﻿WEBVTT

00:00:39.466 --> 00:00:56.478
આ એક શ્રી સમયસારજી પરમાગમ શાસ્ત્ર છે.
એનો કર્તા-કર્મ અધિકાર ચાલે છે.
એની ૭૩ નંબરની ગાથા આપણે શરૂ કરવાની છે.

00:00:56.502 --> 00:01:09.499
અનાદિકાળથી આત્માની ભૂલ એ થઈ છે
કે હું એક ચૈતન્ય સ્વરૂપી આત્મા કર્તા છું

00:01:09.523 --> 00:01:19.787
અને આ ક્રોધ, માન, માયા, લોભના પરિણામ
એ મારું કર્મ છે અથવા રાગ-દ્વેષ-મોહના
પરિણામ થાય તે મારું કર્મ છે,

00:01:19.811 --> 00:01:29.660
અથવા સંકલ્પ અને વિકલ્પ જે ઉત્પન્ન થાય
તે મારું કાર્ય અને કર્તવ્ય છે
અને હું એનો કર્તા છું.

00:01:29.684 --> 00:01:44.088
એમ અનાદિકાળથી આત્મા
પોતાના સ્વભાવને ભૂલીને આત્માનું જ્ઞાન,
એ આત્માનું કર્મ થવું જોઈએ,

00:01:44.112 --> 00:01:53.087
એને બદલે અનાદિકાળથી રાગને
કર્મ બનાવતો આવે છે. કર્મ એટલે કાર્ય.

00:01:53.111 --> 00:02:07.826
હું રાગાદિનો કર્તા છું અને આ રાગાદિ
પરિણામ મારું કર્મ છે, હું કર્તા છું અને
અશુભભાવ અને શુભભાવ, એ મારું કર્મ છે.

00:02:07.850 --> 00:02:14.481
હું કર્તા છું અને પુણ્યના અને
પાપના પરિણામ એ મારું કર્મ છે.

00:02:14.505 --> 00:02:28.933
એમ અનાદિકાળથી આત્મા પોતાના સ્વભાવને
ભૂલીને, એ રાગાદિ વિકારની સાથે એકતાબુદ્ધિ
કરી, કર્તા-કર્મની પ્રવૃત્તિ કરી રહ્યો છે.

00:02:28.957 --> 00:02:46.227
એ આત્મા અજ્ઞાનથી દુઃખી થાય છે.
રાગને કરવું અને રાગનું ફળ દુઃખ-આકુળતા,
એને ભોગવવું એ આત્માનો સ્વભાવ નથી.

00:02:46.251 --> 00:02:57.804
જો રાગાદિને કરવું એ આત્માનો સ્વભાવ હોય
તો આત્મા અનાદિ-અનંત છે
અને રાગાદિરૂપે કર્મ એ થયા જ કરે

00:02:57.828 --> 00:03:06.794
અને એનો કર્તા બન્યા (જ) કરે, તો કોઈપણ
કાળે એની દશામાં વીતરાગભાવ પ્રગટ ન થઈ શકે.

00:03:06.818 --> 00:03:15.754
માટે રાગાદિની કર્તાપણાની બુદ્ધિ
તો ત્યાં સુધી ભાસે છે કે જયાં
સુધી એને સ્વભાવદષ્ટિ નથી

00:03:15.778 --> 00:03:27.863
કે હું તો એક જ્ઞાનમય આત્મા છું, જ્ઞાન જ
મારું કર્મ છે કે જે કાર્ય સ્વભાવરૂપ છે
અને આત્માને આનંદદાયક છે.

00:03:27.887 --> 00:03:38.346
એમ આત્માના જ્ઞાનને કર્મ નહિ બનાવતો,
રાગને કર્મ બનાવી-બનાવી અને
અજ્ઞાનભાવે અનંતકાળથી દુઃખી થઈ રહ્યો છે.

00:03:38.370 --> 00:03:48.618
એવી કર્તા-કર્મની પ્રવૃત્તિનો
અભાવ થઈ અને શુદ્ધાત્મા કર્તા
અને શુદ્ધાત્માનું અવલંબન લેતાં,

00:03:48.642 --> 00:03:58.124
જે આત્મજ્ઞાન થાય તે આત્માનું કર્મ જયારે
બને ત્યારે તેને ધર્મની શરૂઆત થાય છે.

00:03:58.148 --> 00:04:03.178
એ વિષય અહીંયા કર્તા-કર્મ
અધિકારમાં કહેવામાં આવે છે.

00:04:03.202 --> 00:04:15.708
અનાદિકાળથી આત્મા કાં તો
ઈશ્વરને કર્તા માને છે અને કાં
પોતાને પરનો કર્તા માની રહ્યો છે.

00:04:15.732 --> 00:04:25.057
પરપદાર્થથી મારા પરિણામ થાય અને મારાથી	
પરપદાર્થના પરિણમન થાય એમ અનાદિકાળથી,	

00:04:25.081 --> 00:04:37.454
અજ્ઞાનભાવે બે દ્રવ્યમાં કર્તા-કર્મ
સંબંધનો અભાવ હોવા છતાં પણ હું કરનાર
અને જગતના પદાર્થો એ મારા કાર્યો છે,

00:04:37.478 --> 00:04:45.750
એમ અનાદિકાળથી માનીને
તે દુઃખી થઈ રહ્યો છે પણ આત્મજ્ઞાન
એક સમયમાત્ર પણ એ કરતો નથી.

00:04:45.774 --> 00:04:52.803
જયાં સુધી આત્માનું ભાન નથી, આત્માનું
જ્ઞાન નથી, શુદ્ધાત્માનું શ્રદ્ધાન નથી,

00:04:52.827 --> 00:04:59.067
શુદ્ધાત્માનો અનુભવ થતો નથી
ત્યાં સુધી આત્મા અજ્ઞાની રહે છે.

00:04:59.091 --> 00:05:09.176
જયારે તે આત્માને રાગથી ભિન્ન
એવા શુદ્ધાત્માનું લક્ષ થાય છે,
દષ્ટિમાં શુદ્ધાત્મા આવે છે,

00:05:09.200 --> 00:05:20.244
ધ્યાનનું ધ્યેય શુદ્ધાત્મા થાય છે,
જ્ઞાનનું જ્ઞેય પોતાનો આત્મા થાય છે ત્યારે
તે આત્મા સમ્યક્‌ પર્યાયે પરિણમી જાય છે.

00:05:20.268 --> 00:05:31.790
એટલે કે સમ્યગ્દર્શન, જ્ઞાન,
ચારિત્રરૂપે પરિણમે છે એને પરમાત્મા
તીર્થંકર દેવાધિદેવ ધર્મ કહે છે.

00:05:31.814 --> 00:05:38.962
એવા શુદ્ધાત્માનું લક્ષ કેમ થાય
એના માટે એક આ ગાથા છે.

00:05:38.986 --> 00:05:51.730
શિષ્યનો પ્રશ્ન છે, <b>હવે પૂછે છે કે
કઈ વિધિથી</b> અર્થાત્ કઈ <b>રીતથી આ આત્મા
આસ્રવોથી નિવર્તે છે</b>?

00:05:51.754 --> 00:06:02.549
આસ્રવો એટલે જે દુઃખના કારણો છે,
રાગ-દ્વેષ-મોહના ભાવો,
એનાથી નિવૃત્તિ કેમ થાય?

00:06:02.573 --> 00:06:13.501
એ દુઃખથી આત્માનો છૂટકારો કેમ થાય?
ચારગતિના દુઃખ ભોગવે છે, 
ભોગવતાં-ભોગવતાં અનંતકાળ ગયો.

00:06:13.525 --> 00:06:25.507
હવે, જયારે કોઈ લાયક જીવને સંસારમાં
દુઃખ ભાસે છે, કયાંય આત્મિક શાંતિ
અને આત્મિક સુખ પ્રાપ્ત થતું નથી

00:06:25.531 --> 00:06:38.278
ત્યારે તે પ્રાણી, તે આત્મા, લાયક જીવ
શ્રીગુરુને પ્રશ્ન કરે છે કે 'પ્રભુ! આ
અનાદિકાળથી ચારગતિના દુઃખ મેં ભોગવ્યા,

00:06:38.303 --> 00:06:48.770
હવે દુઃખ સહન થતાં નથી, મારે આ દુઃખની
નિવૃત્તિનો ઉપાય શું? એ (મારે) જાણવું
છે. કૃપા કરીને આપ મને સમજાવો.’

00:06:48.794 --> 00:06:58.315
એમ જે શિષ્ય જીજ્ઞાસુ થઈને પ્રશ્ન કરે છે
એને આચાર્ય ભગવાન ઉત્તર આપે છે કે સાંભળ,

00:06:58.339 --> 00:07:09.969
દુઃખથી મુકાવાનો, દુઃખથી છૂટવાનો 
ઉપાય હું તને બતાવું છું, મને પણ મારા ગુરુએ
આ ઉપાય બતાવ્યો હતો.

00:07:09.993 --> 00:07:16.117
મને પણ આ દુઃખથી છુટકારો થયો છે
અને આત્મિક સુખની પ્રાપ્તિ થઈ છે.

00:07:16.141 --> 00:07:24.139
એવા મુનિરાજ પોતે બીજા જીવોને સમજાવે છે
કે તમે પણ આત્માના રસ્તે જાવ

00:07:24.163 --> 00:07:32.364
તો તમને આત્માની પ્રાપ્તિ થશે
અને શાશ્વત સુખ તમને મળશે.

00:07:32.388 --> 00:07:39.961
અહીંયા લંડનમાં મેં જોયું
કે બધાની પાસે નકશાઓ હોય છે.

00:07:39.985 --> 00:07:47.178
બીજી જગ્યાએ - દસ માઈલ, વીસ માઈલ,
ત્રીસ માઈલ, ચાલીસ માઈલ - જવું હોય
તો નકશા જોઈને જાય છે.

00:07:47.202 --> 00:07:53.083
કોઈ-કોઈને પૂછતું નથી.
નકશો જોઈને જાય છે.

00:07:53.107 --> 00:08:07.714
જયાં પોતાને જાવાનું ધ્યેય નક્કી કર્યું
હોય ત્યાં નકશો જોઈને જાય છે. પણ આ
આત્માનો નકશો શું છે? એ નકશો તપાસતો નથી.

00:08:07.738 --> 00:08:20.181
એ નકશાઓ બધા શાસ્ત્રમાં છાપેલાં છે.
જેમ ઓલા છાપેલા નકશા મળે છે
અહીંયા તૈયાર એમ આ નકશા છાપેલા છે.

00:08:20.205 --> 00:08:29.343
કે આત્મા તરફ જવું હોય, આત્મા તરફ ગતિ
કરવી હોય અને જો તારું ધ્યેય આત્મા હોય,

00:08:29.367 --> 00:08:37.538
જેમ બીજી જગ્યાએ ચાલીસ માઈલ જવું હોય
તો એ ધ્યેય કહેવાય. જયાં પહોંચવું હોય
એને ધ્યેય કહેવાય.

00:08:37.562 --> 00:08:53.106
તો એના માટે જેમ લંડનના નકશાઓ છે,
એમ આ સંતો, આત્માના અનુભવી,
વીતરાગી સંતો આત્માનો નકશો બતાવે છે

00:08:53.130 --> 00:09:02.050
કે, ભાઈ! દુઃખથી મુકાવાનો ઉપાય હું
તને બતાવું છું, સાંભળ. કોઈ તને શરણ નથી,

00:09:02.074 --> 00:09:11.214
કુટુંબ, કબીલા, પરિવાર, ધન, ધાન્ય,
દાસ, દાસી કોઈ તને શરણ નથી.
એક આત્મા જ શરણ થાય છે.

00:09:11.238 --> 00:09:21.213
માટે વહેલામાં વહેલી તકે આત્માનું 
શરણ લઈ, આત્માનો અનુભવ કરવો
એને પરમાત્મા ધર્મ કહે છે.

00:09:21.237 --> 00:09:28.436
એ આત્માનો અનુભવ કરતાં
આત્મા દુઃખથી છૂટી જાય છે.
પહેલાં મોહ છૂટે છે

00:09:28.460 --> 00:09:41.392
અને પછી વિશેષ આત્મામાં લીનતા, રમણતારૂપ
ચારિત્ર અંગીકાર થાય ત્યારે રાગ-દ્વેષનો
અભાવ થઈ પરિપૂર્ણ પરમાત્મ દશા પ્રગટ થાય છે.

