે જયારે
સર્વજ્ઞ ભગવાનને ગૌતમ ગણધરે જેમ પૂછયું

00:19:15.848 --> 00:19:24.863
એમ ભાવિ તીર્થંકરને જયારે પૂછશે
કે આટલા સિદ્ધ થઈ ગયા તો આ
સંસારમાં (જીવો) ખૂટી જશે કે નહિ?

00:19:24.887 --> 00:19:31.008
ત્યારે ઉત્તર આવશે કે કંદમૂળની
એક કણીની અંદર અનંતા જીવો છે

00:19:31.032 --> 00:19:36.379
અને એના કરતાં (આનંતમાંભાગે) જીવો
સિદ્ધ પરમાત્મદશાને પામ્યા છે.

00:19:36.403 --> 00:19:43.758
કોઈ કાળે સંખ્યા ઘટતી નથી,
એટલી જીવ રાશિ છે.	

00:19:43.782 --> 00:19:49.645
એમ આ આત્મામાં સુખ છે અને (તે સુખ) કેમ
પ્રાપ્ત થાય? એવો શિષ્યએ એક પ્રશ્ન કર્યો.

00:19:49.669 --> 00:19:55.665
બૌંતેર નંબરની ગાથા છે, કર્તા-કર્મ
અધિકારની. એમાં શિષ્ય પ્રશ્ન કરે છે,

00:19:55.689 --> 00:20:08.136
પ્રભુ! આ દુઃખની નિવૃત્તિ કેમ થાય?
અર્થાત્ શું આત્માના <b>જ્ઞાનમાત્રથી
જ બંધનો</b> અભાવ થાય?

00:20:08.160 --> 00:20:17.083
એવો શિષ્યનો પ્રશ્ન છે. શાસ્ત્રજ્ઞાન નહિ.
શાસ્ત્રજ્ઞાન તો અનંતવાર કર્યું જીવે.

00:20:17.107 --> 00:20:28.052
શાસ્ત્રજ્ઞાન તે જ્ઞાન નથી.
શાસ્ત્રજ્ઞાન તે ભગવાન ના પાડે છે
કે શાસ્ત્રજ્ઞાન તે જ્ઞાન નથી.

00:20:28.076 --> 00:20:36.561 
હવે શાસ્ત્રજ્ઞાન તે જ્ઞાન નથી
તો આ દુકાનનું અને જડનું જ્ઞાન
તો જ્ઞાન કયાં છે?

00:20:36.585 --> 00:20:44.862
ઝવેરચંદભાઈ! આ કાપડનું જ્ઞાન તે
જ્ઞાન નથી, કેમ કે જ્ઞાન કાપડનું નથી.

00:20:44.886 --> 00:20:53.964
જ્ઞાન જડનું નથી, જ્ઞાન આત્માનું છે. એ
જ્ઞાન અંતરમુખ થઈને જયારે જેનું જ્ઞાન છે,

00:20:53.988 --> 00:21:02.306
એ જ્ઞાન એને જાણે ત્યારે
તેને ઈન્દ્રિયજ્ઞાન રોકાઈ જાય છે,
ધ્યાનના કાળે અને

00:21:02.330 --> 00:21:09.521
એક અતીન્દ્રિયજ્ઞાન પ્રગટ થઈને આત્મદર્શન
થાય છે. ત્યારથી ધર્મની શરૂઆત થાય છે.

00:21:09.545 --> 00:21:19.849
શુદ્ધાત્માના પ્રત્યક્ષ અનુભવથી ધર્મની
શરૂઆત થાય છે, અનુભવથી વૃદ્ધિ થાય છે
અને અનુભવથી જ પૂર્ણતા પ્રગટ થાય છે.

00:21:19.873 --> 00:21:24.650
આદિ, મધ્ય, અંતમાં શુદ્ધાત્માના અનુભવથી
ધર્મની શરૂઆત થાય છે.

00:21:24.674 --> 00:21:31.249
'શું આત્માનો અનુભવ? શું આત્માનું
સ્વરૂપ?’ જગતના જીવોને જાણવા મળતું નથી.

00:21:31.273 --> 00:21:37.964
હજી ભારતમાં તો કયાંક-કયાંક
ખૂણે ખાંચરે જાણવાનું મળે પણ આ લંડનમાં

00:21:37.988 --> 00:21:50.121
અને એમાં પણ આ imitation (નકલી), ચકચકાટ, ખોટું
સુખ, સુખાભાસ, સુખનો આભાસ (છે), સુખ નથી.

00:21:50.145 --> 00:22:00.184
એમ કહે કે આ ફલાણા ભાઈ
બહુ સુખી બે-પાંચ કરોડની પાર્ટી છે.
સર્વજ્ઞ ભગવાન ના પાડે છે. આહાહા!

00:22:00.208 --> 00:22:05.977
સુખ તો અંતર આત્મામાં છે.
લક્ષ્મીમાં સુખ નથી એ તો જડ છે.

00:22:06.001 --> 00:22:14.662
લક્ષ્મીથી મને સુખ થાય એવી માન્યતા,
મિથ્યા-માન્યતા એ તો આસ્રવતત્ત્વ છે.
એમાં કયાંય સુખ નથી.

00:22:14.686 --> 00:22:23.034
એનાથી આગળ અહીંયા કહે છે
કે પુણ્યના પરિણામ તને કદાચિત્ આવે,
એ પુણ્યના પરિણામ પણ દુઃખરૂપ છે.

00:22:23.058 --> 00:22:27.108
એ ત્રીજો બોલ આપણે લેવો છે, આજે.

00:22:27.132 --> 00:22:39.608
ભેદજ્ઞાનનો પ્રકાર સમજાવે છે.
કે ચૈતન્યમૂર્તિ આત્મા, આ જડ એવા દેહથી
ભિન્ન છે, માટે દેહને તું તારો ન માન.

00:22:39.632 --> 00:22:47.839
દેહનો વિયોગ થઈ જશે અને આત્મા ચાલ્યો
જશે. માટે બે તત્ત્વ ભિન્ન-ભિન્ન છે.

00:22:47.863 --> 00:22:54.800
દેહ તારો નથી, તારું તો અંતર જ્ઞાન
તારું છે. તું જ્ઞાનમય છો અને દેહમય નથી.

00:22:54.824 --> 00:23:04.770
એમ અંદરમાં પુણ્ય અને પાપની લાગણીનું
જે ઉત્થાન થાય છે, એ સર્વજ્ઞ ભગવાન
કહે છે કે એ મેલ છે.

00:23:04.794 --> 00:23:15.712
પાપના પરિણામ તો મલિન ભાવ અપવિત્ર છે,
પણ પુણ્યના પરિણામ દયા, દાન,
કરુણા, કોમળતાના પરિણામ

00:23:15.736 --> 00:23:21.825
એ પણ સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા
ફરમાવે છે કે ભાઈ એ મલિનભાવ છે.

00:23:21.849 --> 00:23:30.798
જેમ પાણી ઉ૫ર શેવાળ છે
એમ આ પુણ્ય અને પાપના પરિણામ પણ
મલિન અને અપવિત્રભાવ છે.

00:23:30.822 --> 00:23:41.251
એનાથી ભિન્ન ભગવાન આત્મા પવિત્ર અંદરમાં
બિરાજમાન છે, એને તું દષ્ટિમાં લે, એને
લક્ષમાં લે, અને પુણ્ય-પાપનું લક્ષ છોડી દે.

00:23:41.275 --> 00:23:46.857
પુણ્ય-પાપ છોડી દે એમ નહિ,
પુણ્ય-પાપનું લક્ષ છોડી દે.

00:23:46.881 --> 00:23:55.759
દેહ છોડી દે એમ નહિ
(પણ) દેહનું લક્ષ છોડી દે.
દેહ છોડવાનો ઉપદેશ નથી,

00:23:55.783 --> 00:24:04.518
આઠ કર્મ છોડી દે એમ નહિ,
પુણ્ય-પાપ છોડ એમ નહિ
પણ દેહમાં આત્મબુદ્ધિ છોડી દે.

00:24:04.542 --> 00:24:12.459
કર્મથી લાભ માન્યો છે એ છોડી દે અને
પુણ્યના પરિણામ એ ધર્મનું કારણ છે
એમ મિથ્યા-માન્યતાને છોડી દે.

00:24:12.483 --> 00:24:25.132
એનું લક્ષ છોડી દે. પદાર્થો ભલે રહ્યા પણ
પદાર્થ મારા છે એવા મમત્વના પરિણામને
તું છોડી દે. એનો ત્યાગ કર.

00:24:25.156 --> 00:24:31.524
પણ હવે ત્યાગ કેમ કરવો?
કે ગ્રહણપૂર્વક ત્યાગ છે.

00:24:31.548 --> 00:24:45.876
સર્વજ્ઞ વીતરાગ ભગવાનના શાસનમાં
ત્યાગની વાત છે પણ ગ્રહણપૂર્વક ત્યાગ.
કાંઈક ગ્રહણ કરતાં કાંઈક વિભાવભાવ છૂટે છે.

00:24:45.900 --> 00:24:54.436
જેમકે સમ્યગ્દર્શન ગ્રહણ થતાં મિથ્યાત્વના,
મિથ્યા-માન્યતાના પરિણામ છૂટી જાય છે.

00:24:54.460 --> 00:25:05.640
એમ જેમ-જેમ વીતરાગભાવનું અંતરમુખ થઈને
ગ્રહણ થાય છે તેમ-તેમ તેટલા પ્રમાણમાં
રાગનો ત્યાગ થાય છે.

00:25:05.664 --> 00:25:10.722
એમ વીતરાગભાવનું વિશેષ,
વિશેષ ગ્રહણ થતાં-થતાં-થતાં,

00:25:10.746 --> 00:25:18.001
રાગનો અભાવ થતાં-થતાં એક સમય એવો આવે
છે કે પરિપૂર્ણ વીતરાગ દશા પ્રગટ થાય છે.

00:25:18.025 --> 00:25:26.791
એ અહીંયા આચાર્ય ભગવાન બૌંતેરમી
ગાથામાં ફરમાવે છે કે <b>આસ્રવો</b>.

00:25:26.815 --> 00:25:39.370
હવે નવતત્ત્વના નામ પણ ન આવડે.
નહિતર નવતત્ત્વની વાત છે,
નવતત્ત્વની પરિધિમાં આ બધું રહેલું છે.

00:25:39.394 --> 00:25:52.179
નવતત્ત્વ(થી) બહાર કાંઈ કહેવાનું નથી.
કે જે નવતત્ત્વ સર્વ માન્ય છે,
નવતત્ત્વ સર્વ સંમત છે.

00:25:52.203 --> 00:25:57.767
નવના દસ તત્ત્વ નથી, નવના આઠ નથી,
અનાદિ-અનંત (છે).

00:25:57.791 --> 00:26:02.813
ઋષભદેવ ભગવાનના વખતમાં પણ
એની દિવ્યધ્વનિમાં નવતત્ત્વ આવ્યા.