00:09:41.416 --> 00:09:53.758
એમ આ આચાર્ય ભગવાન દુઃખથી છૂટવાનો
અથવા સુખની પ્રાપ્તિનો ઉપાય બતાવે છે.
૭૩ નંબરની ગાથા છે.

00:09:53.782 --> 00:10:07.553
<b>अहमेक्को खलु सुद्धो णिम्ममओ णाणदंसणसमग्गो।</b> 
<b>तम्हि ठिदो तच्चित्तो सव्वे एदे खयं णेमि॥૭૩॥</b>

00:10:07.577 --> 00:10:30.862
<b>છું એક, શુદ્ધ, મમત્વહીન હું, જ્ઞાનદર્શનપૂર્ણ છું;</b> 
<b>એમાં રહી સ્થિત, લીન એમાં, શીઘ્ર આ સૌ ક્ષય કરું. ૭૩.</b>

00:10:30.886 --> 00:10:48.415
આ અપૂર્વ આત્માની વાત છે. સર્વજ્ઞ ભગવાને
કહેલી અને સંતોએ પોતાના અનુભવથી
સિદ્ધ કરીને આ શાસ્ત્રની રચના કરી છે.

00:10:48.439 --> 00:11:01.319
એમાં આચાર્ય ભગવાને શુદ્ધાત્માનું સ્વરૂપ
શું અને એનું અવલંબન કેમ લઈ શકાય? 
એનો આમાં ઉપાય બતાવામાં આવ્યો છે.

00:11:01.343 --> 00:11:07.483
<b>જ્ઞાની વિચારે છે કે:</b>
એટલે જ્ઞાનવાન વિચારે છે કે,

00:11:07.507 --> 00:11:15.403
એટલે સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય છે એની
પાસે ઈંદ્રિયજ્ઞાન, ક્ષયોપશમજ્ઞાન (છે).

00:11:15.427 --> 00:11:25.035
મનવાળું પ્રાણી છે, પોતાના હિત
અને અહિતનો વિચાર કરી શકવાની શક્તિ
બધામાં પ્રગટ થઈ ગઈ છે.

00:11:25.059 --> 00:11:33.365
પણ કયો ભાવ હિતરૂપ અને કયો ભાવ અહિતરૂપ?
એનો એને બિલકુલ વિવેક એટલે ખ્યાલ નથી

00:11:33.389 --> 00:11:44.334
એટલે અહિતરૂપ ભાવને પોતાના હિતરૂપ માનીને
એને અપનાવે છે અને હિતરૂપ ભાવને
અનાદિકાળથી છોડે છે, લક્ષમાં લેતો નથી.

00:11:44.358 --> 00:11:53.724
એવા મનવાળા પ્રાણી મનુષ્યને
ઉપદેશ આપે છે. સમજી શકાય એવી વાત છે.

00:11:53.748 --> 00:11:59.707
સમજનારને સમજાવે છે.
નહિ સમજનારને સમજાવતા નથી.

00:11:59.731 --> 00:12:11.065
સમજવાની શક્તિ બધામાં વર્તમાન(માં) પ્રગટ
છે. જો સમજવાની રુચિ રાખે, ધગશ રાખે
તો સમજાય એવી ચીજ છે.

00:12:11.089 --> 00:12:18.470
અનંતા આત્માઓ પ્રથમ મિથ્યાદષ્ટિ, અજ્ઞાની
હતા. એ જ આત્માઓ અંતરઆત્મા થાય છે.

00:12:18.494 --> 00:12:24.033
અને એ જ આત્માઓ વિશેષ લીન થઈને
પરમાત્મ દશાને પામે છે.

00:12:24.057 --> 00:12:32.063
તો <b>જ્ઞાની વિચારે છે કે:</b> એટલે જ્ઞાનવાન
<b>વિચારે છે કે: નિશ્ચયથી હું એક છું</b>.

00:12:32.087 --> 00:12:45.952
હું એટલે આત્મા. આ દેહ તે હું નથી. આ રાગ
તે હું નથી. હું તો એક જ્ઞાન અને દર્શનમય
આત્મા છું. <b>હું એક છું,</b> 

00:12:45.976 --> 00:12:58.934
હું <b>શુદ્ધ છું</b>. જે અશુદ્ધતા છે,
વર્તમાન પરિણામમાં જે પુણ્ય-પાપની
અશુદ્ધતા છે, શુભ અને અશુભભાવની

00:12:58.958 --> 00:13:08.995
(જે) અશુદ્ધતા છે, વ્રત અને અવ્રતના
પરિણામની જે અશુદ્ધતા છે
તે હું નથી, તે આસ્રવતત્ત્વ છે.

00:13:09.019 --> 00:13:15.223
હું જીવતત્ત્વ છું તેથી હું શુદ્ધ છું.
મારો સ્વભાવ શુદ્ધ છે.

00:13:15.247 --> 00:13:25.172
આત્માના બે પડખા છે.
એક વર્તમાન પરિણામરૂપનું પડખું
અને એક દ્રવ્યરૂપ પડખું.

00:13:25.196 --> 00:13:31.258
દ્રવ્યમાં અનંતાગુણો રહેલાં છે
અને પરિણામ એક સમયના થાય છે.

00:13:31.282 --> 00:13:42.412
જેમાં રાગ-દ્વેષ-મોહ થાય છે
એ પરિણામો અશુદ્ધ છે.
હું અશુદ્ધ નથી, હું તો શુદ્ધ છું.

00:13:42.436 --> 00:13:49.380
જુઓ આ પરિણામમાં રાગ-દ્વેષ-મોહના
નાશનો ઉપાય બતાવે છે.

00:13:49.404 --> 00:13:58.082
હું એક છું, હું શુદ્ધ છું,
મારો સ્વભાવ ત્રણેકાળ શુદ્ધ છે.

00:13:58.106 --> 00:14:09.729
હું <b>મમતારહિત છું,</b>
પરિણામમાં મમતા થાય છે.
અને પરિણામમાં મમતા થતાં દુઃખ પણ થાય છે

00:14:09.753 --> 00:14:24.914
પણ એ પરિણામમાં જે મમતા થાય અને મમતાજન્ય
જે દુઃખ થાય છે એના નાશનો ઉપાય શું છે?
કે હું ત્રણેકાળ નિર્મમત્વ છું.

00:14:24.938 --> 00:14:31.188
એકવાર દ્રવ્ય સ્વભાવને જો.
ભાઈ! એકવાર તારો દ્રવ્ય સ્વભાવ (જો).

00:14:31.212 --> 00:14:36.874
શું દ્રવ્ય અને શું પર્યાય?
એની પણ ખબર નહિ.

00:14:36.899 --> 00:14:42.975
સોનાને દ્રવ્ય કહેવાય અને એની
અવસ્થાને પરિણામ કહેવાય, પર્યાય કહેવાય.

00:14:42.999 --> 00:14:50.950
એમ આત્મા અનાદિ-અનંત છે. દેવગતિમાં
હતો તેનો તે આત્મા મનુષ્યગતિમાં છે

00:14:50.974 --> 00:14:57.028
અને મનુષ્યગતિમાંથી પાછો દેવગતિમાં જશે
તો પણ આત્મા તેનો તે છે.

00:14:57.052 --> 00:15:06.059
જે આત્મા નિત્ય ટકે છે
તેને દ્રવ્ય કહેવાય અને પરિણામ પલટે છે
તેને પર્યાય કહેવામાં આવે છે.

00:15:06.083 --> 00:15:15.198
આટલું ઓછામાં ઓછું જ્ઞાન
તો ધર્મ સમજવા માટે અથવા આત્માનું
સ્વરૂપ સમજવા માટે જરૂરનું છે.

00:15:15.222 --> 00:15:25.055
આટલું પણ જ્ઞાન કરવા માટે જો બેદરકાર રહે
તો એને સમજાય નહિ.

00:15:25.079 --> 00:15:36.453
હું <b>મમત્વરહિત છું</b>. પરિણામમાં મમત્વ
થાય છે. દેહ મારો, કુટુંબ મારું, મોટર મારી

00:15:36.477 --> 00:15:51.825
એમ પરપદાર્થમાં મમતા થાય છે
ત્યારની વાત છે અને મમતાનું દુઃખ
વેદાય છે, તે સમયની વાત છે.

00:15:51.849 --> 00:16:01.072
કે એ મમત્વભાવ અને મમત્વજન્ય દુઃખ
એના નાશનો ઉપાય શું છે?
કે તું પરિણામને હવે ન જો.

00:16:01.096 --> 00:16:12.023
પરિણામમાં મમતા થાય છે એ વાત બરાબર
છે. પણ પરિણામમાં મમતા થાય છે
એના તરફનું લક્ષ છોડી દે.

00:16:12.047 --> 00:16:17.100
અને સ્વભાવનું લક્ષ કર તો
સ્વભાવમાં મમતાનો અભાવ છે.

00:16:17.124 --> 00:16:29.319
પર્યાયમાં મમતાનો સદભાવ
અને દ્રવ્ય સ્વભાવમાં મમતાનો અભાવ,
આનું નામ અનેકાંત છે.

00:16:29.343 --> 00:16:37.987
દ્રવ્યમાં પર્યાયની નાસ્તિ છે. દ્રવ્યમાં
ગુણોની અસ્તિ છે. જ્ઞાન, દર્શન, સુખ વગેરે

00:16:38.011 --> 00:16:39.784
દ્રવ્ય સ્વભાવમાં ગુણો છે.

00:16:39.808 --> 00:16:49.863
જેમ સોનામાં, સોનું દ્રવ્ય છે,
તેમાં પીળાશ, ચીકાશ ભારેપણું, વજન
એ એના ગુણો છે.

00:16:49.887 --> 00:16:58.948
અને સમયે(-સમયે) એની અવસ્થાઓ થાય છે. ચેઇન
થાય છે, પોંચી થાય છે, કડા, કુંડળ બધા થાય છે

00:16:58.972 --> 00:17:04.993
એ એની અવસ્થાઓ છે. દ્રવ્ય પણ છે
અને અવસ્થાઓ પણ થાય છે.

00:17:05.017 --> 00:17:10.094
એમ આત્મા પણ છે અને વર્તમાન
એની અવસ્થા પણ થાય છે.

00:17:10.118 --> 00:17:17.578
એ અવસ્થામાં આ દેહાદિ મારા છે
એમ એને મમતા થઈ રહી છે.

00:17:17.602 --> 00:17:24.841
જયારે મમતા થાય છે અને મમતાનું 
દુઃખ થાય છે, અનુભવમાં આવે છ

00:17:24.865 --> 00:17:36.980
તે સમયે, તે વખતે જ એ પરિણામથી જુદો
આત્મા અંતર જ્ઞાન અને આનંદમય બિરાજમાન છે,

00:17:37.004 --> 00:17:49.432
એને જો તું, એમાં મમતાના ભાવનો અભાવ છે.
પરિણામમાં મમતાનો સદભાવ અને 
દ્રવ્ય સ્વભાવમાં મમતાનો અભાવ.

00:17:49.456 --> 00:18:03.860
પાણીની પર્યાયમાં ઉષ્ણતાનો સદ્‌ભાવ અને 
પાણીના દ્રવ્ય સ્વભાવમાં શીતળતાનો
સદ્‌ભાવ અને ઉષ્ણતાનો અભાવ.

00:18:03.884 --> 00:18:16.593
પાણી માટીના સંગે, પોતાની પર્યાયની
લાયકાતથી મલિન થયું છે. માટીથી થયું
નથી, માટી તો નિમિત્તમાત્ર છે.

00:18:16.617 --> 00:18:24.661
ઉપાદાન તો પાણીની વર્તમાન પર્યાયની
તત્સમયની યોગ્યતા છે.

00:18:24.685 --> 00:18:32.496
એ મલિનભાવ પાણીની દશામાં
એક સમયમાત્ર વિદ્યમાન છે ખરો.

00:18:32.520 --> 00:18:43.650
માટી તો નિમિત્તમાત્ર છે,
માટીથી પાણી મલિન થયું નથી. તેમ
નિર્મળ પાણીના સ્વભાવથી મલિનતા થઈ નથી.