00:26:02.837 --> 00:26:07.235
ભગવાન મહાવીરની વાણીમાં પણ
નવતત્ત્વનું સ્વરૂપ આવ્યું છે.

00:26:07.259 --> 00:26:22.614
પણ એ નવતત્ત્વમાં શું ઉપાદેય છે,
શું હેય છે અને શું જ્ઞેય છે? એનો વિચાર
એક સમયમાત્ર પણ આત્મા કરતો નથી.

00:26:22.638 --> 00:26:37.310
પોતાના ઘરની વાત, પણ એ જૈન થયો
પણ નવતત્ત્વનું સ્વરૂપ ભગવાને શું કહ્યું
એ સમજવાની દરકાર પણ કરતો નથી.

00:26:37.334 --> 00:26:43.907
એમાં, નવતત્ત્વમાં એક આસ્રવતત્ત્વ છે.
જીવતત્ત્વ, અજીવતત્ત્વ.

00:26:43.931 --> 00:26:55.908
પુણ્યતત્ત્વ, પાપતત્ત્વ
એ બે મળીને ભગવાન આસ્રવતત્ત્વ કહે છે.
આસ્રવો એટલે આગંતુક નવા-નવા ભાવો.

00:26:55.932 --> 00:27:05.970
આસ્રવો નવા-નવા આગંતુક ભાવો, મહેમાન,
આવીને ચાલ્યા જાય, આવીને જાય, આવીને જાય.

00:27:05.994 --> 00:27:14.381
એવા આસ્રવો (કે) જેના નિમિત્તે
આઠ પ્રકારના કર્મનો બંધ જીવને થાય છે.

00:27:14.405 --> 00:27:22.166
એવા જે આસ્રવો એ આસ્રવોના
બે ભેદ, પુણ્ય આસ્રવ અને પાપ આસ્રવ.

00:27:22.190 --> 00:27:29.674
પાપ આસ્રવ છે એ લોઢાની બેડી છે
અને પુણ્ય આસ્રવ છે તે સોનાની બેડી છે.

00:27:29.698 --> 00:27:35.639 
પણ બેય બંધ સાધક ભાવ છે.
બેયનું ફળ - જીવ બંધાય છે.

00:27:35.663 --> 00:27:46.120
પાપથી પણ બંધાય છે અને પુણ્યના પરિણામથી
પણ જીવ બંધાય છે, જીવ મુકાતો નથી.

00:27:46.144 --> 00:27:51.749
એવા આસ્રવો ભગવાને કહ્યા
એના બે ભેદ, પુણ્ય આસ્રવ અને પાપ આસ્રવ.

00:27:51.773 --> 00:27:58.555
હવે એનું લક્ષણ બતાવે છે
કે એનું લક્ષણ શું છે? બે લક્ષણ તો કહ્યા.

00:27:58.579 --> 00:28:06.449
એક અપવિત્ર અશુચિ લક્ષણ કહ્યું,
બીજું આસ્રવનું લક્ષણ જડ કહ્યું.

00:28:06.473 --> 00:28:12.553
ચેતન તો સ્વ-પરને જાણે.
પણ આસ્રવો, પુણ્ય-પાપના પરિણામ,

00:28:12.577 --> 00:28:18.846
પરિણામ પરિણામને પણ ન જાણે અને
પરિણામ પરિણામી એવા આત્માને પણ જાણે નહિ.

00:28:18.870 --> 00:28:30.797
એટલે એને જડ અને અચેતન કહ્યા.
બે બોલ થયા. હવે આજે ત્રીજું વિશેષણ છે.
આસ્રવનું વિશેષણ એટલે આસ્રવોનું લક્ષણ.

00:28:30.821 --> 00:28:42.227
સ્વ અને પર એના લક્ષણો જાણીને
સ્વને સ્વપણે ગ્રહણ કરવું
અને પરને પરપણે દષ્ટિમાંથી છોડવું,

00:28:42.251 --> 00:28:47.389
રુચિ છોડી દેવી.
એવું ભેદજ્ઞાન કરવાથી ધર્મ થાય.

00:28:47.413 --> 00:28:58.694
તો <b>આસ્રવો આકુળતાના ઉપજાવનારા</b>,
આકુળતા એટલે એકલા દુઃખ,
દુખના (ઉપજાવનારા), એનું ફળ દુઃખ છે.

00:28:58.718 --> 00:29:06.948
પાપના પરિણામ - હિંસા, જૂઠ, ચોરી, આદિ
જે પાપના પરિણામ એનું ફળ તો દુઃખ છે,

00:29:06.972 --> 00:29:16.792
વર્તમાનમાં પણ દુઃખ અને ભાવિકાળે પણ
દુઃખના નિમિત્તો મળે એવો કર્મનો બંધ થાય.

00:29:16.816 --> 00:29:30.387
અને પુણ્યના પરિણામ વર્તમાનમાં અહિંસા,
સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ,
દયા, દાન, કરુણા, કોમળતાના પરિણામ,

00:29:30.411 --> 00:29:43.712
ભગવાનની પૂજાનો ભાવ, યાત્રાનો ભાવ,
ભગવાનના દર્શન કરવાનો ભાવ એ બધા પરિણામ
છે, એ પરિણામને ભગવાન પુણ્યતત્ત્વ કહે છે.

00:29:43.736 --> 00:29:53.302
એ પુણ્યના પરિણામ પણ આકુળતાને
ઉત્પન્ન કરનારા છે. આત્મિક શાંતિ
બિલકુલ એમાં પ્રાપ્ત થતી નથી.

00:29:53.326 --> 00:30:02.835
<b>આસ્રવો</b> એટલે પુણ્ય અને પાપના
આત્માના પરિણામ તે વિભાવ પરિણામ છે,
એ સ્વભાવ ભાવ નથી.

00:30:02.859 --> 00:30:06.558
વીતરાગતા છે એ સ્વભાવભાવ છે.

00:30:06.582 --> 00:30:15.468
અને આ પુણ્ય અને પાપના પરિણામ, 
બહિર્મુખ પરિણામ, પરાશ્રિત પરિણામ, 
જડઆશ્રિત પરિણામ,

00:30:15.492 --> 00:30:23.820
કર્મઆશ્રિત પરિણામ, એ બે પ્રકારના પરિણામ
પરમાત્માએ કહ્યું કે તને દુઃખરૂપ છે.

00:30:23.844 --> 00:30:31.355
એ <b>આકુળતાના</b> એટલે દુઃખના
<b>ઉપજાવનારા હોવાથી</b>, અનાદિ-અનંત,

00:30:31.379 --> 00:30:38.890
જયારે-જયારે નવતત્ત્વનું સ્વરૂપ
સર્વજ્ઞ ભગવાનની વાણીમાં આવે છે

00:30:38.914 --> 00:30:46.699
ત્યારે-ત્યારે આ વાત આવે છે કે આસ્રવો
દુઃખના કારણો છે, આસ્રવ સુખનું કારણ નથી.

00:30:46.723 --> 00:30:53.903
સંવર, નિર્જરા અને મોક્ષ
એ આત્માના પરિણામ એ સુખનું કારણ છે.

00:30:53.927 --> 00:31:03.196
અને પુણ્ય-પાપ, આસ્રવ અને બંધ એ આત્માના
વિકૃત પરિણામ, વિકારી પરિણામ,
વિભાવ પરિણામ, કષાયના પરિણામ

00:31:03.220 --> 00:31:11.079
- એ આત્માને વર્તમાન દુઃખનું કારણ (છે) અને
પરંપરાએ પણ એના નિમિત્તે જે કર્મનો બંધન થાય

00:31:11.103 --> 00:31:18.927
અને એમાં ઉદય આવે અને ઉદયમાં જોડાય તો
એને દુઃખનું નિમિત્ત કારણ કહેવામાં આવે છે.

00:31:18.951 --> 00:31:29.997
પરિણામને વર્તમાન દુઃખનું કારણ કહેવાય
અને પરિણામના નિમિત્તે કર્મો બંધાય
એને દુઃખના નિમિત્તો કહેવામાં આવે.

00:31:30.021 --> 00:31:39.614
વર્તમાન કોઈ પણ પ્રકારનું પરિણામ હોય
એ ફળ વગર ન હોય. પરિણામનું ફળ
આવે, આવે અને આવે.

00:31:39.638 --> 00:31:48.311
પાપના પરિણામનું ફળ પણ વર્તમાનમાં આવે,
પુણ્યના પરિણામનું ફળ પણ
વર્તમાનમાં આવે, (બન્ને) આસ્રવોનું.

00:31:48.335 --> 00:31:59.656
અને સંવર અને નિર્જરા; સંવર
એટલે શુદ્ધાત્માનો અનુભવ, સ્વાનુભવ,
અનુભૂતિ એનું ફળ પણ વર્તમાનમાં આવે;

00:31:59.680 --> 00:32:08.742
નિર્જરા એટલે શુદ્ધિની વૃદ્ધિ,
વીતરાગતાની વૃદ્ધિ થાય એનું ફળ
અનાકુળ આનંદ વર્તમાનમાં આવે.

00:32:08.766 --> 00:32:16.271
અને મોક્ષ, પરિપૂર્ણ આનંદની પ્રાપ્તિ
એવા જે પરિણામ, એનું ફળ પણ વર્તમાનમાં આવે.

00:32:16.295 --> 00:32:23.126
પરિણામ ફળ વિના ન હોય.
પરિણામનું ફળ હોય, હોય અને હોય જ.

00:32:23.150 --> 00:32:31.642
જેવા-જેવા જીવોના પરિણામ,
તેવા-તેવા ફળને તે વર્તમાનમાં ભોગવે છે

00:32:31.666 --> 00:32:37.943
અને નિમિત્તપણે એ ભાવિમાં લક્ષ કરે
તો ભોગવે છે.

00:32:37.967 --> 00:32:48.016
<b>આસ્રવો આકુળતાના ઉપજાવનારા</b>,
તો એમ થાય કે હવે આ પાપને છોડવું
અને પુણ્યને છોડવું તો કરવું શું?

00:32:48.040 --> 00:32:56.751
છોડવાની, લેવાની, મુકવાની કાંઈ વાત નથી.
એનું જેવું સ્વરૂપ છે એના સ્વરૂપને જાણીને,

00:32:56.775 --> 00:33:06.564
એનું લક્ષ છોડીને,
પાપ અને પુણ્યના પરિણામનું
લક્ષ છોડીને, પુણ્યનો પ્રેમ છોડીને,

00:33:06.588 --> 00:33:12.161
પુણ્યના પરિણામની રુચિ છોડીને,
પુણ્ય ફળની રુચિ છોડીને

00:33:12.185 --> 00:33:20.142
અંતર એક આત્મા ભગવાન બિરાજમાન છે,
એનું રુચિપૂર્વક અવલંબન લેતાં
એને ધર્મની શરૂઆત થાય.