00:18:43.674 --> 00:18:53.735
પણ જયારે એ (પર્યાય) પોતે પાણીનો નિર્મળ
સ્વભાવ છોડી અને મલિનરૂપે પરિણમે છે ત્યારે
માટીને નિમિત્તમાત્ર કહેવામાં આવે છે.

00:18:53.759 --> 00:19:02.429
હવે પાણીમાં મલિનતા થઈ છે
તે હકીકત છે, તે સત્ય વાત છે.

00:19:02.453 --> 00:19:13.505
પણ જયારે પાણીમાં મલિનતા છે
ત્યારે પાણીના સ્વભાવમાં સ્વચ્છતા
અને નિર્મળતા સો ટકા રહેલી છે.

00:19:13.529 --> 00:19:26.066
પાણીએ પોતાનો નિર્મળ સ્વચ્છ સ્વભાવ
છોડયો નથી. પરિણામે એના
સ્વભાવને છોડયો છે. આહાહા!

00:19:26.090 --> 00:19:37.447
પાણીની અવસ્થા, પર્યાય, હાલત,
એણે નિર્મળ ક્ષણિક સ્વભાવને છોડયો છે
અને એમાં મલિનતા થઈ છે.

00:19:37.471 --> 00:19:48.499
પાણીની અવસ્થા જયારે મલિન થઈ છે
ત્યારે પાણી સ્વભાવે સ્વચ્છ અને
નિર્મળ સો ટકા રહેલું છે.

00:19:48.523 --> 00:19:58.022
આવા કારણે ફટકડી નાખતાં પાણીની
મલિન અવસ્થાનો અભાવ થાય છે

00:19:58.046 --> 00:20:04.584
અને પાણીની સ્વચ્છ અવસ્થાનો
પ્રાદુર્ભાવ થાય છે, પ્રગટતા થાય છે.

00:20:04.608 --> 00:20:16.754
એમ આ આત્મા એના બે પડખા છે.
એક વર્તમાન પડખામાં પરના આશ્રયે - 
લક્ષે મમત્વનો ભાવ થાય છે,

00:20:16.778 --> 00:20:28.549
મોહ-રાગ-દ્વેષ, ક્રોધ-માન-માયા-લોભ,
હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા,
સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ

00:20:28.573 --> 00:20:37.110
એવા-એવા અનેક પ્રકારના વિકારો,
પર્યાયમાં વિપરીત ભાવો થાય છે.

00:20:37.134 --> 00:20:46.991
પર્યાયમાં વિપરીત ભાવ બિલકુલ ન થતાં હોત
તો-તો એની દશા પરમાત્મારૂપ હોત,
તો સંસાર જ ન હોત.

00:20:47.015 --> 00:20:56.435
સંસાર દશામાં જીવની અવસ્થામાં
રાગ-દ્વેષ-મોહ, મમત્વના ભાવ છે ખરા.

00:20:56.459 --> 00:21:07.224
પણ એ મમત્વ, એ પરિણામ દુઃખદાયક છે. એની
નિવૃત્તિ કેમ થાય? એવો શિષ્યનો પ્રશ્ન છે.

00:21:07.248 --> 00:21:15.723
પરિણામમાં રાગ-દ્વેષ-મોહ, મમતાનો સ્વીકાર
કરીને એનું દુઃખ હું ભોગવી રહ્યો છું,

00:21:15.747 --> 00:21:27.683
એનો સ્વીકાર કરીને પછી, હવે પૂછે છે કે
આ દુઃખદાયકભાવ (છે તો) શું અમારે કાયમ માટે
દુઃખી જ રહેવું હશે? થવું હશે?

00:21:27.707 --> 00:21:36.775
શું અમારે ભાગ્યમાં કાયમ માટે નોકરી જ કરવાની
લખાયેલી હશે? એમ કોઈને વિચાર આવે.

00:21:36.799 --> 00:21:44.032
એ તો પુણ્યાધીન છે, એ પુરુષાર્થ આધીન
નથી. પણ ધર્મ તો પુરુષાર્થ આધીન છે.

00:21:44.056 --> 00:21:54.116
સંયોગ પુણ્યાધીન છે
અને સ્વભાવ, ધર્મ પુરુષાર્થ આધીન છે.

00:21:54.140 --> 00:22:05.591
પુરુષાર્થથી લક્ષ્મી, સંયોગ નથી મળતા,
એ તો પુણ્યના નિમિત્તે મળે છે.
અને ધર્મ તો પુરુષાર્થથી થાય છે.

00:22:05.615 --> 00:22:11.840
એ ધર્મ કેમ થાય? એની વાત
એને ખરેખર સાંભળવા પણ મળતી નથી.

00:22:11.864 --> 00:22:20.222
તો વિચાર કયારે કરે, નિર્ણય કયારે કરે
અને આત્માનો અનુભવ કયારે કરે?
આત્માનો નકશો પણ હાથમાં આવતો નથી.

00:22:20.246 --> 00:22:32.979
નકશો આવે તો તો જુએ
કે આમાં આપણે કઈ બાજુએથી જઈએ તો
આત્મામાં ઘુસી જવાય અને રાગથી છૂટી જવાય.

00:22:33.003 --> 00:22:37.330
મુમુક્ષુ: પુરુષાર્થની થોડી વ્યાખ્યા
કરો, પુરુષાર્થની.
પૂ. લાલચંદભાઈ: પુરુષાર્થ કોને કહેવાય?

00:22:37.354 --> 00:22:49.012
પુરુષાર્થ બે પ્રકારના છે. એક ઊંધો
પુરુષાર્થ અને એક સવળો પુરુષાર્થ.
પુરુષાર્થ બે પ્રકારના છે.

00:22:49.036 --> 00:22:58.300
અને પુરુષાર્થ કરવાનું ક્ષેત્ર કયાં છે?
આત્મા કયા ક્ષેત્રમાં પુરુષાર્થ કરી શકે?

00:22:58.324 --> 00:23:11.446
અને આત્મા કયા ક્ષેત્રમાં પુરુષાર્થ
ન કરી શકે? ક્ષેત્ર સમજાણું ને?
હદ. એની હદ, મર્યાદા.

00:23:11.470 --> 00:23:22.523
કે આત્મા છે એ પોતાના સ્વભાવને ભૂલી
અને ઊંધો પુરુષાર્થ કરે તો
માત્ર પોતાના ક્ષેત્રમાં કરે.

00:23:22.547 --> 00:23:32.068
રાગ-દ્વેષ, ક્રોધ-માન-માયા-લોભ,
એ ઊંધો પુરુષાર્થ કરે તો
અજ્ઞાનભાવે રાગની ઉત્પત્તિ થાય.

00:23:32.092 --> 00:23:41.932
પણ એનો પુરુષાર્થ બાહ્ય પદાર્થમાં
કાંઈ કામ કરે? હરામ, સો ટકા જૂઠી વાત છે.

00:23:41.956 --> 00:23:48.714
કુંભાર ઊંધો પુરુષાર્થ કરે છે.
કયો ઊંધો પુરુષાર્થ કર્યો?

00:23:48.738 --> 00:23:56.307
કે આ જે માટીમાંથી ઘડો બનવાનો કાળ છે,
એની પોતાની ઉપસ્થિતિ-હાજરી દેખીને,

00:23:56.331 --> 00:24:08.024
ઉપાદાનથી ઘડાની અવસ્થા થવા કાળે થાય છે
એ કાળે કુંભાર ઊભો છે, એ અભિમાન કરે છે
કે ઘડો કરનાર હું છું.

00:24:08.048 --> 00:24:15.063
તો એનો પુરુષાર્થ
એના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ છોડીને
માટી સુધી જતો નથી.

00:24:15.087 --> 00:24:28.209
કેમ કે માટીના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ
ભિન્ન છે. એના પ્રદેશો ભિન્ન અને આત્માના
પ્રદેશો (ભિન્ન છે). પ્રદેશો એટલે ક્ષેત્ર.

00:24:28.233 --> 00:24:38.294
એ જીવ ઊંધો પુરુષાર્થ કરે તો એની મર્યાદા
કેટલી? કે અજ્ઞાનભાવે રાગ-દ્વેષ-મોહને
કરે અને દુઃખને ભોગવે.

00:24:38.318 --> 00:24:47.614
એટલી જ એની પુરુષાર્થની મર્યાદા (છે).
પણ એનો પુરુષાર્થ આગળ વધીને
કોઈ બહાર પદાર્થને પરિણમાવે,

00:24:47.638 --> 00:24:55.442
કે પુરુષાર્થથી હાથ ઊંચો-નીચો કરે,
કરી શકે, એ એની મર્યાદા જ નથી.

00:24:55.466 --> 00:25:06.705
હા! હાથ ઊંચો-નીચો હું કરી શકું છું
એવું અભિમાન કરે. એ અભિમાન
વિકારી પરિણામ છે, એ વિપરીત માન્યતા છે.

00:25:06.729 --> 00:25:11.681
એ વિપરીત માન્યતા કરે તો
એ એના ક્ષેત્રમાં ઘાલમેલ કરે.

00:25:11.705 --> 00:25:18.579
પણ બહાર બીજા પદાર્થોમાં,
આત્માનું ક્ષેત્ર છોડીને,
જડકર્મના ક્ષેત્રમાં આત્મા જાય,

00:25:18.603 --> 00:25:27.421
દેહમાં આત્મા જાય, દેહથી બહાર
રોટલી, દાળ, શાક, ભાત કરે, એ
એના ક્ષેત્રની મર્યાદા બહાર છે.

00:25:27.445 --> 00:25:34.732
આજ સુધી કોઈ કુંભારે ઘડો કર્યા નથી
અને કોઈ માતાએ રોટલી કરી નથી.

00:25:34.756 --> 00:25:43.169
હા! એણે કર્યું છે શું? અભિમાન કર્યું છે.
અજ્ઞાનભાવે અભિમાન કરવાની એની હદ છે.

00:25:43.193 --> 00:25:50.535
અજ્ઞાનભાવે કરે તો શું કરે? એ પુરુષાર્થ
ઊંધો કરે છે, સંકલ્પ અને વિકલ્પ કર્યા કરે

00:25:50.559 --> 00:25:54.464
તો એના ક્ષેત્રમાં રહીને (કરે, એટલી)
કર્તા-કર્મની મર્યાદા છે.

00:25:54.488 --> 00:26:02.870
અજ્ઞાનભાવે આત્મા કર્તા બને
અને અજ્ઞાનજન્ય રાગ-દ્વેષ-મોહના પરિણામ
એનું કર્મ એટલે કાર્ય બને.

00:26:02.894 --> 00:26:09.564
એમ પોતાના ક્ષેત્રમાં જ (રહે),
એ લક્ષ્મણ-રેખા છે.

00:26:09.588 --> 00:26:16.134
એ ક્ષેત્રની બાહર, કદી, કોઈ પણ આત્મા,
અજ્ઞાની હો કે જ્ઞાની હો,

00:26:16.158 --> 00:26:25.179
(એ) પોતાના ક્ષેત્રને છોડીને બહાર,
સ્વચતુષ્ટયમાંથી પરચતુષ્ટયમાં જાય
એમ ત્રણકાળે બનતું નથી.

00:26:25.203 --> 00:26:32.695
એ પુરુષાર્થ કરે તો, ઊંધો પુરુષાર્થ કરે,
કે હું આમ કરી નાખું ને હું આમ કરી નાખું
અને આનું આમ કરું અને અહીંયા જાવું છે,

00:26:32.719 --> 00:26:40.857
અહીંયા પહોંચવું છે અને આમ કરવું છે.
એ કર્તૃત્વબુદ્ધિનો ઊંધો પુરુષાર્થ કરે
તો સંકલ્પ અને વિકલ્પ કરે.

00:26:40.881 --> 00:26:51.192
સંકલ્પ અને વિકલ્પ એના ક્ષેત્રમાં થાય છે.
સંકલ્પ અને વિકલ્પ; બહાર ક્ષેત્રમાં થતાં
નથી, એના પર્યાયના ક્ષેત્રમાં થાય છે.

00:26:51.216 --> 00:26:57.246
તો એનું ફળ એ દુઃખ ભોગવે છે.
એ ઊંધો પુરુષાર્થ છે.

00:26:57.270 --> 00:27:07.534
હવે જુઓ! એ આત્મા સવળો પુરુષાર્થ પણ કરી
શકે છે. કે રાગ-દ્વેષ-મોહનું કર્તવ્ય,
કાર્ય વિભાવભાવ છે, મારો સ્વભાવ નથી.

00:27:07.558 --> 00:27:19.135
મારો સ્વભાવ તો મારા આત્માને જાણીને
એમાં ઠરી જવું કે જેથી કરીને મને
શાંતિનો અનુભવ થાય. એ સવળો પુરુષાર્થ છે.

00:27:19.159 --> 00:27:24.564
શ્રીમદ્દે પણ કહ્યું છે,
<b>કરો સત્ય પુરુષાર્થ</b>
(આત્મસિદ્ધિ ગાથા ૧૩૦).

00:27:24.588 --> 00:27:27.990
સત્યપુરુષાર્થ એટલે સમ્યક્‌ પુરુષાર્થ.	

00:27:28.014 --> 00:27:37.503
સમ્યક્‌ પુરુષાર્થ એટલે
જેવો આત્માનો સ્વભાવ છે
એવા સ્વભાવની રચના જેના દ્વારા થાય

00:27:37.527 --> 00:27:41.432
એવા વીર્યગુણને પુરુષાર્થ કહેવામાં આવે છે.

00:27:41.456 --> 00:27:49.360
આત્મામાં એક આત્મબળ, વીર્ય નામનો ગુણ છે,
અને એનું કાર્ય સ્વભાવની રચના કરવી,

00:27:49.384 --> 00:27:58.616
જ્ઞાનની, દર્શનની, ચારિત્રની, સુખની,
વીતરાગતાની. એવી સામ્ય પરિણામની,
વિષમ પરિણામને છોડીને,

00:27:58.640 --> 00:28:07.654
સામ્ય પરિણામની રચના કરવી,
એ સત્ય પુરુષાર્થ છે.
અને એ પોતાના ક્ષેત્રમાં પોતે કરી શકે છે.

00:28:07.678 --> 00:28:13.953
પણ ઊંધો પુરુષાર્થ કરે
તો માત્ર મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્રના
જ પરિણામ કરી શકે.

00:28:13.977 --> 00:28:24.495
પણ જડકર્મને કરે અને શરીરને કરે
અને બાહ્યના કામ કરે એ ત્રણકાળ,
ત્રણલોકમાં વસ્તુના સ્વરૂપમાં નથી.

00:28:24.519 --> 00:28:31.108
એ અજ્ઞાનીના ઘરની બધી વાતો છે, કલ્પનાની.
એ વાત (ખોટી છે), સ્વરૂપ એવું નથી.

00:28:31.132 --> 00:28:39.946
અને એ કારણે અભિમાન કરે છે,
ઊંધો પુરુષાર્થ (કરે છે). કરી શકું છું,
એવી મિથ્યા માન્યતા કરે છે.

00:28:39.970 --> 00:28:45.484
હાથને હલાવી શકું છું,
એવી મિથ્યા માન્યતા કરી શકે (છે).

00:28:45.508 --> 00:28:52.257
પણ મિથ્યા માન્યતાને પણ કરે અને હાથને	
પણ હલાવે, એમ ત્રણકાળમાં બનતું નથી.

00:28:52.281 --> 00:29:02.873
કુંભાર અભિમાન કરી શકે કે આ ઘડાની
અવસ્થાનો કરનાર હું છું. એમ મિથ્યા
પુરુષાર્થથી મિથ્યા અભિમાન કરી શકે.

00:29:02.897 --> 00:29:09.184
પણ એ ઘડાને બનાવી શકે (એમ) ત્રણકાળ,
ત્રણલોકમાં એ વસ્તુ-સ્થિતિમાં એ છે નહિ.

00:29:09.208 --> 00:29:20.331
જીવો નિમિત્તથી જુએ છે,
જ્ઞાનીઓ ઉપાદાનથી જુએ છે.
શું ઉપાદાન અને શું નિમિત્ત? આહાહા!

00:29:20.355 --> 00:29:28.994
જ્ઞાની ધર્માત્માઓ વસ્તુના - પદાર્થના
સ્વભાવથી જુએ છે, ઉપાદાનથી જુએ છે.

00:29:29.018 --> 00:29:37.872
અજ્ઞાની પ્રાણીઓ નિમિત્તથી જુએ છે
એટલે એને બે દ્રવ્ય વચ્ચે કાંઈક
કર્તા-કર્મ સંબંધની ભ્રાંતિ થઈ જાય છે.

00:29:37.896 --> 00:29:42.293
મુમુક્ષુ: ઉપાદાન શું અને નિમિત્ત શું?
પૂ. લાલચંદભાઈ: ઉપાદાન શું અને નિમિત્ત શું?

00:29:42.317 --> 00:29:52.830
કે માટી છે તે ઉપાદાન છે
અને એની અવસ્થા પ્રગટ થાય છે, ઘડાની,
એ ઉપાદાન - સ્વશક્તિથી થાય છે.

00:29:52.854 --> 00:30:00.665
એના સ્વભાવથી ઘટની અવસ્થા થાય છે.
એ માટી આદિ-મધ્ય-અંતમાં પરિણમીને
ઘટરૂપે પરિણમે છે.

00:30:00.689 --> 00:30:04.407
કુંભાર બિલકુલ એમાં પ્રવેશ કરી શકતો નથી.

00:30:04.431 --> 00:30:11.193
એના (માટીના) દ્રવ્ય, ક્ષેત્ર, કાળ,
ભાવ જુદા (અને) કુંભારના આત્માના દ્રવ્ય,
ક્ષેત્ર, કાળ, ભાવ ભિન્ન છે.

00:30:11.217 --> 00:30:23.371
કુંભાર (એમાં) નિમિત્ત છે
અને માટી ઉપાદાન છે. કાર્ય ઉપાદાનથી થાય.
કાર્ય ત્રણકાળમાં નિમિત્તથી થઈ શકે નહિ.

00:30:23.395 --> 00:30:26.839
<b>कारणानुविधायीनि कार्याणी</b>
(સમયસાર ગાથા ૬૮ ટીકા),

00:30:26.863 --> 00:30:34.751
<b>कारणानुविधायीनि कार्याणी</b>,
કારણને અનુસરીને કાર્ય થાય છે.

00:30:34.775 --> 00:30:44.719
કારણ એટલે માટી, એ માટીમાં અંતર્ગર્ભિત
શક્તિ, પર્યાયની ઘટ થવાની લાયકાત,
હતી (તે) એના સ્વકાળે પ્રગટ થાય છે.

00:30:44.743 --> 00:30:51.703
<b>कारणानुविधायीनि कार्याणी</b>
કારણ જેવું છે તેવું જ કાર્ય પ્રગટ થાય છે.

00:30:51.727 --> 00:31:01.374
પણ કુંભાર નિમિત્ત છે, એ નિમિત્તથી
ઘટની અવસ્થા થાય છે એમ વસ્તુના
સ્વભાવમાં નથી. એ અજ્ઞાની માને છે.

00:31:01.398 --> 00:31:12.028
અજ્ઞાની કેમ માને છે? કે એને માટી ઉપર
નજર નથી, એની નજર કુંભાર ઉપર છે કે
કુંભાર આવ્યો માટે ઘડાની અવસ્થા થઈ.

00:31:12.052 --> 00:31:18.558
(અજ્ઞાની માને છે કે) કર્મનો ઉદય આવ્યો
માટે ક્રોધ થયો.
કર્મના ઉદયથી ક્રોધ નથી થતો.

00:31:18.582 --> 00:31:27.799
એ પોતાના સ્વભાવને ભૂલીને
અજ્ઞાનભાવે ક્રોધ કરે છે ત્યારે થાય છે.
કર્મ એનો કર્તા નથી, કર્મ નિમિત્તમાત્ર છે.

00:31:27.823 --> 00:31:37.071
કર્મને નિમિત્ત કહેવાય.
અને ક્રોધની અવસ્થા પ્રગટ થઈ
એ ઉપાદાન, પોતાની સ્વશક્તિથી થઈ છે.

00:31:37.095 --> 00:31:47.126
શું ઉપાદાન? શું નિમિત્ત?
શું નિશ્ચય? શું વ્યવહાર? શું નવતત્ત્વ?
શું હેય? શું ઉપાદેય? શું જ્ઞેય?

00:31:47.150 --> 00:31:53.179
બહુ થોડું છે પણ થોડાને
સમજવાનો પણ પ્રયત્ન નહિ. આહાહા!

00:31:53.203 --> 00:31:59.804
જેમાં શાશ્વત સુખ મળે
એના માટે કલાક, બે કલાક દિવસમાં ન મળે

00:31:59.828 --> 00:32:07.567
અને આઠ-આઠ, દસ-દસ કલાક
આ સંયોગની પાછળ પ્રાપ્ત કરવાને માટે (મળે).

00:32:07.591 --> 00:32:13.367
પ્રાપ્ત તો થાય છે, એને રાગ પ્રાપ્ત થાય છે,
(પણ) પૈસો તો કોઈને પ્રાપ્ત થતો નથી.

00:32:13.391 --> 00:32:19.803
પૈસો કોઈની પાસે આવતો નથી.
પૈસો મારો, એવી મમતા આવે છે

00:32:19.827 --> 00:32:26.435
અને બીજા ભવમાં મમતાને લઈને જાય છે,
પણ પૈસો લઈને જતો નથી.

00:32:26.459 --> 00:32:33.911
પૈસો જો એનો હોય તો પૈસો પણ (એની)
સાથે જવો જોઈએ. પણ એની સાથે શું જાય છે?

00:32:33.935 --> 00:32:43.354
આ પૈસા મારા છે, મકાન મારું છે,
એવી મમતા લઈને અજ્ઞાનભાવે જાય છે.

00:32:43.378 --> 00:32:51.405
અને જ્ઞાની ધર્માત્મા (એમ માને છે કે)
જગતના કોઈ પદાર્થ મારા નથી,
મારું તો એક જ્ઞાન છે.

00:32:51.429 --> 00:33:00.958
એમ નિર્મમત્વભાવે પરિણમતો, 
વીતરાગભાવે પરિણમતો એ વીતરાગભાવને
વિગ્રહગતિમાં સાથે લઈને જાય છે.

00:33:00.982 --> 00:33:10.902
વિગ્રહગતિ એને કહેવાય કે અહીંથી જયારે
શરીર છૂટે ત્યારે ત્રણ સમયની અંદર એ બીજા
ભવમાં જયાં ઊપજવાનો હોય ત્યાં ઊપજી જાય.

00:33:10.926 --> 00:33:19.424
એને વિગ્રહગતિ કહેવાય. વિગ્રહગતિમાં એને
બે શરીર હોય કાર્મણ શરીર અને તેજસ શરીર.
આ ઔદારિક શરીર અહીંયાં પડયું રહે.

00:33:19.448 --> 00:33:27.509
પણ કોઈ જાતનો કાંઈ અભ્યાસ નહિ
અને એમાં પણ આ લંડન. આહાહા!

00:33:27.533 --> 00:33:36.114
સત્‌ની વાત સાંભળવા ન મળે.
કે દિવસ વિચારે? કે દિવસ નિર્ણય કરે?
અને કે દિવસ અનુભવ કરે?

00:33:36.138 --> 00:33:42.630
આત્માનો નકશો પણ હાથમાં ન આવે.
નકશો હાથમાં આવે તો ખબર પડે

00:33:42.654 --> 00:33:47.590
કે આપણે અહીંથી અહીં જાવું
અને અહીંથી અહીં જાવું અને
અહીંથી છેવટે આત્મામાં જાવું.

00:33:47.614 --> 00:33:51.262
પણ આત્માનો નકશો પણ ન મળે. આહાહા!

00:33:51.286 --> 00:34:03.846
નકશા તો છે પણ એ નકશાને ખરીદ
પણ કરતો નથી અને એને જોતો પણ નથી.
તો-તો એને રસ્તો મળી જાય.

00:34:03.870 --> 00:34:12.117
નિમિત્ત અને ઉપાદાન
એ વસ્તુ ખાસ સમજવા જેવી છે.
અનાદિકાળથી જીવને કર્તાબુદ્ધિ છે.

00:34:12.141 --> 00:34:19.023
આનાથી આ થાય અને આનાથી આ થાય, આ 
હોય તો આ થાય અને આ ન હોય તો આ ન થાય.