00:33:20.166 --> 00:33:25.568
કરવા યોગ્ય તો આ છે.
આત્માને ઓળખવા યોગ્ય છે.

00:33:25.592 --> 00:33:34.064
આત્માને ઓળખ્યા વિના
બધી ક્રિયાઓ સંસારના ફળને કારણે છે.

00:33:34.088 --> 00:33:41.369
એક આત્માનું ભાન નથી, આત્માને ઓળખ્યો નહિ.
મારુ ખરું, original (ખરું) શું સ્વરૂપ છે?

00:33:41.393 --> 00:33:49.022
ભાઈ! આ તો સ્વાંગ છે, આ મનુષ્યની પર્યાય
એ તો સ્વાંગ છે, (એ) કાંઈ આત્માનો સ્વભાવ નથી.

00:33:49.046 --> 00:33:58.502
આઠ કર્મનો બંધ થાય એ સ્વાંગ છે.
પુણ્ય-પાપના પરિણામનું ઉત્થાન થાય
એ પણ સ્વાંગ છે, એ તો નીકળી જાય છે.

00:33:58.526 --> 00:34:04.971
જયારે મોક્ષ પંચમગતિ પ્રગટ થાય છે ત્યારે
પુણ્ય-પાપના પરિણામ છૂટી જાય છે, સંયોગ,

00:34:04.995 --> 00:34:13.866
આઠ કર્મનો પણ અભાવ થાય છે
અને દેહનો પણ વિયોગ થાય છે.
માટે જ્ઞાનનો કદી વિયોગ ન થાય.

00:34:13.890 --> 00:34:25.694
જ્ઞાન એ આત્માની સ્વભાવભૂત ક્રિયા છે.
આત્માને જાણવો, આત્માને અનુભવવો એવું જે
આત્મજ્ઞાન એ આત્માની સ્વભાવભૂત ક્રિયા છે.

00:34:25.718 --> 00:34:33.639
એ સ્વભાવભૂત ક્રિયા સુખરૂપ છે
અને પુણ્ય-પાપની બહિર્મુખ ક્રિયા
એ દુઃખના કારણ છે

00:34:33.663 --> 00:34:40.447
એમ જાણીને એનું લક્ષ છોડીને
આત્માનું લક્ષ કરવા જેવું છે.

00:34:40.471 --> 00:34:48.029
<b>આસ્રવો આકુળતાના</b>, દુઃખનાં 
<b>ઉપજાવનારા હોવાથી દુઃખનાં કારણો છે</b>.

00:34:48.053 --> 00:34:56.545
જે કાંઈ પરિણામ થાય એ પરિણામનું
ફળ છે. ફળ શું છે? કે એનું ફળ દુઃખ છે.

00:34:56.569 --> 00:35:02.031
<b>દુઃખના કારણો છે</b>,
એ આત્માને આત્મિક સુખનું કારણ નથી.

00:35:02.055 --> 00:35:12.649
કદાચિત્‌ શુભભાવ કરે કર્તાબુદ્ધિએ
(તો) પુણ્ય બંધાય અને બહારનો કાંઈક
દેખાવ સારો થાય, પણ એમાં કાંઈ સુખ નથી.

00:35:12.673 --> 00:35:19.033
એ બધા પદાર્થો અહીંયા પડયા રહે છે
અને પોતે પરલોકમાં ચાલ્યો જાય છે.

00:35:19.057 --> 00:35:26.388
કાં પોતે જીવતો હોય અને પુણ્ય ખૂટી જાય
તો સંયોગનો વિયોગ થઈ જાય,

00:35:26.412 --> 00:35:35.330
અને પોતે એમ ને એમ બેઠો-બેઠો જોયા કરે
પણ કાંઈ એ સંયોગને રોકી શકતો નથી.

00:35:35.354 --> 00:35:41.060
જતાં સંયોગને રોકી શકતો નથી,
એ આવતા સંયોગને લાવતો નથી,

00:35:41.084 --> 00:35:47.526
પણ અભિમાન કરે છે કે મારા પુરુષાર્થથી મેં
લક્ષ્મી પ્રાપ્ત કરી, એ તો અભિમાન છે.

00:35:47.550 --> 00:35:53.359
'હું કરું, હું કરું એ જ અજ્ઞાનતા,
શકટનો ભાર જેમ શ્વાન તાણે,

00:35:53.383 --> 00:36:00.047
સૃષ્ટિ મંડાણ એની પેરે,
કોઈ યોગી યોગીશ્વરા જાણે.'

00:36:00.071 --> 00:36:08.567
એમ એને અભિમાન થઈ ગયું છે કે હું છું
તો આ બધું થાય છે પણ જે થાય છે
એનો હું જાણનાર છું,

00:36:08.591 --> 00:36:21.497
થાય છે એનો જાણનાર તે હું,
એનો કરનાર હું નહિ. એમ જો એને મમકાર અને
અહંકાર છૂટી જાય તો આત્મભાન થાય.

00:36:21.521 --> 00:36:31.232
<b>આસ્રવો આકુળતાના ઉપજાવનારા
હોવાથી દુઃખનાં કારણો છે</b>.
આ સર્વજ્ઞ પરમાત્માએ કહેલી વાત છે.

00:36:31.256 --> 00:36:42.638
સંતોએ અનુભવીને આ શાસ્ત્રો લખ્યાં છે.
ભાવલિંગી સંત જંગલવાસી નગ્ન દિગંબર મુનિ હતા.

00:36:42.662 --> 00:36:51.901
ચોવીસ કલાકમાં એક વખત આહાર લે.
એક જ વખત પાણી લે, પછી પાણીનું
એક બિંદુ પણ જેને ખપે નહિ.

00:36:51.925 --> 00:37:01.604
એકસો વીસ ડીગ્રીનો તાપ હોય,
ગળુ સુકાતું હોય, પ્રાણ જાય પણ એ પાણીનું
(બિંદુ પણ) લેવાનો જેને વિકલ્પ ઊઠે નહિ.

00:37:01.628 --> 00:37:12.527
દિવસ દરમ્યાન તો એને ઊંઘ હોય નહિ,
રાત્રિના છેલ્લા પહોરે એક સાથે ઊંઘ આવે
તો પોણી સેકન્ડ ઊંઘ હોય.

00:37:12.551 --> 00:37:20.664
એક સેકન્ડની ઊંઘ આવે તો મુનિપદ ચાલ્યું
જાય. એ પોણી સેકન્ડથી ઊંઘ વધે નહિ,

00:37:20.688 --> 00:37:31.109
એટલી જાગૃત અવસ્થા છે અને આનંદના ઘુંટડા
એવા ભરે છે કે એને પ્રમાદ રહેતો નથી.
પ્રમાદ છૂટી જાય છે.

00:37:31.133 --> 00:37:43.328
આનંદના સ્વાદમાં-ને-સ્વાદમાં પ્રમાદ છૂટી
જાય છે. પ્રમાદ ઉપર જેણે વિજય પ્રાપ્ત
કર્યો છે એવા મુનિરાજે શાસ્ત્ર લખ્યું છે.

00:37:43.352 --> 00:37:49.535
સાંભળો ભવ્ય પ્રાણીઓ!
તમારા સ્વરૂપની જ હું વાત કહું છું.

00:37:49.559 --> 00:37:56.531
હું વિકથા નહિ કહું,
હું આત્મકથા કહીશ, ધર્મકથા કહીશ.

00:37:56.555 --> 00:38:03.988
આત્માનું, તમારું શું સ્વરૂપ (છે એ) તમે
જાણતા નથી. તમારા સ્વરૂપને અમે જાણીએ છીએ.

00:38:04.012 --> 00:38:19.727
તમારા સ્વરૂપને તમે ઓળખતા નથી.
તમે કોણ છો એની તમને ખબર નથી.
પણ તમે કોણ છો એ અમે જાણીએ છીએ.

00:38:19.751 --> 00:38:24.223
તો અમારા સ્વરૂપની ખબર તમને કેમ પડી ગઈ?

00:38:24.247 --> 00:38:31.469
તમે અમારા સ્વરૂપમાં તો પેસતા નથી અને
અમારું સ્વરૂપ શું છે એ તમને કેમ ખબર પડી?

00:38:31.493 --> 00:38:37.934
કે ભાઈ અમને એમ ખબર પડી કે
અમારા શુદ્ધાત્માના અમે દર્શન કર્યા

00:38:37.958 --> 00:38:48.634
ત્યારે અમને એમ ભાસ થયો, ભાન થયું,
જ્ઞાન થયું કે જેવો મારો આત્મા છે
એવા જગતના બધા પ્રાણીઓ ભગવાન છે.

00:38:48.658 --> 00:38:56.466
અમે બધાને ભગવાન તરીકે જોઈએ છીએ.
અમે કોના પ્રત્યે રાગ અને
કોના પ્રત્યે દ્વેષ કરીએ?

00:38:56.490 --> 00:39:04.321
કોણ મિત્ર અને કોણ શત્રુ? એવી જેની
વૈરાગ્યવાન દષ્ટિ પ્રગટ થઈ ગઈ છે.

00:39:04.345 --> 00:39:10.388
<b>ऐसे मुनिवर देखे वन में,
जाके राग-द्वेष नहीं मन में</b>
(જિનેન્દ્ર અર્ચના, પૃ ૩૨૯),

00:39:10.412 --> 00:39:19.826
એવા મુનિરાજોએ આ શાસ્ત્રો
અનુભવીને લખ્યા છે. પોતે કહે છે કે
પ્રચુર આનંદનું ભોજન કરનારા છીએ.

00:39:19.850 --> 00:39:31.818
સમ્યગદષ્ટિ અને શ્રાવક
એને આનંદનું ભોજન હોય છે પણ
પ્રચુર નહિ, ઘણું વધારે નહિ, માત્રા ઓછી

00:39:31.842 --> 00:39:39.589
અને સિદ્ધ પરમાત્મા
સો ટકા માત્રા આનંદનું ભોજન કરે છે.
અરિહંત પરમાત્મા અત્યારે બિરાજમાન છે.

00:39:39.613 --> 00:39:48.527
સીમંધર ભગવાન અત્યારે
મહાવિદેહક્ષેત્રમાં સાક્ષાત્ બિરાજમાન છે.
વીસ તીર્થંકર અત્યારે બિરાજમાન છે.

00:39:48.551 --> 00:39:58.596
પણ આજના જુવાનિયાને ટાઈમ નહિ
કે આ શું છે? શું સમજવા જેવું છે?
શું કરવા જેવું છે? શું ન કરવા જેવું છે?

00:39:58.620 --> 00:40:02.049
વ્યવહારમાં પણ હજી
કાંઈ વિવેકના ઠેકાણા નહિ.

00:40:02.073 --> 00:40:13.654
શું ખાદ્ય અને શું અખાદ્ય
એના પણ હજી વિવેક નહિ, 
ત્યાં ધર્મની વાત તો કોઈ અપૂર્વ છે. આહાહા!

00:40:13.678 --> 00:40:25.020
દુઃખના કારણને છોડ. દુઃખના કારણને
તું સેવમાં. જો દુઃખના કારણને સેવીશ,
દુઃખના કારણની રુચિ રાખીશ,

00:40:25.044 --> 00:40:35.941
પુણ્ય અને પુણ્યના ફળની રુચિ રાખીશ તો
વર્તમાનમાં તો તું દુઃખી છો એ અમે જાણીએ
છીએ, પણ ભાવિકાળમાં પણ દુઃખ આવી પડશે.

00:40:35.965 --> 00:40:46.620
આ મનુષ્યભવ તો માંડ કોઈ વખતે પ્રાપ્ત થાય
છે. સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં એમ આવ્યું છે

00:40:46.644 --> 00:40:55.140
કે એકેન્દ્રિય જીવ નિગોદમાંથી નીકળીને
બે ઈન્દ્રિય, ત્રણ ઈન્દ્રિય, ચાર ઈન્દ્રિય
એને ત્રસ કહેવાય.

00:40:55.164 --> 00:41:03.423
એકેન્દ્રિયને સ્થાવર કહેવાય,
બે ઈન્દ્રિયના જીવોને (જેને) બે ઈન્દ્રિયનો ઉઘાડ
(છે) એને ત્રસ જીવ કહેવાય.

00:41:03.447 --> 00:41:16.719
એવી ત્રસ રાશિમાં જીવ જયારે આવે છે
ત્યારે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ બે હજાર સાગર માત્ર,
એ ત્રસમાં રહે છે.

00:41:16.743 --> 00:41:24.261
અને એમાં જો આત્મભાન કરીને મોક્ષ થઈ ગયો
તો છૂટી ગયો, અને નહિતર ફરીને
એ નિગોદમાં ચાલ્યો જાય છે.

00:41:24.285 --> 00:41:35.915
નિગોદ એટલે બટેટા અને કંદમૂળમાં
રહેલાં જીવો, જેને જીવપણે કોઈ સ્વીકારવા
તૈયાર નથી એટલું એનું જ્ઞાન બિડાઈ જાય છે.

00:41:35.939 --> 00:41:40.477
આત્મબળ એનું બિડાઈ જાય છે.
એ બહુ દુઃખી છે.

00:41:40.501 --> 00:41:53.849
નારકીના દુઃખ કરતાં પણ એકેન્દ્રિય
નિગોદના જીવનું દુઃખ અનંતગણું છે. એ ભોગવે
એ જાણે અને બીજા સર્વજ્ઞ કેવળી જાણે.

00:41:53.873 --> 00:42:06.512
માટે આ એક મનુષ્યભવ મળ્યો એ તો એક
મોકો છે, કામ કરી લેવાની એક તક આવી છે.

00:42:06.536 --> 00:42:19.854
જો એ તક ગઈ, એ તક ચૂકી ગયો (તો)
આંખ વીંચાઈ જશે અને કયાં ફેંકાઈ જશે
કાંઈ પત્તો નહિ લાગે, ખોવાઈ જશે.

00:42:19.878 --> 00:42:24.682
આ લોકની અંદર એ કયાં જાય
કયાં એનો પત્તો લાગે?

00:42:24.706 --> 00:42:34.767
જેમ એક સડેલું તરણું હોય, વાવાઝોડું આવે
અને તરણું ઊડે, હવે એ તરણું કયાં
જઈને પડે એનો કાંઈ પત્તો નહિ.

00:42:34.791 --> 00:42:46.679
એમ એક વખત એવો બનાવ બન્યો,
રાજકોટમાં ગુરુદેવ પધાર્યા હતા

00:42:46.703 --> 00:42:59.145
ત્યારે જેલની અંદર જે કેદીઓ હતા,
એ કેદીઓને ખબર પડી કે
સોનગઢના સંત રાજકોટમાં પધાર્યા છે.

00:42:59.169 --> 00:43:05.394
તેઓએ બધા ભેગા મળીને વિચાર કર્યો કે
આપણે સંતના દર્શન કરવા છે.

00:43:05.418 --> 00:43:14.244
એટલે જેલરને વિનંતી કરી કે અમારે
દર્શન કરવા છે, તમે જાવ વિનંતી કરો.

00:43:14.268 --> 00:43:23.711
જેલરને પણ કરુણા આવી ગઈ
કે ભઈ સંતના દર્શન કરતાં હોય તો ભલે કરે,
એવા કુણા પરિણામ એને થયા.

00:43:23.735 --> 00:43:32.211
તો જેલર જ્યાં આવે છે ગુરુદેવ પાસે,
માંગણી કરે છે કે અમારા કેદીઓની
ભાવના થઈ છે આપના દર્શન કરવાની.

00:43:32.235 --> 00:43:36.874
(ગુરુદેવ) કહે ભલે ખુશીથી,
કાલ સવારે આવશું.

00:43:36.898 --> 00:43:43.944
એ સવારના અમે બધા સાથે હતા,
ત્યાં જેલની અંદર ગયા.

00:43:43.968 --> 00:43:54.192
એમાં ખૂનીઓ અને બધા ઘણા હતા.
જેલ ખુલ્લી હો, ખુલ્લી જેલ (હતી) અને
અંદરમાં ગયા (અને) બધા એના દર્શન કરે છે.

00:43:54.216 --> 00:44:01.488
એમ થતાં બહાર નીકળ્યા, જેલની બહાર
(ત્યાં) બીજી એક જેલની કોટડી હતી,

00:44:01.512 --> 00:44:16.594
એની અંદર એક બાવીસ વર્ષનો છોકરો જેણે એક
દીકરીનું ખૂન કરેલું, બાઈનું, બહારની કન્યાનું,
અને એને ફાંસીની સજા મળી ગયેલી.	

00:44:16.618 --> 00:44:26.203
તો ત્યાં અમે આમ ગયા ત્યારે એ ઊઘાડે ડેલે, 
એક ખાલી ચડ્ડી પહેરી હતી અને એ બેઠો હતો.

00:44:26.227 --> 00:44:33.311
એની સામે જેલરે કહ્યું કે, કે જુઓ
આ છે ને, એને ફાંસીની સજા મળી ગઈ છે.

00:44:33.335 --> 00:44:41.364
હવે એને કાંઈ ખાવાનું ભાવતું નથી,
પીવાનું ભાવતું નથી, એને ઊંઘ આવતી નથી.

00:44:41.388 --> 00:44:48.387
ફાંસીનો હુકમ થઈ ગયો, તારીખ નક્કી થઈ ગઈ.
આપણે તો સિદ્ધાંતમાં ઉતારવું છે.

00:44:48.411 --> 00:44:57.409
ફાંસીની તારીખ નક્કી થઈ ગઈ. એને કાંઈપણ
અનાજ આપીએ છીએ તો મોઢેથી પાછું વળે છે.

00:44:57.433 --> 00:45:09.853
પાણી પીતો નથી, ઊંઘતો નથી, એવી એને
દેહ ઉપર મમતા છે ને? મોહજન્ય દુઃખ છે ને?

00:45:09.877 --> 00:45:21.530
ત્યારે ગુરુદેવે કહ્યું, આહાહા!
ખરેખર તો બધાને ફાંસીનો હુકમ તો
થઈ ગયો છે. ખાલી તારીખની ખબર નથી.

00:45:21.554 --> 00:45:27.498
ફાંસી એટલે મૃત્યુ, મરણ અવશ્ય આવવાનું છે.

00:45:27.522 --> 00:45:37.518
અને આજ કાલ તો નાની ઉંમરના ભાઈઓનું
પણ મુંબઈમાં હાર્ટફેઈલ થઈ જાય છે.
મુંબઈમાં તો અત્યારે બહુ બનાવ બને છે.

00:45:37.542 --> 00:45:43.798
હમણાં અમે ઇન્દોરમાં ગયા હતા ત્યારે ટીકીટ 
મુંબઈની air (હવાઈ જહાજ)ની લીધી.

00:45:43.822 --> 00:45:51.546
આપણા મુમુક્ષુ ભાઈ હતા તે (કહે)
હું કાલ ટીકીટ આપી જાઈશ,
ટીકીટ લેવાઇ ગઈ કાલ આપી જાઇશ.

00:45:51.570 --> 00:45:56.726
તે સવારના પહોરમાં એનું હાર્ટફેઈલ
થઈ ગયું. બાવન, ત્રેપન વર્ષની ઉંમર (હતી).

00:45:56.750 --> 00:46:06.732
એટલે કહેવાનો આશય એ છે કે દરેકને
હુકમનામું તો લખાઈ ગયું છે, બજવણી બાકી છે.

00:46:06.756 --> 00:46:12.864
બધાને, કોઈ ત્રીસ, કોઈ ચાલીસ, કોઈ પચાસ,
કોઈ સાઇઠ-સીંતેર, વધારેમાં વધારે સો વર્ષ.

00:46:12.888 --> 00:46:20.477
અત્યારના કાળમાં average (સરેરાશ), 
સો ઉપર તો કોઈક પહોંચે, એકસો પાંચ,
બાકી સોની અંદર બધા ચાલ્યા જાય.

00:46:20.501 --> 00:46:27.783
માટે એક આ મનુષ્યભવ મળ્યો
એ ચિંતામણી રતન મળ્યું છે.

00:46:27.807 --> 00:46:34.393
એક ‘છ ઢાળા’ બનાવી છે દોલતરામજીએ.
તેઓશ્રીએ તો ત્યાં સુધી કહ્યું,

00:46:34.417 --> 00:46:42.884
અરે નિગોદમાંથી ત્રસ રાશીમાં આવ્યો,
બે ઈન્દ્રિય થયો તો પણ જાણે ચિંતામણી
રતન પ્રગટ થયું એમ માનવું જોઈએ.

00:46:42.908 --> 00:46:50.390
તો આ મનુષ્યભવ મળ્યો અને એમાં કાંઈ ધર્મની
વાત સાંભળવાનો રસ પણ નહિ, પ્રેમ પણ નહિ.

00:46:50.414 --> 00:46:58.015
શું આત્મા? શું ધર્મ? આહાહા!
ભવ હારી જશે. કોઈ શરણ નહિ થાય,

00:46:58.039 --> 00:47:07.373
બધા ઘરના માણસો ઊભા-ઊભા જોશે,
ઊભા-ઊભા જોશે પણ કોઈ એને બચાવી નહિ શકે.

00:47:07.397 --> 00:47:13.138
ડોકટરના પિતા હોય (તો) ડોકટર પોતે (પણ)
બચાવી ન શકે એના પિતાને, મા-બાપને.

00:47:13.162 --> 00:47:19.356
કોઈ બચાવી શકે નહી. 
કોણ શરણ છે?
એક આત્માને આત્માનું શરણ છે.

00:47:19.380 --> 00:47:24.589
જો એની ઓળખાણ થઈ
તો અલ્પકાળમાં મુક્તિ થાય.