00:34:19.047 --> 00:34:25.287
એમ એ સંયોગથી જુએ છે પણ
એના સ્વભાવથી જોતો નથી.

00:34:25.311 --> 00:34:34.310
માટીના સ્વભાવથી જુએ તો માટી પોતે
આદિ-મધ્ય-અંતમાં પરિણમતી, પરિણમતી,
પરિણમતી ઘટરૂપે પરિણમી જાય છે.

00:34:34.334 --> 00:34:40.676
પણ કુંભાર ઉપર નજર છે જેને (તે) માટીના
સ્વભાવને જોતો નથી (પણ) સંયોગને જુએ છે,

00:34:40.700 --> 00:34:48.440
સંયોગાધીન દષ્ટિવાળો જીવ નિમિત્તને
જુએ છે કે કુંભાર હતો તો ઘડો થયો.

00:34:48.464 --> 00:34:54.501
એમ બધા પદાર્થોની અંદર,
જો એક પદાર્થ બીજા પદાર્થનો કર્તા હોય,

00:34:54.525 --> 00:35:02.313
તો બીજા પદાર્થ માટે ત્રીજો પદાર્થ
કર્તા જોઈએ અને ત્રીજા પદાર્થના પરિણમન
માટે ચોથો પદાર્થ કર્તા જોઈએ.

00:35:02.337 --> 00:35:08.203
એમ એક પદાર્થ બીજા પદાર્થને આધીન,
બીજો પદાર્થ ત્રીજા પદાર્થને આધીન

00:35:08.227 --> 00:35:12.889
તો <b>અનવસ્થા</b>
(પંચાધ્યાયી પૂર્વાર્ધ ગાથા ૧૧) નામનો
મોટો <b>દોષ</b> ઊભો થઈ જાય.

00:35:12.913 --> 00:35:18.310
<b>અનવસ્થા</b> શું? 
એ પણ ખબર નહિ કાંઈ. ન્યાય સમજાય છે?

00:35:18.334 --> 00:35:28.185
ઘડો થાય એ કુંભારથી થાય, 
તો (કુંભાર)ના પરિણામ કરવા માટે 
બીજો કોઈક પદાર્થ જોઈએ,

00:35:28.209 --> 00:35:37.731
અને એ ત્રીજા પદાર્થના પરિણમન માટે
ચોથો પદાર્થ જોઈએ. તો બધા પદાર્થો પરાધીન
થઈ જાય અને એનો છેડો કયાંય આવે નહિ.

00:35:37.755 --> 00:35:43.707
એને <b>અનવસ્થા</b> નામનો દોષ
કહેવામાં આવે છે. મોટો દોષ લાગે એમાં.

00:35:43.731 --> 00:35:50.057
એમાં અધર્મબુદ્ધિ થાય છે.
ધર્મની પ્રગટતા થતી નથી.

00:35:50.081 --> 00:36:01.774
એમ નિશ્ચય અને વ્યવહાર.
નિશ્ચય કોને કહેવાય? કે યથાર્થનું નામ
નિશ્ચય અને ઉપચારનું નામ વ્યવહાર.

00:36:01.798 --> 00:36:08.133
ઘડો થાય છે, માટીમાંથી થાય છે,
એ નિશ્ચયનયનું કથન છે.

00:36:08.157 --> 00:36:15.327
અને નિમિત્ત દેખીને, કુંભારે ઘડો કર્યો,
એ ઉપચારનું કથન છે.

00:36:15.351 --> 00:36:19.131
યથાર્થનું નામ નિશ્ચય
અને ઉપચારનું નામ વ્યવહાર.

00:36:19.155 --> 00:36:26.638
કુંભારથી ઘડો થયો એવો જે ઉપચાર આવ્યો
એને વ્યવહાર કહેવામાં આવે છે.

00:36:26.662 --> 00:36:35.980
આવું સ્વરૂપ નિમિત્ત-ઉપાદાન,
નિશ્ચય-વ્યવહાર, છ દ્રવ્ય, નવતત્ત્વ શું?
કર્તા-કર્મ શું? જ્ઞાતા-જ્ઞેય શું?

00:36:36.004 --> 00:36:42.503
છે તો થોડુંક પણ સમજવાની
જિજ્ઞાસા રાખવી જોઈએ.

00:36:42.527 --> 00:36:47.471
એના નાના, નાના પુસ્તકો પણ
શબ્દકોષ માટે બહાર પડી ગયા છે.		

00:36:47.495 --> 00:36:54.502
ઘણા બહેનો અને ભાઈઓ કહે છે કે
અમને દ્રવ્ય, ગુણ અને પર્યાયના
નામ પણ નવા લાગે છે.

00:36:54.526 --> 00:36:59.423
અને દ્રવ્ય-ગુણ-પર્યાયના નામ નવા લાગે.
ઉપાદાન શું? નિમિત્ત શું?

00:36:59.447 --> 00:37:05.064
અમે કોઈ દિવસ નામ (પણ) સાંભળ્યા નથી.
એનું સ્વરૂપ શું? ભાઈ!

00:37:05.088 --> 00:37:13.469
જો જિજ્ઞાસા હોય
તો એના માટે જૈન-સિદ્ધાંત-પ્રવેશિકા
નામનું એક નાની પુસ્તિકા છે.

00:37:13.493 --> 00:37:19.327
એની અંદર બધો ખુલાસો છે. એક-એક શબ્દની
વ્યાખ્યા શું એનો બધો ખુલાસો રહેલો છે.

00:37:19.351 --> 00:37:28.553
એ થોડોક અભ્યાસ કરવો જોઈએ. અડધો કલાક,
કલાક કોઈની પાસે શીખવું જોઈએ કાં
પોતે વાંચે તો પણ સમજાય એવું છે.

00:37:28.577 --> 00:37:33.956
એમાં પરાધીનતા નહિ, પોતે ઘરે મનનપૂર્વક
એક વખત, બે વખત, ત્રણ વખત વાંચે

00:37:33.980 --> 00:37:38.823
તો એને બધું સમજાય એમ છે.
આમાં દાખલા પણ આપ્યા હોય.

00:37:38.847 --> 00:37:44.126
માટે અહીંયા આચાર્ય ભગવાન
ફરમાવે છે, શિષ્યનો પ્રશ્ન છે,

00:37:44.150 --> 00:37:52.289
પ્રભુ પરિણામમાં મમતા,
મોહ-રાગ-દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ
સમયે-સમયે થયા જ કરે છે.

00:37:52.313 --> 00:37:59.898
વિકૃતભાવ, પુણ્ય અને પાપ(ના)
દુઃખદાયકભાવ અટકતા જ નથી.
અને એનું દુઃખ હું ભોગવું છું. પ્રભુ!

00:37:59.922 --> 00:38:08.193
એ દુઃખના નાશનો ઉપાય શું? કે સાંભળ!
તારા પરિણામમાં મમતા થાય છે અમને ખબર છે.

00:38:08.217 --> 00:38:16.348
અને એનાથી તું દુઃખી થઈ રહ્યો છો
એ પણ અમને ખબર છે. અને એના
નાશનો ઉપાય પણ અમે જાણીએ છીએ.

00:38:16.372 --> 00:38:20.691
એ ઉપાય તને બતાવીએ છીએ કે
પરિણામ ઉપરથી લક્ષ છોડી દે.

00:38:20.715 --> 00:38:28.471
પરિણામ છે એનો સ્વીકાર કર્યો,
હવે પરિણામ ઉપરથી લક્ષ છોડી દે.

00:38:28.495 --> 00:38:37.220
આત્મામાં બે પડખા છે. એમાં વર્તમાન
એક ચાલતું પરિણામનું પડખું (છે),
પર્યાયનું, દશાનું, હાલતનું,

00:38:37.244 --> 00:38:41.196
ત્યાં જ જોયા કરે છે પણ
આ (ધ્રુવ) બાજુ જોતો નથી.

00:38:41.220 --> 00:38:45.445
એ એમ કહે છે કે તું અહીંયા (પર્યાય)
જોવે છે તો હવે અહીંયા (ધ્રુવ) જો.

00:38:45.469 --> 00:38:47.469
અહીંયા (ધ્રુવ) જોઈને પાછું
અહીંયા (પર્યાય) જો,

00:38:47.493 --> 00:38:50.625
અહીંયા (પર્યાય) જોઈને
પાછું અહીંયા (ધ્રુવ) જો અને
અહીંયા (ધ્રુવ તરફ) આમ કરી દે,

00:38:50.649 --> 00:39:00.561
કે ભગવાન આત્મા નિર્મમત્વ છે, મારો
દ્રવ્ય પરમાત્મા સ્વભાવ મમતાથી રહિત છે.

00:39:00.585 --> 00:39:06.459
પરિણામમાં મમતા છે
ત્યારે જીવતત્ત્વ મમત્વ રહિત છે.

00:39:06.483 --> 00:39:14.402
આસ્રવતત્ત્વમાં મમતા છે અને જીવતત્ત્વમાં
મમતા નથી. મમત્વ રહિત જીવતત્ત્વ છે.

00:39:14.426 --> 00:39:22.901
આવી જીવતત્ત્વ અને આસ્રવતત્ત્વની જુદાઈ
જયારે જાણે ત્યારે એકતાબુદ્ધિ તૂટે
અને દષ્ટિ દ્રવ્ય ઉપર આવી જાય

00:39:22.925 --> 00:39:30.869
અને આત્માનો અનુભવ થાય
અને પરિણામમાં જે મમતાના પરિણામ હતા
એ પરિણામમાં નિર્મમત્વ પ્રગટ થાય.

00:39:30.893 --> 00:39:40.492
દ્રવ્ય સ્વભાવ નિર્મમત્વ છે એનું અવલંબન
લેતાં, શુદ્ધનું અવલંબન લેતાં, પરિણામમાં
અશુદ્ધ પરિણામનો નાશ થઈ જાય,

00:39:40.516 --> 00:39:48.992
પરિણામમાં શુદ્ધતા પ્રગટ થાય, પરિણામમાં
નિર્મમત્વ દશા પ્રગટ થાય, વીતરાગી દશા.

00:39:49.016 --> 00:39:57.131
એક આત્મા એના બે પડખા. આહાહા! જો બે
પડખા ન હોય તો નવતત્ત્વની સિદ્ધિ ન થાય.

00:39:57.155 --> 00:40:05.443
બે પડખા ન હોય તો સંસાર
અને મોક્ષની સિદ્ધિ ન થાય.
બે પડખાવાળો એક આત્મ પદાર્થ છે.

00:40:05.467 --> 00:40:15.839
એમાં એક પડખું પલટતું નાશવાન છે,
કર્મ સાપેક્ષ છે; અને બીજું પડખું
નિત્ય, ધ્રુવ, ટકતું અને નિરપેક્ષ છે.

00:40:15.863 --> 00:40:20.377
એ (નિત્ય પડખું) શુદ્ધ છે.
વર્તમાન પર્યાયનું પડખું અશુદ્ધ છે.

00:40:20.401 --> 00:40:24.479
દ્રવ્યનું પડખું નિર્મમત્વ છે,
પર્યાયમાં મમતા છે.

00:40:24.503 --> 00:40:34.829
હવે પર્યાયમાં મમતાનો અભાવ કેમ થાય?
કે હું દ્રવ્ય સ્વભાવે નિર્મમત્વ છું
એનું અવલંબન લેતાં, એમાં એકાગ્ર થતાં,

00:40:34.853 --> 00:40:42.172
ઉપયોગને એમાં જોડતાં, એનું ધ્યાન કરતાં
ધર્મધ્યાન પ્રગટ થઈને મમતાનો અભાવ થાય છે.

00:40:42.196 --> 00:40:50.639
અને મમત્વની જગ્યાએ નિર્મમત્વ
વીતરાગી પર્યાય પ્રગટ થાય છે
- સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની.

00:40:50.663 --> 00:40:55.295
અને <b>જ્ઞાનદર્શનથી પૂર્ણ છું</b>.
ચાર બોલથી આત્માનું સ્વરૂપ વર્ણવે છે.

00:40:55.319 --> 00:41:02.239
એક છું, શુદ્ધ છું, નિર્મમ છું
અને જ્ઞાનદર્શનથી પૂર્ણ છું.

00:41:02.263 --> 00:41:11.636
વર્તમાનમાં જ્ઞાન-દર્શનની અલ્પજ્ઞ
અવસ્થા છે ખરી, પર્યાયમાં, હાલતમાં
જ્ઞાન ક્ષયોપશમભાવે છે.

00:41:11.660 --> 00:41:16.956
એટલે અલ્પ ઊઘાડ છે,
જાણવું-દેખવું પૂરું પ્રગટ થયું નથી.

00:41:16.980 --> 00:41:23.338
જેમ કેવળી પરમાત્માને પૂર્ણ જ્ઞાન
અને પૂર્ણ દર્શન ઉપયોગ પ્રગટ થઈ ગયો છે,

00:41:23.362 --> 00:41:30.516
એવો છહ્મસ્થને, સંસારી જીવોને, અજ્ઞાની
જીવોને એ પ્રકારની ઊઘાડની દશા નથી.

00:41:30.540 --> 00:41:38.969
એની દશામાં થોડું જાણવું
અને દેખવું એટલો ઊઘાડ છે ખરો. 

00:41:38.993 --> 00:41:48.749
એ અપૂર્ણતા, જ્ઞાન અને દર્શનની અપૂર્ણતા
પર્યાયમાં, દશામાં, હાલતમાં છે ખરી.

00:41:48.773 --> 00:42:00.153
પણ એ પડખાને ગૌણ કરીને, આહાહા!
એ પડખાનું લક્ષ છોડીને જયારે આત્મા
આત્માના સ્વભાવ તરફ જુએ છે,

00:42:00.177 --> 00:42:04.168
ત્યારે હું તો જ્ઞાન-દર્શનથી પરિપૂર્ણ છું.

00:42:04.192 --> 00:42:15.674
એવું જયારે જ્ઞાન-દર્શનથી પરિપૂર્ણ છું
એમ શ્રદ્ધા-જ્ઞાનમાં આવે છે ત્યારે તેને
અતીન્દ્રિયજ્ઞાન દ્વારા આનંદનો અનુભવ થાય છે.

00:42:15.698 --> 00:42:21.189
મુમુક્ષુ: બીજા પડખાનું લક્ષ
 છૂટતું નથી તો શું કરવું?
પૂ. લાલચંદભાઈ: છોડી દેવું.

00:42:21.213 --> 00:42:27.501
છૂટતું નથી તો કોણ છોડાવે? 
બીજો કોઈ છોડાવે? એમાં એને પ્રેમ છે.

00:42:27.525 --> 00:42:35.079
એ પડખામાં એને પ્રેમ ચડયો છે એને.
એ પડખાનો મહિમા છે.

00:42:35.103 --> 00:42:39.406
એને ત્રિકાળી સામાન્ય ભગવાન
આત્માનો મહિમા આવતો નથી.

00:42:39.430 --> 00:42:52.077
પુણ્ય અને પુણ્યના ફળમાં પ્રેમવાળો,
પ્રીતિવાળો, આહાહા! વ્યભિચારી છે.
કષાયનો સંગ કરે છે (અને) દુઃખી થાય છે.

00:42:52.101 --> 00:42:58.920
પ્રેમ છોડી દે, પુણ્ય અને પુણ્યના ફળની
પ્રીતિ, રુચિ, પ્રેમ એનો મહિમા છોડી દે.
એમાં કાંઈ નથી,

00:42:58.944 --> 00:43:03.349
એ દુઃખના ભાવો છે, એ દુઃખદાયકભાવો છે.

00:43:03.373 --> 00:43:11.841
તારો સ્વભાવ પૂર્ણાનંદની મૂર્તિ
અંદર જ્ઞાન અને આનંદ
ચૈતન્ય સ્વભાવથી બિરાજમાન છે.

00:43:11.865 --> 00:43:23.192
ચિદ્‌ઘન આત્મા છે. આત્મા ચિદ્‌રૂપ છે,
આત્મા ચિદ્‌ઘન, ચિદ્‌રૂપ છે,
જ્ઞાન એનું રૂપ છે.

00:43:23.216 --> 00:43:30.987
ૐ <b>शुद्धचिद्रूपकोऽहं</b> (તત્ત્વજ્ઞાન 
તરંગિણી, દ્વિતીય અધ્યાય, ગાથા ૮),
હું તો એક ચિદ્‌રૂપ આત્મા છું. આહાહા!

00:43:31.011 --> 00:43:41.845
હું તો એક જ્ઞાન-દર્શનથી પરિપૂર્ણ આત્મા
છું. એ કયારે વિચારવું? કે વર્તમાનમાં
જ્ઞાનની અલ્પજ્ઞ અવસ્થા છે, ત્યારે.

00:43:41.869 --> 00:43:48.945
પણ અલ્પજ્ઞ અવસ્થા છે એ પૂર્ણ નથી,
પર્યાયમાં અપૂર્ણતા છે.

00:43:48.969 --> 00:43:55.780
એ પર્યાયની અપૂર્ણતારૂપવાળું જે જ્ઞાન
એ પોતાના ભાવને લક્ષમાંથી છોડીને

00:43:55.804 --> 00:44:03.936
દ્રવ્ય સ્વભાવથી વિચારે છે કે હું તો
જ્ઞાન-દર્શનથી પરિપૂર્ણ છું. આહાહા!

00:44:03.960 --> 00:44:12.084
<b>જ્ઞાનદર્શનથી પૂર્ણ છું;
તે સ્વભાવમાં રહેતો,</b> આવો જે મારો
ત્રિકાળી સામાન્ય સ્વભાવ છે

00:44:12.108 --> 00:44:16.301
એમાં રહેતો, એમાં લક્ષ કરતો,
એમાં લીન થતો ...

00:44:16.325 --> 00:44:26.112
લીન થાય એ ચારિત્ર. લક્ષ કરવું તે
સમ્યગ્દર્શન અને જ્ઞાન. એમાં લીનતા કરવી
એનું નામ ચારિત્ર છે.

00:44:26.136 --> 00:44:34.923
તે સ્વભાવમાં રહેતો, 
વિભાવથી ખસતો; અને સ્વભાવમાં 
રહેતો, વિભાવથી બુદ્ધિ ખસેડે છે.

00:44:34.947 --> 00:44:40.360
વિભાવ ઉપર પ્રેમ હતો, પુણ્ય અને પુણ્યના
ફળ ઉપર પ્રીતિ અને રુચિ હતી,

00:44:40.384 --> 00:44:49.476
તે છોડીને ભગવાન આત્માની રુચિ
અને પ્રેમ અને મહિમા લાગે છે,
ત્યારે સંસારનો અંત આવશે.

00:44:49.500 --> 00:44:55.304
બાકી પુણ્ય અને પુણ્યના ફળમાં,
રુચિમાં, જગતના જીવો રાચે છે.

00:44:55.328 --> 00:44:59.991
અજ્ઞાની કહે છે કે
આ બધા (જ્ઞાની) ગાંડા છે, પાગલ છે.

00:45:00.015 --> 00:45:04.209
જ્ઞાની અજ્ઞાનીને પાગલ કહે;
અને અજ્ઞાની જ્ઞાનીને પાગલ કહે

00:45:04.233 --> 00:45:09.123
કે 'કુંભારથી ઘડો થતો નથી', કહે (છે કે)
'પાગલ લાગે છે'! અજ્ઞાની એમ કહે.

00:45:09.147 --> 00:45:20.652
અજ્ઞાની જ્ઞાનીને પાગલ કહે. એ તો
અનાદિનું છે, આ કાંઈ નવું નથી.
આ તો અનાદિકાળથી ચાલ્યું આવે છે.

00:45:20.676 --> 00:45:29.308
પણ જ્ઞાનીને એ અજ્ઞાની પાગલ કહે ને,
તો પણ એને એના પ્રત્યે દ્વેષ આવતો નથી,
કરુણા આવે છે.

00:45:29.332 --> 00:45:37.103
એને ખબર નથી ને, એને સ્વભાવની ખબર નથી
ને, વસ્તુ સ્વભાવ શું એ જાણતો નથી ને,
એટલે એ કહે છે.

00:45:37.127 --> 00:45:43.313
એ પણ ભગવાન સ્વભાવે છે. આજે ભૂલ્યો છે
અને કાલ પરમાત્મા પણ થઈ જાય.

00:45:43.337 --> 00:45:48.898
એમ જાણીને એના પ્રત્યે કરુણા છે,
જ્ઞાનીને કોઈ પ્રત્યે દ્વેષ હોતો નથી.

00:45:48.922 --> 00:45:53.069
એના વિરોધીઓ પ્રત્યે પણ
દ્વેષ હોતો નથી. આહાહા!

00:45:53.093 --> 00:45:59.584
વિરોધી કોણ? વિરોધી તો રાગ-દ્વેષના
પરિણામ તે વિરોધીતત્ત્વ છે.

00:45:59.608 --> 00:46:04.911
બીજું કોઈ વિરોધી આ જગતમાં નથી.
કોઈ-કોઈનો વિરોધ કરનાર નથી.

00:46:04.935 --> 00:46:13.403
દુશ્મન હોય તો રાગાદિ પરિણામ છે. એનો જો
મિત્ર હોય તો વીતરાગી પર્યાય એનો મિત્ર છે.

00:46:13.427 --> 00:46:17.964
બાકી જગતમાં કોઈ મિત્ર નથી
અને કોઈ દુશ્મન નથી.

00:46:17.988 --> 00:46:22.652
એમ જ્ઞાની જાણતો આત્માનું
અવલંબન લેતો, સ્વભાવમાં ઠરતો,

00:46:22.676 --> 00:46:30.127
અલ્પકાળે પરિપૂર્ણ અવસ્થા પ્રગટ કરી
કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. આહાહા!

00:46:30.151 --> 00:46:37.337
<b>તે સ્વભાવમાં રહેતો, તેમાં
(-તે ચેતન્ય-અનુભવમાં) લીન થતો</b>, આહાહા!

00:46:37.361 --> 00:46:42.555
જે રાગમાં લીનતા હતી,
લીન તો કયાંક અને કયાંક રહે (જ).

00:46:42.579 --> 00:46:51.335
કાં રાગમાં લીન હોય અને
કાં સ્વભાવમાં લીન હોય. કાં વિભાવમાં
રત હોય કાં સ્વભાવમાં રત હોય.

00:46:51.359 --> 00:46:58.038
<b>તેમાં લીન થતો (હું) આ ક્રોધાદિક
સર્વ આસ્રવોને ક્ષય પમાડું છું.</b>

00:46:58.062 --> 00:47:05.202
એમ વિચારીને, નિર્ણય કરીને,
એ આત્મા પ્રયોગ કરે છે. પહેલાં
theory (સિદ્ધાંત) જાણે છે.

00:47:05.226 --> 00:47:10.998
Theory જાણ્યા પછી
practical (ક્રિયાત્મકપ્રયોગ) કરે છે.
ત્યારે એને આત્માનો અનુભવ થાય છે.

00:47:11.022 --> 00:47:18.824
એકલા સાંભળવાથી, એકલા વાંચવાથી,
એકલા ધારણા કરવાથી કાંઈ આત્માનો
અનુભવ થઈ શકતો નથી.

00:47:18.848 --> 00:47:23.986
એમ તો અગિયાર અંગ સુધી જીવ ભણી જાય, 
એમાં કાંઈ નથી, એ તો અજ્ઞાન છે.

00:47:24.010 --> 00:47:31.621
શાસ્ત્રનું જ્ઞાન તે જ્ઞાન નથી, 
આત્માનું જ્ઞાન તે જ્ઞાન છે.

00:47:31.645 --> 00:47:38.370
મુમુક્ષુ: અગિયાર અંગ એટલે શું?
પૂ. લાલચંદભાઈ: અગિયાર અંગ એટલે સર્વજ્ઞ 
ભગવાનની વાણીમાં બાર અંગ આવે છે

00:47:38.394 --> 00:47:43.584
એને ગણધર ભગવાન અંતર્મુહૂર્તમાં 
એ દ્રવ્યશ્રુતની રચના કરે છે.

00:47:43.608 --> 00:47:52.286
એમાં લાખો, કરોડો, અબજો શ્લોકો હોય છે. 
બાર અંગની અંદર લાખો, 
કરોડો, અબજો શ્લોકો હોય છે.