00:47:24.613 --> 00:47:32.947
અને જો આત્માની ઓળખાણ વગર ગયો,
આયુષ્ય પૂરું થયું તો ગમે તે
ચાર ગતિમાં એ દુઃખને ભોગવશે.

00:47:32.971 --> 00:47:35.439
માટે આચાર્ય ભગવાન કહે છે, ફરમાવે છે,

00:47:35.463 --> 00:47:43.716
ભાઈ! અમે તારા સ્વરૂપની વાત કહીએ છીએ,
અમે બીજાની વાત તને નથી સંભળાવતા.

00:47:43.740 --> 00:47:53.603
તને તારા સ્વરૂપની, તારા આત્માના
સ્વરૂપની વાત કહીએ છીએ. તું શાંતિથી સાંભળ!
તારા હિતને માટે કહીએ છીએ.

00:47:53.627 --> 00:47:56.969
અમે અમારે કાંઈ જોઈતું નથી. આહાહા!

00:47:56.993 --> 00:48:08.038
નગ્ન દિગંબર મુનિ એને કાંઈપણ સ્પૃહા નથી.
શ્રીમદ્‌જી તો ત્યાં સુધી ફરમાવે છે

00:48:08.062 --> 00:48:12.675
કે <b>વંદે ચક્રી તથાપિ ન મળે માન જો</b>
(અપૂર્વ અવસર, રાજપદ).

00:48:12.699 --> 00:48:21.940
મુનિરાજને ચક્રવર્તીઓ વંદન કરે છે,
પણ એને માનની અપેક્ષા નથી
કે કોઈ અમને વંદન કરે તો ઠીક. આહાહા!

00:48:21.964 --> 00:48:32.478
વીતરાગી સંતો એ તો આત્મધ્યાનમાં લીન
અને મસ્ત છે, એ તો એને પરની સામે
જોવાનો પણ એને વખત નથી.

00:48:32.502 --> 00:48:40.884
એ તો ક્ષણમાં અને પળમાં અંદરમાં ડૂબકી
મારે છે. એવા મુનિરાજને જગતના
જીવો ઉપર કરુણા આવી છે,

00:48:40.908 --> 00:48:46.945
એ કરુણા કરીને શાસ્ત્ર લખી ગયા છે,
કે તમે તમારા સ્વરૂપને ઓળખો,

00:48:46.969 --> 00:48:55.176
તમારા સ્વરૂપને તમે અંતર ધ્યાનથી લક્ષમાં
લઈને અનુભવો તો સુખનો રસ્તો અંદરમાં છે.

00:48:55.200 --> 00:49:02.147
એ કહે છે કે <b>દુઃખનાં કારણો છે</b> પુણ્ય
અને પાપના પરિણામ બેય (દુઃખના કારણો છે).

00:49:02.171 --> 00:49:07.951
આ પાપના પરિણામ તે દુઃખનું કારણ (છે) પણ
પુણ્યના પરિણામથી તો સુખ ખરું કે નહિ?

00:49:07.975 --> 00:49:15.169
કે છાંટો સુખ નથી, ભ્રાંતિ તને થઈ છે.
<b>અને ભગવાન આત્મા તો</b>,

00:49:15.193 --> 00:49:21.214
એક બાજુ પુણ્ય અને પાપના પરિણામ અને
બીજી બાજુ ભગવાન આત્મા પણ વિદ્યમાન છે.

00:49:21.238 --> 00:49:28.354
બે તત્ત્વ વિદ્યમાન છે.
જીવતત્ત્વ પણ છે અને પુણ્ય-પાપના
પરિણામ એ આસ્રવતત્ત્વ પણ છે.

00:49:28.378 --> 00:49:31.939
બે તત્ત્વ છે.
બેમાં તારે પસંદગી કરવાની છે.

00:49:31.963 --> 00:49:40.439
કે હું કોણ છું? હું જ્ઞાનમય ભગવાન આત્મા
છું કે આ પુણ્ય-પાપ પરિણામ મારા છે?

00:49:40.463 --> 00:49:44.665
મારું શું છે? એ તારે પસંદગી કરવાની છે.

00:49:44.689 --> 00:49:52.812
<b>ભગવાન આત્મા તો, સદાય
નિરાકુળતા-સ્વભાવને લીધે કોઈનું કાર્ય
તેમ જ કોઈનું કારણ નહિ હોવાથી,</b>

00:49:52.836 --> 00:49:59.008
શું ફરમાવે છે? કે પુણ્ય અને
પાપના પરિણામ(ને) દુઃખના કારણ કહ્યા

00:49:59.032 --> 00:50:04.460
ત્યારે પુણ્ય-પાપથી ભિન્ન અંદરમાં
જ્ઞાનમયી આત્મા બિરાજમાન છે.

00:50:04.484 --> 00:50:14.225
એ <b>સદાય</b>, ત્રણેકાળ, હંમેશને માટે,
<b>નિરાકુળતા</b> એટલે અનાકુળ આનંદના

00:50:14.249 --> 00:50:22.568
<b>સ્વભાવને લીધે</b> કારણે <b>કોઈનું કાર્ય
તેમ જ કોઈનું કારણ નહિ હોવાથી,</b>

00:50:22.592 --> 00:50:30.715
કોઈ પરપદાર્થ આવે તો આત્માનું કાર્ય થાય
અને બીજા કાર્ય થાય એમાં આત્મા કારણ થાય

00:50:30.739 --> 00:50:36.831
એમ કાર્ય કારણના વ્યવહારનો
ત્રણેકાળ અભાવ છે.

00:50:36.855 --> 00:50:46.580
આત્માને ધર્મ થાય એમાં પુણ્ય થાય, પુણ્ય
કારણ થાય અને ધર્મના પરિણામ કાર્ય થાય

00:50:46.604 --> 00:50:59.001
એમ કોઈનું કાર્ય થાય એવો
આત્માનો સ્વભાવ નથી. આત્મા નિરપેક્ષ છે.
પુણ્યના પરિણામની પણ જેને અપેક્ષા નથી,

00:50:59.025 --> 00:51:06.765
એવો અંદર પરમાત્મા બિરાજમાન છે તેથી
પુણ્યથી પણ ધર્મ થાય એ પુણ્યનું કારણ,

00:51:06.789 --> 00:51:14.429
પુણ્ય કારણ થાય અને ધર્મના પરિણામ કાર્ય થાય
એવો કારણ-કાર્ય સંબંધ પુણ્યની સાથે નથી.

00:51:14.453 --> 00:51:26.724
અને આત્મા કારણ થાય અને પુણ્યના પરિણામ
એનું કાર્ય થાય એવો કારણ થવાનો પણ સ્વભાવ
નહિ અને કાર્ય થવાનો પણ સ્વભાવ નહિ.

00:51:26.748 --> 00:51:34.301
હવે આ નવા શબ્દો જરા કઠણ પડે.
કારણ શું અને કાર્ય શું?

00:51:34.325 --> 00:51:42.659
દુકાનમાં બસ્સો, ત્રણસો ચીજ હોય એ યાદ
રહે. પાંચસો-પાંચસો, હજાર-હજાર ચીજ હોય,
ઓલા મોટરના સ્પેર પાર્ટસ હોય ને?

00:51:42.683 --> 00:51:51.806
એમાં એક-એક હજાર વસ્તુ પડી હોય,
તે બધી યાદ રહે. પણ આ છ દ્રવ્ય
અને નવતત્ત્વ એ યાદ નથી રહેતાં.

00:51:51.830 --> 00:51:59.454
કેમ યાદ નથી રહેતાં? રુચિ નથી.
રુચિ નથી એટલે એ યાદ નથી રહેતું.

00:51:59.478 --> 00:52:10.991
પણ પરીક્ષા આપીને પાસ થાવું છે,
તો આખા ચોપડાના ચોપડા મોઢે ગોખી જાય,
કેમ કે એમાં પાસ થવાની એને રુચિ છે.

00:52:11.015 --> 00:52:15.896
અને આમાં કાંઈ પૈસા મળે નહિ.
અરે આમાં (શું) મળે, તને ખબર શું પડે?

00:52:15.920 --> 00:52:23.660
આમાં લક્ષ્મી મળે. કઈ લક્ષ્મી? જ્ઞાનરૂપી
લક્ષ્મીની પ્રાપ્તિ થાય અને અલ્પકાળમાં

00:52:23.684 --> 00:52:34.410
એની આ ચાર ગતિના જન્મ, જરા અને મરણ
એના દુઃખોથી આત્મા મુકાઈ જાય,
એવો ધર્મનો લાભ થાય.

00:52:34.434 --> 00:52:40.198
<b>કોઈનું કાર્ય તેમ જ કોઈનું
કારણ નહિ હોવાથી,</b>

00:52:40.222 --> 00:52:49.338
આત્મા પુણ્યનું કારણ થાય અને પુણ્યના
પરિણામ કાર્ય થાય એવો આત્માનો સ્વભાવ નથી.

00:52:49.362 --> 00:53:00.719
અને પુણ્યના પરિણામ કારણ થાય
અને આત્માની અનુભૂતિ કાર્ય થાય એવો
કારણ-કાર્યનો સંબંધ - સ્વભાવ આત્મામાં નથી.

00:53:00.743 --> 00:53:09.867
તું માની બેઠો છો. માનો તો માનો,
પણ વસ્તુ સ્વરૂપ એવું, (જેવું) અજ્ઞાની માને છે
એવું વસ્તુ સ્વરૂપ નથી.

00:53:09.891 --> 00:53:17.246
સર્વજ્ઞ ભગવાન કહે છે અને સંતોએ (જેવું)
અનુભવ્યું એવું આત્માનું સ્વરૂપ છે.

00:53:17.270 --> 00:53:30.548
સાડા ત્રણ અને પાંચ થઈ (ગયા),
કયાં સુધી ચલાવું? પાંચ મિનિટ. અમારે તો 
અહીંયા ટાઈમ (ઉપર) છે, બરાબર ટાઈમસર,

00:53:30.572 --> 00:53:38.414
અઢીથી સાડા ત્રણ એટલે
અઢીથી સાડા ત્રણ. આ તો જરા
પાંચ મિનિટ મોડું થયું એટલે, એક કલાક.

00:53:38.438 --> 00:53:46.069
<b>ભગવાન આત્મા તો, સદાય</b>,
હંમેશા, ત્રણેકાળ,
<b>નિરાકુળતા-સ્વભાવને લીધે કોઈનું કાર્ય</b> 

00:53:46.093 --> 00:53:55.349
<b>તેમ જ કોઈનું કારણ નહિ હોવાથી,</b>
તારે પરની સામે નજર કરવાનું કામ શું છે?

00:53:55.373 --> 00:54:04.094
કેમ કે કોઈ પર પદાર્થ તને ધર્મનું
પરમાર્થે કારણ થતું નથી; અને કોઈ
કાર્ય થાય, એનું કારણ હું નથી.