00:47:52.310 --> 00:48:00.848
એ શ્લોકો કંઠસ્થ થઈ જાય છે. 
સર્વજ્ઞ ભગવાનની વાણી સાંભળી, 
ગૌતમ ગણધરે, બે ઘડીની અંદર,

00:48:00.872 --> 00:48:08.135
એવી ધારણા શક્તિ હોય છે કે બાર અંગનો 
ઊઘાડ એને દ્રવ્યશ્રુતનું જ્ઞાન થાય છે.

00:48:08.159 --> 00:48:13.038
ધારણા, પહેલાના કાળમાં 
ધારણા હતી, શાસ્ત્ર નહોતા.

00:48:13.062 --> 00:48:20.314
પછી જેમ-જેમ સ્મરણ શક્તિ ઘટતી ગઈ 
તેમ-તેમ આચાર્ય ભગવાનને ખ્યાલ આવ્યો

00:48:20.338 --> 00:48:27.001
કે હવે સ્મરણ શક્તિ ઘટતી જાય છે 
એટલે તાડપત્ર ઉપર શાસ્ત્ર લખવાના શરૂ થયા.

00:48:27.025 --> 00:48:33.461
એ તાડપત્રો પણ અત્યારે છે. બે હજાર વર્ષ 
પહેલાનાં તાડપત્ર પણ અત્યારે છે.

00:48:33.485 --> 00:48:41.249
ગીરનાર ઉપર એક ધરસેન આચાર્ય થઈ ગયા છે, 
જેણે ષટ્‌ખંડાગમની રચના કરી છે.

00:48:41.273 --> 00:48:48.412
ષટ્‌ખંડઆગમ એ આગમ છે, મોટા જબરજસ્ત. 
એના ઘણા મોટા શાસ્ત્રોના volume (ભાગ) છે.

00:48:48.436 --> 00:48:59.904
એ ધરસેન આચાર્ય ભગવાન, ગીરનાર ઉપર 
ચંદ્રગુફા છે, ત્યાં ધ્યાનમાં મગ્ન હતા, 
ધ્યાનમાં મસ્ત હતા.

00:48:59.928 --> 00:49:09.529
એને પોતાનું આયુષ્ય, હવે અલ્પકાળમાં 
પૂર્ણ થશે, એવો ખ્યાલ આવ્યો. 
એટલે કોઈ શ્રાવકને વાત કરી

00:49:09.553 --> 00:49:18.634
અને શ્રાવકે દક્ષિણમાં માણસ મોકલ્યા 
અને બે સાધુ ત્યાંથી જ્ઞાન 
પ્રાપ્ત કરવા માટે આવે છે.

00:49:18.658 --> 00:49:30.482
ત્યારે એ વિનયપૂર્વક નમસ્કાર કરતાં આવે છે. 
ત્યાંથી, દક્ષિણમાંથી ભૂતબલિ અને 
પુષ્પદંત બે આચાર્ય આવે છે.

00:49:30.506 --> 00:49:39.553
અને એને બન્ને (આચાર્યો)ને જુદા-જુદા મંત્ર આપે છે. 
એ મંત્રમાં (એક)ને મંત્રમાં અધિક 
લખી દીધું અને બીજાને ઓછું લખ્યું.

00:49:39.577 --> 00:49:45.863
અને કહે કે આની તમે સાધના કરો 
અને સાધના કરીને આવો એટલે 
મારી પાસે (જે) જ્ઞાન છે એ તમને આપું.

00:49:45.887 --> 00:49:51.461
એની પરીક્ષા કરવા (આમ કહ્યું), 
કે આ ઝીલી શકે એમ છે કે નહિ?

00:49:51.485 --> 00:50:00.522
ત્યારે ત્રણ ઉપવાસ કરીને એમણે મંત્રની 
સાધના કરી ત્યારે કુરૂપના દેવીઓ આવ્યા.

00:50:00.546 --> 00:50:05.852
એકદમ દાંત મોટા અને કાન મોટા 
અને પૂંછડું અને શીંગડાને એવા.

00:50:05.876 --> 00:50:14.740
દેવ આવ્યા હાજર થયા, તો કહે (કે) આ દેવ 
શાસનદેવતા નથી. પછી એણે પોતે મંત્રમાં 
સુધારો-વધારો કર્યો, ગુરુ પાસે ન ગયા.

00:50:14.764 --> 00:50:23.529
મંત્રમાં હિનાધિક માત્રા હતી, એ માત્રા 
ઠીક કરી અને પાછા મંત્રની સાધના કરી 
અને શાસનદેવ હાજર થયા.

00:50:23.553 --> 00:50:28.829
ત્યાર પછી ધરસેનઆચાર્ય ભગવાન 
પાસે જાય છે અને એમની સામે બેસે છે

00:50:28.853 --> 00:50:38.551
અને હજારો, લાખો શ્લોક ધરસેનઆચાર્ય 
ભગવાન મોઢેથી બોલે છે અને આ (મુનિઓ) 
શ્રવણ કરીને ગ્રહણ કરી લે છે, ધારણામાં.

00:50:38.575 --> 00:50:48.121
ત્યાં સુધી તો હજી મુખપાઠ હતો. 
ત્યાં સુધી લીપી નહોતી. 
(હજી) તાડપત્ર ઉપર શાસ્ત્ર લખાણા નહોતા.

00:50:48.145 --> 00:50:55.099
એ ગીરનાર ઉપરથી જયારે દક્ષિણમાં જાય છે 
ત્યારે વચ્ચે અંકલેશ્વર આવે છે, ભરૂચ પાસે.

00:50:55.123 --> 00:51:02.890
ત્યાં એ બન્ને મુનિરાજ પહોંચે છે 
અને એમને વિચાર આવે છે કે હવે 
આ ધારણા શક્તિ ક્રમે-ક્રમે ઘટતી જશે.

00:51:02.914 --> 00:51:09.869
આપણે આને તાડપત્ર ઉપર લખી નાખીએ. 
એટલે ત્યાં શાસ્ત્રોની રચના થાય છે 
અને શાસ્ત્રો લખે છે.

00:51:09.893 --> 00:51:15.776
એ કુંદકુંદઆચાર્ય ભગવાન બે હજાર વર્ષ 
પહેલાં થયા, એના પહેલાં ધરસેનઆચાર્ય થયા છે.

00:51:15.800 --> 00:51:23.579
એના શાસ્ત્રો પણ અત્યારે તાડપત્ર ઉપર 
વિદ્યમાન છે. મૂડબીદ્રીમાં રહેલાં છે.

00:51:23.603 --> 00:51:33.332
એ બધા નકશા છે, આત્મામાં કયાં જાવું 
એના નકશા. આ જયેશ અને રાજેશ 
આપણો, આમ નકશો જુએ.

00:51:33.356 --> 00:51:36.917
મેં કહ્યું તું પૂછ તો ખરો (કે) ભાઈ, 
આમાં કયાં જાવું છે?

00:51:36.941 --> 00:51:43.148
તો કહે, ભાઈ પૂછવાની જરૂર નથી, આમાં 
નકશામાં બધું છે, કાંઈ પૂછવાની જરૂર નથી.

00:51:43.172 --> 00:51:53.094
આ એમ કદાચ કોઈ કાળે જ્ઞાનીનો યોગ 
ન હોય, પ્રત્યક્ષ જ્ઞાનીનો યોગ ન હોય 
તો આ નકશા બધા બનાવી ગયા છે.

00:51:53.118 --> 00:52:05.021
આત્માનું સ્વરૂપ શું? કયાં જાવું? 
કેમાં ઠરવું? એ બધું આમાં લખેલું છે, 
પણ એ નકશો ઊઘાડવાની ફુરસદ (નથી). આહાહા!

00:52:05.045 --> 00:52:09.457
મુમુક્ષુ: આ નકશા સિવાય 
બીજો કોઈ રસ્તો નથી?
પૂ. લાલચંદભાઈ: કોઈ રસ્તો બીજો નથી. આહાહા!

00:52:09.481 --> 00:52:14.915
જો આત્માની પ્રાપ્તિ કરવી હોય 
અને દુઃખથી છૂટવું હોય

00:52:14.939 --> 00:52:22.603
તો આ એક જ રસ્તો છે, આત્માનું અવલંબન, 
ધર્મનું શરણ (સિવાય) કોઈ બીજું 
જગતમાં શરણ નથી. આહાહા!

00:52:22.627 --> 00:52:27.820
કરોડો અબજો રૂપિયા પડયા રહે છે 
અને તરફડીયા મારીને જાય હોં!

00:52:27.844 --> 00:52:36.065
તરફડીયા, એવો રોગ આવે આકરો, કોઈ 
બચાવી શકે નહિ. કે ભઈ ઢગલો કરો, આહાહા!

00:52:36.089 --> 00:52:44.511
પૈસાનો ઢગલો કરે, સોના-ચાંદીના ઢગલા કરે 
તો પણ કોઈ બચાવી શકે નહિ. 
ફટ આયુષ્ય છૂટી જાય છે.

00:52:44.535 --> 00:52:49.102
કોઈ શરણ આ જગતમાં નથી. (એકમાત્ર) 
શરણ હોય તો પોતાનો શુદ્ધાત્મા શરણ છે.

00:52:49.126 --> 00:52:54.723
એનું અવલંબન લેતાં દુઃખ ટળે અને સુખની 
પ્રાપ્તિ થાય છે. બીજો કોઈ ઉપાય નથી.

00:52:54.747 --> 00:53:04.008
<b>એક હોય ત્રણકાળમાં પરમારથનો પંથ; 
પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત</b> 
(આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા ૩૬),

00:53:04.032 --> 00:53:15.769
કે જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા, એટલો 
અભેદનો જે ભેદ, જે ભેદ અભેદને 
પ્રસિદ્ધ કરે છે, એટલો વ્યવહાર સમંત છે.

00:53:15.793 --> 00:53:24.882
શુભભાવ કરવો એ અજ્ઞાન છે, 
વ્યવહાર નથી. આહાહા!

00:53:24.906 --> 00:53:29.219
<b>આ ક્રોધાદિક સર્વ આસ્રવોને 
ક્ષય પમાડું છું.</b>

00:53:29.243 --> 00:53:41.726
<b>ટીકા:-</b> ટીકા એટલે વિસ્તાર. 
બે હજાર વર્ષ પહેલાં કુંદકુંદઆચાર્ય ભગવાન થયા, 
તેમણે પ્રાકૃતમાં આ શ્લોકની રચના કરી છે.

00:53:41.750 --> 00:53:49.460
એના પછી, એક હજાર વર્ષ પછી, 
એટલે આજથી એક હજાર વર્ષ પૂર્વે, 
એક સમર્થ (અમૃતચંદ્ર) આચાર્ય થઈ ગયા છે,

00:53:49.484 --> 00:53:57.662
જે અઘ્યાત્મની મસ્તી પરિપૂર્ણ જેની છે અને 
જેણે એકલા ન્યાયથી શાસ્ત્રોની રચના કરી છે

00:53:57.686 --> 00:54:06.264
કે જીવ મધ્યસ્થ થઈને જો વાંચે, 
મધ્યસ્થ થઈને સાંભળે, તો એને અંતરમાંથી 
હા આવે, હા આવે એવી વાત છે.

00:54:06.288 --> 00:54:09.979
મધ્યસ્થ થવું જોઈએ. 
પોતાનો પક્ષ છોડવો જોઈએ.

00:54:10.003 --> 00:54:13.529
સાચું તે મારું, 
મારું તે સાચું એમ નહિ.

00:54:13.553 --> 00:54:20.570
સાચું તે મારું, એમ એનું મન જો થોડું 
ખુલ્લું રાખે તો એને આત્માની પ્રાપ્તિ થાય.

00:54:20.594 --> 00:54:26.446
બાકી પક્ષમાં પડી જાય, આ કોઈ પક્ષપાતનો 
વિષય નથી, આ તો આત્માની વાત છે.

00:54:26.470 --> 00:54:32.019
આમાં કાંઈ કોઈ પક્ષની કે વાડાની વાત નથી. 
પદાર્થના સ્વરૂપની આ વાત છે.

00:54:32.043 --> 00:54:37.626
વીતરાગ-વિજ્ઞાન છે આ. 
આ જડના વિજ્ઞાનની વાત તો રખડવા માટે છે.