00:54:04.118 --> 00:54:10.642
માટે તું તારા સ્વભાવને સંભાળ.

00:54:10.666 --> 00:54:15.202
<b>દુઃખનું અકારણ જ છે</b>,
દુઃખનું કારણ આત્મા જો હોય,

00:54:15.226 --> 00:54:20.869
પુણ્ય-પાપના પરિણામનું કારણ જો
આત્મા હોય તો આત્મા અનાદિ-અનંત છે.

00:54:20.893 --> 00:54:27.399
પુણ્ય-પાપના પરિણામનું કારણ (જો)
આત્મા હોય, ખ્યાલ રાખજો! ન્યાય છે.

00:54:27.423 --> 00:54:36.820
કે પુણ્ય અને પાપના જે પરિણામ થાય છે
એનું કારણ આત્મા હોય તો
આત્મા તો અનાદિ-અનંત છે,

00:54:36.844 --> 00:54:41.374
તો પુણ્ય અને પાપના પરિણામ પણ
અનાદિ-અનંત થવા જોઈએ.

00:54:41.398 --> 00:54:45.764
પણ અનાદિ-અનંત થતા પુણ્યના
પરિણામ જોવામાં આવતા નથી.

00:54:45.788 --> 00:54:50.206
પુણ્ય અને પાપના પરિણામનો અભાવ થઈને
પરમાત્મ દશા પ્રગટ થાય છે.

00:54:50.230 --> 00:55:02.117
માટે પુણ્ય અને પાપના પરિણામનું કારણ
ભગવાન આત્મા નથી. જો હોય તો
નિત્ય કર્તાપણાનો દોષ આવે.

00:55:02.141 --> 00:55:05.164
<b>દુઃખનું અકારણ જ છે
(અર્થાત્ દુઃખનું કારણ નથી).</b>

00:55:05.188 --> 00:55:14.709
આ ભગવાન આત્મા સુખ સ્વભાવી આત્મા,
એ પુણ્ય-પાપના પરિણામ જે દુઃખરૂપ છે
એનું કારણ આત્મામાં નથી.

00:55:14.733 --> 00:55:20.888
એ તો અજ્ઞાનથી પુણ્ય અને પાપ ઊભા થાય છે,
સ્વભાવથી ઊભા થતા નથી.

00:55:20.912 --> 00:55:29.247
સ્વભાવ કારણ નથી, અજ્ઞાન કારણ છે. અજ્ઞાન
એટલે આ પુણ્ય અને પાપના પરિણામ મારા છે

00:55:29.271 --> 00:55:36.457
એમ રાગમાં આત્મબુદ્ધિ કરવી એવો અજ્ઞાનભાવ,
અજ્ઞાનની ખાણમાંથી આ બધા ભાવ ઊભા થાય છે.

00:55:36.481 --> 00:55:43.300
<b>આ પ્રમાણે વિશેષ (-તફાવત) દેખીને
જયારે આ આત્મા, વિશેષ</b>
એટલે <b>તફાવત</b> બેનો.

00:55:43.324 --> 00:55:52.472
આત્મા અને આસ્રવનો તફાવત, જુદાઈ, ભિન્નતા
<b>દેખીને જયારે આ આત્મા, આત્મા અને આસ્રવોનો</b>,

00:55:52.496 --> 00:56:00.745
આ આત્મા, જ્ઞાનમય આત્મા અને પુણ્ય-પાપના
પરિણામ જે આસ્રવો મલિન ભાવ, જડભાવ, એનો

00:56:00.769 --> 00:56:05.753
<b>ભેદ જાણે છે</b>,
ભેદ એટલે જુદાઈ જાણે છે.

00:56:05.777 --> 00:56:13.133
<b>તે જ વખતે</b>, તે જ સમયે
<b>ક્રોધાદિ આસ્રવોથી નિવૃત થાય છે</b>. 

00:56:13.157 --> 00:56:21.355
<b>કારણ કે તેમનાથી જે નિવર્તતો ન હોય
તેને આત્મા અને આસ્રવોના પારમાર્થિક
(સાચા) ભેદજ્ઞાનની સિદ્ધિ જ થઈ નથી.</b>

00:56:21.379 --> 00:56:27.425
કેવળ, માત્ર વાતો કરે કે પુણ્ય-પાપના
પરિણામ ભિન્ન છે અને આત્મા ભિન્ન છે,

00:56:27.449 --> 00:56:35.729
એમ માત્ર વાતો કરે, એમ માત્ર વિકલ્પ ઊઠાવે
એમાં કોઈ આસ્રવની નિવૃત્તિ થતી નથી.

00:56:35.753 --> 00:56:43.430
પણ બેને જુદા પાડીને, પુણ્ય-પાપનું લક્ષ
છોડીને, જ્યારે આત્મા આત્માનો
પ્રત્યક્ષ અનુભવ કરે છે

00:56:43.454 --> 00:56:45.977
ત્યારે તે આસ્રવોથી નિવર્તિ જાય છે.

00:56:46.001 --> 00:56:51.921
એટલે દુઃખના કારણો છૂટી જાય છે.
પુણ્ય-પાપના પરિણામ રહી જાય છે, થોડોક ટાઈમ

00:56:51.945 --> 00:56:55.639
પણ એમાં આત્મબુદ્ધિ છૂટી જાય છે,
એની રુચિ છૂટી જાય છે.

00:56:55.663 --> 00:57:02.630
પછી પુણ્ય-પાપના પરિણામ પણ
જેમ-જેમ સ્વરૂપમાં લીન થાય છે તેમ(-તેમ)
પુણ્ય-પાપના પરિણામનો પણ (અભાવ થાય છે).

00:57:02.654 --> 00:57:08.715
પહેલાં પાપના પરિણામનો અભાવ થાય છે. પછી
છેલ્લે પુણ્યના પરિણામનો પણ અભાવ થાય છે.

00:57:08.739 --> 00:57:14.488
અને પરિપૂર્ણ વીતરાગ દશા પ્રગટ થઈ,
અરિહંત પદની પ્રાપ્તિ કરી

00:57:14.512 --> 00:57:24.432
તેરમું ગુણસ્થાન અરિહંત પરમાત્મા
કેવળજ્ઞાન પ્રગટ કરીને, એ જ આત્મા અશરીરી
થઈને એ સિદ્ધગતિ-પંચમગતિને પ્રાપ્ત કરે છે.

00:57:24.456 --> 00:57:37.594
આત્માની ઓળખાણ કરવા જેવી છે.
આત્માને ઓળખ્યા સિવાય કાંઈ (પણ) ધર્મની 
બિલકુલ શરૂઆત થતી નથી. વખત થઈ ગયો.

00:57:37.618 --> 00:57:42.949
મુમુક્ષુ: ધર્મ એટલે શું?
પૂ. લાલચંદભાઈ: ધર્મ શબ્દ એવો છે કે
ખાસ શબ્દ સમજવા જેવો છે શબ્દ.

00:57:42.973 --> 00:57:46.933
પ્રશ્ન સારો આવ્યો છે કે ધર્મ એટલે શું?

00:57:46.957 --> 00:57:57.556
ધર્મનો પહેલો શબ્દાર્થ
અને પછી એનો ભાવાર્થ.
ધર્મ શબ્દ છે એનો પહેલો શબ્દાર્થ શું?

00:57:57.580 --> 00:58:06.587
ધર્મ શબ્દનો શબ્દાર્થ છે, ધર્મ
એટલે સ્વભાવ, સ્વભાવને ધર્મ કહેવાય.

00:58:06.611 --> 00:58:11.907
ધર્મ એટલે સ્વભાવ,
વસ્તુનો જે સ્વભાવ હોય તેને ધર્મ કહેવાય.

00:58:11.931 --> 00:58:18.976
<b>वत्थुसहावो धम्मो</b>
(કાર્તિકેયાનુપ્રેક્ષા ગાથા ૪૭૬ અન્વયાર્થ),
વસ્તુનો જે સ્વભાવ હોય તેને ધર્મ કહેવાય.

00:58:19.000 --> 00:58:23.445
હવે એનુ એક દષ્ટાંત આપું,
પછી આપણે આત્મામાં ઉતારવું છે.

00:58:23.469 --> 00:58:32.131
જેમ કે સાકર છે એનો સ્વભાવ ગળપણ,
તો ગળપણ છે એ સાકરનો સ્વભાવ છે.

00:58:32.155 --> 00:58:38.177
સ્વભાવ હોવાથી સાકરનો એ ધર્મ છે,
સાકરનો ધર્મ. સ્વભાવને ધર્મ કહેવાય.

00:58:38.201 --> 00:58:43.559
હજી આપણે આત્મામાં ઉતારવું છે.
આ તો દષ્ટાંત છે.

00:58:43.583 --> 00:58:51.159
એમ લીંબુ છે, એનો સ્વભાવ ખટાશ (છે).
તો ખટાશ છે એ લીંબુનો સ્વભાવ (છે)

00:58:51.183 --> 00:58:57.525
તેથી એ સ્વભાવને લીંબુનો ધર્મ કહેવાય,
લીંબુનો ધર્મ. સ્વભાવને ધર્મ કહેવાય.

00:58:57.549 --> 00:59:02.579
હવે એ તો દષ્ટાંત થયો.
હવે આપણે ઉતારવું છે આત્મા ઉપર.

00:59:02.603 --> 00:59:11.133
કે આત્મા છે એનો સ્વભાવ શું?
કે એનો સ્વભાવ વીતરાગતા.

00:59:11.157 --> 00:59:21.272
વીતરાગભાવ પ્રગટ થાય, એ આત્માનો
સ્વભાવ છે. અને સ્વભાવ હોવાથી
વીતરાગભાવને ભગવાન ધર્મ કહે છે.

00:59:21.296 --> 00:59:29.302
<b>वत्थुसहावो धम्मो</b>
વસ્તુનો જે સ્વભાવ હોય તેને ધર્મ કહેવાય.

00:59:29.326 --> 00:59:38.417
આત્મા એક વસ્તુ છે,
આત્મામાં અનંતગુણો વસેલા છે. જ્ઞાન,
દર્શન, સુખ, વીર્ય, પ્રભુત્વ, વિભુત્વ

00:59:38.441 --> 00:59:42.596
(એવા) અનંત-અનંતગુણથી ભરેલો
અરૂપી ભગવાન આત્મા છે.

00:59:42.620 --> 00:59:52.049
એનો જે સ્વભાવ, જાણવું અને દેખવું.
આત્માનું જ્ઞાન, આત્માનું શ્રદ્ધાન
અને આત્માનું આચરણ, ચારિત્ર,

00:59:52.073 --> 01:00:02.227
એવા વીતરાગી જે પરિણામ પ્રગટ થાય
એ આત્માનો સ્વભાવ છે અને સ્વભાવ
હોવાથી આત્માનો ધર્મ કહેવામાં આવે.