00:54:37.650 --> 00:54:44.227
આ તો વીતરાગ-વિજ્ઞાન છે કે જેનું 
અવલંબન લેતાં આત્માને ભવનો અંત આવી જાય.

00:54:44.251 --> 00:54:49.357
ભવનો અંત કહો કે દુઃખનો અંત કહો. 
ભવ છે એ દુઃખરૂપ છે.

00:54:49.381 --> 00:54:54.400
ભવનો અંત કહો કે દુઃખનો અંત કહો, 
એનો ઉપાય આમાં લખ્યો છે.

00:54:54.424 --> 00:55:00.562
એની ટીકા એટલે વિસ્તાર અમૃતચંદ્રાચાર્ય 
ભગવાન(ની) આત્મખ્યાતિ નામની ટીકા છે.

00:55:00.586 --> 00:55:07.433
(આત્મખ્યાતિ) એટલે આત્માની 
પ્રસિદ્ધિ કેમ થાય, અજ્ઞાની પ્રાણીઓને
આત્માની ઉપલબ્ધિ, પ્રાપ્તિ કેમ થાય

00:55:07.457 --> 00:55:10.385
એના માટે શાસ્ત્રની રચના છે.

00:55:10.409 --> 00:55:28.015
<b>ટીકા:- હું આ આત્મા-પ્રત્યક્ષ અખંડ અનંત 
ચિન્માત્ર જયોતિ-અનાદિ-અનંત નિત્ય-ઉદયરૂપ 
વિજ્ઞાનઘનસ્વભાવભાવપણાને લીધે એક છું;</b> આહાહા!

00:55:28.039 --> 00:55:36.296
ચોવીસ કલાકમાં આત્મા યાદ આવે નહિ. 
આઠ દિવસે પણ યાદ આવે નહિ, મહિનો થાય, 
છ મહિના થાય, આત્મા યાદ જ ન આવે.

00:55:36.320 --> 00:55:43.838
આત્મા ભૂલાઈ ગયો છે. જેને યાદ 
કરવો જોઈએ એને સમયે-સમયે ભૂલે છે.

00:55:43.862 --> 00:55:51.473
અને જેનું વિસ્મરણ કરવા જેવું છે, 
જેને યાદ કરવા જેવું નથી 
એને સમયે-સમયે યાદ કરે છે.

00:55:51.497 --> 00:55:58.947 
નજર ત્યાં બહારમાં છે. 
બહારમાં જુએ છે પણ અંતરમાં જોતો નથી.
नजर वहाँ बाहर में है। 
बाहर में देखता है परंतु अंतर में नहीं देखता है। 

00:55:58.971 --> 00:56:08.998
<b>હું આ આત્મા-પ્રત્યક્ષ</b>, 
પરોક્ષ એ મતિ-શ્રુતજ્ઞાન છે, 
ભગવાન આત્મા તો ત્રણેકાળ પ્રત્યક્ષ છે.

00:56:09.022 --> 00:56:14.753
પ્રત્યક્ષ થવાનો જ એનો સ્વભાવ છે. 
પરોક્ષ રહેવાનો એનો મૂળ સ્વભાવ નથી.

00:56:14.777 --> 00:56:23.941
જે નજર કરે એને દર્શન આપે. 
જે નજર કરે એને દર્શન આપે, 
એવો એનો પ્રત્યક્ષ થવાનો સ્વભાવ છે.

00:56:23.965 --> 00:56:29.418
<b>હું આ આત્મા</b>, આ આત્માની વાત છે હોં?

00:56:29.442 --> 00:56:38.025
<b>પ્રત્યક્ષ</b> પછી <b>અખંડ</b>, 
આ ખંડજ્ઞાન તે હું નહિ, હું તો 
અનાદિ-અનંત અખંડ એક વસ્તુ છું.

00:56:38.049 --> 00:56:45.854
<b>અનંત ચિન્માત્ર જયોતિ</b>, 
જે પરિણામ એક સમયની મર્યાદાવાળા, 
(જેનો) અંત આવી જાય, તે હું નહિ.

00:56:45.878 --> 00:56:56.006
હું તો <b>અનાદિ-અનંત</b>, <b>અનંત ચિન્માત્ર</b>, 
અનંત બેહદ સામર્થ્ય જ્ઞાન અને દર્શન 
એવા સામર્થ્યથી ભરેલો <b>હું આત્મા છું</b>.

00:56:56.030 --> 00:57:02.551
અને <b>અનાદિ-અનંત</b>, પરિણામ 
સાદી-સાંત છે અને આત્મા અનાદિ-અનંત છે.

00:57:02.575 --> 00:57:09.694
સંસાર અનાદિ-સાંત, મોક્ષની અવસ્થા 
સાદિ-અનંત અને આત્મા અનાદિ-અનંત છે. 

00:57:09.718 --> 00:57:19.433
આત્મા અનાદિ-અનંત, સંસાર અનાદિ-સાંત, 
અનાદિનો હોવા છતાં સંસારનો અભાવ થઈ જાય. 
અને મોક્ષ સાદિ-અનંત. 

00:57:19.457 --> 00:57:27.297
મોક્ષની શરૂઆત થાય અને કોઈ કાળે અંત 
આવે નહિ એને સાદિ-અનંત કહેવામાં આવે. 

00:57:27.321 --> 00:57:34.180
અને ભગવાન આત્મા અનાદિ-અનંત છે.

00:57:34.204 --> 00:57:37.859
<b>અનાદિ-અનંત</b> આમાં શબ્દો છે 
એના અર્થ થાય છે હોં!

00:57:37.883 --> 00:57:48.205
<b>અનાદિ-અનંત</b> આત્મા છે. 
<b>અનાદિ-અનંત</b> એટલે કોઈ કાળે 
જેની ભૂતકાળમાં ઉત્પત્તિ થઈ નથી.

00:57:48.229 --> 00:57:57.249
એ પાંચ પ્રકારના પદાર્થો ભેગા મળે 
અને જીવની ઉત્પત્તિ થાય એ વાત 
સો ટકા ખોટી છે. આહાહા!

00:57:57.273 --> 00:58:07.388
જૈનદર્શન ઉપર જયાં સુધી અનન્ય 
શ્રદ્ધા નથી ત્યાં સુધી એ સમ્યગ્દર્શન 
થવાને પણ પાત્ર નથી. આહાહા!

00:58:07.412 --> 00:58:15.638
જે સર્વજ્ઞ ભગવાને પદાર્થોનું સ્વરૂપ કહ્યું 
છે એવું સ્વરૂપ કોઈ કહી શકયું નથી, 
કોઈ કહી શકે જ નહિ.

00:58:15.662 --> 00:58:23.138
માટે <b>અનાદિ-અનંત</b> આત્મા (છે), ભૂતકાળમાં 
કોઈ સંયોગથી જેની ઉત્પત્તિ નથી થઈ,

00:58:23.162 --> 00:58:28.788
અને કોઈ વિયોગથી જેનો નાશ ન થાય 
એવો <b>અનાદિ-અનંત</b> આત્મા છે.

00:58:28.812 --> 00:58:37.242
એ શ્રીમદ્‌ રાજચંદ્રજીમાં પણ આ વાત આવે 
છે. જ્ઞાનીઓ તો બધી વાત કહી ગયા છે.

00:58:37.266 --> 00:58:44.585
<b>અનાદિ-અનંત</b>, જેની આદિ નથી અને જેનો 
અંત નથી. સંયોગની આદિ અને સંયોગનો અંત.

00:58:44.609 --> 00:58:50.592
આ મનુષ્યપર્યાય મળી, એની આદિ થઈ 
અને પછી આયુષ્ય પૂરું થાય એટલે પાછો અંત.

00:58:50.616 --> 00:59:03.073
સંયોગની આદિ પણ ખરી અને અંત પણ ખરો.
એમ આઠ કર્મની અનાદિ છે પણ એનો અંત આવી 
જાય. એમ રાગ એની આદિ અને અંત.

00:59:03.097 --> 00:59:08.170
રાગ આવ્યો, ક્રોધ આવ્યો અને ક્રોધ ગયો. 
ક્રોધની આદિ અને ક્રોધનો અંત.

00:59:08.194 --> 00:59:17.768
પણ ક્રોધને જાણનાર જે આત્મા છે 
એનો કોઈ કાળે અંત આવતો નથી. 
એ તો અનાદિ-અનંત વસ્તુ છે.

00:59:17.792 --> 00:59:24.469
<b>નિત્ય-ઉદયરૂપ</b>, નિત્ય પ્રગટરૂપ છે. 
આહાહા! ભગવાન આત્મા અમને દેખાતો નથી?

00:59:24.493 --> 00:59:31.566
અરે ભાઈ! દેખતો નથી એટલે દેખાતો નથી. 
જો હોય તો કેમ દેખાય નહિ?

00:59:31.590 --> 00:59:34.716
એમ શ્રીમદ્‌માં (આત્મસિદ્ધિ ગાથા ૪૭) પણ 
છ પ્રશ્ન-ઉત્તર કર્યા છે.

00:59:34.740 --> 00:59:40.450
એમાં પણ આવ્યું છે 'આ ઘટ-પટ દેખાય છે માટે 
એ છે; આત્મા અમને દેખાતો નથી માટે નથી'.

00:59:40.474 --> 00:59:48.390
એવા ઘણા પ્રશ્નનો આત્મસિદ્ધિ શાસ્ત્રમાં, 
છ પદના ખુલાસા ઘણા છે એમાં. આહાહા!

00:59:48.414 --> 00:59:54.804
પણ તત્ત્વના અભ્યાસ વિના 
એ શ્રીમદ્‌ના હૃદયને પણ ઓળખી શકે નહિ.

00:59:54.828 --> 01:00:01.948
જૈનદર્શન ઉપર અનન્ય શ્રદ્ધા જોઈએ. 
જૈનદર્શન પરિપૂર્ણ દર્શન છે.

01:00:01.972 --> 01:00:07.746
બીજા કોઈ દર્શનમાં સમ્યગ્દર્શન થઈ 
શકે નહિ, ત્રણકાળમાં ન થાય. આહાહા!

01:00:07.770 --> 01:00:18.956
ભગવાન આત્મા <b>નિત્ય-ઉદયરૂપ છે</b>, નિત્ય 
પ્રગટરૂપ છે. <b>અનાદિ-અનંત</b> અને નિત્ય પ્રગટરૂપ. 
છે, છે અને છે, એનો કોઈ દિવસ નાશ ન થાય.

01:00:18.980 --> 01:00:26.134
<b>નિત્ય-ઉદયરૂપ વિજ્ઞાનધનસ્વભાવભાવપણાને 
લીધે એક છું;</b> આહાહા! શું કહે છે?

01:00:26.158 --> 01:00:35.873
આત્માનો સ્વભાવ વિશેષે જ્ઞાનથી ઘન, ઘટ 
એ પરમાત્મા નિબિડ એવો રહેલો છે, 
તે કારણે હું એક છું.

01:00:35.897 --> 01:00:39.293
આ અનેકપણું એ મારો સ્વભાવ નથી.

01:00:39.317 --> 01:00:45.881
આ ક્રોધ અને માન અને માયા અને લોભ 
અને દેવપર્યાય અને મનુષ્યપર્યાય 
એવી જે અનેકતા છે

01:00:45.905 --> 01:00:49.630
એ અનેકતા એ મારો સ્વભાવ નથી, 
હું તો <b>એક છું</b>.

01:00:49.654 --> 01:00:57.251
એક હોવાનું કારણ મારો સ્વભાવ <b>વિજ્ઞાનઘન</b> 
છે. <b>અનાદિ-અનંત</b> છું, ચિન્મયમૂર્તિ છું,

01:00:57.275 --> 01:01:02.317
<b>પ્રત્યક્ષ</b> છું, <b>અખંડ</b> છું, 
<b>નિત્ય-ઉદયરૂપ</b> હોવાને કારણે હું <b>એક છું</b>.

01:01:02.341 --> 01:01:09.443
આ એક ઉપર લક્ષ કર 
અને અનેકનું લક્ષ છોડી દે. અનેકનું 
અવલંબન છોડ અને એકનું અવલંબન કર.

01:01:09.467 --> 01:01:19.162
એકનું અવલંબન લેતાં એકાગ્રતા 
થાય છે, અને એકાગ્રતામાં, ધ્યાનમાં 
સમ્યગ્દર્શન પ્રગટ થઈ જાય છે. 