01:00:02.251 --> 01:00:15.101
પુણ્ય અને પાપના પરિણામ, એ
આત્માનો સ્વભાવ નથી પણ વિભાવ છે,
વિકૃતભાવ છે, કષાયના પરિણામ છે.

01:00:15.125 --> 01:00:29.897
તેથી તે સ્વભાવ ન હોવાથી
તેને ધર્મ ન કહેવાય પણ સ્વભાવથી વિરૂદ્ધ
તેને અધર્મ કહેવામાં આવે છે.

01:00:29.921 --> 01:00:36.311
મુમુક્ષુ: પાપ એટલે શું?
પૂ. લાલચંદભાઈ: પાપ એટલે તીવ્ર કષાયના પરિણામ.

01:00:36.335 --> 01:00:46.552
તીવ્ર કષાયના પરિણામ એટલે હિંસા, જૂઠ,
ચોરી આદિના જે કષાયના પરિણામ થાય
એને ભગવાન તીવ્ર કષાય કહે છે.

01:00:46.576 --> 01:00:51.068
એ તીવ્ર કષાયના પરિણામને
પાપના પરિણામ કહેવામાં આવે છે.

01:00:51.092 --> 01:01:02.318
અને પુણ્યના પરિણામ, એ કષાયની મંદતા
જે થાય ક્રોધની, માનની, માયાની, લોભની
જે મંદતા થાય, મંદતા(ને ભગવાન પુણ્યતત્ત્વ કહે છે).

01:01:02.342 --> 01:01:07.473
તીવ્ર અને મંદ, તીવ્ર અને મંદ.
એમ મંદતા થાય એવા આત્માના

01:01:07.497 --> 01:01:17.230
વિકૃત પરિણામને, વિભાવ પરિણામને
ભગવાન પુણ્યતત્ત્વ કહે છે. બેય કષાયની
જાત છે. જાત બેય એક જ છે.

01:01:17.254 --> 01:01:24.979
જેમકે ઝેર છે, ઝેર. કેટલુંક ઝેર એવું છે
કે જયાં ખાય ત્યાં તરત જ મરી જાય,

01:01:25.003 --> 01:01:34.042
અને કેટલુંક ઝેર એવું હોય કે કલાક,
બે કલાક પછી મરે. એની માત્રામાં
થોડો ફેર, પણ એ મૃત્યુને પામે.

01:01:34.066 --> 01:01:38.799
એમ પુણ્ય અને પાપના પરિણામ
બેય કષાયની જાત છે.

01:01:38.823 --> 01:01:48.919
આત્માના સ્વભાવની જાતના એ પરિણામ નથી.
આત્માના સ્વભાવથી વિરૂદ્ધ ભાવ છે એ.

01:01:48.943 --> 01:01:55.952
માટે એ પાપના પરિણામ કષાયની તીવ્રતા
અને પુણ્યના પરિણામ એ કષાયની મંદતા.

01:01:55.976 --> 01:01:59.811
શુભભાવને પુણ્ય કહેવાય,
અશુભભાવને પાપ કહેવાય.

01:01:59.835 --> 01:02:08.769
ખાવું, પીવું, કમાવું, રળવું, એ બધા પાપના 
પરિણામ છે. દુકાનમાં જાવું, વેપાર કરવો
એ બધા પાપના પરિણામ છે.

01:02:08.793 --> 01:02:20.236
દયા, દાન, કરુણા, કોમળતાના પરિણામ,
આત્માનો વિચાર કરવો, સ્વાધ્યાય કરવો,
તત્ત્વનો વિચાર કરવો, એ પુણ્યના પરિણામ છે.

01:02:20.260 --> 01:02:29.110
મુમુક્ષુ: વેપાર કરવો તે પણ
પાપના પરિણામ છે?
પૂ. લાલચંદભાઈ: હા, ભાઈ! પાપના પરિણામ છે, બાપુ.

01:02:29.134 --> 01:02:45.310
બાપુ, પાપના પરિણામ છે. ભાઈ, વાત સાચી છે.
પણ ગૃહસ્થોને વેપારનો વિકલ્પ ઊઠે ખરો.

01:02:45.334 --> 01:02:50.856
ગૃહસ્થ જીવનમાં વેપારનો વિકલ્પ ઊઠે,
એ કાંઈ હાથ લાંબો કરવા ન જાય.

01:02:50.880 --> 01:03:01.526
એટલે ગૃહસ્થ જીવનમાં એટલા પાપના પરિણામ
આવે ખરા, પણ એ પરિણામની જાત શું છે એ
તો સમજવી પડશે ને આપણે? એની જાત.

01:03:01.550 --> 01:03:08.369
પાપના પરિણામ છૂટે નહિ, ગૃહસ્થને એવા
પાપના પરિણામ હજી એની નબળાઈથી છૂટતા નથી,

01:03:08.393 --> 01:03:13.876
પણ એને એનું સ્વરૂપ તો જોવું પડે ને? કે
આ પાપના પરિણામ છે, આ ધર્મના પરિણામ નથી.

01:03:13.900 --> 01:03:19.078
દુકાને જઈને વેપાર કરવો
એ પુણ્યના પરિણામ નથી, પાપના પરિણામ છે.

01:03:19.102 --> 01:03:24.616
એ દુકાન છોડીને
અથવા તો દુકાને બેઠો હોય અને ગ્રાહક ન હોય

01:03:24.640 --> 01:03:31.132
અને નવતત્ત્વનો વિચાર કરે, આત્માનો વિચાર
કરે, તો એ વખતે એને પુણ્યના પરિણામ છે.

01:03:31.156 --> 01:03:38.123
એ કાંઈ આઠ કલાક પાપના પરિણામ નથી.
પરિણામનો સમયે-સમયે હિસાબ છે.

01:03:38.147 --> 01:03:45.756
એક-એક સમયના પરિણામનો હિસાબ છે, 
સર્વજ્ઞ ભગવાનના કોર્ટમાં. એક-એક સમયના પરિણામ.

01:03:45.780 --> 01:03:52.411
આમ જયાં ગ્રાહક આવ્યો, એને સમજાવે છે
ત્યાં એ પાપના પરિણામ. ગ્રાહક ચાલ્યો ગયો,

01:03:52.435 --> 01:04:04.183
અરે! હું તો એક જ્ઞાનમય આત્મા છું,
હું તો એક જાણનાર-દેખનાર છું, આ દુકાન
પણ મારી નથી, અને આ પૈસો પણ મારો નથી -

01:04:04.207 --> 01:04:11.733
એવો વિચાર આવી જાય દુકાને બેઠા, થડા ઉપર,
ખુરશી ઉપર તો એને પુણ્યના પરિણામ કહેવાય.

01:04:11.757 --> 01:04:17.857
અને એ દુકાનની ખુરશી ઉપર બેસીને, એ
પુણ્ય-પાપના પરિણામથી ભિન્ન મારો આત્મા છે,

01:04:17.881 --> 01:04:24.590
એમ અંદર લક્ષ કરીને
જો આત્મામાં ડૂબકી મારે, તો એ ધર્મના
પરિણામ ત્યાં પ્રગટ થાય 

01:04:24.614 --> 01:04:32.728
ત્યાં એ સ્થાને, મંદિરમાં જાવાની જરૂર ન પડે, 	
ત્યાં દુકાને બેઠા-બેઠા (ધર્મના પરિણામ પ્રગટ થાય).

01:04:32.752 --> 01:04:43.274
મુમુક્ષુ: આ તમે બધી વીતરાગની
વાતો કરો છો પણ મને ખબર નથી પડતી
તમે શું કહેવા માંગો છો?

01:04:43.298 --> 01:04:51.568
પણ તમારી પાસે કોઈ ફેકટરી
કે કાંઈક હોય અને બસ્સો, ત્રણસો માણસને
તમે નોકરીએ રાખ્યા હોય,

01:04:51.592 --> 01:04:58.005
એ માણસોને તમે પગાર આપો છો
એટલે તો એનું ગુજરાન ચાલે છે,
તો એને પુણ્ય કહેવાય કે પાપ કહેવાય?

01:04:58.029 --> 01:05:01.668
વેપાર એક બાજુ પાપ કહેવાય,
પણ આ પુણ્ય કહેવાય કે પાપ કહેવાય?

01:05:01.692 --> 01:05:08.691
પૂ. લાલચંદભાઈ: જુઓ! હા, ભલે!
પ્રશ્ન થઈ ગયો. બરાબર છે. જુઓ!

01:05:08.715 --> 01:05:15.534
એ એના ઉપર દયા કરીને પૈસા નથી આપતો,
એની પાસેથી કામ કઢાવીને પૈસો કમાવો છે.

01:05:15.558 --> 01:05:18.727
એની આગળ આશય એ છે
માટે પાપના પરિણામ છે.

01:05:18.751 --> 01:05:25.397
હા, ફેકટરી બંધ કરી અને પછી
તમે મહિનાનું રાશન એને ઘરે મોકલો,
દયા ખાતર, તો એ પુણ્ય છે.

01:05:25.421 --> 01:05:33.200
ઓલું તો તમે પાંચસો (રૂપિયા) પગાર આપો
અને તમારે હજારનું કામ કરાવવું (એવો),
તમારો આશય (છે). આશય ઉપર (આધાર) છે.

01:05:33.224 --> 01:05:40.081
મુમુક્ષુ: એ વાત તમારી બરાબર છે પણ 
દુનિયામાં બધી ફેકટરીવાળા માલિકો છે બધા 
એ પ્રમાણે વિચાર કરે કે

01:05:40.105 --> 01:05:43.620
એને પાપ કહેવાય 
તો પછી આખી દુનિયાની વસ્તી કરશે શું?

01:05:43.644 --> 01:05:55.447
પૂ. લાલચંદભાઈ: ભાઈ! (વાત) એમ છે 
કે કોઈ-કોઈ જીવ પોતાના સ્વરૂપને સમજી 
અને બહાર નીકળી જાય છે.

01:05:55.471 --> 01:06:01.392
બધા જીવો એક સાથે સમજવાની યોગ્યતાવાળા 
કોઈ કાળે નહિ આવે.

01:06:01.416 --> 01:06:07.125
(એવો) કોઈ કાળ નહિ આવે કે બધા જીવો 
એક સાથે સમજી જશે લાખો, કરોડો, અબજો

01:06:07.149 --> 01:06:11.156
અને એક સાથે મોક્ષમાં ચાલ્યા જાય 
એવો કોઈ કાળ આવવાનો નથી.

01:06:11.180 --> 01:06:19.266
માટે સંસાર આમ ને આમ ચાલ્યા કરવાનો છે. 
સંસારની તમે ચિંતા કરો માં, 
સંસાર સંસારને કારણે ચાલે છે.

01:06:19.290 --> 01:06:25.734
આપણે માત્ર આપણી એક આત્મ-સાધના કરી 
અને આપણે આ સંસારમાંથી છૂટવા જેવું છે.

01:06:25.758 --> 01:06:30.170
આપણે બીજાને કાંઈ સમજાવી શકીએ 
એવી આપણામાં શક્તિ નથી.

01:06:30.194 --> 01:06:39.762
એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું 
નથી. માત્ર પોતે પોતાના સ્વરૂપને સમજી 
અને બહાર નીકળી જાય તો એ બચી જાય એવું છે.

01:06:39.786 --> 01:06:45.719
બાકી તો આ સંસાર કોઈ દિવસ (અટકવાનો નથી). 
તમે ચિંતા કરો માં કે આ સંસાર અટકવાનો 
(છે). અનાદિ-અનંત સંસાર છે.

01:06:45.743 --> 01:06:54.984
એમાં માત્ર થોડા જીવો, કોઈ વિરલા, 
કોઈ વિરલા પોતાની આત્મ-સાધના કરી અને 
સંસારની બહાર નીકળી જાય છે, તરી જાય છે.

01:06:55.008 --> 01:06:57.546
સમુદ્રથી પાર ચાલ્યા જાય છે.

01:06:57.570 --> 01:07:02.568
અરે! સંસાર તો અનાદિ-અનંત ચાલવાનો છે, 
કયાંય અટકવાનો નથી, 
કોઈ દિવસ સંસાર બંધ ન થાય.

01:07:02.592 --> 01:07:11.106 
આપણા બાપ-દાદા કર્તાબુદ્ધિ રાખીને 
ચાલ્યા ગયા. હવે બાપ-દાદા (તો) ચાલ્યા ગયા 
પછી આ સંસાર ચાલે છે કે બંધ થઈ ગયો?

01:07:11.130 --> 01:07:16.480
ચાલે છે ને? હેં? એમ આપણે આમાંથી 
ખસી જઈએ, આપણે આમાંથી ખસી જઈએ.

01:07:16.504 --> 01:07:21.362
આપણો મોક્ષ થઈ જાય આત્મસાધનાથી 
તો આ બધું અટકી જવાનું છે? ચાલવાનું જ છે.

01:07:21.386 --> 01:07:31.774
જડ અને ચેતનના પરિણામ સમયે-સમયે, 
પરિણામ સ્વભાવી હોવાથી થયા જ કરે છે.

01:07:31.798 --> 01:07:38.273
બોલો. બોલો, બોલો કાંઈ વાંધો નહિ.
મુમુક્ષુ: પૈસાથી સુખ મળતું નથી 
એ તો બધા જાણે છે.

01:07:38.297 --> 01:07:43.725
(પણ) પૈસા વગર ચાલતું પણ નથી; 
એમાં મને સમજાતું નથી.

01:07:43.749 --> 01:07:54.029
પૈસાથી સુખ મળતું નથી, 
પૈસો સાથે પણ નથી આવતો 
છતાં પણ પૈસો મેળવવા માટે બધું કરીએ છે.

01:07:54.053 --> 01:08:00.958
પૂ. લાલચંદભાઈ: એ જે પૈસો મેળવવાનો (જે) 
લોભ થાય છે ને? એ લોભભાવ એ પાપભાવ છે.

01:08:00.982 --> 01:08:11.339
હવે પૈસાથી જ જો જીવન જીવાતું હોય 
તો આ કાગડા અને કબુતર પાસે એક પૈસો 
બેંક બેલેન્સ નથી અને જીવે છે કે નહિ?

01:08:11.363 --> 01:08:18.440
આ તો સમજવા જેવી (વાત) છે. 
આ ટીકા ટીપ્પણીની વાત નથી. 
આ તો એક સ્વરૂપ સમજવા જેવું છે.

01:08:18.464 --> 01:08:27.526
જે આપણી માન્યતા છે કે પરપદાર્થ હોય 
તો મારું જીવન છે, પણ પરપદાર્થ વગર 
પણ જીવન જીવનારા અનંત જીવો છે,

01:08:27.550 --> 01:08:35.065
જેની પાસે કાંઈ પૈસો નથી, મકાન નથી, 
કાંઈ મોટર નથી, બંગલા નથી.

01:08:35.089 --> 01:08:55.734
મુમુક્ષુ: પાંચ મિનિટ છે. આપણે ચાલીએ છીએ 
તો જીવ-જંતુ મરતા હશે તો પણ આપણે 
ચાલવું તો પડે. તો તેમાં પણ પાપ છે?

01:08:55.758 --> 01:09:05.208
પૂ. લાલચંદભાઈ: જો ભાઈ! જેટલી અસાવધાનદશાથી ચાલે, 
અસાવધાનદશા, એટલો તો એને દોષ લાગે જ.

01:09:05.232 --> 01:09:08.403
દોષ તો દોષ જ છે, અસાવધાનદશા.

01:09:08.427 --> 01:09:20.820
પણ જો નીચે જોઈને ચાલે જરા સાવધાનીથી કે 
કોઈ જીવ હણાય નહિ, એટલી સાવધાનીથી ચાલે, 
ધ્યાન રાખીને, તો એને પુણ્યતત્ત્વ થાય.

01:09:20.844 --> 01:09:23.655
એને ધર્મ ન થાય પણ શુભભાવ, 
પુણ્ય બંધાય.

01:09:23.679 --> 01:09:28.724
જીવ-જંતુ આમ ચાલ્યા જતાં હોય તો આપણે 
આમ જરા જોઈને ચાલીએ તો એ બચી જાય.

01:09:28.748 --> 01:09:34.373
બચે છે તો એના કારણે, 
પણ આપણે જરા સાવધાની રાખીએ, 
આમ ઊંચુ જોઈને ન ચાલ્યા (જાય),

01:09:34.397 --> 01:09:42.230
અને નીચું જોઈને ચાલીએ તો એટલા જીવો બચે 
તો એને કરુણાના ભાવ કહેવાય, 
એને શુભભાવ કહેવાય.

01:09:42.254 --> 01:09:58.476
જોઈને ચાલવું જોઈએ. કોઈ જીવ હણાય 
એ કર્તવ્ય નથી. બની શકે એટલી સાવધાની 
ગૃહસ્થ અવસ્થામાં રાખવી જોઈએ.

01:09:58.500 --> 01:10:08.135
બાકી ગૃહસ્થ અવસ્થામાં પાપના ભાવ 
તો (હોય), એવી જ એની ચર્યા, દિનચર્યા છે.		

01:10:08.159 --> 01:10:19.555
મુમુક્ષુ: આત્મામાં બધા (જ્ઞાની) સુખ દેખાડે છે, 
અને ત્યાં શોધો તો મળશે, 
પણ કેવી રીતે ગોતવો..?

01:10:19.579 --> 01:10:23.609
પૂ. લાલચંદભાઈ: બરાબર છે. એ મુદ્દાનો પ્રશ્ન છે.

01:10:23.633 --> 01:10:31.968
કે બધા જ્ઞાનીઓ ધર્માત્માઓ કહી ગયા 
કે તમારું સુખ તમારા આત્મામાં છે 
અને ત્યાં શોધો તો તમને મળે.

01:10:31.992 --> 01:10:38.069
બરાબર ને? એમ કહે છે. 
પણ એની શોધ કેમ કરવી? એવો પ્રશ્ન છે ને?

01:10:38.093 --> 01:10:43.624
કે જો અમારે અંદરમાં સુખ હોય તો 
પ્રાપ્ત કરવું છે પણ કેવી રીતે શોધ કરવી?

01:10:43.648 --> 01:10:51.559
તો જ્ઞાનીઓ ફરમાવે છે કે તમારી પરિણતિ, 
તમારો ઉપયોગ બહાર જાય છે ને? આમ બહાર,

01:10:51.583 --> 01:10:56.699
બહાર જુઓ છો ને તમે? 
તમારો ઉપયોગ એટલે જ્ઞાનનો વ્યાપાર 
નિરંતર બહાર જાય છે ને?

01:10:56.723 --> 01:11:01.988
આ છે અને આ છે અને આ છે, જાણવામાં. 
જાય છે ને જ્ઞાન ઉપયોગ બહાર?

01:11:02.012 --> 01:11:07.635
તો જાણતા તો આવડે છે. આત્માને 
જાણવાનું કામ તો આવડે છે. બરાબર ને?

01:11:07.659 --> 01:11:14.879
હવે પરને જાણે છે એ જ્ઞાન અંદરમાં વળીને 
આત્માને જાણે, તો આત્માનો અનુભવ થાય.

01:11:14.903 --> 01:11:19.800
તમને જાણતા તો આવડે છે ને? 
આ પદાર્થ ખાટો છે, મીઠો છે,

01:11:19.824 --> 01:11:27.455
આ લાંબો છે, ટૂંકો છે, સફેદ છે, 
આ મકાન છે, બંગલો (છે), જાણવાનું કામ 
તો તમે કરો જ છો નિરંતર.

01:11:27.479 --> 01:11:33.223
જ્ઞાન વિનાનો આત્મા ન હોય. આત્મા જો 
જ્ઞાન વિનાનો હોય તો જડ થઈ જાય.

01:11:33.247 --> 01:11:41.613
હવે જે બહિર્મુખ 
પરપદાર્થને જાણવા જાય છે એને બદલે 
એ ઈન્દ્રિયજ્ઞાનના વ્યાપારને રોકીને,

01:11:41.637 --> 01:11:46.494
એ પોતાના જ્ઞાનને અંદરમાં વાળે, 
જેનું જ્ઞાન જયાંથી આવે છે ...

01:11:46.518 --> 01:11:50.564
જ્ઞાન કયાંથી આવે છે? 
જ્ઞાન તો આત્મામાંથી આવે છે.

01:11:50.588 --> 01:11:56.400
જ્ઞાન જ્ઞેયમાંથી નથી આવતું. 
આ ભીંત (દિવાલ) છે સામે, 
એ ભીંતનું જ્ઞાન તમને થયું અત્યારે,

01:11:56.424 --> 01:12:00.579
તો એ જ્ઞાન ભીંતમાંથી આવે છે 
કે જ્ઞાન આત્મામાંથી આવ્યું?

01:12:00.603 --> 01:12:10.617
તમને ભ્રાંતિ થઈ ગઈ છે કે લાલુભાઈની સામે 
હું જોઉં તો લાલુભાઈનું જ્ઞાન થાય. 
એ જ્ઞાન તમારા આત્મામાંથી આવ્યું છે.

01:12:10.641 --> 01:12:16.953
એ જ્ઞાન જયાંથી આવે છે, એ જ્ઞાનને અંદરમાં 
જઈને પકડો તો એને સુખની પ્રપ્તિ થાય.

01:12:16.977 --> 01:12:29.170
આવી વસ્તુ છે. થોડો અભ્યાસ માગે છે. 
સૂક્ષ્મ વાત છે. વાત સાંભળવા મળે નહિ.

01:12:29.194 --> 01:12:39.281
હા, પુંજાભાઈ અને હરખચંદભાઈ! 
હા, ઠીક-ઠીક સારું. 
હું નાઈરોબી ગયેલો, પાંચ વર્ષ પહેલાં.